જવાબ : ઉજ્જડ જમીનમાં પાકતાં ધાનમાં સરપંચોનો હિસ્સો રહેતો નહિ.
જવાબ : ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ લાલ હતો.
જવાબ : લેણદારને ત્યાં દેણદાર ગરીબ જીવલો જતો ત્યારે પોતાની ઓઢવાની પછેડીમાં બાંધેલો નાગલીનો રોટલો, તેમના ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાતો હતો. લેખકના બા તેને અથાણું અને થોડી દાળ પણ આપતા હતા. પરંતુ જયારે લેણદારનો દીકરો ઉઘરાણીએ જતો ત્યારે દેણદાર જીવલાને ઘરે એને શીરો જમવાનો હક રહેતો. લેણદાર તથા દેણદારના અવકાશમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી બતાવ્યો છે.
જવાબ : દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, કેરી, શાકભાજી, ઘાસ, લાકડાં, ગોળ જેવી વસ્તુઓ આપવા જતો હતો.
જવાબ : ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યા ચોપડાની ઈન્દ્રજાળના લેખક છે. તેમનો જન્મ વલસાડ જીલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી. તેઓએ સંગીતમાં પણ નિપૂણતા મેળવી હતી. તેમણે હાલોલ અને નવસારીમાં શિક્ષક તરીકે કામગીરી કરી છે. સામાજિક અને સેવાક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1-2, સુદામે દીઠી દ્વારમતી (યુરોપ પ્રવાસ), ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ) અને વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ) વગેરે તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે.
જવાબ : લેખકે આ આત્મકથા ખંડમાં ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને દારૂણ ગરીબી રજૂ કરી છે. આ પાઠમાં શાહુકારો દ્વારા ગરીબ, અભણ, લોકોનું કેવું શોષણ થતું હતું. તેનું તાદ્દશ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં આવી પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચઢાવતા નિર્દયી શાહુકારો તો બીજી તરફ તે જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્યભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાનું યુવાનીમાં થઇ ગયેલું કૃશ શરીર તથા અર્ધનગ્ન તેના દીકરાની પરિસ્થિતિ જોઇને કિશોર ભીખુમાં અંદરથી પરિવર્તન જાગે છે. જેથી તે પોતાના ચોપડામાંથી જીવલાના લેણાં પૈસાના ખાતા લખેલા પાના ફાડી નાખે છે અને તેને કરજમાંથી કાયમને માટે મુક્ત કરે છે. પોતાના માતાપિતા જ વ્યાજના ચક્કરમાં, ચોપડાની ઈન્દ્રજાળમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હ્રદયસ્પર્શી આલેખન આ પાઠમાં કરવામાં આવ્યું છે.
જવાબ : તે સમયમાં ઋણરાહતનો કોઈ કાયદો ન હતો, માટે દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી-કેળાં હતા. શાહુકારો અમલદારોના જુલ્મને પણ ટપી જાય તેવું વર્તન કરતા હતા. આ શાહુકારો શરીફ ડાકુ પ્રકારના હતા તથા ગરીબ અને અભણ પ્રજાના હાડમાંસ ચૂંથતા હતા.
જવાબ : શાહુકારો ત્યારે વ્યાજની ગણતરી કરવામાં સત્તર પંચા પંચાણું (ખરેખર પંચાસી) તે પ્રમાણે ગણત્રી કરતા હતા.
જવાબ : તેમના પિતાજીને કોઈ ખાસ ભાઈબંધ પાસેથી ધીરધાર ધંધાની માહિતી મળી હતી. એટલે લોભેલોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા હતા.
જવાબ : વિધવા બાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની જવાબદારી આવી પડી હતી.
જવાબ : એક નાનું ખેતર બાપુજીના નામે હતું તે બહુ ઉપજાઉં નહિ, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું હતું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, કદી જપીને બેસે નહીં. કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે, ત્યારે માંડ બે ટાંકના રોટલા મળતા હતા. ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા, એટલે બાને એકલે હાથે કુટુંબનો બોજો ઉંચકતાં તો નવનેજા પડ્યા હતા.
જવાબ : લેખક જણાવે છે કે બાપુજીનો શાહુકારીનો ધંધો, ધીરધારને કારણે ઘરમાં બચત રાખેલી નહિ. એ જમાનો પણ સોંઘારતનો. દસ રૂપિયે હારો ભાત. તે જ પ્રમાણે બધી ચીજવસ્તુ. આમાં બચત શી રીતે થાય.
જવાબ : દેણદારો આમ તો પ્રમાણિક ખરા પણ ખેતીમાં વર્ષો એક પછી એક એવાં ખરાબ આવે કે લેણદારોને રોકડું કશું આપી શકતા નહીં. ક્યારેક થોડુંઘણું આપે, એ પણ અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી આછુંપાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા હતા.
જવાબ : મરધમાળ ગામના રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે લેખકનું લેણું નિકળતું. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઇ ગયેલી હતી. પૈસા તો જે મળે તે જીવલો આપતો, પણ બાપુના મૃત્યુ પછી વર્ષોવર્ષ લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે જીવલો આપતો. વર્ષ ગમે તેટલું નબળું પડતું હોય તોય "હાઉકારને પોયરાને આપદા ની પડવી જોઈએ." એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો એકદમ શુધ્ધ હતો.
જવાબ : જીવલો અવારનવાર ઘેર આવતો. મારા ઉપર તેનો પુષ્કળ પેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો. હાડપિંજર જેવો. તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરૂણ દશા છતાં તેની વફાદારી મૂકસાક્ષી જેવો હું માત્ર જોયા કરતો! લેખકે જીવલાનું આવું શબ્દોથી ચિત્રણ કર્યું છે.
જવાબ : જીવલાની પત્ની મરી ગઈ ત્યારે જીવલો મનથી તદ્દન ભાંગી ગયેલો. તેનું બારમું કરવા માટે તેણે વળી બીજો શાહુકાર કરેલો. એટલે જીવલા પર બંને શાહુકારોની ઉઘરાણી થતી હતી જેથી જીવલો કફોડી સ્થિતિમાં આવી ગયો હતો.
જવાબ : રવિવારે બા મને ઉઘરાણી મોકલતા. ભાતામાં કોઈવાર સુખડી તો ક્યારેક શક્કરપારા બનાવી આપતા. ત્યાં નદીમાં નાહવાનું મળે, ઋતુઋતુના ફળો ખાવા મળે. ચણાનો ઓળો, શેરડી, કેરી, બોર જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે તો લાવવાનું જ. સાથે બે ત્રણ મિત્રો પણ હોય એટલે રસ્તો કપાઈ જાય તેની ખબર જ ના પડે. જીવલાના ઘરે તો ખાસ મજા પડતી. તેના ખેતરમાં જવાનું બોરડી પરથી બોર તોડીને ખાવાના અને ઘર માટે લાવવાના, મરચા, રીંગણા વગેરે થેલીમાં ઠાંસી ઠાંસીને ભરવાના, બાવળના દાતણ પણ ઘરે લેતાં આવવાનું તથા છેલ્લે જીવલાના ઘરે ગરમ ગરમ શીરો જમવાનો લ્હાવો કંઈ ઓર જ હોય છે. આમ, લેખકને ઉઘરાણીએ જવામાં ખૂબ જ આનંદ આવે છે.
જવાબ : જીવલાને ત્યાં ઉઘરાણી ગયેલા લેખક જીવલા પાસે થોડાક પૈસા માંગે છે. ત્યારે જીવલો પોતાની તે લાચારી છુપાવવા વાડામાંથી વાલોર અને રીંગણા લઇ આવ્યો ત્યારે લેખકે તે મુકવા માટે જીવલા પાસે થેલીની માંગણી કરી. ત્યારે જીવલો જવાબ આપે છે કે "બોડી ને ત્યાં વળી કાંહકી કેવી?" એ જ્યાં ત્યાંથી ફાટેલો કટકો લઇ આવ્યો અને તેમાં આ વાલોર અને રીંગણા બાંધીને આપ્યા. તે રાતે જીવલાને શુધ્ધ પ્રેમ અને તેની ગરીબીએ લેખકને મોડે સુધી ઊંઘવા ન દીધા.
જવાબ : જીવલાના ઘરે જઈને પરત આવ્યા બાદ લેખકમાં જીવલા પ્રત્યે હમદર્દી જાગી. જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેનું વાક્ય "બોળીને ત્યાં વળી કાંહકી કેવી." તે વારેવારે યાદ આવ્યું. લેખકને લાગ્યું કે હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો. શીરો જમતી વખતે જીવલાના છોકરાના પેટના ખાડા અને તે છોકરાઓ કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય યાદ આવ્યું. તેના છોકરાઓમાં ભણવા-ગણવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠીયાને ત્યાં શાહુકારી પેઠે વેઠ કરતો તથા પોતે બેઠા બેઠા ગરમ શીરો જમતા, તે બધું યાદ આવ્યું. ઉપરથી વળી તેણે થેલીઓ ભરીને શાકભાજી આપ્યા વગેરે યાદ આવવાથી લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો.
જવાબ : વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને લેખકના ઘરે આવ્યો. ગાડું છોડીને પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ તેને અથાણું અને થોડી દાળ આપ્યા હતા. એને ઘરે મને શીરો જમવાનો હક, મારા ઘરે એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય! આ વિરોધાભાસ લેખકને ખૂંચ્યો હતો.
જવાબ : લેખકના બા ઘરમાં ગયા પછી તેમણે જીવલા પાસેથી એ વાત જાણી લીધી કે જીવલાએ પોતાનું ખેતર વેચાતું લેવા બાપુ પાસેથી ત્રણસો રૂપિયા વ્યાજે લીધા છે. જેના વધીને હાલ પંદરસો રૂપિયા થયા છે.
શાહુકાર પંચા ગણિત કેવું ગણતા ?
જવાબ : શાહુકાર પંચા ગણિત ‘સત્તર પંચા પંચાણું’ થાય તેવું છે.
જવાબ : લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવવાનો કીમિયો તેમના કોઈ ભાઈબંધે બતાવ્યો હતો.
જવાબ : લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરતા હતા.
જવાબ : જીવલાને હિસાબ અંગે એવો વિશ્વાસ હતો કે શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે.
જવાબ : લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા ચોપડાનાં પાનાં ચીરી નાખ્યા.
જવાબ : સરપંચનો ભાગ ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રહેતો નહી.
જવાબ : ‘ચોપડાની ઈન્દ્રજાળ’ લેખકનો જન્મ વલસાડ જીલ્લામાં થયો હતો.
જવાબ : ‘ચોપડાની ઈન્દ્રજાળ’ લેખકે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી.
જવાબ : ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ધરમપુરમાં થયો હતો.
જવાબ : બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્રારામતી, વસાહતીઓનું વતન વગેરે ચંદ્રકાંત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો છે.
જવાબ : લેખકના પિતા પાસેથી જીવલાએ પોતાના માટે ખેતર વેચાતું લેવા માટે કર્જ તરીકે ત્રણસો રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજનું વ્યાજ મળીને આ ત્રણસોના પંદરસો રૂપિયા જીવલા પાસે લેણાં નિકળતા હતા. જીવલો અભણ હતો તેથી ચોપડાની આવી ઈન્દ્રજાળ સમજતો ન હતો. તેને વિશ્વાસ હતો કે શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. જીવલો પ્રમાણિક અને શુધ્ધ દાનત ધરાવતો હતો. ખેતપેદાશના ગમે તેવા માઠા વર્ષોમાં જીવલાના ખેતરનો પાક સારો ઉતર્યો હોય કે ન ઉતર્યો હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ તેવું એ માનતો હતો. માટે જેટલા પૈસા મળે તેટલાં ત્યાં ચૂકવતો હતો. ઉપરાંત વધુમાં દર વર્ષે લાકડાં, ડાંગર, કેરી, ગોળ, કઠોળ, શાકભાજી, જાંબુ, શેરડી, બોર વગેરે પણ શાહુકારને આપતો હતો. આમ, જીવલો આર્થિક રીતે સાવ કંગાળ અને નિર્બળ બની ગયો હતો. જીવલાના પત્નીના મૃત્યુ બાદ તેની કારજ ક્રિયા કરવા તેણે બીજા શાહુકાર પાસેથી પણ કરજ લીધું હતું. લેખક જયારે જીવલાને ત્યાં ઉઘરાણીએ જતા તો જીવલો તેમને ઋતુઋતુના ફળો, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો તથા ઘરે લઇ જવા પણ બાંધી આપતો હતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો ગરમ ગરમ શીરો કરીને જમાડતો હતો. તે લેખકને ભૂખ્યા જવા દેતો નહિ. જીવલાની ગરીબાઈ એવી હતી કે લેખકને ઘરે લઇ જવા વાલોર અને રીંગણ બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જીવલો દેવાના ભારથી જવાનીમાં જ સાવ કૃશ થઇ ગયેલો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. જીવલો શાહુકારનો જન્મોજનમનો ઋણી બની ગયો હતો. જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો જેથી લેણદારના પૈસા દુધે ધોઈને પાછા આપી શકાય. આમ શુધ્ધ દાનત રંગ લાવી, લેખકે તેની ઈમાનદારીથી ખુશ થઈને તેના કુટુંબની અત્યંત દારૂણ ગરીબી જોઇને તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.
જવાબ : જીવલાને ત્યાં ઉઘરાણીએ ગયેલા લેખક પાછા ફરતાં જીવલા પાસે એક થેલીની માંગણી કરી ત્યારે જીવલાએ કહ્યું "બોળીને ત્યાં વળી કાંહકી કેવી." જીવલાના આ શબ્દોએ લેખકને એ રાતે ઉંઘવા ન દીધા. તેમને જીવલાને તેમના પરિવાર ઉપરનો પ્રેમ અને બીજી તરફ જીવલાની કારમી ગરીબાઈ યાદ આવ્યા. લેખકના મનમાં મનોમંથન શરૂ થયું. પોતે જીવલાના શોષણખોર છે અને તેની બોડી જેવી દુર્દશા પણ પોતે જ કરી છે તેવું તેમને સમજાયું. લેખકને યાદ આવ્યું કે પોતે જયારે જીવલાને ત્યાં ગરમ ગરમ શીરો જમતા, ત્યારે જીવલાના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા તેના છોકરાઓ કેવા ટગર ટગર તેમની સામું જોતા હતા. આ દ્રશ્ય લેખકની સામે ઉભું થયું. રમવાની, ભણવા-ગણવાની ઉંમર આ લોકો કાળી મજૂરી કરે અને હું શાહુકાર તેમને ત્યાં બેસીને શીરો જમું. લેખકને પહેલીવાર સમજાયું કે પોતે જીવલાના છોકરાઓના મોંમાં કોળીયો ઝુંટવી લીધો છે. લેખકને એ પણ યાદ આવ્યું કે જીવલો દર વખતે કેવી થેલીઓ ભરીને ભેટ સોગાદના રૂપે ચીજવસ્તુઓ આપતો અને પોતાની લાચારી છુપાવતો હતો. લેખકને પોતાની જાત પર ગુસ્સો અને તિરસ્કાર આવ્યો. તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે ખરેખર કરજ તો ત્રણસો રૂપિયાનું જ લીધેલું છે. આટલા વર્ષોના વ્યાજના વધીને પંદરસો રૂપિયો થાય છે. ખેતીના વર્ષો ઉપરાઉપરી ખરાબ આવ્યા તેથી જીવલાએ રોકડ જમા ન કરાવી પણ દર વર્ષે લેખકના ઘરે અનાજ, કઠોળ, ગોળ, શાકભાજી, ઘાસ, લાકડાં વગેરે ચીજવસ્તુઓ આપતો હતો. પરંતુ ચોપડામાં તો રોકડા રૂપિયા જ જમા થાય તેથી જીવલાનું કરજ ઉત્તરોત્તર વધીને પંદરસોએ પહોંચ્યું હતું. "શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે." આવું માનનારા જીવલાએ મુદ્દલ કરતા પણ વધુ વ્યાજ ચુકવ્યું હતું. જીવલાની સાચી પ્રમાણિકતા જોઇને તે રાતે લેખકે મનોમંથન કરીને જીવલાની કરૂણ દશાથી દ્રવિત થઈને લેખકે એ લાલ ચોપડાના બધા જ પાના ફાડી નાખ્યા અને જીવલાને ચોપડાની ઈન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.
જવાબ :
લેખકને અભણ જીવલા પાસેથી જાણવા મળે છે કે તેણે ખેતર વેચાતું લેવા માટે લેખકના પિતા પાસેથી ત્રણસો રૂપિયા ઉછીના લીધા હતા. જીવલાને શ્રદ્ધા હતી કે બે-ત્રણ વર્ષમાં તે દેવું ચૂકવી દેશે, પણ એક પછી એક ખરાબ વર્ષો આવ્યા. આથી જીવલો શાહુકારને વધારે રોકડ ન આપી શક્યો. ચોપડામાં જીવલાનું વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા લેણા નીકળતા હતા. જીવલો વર્ષોવર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડાં,ઘાસ,ગોળ વગેરે બધું જીવલો વર્ષો વર્ષ આપી જાય તે બધું મફતમાં! ચોપડે તો રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. જ્યારે જીવલો ઘરે આવે ત્યારે લેખકના બાનું થોડુંઘણું કામ પણ કરી આપે. લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામ સંભાળતા દાસકાકાએ જીવલાના નામે નવું ખાતું પાડેલું તેમાં જીવલાને અંગૂઠો પાડવા બોલાવ્યો. લેખકને જીવલાની આ પરિસ્થિતિ જાણીને લાગે છે કે જીવલો શાહુકારનો જનમોજનમનો ઋણી છે.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
દાયકો - દસકો, દસ વર્ષનો સમયગાળો
ઋણ - દેવું, કરજ
ઉજ્જડ જમીન - વેરણ જમીન
વેઠ કરવી - આર્થિક બદલો મળ્યા વિનાની કરાતી મજૂરી કે કામ
ધીરધાર - વ્યાજે નાણાની આપલે કરવી
પુષ્કળ - ખૂબ, અતિશય
શાહુકાર - ધનવાન, પૈસાદાર
મુક્ત - આઝાદ, સ્વતંત્ર
મુદ્દલ - મૂળ રકમ
તળપદા શબ્દો
Hide | Showજવાબ :
હાઉકાર - શાહુકાર
સોંઘારત - સસ્તાપણું
આપદા - આપત્તિ
પોયરાં - છોકરાં
કોથે ગેયલો ઓહે - ક્યાંય ગયો હશે
ડોહાડી - ડોસી
આલ્યું - આપ્યું
ની - નહીં
પૈહા - પૈસા
ભૂયખો - ભૂખ્યો
હાવ - સાવ
ચુહાઈ - ચુસાઈ
ગીયો - ગયો
હેર - શહેર
કાઠું - કઠણ, મુશ્કેલ
વિરુધ્ધાર્થી શબ્દો
Locked Answerજવાબ :
શાહુકાર - ગરીબ
અજ્ઞાની - જ્ઞાની
પ્રમાણિક - અપ્રમાણિક
ઉદાર - કંજૂસ
લેણદાર - દેણદાર
રૂઢીપ્રયોગ
Locked Answerજવાબ :
ઘી કેળાં હોવા - પૈસાદાર હોવું, માલદાર હોવું.
અરેરાટી અનુભવવી. - ત્રાસી જવું., દુઃખ અનુભવવું.
આર્થિક સંકડામણ હોવી. - આર્થિક તકલીફ હોવી., ગરીબ સ્થિતિ હોવી.
નવેનેજા પાડવા. - ખૂબ તકલીફ પડવી.
હ્રદય દ્રવી ઉઠવું. - ખૂબ જ દુઃખી થવું.
સત્તર પંચા પંચાણું - અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત.
કહેવતો
Locked Answerજવાબ :
બોળીને તો વળી કાંહકી કેવી - અત્યંત દરિદ્રતા હોવી (અહીં) જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી?)
બાંધી મુઠી લાખની - જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય.
std 10 new syllabus 2021 gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.