GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

થર્મલ પાવર સ્ટેશન શબ્દ શાના સંદર્ભે કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : થર્મલ પાવર સ્ટેશન શબ્દ બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરના સંદર્ભે કહેવામાં આઅવે છે.


કોઈ બે ગ્રીન હાઉસ વાયુના નામ આપો.

 

Hide | Show

જવાબ : CO2 અને   CH4


અજારક શુક્ષ્મ જીવો બળતણના ઉત્પાદનમાં કેવી રીતે મદદરૂપ થાય છે?

 

Hide | Show

જવાબ : અજારક સુક્ષ્મ જીવો છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોનું વિઘટન કરે ત્યારે બાયોગેસ ઉત્પન્ન કરે છે.


પવન ઉર્જાના બે ફાયદા જણાવો.

Hide | Show

જવાબ : પવન ઉર્જાના નીચે પ્રમાણે ફાયદાઓ છે. ૧. તે પર્યાવરણ મિત્ર ઉર્જા છે. ૨. તે પુન: પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે.


સૂર્યની અંદાજીત ઉંમર કેટલી છે? તેનું આયુષ્ય અંદાજીત કેટલું અપેક્ષિત છે?

 

Hide | Show

જવાબ : સૂર્યની અંદાજીત ઉંમર ૫ અજબ વર્ષ છે અને તેનું અપેક્ષિત આયુષ્ય અંદાજીત હજુ બીજા ૫ અજબ વર્ષ છે.


આપણી ઉર્જાની માંગ શ માટે દિન- પ્રતિદિન વધતી જાય છે?

Hide | Show

જવાબ : આપણી ઉર્જાની માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે કારણ કે,   ૧. આપણે આપણા  કાર્ય કરવા માટે યંત્રો પર વધારે આધારિત થયા છીએ. તેને વધારે ઉર્જા જોઈએ છે.   ૨. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વધારો થવાને પરિણામે સતત ઉર્જામાં તેની માંગનો પણ વધારો થયો છે.


ઘરેલું વપરાશ માટે સોલાર પેનલ ક્યાં ફીટ કરવામાં આવે છે? તેનો શો ફાયદો છે?

 

Hide | Show

જવાબ : ઘરેલું વપરાશ માટે સોલાર પેનલ ઘર કે ઇમારતી છત પર ફીટ કરવામાં આવે છે તેનાથી વધુ સૌર ઉર્જાનું શોષણ થતા વીજ ઉત્પાદન મેળવી શકાય છે.


એસીડ વર્ષા માટે જવાબદાર ઓક્સાઈડ કયા છે?

 

Hide | Show

જવાબ : નાઈટ્રોજન અને સલ્ફર ના ઓક્સાઈડ એસીડ વર્ષા માટે જવાબદાર છે.


પવન ઉર્જા ફાર્મમાં ટર્બાઈન ની આવશ્યક ગતિ ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જરૂરી છે?

Hide | Show

જવાબ : 15 કી.મી./ કલાક


કયા ઉર્જા સ્ત્રોત પુન: પ્રાપ્ય છે?

Hide | Show

જવાબ : પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત – જળ વિદ્યુત, જૈવ ભાર, પવન ઉર્જા, સમુદ્રની ઉર્જા, સૌર ઉર્જા વગેરે.


ન્યુક્લિયર વિખંડન કોને કહેવામાં આવે છે?

 

Hide | Show

જવાબ : ભારે ન્યુક્લીયસનું હલકા ન્યુક્લીયસમાં વિભાજન સાથે વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે.


ન્યુક્લિયર સંલયન કોને કહે છે?

Hide | Show

જવાબ : બે હલકા ન્યુક્લીયસના જોડાણ દ્વારા ભારે ન્યુક્લીયસના નિર્માણ સાથે વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ન્યુક્લિયર સંલયન કહે છે.


સૌર અચળાંક કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : પૃથ્વીના વાતાવરણની બાહ્ય પરિસીમા પર સૂર્ય કિરણોની લંબ સ્થિતિમાં ખુલ્લા ક્ષેત્રના પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહેવામાં આવે છે.


ભુતાપીય ઉર્જા કોને કહે છે?

Hide | Show

જવાબ : ગરમ બિંદુઓના વિસ્તાર માંથી બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે મેળવવામાં આવતી ઉષ્મા ઉર્જાને ભુતાપીય ઉર્જા કહેવામાં આવે છે.


બાયોગેસ એટલે શું?

Hide | Show

જવાબ : જૈવભાર કચરા માંથી અજારક દહનથી ઉત્પન્ન થતા બળતણ વાયુને બાયોગેસ કહેવામાં આવે છે.


પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું?

Hide | Show

જવાબ : જે ઉર્જા સ્ત્રોત દ્વારા આપણી મોટા ભાગની ઉર્જા માંગ સંતોષાતી હોય તેમજ જેનો ઉપયોગ માનવી લાંબા સમયથી કરતો આવ્યો હોય તેને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે. 


બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું?

 

Hide | Show

જવાબ : જે ઉર્જા સ્ત્રોત દ્વારા આપણી માર્યાદિત ઉર્જા માત્ર સંતોષાતી હોય તેને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવાય છે.


પવન ઉર્જા ફાર્મ એટલે શું?

Locked Answer

જવાબ : વ્યવસાયિક ધોરણે પવન ઉર્જાના ઉપયોગ માટે ખુબ જ મોટા વિસ્તારમાં પવન ચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે. તેને પવન ઉર્જા ફાર્મ કહે છે.


અશ્મી બળતણ એટલે શું?

Locked Answer

જવાબ : જમીનમાં લખો વર્ષ પૂર્વે મૃત અને અસ્મીભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓના પૃથ્વીના પેતાલોમાં દટાઈને ખુબ વધારે ઉષ્મા અને દબાણના કારણે કોલસો પેટ્રોલીયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતરિત થયા તેને અશ્મી બળતણ કહે છે.


ઉર્જા સ્ત્રોત એટલે શું?

 

Locked Answer

જવાબ : ઉર્જા સ્ત્રોત એટલે જે સ્ત્રોત એટલે જે સ્ત્રોત ઉપયોગી ઉર્જાને પર્યાપ્ત માત્રામાં પૂરી પાડવા માટે કાર્ય ક્ષમ હોય તેને ઉર્જા સ્ત્રોત કહેવાય છે.


ચારકોલ બળતણ તરીકે શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે?

Locked Answer

જવાબ : ચારકોલ બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે તે જ્યોત વગર સળગી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે. અને તેની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારે હોય છે.


સમુદ્ર માંથી મળતી ઉર્જાના નામ જણાવો.

Locked Answer

જવાબ : સમુદ્ર માંથી મળતી ઉર્જા ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા વગેરે છે.


જળ વિદ્યુત મથકમાં કયી ઉર્જા રૂપાંતર થાય છે?

Locked Answer

જવાબ : જળ વિદ્યુત મથકમાં પાણીમાં સંગૃહિત સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે.


આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા બળતણના નામ આપો.

Locked Answer

જવાબ : આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા બળતણો લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, CNG, કેરોસીન, LPG વગેરે.


ગરમ પાણી મેળવવા માટે સોલાર વૉટરહીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહિ ?

Locked Answer

જવાબ : વાદળવાળા દિવસે


ઊર્જાનો મૂળસ્રોત (અંતિમસ્ત્રોત) કયો છે ?

Locked Answer

જવાબ : સૂર્ય


સમુદ્રિય તાપીય ઊર્જા (ઓશન થર્મલ એનર્જી) શાના કારણે ઉત્પન્ન થાય છે ?

Locked Answer

જવાબ : સમુદ્રમાં જુદા-જુદા સ્તરો પર તાપમાનનો તફાવત


ન્યુક્લિયર ઊર્જા (નાભિકીય ઊર્જા)ના ઉપયોગમાં મોટી સમસ્યા કઈ છે ?

Locked Answer

જવાબ : ઉપયોગ બાદ ઉત્પન્ન થતાં રેડિયો એક્ટિવ (ન્યુક્લિયર-કચરો) કચરો કે રેડિયેશન (વિકિર્ણન)નો સુરક્ષિત નિકાલ.


સોલર ફૂકરનો કયો ભાગ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે ?

Locked Answer

જવાબ : કાચની શીટ


બાયોગૅસમાં મુખ્ય ઘટક વાયુ કયો છે ?

Locked Answer

જવાબ : મિથેન


પવનચક્કીમાં ઉત્પન્ન થતી ઊર્જા શાની પર આધારિત છે.

Locked Answer

જવાબ : ટાવરની ઊંચાઈ પર આધારિત છે.


એસિડવર્ષાનું કારણ આપો.

Locked Answer

જવાબ : અશ્મિ બળતણના દહનથી કાર્બન, નાઇટ્રોજન, સલ્ફરના ઑક્સાઇડ વાતાવરણમાં ભળે છે.


થર્મલપાવર પ્લાન્ટમાં કયા બળતણનો ઉપયોગ થાય છે ?

Locked Answer

જવાબ : અશ્મિ બળતણ (ખનિજ બળતણ)


સાઈકલ ચલાવવા માટે આપણે કઈ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ ?

Locked Answer

જવાબ : સ્નાયુ ઊર્જા


પવનઊર્જા મેળવવા માટે ટર્બાઈનને ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જોઈએ ?

Locked Answer

જવાબ : 15 km/h કે તેથી વધુ


આપણી આસપાસમાં, ઉપયોગમાં લઇ શકાય તેવી ઉર્જા, ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં, ગુમાવાય છે. ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજી ઉર્જા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ઉર્જાના કોઈ પણ સ્ત્રોતનું કાર્ય કરવા માટે ઉપયોગ કરતા ઉર્જા વપરાઈ જાય છે અને ઉર્જાનો પુન: ઉપયોગ કરી શકાતો નથી.

 

ઉદાહરણ  તરીકે, જો કાચની પ્લેટને ઉંચાઈએથી પડતી મુકવામાં આવે, તો પ્લેટની સ્થિતિ-ઉર્જાનો અધિકતમ ભાગ જમીનની સાથે અથડાતી વખતે, ધ્વની-ઉર્જામાં પરિવર્તિત થાય છે. આ ધ્વની-ઉર્જા, પુન: ઉપયોગમાં લઇ શકાતી નથી.

 

બીજું ઉદાહરણ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે, મીણની રાસાયણિક ઉષ્મા-ઉર્જાનું પ્રકાશ-ઉર્જામાં રૂપાંતરણ થાય છે.

ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહે છે. પરંતુ મીણબત્તી સળગાવવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે અન્ય ઉત્પાદનો, કાર્બન ડાયોક્સાઈડ કે મોનોક્સાઈડને સાથે મુક્ત થાય છે. આમ, મીણના સ્વરૂપમાં રાસાયણિક-ઉર્જા ફરીથી પ્રાપ્ત કરી શકાતી નથી.

 

અન્ય એક ઉદાહરણ,  ૩૪૮ કેલ્વીન તાપમાન ધરાવતા ૧૦૦ એમ એલ પાણીને, ૨૯૮ કેલ્વીન તાપમાન ધરાવતા ઓરડામાં મુકવામાં આવે છે. ઓરડાના વાતાવરણમાં, પાણીમાંથી ઉષ્મા-ઉર્જા ગુમાવાય છે. પાણી ઠંડુ પડે છે.

 

ગુમાવાયેલી ઉષ્મા-ઉર્જા એકત્ર કરી પાણી પુન: ૩૪૮ કેલ્વીન તાપમાન ધરાવી શકતું નથી.


ગરમબિંદુઓ કોને કહે છે? અને શું તેમાંથી ભુતાપીય-ઉર્જા મેળવી શકાય છે?

Hide | Show

જવાબ : ભૂસ્તરીય ફેરફારોને કારણે, પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની, પીગળેલી અવસ્થા રચાય છે. આવી પીગળેલી અવસ્થામાં, ખડક ઉપરની તરફ ધકેલાય છે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાય જાય છે. તેણે ગરમ-બિંદુઓ કહેવામાં આવે છે.

જયારે ભૂગર્ભીય જળ ગરમ-બિંદુઓના સંપર્કમાં આવે છે, ત્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે. આ બાષ્પને આંતરીને. પાઈપ દ્વારા ટર્બાઈન સુધી લાવી વિદ્યુત-ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ભુતાપીય-ઉર્જાનો ઉત્પાદન ખર્ચ બહુ વધારે હોતો નથી. પરંતુ, ભુતાપીય-ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેનો ફાળો ખુબ જ ઓછો હોય છે.

ભુતાપીય-ઉર્જા આધારિત પાવર-પ્લાન્ટ ન્યુઝીલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે.


ન્યુક્લિયર વિખંડન ક્રિયા દ્વારા ન્યુક્લિયર-ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : યુરેનિયમ, પ્લુટોનીયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લીયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને, તેનું હલકા ન્યુક્લીયસમાં વિભાજન કરવાની ક્રિયાને, ન્યુક્લિયર વિખંડન કહે છે. આ ક્રિયામાં. વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે.

જો બે નિપજ, ન્યુક્લીયસના સ્વતંત્ર દળના સરવાળા કરતા મૂળ ન્યુક્લીયસનો દળ વધારે હોય તો જ ઉર્જા ઉત્પન્ન થાય છે. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમીયાન મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુંના દહનથી મળતી ઉર્જા કરતા ૧૦ મિલિયન ગણી વધારે હોય છે.

વિદ્યુત ઉત્પાદન માટે ડીઝાઇન કરેલા, ન્યુક્લિયર રિએકટરમાંથી, વિખંડન સાંકળ પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે ઉર્જા મુક્ત થાય છે. મુક્ત થતી આ ઉર્જા, વરાળ ઉત્પન્ન કરવા અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.


સોલાર સેલ કોને કહેવામાં આવે છે? તે સમજાવો.

Hide | Show

જવાબ : સૌર-ઉર્જા દિવસ દરમિયાન જ ઉપયોગી છે. સૌર-ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સોલાર-સેલના ઉપયોગથી દુર કરી શકાય છે. સોલાર-સેલ, સૌર-ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.

વિશિષ્ટ સોલાર-સેલને, સૂર્યની સામે રાખવામાં આવે છે. ત્યારે તેમાં ૦.૫ થી ૧ વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદભવે છે. સોલાર-સેલ આશરે, ૦.૭ વોલ્ટ જેટલો વિદ્યુત પાવર સર્જે છે.

ખુબ વધારે સંખ્યામાં, સોલાર સેલના સંયોજનથી તૈયાર થતી ગોઠવણીને, સોલાર-પેનલ કહેવામાં આવે છે. તે વ્યવહારિક ઉપયોગ માટે જરૂરી વિદ્યુત-ઉર્જા પૂરી પાડે છે. સોલાર-સેલમાં, કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. તેની જાળવણીની જરૂરિયાત ખુબ ઓછી હોય છે.

કોઈ પરાવર્તિતના ઉપયોગ વગર સોલાર-સેલ ખુબ જ કાર્યક્ષમ હોય છે. તે ખુબ અંતરિયાળ દુર્ગમ, અને ઓછા વસવાટ વાળા વિસ્તારોમાં, જ્યાં વિદ્યુત વિતરણ લાઈન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં સ્થાપી શકાય છે.

સોલાર-સેલ બનાવવાની પ્રક્રિયા ખુબ જ ખર્ચાળ હોય છે. કારણ કે તેની બનાવટમાં, વિશિષ્ટ શ્રેણીના સીલીકોન, પેનલમાં સોલાર-સેલના આંતરિક જોડાણ માટે ચાંદીનો ઉપયોગ, સોલાર-સેલનો વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજનમાં ઉપયોગ થાય છે.

કુત્રિમ સેટેલાઈટ, માર્શ ઓર્બિટર જેવા અવકાશી સાધનોમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલાર-સેલનો ઉપયોગ થાય છે.

અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટી.વી. વગેરે સાધનોમાં સોલાર-પેનલનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર અને ઘણા રમકડાઓમાં સોલાર-સેલનો ઉપયોગ થાય છે.

વિશિષ્ટ રીતે ડીઝાઇન કરેલી ઢળતી છત પર, સોલાર-પેનલની ગોઠવણી કરી, વધુમાં વધુ સૌર-ઉર્જા આપાત કરવામાં, તેનો ઉપયોગ થાય છે.


પવન-ઉર્જા વિષે માહિતી આપો.

Hide | Show

જવાબ : સૌર-વિકિરણો વડે જમીન અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ-ઉર્જાનો ઉપયોગ, વિદ્યુત-ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે.

 

ભૂતકાળમાં પવન-ઉર્જા વડે, યાંત્રિક કાર્ય કરવા કરવા માટે, પવન-ચક્કીનો ઉપયોગ થતો હતો.

 

ઉદાહરણ તરીકે, પવન ચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી, પંપ વડે કુવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. હાલમાં પવનચક્કી વિદ્યુત-ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે.

 

પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. તેમાં સખત આધાર પર અમુક ઉંચાઈએ, પંખા જેવી રચનાની ગોઠવણી કરવામાં આવે છે.

 

પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ, વિદ્યુત-જનરેટરના ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે. તેના દ્વારા વિદ્યુત-ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એક પવનચક્કીનું આઉટપુટ ખુબ જ ઓછુ હોય છે. તેથી વ્યવસાયિક રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી. તેથી ખુબ જ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવી છે. તેને પવન-ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે.

પવનચક્કીના આઉટપુટને એક-બીજા સાથે જોડી વ્યવસાયિક રીતે વિદ્યુત મેળવવામાં આવે છે.


બાયોગેસ-પ્લાન્ટ કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : બાયોગેસ પ્લાન્ટ ઇંટોનું બનેલું ગુંબજ જેવું માળખું ધરાવે છે. મિશ્રણ-ટાંકીમાં, ગાયનું છાણ, વનસ્પતિ, શાકભાજી, કચરો, વગેરેનું પાણી સાથે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. મિશ્રણ-ટાંકીમાંથી, આ મિશ્રણને ડાયજેસ્ટર-ટાંકીમાં પસાર કરવામાં આવે છે.

ડાયજેસ્ટર-ટાંકી સીલ બંધ ચેમ્બર છે. તેમાં ઓક્સીજનની ગેરહાજરી હોય છે. છાણના રગડામાં રહેલા અજારક સુક્ષ્મ જીવો એટલે કે મિથેનોજનીક બેક્ટેરિયા જટિલ સંયોજનોનું વિઘટન કરે છે.વિઘટન પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થાય છે. વિઘટનની પ્રક્રિયા દરમિયાન, મિથેન, કાર્બન-ડાયોક્સાઈડ, હાઇડ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુઓ ઉત્પન્ન થાય છે. ડાયજેસ્ટરની ઉપરના ભાગની ટાંકીમાં, બાયોગેસ એકત્ર થાય છે. ત્યાંથી પાઈપ દ્વારા ઉપયોગ માટે લેવામાં આવે છે.


પવન-ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તે જણાવો.

Locked Answer

જવાબ : પવન ઉર્જાના ફાયદા:

  1. પવન ઉર્જા પર્યાવરણને અનુકુળ ઉર્જા સ્ત્રોત છે.
  2. તે પુન: પ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે.
  3. તેના દ્વારા વિદ્યુત-ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી.
પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદાઓ:

  1. જે વિસ્તારોમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોમાં જ પવન-ઉર્જા ફાર્મ સ્થાપી શકાય છે.
  2. ટર્બાઈનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15કી.મી./કલાકથી વધુ હોવી જોઈએ.
  3. જયારે પવન ન ફૂંકાતો હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષ જેવી ટેકારૂપ સગવડતાઓ હોવી જોઈએ.
  4. પવન-ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખુબ જ વિશાળ જમીન વિસ્તાર જરૂરી છે. 1 મેગા-વોલ્ટના જનરેટર માટે બે  હેક્ટર જમીન ધરાવતા ફાર્મ જરૂરી છે.
  5. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખુબ ઉંચો હોય છે.
  6. કુદરતી અનિયમિતતાઓ જેવીકે વરસાદ, સૂર્ય પ્રકાશ, વાવાજોડા વગેરે સામે ટાવર અને પાંખીયા ખુલ્લા હોવાથી, તેમની ખુબ જ ઉચ્ચ કક્ષાની જાળવાની જરૂરી છે.


બાયોગેસ શું છે? બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે?

Locked Answer

જવાબ : ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો તથા સુએજ કચરાનું, ઓક્સીજનની ગેરહાજરીમાં વિઘટન થતા, ઉત્પન્ન થતા બળતણ વાયુને બાયોગેસ કહેવામાં આવે છે. તેમાં શરૂઆતના દ્રવ્ય તરીકે મુખ્ય સામગ્રી ગાયનું છાણ હોય છે. તેથી તે ગોબર ગેસ તરીકે પ્રચલિત છે.

બાયોગેસ 75% મિથેન ધરાવતો હોવાથી, તે ઉત્તમ બળતણ છે. તેની તાપીય ક્ષમતા વધારે હોય છે. તેના દહન દરમિયાન રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી. તે ધુમાડા રહિત સળગે છે. તે પ્રકાશ માટે, રસોઈ બનાવવા માટે ઉપયોગી બળતણ વાયુ છે.

પ્લાન્ટમાં વધેલા રગડાને, સમયાંતરે દુર કરી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ ખાતર નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વોથી ભરપુર હોય છે. બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે. તેમાં મોટા જથ્થામાં જૈવ કચરો અને સુએજ દ્રવ્યનો ઉપયોગ કરી અને ખાતર મેળવવામાં આવે છે.


ઊર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે ? ઊર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો ?

Locked Answer

જવાબ : ઊર્જાની વધતી જતી માંગના લીધે આપણી પાસે ઉપલબ્ધ ઊર્જાસ્ત્રોતો ઝડપથી ખલાસ થઈ જશે. ઊર્જાની વધતી જતી જરૂરીયાતને પહોંચી વળવા માટે અશ્મિભૂત બળતણના વધુ પડતા ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે નદી ઉપર બાંધવામાં આવેલ ડેમના કારણે નિવસનતંત્રનો નાશ થાય છે. ઉપરાંત પાણીમાં ડૂબી ગયેલ વનસ્પતિના કોહવાણથી પુષ્કળ પ્રમાણમાં મિથેન ગેસ ઉત્પન્ન થશે અને ગ્રીનહાઉસને અસર થશે.

ઊર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાયો :

ઊર્જાનો વપરાશ ધટાડવા અને અશ્મિભૂત ઈંધણનો મહત્તમ ફાયદો મેળવવા માટે તેનો સંભાળપૂર્વક અને કાળજીપૂર્વક વપરાશ કરવો જોઈએ.

ઊર્જાની બચત કરતાં સાધનો જેવા કે પ્રેશરકૂકર, સોલરકુકર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.

ઊર્જાસ્ત્રોતની કાર્યક્ષમતા મેળવવા માટે તેની નિયમિત સંભાળ લેવી જોઈએ. અને ઊર્જાનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેથી તેની બચત થઈ શકે.


ઊર્જાના આદર્શ સ્ત્રોતમાં કયા ગુણો હોય છે ?

Locked Answer

જવાબ : ઊર્જાના આદર્શ સ્ત્રોતમાં નીચે પ્રમાણેના ગુણો હોય શકે છે.

  • જે એકમ ક્દ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રમાં કાર્ય કરે
  • જે સરળતાથી ઉપલબ્ધ હોય
  • જે સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય.
  • સસ્તુ હોય એટલે કે ઓછી કિંમતમાં વધારે ઊર્જા આપતું હોય
  • ખર્ચાળ ન હોય
  • સળગ્યા પછી ધણું જ ઓછું બચે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ઊર્જાના સ્ત્રોતો

gseb std 10 science paper solution
ઊર્જાના સ્ત્રોતો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.