GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

એલિફન્ટાની ગુફાઓ વિષે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :  

  • મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કી.મી દુર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે.
  • તેની સંખ્યા કુલ 7 છે. આ જગ્યાનું એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું હોવાનું મનાય છે.
  • તેમણે આ નામ અહી પથ્થરમાંથી કોતરીને બનાવેલી હાથીની મૂર્તિને કારણે આપ્યું છે.
  • આ ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ કૃતિઓ કંડારાઈ છે. જે પૈકી ત્રિમુર્તીની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. તે ગુફા નં-૧ માં આવેલી છે.
  • ઈ.સ.. ૧૯૮૭ માં આ સ્થળને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન મળેલું છે.
  • અહીના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે.


મહાબલીપુરમના મહત્વને ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ :

  • તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી 60 કી.મી. દુર મહાબલીપુરમ આવેલું છે.
  • તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે જાણીતું છે.
  • દક્ષિણ ભારતના પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ સાત મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી.
  • તેમાંથી પાંચ રથમંદિરો હયાત છે. જયારે બે રથમંદિરો દરિયામાં ગરકાવ થઇ ગયા છે.
  • આ ઉપરાંત અહી હાસ્ય મુદ્રામાં વિષ્ણુભગવાનની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગામાતાનું શિલ્પ જોવા લાયક છે.
  • સમગ્ર વિશ્વમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું બંદર પણ હોવાનું મનાય છે.


‘પટ્ટદકલ’ વિષે ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ :

  • કર્નાટક રાજ્યમાં બદામીથી 16 કી.મી દુર પટ્ટદકલ નગર આવેલું છે. પટ્ટદકલ  એ ચાલુક્ય વંશની રાજધાની હોવાનું મનાય છે.
  • અહી આવેલા મંદિરોમાં નગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયો હોવાના પુરાવા છે.સાતમી આઠમી સદીમાં આં મંદિરોનું નિર્માણ થયેલું મનાય છે.
  • પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ (શિવનું) મંદિર છે.


ખજૂરાહોના મંદિર વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ :

  • મધ્યપ્રદેશના છત્તરપુર જીલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે.
  • ખજૂરાહો બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. ઈ.સ. ૯૦૫ થી ૧૦૫૦ દરમિયાન આ રાજાઓના સમયગાળામાં ૮૦ જેટલા મંદિરોનું નિર્માણ થયું હતું.આજે ફક્ત ૨૫ મંદિરો જ હયાત છે.          જે પૈકી મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે.
  • આ તમામ મંદિરોની રચના સમાન જેવી જ છે. આ મંદિરોમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે.
  • પ્રારંભિક સમયના આ બધાજ મંદિરો ગ્રેનાઈટ પથ્થરમાંથી બનાવામાં આવેલા છે.
  • ખજૂરાહોના મંદિરો નગર શૈલીમાં નિર્માણ થયા છે.
  • વિશ્વભરના પ્રવાસીઓ ખજૂરાહોના મંદિરની શિલ્પકલા, મૂર્તિકલા, વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે.


કોણાર્કના સૂર્યમંદિરનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ :

  • ઓડીસા રાજ્યના પૂરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.
  • આ મંદિરનું નિર્માણ 13 મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું.
  • આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ છે. તેને ૧૨ વિશાળ પૈંડા છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈંડા વર્ષના ૧૨ મહિનાને પ્રતિબિંબ કરે છે. જયારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે, જે દિવસના આઠ પ્રહારને દર્શાવે છે.
  • રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે.
  • કાળા પથ્થરોથી આ મંદિરનું નિર્માણ થયું છે, જેથી તેને ‘કાળા પેંગોડા’ તરીકે પણ ઓળખાય છે.
  • દિવ્ય, સંસારિક અને સજાવટી જેવા ત્રણેય પ્રકારના શિલ્પોમાં ૧૩મી સદીની ઓડીસની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.


બ્રુહ્દેશ્વર મંદિર વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

  • તમિલનાડુના તાંજોર માં બ્રુહ્દેશ્વર મંદિર આવેલું છે. તેનું નિર્માણ ઈ.સ ૧૦૦૩ થી ૧૦૧૦ ના સમયગાળામાં કરવામાં આવ્યું હતું.
  • તે શિવનું મંદિર હોવાથી તેનું નામ બ્રુહ્દેશ્વર મંદિર પડ્યું છે.
  • આ મંદિર ૫૦૦ ફીટ લંબાઈ અને ૨૫૦ ફીટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનેલું છે. તેનું શિખર જમીનથી ૨૦૦ ફીટ ઉંચાઈ પર છે. તથા તે સમયે બ્રુહ્દેશ્વર મંદિરનું સ્થાન ઊંચા શિખરો વાળા મંદિરોમાં આવતું.
  • ભવ્ય શિખર, વિશાળ કાળમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન નમુનો છે.
તેવીજ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.


અજંતાની ગુફાઓની વિશિષ્ટતા જણાવો.

Hide | Show

જવાબ :

  • ઘોડાની નાળ આકારની કુલ 29 ગુફાઓનો સમૂહ છે.
  • તે પૈકી કેટલીક ગુફાઓ ચિત્રકલા આધારિત છે, તો કેટલીક ગુફાઓ શિલ્પકલા આધારિત છે.
  • ગુફાચિત્રો બોદ્ધ ધર્મને આવરે છે.
  • અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે ૧૮૧૯ માં પુન:સંશોધિત કરી હતી.
  • આ ગુફાઓમાં ચૈત્ય અને વિહાર એમ બે વિભાગમાં વહેંચી શકાય છે.


ચૈત્ય, સ્તૂપ અને વિહાર અંગે જણાવો.

Hide | Show

જવાબ :

  • બોધ્ધ સાધુઓ પ્રાથના કરવા તથા ઉપાસના માટે જે સ્થળ વાપરે છે તે તે ચૈત્ય છે તથા ચૈત્ય ગુફાઓમાં છેડે બાંધવામાં આવેલા બાંધકામને સ્તૂપ કહેવાય છે.
  • જ્યાં બોધ્ધ સાધુઓ, ભિક્ષૂકો નિવાસ અને અધ્યયન કરે તેને બોદ્ધ મઠ કે વિહાર કહેવાય છે.


ઈલોરાની ગુફાઓની વિશિષ્ટતા જણાવો.

Hide | Show

જવાબ :

  • અહી કુલ 34 ગુફાઓ આવેલી છે.
  • અહી એકબીજાથી જુદા એવા ગુફાઓના ત્રણ સમૂહ આવેલા છે.
  • જે પૈકી 1 થી 12 નંબરની ગુફાઓ બોદ્ધ ધર્મનો તથા 13 થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મનો તથા ૩૦ થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મનો પ્રચાર કરે છે.
  • આ ગુફાઓનું નિર્માણ ઈ.સ. 600 થી 1000 ના સમયગાળામાં થયેલું છે.


કૈલાશ મંદિર અંગે માહિતી આપો.

Hide | Show

જવાબ :

  • ઈલોરાની ગુફાઓ પૈકી 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે.
એકજ પથ્થરમાંથી કોતરીને તેને બનાવેલું છે. જે 50 મી. લાંબુ, ૩૩ મી. પહોળું અને ૩૦ મી. ઊંચું છે આ તેની ખાસિયત કહી શકાય.  તેના દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની હારમાળાથી આ મંદિરની શોભા અવર્નીય છે.


એલિફન્ટા નામ કેવી રીતે પડ્યું તે જણાવો.

Hide | Show

જવાબ : પથ્થરમાંથી કોતરીને બનાવેલી હાથીની મૂર્તિના કારણે પોર્ટુગીઝોએ આ જગ્યાને એલિફન્ટા નામ આપ્યું હોવાનું મનાય છે.


મહાબલીપુરમનું મહત્વ સમજાવો

Hide | Show

જવાબ :

  • અહી કુલ સાત મંદિરોનું નિર્માણ થયેલું છે. તે પૈકી પાંચ રથ મંદિરો હયાત છે, જયારે બે મંદિરો દરિયામાં વિલીન થઇ ગયા છે.
  • વિષ્ણુની હાસ્યમુદ્રામાં કલાત્મક મૂર્તિ તથા મહીસાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ જોવા લાયક છે.
  • તથા વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યોની સાથે તે પ્રાચીન ભારતનું બંદર પણ હતું.


પટ્ટદકલ મંદિરની વિશિષ્ટતા જણાવો.

Hide | Show

જવાબ :

  • સાતમી આઠમી સદીમાં નિર્માણ પામેલા અહીના મંદિરમાં નગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
  • પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વીરુપાક્ષ (શિવ) નું મંદિર છે.


ખજૂરાહોની વિશિષ્ટતા જણાવો.

Hide | Show

જવાબ : ખજૂરાહોમાં આજે 25 મંદિરો હયાત છે. કેટલાક મંદિરો શૈવ મંદિરો છે, કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. આ મંદિરોમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. અહીની ગ્રેનાઈટથી નિર્માણાધીન શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઇને લીકો મંત્રમુગ્ધ બને છે.


કોણાર્કનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું છે.

Hide | Show

જવાબ : આ મંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં 13 મી સદીમાં કરવામાં આવ્યું હતું.


કોણાર્કનું સૂર્યમંદિરની વિશિષ્ટતા જણાવો.

Hide | Show

જવાબ :

  • આ સૂર્યમંદિરને સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
  • તેને 12 પૈંડા છે. મંદિરના આધારને સુંદરતા આપતા આ પૈંડા વર્ષના ૧૨ મહિનાને પ્રતિબિંબિત કરે છે. જયારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે, જે દિવસના આઠ પ્રહારને દર્શાવે છે.
  • રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે.
  • કાળા પથ્થરોથી આ મંદિરનું નિર્માણ થયું છે, જેથી તે ‘કાળા પેંગોડા’ તરીકે પણ ઓળખાય છે.


કુતુબમિનાર અંગે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

  • કુતુબમીનાર દિલ્હીમાં આવેલા  સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે.
  • તેનું નિર્માણ 12 મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે કરી હતી. જે તેના અવસાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂરું કરાવ્યું હતું.
  • કુતુબમીનાર 72.5 મીટર ઉંચો છે.તેનો ભુતાલનો ઘેરાવો 13.75 મીટર છે. ઉંચાઈ પર જતા તે ઘેરાવો 2.75 મીટર થાય છે.
  • કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવામાં આવેલ છે.
  • તેની પર કુરાનની આયાતો લખવામાં આવી છે.
  • આ કુતુબમીનાર ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઉંચો સ્તંભ મિનાર છે.


હમ્પી વિષે વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ :

  • કર્નાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં હમ્પી આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું.
  • કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં અહી સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તેઓ કલાપ્રેમી હતા.
  • વિજયનગરની સ્થાપત્ય શૈલીમાં વિશાળ પત્થરોને કોતરીને કરવામાં આવેલા સ્તંભો, અને કલાત્મક સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ ,દેવો, યોદ્ધા અને નર્તકી જેવા સુંદર કલાત્મક શિલ્પો વગેરે મુખ્ય છે.
  • હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલમંદિર અને હજારા રામમંદિરનું નિર્માણ થયું હતું.
  • આ ઉપરાંત અહી વીરુપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો આવેલા છે.


હુમાયુના મકબરાનું ટૂંકમાં વર્ણન કરો.

Hide | Show

જવાબ :

  • દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો મુઘલકાળના સાહિત્યનો શ્રેષ્ઠ નમુનો છે.
  • શાહજહાંના પત્ની હમીદાબેગમે હુમાયુના મૃત્યુ બાદ આ મક્બરાનું નિર્માણ કરાવ્યું હતું.
  • ઈરાની શૈલીમાં બનેલા એ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ કુશળતા પૂર્વક કરવામાં આવ્યો છે.


આગ્રાના કિલ્લા વિષે મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ :

  • લાલ પથ્થરોથી આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું તે માટે તેને લાલ કિલ્લો કહે છે.
  • અકબરે ઈ.સ.૧૫૬૫માં આ કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું.
  • આ કિલ્લા પર હિંદુ અને ઈરાની શૈલીની છાપ પડે છે.
  • ૭૦ ફીટ ઉંચી દિવાલ સાથે આ કિલ્લાનો ઘેરાવો દોઢ માઈલનો છે.
  • તેની બનાવટમાં લાલ પથ્થરો કુશળતા પૂર્વક જોડવાને કારણે ક્યાય તિરાડ દેખાતી નથી.
  • આ કિલ્લામાં અકબરે જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું હતું.  જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીની સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
  • શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહી વિતાવ્યા હતા.


દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો અને સ્થળોની યાદી આપો.

Locked Answer

જવાબ :

મંદિરનું નામ સ્થળ
મહાબલીપુરમ મહાબલીપુરમ-તમિલનાડુ
કૈલાશ મંદિર કાંચીપુરમ- તમિલનાડુ
બ્રુહ્દેશ્વર મંદિર તાન્જોર- તમિલનાડુ
વીરુપાક્ષ મંદિર પટ્ટદકલ – કર્ણાટક
પરશુરામેશ્વર મંદિર ભુવનેશ્વર – ઓડીસા


દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોનું રેખાચિત્ર સમજાવો.

Locked Answer

જવાબ :

  • દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા. તે દ્રવિડ શૈલીમાં તૈયાર કરાયા હતા.
  • આ મંદિરમાં પીરામીડ પ્રકારનું ભવન જોવા મળે છે. જેના અનેક માળ હોય છે.
  • તેની ઉપર એક આકર્ષક પથ્થર મુકવામાં આવતો હતો. આ મંદિરનું ચોગાન ખુબ વિશાળ રહેતું હતું.
  • આ પ્રકારે અહીંના મંદિરોનું નિર્માણ કરવામાં આવતું હતું.


ભારતના મહત્વના તીર્થસ્થાનોની માહિતી આપો.

Locked Answer

જવાબ : પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહતું છે. ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લીંગની યાત્રા પ્રચલિત છે. જે પૈકી ચાર ધામમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વર ( તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપૂરી (ઓડીસા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે.ગિરનારની લીલી પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે.


ગુજરાતમાં મંદિરો અને દેરાસરોનો સંસ્કૃતિક વારસો જણાવો.

Locked Answer

જવાબ : ગુજરાતના સંસ્કૃતિક વારસામાં જૈન દેવાલાયોનું વિશિષ્ઠ યોગદાન છે. જે પૈકી પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. જેમાંના કેટલાક દેરોનું નિર્માણ ૧૧ મી સદીમાં થયું છે. ઉત્તર ગુજરાતમાં જૈનસમુદાયનું તારંગા તીર્થ આવેલું છે. અહી તારા માતાનું મંદિર પણ છે. સોમનાથ જીલ્લામાં આવેલું સોમનાથ મંદિર, દ્વારકાનું દ્વારકાધીશ મંદિર સંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે.


પાણીની વ્યવસ્થારૂપે બનેલી વાવની રચના સમજાવો.

Locked Answer

જવાબ : વાવ એ એક પ્રકારનો પગથીયા વાળો કુવો છે. પગથીયાને એક, બે, ત્રણ કે ચાર મુખ અને ત્રણ,     છ, નવ કે બાર મજલા હોય છે. વાવના પ્રકારમાં નંદા ભદ્રા, જયા અને વિજયા વગેરે હોય છે.


ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થાનો જણાવો.   

Hide | Show

જવાબ :

  • ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમતો પાટણમાં સહસ્ત્રલિંગી તળાવ અને રાણીની વાવ આવેલા છે. પાટણથી 26 કી.મી. દુર આવેલ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો મળી આવેલા છે.જે ત્યાના પ્રાચીન મહેલની ભવ્યતાની શાખ પૂરે છે. 
  • આ ઉપરાંત વડનગરમાં નગર કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને તોરણ જોવા લાયક ઐતિહાસિક સ્થળો છે. સાબરકાંઠામાં મેશ્વો નદીના કિનારે આવેલું શામળાજી પ્રાચીન છે. તેની સ્થાપત્ય કલા બેનમૂન છે.


પાટણનું ઐતિહાસિક મહત્વ સમજાવો.

Locked Answer

જવાબ :

  • ઉત્તર ગુજરાતના પાટણમાં પ્રાચીન ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. જેમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ મુખ્ય ગણી શકાય.
  • પાટણમાં ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે.
  • ઈ.સ. 2004માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયેલો છે. પ્રાચીન સમયની જળ વ્યવસ્થાની આ વાવ સુંદર ઝાંખી કરાવે છે.
  • ઈ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
  • આમ, પાટણ ઐતિહાસિક મહત્વ ધરાવતું પૌરાણિક સ્ત્થાપત્યોનું શહેર છે.


ગોવાના દેવળો વિષે માહિતી આપો.

Locked Answer

જવાબ :

  • પોર્ટુગીઝો ભારતમાં પગપેસારો કર્યા બાદ ભારતમાં કેટલીક જગ્યાએકોઠીઓ સ્થાપેલી જે પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી.
  • ગોવા તેમની રાજધાની હતું.તેમની સાથે તેઓ ધર્મગુરુઓને પણ લાવ્યા હતા. પરિણામે ગોવામાં નાના મોટા દેવળોનું નિર્માણ કાર્ય ખૂબ ઝડપથી નિર્માણ પામ્યું હતું.
  • ખ્રિસ્તી સંત ફ્રાન્સીસ ઝેવિયર ભારત આવ્યા હતા તથા તેમણે ગોવાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. શૈક્ષણીક ક્ષેત્રે તેમનું મોટું યોગદાન છે.
  • જુના ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ નામનું દેવળ આવેલું છે. આ દેવળમાં સંત ફ્રાન્સીસનો મૃતદેહ સાચવીને રાખ્યો છે. જે આજે પણ વિકૃત થયો નથી.
આમ, ખ્રિસ્તીઓના ધર્મગુરુઓ એ ગોવામાં અસંખ્ય ચર્ચ અને ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં ખુબ મોટું યોગદાન આપેલું છે. 


ગુજરાતમાં આવેલા વિશ્વવારસાના સ્થળો જણાવો.

Locked Answer

જવાબ :

  • યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાની નોંધણી કરવામાં આવે છે.
  • જે પૈકી ગુજરાતના જુનાગઢના ગીર અભ્યારણને, મોઢેરાના સૂર્યમંદિરને, પાવાગઢના ચાંપાનેર અને પાટણની રાણકી વાવનો સમાવેશ થાય છે.


પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?

Hide | Show

જવાબ : પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને આર્થિક લાભ થાય છે.


”સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ ઉક્તિ કઈ જ્ગ્યાએ લખાયેલી છે ?

Locked Answer

જવાબ : તાજમહેલમાં આવેલ મુમતાજની કબરની મહેરાબ પર આ ઉક્તિ લખાયેલી છે.


અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર કયું મુસ્લિમ સ્થાપત્ય આવેલું છે ?

Locked Answer

જવાબ : અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર ઝૂલતા મિનારા આવેલા છે.


અજંતા-ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજયના ક્યા જિલ્લામાં આવેલી છે ?

Locked Answer

જવાબ : અજંતા-ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજયના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે.


અજંતાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

Locked Answer

જવાબ : અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે.


ખજૂરાહોનાં મંદિરોનું નિર્માણ ક્યાં રાજાઓએ કરાવ્યું હતું ?

Locked Answer

જવાબ : ચંદેલ રાજાઓએ ખજૂરાહોનાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.


બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે અને તેનું નિર્માણ ક્યારે થયું હતું.

Locked Answer

જવાબ : તમિલનાડુ રાજ્યના તાંજોર (થંજાવુર)માં બૃહદેશ્વર મંદિર આવેલું છે. તેનું નિર્માણ ઈ.સ. 1003 થી ઈ.સ. 1010 નાં સમયગાળામાં થયું હતું.


ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે અને તેનું નિર્માણ ક્યારે થયું હતું.

Locked Answer

જવાબ : ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજયના ઔરંગાબાદ પાસે આવેલી છે. તેનું નિર્માણ ઈ.સ. 600 થી ઈ.સ. 1000 દરમ્યાન થયેલું છે.


અજંતાની ગુફાઓને કેટલા ભાગમાં વહેચી શકાય ?

Locked Answer

જવાબ : અજંતાની ગુફાઓને ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ એમ બે ભાગમાં વહેંચી શકાય છે.


અજંતાની ગુફાઓ ક્યા આવેલી છે ?

Locked Answer

જવાબ : અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે.


“ઐતિહાસિક નગરી” તરીકે અમદાવાદની ઓળખ કરો.

Locked Answer

જવાબ :

  • અમદાવાદ શહેરની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે પણ કરી શકાય છે.
  • કારણ કે, અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવા લાયક સ્થાપત્યો છે.
  • સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે. ઉપરાંત અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક રચનાને કારણે સીદી સૈયદની જાળી માટે પ્રખ્યાત છે.
  • આમ, અમદાવાદ શહેરને ઐતિહાસિક નગરી કહેવું અતિશયોક્તિ નહી ગણાય.


જુનાગઢ અંગે ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ :

  • જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. આ ઉપરાંત ખાપરા કોડિયાની બોદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિર, દામોદર કુંડ, અડીકડીની વાવ, જુનો રાજમહેલ, નવધણ કુવો, બહાઉદ્દિન કબર વગેરે આવેલા છે.
  • મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.


લોથલ વિશે ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ : લોથલ સિંધુ સભ્યતાનું નગર હતું. લોથલ અમદાવાદ ભાવનગર હાઇવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે.

  • પ્રાચીન સમયમાં લોથલ વેપાર અને વાણીજ્યોથી ધીકતું હોવાના અવશેષો છે.
  • આ ઉપરાંત લોથલ સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર પણ હોવાનું જાણવા મળ્યું છે.


ધોળાવીરા વિષે ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ :

  • ધોળાવીરા સિંધુ સભ્યતાનું નગર હતું.  
  • ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણીજ્યના કેન્દ્ર તરીકે જાણીતું બન્યું હતું.
  • લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા આં નગરમાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે.


ચાંપાનેર વિષે ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ :

  • ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગમ વસેલું છે.
  • મહેમુદ બેગડાએ ચાંપાનેર જીત્યા બાદ તેને પોતાની રાજધાની બનાવી હતી. ઉપરાંત તેને મુહમ્મદાબાદ નામ પણ આપ્યું હતું.
  • ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ, અને ઐતિહાસિક કિલ્લો પણ આવેલા છે.
  • ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લઈને યુનેસ્કો દ્વારા તેને ઈ.સ.2004 માં તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં તેનો સમાવેશ કરેલો છે.


ગોવા વિશે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ :

  • પોર્ટુગીઝોની  સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા.
  • ગોવા પોર્ટુગીઝોની રાજધાનીનું શહેર હતું. ગોવામાં બેસાલીકા ઓફ બોમ જીસસ કે બેસાલીકા ઓફ ગૂડ જીસસદેવળ જુના ગોવામાં આવેલા છે.
  • અહી સેન્ટ ફ્રાન્સીસઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણા વર્ષો પછી પણ તેમનો પાર્થિવ દેહ વિકૃત થયો નથી.
  • આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ આવેલા છે. ગોવા તેના દરિયા કિનારા માટે પણ જાણીતું છે.


ફતેહપુર સિકરીના અન્ય સ્થાપત્યો વિશે ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ :

  • ફતેહપુર સિકરીમાં ઈ.સ.૧૫૬૯ થી શરુ કરીને ૧૫૭૨ સુધી ઘણી ઈમારતોનું બાંધકામ થયું હતું.
  • તે પૈકી સિકરીની  ઈમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે.
  • આ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને ૫૦ મીટર ઉંચો છે.
  • ફતેહપુર સીકરીની બીજી જાણીતી ઈમારતોમાં જોધાબાઈ નો મહેલ પાંચ મહેલ, શેખ સલીમ ચીસ્તીનો મકબરો, દિવાન -એ- આમ, દિવાન-એ-ખાસ,અને જ્યોતિષ મહેલ મુખ્ય છે.


બુલંદ દરવાજાના સ્થાપત્ય વિશે ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ : ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો અહીનું શ્રેષ્ઠ સ્થાપત્ય છે. તેની પહોળાઈ 41 મીટર અને ઉંચાઈ ૫૦ મીટર છે.


દિલ્હીના લાલકિલ્લાની અંદરના સ્થાપત્ય વશે જણાવો.

Hide | Show

જવાબ :

  • આ કિલ્લાની અંદર શાહજહાંએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું. ઉપરાંત તેમાં દિવાન-એ –આમ, દિવાન-એ-ખાસ, રંગમહેલ જેવી મનોહર ઈમારતો લાલ કિલ્લાની અન્ય ઈમારતોમાં રંગમહેલ,  મુમતાઝનો શીશમહેલ,  લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણનો સમાવેશ થયો છે.
  • આ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિરશાહ પોતાની સાથે ઈરાન લઇ ગયો હતો.
  • લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઈમારતોમાં સ્થાન ધરાવે છે.
  • દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારના પ્રસંગે  આ કિલ્લા પરથી ધ્વજ વંદન કરવામાં આવે છે.


તાજમહેલના સ્થાપત્ય વિષે ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ :

  • ઈ.સ.૧૬૩૧માં તાજમહેલ બાંધવાની શરૂઆત થઇ હતી જે ૨૨ વર્ષ બાદ ઈ.સ. ૧૬૫૩માં પૂર્ણ થયું હતું.
  • તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન શિલ્પીઓને રોક્યા હતા.
  • તાજમહેલની સંપૂર્ણ ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે.
  • તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે. તેની ચારેબાજુ ખુબજ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે.
  • તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે. “ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
  • તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે.
  • દેશવિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ નિત્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.


હમ્પીના શાસકો અને સ્થાપત્ય અંગે જણાવો.

Hide | Show

જવાબ :

  • કૃષ્ણદેવ્રાય પ્રથમના સમયમાં અહી સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તેઓ કલાપ્રેમી હતા.
  • વિજયનગરની સ્થાપત્ય શૈલીમાં વિશાળ પત્થરોને કોતરીને કરવામાં આવેલા સ્તંભો, અને કલાત્મક સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ ,દેવો, યોદ્ધા અને નર્તકી જેવા સુંદર કલાત્મક શિલ્પો વગેરે મુખ્ય છે.
  • હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલમંદિર અને હજાર રામમંદિરનું નિર્માણ થયું હતું.
  • આ ઉપરાંત અહી વીરુપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો આવેલા છે.


કુતુબમિનાર અંગે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

  • કુતુબમીનાર 72.5 મીટર ઉંચો છે.તેનો ભુતાલનો ઘેરાવો 13.75 મીટર છે. ઉંચાઈ પર જતા તે ઘેરાવો 2.75 મીટર થાય છે.
  • કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવામાં આવેલ છે.
  • તેની પર કુરાનની આયાતો લખવામાં આવી છે.
  • તે પથ્થરમાંથી બનેલ


ફતેહપુર સિકરી વિશે સમજાવો.

Hide | Show

જવાબ :

  • ઉત્તર પ્રદેશમાં આગ્રાથી 25 માઈલ દુર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ સહેર વસાવ્યું હતું, તથા પોતાની રાજધાની બનાવી હતી
  • સિકરીની  ઈમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે.
  • આ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને ૫૦ મીટર ઉંચો છે.
  • ફતેહપુર સીકરીની બીજી જાણીતી ઈમારતોમાં જોધાબાઈ નો મહેલ પાંચ મહેલ, શેખ સલીમ ચીસ્તીનો મકબરો, દિવાન -એ- આમ, દિવાન-એ-ખાસ,અને જ્યોતિષ મહેલ મુખ્ય છે.


સમગ્ર ગુજરાતના સંસ્કૃતિક વારસાના સ્થળો વિષે મુદ્દાસર જણાવો.

Hide | Show

જવાબ : ગુજરાતમાં આવેલા સંસ્કૃતિક વારસાના સ્થળો નીચે મુજબ છે.

  1. લોથલ અને ધોળાવીરા :
  • સિંધુખીણની સભ્યતાના અવશેષોમાં આ બંને નગરો મળી આવ્યા છે. જે પૈકી લોથલ અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઇવે પાસે આવેલું પુરાતત્વીય નગર છે.
  • પ્રાચીન સમયમાં તે વેપાર વાણીજ્યથી ધમધમતું હશે એવું ત્યાં આવેલા બંદર પરથી અનુમાન લગાવી શકાય છે.
  • ધોળાવીરા ગુજરાતના કચ્છમાં ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે.તે તેની આદર્શ નગર રચના અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણીજ્યના કેન્દ્ર માટે વિખ્યાત હતું.આશરે ૫૦૦૦ વર્ષ પહેલા અહી ઘરેણા અને મણકા બનાવવાના કેન્દ્રો હતા.
  1. અમદાવાદ:
  • અમદાવાદને ગુજરાતનું સંસ્કૃતિક વારસાનું કે ઐતિહાસિક શહેર કહી શકાય.
  • પહેલા તે ગુજરાતની રાજધાનીનું શહેર હતું.
  • અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવા લાયક સ્થાપત્યો છે.
  • સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે. ઉપરાંત અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક રચનાને કારણે સીદી સૈયદની જાળી માટે પ્રખ્યાત છે.
  1. પાટણ:
  • ઉત્તર ગુજરાતના પાટણમાં પ્રાચીન ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. જેમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ મુખ્ય ગણી શકાય.
  • પાટણમાં ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે.
  • ઈ.સ. 2004માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયેલો છે. પ્રાચીન સમયની જળ વ્યવસ્થાની આ વાવ સુંદર ઝાંખી કરાવે છે.
  • ઈ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
  • આમ, પાટણ ઐતિહાસિક મહત્વ ધરાવતું પૌરાણિક સ્ત્થાપત્યોનું શહેર છે.
  1. સિધ્ધપુર:
  • પાટણથી 25 કી.મી.દુર આવેલા સિધ્ધપૂરમાં રુદ્રમહાલય એક સંસ્કૃતિક જોવાલાયક સ્થાપત્ય છે.
  • રુદ્રમહાલયના ખંડેર થયેલા અવશેષો તેની ભૂતકાળની ભવ્યતાની ઝાંખી કરાવે છે.
  1. સંસ્કૃતિક વારસાના વધુ સ્થળો:
  • વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવા લાયક સ્થાપત્યો છે.
  • મેશ્વોનદી કિનારે અરવલ્લી જીલ્લામાં આવેલું શામળાજી મંદિર પ્રાચીન યાત્રાધામ છે.
  • શામળાજી નજીક દેવની મોરી, જુનાગઢ ગિરનારમાં ઇટવા વગેરે સ્થળોથી બોદ્ધ સ્તુપના અવશેષો પ્રાપ્ત થયા છે.
  • ગાંધીનગર પાસે અડલજની વાવ, અસારવા – અમદાવાદમાં દાદા હરિની વાવ, પાટણની રાણીની વાવ જુનાગઢની અડી કડીની વાવ તેમજ નડિયાદ, ઉમરેઠ, કપડવંજ વગેરે સ્થળે વાવ સ્થાપત્યો આવેલા છે.
  • આમ, સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારતીય સંસ્કૃતિના વારસાના સ્થાપત્યો આવેલા છે.


લાલકિલ્લા વિષે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

  • લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે. શાહજહાંએ ઈ.સ. ૧૬૩૮માં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
  • આ કિલ્લાનું બાંધકામ લાલ પથ્થરોમાંથી થયેલ છે. પોતાના નામથી આ કિલ્લામાં શાહજહાં એ શાજહાનાબાદ વસાવ્યું હતું.
  • આ કિલ્લામાં દીવાન- એ –આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઈમારતો બંધાવી હતી.          
  •  દીવાન-એ-ખાસ અન્ય ઈમારતોમાં વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, પથ્થરોનો બેજોડ સમન્વય થયો છે.
  • લાલ કિલ્લાની અન્ય ઈમારતોમાં રંગમહેલ,  મુમતાઝનો શીશમહેલ,  લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણનો સમાવેશ થયો છે.
  • આ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિરશાહ પોતાની સાથે ઈરાન લઇ ગયો હતો.
  • લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઈમારતોમાં સ્થાન ધરાવે છે.
  • દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારના પ્રસંગે  આ કિલ્લા પરથી ધ્વજ વંદન કરવામાં આવે છે.


તાજમહેલ વિષે વિસ્તૃત માહિતી આપો.

Hide | Show

જવાબ :

  • ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીને કિનારે તાજમહેલ આવેલ છે.
  • તે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે.
  • શાહજહાંએ તેની બેગમ મુમતાજ મહાલની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું.
  • ઈ.સ.૧૬૩૧માં તાજમહેલ બાંધવાની શરૂઆત થઇ હતી જે ૨૨ વર્ષ બાદ ઈ.સ. ૧૬૫૩માં પૂર્ણ થયું હતું.
  • તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન શિલ્પીઓને રોક્યા હતા.
  • સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે.
  • તાજમહેલની સંપૂર્ણ ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે.
  • તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે. તેની ચારેબાજુ ખુબજ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે.
  • તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે. “ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
  • તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે.
  • દેશવિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ નિત્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.


ઈલોરાની ગુફાઓ વિષે સવિસ્તાર સમજાવો.

Hide | Show

જવાબ : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓ આવેલી છે. અહી કુલ 34 ગુફાઓ આવેલી છે.  અહી એક બીજાથી  જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે.જે પૈકી એકથી 12 નંબરની ગુફાઓ બોદ્ધધર્મને લગતી ગુફાઓ છે, 13 થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મને લગતી ગુફાઓ છે. તથા ૩૦ થી 34 નંબરની ગુફાઓ જૈનધર્મને લગતી છે.

  • રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. તેમાં 16 નંબરની ગુફાઓમાં કૈલાશ મંદિર આવેલું છે. એકજ પથ્થરમાંથી કોતરીને તેને બનાવેલું છે. જે 50 મી. લાંબુ, ૩૩ મી. પહોળું અને ૩૦ મી. ઊંચું છે આ તેની ખાસિયત કહી શકાય.  તેના દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની હારમાળાથી આ મંદિરની શોભા અવર્નીય છે.
  • દુર્ગમ પહાડો વચ્ચે આ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓનો નિર્માણનો સમય ઈ.સ. 600 થી ઈ.સ 1૦૦૦ નો મનાય છે. તથા તે ભારતીય સભ્યતાનું જીવંત ઉદાહરણ છે.
  • ઈલોરા પરિસર બોદ્ધ, હિંદુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન છે. તે અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ છે તેમજ ભારતના પ્રાચીન સ્થાપત્ય અને ધૈર્યવાન ચારિત્ર્યનો પરિચય આપે છે.


અજંતાની ગુફાઓ વિષે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જીલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહયાદ્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળના આકારે અહી કુલ 29 ગુફાઓ બનાવાયી છે. વાસ્તુકલાની દ્રષ્ટીએ અજંતાની ગુફાઓ મહત્વની છે.

અહીની  આ ગુફાઓને બે વિભાગમાં વહેંચી શકાય.

  1. ચિત્રકલા આધારિત ગુફાઓ
  2. શિલ્પકલા આધારિત ગુફાઓ
ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી ૧,૨,૧૦,૧૬, અને ૧૭, નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ ચિત્રોમાં મુખ્ય વિષય અને સમજ બુદ્ધધર્મ વિશે છે.

અજંતાની ગુફાના બે પ્રકાર પડી શકાય.

  1. ચૈત્ય
  2. વિહાર
૯,૧૦,૧૯,૨૬ અને ૨૯ નંબરની ગુફાઓ ચૈત્ય છે. જયારે    બાકીની ગુફાઓ વિહાર છે.

એક સમયે આ ગુફાઓ ભુલાઈ ચુકી હતી પરંતુ તેને ઈ.સ. ૧૮૧૯માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુન: સંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. માનવીય હસ્તક્ષેપને કારણે અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકશાન થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.


કોણાર્કના સૂર્યમંદિર વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ :                 ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડાં છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતાં આ પૈડાં વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે.

                જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.


હમ્પી નગરની સ્થાપત્યકલાનો પરિચય આપો.

Locked Answer

જવાબ : હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પર્હોચી.

                વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા નર્તકી વગેરેનાં ઘણાં સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલાં છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિરનું નિર્માણ થયું. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયનાં મંદિરો પણ આવેલાં છે.


ગોવાનાં દેવળો વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ : પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલીકા ઑફ બોમ જીસસ કે બેસાલીકા ઑફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણાં વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ (દેવળ) આવેલાં છે. તેમ જ ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે પણ જાણીતું છે.


ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ : ગુજરાત શિલ્પ-સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે.

ધોળાવીરા અને લોથલ :

ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે.

લોથલ અમદાવાદ-ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીક્તું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.

જૂનાગઢ :

જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુકાઓ ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મહાબતખાનનો મકબરો, બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.

અમદાવાદ :

અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સીપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહનાં દેરાં, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે. સારંગપુર દરવાજા બહાર રાજપુર-ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે.

 

પાટણ (ઉત્તર ગુજરાત) :

પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિમી દૂર આવેલ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલયનાં ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. ભીમદેવ પહેલાનાં રાણી ઉદયમતિએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું જેને આજે રાણીની વાવ કહે છે.

ઈ.સ. 2014 માં યુનસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી. પાટણમાં ઈ.સ. 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું.

આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થળો છે. પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યાં છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. તેની સ્થાપત્ય કલા બેનમૂન છે.

ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું. એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઈટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થયા છે. એ ઉપરાંત બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલિડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલાં છે.

ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડી કડીની વાવ, ઉપરાંત નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી (મહીસાગર જિલ્લો) વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે. એમાંથી કેટલાંક દેરાંઓનુ નિર્માણ 11મી સદીમાં થયું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. અહીં તારામાતાનું મંદિર પણ છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય એતિહાસિક વારસો ધરાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ નથી. આ સિવાય અન્ય સ્થળો પણ છે, એ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે.


પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સ્પષ્ટ કરો.

Locked Answer

જવાબ : પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે. ભારતનાં ચાર ધામ યાત્રા અને બાર જર્યોતિલિંગની યાત્રા પ્રચલિત છે. ચારધામમાં બદ્રીનાથ (ઉતરાખંડ), રામેશ્વરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), અને જગન્નાથપુરી (ઓડિશા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે.

ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજજ અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ, ભારતનાં સાંસ્કુતિક વારસાનાં સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્યકલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે.

યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં 32 જેટલાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળો સમાવિષ્ટ કર્યાં છે.


There are No Content Availble For this Chapter

યોગ્ય જોડકા જોડો :

1) મહાબલીપુરમ                   A અમદાવાદ 
2) રાણી સિપ્રીની મસ્જિદ         B સીદી સૈયદની જાળી 
3) વાનસ્પતિક ભૌમિતિક રચના   C ઝુલતા મિનારા 
4)  ગોમતીપુર                     D અમદાવાદ

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
૩) -  B
4) - C

યોગ્ય જોડકા જોડો :

1)  કૈલાશ મંદિર                         A બોધ્ધ સ્તૂપ 
2) ગિરનારની તળેટી                   B ગુફા સ્થાપત્યો 
3) તળાજા, સાણા, ઢાંક, કડિયા ડુંગર   C રુદ્ર મહાલય 
4) સિદ્ધપુર                             D કાંચીપુરમ – તમિલનાડુ

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
3) -  B
4) - C

યોગ્ય જોડકા જોડો :

1) પ્રાચીન યાત્રા સ્થળ   A રાણીની વાવ 
2) વિરુપાક્ષ મંદિર             B શામળાજી મંદિર 
3) સિધ્ધરાજ જયસિહ         C પટ્ટદકલ કર્ણાટક 
4) રાણી ઉદયમતી             D સહસ્ત્રલિંગ તળાવ

 

Hide | Show

જવાબ :

1) – B
2) -  C
3) -  C
4) - A

યોગ્ય જોડકા જોડો :

1)  દક્ષિણ ભારતના મંદિરો   A કાંચીપુરમ - તામિલનાડુ 
2) વૈકુંઠ પેરુમાળ મંદિર     B અડીકડીની વાવ
3) જુનાગઢ                 C  વાવ
4) પગથિયા વાળો કુવો     D દ્રવિડ શૈલી

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
3) -  B
4) - C

યોગ્ય જોડકા જોડો :

1)  ઘોડાની નાળ આકારની 29 ગુફાઓ       A 13 થી 29 નંબર 
2) કુલ 34 ગુફાઓ                         B અજંતાની ગુફાઓ 
3) બોદ્ધ ધર્મને લગતી ગુફાઓ             C ઈલોરાની ગુફાઓ
4) હિંદુ ધર્મને લગતી ગુફાઓ             D 13 થી 29 નંબરની

 

Hide | Show

જવાબ :

1) – B
2) -  C
3) -  D
4) - A

યોગ્ય જોડકા જોડો :

1) એલીફન્ટાની ગુફાઓ                       A અજંતાની ગુફાઓ
2) કેપ્ટન જ્હોન સ્મિથ                       B હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ 
3) રાષ્ટ્રકૂટ રાજાઓનો સમયગાળો           C ચૈત્ય 
4)  બોદ્ધ સાધુઓની પ્રાથનાનું સ્થળ         D કુલ સંખ્યા 7

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
3) -  B
4) - C

યોગ્ય જોડકા જોડો :

1)  બોધ્ધ, હિંદુ, જૈન ધર્મને લગતી ગુફાઓ           A અજંતાની ગુફાઓ
2) ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલાનો સુમેળ     B ૯,૧૦, 1૯, ૨૬, ૨૯
3) અજંતાની ચૈત્ય ગુફાઓના નંબરો                 C ૧, ૨, ૧૦, ૧૬, ૧૭
4)  અજંતાની ભીતચિત્રો આધારિત ગુફાના નંબરો   D ઈલોરાની ગુફાઓ.

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
3) -  B
4) - C

Download PDF

Take a Test

Choose your Test :

ભારતનાં સાંસ્કૃતિક વારસાના સ્થળો

ઇતિહાસ
ભારતનાં પ્રાકૃતિક વારસાના સ્થળો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.