જવાબ : માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. તથા માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહિત સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી, થવી લોકો પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે, આવકનો ઉપયોગ દરેક લોકો સારી રીતે કરી શકતા હોય, તથા માનવતા, સ્થિરતા, ઉત્પાદકતા, અને સશક્તિકરણ સમાજમાં એક સરખી રીતે વ્યાપેલું હોય તેને માનવ વિકાસ કહી શકાય છે.
જવાબ : માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભોમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, અને સશક્તિકરણ નો સમાવેશ થાય છે.
જવાબ : લોકો શરૂઆતમાં આર્થિક વિકાસને જ માનવ વિકાસનો માપદંડ સમજતા હતા. અને તેમણે દેશની રાષ્ટ્રીય આવક (Gross National Product -GNP) પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ ફેરફારો થયા નહીં? માત્ર આવક વધવાથી નહીં પરંતુ આવકનો સારી રીતે ઉપયોગ કરવો અને સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, અને સશક્તિકરણ થી માનવ વિકાસ કરી શકાય છે. વગેરે સમજ લોકોએ કેળવી છે.
જવાબ : વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા અને સૂગ જોવા મળે છે. નીચી આકાંક્ષાઓ, નિરક્ષરતાની મુશ્કેલી, સાહસવૃતિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જુનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રીત-રીવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનો અપૂરતો ઉપયોગ વગેરેથી આવા દેશો આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકતા નથી.
જવાબ : માનવ વિકાસમાં માત્ર આર્થિક બાબતો નહી પરંતુ માનવ જીવનની સુખ-શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસા નો સમાવેશ થાય છે.
જવાબ : માનવ વિકાસ આંક ની ગણતરી કરવા માટે દરેક માપદંડનો અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. તથા તેના આધારે વિકાસ જોવા મળે છે. અને તેનું મૂલ્ય ૦ થી ૧ ની વચ્ચે હોય છે. કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ ૧ મૂલ્ય સુધી પહોંચવા માટે નો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી છે. જેના આધારે કોઈ પણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે? તથા બીજા દેશોની સરખામણીમાં કેટલો આગળ પાછળ છે? તે જાણી શકવામાં સહાયતા મળે છે.
જવાબ : નોબલ પારિતોષક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી હતી. તે મુજબ પ્રથમ માનવ વિકાસ અહેવાલ ૧૯૯૦માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
જવાબ : ૧૯૯૦થી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (united Nations Development Programme -UNDP) દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક (Human Development Index -HDI) નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો. જેમાં માનવ વિકાસ આંકમાં ત્રણ નિર્દેશકો નો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.
જવાબ : માનવ વિકાસ અહેવાલ માં ૨૦૧૫ની ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $૫૪૯૭ તથા માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ $૫૨૩૮ બતાવવામાં આવે છે.
જવાબ : UNDP ના જણાવ્યા મુજબ માનવ વિકાસની વ્યાખ્યા એટલે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિચારવાની પ્રક્રિયા કરે છે.
જવાબ : માનવ વિકાસ આંક (Human Development Index -HDI) માપન ની નવી પ્રવિધિ નો ઇ.સ. ૨૦૧૦ થી અમલ થયો છે. જેમાં નીચેના ત્રણ નવા નિર્દેશકો નો ઉપયોગ થવા લાગ્યો છે.
જવાબ : વર્ષ ૧૯૯૦ થી દર વર્ષે undp દ્વારા માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે.તેમાં કુલ ૧૮૮ દેશોનો HDI મૂલ્યના આધારે સમાવેશ થયેલ છે.
જવાબ : UNDP ના ૨૦૧૫ ના માનવ વિકાસ આંકમાં પ્રથમ ૦.૯૪૪ ના આંક સાથે નોર્વે પ્રથમ આવે છે.
જવાબ : ૨૦૧૫ ના માનવ વિકાસ આંકમાં ઓસ્ટ્રેલિયાનો ૦.૯૩૫ ના આંક સાથે બીજો ક્રમાંક છે.
જવાબ : ૨૦૧૫ ના માનવ વિકાસ અહેવાલ પ્રમાણે ભારત ૦.૬૦૯ ના માનવ વિકાસ આંક સાથે 130 મું ક્રમાંક ધરાવે છે.ભારત માધ્યમ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.
જવાબ : કુલ ૧૮૮ દેશો પૈકી ૧ થી 49 સુધીના ક્રમાંકના દેશો વિકાસ આંક ૦.૮૦૨ થી વધુ ધરાવે છે અને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં આવે છે. તેમાં મુખ્ય દેશોમાં નોર્વે, ઓસ્ટ્રેલીયા, સ્વીટઝરલેન્ડ, ડેન્માર્ક, નેધરલેન્ડ, યુ. એસ.એ., સિંગાપુર, જાપાન, બ્રિટન નો સમાવેશ થાય છે.
જવાબ : કુલ ૧૮૮ દેશો પૈકી ૫૦ થી ૧૦૫ નંબરના દેશો ૦.૭૦૦ થી ૦.૭૯૮ સુધીના HDI સાથે ઉચ્ચ માનવ વિકાસની શ્રેણીમાં આવે છે.જેમાં મુખ્ય દેશોમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝીલ, ચીન થાઈલેન્ડ અને જમૈકાનો સમાવેશ થાય છે. જે મુખ્ય છે.
જવાબ : કુલ ૧૮૮ દેશો પૈકી ૧૦૬ થી ૧૪૩ નંબરના દેશો ૦.૫૫૫ થી ૦.૬૯૮ સુધીના HDI સાથે મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવે છે. જેમાં મુખ્ય દેશો તરીકે ઈન્ડોનેશિયા, ફીલીપીન્ઝ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારતને ગણી શકાય.
જવાબ : કુલ ૧૮૮ દેશોના માનવ વિકાસ આંકમાં ૧૪૪ થી ૧૮૮ નંબરના ૦.૫૫૦ થી નીચેના આંક ધરાવતા દેશો જેમાં કેન્યા, પાકિસ્તાન, નાઈઝેરીયા, ઝીમ્બાબ્વે અને નાઈઝર નો સમાવેશ થાય છે.
જવાબ :
જવાબ : ઈ.સ. ૨૦૧૦થી માનવ વિકાસ માપવા માટે નિર્દેશકો નીચે મુજબ સમજૂતી કરે છે.
જવાબ : માનવ વિકાસ આંક માટે તેના નિર્દેશકોને સંયુક્ત રીતે ઉપયોગ કરીને કઢાતા આંકને માનવ વિકાસ આંક કહેવાય છે. તેના માટે નીચે પ્રમાણેની પ્રક્રિયા કરવામાં આવે છે.
૨૦૧૫ના માનવ વિકાસ અહેવાલમાં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $૫૪૯૭અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ $૫૨૩૮ હતી. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુ.એસ. એના ચલણ પ્રમાણે મૂલવવામાં આવે છે. તેને સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે માનવ વિકાસ આંક કાઢવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
જવાબ : માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં, કે આપણા મોહલ્લામાં, કે ગામમાં જોતા નીચે પ્રકારની બાબતો આપણા દેશ, સમાજ, અને વ્યક્તિ, માટે લાંછનરૂપ છે.
ઉપરોક્ત બાબતોની આપણા દેશના વિકાસ આંક પર અસર પડે છે. એટલે માત્ર સરકાર જ નહીં પરંતુ દેશના દરેક નાગરિક માનવ વિકાસની દિશામાં સક્રિય બને તો આવનારા સમયમાં આપણે ઊંચા માનવવિકાસ ધરાવતા દેશોની હરોળમાં સ્થાન મેળવી શકીશું.
જવાબ :
જવાબ : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો મહિલાઓના શોષણને અટકાવવા કટિબંધ બની છે. તે માટે સરકાર નીચે પ્રમાણેના પ્રયત્નો કરી રહી છે.
જવાબ : ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો મળે સ્ત્રીઓને શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ માટે ૧૯૮૦થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને સ્ત્રી વિકાસ સંબંધી અનેક યોજનાઓ અમલમાં છે.
આમ ભારત સરકારે મહિલા સશક્તિકરણની ઝુંબેશ ઉપાડી લીધી છે.
જવાબ : સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયા નું કેન્દ્ર બિંદુ છે. કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રોમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા જરૂરી છે. અને સ્ત્રી જો શિક્ષિત બને તે એક ઘર, એક સમાજ, અને અંતે રાષ્ટ્ર સશક્ત બને છે. મારે તે દિશામાં કામ શરૂ કરી દીધું છે.
જવાબ : સ્ત્રી અને પુરુષમાં જૈવિક વિભિન્નતા રહેલી છે. ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોય છે.
જવાબ : વ્યક્તિનુ કૌટુંબીક જીવન, સામાજિક જીવન, ઉત્તમ બને તે માટે સૌપ્રથમ તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે. અને તેમાં ભારતે સંપૂર્ણ સજાગતા દાખવી છે.
જવાબ : ઈ.સ. ૧૯૯૦ થી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા માનવ વિકાસ અહેવાલ (HRD) પ્રકાશિત થતો હોય છે. જે નીચે મુજબ છે.
1) કુલ રાષ્ટ્રીય પેદાશ |
A ઉત્પાદકતા, સમાનતા, સ્થિરતા, સશક્તિકરણ |
2) માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભ |
B નોબેલ પારિતોષિક વિજેતા |
3) અમર્ત્ય સેન |
C સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ |
4) માનવ વિકાસ આંકમાં ઉપયોગ | D GNP |
જવાબ :
1) – D
2) - A
૩) - B
4) - C
1) શાળાકીય શરેરાશ વર્ષો |
A 11. |
2) અપેક્ષિત શાળાકીય વર્ષો |
B MYS |
3) ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો |
C IT |
4) આવક આંક | D EYS |
જવાબ :
1) – B
2) - D
૩) - A
4) - C
1) માથાદીઠ ઘરેલું પેદાશ (આવક) | A GNI |
2) માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક | B શૂન્યથી એકની વચ્ચે હોવું. |
3) સમખરીદશક્તિ | C GDP |
4) માનવ વિકાસ આંકનું મુલ્ય | D દેશની આવકને અમેરિકન મૂલ્યમાં ગણતરી કરવી. |
જવાબ :
1) – C
2) – A
૩) – D
4) – B
1) નોર્વે | A ઈન્ડોનેસીયા, ફિલીપિન્સ |
2) રશિયા, મલેસિયા, ઈરાન | B નાઈઝીરીયા, ઝીમ્બમ્વે. |
3) મધ્યમ માનવ વિકાસ | C ૦.૭૦૦ થી ૦.૭૯૮ HDI |
4) નિમ્ન માનવ વિકાસ | D ૦.૯૪૪ HDI |
જવાબ :
1) – D
2) - C
૩) - A
4) - B
1) ભારત | A ૧૮૮ મું સ્થાન |
2) નાઇઝર | B ૧૧ મું સ્થાન |
3) નોર્વે | C ૧૮૮ દેશોમાં પ્રથમ સ્થાન |
4) સિંગાપુર | D ૧૩૦ મું સ્થાન |
જવાબ :
1) – D
2) - A
૩) - C
4) - B
1) ઓસ્ટ્રેલીયા |
A ૦.૬૦૯ HDI |
2) ભારત |
B ઉચ્ચ માનવ વિકાસ |
3) શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝીલ |
C ૦.૯૩૫ HDI |
4) કેન્યા અને પાકિસ્તાન | D નિમ્ન માનવ વિકાસ |
જવાબ :
1) – C
2) - A
3) - B
4) - D
ઇતિહાસ
પ્રકરણ 19: માનવ વિકાસ
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.