GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં તે દર્શાવો :

(a) મૂત્રનિકાલ પ્રતિક્રિયા (પરાવર્તિત ક્રિયા) દ્વારા થાય છે.

(b) ADH, મૂત્રને અધઃ સાંદ્ર (Hypotonic) બનાવી પાણીના નિકાલમાં મદદ કરે છે.

(c) બાઉમૅનની કોથળીમાં રુધિરરસમાંનું પ્રોટીન-મુક્ત પ્રવાહી ગળાય છે.

(d) મૂત્રની સાંદ્રતા વધારવામાં હેન્લેનો પાશ અગત્યનો ભાગ ભજવે છે.

(e) નિકટવર્તી ગૂંચળામય નલિકા(PCT)માં ગ્લુકોઝ સક્રિય રીતે પુનઃ શોષણ પામે છે.

Hide | Show

જવાબ : (a) આ વિધાન સાચું છે. (b) આ વિધાન ખોટું છે. (c) આ વિધાન ખોટું છે. (d) આ વિધાન સાચું છે. (e) આ વિધાન સાચું છે.


ખાલી જગ્યા પૂરો :

(a) હેન્લેના પાશની આરોહી ભુજા પાણી માટે‌‌ ‌………. જ્યારે અવરોહી ભુજા તેના માટે ........... છે.

(b) મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગ દ્વારા પાણીનું પુનઃ શોષણ .......... અંતઃસ્રાવ દ્વારા થાય છે.

(c) ડાયાલીસીસ પ્રવાહીમાં ............ પદાર્થ સિવાય રુધિરરસના અન્ય બધા પદાર્થો હાજર હોય છે.

(d) એક સ્વસ્થ મનુષ્ય (આશરે) ........... ગ્રામ યુરિયા / દિવસ ઉત્સર્જિત કરે છે.

Hide | Show

જવાબ : (a) પ્રવેશશીલ, અપ્રવેશશીલ    (b) ADH (c) યુરિયા (d) 25 થી 30


નીચેનાનાં નામ આપો :

(a) અમેરુદંડી પ્રાણીઓ કે જેમાં ઉત્સર્ગ રચના તરીકે જ્યોતકોષો ધરાવે છે.

(b) માનવ મૂત્રપિંડમાં બાહ્યકના ભાગો કે જે મજ્જક પિરામિડની વચ્ચે વિસ્તરેલ છે.

(c) હેન્લેના પાશને સમાંતર પસાર થતી રુધિરકેશિકાનો પાશ.

Hide | Show

જવાબ : (a) એમ્ફિઓક્સસ (b) કૉલમ ઑફ બર્ટિની (c) વાસા રેક્ટા


સ્થલીય પ્રાણીઓ મોટે ભાગે યુરિયોટેલિક અથવા યુરિકોટેલિક હોય છે, એમોનોટેલિક હોતા નથી શા માટે ?

Hide | Show

જવાબ : સ્થલીય પ્રાણીઓ પાણીની જાળવણીનાં અનુકૂલન માટે ઓછા ઝેરી નાઈટ્રોજન્યુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક ઍસિડનું ઉત્પાદન જરૂરી છે. જેના માટે ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. એમોનિયાના નિકાલ માટે વધારે પાણીની જરૂર પડે છે. માટે તેઓ એમિનોટેલિક હોતા નથી.


જલનિયમન શબ્દનું અર્થઘટન શું થાય છે ?

Hide | Show

જવાબ : દરેક સજીવના શરીરમાં પ્રવાહી (પાણી)નું નિશ્ચિત પ્રમાણ હોય છે. આ પ્રમાણની  જાળવણી સજીવ માટે જરૂરી હોય છે. તેને જલનિયમન કહે છે.


રુધિરકેશિકાગુચ્છ ગાળણ (GFR) દરને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને રુધિરકેશિકાગુચ્છ ગાળણ દર (Glomerular Filtration Rate) કહે છે. તંદુરસ્ત વ્યક્તિમાં GFR આશરે 125 મિલિ/મિનિટ એટલે કેકે 180 લિટર પ્રતિ દિવસ હોય છે.


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

હેન્લેના પાશની લંબાઈ જેમ ઓછી હોય તેમ મૂત્રની સાંદ્રતા વધુ

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

હેન્લેના પાશના આરોહી ભાગનું અસ્તર ચપટા અધિચ્છદીય કોષોનું બનેલું છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

DCT માં HO, Na અને HCO־ નું પુનઃશોષણ થાય છે.

Hide | Show

જવાબ : સાચુ


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

નલિકામાં સ્રાવની ક્રિયા મૂત્રપિંડ નલિકાના નિક્ટવર્તી ગૂંચળામય નલિકામાં થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

ઔષધકીય દ્રવ્યો અને H⁺ નું પુનઃશોષણ થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

હેન્લેના પાશના પાતળા અવરોહી ભાગનું અસ્તર ઘનાકાર અધિચ્છદનું બનેલું છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

ડાબું મૂત્રપિંડ જમણા મૂત્રપિંડ કરતાં સહેજ ઊંચું હોય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

નિક્ટવર્તી ગૂંચળામય નલિકાનું અસ્તર લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

વિહગ, સ્નેઇલ, કાસ્થિમત્સ્ય યુરિક ઍસિડ ત્યાગી છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

એમોનિયામાંથી એમિનોઍસિડ નિર્માણની પ્રક્રિયા એટલે વિનત્રલીકરણ

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

મૂત્રત્યાગ પરાવર્તી ક્રિયા છે, પરંતુ કેટલાક અંશે ઐચ્છિક રીતે નિયંત્રિત છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

માનવશરીરમાં યકૃતમાં યુરિયામાંથી એમોનિયા બને છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

સંગ્રહણનલિકાઓ જોડાઈને મૂત્રપિંડનિવાપ રચે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

મનુષ્યશરીરની જરૂરિયાત પ્રમાણે અધિસાંદ્ર કે અધોસાંદ્ર મૂત્ર ત્યાગ કરી શકે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

સંગ્રહણનલિકા મૂત્રનું નિર્માણ અને વહન કરે છે..

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.:-

ત્વચા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યના નિકાલમાં સહાયક છે.               

Hide | Show

જવાબ : સાચું


મૂત્રપિંડનાં કાર્યોમાં જક્સટા રુધિરકેશિકાગુચ્છ ઉપકરણ(JGA)નું મહત્વ શું છે ?

Hide | Show

જવાબ : JGA જટિલ નિયામકી ભૂમિકા ભજવે છે. રુધિરકેશિકાગુચ્છનો રુધિર પ્રવાહ/રુધિરકેશિકાગુચ્છનું રુધિર દબાણ / GFRમાં ઘટાડાથી JG કોષો સક્રિય થઈ રેનિનને મુક્ત કરે છે. જે રુધિરમાંના એન્જિઓટેન્સીનોજનને એન્જિઓટેસીન-I અને ત્યારબાદ એન્જિઓટેસીન-IIમાં ફેરવે છે.

એન્જિઓટેસીન-II એક પ્રભાવશાળી રુધિરવાહિની સંકોચક (Vasoconstrictor) હોવાથી, જે રુધિરકેશિકાગુચ્છ રુધિર દબાણ અને આમ GFRમાં વધારો કરે છે. એન્જિઓટેસીન-II, એડ્રીનલ બાહ્યકને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા પણ ઉત્તેજિત કરે છે. આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાં Na અને પાણીનું પુનઃ શોષણ થાય છે.

આ રુધિર દબાણ અને GFR માં વધારા તરફ પણ દોરી જાય છે. આ જટિલ ક્રિયાવિધિ સામાન્ય રીતે રેનિન-એન્જિઓટેસીન ક્રિયાવિધિ કહેવાય છે.


સમજાવો : મૂત્રનિકાલ.

Hide | Show

જવાબ : ઉત્સર્ગ એકમો દ્વારા નિર્મિત મૂત્ર અંતમાં મૂત્રાશયમાં લઈ જવાય છે જ્યાં તે મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) દ્વારા ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે. આ સંકેતો મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ જતાં તેની દીવાલ ખેંચવાને કારણે ઉત્પન્ન (પ્રેરાય) થાય છે. મૂત્રાશયની દીવાલ ઉપરના ખેંચાણ ગ્રાહીઓના પ્રત્યુત્તરથી સંકેતો CNS માં મોકલાય છે. CNSથી મૂત્રાશયના સરળ સ્નાયુઓના સંકોચન અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુ (Sphincter)ના શિથિલન હેતુ સમાંતર પ્રેરક (ચાલક) સંકેતો જાય છે.જેને કારણે મૂત્ર મુક્ત થાય છે.

મૂત્ર મુક્તિની આ ક્રિયાને મૂત્રનિકાલ કહે છે અને તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિને મૂત્રનિકાલ-પ્રતિક્રિયા (પરાવર્તિત ક્રિયા) (Micturition reflex) કહે છે. એક પુખ્ત મનુષ્ય પ્રતિદિવસ સરેરાશ 1-1.5 લિટર મૂત્ર ઉત્સર્જિત કરે છે. મૂત્ર એક આછા પીળા રંગનું, થોડુંક ઍસિડીક (pH - 6.0) અને વિશિષ્ટ વાસ ધરાવતું જલીય પ્રવાહી છે. સરેરાશ 25-30 ગ્રામ યુરિયા પ્રતિ દિવસ ઉત્સર્જિત થાય છે. વિવિધ પરિસ્થિતિઓ મૂત્રના ગુણધર્મો ઉપર અસર કરે છે.

મૂત્રનું પૃથક્કરણ ઘણી ચયાપચયિક અનિયમિતતાઓ અને સાથે સાથે મૂત્રપિંડની ખામીઓના દાક્તરી નિદાનમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે મૂત્રમાં ગ્લુકોઝ (ગ્લાયકોસૂરિયા) અને કીટોન કણો (કીટોન્યુરિયા)ની હાજરી ડાયાબિટીસ મેલીટસ સૂચવે છે.


GFRની સ્વયંવનિયંત્રિત ક્રિયાવિધિ સમજાવો.

Hide | Show

જવાબ : જક્સ્ટા રુધિર કેશિકાગુચ્છ ઉપકરણ (JGA) દ્વારા GFR ના દરનું નિયંત્રણ થાય છે. JGA સંવેદનશીલ વિસ્તાર છે જે દુરસ્થ ગૂંચળામય નલિકાના (DRT) કોષીય રૂપાંતરણ તેમજ અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિર્માણ થાય છે. GFR માં ઘટાડો JG કોષોને ક્રિયાશીલ કરે છે. અને તે રેનીન મુક્ત કરે છે. જે રુધિરકેશિકાગુચ્છનાં રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે. આમ GFR પાછો સામાન્ય થાય છે.


ઉત્સર્જનમાં યકૃત, ફેફસાં અને ત્વચાનો ફાળો વર્ણવો.

Hide | Show

જવાબ : મૂત્રપિંડ સિવાય ફેફસાં, યકૃત અને ત્વચા પણ ઉત્સર્ગ પદાર્થો (કચરા)ના નિકાલમાં મદદ કરે છે. આપણા ફેફસાં પ્રતિ દિવસ મોટી માત્રામાં કાર્બનડાયોક્સાઈડ (18 લિટર/દિવસ) અને પાણીની પર્યાપ્ત માત્રાનો નિકાલ કરે છે. યકૃત આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. જે બિલિરૂબિનબિલિવર્ડીન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઈડ અંતઃસ્રાવો, વિટામિન્સ અને ઔષધો ધરાવતા પિત્તરસનો સ્રાવ કરે છે.મોટા ભાગના આ પદાર્થો પાચક નકામા પદાર્થો (મળ) સાથે બહાર નિકાલ પામે છે.

ત્વચાની પ્રસ્વેદ (Sweat) અને સ્નિગ્ધ (Sebaceous) ગ્રંથિઓ સ્રાવ દ્વારા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. પરસેવો, પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. જે NaCI, ઓછી માત્રામાં યુરિયા, લેકટિક ઍસિડ વગેરે ધરાવતું જલીય પ્રવાહી છે. જો કે પરસેવાનું મુખ્ય (પ્રાથમિક) કાર્ય શરીરની સપાટીને ઠંડી રાખવાનું છે. તે ઉપર દર્શાવેલા કેટલાક નકામા પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્નિગ્ધ ગ્રંથિઓ સીબમ (Sebum) દ્વારા સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન્સ અને મીણ જેવા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. આ સ્રાવ ત્વચાને રક્ષણાત્મક તૈલી કવચ પ્રદાન કરે છે. નાઈટ્રોજનયુક્ત કચરાનો ખૂબ ઓછો જથ્થો લાળ દ્વારા પણ નિકાલ પામે છે ?


કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનું સંક્ષિપ્તમાં વર્ણન કરો.

Hide | Show

જવાબ :

મૂત્રપિંડમાં મૂત્રની સાંદ્રતા માટે ક્રિયાવિધિ થતી હોય છે. જેને સાંદ્રતાની ક્રિયાવિધિ કહે છે. પક્ષીઓ અને સસ્તનો સાંદ્ર અધિસંકેન્દ્રિત મૂત્ર ઉત્સર્જિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેના માટે ની વિધિને કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ કહે છે.

સસ્તનોમાં સાંદ્ર મૂત્ર ઉત્પાદન કરવાની ક્ષમતા હોય છે. હેન્લેનો પાશ અને વાસા રેક્ટા તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હન્લેના પાશની બંને ભુજાઓમાં ગાળણનો વિરુદ્ધ દિશાઓમાં પ્રવાહ હોય છે અને તે કાઉન્ટર કરંટ નિર્માણ કરે છે. વાસા રેક્ટાની બંને ભુજાઓમાં રુધિરનો પ્રવાહ પણ કાઉન્ટર કરંટ પ્રમાણે હોય છે.

હેન્લેનો પાશ અને વાસા રેક્ટાની વચ્ચેની નિકટતા તથા એનામાં કાઉન્ટર કરંટ, મજ્જક આંતરાલીય પ્રવાહીની (Interstitium) વધતી આસૃતિ સાંદ્રતાને વિશિષ્ટ પ્રકારે જાળવવામાં મદદ કરે છે. એટલે કે બાહ્યકમાંના 300 mOsmo/L־¹ થી મજ્જકના અંદરના આશરે 1200 mOsmo/L־¹ સુધી. આ ઢોળાંશ થવાનું મુખ્ય કારણ NaCI અને યુરિયા છે. NaCIનું પરિવહન હેન્લેના પાશની આરોહી ભુજા દ્વારા થાય છે જે વાસા રેક્ટાની અવરોહી ભુજા સાથે ફેરબદલી પામે છે.

NaCI આંતરાલીય પ્રવાહીને વાસા રેક્ટાની આરોહી ભુજા દ્વારા પાછું આપવામાં આવે છે. એવી જ રીતે યુરિયાનો ઓછો જથ્થો હેન્લેના પાશના પાતળા આરોહી ભાગમાં દાખલ થાય છે. જે સંગ્રહણ નલિકા દ્વારા પાછો આંતરાલીય પ્રવાહીમાં પરિવહન પામે છે. ઉપરોક્ત વર્ણવેલ પદાર્થોના પરિવહન, હેન્લના પાશ અને વાસા રેક્ટાની વિશિષ્ટ વ્યવસ્થા દ્વારા સરળ બનાવાય છે.જેને ક્રાઉન્ટર કરંટ ક્રિયાવિધિ (Counter Current Mechanism) કહે છે.

આ ક્રિયાવિધિ મજ્જક આંતરાલીય પ્રવાહીમાં સાંદ્રતા ઢોળાંશને જાળવવામાં મદદ કરે છે. આવા આંતરાલીય પ્રવાહી ઢોળાંશની હાજરી સંગ્રહણ નલિકા દ્વારા પાણીના સરળ અવશોષણમાં મદદ કરે છે અને ગાળણને સાંદ્ર બનાવે છે (મૂત્ર). માનવ મૂત્રપિંડો શરૂઆતના ગાળણના સાપેક્ષમાં લગભગ ચારગણુ વધુ સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.