GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

શા માટે આપણે રુધિરને સંયોજક પેશી ગણીએ છીએ ?

Hide | Show

જવાબ : રુધિરમાં સંયોજક પેશીની જેમ રુધિરરસનું પ્રમાણ 50% વધુ હોય છે. જ્યારે રુધિર કોષોનું પ્રમાણ 50% ઓછું હોય છે. સંહોજક પેશીની જેમ રુધિર પદાર્થોનું વહન, વાયુ વહન, ઉત્સર્જન જેવાં કાર્યો કરે છે માટે રુધિરને સંયોજક પેશી ગણવામાં આવે છે.


હૃદચક્ર અને હૃદ કાર્યક્ષમતાને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : હૃદચક્ર : જ્યારે માનવનાં શરીરમાં હૃદયના ધબકારા સામાન્ય હોય ત્યારે હૃદચક્ર 1 મિનિટમાં 72 વખત થાય છે. તેથી દરેક ચક્ર આશરે 0.8 સેકન્ડ ચાલે છે. હૃદ કાર્યક્ષમતા : સ્ટૉક વૉલ્યુમને હૃદ દર પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા વડે ગુણવાથી હૃદ કાર્યક્ષમતા મળે છે. તે માટે હૃદ કાર્યક્ષમતાને દર મિનિટે દરેક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરનું કદ તરીકે વ્યાખાયિત કરવામાં આવે છે.


કર્ણક-ક્ષેપકગાંઠ (AV ગાંઠ) અને કર્ણક-ક્ષેપક જૂથનું હૃદયનાં કાર્યોમાં શું મહત્ત્વ છે ?

Hide | Show

જવાબ : જ્યારે ઉત્તેજના કર્ણક-ક્ષેપકગાંઠ સુધી પહોંચે છે ત્યારે કર્ણક-ક્ષેપકગાંઠ ક્ષેપકોનું સંકોચન પ્રેરે છે. આ ઉત્તેજનાનું વહન હૃદયની દીવાલમાં આવેલા વિશિષ્ટ તંતુઓ હિસનું જૂથ અને પરકીન્જે સ્નાયુ દ્વારા થાય છે.


શા માટે શિરા-કર્ણકગાંઠ (SA ગાંઠ)ને આપણા હૃદયનું પેસમેકર કહે છે ?

Hide | Show

જવાબ : ગાંઠ સ્નાયુ બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાકલાવીજસ્થિતિમાન પેદા કરવા સક્ષમ છે એટલે કે તેને સ્વયં ઉત્તેજનશીલ કહે છે. 1 મિનિટમાં ઉત્પન્ન થતા સક્રિય કલાવીજસ્થિતિમાન ગાંઠતંત્રના વિવિધ ભાગોમાં જુદા જુદા હોય છે. SAN મહત્તમ સંખ્યામાં સક્રિય કલાવીજસ્થિતિમાન પેદા કરી શકે છે. એટલે 70-75 મિનિટ અને હૃદયના લયબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે છે અને જાળવે છે. માટે શિરા-કર્ણકગાંઠ (SA ગાંઠ)ને આપણા હૃદયનું પેસમેકર કહે છે.


શા માટે આપણા હૃદયને આપણે માયોજેનિક કહીએ છીએ ?

Hide | Show

જવાબ : હૃદયને માયોજેનિક કહે છે કારણ કે તેની ક્રિયાઓ આંતરિક રીતે નિયમન પામે છે. એટલે કે વિશિષ્ટ સ્નાયુઓ દ્વારા સ્વયંનિયમિત છે.


લસિકા અને રુધિર વચ્ચે શું તફાવત છે ?

Hide | Show

જવાબ :

લસિકા

રુધિર

1  પેશી અને કોષોના આંતરકોષીય અવકાશોમાં જોવા મળતું રંગ વગરનું પ્રવાહી છે. 1  બંધ નલિકાઓમાં વહેતું લાલ રંગનું આલ્કલીય નિર્જીવ પ્રવાહી છે.
2  તેમા વધારે પ્રમાણમાં ઉત્સર્જિત દ્વવ્યો, ઓછા પ્રમાણમાં રુધિર નત્રલો અને લસિકા કણો હોય છે. 2  તેમાં રુધિરકોષો, રુધિરરસ, પોષક દ્રવ્યો, અંત:સ્ત્રાવો, રુધિર નત્રલોની હાજરી હોય છે.
3  તે કોષો અને રુધિરકેશિકાઓ વચ્ચે પદાર્થોની લેવડ દેવડનું માધ્યમ બને છે. 3  તે શ્વસન વાયુઓનું વહન કરે છે.


ભેદ સ્પષ્ટ કરો :

Hide | Show

જવાબ : (a) ખુલ્લું અને બંધ પરિવહનતંત્ર

ખુલ્લું પરિવહનતંત્ર

બંધ પરિવહનતંત્ર

1  ખુલ્લા પરિવહનતંત્રમાં રુધિર આંશિક રુધિરવાહિનીઓ અને આંશિક રુધિર અવકાશો દ્વારા વહન પામે છે. 1  બંધ પરિવહનતંત્રમાં રુધિરવાહિનીઓ દ્વારા રુધિર પરિવહન પામે છે.
2  તે સંધિપાદ અને મૃદુકાયમાં હોય છે. 2  તે નુપૂરકો અને મેરુદંડીઓમાં હોય છે.
(b) સિસ્ટોલ અને ડાયેસ્ટોલ

સિસ્ટોલ

ડાયેસ્ટોલ

1  હૃદ સ્નાયુઓનાં સંકોચનને સિસ્ટોલ કહે છે. 1  હૃદ સ્નાયુઓનાં શિથિલનની અવસ્થાને ડાયેસ્ટોલ કહે છે.
2  જ્યારે કર્ણકો સિસ્ટોલ પામે છે. ત્યારે જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં જોવા મળે છે. 2  જ્યારે ક્ષેપકોના ડાયેસ્ટોલ દરમ્યાન જમણાં ક્ષેપકોનું રુધિર ધમની કમાન ડાબા ક્ષેપકોનું રુધિર ફુપ્ફુસીય ધમનીમાં દાખલ થાય છે.
(c)  P - તરંગ અને T – તરંગ

P - તરંગ

T – તરંગ

1  તે કર્ણકોને સંકોચન તરફ દોરી જાય છે. 1  આ તરંગોનો અંત સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે.
2  P – તરંગને કર્ણકની વિદ્યુતકીય ઉત્તેજના અથવા વિધ્રુવીકરણ ના રૂપે રજૂ કરવામાં આવે છે. 2  T -  તરંગ ક્ષેપકોને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિ અથવા પુન:ધ્રુવીકરણમાં પાછા આવવાની સ્થિતિ રજૂ કરે છે.


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કયા ધટકો કરે છે ?

Hide | Show

જવાબ : થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ ઈજા પામેલી પેશી અને રુધિરકણિકાઓ કરે છે.


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  ફુપ્ફુસીય ધમની શું કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : ફુપ્ફુસીય ધમની હૃદયમાંથી ફેફ્સાં તરફ O₂ વિહીન રુધિરના વહનનુ કાર્ય કરે છે.


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  એક હૃદચક્ર દરમ્યાન ક્ષેપકોનો કુલ ડાયેસ્ટોલ સમય જણાવો.

Hide | Show

જવાબ : 0.50 સેકન્ડસ


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  મનુષ્યમાં નિવાહિકાશિરાની સંખ્યા કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 1


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  કયા રોગમાં ધમનીની દીવાલનું દ્રઢીકરણ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : આર્ટિરિયોસ્ક્‌લેરોસિસ


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  એથેરોસ્ક્‌લેરોસિસ રોગ ધરાવતા દર્દીમાં પ્લેક સ્વરૂપે કૉલેસ્ટેરોલ કયાં સંચિત હોય છે ?

Hide | Show

જવાબ : એથેરોસ્ક્‌લેરોસિસ રોગ ધરાવતા દર્દીમાં પ્લેક સ્વરૂપે કૉલેસ્ટેરોલ મધ્યચ્છદમાં સંચિત હોય છે.


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  મનુષ્યમાં સૌથી વધુ ધાટક શું છે ?

Hide | Show

જવાબ : એમ્બોલસ


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  એથેરોસ્ક્‌લેરોસિસની સારવાર કઈ પદ્ધતિથી થાય છે ?

Hide | Show

જવાબ : એન્જિયોપ્લાસ્ટી


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  તંદુરસ્ત વ્યક્તિમાં રુધિરનું ડાયેસ્ટોલિક દબાણ કેટલા mmHg હોય શકે છે ?

Hide | Show

જવાબ : 80 mmHg


નીચેના પ્રશ્નોનો એક કે બે વાકયમાં જવાબ આપો. :-  રુધિરનું દબાણ કયા સાધન દ્વારા માપવામાં આવે છે ?

Hide | Show

જવાબ : રુધિરનું દબાણ સ્ફિગ્મોમેનોમીટર દ્વારા માપવામાં આવે છે.


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-પરકિન્જ સ્નાયુ દ્વારા હિસ સ્નાયુ જૂથ વડે ક્ષેપકોનું શિથિલન શક્ય બને છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- પરિહ્દ પ્રવાહી હૃદયના ડાબા ખંડોમાં આવેલી રુધિરની સાંદ્રતા જાળવે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- આવશ્યક કારક ક્રિસ્ટમસ ઉત્તેજક સંકુલ તરીકે IX + VIII + ફૉસ્ફોલિપિડ + Ca⁺² હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-SA-ગાંઠને હૃદયનું હૃદય કહે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- હૃદયના જમણાખંડોમાં CO₂ વિહીન રુધિર વહે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- હિમોલાઈટિક રોગ ધરાવતા બાળકના રુધિરમાં Rh-ve કારક માટેની એન્ટીબોડી પ્રવેશે છે.

Hide | Show

જવાબ : સાચું


 નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-મનુષ્યમાં આવેલું હિરુડીન રુધિરને જામી જતું અટકાવે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- મેદસ્વી વ્યક્તિઓમાં વધુ પડતું રુધિરરસ પેશીઓને પહોચાડવું પડે એટલે રુધિરદાબ વધી જાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- Rh-ve ઍન્ટિજન રક્તકણની સપાટી પર હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- રુધિર એ આંશિક ઍસિડિક પ્રવાહી છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- આર્ટિરિયોસ્ક્‌લોસિસ રોગમાં રુધિર બહાર આવતાં જામી જાય છે અને આવી ગાંઠો રુધિરમાં ફરે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :- રુધિરજૂથ સીરમમાં આવેલા ઍન્ટિજનને આધારે નક્કી થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


રુધિરરસ પ્રોટીનનું મહત્વ શું છે ?

Hide | Show

જવાબ : રુધિરરસ એક આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. જે રુધિરના લગભગ 55 % હોય છે. રુધિરરસમાં 90% થી 92 % પાણી અને 6% થી 8% પ્રોટીન હોય છે. ફાઇબ્રીનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ મુખ્ય પ્રોટીન્સ છે.

ફાઇબ્રીનોજન રુધિરનું ગંઠાઈ જવું અથવા જામી જવા માટે જરૂરી છે. ગ્લોબ્યુલિન્સ પ્રાથમિક રીતે શરીરના પ્રતિકારકતંત્ર સાથે સંકળાયેલ છે અને આલ્બ્યુમિન્સનો ઉપયોગ આસૃતિ નિયમનમાં થાય છે. રુધિરરસમાં ઓછા પ્રમાણમાં ખનીજ આયનો જેવા કે Na, Ca⁺⁺, Mg⁺⁺, HCO3-, CI־ વગેરે આવેલ છે.

ગ્લુકોઝ, એમીનો ઍસિડ, લિપિડ વગેરે પણ રુધિરરસમાં તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. રુધિરના જામી જવાની અને ગંઠાઈ જવા માટેના કારકો નિષ્ક્રિય સ્વરૂપે રુધિરરસમાં હાજર હોય છે. ગંઠાઈ જવાના કારકો (Clotting factors) વગરના રુધિરને સીરમ (Serum) કહે છે.


પૃષ્ઠવંશીઓમાં હૃદયની ઉદ્‌વિકાસીય ફેરફારોની પદ્ધતિઓ (ભાત) વર્ણવો.

Hide | Show

જવાબ : બધા જ પૃષ્ઠવંશીઓ સ્નાયુલ ખંડીય હૃદય ધરાવે છે. મત્સ્યોમાં એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડીય હૃદય હોય છે. મત્સ્યોમાં હૃદય ઑક્સિજન વિહીન રુધિરને દબાણથી વહાવે છે. જે ઝાલરોની મદદથી ઑક્સિજન યુક્ત બને છે. જે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડાય છે, ત્યાંથી ઑક્સિજન વિહીન રુધિર હૃદય તરફ પાછું આવે છે.

ઉભયજીવીઓ અને સરીસૃપો(મગર સિવાય)માં બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવતું ત્રિ-ખંડીય હૃદય હોય છે, જ્યારે મગર, પક્ષીઓ અને સસ્તનોમાં બે કર્ણકો અને બે ક્ષેપકો ધરાવતું ચતુર્થ-ખંડીય હૃદય હોય છે. મત્સ્યોમાં હૃદય ઑક્સિજનવિહીન રુધિરને દબાણથી વહાવે છે કે જે ઝાલરોની મદદથી ઑક્સિજનયુક્ત બને છે. જે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે.

ત્યાંથી ઑક્સિજનવિહીન રુધિર હૃદય તરફ ફરી પાછું આવે છે. (એકલ પરિવહન). ઉભયજીવીઓ અને સરિસૃપોમાં ડાબું કર્ણક, ઝાલરો / ફેફસાં / ત્વચામાંથી ઑક્સિજનયુક્ત રુધિર મેળવે છે અને જમણું કર્ણક શરીરના વિવિધ ભાગોનું ઑક્સિજનવિહીન રુધિર મેળવે છે. તેમ છતાં તે એકલ ક્ષેપકમાં મિશ્રિત થાય છે. જે મિશ્ર રુધિરને બહાર ધકેલે છે. (અપૂર્ણ બેવડું પરિવહન).

પક્ષીઓ અને સસ્તનમાં ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણક દ્વારા મેળવાય છે. જે તે જ બાજુના ક્ષેપકમાં પસાર થાય છે. ક્ષેપકો તેને મિશ્રિત કર્યા વગર બહાર ધકેલે છે એટલે કે આ પ્રાણીઓમાં બે અલગ પરિવહન માર્ગો હોય છે. તેથી આ પ્રાણીઓ બેવડું પરિવહન ધરાવે છે.


રુધિરના સંગઠિત પદાર્થોના ઘટકોનાં નામ આપો અને તે દરેકનું એક મુખ્ય કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : રુધિરના સંગઠિત પદાર્થોના ઘટકોનાં નામ અને કાર્યો નીચે પ્રમાણે છે:

(a) ઈરિથ્રોસાઈટ્‌સ (રક્તકણો) ‌– શ્વસંવાયુનું વહન કરે છે.

(b) લ્યુકોસાઈટ્‌સ (શ્વેતકણ) – જીવાણું સામે રક્ષણ કરે છે (રોગપ્રતિકારક્તા)

(c) થ્રોમ્બોસાઈટ્‌સ (ત્રાકકણિકા) – રુધિર જામી જવામાં મદદ કરે છે.


સમજાવો : હૃદયના અવાજો

Hide | Show

જવાબ : દરેક હૃદચક્ર દરમિયાન બે મહત્વપૂર્ણ અવાજો ઉત્પન્ન થાય છે. જેને સ્ટેથેસ્કોપ દ્વારા સહેલાઈથી સાંભળી શકાય છે. પ્રથમ હૃદયનો અવાજ (લબ (Lub)) એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વોના બંધ થવા સાથે સંકળાયેલ છે. જ્યારે બીજો હૃદયનો અવાજ (ડબ (dub)) અર્ધ-ચંદ્રાકાર વાલ્વોના બંધ થવા સાથે સંકળાયેલ છે. આ અવાજો દાક્તરી નિદાન માટે જરૂરી માહિતી પૂરી પાડે છે.


બેવડું પરિવહન એટલે શું ? એનું શું મહત્વ છે ?

Hide | Show

જવાબ : ઑક્સિજનયુક્ત અને વિહીન રુધિરની પરિવહન અલગ – અલગ થાય છે. જેને બેવડું પરિવહન કહે છે. માનવ શરીરમાં સ્પષ્ટ રીતે બે પરિવહન માર્ગો જોવા મળે છે.

(1) ફુપ્ફુસીય પરિવહન માર્ગ :  જમણી બાજુના ભાગના હૃદયમાં જે રુધિર હોય છે તેને ફુપ્ફુસીય પરિવહનમાં ઑક્સિજનેશન માટે શોષી લેવાનું હોય છે. તેથી તેને ફુપ્ફુસીય હૃદય કહે છે. ફુપ્ફુસીય પરિવહન અશુદ્ધ ઑક્સિજનવિહીન રુધિર જે જમણા કર્ણક દ્વારા મેળવાય છે, તેમાં નિયમિત ઑક્સિજિનેશન માટે જવાબદાર છે.

(2) દૈહિક હૃદય: ડાબા ભાગનું હૃદયમાં જે રુધિર હોય છે, તેને દૈહિક પરિવહનમાં મોકલવાનું હોય છે, તેથી તેને દૈહિક હૃદય કહે છે.આ પરિવહનનો મુખ્ય હેતું ઑક્સિજન તેમજ પોષક ઘટકોનું શરીરની પેશીઓ સુધી વહન અને તેમાંથી કાર્બનડાયોક્સાઈડ અને બીજા નાઈટ્રોજનયુક્ત વિષારી દ્રર્વ્યોનો નિકાલ કરવાનો છે.


એક પ્રમાણભૂત (Standard) ECG દોરો અને તેના વિવિધ ખંડો સમજાવો.

Hide | Show

જવાબ :

પ્રમાણભૂત ECGની રેખાંકિત રજૂઆત

ઈલેક્ટ્રૉકાર્ડિયોગ્રાફ (ECG) એ હૃદચક્ર દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન છે. યોગ્ય ECG મેળવવા દર્દીને મશીન સાથેના ત્રણ ઇલેક્ટ્રિકલ લીડને (બંને કાંડા અને ડાબી બાજુની પગની ઘૂંટી) જોડીને હૃદયની ગતિવિધિનું સતત અવલોકન કરવામાં આવે છે.

હૃદ ક્રિયાઓના વિસ્તૃત મૂલ્યાંકન માટે ઘણા લીડૂસ(તાર)ને છાતીના ભાગે જોડવામાં કે ચોંટાડવામાં આવે છે. ECG નો દરેક ઉન્નત (Peak) P થી T અક્ષરોથી ઓળખવામાં આવે છે. જે હૃદયની વિશિષ્ટ વિદ્યુતકીય ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે.

P - તરંગને કર્ણકની વિદ્યુતકીય ઉત્તેજના અથવા વિધ્રુવીકરણ ના રૂપે રજૂ કરવામાં આવે છે. જે બંને કર્ણકોને સંકોચન તરફ દોરી જાય છે. QRS સંકુલ ક્ષેપકોના વિધ્રુવીકરણને રજૂ કરે છે. જે ક્ષેપકના સંકોચનને શરૂ કરાવે છે. સંકોચન Q-તરંગ બાદ તુરંત શરૂ થાય છે અને તે સિસ્ટોલની શરૂઆતનો સંકેત છે.

T-તરંગ ક્ષેપકોને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિ કે પુનઃ ધ્રુવીકરણમાં પાછા આવવાની સ્થિતિ રજૂ કરે છે. T-તરંગનો અંત સિસ્ટોલની સમાપ્તિ દર્શાવે છે. ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલોની સંખ્યા ગણવાથી એક વ્યક્તિનો હૃદય સ્પંદન દર પણ કાઢી શકાય છે. અલગ-અલગ વ્યક્તિઓની ECG સંરચના આપેલ લીડ(તાર)ની ગોઠવણી એ લગભગ સરખી હોય છે. આના આકારમાં કોઈ પણ વિચલન અનિયમિતતા અથવા રોગની શક્યતાનું નિદર્શન કરે છે. આ કારણે તેનું ચિકિત્સામાં ખૂબ જ મહત્ત્વ છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

દેહજળ અને પરિવહન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.