જવાબ : લાર્જ હેડ્રોન કોલાઇડર
જવાબ : નિયંત્રિત ન્યુક્લિયર ફિશન
જવાબ : નીલ્સ બોહ્ર
જવાબ : મૅક્સવેલ
જવાબ : ક્વાર્ક્સ
જવાબ : ક્વાર્ક્સ
જવાબ : યંત્રશાસ્ત્ર
જવાબ : ગુરુત્વાકrર્ષી બળ
જવાબ : 1036
જવાબ : 101
જવાબ : વીજભાર
જવાબ : દળ
જવાબ : બળ
જવાબ : 102
જવાબ : 1013
જવાબ : મૅક્સવેલ
જવાબ : 10-25
જવાબ : આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે
જવાબ : ગુરુત્વાકર્ષી
જવાબ : કોણીય વેગમાન
જવાબ : 10-19
જવાબ : 1036
જવાબ : ગ્રીક
જવાબ : લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતાં.
જવાબ : ગુરુત્વાકર્ષણ
જવાબ : પૉલ ડિરાક
જવાબ : ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રના સિદ્ધાંત પરમાણ્વીય, આણ્વીય અને ફોટો-ઇલેક્ટ્રિક ઘટનાઓનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો છે.
જવાબ : ક્વૉન્ટમ મિકેનિક્સ
જવાબ : કુલંબ
જવાબ : ભૌતિક વિજ્ઞાન
જવાબ : ભૌતિકશાસ્ત્રના સુક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં પરમાણ્વીય, આણ્વીય અને ન્યુક્લિયરની ઘટનાઓનો સમાવેશ થાય છે.
જવાબ : ઇલેક્ટોડાઇનેમિક્સ
જવાબ : ઍટમિક ફોર્સ માઈક્રોસ્કોપ
જવાબ : દ્રવ્ય અને વિકિરણ
જવાબ : કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
જવાબ : ઇલેક્ટ્રૉન અને ન્યૂટ્રિનો
જવાબ : સ્ટ્રૉગ ન્યુક્લિયર બળ
જવાબ : પ્રોટોન અને ન્યૂટ્રૉન
જવાબ : ઊર્જા-સંરક્ષણનો નિયમ
જવાબ : રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
જવાબ : કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
જવાબ : ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન
જવાબ : ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર પ્રોટોન-પ્રોટોન, પ્રોટોન-ન્યુટ્રૉન અને ન્યુટ્રૉન-ન્યુટ્રોન વચ્ચે લાગે છે.
જવાબ : આકર્ષી બળ અને અપાકર્ષી બળ
જવાબ : ઈલેક્ટ્રૉડાઇનેમિક્સ
જવાબ : અવસ્થા
જવાબ : શૂન્યથી અનંત
જવાબ : ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ
જવાબ : અવકાશ સમાંગ છે તેના
જવાબ : ઊર્જા-સંરક્ષણનો નિયમ
જવાબ : સાયન્સ (Science) શબ્દનો ઉદ્ભવ લૅટિન ભાષાના શબ્દ સિન્ટિયા (Scientia) પરથી થયો છે. જેનો અર્થ છે ‘જાણવુ’. સંસ્કૃત ભાષાનો શબ્દ ‘વિજ્ઞાન' તથા અરબી ભાષાનો શબ્દ ‘ઈલ્મ' પણ આ જ અર્થ વ્યક્ત કરે છે. જેનો અર્થ છે ‘જ્ઞાન'.
વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે અને આ રીતે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનામાં આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેનો પ્રયત્ન છે. આપણી આજુબાજુ જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું, પ્રયોગ કરવા અને આગાહી કરવી તે વિજ્ઞાન છે. વિશ્વને સમજવા માટેની જિજ્ઞાસા, પ્રકૃતિનાં રહસ્યોને ઉકેલવાનું વિજ્ઞાનમાં સંશોધન તરફનું પ્રથમ પગલું છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતરસંબંધ ધરાવતા કેટલાક પદ : પદ્ધતિસરનાંઅવલોકનો, નિયંત્રિત પ્રયોગો, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, ગાણિતિક નમૂના (મોડલિંગ), આગાહીઓ, સિદ્ધાંતો ચકાસવા અથવા નકારવાનો સમાવેશ થાય છે. અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે તો ત્યારે જ સ્વીકાર્ય બને છે જ્યારે તેને સંબંધિત અવલોકનો અથવા પ્રયોગો દ્વારા તેની સત્યાર્થતા ચકાસી શકાય.જવાબ : વિદ્યુતભારિત કણો વચ્ચે લાગતાં બળને વિદ્યુતચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. સરળ કિસ્સામાં જ્યારે વિદ્યુતભારો સ્થિર સ્થિતિમાં હોય છે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કુલંબના નિયમ પરથી મળે છે.
વિજાતીય વીજભારો વચ્ચે આ બળ આકર્ષી અને સજાતીય વીજભારો વચ્ચે આ બળ અપાકર્ષી પ્રકારનું હોય છે જ્યારે વીજભારો ગતિમાં હોય છે ત્યારે તે ચુંબકીય અસર નીપજાવે છે અને ચુંબકીયક્ષેત્ર ગતિશીલ વીજભારો પર બળ લગાડે છે. વિધુત અને ચુંબકીયક્ષેત્રની આ સંયુક્ત અસર અલગ ન પાડી શકાય તેવી હોવાથી આ બળને વિધ્યુતચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળની માફક વિદ્યુતચુંબકીય બળ પણ ગુરુઅંતરિય બળ છે તથા તેને લાગવા માટે તેમની વચ્ચે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં અતિશય પ્રબળ બળ છે. નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષીબળ કરતાં વિદ્યુતબળ 1036 ગણું મોટું હોય છે. દ્રવ્ય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને તેના જેવા બીજા વીજભારિત મૂળભૂત કણોનુ બનેલું છે. વિદ્યુતચુંબકીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં ઘણું વધુ પ્રબળ હોવાથી આણ્વીક અને પરમાણ્વીક સ્તરે થતી ઘટનાઓમાં વિદ્યુતચુંબકીય બળનું પ્રભુત્વ વધુ છે. આમ પરમાણુ અને અણુઓની સંરચના, રાસાયણિક પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર તથા દ્રવ્યની યાંત્રિક, ઉષ્મીય અને અન્ય લાક્ષણિકતાઓનું સંચાલન મુખ્યત્વે વિદ્યુતચંબકીય બળ દ્વારા જ થાય છે. તણાવબળ, ઘર્ષણબળ, લંબબળ અને સ્પ્રિંગમાં ઉદભવતાં બળો જેવાં સ્થૂળ બળોના પાયામાં વિદ્યુતચુંબકીય બળ રહેલું છે.જવાબ : સિદ્ધાંત તથા અવલોકનો (અથવા પ્રયોગો)નો એકબીજાની આંતરક્રીડા (Interplay) વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર છે. વિજ્ઞાન હંમેશાં ગતિશીલ (Dynamic) છે. વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી તથા વૈજ્ઞાનિકોમાંથી કોઈને નિર્વિવાદિત સત્તા હોતી નથી.
જેમ જેમ અવલોકનોની વિગતો અને ચોકસાઈમાં સુધારો થતો જાય અથવા પ્રયોગો દ્વારા નવાં પરિણામો પ્રાપ્ત થાય તેમ તેમ સિદ્ધાંતોએ જરૂર હોય તો પોતાનામાં ફેરફાર કરીને પણ તેમને સમજાવવાં જોઈએ. ઘણી વાર ફેરફારો મોટા હોતા નથી અને પ્રવર્તમાન સિદ્ધાંતોનાં માળખામાં જ હોય છે. ટાઈકો બ્રાહે (1546-1601) દ્વારા ગ્રહોની ગતિને સંબંધિત એકત્રિત કરેલ વિસ્તૃત માહિતીનું, જોહાનીસ કેપ્લરે (1571-1630) પરીક્ષણ કર્યું તો, આ તમામ માહિતી, નિકોલસ કોપરનિક્સે આપેલ સૂર્યકેન્દ્રીયવાદ (જેમાં સૂર્ય સમગ્ર સૂર્યમાળાનાં કેન્દ્રમાં સ્થિર છે)ની વર્તુળાકાર કક્ષાઓને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાઈ.ઘણી વાર પ્રવર્તમાન સિદ્ધાંતો નવાં અવલોકનોને સમજાવવા માટે અસમર્થ હોય છે. આને કારણે વિજ્ઞાનમાં મોટા ખળભળાટ મચે છે. વીસમી સદીની શરૂઆતમાં એવું અનુભવાયું કે તે સમયનો સૌથી સફળ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણ્વીય ઘટનાઓનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં અસમર્થ નીવડ્યો. આ જ રીતે પ્રકાશનું તરંગસ્વરૂપ ફોટોઇલેક્ટ્રિક લાક્ષણિકતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. પરિણામે પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતો સમજવા માટે ધરમૂળથી નવા સિદ્ધાંતોનો (ક્વૉન્ટમ મિકેનિક્સ) વિકાસ થયો. જેવી રીતે કોઈ નવો પ્રયોગ વૈકલ્પિક રીતે સૈદ્ધાંતિક નમૂના (પ્રતિકૃતિ)ઓનું સૂચન કરે છે, તે જ રીતે કોઈ સિદ્ધાંતની પ્રગતિ, કેટલાક પ્રયોગોમાંથી કેવાં અવલોકનો મેળવવાં જોઈએ તેમ સૂચવે છે. અર્નેસ્ટ રધરકફોર્ડે (1871-1934) 1911માં સોનાના વરખ પર આલ્ફા-કણોનાં પ્રકીર્ણનના પ્રયોગનાં પરિણામો દ્વારા પરમાણુનું ન્યુક્લિયર મોડેલ સ્થાપિત કર્યું. આ મોડેલ નીલ્સ બ્હોરે (1885-1962) 1913માં આપેલ હાઇડ્રોજન પરમાણુના ક્વૉન્ટમવાદનો પાયો બન્યું. બીજી તરફ પૉલ ડિરાકે (1902થી 1984) 1930માં પ્રતિકણના ખ્યાલને સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો, જેનાં બે વર્ષ બાદ કાર્લ એન્ડરસને પોઝીટ્રોન(ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ )ની પ્રાયોગિક શોધ દ્વારા તેની પુષ્ટિ કરી.જવાબ : ભૌતિક વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનના વિભાગોમાં એક મુખ્ય વિભાગ છે. આ વિભાગોમાં રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. ભૌતિકવિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘Physics’ એ ‘પ્રકૃતિ' એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃત શબ્દ ‘ભૌતિકી' પરથી ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ‘ભૌતિકવિજ્ઞાન' શબ્દનો ઉપયોગ થયો. કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિકવિજ્ઞાન કહી શકીએ.
ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે બે વિચારધારાઓ પર અભ્યાસ કરવામાં આવે છે. એકીકીકરણ (Unification) અને ન્યૂનીકરણ (Reductionism). એકીકીકરણ (Unification): ભૌતિકવિજ્ઞાન અંતર્ગત આપણે જુદી જુદી ઘટનાઓની સમજૂતી કેટલીક સંકલ્પના અને નિયમોનાં પદમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણો ઉદેશ જુદાં જુદાં પ્રભાવક્ષેત્રો (domain) અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને સાંકળવાનો પ્રયત્ન છે. દા.ત., (ન્યૂટને આપેલ) ગુરુત્વાકર્ષણનો નિયમ, જમીન પર સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિને સમજાવે છે. આ જ રીતે વિદ્યુતચુંબકત્વ માટેનો મૂળભૂત સિદ્ધાંત (મેક્સવેલ સમીકરણ) તમામ વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતોનું સંચાલન કરે છે. ન્યૂનીકરણ (Reductionism): કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેનાં સાદાં ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે અને તે ભૌતિકવિજ્ઞાનનું હાદ છે. દા.ત., ઓગણીસમી સદીમાં વિક્સેલ વિષય થરમૉડાયનેમિક્સમાં તાપમાન, આંતરિક ઊર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિકરાશિઓનાં પદોમાં મોટા તંત્ર સાથે કામ લેવું પડે છે. ત્યાર બાદ ગતિવાદ અને સ્ટેટેસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં સ્થૂળતંત્રનાં આણ્વીય ઘટકોના ગુણધર્મોનાં પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું હતું. જેમકે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિઊર્જા સાથે સંકળાયેલ છે.જવાબ : ભૌતિકવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર ભૌતિકવિજ્ઞાનની જુદી જુદી વિધ્યાશાખાઓ દ્વારા મેળવી શકાય છે. મૂળભૂત રૂપે તેનાં બે રસપ્રદ પ્રભાવક્ષેત્રો છે. સ્થૂળ અને સૂક્ષ્મ.
સ્થૂળ પ્રભાવક્ષેત્ર: સ્થૂળ પ્રભાવક્ષેત્રમાં પૃથ્વી પરની તથા ખગોળિય સ્તરની ઘટનાઓનો સમાવેશ પ્રયોગશાળામાં થાય છે. પ્રચલિત ભૌતિકવિજ્ઞાન (Classical Physics)માં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ થાય છે. જેમાં યંત્રશાસ્ત્ર (Mechanics), ઇલેક્ટ્રૉડાયનૅમિક્સ (Electrodynamics), પ્રકાશશાસ્ત્ર (Optics) અને થરમૉડાયનેમિક્સ (Thermodynamics) જેવી વિધાશાખાઓનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ પ્રભાવક્ષેત્ર: ભૌતિકવિજ્ઞાનના સુક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં સૂક્ષ્મ સ્તરે (લંબાઈના પણ સુક્ષ્મ સ્તરે) પરમાણુઓ અને ન્યૂક્લિયસનાં દ્રવ્યનું બંધારણ અને સંરચના તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રચલિત ભૌતિકવિજ્ઞાન (Classical Physics) આ સુક્ષ્મ પ્રભાવક્ષેત્રને સમજાવવા માટે અપૂરતું છે. જ્યારે સૂક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં પરમાણ્વીક, આણ્વીક અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે.જવાબ : પ્રચલિત ભૌતિકવિજ્ઞાન (Classical Physics)માં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ થાય છે. જેમાં યંત્રશાસ્ત્ર (Mechanics), ઇલેક્ટ્રૉડાયનૅમિક્સ (Electrodynamics), પ્રકાશશાસ્ત્ર (Optics) અને થરમૉડાયનેમિક્સ (Thermodynamics) જેવી વિધાશાખાઓનો સમાવેશ થાય છે.
યંત્રશાસ્ત્ર (Mechanics): ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત યંત્રશાસ્ત્ર એ કણોની ગતિ, દઢ તથા વિરુપણશીલ પદાર્થની ગતિ તથા કણોના વ્યાપક તંત્રની સાથે સંકળાયેલ છે. જેટ દ્વારા બહાર નીકળતા વાયુ વડે રૉકેટનું આગળ વધવું, હવામાં પ્રસરતા ધ્વનિતરંગો અથવા પાણીના તરંગો તથા બોજ હેઠળ વળીને રહેલા સળિયાનું સંતુલન વગેરે યંત્રશાસ્ત્ર સંબંધિત સમસ્યાઓ છે. ઇલેક્ટ્રૉડાયનૅમિક્સ (Electrodynamics): ઇલેક્ટ્રાંડાયનેમક્સિ એ વિધુતભાર અને ચુંબકીય પદાર્થ સાથે સંકળાયેલ વિધુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત છે. કુલંબ, ઓર્સ્ટેડ, ઍમ્પિયર અને ફેરેડેએ તેના પાયાના નિયમો આપ્યા. આ નિયમોને મેક્સવેલે તેનાં પ્રચલિત સમીકરણોમાં સમાવેશ કરી અનુમોદિત કર્યા. ચુંબકીય ક્ષેત્રમાં વીજપ્રવાહધારિત સુવાહકની ગતિ, પ્રત્યાવર્તી વૉલ્ટેજ (ac વૉલ્ટેજ) માટે પરીપથની વર્તણૂક, એન્ટેનાની કાર્યપદ્ધતિ, આયનોસ્ફિયરમાં રેડિયોતરંગોનું પ્રસરણ વગેરે સમસ્યાઓનો સમાવેશ ઇલેક્ટ્રૉડાયનેમિક્સમાં થાય છે. પ્રકાશશાસ્ત્ર (Optics): પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ થાય છે. માઇક્રોસ્કૉપ અને ટેલિસ્કૉપની કાર્યપદ્ધતિ, પાતળી ફિલ્મ (કપોટી) વડે પ્રદર્શિત રંગો વગેરે પ્રકાશશાસ્ત્રના વિષયાંગો છે. થરમૉડાયનેમિક્સ (Thermodynamics): યંત્રશાસ્ત્રથી વિરુદ્ધ થરમૉડાયનેમિક્સમાં સમગ્ર રીતે પદાર્થોની ગતિનો વિચાર કરવામાં આવતો નથી. પરંતુ તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપ-લે દ્વારા તંત્રનાં તાપમાન, આંતરિક ઊર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફારો વિશે વિચારવામાં આવે છે. ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટરોની કાર્યક્ષમતા, ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયાની દિશા વગેરેનો અભ્યાસ થરમૉડાયનેમક્સિમાં કરવામાં આવે છે.જવાબ : ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વિસ્તરેલું છે. તે લંબાઈ, દ્રવ્યમાન, સમય, ઊર્જા જેવી ભૌતિક રાશિઓનાં આશ્ચર્યજનક મૂલ્યોને આવરી લે છે. ભૌતિકવિજ્ઞાનમાં એક તરફ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે સાથે સંકળાયેલ લંબાઈમાં અતિસૂક્ષ્મ માપક્રમ પર (10-14 m કે તેથી પણ નાની) ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે.
તેનાંથી વિરુદ્ધ બીજી તરફ તેમાં વિશાળ ફલક પર આકાશગંગા અથવા સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલ ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જેના વિસ્તાર 1026 m ના માપક્રમનો છે. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર 1040ના ક્રમનો કે તેનાથી વધુ છે. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયના માપક્રમનો વિસ્તાર 10-20s થી 1018s જેટલો મળે છે. દ્રવ્યમાનનો વિસ્તાર 10-30kg (ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન)થી 1055kg (જ્ઞાત અવલોકનીય વિશ્વનું દ્રવ્યમાન) જેટલો છે.જવાબ : ભૌતિકવિજ્ઞાન ઘણીબધી રીતે ઉત્તેજનાત્મક છે. ભૌતિકવિજ્ઞાન કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ તથા નિયમો વડે વિશાળ શ્રોણીનાં પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓને સમાવતી ઘટનાઓને સમજાવી શકે છે. આ તથ્યોને લઈને કેટલીક વ્યક્તિઓ પાયાના સિદ્ધાંતોની સુઘડતા અને સર્વવ્યાપકતાના સંદર્ભે ઉત્તેજના અનુભવે છે.
જ્યારે કેટલાક લોકો કુદરતનાં ગૂઢ રહસ્યો જાણવા કલ્પનાશીલ નવા પ્રયોગો કરવાનો પડકાર, સિદ્ધાંતોની ચકાસણી કે અસ્વીકૃતિમાં ઉત્તેજના અનુભવે છે. સમાનરૂપે પ્રયોજિત ભૌતિકવિજ્ઞાન (Applied Physics) એટલું જ મહત્વનું છે. ભૌતિકવિજ્ઞાનમાં નિયમોનું ઉપયોજન અને પૂરેપૂરા ઉપયોગ દ્વારા ઉપયોગી રચનાઓ (Devices) બનાવવી તે રસપ્રદ અને ઉત્તેજક છે. તે માટે કુશળતા અને ખંતપૂર્વકના પ્રયત્નો જરૂરી છે.જવાબ : છેલ્લી કેટલીક સદીઓમાં ભૌતિકવિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું શું રહસ્ય છે ? આ પ્રગતિ મૂળભૂત ધારણાઓ સાથે ઘતા ફેરફારોને સંલગ્ન છે. વૈજ્ઞાનિક પ્રગતિ માટે ગુણાત્મક વિચારો હોવા જોઈએ તે મહત્વનું છે. પરંતુ પર્યાપ્ત નથી. ખાસ કરીને ભૌતિકવિજ્ઞાનમાં માત્રાત્મક અવલોકનો મહત્વનાં છે. કારણ કે કુદરતી નિયમો ચોક્કસ ગાણિતીક સમીકરણો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.
ભૌતિકવિજ્ઞાનના પાયાના નિયમો સાર્વત્રિક છે અને તે જુદા જુદા વિશાળ સંદર્ભોમાં પણ લાગુ પાડી શકાય છે, આ બીજી મહત્વની કોઠાસૂઝ હતી અને છેલ્લે અંદાજ લગાવવાની વ્યૂહરચના ખૂબ જ સરળ રહી છે. રોજિંદા જીવનમાં મોટા ભાગની ઘટનાઓ, પાયાના નિયમોની જટિલ અભિવ્યક્તિ હોય છે. કોઈ એક ઘટનાનાં જુદાં જુદાં પાસાઓમાંથી ઓછી મહત્વપૂર્ણ બાબતો કરતાં વધુ મહત્વપૂર્ણ બાબતોને વૈજ્ઞાનિકો અલગ તારવવાનું વધુ મહત્વનું સમજે છે. એક સારી પ્રયુક્તિ એ છે કે, પ્રથમ કોઈ ઘટનાનાં અતિઆવશ્યક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેના મૂળ સિદ્ધાંતો શોધવામાં આવે અને ત્યાર બાદ તેમાં જરૂરી સુધારા કરીને વધુ શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધાંત રચવામાં આવે છે. ઉદાહરણ તરીકે લાંબી અને શૂન્યાવકાશીત નળીમાં પથ્થર અને પીંછાનું મુક્તપતન કરાવવામાં આવે, તો બંને લગભગ એકસરખા દરથી મુક્તપતન પામે છે. આ પરથી મૂળ નિયમ મેળવી શકાય છે કે, ગુરુત્વપ્રવેગ પદાર્થનાં દળ પર આધારિત નથી. આ રીતે મેળવેલ નિયમ માટે ફરીથી પીંછાંનાં મુક્તપતનનો કિસ્સો વિચારીએ, તો હવાના અવરોધનો સુધારો વર્તમાન સિદ્ધાંતમાં લાગુ પાડી, પૃથ્વી પર મુક્તપતન પામતા પદાર્થો માટે વધુ વાસ્તવિક સિદ્ધાંત મેળવી શકાય છે.જવાબ : ભૌતિકવિજ્ઞાન, ટેક્નોલૉજી અને સમાજ વચ્ચેનો સંબંધ ઘણાં- બધાં ઉદાહરણોમાં જોઈ શકાય છે. ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અને તેમાં સુધારા કરવાની જરૂરિયાતને કારણે ઉષ્માગતિશાસ્ત્ર વિષયનો ઉદ્દભવ થયો.
વરાળયંત્ર કે જેની માનવસભ્યતા પર ખૂબ મોટી અસર પડી છે તેને અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિથી અલગ પાડી શકાય તેમ નથી. ઘણી વખત ટેક્નોલૉજી નવા ભૌતિકવિજ્ઞાનને વિકસાવે છે તો ક્યારેક ભૌતિકવિજ્ઞાન નવી ટેક્નોલૉજી વિકસાવે છે. જેનું ઉદાહરણ છે વાયરલેસ કમ્યૂનિકેશન. જે ઓગણીસમી સદીમાં શોધાયેલ વિદ્યુત અને ચુંબકત્વના મૂળભૂત નિયમોને અનુસરે છે. ભૌતિકવિજ્ઞાનના પ્રયોજન માટે પૂર્વાનુમાન બાંધવું દરેક વખતે સરળ હોતું નથી. વર્ષ 1933ના અંત સુધીમાં મહાન ભૌતિકશાસ્ત્રી અર્નેસ્ટ રધરફોર્ડ પરમાણુમાંથી ઊર્જાના ઉત્સર્જનની ઘટનાને નકારી ચૂક્યા હતા. પરંતુ થોડાં વર્ષ બાદ 1938માં હાન અને મિટનરે ન્યુટ્રોનનો મારો ચલાવી યુરેનિયમમાં ન્યુક્લિયસની વિખંડનની ઘટના શોધી, જે ન્યુક્લિયર પાવર રીએક્ટરો અને ન્યુક્લિયર હથિયારોની કાર્યપ્રણાલીનો પાયો છે. ભૌતિકવિજ્ઞાન ટેક્નોલોજી વધુ ને વધુ ઊંચાઈ પર લઈ જાય છે તેનું બીજું ઉદાહરણ છે સિલિકોન ‘ચીપ’ જેને વીસમી શતાબ્દીના અંતિમ ત્રણ દશકામાં કમ્પ્યૂટર ક્રાંતિ જન્માવી છે. ભૌતિકવિજ્ઞાનનું એક મહત્વનું કાર્યક્ષેત્ર, ‘વૈકલ્પિક ઊર્જાસ્રોતોનો વિકાસ' એ ભૌતિકવિજ્ઞાનનું યોગદાન હતું અને ભવિષ્યમાં પણ રહેશે.ભૌતિકવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.