GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ભારતમાં વસતા વૃદ્ધ નાગરિકોની આંકડાકીય માહિતી આપો.

Hide | Show

જવાબ : ભારતમાં ૨૦૦૧થી ૨૦૧૧ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યા માં ૨.૭૫ કરોડનો વધારો થયો છે. ૨૦૧૧માં એક અંદાજ મુજબ ભારતના વૃદ્ધ મહિલાઓની સંખ્યા ૫.૨૮કરોડની હતી જ્યારે વૃદ્ધ પુરુષોની સંખ્યા ૫.૧૧ કરોડની હતી.


ભારતમાં પ્રજાના સરેરાશ આયુષ્ય અંગેની માહિતી આપો.

Hide | Show

જવાબ : ભારતમાં આરોગ્ય સેવાઓ, તબીબી સારવારની સુવિધાઓ, ઔષધીય સગવડો, વગેરેના કારણોસર ભારતમાં વ્યક્તિના સરેરાશ આયુષ્યમા ૪.૩ વર્ષનો વધારો થયો છે. ૨૦૦૧ થી ૨૦૦૫ દરમિયાન પ્રજાનું સરેરાશ આયુષ્ય ૬૩.૨ વર્ષનું હતું. તે ૨૦૧૫માં વધીને ૬૭.૫ વર્ષનું થયું છે.


કુમળી વયના બાળકને મજૂરી કરાવનાર સામે શું થઈ શકે છે?

Hide | Show

જવાબ : બંધારણીય જોગવાઈ અનુસાર ૧૪ વર્ષથી ઓછી વયના બાળકને કોઈ કારખાનામાં કે કોઈ પણ કામ ધંધામાં નોકરીએ રાખી શકાશે નહીં. તથા આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે.


બાળ શ્રમિકોને શોષણ વધુ પડતું થવાનું શું કારણ છે?

Hide | Show

જવાબ : બાળ શ્રમિકોમાં સંગઠન નો અભાવ હોય છે અને તેઓ સંગઠિત થઈ શકતા નથી. માલિકો સામે અવાજ ઉઠાવી શકાવા તેઓ અસમર્થ હોય છે. તેઓ વિરોધ કરવાને માટે પણ અસમર્થ હોય છે. વધુમાં તેમને ખબર ન પડે તેવી રીતે વિવિધ પ્રકારે તેમનું શોષણ કરી શકાય છે. માટે તેમનું વધુ શોષણ થાય છે.


બાળમજૂરો પેદા થવા પાછળનું મુખ્ય પરિબળ કયું છે?

Hide | Show

જવાબ : જે સ્લમ કે ગરીબોના ઝૂંપડપટ્ટી વાળો વિસ્તાર હોય છે તેમાં વસતા કુટુંબના માં-બાપો બાળકોને ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરીયાતોની પૂર્તિ કરવા માટેનું સાધન સમજી કામ કરવા મજબૂર કરે છે. અથવા નાના બાળકોને ભગવાને કામ કરવા માટે વધુ બે હાથ મોકલ્યા તેવું માને છે અને પૈસા કમાવવા મોકલવા માટે પ્રોત્સાહિત અને મજબૂર કરે છે. આમ પરિવારોમાં બાળકોને શરૂઆતથીજ કામ પ્રત્યેના લગાવ સાથેનો ઉછેર કરાયો છે.


કેટલાક બાળકો કુમળી વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી બાળગુનેગારો  કેમ બને છે?

Hide | Show

જવાબ : આપણા સમાજમાં કેટલાક બાળકો નાની ઉંમરમાં રમતગમત, મનોરંજન, આરામ, બાળપણ, માતા-પિતાની  હુંફ, અને પ્રેમ, સાર સંભાળ, અને શિક્ષણથી દૂર રહી જતા હોય છે. આ બાળકોમાંથી  કેટલાક બાળકો માનસિક રીતે હતાશ બની જાય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે.


બાળ મજુરી ઉદભવવાના મુખ્ય પરિબળો જણાવો.

Hide | Show

જવાબ : ભારતમાં બાળમજૂરોની સંખ્યા અને સ્થિતિ દયાજનક છે. વધુમાં કેટલાક ક્ષેત્રોમાં બાળમજૂરોની જરૂરિયાતો તેમને અપરાધી બનાવે છે. બાળમજૂરી મજબૂરીવશ કરવી પડતી હોય છે. તેના કારણો નીચે મુજબ છે.

  • કુટુંબની ગરીબી, માતા-પિતાની નિરક્ષરતા, કુટુંબનુ મોટું કદ, વગેરેથી બાળમજૂરી ઊભી થાય છે.
  • કૌટુંબિક જરૂરિયાતોને પહોંચી વળવા કુટુંબની આવકમાં બાળમજૂરીથી વધારો થાય તેવા પ્રયત્નોના કારણે...
  • કુટુંબના પુખ્ત સભ્યોની બેરોજગારી, અનાથ  કે નિરાધાર બાળકોથી..
  • ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા અને આજીવિકા મેળવવા માટે...
  • બાળકોને તેમના સગા સંબંધીઓ દ્વારા કે આશ્રય આપનારાઓ તરફથી અપાતા આશ્રયના બદલામાં દબાણપૂર્વક બાળમજૂરીની ફરજ પાડવામાં આવે છે.


રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદી સુધારણા માટે શું કરી રહી છે.

Hide | Show

જવાબ : જાહેર વિતરણ પ્રણાલીને રાજ્ય સરકારો આ અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરવા અને સુધારવા માટે આવી નામોની યાદી કુટુંબની મહિલાના નામે, ગ્રામ પંચાયત, ગ્રામ સભામાં, ઇ-ગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનોકે મામલતદારની કચેરી અથવા પુરવઠા વિભાગની વેબસાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે. વગેરે  સરકારના પ્રયાસો ગણી શકાય છે.


જાહેર વિતરણ પ્રણાલીમાં સરકારે શું સુધારા કર્યા છે?

Hide | Show

જવાબ : જાહેર વિતરણ પ્રણાલી અને ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ વ્યવસ્થા બનાવવા માટે સરકારે યોગ્ય સુધારણા કરી છે. આ માટે સરકારે બાયોમેટ્રિક ઓળખ, એપીક કાર્ડ, બારકોડેડ રેશનકાર્ડ, અન્ન કુપન, તથા વેબકેમેરાથી ઇમેજ  લેવાનાં, વગેરે જરૂરી અને આવકારદાયક પગલાં ભર્યા છે.


રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા હેઠળની "માં અન્નપૂર્ણા" યોજના ની સમજ આપો.

Hide | Show

જવાબ : માં અન્નપૂર્ણા યોજનાની અન્વયે શહેર ગ્રામ્ય વિસ્તારના જરૂરિયા મંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે. આ યોજના પ્રમાણે રાજ્યના અંત્યોદય પરિવારોને પ્રતિમાસ ૩૫ કિ.ગ્રા. અનાજ મફત આપવામાં આવે છે. તથા સમગ્ર ગુજરાતમાંથી આશરે ૩.૬૪ કરોડ જરૂરીયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલી કરી છે.


રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંગે  સમજ આપો.

Hide | Show

જવાબ : ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. ૫ જુલાઈ ૨૦૧૩ના રોજ આ કાયદો અમલી બન્યો છે. આ કાયદાથી સરકારે અનાજની સુરક્ષા માટે હાથ લંબાવ્યા છે. સમાજના દરેક વ્યક્તિઓને બધાજ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની ઉપલબ્ધિ થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે.


કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક્કો નો કાયદો સમજાવો.

Hide | Show

જવાબ : કેન્દ્ર સરકારે ૨૦૦૯ની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે. તથા કાયદા મુજબ ગુજરાત સરકારે તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક્કના નિયમો ૨૦૧૨ જાહેર કર્યા છે.


બાળકોના શોષણ કે અત્યાચારો કોને કહેવાય? તેના માટે શું થઈ શકે છે?

Hide | Show

જવાબ : બાળકો ખૂબજ સંવેદનશીલ હોય છે. બાળકો ઉપર જાણી જોઈને કે  દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપી કડવા વેણ કે અપશબ્દોથી તેનું જાહેરમાં અપમાન કે માનહાની કરવી, જાતીય સતામણી કરવી, યોનશોષણ કરવું, અસહ્ય હદે  મારમારપીટ કરવી, વગેરે જેવી વિવિધ પ્રકારે શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસા બાળ અત્યાચારો કહેવાય છે. બાળકોને ઉપરોક્ત તમામ પ્રકારની પરિસ્થિતિઓમાંથી બચાવવા માટે આપણી ફરજ બને છે કે આપણે નીચે મુજબની કામગીરી બજાવીએ.

  1. જ્યારે આપણે  બાળકના વર્તન વ્યવહારથી કે શારીરિક ઈજા  થવાના ચિન્હોથી માહિતગાર થઈએ ત્યારેજ તેની સમયસર અને યોગ્ય તબીબી સારવાર કરાવવામાં સહાયતા કરવી.
  2. સામાન્ય રીતે શોષિત પીડિત બાળક ભય, ધમકી, શરમ-સંકોચના કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ભગં થવાના ડરે ઘટનાનાની જાણ માતા પિતાને કરતાં સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે. તથા શોષણ સહન કર્યા કરે છે. આવા સમયે આપણે કે માતા-પિતાએ બાળકનો વિશ્વાસ સંપાદન કરીને સત્ય હકીકતોના આધારે સામાજિક ડરને ગણકાર્યા વગર જવાબદાર પરિબળોને સજા મળે તે માટે સત્વરે કાનૂની રાહે પગલાં ભરવા જોઇએ.
  3. આવા શોષણ કે અત્યાચારોનો ભોગ બનેલ બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્વારા ઘૃણા  કે તિરસ્કાર કરતાં તેમને હુંફપ્રેમ , અને સંવેદના, પ્રગટ કરીને ઘટનાની સ્વકૃતિ સાથે સહાનુભૂતિ પ્રગટ કરવી જોઇએ. વગેરે કરી શકાય છે.


આપણા સમાજમાં બાળકોની ભૂમિકા અથવા મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ : આપણા સમાજમાં સૌથી  અસુરક્ષિત વર્ગમાં બાળકોનું સ્થાન છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોને સુરક્ષિતતા તેના શિક્ષણ, સંસ્કાર, અને તેના વિકાસ માટે, પૂરી પાડવામાં આવેલી વિકાસની તકો પર નિર્ભર કરે છે. જે બાળક રક્ષિત, શિક્ષિતઅને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક પુરવાર થઈ શકે. તથા તે કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના, વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકે. કોઈ પણ રાષ્ટ્ર માટે આવા બાળકો નાગરિક તરીકે આશીર્વાદરૂપ બની શકે છે.


નાગરિકોના અધિકારો એટલે શું? તેને ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે લોકો સમાજમાં સામાજિક પરિસ્થિતિઓ મુજબ કોઈપણ વ્યક્તિ માનવ હક્કો અને અધિકારો વગર પોતાનો સર્વોત્તમ વિકાસ કરી શકતો નથી. માનવ અધિકારો નાગરિકનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર  ( યુ.એન. ) તેના માનવ હક્કોના ઘોષણાપત્રમાં  ( ચાર્ટર ઓફ રાઈટ્સ ) તમામ વ્યક્તિઓને કોઇપણ જાતના ભેદભાવ વગર કેટલાક સામાન્ય અધિકારો આપ્યા છે. તે પ્રમાણે વિશ્વના તમામ રાષ્ટ્રોએ પોતાના નાગરિકોને તેમના અધિકારો સરળતા અને સુગમતાથી પ્રાપ્ત થાય તેવા ઉપાયો કરવાનું જણાવ્યું છે.


ભારતના નાગરિકોને કાયદાઓનુ સામાન્ય જ્ઞાન અને સમજણ કેમ જરૂરી બન્યા છે?

Hide | Show

જવાબ : સમગ્ર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે. લોકોના રોજીંદા વ્યવહારમાં સામાન્ય રીતે જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીનો અભાવ હોય છે. માટે લોકોમાં કાયદાઓનું સામાન્ય જ્ઞાન સમજણ અને જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લોકોને કાયદાની જાણકારી હોય અને તેનાથી કાયદાનું ઉલ્લંઘન થાય તો તેને સજા કે દંડમાં માફી મળતી નથી. માટે દરેક નાગરીકોને કાયદાના જ્ઞાન અને સમજણની માહિતી આપવી જરૂરી બને છે.


સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો

Hide | Show

જવાબ : સમાજની રચના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • પશ્વિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણના કારણોસર સામાજિક સંબંધોમાં, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થામાં, સંસ્કૃતિમાં, લોકોની જીવનશૈલી, સાહિત્ય કલા, સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં, આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. પરિણામે લોકો એકબીજાની સંસ્કૃતિથી માહિતગાર બન્યા.
  • ભૌતિક ચીજો, ભોગવિલાસના સાધનો, આધુનિક ઉપકરણોનો ઉપયોગ, તથા રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધન સુવિધાઓ છેક ગ્રામીણ સમાજ સુધી પહોંચ્યા છે.
  • લોકોના ઘરો, તેની બાંધણીમાં તથા બાંધકામની અદ્યતન શૈલીઓમાં પરિવર્તનો આવ્યા છે. સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણ સુધાર્યા છે. જીવનશૈલીમાં પાશ્વાત્ય સંસ્કૃતિની છાંટ દેખાવા કે અનુભવવા લાગી છે. તથા તેની સાથે સમાજની રચના અને કાર્યોમાં પણ પરિવર્તનો આવ્યા તેને સામાજિક પરિવર્તન કહી શકાય.


ભ્રષ્ટાચારને જાકારો આપવાનો સરકારનો અભિગમ સમજાવો. અથવા માહિતી અધિકારના કાયદાની જાણકારી, માર્ગદર્શન માટે સરકારની ભૂમિકા સમજાવો.

Hide | Show

જવાબ : માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા દેશની સૌપ્રથમ હેલ્પલાઇન નંબર ૯૯૨૪૦૮૫૦૦૦પરથી કામકાજના દિવસો દરમિયાન જાણી શકાય છે. વધુમાં ધારા અન્વયે નાગરિક અધિકાર પત્ર પ્રકાશિત થયું છે. જેના દ્વારા જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવે છે. પરિણામે આપણી અરજી સબંધી પરિસ્થિતિ જાણી શકાય છે. વધુમાં ગુજરાત સરકારે "કોમન સર્વિસ પોર્ટલ" સેવા શરૂ કરી છે, તે દ્વારા નાગરિક ૨૮ જેટલી સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. વધુમાં દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ, જેવી સુવિધા અને અરજીની સ્થિતી ૨૪×  દિવસમાં જાણી શકે છે. સરકારનું ભ્રષ્ટાચારને જાકારો આપવાનો એક ક્રાંતિકારી કદમ ગણી શકાય.


કોઈપણ માહિતી અધિકારી વ્યાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે તો તે માટેની દંડનીય કાર્યવાહી સમજોવો.

Hide | Show

જવાબ : કોઇપણ અધિકારી જાણીજોઈને વ્યાજબી કારણો વગર નાગરીકોને માહિતી આપવાનો ઇનકાર કરે, બદઈરાદાથી માહિતી છુપાવે, જાણીબૂઝીને અધુરી કે ખોટી માહિતી આપે, તથા ગેરમાર્ગે દોરતી માહિતી આપે, કે માહિતીનો નાશ કરે, તેવા કિસ્સા પ્રમાણે જે તે બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ પ્રમાણે નિયત રકમ પ્રમાણે જે તે દોષિત માહિતી અધિકારીને દંડ થાય છે.


નિર્ધારિત સમયમાં માહિતી મળે તો શું કરી શકાય?

Hide | Show

જવાબ : કોઈપણ નાગરિકે માંગેલી માહિતીનો વિભાગ ૩૦ દિવસમાં માહિતીનો નિકાલ કરે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલા પક્ષકાર કે નાગરિક જાહેર માહિતી અધિકારી ( PIO ) ને કમ મળ્યાના ૩૦ દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે. માટે કોઈપણ પક્ષકારે કોઈ પ્રકારની ફી ચૂકવવી પડતી નથી. જો પ્રથમ આપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ નાગરિક ૯૦ દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.


સમાજમાં લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત કેવી રીતે બન્યા છે?

Hide | Show

જવાબ : સમાજમાં પશ્વિમીકરણ, વૈશ્વિકીકરણ, અને શહેરીકરણ વગેરે કારણોથી અંદરોઅંદરના સામાજિક સંબંધોના આદાન-પ્રદાન, કુટુંબ વ્યવસ્થા ગોઠવવામાં, લગ્ન વ્યવસ્થાઓમાં, જુદી જુદી સંસ્કૃતિની એકબીજા વચ્ચે ના આદાન-પ્રદાનથી, સાહિત્યથી, કલા - સંગીતના માધ્યમ દ્વારા અને નૃત્યના ક્ષેત્રના માધ્યમોથી લોકો એકબીજાની  સંસ્કૃતિથી પરિચિત થયા છે.


સામાજિક પરિવર્તન એટલે શું?

Hide | Show

જવાબ : સમાજની રચના જે પ્રકારના માળખાથી થઇ છે તેમાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે.


ભ્રષ્ટાચારની સમાજ  અને અર્થતંત્ર પરની અસરો જણાવો.

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચારની સમાજ અને અર્થતંત્ર પર વિપરિત અસરો પડે છે જે નીચે મુજબ છે.

  • સમાજમાં ભ્રષ્ટાચારના આચરણથી નૈતિક મૂલ્યો અને સામાજિક નીતિ-નિયમોનું ધોરણ નીચું જાય છે.
  • અર્થતંત્રમાં કાળા નાણાંની સમસ્યા ઉભી થાય છે. જે રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક છે.
  • રાજ્યના કાયદાઓ, ન્યાયપ્રણાલી, સત્તા અને વહીવટ તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઓછો થાય છે. પ્રમાણિક વ્યક્તિ હતાશા અને નિરાશામાં ધકેલાઈ જાય છે.
  • માનવ અધિકારોનું હનન થાય છે. તેનાથી સમાજમાં ન્યાય અને આવકની અસમાનતા ઉભી થાય છે. પરિણામે વર્ગવિગ્રહ પેદા થાય છે.


દેશ-વિદેશમાં ભ્રષ્ટાચારનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તે સમજાવો.

Hide | Show

જવાબ : ભ્રષ્ટાચારના આચરણના વિવિધ પ્રકારો છે. જેમાં મુખ્યત્વે રોકડ લેવડ-દેવડના સ્વરૂપમાં વધુ જોવા મળે છે. તે ઉપરાંત ભેટ-સોગાદો, કિંમતી આભૂષણ અથવા અન્ય ચીજ-વસ્તુઓના સ્વરૂપમાં પણ લેવાય છે. ઘણીવાર પક્ષપાતી વલણના રૂપમાં, વિદેશ પ્રવાસ સ્વરૂપે, નિર્ણયમાં લાગવગ કરીને કે વિધાર્થીઓની તરફેણ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.


ભ્રષ્ટાચાર અંગે ની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. વિશ્વબેંકની વ્યાખ્યા પ્રમાણે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તેને કહેવાય છે. ભ્રષ્ટાચાર પદ અને સત્તાના દુરુપયોગથી જન્મે છે. ભારતીય સમાજમાં કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રમાં વ્યાપક સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભ્રષ્ટાચાર કરનાર અને આપનાર બન્ને કાયદાની જોગવાઇ મુજબ કાનૂની રાહે ગુનેગાર બને છે. તથા તેમનો આ ગુનો સજાપાત્ર ગુનો છે.


વાઈટ કોલર  અપરાધ અંગે ટૂંકમાં જણાવો

Hide | Show

જવાબ : આપણા સમાજમાં લાંચ-રૂશ્વત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, જમીનના દબાણો, એટલે કે જમીનનો બિન અધિકૃત કબજો કરવો, વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ વાઈટ કોલર અપરાધ ગણાય છે.


સમાજમાં બ્લ્યુકોલર અપરાધ કોને કહેવાય?

Hide | Show

જવાબ : સમાજમાં કેટલીક અપરાધ વાળી પ્રવૃત્તિઓ કે અસામાજિક અથવા પ્રતિબંધિત પ્રવૃત્તિઓ આપણને જોવા મળતી હોય છે. જેવી કે ખૂન, ચોરી, અપહરણ, લૂંટ- ફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી - બાળાઓનો અનૈતિક વેપાર, છળકપટ, અને સાઇબર ક્રાઇમ વગેરે પ્રવૃત્તિઓ બ્લ્યુકોલર  અપરાધ કહેવાય છે.


સમજમાં અસામાજિક પ્રવૃત્તિ એટલે શું તે સમજાવો?

Hide | Show

જવાબ : સમાજમાં કાયદાથી બનાવેલા નિયમોને આધીન ના હોય તેવી વ્યક્તિ કે પ્રતિબંધિત પ્રવૃત્તિ અને વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે.


સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ઓક્ટોબરનો  દિવસ શા  માટે ઉજવવામાં આવે છે?

Hide | Show

જવાબ : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ( યુ.એન. ) દરેક વર્ષે ૧ ઓક્ટોબરના દિવસે "વિશ્વ વૃદ્ધ દિન" તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે.


ઘણા બધા વૃદ્ધો ઘરડાઘરમાં કેમ રહેતા હોય છે?

Hide | Show

જવાબ : ગુજરાતના વૃદ્ધોની સંખ્યા ૩૫ લાખથી વધુ છે. વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ સંતાનો વૃદ્ધ માતા-પિતા તરફની નૈતિક ફરજો, મૂલ્યો અને આપણી સંસ્કૃતિ, સંસ્કારો વિસરી ગયા છે. વૃદ્ધ માતા-પિતાને આર્થિક મદદ, સંવેદના, સંતાનોના લાગણી શુન્ય વર્તનો, વગેરે કારણોસર મજબૂર બનીને ઘરડાઘરો ( વૃદ્ધાશ્રમો ) માં રહેવાની ફરજ પડતી હોય છે.


"આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ" અંગેની માહિતી આપો.

Hide | Show

જવાબ : વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ (UN) ૧૯૯૯ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ  વર્ષ  તરીકે ઘોષિત કરેલ છે.


બાળકો શોષણનો વિરોધ કે સામનો કરતા નથી. તેનું કારણ શું છે તે જણાવો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે શોષણ પીડિત બાળક ભય, ધમકી  કે શરમ, અને સંકોચને કારણે અથવા સામાજિક પ્રતિષ્ઠા ભાંગવાની બીકે માતા-પિતાથી આવી ઘટનાઓ છુપાવે છે અને પોતાના ઉપર થતા અત્યાચારો અને શોષણ મૂંગા મોઢે સહન કરે છે.


બાળકોનું શોષણ મોટે ભાગે કયાં થતું હોય છે?

Hide | Show

જવાબ : બાળકો પરના અત્યાચારો અને શોષણ તેના સગા સંબંધીઓ, સ્વજનો, નિકટના મિત્રો, તેમના પડોશીઓ, નજીકની પરિચિત વ્યક્તિઓ, કે તેમના માતા-પિતા દ્વારા થતા હોય છે. જે આપણને ટી.વી. ન્યૂઝ ચેનલો અને સમાચારપત્રોથી જાણવા મળે છે.


બાળ અત્યાચારો એટલે શું? તે સમજાવો.

Hide | Show

જવાબ : બાળકોને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપી કડવા વેણ કે અપશબ્દોથી જાહેરમાં તેની માનહાનિ કરવી, જાતીય સતામણી કે યોનશોષણ કરવું,  મારપીટ કરવી, કે વિવિધ પ્રકારની શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસા એ બાળ અત્યાચારો કહેવાય છે.


કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં બાળકોની ભૂમિકા સમજાવો.

Hide | Show

જવાબ : રાષ્ટ્રના વિકાસમાં બાળકોની સુરક્ષિતતા, તેના શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલી વિકાસની તકો પર આધાર રાખે છે. જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક બની કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે છે. માટેજ બાલવિકાસ અને સમાજ કલ્યાણ સાધવુ એ સામાજિક વિકાસની પૂર્વશરત છે


ચાર પ્રકારના બાળ અધિકારો કોણે ક્યારે જાહેર કર્યા હતા? કયા પ્રકારના ચાર અધિકારો બાળકોને આપવામાં આવ્યા છે?

Hide | Show

જવાબ : ભારતના દરેક બાળકને જાતીય રંગ, લિંગ, અને ભાષા સાથે રાષ્ટ્રીયતા કે ધર્મના ભેદ વગર જીવન જીવવાનો જન્મ-જાત અધિકાર મળેલ છે. આ અધિકાર ની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. ૧૯૯૨ના તેમના અધિકારોના ઘોષણાપત્રમાં કરી હતી.


નાગરિકના બંધારણીય હક્કને બંધારણનો આત્મા  શાથી કહેવાય છે.

Hide | Show

જવાબ : ભારતના દરેક નાગરિકને બંધારણીય હક્કો "બંધારણીય ઈલાજોના" અધિકાર પ્રાપ્ત થયા છે તેને બંધારણનો આત્મા કહે છે.


નાગરિકો પોતાના બંધારણીય હક્કો માટે ક્યાં ન્યાય માટે જઈ શકે છે?

Hide | Show

જવાબ : ગુજરાતનો નાગરિક તેના બંધારણીય હક્કો માટે અને તેના રક્ષણ માટે હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.


માનવ હક્કો અને અધિકારો માટે માનવ હક્કોના ઘોષણાપત્રની જાહેરાત કોણે કરી હતી?

Hide | Show

જવાબ : સંયુક્ત રાષ્ટ્ર ( યુ.એન. ) દ્વારા તેના માનવ હક્કોના ઘોષણાપત્ર ( ચાર્ટર ઓફ રાઈટ્સ ) માં તમામ વ્યક્તિઓને કોઇપણ જાતના ભેદભાવ વિના કેટલા સામાન્ય અધિકારો આપવાની ઘોષણા કરી હતી.


કાયદાનું સામાન્ય જ્ઞાન અને શિક્ષણ થી શું ફાયદા થાય છે?

Hide | Show

જવાબ : કાયદાના સામાન્ય જ્ઞાન અને શિક્ષણથી પ્રજાજનો કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે અને શિક્ષાની જોગવાઈઓથી બચી  શકે છે.


દેશમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી લોકોને કઇ અગવડ ભોગવવી પડે છે?

Hide | Show

જવાબ : આપણા દેશમાં નીચા સાક્ષરતા દરથી  પ્રજાના  રોજિંદા વ્યવહારમાં ઉપયોગી નીતિ નિયમોની જાણકારી નો અભાવ હોય છે. કાયદાઓની સમજણ ઓછી હોય છે. તેથી તેના ઉલ્લંઘન દરમિયાન તેમને કાનૂની સજા કે દંડ માંથી પસાર થવું પડે છે


બાળકો માટેનો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો ક્યારે અમલી બન્યો છે?

Hide | Show

જવાબ : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધિત કાયદો ઇ.સ.૨૦૦૯માં અમલમાં મુકેલ છે.


બાળકો પાસે દબાણપૂર્વક બાળમજૂરી કેવી રીતે કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : કેટલાક બાળકો ઘરેથી ભાગીને મોટા શહેરમાં જાય છે. ત્યાં આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવી રાખવાના વિકલ્પ તરીકે અને આશ્રય દાતાઓ પણ દબાણપૂર્વક બાળ મજુરી કરવાની ફરજ પાડે છે.


સેવા ક્ષેત્રોમાં બાળશ્રમિકો કેવી કામગીરી કરે છે?

Hide | Show

જવાબ : સેવા ક્ષેત્રની કામગીરીમાં ઘરનોકર તરીકે, ચાના લારી - ગલ્લાઓ, હોટલો અને ઢાબાઓમા, ગેરેજોમાં, લારી ખેંચવામાં, અખબારો વિતરણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વણવાના કામોમાં, ભીખ માંગવામાં, તથા રસ્તા પર સફાઈ જેવા કામો બાળ શ્રમિકો કરતા હોય છે.


જોખમી વ્યવસાયોમાં બાળ શ્રમિકો કેવા પ્રકારનું કામ કરે છે?

Hide | Show

જવાબ : હોટલો, ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્રોમાં, ફટાકડાના વ્યવસાયોમાં, ઈટોના ભઠ્ઠામાં, ખેત મજૂર તરીકે, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં બાળ મજૂરો કામ કરે છે.


બાળ શ્રમિકો કોને કહેવાય તેની સમજ આપો?

Hide | Show

જવાબ : ૧૪ વર્ષ કે તેથી ઓછી ઉંમરના કામ કરતાં બાળકને બાળ શ્રમિક કહેવાય છે.


બાળમજૂરી અંગેનો " યુનિસેફ નો અહેવાલ" જણાવો.

Hide | Show

જવાબ : યુનિસેફના અહેવાલ મુજબ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે.


પ્રત્યેક વર્ષની ૧લીઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય સ્તરે શું નિમિત્તે ઉજવવામાં આવે છે?

Hide | Show

જવાબ : વિશ્વ વૃદ્ધ દિન


આર્થિક મદદનો અભાવ લાગણીશૂન્ય વ્યવહાર વગેરે કારણોસર કોને ઘર છોડી દેવાની મજબૂરી બની જાય છે?

Hide | Show

જવાબ : વૃદ્ધો


૧૯૯૯ ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ કોણે ઘોષિત કર્યું?

Hide | Show

જવાબ : સંયુક્ત રાષ્ટ્રો


વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓના પ્રશ્ન કેવા પ્રકારના છે?

Hide | Show

જવાબ : વિશ્વવ્યાપી


ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડોના,  કારણે શું પરિણામ મળ્યું છે?

Hide | Show

જવાબ : સરેરાશ આયુષ્યમાં વધારો


ભારતમાં ૨૦૦૧થી ૨૦૧૧ના દાયકા માં વૃદ્ધોની સંખ્યામાં કેટલા  કરોડનો વધારો થયેલ છે?

Hide | Show

જવાબ : ૨.૭૫ કરોડ


૨૦૧૫માં ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું?

Hide | Show

જવાબ : ૬૭.૫ વર્ષ


પશ્ચિમી સંસ્કૃતિનું વળગણ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ભાવનાથી કોણે ફરજો અને નૈતિક મુલ્યોને ભુલાવી દીધા છે?

Hide | Show

જવાબ : સંતાનો


કોની સંખ્યામાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લઇ રહી છે?

Hide | Show

જવાબ : વૃદ્ધો


ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા કેટલી છે?

Hide | Show

જવાબ : ૩૫ લાખ


ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા છે?

Hide | Show

જવાબ : અરુણાચલ પ્રદેશ


૨૦૦૧૧માં ભારતમાં વૃધ્ધ પુરુષોની સંખ્યા કેટલી હતી?

Hide | Show

જવાબ : ૫.૧૧ કરોડ


૨૦૧૧ માં ભારતમાં વૃધ્ધ મહિલાઓની સંખ્યા કેટલી હતી?

Hide | Show

જવાબ : ૫.૨૮ કરોડ


૨૦૦૫માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું?

Hide | Show

જવાબ : ૬૩.૨વર્ષ


ભ્રષ્ટાચાર કેવા પ્રકારનું દૂષણ માનવામાં આવે છે?

Locked Answer

જવાબ : વૈશ્વિક


લાંચ રિશ્વત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, અને કાળા બજાર, જમીનના દબાણ, વગેરે કયા પ્રકારના અપરાધ છે?

Locked Answer

જવાબ : વ્હાઈટ કોલર


ખૂન, ચોરી, અપહરણ, લૂંટ-ફાટ, છેતરપિંડી, બળાત્કાર, છળકપટ, સાયબર ક્રાઇમ અને વ્યાપાર વગેરે કેવા પ્રકારનો અપરાધ છે?

Locked Answer

જવાબ : બ્લ્યુકોલર


કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ કોને સન્માનિત કરવાનો કાયદો અમલમાં મૂક્યો છે?

Locked Answer

જવાબ : પૌઢો


સરકારે માતા-પિતા અને સિનિયર સિટીઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો ક્યારે અમલ માં મુક્યો છે?

Locked Answer

જવાબ : ૨૦૦૭


સુવિધાયુક્ત ઘરડાઘરો, વૃદ્ધો માટે અલગ બગીચા, સંગીત, યોગ, રમતગમત જેવી પ્રવૃત્તિઓ, વગેરેનવની વ્યવસ્થા કોણે કરી છે?

Hide | Show

જવાબ : રાજ્ય સરકાર


વૃદ્ધોને બસ, રેલ્વે કે હવાઈ સફરમાં પુરુષ સ્ત્રીઓને ૩૦થી ૫૦ ટકા સુધીની રાહત કઈ યોજના અન્વયે અપાય છે?

Hide | Show

જવાબ : સિનિયર સિટીઝન્સની સ્કીમ


કઈ  સ્કિમ હેઠળ વૃદ્ધોને બેંક પોસ્ટ ઓફિસની ડિપોઝિટોમાં વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે?

Hide | Show

જવાબ : સિનિયર સિટીઝન્સની સ્કીમ


વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ કયા વર્ષમાં અમલમાં મુકાઈ છે?

Hide | Show

જવાબ : ૧૯૯૯


વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિથી વૃદ્ધોને શું લાભ મળે છે?

Hide | Show

જવાબ : પેન્શન, આર્થિક સહાય


સરકારી કર્મચારી દ્વારા વહીવટી અધિકારીઓ નિયત સમયમર્યાદામાં પૂરી કરવાની બાંહેધરી આપવાનો કયો ધારો અમલી બન્યો છે?

Locked Answer

જવાબ : નાગરિક અધિકાર પત્ર


માહિતી અધિકાર ધારો કયા વર્ષમાં અમલી બન્યો છે?

Locked Answer

જવાબ : ૨૦૦૫


ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમનો ધારો કયા વર્ષમાં અમલમાં મૂક્યો છે?

Locked Answer

જવાબ : ૧૯૮૮


કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનું વડુ મથક ગુજરાતમાં કયાં આવેલું છે?

Locked Answer

જવાબ : અમદાવાદ


કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કયા વર્ષમાં થઈ છે?

Locked Answer

જવાબ : 19૬૪


અર્થતંત્રમાં કાળાનાણાંની સમસ્યા અને રાષ્ટ્રના વિકાસમાં અવરોધક કયું પરિબળ સમાજમાં વ્યાપેલું છે?

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચાર


સમાજમાં શેનું આચરણ કરવાથી નૈતિક મૂલ્યો અને નીતિનિયમોનું ધોરણ નીચું જાય છે?

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચાર


રોકડ લેવડદેવડ, ભેટસોગાદો,  કીમતી આભૂષણો, વિદેશી પ્રવાસ, પક્ષપાતી વલણ, નિર્ણયમાં લાગવગ, વગેરે શેનો પ્રકાર ગણી શકાય?

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચાર


સત્તા અને પદના દુરુપયોગથી શેનો જન્મ થાય છે?

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચાર


સાર્વજનિક હોદ્દાનો કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તેને શું કહેવાય છે?

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચાર


સરકારી અધિકારી દ્વારા રાજસત્તાના બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદ ને કોણ તપાસી શકે છે?

Locked Answer

જવાબ : ગુજરાત તકેદારી સેવા આયોગ


સરકારે મની લોન્ડરીંગ એક્ટ તથા કસ્ટમ એક્ટની ધારા ૧૩૫ અને ફેમા કાયદાઓમા શા અંગેના સુધારાઓ કર્યા છે?

Locked Answer

જવાબ : બ્લેકમની શોધવા


સરકારે ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે કયા કાયદામાં સમાવેશ કરેલ છે?

Locked Answer

જવાબ : બ્લેકમની


સાર્વજનિક જીવનમાં સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવા માટે સરકારે કયો કાયદો અમલી કર્યો?

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચાર વિરોધી નિયમો-૧૯૯૮


કેન્દ્ર સરકારે બ્લેકમની એક્ટ કયા વર્ષમાં ઘડ્યો  છે?

Locked Answer

જવાબ : ૨૦૦૫


ગુજરાતમાં નાગરિકોને ૨૮ જેટલી સેવાઓની ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ સુવિધા ની જાણકારી, વગેરે કઈ સંસ્થા આધારિત છે?

Locked Answer

જવાબ : કોમન સર્વિસ પોર્ટલ


પક્ષકારે કરેલી પ્રથમ અપીલ નિર્ધારિત સમયમાં જાણ ન થાય તો માહિતીના  ઈન્કારથી  નારાજ પક્ષકાર કેટલા દિવસ સુધી રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે?

Locked Answer

જવાબ : ૯૦ દિવસ


સરકારી જે તે વિભાગ ત્રીસ દિવસમાં માહિતીનો નિકાલ ન કરે તો નારાજ પક્ષકાર કેટલા દિવસ સુધી પ્રથમ અપીલ દાખલ કરી શકે છે?

Locked Answer

જવાબ : ૩૦ દિવસ


મદદનીશ જાહેર માહિતી અધિકારી નું ટૂંકું નામ શું છે.

Locked Answer

જવાબ : APIO


કેવા પ્રકારના કુટુંબોની વ્યક્તિઓએ સરકારી ઓફિસોમાં કોઈજ પ્રકારની ફી અને નકલો અંગે નો ચાર્જ ચુકવવાનો હોતો નથી?

Locked Answer

જવાબ : બી. પી. એલ.


ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો ક્યારે બહાર પાડ્યા છે?

Locked Answer

જવાબ : ૫ મી ઓક્ટોબર ૨૦૦૫


ભારતની ગુપ્તચર સંસ્થાઓ રાષ્ટ્રીય સુરક્ષા તથા સલામતી એકતા અને અખંડિતતાને સ્પર્શે તેવી સંસ્થાઓને કયો ધારો લાગુ પડતો નથી?

Locked Answer

જવાબ : માહિતી અધિકાર કાયદો


૩ થી ૫ વર્ષની ઉંમરના બાળકોની અભ્યાસ નીતિમાં સરકારે શું ક્રાંતિકારી કદમ ભર્યું છે?

Locked Answer

જવાબ : નર્સરીને કાયદામાં સમાવવું


બાળકને સ્કૂલમાં પ્રવેશ આપતી વખતે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે?

Locked Answer

જવાબ : ભેદભાવ


૬થી ૧૪ વર્ષના બાળક માટે ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોય તો સ્કૂલ પ્રવેશ કરી શકાય કે નહીં?

Locked Answer

જવાબ : હા કરી શકાય


મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબત પર મનાઈ ફરમાવી છે?

Locked Answer

જવાબ : પ્રવેશ સમયે કેપિટેશન ફી


બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક્કોનો કાયદો ક્યારે બન્યો?

Locked Answer

જવાબ : ૨૦૦૯


ગુજરાત સરકારે ૨૦૧૨ના વર્ષમાં કઈ તારીખે અને કયા મહિનામાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હક્કના નિયમો જાહેર કર્યા?

Locked Answer

જવાબ : ૧૮ ફેબ્રુઆરી


બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હક્કના નિયમો કયા વર્ષમાં જાહેર કર્યા છે?

Locked Answer

જવાબ : ૨૦૧૨


રાજ્ય સરકારોએ ૬થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો ક્યારથી અમલમાં મૂક્યો છે

Locked Answer

જવાબ : ૨૦૦૯


કેવા શ્રમિકોની સંખ્યા વધુ છે તેથી તે જલ્દીથી મળી રહે છે. તથા વધુ કામ કરાવી શોષણ કરવાની તક ઊભી થાય છે?

Locked Answer

જવાબ : બાળ શ્રમિકો


શ્રમનું સસ્તામાં સસ્તુ ઉત્પાદન સાધન શું છે?

Locked Answer

જવાબ : બાળ શ્રમિક


ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક કોની પાસે મજુરી કરવાની ફરજ પડાય છે?

Locked Answer

જવાબ : બાળકો


પ્લાસ્ટિક કે ભંગાર વણવાનું  કામ કોની પાસે કરાવવામાં આવે છે?

Locked Answer

જવાબ : બાળ શ્રમિક


ભારતના અર્થતંત્રમાં વધુ પ્રમાણમાં શું જોવા મળે છે?

Locked Answer

જવાબ : બાળમજૂરી


કેટલી ઉંમરના શ્રમિકને બાળ શ્રમિક માનવામાં આવતો નથી?

Locked Answer

જવાબ : 14 વર્ષની ઉપર


વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો ભારતમાં છે તેવું કોણ કહે છે?

Locked Answer

જવાબ : યુનિસેફ નો અહેવાલ


વર્ગની કુલ ક્ષમતા થી ૨૫ ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશનો હુકમ સરકારે કોના માટે કર્યો છે?

Locked Answer

જવાબ : બી. પી. એલ. કુટુંબો


સરકારી શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા વર્ષ સુધીમાં નિર્ધારિત ધોરણે લાયકાત મેળવી લેવી પડે છે?

Locked Answer

જવાબ : પાંચ


ખાનગી શાળાઓમાં કયા બાળકોના પ્રાથમિક પ્રવેશ ની ફી સરકારે તે સ્કૂલને ચૂકવતી હોય છે?

Locked Answer

જવાબ : નાના બાળકોને


દરેક વ્યક્તિ માટે બધાજ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એટલે શું?

Locked Answer

જવાબ : અન્ન સુરક્ષા


રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો કઈ તારીખે ૨૦૧૩ના વર્ષમાં અમલી બન્યો છે?

Locked Answer

જવાબ : ૫ જુલાઈ


૫ જુલાઇના રોજ કયા વર્ષમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અમલમાં આવ્યો હતો?

Locked Answer

જવાબ : ૨૦૧૩


અંત્યોદય કુટુંબો, બી. પી. એલ. પરીવારો, ધાત્રી માતાઓ, વગેરેને પોષણક્ષમ આહાર માટે સરકારે કયો કાયદો અમલી કર્યો છે?

Locked Answer

જવાબ : અન્નસલામતી વિધેયક


માં અન્નપૂર્ણા યોજના અન્વયે  ૩૫ કી.ગ્રા. અનાજ પ્રતિમાસે મફત પૂરું પાડવામાં આવે છે. તે કયા પરિવારોને અપાય છે?

Locked Answer

જવાબ : અંત્યોદય કુટુંબો


કયા ધારા મુજબ અંત્યોદય અને બી. પી. એલ. પરિવારોને દર માસે ખાંડ, મીઠું, કેરોસીન, ખાદ્યતેલ, વર્ષમાં બે વખત આપવામાં આવે છે?

Locked Answer

જવાબ : રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા


માં અન્નપૂર્ણા યોજના મુજબ ગુજરાતમાં કેટલા નાગરિકોને રાહત દરે અનાજ આપવાની યોજના સરકાર દ્વારા અમલી છે?

Locked Answer

જવાબ : ૩.૬૨કરોડ


સમાજ રચનાનું માળખું અને સામાજિક સંસ્થાના બદલાવને શું કહે છે?

Locked Answer

જવાબ : સામાજિક પરિવર્તન


સમાજમાં ભૌતિક પરિવર્તન થી લોકોના  શામાં સુધારો થયો છે?

Locked Answer

જવાબ : જીવનધોરણમાં


હાલમાં કઈ સમસ્યા વૈશ્વિક છે ?

Locked Answer

જવાબ : બાળમજૂરી


વધુ પડતું સંવેદનશીલ કોણ હોય છે?

Locked Answer

જવાબ : બાળક


કોને તેની ઇચ્છા મુજબ ધર્મ પાળવાનો, ગમતા સમુદાયમાં રહેવાનો અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે?

Locked Answer

જવાબ : બાળકો


કોને તેની ઉંમર પ્રમાણે રમતગમત અને મનોરંજનમાં ભાગ લઇને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને આનંદથી જીવન જીવવાનો અધિકાર છે?

Locked Answer

જવાબ : બાળકો


જાતિ, રંગ, લીપી, અને ભાષા આ અધિકારો કોના જન્મ-જાત અધિકારો છે?

Locked Answer

જવાબ : બાળકોના


ક્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અધિકાર ઘોષણાપત્રમાં અધિકારો બાળકો માટે જાહેર કર્યા હતા?

Locked Answer

જવાબ : ઇ.સ. ૧૯૯૨


આપણા દેશમાં કાયદાકીય સામાન્ય રીત અને સમજણ કે જાણકારી ઓછી છે તેનું કારણ જણાવો.

Locked Answer

જવાબ : સાક્ષરતાનું નીચુ પ્રમાણ


શેની સમજણ અને જ્ઞાનથી દરેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે છે?

Locked Answer

જવાબ : કાયદા


આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત કોણ છે?

Locked Answer

જવાબ : બાળકો


બાળ વિકાસ અને બાળકલ્યાણ સાધવું સામાજિક વિકાસની શું છે?

Locked Answer

જવાબ : પૂર્વ શરત


"કાયદાના સામાન્ય જ્ઞાનની ઉપયોગીતા" વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : કાયદાના સામાન્ય જ્ઞાન અને જાણકારી તથા સમજણ અત્યંત જરૂરી છે. કેમકે.....

  1. કાયદાની સામાન્ય સમજણ અને શિક્ષણથી પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે  ગુનાહિત કાર્ય કરતા અટકે છે. તથા શિક્ષણ અને દંડથી પોતાને બચાવી શકે છે.
  2. શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસરના પગલાં લઈ શકાય તેની જાણકારી અને માર્ગદર્શન મેળવી શકાય છે.
  3. પોતાના બંધારણીય હક્કો અને વ્યક્તિગત હિતોના રક્ષણ માટે તથા અધિકારોને સારી રીતે ભોગવી શકવામાં ઉપયોગી છે.
  4. વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કર્ષ માટે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી તે માહિતગાર બને છે.
  5. સમાજના જવાબદાર નાગરિક તરીકેના હક્કો અને અધિકારોની માહિતી મેળવી શકે. તથા સામાન્ય નાગરિકની ફરજ નિભાવી શકે.
  6. સમાજ, રાજ્ય, અને રાષ્ટ્ર માટે તેની વફાદારીમાં વધારો થાય છે.
  7. કાયદાની સમજણ અને જ્ઞાનથી દરેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવ ભર્યું જીવન જીવી શકે છે. વગેરે કારણોથી કાયદાઓનું  સામાન્ય જ્ઞાન  અને જાણકારી ખૂબ આવશ્યક બની જાય છે.


નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. કોઈપણ નાગરિક પોતાના અધિકારોના હનન સમયે ન્યાય માટે શું કરી શકે છે?

Hide | Show

જવાબ : નાગરિકોના મૂળભૂત અધિકારો નીચે મુજબ છે.

(). સમાનતાનો અધિકાર (2) સ્વતંત્રતાનો અધિકાર (શોષણ વિરોધી અધિકાર () ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, (સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર () બંધારણીય ઇલાજનો અધિકાર વગેરે કહી શકાય છે.

          કોઈપણ રાજ્ય કે રાષ્ટ્ર  ઉપરોક્ત અધિકારોનો ભંગ કરીને નાગરિકોને તેના હક્કથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે તો નાગરિકો તેના બંધારણીય હક્કોના રક્ષણ માટે તથા ન્યાય મેળવવા હાઇકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલતમાં જઇ શકે છે. આવો હક્ક નાગરિકને બંધારણીય ઈલાજોનો અધિકાર મુજબ મળેલ છે. માટે તેને બંધારણનો આત્મા પણ કહેવાય છે. ન્યાયતંત્રની ફરજમાં આવે છે કે તેણે નાગરિકોનું અને તેના અધિકારોનું રક્ષણ કરવું તથા દરેક નાગરિકોને સરળ, ઝડપી, અને પ્રભાવશાળી ન્યાય આપવાનો પ્રયત્ન કરવો. વગેરે થઇ શકે


આપણા બંધારણમાં બાળકોના અધિકારો મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : સંયુક્ત રાષ્ટ્રોએ .. ૧૯૯૨માં તેમના અધિકારોના ઘોષણાપત્રમાં ( ચાર્ટર ઓફ રાઈટ્સ ) બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટેના કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે. ભારત સરકારે બાળ અધિકારોને આપણા બંધારણમાં સ્થાન આપીને તેને વ્યવહારમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે. બંધારણમાં બાળકોના અધિકારો નીચે પ્રમાણે છે.

  1. જાતિરગં, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વગર દરેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે.
  2. માતા-પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન-પોષણ કરવામાં આવે તથા કોઈ ખાસ કારણ વિના બાળકને તેના માતા-પિતાથી અલગ કરી શકાય નહીં.
  3. પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે તે માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને હવેથી કાનૂની અધિકાર મળેલ છે.
  4. દરેક બાળકને તેની ઉંમર પ્રમાણેની રમત-ગમતો અને માનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઇ તંદુરસ્ત, સ્વસ્થ, અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે.
  5. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.
  6. દરેક બાળકને પોતાને કોઈ પણ પ્રકારે થતાં શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે, નશીલી દવાઓનો ઉપયોગ સામે, માનવી યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે, રક્ષણ અને સલામતી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.
  7. દરેક બાળકને સામાજિક સંસ્થા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. વગેરે કહી શકાય.


ભારતમાં બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : ભારતમાં બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો માટે નીચે મુજબ વિચારી શકાય.

  • બાળમજૂરી વૈશ્વિક સમસ્યા છે અને પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે જેના પર સત્વરે કાબૂ મેળવવાની જરૂર છે.
  • ૧૪ વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
  • યુનિસેફના અહેવાલ પ્રમાણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતા બાળશ્રમિકોની સંખ્યા કુલ વસતીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે.
  • ભારતીય અર્થતંત્રમાં બધાજ ક્ષેત્રોમાં બાળમજૂરી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
  • હોટલો, ફેક્ટરીઓ, બાંધકામ ક્ષેત્રમાં, જોખમી વ્યવસાયોમાં, જેવા કે ફટાકડાના વ્યવસાયમાં, ઈંટોના ભઠ્ઠામાં, કૃષિક્ષેત્રના કામો જેવા કે ખેત મજૂર, પશુપાલન તથા મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં બાળશ્રમિકો જોવા મળે છે.
  • સેવા ક્ષેત્રની કામગીરી જેવી કે ઘરનોકર ચાની લારી ગલ્લાઓ, હોટેલો કે ઢાબાઓમાં ગેરેજોમાં, લારી ખેંચવામાં, અખબાર વેચવામાં, પ્લાસ્ટિક કે ભંગાર વણવા જેવા કાર્યોમાં, ભિખ માગંતા કે રસ્તાઓ પર સાફ સફાઈના કામો કરતા શ્રમિકબાળકો જોવા મળે છે. ભારત જેવા પ્રગતિશીલ રાષ્ટ્રનું એક કડવું સત્ય છે. જે આપણે સ્વીકારવું રહ્યું.


બાળમજૂરોની માંગ વધુ હોવાના યોગ્ય કારણો આપો.

Hide | Show

જવાબ : ઘણા બધા કામધંધાઓ અને ઉદ્યોગોમાં માલિકો અને શેઠિયાઓ પુખ્તવયના મજૂરો કરતાં બાળમજૂરોને વધુ પસંદ કરે છે. કારણ કે તેનાથી નીચે પ્રમાણે લાભ થાય છે.

  1. બાળ શ્રમિક શ્રમનું સસ્તામાં સસ્તુ ઉત્પાદનનું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતા બાળશ્રમિકો પાસે સરખામણી મુજબ ઓછા વેતન કે પગારે કામ કરાવી શકાય છે.
  2. તેઓ અસંગઠિત હોય છે. પરિણામે તેઓ માલિકો સામે આવાજ કે વિરોધ કરતા નથી અને બાળકોનું તેમને ખબર પડે તેવી રીતે સરળતાથી શોષણ કરી શકાય છે.
  3. ગમે તેવી કઠિન કે જોખમી પરિસ્થિતિમાં ઓછા પગારે અને નક્કી સમય કરતાં વધુ સમય સુધી કામ કરાવી શકાય છે. તેમને ધમકાવીને, ડરાવીને, લલચાવીને, વધુ કામ કરાવી શકાય છે.
  4. બાળ શ્રમિકોની સંખ્યાનું પ્રમાણ વધુ છે. પરિણામે આવા મજૂરો ખૂબજ સરળતાથી જોઈએ તેટલા અને જોઈએ તે સમયે મળી શકે છે.
  5. બાળકો ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટેના તથા કમાવાના વધુ બે હાથના સ્વરૂપે માતા-પિતા બાળકોને જોતા હોય છે અને આવા બાળકો બાળમજૂરી માટે પહોંચી જતા હોય છે.
                    ઉપરોક્ત કારણોસર દરેક ક્ષેત્રોમાં બાળમજૂરોની માંગ વધુ રહેતી હોય છે.


બાળમજુરી અટકાવવાની બંધારણીય જોગવાઈઓ જણાવો.

Hide | Show

જવાબ : બાળમજૂરી, બાળ શોષણ અને તેમના પર થતાં અત્યાચારોને રોકવા માટે સરકારે બંધારણીય જોગવાઇઓ અમલમાં મૂકી છે. જે નીચે મુજબ છે.

  1. ૧૪વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ કારખાનામાં કે કોઈપણ કામ ધંધામાં કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાય નહીં. આના ભગં બદલ નોકરીદાતા ઉપર કાનૂની રાહે પગલાં ભરી તેને સજા કરાવી શકાય છે.
  2. બાળપણમાં કે કિશોર અવસ્થામાં તેનું કોઈ પણ પ્રકારે શોષણ થાય. તે તથા તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાઓથી વંચિત કરી શકાય નહીં.
  3. બંધારણનો અમલ શરૂ થયાના દસ વર્ષમાં ૧૪ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકાર તરફથી કરવાનો રહેશે.

                    જોકે બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ થી ૧૪ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો- ૨૦૦૯માં અમલમાં મૂક્યો છે.


વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓના રક્ષણ અને સલામતી અંગેના સરકારે કયા પગલાં લીધા છે. તે મુદ્દાસર જણાવો.

Locked Answer

જવાબ : નિઃસહાય અને વૃદ્ધોના  રક્ષણ અને સલામતીના સરકારી પગલા નીચે મુજબ છે.

  • વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નિતિ - ૧૯૯૯ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે. તે મુજબ વૃદ્ધોને પેન્શન કે આર્થિક સહાય આપવામાં આવે છે.
  • સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજની સવલત બસ, રેલ્વે, કે હવાઈ મુસાફરીમાં પુરુષ - સ્ત્રીઓને ટિકિટના દરમાં ૩૦ ટકા થી ૫૦ ટકા સુધીની રાહત આપવામાં આવે છે.
  • રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લાઓમાં એક સુવિધાવાળા ઘરડાઘરો ખોલ્યા છે. શહેરમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ ખુલ્લા મુક્યા છે. વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, કસરત, રમત-ગમત તથા માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે.
  • વૃદ્ધોની સલામતી અને સુરક્ષા માટે તથા ઘરેલુ હિંસા શોષણ કે અત્યાચારો સામે રક્ષણ આપવા સરકારે માતા-પિતા અને સિનિયર સિટીઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો ૨૦૦૭ અમલમાં મૂક્યો છે.
  • વૃદ્ધોને ઉપયોગી ૨૦૦૭ના સરકારી કાયદા પ્રમાણે વૃદ્ધોની સારસંભાળની જવાબદારી કાયદેસર રીતે તેમના કુટુંબીજનો અને સગાઓ પર નાખવામાં આવી છે. તથા વૃદ્ધો પોતાના સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણપોષણ મેળવવાને તેઓ હક્કદાર બન્યા છે.
કેન્દ્ર સરકાર મારફતે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પૌઢોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. વગેરે ઉપરોક્ત પગલાઓથી સરકારો વૃદ્ધોને મદદરૂપ બની,  સમાજમાં સન્માનભેર રહેવાની પેરવી કરે છે.


"ભ્રષ્ટાચારને ડામવાના ઉપાય" અંગે ટૂંક નોંધ લખો

Locked Answer

જવાબ : ભ્રષ્ટાચારને સમાજમાંથી નાથવા માટે નીચે પ્રમાણેના ઉપાયો કરી શકાય.

  • ભારતમાં ૧૯૬૪માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના થઈ છે. જેનાથી સરકારી તંત્રમાં વકરેલા ભ્રષ્ટાચારની બદીને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. ભ્રષ્ટાચારીઓને રંગે હાથે પકડીને તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે. જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૪ ૪૪૪૪ છે. તે અમદાવાદ શાહીબાગ ખાતે ઓફિસ ધરાવે છે.
  • ભ્રષ્ટાચાર અટકાવવા કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમો - ૧૯૮૮ની રચના કરી છે. તેનો આશય સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું તથા સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવો તે છે.
  • કોઇપણ જાહેર સેવકઉચ્ચ -પદાધિકારીઓ, રાજકારણીઓ, પદ કે હોદ્ધો લેતા પહેલા સોગંદનામું કરીને પોતાની તમામ સંપત્તિ જાહેર કરે છે. ફરજિયાત છે. ત્યારબાદ તેમના કાર્યકાળમાં આવક કરતાં વધુ તથા જાહેર કરેલ સંપત્તિથી વધુ સંપત્તિ થાય તો તે શિક્ષાપાત્ર ગુનો બને છે અને આવી બેનામી મિલકતો સરકાર પોતે જપ્ત કરે છે.
  • માહિતી અધિકાર -૨૦૦૫ અને નાગરિક અધિકાર પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જોગવાઇનો આશય વહીવટી કામો સમય મર્યાદામાં પૂરા કરાવવાની હૈયાધારણ આપી પોતાના કાર્યક્ષેત્રના અને સત્તા હેઠળના કામોનો વિલંબ દૂર કરીને પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે.
  • કેન્દ્ર સરકારે બ્લેકમની એક્ટ -૨૦૦૫  બનાવ્યો છે. કાયદામાં ભ્રષ્ટાચારોને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવવામાં આવ્યા છે. ઉપરાંત તેમાં ફેમાં ( ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ) કાયદામાં તથા મની લોન્ડરીંગ એક્ટમાં અને કસ્ટમ એક્ટની ધારા -૧૩૨માં સુધારો કરવામાં આવ્યો છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરીને કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો બતાવ્યા છે.
  • સરકારી અધિકારી મારફતે આચરવામાં આવેલી સત્તાના બેફામ ઉપયોગની અને ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનુ કાર્ય ગુજરાત તકેદારી સેવા આયોગ દ્વારા ગાંધીનગરથી કરવામાં આવે છે. વગેરે પ્રકારના ઉપાયો અને પ્રયાસો થકી ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર પૂરા પ્રયત્નો કરે છે.


"માહિતી અધિકાર કાયદો" ની સંપૂર્ણ વ્યાખ્યા સમજાવો.

Locked Answer

જવાબ : માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ - ૨૦૦૫ (RTI -૨૦૦૫ ) - માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે તાઃ ૧૫ જૂન ૨૦૦૫માં બહાર પાડ્યો છે. જે સમગ્ર દેશમાં અમલી છે. ધારો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી એકતા અને અખંડિતતાને અસર કરે તેવી બાબતોની સંસ્થાઓ અને વિદેશી કચેરીઓની કચેરી સહિત કેટલાક અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે.

  • ૫મી ઓક્ટોબરના રોજ ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો-૨૦૦૫ - ગુજરાત સરકારે ધારાકીય જોગવાઈઓ અને આધીન કાયદો અમલી કર્યો છે. આધાર આનો મૂળ હેતુ પારદર્શક, સ્વચ્છ, સરળ, અને ઝડપી વહીવટી કામગીરી થાય અને તેમાં પ્રજાનો સહયોગ મળે તે છે.
  •  કેવી માહિતીઓ મેળવી શકાય - ધારાકીય જોગવાઈ હેઠળ કોઇપણ નાગરિક તેના અટકેલા કામો માટે કે યોજનાઓના અમલીકરણ બાબતની માહિતી કે પ્રજાલક્ષી કામોની સરળતા તથા સ્થિતિ અંગે સંબંધિત વિભાગનાં ઉપરી અધિકારીને પ્રશ્ન પૂછીને સાચી માહિતી મેળવી શકે છે. વગેરે કાયદાનો ભાગ છે.


માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી મેળવવાની રીત સમજાવો.

Locked Answer

જવાબ : માહિતી મેળવવાના અધિકાર પ્રમાણે અરજદારોએ નિયત નમૂનામાં  નિર્ધારિત ફી ની રકમ રોકડેથી અથવા પોસ્ટલ ઓર્ડર, પે-ઓર્ડર કે, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાની હોય છે.

  • અરજી સ્વહસ્તાક્ષરમાં ટાઈપ કરીને કે -મેઈલ દ્વારા જે તે વિભાગમાં કરી શકાય છે.
  • બી. પી. એલ. કાર્ડ ધારકના કુટુંબની વ્યક્તિએ કોઈ ફી કે નકલચાર્જ ચુકવવાનો નથી.
  • માહિતી માંગતી અરજીમાં માહિતી માંગવાના કારણો જણાવવાની જરૂર નથી.
  • અરજી મળ્યાની પહોંચ લેતી વખતે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારીએ  ( APIO ) અરજીનો ક્રમાંક ( ID નંબર ) પાડીને અરજદારોને નકલ આપવાની હોય છે.
  • કરેલી અરજી માટેના પત્ર વ્યવહારમાં ફરીથી અરજી સંદર્ભે ફક્ત ID નંબરજ જણાવવાનો હોય છે.
  • અરજી સ્વીકાર્યા ૩૦ દિવસમાં APIO દ્વારા નિકાલ કરવાની પ્રોસેસ હોય છે. જો અરજીમાં નકલની માંગણી હશે અરજદાર પાસેથી નિર્ધારિત ફી લઈને માહિતીના ઉત્તરો આપવામાં આવે છે.
માંગેલી માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ રાષ્ટ્રીય હિત કે સલામતીને લગતી ગોપનીય બાબતોને સ્પર્શતી હોય અથવા અદાલતી તિરસ્કાર થાય તેવી હોય, વૈજ્ઞાનિક રહસ્ય કે ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો APIO માહિતી આપવાનો ઇનકાર પણ કરી શકે છે.


"બાળકોને  મફત અને ફરજિયાત શિક્ષણના હક્કનો કાયદો" ની ઉપયોગીતા જણાવો.

Locked Answer

જવાબ : ભારતીય બંધારણના ૮૬માં સુધારા મુજબ થી ૧૪ વર્ષની ઉંમરના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવાયું છે. ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવા માટે કાયદો નીચે મુજબ ઉપયોગી છે.

  1. કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને જોઈને શાળાની સગવડો ભૌતિક સગવડો નક્કી કરવામાં આવી છે. તે મુજબ વર્ગખંડ, પ્રયોગખંડ, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, શિક્ષકોની લાયકાત, અને નિમણૂકના ધોરણો, શાળાને અપાતી સરકારી સહાય, વગેરે નક્કી કરવામાં આવ્યું છે.
  2. પ્રાથમિક શિક્ષણ પુરું કરે ત્યાં સુધી એટલે કે ૧૪ વર્ષ પુરા થયા હોય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખીને તેને મફત શિક્ષણ પૂરું પાડવાનુ છે.
  3. કાયદામાં દરેક બાળકને તેના રહેઠાણની નજીકની સ્કૂલમાં પ્રવેશ અપાય છે. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર હોય તો પણ પ્રવેશ અપાય છે.
  4. પ્રવેશ આપતી વખતે બાળકની ઉમર વર્ષ હોવી જરૂરી છે. જન્મનો દાખલો હોય તો હોસ્પિટલનો રેકોર્ડ કે મા-બાપના બાળકના ઉંમર  આધારિત સોગંદનામાથી પ્રવેશ અપાય છે.
  5. શાળામાં કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રવેશ અપાય છે.
  6. પ્રવેશ સમયે દાન કેપિટેશન ફી સ્વરૂપે કે અન્ય ડિપોઝિટ રૂપે અન્ય. ફી પેટે કોઈપણ પ્રકારની રકમ લઈ શકાતી નથી.
  7. પ્રવેશ સમયે માતા-પિતાનો ઇન્ટરવ્યૂ, માતા-પિતાની આવક તેમની શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાના આધારે કે પ્રવેશ પરીક્ષા લઇને પ્રવેશ આપી શકાય નહીં.
  8. થી વર્ષના બાળકોના શિક્ષણ માટે પ્રિસ્કૂલના ( બાલમંદિર ) શિક્ષણ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે તાલીમના નિયમો સૌપ્રથમવાર ઘડીને ક્રાંતિકારી પગલું ભર્યું છે. કાયદાથી નર્સરીને કાયદામાં આવરી લીધો છે.
  9. નબળા વર્ગો, પછાત વર્ગો,( SC અને ST )  ના અભ્યાસ માટે દાખલ થવા માંગતા બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે બી. પી. એલ. યાદીના કુટુંબના બાળકોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ- માં વર્ગની કુલ ક્ષમતા થી ૨૫ ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાની આદેશાત્મક જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.
  10. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકતા નથી.
  11. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ પાંચ વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની છે.
  12. બાળકોને બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી શાળામાંથી કાઢી શકાશે નહીં.
  13. ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પામેલ SC,  ST ના બાળકોની ફી ની ચુકવણી શરતોને આધીન છે. તે શાળાને સરકાર ચૂકવી દેશે.
  14. કાયદાની જોગવાઇઓના પાલન માટે એક અલાયદી વ્યવસ્થા તંત્ર ટ્રીબ્યુનલ કે રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈ કરવામાં આવી છે. અધિનિયમના ભગં બદલ શાળાના સંચાલકોને દંડ તથા શાળાની માન્યતા પાછી ખેંચવાની જોગવાઈ કાયદામાં છે.
           ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન પૂર્વક અધ્યયન કરતાં આપણને સરકારના કાયદાની ઉપયોગીતા સમજાય છે.


રાષ્ટ્રીય અન્ન સલામતી ધારાની અન્ય જોગવાઈઓ જણાવો.

 

Locked Answer

જવાબ : રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા અન્વયે નીચે મુજબની જોગવાઈઓ ઊભી થઈ છે.

  • ધારા હેઠળ માં અન્નપૂર્ણા યોજના અમલી બની છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને જરૂરીયાતમંદ પરીવારોને અનાજ અપાય છે. રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ ૩૫ કિ.ગ્રા. અનાજ મફત આપવામાં આવે છે.
  • યોજના હેઠળના લાભાર્થીઓને અનાજ પેટે ઘઉં રૂ. -૦૦ પ્રતિ કિલો મુજબ, ચોખા રૂ. -૦૦  મુજબ પ્રતિ કિલો, મોટું જાડું અનાજ રૂ. -૦૦ મુજબ પ્રતિ કિલો, નિયત માત્રામાં હોય છે. અનાજનું વિતરણ જાહેર વિતરણ પ્રણાલી મુજબ શરતોને આધીન અપાય છે.
  • ગર્ભવતી સ્ત્રીઓને પ્રસુતિ સહાય રૂપે રૂ. -૬૦૦૦ કેન્દ્ર સરકાર દ્વારા અપાય છે.
  • આધાર હેઠળ રાજ્ય સરકાર લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થુ મેળવવા હક્કદાર બનાવી શકે છે.
  • ગુજરાત સરકાર ધારા મુજબ અંત્યોદય અને બી. પી. એલ. પરિવારને દર માસે ખાંડ, મીઠું, કેરોસીન, વર્ષમાં બે વખત ખાદ્યતેલને રાહત દરે PDS  હેઠળ આપે છે.
  • રાજ્ય સરકાર અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને સુધારશે. તથા યાદી કુટુંબની મહિલાના નામે ગ્રામ પંચાયત, ગ્રામ સભાવાર્ડ સભા, -ગ્રામવ્યાજબી ભાવની દુકાનો, મામલતદાર કચેરીઓ, પુરવઠા વિભાગની વેબસાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.
  • જાહેર વિતરણ પ્રણાલી માં બાયોમેટ્રિક ઓળખ, એપીકકાર્ડ, બારકોડ રેશનકાર્ડ, અન્ન કુપન, અને વેબ કેમેરાથી ઇમેજ લેવાના પગલાં ભર્યા છે.
  • ધારા હેઠળ આંતરિક ફરિયાદ નિવારણ તંત્ર ઊભું કરવું, ફરિયાદના નિવારણ માટે નોડેલ અધિકારી નીમવા, ફરિયાદ કરવા, રાજ્ય અન્ન આયોગની રચના ફૂડ કમિશનરની નિમણૂક વગેરે તથા અન્ન સલામતી ધારાની જોગવાઈ પ્રમાણે ગુજરાતમાં આશરે .૬૪ કરોડ જરૂરિયાત મંદ નાગરિકોને અનાજ આપવાની અને અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ માટે સરકારે યોજના અમલી બનાવી યશસ્વી કામ કર્યું છે.


There are No Content Availble For this Chapter

1)   ભારત                                 A અત્યંત દયાજનક પરિસ્થિતિ
2) બંધારણનો આત્મા                   B બાળશ્રમિકોની સૌથી વધુ સંખ્યાનો દેશ 
3) બાળમજૂરો                             C યુ.એનનો ૧૯૯૨ નો ઘોષણાપત્ર
4)  બાળઅધિકારો                         D બંધારણીય ઈલાજોના અધિકાર

 

Hide | Show

જવાબ :

1) – D

2) -  B

3) -  A

4) - C

1)  ઈ.સ. ૨૦૦૯      A બંધારણી  જોગવાઈઓ
2) 14 વર્ષથી નાના બાળકોને નોકરીએ રખાય નહી. B આ પ્રકારના શ્રમિકોનું શોષણ કરી શકાય છે. 
3)  શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન C 6 થી 14 વર્ષના બાળકોનેમફત શિક્ષણનો અધિકાર
4) બાળમજૂરો                    D બાળશ્રમિકો


 

Hide | Show

જવાબ :

1) C

2) A

3) D

4) B
 

1) 2011 ના અહેવાલ મુજબ વૃધ્ધ પુરુષોની સંખ્યા     A 5.28
2) 2011 ના અહેવાલ મુજબ વૃધ્ધ મહિલાઓ સંખ્યા     B 5.11
3) 2015 માં ભારતનું સરેરાશ આયુષ્ય                     C 1999
4) આંતરરાષ્ટ્રીય વૃધ્ધવર્ષ                                     D 67.5


 

Hide | Show

જવાબ :

1) B

2) A

3) D

4) C

1) વૃધ્ધો અંગેની રાષ્ટ્રીય નીતી   A 35 લાખ
2) ગુજરાતમાં વૃધ્ધોની સંખ્યા     B આંતરરાષ્ટ્રીય વૃધ્ધવર્ષ 
3) સંયુક્ત રાષ્ટ્રો (UN)             C તા: ૧ ઓક્ટોમ્બર
4) વિશ્વ વૃધ્ધ દિન                   D ૧૯૯૯


 

Hide | Show

જવાબ :

1) D

2) A

3) B

4) C

1) બ્લ્યુકોલર અપરાધ                   A વૈશ્વિક દૂષણ
2)  ભ્રષ્ટાચાર                             B વાઈટકોલર અપરાધ 
3) કાળાનાણાની સમસ્યા               C ખૂન, ચોરી, અપહરણ, બળાત્કાર
4)  બિનઅધિકૃત કબજો મેળવવો   D રાષ્ટ્રના વિકાસમાં અવરોધક


 

Hide | Show

જવાબ :

1) C

2) A

3) D

4) B

Download PDF

Take a Test

Choose your Test :

સામાજિક પરિવર્તન

ઇતિહાસ
પ્રકરણ 21: સામાજિક પરિવર્તન

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.