સમાન કદના બે વાયુપાત્રમાં બે સમાન વાયુ P₁અને P₂ દબાણે અને T₁અને T₂ તાપમાને રાખેલ છે. હવે બંને વાયુપાત્રોને જોડવાથી તેમનું સામાન્ય દબાણ અને તાપમાન અનુક્રમે P અને T થાય છે, તો P/T નો ગુણોત્તર ......થાય.
બે ભિન્ન વાયુઓના દરેક દબાણ (P), કદ (V) અને તાપમાન (T) છે. હવે સમાન કદ અને તાપમાન રાખીને બંને વાયુઓને ભેગા કરવામાં આવે છે, તો આ મિશ્રણનું દબાણ ...... થાય.
પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP: 1 વાતાવરણનું દબાણ, 0°C) 1 મોલ જેટલા કોઈ પણ (આદર્શ) વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. દર્શાવો કે તે 22.4 લિટર છે.
બે અલગ તાપમાને 1.00×10-3kg ઑક્સિજન વાયુ માટે PV/Tવિરુદ્ધ Pનો આલેખ આકૃતિમાં દશાવ્યો છે.(a) ત્રુટક વક્ર શું દર્શાવે છે ?(b) શું સાચું છે : T₁ > T₂કે T₁ < T₂?(c) વક્રો Y-અક્ષને જ્યાં મળે છે ત્યાં PV/Tનું મૂલ્ય શું છે ?(d) જો આપણે 1.00×10-3kgહાઈડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત, તો આ વક્રો Y-અક્ષને જ્યાં મળે છે ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત ? જો ના, તો હાઇડ્રોજનના કયા દળ માટે આપણને (આલેખના નીચા દબાણ અને ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં) PV/Tનુંએ જ મૂલ્ય મળે ? (H₂નું મોલર દળ = 2.02 u, O2નું = 32.0 u, R= 8.31 K mol-1K-1
એક તળાવની 40 m ઊંડાઈએથી 12°Cતાપમાને 1.0 cm³કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન 35°Cછે, ત્યારે તેનું કદ કેટલું હશે ?
સમાન ક્ષમતાનાં ત્રણ વાયુપાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. પહેલું પાત્ર નિયોન (એક પરમાણ્વિક) ધરાવે છે, બીજું પાત્ર ક્લોરિન (દ્વિપરમાણ્વિક) અને ત્રીજું યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) ઘરાવે છે. (a) શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે ? (b) શું ત્રણે કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે ? જો ના, તો કયા વિસ્તારમાં vrms મહત્તમ હશે ?
2.0 atm અને 17°C તાપમાને નાઈટ્રોજન ધરાવતા વાયુપાત્રમાં નાઈટ્રોજનના અણુ માટે સરેરાશ મુક્તપથ અને અથડામણનો દર (આવૃત્તિ) શોધો. નાઈટ્રોજન અણુની ત્રિજ્યા આશરે 1.0 Åલો. અથડામણના સમયને અણુની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમય સાથે સરખાવો. (N₂ ના અણુનું દળ = 28.0 u)
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.