GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?

Hide | Show

જવાબ : DNAના લીધે, પિતૃના લક્ષણો સંતાનોમાં વહન પામે છે.   પુન:નિર્માણમાં DNA નકલ દરમિયાન, માતાપિતા બંને લક્ષણોના વારસાને કારણે ફેરફારો થાય છે. જે અમુક આનુવંશીક વિવિધતાઓ તરફ દોરી જાય છે. જે સમય સાથે જાતિઓના વિકાસ માટે ઉપયોગી છે.


ભાજન પ્રજનનની રીત કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : એકકોષી સજીવોમાં પ્રજનનથી બે અથવા વધારે નવા સંતતિ કોષો અસ્તિત્વમાં આવે તેને ભાજન અથવા તો વિખંડન કહેવાય છે.


ભાજનની રીતથી  પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : અમીબા અને લેસ્માંનીયા ભાજનની દ્વિભાજન રીતથી પ્રજનન કરે છે. પ્લાઝમોડીયમ ભાજનની બહુભાજન રીતથી પ્રજનન કરે છે.


ભાજન પ્રજનનની રીતના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? 

Hide | Show

જવાબ : ભાજન પ્રજનન રીતના મુખ્યત્વે બે પ્રકાર છે,   1) દ્વિભાજન અને   2) બહુભાજન.


અવખંડન પ્રજનનની રીત કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : જે બહુકોષી સજીવના ખંડો છુટા પડીને, નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તે પ્રકારના લિંગી પ્રજનનને અવખંડન કહેવાય છે.


અવખંડન પ્રજનનની રીતથી પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : અવખંડન પ્રજનનની રીતથી સ્પાયરોગાયરા લીલ પ્રજનન કરે છે.


અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : એક જ સજીવમાંથી લિંગી પ્રજનન કોષોની મદદ વગર થતા પ્રજનનને અલિંગી પ્રજનન કહે છે.


પુનર્જનન પ્રજનનની રીત કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : કેટલાક સજીવો દ્વારા પોતાના શરીરનો, ભાગ છૂટો પડી જતા, તે ભાગ ફરીથી સજીવ તરીકે નિર્માણ થવાની ક્ષમતા ધરાવે છે. આવી અલિંગી પ્રજનનની પદ્ધતિને પુનર્જનન પદ્ધતિ કહેવાય છે.


પુનર્જનનની પ્રજનનની રીતથી પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.

 

Hide | Show

જવાબ : હાઈડ્રા અને પ્લેનેરીયા પુનર્જનનની પ્રજનનની રીતથી પ્રજનન કરે છે.


કલિકાસર્જન એટલે શું?

Hide | Show

જવાબ : સજીવ શરીરમાં કોઈ ભાગમાં કોષોની વૃદ્ધિ થઈ, બાહ્ય વૃદ્ધિ પામેલ ભાગ વિકાસ પામીને પિતૃથી છૂટો પડી સ્વતંત્ર નવા બાળ સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તો આ પ્રકારની અલિંગી પ્રજનનને કલીકાસર્જન કહેવાય છે.


કલિકાસર્જન પ્રજનનની રીતથી પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : હાઈડ્રામાં કલિકાસર્જન પ્રજનનની રીતથી પ્રજનન થાય છે.


વાનસ્પતિક પ્રજનન એટલે શું?

Hide | Show

જવાબ : કેટલીક વનસ્પતિના વાનસ્પતિક અંગો મૂળ, પ્રકાંડ કે, પર્ણના પરિપક્વ ભાગ સાનુકુળ પરીસ્થિતિમાં નવા સજીવોનું નિર્માણ કરે છે. આવા અલિંગી પ્રજનનને, વાનસ્પતિક પ્રજનન કહેવાય છે.


વાનસ્પતિક પ્રજનનમાં ક્યાં ક્યાં ભાગો પ્રજનન દરમિયાન ઉપયોગમાં લેવાય છે? 

Locked Answer

જવાબ : વાનસ્પતિક પ્રજનનમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા પરિપક્વ ભાગો પ્રજનન દરમિયાન ઉપયોગમાં લેવાય છે.


મૂળ દ્વારા થતા વાનસ્પતિક પ્રજનનનું  ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : શક્કરીયામાં મૂળ દ્વારા, વાનસ્પતિક પ્રજનન થાય છે.


પ્રકાંડ દ્વારા થતા વાનસ્પતિક પ્રજનનનું  ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : બટાટા અને સુરણમાં પ્રકાંડ દ્વારા, વાનસ્પતિક પ્રજનન થાય છે.


પર્ણ દ્વારા થતા વાનસ્પતિક પ્રજનનનું  ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : પાનફૂટી(Panfuti)માં પર્ણ દ્વારા, વાનસ્પતિક પ્રજનન થાય છે.


બીજાણુંનિર્માણ પ્રજનન એટલે શું?

Locked Answer

જવાબ : બહુકોષિય સજીવોમાં પ્રજનન ભાગ તરીકે બીજાણું આવેલ હોય છે. આ બીજાણું દ્વારા નવા સજીવને ઉત્પન્ન કરવાની રીતને, બીજાણું-નિર્માણ કહે છે.


બીજાણુંસર્જન પ્રજનનની રીતથી પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : રાયઝોપસમાં બીજાણું-નિર્માણ દ્વારા પ્રજનન થાય છે.


લિંગી પ્રજનન એટલે શું?

Locked Answer

જવાબ : નર પ્રજનન કોષ, અને માદા પ્રજનન કોષના સંમિલનથી, નવી સંતતિ નિર્માણ થવાની પ્રજનનની રીતને લિંગી પ્રજનન કહેવાય છે.


સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ વડે થતા પ્રજનનમાં ક્યાં ક્યાં ભાગો ભાગ ભજવે છે.

Locked Answer

જવાબ : સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ વડે થતા પ્રજનનમાં વજ્રપત્રો(Vajrpatro), દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર જેવા ભાગો ભાગ ભજવે છે.


એકલિંગી પુષ્પના ઉદાહરણ આપો.

 

Locked Answer

જવાબ : પપૈયું અને તડબુચ એકલિંગી પુષ્પના ઉદાહરણો છે.


યૌવનારંભે છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો

Locked Answer

જવાબ : કિશોરાવસ્થામાં પ્રવેશ્યા બાદ, શરીરના કેટલાક ભાગો જેવા કે, બગલ, જાંઘના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થઇ જાય છે. હાથ, પગ, અને ચહેરા પર પણ નાના નાના રોમ ઉગે છે. ત્વચા તૈલી બનતી જાય છે અને ચેહરા પર ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. છોકરાઓનો આવાજ ઘેરો બને છે અને દાઢી મુછ પણ આવે છે, સાથે સાથે વિજાતીય આકર્ષણ પણ થાય છે. દિવાસ્વપ્ન અથવા રાત્રીમાં શિશ્ન પણ સામાન્ય વિવર્ધનને કારણે, ઉતેજીત થાય છે.


યૌવનારંભે છોકરીઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો.

Locked Answer

જવાબ : છોકરી શરીર પ્રત્યે અને બીજાના પ્રત્યે વધુ સજાગ થાય છે. છોકરીઓમાં સ્તનના કદમાં વધારો થાય છે અને સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. આ સમયે છોકરીઓમાં માસિકધર્મ થવા લાગે છે, જેમાં અંડકોષ ઉત્પન્ન થાય છે અને તે મુક્ત થતા હોય છે.


નર-પ્રજનનતંત્રના મુખ્ય અંગોના નામ જણાવો. 

Locked Answer

જવાબ : નરપ્રજનન તંત્રમાં શુક્રપીંડ, શુક્રવાહિની, શુક્રાશય, શિશ્ન, પ્રોસ્ટેટ, અને શુક્રકોષ જેવા મુખ્ય અંગો આવેલા હોય છે. પ્રશ્ન-૨5: માદા-પ્રજનનતંત્રના મુખ્ય અંગોના નામ જણાવો. જવાબ: માદા-પ્રજનન તંત્રમાં, અંડપીંડ, અંડવાહિની, ગર્ભાશય, અને ગ્રીવા યોનિમાર્ગ જેવા મુખ્ય અંગો આવેલા હોય છે.       


માદા-પ્રજનનતંત્રના મુખ્ય અંગોના નામ જણાવો.

  

Locked Answer

જવાબ : માદા-પ્રજનન તંત્રમાં, અંડપીંડ, અંડવાહિની, ગર્ભાશય, અને ગ્રીવા યોનિમાર્ગ જેવા મુખ્ય અંગો આવેલા હોય છે.     


DNAનું પૂરૂં નામ લખો.

Locked Answer

જવાબ : ડીઓક્સિ રીબોન્યુક્લિઈક ઍસિડ


એકલિંગી પુષ્પ કોને કહે છે ?

Locked Answer

જવાબ : પુંકેસર અને સ્ત્રીકેસર બંન્નેમાંથી એક જ જનનાંગ ધરાવતું પુષ્પ.


સ્વપરાગનયન એટલે શું ?

Locked Answer

જવાબ : પરાગરજનું સ્થળાંતર તે જ પુષ્પના પરાગાસન પર થાય તો તેને સ્વપરાગનયન કહે છે.


માતાના શરીરમાંથી ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કઈ રચનાથી મળે છે ?

Locked Answer

જવાબ : જરાયુ


પ્રજનનની વ્યાખ્યા લખો.

Locked Answer

જવાબ : દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે, આ ક્રિયાને પ્રજનન કહે છે.


સજીવોના પ્રજનનમાં DNAની અગત્યતા વર્ણવો.

Hide | Show

જવાબ : કોષના કોષકેન્દ્રમાં રહેલા DNAના અણુઓમાં આનુવંશીક લક્ષણોનો સંદેશ હોય છે. આ DNA પિતા કે માતા તરફથી પોતાના સંતાનોમાં આવે છે.

 

જો DNAમાં વહન પામતા પ્રોટીનમાં ફેરફાર થાય તો, સજીવોની શારીરિક સંરચનામાં પણ વિવિધતા જોવા મળે છે.

 

પ્રજનનની મૂળભૂત ઘટના DNAની પ્રતિકૃતિ બનાવવા માટેની છે.

 

DNAની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે.

 

જે પ્રજનન કોષો, DNAની બે પ્રતિકૃતિ બનાવે છે, તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે, પરંતુ DNAની એક પ્રતિકૃતિને મૂળકોષમાં રાખીને, બીજી પ્રતિકૃતિને મૂળકોષની બહાર કાઢી શકીએ નહિ.

 

કારણ કે બીજીઓ પ્રતિકૃતિ પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી.

 

આમ, DNAની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે અને તેના પછી DNAની પ્રતિકૃતિ અલગ થઇ જાય છે. પરિણામે, એક કોષ વિભાજીત થઇને બે કોષો બનાવે છે.

 

કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી, આથી DNA પ્રતિકૃતિની પ્રક્રિયામાં ભિન્નતા હોય શકે છે.

 

જેથી, નિર્માણ પામનારા DNAની પ્રતિકૃતિ તો એકસમાન હશે પરંતુ, મૂળ DNAને સમરૂપ નહિ હોય.

 

DNA પ્રતિકૃતિઓની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે જેમાં એક ભીન્ન્તાઓ ઝડપી હોય અને બીજી જેમાં ભિન્નતાઓ ઝડપી હોતી નથી.

 

કેટલીક વખત આ ભિન્નતાઓ એટલી તીવ્ર કે ઝડપી હોય છે કે, DNAની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની એટલે કે મૂળ પ્રતિકૃતિ જેવી સમાન હોતી નથી. તેથી, આ પ્રકારની DNA પ્રતિકૃતિની ઉત્પન્ન થનાર સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે અથવા તો નાશ પામે છે.

 

DNA પ્રતિકૃતિની વિભિન્નતાઓ ઝડપી હોતી નથી. આમ, બાળકોષો સમાન હોવા છતાં, કોઈ ને કોઈ સ્વરૂપે એકબીજાથી ભિન્ન હોય છે. બાળકોષોમાં જોવા મળતી આ, ભિન્નતાઓ જૈવવિકાસના ઉદવિકાસનો આધાર છે.


સજીવોની ઉત્તરજીવિતતા માટે જરૂરી ભિન્નતાનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ : કોઈપણ સજીવોની જાતી અને વસ્તીના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે રહેલો છે.

 

સજીવોની વસ્તીની યોગ્ય નીવસનતંત્રમાં વસવાટ પ્રાપ્ત કરવાની ક્ષમતા તેઓની પ્રજનન કરવાની ક્ષમતાને આધારે હોય છે. 

 

સજીવની શારીરિક સંરચના જળવાય રહે તેમજ બંધારણ જળવાય રહે, તે માટેપ્રજનન દરમિયાન DNA પ્રતિકૃતિનું સમાન હોવું જરૂરી છે.

 

સજીવો પોતાની રીતે શારીરિક ફેરફાર કરીને, વિશિષ્ટ વસવાટને અનુકુળ થાય છે અને આ પ્રકારે જીવનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પરંતુ, વસવાટમાં પણ અનેક પરિવર્તન આવી શકે છે.

 

જેમ કે, પૃથ્વીનું તાપમાન ઓછુ કે વધારે થઇ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ વસવાટમાં આવતા પરિવર્તનના કેટલાક ઉદાહરણો છે.

 

જો એક વસ્તી વસવાટને અનુકુળ છે, અને તે વસવાટમાં કોઈ ઝડપી પરિવર્તન આવે તો, આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભવના રહેલી છે. તેમ છતાં આ વસ્તીના કેટલાક સજીવોમાં જો ભિન્નતા આવેલી હશે તો, તેઓ જીવતા રહેવાની સંભાવના ધરાવે છે.

 

ઉદાહરણ તરીકે જોઇએ તો, સામાન્ય ગરમ પાણીમાં જીવાણુંઓની વસ્તી હોય  છે, અને ગ્લોબલ વોર્મિંગના લીધે પાણીનું તાપમાન વધી જાય તો, મોટા ભાગના જીવાણુઓ મરી જાય છે.

 

જેની સામે તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓ જીવિત રહી શકે છે અને વૃદ્ધિ પણ કરી શકે છે.

 

આમ, આપણે કહી શકીએ કે, ભિન્નતાઓ વિવિધ જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.


અવખંડનની પ્રજનન રીત વિશે ટૂંક નોધ લખો.

Hide | Show

જવાબ : સરળ સંરચનાવાળા બહુકોષિય સજીવોમાં, પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. જેમ કે સ્પાયરોગાયરામાં અવખંડનની ક્રિયાથી પ્રજનન થાય છે.

 

સ્પાયરોગાયરા લીલી તંતુમય, લાંબી રચના ધરાવે છે. જે પાણીમાં ઉગતી લીલ છે. સ્પાયરોગાયરા વિકાસ પામીને નાના-નાના ટુકડાઓમાં અવખંડિત થઇ જાય છે. ત્યારબાદ આ ટુકડાઓ વૃદ્ધિ પામીને, નવા સજીવ કોષમાં વિકાસ પામે છે.

 

આમ, જે બહુકોષી સજીવના ખંડો છુટા પડીને, નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તે પ્રકારના લિંગી પ્રજનનને અવખંડન કહેવાય છે.

પરંતુ, બધા જ બહુકોષીય સજીવો માટે, આ સાચું નથી.

 

કારણ કે, મોટાભાગના બહુકોષીય સજીવ, વિવિધ કોષોના સમૂહ તરીકે વર્તતા નથી.

 

વિશેષ કાર્યો માટે, વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે. ત્યારબાદ પેશી સંગઠિત થઈને અંગ બનાવે છે.


અલિંગી સજીવોમાં પુનર્જનનની પ્રજનનની રીત વિશે ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : કેટલાક સજીવો દ્વારા પોતાના શરીરનો, ભાગ છૂટો પડી જતા, તે ભાગ ફરીથી સજીવ તરીકે નિર્માણ થવાની ક્ષમતા ધરાવે છે. આવી અલિંગી પ્રજનનની પદ્ધતિને પુનર્જનન પદ્ધતિ કહેવાય છે.

 

ઉદાહરણ તરીકે, હાઈડ્રા અને પ્લેનેરીયા

 

હાઈડ્રા અને પ્લેનેરીયા જેવા સજીવોનુ, ખંડો અને ટુકડાઓમાં વિભાજન થઇ જાય છે. અને આ ટુકડાઓ વૃદ્ધિ પામીને, નવા સજીવમાં વિકાસ પામે છે.

 

પ્લેનેરીયામાં થતું પુન:સર્જનની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાય છે.

 

પ્લેનેરીયાનું પ્રજનન દરમિયાન કેટલાક ટુકડાઓમાં વિભાજન થાય છે, જે ટુકડાઓ વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિવર્તન પામે છે.

 

પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે. અને આ કોષોના ઝડપી પ્રસરણથી, અનેક કોષો બનાવે  છે.

 

ત્યારબાદ, કોષોના આ સમૂહ પેશી બનાવે છે, અને આવી પેશીઓ સજીવનું નિર્માણ કરે છે. સામાન્ય રીતે, મનુષ્યમાં છુટા પડી ગયેલા અંગ દ્વારા, નવો સજીવ નિર્માણ પામતો નથી.


કલિકાસર્જન વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હાઈડ્રામાં થતું કલીકાસર્જન થાય છે.

 

હાઈડ્રામાં કોષોનું વારંવાર વિભાજન, થવાને કારણે, એક સ્થાનેથી એક ભાગ ઉપસી આવે છે. અને તે ભાગ પ્રવર્ધી વિકાસ પામે છે.

 

આ ઉપસેલો ભાગ એટલે કે કલિકા, તે વૃદ્ધિ અને વિકાસ પામીને, બાળહાઈડ્રા તરીકે સજીવમાં ફેરવાય છે.

 

ત્યારબાદ, સમય જતા, બાળહાઈડ્રા પૂર્ણ વિકાસ પામીને, પિતૃથી અલગ થઇ જાય છે, અને સ્વતંત્ર પ્રાણી બની જાય છે.


વાનસ્પતિક પ્રજનન વિશે ઉદાહરણ આપી સમજાવો. અને તેની અગત્યતા લખો.

Hide | Show

જવાબ : કેટલીક વનસ્પતિના વાનસ્પતિક અંગો મૂળ, પ્રકાંડ કે, પર્ણના પરિપક્વ ભાગ સાનુકુળ પરીસ્થિતિમાં નવા સજીવોનું નિર્માણ કરે છે. આવા અલિંગી પ્રજનનને, વાનસ્પતિક પ્રજનન કહેવાય છે.

વાનસ્પતિક પ્રજનનમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ, પ્રજનન માટે મહત્વનો ભાગ ભજવે છે.

શક્કરીયામાં મૂળ દ્વારા, બટાટા અને સુરણમાં પ્રકાંડ દ્વારા, અને પાનફૂટી(Panfuti)માં પર્ણ દ્વારા પ્રજનન થાય છે.

વાનસ્પતિક પ્રજનન કલમ, દાબકલમ અને આરોપણ દ્વારા પણ થાય છે. આવી પ્રજનનની પદ્ધતિનો ઉપયોગ, ખેતીવાડીમાં સુધારણાના ભાગરૂપે થાય છે.

વાનસ્પતિક પ્રજનનની અગત્યતા:

પિતૃ વનસ્પતિના બધા જ ઇચ્છનીય લક્ષણો, તેમની સંતતિમાં જાળવી રાખવા માટે, વાનસ્પતિક પ્રજનન ઉત્તમ છે.

ઘણી બધી વનસ્પતિઓમાં, કાળક્રમે લિંગી પ્રજનનની ક્ષમતા ઘટતી જાય છે. આમ, વનસ્પતિ દ્વારા નિર્માણ થતા બીજ, ભવિષ્યમાં કોઈ જ કામમાં આવતા નથી. સમય જતા બીજની અંકુરણ ક્ષમતા પણ ઘટી જાય છે. આવી વનસ્પતિમાં, વાનસ્પતિક પ્રજનન ખુબ મહત્વનું છે.

બીજમાંથી ફળાઉ વૃક્ષોનું, નિર્માણ થતા વધુ સમય  લાગે છે, પરંતુ વાનસ્પતિક પ્રજનનમાં ઓછો લાગે છે.

વાનસ્પતિક પ્રજનન ક્રિયા, અને નિર્માણમાં, વધુ સંભાળ લેવી પડતી નથી.


બીજાણુંનિર્માણ પ્રજનન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : બહુકોષિય સજીવોમાં પ્રજનન ભાગ તરીકે બીજાણું આવેલ હોય છે. આ બીજાણું દ્વારા નવા સજીવને ઉત્પન્ન કરવાની રીતને, બીજાણું-નિર્માણ કહે છે.

રાયઝોપસમાં બીજાણું-નિર્માણ દ્વારા પ્રજનન થાય છે.

રાયઝોપસ ફૂગ એ, તંતુમય જાળીરૂપ રચના છે, આ તતુંના ટોચ પર, સુક્ષ્મ ગોળાકાર સંરચનાઓ, પ્રજનનમાં ભાગ  ભજવે છે. આ ગોળાકાર ગુચ્ચ જેવી રચનાઓને બીજાણુંધાની કહે છે.

બીજાણુંધાનીમાં વિશિષ્ટ કાર્યો કરવા માટેના બીજાણું આવેલા હોય છે. આ બીજાણુંની ચારેય તરફ, જાડી દીવાલ હોય છે. જે પ્રતિકુળ પરિસ્થિતિમાં બીજાણુંધાનીનું રક્ષણ કરે છે.

આ બીજાણુંઓ ભેજયુકત સપાટીના સંપર્કમાં આવતા જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરી દે છે.

આ રીતે રાયઝોપસમાં બીજાણું નિર્માણ થાય છે અને તેના દ્વારા તેના જેવા અન્ય સજીવનું નિર્માણ થાય છે.


લિંગી પ્રજનન એટલે શું? તેમાં તેમાં ફલીતાંડ કેવી રીતે સર્જાય છે?

Locked Answer

જવાબ : નર અને માદાની ભાગીદારીથી, જે સંતતિ નિર્માણ થાય તે, લિંગી પ્રજનનથી થાય છે.

નર પ્રજનન કોષ, અને માદા પ્રજનન કોષના સંમિલનથી, નવી સંતતિ નિર્માણ થવાની પ્રજનનની રીતને લિંગી પ્રજનન કહેવાય છે. લિંગી જન્યુઓના મિલનને ફલન કહેવાય છે અને ફલનને અંતે ફલીતાંડ સર્જાય છે.

એક પિતૃકોષમાંથી, બે બાળકોષોના નિર્માણ દરમિયાન, DNAની પ્રતિકૃતિ થવી અને કોષીય સંગઠન થવું, તે બંને જરૂરી છે.

DNAની પ્રતિકૃતિમાં ખામી કે ફેરફાર, સજીવની વસ્તીમાં ભિન્નતા લાવે છે. અને જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે.

જો DNA પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે ચોક્કસ હોય તો, તેમાં ભિન્નતા અત્યંત ધીમી થાય છે.

જો DNAની પ્રતિકૃતિની ક્રિયા ઓછી ચોક્કસાઈવાળી હોય તો, નિર્માણ પામતી DNA પ્રતિકૃતિઓ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતી નથી. પરિણામે, કોષનું મૃત્યુ થાય છે.

દરેક DNA પ્રતિકૃતિમાં, નવી ભિન્નતાની સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે.

આમ કહી શકાય કે, સજીવ જૂથના બે સજીવોમાં, સંગ્રહિત ભિન્નતાઓની ભાત પણ ભિન્ન હોય છે. કારણ કે, આ બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિમાં જોવા મળે છે.

આ ભિન્નતાઓ હાનીકારક નથી. આ ભિન્નતાઓ ને કારણે જ સજીવ પોતપોતાની રીતે ઓળખાય છે


લિંગી પ્રજનનમાં થતા DNAના ફેરફાર વિશે સમજાવો.

Locked Answer

જવાબ : લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ DNAનું સંયોજન હોય છે. જેમ જેમ સજીવ શરીરનો વિકાસ થાય તેમ તેમ સજીવોની જટિલતા પણ વધતી જાય છે, પરિણામે, પેશીઓમાં પણ વિશિષ્ટતા વધતી જાય છે.

સજીવની વાનસ્પતિક દૈહિક કોષોની સરખામણીમાં લિંગી સુત્રોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઇ જાય છે, જેના કારણે DNAની માત્રા પણ અડધી હોય છે. 

મિત્રો, લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના સંયુગ્મન દ્વારા ફલીતાંડ બને છે. આમ, આવનારી સંતતીમાં રંગસૂત્રોની સંખ્યા, તેમજ DNAની માત્રા, પિતૃ જેટલી તેમના શરીરમાં સ્થાપિત થઇ જાય છે.

અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં, સામાન્ય રીતે બે લિંગી પ્રજનન કોષોના આકાર અને કદ લગભગ સમાન હોઈ શકે છે. તે સજીવોની સંરચના પર આધાર રાખે છે.


સપુષ્પી વનસ્પતિમાં થતા પ્રજનન વિશે સમજાવો.

Locked Answer

જવાબ : બીજધારી વનસ્પતિ શરીરમાં, પુષ્પ પ્રજનન અંગ તરીકે કાર્ય કરે છે. પુષ્પ વિવિધ ભાગોનું બનેલું હોય છે જેમ કે, વજ્રપત્રો(Vajrpatro), દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર.

જે પુષ્પમાં પુંકેસર કે સ્ત્રીકેસરમાંથી કોઈ એક જનનાંગ આવેલું હોય તો તે પુષ્પને એકલિંગી કહેવાય છે.

એકલિંગી પુષ્પના ઉદાહરણ: પપૈયું અને તડબુચ

વનસ્પતિ એક પુષ્પમાં પુંકેસર કે સ્ત્રીકેસર બંને આવેલા હોય તેવા પુષ્પને, ઉભયલિંગી પુષ્પ કહે છે.

પુંકેસર એટલે કે, પુષ્પનો નર પ્રજનન ભાગ, અને સ્ત્રીકેસર એટલે પુષ્પનો માદા પ્રજનન ભાગ.  

પુંકેસર પીળા રંગની પરાગરાજ ઉત્પન્ન કરે છે. ફૂલોને નીરખીને જોઈએ તો પરાગરાજ દેખાય છે.

સ્ત્રીકેસરમાં પરાગાસન આવેલું હોય છે જે બીજાંડ ઉત્પન્ન કરે છે. અને તેનાથી નીચે ઉપસેલો ફૂલેલો ભાગ આવેલો હોય છે, જેને અંડાશય કહેવાય છે.

પુંકેસર પરથી, પરાગરાજ સ્ત્રીકેસરના પરાગાસન પર જવાની ક્રિયાને પરાગનયન કહેવાય છે. જો એક જ પુષ્પમાં પરાગરજ વહન પામી હોય તો, સ્વપરાગાનયન કહેવાય છે.

મિત્રો, એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર જવાની ક્રિયાને પરપરાગનયન કહેવાય છે. અને હવા, પાણી કે પ્રાણીઓ દ્વારા પરાગરજનું વહન થાય છે.

પુષ્પની ફલનક્રિયા:

પરાગનયન દ્વારા, પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર જાય છે. પરાગાસન ચીકણું હોય છે તેથી તેના પર પરાગરજ ચોંટી જાય છે

ત્યારબાદ, પરાગરજમાંથી પરાગવાહિનીમાં પરાગનલિકા ઉદ્ભવે છે, અને તે અંડાશયમાં જાય છે. અંડાશય દ્વારા પરાગનલિકા બીજાંડ સુધી પહોચે છે.

જયારે પરાગનલિકા બીજાંડ સુધી પહોચે ત્યારે, પરાગનલિકામાં આવેલ નરજન્યુ અને માદાજ્ન્યું એકમેકમાં ભળી જાય છે. આ પ્રક્રિયાને ફલનપ્રક્રિયા કહેવાય છે.

આ ફલનપ્રક્રિયાને અંતે ફલીતાંડ બને છે. આ ફલીતાંડનો વિકાસ થઈને તેમાંથી ફળ બને છે, અને બીજાંડનું બીજમાં રૂપાંતરણ થાય છે.

બીજાંકુરણની પ્રક્રિયા:

ચણાના બીજને એક દિવસ માટે પાણીમાં રાખીને બીજા દિવસે ત્યારબાદ બીજે દિવસે કાઢતા, બે બીજની વચ્ચેના ભાગે, અંકુર ફૂટેલા દેખાય છે. આ અંકુરણના નીચેના છેડે ભાવિ મૂળ આવેલા હોય છે.

તેમાં બે બીજપત્રો આવેલા હોય છે. જે ખોરાકનો સંગ્રહ કરે છે અને તે બીજના વિકાસમાં ઉપયોગી થાય છે


યુવાનાવસ્થે અથવા યૌવનારંભે છોકરા અને છોકરીના શરીરમાં ક્યાં ક્યાં જાતીય પરિવર્તનો જોવા મળે છે.

Locked Answer

જવાબ : યૌવનારંભે છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો:

કિશોરાવસ્થામાં પ્રવેશ્યા બાદ, શરીરના કેટલાક ભાગો જેવા કે, બગલ, જાંઘના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થઇ જાય છે. હાથ, પગ, અને ચહેરા પર પણ નાના નાના રોમ ઉગે છે.

ત્વચા તૈલી બનતી જાય છે અને ચેહરા પર ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે.

છોકરાઓનો આવાજ ઘેરો બને છે અને દાઢી મુછ પણ આવે છે, સાથે સાથે વિજાતીય આકર્ષણ પણ થાય છે.

દિવાસ્વપ્ન અથવા રાત્રીમાં શિશ્ન પણ સામાન્ય વિવર્ધનને કારણે, ઉતેજીત થાય છે.

યૌવનારંભે છોકરીઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો:

છોકરી શરીર પ્રત્યે અને બીજાના પ્રત્યે વધુ સજાગ થાય છે.

છોકરીઓમાં સ્તનના કદમાં વધારો થાય છે અને સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે.

આ સમયે છોકરીઓમાં માસિકધર્મ થવા લાગે છે, જેમાં અંડકોષ ઉત્પન્ન થાય છે અને તે મુક્ત થતા હોય છે.


નરપ્રજનન તંત્ર અને તેના વિવિધ અંગો વિશે સમજાવો.

Locked Answer

જવાબ : નર-પ્રજનન તંત્રનું કાર્ય: નરપ્રજનન કોષો ઉત્પન્ન કરે છે અને અંત:સ્ત્રાવો સાથે જનન કોષોને ફલનક્રિયાના સ્થાન સુધી પહોચાડે છે.

નરપ્રજનન તંત્રમાં શુક્રપીંડ, શુક્રવાહિની, શુક્રાશય, શિશ્ન, પ્રોસ્ટેટ, અને શુક્રકોષ જેવા મુખ્ય અંગો આવેલા હોય છે.

આકૃતિમાં નર-પ્રજનનતંત્રના વિવીધ ભાગો દર્શાવ્યા છે.

શુક્રપીંડ:

શુક્રપીંડ ઉદરગુહાની બહાર, બે પગની વચ્ચેના ભાગે, વૃષણ કોથળીમાં બે શુક્રપીંડ આવેલા હોય છે. આ બંને શુક્રપીંડનો આકાર લંબગોળ હોય છે.

શુક્રપીંડનું તાપમાન, શરીરના જરૂરી તાપમાન કરતા ઓછુ હોય છે. કારણ કે નીચા તાપમાનથી જ શુક્રકોષનું ઉત્પાદન થાય છે. શુક્રપીંડ નરજાતીના અંત:સ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે.

શુક્રપીંડ શુક્રવાહિની સાથે જોડાયેલા હોય છે.

શુક્રવાહીની:

શુક્રવાહિની શુક્રપીંડમાંથી નીકળે છે, અને તેમાંથી શુક્રકોષોનું વહન થાય છે.

શુક્ર્વાહીની શુક્રાશય સાથે અને પ્રોસ્ટેટ ગ્રંથી સાથે જોડાયેલ હોય છે. જે શિશ્નના શરૂઆતના ભાગ સુધી આવીને, મૂત્રમાર્ગ નળી સાથે જોડાય છે.

શુક્રાશય: 

શુક્રાશય શુક્ર્વાહીની સાથે જોડાયેલ હોય છે. જેમાં શુક્રકોષોનો સંગ્રહ થયેલો હોય છે. શુક્રાશયમાં શુક્રકોષોને પ્રવાહી અને ગતિશીલ માધ્યમ મળે છે.

શિશ્ન:

શિશ્નમાં મૂત્રમાર્ગ અને શુક્ર્વાહીની જોડાયેલી હોય છે. શિશ્નમાં શુક્રકોષો અને મૂત્ર બંનેનું એક માર્ગે વહન થાય છે. તે માર્ગેથી મૂત્ર શરીરની બહાર નીકળે છે તેથી, મૂત્રમાર્ગને મૂત્રજનન પણ કહેવાય છે.

શુક્રકોષો:

શુક્રકોષો સુક્ષ્મ સંરચના ધરાવે છે, તેની રચના લાંબી પુંછડી જેવી હોય છે. જે પૂંછડી માદા પ્રજનન કોષોની તરફ તરવામાં મદદરૂપ થાય છે.

શુક્રકોષોમાં આનુવંશિક પદાર્થ આવેલો હોય છે, જે સંતતિ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે.

પ્રોસ્ટેટ ગ્રંથી:

જે શુક્રકોષો સાથે પ્રવાહી માધ્યમમાં વહન પામે છે.


માદાપ્રજનન તંત્ર અને તેના વિવિધ અંગો વિશે સમજાવો.

Locked Answer

જવાબ : માદા પ્રજનન તંત્રનું કાર્ય માદા, પ્રજનનકોષો ઉત્પન્ન કરવાનું છે. તે કોષોમાં અંત:સ્ત્રવો ભળીને તે ગર્ભાશય સુધી આવે છે અને ફલનક્રિયા માટે તૈયાર રહે છે.

માદા-પ્રજનન તંત્રમાં, અંડપીંડ, અંડવાહિની, ગર્ભાશય, અને ગ્રીવા યોનિમાર્ગ જેવા મુખ્ય અંગો આવેલા હોય છે.        

અહીં આકૃતિમાં માદા-પ્રજનન તંત્રના વિવિધ ભાગો દર્શાવેલ છે.

અંડપીંડ:

અંડપીંડ ઈંડાના આકારના હોય છે. જે ઉદરગુહામાં કીડની પાસે જોડીમાં આવેલા હોય છે.

અંડપીંડનું કામ અંડકોષો ઉત્પન્ન કરવાનું છે. છોકરીના જન્મ સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડકોષો આવેલા હોય છે. અને યુવાન અવસ્થાને પ્રારંભે તે અંડકોષો પરિપક્વ થવા માંડે છે.

અંડપીંડ અંડવાહિની સાથે જોડાયેલા હોય છે.

અંડવાહિની:

અંડવાહિની અંડપીંડમાંથી નીકળીને ગર્ભાશય સુધી જોડાણ થાય છે. તેની રચના નળી જેવા આકારની હોય છે અને તે જોડીમાં આવેલી હોય છે.

અંડવાહિનીનું કામ અંડકોષોનું વહન કરવાનું છે. અંડવાહિનીમાં આવેલા અંડકોષ સાથે મૈથુન સમયે આવેલા શુક્રકોષોનું મિલન થઇ ફલન ક્રિયા થાય છે.

ગર્ભાશય:

ગર્ભાશય બે અંડવાહિનીનું જોડાણ સ્થાન છે. તે ઉદરની નીચે આવેલી સ્નાયુમય કોથળીની રચના ધરાવે છે.    

ફલીતાંડનું સ્થાપન અને વિકાસ ગર્ભાશયમાં થાય છે. જે ગર્ભધારણ માટેનું અનુકુળ સ્થાન અને વાતાવરણ આપે છે.

આ ગર્ભાશય દ્વારા દરેક મહીને, ભ્રૂણને ગ્રહણ કરવા તેમજ, તેમના પોષણ માટે નિયત, તૈયારી કરવામાં આવે છે.

ભ્રૂણને ગ્રહણ કરવા સમયે, ગર્ભાશયનું અંત:આવરણ જાડુ બને છે અને, ભ્રૂણના પોષણ માટે રુધિર પ્રવાહ વધી જાય છે.

યોનીમાર્ગ:

સાંકડી ગ્રીવા પછી યોનિમાર્ગ આવે છે. યોનિમાર્ગમાંથી અફલિત અંડકોષને શરીરની બહાર કાઢવામાં આવે છે. 

યોનિમાર્ગ બાળકના જન્મનો માર્ગ પણ છે. તે સ્ત્રીમાં સ્વતંત્ર પ્રજનનકોષનો માર્ગ છે. તેમાં મૂત્રમાર્ગ અલગ હોય છે.


સ્ત્રીના ગર્ભાશયમાં ભ્રૂણના વિકાસ વિશે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : પ્રજનન ક્રિયા બાદ, જયારે ફલિત અંડ ગર્ભાશયમાં આવે ત્યારે તેમાં તેનું સ્થાપન અને વિકાસ થાય છે. 

આ સમયે ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે અને તેના માટે એક રકાબી આકારની વિશિષ્ટ સંરચના આવેલી હોય છે જેને જરાયુ કહેવામાં આવે છે. જરાયુ ગર્ભાશયની દીવાલમાં ગોઠવાયેલ હોય છે અને તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે.

માતાની પેશીઓમાં સુધીર કોટરો હોય છે જે, પ્રવર્ધને જોડાયને ઢાંકી દે છે, જે માતાના શરીરમાંથી ગર્ભને ગ્લુકોઝ, ઓક્સીજન તેમજ અન્ય પદાર્થને પહોચાડવાનો મોટો વિસ્તાર આપે છે.

ભ્રૂણના વિકાસ દરમિયાન, તેમાંથી ઉત્પન્ન થતા, ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે.

ગર્ભને માતાના શરીરમાં વિકસિત થતા લગભગ 9 મહિના જેટલો સમય લાગે છે. છેલ્લે, ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુનો જન્મ થાય છે.


સ્ત્રીઓના ઋતુચક્ર વિશે સમજાવો.

Locked Answer

જવાબ : આશરે દર મહીને અંડપીંડમાંથી અંડકોષ છૂટો પડે છે. આ રીતે દરેક અંડપીંડમાંથી વારાફરતી અંડકોષ છૂટો પડે છે.

અંડવાહિનીમાં અંડકોષ આવે ત્યારે, ગર્ભાશયની અંત:દીવાલ માંસલ તેમજ નરમ બને છે. આ પરિસ્થિતિ અંડકોષના ફલન બાદ ફલીતાંડના વિકાસ અને પોષણ માટે ખુબ જ આવશ્યક છે.

પરંતુ, જો અંડકોષનું શુક્રકોષ  વડે ફલન ન થાય તો, ગર્ભાશયમાં કોઈ આવરણ કે દીવાલની જરૂરિયાત ન હોવાથી આવરણ ધીરે ધીરે તૂટી જઈને, યોનીમાર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે.

આ ચક્રમાં લગભગ એક મહિના જેટલો સમય લાગે છે. જેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોધર્મ કે માસિક સ્ત્રાવ કહેવામાં આવે છે.

માસિકસ્ત્રાવની અવધી બે થી 8 દિવસ સુધીની હોય છે.

સ્ત્રીઓમાં અફલિત અંડ:કોષનું ગર્ભાશયની અંત:દીવાલના તુટવા સાથે રુધિર અને શ્લેષમ જેવા પદાર્થો, લગભગ દર 28 દિવસે, શરીરમાંથી બહાર નીકળવાની ઘટનાને ઋતુચક્ર કહે છે.


જાતીય રોગો વિશે માહિતી આપો. અને તેને અટકાવવાના ઉપાયો વિશે ચર્ચા કરો.

Locked Answer

જવાબ : જાતીય સમાગમ વખતે જો ચેપી વ્યક્તિના સંપર્કને લીધે બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ, પ્રજીવજન્ય રોગો થાય તો આવા રોગોને જાતીય રોગો કહેવાય છે.

જાતીય રોગોમાં સિફિલિસ, ગોનોરિયા, મસા, એઇડ્સ, જેવા રોગો થાય છે.

આ રોગોમાં સિફિલિસ અને ગોનોરિયા બેક્ટેરિયા દ્વારા થાય છે, જયારે એઇડ્સ અને મસા વાઇરસ દ્વારા થાય છે.

આ બધા રોગોમાં એઇડ્સ સૌથી ભયંકર રોગ છે જેમાં ધીમે ધીમે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નાશ પામે છે.

એઇડ્સને અટકાવવા માટે અમાન્ય જાતીય સમાગમ, રક્ત સંક્રમણ વગેરેથી સુરક્ષિત રહેવું જરૂરી છે.

જાતીય રોગોથી બચવા માટેના ઉપાયો:

જાતીય રોગોથી બચવા પ્રજનન અંગોની સ્વચ્છતા રાખવી જોઈએ અને જો રોગ હોય તો તેનો યોગ્ય ઉપચાર કરાવવો જોઈએ.

નૈતિકતાપૂર્ણ અને સંયમપૂર્ણ સમાગમ કેળવવો જોઈએ. નિરોધ જેવા ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.

તેમજ, જાતીય સ્વાસ્થ્ય, અને વસ્તીનિયંત્રણના ભાગરૂપે, ગર્ભાવસ્થા રોકવા માટે, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જોઈએ.

પુરુષ શિશ્ન પર નિરોધ લગાવીને કે સ્ત્રીના યોનીમાં નિરોધક પડદો લગાવીને ફલન અટકાવી શકાય છે. જે સૌથી સરળ ઉપાય છે.

સ્ત્રીના ગર્ભાશયમાં કોપર-ટી, સ્થાપિત કરીને ગર્ભધારણ અટકાવી શકાય છે.

કેટલીક ગર્ભનિરોધક દવાઓ, જાતીય અંત:સ્ત્રાવોને પરિવર્તિત કરે છે અને ફલનક્રિયા માટે પ્રજનનકોષોને નિષ્ક્રિય બનાવે છે.

શસ્ત્રક્રિયા દ્વારા, પુરુષમાં શુક્રવાહિનીને કાપીને બંધ કરી દેવાથી, ફલનક્રિયા અટકાવી શકાય છે. જેને પુરુષનસબંધી કહેવાય છે. સ્ત્રીઓમાં અંડવાહિનીને કાપીને બંધ કરી દેવાથી ફલન ક્રિયા અટકાવી શકાય છે જેને સ્ત્રીનસબંધી કહેવાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

gseb std 10 science paper solution
સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.