GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

એસીડ સ્વાદે કેવા હોય છે?

Hide | Show

જવાબ : એસીડ સ્વાદે ખાટા હોય છે.


બેઇઝ સ્વાદે કેવા હોય છે?

Hide | Show

જવાબ : બેઇઝ સ્વાદે તુરા હોય છે.


લીટમસ પેપર શું છે?

Hide | Show

જવાબ : લીટમસ પેપર કુદરતી સૂચક છે.


ઘ્રાણેન્દ્રીય સૂચકો કોને કહે છે?

Hide | Show

જવાબ : કેટલાક પદાર્થોની વાસ એસિડીક માધ્યમમાં અને બેઇઝ માધ્યમમાં બદલાઈ જાય છે તેને દ્રાણેન્દ્રીય સૂચકો કહે છે.


ક્ષાર કોને કહે છે?

Hide | Show

જવાબ : જયારે કોઈ ધાતુ બાકી રહેલા એસીડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે તેણે ક્ષાર કહે છે.


કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો જણાવો.

Hide | Show

જવાબ : કેલ્શિયમ કાર્બોનેટના ચુનાનો પથ્થર, ચાક અને આરસ પહાણ જેવા વિવિધ રૂપો છે.


તટસ્થીકરણ કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : તટસ્થીકરણ એસીડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઇ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે.


કયા દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે?

Hide | Show

જવાબ : કોપર ઓક્સાઈડને ઓગાળવાથી દ્રાવણનો વાદળી લીલો રંગ ઉદભવે છે.


બેઇઝ ઓક્સાઈડ કોને કહે છે?

Hide | Show

જવાબ : બેઇઝની એસીડ સાથેની પ્રક્રિયાની માફક ધાત્વીય ઓક્સાઈડ એસીડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. તેથી ધાત્વીય ઓક્સાઈડ ને બેઇઝ ઓક્સાઈડ કહેવામાં આવે છે.


હાઇડ્રોનિયમ આયન કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : હાઇડ્રોજન આયનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ તે પાણી સાથે સંકળાયા બાદ અસ્તિત્વ ધરાવે છે. આમ, હાઇડ્રોજન આયનોને હંમેશા હાઇડ્રોનિયમ તરીકે ઓળખવામાં આવે છે.


આલ્કલી કોને કહેવામાં આઅવે છે?

Hide | Show

જવાબ : બેઇઝ પાણીમાં હાઇડ્રોકસાઈડ આયનો ઉત્પન્ન કરે છે. બેઇઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય તેણે આલ્કલી કહે છે.


ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : એસીડ અને બેઇઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે.


બેઇઝની મંદન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : બેઇઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ દીઠ આયનોની સાંદ્રતા માં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે.


સામાન્ય રીતે આપણે Phનું માપન કેટલા અંક સુધી કરી શકીએ છીએ?

Hide | Show

જવાબ : સામાન્ય રીતે આપણે Ph નું માપન ૦ થી ૧૪ Ph સુધી કરી શકીએ છીએ.


તટસ્થ દ્રાવણની Ph ની માત્રા કેટલી હોય છે?

Hide | Show

જવાબ : તટસ્થ દ્રાવણની Ph ની માત્રા ૭ હોય છે.


એસિડીક દ્રવાનનું સુચન કેટલા Ph સુધી થઈ શકે છે?

Hide | Show

જવાબ : Ph માપક્રમ પર ૭ થી ઓછા મુલ્યો એસિડીક દ્રાવણનું સુચન કરે છે.


પ્રબળ એસીડ કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : જે એસીડ H+ આયનો ની સંખ્યા વધારે અઆપે તેને પ્રબળ એસીડ કહેવામાં આવે છે.


નિર્બળ એસીડ કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : જે એસીડ H+ આયનોની ઓછી માત્ર ધરાવે છે તેને નિર્બળ એસીડ કહેવામાં આવે છે.


સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ આપો.

Hide | Show

જવાબ : સોડીયમ કાર્બોનેટ.


CaOCl2  સંયોજનનું સામાન્ય નામ જણાવો.

Hide | Show

જવાબ : CaOCl2 સંયોજનનું સામાન્ય નામ બ્લીચીંગ પાવડર છે.


ધોવાના સોડાનું અણુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ : Na2CO3.10H2O


ધોવાના સોડાના ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : ઘરમાં સફાઈકર્તા તરીકે, પાણીની સ્થાયી કઠીનતા દુર કરવા માટે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં. 


ધોવાના સોડા શેના દ્વારા મળી શકે છે?

Hide | Show

જવાબ : સોડીયમકાર્બોનેટનું પુન:સ્ફટિકીકરણથી ધોવાના સોડા પ્રાપ્ત થાય છે.


સોડીયમ કાર્બોનેટ શેના દ્વારા પ્રાપ્ત થાય છે?

Hide | Show

જવાબ : બેકીંગ સોડાને ગરમ કરવાથી સોડીયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે.


હાઇડ્રોજન ના ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : બળતણ તરીકે, એમોનીયાની બનાવટ તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેસન માટે  વગેરે.


ક્લોરીનના ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : CFC વાયુની બનાવટ માટે, બ્લીચીંગ પાવડરની બનાવટ માટે PVC ની બનાવટ માટે, પાણીને જંતુરહિત બનાવવા માટે અને જળ ઉપચારમાં.


ક્ષાર પરિવાર કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : એક સમાન ઘન અથવા ઋણ યાનો ધરાવતા હોય તેવા ક્ષારને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે.


ક્લોરાઈડ ક્ષાર પરિવારના ઉદાહરણ જણાવો.

Hide | Show

જવાબ : NH4Cl, KCl અને NaCl


સામાન્ય રીતે માનવને દૈનિક ક્રિયા કરવા માટે કેટલી Ph ની જરૂર પડે છે?

Locked Answer

જવાબ : ૭ થી ૭.૮ Ph


એસીડ વર્ષા કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : જયારે વરસાદની Ph ૫.૬ કરતા ઓછી હોય તેવા વરસાદને એસીડ વર્ષા કહેવામાં આવે છે.


જમીનમાં વનસ્પતિને તંદુરસ્ત રાખવા માટે કેટલી Ph નું પ્રમાણ હોવું જોઈએ?

Locked Answer

જવાબ : જમીનમાં ૬.૫  થી ૭.૩ વચ્ચે હોય તેવી જમીન અને છોડનો વિકાસ સારો થાય છે.


જીપ્સમનો અણુસુત્ર જણાવો.

Locked Answer

જવાબ : CaSO4 * 2H2O


જઠરમાં એસીડીટી ક્યારે ઉદભવે છે?

Locked Answer

જવાબ : જઠર હાઇડ્રોક્લોરિક એસીડ ઉત્પન્ન કરે છે.તે જઠરને નુકસાન પહોચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ જયારે જઠરમાં અપચો ઉદભવે છે અને એસિડની માત્રા વધે છે ત્યારે એસીડીટી ઉદભવે છે.


મોં ના અંદરની ભાગમાં દાંતનો સડો ક્યારે જોવા મળે છે.

Locked Answer

જવાબ : જયારે મો ના અંદરના ભાગની Ph ૫.૫. કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો જોવા મળે છે.


દાંતનું ઉપરનું પડ શેનું બનેલું હોય છે?

Locked Answer

જવાબ : દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે.


શ માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે?

Locked Answer

જવાબ : એસીડ જયારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે પરિણામે ઉદભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુત વહન થાય છે.


જયારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતાને કેવી રીતે અસર કરે છે?

Locked Answer

જવાબ : જયારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે તે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં ઘટાડો કરે છે.


શુષ્ક HCL વાયુ શુષ્ક લીટમસ પેપરનો રંગ બદલતો નથી. કારણ આપો.

Locked Answer

જવાબ : કારણ કે શુષ્ક HCL વાયુ એ હાઇડ્રોજન + આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડીક લક્ષણો ધરાવી શકતો નથી. આથી શુષ્ક લીટમસ પેપર પર કોઈ અસર કરતો નથી. આના લીધે લીટમસ પેપરનો રંગ બદલાતો નથી.


પાણીમાં દ્રાવ્ય બેઇઝ કયા નામે ઓળખાય છે?

Locked Answer

જવાબ : પાણીમાં દ્રાવ્ય બેઇઝ આલ્કલીના નામે ઓળખાય છે


એસીડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડીક વર્તણુક દર્શાવતા નથી?

Locked Answer

જવાબ : પાણીની ગેરહારારીમાં એસીડ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડીક વર્તણુક માટે આયનો જવાબદાર છે. આમ પાણીની ગેર્જ્હાજરીમાં એસીડ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તેને એસિડીક વર્તણુક દર્શાવતા નથી.


આલ્કલી બેઈઝના બે ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : NaOH અને KOH


બેઇઝ ગુણધર્મ દર્શાવા માટે કયા આયન જવાબદાર છે.

Locked Answer

જવાબ : OH- આયન


એસિડીક ઓક્સાઈડ કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : જે ઓક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરી એસીડ બનાવતા હોય તેમને એસિડીક ઓક્સાઈડ કહેવામાં આવે છે.


બેઇઝ ઓક્સાઈડ કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : જે ઓક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઇઝ બનાવતા હોય તેમને બેઇઝ ઓક્સાઈડ કહેવામાં આવે છે.


કોપર ઓક્સાઈડ ના હુકાનો રંગ કેવો હોય છે?

Locked Answer

જવાબ : કોપર ઓક્સાઈડ ના હુકાનો રંગ કાળો હોય છે.


NaOHઅને ફીનીલ્ફથેલીન સુચકના દ્રાવણમાં મંદ HCL ના બે ટીપા નાખતા શું થાય છે?

Locked Answer

જવાબ : ગુલાબી રંગ દુર થાય છે.


Ca(OH)2નું જાણીતું નામ જણાવો.

Locked Answer

જવાબ : ચૂનાનું પાણી અથવા લાઇમ વોટર.


એસિડના સામાન્ય ગુણધર્મ જણાવો.

Locked Answer

જવાબ : •    એસીડ સ્વાદે ખાતા હોય છે.
•    તે ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે.
•    તે બેઇઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે.
•    તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H૨ મુક્ત કરે છે.


બેઈઝના ગુણધર્મ જણાવો.

Locked Answer

જવાબ : •    બેઇઝ સ્વાદે તુરા હોય છે.
•    તે ભીના લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે.
•    તે એસીડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે.


સૂચક એટલે શું?

Locked Answer

જવાબ : જે દ્રાવણ એસીડ અને બેઇઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહેવામાં આવે છે.


દ્રાવ્યને દ્રાવકમાં ઓગળવાથી શું બને છે?

Locked Answer

જવાબ : દ્રાવ્યને દ્રાવકમાં ઓગળવાથી દ્રાવણ બને છે.


બેઇઝ ની ધાતુ સાથે પ્રક્રિયા થઇ કયો વાયુ ઉત્પન્ન થાય છે?

Locked Answer

જવાબ : બેઇઝ ની ધાતુ સાથે પ્રક્રિયા થઇ ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.


એસીડ અને બેઇઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને શું કહે છે?

Locked Answer

જવાબ : તટસ્થીકરણની પ્રક્રિયા.


Ph = __________________?

Locked Answer

જવાબ : -log10 H+


pH+pOH = __________________?

Locked Answer

જવાબ : 14


NaOH પદાર્થ કેવો છે?

Locked Answer

જવાબ : પ્રબળ બેઇઝ.


ઘ્રાણેન્દ્રીય સૂચક કોને કહેવાય ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : જે પદાર્થોની એસિડીક કે બેઈઝીક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રીય સૂચક કહે છે.
ઉદાહરણ તરીકે વેનીલા અર્ક, ડુંગળી, અને લવિંગનું તેલ.
દા.ત. લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl ના ટીપા છંટકાવ કરી, તે કપડું સુંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે. જે સૂચવે છે કે એસીડ એ ઘ્રાણેન્દ્રીય સૂચકની વાસ છંટકાવ કરી કપડું સુંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દુર થશે.
જે સૂચવે છે કે બેઇઝ એ ઘ્રાણેન્દ્રીય સૂચકની વાસ દુર કરે છે.


ઝિંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4  ની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે. પણ મંદ HNO3  ની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કારણ જણાવો.

Hide | Show

જવાબ : ઝિંક ધાતુ મંદ HCl કે H2SO4  ની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે ઝિંક ધાતુએ H2 વાયુ વધુ ક્રિયાશીલ હોવાથી તે મંદ HCL કે H2SO4 માંથી H2 વાયુનું વિસ્થાપન કરે છે.
આથી વિસ્થાપન પ્રક્રિયા નીચે પ્રમાણે છે.
સમીકરણ- Zn + H2SO4  -> ZnSO4 + H2
                Zn + 2HCL -> ZnCl2 + H2
પણ મંદ HNO3 ની ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયાથી  H2 વાયુ છુટો પડતો નથી.
કારણ કે મંદ HNO3  પ્રબળ ઓક્સીડેશન કર્તા છે. તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઓક્સીડેસન કરે છે. આથી ઝિંક ધાતુની મંદ HCL કે મંદ H2SO4 ની પ્રક્રિયા કરવાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે.


એસીડ અને બેઈઝના સામાન્ય ગુણધર્મો જણાવો.

Hide | Show

જવાબ : એસીડ અને બેઈઝના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.
૧. એસિડના ગુણધર્મો:
•    એસીડ સ્વાદે ખાટા હોય છે. તે ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે. 
•    તે બેઇઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે.
•    તે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
૨. બેઇઝના ગુણધર્મો:
•    બેઇઝ સ્વાદે તુરા હોય છે.
•    તે લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે.
•    તે એસીડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે.


એસીડ અને બેઇઝ એક બીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે.

Hide | Show

જવાબ : એસીડ અને બેઇઝ એક બીજા સાથે મિશ્ર થઇ એકબીજાની અસર નાબુદ કરે છે. જે આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ.
સૌ પ્રથમ એક કસનળીમાં ૨ એમ.એલ.મંદ NaOH નું દ્રાવણ લો.
ત્યારબાદ આ દ્રાવણમાં ફીનોલ્ફ્થેલીનના બે ટીપા ઉમેરો.
ત્યારબાદ દ્રાવણનો કયો રંગ થાય છે તે જણાવો.
ઉપરોક્ત દ્રાવણમાં ટીપે ટીપે મંદ HCl દ્રાવણ ઉમેરો.
પ્રક્રિયા મિશ્રણમાં શું કોઈ પરિવર્તન થાય છે. તે જણાવો.
શા માટે એસીડ ઉમેરવાથી ફીનોલ્ફ્થેલીનનો રંગ બદલાય છે તે જણાવો.
હવે ઉપરોક્ત મિશ્રણમાં NaOH ના થોડા ટીપા ઉમેરો. ત્યારબાદ ફીનોલ્ફ્થેલીનનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે કે નહી તે જણાવો અને અવલોકન કરો.
તો અવલોકન કરતા જણાશે કે એસીડ દ્વારા બેઇઝ ની અસર તેમજ બેઇઝ દ્વારા એસિડની અસર નાબુદ થાય છે.
આ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય છે.
NaOH + HCL -> NaCl + H2O 
આથી એસીડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઇ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે.
સામાન્ય રીતે તટસ્થીકરણની પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય છે.
બેઇઝ + એસીડ -> ક્ષાર + પાણી


ધાત્વીય ઓક્સાઈડની એસીડ સાથેની પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : એક બીકરમાં થોડી માત્રામાં કોપર ઓક્સાઈડ લો તેમજ હલાવતા જતા ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસીડ ઉમેરો અને દ્રાવણનો રંગ નોંધો.
ત્યારબાદ કોપર ઓક્સાઈડ નું શું થાય છે તે અવલોકન કરો.
તારણ: તમને જણાશે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઈડ ઓગળી જાય છે.
પ્રક્રિયામાં ક્લોરાઈડના ઉદ્ભવવાને કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. ધાતુ ઓક્સાઈડ અને એસીડ વચ્ચે થતી પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય.
ધાતુ ઓક્સાઈડ + એસીડ -> ક્ષાર + પાણી
બેઇઝ એસીડ સાથેની પ્રક્રિયાની માફક ધાત્વીય ઓક્સાઈડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેથી ધાત્વીય ઓક્સાઈડને બેઇઝ ઓક્સાઈડ પણ કહેવામાં આવે છે.


pH માપક્રમ કોને કહેવામાં આવે છે? તે જણાવો

Hide | Show

જવાબ : pH માપક્રમ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની(aayan) સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહેવામાં આવે છે.
pH માં P જર્મન શબ્દ પેન્ટોઝ એટલે કે શકતી સૂચવે છે.
pH માપક્રમ દ્વારા આપણે ૦ થી 14 આલ્કાઈન સુધી pHનું માપન કરી શકીએ છીએ.
આથી pH માપક્રમ પર 7 થી ઓછુ મુલ્ય ધરાવતું દ્રાવણ એસિડીકતા અને 7 થી વધુ મુલ્ય ધરાવતું દ્રાવણ બેઈઝીકતા  સૂચવે છે. જ્યાં 7 એ તટસ્થ દ્રાવણનું સુચન કરે છે.
જેમ pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ OH- (ઓ એચ માઈનસ) ની સાંદ્રતામાં વધારો થાય છે અને તે પ્રબળતામાં પણ વધારો ધરાવે છે. આથી દ્રાવણ વધુ બેઈઝીક બને છે.
સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક નો ઉપયોગ કરી શકાય છે. જેમ હાઇડ્રોનિયમ  આયનની સાંદ્રતા વધુ હોય તો એસિડીકતામાં વધારો થાય છે પણ pHનું મૂલ્ય ઓછુ,  અને જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડીકતા ઓછી અને pHનું મૂલ્ય વધારે જોવા મળે છે.


pH પેપર પર દર્શાવેલ સામાન્ય પદાર્થની pH જણાવો.

Hide | Show

જવાબ : એસીડ અને બેઇઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદભવતા H+ આયનો અને OH- (ઓ એચ માઈનસ) આયનોની સંખ્યા પર આધાર રાખે છે.
દા.ત. એક મોલ HCl અને એક મોલ CH૩COOH,  H+ આયનો અને  OH- (ઓ એચ માઈનસ) આયનોની સંખ્યા પર આધાર રાખે છે.
આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસીડ તરીકે પ્રબળતા જુદી જુદી હોય છે. જે એસીડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે તેણે પ્રબળ એસીડ કહે છે જયારે જે એસીડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે તેણે નિર્બળ એસીડ કહે છે. 
જે બેઈઝ પાણીમાં વધુ માત્રામાં OH- (ઓ એચ માઈનસ)આયનો આપે છે તેણે પ્રબળ બેઇઝ કહે છે. જે બેઇઝ પાણીમાં ઓછી માત્રામાં OH- (ઓ એચ માઈનસ)આયનો આપે છે તેણે નિર્બળ બેઇઝ કહેવામાં આવે છે.


દૈનિક જીવનમાં pHનું મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : દૈનિક જીવનમાં pHનું મહત્વ નીચે પ્રમાણે છે.
૧. સજીવના અસ્તિત્વમાં pHનું મહત્વ
૨. જમીનમાં pHનું મહત્વ
૩. પાચનતંત્રમાં pHનું મહત્વ
૪. દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ
૫. મધમાખીના ડંખની અસર પર ઉપચારમાં pHનું મહત્વ
ચાલો દરેક મુદ્દાઓ વિસ્તારપૂર્વક જોઈએ
૧. સજીવના અસ્તિત્વમાં pHનું મહત્વ
સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓમાં 7 થી 7.8 pHની મર્યાદામાં થાય છે. જો આ pHમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. આથી સામાન્ય પાણીની pH 7 હોય છે.જયારે વરસાદી પાણીની pH લગભગ 5.6ની આસપાસ હોય છે. જે વરસાદની pH 5.6 કરતા ઓછી હોય તો તેવા વરસાદને એસીડ વર્ષા કહેવામાં આવે છે.
જેનાથી નદી કે તળાવ જેવા જળાશયોમાં પણ નુકશાન થાય છે.
૨. જમીનમાં pHનું મહત્વ
વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે pHની વિશિષ્ટ મર્યાદા જરૂરી છે. જે જમીનની pH 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આથી ખેડૂત એસિડીક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ ઉમેરે છે. 
૩. પાચનતંત્રમાં pHનું મહત્વ:
ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ છે. જઠર હાઇડ્રોક્લોરિક એસીડ ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકશાન પહોચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ બને છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખુબ વધુ માત્રામાં એસીડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે. જેને એસીડીટી કહેવામાં આવે છે.
એસીડીટીના ઉપચાર માટે બેઇઝ નો ઉપયોગ કરીએ છીએ. જેને પ્રતિએસીડ પદાર્થ પણ કહેવામાં આવે છે. જયારે પ્રતીએસીડ તરીકે ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવું ઉપયોગમાં લઇ શકાય છે.
૪. દાંતનું ક્ષયન રોકવા માટે :
જયારે મોં ના અંદરના ભાગની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનું સડવું શરુ થાય છે. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠીન પદાર્થોનું બનેલું હોય છે તે પાણીમાં ઓગળતું નથી પરંતુ મોં ની અંદરની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે. જેને દાંતનું ક્ષયન પણ કહેવામાં આવે છે.
૫. મધમાખીના ડંખની અસર પર ઉપચાર:
જયારે મધમાખી ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસીડ મુક્ત કરે છે જેના લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસર માટે રાહત મેળવવા માટે બેકીંગ સોડા જેવા બેઈઝીક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે. જે એસિડીક ઝેરનું તટસ્થીકરણ કરે છે.


સોડીયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ પસાર કરવામાં  આવે તો કઈ નિપજ મળે છે? મળતી નીપજની પાણીમાં દ્રવ્યતા લખો અને સમીકરણ લખો.

Locked Answer

જવાબ : સોડીયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ પસાર કરવામાં  આવે તો સોડીયમ હાઇડ્રોજનકાર્બોનેટ મળે છે. સોડીયમ હાઇડ્રોજન કાર્બોનેટની દ્રાવ્યતા ખુબ જ ઓછી હોય છે. આથી Na2CO3 , H2O, CO2 પ્રક્રિયક હોય તો નિપજ તરીકે 2NaHCO3 મળે છે.


ક્ષાર પરિવારના ઉદાહરણ આપો અને ક્ષાર પરિવાર કોને કહેવાય?

Locked Answer

જવાબ : એક સમાન ધન આયન અથવા ઋણ આયનના મુલ્યો ધરાવતા ક્ષારો ને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે સોડીયમ ક્ષાર પરિવારના ઉદાહરણો: NaCl  અને Na2SO4
ક્લોરાઈડ ક્ષારના  ઉદાહરણો : NaCl  અને KCl
મેગ્નેશિયમ ક્ષારના ઉદાહરણો : MgCl2 અને MgSo4


સોડીયમ હાઇડ્રોકસાઈડ વિષે ટૂંક નોંધ લખો.

Locked Answer

જવાબ : સોડીયમ ક્લોરાઈડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડીયમ હાઇડ્રોકસાઈડ બને છે.
ઉદાહરણ તરીકે 2NaCl, 2H2O પ્રક્રિયક તરીકે હોય તો 2NaOH, Cl2 , H2 નિપજ તરીકે પ્રાપ્ત થાય છે.
આ પદ્ધતિ કલોર-આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતી નિપજો કલોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડીયમ હાઇડ્રોકસાઈડ છે. જ્યાં એના ઉપયોગો ધાતુઓ પરથી ગ્રીસ દુર કરવા માટે, સાબુની બનાવટ માટે, પેટ્રોલીયમના શુદ્ધિકરણ માટે, પ્રયોગ શાળામાં અને સુતરાઉ કાપડને સુંવાળું બનવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. 


હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગ જણાવો.

Locked Answer

જવાબ : હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગ નીચે પ્રમાણે છે.
૧. હાઇડ્રોજનના ઉપયોગો:
•    બળતણ તરીકે ઉપયોગી છે.
•    વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં 
•    એમોનીયાની બનાવટ માં 
૨. ક્લોરીનના ઉપયોગો:
•    જળ ઉપચારમાં.
•    પાણીને જંતુ રહિત બનાવવા માટે.
•    PVC ની બનાવટ માં 
•    CFC ની બનાવટમાં 
•    બ્લીચીંગ પાવડરના ઉપયોગમાં.


ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો.

Locked Answer

જવાબ : બેકીંગ સોડાને ગરમ કરવાથી સોડીયમ કાર્બોનેટ મળે છે. જયારે રાસાયણિક સમીકરણ 2NaHCO3 ઉષ્માની સાથે પ્રક્રિયા કરે તો નિપજ તરીકે Na2CO3 , H2O , CO2 પ્રાપ્ત થાય છે. જયારે આં સોડીયમ કાર્બોનેટનું પુન:સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે.
એટલે Na2CO3 + 10H2O -> Na2Co3.10H2O
જયારે ધોવાના સોડા એ બેઝીક ક્ષાર છે. 
ઉપયોગો: 
•    કાચ અને સાબુ જેવા સંયોજન માં ઉત્પાદનમાં.
•    બોરેક્ષ જેવા સોડીયમસંયોજનની બનાવટમાં.
•    ઘરમાં સફાઈકર્તા તરીકે.
•    પાણીની સ્થાયી કઠીનતા દુર કરવા માટે.
•    કાગળ અને કાપડ ઉદ્યોગમાં.
•    પ્રયોગ શાળામાં પ્રક્રિયક તરીકે પણ ઉપયોગી છે.


સૂચક એટલે શું? એસીડ અને બેઇઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો.

Locked Answer

જવાબ : જે દ્રાવણ એસીડ અને બેઇઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેણે સૂચક કહે છે.
એસીડ, બેઇઝની પરખ માટે કુત્રિમ સૂચકો એટલે કે મીથાઈલ ઓરેન્જ અને ફીનોલ્ફથેલીન તથા કુદરતી સૂચકો લીટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઈડ્રાન્જીયા, પેટુંનિયા અને જેરાનીયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે.
જયારે વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસીડ અને બેઇઝની હાજરીમાં વાસ બદલે છે તેમણે ઘ્રાણેન્દ્રીય સૂચકો કહે છે.
આ ઉપરાંત લીટમસ સ્ત્રાવ જે જાંબુડિયા રંગનું હોય છે તેને લાઈકેન કે જે થેલોફાઈટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે. જે સૂચક તરીકે ઓળખવામાં આવે છે.


સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેમાં પાણી ઉમેરવામાં આવે છે. કારણ જણાવો.

Locked Answer

જવાબ : સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસીડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી જવાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર પણ તુટી જાય છે. 
આથી એસિડને મંદ કરવા માટે એસીડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખુબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે 
પરિણામે કોઈ હાની થતી નથી.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

એસિડ,બેઈઝ અને ક્ષાર

gseb std 10 science paper solution
એસિડ,બેઈઝ અને ક્ષાર

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.