GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે?

Hide | Show

જવાબ : હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌન અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે.


કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે?

Hide | Show

જવાબ : કવિ પોતે ગુજરાતી હોવાથી તેમની છાતી ગજ ગજ ફૂલે છે.


હું એવો ગુજરાતી કાવ્યના લેખક કોણ છે.

Hide | Show

જવાબ : હું એવો ગુજરાતી કાવ્યના લેખક વિનોદ હરગોવિંદદાશ જોશી છે.


સત્યના આયુધની કઈ વિશેષતા છે?

Hide | Show

જવાબ : કવિ ગાંધીજીના સત્યને આયુધ તરીકે માને છે. વિશ્વભરમાં અને યુધ્ધો આયુધ્ધોથી લડાયા છે, અને ભવિષ્યમાં થનારા યુધ્ધોમાં પણ આયુધ્ધોની જરૂર તો રહેવાની જ છે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા અલગ પ્રકારની છે. ગાંધીજીએ તેનાથી બ્રિટીશ સલ્તનતના પાયા ધ્રુજાવી નાખ્યા હતા. અને ભારતને આ સત્યરૂપી આયુધના કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઈતિહાસમાં આ ઘટના એક અનોખી ઘટના છે.


ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે?

Hide | Show

જવાબ : ચરોતરની મહીસાગર નદીના નીર ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં વહે છે. માટે તેમનામાં એ પાણીનું ખમીર જોવા મળે છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. મતલબ કે એમનું જીવન રત્નાકર જેવું સમૃધ્ધ છે.


હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ નદી, પર્વત અને દરિયાની શું મહત્તા દર્શાવી છે.

Hide | Show

જવાબ : આ કવ્યમાં કવિ જણાવે છે કે મારા અંગમા નર્મદા વહે છે, મારા શ્વાસમાં મહીસાગર છે અને મારૂ શરીર અરવલ્લી જેવું છે અને મારા પ્રાણના જે ધબકારા છે તેમાં રત્નાકર એટલેકે દરિયા ધૂધવે છે.


હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોને કેવી રીતે બિરદાવ્યા છે.

Hide | Show

જવાબ : આ કવિતામાં કવિએ દર્શાવ્યુ છે કે ગિરનારનો ગોખ જ્યાં સંતપુરૂષોના વાસ છે તે હું છું, સુધારસ પાતી ધ્વારકા પણ હું છું, ભગવા વસ્ત્રધારી સંતો જે ધ્યાન ધરે છે તે હું છું, વધુમાં કવિ જણાવે છે કે મીરાંની કરતાલ અને નરસિંહના પ્રભાતિયા પણ હું છું આમ સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાને કવિએ કાવ્યમાં વણી લીધો છે.


પ્રકૃતિ ધ્વારા ગુજરાતનો મહિમા કવિએ કેવી રીતે વર્ણવ્યો છે.

Hide | Show

જવાબ : કવિએ નર્મદા, મહીસાગર, અરવલ્લી, રત્નાકર, શત્રુંજ્ય, ગિરનાર, ધ્વારકા વગેરે પ્રકૃતિની વિશેષતાએ ગુજરાતને રળિયામણું બનાવ્યું છે તેથી કાવ્યમાં કવિએ પ્રકૃતિને પણ આલેખી છે.


હું એવો ગુજરાતી કાવ્યના લેખકનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : આ કાવ્યના લેખક વિનોદ જોષી બોટાદના વતની છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રધ્યાપક તથા ભાષાભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી બજાવે છે. તેમના લેખનમાં ગીત, દિર્ધકાવ્ય, અને વિવેચનમાં તેમની વિશેષ રૂચિ દેખાય છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુણ્ડિલતુણ્ડિકા તેમના મહત્વના કાવ્યસંગ્રહો છે. વધુમાં અભિપ્રેત, નિવેશ, સોનેટ, રેડિયો નાટક સ્વરૂપ સિધ્ધાંત વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. તેઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.


જગતમાં કોની ધાક હોવાનું કાવ્યમાં કવિ જણાવે છે.

Hide | Show

જવાબ : સત્યના આયુધની વિશ્વમાં પણ ધાક હોય હોય છે તેવુ કવિ આલેખે છે.


વિજાણંદનું હું જંતર, હુ નરસૈંની પરભાતી,

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાડ.

Hide | Show

જવાબ : વિજાણંદના જંતર ધ્વારા કવિ વિજાણંદના અમરપ્રેમનો મહિમા તથા નરસિંહ મહેતાના પ્રભાતિયાં ધ્વારા કવિ ગુજરાતના સંતોનો મહિમા, અને ગાંધીના મૌને ભારતને આઝાદી અપાવી અંગ્રેજોને ધ્રુજાવી નાખ્યા તે તથા સરદાર પટેલની હાકનો ઉલ્લેખ કરી કવિએ ભારતના લોખંડી વ્યક્તિત્વને વધાવ્યું છે. આમ કવિએ વિશ્વમાં ગુજરાત અને ભારતના મહિમાને ઉજાગર કર્યો છે.


હું મારી માટીનો જાયો હું ગર્જર અવતાર,

મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર

Hide | Show

જવાબ : ઉપરોક્ત કાવ્યપંક્તિમાં કવિએ ભારતમાતાનું ગૌરવગાન આલેખ્યું છે. આમાં કવિ સમજાવે છે કે હું મારી માતૃભૂમિનો પુત્ર છું. હું જન્મે ગુજરાતી છું મારા શિર પર ભારતમાતા અઢળક આર્શીવાદની વર્ષા કરે છે.


કવિની છાતી ગજ ગજ ફૂલવાનું કારણ શું છે ?

Locked Answer

જવાબ : કવિની છાતી ગજ ગજ ફૂલવાનું કારણ કવિ ગુજરાતી છે તે છે.


‘હું એવો ગુજરાતી’ આ કાવ્યમાં લેખક કોના મૌનની વાત કરે છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કાવ્યમાં લેખક ગાંધીજીના મૌનની વાત કરે છે.


‘હું એવો ગુજરાતી’ આ કવિતામાં કવિએ કઈ નદીનો ઉલ્લેખ કર્યો છે.

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કવિતામાં કવિએ નર્મદા નદીનો ઉલ્લેખ કર્યો છે.


‘હું એવો ગુજરાતી’ આ ગીતમાં લેખક કઈ નદીને શ્વાસમાં વહેવાની વાત કરે છે.

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ ગીતમાં લેખક મહીસાગર નદીને શ્વાસમાં વહેવાની વાત કરે છે.


‘હું એવો ગુજરાતી’ આ કવિતામાં કવિ કોની હાકની વાત કરે છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કવિતામાં કવિ સરદારની હાકની વાત કરે છે.


‘હું એવો ગુજરાતી’ આ કવિતામાં લેખક પર કોના આશિષ હોવાની વાત છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કવિતામાં લેખક પર ભારતમાતાનાં આશિષ હોવાની વાત છે.


‘હું એવો ગુજરાતી’ આ કાવ્યમાં લેખક કોના કરતાલની વાત કરે છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કાવ્યમાં લેખક મીરાંબાઈનાં કરતાલની વાત કરે છે.


‘હું એવો ગુજરાતી’ આ કાવ્યમાં લેખક કોની ત્રાડ હોવાનું દર્શાવે છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કાવ્યમાં લેખક સાવજની ત્રાડ હોવાનું દર્શાવે છે.


‘હું એવો ગુજરાતી’ આ કાવ્યના લેખક કોણ છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ આ કાવ્યના લેખક વિનોદ જોષી છે.


‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને પ્રભાતિયા માટે યાદ કરે છે.


‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે.


‘હું એવો ગુજરાતી’ કાવ્યમા લેખક કોના સોમ્ય સ્મિતની વાત કરે છે.

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમા લેખક સંતોના સોમ્ય સ્મિતની વાત કરે છે.


‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘સરદાર’ વિશેષણ કોના સંદર્ભમાં છે ?

Locked Answer

જવાબ : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘સરદાર’ વિશેષણ વલ્લભભાઈ પટેલના સંદર્ભમાં છે.


ગાંધીજી પાસે કયું સશક્ત આયુધ હતું ?

Locked Answer

જવાબ : ગાંધીજી પાસે સત્ય નામનું સશક્ત આયુધ હતું.


‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં મારી માટીનો જાયો એટલે કોનો જાયો ?

Hide | Show

જવાબ : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં મારી માટીનો જાયો એટલે ગુજરાતની ધરતીનો જાયો.


‘મીરાંની કરતાલ હું જ...’ આ પંક્તિમાં કવિએ પ્રયોજેલ ‘કરતાલ’ શબ્દ ની જગ્યાએ કયો શબ્દ હોવો જોઈએ.

Hide | Show

જવાબ : ‘મીરાંની કરતાલ હું જ...’ આ પંક્તિમાં કવિએ પ્રયોજેલ ‘કરતાલ’ શબ્દ ની જગ્યાએ તાનપુરો શબ્દ હોવો જોઈએ.


 ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ કયા મંદિરના ગુંજાવરની વાત કરી છે ?

Hide | Show

જવાબ : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ સૂર્યમંદિરનાં ગુંજાવરની વાત કરી છે.


હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે ?

Hide | Show

જવાબ : હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ નીચેના કારણોસર અનુભવે છે. કવિના અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે અને શ્વાસમાં મહીસાગર સમાયેલા છે. કવિનો દેહ અરવલ્લીનો છે. એના અસ્તિત્વમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ ઝળહળે છે. અહીંજ શ્વેત તેજનો ભ્રમર છે. ગિરનાર પર્વત પર અનેક મહાપુરૂષોના ગોખ આવેલા છે જે આજ ભૂમિ પર છે. અહીંયા ધ્વારકાનગરીમાં કૃષ્ણભગવાન પ્રેમભક્તિનો અમૃતરસ થાય છે. આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાય છે.આ ભૂમિમાં ભગવાધારી સંતો ધ્યાન ધરે છે. કરતાલ સાથે મીરાં આ ભૂમિમાં કૃષ્ણનું કિર્તન કરે છે. આ ભૂમિ પર અનેક આખ્યાનો રચાયા છે. વિજાણંદ અહીં વાજિંત્ર વગાડે છે, તથા નરસિંહ મહેતા પ્રભાતિયાં ગાય છે. આ ભૂમિ પર જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરૂષો જનમ્યા છે. અહીં ગાંધીજીના મૌનનો અને સરદારની હાકનો જબરો પ્રભાવ જોવા મળે છે. ગાંધીજીના સત્યરૂપી આયુધની સમગ્ર વિશ્વમાં ધાક હતી. સંતોએ સૌજય સ્મિતથી આ ભૂમિને સજાવી છે. અહીંના શૂરવીરોએ તલવારની ધારથી આ ભુમિની રક્ષા કરી છે. અને આવી ભૂમિના પોતે સંતાન છે તેનું કવિ ગૌરવ અનુભવે છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

રત્નાકર – સમુહ, રત્નોના ભંડારરૂપ સાગર

સાવજ – સિંહ

સુધા – અમૃત

આયુધ – શસ્ત્ર, હથિયાર

પિંડ – આકાર, ઘાટ

ભૃંગ – ભમરો, ભ્રમર

પ્રાણ – શ્વાસ (અહીં – અસ્તિત્વ)

ફૂલે – વિકસે

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

પરભાતી – પ્રભાતિયાં

જંતર – વાજિંત્ર, તંતુવાદ્ય

શબ્દસમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

નવરાત્રીઓનો સમૂહ – નવરાત્રી

Download PDF

Take a Test

Choose your Test :

હું એવો ગુજરાતી

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.