GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ઢોચડીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે?

Hide | Show

જવાબ : કવિ પોતાની માતાને ઢોચડીમાં છાશ પાછી રેડવાનું કહે છે.


કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે?

Hide | Show

જવાબ : કોઈ પણ કાર્ય કે વસ્તુમાં કવિને હવે રસ રહ્યો નથી, માટે કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું જણાવે છે.


એક બપોરે કવિતાના લેખકનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : એક બપોરે કાવ્યના લેખક રાવજી છોટાલાલ પટેલ કૃષિ કવિ તરીકેની દ્ર્ઢ પ્રતિભા ધરાવતા કવિ છે. તેમનો જન્મ ખેડા જીલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. કવિશ્રીનું ૨૯ વર્ષની વયમાં ટિ.બી. ના રોગને કારણે અકાળ અવસાન થયું હતું. તેમણે એકમાત્ર અંગત કાવ્ય સંગ્રહની રચના કરી છે. તેમના ઊર્મિકાવ્યો, ગીતો અને દિર્ધકાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. તેમણે અશ્રુધર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથઓ રચી છે. વધુમાં તેમણે વૃતિ અને વાર્તા નામના વાર્તાસંગ્રહની રચના પણ કરી છે.


એક બપોરે કાવ્યના કવિ, કેવા કવિની પ્રતિભા ધરાવતા હતા.

Hide | Show

જવાબ : એક બપોરે કાવ્યના કવિ રવજી પટેલે કૃષિ કવિ તરીકે પોતાની આગવી પ્રતિભા ઉભી કરી હતી.


એક બપોરે કાવ્યમાં કવિએ કવિતાની રચનામાં કેવા શબ્દો વાપર્યા છે?

Hide | Show

જવાબ : કૃષિ કવિ તરીકે ઓળખાતા રવજી પટેલે આ કવિતાની રચનામાં ઉપયોગમાં લીધેલાં બધાજ શબ્દો ખેડૂતજીવન સાથે જોડાયેલાં જોવા મળે છે.


એક બપોરે કવિતાના કવિનો નાની ઉંમરનાં જીવનમાંથી રસ ઉડી જાય તેવાં કાવ્યો રચવા પાછળ કયું પરિબળ કામ કરી ગયું હશે?

Hide | Show

જવાબ : આ કાવ્યના કવિ નાની ઉંમરમાં ટી. બી. ના રોગથી અકાળ અવસાન પામ્યા છે. કદાચ આટલી નાની ઉંમરમાં નજીક આવતાં મૃત્યુને કારણે પણ તેમની રચનઓમાં આવો ભાવ આવ્યો હોય તેમ માની શકાય.


એક બપોરે કવિતાની રચનામાં કવિએ કયા છંદનો ઉપયોગ કર્યો છે.

Hide | Show

જવાબ : એક બપોરે કવિતાની રચના કવિએ બોલચાલની લઢણમાં કરી છે. ખેડૂતની વેદનાભરી બપોરનું ચિત્ર આમાં જોઈ શકાય છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં કવિએ આ કવિતાની રચના કરી છે.


કેવા રસથી છલકતાં જગતમાં કવિને કોઈ રસ રહ્યો નથી.

Hide | Show

જવાબ : છાશ, રોટલો, તાપણી, મહુડો, વગેરે બધું જ રસથી છલકતું જગત છે છતાં આમાં કાવ્યનાયકને હવે કોઈ રસ રહ્યો નથી.


સારસી ક્યાંથી ઉડી ગઈ ?

Locked Answer

જવાબ : સારસી ખેતરના શેઢેથી ઉડી ગઈ.


‘એક બપોરે’ કવિતાના કવિને કયા રોગને લીધે મૃત્યુ નજીક આવતું હોય તેવું લાગે છે.

Locked Answer

જવાબ : ‘એક બપોરે’ કવિતાના કવિને ટી.બી. રોગને લીધે મૃત્યુ નજીક આવતું હોય તેવું લાગે છે.


ઢોચકીમાં શું હતું ?

Locked Answer

જવાબ : ઢોચકીમાં છાશ હતી.


‘એક બપોરે’ કાવ્યના કવિનું નામ શું છે ?

Locked Answer

જવાબ : રાવજી પટેલ


’એક બપોરે’ કાવ્યના કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે.

Locked Answer

જવાબ : કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી માટે કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે.


કવિ ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કોને કહે છે ?

Locked Answer

જવાબ : કવિ માંને ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કહે છે.


અંતમાં કવિ શું કરવાની ના પાડે છે ?

Locked Answer

જવાબ : અંતમાં કવિ બળદને હળે જોતરવાની ના પાડે છે.


કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે ?

Locked Answer

જવાબ : કવિને ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એમ લાગે છે.


‘એક બપોરે’ નો કાવ્ય પ્રકાર જણાવો.

Locked Answer

જવાબ : ઊર્મિકાવ્ય


‘એક બપોરે’ માં કવિ અંતમાં શું કરવાની ના પાડે છે ?

Locked Answer

જવાબ : બળદને હળે જોતરવાની


‘સારસી’ નો ઉલ્લેખ શેમાં થયો છે ?

Locked Answer

જવાબ : ‘સારસી’ નો ઉલ્લેખ ‘એક બપોરે’ કવિતામાં થયો છે.


‘એક બપોરે’ માં કવિ કોના ખેતરની વાત કરે છે ?

Locked Answer

જવાબ : ‘એક બપોરે’ માં કવિ પોતાના ખેતરની વાત કરે છે.


‘એક બપોરે’ માં કવિ માંને શું બાંધી દેવાનું કહે છે ?

Locked Answer

જવાબ : ‘એક બપોરે’ માં કવિ માંને રોટલા બાંધી દેવાનું કહે છે.


રાવજી પટેલે કઈ બે નોંધપાત્ર નવલકથા આપી છે ?

Locked Answer

જવાબ : રાવજી પટેલે ‘અશ્રુઘર’ અને ‘ઝંઝા’ નામની બે નોંધપાત્ર નવલકથા આપી છે.


કાવ્યનાયકને હવે શેમાં રસ રહ્યો નથી.

Locked Answer

જવાબ : કાવ્યનાયકને હવે છાશ, રોટલો, મહુડો, તમાકુ, તાપણી આ બધામાંથી રસ ઉડી ગયો છે.


સારસી એ પ્રિયતમા કે પત્નીની સાથે સાથે કોનું પ્રતિક છે ?

Hide | Show

જવાબ : સારસી એ પ્રિયતમા કે પત્નીની સાથે સાથે જીવનનું પણ પ્રતિક છે.


‘એક બપોરે’ ના લેખક્ને કયો રોગ થયો હતો.

Hide | Show

જવાબ : ટી.બી.


‘એક બપોરે’ ના લેખકનું કેટલા વર્ષે મૃત્યુ થયુ હતું ?

Hide | Show

જવાબ : ‘એક બપોરે’ ના લેખકનું 29 વર્ષે મૃત્યુ થયુ હતું.


‘એક બપોરે’ ના લેખકનો જન્મ ક્યાં થયો હતો ?

Hide | Show

જવાબ : ‘એક બપોરે’ ના લેખકનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરામાં થયો હતો.


કવિને કેવું ધાસ ઉંગી જાય તેની ચિંતા નથી ?

Hide | Show

જવાબ : કવિને ગળા સુધી ધાસ ઉંગી જાય તેની ચિંતા નથી.


‘એક બપોરે’ નાં લેખકને....... પણ જીવનના મધ્યાન્હનું પ્રતીક હોય તેવું લાગે છે ?

Hide | Show

જવાબ : બપોર


‘એક બપોરે’ નાં લેખકને ચલમની શેમાં રસ નથી લાગતો.

Hide | Show

જવાબ : ‘એક બપોરે’ નાં લેખકને ચલમની તમાકુંમાં રસ નથી લાગતો.


સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.

Hide | Show

જવાબ : કવિ ગ્રામ્યજીવન સાથે જોડાયેલા છે. તેમણે ખેતર, શેઢો, ભાથું, ચલમની તમાકું, સારસી, મહુડીના છાયે આરામ કરતો બળદ, વગેરે તેમનાં ઉછેર અને જીવન સાથે જોડાયેલાં છે. એવામાં કવિના ખેતરના શેઢેથી સારસી એકાએક ઉડી જાય છે. તેથી કવિની વ્યાકુળતા વધી જાય છે. તેઓ બેચેન બની જાય છે અને જમવામાંથી પણ તેમનો રસ ઉડી જાય છે. કવિના માતા ભાત લઈને ખેતર માં આવ્યા હોય છે તેમને કવિ જમવા માટે કાઢેલી છાશને ઢોચડીમાં પાછી રેડી દેવાનું કહે છે અને રોટલાને પણ પાછા બાંધી દેવાનું જણાવે છે. ચલમની તમાકુમાંથી પણ તેમને કસ જણાતો નથી. તેમને તો ફ્ક્ત વિચારોના વમળમાં મહૂડીની છાંયમાં પડવું રહેવું ગમે છે. આકાશમાંથી તડકો રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગી જાય તો પણ કવિને તેની પરવા નથી. સારસીના ઉડી જવાથી ઉદાસ બનેલા કવિ હવેતો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના ઉડી જવાથી કવિની હાલત આવી બની જાય છે.


કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે?

Locked Answer

જવાબ : સારસીના પોતાના ખેતરના શેઢેથી ઉડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે અને ગમગીન બની જાય છે. હવે કવિને જમવામાં આવેલાં, રોટલા અને છાશમાં પણ રૂચી રહી નથી. ચલમની તમાકુના કસમાં પણ કવિને સ્વાદ જણાતો નથી. બળદને હળે જોતરવા પણ માગતાં નથી. આખું આકાશ ભલે રેલાઈ જાય, તેમના ગળા સુધી ધાસ ભલે ઉગી જાય એટલે કે જીવનના અંત સુધી કવિ મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે.


ગ્રામજીવનમાં ખેતર-વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો.

Locked Answer

જવાબ : ગ્રામજીવનમાં ખેડૂત સવારે નાહી ધોઈ નાસ્તો કરીને પોતાને ખેતરે જવા નીકળી પડે છે. બપોરે સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરી કામ કરે છે. અને બપોર થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમે. થોડી વાર મહુડીને છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમતેમ ફરે, ધાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય. શેરડી ઊગી હોય, તો શેરડીનો કોલુ પણ ફરતો હોય. એક બાજુ ગોળ તૈયાર થતો હોય, તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. આવનાર મહેમાનોને સૌના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદું-લીંબુ નાખીને શેરડીના રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાનાં બાળકો વડવાઈ પર ઝૂલતાં હોય. આવું સુંદર દ્રશ્ય તો ગામાડાંમાં જ જોવા મળે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

શેઢો – બે ખેતર વચ્ચેની હદનો થોડો ખૂલ્લો મુકેલો પટ્ટો
લ્યા,એલા,અલ્યા – એક તંકારાભર્યુ પુરૂષવાચક સંબોધન

તળપદા શબ્દો

Locked Answer

જવાબ :

ઢોચડી – દોણી, માટીનું વાસણ
ભારવેલો – ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
લ્યા – એલા – અલ્યા
અગની – અગ્નિ
સમું – સમાન
તળે – નીચે
નંઈ – નહીં
છાંય – છાંયડો

Download PDF

Take a Test

Choose your Test :

એક બપોરે

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.