જવાબ : ધૂળમાં પગલી જોઇને ડુંગરની પત્નીને પોતાની મૃત પુત્રી બબલી યાદ આવી હતી.
જવાબ : ડુંગરે પોતાની નજર ગગનના માર્ગે સ્થિર કરી હતી.
જવાબ : ડુંગરની પત્ની અચાનક અટકીને ઉભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે પોતાની મૃત બબલીની જ હોય તેવી લાગતી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ હતી.
જવાબ : "લ્યો હેંડો, હવે ઝટ ઉપાડો પગ, ગાડી ચુકી જઈશું" તેમ ડુંગરની પત્નીએ પતિને સાવધ કરવા માટે કહ્યું હતું.
જવાબ : "ગતિભંગ" ના લેખક ઉત્તર ગુજરાતના પાટણના વતની છે. તેઓશ્રી વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા રહ્યા છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે તેમની લઘુકથાઓના સંગ્રહો છે. બંધન, ડેડએન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા તેમનો પ્રવાસગ્રંથ છે. "મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ" તેમણે કરેલું અનુવાદનું પુસ્તક છે.
જવાબ : રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઉભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા.
જવાબ : પાછળ ચાલી આવતી પત્નીનો અણસાર મોળો પડી જતાં ડુંગર કહે છે શું ખોળે છે? તો પત્ની પછી ઝડપભેર પગ ઉપાડવા પ્રયત્ન કરે છે પણ થોડાક ડગલાં ચાલ્યા પછી તેનો વેગ મંદ પડી જાય છે ત્યારે ડુંગર તેની પત્નીને કહે છે કે "આમ ગાંડાની જેમ અડવડિયા શું ખાય છે."
જવાબ : ડુંગર તેની પત્નીને કહે છે "તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહિ ઘરના કે નહિ ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં.” આમ, ડુંગરને આ ચિંતા સતાવે છે.
જવાબ : ડુંગરની પત્ની આંગળીનો છેડો જમીન પાસે લઇ જઈને એક ઘાટીલી પગલીની છાપ બતાવે છે અને કહે છે "આપણી બબલીની જ પગલી જાણે, હું તો ક્યારનીય આ પગલીઓ જોયા જ કરતી આવું છું, આંગળાની બોર જોવી જ છાપ" આમ, મૃત બબલીને યાદે તે રસ્તા વચ્ચે બેસી પડે છે.
જવાબ : "ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે." બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી, ડગી ગયેલી, પત્ની પ્રત્યે ડુંગર સહાનુભૂતિના બોલ બોલે છે.
જવાબ : ડુંગરની પત્ની બેઠા બેઠા ડુંગરને કહે છે "ખેતરે જતા અને આવતાં આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એજ પગલી...."
જવાબ :
મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ
જવાબ : બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન, મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ, ગુડ મોર્નિંગ અમેરિકા વગેરે છે.
જવાબ : ગુડ મોર્નિંગ અમેરિકા
જવાબ : લઘુકથા
જવાબ : મોહનલાલ પટેલ
જવાબ : ‘ગતિભંગ’ નાં લેખકનું વતન પાટણ છે.
જવાબ : ‘લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું.’ આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે.
જવાબ : ડુંગરની પત્નીને રસ્તા પર પગલાંની છાપ આંગળાની બોર જેવી લાગે છે.
જવાબ : રસ્તામાં ડુંગરની પત્ની ડુંગરને પગલાની છાપ બતાવે છે.
જવાબ : ડુંગર અને તેની પત્ની ઝડપથી રાજપુર સ્ટેશન જઈ રહ્યા હતા.
જવાબ : ડુંગરની પત્નીને ધૂળમાં મૃત બબલીના પગલાંની છાપ દેખાય છે.
જવાબ : ડુંગર લાકડીના ટેકાએ ગગન તરફ મોં કરીને ઉભો હતો.
જવાબ : ‘ગાંડી, આવા પગલાં તો ઘણાંય હોય’, આ વાક્ય ડુંગર બોલે છે.
જવાબ : ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી.
જવાબ : ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને તેના મૃત બાળકની યાદ આવે છે.
જવાબ : ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ છે.
જવાબ : ડુંગર અને તેની પત્ની રાજપુરના સ્ટેશને જલ્દીથી પહોંચવા માટે ઝડપભેર જઈ રહ્યા હતા કારણ કે ત્યાંથી તેમણે ટ્રેનમાં બેસવાનું હતું. એવામાં ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી જાય છે તેના પ્રયત્ન કરવા છતાં તે આગળ ચાલી શકતી ન હતી. એ માર્ગ પર તે પોતાની મૃત પુત્રી બબલીની નાની પગલીની છાપને શોધી રહી હતી. આખરે તેને આંગણાની બોર જેવી પોતાની બબલીની પગલીની છાપ દેખાય છે અને તે મૃત બબલીને યાદ કરવા લાગે છે. પોતાના ખેતરે જતાં આવતાં બબલી આગળને આગળ દોડતી જતી હતી, પાછળ દેખાતી તેની નાની પગલીઓ માના હૈયામાં વસી ગઈ હતી. પરિણામે તે આગળ ચાલી શકતી નથી. ડુંગર પાછળ જોઇને થોભી ગયેલી પત્ની પર ગુસ્સે થાય છે કેમકે તેને મોડા પડાય તો ગાડી ચુકી જવાનો ડર સતાવે છે, તે પોતાની પત્નીને સહાનુભૂતિ ભર્યા સ્વરે કહે છે, "ગાંડી એવા પગલાં તો ઘણાંય હોય" અને તેને આગળ ચાલવાનું કહે છે. પરંતુ તે પણ અંદરથી પોતાની મૃત બાળકીની યાદમાં વધુ કાંઈ બોલી શક્યો નહીં. તેણે આ ગમ છુપાવવા પોતાની નજર આકાશમાર્ગે વાળી લીધી. પતિ પત્ની બંને બબલીની યાદમાં અવાક થઇ જાય છે. છેવટે ડુંગરની પત્નીએ દુઃખ દબાવીને સાવધ બનતા કહ્યું કે "લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું" આ શબ્દોમાં લેખકે ઝડપથી ચાલતા પદયાત્રીઓની મનોવ્યથાને ખૂબ જ સંયમી રીતે શબ્દદેહે રજૂ કરી છે.
જવાબ : ‘ગતિભંગ’માં કથાના અંતની સચોટતા ‘ગતિભંગ’ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. ‘ગતિભંગ’ એ લધુકથા છે. અને લધુકથામાં સચોટ અંત હોવો જોઈએ.’ગતિભંગ’ માં પતિ-પત્નીના વિચારોની ગતિ છે. તો સાથે સાથે બંનેનાં ઝડપથી ચાલવાની ગતિ છે. આમ લેખકે બે પ્રકારની ગતિનો સંબંધ માર્મિક રીતે વ્યક્ત કર્યો છે. બીજી બાજુ પતિ-પત્નીના વૈચારિક ગતિ ભંગ સાથે ચાલવાની ગતિના ભંગમાં પણ દર્શાવેલી કથાગતિક ચોટ પણ ગતિભંગ જ છે. આમ બે રીતે ગતિભંગ થાય છે.
પતિ-પત્નીને રાજપુર સ્ટેશનેથી ગાડી પકડવી છે. પગ ઝડપથી ઉપડે છે. પાછળ રહી ગયેલ પત્ની રસ્તામાં કોઈ બાળકનાં પગલાંની છાપ જુએ છે. તેના પગ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ થોડી વાર થોભી જાય છે અને પાછ્ળ જુએ છે. અહી ચાલવાની ગતિનો ભંગ થાય છે. પણ વૈચારિક ગતિ હજુ ચાલુ જ છે. પત્ની કોઈ અજાણ્યા બાળકના પગલાં જોઈ પોતાના મૃત બાળકની યાદમાં ખોવાઈ જાય છે. પત્નીની વ્યથા જોઈ ડુંગર પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં પુત્રીનાં પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની ક્રિયા આ બંને ગતિ ‘ગતિભંગ’ શીર્ષકને યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે. ‘ગતિભંગ’ લઘુકથાના વાંચન સાથે આપણે પણ પાત્રોની સાથે સંવેદનાનો અનુભવ કરીએ છીએ. એક વાસ્તવિકતા પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે, તો બીજી વાસ્તવિકતા પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે. બીજી વાસ્તવિક્તાની સભાનતા સધાતાં પત્નીની ગતિ પાછી બદલાઈ છે. બંને ઝડપથી ચાલવા માંડે છે. આમ, બંને દ્રષ્ટિએ ‘ગતિભંગ’ શીર્ષક યથાર્થ છે.સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
અણસાર - ઈશારો, સંકેત
અઠમવું - અસ્ત પામવું, પડતી દશામાં આવવું
વેગ - ગતિ, ઝડપ
ભાવાર્દ - ભાવવિભોર, ભાવથી માયાળુ
દશા - સ્થિતિ, હાલત
સાવધ - હોંશિયાર, ખબરદાર
સ્મૃતિ - સંસ્મરણો, યાદગીરી
અડવડિયું - અડબડીયું, લથડિયું
તળપદા શબ્દો
Locked Answerજવાબ :
હેંડો - ચાલો
કહેવત
Locked Answerજવાબ :
નહીં ઘરના કે નહીં ઘાટના - ન આ બાજુના કે ન તે બાજુના
std 10 new syllabus 2021 gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.