GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

જૈવિક ક્રિયા એટલે શું? ઉદાહરણ લખો.

Hide | Show

જવાબ : જીવનનિર્વાહની જે ક્રિયાઓ સામુહિક રૂપમાં રક્ષણનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. પોષણ, શ્વસન, પરિવહન, ઉત્સર્જન એ જૈવિક ક્રિયાઓ છે.


પોષણ અને ખોરાક એટલે શું?

 

Hide | Show

જવાબ : ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટેની ક્રિયાને પોષણ કહેવાય. પોષણ માટેના ઉર્જા સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ.


શ્વસન એટલે શું?

Hide | Show

જવાબ : શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરીયાતને અનુલક્ષીને ખાદ્યસ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને શ્વસન કહેવાય છે.


ઉત્સર્જન એટલે શું?

Hide | Show

જવાબ : જયારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનના ઉપયોગથી ઉર્જા પ્રાપ્તિ થાય છે અને નિપજો કે ઉત્પાદનો પણ બને છે. જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહી પરંતુ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નીપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિઆવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ.


જીવન ટકાવી રાખવા માટે તમે કઈ જરૂરિયાતોને જરૂરી ગણશો?

Hide | Show

જવાબ : પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન એ જીવનની સુરક્ષા માટેની જરૂરી ક્રિયાઓ છે.


વનસ્પતિ સજીવ છે તે રંગના આધારે કેવી રીતે કહી શકશો?

Hide | Show

જવાબ : જો વનસ્પતિ લીલા રંગના પર્ણો વાળી હશે તો કહી શકાય કે સજીવ છે. પણ પર્ણ સુકા કે પીળા થઇ ગયા હોય તો તે નિર્જીવ છે તેમ કહેવાય.


પોષક પદાથો એટલે શું?

Hide | Show

જવાબ : સજીવો જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા માટે જે ઉપયોગી પદાર્થો લે છે તેને પોષક પદાર્થો કહે છે.


અમીબામાં પોષણ પદ્ધતિના તબક્કાઓ લખો.

Locked Answer

જવાબ : અમીબામાં ખોરાક અંત:ગ્રહણ, પાચન, શોષણ, પરીપાચન અને માળોત્સર્જન એ પોષણ પદ્ધતિના તબક્કાઓ છે.


અમીબામાં જટિલ પદાર્થોનું વિઘટન ક્યાં થાય છે?

Locked Answer

જવાબ : અમીબામાં અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે.


શા માટે એક કોષીય સજીવોમાં વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

Hide | Show

જવાબ : એક કોષીય સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી ખોરાક ગ્રહણ, વાયુની આપ-લે કે ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.


સ્વયંપોષી સજીવ એટલે શું? તેના ઉદાહરણ જણાવો.

Hide | Show

જવાબ : કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવ સ્વયંપોષી છે.   ઉદાહરણ- લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ.


ઉત્સેચકો એટલે શું?

Hide | Show

જવાબ : જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેને ઉત્સેચકો કહેવાય છે.


લાળરસનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ : ખોરાકના પાચનમાં લાળરસમાં પણ ઉત્સેચક છે જેને લાળરસિય એમાઈલેઝ કહેવાય છે. આ એમાઈલેઝ સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં વિઘટન કરી રૂપાંતરણ કરે છે. ખોરાકને ખુબ ચાવવાથી, જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ ભેળવી દે છે. ખોરાક પોચો, લીસો અને ભીનો થાય છે.


આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે?

Hide | Show

જવાબ : હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરમાં એસિડીક માધ્યમ તૈયાર કરે છે. જે  પેપ્સીન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે કે નિષ્ક્રિય પેપ્સીનને સક્રિય બનાવે છે. ખોરાકમાં આવેલા કેટલાક બેક્ટેરિયા કે સુક્ષ્મ જીવોને મારવામાં મદદરૂપ બને છે.


પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે?

Hide | Show

જવાબ : પાચક ઉત્સેચકો એ જૈવ ઉદ્દીપકો છે જે, ખોરાકના જટિલ અણુઓનું વિઘટન કરીને પાચન માર્ગમાં શોષાય શકે અને રુધિરમાં ભળી જાય તેવા નાના અને સરળ કણોમાં રૂપાંતર કરે છે.


પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલનું શું મહત્વ છે?

Hide | Show

જવાબ : પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ  દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે.


પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું શેમાં રિડકશન  થાય છે?

Hide | Show

જવાબ : પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનડાયોક્સાઈડનું કાર્બોદિતમાં રિડકશન થાય છે.


વનસ્પતિમાં વાયુ વિનિમય શેના દ્વારા થાય છે?

Locked Answer

જવાબ : વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ રંધ્રો દ્વારા વાયુ વિનિમય થાય છે.


ફૂગના ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : બ્રેડમોલ્ડ, યીસ્ટ અને મશરૂમ


પરોપજીવી સજીવોના નામ જણાવો.

Locked Answer

જવાબ : અમરવેલ, ઓર્કિડ, ઉધઈ. જું, જળો અને પટ્ટીકૃમિ.


નાઈટ્રોજનનો વનસ્પતિ માટે ઉપયોગ જણાવો.

Locked Answer

જવાબ : નાઈટ્રોજન એક આવશ્યક ખનીજ તત્વ છે. જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે.


પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠરગ્રંથિ દ્વારા થાય છે. આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા ત્રણ ઘટકોના નામ લખો.

Locked Answer

જવાબ : ૧) મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ૨) પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સીન ૩) શ્લેષ્મ 


કાર્બોદિત અને પ્રોટીનના પાચનથી અંતિમ કયા પદાર્થો ઉત્પન્ન થાય છે?

Locked Answer

જવાબ : કાર્બોદિત અને પ્રોટીનના પાચનથી અનુક્રમે ગ્લુકોઝ અને એમીનો એસિડ જેવા પદાર્થો ઉત્પન્ન થાય છે.


ખોરાકના બધાજ ઘટકોનું પાચન મનુષ્યના કયા અવયવમાં થાય છે?

Locked Answer

જવાબ : ખોરાકના બધાજ ઘટકોનું પાચન મનુષ્યના નાના આંતરડામાં થાય છે.


મનુષ્ય શરીરમાં સૌથી મોટી પાચક ગ્રંથિ કઈ છે તેનું કાર્ય જણાવો.

Locked Answer

જવાબ : મનુષ્યના શરીરમાં સૌથી મોટો પાચક ગ્રંથિ યકૃત છે. તેનું કાર્ય ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવવાનું છે.


રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો.

Locked Answer

જવાબ : રોજિંદા જીવનમાં થતી રસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. 
1. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલદી બગડી જાય છે.
2. લોખંડની વસ્તુઓ જેવી કે તવા,તપેલા,ખીલાને ભેજવાળી હવામાં મૂકતાં તેના પર કાટ લાગે છે. 
3.દ્રાક્ષનું આથવણ થવું.
4.ખોરાકનું રંધાવું.
5.શરીરમાં ખોરાકનું પાચન થવુ.
6.શ્વાસોચ્છવાસ દરમિયાન થતી પ્રક્રિયા.


રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં કયા કયા પરીવર્તન આવે છે?

Locked Answer

જવાબ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં નીચે મુજબનાં પરિવર્તન આવે છે. 

  • અવસ્થામાં પરિવર્તન 
  • રંગમાં પરિવર્તન 
  • વાયુનો ઉદ્ભવ થવો
  • તાપમાનમાં પરિવર્તન


રાસાયણિક પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : કોઈપણ પદાર્થની પ્રારંભિક પ્રકૃતિમાં અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. જો આ ફેરફારો રાસાયણિક ફેરફારો હોય તો તે ને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે.  
 


મેગ્નેશીયમ ઓક્સાઈડ બનવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Locked Answer

જવાબ : 2Mg(s) + O2(s )   →  2MgO(s)


લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઈડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Locked Answer

જવાબ : Pb(NO3)2 (s) + 2KI(aq) → PbI2 + 2KNO3(s)


માછલીને પાણીની બહાર કાઢતાં શા માટે તે મૃત્યુ પામે છે ?

Locked Answer

જવાબ : માછલી ચૂઈ દ્વારા શ્વસન કરે છે. ચૂઈમાં અસંખ્ય રુધિરકેશિકાઓ આવેલી હોય છે જે પાણીમાં ઓગળેલ ઑક્સિજનને સરળતાથી શોષી શકે છે. પરંતુ હવામાંના ઑક્સિજનને નથી શોષી શકતી. પરિણામે માછલીને પાણીની બહાર કાઢતાં મૃત્યુ પામે છે.


શા માટે આપણા જેવા સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે?

Hide | Show

જવાબ : પ્રસરણ દ્વારા બહુકોષીય સજીવ શરીરના પ્રત્યેક અંગ અને કોષમાં ઓક્સિજન પહોંચાડી શકાતો નથી.

 

બહુકોષીય સજીવોમાં ઓક્સિજન અતિઆવશ્યક છે, કેમકે વિકાસ દરમિયાન તેની શરીર રચના વધુ જટીલ થતી જાય છે. અને તેના દરેક અંગને ઓક્સિજનની જરૂરિયાત રહે છે.

 

આમ, પ્રસરણ ક્રિયા દ્વારા ઓક્સિજનની જરૂરિયાત બહુકોષીય સજીવોમાં અપૂરતી ક્રિયા છે.


કોઈ વસ્તુ જીવંત છે એમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું?

Hide | Show

જવાબ : જીવંત વસ્તુ સતત ગતિ કરતુ હોય છે, ભલે તે સુસુપ્ત અવસ્થામાં કેમ ન હોય!

 

વનસ્પતિ ભલે ને વૃદ્ધિ પામતી નથી પરંતુ તે જીવંત છે. વનસ્પતિ લીલી દેખાય છે તે તેની જીવંતતાનું ઉદાહરણ છે.

સજીવોમાં ખૂબ નાના પાયે થનારી ક્રિયા નરી આંખે જોઈ શકાતી નથી.

 

જીવવા માટે અણુઓની આણ્વીય ગતિ જરૂરી છે. પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી.

 

અણુઓની આ ગતિશિલતા ને કારણે સજીવમાં શ્વસન, પોષણ, ઉત્સર્જન, પ્રજનન, જેવી ક્રિયાઓ થતી રહે છે.

 

આવા માપદંડને આધારે સજીવ જીવંત છે તેમ કહી શકાય.


કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે?

Hide | Show

જવાબ : સ્વયંપોષી સજીવ જેવી કે લીલી વનસ્પતિઓ માટે કાર્બન ડાયોક્સાઈડ, પાણી, ખનીજ દ્રવ્યો, સૂર્યઊર્જા જેવી સામગ્રી જરૂરી છે.

 

વિષમપોષી સજીવો કાર્બનિક પદાર્થોનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે.

 

મનુષ્ય જેવા સજીવો શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીને ઊર્જા પ્રાપ્ત કરે છે.


શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે?

Hide | Show

જવાબ : સ્થળચર પ્રાણીઓ હવામાંના ઓક્સિજનનો ઉપયોગ શ્વસનમાં કરે છે.તેમનો શ્વસનદર ધીમો હોય છે.

 

જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે છે. તેમનો શ્વસનદર ઉંચો હોય છે.

 

હવાની સરખામણીએ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે.

 

આ રીતે,ઓક્સિજન સ્થળચર પ્રાણીને વધુ લાભદાયક છે. અને જળચર પ્રાણીઓને ઓછુ લાભદાયક છે.


ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે?

Locked Answer

જવાબ : વિવિધ પ્રાણીઓ ગ્લુકોઝનું ઓક્સિડેશન જારક શ્વસન અને અજારક શ્વસન દ્વારા કરે છે.

 

જારક શ્વસન:

 

જેમાં પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ કરી ગ્લુકોઝનું વિઘટન કરે છે તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે. અને ઘણી ઊર્જા છૂટી પડે છે. દા.ત- માણસ અને ગાય.

 

 

અજારક શ્વસન:

 

અજારક શ્વસન માં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે. જેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થઇ ઈથાઈલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઈડ છૂટો પડે છે. આ શ્વસન માં ઓછી ઊર્જા મુક્ત થાય છે.


મનુષ્યોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પરિવહન કેવી રીતે થાય છે?

Locked Answer

જવાબ : મનુષ્યના શરીરમાં ફેફસા દ્વારા લેવાયેલ ઓક્સિજન વાયુકોષ્ઠોમાં દાખલ થાય છે.

વાયુકોષ્ઠોની રુધિરકેશિકાઓમાં રહેલું હિમોગ્લોબીન જે ઓક્સિજન માટે ઉંચી બંધનઊર્જા ધરાવે છે અને તેની સાથે જોડાય છે.

ઓક્સિજનયુક્ત રુધિરકેશિકાઓ દ્વારા તે પેશીઓમાં પહોંચે છે.

શ્વસન ક્રિયામાં ગ્લુકોઝનું વિઘટન થાય છે અને વિઘટનના અંતે પેશી કોષોમાં કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે.

આ કાર્બન ડાયોક્સાઈડ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. અને તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. તે રુધિરમાંના રુધિરરસમાં ભળે છે.

ત્યારબાદ આ કાર્બન ડાયોક્સાઈડ રુધિર દ્વારા ફેફસામાં આવે છે, જ્યાંથી તે રુધિરરસ માંથી વાતાવરણમાં મુક્ત થાય છે.

આમ, મનુષ્યોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પરિવહન થાય છે.


વાતાવિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે?

Locked Answer

જવાબ : ફેફસાઓની અંદર નલીકાઓનું વિભાજન રુધિરકેશીકાઓમાં થાય છે જે અંતમાં ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે. આ ફુગ્ગા જેવી રચનાને વાયુકોષ્ઠો કહેવાય છે.  

વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના વાતાવિનિમય માટે મહત્તમ સપાટી પૂરી પાડે છે.

આમ, ફેફસામાં વાતાવિનિમય વાયુકોષ્ઠોને લીધે મહત્તમ ક્ષેત્રફળ વાળું અને સરળ બને છે.


વાયુ વિનિમય માટે ફેફસાની મહત્વતા જણાવો.

 

Locked Answer

જવાબ :

શ્વસનતંત્રમાં ફેફસાની ખુબ અગત્યતા છે.તેના દ્વારા હવાનો વિનિમય થાય છે.

  • ફેફસા ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢે છે.
  • ફેફસામાં રહેલા વાયુકોષ્ઠો વાતાવિનિમય માટે મહતમ ક્ષેત્રફળ આપે છે.
  • ઉરોદરપટલ ફેફસાના દબાણમાં વધ-ઘટ કરી વાતાવિનિમય કરાવે છે.


માનવમાં વહનતંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા છે? આ ઘટકોનું કાર્ય શું છે?

Locked Answer

જવાબ :

  • માનવમાં વહનતંત્ર કે પરિવહન તંત્રના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે.
        ૧) હૃદય ૨)રુધિર   ૩) રુધિરવાહિનીઓ ૪) લસિકા

  • ૧) હૃદય: રુધિરનું પંપિંગ કરીને રુધિર મેળવે છે.
  • ૨)રુધિર   : રૂધિરના મુખ્ય બે ઘટકો છે.

રુધિરરસ : તે ખોરાક, કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજનયુક્ત કચરાનું ઓગળેલા સ્વરૂપમાં વહન કરે છે.

 

રુધિરકણો:

  1. રક્તકણ : શ્વસન વાયુની આપ-લે કરે છે.
  2. શ્વેતકણ : તે રોગકારકોથી બચાવે છે.
  3. ત્રાકકણો : ઇજા થતા રુધિર વહી જતું અટકાવે છે.
  • ૩) રુધિરવાહિનીઓ (નલિકાઓ)

ધમની - હૃદય માંથી ઓક્સિજનયુક્ત રુધિર અંગોમાં લઇ જાય છે.

       - શરીરના ભાગોમાંથી ઓક્સિજન વિહિન રુધિર હૃદયમાં લાવે છે.

રુધીરકેશિકાઓ : પેશી અને રુધિર વચ્ચે દ્રવ્યોની આપ-લે કરે છે.


વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનુ વહન કઈ રીતે થાય છે?

Locked Answer

જવાબ :

  • પાણી અને ક્ષારનું શોષણ:
મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય છે.અને તે સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે. આ મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન કરે છે. આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે.

 

  • પાણી અને ક્ષારોનુ ઉર્ધ્વગમન :

પાણીનું સતત વહન મૂળની જલવાહકની મદદથી થાય છે. અને તે પાણીના સ્તંભનું નિર્માણ કરે છે, જે સતત ઉપરની તરફ ધકેલાય છે.

  • બાષ્પોતસર્જન :

રંધ્રો દ્વારા પાણીના અણુઓનું બાષ્પીભવન એક ચૂસક કે ખેંચાણ ઉત્પન્ન કરે છે. જે મૂળના જલવાહક કોષમાં આવેલા પાણીને ખેંચે છે.

વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો વ્યય પામી બાષ્પોતસર્જન થાય છે.

આમ, જુદા-જુદા તબક્કાઓની ક્રિયા વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનુ વહન કરે છે.


વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે?

Locked Answer

જવાબ :

  • પ્રકાશસંશ્લેષણની દ્રાવ્ય નીપજોનું વહન પર્ણોમાંથી અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગોમાં થાય છે, જેને સ્થળાંતર કહેવાય છે.
  • પ્રકાશસંશ્લેષણની નિપજો સિવાય અન્નવાહક એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન પણ કરે છે, તે પદાર્થ ખાસ કરીને મૂળમાં સંચય પામીને, વનસ્પતિના ભાગો, ફળ, બીજ, અને વૃદ્ધિ કરનારા અંગોમાં લઇ જવામાં આવે છે.
  • ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષની મદદથી ચાલનીનલિકામાં ઉર્ધ્વગમન કે અધ:ગમન થાય છે.


સ્વંયપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે?

Hide | Show

જવાબ :

સ્વંયપોષી પોષણ

વિષમપોષી પોષણ

પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે.

તે ખોરાક માટે અન્ય સજીવો પર આધારિત છે.

સુર્યપ્રકાશ અને પાણીનો અજૈવિક ઘટકો તરીકે ઉપયોગ કરે છે.

પાણી, વનસ્પતિ અને પ્રાણીઓ જેવા જૈવિક અને અજૈવિક ઘટકોનો ઉપયોગ કરે છે.

પાચનક્રિયા હોતી નથી.

પાચન ક્રિયા હોય છે.

તે ક્લોરોફિલ ધરાવે છે

તે ક્લોરોફિલ ધરાવતું નથી.

તે ઉત્પાદકો કહેવાય છે.

તે ઉપભોગીઓ કહેવાય છે.

ઉદાહરણ તરીકે- લીલી વનસ્પતિ, કેટલાક બેક્ટેરિયા.

ઉદાહરણ તરીકે- બધા પ્રાણીઓ અને કીટકો.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

જૈવિક ક્રિયાઓ

gseb std 10 science paper solution
જૈવિક ક્રિયાઓ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.