GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ફુગાવારૂપી અને પોષણરૂપ ભાવ કોને કહેવાય?

Hide | Show

જવાબ : ભારતની ઘણી આર્થિક સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવવધારો કહેવાય છે. જયારે સ્થિરતા સાથે ભાવ વધારો થાય તેને અર્થતંત્રમાટે ઉપયોગી ભાવ વધારો કહેવાય છે.


આર્થિક વિકાસમાં સ્થિરતા સાથેના ભાવ વધારાની ભૂમિકા સમજાવો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે સ્થિરતા સાથેનો ભાવ વધારો થાય છે ત્યારે યોજકો કે ઉત્પાદકોનો નફો વધતો હોય છે. આવા નફારૂપી અણધાર્યા લાભથી તેમણે નવા નવા ઉત્પાદકીય સાહસો શરુ કરવાની તક મળે છે. શરુ કરેલા ઉત્પાદનોનો ખર્ચ મળતા ભાવ વધારાના ખર્ચની સામે ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. પરિણામે તેને મૂડી રોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. આમ થવાથી ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે છે. ઉત્પાદન વધે છે તેમજ રોજગારી વધે છે. અને ઉત્પાદકો, યોજકો કે વેપારીઓની આવક વધે છે.      વધેલી આવક માંથી તેઓ પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થાય છે, જયારે ચીજ વસ્તુઓના વપરાશની પાછળ નાણાં ખર્ચવાથી તેઓનું જીવન ધોરણ ઊંચું આવે છે તથા આર્થિક વિકાસની ગતિ વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે અથવા આર્થિક વિકાસની પૂર્વ ભૂમિકા છે.


ભાવ વધારો હંમેશા ફુગાવાજન્ય હોતો નથી. આ વાક્યનો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટેલો જોવા મળે છે. આમ, જયારે ફુગાવાનો દર ઘટેલો હોય છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજ વસ્તુ કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા મળે છે અને તે સમયે અન્ય ક્ષેત્રમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે.માટે કહી શકાય કે ભાવ વધારો હંમેશા ફુગાવાજન્ય પરિસ્થિતિ ઉભી કરતો નથી.


ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભાવ વધારાની શી અસર થાય છે?

Hide | Show

જવાબ : ભાવ વધારાથી દેશનું અર્થતંત્ર આડું અવળું બની જાય છે. તેમાંય ગરીબ અને માધ્યમ વર્ગીય પરિવારો પર તેની વધુમાં વધુ અસર વર્તાય છે આવા લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે. તેઓ ચોરી, લુંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહવેપાર, નફાખોરી, કાળાબજાર આત્મહત્યા વગેરે અપનાવતા વિચાર કરતા નથી. આમ ભાવ વધારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અભિશાપ છે.


ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો જણાવો.

Hide | Show

જવાબ : ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં “ ગ્રાહક સુરક્ષા અધિનિયમ – ૧૯૮૬” એક સીમાચિહ્ન રૂપ અને લોકોઉપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે.


કેવી સેવાઓ કાનૂની રક્ષણને પાત્ર નથી તે સમજાવો.

Hide | Show

જવાબ : કોઈ પણ વ્યક્તિ ખરીદેલો માલ ફરી વેચવા માંગતો હોય અને તે માલ કે સેવા વિના મુલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર પ્રમાણે પૂરી પાડવામાં આવતી હોય, તો ધંધાકીય અને વાણીજ્ય હેતુ આવી સેવાઓનો કાયદામાં સમાવેશ થતો નથી.


કેવી પરિસ્થિતિમાં ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે?

Hide | Show

જવાબ : કાયદાકીય જોગવાઈ મુજબ માલ કે સેવાનો ગુણવત્તાનો પ્રકાર કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ, સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે.


ગ્રાહક શિક્ષણથી  ગ્રાહક જાગૃત્તિમાં વધારો કેવી રીતે કરી શકાય ?

Hide | Show

જવાબ : ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિ ના તમામ કાર્યક્રમો ,ઝૂંબેશો , ગ્રાહકમડંળો દ્વારા યોજાતી કાર્યશિબિરો,પરીસવાંદો,સેમિનાર , વગેરે માં ઉત્સાહ ભર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષા  ક્ષેત્રે જાગૃતિ લાવવાં યથાશક્તિ મદદ કરવી જોઇએ.


અન્યાયનો  ભોગ બનેલા ગ્રાહક ને કેવી રીતે ન્યાય મેળવવા જાગૃત કરી શકાય ?

Hide | Show

જવાબ : સેવાઓની ઊણપ અને બેદરકારીથી શારીરિક, માનસિક, નુકશાન થાય છે. તેમાં  અન્યાયનો ભોગ બનેલા ગ્રાહકોને તેઓ જાતે ગ્રાહકફોરમમા  ફરીયાદ કરે કે ગ્રાહક મડંળો દ્વારા ફરીયાદ કરવા સમજાવવા જોઇએ.  આ ઉપરાંત જે ગ્રાહકોને ન્યાય અને  વળતર મળેલુ હોયતેમના ચુકાદાની નકલોની ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવી મળેલા ન્યાય અને   વળતરની અને અન્ય ગ્રાહકોને ખાત્રી અપાવવી જોઇએ. જેને અન્યાય થયો છે તે વિગતો પણ  સ્થાનિક ચેનલો તથા વર્તમાનપત્રોમાં  છપાવી શકાય.આમ અન્યાય નો ભોગ બનેલા ગ્રાહકોને ન્યાય મેળવવા પ્રોત્સાહિત કરી શકાય.


વજનકાંટો, તોલમાપન માપિયાં,  ઇલેક્ટ્રોનિક્સ યંત્રોવગેરેની છેતરપિંડી થી કેવી રીતે બચી શકાય છે?

Hide | Show

જવાબ : સૌપ્રથમ ગ્રાહકે ઉપરોક્ત સાધનોનુ કામ બરાબર છે કે નહીં તેની ચોકસાઈ કરવી જોઈએ, આ પ્રકારના સાઘનોને કાનુની  માપ વિજ્ઞાનના અધિકારિઓ દર વર્ષે ખરાઈ કરીને તેનુ સર્ટિફિકેટ આપતા હોય છે.દરેકે આ સાધનો નો ઉપયોગ થાય તે પહેલા ખરાઈસર્ટીને જોવુ જોઈએ . અને તેમા ગેરરીતિ જણાય તો નિયામક ગ્રાહક બાબતો ની કચેરીમા આ અંગે જાણ કરવી જોઈએ.આમ આપણે આપણા હક્કોનુ રક્ષણ કરી શકીએ છીએ.


ગ્રાહકો પોતે પોતાની હક્કોની લડાઈમાં કેવી ભુમિકા ભજવી શકે છે?

Hide | Show

જવાબ : ગ્રાહકો ભેગા મળીને બિનરાજકિય અને બિનઘઘાંકિય ધોરણે સ્વૈચ્છિક ગ્રાહક મડંળોની રચના કરી શકે ,ફરીયાદના નિકાલ માટે સંગઠનો રચી શકે, આ ઉપરાંત સરકારની ગ્રાહક સબંઘી વિવિધ સમિતિઓમાં પોતાનું પ્રતિનિત્વ  ઉઠાવવાની માગંણી  પણ કરી શકે છે. આમ ગ્રાહક પોતાના હકોની લડાઈમાં પોતે ભુમિકા ભજવી શકે છે.


ગ્રાહકે ચીજવસ્તુઓની ગુણવત્તા સબંઘી કઈ બાબતોનુ ઘ્યાન રાખવું જોઇએ?

Hide | Show

જવાબ : ગ્રાહકે વસ્તુઓની ખરીદી મા માલની ગુણવત્તા અને સલામતિના ઘોરણમા કોઈ પ્રકારની બાઘંછોડ ના કરવી જોઇએ,તેણે ખરીદી કરતી વખતે તેનું ચેકીંગ,કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, બેચ નંબર,નેટ વજન અંતિમ તિથી, ઉત્પાદક નુ નામ, સરનામું વગેરે જોઇને પછીજ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.


ગ્રાહક ખરીદીમાં ચીજવસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કેવી રીતે કરી શકે છે?

Hide | Show

જવાબ : ગ્રાહકે ખરીદી મા ગુણવત્તા,વ્યાજબી ભાવ ગેરન્ટી કે વોરંટી, વેચાણ પછીની સેવા, BIS અથવા ISI એગમાર્ક જેવા ગુણવત્તા ના માનક ચિહ્નો વાળીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે,વિજળી કે ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ની ખરીદીમાં સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નેમ વાળી વસ્તુઓને પ્રાથમિકતા આપીને ગ્રાહક છેતરપિંડી થી બચી શકે છે અને સાચી પસંદગી કરી શકે છે.


ગ્રાહકને શિક્ષણ મેળવવાના અધિકાર થી શું ફાયદો થાય છે?

Hide | Show

જવાબ : આ અધિકાર ગ્રાહકોને માહિતી સભર,તમામ જાણકારી સાથે નો સાચો ગ્રાહક બનાવે છે,તેનામા જ્ઞાન,ચતુરાઈ,ધૈર્ય,અને કૌશલ નો વઘારો થાય છે  શાળાઓના શિક્ષણમાં આ પ્રકારના અભ્યાસક્રમમાંથી વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ અંગેની ચર્ચાસભા કરવાથી પ્રદર્શનો અને વાર્તાલાપ કરવાથી કાર્ય શિબિરો અને ગ્રાહક શિક્ષણની તાલીમની વ્યવસ્થા વગેરે પ્રકારના આયોજનોથી તે જાગૃત ગ્રાહક બને છે અને આ તમામ બાબતોમાં ગ્રાહક શિક્ષણ જ મદદરૂપ બની શકે છે.


ગ્રાહકનો વળતર માંગવાનો અધિકાર કેવી રીતે ફાયદારૂપ છે ?

Hide | Show

જવાબ : ગ્રાહકને જ્યારે માલ કે સેવાની નુકસાનીમાં વળતર લેવાનું થાય ત્યારે તે માલ ને બદલાવી શકે છે, માલ પાછો આપી પૈસા પરત લઇ શકે છે ,વસ્તુનો સમારકામ કે રીપેરીંગ ચાર્જ લીધા વિના કરી શકે છે, આમ ગ્રાહક એકથી વધુ વળતર લઈ શકે છે.


કેવા પ્રકારની માહિતી માંગવાનો અધિકાર ગ્રાહકોને મળેલો છે? અને તે ક્યાંથી મળે છે?

Hide | Show

જવાબ : ગ્રાહક માલ અને સેવા અને ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે માહિતી માંગી શકે છે લગભગ આ માહિતી તેને  પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેરખબરો, અને અહેવાલો પરથી મળી શકે છે.


ગ્રાહક રક્ષણ અને સલામતી ના અધિકારનો ઉપયોગ કેવી પરિસ્થિતિમાં કરે છે

Hide | Show

જવાબ : જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓ થી ગ્રાહકના જાન સામે જોખમ હોય તથા આરોગ્ય માટે હાનિકારક હોય તેની સામે તે રક્ષણ અને સલામતી મેળવી શકે છે.


ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામુ કોણે ક્યારેય બહાર પાડ્યું હતું  ?

Hide | Show

જવાબ : કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન તા. ૧૫ માર્ચ ૧૯૭૪ ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામુ બહાર પાડયું હતું.


અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેંકલીન કેનેડીએ સંસદમાં ક્યારે શું જાહેરાત કરી હતી ?

Hide | Show

જવાબ : અમેરિકન પ્રમુખ જ્હોન  ફ્રેન્કલીન કેનેડીએ 15 માર્ચ ૧૯૬૨ ના રોજ અમેરિકાની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાણ કરી અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતી નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી.


વિશ્વમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે? કેમ ઉજવાય છે ?

Hide | Show

જવાબ : ૧૫મી માર્ચ ૧૯૮૭૩ના રોજ આંતરરાષ્ટ્રીય સંગઠન "કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ" દ્વારા ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની યાદી માં વિશ્વમાં ૧૫મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે.


યુનો દ્વારા ગ્રાહકોના આઠ મૂળભૂત અધિકારો ઘોષિત ક્યારે કરવામાં આવ્યા હતા?

Hide | Show

જવાબ : સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)  દ્વારા તેમની તા. ૧૬મી એપ્રિલ ૧૯૮૫  ની સભામાં "યુનાઇટેડ નેશન્સ ગાઇડ લાઇન ફોર કન્ઝયુમર્સ પ્રોટેકશન"  ના ખરડામાં ગ્રાહકોના આઠ મૂળભૂત અધિકારો ઘોષિત કરવામાં આવ્યા હતા.


ભારતીય સંસદ માં કયો કાયદો ઘડાયો હતો જેની યાદમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે ?

Hide | Show

જવાબ : સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) ની ભલામણથી ભારતીય સંસદે "રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ - ૧૯૮૬" ઘડ્યો હતો જેને રાષ્ટ્રપતિએ  ૨૪ ડિસેમ્બર ૧૯૮૬ ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી જેથી ભારતમાં દર વર્ષે ૨૪ ડિસેમ્બર ને "રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન" તરીકે ઉજવવામાં આવે છે .


ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી ક્યારથી હાથ ધરી હતી ?

Hide | Show

જવાબ : ગુજરાત સરકારે તારીખ ૧૮ મી ફેબ્રુઆરી ૧૯૮૮ ના રોજ "ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો ૧૯૮૮ અમલમાં મૂકયા હતા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં તે દિવસથી હાથ ધરવામાં આવી હતી.


ભારતમાં ક્યારથી ગ્રાહકોના રક્ષણ  અંગેની જાગૃતિ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : સૌપ્રથમ ગ્રાહકોના રક્ષણ અને હિતો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરતા દુરાચાર અને શોષણ નો ઉલ્લેખ છે. જેમાં તોલમાપ, ભેળસેળ, અને બનાવટ ,જેવી ગુનાહિત વેપારી રીતરસમ માટે દંડ શિક્ષા કરવાની જોગવાઈ નો ઉલ્લેખ જોવામાં આવે છે. આમ ભારતમાં ગ્રાહકોના રક્ષણ અંગેની જાગૃતિ જોવા મળે છે.


ગ્રાહક મંડળો( ગ્રાહક સુરક્ષા પરિષદો) વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : ગ્રાહક મંડળ ના અધિનિયમ હેઠળ તાલુક, જિલ્લા રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્ય મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ મંડળો કે પરિષદ બિનરાજકીય, અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે સ્થાપવામાં આવેલ ગ્રાહક મંડળો છે.       આવા ગ્રાહક મંડળનો હેતુ ગ્રાહકોને તેના અધિકારો અંગે જાગૃતિ અને પ્રોત્સાહન આપવાનો, અને તેમના હક્કો અને સુરક્ષા માટેની નીતિઓ ના ઘડતરમાં સરકારને મદદ કરી તેમાં સરકારને સુધારા-વધારા માટે જરૂરી સુચનો કરે છે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ માટેના શિક્ષણ પણ આપે છે. જેમાં ગ્રાહકોને અધિકારો, ફરજો, વિવિધ કાયદેસર ની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પણ આપે છે. આ સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇનસાઇટ,ઘી કન્ઝ્યુમર, ગ્રાહકમંચ, જેવા માસીક ,દ્વિમાસિકમેગેઝિનો, કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનુ કામ કરે છે. અને ગ્રાહકોની ફરિયાદનું  નિરાકરણ લાવવામાં પણ મદદરૂપ થાય છે.


જાહેર વિતરણ પ્રણાલી (PDS) ની કામગીરી જણાવો.

Hide | Show

જવાબ : જાહેર વિતરણ પ્રણાલી મારફત વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિત પણે સારી ગુણવત્તા વાળો માલ, નિયત જથ્થામાં રાહતદરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. જેનાથી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારના વધુ પડતા  ભાવો, હલકી જાતની ગુણવત્તાવાળો સમાન, કે ઓછી માત્રામાં મળતી ચીજ વસ્તુઓની  ભ્રષ્ટ રીતરસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે.


તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતા તંત્ર વિશે જણાવો.

Hide | Show

જવાબ : ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે તેમના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે. આ સંસ્થાઓ મારફતે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલો માલ સામાનવસ્તુઓની ગુણવત્તા, અને શુદ્ધતાની ચકાસણી વગેરે ખૂબજ ખાત્રી સાથે તેને પ્રમાણિત કરવાનું કામ કરે છે. જેથી ગ્રાહકોને છેતરપિંડી  કે ગેરરીતિનો ભય રહેતો નથી.


ભારત સરકારે ગુણવત્તા નિયમન માટે શું કર્યું હતું?

Hide | Show

જવાબ : ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈ.સ.  ૧૯૪૭ માં "ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટયૂટ" (ISI) નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા ઇ.સ.૧૯૮૬ માં "બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ" નામે ઓળખાય છે. આ સંસ્થા યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને "ISI" માર્ક તેમના ઉત્પાદકીય ઉપકરણો માટે વાપરવાની છૂટ આપે છે.


પોષણ રૂપ ભાવવધારો કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : અર્થતંત્રમાં સ્થિરતા સાથે ભાવ વધારો થાય તેને પોષણ રૂપ વધારો કહે છે.


સ્થિરતા સાથે નો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે ? તે સમજાવો.

Hide | Show

જવાબ : ઉત્પાદન ખર્ચ કરતાં વધારાની રકમ મોટી હોવાથી વેપારીઓ ની આવક વધે છે તેથી ખરીદ શક્તિમાં વધારો થાય અને લોકો વધુ ચીજવસ્તુઓ ખરીદે તથા તેમનું જીવનધોરણ ઊંચું આવે અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ ને વેગ પકડે છે. માટે કહી શકાય કે સ્થિરતા  સાથે નો ભાવ વધારો આર્થિક વિકાસની પૂર્વ શરત છે.


અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવી રીતે વધે છે ?

Hide | Show

જવાબ : અર્થતંત્રમાં સૌપ્રથમ તો ખાધ પુરવણી વિભાગ દ્વારા નવા નાણાંનું સર્જન કરવામાં આવે છે. ઉપરાંત નાણાંની ચલણ વ્યવસ્થામાં વધારો એટલે કે બજારમાં નાણાની લેવડ-દેવડ વધારીને અને શાખ - વિસ્તારની નીતિ દ્વારા ધિરાણ પર વ્યાજના દર ઘટાડવાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે.


ખરીદ શક્તિ નું વધવું એ ભાવ વધારાનું કારણ બને છે ? તે મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : સરકાર ખાદ્ય પુરવણી નીતિ દ્વારા નાણાંનું સર્જન કરે છે અને તે નાણાં વહીવટી ખર્ચાઓ, બિન યોજનાકીય ખર્ચ, કલ્યાણકારી યોજનાઓ, મેળાવડાઓ, ઉત્સવો,જાહેર ખર્ચાઓ, ખાનગી ખર્ચાઓ, વગેરેમાં વાપરવાથી કામદારો મારફતે બજારમાં નાણાંનો પ્રવાહ વધી જાય છે જે ખરીદ શક્તિ વધારે છે. અને તે ભાવ સપાટી ને ઊંચે લઈ જાય છે. માટે કહી શકાય કે ખરીદ શક્તિ નો વધારો ભાવ વધારાનું કારણ બને છે.


અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધવાથી શું થાય છે?

Hide | Show

જવાબ : અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની આવકમાં વધારો થાય છે. તેમની ખરીદશક્તિ વધે છે. ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ પણ વધે છે. પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી પરિણામે ભાવ વૃદ્ધિ નો જન્મ થાય છે.


ભાવવૃદ્ધિ માટે ના મુખ્ય બે પરિબળો જણાવો ?

Hide | Show

જવાબ : અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ ના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી તથા તેની સામે દેશની કુલ માંગ તીવ્રપણે વધતી હોવાથી ભાવમાં સતત વધારો જોવા મળે છે આ બે મુખ્ય પરિબળો ગણી શકાય.


ભાવવધારામાં બેંકો ની ભૂમિકા સમજાવો ?

Locked Answer

જવાબ : બેન્કો દ્વારા ધિરાણ  પર વ્યાજના દર ઘટાડવામાં આવે છે તથા બેંકો પાસેની રોકડ અનામતમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે અને એ નાણાં બેંકો હળવી શરતોએ ઓછા   વ્યાજના દરે ધિરાણ રૂપે પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો પૂરો પાડે છે. ચીજ વસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે.


કાળુ નાણુ કઈ રીતે ભાવવૃદ્ધિ  નુ કારણ બને છે ?

Locked Answer

જવાબ : ચૂકવવાપાત્ર કરવેરામાંથી બચવા કેટલાક લોકો આર્થિક હિસાબો ચોપડે બતાવતા નથી. અને વધારાની આવક જે બિનહિસાબી છે તે છુપાવે છે. આ કાળું નાણું પકડાઈ જવાની બીકે તેને જલ્દીથી વાપરવા લાગે છે.પરિણામે બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. અને આ કાળું નાણું ભાવ વધારાનું પોષક બને છે.


સરકાર દ્વારા થતો ભાવવધારો સમજાવો.

Locked Answer

જવાબ : સરકાર વહીવટી આદર્શોથી પેટ્રોલિયમ પેદાશો અન્ય ચીજવસ્તુઓ કૃષિ પેદાશોના ટેકાના ભાવો નો ભાવવધારો ખાધ પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધારીને સરકાર પણ ભાવ વધારાને જન્મ આપે છે.


કુદરતી પરિબળો ભાવવધારામાં ભાગ ભજવે છે તે સમજાવો.

Locked Answer

જવાબ : કેટલીક વખત કુદરતી પરિબળોના કારણે ભાવવધારાની નોબત આવે છે. જેમ કે અતિવૃષ્ટિમાં ,અનાવૃષ્ટિમાં, ધરતીકંપ, વગેરે કારણોમાં ઉત્પાદનો પર થતી અસરો થી ભાવ વધારો અને વસ્તુઓની અછત ઊભી થાય છે. માટે એમ કહી શકાય કે કુદરતી હોનારતો માં ઉત્પાદનોની અછત ભાવવધારો કરે છે.


ગ્રાહક જાગૃતિ એટલે શું? તે સમજાવો.

Locked Answer

જવાબ : આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે આજે બજારમાં એકજ વસ્તુ અનેક બ્રાન્ડમાં મળે છે. હવે વસ્તુઓની વિવિધતા વિકલ્પો અને ઉપયોગ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. વળી ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વચેટીયાઓ હોવાથી ગ્રાહકોનું અનેક પ્રકારે શોષણ થાય છે. ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં  કે અવેજ ના બદલામાં ખરીદે તે ખરી ગુણવત્તા, નિર્ધારિત વજનઅને વ્યાજબી કિંમતેમેળવી શકે તેવી વ્યવસ્થા ને ગ્રાહક સુરક્ષા કહે છે.  ગ્રાહક સુરક્ષા એ જાગૃત ગ્રાહકોની ઝુંબેશ પણ ગણી શકાય.


ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ જણાવો.

Locked Answer

જવાબ : ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનો વિવિધ પ્રકારે શોષણ થાય છે. જે નીચે પ્રમાણે છે. ગ્રાહકોને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપવામાં આવે છે. હલકી, ખામીયુક્ત, નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પડાય છે. છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલાય છે. હાનિયુક્ત ભેળસેળવાળી વસ્તુઓ વેચીને વેચાણ પછીની સેવાઓ સંતોષકારક રીતે પૂરી પડાતી નથી. નિર્ધારિત શરતો કે માપદંડો મુજબ બાંધકામ, ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને, ટેલિફોન અને દાક્તરી સેવાઓમાં ખામીયુક્ત સેવા કે બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે  માનહાની કરવામાં આવે છે.વધુમાં લોભામણી કે ભ્રામક જાહેરાતોથી ગ્રાહક વસ્તુઓની પસંદગીમાં છેતરાઈ જતો હોય છે. આવી રીતે વેચાણની ભ્રષ્ટ રીતો અજમાવી ને ગ્રાહકને શારીરિક માનસિક તકલીફ સાથે નકલી માલ વેચીને કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે છે તથા શોષણ કરવામાં આવે છે.


ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે?

Locked Answer

જવાબ : અમેરિકામાં ગ્રાહક જાગૃતિ અંગે "રાલ્ફના ડરે" ગ્રાહક વાદની ચળવળ ઉપાડી હતી. તેથી તેને ગ્રાહક જાગૃતિ આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.


"આવશ્યક ચીજવસ્તુઓ માટે નો ધારો" કઈ રીતે ગ્રાહકને ઉપયોગી છે?

Locked Answer

જવાબ : સરકારે ૧૯૫૫ માં આવશ્યક ચીજવસ્તુઓ માટે નો ધારો નામાંક બનાવ્યો છે. જે અન્વયે જો કોઈ વેપારી સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ભાવો મુજબ પોતાનો માલ સામાન વેચતો નથી ,તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ થઈ શકે તેવી જોગવાઈ છે.


પાસા (PASA) નો કાનૂન શું કરી શકે છે?

Locked Answer

જવાબ : સરકારે સંગ્રહખોરો, કાળાબજારિયાઓ, સામે સાધન ઝુંબેશરૂપે "પ્રિવેન્શન ઓફ સોશિયલ એક્ટ" બનાવેલો છે જે અન્વયે જરૂર પડ્યે અટકાયત પણ થઈ શકે છે.


કઈ ચીજ વસ્તુઓ અને સેવાના ભાવો સરકારે નક્કી કરેલ છે?

Locked Answer

જવાબ : સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખ્ખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનૂર, વગેરેના ભાવો ભાવનિર્ધારણતંત્રના આધારે નક્કી કર્યા છે.


ભારતમાં વ્યાજબી ભાવની દુકાનો  (FPSS)  કેટલી છે?

Locked Answer

જવાબ : આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડતી વ્યાજબી ભાવની દુકાનોની સંખ્યા દેશમાં કુલ મળીને ૪૧૯૨ લાખની છે.


ઇ.સ.૧૯૭૭માં બનેલી PDSની કામગીરી જણાવો.

Locked Answer

જવાબ : જાહેર વિતરણ પ્રણાલી (PDS) ની કામગીરી અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો (BPL)  ને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે જોવાની છે. તેને માટે તે વ્યાજબી ભાવની દુકાનો (FPSS) ની વ્યવસ્થા કરે છે.


જાહેર વિતરણ પ્રણાલીનો (PDS) ની સફળતાનો આધાર શું છે?

Locked Answer

જવાબ : ગરીબોના જીવન સ્તર ને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી (PDS)  આશીર્વાદરૂપ બને છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ, અને વહેંચણી વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્રપારદર્શીય વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદારો પર રહેલા છે.


ભાવનિયમનમાં સરકાર કેવી રીતે સબસીડી આપે છે?

Locked Answer

જવાબ : સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) નું ઉમદા પગલું ભર્યું છે જે અન્વયે અંત્યોદય અને BPL પરિવાર ને વ્યાજબી ભાવની દુકાનો (FPSS)  પર આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે. જેનો ભાવ ખુલ્લા ભાવની બજારની દુકાનો કરતા ઓછો હોય છે. પરિણામે સરકાર આ ભાવો નો તફાવત ચૂકવે છે જે સબસીડી ગણી શકાય.


બિનજરૂરી મૂડીરોકાણ પર સરકાર કેવી રીતે અંકુશ મૂકે છે?

Locked Answer

જવાબ : સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેતી હોય છે કે બિનજરૂરી અને મોજશોખ ની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે આ માટે સરકાર લાઇસન્સ પદ્ધતિ અને પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. જેની કડક કાયદાકીય જોગવાઈઓ સરકાર નો ઉદ્દેશ્ય પાર પાડે છે.


કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે તે માટે સરકાર શું કરે છે?

Locked Answer

જવાબ : સરકાર ઉત્પાદકીય ઉત્પાદનો વધારવા રોકાણકારોને ખાસ ઉત્તેજન આપે છે. ઉત્પાદન શક્તિ વધે તેવા પ્રોત્સાહક પગલાં ભરે છે. બેંકોમાં વ્યાજના દરો વધારીને બચતવૃત્તિને ઉત્તેજિત કરી મૂડીસર્જન વધારે છે. જેથી જરૂરી ઉત્પાદનો વધારી શકાય.


કોર્ટમાં આધાર પુરાવા રજુ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

Locked Answer

જવાબ : આરોપ સંદર્ભે જે પ્રકારના પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવાના હોય તેની પ્રમાણિત કરેલી નકલો કોર્ટમાં રજુ કરવી જોઈએ જ્યારે અસલ પુરાવા, કાગળો, દસ્તાવેજો, વગેરે પોતાની પાસે રાખવા જોઈએ.


આંતરરાષ્ટ્રીય સંગઠનો  ISO અને CSC સાથે ભારત સરકાર  કેવી રીતે કામ કરે છે?

Locked Answer

જવાબ : ભારતમાં થતા ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ISO સંસ્થા આપે છે જેની સાથે ભારત સરકારની BIS સંસ્થા સંપર્કમાં રહીને કામગીરી બજાવે છે તથા આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણીત  કરવાનું કામ CAC કરે છે જેની સાથે ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થસર્વિસીઝ સંપર્કમાં રહીને કામ કરે છે.


કોડેક્ષ એલિમેન્ટરિયસ કમિશન (CAC ) ની કામગીરી જણાવો.

Locked Answer

જવાબ : આંતરરાષ્ટ્રીય ખાદ્યપદાર્થો જેવાકે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી, વગેરે ને પ્રમાણીત કરવાનું કામ CAC કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર નીતિ નિયમો વગેરે ઘડવાનું કામ પણ આ સંસ્થા કરે છે.


ઊચ્ચ ગુણવત્તા ધરાવતી આંતરરાષ્ટ્રીય ઓફિસો કે સંસ્થાને ગુણવત્તાનું કયું પ્રમાણ પત્ર આપવામાં આવે છે?

Locked Answer

જવાબ : આ પ્રકારની સંસ્થાઓ કે ઓફિસોને  ISO - 1400 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે.


જિનેવામાં કઈ ઇન્ટરનેશનલ સંસ્થાનુ વડુ મથક આવેલું છે?

Locked Answer

જવાબ : સ્વિટ્ઝર્લેન્ડના જિનિવામા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઈઝેશન ઓર્ગેનાઇઝેશન  (ISO ) સંસ્થા નુ વડુ મથક આવેલું છે.


કોડેક્ષ એલિમેન્ટરિયસ કમિશન ની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી?

Locked Answer

જવાબ : આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કામ કરતી આ સંસ્થા ૧૯૬૩માં સ્થપાયેલી છે. ખાધ અને ખેતી સંગઠન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કોડેક્ષ એલિમેન્ટરીયસ  કમિશનની (CAC)  સ્થાપના કરવામાં આવી છે.


CAC સંસ્થાનુ વડુમથક ક્યાં આવેલું છે?

Locked Answer

જવાબ : CAC - કોડેક્ષ એલિમેન્ટરીયસ કમિશનનુ વડુ મથક ઈટલી દેશના રોમ શહેરમાં આવેલું છે.


ગ્રાહક સંબંધી ફરિયાદ ક્યાં દાખલ કરી શકાય?

Locked Answer

જવાબ : ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની ફરિયાદનુ નિરાકરણ ના લાવે તો ગ્રાહક સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન, અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, અને કલેકટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.


ગ્રાહક સંબંધી ફરિયાદ કોણ કરી શકે છે?

Locked Answer

જવાબ : ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે તથા કેન્દ્ર રાજ્ય સરકાર, અથવા કેન્દ્રશાસિત પ્રદેશો ની સરકાર, ગ્રાહક મંડળ, કંપની કાયદા, કે અન્ય પ્રવર્તમાન કાયદા, હેઠળ નોંધાયેલ હોય તે અથવા એક કે તેથી વધુ ગ્રાહકો  વતિ તેમના પ્રતિનિધિ તરીકે કોઇ ગ્રાહક અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સમિતિ થી કુટુંબનો કોઈપણ સભ્ય તે માલ કે સેવામાં ત્રુટી કે ણપ જોવે તો થયેલ નુકસાન બદલ ફરિયાદ નોંધાવી શકે છે. ઉપરોક્ત પ્રમાણેના વ્યક્તિઓ ફરિયાદ કરી શકે છે.


ઈ.સી.ઓ. (ECO) માર્કો કયા ઉત્પાદનો માટે વાપરવામાં આવે છે?

Locked Answer

જવાબ : સાબુ, ડિટર્જન્ટ પાવડર, કાગળ પેકેજીંગ મટીરીયલ રંગ રસાયણો, પાવડર કોટિંગ, લુબ્રિકેન્ટ ઓઇલસૌંદર્ય પ્રસાધનો, લાકડા ને બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિક ની બનાવટ ને BIS  દ્વારા અપાય છે.


આઈ.એસ.આઈ.-ISI માર્કની ઉપયોગીતા જણાવો.

Locked Answer

જવાબ : ISI માર્કો ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિક ની બનાવટો, સિમેન્ટ ની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, વગેરે પ્રકારના ઉત્પાદનો પર BIS દ્વારા લગાવવામાં આવે છે.


વુલમાર્ક માર્કોની ઉપયોગીતા જણાવો.

Locked Answer

જવાબ : ની બનાવટો અને તેના પોશાકો માટે તેની ગુણવત્તાની ખાત્રી નું પ્રતીક આ વુલમાર્કના માર્કોથી જણાઈ આવે છે.


એફ.પી.ઓ. (FPO) માર્કો શેની ગુણવત્તા પુરવાર કરે છે?

Locked Answer

જવાબ : જામ, ફ્રુટ, જ્યુસ, સ્કેવેરા, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર આ માર્કો જોવા મળે છે.


સોનાની શુદ્ધતાની સરકારી ગેરંટી કેવી રીતે મળે છે?

Locked Answer

જવાબ : સોનાના દાગીનાની ખરીદી માં માર્કોની સાથે સોનાની શુદ્ધતા નો નંબર વાળો માર્કો ૯૧૬ લાગેલો હોય છે. ૯૧૬ નંબર એટલે ૨૨ કેરેટનું ગેરંટી વાળો સોનુ.  તેની સાથે કેન્દ્ર સરકારનો હોલમાર્ક નો લોગો પણ લગાવવામાં આવે છે. તેમાં જે વર્ષમાં હોલમાર્કિંગ થયું છે તે વર્ષ ઉપરાંત જ્વેલરી બનાવનાર વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. હોલમાર્કિંગ સરકાર માન્ય લેબમાં થાય છે.


એગમાર્ક લોગો શેની ગુણવત્તામાં વપરાય છે? તે કાયદાની સમજ આપો.

Locked Answer

જવાબ : ખેતી પર આધારિત ચીજવસ્તુઓ વનપેદાશો, બાગાયતી ઉત્પાદનો, પશુ પેદાશો, માટે એગમાર્ક લગાડવા નો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો -૧૯૩૯ છે. ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા (DMI) દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.


ગ્રાહકોના માર્કો સંબંધી માહિતી માટે અને તેની શંકાના સમાધાન માટે શું કરી શકાય?

Locked Answer

જવાબ : ઘણીવાર માર્કો સંબંધી ફરિયાદો કે પોતાની સમસ્યાઓના સમાધાન માટે ગ્રાહક જે કોઈ પ્રકારની ખાત્રી  કે માહિતી જાણવા માંગે તો નજીકના BIS કાર્યાલયમાંથી મળી શકે છે.


ભારત સરકારે ગુણવત્તા નિયમન કરવા માટે વ્યવસ્થા કરી છે?

Locked Answer

જવાબ : ભારત સરકારે ગુણવત્તાનો નિયમન કરવા ઇ.સ ૧૯૪૭માં "ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટયૂટ" (ISI) નામની સંસ્થાની સ્થાપના કરી છે.  જે પાછળથી ઇ.સ. ૧૯૮૬માં "બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ" તરીકે ઓળખાય છે.


બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)  ની કામગીરી જણાવો.

Locked Answer

જવાબ : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાનો પરવાનો આપે છે.


ફુગાવા જન્ય પરિસ્થિતિમાં આર્થિક વિકાસ રૂંધાય છે. આને મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

  • અર્થતંત્રમાં જયારે બધીજ ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધ લઇ શકાય તેવી રીતે જયારે વધારો થાય છે ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધતું  નથી પરંતુ નાણાનો પુરવઠો ઝડપથી વધે છે.
  • આમ, વધુ પડતું નાણું થોડીક જ વસ્તુઓ પાછળ વપરાય છે.
  • આવી ભાવજન્ય પરિસ્થિતિને ફુગાવા જન્ય પરિસ્થિતિ કહેવાય છે.
  • આમ જયારે ભાવોમાં મોટી ઉથલપાથલ થાય ત્યારે ખર્ચમાં, આવકમાં, ઉત્પાદનોના સાધનોની કિંમતની ગણતરી કરવામાં, નાણાંની ફાળવણી કરવામાં નાણાંનો પુરવઠો અસ્તવ્યસ્ત થઇ જાય છે અને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જાય છે. માટે જયારે આવી ફુગાવાજન્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે આર્થિક વિકાસમાં સમસ્યાઓ ઉભી થાય છે.


ભાવ વૃદ્ધિના મુખ્ય પરિબળ મુદ્દાસર જણાવો.

Hide | Show

જવાબ : ભાવ વૃદ્ધિ માટે મુખ્ય બે પરિબળો કામ કરે છે. અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો થઇ શકતો નથી. પરિણામે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્ર પણે વધારો થાય છે.માટે ભાવમાં સતત વધારો થાય છે. જેના માટે નીચેના કારણો જવાબદાર છે.

  1. નાણાંના પુરવઠામાં વધારો: અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ત્રણ રીતે વધારો થાય છે.
  1. ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાના સર્જન દ્વારા.
  2. નાણાંના ચલણવેગમાં વધારો એટલે કે બજારમાંનાણાંની લેવડ દેવળ વધવાથી.
  3. શાખ- વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પર વ્યાજના દર ઘટાડવાથી નાણાંના પુરવઠામાં વધારો થયેલો જોવા મળે છે. આને થોડું વિસ્તારથી નીચે મુજબ સમજી શકાય.
     અર્થતંત્રમાં નાણાનો પુરવઠો વધવાથી લોકો પાસે આવકમાં વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધે છે. અને સેવાની અસરકારક માંગમાં પણ વધારો થાય છે. પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો ન થવાથી ભાવ વૃદ્ધિમાં વેગ જોવા મળે છે.

     સરકાર યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરી નાણાનો પુરવઠો વધારે છે. પરિણામે સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચા, સંરક્ષણ ખર્ચનો વધારો, કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવના ખર્ચા, જાહેર ખર્ચા, ખાનગી ખર્ચા, વગેરે વધવાથી બજારમાં નાણાની અવરજવર અને પુરવઠો એકદમ વધી જાય છે. જે ખરીદશક્તિને વધારે છે અને ભાવ સપાટીને ઉંચી લઇ જાય છે. ખરીદ શક્તિનો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે.

     સરકારના બિનયોજનાકીય ખર્ચાઓથી બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં વધારો થવાથી પ્રજા પાસે નાણાંનો પુરવઠો વધે છે. તેથી ઉત્પાદનના સાધનોમાં પણ વળતર રૂપી આવકમાં વધારો થાય છે.અને ફરી નાણાંના પુરવઠામાં સરવાળે વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા સામે પુરવઠામાં વધારો ન થતા સરવાળે ભાવ વધારો જન્મે છે. આમ, ભાવ વધારો એ નાણાના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે. અને કારણ પણ છે.

     બેંક દ્વારા ધિરાણ પર વ્યાજના દર ઘટાડીને અને બેન્કોની રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં રાખવાનુ છે. જેનાથી ચીજ વસ્તુઓની માંગ વધે છે અને ભાવમાં પણ વધારો થાય છે.

  1. વસ્તી વધારો: ભારતમાં ૧.૯ ટકાના દરે વસ્તી વધે છે. ૨૦૧૧ માં ભારતની વસ્તી ૧૨૧ કરોડ હતી. ૨૦૦૧ થી દેશની કુલ વસ્તીમાં ઝડપી વધારો થયો છે. અને સેવાની માંગમાં પણ વધારો થયો છે. જેનાથી માંગ પુરવઠાની સ્થિતિમાં અસંતુલન વધી ગયું છે.અને વસ્તુઓની અછત વધતા ભાવ વધારો જન્મે છે.
  2. નિકાસમાં વધારો: વિદેશી બજારોમાં આપણા દેશની પેદાશોની માંગ વધી છે. સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન મળવાથી નિકાસની ચીજ વસ્તુઓની આપણા બજારોમાં અછત ઉભી થઇ છે. પરિણામે માંગની સામે પુરવઠો ટૂંકો પડતા ભાવ વધારો થાય છે.
  3. કાચા માલની ઉંચી કિંમતે પ્રાપ્તિ: જો કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, માટે ઉત્પાદન ખર્ચ પણ વધી જાય છે. અંતે તે વસ્તુની કિંમત પણ વધી જાય છે. બીજી તરફ વધેલી કિંમત વાળી વસ્તુઓના ખરીદારો એ કામદારો કે પ્રજા જ છે. માટે ખરીદશક્તિ ઘટતા તેઓ પગાર વધારાની માંગણી કરે છે અને તેને સંતોષવામાં આવતા ફરી વાર વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. જે ભાવ વૃદ્ધિમાં પારીણમે છે. આમ આ ભાવ વૃદ્ધિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે.
  4. બિન નોંધાયેલ નાણાંનું ચલણ (કાળું નાણું): કરવેરામાંથી બચવા માટે કેટલાક લોકો આર્થિક હિસાબોને ચોપડે નોંધાયેલ નથી. પોતાની વધુ આવક છુપાવે છે. આમ ચોપડે નહી નીન્ધાયેલ રકમ પર તેઓ કરવેરો ભરતાં નથી. હવે સર્વિસ ટેક્ષ હેઠળ પકડાઈ જવાના ડરથી તેઓ આવી રકમો જલ્દી વાપરી નાંખે છે. તેથી બિન જરૂરી વસ્તુઓ ખરીદે છે.પરિણામે આવા તમામ પ્રયત્નો ભાવ વધારો કરે છે.
  5. સરકાર દ્વારા ભાવ વધારો: પેટ્રોલીયમ પેદાશો, અન્ય ચીજ વસ્તુઓ, કૃષિ પાકોના ટેકાના ભાવોમાં ભાવ વધારો અને ખાધ પુરવણી દ્વારા સરકાર ભાવ વધારો કરે છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે.
  6. કુદરાતી પરિબળો: અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી  કુદરતી આફતો તથા યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણે તાળાબંધી જેવા માનવીય પરીબળોના કારણે ઉત્પાદન ઘટે છે. પુરવઠો ઘટતા અને નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુઓની માંગ વધે છે.અને ભાવ વધારો ઉત્પન્ન થાય છે.
  7. દાણચોરી, સંગ્રહાખોરી અને કાળા બજાર: કેટલીક વાર આયાત જકાતના ઊંચા ભાવો , નિકાસ અને આયાત પ્રતિબંધ, વગેરેના કારણે જકાત ચોરી કરવાના ઈરાદે, ચોરી છૂપીથી, કરવેરા નહીં ભરીને વિદેશી માલ દેશમાં ઠલવાય છે. તેને દાણચોરી કહેવાય છે.

     ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવાઓથી ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ મેળવી શકાય તે માટે સમાજના બધાજ વર્ગો, વેપારીઓ ઉત્પાદકો વગેરે સંગ્રહખોરી કરે છે. પરિણામે તે વસ્તુઓના પુરવઠા પર દબાણ આવે છે અને કુત્રિમ અછત ઉભી થાય છે ત્યારબાદ ખુબ ઊંચા ભવે તેને વેચી પ્રજાનો ગેરલાભ ઉઠાવાય છે.


ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે ? તથા ભાવ વધારાથી થતી અસરો વિષે જણાવો.

Hide | Show

જવાબ : સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના જનજીવન પર વ્યાપક દુરોગામી અને વિપરીત અસરો પડે છે. માટે આવી અસરોથી બચવા માટે ભાવ નિયંત્રણની આવશ્યકતા ઉભી થઇ છે. ભાવ વધારાની અસરો નીચે મુજબ થતી હોય છે.

  1. ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુઓની માંગમાં વધારો, વસ્તુઓના ભાવમાં વધારો, આ પ્રમાણેનું વિષચક્ર સતત ચાલ્યા કરે છે. જે ગરીબ અને માધ્યમ વર્ગની વ્યક્તિઓ માટે જીવવું દુષ્કર બની જાય તેવું છે.
  2. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે.જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન પણ ઘટે છે.તથા નવા ધંધા, રોજગારો અટકી જાય છે.
  3. વિદેશી મૂડીરોકાણમાં ઘટાડો થાય છે. આયાતી વસ્તુઓમાં વધારો થવાથી હુંડીયામણ ખર્ચાય છે જેનાથી વળી નવી સમસ્યા ઉભી થાય છે.
  4. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે.પરિણામે અછત ઉભી થાય છે. અને પ્રજાનું જીવન ધોરણ કથળે  છે તથા ગરીબો વધુ ગરીબ બને છે.
  5. ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન ધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા તેઓ ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહવેપાર, નફાખોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં થાય છે. તેથી સમાજનું નૈતિક અધ:પતન થાય છે.

   આમ, ફુગાવા રૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. માટે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે.


ગ્રાહક સુરક્ષા માટે કોણે, ક્યારે, કેવા પ્રયત્નો કર્યા તે સમજાવો.

Hide | Show

જવાબ : ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવાવ અને ગ્રાહકોના હિતો અને હક્કો માટે તથા તેના શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા માટે સમયાંતરે ઘણા પ્રયત્નો થયેલા છે. જે નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકોના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે થતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ કરેલો છે. જેમાં તોલમાપ, ભેળસેળ અને બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ કરેલ છે.
  • અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલીનકેનેડીએ અમેરિકાની સંસદમાં તા. ૧૫ માર્ચ ૧૯૬૨ ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રકટ કરી હતી.
  • “કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ “  આંતર રાષ્ટ્રીય સંગઠને ૧૫ માર્ચ ૧૯૮૩ ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. માટે વિશ્વમાં ૧૫ મી માર્ચને “વિશ્વ ગ્રાહક અધિકાર દિન” તરીકે ઉજવવામાં આવે છે.
  • સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) એ તેમની તારીખ ૧૬ મી અપ્રિલ ૧૯૮૫ની સભામાં “ યુનાઈટેડ નેશન્સ ગાઈડલાઈન્સ ફોર કન્ઝુમર પ્રોટેક્સન” ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારોને ઘોષિત કર્યા હતા અને તે પ્રમાણે વિશ્વના દેશોને ગ્રાહકના અધિકારો અને હિતોના રક્ષણ માટે કાનૂની માળખું ગોઠવવાની ભલામણ કરી હતી.
  • યુનોની ગાઈડલાઈન પ્રમાણે ભારતીય સંસદે “ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ- ૧૯૮૬” ધારો અમલમાં મુક્યો.જેને રાષ્ટ્રપતિએ તારીખ ૨૪ મી ડિસેમ્બર ૧૯૮૬ ના રોજ સહી કરીને મંજુરી આપી હતી. માટે ભારતમાં દર વર્ષે ૨૪ ડિસેમ્બરને “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
  • ગુજરાત સરકારે તારીખ ૧૮ મી ફેબ્રુઆરી ૧૯૮૮ ના રોજ “ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – ૧૯૮૮” અમલમાં મુક્યા છે.આ કાનુન અન્વયે ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.

     આમ, વિશ્વમાં સમયાંતરે ગ્રાહક સુરક્ષાના પ્રયત્નો થતા રહ્યા છે.


ગ્રાહકોના અધિકારો જણાવો.

Hide | Show

જવાબ : ગ્રાહક જાગૃતિના ઉદ્દેશ્ય મુજબ ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને હીત માટે ગ્રાહકોને કાયદા પ્રમાણે છ અધિકારો આપવામાં આવ્યા છે.

  1. સલામતીનો અધિકાર: વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયાના અંતે તે વસ્તુઓમાં કે સેવાઓમાં ગ્રાહકોને જાનનું જોખમ કે આરોગ્યને હાનિકર્તા થાય તેવી પરિસ્થિતિમાં તેને રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા તે ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવી શકે છે.
  2. માહિતી મેળવવાનો અધિકાર: ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુધ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરેની જાણકારી હોવી જોઈએ.
  3. પસંદગી કરવાનો અધિકાર  વિવિધ અસંખ્ય વસ્તુઓ, અને હરીફાઈના કારણે ગુણવત્તા ધરાવતી વસ્તુઓની પસંદગી કરવાનો કે ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા, અને ગુણવત્તાની ખાત્રી આપવાનો છે. વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ વસ્તુઓની પસંદગીની સ્વતંત્રતા મેળવવાનો અધિકાર આ કાયદો આપે છે.
  4. રજૂઆત કરવાનો અધિકાર: ગ્રાહકના હિતો અને હક્કોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી યોગ્ય રજૂઆત કરવાની સગવડ કાયદામાં છે. ગ્રાહકના કલ્યાણ માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધીઓને સ્થાન આપીને તેમની રજુઆતો સંભાળવાની વ્યવસ્થા ઉભી કરવાની કાયદામાં જોગવાઈ છે.
  5. ફરિયાદ નિવારણનો અધિકાર: આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારીથી થયેલ નુકસાન અંગે તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકના નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. વળતરમાં માલ બદલી આપવો, પાછો લઇ લેવો, પૈસા પાછા આપવા, વગર ચાર્જે સમારકામ કરી આપવું, આવી કે તેથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ તે રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હક્કદાર છે.
  6. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર: આ અધિકાર ગ્રાહકને માહિતી સભર, ગ્રાહક બનવા જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને આવડત મેળવવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકોમાં અજ્ઞાન, ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિનો અભાવ વગેરે તેના પોષણ માટેના જવાબદાર પરિબળો છે. ગ્રાહક અધિકારના શિક્ષણને અભ્યાસક્રમોમાં સ્થાન આપવું જોઈએ. બજારમાં જાગૃત ગ્રાહકની ફરજો અસરકારક રીતે અદા થાય તેમાં ગ્રાહક શિક્ષણ ખુબ જ મદદરૂપ બને છે.


“ગ્રાહકોની ફરજો” આ અંગે વિસ્તારથી જણાવો.

Hide | Show

જવાબ : ગ્રાહકો જેમ પોતાના અધિકારોથી સાવધ રહે છે.તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ તેટલીજ સજાગતા રાખવી જોઈએ. જે નીચે મુજબ છે.

  1. ગ્રાહકોએ ખરીદીમાં સાચી ચીજ સ્તુ કે સેવાની પસંદગી કરવી જોઈએ: વસ્તુની ખરીદીમાં ગુણવત્તા વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા, BIS કે ISI કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો, વાળી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ, વીજળી કે ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણોમાં બ્રાન્ડનામવાળી વસ્તુઓ ખરીદવી જોઈએ.
  2. વસ્તુઓની ખરીદીમાં વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે તે અંગેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ ચકાસણી કરીને ખરીદી કરવી જોઈએ.
ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, ગણતરી બાજ તરીકે વિવેક દ્રષ્ટીપૂર્વકનું વર્તન હોવું જોઈએ.

  1. વિક્રેતાઓ અને ઉત્પાદકો સાથે ગ્રાહકનું વર્તન એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકે હોવું જરૂરી છે. કાયદામાં પણ આવીજ અપેક્ષા રાખવામાં આવી છે.
  2. ગ્રાહકે ખરીદેલા માલનું પાકું બીલ કે રસીદ લેવાનો આગ્રહ રાખવો. તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસે ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી પણ લેવી જોઈએ.
  3. ગ્રાહકોએ બિનરાજકીય કે બિનધંધાકીય રીતે ભેગા મળીને “સ્વૈચ્છિક ગ્રાહક મંડળો” કે સંગઠનો રચવા જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિઓમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ.
  4. ગ્રાહકોએ તેમની ફરિયાદ માટે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં રજૂઆત અચૂક કરવી જોઈએ. આવી વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોને ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવા ભાવી સંસ્થાઓનો સહકાર પણ મળવો જોઈએ.
  5. ગ્રાહકે વસ્તુ કે સેવાઓની ખરીદીમાં માલની ગુણવત્તા કે સલામતીના ધોરણોમાં કોઈ બાંધછોડ કે સમજૂતી કરવી જોઈએ નહી. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન ખર્ચ, તારીખ, બેંચ નંબર, ચોખ્ખું વજન, ઉત્પાદન તિથી, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઇને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
  6. ગ્રાહકે ખરીદી કરતી વખતે માલ ભળતો હોય, બનાવતી કે નકલી હોય, વજનમાં ઘાટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ.
  7. ગ્રાહકે પોતાની જરૂરિયાત પ્રમાણેની જરૂરી માત્રામાં જ ખરીદી કરવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી કે દેખાદેખીથી સેલ માંથી બિન જરૂરી કે ખોટી ખરીદી કરવી જોઈએ નહી.
  8. ખરીદી કરતી વખતે વજનમાં માંપિયા, વજન કાંટો, તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનીક્સ યંત્રો બરાબર છે કે નહી તેની ખાતરી કરવી જોઈએ. જો સાધનો પ્રમાણિત કરેલા ન હોય તો તોલમાપ કાનૂન અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં ફરિયાદ કરવી જોઈએ.
  9. ગ્રાહકે ગેસ સીલીન્ડરનું શીલ તપાસવું જોઈએ. આશરે વજન ચેક કરવું જોઈએ. રિક્ષા કે ટેક્ષીમાં મીટર ઝીરો કરાવીને મીટર ભાવ પ્રમાણે બેસવું. પેટ્રોલ, ડીઝલ ભરાવતી વખતે ઝીરો મીટર ચેક કરવું. કેરોસીન લેવામાં માપીયામાં ફીણનું ધ્યાન રાખીને ભરાવવાનો આગ્રહ રાખવો. સ્ટેન્ડ પર લટકાવેલા ત્રાજવાથી વજન કરાવવું.
  10. રેલ્વે, બેંક, વીમો, ટેલીફોન, સુધરાઈ, હોસ્પિટલ વગેરે સેવાઓની બેદરકારીમાં શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન જાય છે. તેમાં વળતર મેળવવા ‘ગ્રાહક ફોરમ’ માં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ.
  11. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમીનારમાં જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપી શકાય. 


ગ્રાહક સુરક્ષા માટેની ત્રણ અદાલતો વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : રાષ્ટ્રીય સુરક્ષા ધારાઓ ૧૯૮૬ પ્રમાણે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરવામાં આવી છે. તેવી જ રીતે રાજ્યકક્ષાએ ઉપભોક્તા આયોગની રચના કરેલી છે. આ કમિશનો હેઠળ ગ્રાહકને સુરક્ષા ના કાયદા માટેના નિયમો ઘડીને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઉભું કર્યું છે. જે નીચે મુજબ કામ કરે છે.

 

(1)  જિલ્લા ફોરમ (જિલ્લા મંચ) :- સૌથી મહત્વપૂર્ણ દરેક જિલ્લામાં એક  અદાલત હોય છે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને નિકાલ કરે છે. અને ગ્રાહકો ને નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં લગભગ ૫૭૧ ગ્રાહક જિલ્લા ફોરમો કાર્ય કરે છે. રૂ.૨૦ લાખ સુધીના દાવાઓમા નિર્ધારિત ફી ભરીને દાવો કરી શકાય છે. જિલ્લા ફોરમ થી નારાજ થયેલો પક્ષકાર નિર્ણય ના જાણ થી ૩૦ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે. આ માટે તેમણે વળતરની દાવાની રકમ ની ૫૦ ટકા  કે રૂ. ૨૫૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે પ્રમાણે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવી પડે છે.

(૨) રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ) ના અગત્યના મુદ્દા નીચે મુજબ છે.

  • દેશમાં અંદાજે હાલમાં ૩૫ રાજ્ય ફોરમો કાર્યરત છે.
  •  ૨૦ લાખથી નવ કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી  ભર્યે થી થી દાખલ થઈ શકે છે.
  •  જીલ્લા ફોરમ થી નારાજ વ્યક્તિ હુકમની તારીખથી ૩૦ દિવસમાં કરાવેલા નમુનામા અને દાવાની રકમના ૫૦  ટકા અથવા રૂ.૩૫૦૦૦ ભર્યે થી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે.
 

(૩) રાષ્ટ્રીય કમિશન ( રાષ્ટ્રીય ફોરમ) :- એક કરોડના કે વધુ વળતર અંગેના દાવાની અરજીઓ તેની નિર્ધારિત ફી ભરવાથી કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ શકે છે.

  • પાંચ સભ્યોની બેંચ કમિશનના સભ્ય હોય છે.
  • રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી કર્યાની તારીખથી ૯૦ દિવસમાં અરજી નો નિકાલ કરવાનો હોય છે.
  • રાષ્ટ્રીય કમિશન થી નારાજ વ્યક્તિ કે પક્ષકાર કમિશનના હુકમ થી ત્રીસ  દિવસમાં સુપ્રીમ કોર્ટ (સર્વોચ્ચ અદાલતમાં) મા નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. અપીલ કરતા પહેલા તેણે દાવાની રકમના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં ફરજિયાત જમા કરાવવું પડે છે.
જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમનો અનાદર કરે તો  સજા અથવા દંડ અથવા બંને શિક્ષાપાત્ર કરે છે.

બી.પી.એલ. વાળી વ્યક્તિઓ, સિનિયર સિટીઝન્સ, અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતો પ્રમાણે ફી ભરવામાં મુક્તિ આપવામાં આવે છે.અને "જિલ્લા મફત કાનૂની સેવા" માર્ગદર્શન કાનૂની સહાય, માર્ગદર્શન, વકીલની મફત સેવા પણ પૂરી પાડવામાં આવે છે.


ગ્રાહક સુરક્ષા અધિનિયમ - ૧૯૮૬ પ્રમાણે ગ્રાહક એટલે શું  તે વિગતે સમજાવો ?

Hide | Show

જવાબ : ગ્રાહક સુરક્ષા અધિનિયમ - ૧૯૮૬ અંતર્ગત ગ્રાહક ની વ્યાખ્યા નીચે મુજબ કરી શકાય.

               (૧) માલ ના સંદર્ભમાં ગ્રાહક એટલે જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય કે ચુકવણી કરવાની કબૂલાત કરી હોય તે અવેજ પેટે અને બાકી નીકળતી ચુકવણી કોઈપણ રીતે કરીને કોઇપણ પ્રકારની ખરીદી કરનાર વ્યક્તિ ગ્રાહક ગણાય છે.

             (૨) માલ ખરીદનાર વ્યક્તિ કે પોતે અથવા તેનો કોઈપણ માણસ જે આ વસ્તુ કે માલ વાપરે તે ગ્રાહક ગણાય છે.

           (૩) સેવાના સંદર્ભમાં ગ્રાહક એટલે જે અવેજ માટે ચૂકવણી થયેલી હોય અથવા ચુકવણી ની કબુલાત કરી હોય તેની આંશિક ચુકવણી થયેલી હોય અને બાકી ચુકવણીની કબૂલાત કરવામાં આવી હોય એવા અવેજની સેવાઓ ભાડે રાખનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.

         (૪) અવેજ પેટે સેવાઓ  ભાડે રાખનાર વ્યક્તિ અથવા તે વ્યક્તિ કે જેનું આ સેવાઓમા હિત સંકળાયેલું હોય તે પણ ગ્રાહક કહેવાય છે.

આવા વ્યક્તિઓ ગ્રાહક કહેવાય છે તથા તેઓ ગ્રાહક સુરક્ષાના કાયદાથી ફરિયાદ  કરી  રક્ષણ મેળવી શકે અને વળતર તથા ન્યાય માંગી શકે છે.


આર્થિક વિકાસમાં ભાવવધારો પોષક પણ છે અને અવરોધક પણ છે તે વાક્ય ની વિગતવાર સમજૂતી આપો.

Locked Answer

જવાબ : જ્યારે ભાવવૃદ્ધિ થાય છે. ત્યારે ઉત્પાદકોનો નફો વધે છે. પરિણામે તેઓ ઉત્પાદકીય સાહસ અને મૂડીરોકાણ કરવા તૈયાર થતા હોય છે. માટે તે પરિબળ નીચે મુજબ અસર કરે છે.

  • ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધી જવાથી વપરાશની ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે છે. અને રોજગારી પણ વધે છે.
  • ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતાં તેઓ કામદારોના વેતનમાં પગાર વધારો, બોનસ, વગેરેનો વધારો કરે છે.
  • પરિણામે જનતાની આવક વધે છે. તેથી તેમની ખરીદશક્તિ વધે છે.  અને તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે.  આમ તેમનું પણ જીવનધોરણ સુધરે છે . અને દેશના આર્થિક વિકાસને ગતિ મળે છે.
  • ચીજ વસ્તુઓ અને સેવાઓ ના ભાવમાં થતી મોટી ઉથલપાથલો ,ખર્ચમાં આવકનો સ્ત્રોત, ઉત્પાદનના સાધનો ની કિંમતો ની ગણતરી , નાણાંની ફાળવણી , વગેરે કરવામાં નાણાંનો પુરવઠો અસ્તવ્યસ્ત કરી નાખે છે. પરિણામે અર્થતંત્રમાં વિષમતા ઊભી થાય છે.  અને આ ફુગાવાજન્ય ભાવવધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધક બને છે.


ફરિયાદ કેવી રીતે કરવી જોઈએ તે મુદ્દાસર જણાવો.

Locked Answer

જવાબ :

  • ફરિયાદ અંગેની અરજી સરળ, સ્પષ્ટ, સાદી-સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં ઈ-મેલથી કરી શકાય છે.
  •  કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય તો સોગંદનામું કરવું પડે છે.અરજીમાં અરજદારનું નામ સરનામું અને સંપર્ક નંબર ખાસ જણાવવું જરૂરી છે.
  • ફરીયાદનું વિગતવાર વર્ણન લખો અને ફરિયાદનું કારણ સ્પષ્ટ જણાવવું.
  • આરોપો બાબતના આધાર-પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલ બિડવી. મૂળ પુરાવા ના કાગળો ક્યારે આપવા નહીં.
  • બિલની કાચી પાકી રસીદ બિડવી. જો પેમેન્ટ ચેક થી કર્યું હોય તો તેનું અડઘીયુ  કે ચેક ની સંપૂર્ણ વિગત લખવી.
  • વિક્રેતાની શરતોનો આધાર, જાહેરાતોને નકલ, પેમ્પલેટ કે પોસ્ટ કાર્ડની નકલ બીડવી.
  • અરજીના દાવામાં વળતર માટે માંગેલી રકમના પ્રમાણમાં થતી ને નિર્ધારિત રકમ મુજબ કોર્ટમાં ફી ભરવાથી જે તે કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ શકે છે.
  • ગ્રાહક ફરિયાદનું કારણ ઊભું થયું તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.
  • આ પ્રમાણેની ગ્રાહક સંબંધી ફરિયાદ કે તેના કાયદા ની વધુ માહિતી કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની ટોલ ફ્રી નંબર ૧૮૦૦ - ૨૩૩ - ૦૨૨૨ અને રાષ્ટ્રીય કક્ષા માટે હેલ્પ લાઈન નંબર ૧૮૦૦ - ૧૧૪૦૦૦ ઉપરથી માહિતી અને માર્ગદર્શન મેળવી શકાય છે.


ગ્રાહક સુરક્ષા માટે કામ કરતી સંસ્થાઓ માં ફરિયાદ કોણ  કરી શકે છે અને ક્યાં કરી શકે છે? તે મુદ્દસર સમજાવો.

Locked Answer

જવાબ : ફરિયાદ કોણ કરી શકે છે અને ક્યાં કરી શકે છે તે નીચે પ્રમાણે સમજી શકાય છે.

  • સૌપ્રથમ તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
  • કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશો ની સરકાર ફરિયાદ કરી શકે.
  • કંપની કાયદા અને પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળો ફરિયાદ કરી શકે.
  • એક કે તેથી વધુ ગ્રાહકોના પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઇ ગ્રાહક જેમાં બધા ગ્રાહકોનું હિત સમાયેલું હોય તે ફરિયાદ કરી શકે.
  • કોઈ વ્યક્તિ માલ ચીજવસ્તુ કે સેવા રીદે છે અને તેની સંમતિથી તેના કુટુંબનો કોઈ સભ્ય તે માલ ચીજવસ્તુ કે સેવાનો ઉપયોગ કરે અને તેમાં ત્રુટિ કે ખામી જણાય તો તે નુકસાન સામે ફરિયાદ કરી શકે છે.
  • જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી રજૂઆત સાંભળી તેની ફરિયાદનું નિરાકરણ માટે તૈયાર ન થાય તો તેના અથવા તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન, અને ગ્રાહક કચેરીમાં, ગ્રાહક મંડળો, અને કલેકટર કચેરીમાં, ફરિયાદ કરી શકે છે.
  • જ્યારે માલ ચીજવસ્તુઓ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કોઈ કારણ કે કાયદા પ્રમાણે તેમાં જણાવેલી શરતોનું પાલન ન થતું હોય ત્યારે ખામી કે કાર્યની અપૂર્ણતા ની ઉણપ અંગે ફરિયાદ કરી શકાય. આ વસ્તુઓની ગુણવત્તા, પ્રકાર, અને શુદ્ધતા, વજન, સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.


આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તા માનક જણાવો.

Locked Answer

જવાબ : આંતરરાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડાઈઝેશન કામગીરી કરી રહ્યા છે.

(૧) આઇ.એસ.ઓ. (ISO) -:  (ઇન્ટરનેશનલ સ્ટાન્ડાઈઝેશન ઓર્ગેનાઇઝેશન) આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જિનેવામાં આવેલું છે. જેની સ્થાપના ૧૯૪૭માં થઈ હતી. આ સંસ્થા નું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણ પત્ર ઉત્પાદન એકમો તથા સંસ્થાઓને આપવાનું છે. ISO-૧૪૦૦૦ શ્રેણી-પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓને આ પ્રમાણપત્ર અપાય છે.

(૨) કોડેક્ષ એલિમેન્ટરીયસ કમિશન  (CAC) - : આ ખોરાક ને લગતું આંતર રાષ્ટ્રીય કમિશન છે. અહીં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણીત કરવાનું કાર્ય કરવામાં આવે છે. આ કમિશન ની સ્થાપના ૧૯૬૩માં કરવામાં આવી છે. ખા તથા ખેતી સંગઠન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)  દ્વારા આ કમિશનની રચના કરવામાં આવી છે. જેનું મુખ્યમથક ઈટલી ની રાજધાની રોમ શહેરમાં છે. દૂધ, દૂધની બનાવટો, માંસ, મછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદન ને પ્રમાણીત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનીતિ અને નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા મારફતે કરવામાં આવે છે.


ગુણવત્તા નિયમન (માનક) રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : ભારતમાં ઉત્પાદનોની ગુણવત્તા માટે ઈ.સ. ૧૯૪૭માં "ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટયૂટ" (ISI) નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. આ સંસ્થાને ઇ.સ. ૧૯૮૬ મા "બ્યુરો ઓફ  ઇન્ડિયન સ્ટાન્ડર્ડ" નામ (BIS) આપવામાં આવ્યું છે જે નીચે મુજબ કામ કરે છે.

(૧) ભારત સરકારની આ સંસ્થા પોતાના માલની ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્કો તેની ગુણવત્તાની ખાત્રી માટે વાપરવાનો પરવાનો આપે છે.

(૨) ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વન્યપેદાશો, બાગાયતી ખેતી, અને પશુપાલન, જેવા કે મધ, ઘી, મરી મસાલાઓ, વગેરે માટે એમાર્ગ નો લોગો લગાવવામાં આવે છે. જે ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો -૧૯૩૯ હતો. એગમાર્ક વાપરવાનો પરવાનો DMI - માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. ગ્રાહકોને માર્કો સંબંધી ફરિયાદ માટે નજીકના BIS ના પ્રાદેશિક કાર્યાલયમાં જાણ કરવી પડે છે.

(૩) સોનાની ખરીદીમા BSI ના લોગો સાથે ૨૨ કેરેટ એટલે કે સોનાની શુદ્ધતાનો ૯૧૬ માર્કો તથા કેન્દ્ર સરકારનો હોલમાર્ક નો લોગો હોય છે. વધુમાં દાગીના ઉપર J, જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. દા.ત. J  નું ચિન્હ ૨૦૦૮મા દાગીના પર હોલમાર્કિંગ થયું તે દર્શાવે છે. અને દાગીના પર જ્વેલરી બનાવનાર વિક્રેતાનો શુદ્ધતાની ગેરેંટી આપતો લોગો પણ લગાવવો પડે છે.

(૪) ફળોની બનાવટો અને ટીનમાં પેક કરેલા ફળો તથા શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓ. (FPO) નો માર્કો લગાવવામાં આવે છે.

(૫) આઇ.એસ.આઈ. ( ISI) માર્કો ટેક્સટાઈલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિક ની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, આ માર્કો લગાવીને બજારમાં વેચાય છે. જેનો પરવાનો  BIS દ્વારા આપવામાં આવે છે.

(૬) વુલમાર્ક માર્કો -> ઊન ની બનાવટ અને પોશાકોમાં માર્કો લગાવેલો હોય છે.

(૭) એમ.પી.ઓ. (MPO) -> માંસ અને મટનની પેદાશો તથા તેમાંથી બનાવવામાં આવતી બનાવટો પર લગાવવામાં આવે છે.

(૮) એચ.એ.સી.સી.પી. (HACCP - હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઇન્ટ) આ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલી ખોરાક ની બનાવટો માટે વપરાય છે. જેનો પરવાનો BIS દ્વારા આપવામાં આવે છે.

(૯) ઈ.સી.ઓ. (ECO) આ માર્કો સાબુ, ડિટર્જન્ટ, લ્યુબ્રિકેટીગં ઓઇલ પેકેજીંગ, રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિક ની બનાવટો ને ISO માર્કો "ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો" દ્વારા આપવામાં આવે છે. જે હવે BIS તરીકે જાણીતું છે.

આમ ગુણવત્તાના માપદંડ માટે ભારત સરકાર જાગૃતતા પૂર્વકના અભિગમો અપનાવી રહ્યું છે.


ગ્રાહકોના શોષણ ના કારણો વિશે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : ગ્રાહકોનું શોષણ નીચે મુજબના વિવિધ કારણોસર થતુ હોય છે.

(૧)  ગ્રાહક પોતે જવાબદાર :

અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ , નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ કરવાની વ્રતિનો અભાવ, થયેલા શોષણ અને નુકસાન સામે કાનૂની રસ્તે લડત આપવાની વૃત્તિનો અભાવ, યોગ્ય અને જરૂરી જાણકારીનો અભાવવગેરે કારણોસર ઉત્પાદકો અને વેપારીઓ યોજકો વગેરે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરે છે.

(૨)  મર્યાદિત માહિતી :

મૂડીવાદી અર્થતંત્રમાં નિર્માતા કે વિક્રેતા કોઈપણ વસ્તુઓ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડો ભાવો અને ગુણવત્તા નિયમન માટે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડક રીતે તેનું પાલન થતું નથી. તેથી ગ્રાહકને ચીજવસ્તુઓના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી , માહિતી કે અજ્ઞાનતાને, કારણે વસ્તુ વપરાશની યોગ્ય તાલીમના અભાવે ,ગુણવત્તાની જાળવણી, અને ઉપયોગની રીતો ,અને વેચાણ પછીની સેવાઓ વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ગ્રાહક માહિતગાર હોતો નથી કે કરવામાં આવતો નથી. આમ અધુરી સાચી અને યોગ્ય માહિતીના અભાવે ગ્રાહક ભૂલો કરે છે.

(3) મર્યાદિત પુરવઠો :

જ્યારે વસ્તુઓ કે સેવાઓ ની માંગ પ્રમાણે પૂર્વઠો હોતો નથી ત્યારે કૃત્રિમ અછત ઉભી થાય છે. ઘણીવાર ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા સંગ્રહખોરી સટ્ટાખોરી આચરીને કે સાચે જ કુદરતી આફતોથી પણ અછત ઊભી થાય છે. આવા સમયે ગ્રાહકો પાસેથી વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણનું કારણ બને છે.

(૪) મર્યાદિત હરીફાઈ :

કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદકોના સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં વર્ચસ્વ ધરાવતા હોય અને બજારમાં કોઈ અન્ય વિકલ્પ ના હોય ત્યારે એક હથ્થુ કાર્યવાહીમાં ગ્રાહકોનું શોષણ થાય છે. તેઓ ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે. આમ, આવા કારણોથી ગ્રાહકનું શોષણ થાય છે.


ભાવવધારાને નિયંત્રણમાં લેવા ના ઉપાયો મુદ્દાસર લખો.

Locked Answer

જવાબ : અર્થતંત્ર માં કુલ ખર્ચ સતત વધતું રહે છે. જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં વધતું નથી તેથી  અછત સર્જાય છે. તેના નિયંત્રણ માટે સરકારના મુખ્ય બે પગલાં નીચે મુજબ છે.

 (૧)  નાણાકીય પગલાંઓ :

  • ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાં પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણા ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટે છે. અને તેના ભાવ પણ ઘટે છે.
  • મધ્યસ્થ બેંક તેની ધિરાણ નીતિમાં વ્યાજના દર ઉંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોંઘુ બને છે. અને બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચતવૃતિમા વધારો થાય છે. અને ડિપોઝિટો અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણો વધે છે. આમ નાણાંભીડ થી સટ્ટાખોરી, સંગ્રહખોરી ,અટકે છે.  અને નફાખોરી પર અંકુશ આવે છે.
  • બેંકોના દરમાં વધારો થતાં વ્યાપારી બેકોંએ ધિરાણ નો દર  વધારવો પડે છે તેથી ધિરાણ  નું પ્રમાણ ઘટે છે .અને વ્યાજ દર વધતા સટ્ટાખોરી માંથી વધારાનું નાણું અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું મળે છે તેથી મૂડી સર્જન દર વધે છે અને નવા ધંધા રોજગારના ક્ષેત્રે ખુલે છે.
  • બેંકોની રોકડ અનામત માં વધારો  થવાથી વ્યાપારી બેંકોની શાખાઓ પર નિયંત્રણ આવે છે. ધિરાણ પણ ઘટે છે.
  • ખુલ્લા બજારમાં સરકારી જમીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામત માં ઘટાડો કરે છે. તેથી લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટે છે અને વપરાશી ખર્ચ પણ ઘટે છે. આવું થવાથી ભાવો પણ અંકુશમાં રહે છે.
(૨) રાજકોષીય પગલા :

રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ. કરવેરા વિષયક અને જાહેર આમંત્રણ ની નીતિ. જેમાં નીચે પ્રમાણે સરકાર પગલાં લે છે.

  • આમાં સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડે છે. જે યોજનાઓ વધુ ખર્ચાળ હોય થા તે ફાયદાકારક ન જણાય તો તેને મુલતવી રાખે છે. અને વહીવટી ખર્ચમાં અને બિન-જરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે.
  • કરવેરા નીતિ પ્રમાણે સરકાર જ્યારે ભાવો વધે ત્યારે લોકો પાસે ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. આવકવેરો, કંપનીવેરો ,મિલકતવેરો, વગેરે વધારવામાં આવે છે. નિકાસ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. અને આયાતોપર ઊંચા દરે જકાત વેરો વધારીને આયાતી વસ્તુઓ મોંઘી બનાવે છે. આવું બનતા આયાતો ઘટી જાય છે.
  • જાહેરઋણની નીતિ --  જાહેરઋણની નીતિ અનુસાર સરકાર લોન કે ફરજીયાત બચત યોજના જેવી સ્કીમો લાવીને સમાજમાં થી થતાં કુલ ખર્ચ  ને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે. બચત અને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય, પગલાં ભરે , જાહેર કરજો નું પ્રમાણ ઘટાડે ,સરકારી સબસીડીરૂપી સહાયમાં ઘટાડો કરે , પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાય વધારવો, શ્રીમંત વર્ગની વપરાશી કે મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખવો જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓ નું ઉત્પાદન વધે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે તેથી વસ્તુની માંગ ઘટશે અને અંતે ભાવઘટાડામાં આ પગલાઓ સહાયભૂત થશે.
 

(૩) મૂડીરોકાણ પર અંકુશ:

લાયસન્સ કે પરવાના પદ્ધતિથી સરકાર બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તેવા પ્રયાસો કરે છે. અને ઉત્પાદકીય સ્વરૂપોના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે તેવા મૂડી રોકાણને ઉત્તેજન આપે છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે, તેવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. આ માટે વ્યાજના દર વધારીને બચતવૃતિને ઉત્તેજિત કરીને મુડીસર્જન વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જે ભાવ ઘટાડામાં સહાયભૂત બને.

 

(૪) ભાવ નિયમન અને માપબંધી :

ભાવ વધારાને અંકુશમાં રાખવાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી (PDS) છે. આ પ્રણાલી ભારતમાં ૧૯૭૭ માં અમલી બની છે. આનો હેતુ સમાજના અંત્યોદય અને ગરીબી રેખાની નીચે (BPL)  એટલે કે ઓછા આવક ધરાવતા કુટુંબો ને વ્યાજબી ભાવની દુકાનો (FPSS) દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડવાનો છે. આ દુકાનોનાં ભાવો ખુલ્લા બજાર કરતા ઓછા હોય છે. માટે આ વ્યાજબી ભાવ અને વાસ્તવિક ભાવ નો તફાવત સરકાર ચૂકવતી હોય છે.  જેને સબસીડી કહી શકાય.  કૃત્રિમ અછત, સંગ્રહાખોરી, અને કાળા બજારમા મનફાવે તેવા ભાવ ની વચ્ચે ગરીબોના જીવન ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી  (PDS)  આશીર્વાદરૂપ બને છે જે ભાવવૃદ્ધિને અંકુશમાં રાખે છે.

 

(૫) ભાવ નિર્ધારણ તંત્ર :

સરકાર સંગ્રહાખોરી, સટ્ટાખોરી, ડામવા આવશ્યક ભાવો વ્યાજબી સ્તરે ટકાવી રાખવા અને બજારમાંથી તે સહેલાઇથી મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિર્ધારણ નું કાર્ય કરે છે. વેપારીઓને તે જ ભાવે વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. આવી ભાવ સપાટી ને સ્થિર રાખવા સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો -૧૯૫૫ અમલમાં મૂક્યો છે. પરિણામે જે વેપારી સરકારના નિર્ધારિત ભાવે પોતાનો માલ સામાન નથી વેચતો તેના પર આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરીને દંડ કરવામાં આવે છે.  સંગ્રહાખોરો કાળાબજારિયાઓ, સટ્ટાખોરો , સામે ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટીવીટીઝ એક્ટ (PASA) હેઠળ જરૂર પડ્યે અટકાયત પણ કરવામાં આવે છે. ભાવવૃદ્ધિને રોકવા વેપારીઓના ગોદામો નું નિયમિત ચેકિંગ , સ્ટોકપત્રકો, ભાવપત્રકો, વગેરે પ્રદર્શિત કરવાની કાયદામાં જોગવાઇ કરી છે. તેનું ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી ,ચોખા ,કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસકેરોસીન, ખાંડએલ્યુમિનિયમ, લોખંડ, પોલાદરેલવેનૂર, વગેરે ના ભાવો ભાવનિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ વ્યાજબી રાખ્યા છે.

માટે ઉપરોક્ત પ્રયત્નોથી કહી શકાય કે ભાવવૃદ્ધિ અટકાવવા ના ઉપાયો એકબીજાથી અલગ કે સ્વતંત્ર નથી પરંતુ પરસ્પર આધારિત છે. માટે છૂટા છવાયા એકલદોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાંથીજ ધાર્યું પરિણામ મેળવી શકાય.


રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના લોગો ઓળખી બતાવો.

Locked Answer

જવાબ :

ISI નો લોગો
 

BIS નો લોગો
 

એગમાર્કનો લોગો
 

વુલમાર્ક લોગો
 

MPO નો લોગો
 


There are No Content Availble For this Chapter

1)  મૂડી સર્જનના દરમાં ઘટાડો થવો     A સંગ્રહાખોરી
2) આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટવું  B  કરવેરા ભર્યા વગર વિદેશી માલ દેશમાં લાવવો
3)  કુત્રિમ અછત             C  ભાવ વધારો
4)  દાણ ચોરી                         D ગરીબો વધુ ગરીબ બને.

 

Hide | Show

જવાબ :

1) – C
2) - D
૩) -  A
4) - B
 

1)    આયાતી વસ્તુઓમાં વધારો થવો       A અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો.
2) ઉત્પાદનનું ઘટવું.                         B કાળું નાણું 
3)  આર્થિક વ્યવહારો સરકારથી છુપાવવા.   C  ૧.૯ ટકા
4)  ભારતમાં વસ્તી વધારાનો દર             D હુંડીયામણ વાપરવું.

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
૩) -  B
4) - C

1)    આયાત નિકાસમાં અસમતુલન         A ચોરી, લુંટફાટ, હત્યા, ગુનાખોરી વગેરે.
2)  ભાવવધારો                         B  હુંડીયામણની સમતુલા બગડવી
3)  કાળુંનાણું                         C  ૧૨૧ કરોડ
4) ૨૦૧૧ માં ભારતની વસ્તી       D ભાવ વધારાનું પોષક

 

Hide | Show

જવાબ :

1) – B
2) -  A
૩) -  D
4) - C

1)  ભાવ વધારો                       A ભાવ વૃદ્ધિ
2) ખરીદ શક્તિમાં વધારો                         B  એક ધારી રીતે સતત નોંધપાત્ર વધારો
3) ફુગાવાજન્ય પરિસ્થિતિ                         C  પોષણરૂપ ભાવવધારો
4) સ્થિરતા સાથે થતો ભાવ વધારો                D ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહાખોરી, કાળાબજાર

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
૩) -  B
4) - C

1)    જાહેર વિતરણ પ્રણાલી                       A વ્યાજબી ભાવની દુકાન
2)  4.92 લાખ                                     B  અંત્યોદય, મધ્યમ પરિવારોને લાભ
3)  FPSS                                         C  અર્થતંત્ર માટે બાધારૂપ
4)  ફુગાવા જન્ય ભાવ વધારો                     D  PDS

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
૩) -  B
4) - C

Download PDF

Take a Test

Choose your Test :

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

ઇતિહાસ
પ્રકરણ 18: ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.