GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નીચેનાને વ્યાખ્યાયિત કરો:

Hide | Show

જવાબ : (a) બાહ્યસ્ત્રાવી ગ્રંથિ જ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એટલે જે ગ્રંથિઓનો સ્ત્રાવ ચોક્કસ નલિકાઓ દ્વારા વહન પામી કાર્યક્ષેત્ર સુધી પહોંચતો હોય તેવી ગ્રંથિઓ. (b) અંતઃસાવી ગ્રથિ જ. અંતઃસાવી ગ્રથિ એટલે જે ગ્રંથિઓમાંથી સ્ત્રવતા રસાયણો સીધા જ રુધિરમાં ઠલવાઈ કાર્યક્ષેત્ર સુધી પહોંચતા હોય તેવી ગ્રંથિઓ. (c) અંતઃસ્રાવ જ. અંતઃસ્રાવ એટલે નલિકા વિહીન ગ્રંથિઓ દ્વારા, વિશિષ્ટ પ્રકારના રસાયણો જેનો સ્રાવ સીધો જ રુધિરમાં થાય. નીચેના માટે કયા અંતઃસ્રાવની ઊણપ જવાબદાર છે ? (a) ડાયાબિટીસ મેલીટસ જ. ઈન્સ્યુલીન (b) ગોઈટર જ. ટ્રાયઆયોડોથાયરોનીન (T) (c) ક્રિટીનીઝમ જ. હાઈપોથાઈરોડીઝમ અથવા થાયરોક્સિન (T)


આપણા શરીરની વિવિધ અંતઃસાવી ગ્રંથિઓના સ્થાનને રેખાકૃતિ (આકૃતિ) દ્વારા નિર્દેશિત કરો.

Hide | Show

જવાબ :


ખાલી જગ્યા પૂરો:

Hide | Show

જવાબ : અંતઃ સ્રાવો                                       લક્ષ્ય ગ્રંથિ (a) હાયપોથેલેમિક અંતઃસ્રાવો              …………………………….                         જ. પિટ્યુટરી ગ્રંથિ (b) થાયરોટ્રોફીન (TSH)                      …………………………….                         જ. થાઈરૉઈડ ગ્રંથિ (c) કોર્ટિકોટ્રોફીન (ACTH)                      ……………………………. જ. એડ્રિનલ બાહ્યક (d) ગોનેડ્રોટ્રોફીન (LH, FSH)                …………………………….         જ. શુક્રપિંડ કે અંડપિંડ (e) મેલેનોટ્રોફીન (MSH)                         …………………………….                         જ. ત્વચા (રંજકકણ)


એક અથવા વધુ ઉદાહરણો આપો:

Hide | Show

જવાબ : (a) હાઈપર ગ્લાયસેમિક અંતઃસ્રાવ અને હાઇપોગ્લાયસેમીક અંતઃસ્રાવ જ. ગ્લુકાગોન અને ઈન્સ્યુલીન (b) હાઇપરકેલ્સેમિક અંતઃસ્રાવ જ. પેરાથાઈરૉઈડ અંત: સ્ત્રાવ (c) ગોનેડ્રોટ્રોફીક અંતઃસ્રાવ જ. લ્યુટિનાઈઝિંગ અંત:સ્ત્રાવ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંત:સ્ત્રાવ (d) પ્રોજેસ્ટેશનલ અંતઃસ્રાવ (Progestational Hormome) જ. પ્રોજેસ્ટેરોન (e) રુધિર દબાણને નીચું લાવતો અંતઃસ્રાવ જ. એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર (f) એન્ડ્રોજન્સ અને ઇસ્ટ્રોજન્સ જ. એન્ડ્રોજન – ટેસ્ટોસ્ટેરોન, ઈસ્ટ્રોજન – માદા જાતીય અંત:સ્ત્રાવ


નીચેના દ્વારા સવતા અંતઃસ્ાવોની યાદી તૈયાર કરો:

Hide | Show

જવાબ : (a) હાયપોથેલેમસ જ. RH_GnRH ગોનેડોટ્રોફિન રિલીઝીંગ અંત:સ્ત્રાવ, સોમેટોસ્ટેટીન (IRH) (b) પિટ્યુટરી જ.  અગ્રભાગ : વૃદ્ધિ અંત:સ્ત્રાવ (GH), પ્રોલેક્ટિન (PRL),થાઈરૉઈડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (TSH), એડ્રિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન (ACTH), લ્યુટિનાઈઝીંગ હોર્મોન (LH), ફોલીક્લ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (FSH) મધ્યભાગ : મેલેનોસાઈટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (MSH) પશ્વભાગ : ઑક્સિટોસીન, વાસોપ્રેસીન (c) થાઇરૉઈડ જ. ટેટ્રાઆયડોથાયરોનીન અથવા થાયરોક્સિન (T), ટ્રાયઆયડોથાયરોનીન (T), થાયરોકેલ્સિટોનીન (d) પેરાથાઇરૉઈડ જ. પેરાથાઈરૉઈડ હોર્મોન (PTH) (e) એડ્રિનલ જ. એપિનેફીન (એડ્રિનાલિન), નોરએપિનેફિન – નોરએડ્રિનાલિન, ગ્લુકોકોર્ટિકોઈડ઼્સ, મિનરેલોકોર્ટિકોઈડ઼્સ (આલ્ડોસ્ટેરોન), કોર્ટિસોલ (f) સ્વાદુપિંડ જ. ગ્લુકાગોન, ઈન્સ્યુલીન (g) શુક્રપિંડ જ. ટેસ્ટોસ્ટેરોન્સ, એન્ડ્રોજન્સ (h) અંડપિડ જ. ઈસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોન (i) થાયમસ જ. થાયમોસિન (j) કર્ણક જ. એટ્રિયલ નેર્ટ્રિયુરેટિક ફેક્ટર (ANF) (k) મૂત્રપિંડ જ. ઈરીથ્રોપોએટીન (l) જઠર આંત્રીય (G-I) માર્ગ જ. ગૅસ્ટ્રિન, સિક્રિટીન, કોલિસિસ્ટોકાઈનીન, ગૅસ્ટ્રિક ઈનહિબિટરી પેપ્ટાઈડ (GIP)


ટૂંકનોંધ લખો: પેરાથાઇરોઈડ અંતઃસ્રાવ (PTH)

Hide | Show

જવાબ :

પેરાથાઈરૉઈડના ભાગો દર્શાવતી કૃતિ

મનુષ્યમાં થાઇરૉઈડ ગ્રંથિના પાછળના ભાગે ચાર પેરાથાઇરૉઈડ ગ્રંથિઓ આવેલી છે. તે થાઈરૉઈડ ગ્રંથિના બે ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી છે. પેરાથાઇરૉઈડ ગ્રંથિઓ પેપ્ટાઈડ અંતઃસ્રાવ જેને પેરાથાઈરૉઈડ અંતઃસ્રાવ (PTH)નો સ્રાવ કરે છે. PTHના સ્રાવ કૅલ્શિયમ આયનોના પરિવહન સ્તરો દ્વારા નિયંત્રિત છે.

પેરાથાઈરૉઈડ હોર્માન (PTH) રુધિરમાં Ca⁺⁺ નું પ્રમાણ વધારે છે. PTH અસ્થિ ઉપર અસર કરે છે. અસ્થિ વિનાશક (ઓગાળવું / વિખનીજીકરણ)ની પ્રક્રિયાને ઉત્તેજે છે. PTH મૂત્રપિંડનલિકા દ્વારા થતા Ca⁺⁺ ના પુનઃ શોષણને ઉત્તેજિત કરે છે અને પાચિત ખોરાકમાંથી Ca⁺⁺ ના શોષણમાં વધારો કરે છે. આમ  PTH હાઇપરકેલ્સેમીક અંતઃસ્રાવ છે એટલે કે તે રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે. તે TCT (થાયરોકેલ્સિટોનીન) સાથે મળી તે શરીરમાં કૅલ્શિયમનું સંતુલન જાળવવા મહત્વની ભૂમિકા ભજવે છે.


ટૂંકનોંધ લખો: થાઈરૉઈડ અંતઃસ્રાવો

Hide | Show

જવાબ : થાઈરૉઈડ અંતઃસ્ત્રાવો આધારભૂત (મૂળભૂત) ચયાપચયિક દર (Basal Metabolic Rate (BMR)) ના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. આ અંતઃસ્ત્રાવો રક્તકણ (RBC)ના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. થાઈરૉઈડ અંતઃસ્ત્રાવો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. પાણી અને ઇલેક્ટ્રૉલાઇટ્સનું સમતોલન પણ થાઇરૉઈડ અંતઃસ્ત્રાવો દ્વારા અસર પામી જળવાય છે.

થાઇરૉઈડ ગ્રંથિ, થાયરોકેલ્સિટોનીન (TCT) નામના પ્રોટીન અંતઃસ્રાવનો પણ સ્રાવ કરે છે. જે રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. એકસોપ્થેલ્મિક ગોઇટર એ હાઈપર થાયરોડિઝમનું સ્વરૂપ છે. જે થાઈરૉઈડ ગ્રંથિના કદમાં વધારો પ્રેરે છે. આંખના ડોળા બહાર આવવા, ચયાપચયિક દરમાં વધારો અને વજનમાં ઘટાડો જેવા લક્ષણો ધરાવે છે.  તેને ગ્રેવ્સ (graves) રોગ પણ કહે છે.


ટૂંકનોંધ લખો: થાયમોસિન્સ

Hide | Show

જવાબ : થાયમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ખંડીય રચના છે. રોગપ્રતિકારક તંત્રના વિકાસમાં થાયમસ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ગ્રંથિ થાયમોસિન તરીકે ઓળખાય છે. તે પેપ્ટાઇડ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. થાયમોસિન T-લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે છે. જે કોષીય પ્રતિકારકતા (Cell Mediated Immunity) (CMI) પૂરી પાડે છે. થાયમોસિન એન્ટિબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા પૂરી પાડે છે. થાયમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિઓમાં અવનત પામે છે. તેના પરિણામે થાયમોસીનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આના કારણે વૃદ્ધ વ્યક્તિઓમાં પ્રતિકારકતામાં ઘટાડો થાય છે. ક્ષમતા નબળી પડે છે.


ટૂંકનોંધ લખો: એન્ડ્રોજન્સ

Hide | Show

જવાબ : એન્ડ્રોજન્સ નરના સહાયક પ્રજનન અંગો જેવા કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ વગેરેનો વિકાસ, પરિપક્વતા અને કાર્યોનું નિયમન કરે છે. આ અંત:સ્ત્રાવો સ્નાયુલ વૃદ્ધિ, ચહેરા અને શરીર પર વાળની વૃદ્ધિ, આક્રમક્તા અને ધેરો અવાજ વગેરેને ઉત્તેજે છે. શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરી નર જાતીય વર્તણૂક પર પ્રભાવ પાડે છે. પ્રોટીન અને કાર્બોદિતોના ચયાપચય પર ચય અસરો ઉત્પન્ન કરે છે.


ટૂંકનોંધ લખો: ઇસ્ટ્રોજન

Hide | Show

જવાબ : ઇસ્ટ્રોજન, વૃદ્ધિને ઉત્તેજે છે. તેમજ માદા ગૌણ (દ્વિતીય) જાતીય અંગોનાં કાર્યો, વિકાસ પામતી અંડપુટિકાઓનો વિકાસ, માદા ગૌણ જાતીય લક્ષણોનો દેખાવ (ઉદા., તીણો અવાજ વગેરે.) સ્તન ગ્રંથિનો વિકાસ વગેરે જેવા વિશિષ્ટ કાર્યો કરે છે. ઇસ્ટ્રોજન માદા જાતીય વર્તણૂકનું પણ નિયમન કરે છે.


ટૂંકનોંધ લખો: ઈન્સ્યુલીન અને ગ્લુકાગોન

Hide | Show

જવાબ : ઈન્સ્યુલીન પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. જે રુધિરમાં ગ્લુકોઝ સમસ્થિતિ (Homeostasis)ના નિયમનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઈન્સ્યુલીન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો (Adipocytes) (મેદપૂર્ણ પેશીના કોષો) ઉપર કાર્ય કરે છે અને ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. આના પરિણામે, રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝનું ઝડપી સ્થાનાંતર થાય છે.

જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે (હાઈપોગ્લાયસેમિયા). ઇન્સ્યુલીન લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝનાં ગ્લાયકોજનમાં પરિવર્તન(ગ્લાયકોજીનેસિસ)ને ઉત્તેજિત કરે છે. આમ, ઈન્સ્યુલીન અને ગ્લુકાગોન બંને દ્વારા સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જળવાય છે.


FSHના કાર્યની ક્રિયાવિધિને ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ : ફોલિક્લ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH) જનનપિંડીય ક્રિયાઓને ઉત્તેજે છે. નરમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને એન્ડ્રોજન્સ શુક્રકોષજનનની ક્રિયાને નિયંત્રિત કરે છે. માદામાં લ્યુટીનાઈઝિંગ હોર્મોન પૂર્ણ પરિપક્વ પુટિકાઓ (ગ્રાફીયન પુટિકાઓ)માંથી અંડપાત પ્રેરે છે. અને અંડપાત બાદ ખાલી પડેલ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોપર્સ લ્યુટિયમને જાળવી રાખે છે. માદામાં FSH અંડપુટિકઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

રાસાયણિક સહનિયમન અને સંકલન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.