GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

જો એક લક્ષણ A લિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યમાં જોવા મળે છે અને લક્ષણ B તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થાય છે?

 

Hide | Show

જવાબ : લક્ષણ B પહેલા ઉત્પન્ન થાય છે, કેમ કે લક્ષણ B અલિંગી પ્રજનનવાળી વસ્તીનું 60% છે આ લક્ષણ સજીવોની ક્રમિક પેઢીઓની જાતિ વસ્તીમાં સંચય પામે છે.


આનુવંશિકતા એટલે શું?

 

Hide | Show

જવાબ : સજીવોમાં લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવતી સરખામણીને આનુવંશિકતા કહે છે.


ભિન્નતા એટલે શું?

Hide | Show

જવાબ : સજીવોની એક જાતિ કે તેની વસ્તીમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે.


સજીવોમાં લક્ષણ એટલે શું?

Hide | Show

જવાબ : સજીવની આગવી વિશિષ્ટતાને તે સજીવનું લક્ષણ કહે છે. દા.ત- આંખોનો રંગ, છોડની ઉંચાઈ.


જનીન એટલે શું? શું તે જોડીમાં હોય છે?

Hide | Show

જવાબ : લક્ષણની દરેક અભિવ્યક્તિના  વારસા માટેના જવાબદાર એકમને જનીન કહે છે. જનીનો હંમેશા જોડીમાં હોય છે.


જનીનવિદ્યા એટલે શું?

Hide | Show

જવાબ : જીવવિજ્ઞાનની જે શાખામાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવે તેને જનીનવિદ્યા કહે છે.


ઉદવિકાસ એટલે શું?

Hide | Show

જવાબ : સજીવોમાં સમય જતા, આવતા બદલ અને વિવિધતાના કારણે રજુ કરતી જીવવિજ્ઞાનની શાખાને ઉદવિકાસ કહેવાય છે.


જાતિઓમાં ભિન્નતાનો મુખ્ય લાભ કયો છે?

Hide | Show

જવાબ : જાતિઓમાં ભિન્નતાને લીધે બદલાતા પર્યાવરણમાં સજીવોના અસ્તિત્વની તકો વધી જાય છે.


‘O’ રુધિરજૂથ ધરાવતો પુરુષ, ‘B’ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જો સંતતિ છોકરી હોય તો તેનું રુધિરજૂથ જણાવો.

 

Hide | Show

જવાબ : રુધિરજૂથ O કે B રહેવાની સમાન તક રહેશે.


કયા જનીન પ્રકારો હંમેશા નીચાપણું ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે.

 

Hide | Show

જવાબ : tt જનીન પ્રકારો હંમેશા નીચાપણું ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે.


મનુષ્યના મગજના કોષોમાં, વીર્યમાં, અંડપિંડમાં હમણાં જ ઉત્પન્ન થયેલા અંડકોષમાં, ફલિત ઈંડામાં, ચામડીનાકોષમાં કેટકેટલા રંગસૂત્ર હોય છે?

Hide | Show

જવાબ : મગજના કોષોમાં 46, વીર્યમાં 23, અંડકોષમાં 23, ફલિત ઈંડામાં 46, ચામડીના કોષમાં 46 રંગસુત્રો હોય છે.


જયારે મેન્ડેલે ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કર્યું ત્યારે F2 પેઢીમાં નીચા છોડનું ટકાવારીનું પ્રમાણ કેટલું હતું?

 

Hide | Show

જવાબ : જયારે મેન્ડેલે ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કર્યું ત્યારે F2 પેઢીમાં નીચા છોડનું ટકાવારીનું પ્રમાણ 25% હતું.


લિંગ નિશ્ચયન એટલે શું?

 

Locked Answer

જવાબ : જે ક્રિયાવિધિ દ્વારા વ્યક્તિગત રીતે સજીવનું લિંગ નક્કી કરાય છે તેને લિંગ નિશ્ચયન કહે છે.


કયા પ્રકારના સજીવોમાં વધુ ભિન્નતા હોય છે? લિંગી પ્રજનન કરતા સજીવો કે અલિંગી પ્રજનન કરતા સજીવોમાં? સમજાવો.

 

Locked Answer

જવાબ : લિંગી પ્રજનન એ સજીવોમાં વધુ ભિન્નતા દર્શાવે છે. જયારે ફલન સમયે સમજાત રંગસુત્રો વચ્ચે જનીન દ્રવ્યની આપ-લે થાય છે, ત્યારે DNAની પ્રતિકૃતિમાં થોડો ફેરફાર થાય છે. DNA નિર્માણ પિતૃ જેવો જ સામાન્ય હોતો નથી. આમ, લિંગી પ્રજનનમાં ક્રમિક ભિન્નતા આગળની પેઢી તરફ વહન પામે છે.


લિંગ નિશ્ચયન પર્યાવરણીય પરિબળ આધારિત છે તેનું એક ઉદાહરણ આપો.

 

Locked Answer

જવાબ : સ્નેલમાં લિંગ નિશ્ચયન પર્યાવરણીય પરિબળ પર આધારિત છે.


એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યત: આગળની પેઢીમાં આનુવાંશિક પામતો નથી. કારણ આપો.

 

Locked Answer

જવાબ : એક પેઢીમાંથી પ્રભાવી લક્ષણો બીજી પેઢીમાં DNA દ્વારા વહન પામે છે. એટલે કે આનુવાંશિકતા થાય છે. પણ ઉપાર્જિત લક્ષણો DNA આધારિત નથી. તેથી, તે આનુવાંશિક રૂપે આગળની પેઢીમાં જતા નથી. આમ, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યત: આગળની પેઢીમાં આનુવાંશિક પામતો નથી.


વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવાંશિકતાના દ્રષ્ટીકોણથી ચિંતાનો વિષય કેમ છે?

 

Locked Answer

જવાબ : પર્યાવરણ અનુસાર જો કોઈ વાઘ પોતાની અંદર ફેરફાર ઉત્પન્ન કરે તો તે ટકી શકે છે. વાઘ પર્યાવરણને અનુકુળ પરિવર્તિત કરી શકતા નથી. વાઘની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. એક વાર વાઘ લુપ્ત થશે તો તેના જનીનો ફરીથી મળી શકતા નથી. તેથી, વાઘની સંખ્યા ઘટવા સાથે DNA દ્વારા પ્રાપ્ત થતી વાઘની નવી પેઢી મળશે નહી. જે આનુવાંશિકતાના દ્રષ્ટીકોણથી ચિંતાનો વિષય છે. આહારકડી તૂટે તો પ્રાણીઓમાં અસમતુલન થઇ શકે છે.


ઉદવિકાસ એટલે શું?

 

Locked Answer

જવાબ : પ્રાથમિક સજીવોમાંથી સાતત્યપૂર્ણ પ્રગતિકારક ફેરફારોને લીધે લાખો વર્ષો પછી નવી જાતિ ઉત્પન્ન થવાની ક્રિયાને ઉદવિકાસ કહે છે.


ઉપાર્જિત લક્ષણો એટલે શું? ઉદાહરણ આપો.

 

Locked Answer

જવાબ : પર્યાવરણમાં અનુકૂલન માટે સજીવોમાં જે લક્ષણો ઉત્પન્ન થાય છે તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. ઉદાહરણ તરીકે, કસરત કરીને મેળવેલી સ્નાયુબદ્ધ શરીર રચના.


આનુવંશિક લક્ષણોની વ્યાખ્યા તેમજ ઉદાહરણ આપો.

 

Locked Answer

જવાબ : સજીવોમાં જે લક્ષણો પ્રજનન બાદ DNA ના વહન અને ફેરફારથી નવી પેઢીમાં આવે તેને આનુવંશિક લક્ષણો કહે છે.


શું ઉપાર્જિત લાક્ષણિકતાઓ DNAના ફેરફાર દ્વારા ઉત્પન્ન થાય છે?

Locked Answer

જવાબ : ના, ઉપાર્જિત લાક્ષણિકતાઓ DNAમાં ફેરફાર દ્વારા ઉત્પન્ન થતી નથી. ઉપાર્જિત લાક્ષણિકતાઓ શરીરના બંધારણીય કોષોમાં ફેરફારને કારણે ઉત્પન્ન થાય છે. ઉપાર્જિત લક્ષણો સાથે સજીવ ઉત્પન્ન થતો નથી. એટલે કે, પિતૃ તરફથી ઉપાર્જિત લક્ષણો મળતા નથી.


ઉપાર્જિત લક્ષણોના ચાર ઉદાહરણ લખો.

Locked Answer

જવાબ :

  1. કપાઈ ગયેલી પૂંછડીવાળા ઉંદરની સંતતિ પૂંછડીવાળી જન્મે છે.
  2. ડાયેટીંગ કરીને શરીરમાં ઘટાડો કરવો.
  3. શ્રમ કરીને ખડતલ બનાવેલું શરીર.
  4. પાણીમાં તરવૈયો માણસ.


શું ભૌગોલિક પૃથ્થક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોની જાતિઓના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે ? અથવા શા માટે નહી?

Locked Answer

જવાબ : ના, કારણ કે અલિંગી પ્રજનન એક જ પિતૃ દ્વારા થાય છે. તેને પ્રજનન માટે બીજા સજીવની જરૂર નથી. તેથી ભૌગોલિક અલગતા તેની પ્રજનન ક્રિયા પર અસર કરતી નથી. ઉપરાંત, અલિંગી પ્રજનન કરતા સજીવોમાં ક્યારેક જ અતિસુક્ષ્મ વિવિધતા તેના લક્ષણોમાં આવે છે.


લાંબા સમયગાળે ઉત્તરોત્તર પરિવર્તનને અંતે નવી જાતિ ઉદભવ થવાની ક્રિયાને એક જ શબ્દ દ્વારા વર્ણવો.

Locked Answer

જવાબ : જાતિનિર્માણ


જાતિનિર્માણ એટલે શું? જાતિનિર્માણ કરતા ચાર પરીબળોના નામ જણાવો.

Locked Answer

જવાબ : જે ક્રિયા દ્વારા અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી નવી જાતિ નિર્માણ થાય તેને જાતિનિર્માણ કહે છે. જાતિનિર્માણ કરતા પરિબળો:

  1. જનિનીક વિચલન
  2. ભૌગોલિક અલગતા
  3. પ્રાકૃતિક પસંદગી
  4. પ્રજનન ક્રિયામાં અલગતા.


અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ :

  • પહેલાની પેઢીમાંથી ભવિષ્યની પેઢીને આનુવંશિક લક્ષણો પ્રાપ્ત થાય છે અને સંતતિને કેટલીક ભિન્નતાઓ સાથે પૂર્વ પેઢી જેવું શારીરિક બંધારણ પ્રાપ્ત થાય છે.
  • અલિંગી પ્રજનન કરતા સજીવો, દાખલા તરીકે- બેક્ટેરિયામાં DNA પ્રવૃત્તિના સમયે ઓછામાં ઓછી ખામીને કારણે ભિન્નતા ઓછી હોય છે.
  • લિંગી પ્રજનનમાં વિવિધતા અપેક્ષિત અને વધારે છે. તેમાં DNAની પ્રવૃત્તિના સમયે ખામીઓને કારણે ભિન્નતા ઉદભવે છે જે પર્યાવરણમાં અનુકૂલન સાધે છે.
  • પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતામાં પરિવર્તનની પસંદગી ઉદવિકાસનો આધાર બને છે.


લિંગી પ્રજનનમાં ભિન્નતાનું કારણ સમજાવો.

Hide | Show

જવાબ : લિંગી પ્રજનનમાં ભિન્નતાનું કારણ

  • યુગ્મનજ એટલે કે ફલિતાંડના નિર્માણ વખતે રંગસૂત્રોના છુટા પડવાથી
  • ફલનમાં રંગસૂત્રોના અર્ધસૂત્રી ભાજનથી
  • ભિન્ન લિંગી રંગસૂત્રો ફલન વખતે સાથે મળવાથી
  • જનીન પદાર્થોમાં જ પરિવર્તન થવાથી


ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે?

Hide | Show

જવાબ :

  • પ્રજનન ક્રિયામાં ૧૦૦% DNAની પ્રતિકૃતિ બનતી નથી તેથી ભિન્નતા નિર્માણ થાય છે. કેટલાક લિંગી પ્રજનન કરતા સજીવમાં વધુ પસંદગીમાન ભિન્નતા ઉદભવે છે.
  • પેઢી દર પેઢી સજીવોને પોતાનામાં બદલાવ લાવવો પડે છે. તે પર્યાવરણને અનુકૂળ રહે તો જ જીવી શકે છે, પરંતુ ભિન્નતા ઉત્પન્ન થવાને કારણે જાતિનું અસ્તિત્વ બદલાઈ જાય છે.
  • ઉદાહરણ તરીકે, બેક્ટેરિયાએ ઊંચા તાપમાન માટેની ભિન્નતાના લક્ષણો કેળવી લીધા છે તે ઊંચા તાપમાનમાં જીવી શકે છે, જયારે કેટલાક બેક્ટેરિયા આ પ્રકારે ભિન્નતા ન ધરાવતા હોવાથી નાશ પામે છે.
  • આમ, ભિન્નતાની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ વધી જાય છે.


મેન્ડેલના પ્રયોગો દ્વારા પ્રભાવી અથવા પ્રચ્છન્ન લક્ષણની સમજુતી આપો.

Hide | Show

જવાબ :

  • મેન્ડેલે વટાણાના છોડ અને ીચા છોડમાંથી પ્રાપ્ત થતી સંતતિ પેઢીમાંથી ઊંચા અને નીચા છોડની ટકાવારી ગણી, આકૃતિમાં જણાવ્યા પ્રમાણે ઊંચા છોડ TT (ઉચ્ચારણ – કેપિટલ ટી કેપિટલ ટી) અને નીચા છોડ tt(ઉચ્ચારણ – સ્મોલ ટી સ્મોલ ટી) માટે ઉત્પન્ન થઇ બધી જ સંતતિ Tt (ઉચ્ચારણ – કેપિટલ ટી સ્મોલ ટી )ઉંચી થઇ.
  • પ્રથમ બાળપેઢી F1 (એફ વન) માં બધા છોડ ઊંચા હતા અને કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈનો ન હતો. ઊંચા અને નીચા એમ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા ન મળી.
  • F1 (એફ વન) પેઢીના છોડ પોતાના એક પિતૃની જેમ ઊંચા અને પૂર્ણ રીતે સમાન હતા.
  • હવે, F1 (એફ વન) પેઢીના છોડમાં સ્વપરાગનયન કરાવતાં ઉત્પન્ન થયેલા F2 (એફ ટૂ) પેઢીના છોડમાં જુદાપણું દેખાય છે.
  • F2(એફ ટૂ) પેઢીના બધા છોડ ઊંચા નથી હોતા. તેમાં ઊંચા છોડ 75% અને નીચા છોડ 25% ઉદભવ્યા. એટલે કે ઊંચા છોડ અને નીચા છોડનો ગુણોત્તર ૩:1 (ઉચ્ચારણ: ત્રણ જેમ એક) થાય.
  • F2(એફ ટૂ) પેઢીમાં F1 (એફ વન) પેઢીના ઊંચા તેમજ નીચા લક્ષણોનું વહન થયું.
  • મેન્ડેલે તારણ કાઢ્યું કે, લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિઓ કે બે સ્વરૂપો જે આનુવંશિકતામાં વહન પામે છે. આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે. આ બાબત તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે.
  • મેન્ડેલના પ્રયોગ પરથી કહી શકાય કે, F2(એફ ટૂ) પેઢીમાં વાસ્તવમાં T=1 (કેપિટલ ટી બરાબર એક), Tt=2 (કેપિટલ ટી સ્મોલ ટી બરાબર બે) અને tt=1 (સ્મોલ ટી સ્મોલ ટી બરાબર એક) સંયોજન સંતતિ નિર્માણ થાય છે એટલે કે TT : Tt : tt = 1 : 2 : 1 (કેપિટલ ટી કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી સ્મોલ ટી બરાબર એક જેમ બે જેમ એક )નો ગુણોતર પ્રાપ્ત થાય છે. 
  • અહી TT(કેપિટલ ટી કેપિટલ ટી), Tt(કેપિટલ ટી, સ્મોલ ટી) અને tt(સ્મોલ ટી સ્મોલ ટી) છોડમાંથી TT(કેપિટલ ટી કેપિટલ ટી) અને Tt(કેપિટલ ટી સ્મોલ ટી) ઊંચા બને છે, અને માત્ર t(સ્મોલ ટી) છોડ નીચા રહે છે.
  • અહી, ઊંચાપણા માટે T(કેપિટલ ટી) એકલો છોડને ઊંચા બનાવનાર કારક છે. તેથી, T(કેપિટલ ટી) પ્રભાવી લક્ષણ છે.
  • જયારે લક્ષણ tt (સ્મોલ ટી સ્મોલ ટી)માં બંને t(સ્મોલ ટી) ને લીધે છોડ નીચો બને છે. તેથી t(સ્મોલ ટી) એ પ્રચ્છન્ન લક્ષણ બને છે. આ કિસ્સામાં ઊંચા છોડ અને નીચા છોડનો ગુણોત્તર ૩:1 (ત્રણ જેમ એક )થાય છે.


મેન્ડેલના પ્રયોગ દ્વારા, ‘વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે’ આ વાક્ય સમજાવો.

Hide | Show

જવાબ :

  • મેન્ડેલે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ અને ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ લીધા અને વટાણાના બે છોડમાં એક લક્ષણને સ્થાને બે લક્ષણો વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું.
  • F1 (એફ વન) પેઢીના બધા છોડ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતા ઉત્પન્ન થયા, જેમાં ઊંચાપણું અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે.
  • F1 (એફ વન)પેઢીની સંતતિ વચ્ચે સ્વફલનથી F2 સંતતિના છોડ પીળા રંગના ગોળાકાર બીજ અને જેમાં  ઊંચા અને કેટલાક છોડ ખરબચડા બીજવાળા અને નીચાપણું ધરાવતા હતા, પરંતુ F2(એફ ટૂ) પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ ઊંચા અને ખરબચડા બીજવાળા અને કેટલાક ગોળાકાર બીજ ધરાવતા નીચા છોડ જોવા મળ્યા.
  • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ઊંચાપણાનું કે નીચાપણાનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે.
  • દ્વિસંકરણ દ્વારા બીજના આકાર અને રંગમાં બે લક્ષણો અભિયુક્ત થાય છે. જેમાં ગોળ પીળા બીજ, ગોળ લીલા બીજ, ખરબચડા પીળા બીજ અને ખરબચડા લીલા બીજનો ગુણોત્તર કાઢવામાં આવે છે.


શું લિંગ નિશ્ચયન એ આનુવંશિકતા પર જ આધારિત છે? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ :

  • લિંગ નિશ્ચયન દરેક સજીવમાં પૂર્ણત: આનુવંશિક નથી.
  • કેટલાક સજીવોમાં લિંગ નિશ્ચયન પૂર્ણત: પર્યાવરણ પર આધારિત છે.
  • ફલિત અંડકોષ તાપમાન પર આધારિત છે.
  • ઉદાહરણ તરીકે, મગર, દેડકો, મગરનું ફલિતાંડ, ઊંચા તાપમાને નર સંતતિને જન્મ આપે છે, જયારે નીચા તાપમાને માદા સંતતિના જન્મને પ્રેરે છે.
  • સ્નેઈલ જેવા કેટલાંક પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે. આમ, આ બધી બાબતો પરથી કહી શકાય કે કેટલાક સજીવોમાં લિંગ નિશ્ચયન એ આનુવંશિકતા પર આધારિત નથી.


મનુષ્યમાં બાળકનું લિંગનિશ્ચયન સમજાવો.

Hide | Show

જવાબ :

  • મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. જેમાં 22 જોડના રંગસૂત્ર સમાન હોય છે. પરંતુ 23મી જોડના રંગસૂત્રો સ્ત્રીમાં સમાન અને પુરુષમાં ભિન્ન હોય છે.
  • સ્ત્રીમાં રંગસૂત્રની જોડીમાં બંને રંગસૂત્રો X(એક્ષ) કહેવાય છે, જે પૂર્ણ યુગ્મ છે.
  • પુરુષમાં લિંગી રંગસૂત્ર એક રંગસૂત્ર સામાન્ય આકારનું X(એક્ષ) રંગસૂત્ર હોય છે અને બીજું રંગસૂત્ર નાનું Y(વાય) રંગસૂત્ર હોય છે.
  • આમ, સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર XX(એક્ષ એક્ષ) અને પુરુષોમાં XY (એક્ષ વાય) હોય છે.
  • સંતતિ છોકરો કે છોકરીનો આધાર લિંગનિશ્ચયન પર રહેલો છે.
  • લિંગી પ્રજનનમાં માતાના XX(એક્ષ એક્ષ) રંગસૂત્રમાંથી તેને હંમેશા X(એક્ષ) રંગસૂત્ર મળે છે.
  • પિતાના XY(એક્ષ વાય) રંગસૂત્રમાંથી તેને X(એક્ષ) અથવા Y(વાય) રંગસૂત્ર મળે છે.
  • પિતાના X(એક્ષ) રંગસૂત્રથી છોકરી નિર્માણ થાય અને પિતાના Y(વાય) રંગસૂત્રથી છોકરો નિર્માણ પામે છે.
  • છોકરો જન્મવો તે પૂર્ણત: પિતાના લિંગી રંગસૂત્ર Y(વાય) પર આધારિત છે. જે સ્ત્રી પર આધારિત નથી.


“એક પુરુષ જેનું રૂધિરજૂથ  A છે અને એક સ્ત્રી જેનું રૂધિરજૂથ  O(ઓ) છે તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રૂધિરજૂથ  O(ઓ) છે” શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રૂધિરજૂથ  A અથવા O(ઓ) ના પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું વિસ્તરણ કરો.  

Hide | Show

જવાબ :

  • આ વિધાન પર્યાપ્ત નથી કે પુરુષ જેનું રૂધિરજૂથ  A છે અને એક સ્ત્રી જેનું રૂધિરજૂથ  O છે તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રૂધિરજૂથ  O છે.

 

 

પિતાનું જનીન IAIA (આઈ એ આઈ એ) અને માતાનું IOIO (આઈ ઓ આઈ ઓ) અને IOIA (આઈ ઓ આઈ એ)થશે.

 

હવે જો માતાનું પ્રભાવી જનીન IO (આઈ ઓ) અને પિતાનું પ્રચ્છન્ન જનીન IA (આઈ એ) મળે તો પુત્રીનું જનીન IOIA (આઈ ઓ આઈ એ) બનશે જે રૂધિરજૂથ O(ઓ) જ આપશે.

 

આમ, ચોક્કસ ન કહી શકાય A અથવા O પ્રભાવી લક્ષણ ધરાવે છે.

 

જો પિતાનું રૂધિરજૂથ A પ્રભાવી લક્ષણ ધરાવતું હોય તો તેનો જનીન પ્રકાર IAIA (આઈ એ આઈ એ)અને   IAIO (આઈ એ આઈ ઓ)હોય છે. અને માતાનું રૂધિરજૂથ O(ઓ) પ્રચ્છન્ન લક્ષણનું હોય તો તે એક જનીન IOIO (આઈ ઓ આઈ ઓ) ધરાવે છે.

 

હવે પ્રચ્છન્ન જનીન IO (આઈ ઓ) પિતાનું અને બીજું પ્રચ્છન્ન જનીન IO (આઈ ઓ) માતા તરફથી મળે તો પુત્રનું જનીન IOIO (આઈ ઓ આઈ ઓ)જે રૂધિરજૂથ O(ઓ) થશે.

 

શક્યતા : જયારે રૂધિરજૂથ A પ્રચ્છન્ન લક્ષણનું અને રૂધિરજૂથ O(ઓ) પ્રભાવી લક્ષણ ધરાવે તો...

બંને શક્યતાઓની સમજુતીનું વિસ્તરણ

શક્યતા – 1 : રૂધિરજૂથ A પ્રભાવી લક્ષણ અને રૂધિરજૂથ O(ઓ) પ્રચ્છન્ન લક્ષણ ધરાવે તો.. જો રૂધિરજૂથ  A પ્રભાવી લક્ષણ અને રૂધિરજૂથ  O(ઓ) પ્રચ્છન્ન લક્ષણ હોય તો પુત્રીનું રૂધિરજૂથ  O થશે. જો રૂધિરજૂથ  A પ્રચ્છન્ન લક્ષણનું પરંતુ રૂધિરજૂથ  B પ્રભાવી લક્ષણનું હોય તો પણ પુત્રીનું રૂધિરજૂથ  O(ઓ) છે.


જૈવ ઉદવિકાસ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

  • બાર લાલ ભમરાઓનો સમૂહ છે, જે લિંગી પ્રજનનથી વૃદ્ધી કરે છે. તેમજ તેમાં ભિન્નતા નિર્માણ થાય છે.
  • હવે કાગડા આ લાલ ભમરાઓને ખાઈ જાય છે, તેથી તેની વસ્તી ઘટતી જાય છે.
  • પહેલી સ્થિતિમાં, પ્રજનન દરમિયાન એક રંગની ભિન્નતા ઉદભવે છે. એટલે કે લીલા રંગનો ભમરો ઉદભવે છે. કાગડાઓને લીલા પર્ણો વચ્ચે લીલો ભમરો દેખાતો ન હોવાથી તેનો શિકાર થતો નથી અને સતત લાલ ભમરાઓનો શિકાર થતો રહે છે.
  • પરિણામે, ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે.
  • બીજી સ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતા ઉદભવે છે અને વાદળી રંગનો ભમરો ઉદભવે છે. વાદળી ભમરાની આનુવાંશિકતાની પેઢીથી વાદળી ભમરાની સંતતિ ઉત્પન્ન કરે છે. હવે લાલ અને વાદળી ભમરાઓને કાગડાઓ સરળતાથી જોઈ શકે છે તેથી તેઓ શિકાર બનતા જાય છે.
  • એક પરિસ્થિતિ એવી થાય છે કે એક હાથી ઝાડીઓને વેરવિખેર કરી દે છે જેમાં લાલ રંગના બધા  ભમરા મરી જાય છે અને મોટા ભાગના વાદળી ભમરા જીવતા રહે છે અને તેમની વસ્તી વધે છે.
  • પ્રથમ પરિસ્થિતિમાં લીલા ભમરા થવું એ એક પ્રાકૃતિક પસંદગી છે. જેમાં આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે. કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે.
  • આમ, જનીનો દ્વારા પેઢીઓમાં બદલ આ જૈવ ઉદવિકાસ છે.
  • વાદળી ભમરાનું બચી જવું એ માત્ર સંજોગો વસાત થયેલી એક દુર્ઘટના છે. લાલ ભમરાની નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની આવૃત્તિને અસર કરી શકે છે, જયારે તેમના ભવિષ્યના જીવન માટે કોઈ લાભ થતો નથી. જે એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે. જે અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે.
  • જો ભમરાની વસ્તી વધવાની સાથે ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગે, પર્ણો ઓછા  થઇ જાય ત્યારે પણ ભમરાઓને અલ્પ પોષણ મળે છે, આમ પેઢીઓ સુધી આ પરિસ્થિતિમાં તેમના જૈવભારમાં ઘટાડો થાય પણ DNAના બંધારણમાં ફેર પડતો નથી.


તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા, વસ્તીમાં વધારો કરી શકે?

Hide | Show

જવાબ : અહીં જણાવેલ રીતો દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવની સંખ્યા અને વસ્તીમાં વધારો થાય છે.

  • પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયામાં જે લક્ષણ વ્યક્તિગત સજીવને મદદ કરે છે તેનું અસ્તિત્વ ટકી રહે છે અને પ્રજનન થકી તેની સંતતિમાં વહન કરે છે. જે લક્ષણ અનુકૂલન માટે મદદરૂપ નથી તે આગળની પેઢીમાં પસાર થતું નથી.
  • જનીન વિચલનની પ્રક્રિયાના કારણે ખાસ પ્રકારના એકલ જનીનની આવૃત્તિમાં તીવ્ર ફેરફારો અને પરિવર્તન થાય છે.
  • નાની વસ્તી વધુ શિકાર બને છે, પરંતુ આકાર અને રંગ પરિવર્તનથી વ્યક્તિગત સજીવ બચી શકે છે.


ભૌગોલિક પરિસ્થિતિ આધારિત જાતિ નિર્માણ વિષે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

  • સામાન્ય રીતે જાતિનિર્માણની પ્રક્રિયા ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફારને કારણે થાય છે.
  • જેમ કે નદી કે પર્વતો વચ્ચે વહેંચાયેલ એક જ જાતિની ઉપવસ્તીના સજીવોમાં જનીનોની આપ-લે કે જનીનોના આવર્તનમાં આકસ્મિક પરિવર્તનથી અને પ્રાકૃતિક પસંદગીને લીધે નવી નવી જાતિનો ઉદભવ થાય છે.
  • હજારો વર્ષ પછી નિર્માણ થયેલી આ જાતિઓ એકબીજા સાથે પ્રજનન કરવા માટે અસમર્થ બને છે ત્યારે તે બે સ્વતંત્ર જાતિ તરીકે વર્તે છે એટલે કે નવી જાતિ નિર્માણ થાય છે.
  • ઉદાહરણ તરીકે - ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા. ઝાડીઓ પર ખોરાક મેળવનાર ભમરાઓ જયારે એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે ત્યારે વસ્તીનું કદ પણ વિશાળ થઇ જાય છે. પરંતુ વ્યક્તિગત ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ઝાડીઓ પર જ નિર્ભર રહે છે. તેઓ વધારે દુર જઈ શકતા નથી.
  • આમ, કેટલાક ભમરાઓની આ વિશાળ વસ્તીની આસપાસ ઉપવસ્તી બને છે, અને નર તેમજ માદા ભમરા પ્રજનન કરી તેમની ઉપવસ્તીમાં વધારો કરે છે.
  • જો કે કેટલાક સાહસી ભમરા એક સ્થાનેથી બીજા સ્થાને જાય અથવા કોઈ પક્ષી દ્વારા બીજા સ્થાને જાય ત્યારે બંને પરિસ્થિતિમાં બિનપ્રવાસી કે અપ્રવાસી ભમરા સ્થાનીય ભમરા સાથે પ્રજનન કરશે.
  • પરિણામે, અપ્રવાસી ભમરાઓનો જે નવી વસ્તીમાં પ્રવેશ થાય છે, જેને લીધે આ પ્રકારનો જનીનપ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી તે આંશિક રીતે અલગ વસ્તી નિર્માણ કરે છે.
  • ધારો કે આ પ્રકારની ઉપવસ્તીઓના મધ્યમાં એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે પોતાના વિસ્તારમાં જ રહે અને ત્યાં સ્થાયી બની રહે છે. બે વસ્તીઓ વચ્ચે જનીન પ્રવાહનું સ્તર ઘણું ઘટતું જાય છે.
  • પેઢી દર પેઢીમાં આનુવંશિક વિચલન પ્રત્યેક ઉપવસ્તીમાં ભિન્નતાનો સંગ્રહ કરતુ જાય છે.
  • ઉદાહરણ તરીકે, પ્રાકૃતિક પસંદગી દ્વારા જાતિ નિર્માણ. એક ઉપવસ્તીમાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઇ જાય છે. પરંતુ બીજી ઉપવસ્તીમાં કાગડાઓ મરતા નથી, કે જ્યાં કાગડાઓની સંખ્યા ખુબ વધારે હોય છે.
  • આમ, જ્યાં ભમરાને ખાવાવાળા કાગડા જ નથી તે સ્થાન પર ભમરાઓનો લીલા રંગની પ્રાકૃતિક પસંદગી થતી નથી.
  • જ્યાં ભમરાઓ વધુ કાગડાઓને લીધે મરે છે ત્યાં લીલા રંગના ભમરાઓનું  નિર્માણ પસંદગી પામે છે.
  • આમ, આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને લીધે હજારો વર્ષો પછી વસ્તીના સભ્યો વચ્ચે આંતર પ્રજનન શક્ય ન બને. એટલે કે આ બે જાતિઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તેમ કહેવાય.
  • રંગસૂત્રોની સંખ્યા પરિવર્તનથી DNAમાં પરિવર્તન થાય છે. પરિણામે બે વસ્તીઓના સભ્યોના પ્રજનન કોષોનું સંમિલન કરવામાં અસમર્થ બને છે. અને નવી જ જાતિ કાળક્રમે ઉત્પન્ન થાય છે.


તે કયા પરિબળો છે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે?

Hide | Show

જવાબ : નવી જાતિના નિર્માણમાં મદદરૂપ પરિબળો

  1. પ્રાકૃતિક પસંદગી
  2. જનીનપ્રવાહ અને વિવિધતા
  3. રંગસૂત્રોની સંખ્યામાં પરિવર્તન
  4. ભૌગોલિક અલગતા
  5. પર્યાવરણીય અસર પામેલ અલગ વસ્તી
  6. પ્રજનનમાં લાંબા ગાળાની અલગતા


શું ભૌગોલિક પૃથક્કરણ પરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિ-નિર્માણના ઉદભવનું મુખ્ય કારણ હોઈ શકે છે? અથવા શા માટે નહી?

Locked Answer

જવાબ :

  • ના, જાતિ નિર્માણ ક્રિયામાં DNAની પ્રતિકૃતિમાં પરિવર્તન થવું તે મુખ્ય કારણ છે, સ્વ-પરાગનયનમાં ભૌગોલિક અલગતા એ જાતિ નિર્માણના ઉદભવમાં મુખ્ય કારણ નથી.
  • સ્વ-પરાગનયનમાં પુષ્પની પરાગરજ એક જ પુષ્પમાં અથવા તે જ છોડના બીજા પુષ્પમાંથી થાય  છે.
  • અહી, પરાગનયનમાં પરાગરજનું સ્થળાંતર બીજા છોડથી ભાગ્યે જ અસર પામીને પ્રજનન થાય છે.
  • સ્વ-પરાગનયનમાં ક્યારેક જ નવી પેઢીના છોડમાં ભિન્નતાનું લક્ષણ જોવા મળે છે.


વર્ગીકરણ એટલે શું? ઉદવિકાસ સાથે વર્ગીકરણ કઈ બાબતોને આધારિત કરવામાં આવે છે.? વર્ણવો.

Locked Answer

જવાબ :

  • સજીવોમાં રહેલી મૂળભૂત સમાનતા કે વિષમતા અને તેમની વચ્ચેના લાક્ષણિક સંબંધોને આધારે સજીવોને જુદા-જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેને વર્ગીકરણ કહે છે.
  • બાહ્યકદ અથવા વ્યવહાર એ વિવરણાત્મક એટલે કે, વિશેષ રીતે અથવા વિશેષ કાર્યનું લક્ષણ કહેવાય.
  • મનુષ્યના પગ અને વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ આ એક લક્ષણ છે.
  • કોષ દરેક સજીવનો આધારભૂત એકમ છે જે દરેક સજીવોમાં સમાન છે.
  • કોષમાં કોષકેન્દ્રની હાજરી ન હોય. ઉદાહરણ તરીકે – જીવાણુંકોષ.
  • મોટાભાગના કોષકેન્દ્રયુક્ત એકકોષીય કે બહુકોષીય સજીવોના લક્ષણો, શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવે છે.
  • બહુકોષી સજીવોમાં સમાન રચના અને કાર્યને આધારે પેશીઓ બને છે. પેશીઓના વિશિષ્ટીકરણના કારણે બહુકોષીઓ પ્રકાશસંશ્લેષણ કરે છે કે નથી કરતુ તેમ વર્ગીકરણ કરી શકાય.
  • પ્રકાશસંશ્લેષણ ન કરતા સજીવોમાં અંત:કંકાલ કે બાહ્યકંકાલ એ એકબીજા પ્રકારનો આધારભૂત ભેદ નક્કી કરે છે.
  • આમ, દરેક સજીવ સ્તરે ઉદવિકાસના ક્રમ અને જેને આધારે વર્ગીકરણ માટેના સમૂહ બનાવી શકાય છે.
  • બે જાતિના લક્ષણોમાં સમાનતા અને સંબંધ એ તેમનો ઉદભવ નજીકમાં અને સમાન પૂર્વજમાંથી થયેલો દર્શાવે છે.
  • જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે.
  • જેમ કે બે સગા ભાઈ-બહેનમાં રહેલી સમાનતા અને કાકા-મામાના ભાઈ બહેન સાથે સંબંધિત સમાનતામાં થોડો ફેરફાર થાય છે, ભલેને તેમની આગળની પેઢીના દાદા-દાદી એક જ છે છતાં વિકાસમાં તફાવત રહે છે.
  • જાતિઓના સમૂહ નિર્માણમાં ભૂતકાળના પુર્વજમાં સમાનતા જે એક મોટો સમૂહ બનાવે છે. જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે ભૂતકાળના હતા.
  • આમ, ભૂતકાળની કડીઓનું નિર્માણ સૈદ્ધાંતિક રીતથી સજીવ વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી લઇ જાય છે.


ટૂંકનોંધ લખો: સમમૂલક અંગો.  

Locked Answer

જવાબ :

  • પક્ષીઓ, સરિસૃપ તેમજ ઉભયજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ ચાર ઉપાંગો ધરાવે છે. દેડકો, ગરોળી, પક્ષીઓ, માનવના ઉપાંગોની આધારભૂત સંરચના એકસમાન છે. આ ઉપાંગોના કાર્યોમાં વિવિધતા હોય છે.
  • કેટલાક પૃષ્ઠવંશીઓમાં સમાન રચનાવાળા કેટલાક અંગોનું તેમના કાર્યમાં જુદાપણું હોય છે.
  • સજીવોના જે અંગો સમાન મૂળભૂત રચાના ધરાવે છે પરંતુ, તેમના કાર્યો જુદા-જુદા હોય તેવા અંગોને સમમૂલક અંગો કહે છે.


ટૂંકનોંધ લખો: સમરૂપ અંગો

Locked Answer

જવાબ :

  • કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવી તેનું કારણ માત્ર સમાન પૂર્વજો નથી.
  • ચામાચીડિયાંની તેમજ પક્ષીની આંખ એ એક કાર્ય ઉડવાનું કરે છે. આ બંનેના આ અંગોમાં ઘણો તફાવત છે.
  • ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે.
  • પક્ષીની પાંખ તેના સંપૂર્ણ અગ્રઉપાંગની ત્વચાના વિસ્તરણથી બને છે. જે પીંછાઓથી ઢંકાયેલી રહે છે.
  • આમ, ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખની રચના બંધારણ, અને સંઘટકોમાં વધારે ભિન્નતા છે. ભલે તેઓ એક જેવા દેખાય અને ઉડવાનું કાર્ય સમાન દેખાય.
  • સજીવોના જે અંગોના કર્યો સમાન હોય પણ તેની મૂળભૂત રચનાઓ જુદી-જુદી હોય તો તે અંગોને કાર્યસદશ કે સમરૂપ અંગો કહેવાય છે.


જીવાશ્મ એટલે શું? તેના અસ્તિત્વનો સમય શોધવાની રીતો જણાવો.  

Locked Answer

જવાબ :

  • જીવાશ્મ એ ઉદવિકાસના પુરાવા આપે છે.
  • ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના ભાગો કે તેમની છાપના પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા અવશેષોને અશ્મિ કહે છે.
  • સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઇ પૃથ્વીમાં ભળી જાય છે, પરંતુ ક્યારેક સજીવ અથવા તો તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને તેના અવશેષો હજારો વર્ષ સુધી સુરક્ષિત રહે છે.
  • ઉદાહરણ તરીકે, કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઇ જાય અને તેમાં તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. જેને જીવાવશેષ કહેવાય છે.
  • જીવાશ્મ કેટલા પ્રાચીન છે તે સમયગાળો જાણવા માટેના બે ઘટકો છે. ૧) સાપેક્ષ ૨) ફોસિલ ડેટિંગ

 

 

૧) સાપેક્ષ: પૃથ્વીનું ખોદકામ કરતા અમુક ઊંડાઈએ જીવાષ્મ મળવાની શરૂઆત થાય છે ત્યારે એવી સ્થિતિમાં વિચારવું એ તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ ઊંડાં સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે.

 

૨) ફોસિલ ડેટિંગ: મળી આવેલા જીવાશ્મમાં કોઈ એક હાજર તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે.


પીંછાનો ઉદવિકાસ સમજાવો.

Locked Answer

જવાબ :

  • ક્યારેક ઉદવિકાસમાં એક અંગનો હેતુ ત્યારપછી પરિવર્તન પામી ઘણી રીતે ઉપયોગી કાર્ય માટે થાય છે.
  • પાંખ જે સંભવત: ઠંડી ઋતુમાં ઉષ્મા રોકનાર કે તાપમાન અવરોધક માટે વિકાસ પામી હતી તે કાળક્રમે ઉડવા માટે ઉપયોગી બની. વાસ્તવમાં, કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા.
  • પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. ડાયનોસોર સરિસૃપ હતા. એટલે તે પક્ષી ખુબ જ નજીકથી સરિસૃપ સાથે સંબંધિત છે.


કુત્રિમ પસંદગીથી જંગલી કોબીજના ઉદવિકાસ સમજાવો.

Locked Answer

જવાબ :

  • કુત્રિમ પસંદગીથી ઉદવિકાસ :

 

 

આપણને જોવા મળતા સજીવો, વાસ્તવમાં ભૂતકાળના એક મૂળભૂત પૂર્વજમાંથી ઉદભવેલા છે.

 

બે હાજર વર્ષ પહેલાથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો.

 

જંગલો કોબીજમાં પસંદગી દ્વારા વિવિધ શાકભાજી, કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે વગેરેમાં ઉદવિકાસ થયો.

 

ખેડૂતો પ્રાકૃતિક પસંદગીને બદલે કુત્રિમ પસંદગીથી ઉદવિકાસ કર્યો.

 

જેમ કે તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછુ કરી કરી કોબીજનો વિકાસ કર્યો. જે આપણે ખાઈ શકીએ છીએ.

 

કેટલાક ખેડૂતો પુષ્પોની વૃદ્ધિને રોકવા માંગતા હતા. આમ, બ્રોકોલીનો વિકાસ થયો.

 

વ્યંધ પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો.

 

કેટલાક ફૂલેલા ભાગની પસંદ કરીને ગાંઠ કોબીજ એટલે કે કલરબી નો વિકાસ થયો.

 

આમ, માત્ર પહોળા પર્ણોને લીધે જ કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો.


બે જાતિઓના ઉદવિકાસીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણીકતાનું ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ :

  1. સમમૂલક અંગો
  2. સમરૂપ અંગો.

 

સમમૂલક અંગો દ્વારા બે જાતિઓના ઉદવિકાસીય સંબંધોને જાણી શકાય છે.

પ્રાણીઓના ઉપાંગ જેવા કે, દેડકાનું અગ્રઉપાંગ, ગરોળીનું અગ્રઉપાંગ, પક્ષીની પાંખ, મનુષ્યના હાથ જેમાં, આધારભૂત સંરચના એક સમાન હોય છે. એટલે કે, એક સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા હોય છે.

આ સમમૂલક અંગોનું પૃષ્ઠવંશીઓમાં જુદા-જુદા કાર્ય કરવા માટે રૂપાંતરણ થાય છે.


એક પતંગિયા અને ચામાચીડિયાની પાંખને શું સમજાત અંગ કહી શકાય? તમારા જવાબનું સ્પષ્ટિકરણ કરો

Locked Answer

જવાબ :

  • ના, એક પતંગિયા અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી ન શકાય. કારણ કે, બંનેની પાંખ એક સમાન લાગે છે પણ તેમના બંધારણ અને સંઘટકોમાં વધારે ભિન્નતા છે.
  • ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. જયારે પક્ષીની પાંખ તેના સંપૂર્ણ અગ્રઉપંગની ત્વચાના વિસ્તરણથી અને પીંછાથી ઢંકાયેલ હોય છે. બંનેની પાંખ ઉડવાનું કાર્ય સમાન છે.
  • આમ, સમમુલક અંગો કહી ન શકાય.


અશ્મિ શું છે? તે જૈવ ઉદવિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે?

Locked Answer

જવાબ :

  • ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના ભાગો કે તેમના છાપના પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા અવશેષોને અશ્મિ કહે છે.
  • અશ્મિઓનો ઉદવિકાસ વિષેના પુરાવા આપે છે કે...
 

તે સમયે ભૂતકાળમાં નિર્માણ પામેલી જાતિઓનો ઇતિહાસ આપે છે.

કેટલાક પ્રાણીઓના ઉદવિકાસનો ક્રમ અને સંબંધ દર્શાવે છે.

 

બે જાતિઓના સજીવો વચ્ચેની  જોડતી કડી અને સમાન પિતૃમાંથી ઉદભવના પુરાવા આપે છે.

ઉદાહરણ તરીકે, આર્કિઓપ્ટેરિક્સ એ સરીશ્રૂપ અને પક્ષીઓને જોડતી કડી દર્શાવે છે.


માનવ ઉદવિકાસ એટલે શું? ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ :

  • માનવ ઉદવિકાસના અભ્યાસના મુખ્ય સાધનો ઉત્પત્તિ, સમય નિર્ધારણ અને જીવાશ્મ અભ્યાસની સાથે DNA અનુક્રમનું નિર્ધારણ છે.
  • મનુષ્યના રૂપ-રંગની વિવિધતા ઘણી બધી હોવાથી લાંબા સમય સુધી લોકો મનુષ્ય પ્રજાતિઓની વાત કરતા હતા. પરંતુ સમય જતા પુરાવા સ્પષ્ટ થયા કે, મનુષ્ય પ્રજાતિઓ કોઈ જૈવિક આધાર નથી. બધા જ મનુષ્યો એક જ પ્રજાતિના છે.
  • મનુષ્યના ઉદવિકાસનું ઉદભવનું મૂળ આફ્રિકા ગણાય છે. માનવજાતિ હોમો સેપિયન્સના સૌ પ્રથમ સભ્યોને ત્યાંથી શોધવામાં આવ્યા હતા. મનુષ્યની આનુવંશિક છાપને આફ્રિકન મૂળમાંથી જ શોધી શકાય છે.
  • કેટલાક હજાર વર્ષ પહેલા આપણા કેટલાક પૂર્વજોએ આફ્રિકા છોડી દીધું. ત્યાં રહ્યા તે મૂળ નિવાસી સંપૂર્ણ આફ્રિકામાં ફેલાઈ ગયા.
  • ઉદવિકસીત પ્રવાસી જાતિ ધીમે ધીમે પૃથ્વી પર ફેલાઈ.
  • આફ્રિકાથી પશ્ચિમી એશિયા, મધ્ય એશિયા, યુરેશિયા, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા ત્યાંથી ઈન્ડોનેશિયાના ટાપુઓ, અને ફિલીપાઈન્સથી ઓસ્ટ્રેલિયા સુધીનો ફેલાવો કર્યો. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરીને અમેરિકા પહોંચ્યા.
  • આ પૂર્વજો મુસાફરીના ઉદ્દેશથી ફેલાયા ન હતા. તેઓ વિભિન્ન સમૂહોના વિવિધ દિશાઓ, વિસ્તારોમાં આગળ વધતા ગયા અને પછી પાછા વળીને પરસ્પર ભળી પણ ગયા.
  • પૃથ્વી પરની અન્ય જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદવિકાસની એક ઘટના માત્ર જ હતી.
  • આ માનવો પોતાનું જીવન સર્વોત્તમ રીતથી જીવવાનો પ્રયત્ન કરતા રહ્યા.


આકાર, કદ, રંગ-રૂપમાં આટલી ભિન્ન દેખાતી માનવ એક જ જાતિના સભ્ય છે તેનું કારણ શું છે?

Locked Answer

જવાબ :

  • ઉત્પત્તિ, સમય-નિર્ધારણ અને જીવાશ્મ અભ્યાસ સાથે DNA અનુક્રમના નિર્ધારણ પરથી કહી શકાય કે બધાજ મનુષ્ય એક જ પ્રજાતિના છે.
  • મનુષ્યમાં સમાન DNA અનુક્રમ ધરાવે છે અને સમાન પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે. વધુમાં તેઓની વચ્ચે પ્રજોત્પત્તિ થાય છે.
  • આ વિવિધતા પર્યાવરણીય ઘટકો, પ્રજનન દરમિયાન લક્ષણોનું સંયોજન અને DNAના પરિવર્તનને લીધે એક જ જાતિમાં જોવા મળે છે.
  • આમ, આકાર, કદ, રંગ-રૂપમાં ભિન્નતા ધરાવતાં માનવ એક જ જાતિના સભ્યો છે.


ઉદવિકાસના આધારે શું તમે જણાવી શકો કે જીવાણું, કરોળિયો, માછલી, અને ચિમ્પાન્ઝીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારા જવાબની સમજુતી આપો.

Locked Answer

જવાબ :

  • સરળતર શરીર બંધારણ ધરાવતા એક કોષીય સજીવ તરીકે જીવાણું છે. તે બેક્ટેરિયા કે ગરમ કે ઠંડા પ્રદેશોમાં કે ઊંડા સમુદ્રમાં એટલે કે પ્રતિકૂળ પર્યાવરણમાં અસ્તિત્વ ધરાવી શકે છે.
  • જૈવ ઉદવિકાસમાં પ્રગતિની જો કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો તે સમયની સાથે સાથે શારીરિક બંધારણની જટિલતામાં વધારો કરે છે.
  • ચિમ્પાન્ઝી જે જૈવ-ઉદવિકાસના શિખર પર નથી પણ, જૈવ ઉદવિકાસમાં ઉત્પન્ન થયેલ અન્ય જાતિ છે. જે જટિલ શારીરિક બંધારણ ધરાવે છે. જેમાં પેશીઓનું અને અંગોનું કાર્ય વિભાજન થયેલું હોય છે.
  • જુદા-જુદા મહત્વના તંત્રોની રચના શરીરમાં જુદા-જુદા કાર્યો કરે છે. તે પર્યાવરણીય ફેરફારોમાં સક્ષમ રીતે અનુકૂલન કરી શકે છે.
  • આમ, ઉપરની બાબતોને ધ્યાન પર લેતા ઉદવિકાસના આધાર પર પણ જીવાણું, કરોળિયો, માછલી, અને ચિમ્પાન્ઝીમાં ઉત્તમ શારીરિક બંધારણ ધરાવતું સજીવ ચિમ્પાન્ઝી છે.


કયા પુરાવાને આધારે આપણે કહી શકીએ કે જીવની ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઇ છે?

Locked Answer

જવાબ :

  • એક બ્રિટિશ વૈજ્ઞાનિક જે.બી.એસ. હાલ્ડેને  ૧૯૨૯માં દર્શાવ્યું કે સજીવોની સર્વપ્રથમ ઉત્પત્તિ તે સરળ કક્ષાના અકાર્બનિક અણુઓમાંથી થઇ હતી. જે પૃથ્વીની ઉત્પત્તિના સમયમાં થઇ હતી. તેમણે કલ્પના કરી હતી કે પૃથ્વી પરનું વાતાવરણ પૃથ્વીના વર્તમાન વાતાવરણ કરતા બધી જ રીતે ભિન્ન હતું.
  • પ્રાથમિક વાતાવરણમાં સંભવિત રીતે જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું અને સૌપ્રથમ પ્રાથમિક જીવ થયો.
  • પ્રાથમિક જીવ, બીજા રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયાની પરિકલ્પના સ્ટેનલી એલ. મિલર અને હેરાલ્ડ સી. ઉરે દ્વારા ૧૯૫૩માં પ્રયોગ આધારિત કરી.
  • તેઓએ કુત્રિમ રીતે એવા વાતાવરણનું નિર્માણ કર્યું કે જે સંભવતઃ પ્રાથમિક કે પ્રાચીન પૃથ્વીના વાતાવરણને સમાન હતું.
  • પ્રયોગમાં એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઈડના અણુઓ હતા. પરંતુ ઓક્સીજનનો અભાવ હતો.
  • પાત્રમાં પાણી સાથે ૧૦૦ C (ઉચ્ચારણ : સો સેલ્સિયસ) થી થોડા ઓછા તાપમાને રાખવામાં આવ્યું હતું.
  • વાયુઓના મિશ્રણમાં વિદ્યુત તણખા ઉત્પન્ન કરવામાં આવ્યા હતા.
  • એક અઠવાડિયા પછી ૧૫% કાર્બન મિથેનથી સરળ કાર્બનિક સંયોજનોમાં પરિવર્તન પામ્યું હતા. જેમાં એમીનો એસીડનો પણ સમાવેશ થાય છે. જે પ્રોટીનના અણુઓનું નિર્માણ કરે છે.
  • જે જીવનો બંધારણીય અને ઉત્પત્તિકારક ઘટક છે.


અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. સમજાવો. અલિંગી પ્રજનન કરનારા સજીવોના ઉદવિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે?

Locked Answer

જવાબ :

  • અલિંગી પ્રજનનમાં એકજ પિતૃમાંથી DNA ની પ્રતિકૃતિથી સંતાનમાં ખુબજ સૂક્ષ્મ ભિન્નતા આવે છે. તેથી સંતાન મોટે ભાગે પિતૃ જેવું જ બને છે. ઉદાહરણ તરીકે, શેરડીમાં વાનસ્પતિક પ્રજનનથી બનતી શેરડી પણ તેના જેવી જ હોય છે. અમીબામાં પણ પિતૃ અને સંતતિ વચ્ચે ભિન્નતા જોવા મળતી નથી.
  • લિંગી પ્રજનન બે ભિન્ન પ્રજનન કોષો વડે થાય છે. બે પ્રકારના DNAના સંયોજનથી સંતતિમાં ભિન્નતા વધારે આવે છે.
  • ઉદાહરણ તરીકે, માતા-પિતાથી બનેલી સંતતિ ભિન્ન હોય છે.
  • લિંગી પ્રજનનથી ભિન્નતામાં પેઢી-દર-પેઢી વધારો થતો જાય છે. અને ભિન્નતાનો સંગ્રહ થવાથી ઉદવિકાસ થાય છે અને નવી પેઢીનું નિર્માણ થાય છે. 


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

આનુવંશિકતા અને ઉદ્દવિકાસ

gseb std 10 science paper solution
આનુવંશિકતા અને ઉદવિકાસ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.