જવાબ : શિલ્પી પોતાના કૌશલ્યો અને આવડતને છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું, કે ધાતુમાં કંડારે તે કળા પ્રાચીન ભારતની જગ વિખ્યાત શિલ્પકલા કહેવાય છે.
જવાબ : સ્થાપત્યનો સરળ અર્થ એટલે બાંધકામ કહી શકાય. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્યકલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે.
જવાબ : મોહેં-જો-દડોનો અર્થ મરેલાંનો ટેકરો એવો થાય છે. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ એ અહીંના રસ્તાઓ છે. અહીં 9.75 મીટર પહોળા રસ્તાઓ જોવા મળે છે. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રી પ્રકાશ માટે થાંભલાઓ હોવાનું અનુમાન છે. નગરના સીધા અને પહોળા રાજમાર્ગો હતા જે ક્યાંય વળાંક વગર સીધા જ જતાં હતા. અહીં બે રાજમાર્ગો હતા. જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં હતા. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે એકબીજાને છેદતા હતા.
જવાબ : મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. અહીં મકાનો પૂર અને ભેજ બચવા ઉંચીપ્લિંથ પર બાંધવામાં આવતા હતા. શ્રીમંતોના મકાનો બે માળના અને પાંચ કે સાત ઓરડાવાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે ગલીમાં અંદરના ભાગે રાખવામાં આવતા હતા. હવા ઉજાસ માટે બારી-બારણાંની વ્યવસ્થા હતી.
જવાબ : સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે સાથે ઇ.સ. 1921માં દયારામ સહાનીએ મોન્ટેગોમરી જીલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાની પ્રાચીન સમયના અવશેષોની શોધ કરી.
હિમાચલ પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતના ધોળકા તાલુકાનાં લોથલ, કચ્છમાં દેશળપુર અને શિકારપુર, ધોળાવીરા તથા સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ (રોઝડી) મોરબી પાસે કુન્તાસી, સોમનાથ વગેરે સ્થળોએ સિંધુખીણની સભ્યતાના અવશેષો મળી આવેલ છે.
સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો હડપ્પા પાસેથી મળી આવેલા માટે તેને હડ્પ્પીયન સંસ્કૃતિ કહેવામાં આવે છે.
અહીંથી પાષાણ અને તાંબાના ઓજારો મળી આવ્યા છે, ઉપરાંત કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. તેથી તેને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. આ સમયના નગરોનું આયૌજન સુવ્યવસ્થિત હતું. અહીંના મોટા કોઠારોઅને કિલ્લેબંધી નોંધ પાત્ર હતી. અહીંના લોકો અલંકારોના શોખીન હશે તેવા અવશેષો પણ મળી આવ્યા છે.
જવાબ : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે પ્રદેશના વચ્ચે આવેલો પ્રદેશ છે. તે ખંભાતના અખાતથી 18 કિ.મિ. દૂર છે. તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણને લાંગરવા માટે મોટો ધક્કો (ડોકયાર્ડ) બનાવવામાં આવ્યો હતો. આ ધક્કો વખારો, દુકાનો, તથા આયાત નિકાસના પુરાવા દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃધ્ધ બંદર હશે.
જવાબ : સ્તૂપના અંડાકાર ભાગની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડ) ને હર્મિકા કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. સ્તૂપની ચારે બાજુએ ઉંચા રચેલાં ગોળાકાર રસ્તાને મેઘિ કહે છે. તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવે છે.
મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલાં ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તેમ એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે.
બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાન આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય એને તોરણ કહે છે. આવા પ્રકારના બાંધકામને સ્તુપ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : ગુપ્તયુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. જબલપુરનું (નિનાવા) પાર્વતિ મંદિર, ભૂમરા (નાગોડા) નું શિવ મંદિર, એરણ (મધ્યપ્રદેશ) નું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્યો મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો, વગેરે ગુપ્તયુગની કળાઓના નમુનાઓ છે.
આ ઉપરાંત શિલ્પકાલમાં સારનાથની બુધ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામિની પ્રતિમા, ઉદયગીરીની ગુફા, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા, વગેરે ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમુનાઓને લીધે ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે.
જવાબ : ભારતવર્ષમાં ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલી અજંતા-ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલીફંટાની ગુફાઓ, ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી, ખંડગીરી, અને નીલગીરી ગુફાઓ, બાઘની ગુફાઓ, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યોના નમુના છે.
ગુજરાતમાં ખંભાલીડા ગોંડલ પાસે, રાજકોટ પાસે ઢાંક, જુનાગઢમાં ત્રણ ગુફા સમૂહો, તળાજા, સાણા, વગેરે સ્થળે ગુફા મળી આવેલ છે. અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બાર્બરના પહાડની ત્રણ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. જેમાં સમ્રાટ અશોકે કરેલા આજીવન દાનકાર્યોની વિગતો છે.
આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા, અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્યો છે.
જવાબ : દક્ષિણ ભારતમાં એક પથ્થમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો પલ્લવયુગની આગવી ઓળખ છે. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટપેરૂમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ટ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબાલિપુરમ્ નો મંડપ અને મહાબાલિપુરમ્ ના રથમંદિરો વિશ્વ વિખ્યાત છે. દરેક રથમંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ પાંડવોના નામ ઉપરથી પાડવામાં આવ્યા છે. અહીં સૌથી મોટું રથમંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથમંદિર દ્રોપદીનું છે.
જવાબ : મંદિર સ્થાપત્યમાં ઉંચી પિડિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબધ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક મંદિરો સપાટ પણ છે. મંદિરના ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો હતો. જબલપુરનું ભુમરાનું શિવમંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદાની ભગવાન બુધ્ધની તામ્ર મૂર્તિઓ, મથુરાના જૈન મંદિરોનું પ્રતિમા, વગેરે શિલ્પકલાક્ષેત્રે અદ્વિતીય છે. આમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિધ્ધ છે. થંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર ચૌલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઉંચુ છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે.
જવાબ : દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા. આ સ્તૂપો અર્ધ ગોળાકાર સ્વરૂપોના છે. સ્તૂપોનો ટોચનો ભાગ અંડાકાર કે ઘંટાકાર હોય છે. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા. આ સ્તૂપો અર્ધ ગોળાકાર સ્વરૂપના છે. સ્તૂપોનો ટોચનો ભાગ અંડાકાર કે ઘંટાકાર હોય છે. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમુનાઓ છે. ચૌલરાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.
જવાબ : ખોટુ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખોટુ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખોટુ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખોટુ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ખરૂ
જવાબ : ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપૂણતા ધરાવે છે. ભારતમાં પુરાતત્વીય ઉત્ખનન કરતાં આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ નગરોના આયોજનમાં મુખ્ય ત્રણ વિભાગો પડે છે.
(1)શાસક અધિકારીઓનો ગઢ (સીટડલ)જવાબ : મોહેં-જો-દડોની નગર રચનામાં રસ્તાઓના બાંધકામનું વિશિષ્ટ લક્ષણ દેખાઈ આવે છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. દરેક રસ્તાઓ કાટખૂણે મળતાં અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલાં પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલાઓનું આયોજન હોવાનું અનુમાન છે. રાજમાર્ગો સીધા અને પહોળા હતા. તે ક્યાંય વળાંક ન લેતા સીધા જ જતાં હતા. જે તેની ખાસ વિશિષ્ટતા હતી.
મુખ્ય બે રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો વચ્ચે કાટખૂણે એકબીજાને છેદતાં હતા. નગરની ગટર યોજના પણ વિશિષ્ટ લક્ષણો ધરાવતી જોવા મળે છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે વખતે સુધરાઇ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા હશે. જેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા અને આરોગ્યતા ઉંચા માપદંડો ધરાવતાં હશે.જવાબ : ગુજરાતમાં નીચેના સ્થળોએ પ્રાચીન ગુફાઓ મળી આવી છે.
જુનાગઢની ગુફાઓ : જુનાગઢમાં ત્રણ ગુફા સમૂહો આવેલા છે. જે પૈકી બાવાપ્યારાનો ગુફા સમૂહ બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે.જવાબ : ભુજથી લગભગ 140 કિ.મિ. દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી બે કિ.મિ. દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે આ ટિંબાનું સર્વેક્ષણ કર્યું હતું.
ત્યારબાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું. ઇ.સ. 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ કરવાના અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે. અહીં પીવાનું પાણી શુધ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાઈ આવે છે. આજે આધુનિક યુગમાં આપણે કરી શક્યા નથી તેવી અદ્દ્ભૂત પાણી શુધ્ધિકરણની પધ્ધતિ તે સમયમાં વિકસી હતી.જવાબ : લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તે ખંભાતના અખાતથી 18 કિ.મિ. દૂર છે. અહીંથી માનવ વસાહતના ત્રણ થર મળેલ છે.
નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભારતીના સમયે વહાણને લાંગરવા માટે મોટો ધક્કો (ડોકયાર્ડ) બાંધવામાં આવ્યો હતો. આ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કો વખારો, દુકાનો અને આયાત નિકાસના પુરાવા દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સ્મૃધ્ધ બંદર હશે તેની જણાઈ આવે છે. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. તે ભારતના ઈતિહાસને પણ ગૌરવ બક્ષે છે.જવાબ : ગોપુરમ્ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડયા શાસકોએ મંદિર નિર્માણને વેગવંતુ બનાવ્યું. તેમણે મંદિરની બહાર ઉભી દિવાલો અને ઉંચા સુશોભિત દરવાજાઓની રચના કરી.
મંદિરના આ દરવાજાઓ ગોપુરમ્ ના નામે ઓળખાય છે. ગોપુરમ્ ની સુંદર બનાવટને કારણે મંદિરોને બદલે ગોપુરમ્ ની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો. કાંચી અને મદુરાઇના મંદિરોના ગોપુરમ્ દૂરથી જોઈને આજે પણ કલારસિકો મંત્રમુગ્ધ બની જાય છે. તાંજોરમાં બૃહુદેશ્વરનું મંદિર આવેલું છે. આ મંદિરને 13 માળનું ગોપુરમ્ છે. તે સમયની ધાતુ અને પથ્થરની મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે. ચૌલ મંદિરો સ્થાપત્ય કલાક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવે છે. મદુરાઇમાં ભારતભરનું ભવ્ય મિનાક્ષી મંદિર આવેલું છે. આ મંદિરમાં મુખ્ય ચાર ગોપુરમ્ આવેલા છે. સ્થાપત્યકલામાં આ મંદિર ખાસ વિશિષ્ટતાઓ ધરાવે છે.જવાબ : પ્રાચીન સમયના સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવેલા હતા. સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકાલના ઉત્તમ નમુનાઓ છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને તેને ચળકાટ આપવામાં આવતો હતો.
આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરીયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુધ્ધ ગયાના બોધિવૃક્ષ પાસે ઉભા કરવામાં આવેલાં હતા. જે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. સારનાથનો સ્તંભ ભારતીય શિલ્પકલાનો શ્રેષ્ઠ નમુનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિઓ છે. સારનાથ ભગવાન બુધ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કર્યા છે. આ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. આ ઉપરાંત હાથી, ઘોડા, કે બળદની આકૃતિઓ આવેલ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. તથા ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિનો આ એક ઉત્તમ નમૂનો કહેવાય છે.જવાબ : ગુજરાતના પાટણ જિલ્લામાં મોઢેરા ખાતે સૂર્યમંદિર આવેલું છે. ઇ.સ. 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનમાં આ બંધાયુ હતું. આ મંદિરમાં પૂર્વ દિશામાં પ્રવેશદ્વાર એવી રીતે રચવામાં આવ્યું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં આવેલી સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ ઉપર પડે છે જેથી તે કિરણો પરવર્તીત થઈ સમગ્ર મંદિર સૂર્યપ્રકાશથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા ફેલાઈ જાય છે. આ મંદિરનું સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ સ્થાપેલી આજે પણ જોવા મળે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારની જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ 108 જેટલા મંદિરો સ્થપાયેલા છે. ત્યાં સવારે અને સાંજે આરતી સમયે નયનરમ્ય પવિત્ર વાતાવરણ સર્જાય છે.
જવાબ : ભગવાન બુધ્ધના મૃત્યુ પછી શરીરના અગ્નિસંસ્કાર બાદ શેષ વધેલાં અસ્તિ, દાંત, અને રાખને ધાતુપાત્રમાં ભરી તેના પર અર્ધગોળાકાર ઇમારત બાંધવામાં આવી હતી જે સ્મારકો સ્તૂપ તરીકે ઓળખાય છે.
સમ્રાટ અશોકનો શાસનકાળ બૌધધર્મના પ્રચાર માટે વિકાસનો યુગ કહેવાય છે. આ સમયના પાંચ સ્તૂપો અતિ વિખ્યાત છે. સાંચીનો સ્તૂપ, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, બેરતનો સ્તૂપ નંદનગઢનો સ્તૂપ અને સાબરકાંઠામાં આવેલ દેવની મોરી નામનો સ્તૂપ વગેરે. સાંચીના સ્તૂપનું નિર્માણ મૌર્યયુગ દરમિયાન કરાયેલું છે. જે મધ્યપ્રદેશમાં આવેલો છે. ઈંટોનો બનાવેલ આ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે. આ ઉપરાંત સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે સ્તંભલેખો ઉભા કરેલ છે. આ સ્તંભલેખો સળંગ એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીઘસીને ચળકાટવાળા બનાવેલ છે. અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરીયા પાસે નંદનગઢ, મધ્યપ્રદેશમાં સાંચી, કાશી, પટના, બુધિગયા વગેરેના સ્તંભલેખો મુખ્ય છે. આ સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથએ બુધ્ધના ધર્મચક્ર પ્રવર્તક (ઉપદેશ) નું પ્રથમ સ્થળ માનવામાં આવે છે. માટે જ આ સિંહાકૃતિની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે. ઉપરાંત ઘોડો અને બળદની શિલ્પકૃતિ પણ જોવા મળે છે. આરાવાળા ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં મૂકવામાં આવ્યું છે જ્યારે ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે મહત્વ મળેલ છે. અશોકે કાષ્ઠ અને પાષાણમાં ધર્માજ્ઞાઓ કોતરાવી ઉભા કરેલા શિલાલેખો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. તેની આજુબાજુ પથ્થરની વાડ બનાવી છે અને દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે. પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ઓડિસામાં જોગડા, અને ચેન્નાઈ વગેરે સ્થળોએ શિલાલેખો આવેલા છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં પણ અશોકનો શિલાલેખ આવેલો છે.જવાબ : મધ્યયુગમાં ભારતમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો તળાવો, સરાઈ, (ધર્મશાળા) ના સ્થાપત્યો નિર્માણ પામ્યા હતા. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુતુબમિનાર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેમજ તેના દ્વારા બંધાવેલ ઢાઈ-દિનકા-ઝોપડા નામની મસ્જિદ પણ અજમેરમાં આવેલી છે.
બંગાળમાં પંડુઆ સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો, અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું છે. સ્થાપત્યક્ષેત્ર આ પ્રાંતે પોતાની આગવી શૈલી વિકસાવી હતી. જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી. તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. તેની છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓનું નિર્માણ કરાયું છે. માળવા – સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની શૈલી અલગ પ્રકારની છે. ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલ છે. આ ઇમારતમાં વિશાળ પ્રભાવશાળી ગુંબજો, અને બારીઓ નકશીદાર કલાકૃતિઓનો ઉત્તમ નમૂનો છે. અન્ય પ્રાંતોમાં જોવા જઈએ તો કાશ્મીર (કંગૂર-બૂરજ) બ્રહ્મની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઇમારતો અને મહમૂદ ગાવાંની મદરેસા, બીજાપુરનો ગોળ ગુંબજ, તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્યકલામાં હમ્પીઓનું વિઠ્ઠલસ્વામી હજારારામ મંદિર તેમજ ગોપુરમ્ તથા કલાત્મક નક્શીકામ યુક્ત સ્તંભો સુપ્રસિધ્ધ છે.જવાબ : ગુજરાતની સ્થાપત્યકલાની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ છે. ગુજરાતનાં શિલ્પો, પૈકી વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો, ઉપરાંત બીજા બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કિર્તિતોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરાઓ, ઝરૂખાઓ, તોરણો, કૂવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ-પક્ષીઓની આકૃતિઓ સર્વાંગી અતિ સુંદર અને અતિભવ્ય ગણાય છે.
ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરો છે. જેવાં કે, ભદ્રકાલી મંદિર, ગીતામંદિર, વેદમંદિર, જગન્નાથ મંદિર અમદાવાદમાં છે. તથા ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, મોઢેરા સૂર્યમંદિર, વડનગરનું હાટકેશ્વર મહાદેવનું મંદિર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકાનું જગત મંદિર, બહુચરાજી મંદિર, પાવાગઢનું મહાકાળી મંદિર, સ્વામિનારાયણ મંદિર, ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર, ભાવનગરનું ખોડિયાર માતાજીનું મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઢ વગેરે આવેલા છે. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ, જે સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી. ઇ.સ. 1424માં બનેલી આ મસ્જિદમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરી છે. બારીક કોતરણીકામવાળી સીદી સૈયદની જાળી, મસ્જિદ, સરખેજનો રોજો, અમદવાદનો ઝુલતો મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ, જે મસ્જિદે નગીના તરીકે ઓળખાય છે. તથા ચાંપાનેરની જામી મસ્જિદ, ઉપરાંત ગુજરાતના મોટા શહેરોમાં પણ મસ્જિદો બનેલી છે. જૈન દેરાસરોમાં હઠીસિંહના જૈન દેરાસરો, કુંભારીયાજી, શંખેશ્વર, સિધ્ધગિરિ શેત્રુંજયગિરિ પાલિતાણા, વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીમાં દાદ માંગી લે તેવાં છે. ગુજરાતની વાવો પૈકી અડાલજની વાવ, દાદા હરિની વાવ, પાટણની રાણકી વાવ, ડભોઈની હીરા ભાગોળની વાવ, વગેરે આવેલી છે. ઉપરાંત સ્થાપત્યકલામાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, નગીનાવાડી, કાંકરીયા તળાવ, સિધ્ધપુરનો રુદ્રમહાલય, પાટણનું સહસ્ત્રલીંગ તળાવ, વડનગરના શામળશાની ચોરી, તાનારીરી સમાધિ, કિર્તિતોરણ, વિરમગામનું મુનસર તળાવ, ધોળકાનું મલાવ તળાવ વગેરે શ્રેષ્ઠ સ્થાપત્યો છે. માટે કહી શકાય કે, વિશ્વભરમાં શિલ્પ સ્થાપત્યકલામાં અને કોતરણીકામમાં ગુજરાત જગવિખ્યાત બન્યું છે.જવાબ : સમગ્ર મસ્જિદમાં મળી કુલ છ વિભાગો વ્યવસ્થાના ભાગરૂપે પાડવામાં આવ્યા છે. મસ્જિદની અંદર જવા આવવાના રસ્તાને ગલિયારા કહેવામા આવે છે. નમાઝ પઢવાના ઉપયોગમાં લેવાતી હોલની દિવાલ જે હંમેશા મક્કાની દિશામાં હોય છે, તેને કિબલા કહેવામાં આવે છે. મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને લિવાન કહે છે.
મસ્જિદના કિબલાના અંત ભાગને મક્સુરા કહે છે. રેલીંગ દ્વારા આ ભાગને અલગ કરેલ હોય છે. કિબલામાં બનેલ ભાગને મહેરાબ કહે છે. તે માનવીની ઉંચાઇ જેટલો હોય છે. અને મક્કાની સાચી દિશા બતાવે છે. ભારતમાં તે લગભગ પશ્ચિમ દિશામાં બનાવેલો હોય છે. મસ્જિદના પ્રાંગણને સહન કહેવાય છે. મુસ્લિમ સમાજના અનુયાયીઓ નમાઝ પઢવા માટે સૌ પ્રથમ મસ્જિદમાં આ સ્થળે એકત્ર થાય છે.જવાબ : ભારતમાં અનેક જગ્યાએ જૈન મંદિરો આવેલાં છે. રાજગૃહમાં વૈભાર, વિપુલાચલ રત્નગિરિ અને શ્રમણગિરિ નામના પાંચ જૈન મંદિરો છે. સમેત શિખરજી સિધ્ધક્ષેત્રે જૈન તીર્થધામ આવેલું છે. તેને મધુવન કહે છે. અહીં ભગવાન આદિનાથ અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદન નાથજી અને પાશ્વનાથજીના મંદિરો આવેલાં છે. અહીં ભગવાન મહાવીર પધાર્યા હતા. તથા કેટલાક મુનિઓ મોક્ષ પામ્યા છે.
ગુજરાતમાં પાલીતાણામાં જૈન દેરાસર અને પંચાસરા મંદિર શેંખેશ્વરમાં આવેલાં છે. રાજસ્થાનના માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, અને કલાકારીગરી અને શિલ્પકલાની દૃષ્ટિએ બેનમૂન છે. આબુ ઉપરના દેલવાદના દેરાઓ જે ગુજરાતનાં મંત્રી વિમલશાહે બંધાવ્યા છે તે વિમલસવહી નામે ઓળખાય છે. જ્યારે બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ લુણસવહિ નામના દેવાલયો તેમની અજોડ કારીગરી, આરસપહાણનું બારીક કોતરણીકામ, શિલ્પકામ માટે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને મળેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય તથા કલા કારીગરીથી જગવિખ્યાત છે.યોગ્ય જોડકા બનાવો:
1. સિંધુખીણની સંસ્કૃતિ | A લોથલ |
2. ભારતનું પ્રાચીન બંદર | B મધ્ય પ્રદેશ |
3. હડપ્પાનું સમકાલીન પ્રાચીન નગર | C હડ્પ્પીય |
4. સાંચીના સ્તૂપ | D ધોળાવીરા |
Hide | Show
જવાબ :
(1 - C), (2 – A), (3 – D), (4 – B)
યોગ્ય જોડકા બનાવો:
1. કિર્તિતોરણ | A પાટણ |
2. મુનસર તળાવ | B અમદાવાદ |
3. સહસ્ત્રલિંગ તળાવ | C વડનગર |
4. નગીનાવાડી | D વિરમગામ |
Hide | Show
જવાબ :
(1 - C), (2 – D), (3 – A), (4 – B)
યોગ્ય જોડકા બનાવો:
1. ભદ્રનો કિલ્લો | A સિધ્ધપુર |
2. રુદ્રમહાલય | B ત્રણ દરવાજા |
3. તાનારીરીની સમાધિ | C ધોળક |
4. મલાવ તળાવ | D વડનગર |
Hide | Show
જવાબ :
(1 - B), (2 – A), (3 – D), (4 – C)
યોગ્ય જોડકા બનાવો:
1. ગલિયારા | A મસ્જિદનું પ્રાંગણ |
2. લિવાન | B મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો |
3. સહન | C મસ્જિદના નમાઝ પઢવાના હોલની દિવાલ |
4. કિબલા | D મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો |
Hide | Show
જવાબ :
(1 - B), (2 – D), (3 – A), (4 – C)
યોગ્ય જોડકા બનાવો:
1. સારનાથનો સ્તંભ | A ગુજરાત |
2. સાંચીનો સ્તૂપ | B દ્રવિડશૈલીનો શ્રેષ્ઠ નમુનો |
3. અમરાવતીનો સ્તૂપ | C શિલ્પકલાનો શ્રેષ્ઠ નમુનો |
4. દેવમોરાનો સ્તૂપ | D સ્થાપત્યકલાનો નમુનો |
Hide | Show
જવાબ :
(1 - C), (2 – D), (3 – B), (4 – A)
યોગ્ય જોડકા બનાવો:
1. મિનાક્ષી મંદિર | A ઓડિસા |
2. કોર્ણાકનું સૂર્યમંદિર | B ગુજરાત |
3. દેલવાડાના દેરાં | C મદુરાઇ |
4. મોઢેરાનું સૂર્યમંદિર | D રાજસ્થાન |
Hide | Show
જવાબ :
(1 - C), (2 – A), (3 – D), (4 – B)
ઇતિહાસ
ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.