GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નીચેનાના અંતઃસ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દશિત આકૃતિ દોરો :

Hide | Show

જવાબ : (i) એકદળી મૂળ અને દ્વિદળી મૂળ (ii) એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ


તમારી શાળાના બગીચામાંથી લાવેલ વનસ્પતિના તરુણ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ લો અને સૂક્ષ્મદર્શક- યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કરો. તમે કેવી રીતે નક્કી કરશો કે તે એકદળી પ્રકાંડ છે કે દ્વિદળી ? કારણો આપો.

Hide | Show

જવાબ : વનસ્પતિના તરુણ પ્રકાંડના અનુપ્રસ્થ છેદના સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિરીક્ષણમાં જો દઢોતકીય અધ:સ્તર, આધાર પેશીનું બાહ્યક, અંત:સ્તર, પરિચક્ર, મજ્જામાં વિભેદન ન જોવા મળે, દઢોતકીય પુલકંચૂકથી ધેરાયેલા વેરવિખેર વાહિપુલ જોવા મળે તો એકદળી પ્રકાંડ. જ્યારે સ્થૂલકોણીય અધ:સ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જામાં વિભેદન તેમજ વાહિપુલ વલયાકરે ગોઠવાયેલા જોવા મળે તો દ્વિદળી પ્રકાંડ નક્કી થશે.


વનસ્પતિનો અનુપ્રસ્થ છેદ નીચેના અંતઃસ્થરચનાકીય લક્ષણો દર્શાવે છે :

(a) સહસ્થ, છૂટાછવાયા અને દંઢોત્તકીય પુલકંચુકથી ઘેરાયેલા વાહિપુલો.

(b) અન્નવાહક મૃદુત્તક ગેરહાજર છે. તમે તેને શું ઓળખાવશો ?

Hide | Show

જવાબ : એકદળી (મકાઈ) પ્રકાંડ


શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે ?

Hide | Show

જવાબ : જલવાહક જલવાહિનિકી, જલવાહિની, જલવાહક મૃદૂતક અને જલવાહક તંતુ જ્યારે અન્નવાહક ચાલનીકોષ, ચાલનીનલિકા, સાથીકોષ, અન્નવાહક મૃદૂતક અને અન્નવાહક તંતુ જેવા એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોવાથી જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે.


સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોનાં નામ આપો. દરેક તંત્રમાં પેશીનાં નામ આપો.

Hide | Show

જવાબ : સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોના નામ તેમજ દરેક તંત્રમાં પેશીનાં નામ નીચે પ્રમાણે છે.

પેશીતંત્રો

દરેક તંત્રોમાં પેશીનાં નામ

 1. અધિસ્તરીય પેશીતંત્ર

મૃદૂતક

 1. આધાર પેશીતંત્ર

મૃદૂત્તક, સ્થૂલકોણક, દઢોતક

 1. વાહક પેશીતંત્ર

જલવાહક, અન્નવાહક


વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંત:સ્થ રચનાશાસ્ત્ર કહે છે. તેનો અભ્યાસ આપણને નીચે પ્રમાણે ઉપયોગી છે.

 • વનસ્પતિનાં અંગોમાં પેશી આયોજનની સમજ મેળવવા માટે.
 • વનસ્પતિનાં વિવિધ અંગોની આંતરિક રચનામાં ભિન્નતાની સમજ મેળવવા માટે.
 • આવૃત બીજધારી દ્વિદળી અને એકદળી વનસ્પતિઓમાં અંતસ્થ રચનામાં જોવા મળતી ભિન્નતાની સમજ મેળવવા માટે.
 • આંતરિક રચનાઓ તેમજ વિભિન્ન પર્યાવરણ પ્રત્યે અનુકૂલનોના સંબંધો સમજવા માટે.


હરિતકણોતકનાં કાર્યો જણાવો.

Hide | Show

જવાબ : હરિતકણોતકનાં કાર્યો નીચે પ્રમાણે છે.

 • હરિતકણોતક વનસ્પતિના મુખ્યત્વે પર્ણમાં અને કેટલાંક પ્રકાંડ તેમજ હવાઈ મૂળમાં આધાર પેશી તરીકે કાર્ય કરે છે.
 • તેનું મુખ્ય કાર્ય હરિતક્ણોની મદદથી પ્રકાશસંશ્ર્લેષણ કરી કાર્બનિક ખોરાકનું સંશ્ર્લેષણ કરવાનું છે.


એધાવલયની અંદરની અને બહારની બાજુએ થતા વિભાજનથી  ઉત્પત્ન થતા કોષો શામાં વિભેદન  પામે છે?

Hide | Show

જવાબ : એધાવલયની અંદરની બાજુએ થતા વિભાજનથી ઉત્પન્ન  થતા કોષો દ્વિતીય જલવાહકમાં અને બહારની બાજુએ થતા વિભાજનથી ઉત્પન્ન થતા કોષો દ્વિતીય અન્નવાહકમાં વિભેદન પામે છે.


દ્વિતીયક મજ્જાંશુઓ એટલે શું ?

Hide | Show

જવાબ : દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એધા દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકની વચ્ચેથી ત્રિજ્યાવર્તી (અરીય) રીતે પસાર થતી રે મૃદૂતક કોષોની બનેલી સાંકડી પટ્ટીઓ બનાવે છે, તેને દ્વિતીયક મજ્જાંશુઓ કહે છે.


સખત (મધ્ય) કાષ્ઠની બે લાક્ષણિકતાઓ જણાવો.

Hide | Show

જવાબ : સખત (મધ્ય) કાષ્ઠની લાક્ષણિકતાઓ :

 • તેના કોષો ટેનિન અને અન્ય પદાર્થોથી ભરેલા હોય છે.
 • તે સખત, ટકાઉ અને બદામી રંગમાં જોવા મળે છે.


શા માટે ઘરડા પ્રકાંડની દ્વિતીય જલવાહકનો મોટો ભાગ ઘેરા બદામી રંગનો બને છે?

Hide | Show

જવાબ : ઘરડા પ્રકાંડની દ્વિતીય જલવાહકનો મોટો ભાગ ઘેરા બદામી રંગનો બને છે. કારણ કે તેના પર ટેનિન, રેસિન, ગુંદર, તૈલી દ્રવ્યો અને અન્ય વિષમ ચક્રીય કાર્બનિક દ્રવ્યો જમા થાય છે.


ત્વક્ષેધા વિકાસ કોને કહે છે?

Hide | Show

જવાબ : વાહિએધાની ક્રિયાશીલતાને કારણે પ્રકાંડની જાડાઈમાં થતા વધારાથી બાહ્યક અને અધિસ્તરીય પડ પર દબાણ વધે છે. આ સ્તરો તૂટવાથી બાહ્યક પ્રદેશમાં દ્વિતીય વર્ધનશીલ પેશીઓ બને છે, તેને ત્વક્ષેધા વિકાસ કહે છે.


કયા સ્તરને છાલ કહે છે?

Hide | Show

જવાબ : ત્વક્ષેધાની બહારની બાજુએ નવા બનતા કોષો તેમનું દ્રવ્ય ગુમાવી, હવા ભરેલા અને સપાટીને અરીય રીતે ગોઠવાઈ મૃત અપ્રવેશશીલ સ્તર બનાવે છે. આ સ્તરને છાલ કહે છે.


ત્વક્ષેઘા પેશીઓ બનાવે છે કે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે.'' શું તમે આ વાક્ય સાથે સહમત છો? સમજાવો.

Hide | Show

જવાબ : ના, વાક્ય ખોટું છે. ત્વક્ષૈધા ખરેખર બે પ્રકારની પેશીઓ બનાવે છે. બહારની તરફ ત્વક્ષાનું નિર્માણ કરે છે. ત્વક્ષાના કોષોની દીવાલ પર સુબેરિન જમા થતાં પાણી માટે અપ્રવેશશીલ બને છે. જ્યારે અંદરની તરફ ઉપત્વક્ષા(દ્વિતીયક બાહ્યક)નું નિમણિ કરે છે. તેના કોષો મૃદૂતકીય હોય છે.


મકાઈના પ્રકાંડના આધારોતકની વિશિષ્ટતાઓ જણાવો.

Hide | Show

જવાબ :

મકાઈના પ્રકાંડના આધારોતકની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે:

 • તે ગોળ અને અંડાકાર, આંતરકોષીય અવકાશ ધરાવતા, પાતળી દીવાલ ધરાવતા મૃદૂતકીય કોષોની બનેલી છે.
 • તે બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા અને મજ્જાકિરણો 'જેવા વિવિધ ભાગોમાં વિભેદન પામેલી નથી.


ભંગજાત વિવર એટલે શું? તે કેવી રીતે સર્જાય છે?

Hide | Show

જવાબ : મકાઈના પ્રકાંડના વાહિપુલમાં આદિદારુની નીચે આવેલા પાણી ભરેલા કોટરને ભંગજાત વિવર કહે છે. તે છેડાના કેટલાક આદિદારુ અને જલવાહક મૃદૂતક કોષોના વિધટનથી સર્જાય છે.


કઈ પેશીમાંથી પુષ્પ અને શાખાનું નિમાણ થાય છે?

Hide | Show

જવાબ : કક્ષકલિકામાં ગોઠવાયેલી અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી પુષ્પ અને શાખાનું નિર્માણ થાય છે.


વનસ્પતિ અંતઃસ્થ રચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?

Hide | Show

જવાબ : વનસ્પતિ અંતઃસ્થ રચનાનો અભ્યાસ વર્ગીકરણ, ઉદ્વિકાસ, અશ્મિ વિદ્યા અને વિવિધ કાષ્ઠ(લાકડા)ની નીપજો ઉત્પાદન સંબંધિત પ્રશ્નોના નિવારણમાં ઉપયોગી છે.


દ્વિતીય વર્ધનશીલ પેશી કોને કહેવાય?

Hide | Show

જવાબ : દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડ અને મૂળના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, તેને દ્વિતીય વર્ધનશીલ પેશી કહે છે.


ત્વક્ષૈધાનું સ્થાન ક્યાં હોય છે ?

Hide | Show

જવાબ : ત્વક્ષૈધાનું સ્થાન વૃક્ષની છાલની નીચે હોય છે.


કયા કોષો સ્થાયી કોષો તરીકે ઓળખાય છે?

Hide | Show

જવાબ : પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ પેશીના કોષોમાં વિભાજન થવાથી ઉત્પન્ન થતા નવા કોષો રચના અને કાર્યની દષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન ક્ષમતા ગુમાવે છે. આવા કોષો સ્થાયી કોષો તરીકે ઓળખાય છે.


સરળ પેશી અને જટિલ પેશી વચ્ચે કોષોના આધારે મુખ્ય ભેદ ક્યો છે?

Hide | Show

જવાબ : સરળ પેશી એક જ પ્રકારના કોષોની બનેલી છે. જ્યારે જટિલ પેશી રચનાત્મક અને કાયત્મિક લાક્ષણિકતાઓ ધરાવતા વિવિધ પ્રકારના કોષોની બનેલી છે.


મૃદૂતક કયાં ક્યાં અંગોમાં જોવા મળે છે? તે કયાં કાર્યો કરે છે?

Hide | Show

જવાબ :

મૃદૂતક વનસ્પતિનાં વિવિધ અંગો-મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળમાં જોવા મળે છે. મૃદૂતકનાં કાર્યો : પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ.


સ્થૂલકોણક પેશીના કોષો ક્યું સ્થૂલન દર્શાવે છે? આ પ્રકારનું સ્થૂલન કયા સ્થાને વધુ પ્રમાણમાં હોય છે?

Hide | Show

જવાબ :

સ્થૂલકોણક પેશીના કોષોની અંદરની દીવાલ સેલ્યુલોઝ, હેમિસલ્યુલોઝ પૅક્ટિનનું સ્થૂલન દર્શાવે છે. આ પ્રકારનું સ્થૂલન પેશીકાષો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, ત્યાં વધુ પ્રમાણમાં હોય છે.


સ્થૂલકોણક પેશી ક્યાં આવેલી છે? શામાં તેનો અભાવ હોય છે?

Hide | Show

જવાબ : સ્થૂલકોણક પેશી મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિના હવાઈ કુમળા પ્રકાંડ  અને પર્ણદંડમાં આવેલી છે. એકદળી વનસ્પતિઓમાં અને વનસ્પતિના ભૂમિગત ભાગોમાં તેનો અભાવ હોય છે.


શા માટે મૂળના અધિસ્તર પર ક્યુટિક્લનો અભાવ હોય છે?

Hide | Show

જવાબ : મૂળમાં અધિસ્તરના કોષો મુખ્યત્વે પાણી અને ખનીજ ક્ષારોના શોષણ સાથે સંકળાયેલા છે અને ક્યુટિકલ અપ્રવેશશીલ પડ બનાવે છે. આથી મૂળના અધિસ્તર પર ક્યુટિકલનો અભાવ હોય છે.


ક્યુટિનનું સ્થાન અને કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : સ્થાન: વનસ્પતિનાં હવાઈ અંગો(પ્રકાંડ અને પર્ણ)ના અધિસ્તરના કોષોની સપાટી પર. કાર્યઃ તે પાણીના વ્યયને અટકાવે છે.


મુળરોમ એટલે શું?

Hide | Show

જવાબ : મૂળના મૂલાધિસ્તરના કેટલાક કોષો નળાકાર બહિરુદ્‌ભેદ સ્વરૂપે એકકોષી અધિસ્તરીય રોમ સર્જે છે, તેને મૂળરોમ કહે છે.


પ્રકાંડરોમ કેવા હોય છે? તે શામાં મદદરૂપ છે?

Hide | Show

જવાબ : પ્રકાંડરોમ બહુકોષીય હોય છે. તે બાપ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવવામાં મદદરૂપ છે.


વાયુરંધ્ર એટલે શું ? વાયુરંધ્ર પ્રસાધનનું નિમંણ કોણ કરે છે?

Hide | Show

જવાબ : પર્ણ અને તરુણ પ્રકાંડનું અધિસ્તર અસંખ્ય છિદ્રો ધરાવે છે, તેને વાયુરંધ્ર કહે છે. વાયુરંધ્ર, રક્ષકકોષો અને સહાયક કોષો ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધનનું નિર્માણ કરે છે.


આધાર પેશીતંત્રનું નિર્માણ કરતા ભાગોનાં નામ આપો.

Hide | Show

જવાબ : અધઃસ્તર, મુખ્ય બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર અને મજ્જા વગેરે આધાર પેશીતંત્રનું નિર્માણ કરતા ભાગો છે.


અધઃસ્તરનું સ્થાન, રચનામાં આવેલી પેશી અને તેનું કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : સ્થાન: અધઃસ્તર અધિસ્તરની નીચે આવેલું છે. રચના: અધઃસ્તરની રચનામાં સ્થૂલકોણક પેશી આવેલી છે. કાર્ય : તે રક્ષણ તેમજ યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છ.


પર્ણમધ્ય પેશી કોને કહે છે?

Hide | Show

જવાબ : પર્ણની આધારોતક હરિતકણ ધરાવતા પાતળી દીવાલવાળા કોષોની બનેલી હોય છે, તેને પર્ણમધ્ય પેશી કહે છે.


શબ્દ-ભેદ જણાવો : ખુલ્લા (વર્ધમાન) અન બંધ (અવર્ધમાન) વાહિપુલ

Hide | Show

જવાબ : વાહિપુલમાં જલવાહિની અને અન્નવાહિનીની વચ્ચે એધા (પાર્શ્ચીય વર્ધનશીલ પેશી) હાજર હોય, તો તેને ખુલ્લા વાહિપુલ કહે છે. જો વાહિપુલમાં એઘા ગેરહાજર હોય, તો તેને બંધ વાહિપુલ  કહે છે.


પર્ણની આધારોતક પેશી કઈ પેશીની બનેલી છે ? તેને શું કહેવાય ?

Hide | Show

જવાબ : પર્ણની આધારોતક પેશી હરિતક્ણોતક પેશીની બનેલી છે, તેને મધ્યપર્ણ કહેવાય.


કઈ રચનાઓ વાયુપ્રસાધનનું નિર્માણ કરે છે ?

Hide | Show

જવાબ : વાયુરંધ્ર છિદ્ર રક્ષકકોષો અને સહાયક કોષો ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધનનું નિર્માણ કરે છે.


વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો.

Hide | Show

જવાબ :

વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટે ભાગે ક્રિયાશીલ (સક્રિય) કોષવિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. સક્રિય રીત વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશીઓ કહે છે. (meristos : divided - વિભાજન પામવું).

વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. તેના પ્રકારો નીચે પ્રમાણે છે.

 1. અગ્રીય વર્ધનશીલ પેશી (Apical Meristem): મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશીઓ (apical meristems) કહે છે. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગે રહેલી છે જ્યારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીઓ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે રહેલી છે. પર્ણાના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન, પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ કક્ષકલિકાનું નિર્માણ કરે છે. આવી કલિકાઓ પર્ણોની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે.
 

 1. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary Meristem) : પરિપક્વ પેશીઓ (સ્થાયી પેશીઓ)ની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (intercalary meristem) તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી (તૃણાહારી) ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી છે. અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે કારણ કે તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે.
 2. પાર્શ્વીય વર્ધનશીલ પેશી (Lateral Meristem) : ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશીઓ કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે તેને દ્વિતીય અથવા પાર્શ્વીય વર્ધનશીલ (secondary or lateral meristem) કહે છે. તેઓ નળાકાર વર્ધનશીલ પેશીઓ છે. પુલીય (fascicular) વાહિ એધા, આંતરપુલીય (interfascicular) એધા અને ત્વક્ષૈધા (cork cambium) પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓનાં ઉદાહરણો છે. તેઓ દ્રિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે.


ત્વક્ષૈધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શુ તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.

Hide | Show

જવાબ :

 

વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્યબાહ્યકીય (Outer Cortical) અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પુરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે જેને ત્વક્ષીયએધા કે ત્વક્ષેધા (Cork Cambium or Phellogen) કહે છે.

ત્વક્ષૈધા હંમેશાં બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે. ત્વક્ષેધા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારના કોષો છાલ કે ત્વક્ષા(Cork or Phellem)માં વિભેદિત થાય છે. જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષા(Secondary Cortex or Phelloderm)માં વિભેદન પામે છે.

કોષદીવાલમાં સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્રિતીય બાહ્યકના કોષો મૃદુત્તકીય છે. ત્વક્ષેધા (Phellogen), ત્વક્ષા (Phellem) અને ઉપત્વક્ષા (Phelloderm) એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક (Periderm) તરીકે ઓળખાય છે.

 ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે, ત્વક્ષેધાથી પરિઘવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે. છાલ (bark) એ અપ્રવિધિય (non-technical) શબ્દ છે કે જે દ્રિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે, તેથી છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વછાલ (early bark) કે નરમ છાલ (late bark) કહે છે. ઋતુની અંતમાં તે માજી છાલ કે સખત છાલમાં પરિણમે છે.

ત્વક્ષેધા નિયત જગ્યાએ વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુત્તક કોષો ઉત્પન્ન કરે છે. આ મૃદુત્તકીય કોષો ત્વરિત રીતે ભંગાણ (rupture) પામી બહિર્ગોળ આકાર ની ખુલ્લી રચના બનાવે છે જેને વાતછિદ્રો કહે છે. વાતછિદ્રો દ્રારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ-લે થાય છે. તેઓ મુખ્યત્વે કાષ્ઠીય વૃક્ષોમાં હોય છે.


પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે ?

Hide | Show

જવાબ : વાહિએધા (Vascular Cambium) :

વર્ધનશીલ સ્તર કે જે વાહકપેશીઓ-જલવાહક (xylem) અને અન્નવાહક (phloem)ના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહિએધા કહે છે. તરુણ પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓ(patches)માં તેની હાજરી હોય છે. ત્યારબાદ તે સંપૂર્ણ વલય(ring)માં પરિણમે છે.

એધાવલયનું નિર્માણ (Formation of Cambial ring) :

દ્વિદળી પ્રકાંડમાં, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે તેને અંતઃપુલીય (Intrafascicular cambium) એધા કહે છે. મજ્જાંશુ કે મજ્જાકિરણોના કોષો અંતઃ પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધા (Interfascicular cambium)નું નિર્માણ કરે છે. આથી, અંતઃપુલીયએધા અને આંતરપુલીય એધાની ક્રિયાશીલતા જોડાઈ સળંગ એધાવલય(cambium ring)નું નિર્માણ કરે છે.

દ્વિતીય પેશીઓનું નિર્માણ :

એધાવલય ક્રિયાશીલ બનતાં અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે. મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિવક્વન પામે છે અને પરિઘવતી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે.

સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. જેને પરિણામે, દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્રિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંઘટિત જથ્થો બને છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે. દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાઈ જાય છે.

 પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ રહે છે. એધા કેટલીક જગ્યાએ, દ્વિતીયક જલવાહક અને દ્વિતીય અન્નવાહકમાંથી પસાર થતી અરીય દિશામાં લંબાયેલી મૃદુત્તક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જાકિરણો છે. (આકૃતિ નીચે મુજબ)

લાક્ષણિક્તાઓ :

 • તેના કારણે પ્રકાંડની જાડાઈ વધે છે.
 • તેના કારણે કાષ્ઠ તત્વો ઉત્પન્ન થાય છે.
 • તેના કારણે વાર્ષિક વૃદ્ધિના વલયો સર્જાય છે. વલયોની સંખ્યા પરથી વનસ્પતિની અંદાજિત ઉંમર જાણી શકાય છે.


વાયુરંધ્ર પ્રસાધન શું છે ? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધ્રોની રચના સમજાવો.

Hide | Show

જવાબ : વાયુરંધ્ર પ્રસાધન (Stomatal apparatus) :

વાયુરંધ્ર છિદ્ર, રક્ષકકોષો અને તેમની આસપાસ સહાયક કોષો ભેગા મળીને બનતી રચનાને વાયુરંધ્ર પ્રસાધન કહે છે.

વાયુરંધ્રની રચના :

પર્ણ અને તરુણ પ્રકાંડનું અધિસ્તર અસંખ્ય છિદ્રો ધરાવે છે. તેને વાયુરંધ્રો કહે છે. વાયુરંધ્ર બે રક્ષકકોષો દ્વારા ધેરાયેલ અધિસ્તરીય છિદ્રમય રચના છે. રક્ષકકોષો હરિતકણ ધરાવે છે. રક્ષકકોષોની છિદ્ર તરફની દીવાલો ખૂબ જ જાડી જ્યારે બહારની દીવાલો પાતળી છે. વાયુરંધ્રોના ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષકકોષો કરે છે.

દ્વિદળી વનસ્પતિમાં રક્ષકકોષો વૃક્કાકાર અને એકદળી વનસ્પતિમાં રક્ષકકોષો ડમ્બેલ આકારના હોય છે. ક્યારેક રક્ષકકોષો સાથે કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે, તેને સહાયક કોષો કહે છે.

પર્ણની આધારોતક પાતળી દીવાલવાળા હરિતકણ ધરાવતા મૃદૂતક કોષોની બનેલી છે. હરિતકણ ધરાવતી હરિતકણોતકને પર્ણની પર્ણમધ્ય પેશી કહે છે.


બાહ્યવલ્ક શું છે ? દ્વિદળી પ્રકાંડમાં બાહ્યવલ્કનું નિર્માણ કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ :

વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્યબાહ્યકીય (Outer Cortical) અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પુરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે જેને ત્વક્ષીયએધા કે ત્વક્ષેધા (Cork Cambium or Phellogen) કહે છે.

ત્વક્ષૈધા હંમેશાં બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે. ત્વક્ષેધા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારના કોષો છાલ કે ત્વક્ષા(Cork or Phellem)માં વિભેદિત થાય છે. જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષા(Secondary Cortex or Phelloderm)માં વિભેદન પામે છે.

કોષદીવાલમાં સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્રિતીય બાહ્યકના કોષો મૃદુત્તકીય છે. ત્વક્ષેધા (Phellogen), ત્વક્ષા (Phellem) અને ઉપત્વક્ષા (Phelloderm) એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક (Periderm) તરીકે ઓળખાય છે.

 ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે, ત્વક્ષેધાથી પરિઘવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે. છાલ (bark) એ અપ્રવિધિય (non-technical) શબ્દ છે કે જે દ્રિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે, તેથી છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વછાલ (early bark) કે નરમ છાલ (late bark) કહે છે. ઋતુની અંતમાં તે માજી છાલ કે સખત છાલમાં પરિણમે છે.

ત્વક્ષેધા નિયત જગ્યાએ વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુત્તક કોષો ઉત્પન્ન કરે છે. આ મૃદુત્તકીય કોષો ત્વરિત રીતે ભંગાણ (rupture) પામી બહિર્ગોળ આકાર ની ખુલ્લી રચના બનાવે છે જેને વાતછિદ્રો કહે છે. વાતછિદ્રો દ્રારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ-લે થાય છે. તેઓ મુખ્યત્વે કાષ્ઠીય વૃક્ષોમાં હોય છે.


નામનિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.

Hide | Show

જવાબ :

પૃષ્ઠવક્ષીય પર્ણનો અનુપ્રસ્થ છેદ તેના પર્ણફલકમાં મુખ્યત્વે અધિસ્તર, મધ્યપર્ણ પેશી અને વાહકતંત્ર જેવા ત્રણ મુખ્ય ભાગો દર્શાવે છે.

અધિસ્તર કે જે બંને એટલે કે ઉપરની સપાટી (ઉપરી અધિસ્તર – Adaxial epidermis) અને પર્ણની નીચેની સપાટી(અધઃ અધિસ્તર – Abaxial epidermis)ને ઢાંકે છે અને સ્પષ્ટ (Conspicuous) ક્યુટિકલ ધરાવે છે. સામાન્ય રીતે અધઃ અધિસ્તર (અપાક્ષીય) અધિસ્તર એ ઉપરી અધિસ્તર (અભ્યક્ષીય) અધિસ્તર કરતાં વધારે પર્ણરંધ્રો ધરાવે છે, એટલે કે અધઃ અધિસ્તરમાં ઉપરી અધિસ્તરની સાપેક્ષે પર્ણરંધ્રોની સંખ્યા વધારે હોય છે. પછીથી કદાચ વાયુરંધ્રોનો અભાવ પણ હોઈ શકે છે.

ઉપરી અધિસ્તર અને અધ:અધિસ્તર વચ્ચેની પેશીને મધ્યપર્ણ પેશી (Mesophyll tissue) કહે છે. મધ્યપર્ણ પેશી, કે જે હરિતકણો ધરાવે છે તથા મૃદુત્તક કોષોથી બનેલી છે અને પ્રકાશસંશ્ર્લેષણ માટે જવાબદાર છે તે બે પ્રકારના કોષો ધરાવે છે : મૃદુત્તકીય લંબોત્તક અને મૃદુત્તકીય શિથિલોત્તક. ઉપરી અધિસ્તર તરફ મૃદુત્તકીય લંબોતક એ લંબાયેલા કોષોની બનેલી છે કે જેઓ અનુલંબ રીતે અને એકબીજાને સમાંતરે ગોઠવાયેલા છે. અંડાકાર કે ગોળ અને શિથિલ રીતે ગોઠવાયેલી મૃદૃત્તકીય શિથિલોત્તક એ લંબોત્તક કોષોની નીચે સ્થાન પામેલી છે અને અધ:અધિસ્તર સુધી વિસ્તરિત છે. આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ અને વાત-અવકાશો આવેલા છે.

વાહંકતંત્રમાં વાહિપુલો સમાવિષ્ટ છે કે જે શિરાઓ (પલૉ॥5) અને મધ્યશિરા(11તા10)માં જોઈ શકાય છે. વાહિપુલોનું કદ એ શિરાઓના કદ પર આધારિત છે. દ્વિદળી પર્ણોના જાલાકાર શિરાવિન્યાસમાં શિરાઓની જાડાઈમાં વિવિધતા છે. વાહિપુલો જાડી દીવાલોવાળા પુલકંચુક કોષો ના સ્તરોથી આવૃત્ત હોય છે.


ટૂંકનોંધ લખો : મૃદૂતક પેશી

Hide | Show

જવાબ :

મૃદૂતક પેશી સરળ પેશીનો એક પ્રકાર છે. આ પેશી મોટા ભાગે વનસ્પતિનાં વિવિધ અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળોમાં જોવા મળે છે. મૃદૂતક પેશીમાં ઓછામાં ઓછા વિભેદિત કોષો હોય છે. તેનાં કોષોની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. મૃદૂતક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી હોય છે. તેઓ ગાઢ રીતે સંકળાયેલા કે ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે. તેના કોષો જીવંત અને પાસપાસેના કોષોના જીવરસને સાંકળતા કોષરસતંતુઓ હોય છે. તેઓ આકારમાં ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર અને બહુકોણીય હોય છે.


ટૂંકનોંધ લખો : સ્થૂલકોણક પેશી

Hide | Show

જવાબ :

સ્થૂલકોણક સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. સ્થૂલકોણક મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિનાં હવાઈ અંગો – કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં આવેલી છે. આ પેશી મુખ્યત્વે પ્રકાંડ અને પર્ણના અધ:સ્તરમાં હોય છે. તે એકસરખા સ્તરો કે ટુકડાઓમાં જોવા મળે છે. પરંતુ એકદળી વનસ્પતિઓ અને બધી વનસ્પતિના ભુમિગત ભાગોમાં તેનો અભાવ હોય છે.

        સ્થૂલકોણક પેશીના કોષો જીવંત અને આંશિક રીતે વિભેદિત હોય છે. કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે. પ્રાથમિક કોષદીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષોના કોણીય પ્રદેશોમાં અંદરની બાજુએ સેલ્યુકોઝ, હેમીસેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન હોય છે. નજીકના કોષો જ્યાં એકબીજાને સ્પર્શે છે. ત્યાં અંદરની બાજુએ આ પ્રકારનું સ્થૂલન વધુ પ્રમાણમાં થાય છે. આમ, કોષોની કોણીય દીવાલના ભાગે વધુ સ્થૂલન થયેલું હોવાથી આ પેશીને સ્થૂલકોણક પેશી કહે છે. આ પેશીકોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ગેરહાજર હોય છે. જે તે અંગની બાહ્ય સપાટીની નજીક, અધિસ્તરની અંદરની બાજુએ આવેલ હોવાથી ક્યારેક તેના કોષોમાં હરિતકણો પણ હોય છે. કોષો હરિતકણ ધરાવતા હોય ત્યારે ખોરાક સંચય કરે છે.

        તેનું કાર્ય લંબાઈમાં વૃદ્ધિ પામતાં હવાઈ અંગોની સ્થિતિસ્થાપક્તા જાળવી રાખવાનું અને વનસ્પતિના અંગને નમ્યતા અને સ્થિતિસ્થાપક્તા આપવાનું કાર્ય કરે છે. આમ, તે જીવિત યાંત્રિક પેશી છે. તે કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ જેવા વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે.


ટૂંકનોંધ લખો : દઢોત્તક પેશી

Hide | Show

જવાબ :

દઢોત્તક સરળ સ્થાયી પેશી છે. પૂર્ણ વિભેદિત અવસ્થામાં તેના કોષો મૂત બને છે. દઢોત્તક સામાન્યપણે અધ:સ્તર, પરિચક્ર, દ્વિતીય જલવાહક અને અન્નવાહક તંતુમાં આવેલી હોય છે.

દઢોત્તક પેશી એ લાંબા, સાંકડા કોષોની બનેલી હોય છે. તેના કોષોની કોષદીવાલની અંદરની બાજુએ લિગ્નિનનું એકસરખું સ્થૂલન થવાથી કોષો કઠણ અને જાડી દીવાલ ધરાવતા બને છે અને થોડા કે ઘણા ગર્તો ધરાવે છે. લિગ્નિનના સ્થૂલન માટે કોષરસ વપરાય છે. અને કોષકેન્દ્ર વિઘટન પામી જાય છે. આથી કોષો મૃત અને જીવરસ વગરના બને છે. લિગ્નિનનું સ્થુલન ખૂબ જાડું હોવાથી કોષદીવાલ મજબૂત, સ્થિતિસ્થાપક અને પાણી માટે અપ્રવેશશીલ બને છે. કોષકોટર અત્યંત સાંકડું બને છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી.

રચના, ઉત્પતિ અને વિકાસની વિવિધતાને આધારે દઢોત્તક પેશી એ બે પ્રકારની હોય છે. તંતુઓ કે અષ્ઠિકોષો. તંતુઓ એ પાતળી દીવાલવાળા, લંબાયેલા અને અણીવાળાવાળા કોષો છે અને સામાન્ય રીતે વનસ્પતિના વિવિધ ભાગોમાં સમૂહોમાં આવેલા છે. અષ્ઠીકોષો ગોળાકાર, અંડાકાર કે નળાકાર છે અને ખૂબ જ સાંકડા અવકાશ ધરાવતા અતિશય સ્થૂલિત મૃત કોષો છે. તેઓ સામાન્યતઃ કાચલ(કવચયુક્ત ફળ)ના ફ્લાવરણમાં; જામફળ, નાસપતિ અને ચીકુ જેવા ફળોના ગર પ્રદેશમાં; શિમ્બી વનસ્પતિઓના બીજાવરણમાં અને ચાના પર્ણોમાં જોવા મળે છે. દઢોત્તક પેશી અંગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે.


ટૂંકનોંધ લખો : જલવાહક પેશી

Hide | Show

જવાબ :

જલવાહક પેશી એ વહન પેશી તરીકે પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણો તરફ કરે છે. તે વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. તે ચાર જુદા જુદા પ્રકારના ઘટકોની બનેલી છે : જલવાહિનિકી, જલવાહિની, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદૂત્તક. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે.

 જલવાહિનિકી સાંકડા છેડાવાળા, લાંબા નળાકાર કોષની બનેલ છે જેમની દીવાલ જાડી અને લિગ્નીનથી સ્થૂલિત હોય છે. તેઓ મૃત અને જીવરસવિહીન છે. કોષદીવાલના અંદરના સ્તરો જુદા જુદા સ્વરૂપમાં સ્થૂલન ધરાવે છે. સપુષ્પ વનસ્પતિઓમાં, જલવાહિનિકી અને જલવાહિની, પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે.

જલવાહિની એ લાંબી નળાકાર નલિકામય રચના છે જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી છે તથા દરેક ઘટક લિગ્નીનયુક્ત દીવાલો અને મધ્યમાં વિશાળ અવકાશ ધરાવે છે. જલવાહિની કોષો પણ જીવરસ વિહીન છે. જલવાહક ઘટકો તેમની સામાન્‍ય દીવાલોમાં આવેલા છિદ્રો દ્રારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થરચના

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.