GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ગંગાસતીના જન્મ સ્થળની માહિતી આપો.

Hide | Show

જવાબ : ગંગાબા કહળસંગ ગોહિલ તરીકે ઓળખાતાં ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરા ગામે થયો હતો.


ગંગાસતીએ સમાધિ પહેલાં તેમનાં શિષ્યાને કેવી રીતે ઉપદેશ આપ્યો હતો.

Hide | Show

જવાબ : ગંગાસતીએ પોતાનાં શિષ્યા બનેલાં પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચનાઓ સંભળાવીને શીખ આપી હતી.


ગંગાસતીના ભજનો કેવી રીતે પ્રચલિત બન્યા છે.

Hide | Show

જવાબ : સમાધિ પહેલા ગંગાસતીએ પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચના સંભળાવી તે રચનાઓ આજે ભજનોની રૂપે પ્રચલિત છે.


ગંગાસતીએ રચેલા જાણીતા પદોની માહિતી આપો.

Hide | Show

જવાબ : વીજળીને ચમકારે”, મેરૂ રે ડગે, શીલવંત સાધુને, અને ભક્તિ કરવી તેણે વગેરે ગંગાસતીના ખૂબજ જાણીતા અને લોકપ્રિય પદો છે.


ગંગાસતીની જીવનયાત્રામાં ભક્તિ વિશેની માહિતી આપો.

Hide | Show

જવાબ : ગંગાસતી યોગમાર્ગે ખૂબ આગળ વધેલા હતા. તેમણે જ્ઞાનમાર્ગની ઉત્તમ રચનાઓ પણ કરી છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદ્‌ઉપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની વાત તેમણે કરી છે.


આદર્શ સંતની વ્યાખ્યા ગંગાસતીના પદ મુજબ સમજાવો.

Hide | Show

જવાબ : શીલવંત સાધુને પદમાં ગંગાસતીએ આદર્શ સંતની વ્યાખ્યા ઉજાગર કરી છે. જે સંતમાં સર્વગુણનો વિકાસ થયો હોય, જેનું ચિત્ર શુધ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર તેવા કોઈ ભેદ ન હોય, જેનું મન પ્રભુમાં જ પરોવાયેલું રહેતું હોય, મન, વચન, અને કર્મ જેનાં એક હોય અને ૨૪ કલાકના આઠેય પહોરમાં જે આનંદથી રહેતા હોય તેને વારે વારે વંદન કરાય તેવા આદર્શ સંત માની શકાય.


ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દૅશીને વાત કરી રહ્યા છે?

Hide | Show

જવાબ : ગંગાસતી ભજનની અંતિમ પંક્તિમાં પાનબાઈને ઉદ્દૅશીને વાત કરી રહ્યા છે.


શીલવંત સાધુના ચિત્તની વૃતિ કેવી હોય છે.

Hide | Show

જવાબ : શીલવંત સાધુના ચિત્તની વૃતિ નિર્મળ હોય છે.


ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે.

Hide | Show

જવાબ : જે સંત પોતાના હૃદયમાં મિત્ર કે શત્રુના ભેદ જોતો નથી, જેના મન, વચન, અને વાણીમાં એકરૂપતા છે તથા જે દિવસ- રાત્રીના આઠે પહોરમાં દિવ્યાનંદમાં જોવા મળે છે, અને જેનું ધ્યાન હંમેશા પરમાત્મામાં લીન હોય છે જેનું જીવન નિર્મોહી છે, વધુમાં જે સંતના મન હંમેશા ભજનમાં જ ફરતા હોય છે તેવી ધર્મિષ્ઠ વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પોતાની શિષ્યા પાનબાઈને કહે છે.


કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?

Hide | Show

જવાબ : શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વ્રુતિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં સાચો સંત નિર્મોહી હોય છે. તથા તેના વર્તનમાં ફેરફાર જોવા મળતો નથી. આવા સંત પર પરમાત્માની કૃપા વરસે છે. તેથી કવયિત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.


શીલવંત સાધુમાં કવિએ કોની વાત કરી છે ?

Locked Answer

જવાબ :

શીલવંત સાધુની વાત કરી છે.


શીલવંત સાધુ શેનો વ્યાપાર કરે છે ?

Locked Answer

જવાબ : શીલવંત સાધુ ભગવાનના ભજનનો વ્યાપાર કરે છે.


ગંગાસતીનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?

Locked Answer

જવાબ : ગંગાસતીનો જન્મ ભાવનગર જીલ્લામાં થયો હતો.


શીલવંત સાધુના મન, વચન અને કર્મ કેવા હોય છે.

Locked Answer

જવાબ : શીલવંત સાધુના મન, વચન અને કર્મ એક સરખાં હોય છે.


શીલવંત સાધુને વારંવાર ગંગાસતી શું કરવાનુ કહે છે ?

Locked Answer

જવાબ : ગંગાસતી શીલવંત સાધુને વારંવાર નમન કરવાનું કહે છે.


કેટલા પહોર શીલવંત સાઘુઓનુ મન મસ્ત થઈને રહે છે ?

Locked Answer

જવાબ : આઠે પહોર શીલવંત સાઘુઓનુ મન મસ્ત થઈને રહે છે.


ગંગાસતી કોને વારંવાર નમવાનું કહે છે ?

Locked Answer

જવાબ : ગંગાસતી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.


ગંગાસતી કયા માર્ગે ખૂબ જ આગળ નીકળી ગયા હતા ?

Locked Answer

જવાબ : ગંગાસતી યોગ માર્ગે ખૂબ જ આગળ નીકળી ગયા હતા.


શીલવંત સાધુને ના લેખકનું નામ જણાવો.

Locked Answer

જવાબ : શીલવંત સાધુને ના લેખકનું નામ ગંગાસતી છે.


“શીલવંત સાધુ” નો શબ્દાર્થ કયો છે ?

Locked Answer

જવાબ : “શીલવંત સાધુ” નો શબ્દાર્થ ચારિત્રવાન છે.


“જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં” પંક્તિનો ભાવ જણાવો.

Locked Answer

જવાબ : જીવનથી નિર્લેપ બનવાનો ભાવ દર્શાવે છે.


“શીલવંત સાધુને” ભજનના રચયીતા કવિ, ભજનિક કોણ છે ?

Locked Answer

જવાબ : “શીલવંત સાધુને” ભજનના રચયીતા કવિ ગંગાસતી છે.


કેવા સાધુને ગંગાસતી વારંવાર નમવાનું કહે છે ?

Locked Answer

જવાબ : શીલવંતને સાધુને ગંગાસતી વારંવાર નમવાનું કહે છે.


ગંગાસતીનું જન્મસ્થળ કયા જિલ્લામાં આવેલું છે ?

Locked Answer

જવાબ : ગાસતીનું જન્મસ્થળ ભાવનગર જિલ્લામાં આવેલું છે.


ભક્તિમાર્ગ માટે ગંગાસતીએ કઈ રચનાઓ રચી છે ?

Locked Answer

જવાબ : ભક્તિમાર્ગ માટે ગંગાસતીએ “શીલવંત સાધુને”, “ભક્તિ કરવી તેણે” અને “વિજળીના ચમકારે” જેવી રચનાઓ રચી છે.


રાત – દિવસના કેટલા પહોર શીલવંત સાધુઓનું મન મસ્ત જોવા મળે છે ?

Locked Answer

જવાબ : રાત – દિવસના આઠે પહોર શીલવંત સાધુઓનું મન મસ્ત જોવા મળે છે


ગંગાસતીએ શીલવંત સાધુને શું કરવાની શીખ આપી છે ?

Locked Answer

જવાબ : ગંગાસતીએ શીલવંત સાધુને વારંવાર નમન કરવાની શીખ આપી છે.


મન, વચન અને કર્મથી શીલવંત સાધુ કેવા જોવા મળે છે ?

Hide | Show

જવાબ : મન, વચન અને કર્મથી શીલવંત સાધુ નિર્મળ જોવા મળે છે.


શીલવંત સાધુ પોતાના ચિત્તની વૃત્તિ કેવી રાખે છે ?

Hide | Show

જવાબ : શીલવંત સાધુ પોતાના ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ રાખે છે.


શીલવંત સાધુ, મન, મિત્ર અને શત્રુ પ્રત્યે કેવો ભાવ દાખવે છે ?

Hide | Show

જવાબ : શીલવંત સાધુ, મન, મિત્ર અને શત્રુ પ્રત્યે એક જ સરખો ભાવ દાખવે છે.


ભક્તિમાર્ગના કયા માર્ગે ગંગાસતી ખૂબ આગળ નીકળી ગયા હતા ?

Hide | Show

જવાબ : ભક્તિમાર્ગના યોગ માર્ગે ગંગાસતી ખૂબ આગળ નીકળી ગયા હતા.


શીલવંત સાધુમાં કવિ કોને વારંવાર નમવાનું કહે છે ?

Hide | Show

જવાબ : શીલવંત સાધુમાં કવિ શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.


શીલવંત સાધુ માટે કયો શબ્દાર્થ યથાયોગ્ય છે ?

Hide | Show

જવાબ :

શીલવંત સાધુ માટે ચરિત્રવાન શબ્દાર્થ યથાયોગ્ય છે.


“જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં” આ પંક્તિ ધ્વારા કવિ કેવો ભાવ દર્શાવે છે ?

Hide | Show

જવાબ : ઉપરની પંક્તિ દ્વારા કવિ જીવનથી નિર્લેપ બનવાનો ભાવ દર્શાવે છે.


શીલવંત સાધુ તમને કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.

Hide | Show

જવાબ : ગંગાસતીએ પાનબાઈને “શીલવંત સાધુને” ભજનમાં શીખ આપી છે કે ચારિત્રવાન કે નિર્મોહી સાધુને ઓળખીને તેનો જ સંગ કરવો જોઈએ. સાથે સાથે ગંગાસતીએ શીલવંત સાધુના લક્ષણો પણ દર્શાવ્યા છે.ચારિત્રવાન સાધુના મન નિર્મળ અને પવિત્ર હોય છે જેથી તેમના પર પરમાત્માની કૃપા વરસે છે. તેમના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો ભેદભાવ પણ હોતો નથી. પરમાર્થ જ કેવળ તેમનું લક્ષ હોય છે. તેમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. સાધુના બધાજ નિયમો તેવો પાડતા હોય છે, તથા આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. તેમની બ્રહ્માવસ્થા જાગૃત બની ચૂકી હોય છે. તેઓ ઈશ્વરના ધ્યાનમાં અને શોધમાં મસ્ત હોય છે. મોહમાયાથી પર બનીને તેઓ ભજનમાં જ રચ્યાપચ્યા રહે છે. આવા સાધુને કેવળ પરમાત્માનાં વચનોમાં જ ભરોશો હોય છે માટે આવા સંતનો સંગ કરવાથી સંસાર સાગર તરી જવાય છે.


જેને જાગી ગયો તૂરિયાનો તાર રે આ પંક્તિને ટૂંકમાં સમજાવો.

Locked Answer

જવાબ : તૂરિયા એટલે એક પ્રકારનું વાદ્ય તેનો ઉલ્લેખ ગંગાસતીએ આ પંક્તિમાં કર્યો છે. તૂરિવાદ્યને સારી રીતે વગાડવા એના તારને સૂરમાં જોડવા પડે છે. તેવીજ રીતે ગંગાસતી સૌને પ્રભુનું ધ્યાન લાગી જાય, તેવી રીતે ઈશ્વર સાથે જોડવાની અપીલ કરે છે. મનુષ્ય જીવનની વિવિધ અવસ્થાઓ જેવીકે જાગ્રુત, સ્વપ્ન, સુષુપ્તિ પછીની ચોથા પ્રકારની અવસ્થાને તુરિયાવસ્થા કહે છે જેમાં એક ધ્યાન થવાનું હોય છે. ગંગાસતી આ પદમાં આપણને ધ્યાનાવસ્થા મેળવીને પ્રભુ સાથે જોડવાની શીખ આપે છે. જેમ તૂરીવાદ્ય વગાડનાર તેના સૂર તાલમાં વાગે તેમ તાર ગોઠવે છે, તેવી જ રીતે માનવીએ ઈશ્વર સાધનામાં લાગી જવું જોઈએ.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

શીલવંત – શીલવાળું

સદાચારી – ચારિત્રવાન

ઉર – હૈયું

મિથ્યા – ફોગટ, વ્યર્થ

પ્રહર – ત્રણ હલાલ, સાડાસાત ઘડી

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

નિરમળ – નિર્મળ

રૂડી – સારી

મા’રાજ – મહારાજ

પરમારથ – પરમાર્થ

રે’વે – રહે

વચનુંમાં – વચનોમાં

વ્યાપાર – વ્યવહાર

પો’ર – પ્રહર

સંગતું – સંગત

વિરુધ્ધાર્થી  શબ્દો

Hide | Show

જવાબ :

નિર્મળ – મલિન

શત્રુ – મિત્ર

વ્યવહાર – દુર્વ્યવહાર

રૂઢીપ્રયોગ

Locked Answer

જવાબ :

નામને રૂપ મિથ્યા કરવું – નિર્મોહી થઈને જીવવું

તુરિયાનો તાર જાગી ઉઠવો – સમજણ શક્તિનો ઉદય થવો

ચોથી અવસ્થા – બ્રહ્મઅવસ્થા

આઠે પહોર આનંદ – હંમેશા પ્રસન્ન રહેવું

શબ્દસમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

પારકાના હિત માટે કાર્ય કરવું – પરમાર્થ

મલિન નથી તેવું – નિર્મળ

Download PDF

Take a Test

Choose your Test :

શીલવંત સાધુને

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.