જવાબ : ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે.
જવાબ : કવિ માટે જુદાઈના દિવસો જતા હતા.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે’ આ કાવ્યમાં કવિ અરજ કરે છે અને કહે છે કે તમે તો રાંકના રતન જેવા છો માટે એ રાંકના દર્દના આંસુ નકામા ન જાય તે જોવાનું કામ તમારૂ છે. અમારી આ અરજી તમને માનવા જેવી લાગતી હોય તો અંત:કરણથી તેનાં આંસુઓને લુછવા તમે રાંકના નયન સુધી જાઓ.
જવાબ : આ કાવ્યમાં કવિએ રાજરાણીના ચીર, રંક નારની ચૂંદડી અને કફનના પ્રતિકો ધ્વારા અંત સુધી સાથ નિભાવવાની વાત દર્શાવી છે.
જવાબ : આ કાવ્યમાં કવિ વિરહને એટલો તીવ્ર બનાવે છે કે ‘જો હ્રદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી’ આમાં કવિ દર્શાવે ચે જુદાઈની, વિરહની, પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું હ્રદયની આગ – પીડા પવન સુધી પહોંચે તેની પહેલાં જ શ્વાસ બંધ થઈ ગયા. અને આ ચરમ ક્ષણે કવિ ગઝલને અટકાવી દે છે.
જવાબ : કવિએ આ કાવ્યમાં પ્રેમની ગંભીરતા અને ઉદારતા ને સુંદર ઉપમાઓ ધ્વારા આ ગઝલમાં મૂકી છે. કવિએ ગઝલની શરૂઆતની પંક્તિમાં જ જીવન તરફની આશાનો સંકેત દર્શાવ્યો છે. કવિ લખે છે આજે ભલે જુદાઈના દિવસો છે પરંતુ એક દિવસ આ જુદાઈ મિલનમાં પરિણમશે, અરે, એટલુ જ નહી. પણ એવો સમય પણ આવશે કે શત્રુઓ જ હાથ પકડીને પ્રિયવ્યક્તિ પાસે લઈ જશે. કવિ આવી આશાઓ સાથે વિરહને વેઠી રહ્યા છે.
જવાબ : આ ગઝલના લેખકનું નામ અબ્દુલ ગની દહીંવાલા છે. તેઓનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેઓ દરજીકામ કરતા હતા. તેમણે લેખનક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન ગઝલો રચવામાં આપ્યું છે. ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત, અને નિરાંત તેમણે રચેલા ગઝલ – મહતકના સંગ્રહો છે.છે. ‘જશને શહાદત’ એમની હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. પહેલો માળ ત્રિઅંકી નાટકની રચના પણ તેમણે કરેલી છે.
જવાબ : દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિએ ક્યાંક દૂર દૂર જવાં કરતાં બીજા માણસના મન સુધી પહોંચવુ એ બહુ મોટી વાત છે, તેવું દર્શાવ્યુ છે.
જવાબ : નીચે ધરતી, ઉપર ગગન, જીવનની ઉન્નતિ, વ્યક્તિનું પતન આ બધાં કરતાં એકમેકના મન સુધી પહોંચવું કવિને મન મોટી વાત છે.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલમાં કવિ દર્શાવે છે કે રાજરાણીના ચીર એક જ વખત શરીર પર શોભા આપે છે ફરી વાર તે વસ્ત્ર રાજરાણીરાણી પહેરતાં નથી જ્યારે રંકનાર પોતાની ચૂંદડીને મૃત્યના સમય સુધી એટલે કે કફન તરીકે ઉપયોગમાં લેવાય ત્યાં સુધી સાચવે છે. આમ કવિએ સાચા પ્રેમની મહત્તાને ઉજાગર કરી છે.
જવાબ : આ પંક્તિમાં કવિ દર્શાવે છે કે તેમને ઉંચે ગગન સુધી કે નીચે ધરતી સુધી જવામાં રસ નથી. કવિને પોતાની ઉન્નતિ થાય કે પોતાનું પતન થાય તેમાં પણ રસ નથી. કવિને કશાની પરવા નથી. અહીં કવિ આપણને એ શીખ આપે છે કે આપણે તો એક બીજાના મન સુધી જવું હતુંહતું, એક બીજાના દિલમાં વસવું હતું.
જવાબ : દુશ્મનો
જવાબ : જશને શહાદત
જવાબ : ‘ગાતાં ઝરણાં’, ‘મહેક’, ‘મધુરપ’, ‘ગનીમત’ અને ‘નિરાંત’.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે‘ નો સાહિત્ય પ્રકાર ગઝલ છે.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે‘ ના લેખકનો જન્મ સૂરતમાં થયો હતો.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે‘ કવિતામાં કવિને પ્રિય પાત્ર સાથે અંતિમ ક્ષણ સુધી સાથ નિભાવવાની વાત કરે છે.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે‘ કવિતામાં કવિને ગગન સુધી, ધરા સુધી, પતન સુધી ક્યાંય જવુ નહતું.
જવાબ : દુશ્મનો સ્વજન સુધી લઈ જશે.
જવાબ : ઈશ્વરે
જવાબ : કવી રાજરાણીનાં
જવાબ : ઈશ્વર રાંકનાં રતન સમા છે.
જવાબ : ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલમાં કવિ પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે.
જવાબ : રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર ઘડી બેઘડી રહે છે.
જવાબ : અબ્દુલ ગની દહીંવાલા
જવાબ : શ્વાસ બંધ થયા
જવાબ : રંકનારની ચુંદ્ડી
જવાબ : દુશ્મનો
જવાબ : એકમેકના મન સુધી
જવાબ : ગની દહીંવાલા
જવાબ : એકમેકના મન સુધી
જવાબ : આ ગઝલની શરૂઆતની કડીઓ જ કવિશ્રીની વિયોગની વ્યથા અને મનો:સ્થિતિ દર્શાવે છે. છતાં પણ ઉંડે ઊંડે કવિ એવું માને છે કે અત્યારે ભલે જુદાઈના દિવસો જાય છે પરંતુ એક દિવસ મિલન જરૂર થશે. જીવનમાં ભલે શત્રુઓનું આગમન થયું હોય પણ તે જ શત્રુ તેનો હાથ ઝાલીને તેમના સ્વજન સુધી લઈ જશે. ગઝલમાં કવિ દર્શાવે છે કે તેમને ધરતી સુધી, ગગન સુધી, ઉન્નતિ સુધી કે પતન સુધી ક્યાંય પણ જવું નથી. કવિ તો એક બીજાના મન સુધી પહોંચવાની વાત દર્શાવે છે. અહીં કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે, કે તમે રાંકના રત્ન છો. તેમના આંસુઓ વ્યર્થ ન જાય એ જોવાની ફરજ તમારી છે. જો અમારી આટલી નમ્રતા ભરી અરજી આપને માન્ય હોય તો તમે હ્રદયથી એ રાંકના નયનોમાંથી વહી રહેલાં આંસુઓને લૂછવા પહોંચી જજો. ઈશ્વરતો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી પોતે થોડી વાર જ વસ્ત્ર પહેરીને તે વસ્ત્ર કોઈ ગરિબને આપી દે છે. એ રંક સ્ત્રી જેવા અમે ઈશ્વરની એ ચૂંદડીની પ્રસાદીને છેલ્લી ધડી સુધી કફન માટે સાથે રાખીએ છીએ. હ્રદયમાં વિયોગની વેદના વધી જાય તથા એ વિરહાગ્નિની વેદના ઉંહૂકારો બની પવન સુધી એટલે કે બહાર નિકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા.
જવાબ : “તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!” આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીનાં ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે તે બે-ચાર વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વારતહેવારે એ ચૂંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ, ઈશ્વરની આપેલી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે. અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ.
વિરૂધ્ધાર્થી શબ્દો
Hide | Showજવાબ :
રંક – ધનવાન
ઉન્નતિ – અવનતિ
સંમતિ – અસંમતિ
શત્રુ – મિત્ર
જુદાઈ – મિલન
ધરા - ગગન
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
ઉન્નતિ – ઊંચે જઈ રહેલી સ્થિતિ
ચીર – વસ્ત્ર, કાપડ
કફન – શબને ઓઢાડવાનું લૂગડું, ખાપણ
રંક – ગરીબ
std 10 new syllabus 2021 gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.