જવાબ : ખરીફ પાક:
• ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.
• પાકનો સમય જૂન-જુલાઈથી ઓક્ટોમ્બર- નવેમ્બર સુધીનો હોય છે.
• ડાંગર, મકાઈ, જુવાર, બાજરી,કપાસ, તલ, મગફળી અને મગ-મઠ વગેરે ખરીફ પાક છે.
રવી (શિયાળુ) પાક:
• શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે.
• પાકનો સમય ઓક્ટોમ્બર- નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે.
• ઘઉં, ચણા, જાવ, સરસવ,રાયડો, અળસી વગેરે રવી પાક છે.
જવાબ :
જવાબ : • ઓછા વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જે પાક લેવામાં આઅવે છે તેને સુકી ખેતી કહે છે.
• ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉંનો પાક લેવામાં આવે છે, તેને ભાલિયા ઘઉં કહે છે.
• આ ઉપરાંત ચણાનો પાક લેવામાં આવે છે.
જવાબ : કૃષિ-સંશોધન મા રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ નીચે મુજબ છે .
(1) ICAR ( Indian council of Agriculture Research )
(2) DAR ( Department of Agricultural Research and Education )
જવાબ :
જવાબ : જ્યાં પાણી સહેલાઇથી વહી જાય તેવી ઢોળાવવાળી, અને લોહતત્વ વાળી જમીન ચા ના પાક માટે આવશ્યક છે. ચા ના પાક માટે 200 સેમી. જેટલો વરસાદ અને 20 થી ૩૦ સે. તાપમાન વધારે અનુકૂળ હોય છે.
જો ચાના ક્યારાઓમાં પાણી ભરાઈ રહે તો તેના મૂળ કોહવાઈ જાય છે અને છોડ નષ્ટ થાય છે. વળી ખુબ વરસાદ પડે તેવી લાંબી વર્ષાઋતુ અને વારંવાર પડતા વરસાદી ઝાપટા ચા ને વધુ માફક આવે છે.
એટલા માટે જ ચા ના છોડને અનુકૂળ આબોહવા ધરાવતા પહાડી ઢોળાવો પર ચા ના પાકનેઉગાડવામાં આવે છે.
જવાબ : બાગાયતી ખેતી માટે સૌ પ્રથમ મોટી મૂડી જરૂરી છે. તેના માટે ટેકનિકલ જ્ઞાન યંત્રો, ખાતરો, સિંચાઈ તેમજ પરિક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સગવડો તથા સુદૃઢ આયોજનની જરૂર પડે છે.
જવાબ : ભારતના કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, અને ત્રિપુરા એ રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે.
જવાબ : ભારતમાં મુખ્યત્વે NPK (નાઈટ્રોજન, ફોસ્ફરસ,પોટાસ), DAP (ડાઈ એમોનિયમ ફોસ્ફેટ ) યુરીયા અને જૈવિક ખાતરો જેવા રસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે.
જવાબ : ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા સરકારે ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી છે.
જવાબ : શેરડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા, નદીઓના કાંપવાળી ફળદ્રુપ જમીન, 21 થી 27 સે. જેટલું તાપમાન અને 75 થી 100 સેમી જેટલો વરસાદ અનુકુળ આવે છે.
જવાબ : રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ એ ભારતના સરસવનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે.
જવાબ : ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ , સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડી છે.
જવાબ : સરકારે ‘ખેડે તેની જમીન ‘ કાયદા દ્વારા ખેડનારને જમીનમાલિકીનો સાચો હક આપ્યો છે.
જવાબ : ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે.
જવાબ : હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય તેને ઝૂમ ખેતી કહેવાય છે.
જવાબ : ઘઉંને અનાજનો રાજા કહેવાય છે.
જવાબ : ખરીફ પાક
જવાબ : મિશ્ર ખેતીમાં
જવાબ : સઘન ખેતીને
જવાબ : સઘન ખેતીમાં
જવાબ : મહારાષ્ટ્ર
જવાબ : ઉત્તર પ્રદેશ
જવાબ : બીજા
જવાબ : ભારત
જવાબ : ગુજરાત
જવાબ : મકાઇનું
જવાબ : બનાસકાંઠા
જવાબ : સુરત અને તાપી
જવાબ : ઘઉં
જવાબ : ઘઉંનું
જવાબ : ઘઉ
જવાબ : ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. ખેતપેદાશો, સિંચાઈ ખેતી, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના છ પ્રકાર પાડવામાં આવે છે.
1. જીવન નિર્વાહ ખેતી:
• ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બીયરનો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પોષાય તેમ નથી. ખેતરોમાં થતું અનાજનું ઉત્પાદન તેમના પરિવારના ભરણપીષણ માંજ વપરાય છે.
• તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મ નિર્વાહ ખેતી કહે છે.
2. સુકી ખેતી:
• વરસાદ ઓછો પડવાને લીધે અને સિંચાઈની અપૂરતી સગવડ હોવાને લીધે માત્ર વરસાદને આધારે જ થતી ખેતીને સુકી ખેતી કહે છે.
• આવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે વર્ષમાં માત્ર એક જ પાક લઇ શકાય છે.
• અહી જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય છે.
• ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.
3. આદ્ર ખેતી:
• જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, અને સિંચાઈની સગવડ પણ વધારે છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓચ્ચો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઇ શકાય છે.
• જેમાં ડાંગર, શેરડી કપાસ, ઘઉં અને સક્ભાજીની ખેતી કરાય છે.
4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી:
• આ પ્રકારની ખેતી જંગલોના વ્રુક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને કરવામાં આવે છે.
• અહી બે-ત્રણ વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઓછી થતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરુ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે.
• આ ખેતીમાં ધન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે.
• પ્રમાણમાં આ ખેતીમાં ઉત્પાદન ઓછુ થાય છે.
5. બાગાયતી ખેતી:
• બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. કેટલાક પાકો લાંબા સમય સુધી ઉત્પાદન આપતા હોવાથી પાકો ઉછેરવા મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થાય છે. તેથી આ ખેતીને બાગાયતી ખેતી કહે છે.
• આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનમાં પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે.
• આમ, રબર,ચા, કોફી, કોકો, નારિયેળ વગેરેના પાકો લેવામાં આવે છે.
• ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખુબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે.
6. સઘન ખેતી:
• જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રસાયણિક ખાતરો, કીટનાશકો, ઉંચી જાતના બિયારણો અને યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકારણ આવી ગયું છે.
• આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ કરાય છે.
• અહી હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખુબ જ વધારો થયેલ છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.
• આ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે.
જવાબ : ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતો માટે જમીન માલિકી, ખેત ધિરાણ, અને ખેત પેદાશોના વેચાણ અંગે ઘણા સંસ્થાગત સુધારા કર્યા છે.
• સરકારે જમીનદારી પ્રથા નાબુદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ કાયદા દ્વારા ખેડનારને જમીનમાલિકીનો સાચો હક આપ્યો છે.
• જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનમાલિકીની અસમાનતા દુર કરેલ છે.
• કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે.
• સરકાર બિયારણો અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસીડી અને આર્થિક મદદ કરે છે.
• પ્રધાનમંત્રી પાક બીમાં યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વિમ્કીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
• દુકાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કારવામાં આવે છે.
• માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
• ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડી છે.
• ખેડૂતો પાસેથી ખેતપેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ કાર્યરાત છે. જેવીકે,
I. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ (National Agricultural co. operative marketing federation of india.
II. ગુજરાત તેલીબીયા ઉત્પાદક સંઘ (Gujarat Co. operative oil seedsgrower’s federation)
III. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development board)
જવાબ : • ભારતના ખેડૂતને પોતાની ખેતપેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે તેવા આશયથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઇ છે.
• વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રમાં કેટલાક પરિવર્તનો આવ્યા છે.ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
• ગુજરાત માંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશાવના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે.
• વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના ‘જીનેટીકલી મોડીફાઈડ બી.ટી. બિયારણો આવ્યા એના લીધે ખેતી ખર્ચાળ બની છે.
• જોકે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે.
• આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજીસ્ટ્રેશનની જરૂર ઉભી થઇ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે.
• ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
• કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતી અને સધ્ધરતા વધારવા આયોજન બધ્ધ પગલા ભરવા પડશે.
• વધતી જાતિ વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહ રચના ગોઠવવી જરૂરી છે.
જવાબ : • ઘઉં એ ડાંગર પછી આપણા દેશનો બીજો મહત્વનો પાક છે. તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે.
• ઘઉં એ સમશીતોષ્ણ કટિબદ્ધનો રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન અને 75 સે.મી વાર્ષિક વરસાદ જરૂરી છે.
• સિંચાઈની મદદથી ઓછા વરસાદ વાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સે.મી. થી વધુ વિસ્તારવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
• હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો બે તૃતીયાંશ ભાગ આ રાજ્યોનો હોય છે.
• આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
• મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે.
• ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ‘ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં ઘઉં થાય છે.રોજીંદા ખોરાકમાં વપરાતા બીજા સર્વ પ્રકારના અનાજમાં પોષકતત્વોની દ્રષ્ટીએ ઘઉં શ્રેષ્ઠ છે.
• ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, લપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે.
• બધાજ પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે. આથી જ ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે.
જવાબ : • ભારતીય ભોજનમાં તેલનું ખુબ જ મહત્વનું સ્થાન છે. મગફળી, તલ, સોયાબીન, એરંડો, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે ઉત્તમ તેલીબીયા છે.
• તેલીબીયા માંથી ખાદ્યતેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓનો ખોરાક અને સેન્દ્રીય ખાતર તરીકે વપરાય છે.
1) મગફળી:
• મગફળી એ તેલીબીયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતીમિશ્રિત, પાણી ભરાઈ ન રહે તેવી જમીન , 20 થી 25 સે. તાપમાન 50 થી 70 સેમી વરસાદ અનુકુળ આવે છે.
• મગફળી ખરીફ પાક છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે.
• ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
• મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો નંબર આવે છે.
• દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે.
• ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે શિંગતેલ વિશેષ વપરાય છે.
2) તલ:
• ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. ઉત્તર ભારતમાં તે વરસાદ આધારિત ખરીફ પાક છે. દક્ષિણ ભારતમાં તે રવિ પાક તરીકે અને ક્યારેક જયદ પાક તરીકે પણ વવાય છે. લગભગ બધાજ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે.
• ગુજરાત સમગ્ર દેશમાં તાલન ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે.આ ઉપરાંત તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં તલનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જીલ્લામાં થાય છે.
• બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્યતેલ તરીકે તે વપરાય છે.
• ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.
3) સરસવ:
• સરસવ એ રવિ પાક છે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબીયા પાક છે. સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
• રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજારત અને મધ્યપ્રદેશ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
4) નાળિયેર:
• નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષાર વળી જમીનમાં થતો બાગાયતી પાક છે.
• ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, કેરલ, તમિલનાડુ, અંદામાન-નિકોબારમાં નાળિયેરના બગીચા આવેલા છે.
• કેરલ એ ભારતનું સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન કરતુ રાજ્ય છે.
• ઓછી ઉંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવામાં આવી છે.
• દક્ષિણ ભારતમાં કોપરાના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે.નાળિયેરીનું પાણી સ્વાસ્થ્ય વર્ધક પીણા તરીકે ઉપયોગી છે.
• એરંડા એટલે કે દિવેલ તે ખરીફ અને રવિ પાક છે.ભારતના કુલ ઉત્પાદનનો લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
• આ ઉપરાંત આંધ્રપ્રદેશ અની રાજસ્થાન વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા રાજકોટ, જુનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં પણ તેનો પાક લેવાય છે.
જવાબ : • રસાયણિક ખતરો અને કીટનાશકોના વધુ ઉપયોગી લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો થવા માંડી, પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું.
• જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. જેને કારણે જમીન માંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટી ગયા.
• આ બધા કારણોસર માનવી સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી તરફ વળ્યો. ખેતીની આ પદ્ધતિમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
• પાકના પોષણમાં તે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, વગેરેનો પાક સંરક્ષણ માટે ઉપયોગ થાય છે.
• સજીવ ખેતી (જૈવિક ખેતીની) પેદાશો પોષણયુક્ત હોય છે. જેમાં કુદરતી સ્વાદ, મીઠાશ, અને સોડમ હોય છે. તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે.
• જૈવિક ખેતપેદાશોની અત્યારે ખુબજ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે.
• આના કારણે જ જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.
જવાબ : • ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. કૃષિ ક્ષેત્રે ભારતે જે પ્રગતિ સાધી છે તેનો વિકાસ થયો છે. તેને લીધે અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે.
• તે દેશમાં અડધાથી પાન વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે.
• કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ GDP 17 % હિસ્સો ધરાવે છે.
• ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, કપાસ તેલીબિયા, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે.
• ખેતપેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે.
• કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પડે છે.
• ભારત ચા, કોફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ વગેરે ખેતપેદાશોની નિકાસ કરી વિદેશી હુંડીયામણ પ્રાપ્ત કરે છે.
• સુતરાઉ કાપડ, ખંડ, ગોળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે.
જવાબ : • ડાંગર એ ભારતનો સૌથી મહત્વનો ધન્ય પાક છે. વિશાવની મોટા ભાગની વસ્તી તથા ભારતના લગભગ 50 % લોકો ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે.
• ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામા આવે છે. ડાંગર એ ઉષ્ણકટીબદ્ધીય પાક છે. તેના વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા તથા લઘુત્તમ 20 સે.તાપમાન જરૂરી છે.
• નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર પડે છે.
• પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડીસા, તેલંગાણા, બિહાર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
• પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં સિચાઈ દ્વારા આ પાક લેવાય છે.
• ગુજરાતમાં સુરાત, તાપી, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનું વાવેતર થાય છે.
• ડાંગર એ વધુ પાણીની જરૂરિયાત વાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી વધુ પાક લેવામાં આવે છે.
• ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ છે.
જવાબ : • મકાઈએ ધન્ય ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે.
• મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારમાં વધુ થાય છે. અને ત્યાના લોકોનો તે મુખ્ય ખોરાક છે.
• મકાઈના પાકને ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ, પાણીના નીતાર વળી જમીન માફક આવે છે.
• 50 થી 100 સેમી વરસાદ અને 21 થી 27 સે. તાપમાન અનુકુળ ગણાય છે.
• મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક પેદાશોમાં થયેલો જોવા મળે છે. આ ઉપરાંત પશુઆહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે.
• રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
• ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વાવેતર વધુ થાય છે.
જવાબ : આપણા ખેતીપ્રધાન દેશમાં અનાજની તીવ્ર અછત નિવારવા બિયારણની સુધારેલી જાતો રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ , દેશના ખેડૂતો નો પ્રચંડ પુરુષાર્થ , વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા , સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ઉપાદનમાં થયેલ અસાધારણ વઘારા ને હરિયાળી ક્રાંતિ તરીકે ઓખવામાં આવે છે .
• હરિયાળી ક્રાંતિ નો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉપજમા વધારો કરવો તે હતો , જેના માટે ખેડુતને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને કીટનાશકો નો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કર્યો . • હરિયાળી ક્રાંતિ થી ઘઉં અને ડાંગર ના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે . • દેશમાં પહેલા જયાં ખાઘ અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પ્રયાપ્ત ભંડારો છે . • હરિયાળી ક્રાંતિ ના કારણે અનાજ નો બફર સ્ટોક થયો , જેને લીધે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકાયો છે . • અન્નક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિ ની સીમાચિહનરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે .જવાબ : જુવાર, બાજરી અને મકાઈ સામાન્ય રીતે બરછટ એટલે કે જાડા ધન્ય તરીકે ઓળખવામાં આવે છે. જમીન ઓછી ફળદ્રુપ હોય, વરસાદ ઓચ્ચો પડતો હોય, અથવા સિંચાઈની અલ્પ સગવડ હોય ત્યાં આ ખરીફ પાક લેવામાં આવે છે.
1. જુવાર:
• જુવારને કાળી અને ગોરાડું જમીન માફક આવે છે અને ૫૦ સેમી. જેટલો વરસાદ તથા 25 થી ૩૦ સે. જેટલું તાપમાન અનુકુળ છે. મહારાષ્ટ્રમાં તેનું વાવેતર સૌથી વધુ છે.
• દક્ષિણ ભારતના સુકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં જુવારનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.
• ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લાઓમાં તેનું વાવેતર વધુ થાય છે. જુવાર પશુઓ માટે લીલા ચારા તરીકે વિશેષ ઉપયોગમાં લેવાય છે.
2. બાજરી:
• બાજરીએ મહેનત મજદુરી કરનારાઓ માટે શ્રેષ્ઠ ધાન્ય છે. તેને 40 થી 5૦ સેમી. વરસાદ તથા 25 થી ૩૦ સે.જેટલું તાપમાન અનુકુળ છે. ઓછી ફળદ્રુપ તથા રેતાળ જમીનવાળા પ્રદેશોમાં તેનું વાવેતર થાય છે.
• ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ રાજસ્થાનમાં વધુ પાક થાય છે. આ ઉપરાંત કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ બાજરી થાય છે.
3. મકાઈ:
• મકાઈ એ ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં સૌથી વધુ પાકતું ધન્ય છે. ડુંગરાળ પ્રદેશમાં વસતા લોકોનો આ મુખ્ય ખોરાક છે.એટલે ત્યાં મકાઈ વધુ ઉગાડાય છે.
• મકાઈને કાળી, કઠણ અને પથરાળ જમીન તેમજ 50 થી 100 સેમી. વરસાદ તથા 25-27 સે. જેટલું તાપમાન અનુકૂળ આવે છે.
• ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી પંચમહાલ, દાહોદ વગેરે જિલ્લાઓમાં મકાઈનું વાવેતર થાય છે.
જવાબ : • ભારત એ કપાસનું ઉત્પાદન, વપરાશ અને નિકાસ કરતો વિશ્વમાં બીજા ક્રમનો દેશ છે.
• રૂ ને ભારતમાં ‘સફેદ સોના’ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાંથી કાપડ બનાવવામાં આવે છે.
• કપાસનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને કપાસિયા દૂધ આપતા પશુઓના ખાણ તરીકે ઉપયોગમાં આવે છે.
• કપાસને કાળી, વધુ ખનીજ દ્રવ્યો વાળી જમીન , ગરમ અને ભેજવાળી આબોહવા , 20 થી 35 સે. જેટલો વરસાદ માફક આવે છે.
• ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, આંધ્ર પ્રદેશ,મધ્ય પ્રદેશ, વગેરે રાજ્યો કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
• ગુજરાતમાં પણ સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી તથા પાટણ જેવા ઘણા જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન વધુ થાય છે.
• ગુજરાતનો ભરૂચ જીલ્લાનો ‘કાનમ પ્રદેશ’ ઉંચી જાતના કપાસ માટે પ્રખ્યાત છે.
• ગુજરાતનો ખેડૂત સારી જાતનું બિયારણ લાવી કપાસનું વાવેતર કપાસનું વાવેતર કરે છે આથી, ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.
જવાબ : • ભારતએ શણનું ઉત્પાદન કરતો વિશ્વમાં પ્રથમ ક્રમાંકનો દેશ છે. શણના રેશાને ‘ગોલ્ડન ફાઈબર કહે છે.
• મોટી નદીઓના મુખ ત્રિકોણનો પ્રદેશ કે જ્યાં દર વર્ષે નવો કાંપ પાથરતો હોય તેવી ચીકની અને ફળદ્રુપ જમીન શણના પાકને વધુ અનુકૂળ આવે છે.
• શણના પાક માટે ગરમ અને ભેજવળી હવા, ૩૦ થી 40 સે. જેટલું તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદ હોવો જરૂરી છે.
• પશ્ચિમ બંગાળામાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં શણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
• શણ માંથી કંતાન, કોથળા, સુતળી, સાદડી, દોરડા, પગરખા અને હસ્ત્કારીગરીના નમુના બને છે.
જવાબ : ભારત એ શેરડીનું ઉત્પાદન કરતો એક આગળ પડતો દેશ છે.
• શેરડીના પાકને લાવાની કાળી અથવા નદીઓના મેદાનોની ફળદ્રુપ જમીન અનુકુળ આવે છે.ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સે. જેટલું તાપમાન તથા 75 થી ૧૦૦ સેમી જેટલો વરસાદ જરૂરી છે. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં સિંચાઈ દ્વારા પાક લેવામાં આવે છે.
• ભારતમાં શેરડીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. પણ ખંડ સૌથી વધુ મહારાષ્ટ્ર ઉત્પાદન કરે છે.
• તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાત વગેરે શેરડીના ઉત્પાદક રાજ્યો છે.
• વિશ્વમાં ખાંડનું ઉત્પાદન કરતો ભારતદેશ બીજા ક્રમે છે.
• દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ શેરડી પાકે છે. સહકારી ધોરણે ચાલતી ખંડની મિલો ગુજરાતના બારડોલી, ગણદેવી, કોડીનાર અને પેટલાદમાં આવેલી છે.
જવાબ : • જ્યાં વધુ વરસાદ ન પડતો હોય તેવા બધાજ રાજ્યોમાં જુદા જુદા કઠોળ ઉગાડવામાં આવે છે. આવે છે. કઠોળ એ શાકાહારી લોકો માટે પ્રોટીન ધરાવતો અગત્યનો ખોરાક છે.
• અનેક જાતના કઠોળ જેવાકે તુવેર, માગ, ચણા, વટાણા, મઠ, અડદ, વાળ, મસુર એ ભારતમાં જુદી જુદી ઋતુમાં પાકે છે.
• વટાણા, ચણા, મસૂર એ રવિ પાક છે. જયારે મગ, અડદ, તુવેર અને મઠ ખરીફ પાક છે.
ઇતિહાસ
ભારત: કૃષિ
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.