જવાબ : ભણેલા અને અભણ લોકો ખાવા પીવાની બાબતમાં બેદરકાર છે.
જવાબ : સંત વિવેકાનંદ ભારતમાં ગંદકીથી સૌથી ભારે ખલેલ પામનાર સંત હતા.
જવાબ : જેમ હોસ્પિટલમાં ઓ.પી.ડી. કીડીયારીની જેમ પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃધ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.
જવાબ : લેખકના મત પ્રમાણે માણસને ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી વ્યસન કરનાર વ્યક્તિ વ્યસની બનતો અટકી જાય છે.
જવાબ : રોગ થયા બાદ સુખી લોકોની સ્થૂળ સાધનાને બેઠાડુંપણું કહે છે.
જવાબ : આપણે આરોગ્યની કાળજી લેતા નથી તેવું લેખકનું માનવું છે.
જવાબ : ગામમાં કોઈ માંદુ પડે તો ચીનના લોકો દાકતરને સજા કરતા હતા.
જવાબ : સેમ્યુઅલ બટલરે એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માણસ માંદો પડે તો તેને કેદની સજા થાય.
જવાબ : હોસ્પિટલની સાચી શોભા તેમાં જ છે કે હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડ્યા રહે.
જવાબ : અનાથાશ્રમમાં બાળકોની સંખ્યા વધે તે તંદુરસ્ત સમાજની નિશાની નથી.
જવાબ : ગુણવંત શાહ એ વાઈરલ ઇન્ફેકશનના લેખક છે.
જવાબ : માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે.
જવાબ : કુટેવો અને આરોગ્યએ એક સિક્કાની બે બાજુ છે તેવું લેખકનું માનવું છે.
જવાબ : પાન, તમાકુ, ગુટકા અને શરાબનું સેવન કરનારા વ્યસનમાં ડૂબેલા રહે છે, તેવું ગુણવંત શાહનું માનવું છે.
જવાબ : આપણો સમાજ ખાવા પીવાની બાબતમાં જવાબદાર છે.
જવાબ : એક જમાનામાં ચીન દેશમાં માંદુ પડે તો દાક્તરને સજા થતી હતી.
જવાબ : સંત સ્વામી વિવેકાનંદ ભારતમાં ગંદકીના કારણે ભારે ખલેલ પામતા હતા.
જવાબ : બટ્રાડ રસેલે પોતાના નિબંધમાં ઉપરોક્ત હકીકત દર્શાવી છે.
જવાબ : માણસ ખાવા પીવામાં પોતાના જ શરીરની સાથે નિર્દયતાપૂર્વક અને અભણની માફક વર્તે છે.
જવાબ : ડોકટરો પણ ક્યારેક પોતાના આરોગ્ય અંગે દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે.
જવાબ : લેખકના માનવા મુજબ જ્યારે કોઈપણ પ્રકારનો દુ:ખાવો ન હોય ત્યારે સમયાંતરે સાવચેતીના પગલાંરૂપે ડોકટરની મુલાકાત લેવી જોઈએ.
જવાબ : સંપૂર્ણ નીરોગી માણસોએ નિયમિતપણે સમયાંતરે ડોક્ટરની મુલાકાત લઈને લોહી, કાર્ડિયોગ્રામ જેવી બીજી પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવતા રહેવું જોઈએ.
જવાબ : લેખકનું માનવું છે કે આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે.
જવાબ : લગ્નના રિસેપ્શનમાં જે યજમાન પાર્ટી આપે છે તેમનો પ્રેમાળ ઇરાદો જમવા આવેલા નરનારીઓના પેટની હાલત બગાડવાનો હોય તેવો લેખકને વહેમ પડે છે.
જવાબ : મનની સ્વસ્થતાનો સીધો પ્રભાવ શરીરનો તંદુરસ્તી પર પડે છે.
જવાબ : મુંબઈની ટ્રેનોમાં ભજન મંડળી ધૂમ મચાવે છે તથા તેનાથી તાણમાં ઘટાડો થાય છે.
જવાબ : ગાંધીજી માંદગીને અપરાધ ગણતા તથા તેમની પોતાની માંદગીને એક આદ્યાત્મિક ભૂલ સમજતા હતા.
જવાબ : તાણ ઘટાડવાની અદ્દભૂત તાકાત પ્રાર્થનામાં રહેલી છે.
જવાબ : લેખકનું માનવું છે કે દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ પોતાનામાં રહેલા અહંકારનો વધ કરવાની જરૂર છે.
જવાબ : ઉપરોક્ત આચરણ કરનારી વ્યક્તિ સાવ નીરોગી ન રહી શકે, તેનું ઘણુખરું શારીરિક તકલીફ વગરનું ન હોઇ શકે, તેવું લેખકનું કહેવું છે.
જવાબ : પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પુરતો પ્રેમ મળે તો તેવી વ્યક્તિને શરાબની ક્યારેય જરૂર નહીં પડે.
જવાબ : હર્યાભર્યા પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત છે, એવું લેખકનું મંતવ્ય છે.
જવાબ : લેખકે પહેલા ગૂઠાર્થ કરીને બતાવ્યુ કે ચીનના લોકો ગામમાં કોઈ માંદુ પડે તો દાક્તરને સજા કરતા. વધુમાં તેમણે જણાવ્યુ કે સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પાડનાર માણસને કેદની સજા થાય અને બટ્રાડ રસેલે તો ગમ્મત સાથે બતાવ્યુ કે કાર ખોટકાઈ પડે તો તેનો માલિક થોડોક શરમાય છે પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તો તેની વાત બીજાની આગળ ગૌરવપૂર્વક કરે છે. આમ દરેક દાખલો લેખકે માંદગીને કેન્દ્રસ્થાને રાખી મહત્વપૂર્ણતા બતાવી છે.
જવાબ : લેખકના મતે માનવીનું શરીર વર્ષો સુધી અપમાનિત થતું રહે છે. નાની ઉંમરના શરીરની માંદગીને લેખકે શરીરે શરૂ કરેલો સવિનય કાનૂનભંગ ગણાવ્યો છે. વધુમાં તેઓ જણાવે છે કે હ્રદયરોગના હુમલા માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે છે. શરીરને પોટલું સમજવું, કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું, ગમે તે સમયે, ગમે તેવું અને ગમે તેટલું ખાવું વગેરે શરીર સાથેનો એક પ્રકારનો અત્યાચાર છે.
જવાબ : લેખકે લખ્યું છે કે હ્રદયરોગમાં જે પરસેવો થાય છે તેનું કારણ એ છે કે તેણે જીવનમાં કદી પરસેવો પડ્યો નથી એટલે કે મહેનતવાળું કામ સ્વીકાર્યું નથી માટે માંદગીએ પરસેવો પાડ્યો, જેને તેમણે શરીરે પોતાના માલિકે કરેલો ક્રૂર કટાક્ષ ગણાવ્યો છે.
જવાબ : “ઘણાખરા ખાટલા ખાલી પડી રહે એજ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય” એવું લેખકનું માનવું છે.
જવાબ : લેખક માને છે કે ખરેખર તો સંપૂર્ણપણે નીરોગી હોય એવા માણસોએ નિયમિતપણે ડોકટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોકટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતનો દુ:ખાવો ન હોય ત્યારે દાંતના ડોકટર પાસે સમયાંતરે જઇ આવવું જોઈએ. ડોકટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની. આમ, આરોગ્યની જાળવણી માટે લેખકે આપણને જાગૃત કર્યા છે.
જવાબ : લેખકનું માનવું છે કે તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ ના હોય, લોકો બસ ખાધે જ રાખે છે અને પીધે જ રાખે છે અને જીવ્યે જ રાખે છે. લેખક સમજાવે છે કે માંદગીના ખાટલે તો ઘણુખરું વેડફાઇ ચૂકેલું જીવન જ પડ્યું હોય છે. ખાંસી વારંવાર આવે તોયે કફ છૂટો પડતો નથી, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે તેવું સમજીને લેખક લખે છે કે જે પોતાને ન સમજે તે બીજાને શું સમજશે.
જવાબ : માણસોએ પોતાના આરોગ્યની જાણવણી માટે નિયમિતપણે ડોકટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. શરીરમાં આરોગ્ય અંગેની કોઈપણ તકલીફ ન હોય તો પણ સમયાંતરે નિયમિત ડોકટરની સલાહ લેવી જોઈએ. પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ જેથી ગંદકીથી ફેલાતા રોગોથી બચી શકાય. ગુટકા, સિગરેટ જેવા તમાકુના વ્યસનોના સેવનની સીધી અસર આરોગ્ય પર પડે છે. કેમકે મનની પ્રસન્નતા પાચનશક્તિ જાળવે છે. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. વધુમાં માણસે હસવાની ટેવ પડવી જોઈએ. જીવનમાં છળકપટ કરવાથી કે દાવપેચ રમવાથી શરીર સ્વસ્થ રહેતું નથી. આ પ્રકારના વ્યવહારોથી દૂર રહેવામાં જ શાણપણ છે. આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય લવથેરાપી છે, એટલે કે પ્રત્યેક માણસને પોતાના સ્વજનો અને મિત્રો તરફથી ભરપૂર સ્નેહ મળવો જોઈએ.
જવાબ : સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના લેખકે કેટલાક સૂચનો કર્યા છે. મહામારી જેવા રોગો પ્રજામાં ન ફેલાય તેના માટે સૌ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. સ્વચ્છતા આપણી આસપાસની જગ્યાઓમાં પણ રાખવી જોઈએ. શરીર માટે સ્વાસ્થપ્રદ ખોરાક લેવો ખાસ જરૂરી છે. નિયમિતપણે ડોકટરના સંપર્કમાં રહીને જરૂરી તબીબી પરિક્ષણો પણ કરાવવા જોઈએ. શરાબ, તમાકુના ગુટકા, ધુમ્રપાન વગેરે આરોગ્યને નુકશાનકર્તા વ્યસનો ત્યજી દેવા જોઈએ. રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે, આ વાસ્તવિકતા પ્રજા સમજે તેવી પરિસ્થિતિ સમાજ તરફથી ઉભી થાય તેની ખાસ આવશ્યકતા છે.
જવાબ : આ પાઠના લેખક ગુણવંત ભૂષણલાલ શાહ છે. તેમનું વતન સુરત જિલ્લાનું રાંદેર ગામ છે. તેઓ વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવિર્સિટીમાં તથા અમેરિકાની મિશિગન યુનિવિર્સિટીમાં અને દક્ષિણ ગુજરાત યુનિવિર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે કાર્ડિયોગ્રામ, રણ તો લીલાંછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં વગેરે તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. આ ઉપરાંત બિલ્લો ટિલ્લો ટચ, જાત ભણીની જાત્રા એ તેમની આત્મકથા છે તથા ગાંધીજીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત: માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સાહિત્યરત્ન એવોર્ડ મળેલા છે. ભારત સરકારે તેઓશ્રીને પદ્મશ્રી એવોર્ડથી નવાજયા છે.
જવાબ : ગુણવંતલાલ શાહ ગુજરાતનાં પ્રખર લેખક છે. આ નિબંધમાં તેમણે આપણા સમાજની કેટલીક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે સૌ આરોગ્યની કાળજી બરાબર લેતા નથી તેનો લેખકને રંજ છે. તેમણે એવું ચિત્ર આ નિબંધમાં દર્શાવ્યુ છે કે આરોગ્ય અંગેની બેકાળજીના પરિણામે અનેક હઠીલા રોગો આપણા શરીરમાં ઘર કરી જાય છે. આપણે ત્યાં એક કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” પણ આને જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. વધુમાં લેખકે જણાવ્યુ છે કે કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુઓ છે. લેખકે ખૂબ સરસ સંદેશો સમાજને બતાવ્યો છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. સાથે સાથે તેમણે કેટલીક કુટેવો અંગે આપણું ધ્યાન ખેંચ્યું છે. લોકો પાન, ગુટકા, સિગરેટ જેવા વ્યાસનોમાં ડૂબેલા છે. માત્ર પ્રેમત્વ જીવનને વ્યસનોથી દૂર રાખી શકે છે. આવા કેટલાક સુંદર સંદેશા આ નિબંધમાં રહેલા છે. સરળ ગદ્યમાં કેટલાક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ખૂબ જ ધારદાર બનાવી અદ્દભૂત રીતે પ્રજા જાગૃતિનું કામ કર્યું છે.
જવાબ :
“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી ઍસિડિટી વધી શકે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં તાણ આવે, તો બંનેના સ્વાસ્થ પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવાં દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. ધુમ્રપાન, શરાબનું સેવન, વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
બેદરકાર – કાળજીવગરનું
મથવું – મહેનત કરવી (અહીં) પ્રયત્ન કરવો
વાઇરલ – રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુજીવાણુ
સાધના – સાધવું તે
નીરોગી – તંદુરસ્ત, આરોગ્યમય
પ્રહાર – ઘા
કાર્ડિયોગ્રામ – હ્રદયના ધબકારા આલેખતું યંત્ર
સંકટ – આપત્તિ, આફત
અહંકાર – અભિમાન
સાઇકીએટ્રીસ્ટ – મનોચિકિત્સક
તળપદા શબ્દો
Hide | Showજવાબ :
વછૂટી જવું – નીકળી જવું (અહીં) રેબઝેબ થઈ જવું
વિરુધ્ધાર્થી શબ્દો
Hide | Showજવાબ :
માંદુ – સાજુ
અસહ્ય - સહ્ય
સ્વીકાર – અસ્વીકાર
સ્વસ્થ – અસ્વસ્થ
સ્થૂળ – સુક્ષ્મ
ગંદકી – સ્વચ્છતા
રૂઢીપ્રયોગ
Locked Answerજવાબ :
સૂગ હોવી – ચીતરી ચડવી
મનના મેલા હોવું – ખરાબ દાનતના હોવું
શબ્દસમૂહ માટે એક શબ્દ
Locked Answerજવાબ :
વ્યંગમાં કહેવું તે – કટાક્ષ
જેની કોઈ સંભાળ રાખનાર નથી – અનાથ
જેને કોઈ રોગ નથી - નીરોગી
std 10 new syllabus 2021 gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.