GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

એક ખુલ્લી પાઇપ માટે હવાના સ્તંભની મૂળભૂત આવૃત્તિ 512 Hz છે. જો આ પાઈપ એક છેડેથી બંધ કરવામાં આવે, તો મૂળભૂત આવૃત્તિ ...... Hz થાય.

Hide | Show

જવાબ : 256


એક ક્લોઝડ પાઇપમાં હવાનો સ્તંભ 160 Hz ના સ્વરકાંટા સાથે પ્રથમ અનુનાદમાં છે. ક્લોઝડ પાઇપમાં હવાના સ્તંભની લંબાઈ કેટલા cm થશે ? ( v = 320 ms-1)

Hide | Show

જવાબ : 50


એક બંધ ઓર્ગન પાઇપ અને એક ખુલ્લી ઓર્ગન પાઇપને સમાન મૂળભૂત આવૃત્તિ પર ટ્યૂન કરેલ છે, તો તેમની લંબાઈઓનો ગુણોત્તર કેટલો હોય ?

Hide | Show

જવાબ : 1:2


બંને છેડેથી ખુલ્લી નળીમાં 160 Hz ના સ્વરકાંટા વડે અનુનાદ મેળવવા માટે, નળીની ઓછામાં ઓછી લંબાઈ કેટલા cm હોવી જોઈએ ? (v = 320 ms-1)

Hide | Show

જવાબ : 100


એક સ્થિત તરંગના બે ક્રમિક ઓવરટોનની આવૃત્તિઓ અનુક્રમે 285 Hz અને 325 Hz છે, તો મૂળભૂત આવૃત્તિ કેટલી હશે ?

Hide | Show

જવાબ : 40 Hz


ક્લોઝડ પાઈપની લંબાઈ 130 cm છે. તેમાં રચાતાં સ્થિત તરંગની આવૃત્તિ તેના તૃતીય ઓવરટોનની આવૃત્તિ જેટલી છે, તો તરંગલંબાઈ કેટલા cm હશે ?

Hide | Show

જવાબ : 40


એક બંધ નળી (Closed pipe) અને બીજી ખુલ્લી નળી (Open pipe) માટે પ્રથમ ઓવરટોનની આવૃત્તિઓ સમાન હોય, તો તેમની લંબાઈનો ગુણોત્તર

Hide | Show

જવાબ : 3:4


100 cm લંબાઈની એક દોરી દસમા હાર્મોનિકથી દોલનો કરે છે. દોરી પર મળતા નિસ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓની સંખ્યા અનુક્રમે ...... અને ...... હશે.

Hide | Show

જવાબ : 9 અને 10


એક બંધ નળીમાં 320 Hz આવૃત્તિના સ્વરકાંટા વડે ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. નળીની લંબાઈ 125 cm છે. હવે નળીમાં ધીમે ધીમે ક્રમશઃ પાણી ભરવામાં આવે છે. પાણીની કેટલી ઊંચાઈએ અનુનાદ સંભળાશે ? ધ્વનિનો વેગ 320 ms-1

Hide | Show

જવાબ : 100


100 cm અંતરે આવેલા બે દઢ આધારો વચ્ચે એક દોરી બાંધેલી છે. આ દોરી માટે 295 Hz આવૃત્તિ પછી સીધી 415 Hz આવૃત્તિ મળે છે. આ બંનેની વચ્ચેની બીજી કોઈ જ આવૃત્તિ શક્ય નથી. આ દોરી માટે લઘુતમ અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?

Hide | Show

જવાબ : 120 Hz


ખેંચાયેલી દોરીમાં સ્થિત તરંગનું સમીકરણ y=10 sin 2π/7 x cos 70 π t છે. જ્યાં x અને y cm અને t સેકન્ડમાં છે, તો બે ક્રમિક નિસ્પંદન બિંદુઓ વચ્ચેનું અંતર કેટલા cm હશે ?

Hide | Show

જવાબ : 3.5 cm


ગિટારના પાતળા તારની લંબાઈ 100 cm છે. તેની મૂળભૂત આવૃત્તિ 250 Hz છે. જો તેમાં 500 Hz આવૃત્તિ ઉત્પન્ન કરવી હોય, તો તારની લંબાઈ કેટલી રાખવી પડે ?

Hide | Show

જવાબ : 50 cm


દોરી પર સ્થિત તરંગનું સમીકરણ y =10sin π/4 x cos40π t cm છે. જ્યાં x cm માં અને t s માં છે, તો જડિત આધારથી પ્રસ્‍પંદ બિંદુઓના સ્થાન કયાં છે ?

Hide | Show

જવાબ : 2 cm, 6 cm, 10 cm, 14 cm ...


સોનોમીટરના તારના મુક્ત છેડે એક બ્લૉક લટકાવ્યો છે. તારનાં દોલનોની મૂળભૂત આવૃત્તિ 500 Hz મળે છે. હવે બ્લૉકને પાણીમાં ડુબાડતા આ તારની મૂળભૂત આવૃત્તિ 300 Hz થાય છે. હવે પાણીની જગ્યાએ બ્લૉકને એક પ્રવાહીમાં ડુબાડતાં આ તારની મૂળભૂત આવૃત્તિ 100 Hz મળે છે, તો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા કેટલી હશે ?

Hide | Show

જવાબ : 1.5


35 cm લંબાઈની દોરી 3 kHz આવૃત્તિથી પ્રસામાન્ય રીતી દોલનો કરે છે. તરંગોનો વેગ 350 ms-1 છે, તો દોરીની મૂળભૂત આવૃત્તિ કેટલી ? અને દોરી પર કેટલા બંધગાળાઓ રચાતા હશે ?

Hide | Show

જવાબ : f1=500 Hz, n=6


ઋણ X-અક્ષની દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ y=20sin(4πt+3πx) છે. તે એક દઢ આધાર પાસેથી પરાવર્તન પામે છે, તો પરાવર્તિત તરંગનું સમીકરણ કયું થશે ?

Hide | Show

જવાબ : y = 20cos(4πt - 3πx + π/2)


પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ y =10 sin(4πt-2π/x) છે. આ તરંગનું જડિત આધાર પાસેથી પરાવર્તન થાય છે. જો પરાવર્તિત તરંગની તીવ્રતા આપાત તરંગની તીવ્રતા કરતાં 0.81 ગણી છે, તો પરાવર્તિત તરંગનું સમીકરણ કયું થશે ?

Hide | Show

જવાબ : yr=-9cos(4πt+2π/x)


બે સ્વર કાંટાની આવૃત્તિઓ 320 Hz અને 480 Hz છે. તેઓ હવામાં જે ધ્વનિતરંગો ઉત્પન્ન કરે છે તે તરંગો વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત 17/48 m છે, તો હવામાં ધ્વનિનો વેગ કેટલા ms-1 હશે ?

Hide | Show

જવાબ : 340


એક માધ્યમમાં 50 cm અને 50.5 cm ના બે તરંગો 1 સેકન્ડમાં 6 સ્પંદ રચે છે, તો આ માધ્યમમાં તરંગનો સમાન વેગ કેટલો હશે ?

Hide | Show

જવાબ :  303 ms-1


પાણીમાં વહાણ ગતિ કરે ત્યારે પાણીમાં ઉત્પન્ન થતાં તરંગો ......

Hide | Show

જવાબ : સંગત અને લંબગત બંને.


એક માધ્યમમાં λ તરંગલંબાઈવાળું અને v m/s  ની ઝડપથી ગતિ કરતું બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે તેની ઝડપ 2v m/s  થાય છે, તો બીજા માધ્યમમાં ઘ્વનિતરંગની તરંગલંબાઈ ......

Hide | Show

જવાબ :


હવામાં ધ્વનિના તરંગની ઝડપ ......

Hide | Show

જવાબ : ભેજ વધતાં વધે છે.


માધ્યમનું તાપમાન બદલતાં શું બદલાય છે.

Hide | Show

જવાબ : ધ્વનિતરંગોની તરંગલંબાઈ


માધ્યમમાં સંગત તરંગોની ગતિ સાથે સ્થાનાંતર થતી રાશિ.........

Hide | Show

જવાબ : ઊર્જા


યાંત્રિક લંબગત તરંગો માત્ર ............... પદાર્થમાં પ્રસરણ પામી શકે.

Hide | Show

જવાબ : ઘન


ધ્વનિના તરંગો હવામાંથી પસાર થાય ત્યારે સંઘનન અને વિઘનન રચાય છે. બે ક્રમિક સંઘનન અને વિઘનનમાં..............

Hide | Show

જવાબ : તેમાં ઉષ્માની સ્થાન બદલી થતી નથી.


2.5 kg દળની દોરી 200 N ના તણાવ સાથે છે. ખેંચાયેલી દોરીની લંબાઈ 20.0 m છે. જો તેના એક છેડે લંબગત વિક્ષોભ લગાડવામાં આવે, તો તે વિક્ષોભ બીજા છેડે ............ સમય પછી પહોચે.

Hide | Show

જવાબ : 0.5 s


400 Hz આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ 332 ms-1 જેટલા વેગથી પ્રસરે છે. જે સ્થળે મહત્તમ સંઘનન જોવા મળે છે તે જ સ્થળે ઓછામાં ઓછા કેટલા સમય પછી વિઘનન જોવા મળશે ?

Hide | Show

જવાબ : 1/800 S


હવામાં બે સ્વરોની તરંગ-લંબાઈ 90/175m અને 90/173m છે. આ બંને સ્વરો નિશ્ચિત આવૃત્તિના ત્રીજા સ્વર સાથે 1s માં 4 સ્પંદ રચે છે, તો આ ત્રીજા સ્વરની નિશ્ચિત આવૃત્તિ કેટલી હશે ?

Hide | Show

જવાબ : 696 Hz


સમાન તીવ્રતા ધરાવતાં ધ્વનિના ત્રણ સ્રોતની આવૃત્તિ અનુક્રમે 312 Hz, 316 Hz અને 320 Hz છે. કોઈ પણ બે ક્રમિક સ્રોતમાંથી ઉદ્‌ભવતા ધ્વનિ દર સેકન્ડે કેટલા સ્પંદ રચશે ?

Hide | Show

જવાબ : 4


સ્વરકાંટો P, 384 Hzના સ્વરકાંટા Q સાથે 1s માં 4 સ્પંદ રચે છે. હવે સ્વરકાંટા P ના એક પાંખિયાને સહેજ ઘસવામાં આવતાં તે સ્વરકાંટા Q સાથે એક સેકન્ડમાં 3 સ્પંદ રચે છે, તો સ્વરકાંટા P ની મૂળ આવૃત્તિ કેટલા Hz હશે ?

Hide | Show

જવાબ : 380


સ્વરકાંટો M, 588 Hzના સ્વરકાંટા N સાથે 1s માં 5 સ્પંદ રચે છે. હવે સ્વરકાંટા M ના એક પાંખિયા પર મીણ લગાડતાં તે સ્વરકાંટા N સાથે 1s માં 3 સ્પંદ રચે છે, તો સ્વરકાંટા M ની મૂળ આવૃત્તિ કેટલા Hz હશે ?

Hide | Show

જવાબ : 593


51 સ્વરકાંટાઓ આવૃત્તિના ચઢતા ક્રમમાં ગોઠવ્યા છે. બે ક્રમિક કાંટાઓ 1s માં 3 સ્પંદ રચે છે. અંતિમ સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં 3 ગણી છે, તો 26મા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી હશે ?

Hide | Show

જવાબ : 150 Hz


21 સ્વરકાંટાઓ આવૃત્તિના ચઢતા ક્રમમાં છે. બે ક્રમિક કાંટા દર સેકન્ડે x સ્પંદ રચે છે. 21મા સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટાની આવૃત્તિ કરતાં 1.4 ગણી છે. જો 11મા સ્વરકાંટાની આવૃત્તિ 120 Hz હોય તો x કેટલા ?

Hide | Show

જવાબ : 2


350 Hz અને 355 Hz આવૃત્તિ ધરાવતા બે સ્વરકાંટાઓ સ્પંદની ઘટના કરે છે. કોઈ એક બિંદુ પાસે જ્યાં મહત્તમ ઉત્પન્ન થયું હોય તે જ બિંદુ પાસે ઓછામાં ઓછા કેટલા સમય પછી ન્યૂનતમ ઉત્પન્ન થશે ?

Hide | Show

જવાબ : 1/10 s


સોનોમીટરના 80 cm લંબાઈ અને 60 cm લંબાઈના ખેંચાયેલા તાર વડે એક સ્વરકાંટો દર સેકન્ડે 2 સ્પંદ ઉત્પન્ન કરે છે, તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ?

Hide | Show

જવાબ : 14 Hz


50 cm લંબાઈના સોનોમીટરના તાર પર એક સ્વરકાંટો 5 સ્પંદ આપે છે. જો તારની લંબાઈ 2 cm જેટલી ઘટાડવામાં આવે તો પણ સ્પંદની સંખ્યા 5 જ રહે છે, તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલા Hz હશે ?

Hide | Show

જવાબ : 245


એક અજ્ઞાત આવૃત્તિ ધરાવતો સ્વરકાંટો 350 Hz ના સ્વરકાંટા સાથે 1 s માં 4 સ્પંદ રચે છે અને 360 Hz ના સ્વરકાંટા સાથે 1 s માં 6 સ્પંદ રચે છે, તો અજ્ઞાત આવૃત્તિ કેટલી હશે ?

Hide | Show

જવાબ : 354 Hz


સમાન કંપવિસ્તારના ત્રણ ધ્વનિતરંગોની અનુક્રમે આવૃત્તિ (f-2), f1 અને (f+2) છે. તેઓ સ્પંદ આપવા માટે સંપાત થાય છે. દર સેકન્ડે ઉત્પન્ન થયેલ સ્પંદની સંખ્યા કેટલી ?

Hide | Show

જવાબ : 2


f1, 1.5f1, 2.25f1, 3.375f1 ... આવૃત્તિ ધરાવતા સ્વરકાંટાઓ ક્રમશઃ આવૃત્તિના ચઢતા ક્રમમાં છે. કોઈ પણ બે ક્રમિક આવૃત્તિ 1 સેકન્ડમાં N સ્પંદ રચે છે, તો આવૃત્તિ f1 કેટલી હશે ?

Hide | Show

જવાબ : 2N


જ્યારે બે સ્વરકાંટા (કાંટો 1 અને કાંટો 2) સાથે કંપિત કરવામાં આવે છે ત્યારે તેઓ 1 s માં 4 સ્પંદ રચે છે. હવે સ્વર કાંટા-2ના પાંખિયા પર કોઈ પટ્ટી લગાડવામાં આવે છે. હવે ફરીથી સાથે કંપિત કરતાં તેઓ પ્રતિસેકન્ડ 6 સ્પંદ આપે છે. જો સ્વરકાંટા-1ની આવૃત્તિ 200 Hz હોય, તો સ્વરકાંટા-2ની આવૃત્તિ કેટલી ?

Hide | Show

જવાબ : 196 Hz


ધ્વનિના કિસ્સામાં સ્પંદ સ્પષ્ટ સાંભળી શકાય તે માટે સંપાત થતા તરંગોની કોણીય આવૃત્તિનો તફાવત કેટલો હોવો જોઈએ ?

Hide | Show

જવાબ : ≤12π


એક ટ્રાફ્રિકે પોલીસ (સ્થિર) તરફ આવે અને તેનાથી દૂર જાય છે ત્યારે કારના હૉર્નના ધ્વનિની પોલીસને સંભળાતી આવૃત્તિઓનો ગુણોત્તર 1.5 છે. જો સ્થિર હવામાં ધ્વનિનો વેગ 340 ms-1 તો કારનો વેગ કેટલા ms-1 હશે ?

Hide | Show

જવાબ : 68


એક સ્થિર શ્રોતાને તેની તરફ આવતી કારના હોર્નની આવૃત્તિ, તેની મૂળ આવૃત્તિ કરતા 5% જેટલી વધારે સંભળાય છે.જો ધ્વનિનો વેગ 325 ms-1 હોય, તો કારનો વેગ કેટલા ms-1 હશે ?

Hide | Show

જવાબ : 15


એક કારની ઝડપ 72 km h-1 છે. તે 1000 Hz આવૃત્તિ ધરાવતો હૉર્ન વગાડે છે. તો એક સ્થિર શ્રોતા તરફ આ કાર આવે અને તેનાથી દૂર જાય છે ત્યારે શ્રોતાને સંભળાતા ધ્વનિની આવૃત્તિઓનો તફાવત કેટલો હશે ?

(v=320 ms-1)

Hide | Show

જવાબ : 124.8 Hz


બે ટ્રેનો અનુક્રમે 72 km h-1 અને 36 km h-1 ની ઝડપથી એક સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. બંને ટ્રેન 200 Hz આવૃત્તિવાળી વ્હિસલ વગાડે છે. જો ધ્વનિતરંગો 320 ms-1 જેટલા વેગથી પ્રસરતા હોય, તો શ્રોતાને 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાશે ?

Hide | Show

જવાબ : 7


એક ટેકરી તરફ ગતિ કરતી ટ્રેનની ઝડપ 72 km h-1 છે. આ ટ્રેન 600 Hz આવૃત્તિ ધરાવતી વ્હિસલ વગાડે છે. આ વ્હિસલનો ધ્વનિ ટેકરી પરથી પરાવર્તન પામીને ટ્રેનના ડ્રાઇવર સુધી આવે છે, તો ડ્રાઇવરને સંભળાતા ધ્વનિની આવૃત્તિ કેટલી હશે ? ધ્વનિનો વેગ 320 ms-1 લો.

Hide | Show

જવાબ : 680 Hz


રેલવે પ્લૅટફોર્મ પર સ્થિર ઊભેલી એક ટ્રેનનો ડ્રાઇવર 700 Hz આવૃત્તિ ધરાવતી વ્હિસલ વગાડે છે. એક વ્યક્તિ 36 km h-1ની ઝડપથી આ ટ્રેન તરફ ગતિ કરતી હોય તો તેની સંભળાતી વ્હિસલની આવૃત્તિ કેટલી હશે ? (ધ્વનિનો વેગ v=320 ms-1)

Hide | Show

જવાબ : 720 Hz


એક ધ્વનિ ઉદ્‌ગમ શ્રોતા તરફ 72 km h-1 ની ઝડપે ગતિ કરે છે, જ્યારે શ્રોતા 36 km h-1 ની ઝડપથી ઉદ્‌ગમથી દૂર તરફ ગતિ કરે છે. ઉદ્‌ગમ 990 Hz આવૃત્તિનો ધ્વનિ 350 ms-1 જેટલા વેગથી પ્રસારિત કરે છે, તો શ્રોતાને સંભળાતા આ ધ્વનિની આવૃત્તિ કેટલી હશે ?

Hide | Show

જવાબ : 1020 Hz


10 ms-1 ની ઝડપથી ગતિ કરતી એક રિક્ષા સાથેનું લાઉડ સ્પીકર 330 ms-1  જેટલા વેગથી ધ્વનિ-તરંગો પ્રસારિત કરે છે આ રિક્ષાની પાછળ એક કાર 108 kmh-1 ની ઝડપથી રિક્ષા તરફ આવી રહી છે, તો કારચાલકને સંભળાતા ધ્વનિની આવૃત્તિ તથા ધ્વનિની મૂળ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થશે ?

Hide | Show

જવાબ : 18/17


એક રડાર 10³ MHz ના રેડિયો-તરંગોને ઍરોપ્લેન તરફ પ્રસારિત કરે છે. પરાવર્તિત રેડિયો-તરંગોની રડાર દ્વારા નોંધાતી આવૃત્તિ મોકલેલી આવૃત્તિ કરતાં 5 kHz વધારે મળે છે. ઍરોપ્લેનનો વેગ કેટલો હશે ? રેડિયો-તરંગોનો વેગ 108 ms-1 છે.

Hide | Show

જવાબ : 1.5 kms-1 


500 Hz આવૃત્તિવાળો ધ્વનિ 50 cm ત્રિજ્યાના માર્ગ પર 20 rads-1  ની અચળ કોણીય ઝડપથી વર્તુળગતિ કરે છે. આ વર્તુળાકાર માર્ગના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબરેખા પર ખૂબ જ દૂરના અંતરે એક શ્રોતા સ્થિર ઊભો છે. જો ધ્વનિનો વેગ 340 ms-1  હોય, તો શ્રોતાને સંભળાતા ધ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિઓ અનુક્રમે કેટલી હશે ?

Hide | Show

જવાબ : 515 Hz અને 486 Hz


H ધ્વનિનો વેગ 1225 ms-1 છે. H અને O ના કદનો ગુણોત્તર 1:2 લઈ HO મિશ્રણ તૈયાર કરતાં મિશ્રણમાં ધ્વનિનો વેગ કેટલા ms-1 હશે.

[O ની ઘનતા H ની ઘનતા કરતાં 16 ગણી છે.]

Hide | Show

જવાબ : 500


કયા તાપમાને હવામાં ધ્વનિના વેગનું મૂલ્ય તેના NTP ના વેગના મૂલ્ય કરતાં બમણું થશે ?

Hide | Show

જવાબ : 1200 K


બે સમાંતર દીવાલોની બરોબર મધ્યમાં ઊભેલો એક વ્યક્તિ તાળી પાડે છે.  1 s ના અંતરાલ બાદ તાળીઓના પડઘાઓની હારમાળા સાંભળે છે. જો હવામાં ધ્વનિની ઝડપ 332 ms-1 હોય તો બે દીવાલો વચ્ચેનું અંતર મીટરમાં કેટલું હશે ?

Hide | Show

જવાબ : 332


એક કૂવામાં પાણીની સપાટીથી 20 m ઊંચાઈના સ્થાન પાસેથી એક પથ્થરને મુક્ત પતન આપવામાં આવે છે. આ પથ્થરનો પાણી સાથેના સંઘાતનો ધ્વનિ 2.06 s પછી સંભળાય છે, તો ધ્વનિનો વેગ ms-1 એકમમાં કેટલો હશે ?

[g = 10 ms-2]

Hide | Show

જવાબ : 333


શ્રવણીય ધ્વનિની ન્યૂનતમ તીવ્રતા 102 Wm-2 છે જ્યારે ધ્વનિની તીવ્રતા 102 Wm-2 થાય છે ત્યારે ધ્વનિનું તીવ્રતા લેવલ કેટલા ડેસિબલ થશે ?

Hide | Show

જવાબ : 50


20 db તીવ્રતા લેવલ ધરાવતો ધ્વનિ કરતાં 50 db તીવ્રતા લેવલનો ધ્વનિ કેટલા ગણો વધુ તીવ્ર છે ?

Hide | Show

જવાબ : 1000


એક ઉચ્ચારણના ધ્વનિનો પડઘો સાંભળવા પરાવર્તકનું શ્રોતાથી ન્યૂનત્તમ અંતર આશરે કેટલા મીટર હોવું જોઈએ. ધ્વનિનો વેગ 330 ms-1 લો.

Hide | Show

જવાબ : 33


એક ધ્વનિ-તરંગ જ્યારે એક સ્લેબમાંથી પસાર થાય છે ત્યારે તેની તીવ્રતામાં 10 % જેટલો ઘટાડો થાય છે. જો આવા બે સમાન સ્લેબમાંથી (અડોઅડ રાખેલા) આ ધ્વનિ પસાર થાય તો તેની તીવ્રતામાં કેટલા ટકાનો ઘટાડો થાય ?

Hide | Show

જવાબ : 19 %


એક દ્રવ્યનો યંગ મોડ્યુલસ 13.2 ×1010 Nm-2  છે. જો આ દ્રવ્યની ઘનતા 3.3 ×102 kg m-3 હોય, તો આ દ્રવ્યમાં સંગત તરંગનો વેગ કેટલા ms-1 હશે ?

Hide | Show

જવાબ : 2000


STP એ એક વાયુમાં ધ્વનિનો વેગ 273 ms-1 છે, તો આ વાયુમાં ધ્વનિના વેગનો તાપીય પ્રસરણાંક (તાપમાનમાં એકમ વધારા સાથે વેગમાં થતો વધારો) કેટલા ms-1k-1 હશે ?

Hide | Show

જવાબ : 0.50


સમાન ત્રિજ્યા ધરાવતા બે તાર PQ અને QR જોડીને તાર PQR બનાવેલો છે. PQ તારની લંબાઈ 2m અને દળ 0.025 kg છે. તાર QRની લંબાઈ 1 m અને દળ 0.05 kg છે. તાર PQR માં પ્રવર્તતું તણાવબળ 80 N છે. P છેડે ઉત્પન્ન કરેલ તરંગને R છેડા પાસે પહોંચતા કેટલો સમય (સેકન્ડમાં) લાગશે ?

Hide | Show

જવાબ : 0.05


100 cm લંબાઈની દોરી પર ઉદ્‌ભવતા સ્થિત તરંગોની શક્ય મહત્તમ તરંગ-લંબાઈ કેટલા cm હોય ?

Hide | Show

જવાબ : 200


સ્થિત તરંગોમાં ક્રમિક પ્રસ્‍પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર 0.01 m છે. જો ઘટક તરંગોની ઝડપ 320 ms-1 હોય, તો સ્થિર તરંગની આવૃત્તિ કેટલી ?

Hide | Show

જવાબ : 8 KHz


2.5 kg દળની એક દોરી 200 N ના તણાવ હેઠળ છે. તણાવવાળી દોરીની લંબાઈ 20.0 m છે. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો (jerk) આપવામાં આવે, તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતાં કેટલો સમય લાગે ?

Hide | Show

જવાબ :


300 m ઊંચા ટાવરની ટોચ પરથી પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળના જળાશયના પાણીમાં ખાબકે છે. આ ખાબકવાનો અવાજ ટોચ પર ક્યારે સંભળાશે ? હવામાં ધ્વનિની ઝડપ 340 ms-1 આપેલ છે. (g = 9.8 ms-1 )

Hide | Show

જવાબ :


સ્ટીલના એક તારની લંબાઈ 12.0 m અને દળ 2.10 kg છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં 20° C તાપમાને ઘ્વનિની ઝડપ જેટલી એટલે કે 343 ms-1 જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?

Hide | Show

જવાબ :


v=√(γP/ρ) નો ઉપયોગ કરી સમજાવો કે શા માટે હવામાં ઘ્વનિની ઝડપ

(a) દબાણ પર આધારિત નથી,

(b) તાપમાન સાથે વધે છે.

(c) આર્દ્રતા (ભેજ-Humidity) સાથે વધે છે.

Hide | Show

જવાબ :


તમે એવું શીખ્યાં છો કે એક પરિમાણમાં પ્રગામી તરંગ y=f(x,t) દ્વારા રજૂ કરાય છે, જ્યાં x અને t x-vt કે x + vt જેવા સંયોજનરૂપે દેખાય છે. એટલે કે y=f(x ±vt) શું આથી ઊલટું સત્ય છે ? y નાં નીચેનાં વિધેયો શક્ય રીતે પ્રગામી તરંગને રજૂ કરે છે કે કેમ તે ચકાસો.

 

(a) (x-vt)2
(b) log⁡[((x+vt ))/x0 ]
(c)1/(x+vt

Hide | Show

જવાબ : (a) ના, y=f(x ±vt) નું ઊલટું સાચું નથી.

(b) પ્રગામી તરંગના રજૂ કરતાં તરંગ વિધેયની મૂળભૂત જરૂરિયાત એ છે, કે બધા x અને t ના મૂલ્યો માટે તરંગ વિધેયનું મૂલ્ય ચોક્કસ હોવું જોઇએ.

(c) y માટે, આપેલા વિધેયોમાં પ્રગામી તરંગ માટેની શરત એકપણ પળાતી નથી.

 તેથી બધા તરંગ વિધેયો પ્રગામી તરંગ રજૂ કરતાં નથી.


એક ચામાચીડિયું હવામાં 1000 KHz આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો આ ધ્વનિતરંગ એક પાણીની સપાટીને મળતું હોય, તો (a) પરાવર્તિત ધ્વનિની (b) પારગમિત ધ્વનિની તરંગલંબાઈ કેટલી હશે ? ઘ્વનિની હવામાં ઝડપ 340 ms-1 અને પાણીમાં ઝડપ 1486 ms-1 છે.

Hide | Show

જવાબ :


એક હોસ્પિટલમાં પેશીમાંની ગાંઠ (ગ્રંથિ)નું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ 1.7 km s-1 હોય તેમાં ઘ્વનિની તરંગલંબાઈ કેટલી હશે ? સ્કેનરની કાર્યવાહક (Operating) આવૃત્તિ 4.2 MHz છે.

Hide | Show

જવાબ :


એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ y(x,t)=3.0sin(36t+0.018x+π/4) વડે રજૂ કરાય છે, જ્યાં x અને y cm માં હવામાં અને t s માં છે. x ની ધન દિશા ડાબેથી જમણી તરફ છે.

(a) આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે ? જો તે પ્રગામી હોય, તો ઝડપ કેટલી અને પ્રસરણની દિશા કઈ છે ?

(b) તેના કંપવિસ્તાર અને આવૃત્તિ કેટલા છે ?

(c) ઉદ્‌ગમ પાસે મૂળ (પ્રારંભિક) કળા કેટલી છે ?

(d) તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું છે ?

Hide | Show

જવાબ :


પ્રગામી હાર્મોનિક તરંગ માટે y(x,t)=2.0cos2π(10t-0.0080 x+0.35) છે. જ્યાં, x અને y cm માં અને t s માં છે. જે બે બિંદુઓ વચ્ચેનું અંતર

(a) 4m (b) 0.5 m (c) λ/2 (d) 3λ/4  હોય, તેમને માટે દોલન ગતિનો કળા-તફાવત શોધો.

Hide | Show

જવાબ :


સમજાવો શા માટે (અથવા કેવી રીતે) :

(a) ધ્વનિતરંગમાં સ્થાનાંતરનું નિષ્પંદ બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે.

(b) ચામાચીડિયા કોઈ આંખવિના અંતરાયોનાં અંતરો, દિશાઓ, પ્રકાર અને પરિમાણો જાણી શકે છે.

(c) વાયોલિનના સૂર અને સિતારના સૂરની એક સમાન આવૃત્તિ હોઈ શકે છે, તેમ છતાં આપણે તે બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ.

Hide | Show

જવાબ : (a) ધ્વનિના તરંગો સંગત તરંગો છે તેથી સંઘનન અને વિધનનની ઘટના થાય છે. જયાં વિઘનન થાય ત્યાં નિષ્પંદ બિંદુ મળે છે. કારણ કે, સ્થાનાંતર શૂન્ય હોય છે. તેથી આ બિંદુ પાસે દબાણ મહત્તમ થાય છે જેને દબાણનું પ્રસ્પંદ બિદુ કહે છે અને જ્યાં વિઘનન થાય ત્યા કંપવિસ્તાર (સ્થાનાંતર) મહત્તમ હોય છે અને દબાણ ઓછું હોય છે તેથી આ બિંદુ પાસે સ્થાનાંતરનું પ્રસ્‍પંદ બિંદુ અને દબાણ લઘુતમ હોય તેથી દબાણનું નિષ્પંદ બિંદુ છે.

(b) ચામાચીડિયું જ્યારે ઊડે છે ત્યારે શિકારની શોધ માટે મોટી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગોનું ઉત્સર્જન કરે છે જે અડચણની સપાટીથી પરાવર્તન પામીને પાછા તેની પાસે આવે છે. ચામાચીડિયાના કાન એટલા સતેજ હોય છે, કે તે પરાવર્તન પામીને પાછા આવતાં તરંગો પરથી અડચણનું અંતર, દિશા, પરિમાણ અને તેની પ્રકૃતિ જાણી શકે છે.

(c) ધ્વનિ ઉદ્‌ગમ સાધનોમાંથી ઉત્પન્ન થતાં ધ્વનિની ગુણવત્તા તેના તરંગોની આવૃત્તિ પર આધાર રાખે છે. વાયોલિન અને સિતારમાંથી ઉત્પન્ન થતાં ધ્વનિમાં આવૃત્તિની સંખ્યા જુદી જુદી હોવાથી તે બંનેના સુર વચ્ચેનો ભેદ આપણે પારખી શકીએ છીએ.


20 cm લાંબી નળી એક છેડે બંધ છે. 430 Hz ના ઉદ્‌ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે ? જો બંને છેડા ખુલ્લા હોય, તો તે જ ઉદ્‌ગમ નળી સાથે અનુનાદમાં હશે ? (હવામાં ધ્વનિની ઝડપ 340 ms-1 છે.)

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

તરંગો

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.