GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પ્રવાસમાં જવાહરલાલની કયા સ્થળે જવાની ઈચ્છા હતી?

Hide | Show

જવાબ : પ્રવાસમાં પ્રવાસમાં માનસરોવર જવાની ઈચ્છા ધરાવતા હતા.


પ્રવાસમાં લેખકની સાથે કોણ તૈયાર થયું હતું?

Hide | Show

જવાબ : પ્રવાસમાં લેખકની સાથે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉંચકવા માટે મજૂરો અને એક ભોમિયો વગેરે તૈયાર થયા હતા.


ખોભાણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા?

Hide | Show

જવાબ : લેખકનો પગ ખોભાણમાંથી લપસ્યો, પરંતુ સૌ એક બીજા સાથે એક જ દોરડાથી બંધાયેલા હતા.આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા તથા પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે તેમને ખેંચી કાઢ્યા આમ તેઓ નીચે પડતા બચી ગયા હતા.


પાઠના લેખકનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : જવાહરલાલ નહેરૂએ લખેલી પોતાની આત્મકથા મારી જીવનકથા માંથી આ પાઠનો અંશ લેવામાં આવ્યો છે. જવાહરલાલનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. તેમણે ઈગ્લેંડમાં વકીલાતનો અભ્યાસ કરીને અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજીની આઝાદીની લડતમાં જોડાઈને તેઓ સ્વતંત્ર સંગ્રામના અગ્રેણી બન્યા. તેમણે પોતાની આત્મકથા ઉપરાંત ડિસ્કવરી ઓફ ઈન્ડિયા અને ગ્લિમ્પસિસ ઓફ વલ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકારના તરફથી તેમને ભારતરત્ન નું સન્માન એનાયત થયું હતું. તેમના જન્મનું વર્ષ 14-11-1889 અને અવસાનનું વર્ષ 27-05-1964 છે.


લેખકે અમરનાથની ગુફાએ જવાનું કેમ નક્કી કર્યું?

Hide | Show

જવાબ : હિમાલયના પ્રવાસ દરમિયાન લેખક ઝોજીલા ઘાટ છોડીને આગળ માતાયન નામની જગ્યાએ પહોંચ્યા અને જાણવા મળ્યું કે અહીંથી અમરનાથની ગુફા માત્ર આઠ માઈલ છે જેથી લેખકને થયું કે આઠ માઈલ તો કંઈ વિસાતમાં ન હતા. આમ તેમણે અમરનાથનો પ્રવાસ આગળ વધાર્યો.


લેખકને પોતાની પ્રવાસ લાલસાને કેવી રીતે તૃપ્ત કરવી પડી છે?

Hide | Show

જવાબ : લેખકને ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને પોતાની પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે જેલયાત્રા તૃપ્ત કરવી પડી છે.


લેખકને કૈલાસ માનસરોવરના પ્રવાસની ખૂબ જ ઇચ્છા હતી તેનું શું થાય છે?

Hide | Show

જવાબ : લેખક કહે છે હજી હું એ દિવસના સ્વપ્ના જાઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ. પરંતુ, અઢાર વર્ષ થયા છતાં આજે પણ લેખક કૈલાસ અને માનસરોવરથી એટલાને એટલા જ દૂર છે.


માતાયાનથી અમરનાથની ગુફા વચ્ચે કેટલું અંતર છે ?

Locked Answer

જવાબ : માતાયાનથી અમરનાથની ગુફા વચ્ચે આઠ માઈલનું અંતર છે.


હિમાલયમાં એક સાહસમાં લેખકને હિમાલયના શિખરો પર કેવો મુકુટ ચળકી રહ્યો હોવાનું લાગે છે ?

Locked Answer

જવાબ : હિમાલયમાં એક સાહસમાં લેખકને હિમાલયના શિખરો પર હિમનો મુકુટ ચળકી રહ્યો હોવાનું લાગે છે.


હિમાલયમાં એક સાહસનાં લેખકનું નામ જણાવો.

Locked Answer

જવાબ : જવાહરલાલ નહેરુ


પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી ?

Locked Answer

જવાબ : પ્રવાસમાં લેખકની માનસરોવર જવાની ઈચ્છા હતી.


ઝોજીલા ઘાટની તરફ ખડક કેવો દેખાતો હતો ?

Locked Answer

જવાબ : ઝોજીલા ઘાટની તરફ ખડક સાવ વેરાન નકરો દેખાતો હતો.


બાર કલાકના સતત ચડાણને અંતે લેખકે કયું સરોવર જોયું ?

Locked Answer

જવાબ : બાર કલાકના સતત ચડાણને અંતે લેખકે હિમસરોવર જોયું.


પહાડોનાં શિખરો ઉપર શું ચળકી રહ્યું હતું ?

Locked Answer

જવાબ : પહાડોનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો.


‘હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ કોણે કર્યો છે ?

Locked Answer

જવાબ : ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કરેલો છે.


‘હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ કઈ ભાષામાંથી કરેલો છે ?

Locked Answer

જવાબ : ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ અંગ્રેજી ભાષામાંથી કરેલો છે.


અમરનાથ જતાં મજૂરોને શેમાં તકલીફ પડવા લાગી ?

Locked Answer

જવાબ : અમરનાથ જતાં મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.


હિમનદીઓના માર્ગમાં શું આવતું હતું ?

Locked Answer

જવાબ : હિમનદીઓના માર્ગમાં મોટી ખોભણો આવતી હતી.


લેખક કાશ્મીર કેમ ન જઈ શક્યા ?

Locked Answer

જવાબ : લેખકને કાશ્મીર જેવાની ઘણીય ઈચ્છા હતી, પરંતુ તેઓ રાજકાજ અને લોકસેવાનાં કામોમાં ગૂંચવાઈ ગયા હતા તેથી તેઓ જઈ શક્યા નહિ.


લેખકે અમરનાથની ગુફાનાં દર્શન કેમ ન કર્યા ?

Locked Answer

જવાબ : લેખકે અમરનાથની ગુફાનાં દર્શન ન કર્યા કારણ કે તેઓ મનથી અને શરીરથી થાકી ગયા હતા. અને તેમની પાસે ખોભણો ઓળંગવાના સાઘનસામ્રગી નહોતાં.


લેખક શાના ઘોડા ઘડ્યા જ કરે છે ?

Locked Answer

જવાબ : લેખક પ્રવાસોના ઘોડા ઘડ્યા જ કરે છે.


લેખક કયાં સ્થળોથી મુગ્ધ હતા ?

Locked Answer

જવાબ : લેખક કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણોથી મુગ્ધ હતા.


હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય કેવું લાગતું હતું ?

Locked Answer

જવાબ : હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક પરના મુકુટ જેવું લાગતું હતું.


એમણે કયું સરોવર બાર કલાકના સતત ચડાણને અંતે જોયું ?

Hide | Show

જવાબ : એમણે હિમસરોવર બાર કલાકના સતત ચડાણને અંતે જોયું.


સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ શું ઓળંગતા ચડતા  ગયા ?

Hide | Show

જવાબ : સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ હિમનદીઓ ઓળંગતા ચડતા         ગયા.


ક્યા ઘાટ પર માતાયાન આવેલું હતું ?

Hide | Show

જવાબ : ઝોજીલા ઘાટ પર માતાયાન આવેલું હતું.


લેખક અજબ તૃપ્તિ, સ્ફૂર્તિ અને આહ્‌લાદક્તાનો અનુભવ ક્યાં કરતા હતા ?

Hide | Show

જવાબ : લેખક અજબ તૃપ્તિ, સ્ફૂર્તિ અને આહ્‌લાદક્તાનો અનુભવ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં કરતા હતા.


એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે લેખક કેમ છેતરાતા હતા?

Hide | Show

જવાબ : તડકાને અને હવાને કારણે લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે લેખક છેતરાતા હતા.


લેખકનું સ્વાગત કરવા અતિ મંદ ગતિએ કોણ ઊતરી રહ્યા હતા ?

Hide | Show

જવાબ : લેખકનું સ્વાગત કરવા અતિ મંદ ગતિએ પ્રપાતો ઊતરી રહ્યા હતા.


અમરનાથની ગુફા કયાં આવેલી છે ?

Hide | Show

જવાબ : અમરનાથની ગુફા હિમાલયમાં આવેલી છે.


લેખક કયાં પ્રદેશના ગિરિવરો અને ખીણો પર મુગ્ધ હતાં.

Hide | Show

જવાબ : લેખક કાશ્મીરના ગિરિવરો અને ખીણો પર મુગ્ધ હતાં.


લેખક કઈ ગુફાનાં દર્શન ન કરી શક્યા ?

Hide | Show

જવાબ : લેખક અમરનાથની ગુફાનાં દર્શન ન કરી શક્યા


પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રામાં વર્ણન કરો?

Hide | Show

જવાબ : લેખકે(જવાહરલાલે) હિમાલયની યાત્રા કરવાનું સાહસ કર્યું હતું. આ યાત્રામાં લેખકના પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉંચકવા માટે મજૂરો તથા એક ભોમિયો પોતાની સાથે લીધો હતો.અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌએ તૈયારી કરી, જેના ભાગરૂપે દોરડાની એક સાંકળ બનાવી અને તેનાથી બંધાઈને એકબીજા સાથે સંકળાઈને, રસ્તામાં આવતી હિમનદીઓ ઓળંગતા ઉપર ચઢતા ગયા.વધુ વજન ન હોવા છતાં મજૂરોને રસ્તામાં લોહીની ઉલ્ટીઓ થવા લાગી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી બની ગઈ હતી. સૌ થાકીને લોથપોથ થઈ ગયા હતા. છતાં સૌ હિંમતભેર આગળ વધતાં ગયા. સતત બાર કલાકના ચડાણને અંતે તેમને એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું તે ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવુ લાગતું હતું. અહીંથી આગળ પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. તથા તેને માટે વચ્ચેનું હિમ સરોવર ઓળંગવુ પડે તેમ હતું. તેમાં રસ્તામાં ઘણી જગ્યાઓમાં મોટી ખોભણો આવતી હતી. તાજું હિમ પડેલું હોવાથી લેખકને ખોભણ દેખાઈ નહીં અને તેઓ થાપ ખાઈ ગયાએટલે કે છેતરાઈ ગયા અને પગ મુકતાની સાથે જ તાજો બરફ ઘસી ગયો અને તેઓ ભયાનક પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગી રહ્યા અને કેડે બંધાયેલા સળંગ દોરડાએ પકડી રાખ્યા. પછીથી સૌએ સાથે મળીને તેમને ખેંચી કાઢ્યા તથા ત્યાંથી સૌ પરત આવવા રવાના થયા.


લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો?

Hide | Show

જવાબ : તિબેટની સપાટી તરફ મુસાફરી કરતાં જંગલના ઊંચા પ્રદેશની સાંકડી અને નિર્જન ખીણ આવતી હતી. ઝોજીલા ઘાટ બાજુની સાંકડી ખીણમાં આગળની તરફ જતાં બંને બાજુ પહાડો ઉભાં હતા. હિમનો મુકુટ તેમના શિખરો ઉપર ચળકી રહ્યો હતો. હિમના નાના નાના પ્રભાતો લેખક તથા તેમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. આકરો તથા ઠંડો પવન વાતો હતો. હવા નિર્મળ હતી અને સૂરજનો મધુર તડકો માણવા મળતો હતો. આગળ જતાં હિમાલયની આસપાસની વનસ્પતિઓ અને વૃક્ષો અદ્રશ્ય થઈ જાય છે અને ફક્ત ખડક, હિમ તથા તરફ અને ક્યાંક ક્યાંક વધુ પડતા ફૂલો નજરે પડે છે. આ જંગલી અને વેરાન પ્રકૃતિમંદિર જોઈને મન પ્રફુલ્લિત બને છે. સતત ઉપરની બાજુ ચઢાણ ચઢતાં એક હિમ સરોવર નજર સામે દેખાય છે. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર જાણે મુકુટ હોય તેવું મનોહર અને ભવ્ય ભાસતું હતું.


પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડયું તે તમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો સાથે જણાવો?

Locked Answer

જવાબ : માનસરોવર તરફ આગળ વધતાં રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી હતી. આવી ખોભણો નજરે પડતી જ હતી. વારંવાર હિમ પડવાથી હિમનદીઓમાં ખોભણ દેખાતી નહિ, માટે હિમ પાર પદ પડવાથી લપસવાની પુરેપુરી શક્યતાઓ હતી. તેવી જ એક જગ્યાએ લેખક છેતરાયા અને તેમણે પગ મૂક્તાની સાથે જ બરફ ઘસી પડયો અને તેઓ એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસી પડયા. પરંતુ તેઓ ખોભણની એક તરફ વળગીને ઉભા રહ્યા અને દોરડાએ તેમને પડતાં બચાવ્યા હતા. સૌએ મળીને તેમને ખેંચી લીધા. આ બનાવથી લેખકની સાથે આખી ટુકડી પણ ગભરાઈ ગઈ, પણ તેમણે કૂચ ચાલુ રાખી. હિમનદીઓમાં ખોભનોની વધતી જતી વિશાળતા જોતાં તેને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે જરૂરી અને પૂરતી સાધનસામગ્રી પણ ન હતી. તેથી આવી જોખમી જગ્યામાં વધારે તકલીફ પડે અને આંધળુ સાહસ કોઈનો જીવ લઈ લે તેના કરતાં પ્રવાસને અધૂરો મુકવો તેવું સૌનું માનવું હતું માટે લેખકે પ્રવાસ અટકાવ્યો અને પરત આવ્યા. તેમનું તે પગલું મારી દ્રષ્ટિએ યોગ્ય છે.


હિમાલયમાં એક સાહસ' પ્રવાસનિબંધને આધારે જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વ વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ : હિમાલયમાં એક સાહસ' પ્રવાસનિબંધના લેખક જવાહરલાલ નેહરુ છે. તેઓ પ્રવાસના શોખીન છે. ભલે સુવિધાઓ ના હોય, પણ અગવડ વેઠીને પણ પ્રવાસ કરવાનો એમને શોખ છે. સાહસ એમનો સ્વભાવ છે, પોતે તે સંવેદનશીલ છે. તેઓ સુક્ષ્મ અવલોકનશક્તિ ધરાવે છે. અનેકોની જેમ એમને પણ હિમાલયનું આકર્ષણ છે. તેઓ રાજકારણી હતા. અનેક વાર જેલમાં ગયેલા. જેલમાં હતા ત્યારે પણ ભવિષ્યમાં હિમાલયનાં ઉન્નત શિખરો ભણી પ્રવાસ કરવાની, તેમજ માનસરોવર, કૈલાસનાં દર્શન કરવાની આશા સેવતા હતા.

તેઓની હિમાલયનો પ્રવાસ કરવાની ઇચ્છા પૂરી થયેલી નહિ કારણ કે તેઓ રાજકારણમાં અને પ્રજાજીવનનાં અનેક સેવાકાર્યોનાં કાર્યામાં વ્યસ્ત હતાં. એમને સતત અફસોસ રહેતો. તેઓ  લેખો લખતા પણ પ્રવાસમાં મળે તેવો આનંદ તેમને ન મળતો. જ્યારે તેમણે હિમાલયનો પ્રવાસ કર્યો ત્યારે પોતાની આશા પૂરી થઈ. અત્યાર સુધી પ્રવાસ લાલસાને તૃપ્ત કરવાને બદલ જેલજાત્રાથી સંતોષ માનવો પડતો હતો.

આમ નેહરુના વ્યક્તિત્વના એક છેડો પ્રકૃતિ સાથે જોડાયેલો છે તો બીજો છેડો રાજકારણ દ્વાર પ્રજાજીવનનાં લોકકલ્યાણનાં કાર્યો સાથે જોડાયેલો રહ્યો છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

નિર્જન – માણસ વિનાનું, સૂનું 
નકરો – ફક્ત, માત્ર 
કૂચ કરવી – ચાલવું, આગળ વધવું  
શિખર – પર્વતનો ટોચનો ભાગ 
હિમ – અતિશય ઠંડી, બરફ 
મુકુટ – માથે પહેરવાનું સાધન  
પ્રયાત – ધોધ 
વેરાન – ઉજ્જડ  
આહલાદ  - હર્ષ, આનંદ 
અફાટ – ખૂબ વિશાળ 
ખોભણ – ખો, ગુફા, ખાડો 
યુવાવસ્થા – યુવાનીની અવસ્થા 
લાલસા – ઇચ્છા 
ગિરિવર – પર્વતોમાં 
શ્રેષ્ટ – હિમાલય

વિરૂધ્ધાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

નિર્મળ – મલિન
વિશાળ – સંકુચિત 
ભવ્ય – સામાન્ય 
પ્રસન્ન – ઉદાસ 
દ્રશ્ય – અદ્રશ્ય 
સુરક્ષિત – અસુરક્ષિત

શબ્દ સમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

શરીરે મોટું પણ અક્કલમાં ઓછું – જડસું 
હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી – હિમનદી 
રસ્તાનો જાણકાર – ભોમિયો 
કુદરતનું સુંદરધામ – પ્રકૃતિમંદિર 
બરફથી ઢંકાયેલું – હિમાચ્છાદિત 
વહેતા પાણીમાં થતું કુંડાળું – વમળ 
જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન – ગમ્યા સ્થાન 
રાજકારણને લગતું કાર્ય – રાજકાજ 
અડધી ઉંમરે પહોંચેલું – આધેડ 

રૂઢિ પ્રયોગ

Locked Answer

જવાબ :

થાકીને લોથ થઈ જવું – અતિશય થાકી જવું 
કંઠે પ્રાણ આવવા – ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું 
હાંજા ગગડી જવા – ખૂબ ગભરાઈ જવું 
ઘોડા ઘડવા – આયોજન કરવું, વિચારવું

Download PDF

Take a Test

Choose your Test :

હિમાલયમાં એક સાહસ

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.