જવાબ : કવિની દ્રષ્ટિ મુજબ પક્ષી તેના મધુર ગીતોમાં મળશે તથા પોતાના પ્રભુ સાથે શોધનારના હૈયામાં મળશે.
જવાબ : પક્ષીનો શિકાર કરવાથી માત્ર તેનું સ્થૂળ શરીર જ મળે છે.
જવાબ : કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે.
જવાબ : કવિના મત પ્રમાણે સમગ્ર સૃષ્ટિએ સંતોનો આશ્રમ છે. કવિને સૃષ્ટિનું સૌદર્ય પંખીઓ, ફૂલો, વેલાઓ, ઝરણાં, વૃક્ષો જેવા કુદરતી તત્વોમાં જોવા મળે છે.
જવાબ : ‘શિકારીને કવિતામાં’ કવિ શિકારીને ઉદ્દેશીને કહે છે કે તું પક્ષીનો શિકાર કરવાનું રહેવા દે તેનાથી તો તને કેવળ પક્ષીનું મૃત શરીર જ મળે છે. જો તારે પક્ષીને પામવું હોય, તેના સૌદર્યને માણવું હોય, તો ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીતને સાંભળ, આમ કરવાથી પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. અને તું તેના અનુપમ સૌદર્યને માણી શકીશ.
જવાબ : આ કવિતાના કવિ કલાપી અમરેલી જીલ્લાના લાઠી ગામે રાજવી પરિવારમાં જનમ્યા છે. ‘કલાપીનો કેહારવ’ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિનાં મનોહર અને આહલાદક દ્રશ્યો તથા માનવ હ્રદયની કરૂણાના ભાવો તેમની કવિતામાં કેંદ્રસ્થાને જોવા મળે છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે.
જવાબ : આ કાવ્યમાં કવિશ્રી કલાપીએ પ્રક્રૃતિ જગત અને પ્રાણીજગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્યદ્રષ્ટિને આવરી લીધા છે.
જવાબ : કવિતા ‘શિકારીને’ માં કાવ્યનો નાયક એક યુવાન છે. કવિ તેને પક્ષી પામવાં તીર ચલાવવાની ના પાડે છે. વેદોની વસુધૈવ કુટુંબક્મની ભાવના સમજાવતાં યુવાનને કહે છે “તું આ સંહાર રહેવા દે, આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે.”
જવાબ : આ સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. જેમાં ઠેર ઠેર સૌંદર્ય ફેલાઈને પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી તેની સુંદરતા નષ્ટ થઈ જાય છે. અને આમ બનવાથી આપણે તે સૌંદર્યની સુંદરતાને માણી શક્તાં નથી. ખરેખર આપણે જો સૌંદર્યને માણવું જ હોય તો સૌ પ્રથમ આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે તથા આપણે પોતે પહેલાં સુંદર બનવું પડે તો જ આપણે સૌંદર્યને માણી શકીએ.
જવાબ : પક્ષીનો શિકાર કરવાથી માત્ર તેનું સ્થૂળ શરીર જ મળે છે.
જવાબ : ‘શિકારીને’ કાવ્યના કવિની દ્રષ્ટિએ પક્ષી એનાં મધુર ગીતમાં મળશે.
જવાબ : કવિને સૃષ્ટિનું સૌંદર્ય પંખીઓ, ફુલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરેમાં જોવા મળે છે.
જવાબ : સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે.
જવાબ : સૌંદર્ય પામવા માટે સુંદર બનવાની અને સૌંદર્યદ્રષ્ટિ કેળવવાની જરૂર છે.
જવાબ : ‘બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળવું ભલું’ એટલે કે કવિ સૌ પ્રત્યે અનુકંપા રાખવાનું કહે છે.
જવાબ : કવિના મતે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે.
જવાબ : ‘શિકારીને’ કવિતાના કવિ શિકારીને સંહાર કરવાનું છોડી દેવાનો સંદેશો આપે છે.
જવાબ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ ‘કલાપી’ છે.
જવાબ : ‘શિકારીને’ કાવ્યના કવિનું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે.
જવાબ : ‘શિકારીને’ કાવ્યનો પ્રકાર સૉનેટ છે
જવાબ : પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે.
જવાબ : ‘શિકારીને’ કાવ્યના લેખકનું ઉપનામ ‘કલાપી’ છે.
જવાબ : કવિ ‘કલાપી’ના કહેવા મુજબ પક્ષીના ગીતો સાંભળવાથી પક્ષી પ્રભુની સાથે હૈયામાં મળે છે.
જવાબ : આ સૃષ્ટિમાં પંખી, ઝરણાં અને ફુલમાં એકરૂપતા જોવા મળે છે.
જવાબ : પક્ષીને તીર મારવાથી પક્ષીનું સ્થૂળ શરીર મળશે.
જવાબ : સૌંદર્યને ખીલવામાં પ્રભુનો ઉપયોગ થાય છે.
જવાબ : “શિકારીને” કાવ્યમાં કવિ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રાખવાની વાત કરે છે.
જવાબ : કવિના કહેવા મુજબ પક્ષીના ગીતો સાંભળવાથી પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળે છે.
જવાબ : આ વિશ્વમાં પંખી, ઝરણાં અને ફુલમાં એકરૂપ જોવા મળે છે.
જવાબ : “શિકારીને કાવ્યમાં” કવિ સૌંદર્યને પામવા માટે સુંદર બનવાનું કહે છે.
જવાબ : પંખીને પામવા માટે કવિ પંખીના ગીતને સાંભળવાની સલાહ આપે છે.
જવાબ : કાશ્મીરનો પ્રવાસગ્રંથ કલાપીએ લખ્યો છે.
જવાબ : શિકારીને તીરથી પંખીના ગીત મળતા નથી.
જવાબ : આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે.
જવાબ : ‘શિકારીને’ કાવ્યના કવિ કલાપી શિકારીને શિખામણ આપે છે કે હે શિકારી, તું આ સંહાર કરવાનું છોડી દે, નિર્દોષ મૂંગા પક્ષીઓનો શિકાર કરવાનું તારા માટે શોભાપાત્ર નથી. આવી ક્રૃરતા તને જરાપણ શોભા દેતી નથી. સમગ્ર સૃષ્ટિ એ સંતોનો આશ્રમ છે. એમાં પંખીઓ, ફૂલો, ઝરણાં, વૃક્ષો, લતા જેવા અનેક પ્રકૃતિતત્વોનું સૌદર્ય સમાયેલું છે. તેવા સૌદર્યની તરફ આવી ક્રૃર દ્રષ્ટિ જરા પણ તને શોભતી નથી. પક્ષીઓના શિકાર કરવાથી તો તું કેવળ તેનું મૃત શરીર જ પામી શકીશ. પરંતુ જો તારે પક્ષીના સૌંદર્યને માણવું હોય તો ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીતો સાંભળ. આમ કરવાથી પક્ષી તેના પ્રભુની સાથે તારા હ્રદયમાં વાસ કરશે. તને ખબર નથી કે સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા નાશ પામે છે. જો તારે આવા સૌંદર્યને માણવું હોય તો સૌ પ્રથમ સૌંદર્યને માણવા માટેની દ્રષ્ટિ કેળવ. સૌંદર્યને માણવું એ પ્રભુની સાથે જોડાણ કરવા બરાબર છે. સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પ્રભુને મેળવ્યાનો આનંદ પામી શકાય છે. વિશ્વમાં ચોતરફ અદ્રતા વ્યાપેલી છે તેમાં આપણે પણ સહભાગી બની જોડાઈએ જેથી સૌનું ભલું થાય.
જવાબ : કાવ્યના આરંભે ‘રહેવા દે! રહેવા દે’ એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનંતી છે. આ વિનંતી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રુર કર્મ બીજુ કોઈ પણ નથી. દરેકમા પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર છે. પક્ષીનો સંહાર કરવાથી માણસને તેનું મૃત શરીર મળે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફુલો, વેલ-લતા, વૃક્ષો અને ઝરણા વગેરે અનેક પ્રકૃતિતત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી એમાં રહેલાં સૌંદર્યનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્યદ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહ્યદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વેદોની વસુધૈવ કુટુંબકમ્ની ભાવના અહીં વણાયેલી છે.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
સંહાર – નાશ, પ્રબળ ધાત
રૂડું – સારૂ, સુંદર
આર્દ્રતા – ભીનાશ, મૃદુતા, માયાળુપણું
લતા- વેલ, વેલી
ઘટવું – શોભવું
તહને – તને
સુણવું – સાંભળવું
વિરૂધ્ધાર્થી શબ્દો
Locked Answerજવાબ :
સંહાર – સર્જન
સ્થૂળ – સૂક્ષ્મ
કોમળ – કઠોર
આર્દ્ર – શુષ્ક
std 10 new syllabus 2021 gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.