જવાબ : ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે.
જવાબ : કેટલીક ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે છે આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે.
જવાબ : એક ગ્રામ સોનાને ૨ કી.મી. લંબાઈના તારમાં ફેરવી શકાય છે.
જવાબ : કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સીજન, હાઇડ્રોજન, વગેરે કેટલાક અધાતુના ઉદાહરણો છે.
જવાબ : સોનું, ચાંદી, તાંબું, એલ્યુમીનીયમ વગેરે.
જવાબ : કાર્બન અધાતુ છે કે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આથી તે સ્વરૂપને બહુરૂપ કહે છે.
જવાબ : આલ્કલી ધાતુના ગલનબિંદુ નીચા અને ઘનતા ઓછી હોય છે.
જવાબ : મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડીક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે.
જવાબ : બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા માટે બેયર પદ્ધતિ વપરાય છે.
જવાબ : સેન્ટ્રીફ્યુગેસન
જવાબ : ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં લેડ + ટીન+ મિશ્ર ધાતુ વપરાય છે.
જવાબ : પાણી ધાતુ સોડીયમ ધાતુ પ્રક્રિયા કરે છે.
જવાબ : રીડકસન પ્રક્રિયા દ્વારા ધાતુના ઓક્સાઈડ માંથી ધાતુ મેળવી શકાય છે.
જવાબ : Na2O નું જલીય દ્રાવણ બેઈઝીક ગુણધર્મ ધરાવે છે.
જવાબ : લેડ
જવાબ : વિભાજન પદ્ધતિમાં અદ્રવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે એકઠી થાય છે એનોડીક પંક કહે છે.
જવાબ : વાત ભઠીમાં કેલ્શિયમ ઓક્સાઈડ રેતી સાથે સંયોજાઈને કેલ્શિયમ સીલીકેટ બનાવે છે.
જવાબ : કોપર ગ્લાન્સનું રસાયણિક સુત્ર Cu2S છે.
જવાબ : ધાતુને ખનીજ માંથી છુટી પાડી તેણે શુદ્ધ કરવાની પદ્ધતિને ધાતુ શાસ્ત્ર કહે છે.
જવાબ : ડોલોમાઈટ કેલ્શિયમ ધાતુની ખનીજ છે.
જવાબ : ક્રાયોલાઈટ નું આણ્વીય સુત્ર Na3AlF6
જવાબ : લોખંડને કઠીન બનાવવા તેમાં કાર્બન ઉમેરવામાં આવે છે.
જવાબ : સ્લેગનું આણ્વીય સુત્ર CaSIO3
જવાબ : ચુંબકીય અલગીકરણ દ્વારા આયન ધાતુની અશુદ્ધિ દુર થાય છે.
જવાબ : નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડ
જવાબ : વાતાવરણમાં મુખ્ય ઘટક તરીકે નાઈટ્રોજન વાયુ હોય છે.
જવાબ : જમીનમાંથી સલ્ફરનું નિષ્કર્ષણ કરવા માટે ફ્રાશ પદ્ધતિ વપરાય છે.
જવાબ : હાઇડ્રોજન ની શોધ હેન્રી કેવેન્ડીસ નામના વૈજ્ઞાનીકે કરેલી હતી.
જવાબ : રહોમ્બીક સલ્ફર ૩૬૭ કેલ્વીન કરતા નીચા તાપમાને સ્થાયી હોય છે.
જવાબ : અધાતુ તત્વોનું આધુનિક આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ સ્થાન હોય છે.
જવાબ : H2So4 એસિડને રસાયણનો રાજા કહે છે.
જવાબ : દહન પ્રક્રિયા માટે હવામાંનો ઓક્સીજન વાયુ ઉપયોગી છે
જવાબ : સુકા કોષ તરીકે વીજ ધ્રુવમાં ગ્રેફાઇટ અથવા કાર્બન વપરાય છે.
જવાબ : ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક હોય છે.
જવાબ : અધાતુ તત્વોની કુલ સંખ્યા ૧૮ હોય છે.
જવાબ : HNO3 એસિડને ઓસવાલ્ડ પદ્ધતિથી બનાવામાં આવે છે.
જવાબ : વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવા માટે હાઇડ્રોજીનેસન ની પ્રક્રિયા છે.
જવાબ : એમોનિયાના સંતૃપ્ત જલીય દ્રાવણને લીકર એમોનીયા કહે છે.
જવાબ : પ્રોટીન, વાળ, ઉન, ડુંગળી અને લસણ માં સલ્ફર નામનું અધાતુ તત્વ હોય છે.
જવાબ : H2S2O7
જવાબ : નિર્બળ બ્લીચીંગ એજન્ટ સલ્ફર ડાયોક્સાઇડ છે.
જવાબ : હેબર પદ્ધતિથી એમોનિયાના ઉત્પાદન માટે Fe નામનો ઉદ્દીપક વપરાય છે.
જવાબ : ડીટર્જન્ટ અને રંગકો બનાવવા માટે H2So4 નામનો પદાર્થ ઉપયોગી છે.
જવાબ : પ્રવાહી સ્વરૂપમાં અધાતુ તત્વ બ્રોમીન છે.
જવાબ : હાઇડ્રોજન વાયુ દહનશીલ વાયુ છે.
જવાબ : મંદ સલ્ફ્યુરિક એસીડમાં ૧૦ ટકા એસિડનું પ્રમાણ હાજર હોય છે.
જવાબ : કાર્બન તત્વ મંદ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા આપતું નથી.
જવાબ : ધાતુનાસામાન્યગુણધર્મોનીચેપ્રમાણેછે.
જવાબ : અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.
જવાબ : ધાતુ તત્વના અપવાદ.
૧. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે. અપવાદ રૂપે, પારો
૨. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. જયારે ગેલીયમ અને સિઝીયમના ગલનબિંદુ નીચા હોય છે.
૩. ધાતુ તત્વને છરી વડે કાપી શકાય નહી. પરંતુ આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય છે.
અધાતુ તત્વના અપવાદ:
૧. સામાન્ય રીતે અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ બ્રોમીન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે.
૨. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી પરંતુ આયોડીન ચળકાટ ધરાવે છે.
૩. અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય છે પરતું કાર્બનના અપરરૂપ, હીરાનું ગલનબિંદુ ખુબજ ઊંચું હોય છે.
૪. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ કાર્બનનો અપરરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે.
જવાબ : તત્વોને તેમની વાહકતાને આધારે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.
1. ધાતુ તત્વો: તેમની વાહકતાના મુલ્યો ખુબ જ વધુ હોય છે. ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમીનીયમ, સિલ્વર.
2. અધાતુ તત્વો: તેમની વાહકતાનું મુલ્ય ખુબ જ ઓછુ હોય છે. ઉદાહરણ તરીકે, ઓક્સીજન, નાઈટ્રોજન, ક્લોરીન અને સલ્ફર.
3. અર્ધધાતુ તત્વો: તેઓની વાહકતાનું મુલ્ય ધાતુ તત્વો કરતા ઓછુ પરંતુ અધાતુ તત્વો કરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકેમ સીલીકોન અને જર્મેનીયમ
જવાબ : મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નિપજ તરીકે અનુક્રમે મેગ્નેશિયમ ઓક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઈડ બેઈઝીક ગુણ ધરાવતો હોવાથી તે લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે. જયારે સલ્ફર ડાયોક્સાઈડ એસિડીક ગુણધર્મ ધરાવતો હોવાથી ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે.
જવાબ : જે ઓક્સાઈડ પાણીમાં ઓગળીને એસીડ બનાવે છે તેને એસિડીક ઓક્સાઈડ કહેવામાં આવે છે.
ઉદાહરણ: CO2 + H2O -> H2CO3
અધાતુ તત્વોના ઓક્સાઈડએસિડીક હોય છે.
જે ઓક્સાઈડ પાણીમાં ઓગળી અનેબેઇઝ બનાવે છે તેણે બેઈઝીક ઓક્સાઈડ કહે છે.
ઉદાહરણ: Na2O + H2O -> 2NaOH
ધાતુ તત્વના ઓક્સાઈડ બેઈઝીક હોય છે.
જવાબ : ધાતુની નાઈટ્રીક એસીડ સાથેની પ્રક્રિયાથી નીચે મુજબની નિપજ મળશે. તેનો આધાર ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર રહેલ છે.
જેમકે ધાતુની મંદ નાઈટ્રીક એસીડ સાથે પ્રક્રિયા થતા ધાતુના નાઈટ્રેટ ક્ષાર તથા વાયુ ઉત્પન્ન થાય છે.
ઉદાહરણ 1: Cu + 4HNO3વધુ સાંદ્ર હોય ત્યારે નિપજ તરીકે મળશે Cu(NO3)2 + NO2
ઉદાહરણ 2: 3Cu + 8HNO3જે ૧૦ થી ૩૦% સાંદ્ર હશે અને નિપજ તરીકે 3Cu (NO3)2 + NO પ્રાપ્ત થશે.
જવાબ : સોડીયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સીજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડીયમ ધાતુ સળગી ઉઠે છે.
આમ, સોડીયમની ઓક્સીજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણકે સોડીયમ કેરોસીન સાથે પ્રક્રિયા નથી કરતુ.
જવાબ : બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે.
ઉદાહરણ તરીકે પિત્તળ, બ્રોન્ઝ અને એમાલ્ગમ મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુઓ છે જયારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુઓમાં ધાતુઓ ઉપરાંત અધાતુઓ પણ હોય છે.
સ્ટેનલેસ સ્ટીલમાં Fe + Ni +Cr + C હોય છે. આ ધાતુઓને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : લોખંડનું ક્ષારણ અટકાવવા તેણે રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝીંગ કરીને, ક્રોમ પ્લેટીગ કરીને, એનોડીકરણ કરીને અથવા મિશ્ર ધાતુઓં બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.
ઉદાહરણ તરીકે : સ્ટીલ અને લોખંડ કાટ સામે રક્ષણ આપવા માટે તેમના પર ઝીંકનું પાતળું સ્તર લાગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે. જો ઝિંકનું સ્તર તુટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે.
જવાબ : મિશ્રધાતુ બનાવવાથી ધાતુના ઈચ્છિત ગુણધર્મમાં સુધારા થઇ શકે છે.
ઉદાહરણ : લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખુબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તે નરમ હોય છે પરંતુ થોડા પ્રમાણમાં તેમાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબુત બની જાય છે. જયારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે. તે સખત હોય છે અને તેણે કાટ લાગતો નથી.
મિશ્ર ધાતુની વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ પારો હોય તો તેવી મિશ્ર ધાતુને એમાલ્ગમ કહે છે.
દા.ત. ઝિંક અને સિલ્વર. આમ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુઓ અથવા અધાતુઓનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અને ધાતુ કે અધાતુને ઓગળીને બનાવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે.
કોઈ પણ ધાતુમાં જો બીજો કોઈ પદાર્થ ઉમેરવામાં આવે અથવા મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે. જેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. જયારે લોખંડને નિકાલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે જે સખત હોય છે અને કાટ લાગતો નથી.
જવાબ : ક્ષારણના ઉદાહરણ નીચે મુજબ છે.
૧. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઈડનું સ્તર બનાવે છે.
૨. કોપર હવામાંના ભેજ યુક્ત કાર્બનડાયોક્સાઈડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે.
૩. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેના પર કથ્થઈ પદાર્થનો સ્તર જામે છે જેને કાટ અથવા લોખંડનું ક્ષારણ કહેવામાં આવે છે.
જવાબ : કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું ખુબ જ જરૂરી હોય છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. ધાતુક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
વિદ્યુતવિભાજનમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. ઉદાહરણ : અનોડ Cu = Cu+2 +2 ઈલેક્ટ્રોન- કેથોડ Cu+2 +2 ઈલેક્ટ્રોન- = Cu શુદ્ધ કુલ પ્રક્રિયા Cu અશુદ્ધ = Cu શુદ્ધ. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવકમાં જાય છે જયારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટીનમ જેવી અદ્રવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે જેને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે.જવાબ : • એલ્યુમીનીયમ એ ખુબ જ સક્રિય ધાતુ છે. તે પોતાની સપાટી પર ક્ષારણ લાગવા દેતું નથી.
• કારણ કે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઈડનું આવરણ બનાવી દે છે.
• આ ઓક્સાઈડનનું પડ એ સ્થાયી હોય છે. અને તે તેની સપાટી પર થતી અન્ય રાસાયણિક પ્રક્રિયા સામે રક્ષણ કરે છે.
• તદુપરાંત તે વજનમાં હલકું તેમજ ઉષ્માનો સુવાહક હોવાથી તેનો ઉપયોગ રસોડાના વાસણો બનાવવા થાય છે.
જવાબ :
4Al + 3O2 -> 2Al2O3
(અલ્યુમિનિયમ) (અલ્યુમિનિયમ ઓક્સાઈડ)
3Fe + 4H2O -> Fe3O4 + 4H2
આયર્ન ઓક્સાઈડ
III. કેલ્શીયમની પાણી સાથેની પ્રક્રિયા. Ca + 2H2O -> Ca(OH)2 + H2 કેલ્શિયમ હાઇડ્રોકસાઈડ
જવાબ :
Na -> Na+ + e-
(2, 8, 1) (2, 8)
(સોડિયમ ધનાયન)
Cl + e-Cl-
->
(2, 8, 7) (2, 8, 8)
(ક્લોરીન ઋણાયન)
જવાબ :
gseb std 10 science paper solution
આ રાસાયણવિજ્ઞાનનું ત્રીજું પ્રકરણ છે.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.