GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પ્રોપેન વાયુની દહનપ્રક્રિયા માટે ∆H-∆U= ..........

Hide | Show

જવાબ : -3 RT


કાર્બન મોનોક્સાઇડનું સર્જન, 298 K તાપમાને તેનાં ઘટક તત્વોમાંથી જ્યારે થાય ત્યારે પ્રક્રિયા માટે ∆H-∆U નું મૂલ્ય કેટલું થશે ?

Hide | Show

જવાબ : 0.5 RT


બૉમ્બ કૅલોરીમીટર દ્વારા 1 મોલ ઇથેનોલના સંપૂર્ણ દહન દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા 25° C તાપમાને 1364.47 કિ.જૂલ હોય, તો ઇથેનોલની દહન એન્થાલ્પી કેટલી થશે ? (R = 8.314 જૂલ.કે.-1.મોલ-1)

Hide | Show

જવાબ : -1366.95 કિ. જૂલ. મોલ-1


જો ઇથેનની પ્રમાણિત દહન ઉષ્માનું મૂલ્ય -1564.5 કિ. જૂલ. મોલ-1 હોય, તો ઈથેનની પ્રમાણિત સર્જન ઉષ્માનું મૂલ્ય કેટલુ થશે ? CO2(g) અને H2O(l) ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી(ઉષ્મા) અનુક્રમે -395 અને -286 કિ. જૂલ. મોલ-1 છે.

Hide | Show

જવાબ : -83.5 કિ. જૂ. મોલ-1


ગ્રેફાઇટ અને હીરાની દહન એન્થાલ્પીનું મૂલ્ય અનુક્રમે -393.5 કિ. જૂલ. મોલ-1 તથા -395.4 કિ. જૂલ. મોલ-1 હોય, તો 1 મોલ ગ્રેફાઈટનું 1 મોલ હીરામાં રૂપાંતર થાય તો પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર ગણો.

Hide | Show

જવાબ : 1.9 કિ. જૂલ. મોલ-1


જો CHCOOHની વિયોજન એન્થાલ્પી 0.005 કિ. કૅલરી.ગ્રામ-1 હોય, તો 1 મોલ Ca(OHOH)નું CHCOOH વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી થાય ?

Hide | Show

જવાબ : 26.8 કિ. કૅલરી


NaCl(s) ની લેટાઈસ એન્થાલ્પી 788 કિ.જૂલ.મોલ-છે તથા NaCl(s) ની જલીયકરણ એન્થાલ્પી -784 કિ. જૂલ. મોલ-1 છે તો NaCl(s) ની દ્રાવણની એન્થાલ્પી ........... છે.

Hide | Show

જવાબ : 4 કિ. જૂલ. મોલ-1


50 ml 0.1 M HCl (aq) નું 50 ml 0.1 M NaOH(aq) વડે સંપૂર્ણ તટસ્થીકરણ થતાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય ?

Hide | Show

જવાબ : 2.9 કિ. જૂલ


298 K તાપમાને ઘન MgSOની દ્રાવણ એન્થાલ્પી -91.21 કિ. જૂલ.મોલ-1 છે અને MgSO4.7H2O(s) ની દ્રાવણ એન્થાલ્પી 13.81 કિ. જૂ.મોલ-1 હોય, તો ઘન MgSO ની હાઈડ્રેશન (જલીયકરણ) એન્થાલ્પી કેટલી થશે ?

Hide | Show

જવાબ : -105.02


જો પ્રણાલી 20 જૂલ કાર્ય કરે અને 30 જૂલ ઉષ્મા તેમાં ઉમેરાય તો પ્રણાલી કેવા પ્રકારની છે તેમ કહેવાય ?

Hide | Show

જવાબ : બંધ


1 લિટર પાણીનું ઉત્કલનબિંદુ 373 K છે, તો 500 મિલિ પાણીનું ઉત્કલનબિંદુ કેટલું થશે.

Hide | Show

જવાબ : વધીને બમણું


0° સે તાપમાને બરફની આણિવયગલન ઉષ્મા 6 કિલોજૂલ/મોલ છે તો 36 ગ્રામ બરફની આણ્વિયગલન ઉષ્મા .......... કિલોજૂલ થશે.

Hide | Show

જવાબ : 12


સમોષ્મી પ્રક્રમ માટે શું સાચું છે ?

Hide | Show

જવાબ : ∆q=0


સમોષ્મી પ્રક્રમ .......... માં થાય છે.

Hide | Show

જવાબ : નિરાળી પ્રણાલી


આદર્શ વાયુ ધરાવતી પ્રણાલી દ્વારા જો 607.8 જૂલ કાર્ય થતું હોય, તો 20 વાતાવરણનું દબાણ ધરાવતા વાતાવરણમાં પ્રણાલી કદમાં શું ફેરફાર અનુભવે છે ? (1 લિ. વાતા. = 101.3 જૂલ)

Hide | Show

જવાબ : 0.3 લિ. કદ વધે


વાતાવરણના બાહ્ય દબાણ હેઠળ આદર્શ વાયુનું કદ 250 cm³ માંથી 500 cm³ થાય છે. જો આ પ્રક્રમ દરમિયાન 10 જૂલ ઉષ્મા પર્યાવરણમાં ઉમેરાય છે, તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે ?

Hide | Show

જવાબ : -35.32 જૂલ


3 મોલ આદર્શ વાયુનું 27° સે તાપમાને સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય ત્યારે વાયુનું કદ બમણું થાય છે, તો થતું કાર્યનું મૂલ્ય કેટલું થાય ?

Hide | Show

જવાબ : -5187 જૂલ


અચળ બાહ્યદબાણે 1 મોલ આદર્શ વાયુનું તાપમાન 0° સે થી વધારી 100° સે કરવામાં આવે, તો તે દરમિયાન થતું કાર્ય.

Hide | Show

જવાબ : 0 જૂલ


298 K તાપમાને કાર્બન મૉનોક્સાઇડની સર્જનની પ્રક્રિયા માટે ∆H-∆U કેટલું થાય ?

Hide | Show

જવાબ : 1238.78 જૂલ.મો-1


298 K તાપમાને C-H, C-C,C=C અને H-H બંધ એન્થાલ્પી અનુક્રમે 414, 347, 615 અને 434 કિ.જૂલ.મોલ-1 હોય, તો આ જ તાપમાને નીચેની પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો થશે ?CH2=CH2(g)+H2(g)CH3+CH3(g) 

Hide | Show

જવાબ : -125 કિ. જૂલ


એમોનિયાની સર્જન એન્થાલ્પી -45 કિ. જૂલ.મોલ-1 હોય તથા H - H અને N H બંધ એન્થાલ્પીનું મૂલ્ય અનુક્રમે 435 કિ. જૂલ. મોલ-1 તથા 390 કિ. જૂલ. મોલ-1  હોય, તો N ≡ N બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું થશે ?

Hide | Show

જવાબ : 945 કિ. જૂલ. મોલ-1


0.1 મોલ વાયુ 41.75 જૂલ ઉષ્મા મેળવે છે અને તાપમાનમાં 20° Cનો વધારો અનુભવે છે તો આ વાયુ .......... છે.

Hide | Show

જવાબ : દ્વિપરમાણ્વિય


હિલિયમ વાયુના એક મોલનું તાપમાન 1° C વધારવામાં આવે છે, તો આંતરિક ઊર્જામાં થતો વધારો .......... છે.

Hide | Show

જવાબ : 3 કૅલરી


STP એ 4.48 લિટર આદર્શ વાયુનું અચળ કદે તાપમાન 15° C વધારવા માટે 12 કૅલરી ઉષ્માની જરૂર પડે છે, તો વાયુ માટે Cp નું મૂલ્ય .......... છે.

Hide | Show

જવાબ : 6 કૅલરી


કોઈ એક પ્રવાહીની બાષ્પાયન ઉષ્મા 6 કિ. જૂલ.મોલ-1 છે તથા તેની એન્ટ્રોપીનો ફેરફાર 16 જૂલ. મોલ-1 હોય, તો તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ કેટલું થશે ?

Hide | Show

જવાબ : 375 K


કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે

Hide | Show

જવાબ : મીઠાનું પાણીમાં વિલયનમાં અને કપૂરના બાષ્પીભવનમાં એન્ટ્રોપી વધે છે


પ્રણાલીનો ગુણધર્મ પદાર્થના જથ્થા ઉપર આધારિત છે, તેવો ગુણધર્મ કયો ગુણધર્મ કહેવાય ?

Hide | Show

જવાબ : નાત્રાત્મક ગુણધર્મ


કુદરતમાં થતી ઉષ્મા પ્રક્રિયા માટે ...

Hide | Show

જવાબ : તાપમાન હંમેશા નીચું હોય


બંધ પ્રણાલી માટે કઈ પરિસ્થિતિમાં ∆H=∆U+P∆V  નો સંબંધ સાચો કહી શકાય ?

Hide | Show

જવાબ : અચળ દબાણ


એન્ટ્રૉપી શામાં ઘટે છે ?

Hide | Show

જવાબ : ખુલ્લા પાત્રમાં મૂકેલો સૂકો બરફ


આદર્શવાયુમાં સમતાપી સ્થિતિમાં શું ફેરફાર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : એન્થાલ્પી અચળ બને


CaCO3(s)CaO(s) + CO2(g) પ્રક્રિયા માટે 1000 K તાપમાને CO₂ નું આંશિક દબાણ 0.003 વાતા. છે. જો પ્રક્રિયાનો પ્રમાણિત મુક્તઊર્જાનો ફેરફાર +27.2 કિ. કૅલરી હોય, તો પ્રક્રિયાનો મુક્તઊર્જાનો ફેરફાર કેટલો થશે ?

Hide | Show

જવાબ : 15.6 કિ. કૅલરી


ઉષ્માગતિશાસ્ત્રનો કયો નિયમ પદાર્થની ચોક્કસ એંન્ટ્રોપી વિશે માહિતી આપે છે ?

Hide | Show

જવાબ : બીજો નિયમ


T તાપમાને થતી પ્રતિવર્તી પ્રક્રિયા માટે ∆H અને ∆S નાં મૂલ્યો ધન છે. જો Te સંતુલને તાપમાન હોય તો પ્રક્રિયા આપમેળે થવા માટે .......... .

Hide | Show

જવાબ : T> Te 


CaCO3(s)CaCO(s) + CO2(g) પ્રક્રિયાનાં ∆H° અને ∆S° નાં મૂલ્યો અનુક્રમે +179.1 K.J.મોલ-1 અને 160.2 J.કૅલ્વિન-1 છે. જો તાપમાનના ફેરફાર સાથે ∆H° અને ∆S°  મૂલ્યો બદલાતાં ન હોય, તો કયા તાપમાનથી ઊંચા તાપમાને આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય ?

Hide | Show

જવાબ : 1118 K


298 K તાપમાને P ⇌Q પ્રક્રિયાનો સંતુલન અચળાંક .......... છે. આ પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે -54.07 કિ. જૂલ. મોલ-1 તથા 10 જૂલ. કૅ-1 . મોલ-1  છે.

Hide | Show

જવાબ : 10


A, B અને AB ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે 60, 40 અને 50 જૂલ. કૅ-1 . મોલ-1 છે. નીચેની પ્રક્રિયા કયા તાપમાને સંતુલન અવસ્થામાં હશે ? 1/A2 3/B⇌ AB3, ∆H=-30 કિ. જૂલ.

Hide | Show

જવાબ : 750 K


નીચેની પ્રક્રિયાઓના rપરથી લેડ અને ટીનની સૌથી વધુ લાક્ષણિક ઑક્સિડેશન અવસ્થા અનુક્રમે કઈ છે ?

PbO₂ + Pb → 2PbO, r< 0

SnO2+ Sn → 2SnO, r> 0

Hide | Show

જવાબ : +2, +4


0.04 મોલ આદર્શ વાયુને નળાકારમાં ભરવામાં આવ્યો છે. આ વાયુ અચળ તાપમાન 37° C એ પ્રતિવર્તી રીતે પ્રસરણ પામી કદમાં 50 મિલિથી 375 મિલિનો વધારો કરે છે. આ દરમિયાન તે 208 જૂલઉષ્મા મેળવે છે. આ પ્રક્રમ માટે q અને w નાં મૂલ્યો અનુક્રમે .......... છે.

[R = 8.314 જૂલ. મોલ-1 K-1,  .In7.5 = 2.01 ]

Hide | Show

જવાબ : +208 જૂલ, -208 જૂલ


2 મોલ આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન ક્દ 10 dm³ થી વધી 100 dm³ થાય છે, તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો થશે ?

Hide | Show

જવાબ : 38.3 જૂલ.મોલ-1 .K-1  


4NO2(g)+O2(g) →2N2O5(g),rH=-111  કિ.જૂલ. જો આ પ્રક્રિયામાં N2O5(g) ને બદલે N2O5(s) બનતો હોય, તો N2O5(s) બનવાની પ્રક્રિયા માટે કેટલો થશે ?

[subH(N2O5) = 54 કિ. જૂલ. મોલ-1]

Hide | Show

જવાબ : -165 કિ. જૂલ


298 K તાપમાને CH3OH(l), H2O(l), અને CO2(g) પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે -166.2, -237.2 અને -394.4 કિ. જૂલ. મોલ-1 હોય તથા CH3OH(l) ની પ્રમાણિત દહન એન્થાલ્પી -726 કિ. જૂલ. મોલ-1 હોય, તો મિથેનોલનો બળતણ તરીકે ઉપયોગ થતો હોય તેવા બળતણકોષની ક્ષમતા .......... થશે ?

Hide | Show

જવાબ : 97 %


72 ગ્રામ પાણીનું 100° C તાપમાને વરાળમાં રૂપાંતર થાય તો આ પ્રક્રમ માટે ∆U કેટલું થાય ? પાણીની બાષ્પ આદર્શ વાયુ તરીકે વર્તે છે તેમ માનવામાં આવે છે. પાણીની બાષ્પાયન ઉષ્મા 540 કૅલરી.ગ્રા-1 છે.

Hide | Show

જવાબ : 35.896 કિ. કૅલરી


2.7 ગ્રામ એલ્યુમિનિયમ, FeO સાથે પ્રક્રિયા કરી કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?

[2Al+Fe2O3→2Fe+Al2O3, ∆H°=-852KJ]

Hide | Show

જવાબ : -42.6 KJ


ઉષ્માગતિશાસ્ત્ર (થરમૉડાયનેમિક્સ) અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર સમજાવો.

Hide | Show

જવાબ : જ્યારે મિથેન, રાંધણગૅસ અથવા કોલસા જેવા બળતણનું દહન કરવામાં આવે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુઓ વડે સંગ્રહાયેલી રાસાયણિક ઊર્જા, ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે.

આ રાસાયણિક ઊર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્યો કરવામાં થાય છે. જેમ કે, એન્જિનમાં બળતણનું દહન થાય ત્યારે તે રાસાયણિક ઊર્જાના ઉપયોગ દ્વારા યાંત્રિક કાર્ય થાય છે. ગૅલ્વેનિક કોષ અને સૂકા કોષ દ્વારા વિદ્યુતીય ઊર્જા પૂરી પાડી શકાય છે.

આમ, ઊર્જાનાં જુદાં જુદાં સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત છે. તેમજ અમુક પરિસ્થિતિઓમાં તેમનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. આ બધી ઊર્જાઓના અન્ય સ્વરૂપમાં રૂપાંતરણ પામવાના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે.

ઉષ્માગતિશાસ્ત્રના નિયમો સ્થૂળ પ્રણાલીના ઊર્જા-વિનિમય સાથે સંકળાયેલ છે. જેમાં અસંખ્ય અણુઓ સમાયેલા હોય છે. ઉષ્માગતિશાસ્ત્ર એ ઊર્જાનું રૂપાંતર એકબીજામાં કેવી રીતે અને કેટલા દરથી  થાય છે તેની સાથે સંકળાયેલ નથી, પરંતુ ફેરફાર અનુભવતી પ્રણાલીના પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધારિત હોય છે.

ઉષ્માગતિશાસ્ત્રનો સમગ્ર અભ્યાસ પાયાના ચાર નિયમો પર આધારિત છે. આ નિયમો પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય અથવા એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં ફેરવાય ત્યારે તેને લાગુ પડે છે. સ્થૂળદર્શીય ગુણધર્મો જેવા કે, દબાણ અને તાપમાન સંતુલન અવસ્થામાં સમય સાથે બદલાતા નથી.

રસાયણવિજ્ઞાનમાં નીચેના પ્રશ્નોના ઉત્તર મેળવવાનું કાર્ય ખૂબ જ મહત્વનું છે :

  • રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રમમાં સમાવિષ્ટ ઊર્જાનો ફેરફાર કેવી રીતે નક્કી કરી શકીએ?
  • રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રમ થશે કે નહિ?
  • રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રમને કોણ પ્રેરે છે?
  • કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધે છે?
આ પ્રશ્નોના ઉત્તર જો સૈદ્ધાંતિક રીતે મળી શકે, તો રસાયણવિજ્ઞાનનું કાર્ય ખૂબ જ સરળ થાય. દા. ત., ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરીને કૃત્રિમ હીરાનું ઉત્પાદન કરી શકાય છે.

આમ, જે વિજ્ઞાન રાસાયણિક પ્રશ્નોના ઉત્તર આપી શકે તેને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી ઊર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. આ સમગ્ર અભ્યાસ મુખ્યત્વે પાયાના ચાર નિયમો પર આધારિત છે. આ ચાર નિયમોને ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય, પ્રથમ, બીજા અને ત્રીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે.

આ નિયમો પ્રાપ્ય પ્રાયોગિક પરિણામોને આધારે મૈળવેલાં તારણો પર રચાયેલા છે. આ નિયમોમાં અપવાદરૂપ હોય તેવા કોઇ જ રસાયણિક પ્રક્રિયા હજુ સુધી જોવા મળી નથી.


પ્રણાલી અને પર્યાવરણ એટલે શું?

Hide | Show

જવાબ : પ્રણાલી : પ્રણાલી એટલે વિશ્વનો એક ભાગ કે જેનું આપણે અવલોકન કરીએ છીએ.

પર્યાવરણ : પર્યાવરણ એટલે પ્રણાલી સિવાય સમગ્ર વિશ્વનો બાકીનો ભાગ.

આમ, વિશ્વ = પ્રણાલી + પર્યાવરણ

પ્રણાલીમાં થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને કોઈ અસર થતી નથી. આથી પ્રાયોગિક હેતુસર પર્યાવરણ બાકીના વિશ્વનો એવો ભાગ છે કે જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરે છે. ​​​​​​​

સામાન્ય રીતે, પ્રણાલીની પડોશમાંના અવકાશનો વિસ્તાર પર્યાવરણ રચે છે. દા. ત., એક બીકરને ઓરડામાં રાખી તેમાં A અને B પદાર્થો વચ્ચે થતી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ, તો પ્રક્રિયા મિશ્રણ ઘરાવતું બીકર એ પ્રણાલી છે. જ્યારે બીકર જે ઓરડામાં રાખેલું છે તે પ્રયાવરણ છે.

અહીં એ નોધવું જરૂરી છે કે પ્રણાલીને બીકર કે ટેસ્ટટ્યૂબ જેવી ભૌતિક સીમાઓથી વ્યાખ્યાયિત (અલગ) કરી શકાય. અથવા પ્રણાલી એ અવકાશમાં એવા વિશિષ્ટ કદનો સેટ છે કે જે કાટીઝિયન નિર્દેશાંકો દ્રારા અલગ કરી શકાય છે.

પ્રણાલીને પર્યાવરણથી કોઈ એક સાચી અથવા કાલ્પનિક દીવાલ વડે અલગ કરેલ હોય છે. આ દીવાલને હદ અથવા સીમા કહે છે.


પ્રણાલીના પ્રકાર સમજાવો.

Hide | Show

જવાબ : પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયના આધારે પ્રણાલીનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે:

1. ખુલ્લી પ્રણાલી: જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જા અને દ્રવ્યનો વિનિમય આપમેળે થાય તેને ખુલ્લી પ્રણાલી કહે છે.

દા. ત., ખુલ્લા બીકરમાં પ્રક્રિયકોની હાજરી અને જીવંત પ્રણાલી

​​​​​​​

2. બંધ પ્રણાલી: જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જાનો વિનિમય આપમેળે થતો હોય, પરંતુ દ્રવ્યનો વિનિમય થતો ન હોય તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે.

દા. ત., ઊર્જાવાહક બંધપાત્રમાં રાખેલા પ્રક્રિયકો, વિદ્યુતબલ્બ અથવા ટ્યૂબલાઇટ, કક્ષામાં ફરતા ઉપગ્રહ.

​​​​​​​

​​​​​​​

3. નિરાળી પ્રણાલી: જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જા કે દ્રવ્ય પૈકી એકનો પણ વિનિમય આપમેળે થતો નથી, તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે.

દા. ત., થર્મોસ ફ્લાસ્કમાં રહેલા પ્રક્રિયકો અને કોઈ ઉષ્મારોધક બંધપાત્રમાંના પ્રક્રિયકો

​​​​​​​


ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક મૂળભૂત પર્યાયો સમજાવો.

Hide | Show

જવાબ : ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક મૂળભૂત પર્યાયો નીચે મુજબ છે :

1. પ્રણાલીના અવસ્થા ચલ (થરમૉડાયનેમિક રાશિ):

પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે તેવા ગુણધમોંને પ્રણાલીના અવસ્થા ચલ અથવા થરમોડાયનેમિક રાશિ કહે છે.

પ્રણાલીની અવસ્થા તેના અવસ્થા ચલો જેવા કે તાપમાન (T), દબાણ (p), કદ (V) અને જથ્થો (n) વગેરેના માપનથી વ્યાખ્યાયિત થાય છે. જો કોઈ પણ એક અવસ્થા ચલનું મૂલ્ય બદલાય, તો પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થયો છે એમ કહેવાય.

2. અવસ્થા વિધેય :

પ્રણાલીના એવા અવસ્થા ચલ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આઘાર રાખે છે. પરંતુ આ અવસ્થા દરમિયાન પ્રણાલી જે તબક્કાઓમાંથી પસાર થાય તેના પર આધાર રાખતા નથી. તેમને અવસ્થા વિધેય કહે છે.

અવસ્થા વિધેયને કૅપિટલ મૂળાક્ષર દ્વારા દર્શાવાય છે.

દા. ત., H, S, E, G, T, P, V વગેરે.

3. પથ વિધેય :

પ્રણાલીના એવા અવસ્થા ચલ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સિવાય પ્રણાલી જે તબક્કામાંથી પસાર થઈ છે તે તબક્કાઓ પર પણ આધાર રાખે છે. તેમને પથ વિધેય કહે છે.

પથ વિધેયને નાના (અંગ્રેજી) મૂળાક્ષર દ્વારા દર્શાવાય છે.

દા. ત., કાર્ય (w), ઉષ્મા (q)


અવસ્થા વિધેય એટલે શું? તેનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : પ્રણાલીના ગુણધર્મોનાં જે મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે; પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહે છે.

ઉષ્માગતિકીય પ્રણાલીની અવસ્થાનું વર્ણન તેના માપી શકાય તેવા અથવા જથ્થાત્મક (સ્થૂળદર્શીય) ગુણધર્મોથી કરી શકાય છે.

વાયુની અવસ્થા તેનું દબાણ (p), કદ (V) અને તાપમાન (T) અને જથ્થો (n)ની રજૂઆત કરી પ્રણાલીનું વર્ણન કરી શકાય છે.

આમ, p, V, T અને n ચલોને અવસ્થા ચલો અથવા અવસ્થા વિધેયો કહે છે. કારણ કે તેમનાં મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે નહિ કે કેવી રીતે ત્યાં પહોંચ્યા છે.

આ પ્રકારના અન્ય અવસ્થા વિધેયો (1) સ્થિતિજ ઊર્જા, (2) પદાર્થની આંતરિક ઊર્જા, (3) પદાર્થની એન્થાલ્પી, (4) પદાર્થની એન્ટ્રોપી અને (5) પદાર્થની મુક્તઊર્જા વગેરે છે.


પ્રક્રમ એટલે શું? તેના પ્રકાર સમજાવો.

Hide | Show

જવાબ : પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહે છે.

પ્રક્રમના પ્રકારો નીચે પ્રમાણે છે:

1. સમતાપી પ્રક્રમ (Isothermal Process):

પ્રક્રમ દરમિયાન જો પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય, તો તે પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. પ્રણાલી જ્યારે આ પ્રકારનો ફેરફાર અનુભવે ત્યારે તાપમાન અચળ રાખવા માટે કાં તો પ્રણાલી પર્યાવરણમાંથી ઊર્જા મેળવે છે અથવા પયવિરણને ઊર્જા આપે છે.

2. સમદાબી પ્રક્રમ (Isobaric Process):

જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્યો ધરાવતી હોય અને પ્રણાલીમાં થતાં ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય, તો તે પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહે છે.

3. સમોષ્મી પ્રક્રમ (Adiabatic Process):

જો પ્રણાલીમાં થતાં ફેરફાર દરમિયાન પ્રણાલી ઊર્જા ગુમાવે પણ નહિ અને મેળવે પણ નહિ, તો તે પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે.


આંતરિક ઊર્જાના ફેરફારમાં કાર્યની અસર સમજાવો.

Hide | Show

જવાબ : ​​​​​​​

​​​​​​​


આંતરિક ઊર્જાના ફેરફારમાં ઉષ્માની અસર સમજાવો.

Hide | Show

જવાબ : ​​​​​​​​​​​​​​


ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો.

Hide | Show

જવાબ :


આંતરિક ઊર્જા અને એન્થાલ્પી સમજાવી તેમની વચ્ચેનો સંબંધ તારવો

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

ઉષ્માગતિશાસ્ત્ર

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.