જવાબ : માણસને જોઈને રીંછ ઝનૂનપૂર્વક પ્રતિકાર છે.
જવાબ : મનીષા દેસાઇ નામની કન્યા પર નરેન કવિતાઓ લખતો હતો. વિરાટભાઈ દેસાઇએ પોતાની દીકરી મનીષાના લગ્ન નરેન સાથે કરવાની ના પાડી હતી. જ્યારે નરેન મનીષાને પ્રેમ કરતો હોવાથી લગ્નના અન્યના માંગા પાછા ઠેલતો હતો.
જવાબ : નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા દેખાવે સુકોમળ, નમણી અને નાજુક હતી. સાથે સાથે ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી.
જવાબ : પોતાની દીકરી મનીષા સુકોમળ અને ડરપોક છે તે વિરાટભાઈ એક પિતા તરીકે બરોબર સમજતા હતા. તે ઘરમાંથી એક ગરોળી પણ નહીં પકડી શકે, જ્યારે નરેન એક ફોરેસ્ટ ઓફિસર છે અને તેને જંગલ વિસ્તારોમાં જ નોકરી હોવાની અને મનીષાને પણ ત્યાં જ રહેવાનુ બને. જંગલમાં એકાદ સિંહની ત્રાડ સાંભળતા જ તે મારી જશે અને નરેનને વિધુરનું જીવન ગુજરવું પડશે. આવા અમંગળ વિચારો અને ખરાબ બનવાની આશંકાએ તેમણે મનીષા અને નરેનની સગાઈની ના પાડી હતી.
જવાબ : આ પાઠના લેખક રધુવીર ચૌધરી ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામના વતની છે. તેઓશ્રીએ નવલકથા, વાર્તા નાટક, એકાંકી, નિબંધ, વિવેચન રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન સંપાદન વગેરે સાહિત્યના તમામ પ્રકારોમાં પોતાનું યોગદાન આપ્યું છે. અમૃતાવેણુવત્સલા, ઉપરવાસ કથાયત્રી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણપ્રતિષ્ઠા તેમના વાર્તાસંગ્રહો છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની વગેરે નાટક સંગ્રહો છે તથા ડીમલાઈટ અને ત્રીજોપુરૂષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. તેઓના સહરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રોના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે.
જવાબ : નરેનને નૈસર્ગિક સૌંદર્ય ખૂબ જ પસંદ હતું માટે તેમણે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લઈને ફોરેસ્ટ અધિકારી બનવાનું સ્વીકાર્યું હતું.
જવાબ : “જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઇ શકે.” આ વાક્ય સલોની નરેનની સામે કહે છે.
જવાબ : વિરાટભાઈએ આનંદને કહ્યું કે મનીષાને કહે એક ગરોળી પકડી લાવે, એટલે હું સગાઇ કરવાની વાતમાં તુરંત જ હા પાડી દઉં.
જવાબ : વિરાટભાઈ મનીષાની બહાદુરીના સમાચાર વાંચીને આબુ આવે છે. બસ સ્ટેન્ડ પર તેમણે મનીષાને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઇ ગયા તો બધાને પોતાનું ઓડીયન્સ બનાવીને તેમણે ભાષણ કર્યું. તેમણે કહ્યું કે કાયર માણસ બહાદુર થઇ શકે છે. આમ, વિરાટભાઈ હર્ષઘેલા બની ગયા.
જવાબ : મનીષા કહે છે કે મારા પપ્પાને સીધા દવાખાને લઇ જવા પડત. તેમનો આવેશ શમી જતા તેઓ બસસ્ટેન્ડ પર રડવા લાગેલા. એતો અમે સોગંધ દઈને જીપમાં બેસાડી દીધા હતા. નહીંતર બીજા છાપા માટે સમાચાર બનત કે “દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને તેમનો આનંદ” મનીષા નરેનને આવી રીતે પિતાનો હર્ષાવેશ વર્ણવે છે.
જવાબ : નરેન વિરાટભાઈને જણાવે છે કે દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય ત્યારે વિરાટભાઈ નરેનને કહે છે “તને શેનું દુઃખ છે ભાઈ? મારી આ પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે.” આમ, વિરાટભાઈએ જણાવી દીધુ કે મનીષા હજુ પણ તને જ પ્રેમ કરે છે.
જવાબ : “ઉપરવાસ કથાત્રયી”, “સોમતીર્થ”, અને “અમૃતા” વગેરે રધુવીર ચૌધરીની નોંધપાત્ર નવલકથાઓ છે.
જવાબ : રધુવીર ચૌધરીને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક ઍવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયા છે.
જવાબ : નરેન વિશે સલોનીની મમ્મી કહેતા કે તે મોટો કવિ થશે.
જવાબ : નરેન મનીષાને કવિતા માનતો.
જવાબ : મનીષાનું ગામ સુરત હતું.
જવાબ : મનીષાને ગરોળીથી ડર લાગતો હતો.
જવાબ : રીંછ માનવભક્ષી પ્રાણી નથી.
જવાબ : નરેન મનીષા માટે લગ્નના બધા જ માગાં ને ના પાડે છે.
જવાબ : તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી.
જવાબ : રીંછ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે.
જવાબ : ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે પણ લડી શકે એમ છે.
જવાબ : સલોનીના મતે એક વાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલા વન જેવું હોય છે.
જવાબ : મનીષા આબુમાં કોચ તરીકે સેવા આપે છે.
જવાબ : નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી.
જવાબ : મનીષાના પપ્પા એવું માનતા હતા કે સિંહની એક ત્રાડ સાંભળતાં જ મનીષા મરી જશે.
જવાબ : “ભૂલી ગયા પછી” પાઠ રચનામાં એક શિકારી પિતા તરીકે વિરાટભાઈ અને તેમની પુત્રી તરીકે ગરોળી પણ ન પકડી શકે તેવી ડરપોક, સુકોમળ સુકન્યા મનીષાનું પાત્રાલેખન લેખકે પ્રેરણાત્મક શબ્દોમાં રજૂ કર્યું છે. મનીષા અને નરેન એકબીજાના પ્રેમમાં છે. નરેન ફોરેસ્ટ ઓફિસર છે. મનીષાના પિતા મનીષાની ક્ષમતાથી અજાણ તેઓ મનીષાને ઘરમાં ગરોળી પણ ન પકડી શકે તેવી ડરપોક સમજે છે અને નરેન તથા મનીષાની સગાઇ કરવાની ના પાડે છે. આ બાજુ નરેન લગ્નના આવતા તમામ માંગા પાછા ઠેલે છે. છતાં બંનેનો સાચો પ્રેમ જળવાઈ રહે છે. એકવાર મનીષા આબુમાં પર્વતારોહણ કરવા ગઈ ત્યાં એક સુરતી કુટુંબને જંગલમાં રીંછના હુમલામાંથી બચાવ્યું હતું. મનીષાએ એકવાર ભાષણ પણ આપેલું કે “એક નાજુક અને નમણી કન્યા ખડતલ અને નિર્ભય ન થઇ શકે.” તથા આ વિગત અખબારમાં મનીષાના ફોટા સાથે છપાઈ પણ હતી. નરેનને જયારે આ વાતની ખબર પડે છે ત્યારે તે મનીષાને બિરદાવે છે અને કહે છે કે “તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતા જ તું પ્રેમસ્વરૂપ બની ગઈ, આત્મસ્વરૂપ બની ગઈ.” મનીષાના પિતાને પણ આ વાતની જાણ થતા તેઓ પણ આનંદવિભોર થઇ ગયા. તેમણે મનીષાને ઉંચકી લીધી અને હાજર પ્રેક્ષકો સમક્ષ બોલતા જણાવ્યું કે “તે મારા કરતા પણ ચડિયાતી છે, કારણકે તે મારી દીકરી છે.” આમ મનીષાના પિતાએ પણ મનીષાને બિરદાવી અને હાજર સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને પણ આશીર્વાદ આપ્યા કે “તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિતધ્વજ ફરકાવો.” અંતમાં બંને સાચા પ્રેમીઓનું મિલન થયુંને સાચા પ્રેમની જીત થઇ.
જવાબ : ‘ભૂલી ગયા પછી’ એકાંકીમાં મનીષા અને નરેનના સબંધ, વિચ્છેદ અને ફરી સબંધ બંધવાની ઘટનાં છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમસબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનનાં લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી પણ ડરતી મનીષા જો ગરોળીને પકડી લાવે તો તેનાં લગ્નની હા પાડી દઉ એમ કહીને તેના પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભુલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સબંધમાં વિચ્છેદ સર્જાયો.
એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની છે. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરિમયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ આવાક્ થઇ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમપ્રવાહને રજુ કરતાં સંવાદોની ગૂંથણી સબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સબંધ બંધાવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે, એટલું જ નહી બંનેને આર્શીવાદ આપે છે."તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો!”સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
પ્રતિકાર – સામનો
અણધારી – ઓચિંતી
નૈસર્ગિક – કુદરતી
શૌર્ય – બહાદુરી, વીરતા
શુષ્ક – નીરસ
ગોપિત – છુપી
તથ્ય – હકીકત
રજા – મરજી, ઈચ્છા
બુલંદ – ભવ્ય (અહીં) ઉંચી યોગ્યતા વાળું
સાર્ત્ર – એક મહાન ફ્રેંચ વિચારક
વિરૂધ્ધાર્થી શબ્દો
Hide | Showજવાબ :
અશક્ય – શક્ય
નિર્ભય – ભયભીત
સાહસ – દુ:સાહસ
રૂઢીપ્રયોગો
Locked Answerજવાબ :
હ્રદય છલકાઈ જવું – આનંદિત થઇ ઉઠવું.
શિખરો સર કરવા – સફળતા પ્રાપ્ત કરવી.
ધ્વજ ફરકાવવો – વિજય મેળવવો.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
Locked Answerજવાબ :
માનવીનું ભક્ષણ કરનાર – માનવભક્ષી
શારીરિક રીતે સશક્ત – ખડતલ
std 10 new syllabus 2021 gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.