GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ગરીબની વ્યાખ્યા આપો

Hide | Show

જવાબ : જે લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતાં હોય અને જે લોકો ભૌતિક સુખ, સુવિધા કે આરામ પામતા નથી તેવા લોકો ગરીબ છે.


આર્થિક વિકાસ એટલે શું ?

Hide | Show

જવાબ : કોઈપણ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં સાતત વધારો થાય તેને આર્થિક વિકાસ કહે છે. 


રાષ્ટ્રીય આવક કોને કહે છે.

Hide | Show

જવાબ : દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. 


માથાદીઠ આવક એટલે શું ?

Hide | Show

જવાબ : કોઈપણ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને ‘માથાદીઠ’ આવક કહે છે.


લોકોનું સારૂ જીવનધોરણ એટલે શું ?

Hide | Show

જવાબ : અનાજ, શિક્ષણ, કપડાં, આરોગ્ય, રહેઠાણ, વાહનવ્યવહારની સુવિધા, સાથેના જીવનને લોકોનું સારૂ જીવનધોરણ કહે છે. 


ભારતમાં આર્થિક વિકાસ થયો છે એમ શાથી કહી શકાય ?

Hide | Show

જવાબ : આઝાદી પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. જેથી લોકોને અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જેવી સુવિધામાં પણ વધારો થયો છે. માટે કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે. 


ભારતની રાષ્ટ્રીય આવક 2011-12 માં શું હતી ?

Hide | Show

જવાબ : ભારતની રાષ્ટ્રીય આવક (GDP) 2011-12 ના ભાવોએ 8736039 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16 માં 13567192.92 કરોડ રૂપિયા થઈ. 


આર્થિક વિકાસ કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. 

Hide | Show

જવાબ : આર્થિક વિકાસએ વિકાસની પ્રક્રિયાના આધારે ગુણાત્મક કહી શકાય. નવા નવા સંશોધનના કારણે ઉત્પાદનમાં થતો વધારોએ  આર્થિક વિકાસ છે. જેવાકે ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારનથી ઉત્પાદનમાં વધારો થાય છે.


આર્થિક વૃધ્ધિ કોને કહેવાય તે ઉદાહરણ આપી સમજાવો:

Hide | Show

જવાબ : આર્થિક વૃધ્ધિને પરિણાત્મક કહેવાય છે. ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનોમાં વધારો થાય તેને આર્થિક વૃધ્ધિ કહે છે. વિકસીત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારોએ આર્થિક વૃધ્ધિ છે. 


વિકાસશીલ અર્થતંત્રની વ્યાખ્યા ટુંકમાં આપો:

Hide | Show

જવાબ : વિકસીત અર્થતંત્ર અને વિકાસશીલ આર્થતંત્રને આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બઁકના 2004ના  વિશ્વ વિકાસ અહેવાલમાં 735 $ થી ઓછી આવકવાળા દેશોને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય છે. 


વિકસીત દેશોમાં કેવા પ્રકારનું અર્થતંત્ર હોય છે ?

Hide | Show

જવાબ : વિકાસશીલ દેશોમાં દ્વિમુખી સ્વરૂપનું અર્થતંત્ર હોય છે. અહીં ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી, જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક વ્યવસ્થા ગરીબી, બેકરી, ઓછું ઉત્પાદન, વગેરે જોવા મળે છે. જ્યારે શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, સફળ ઉત્પાદન, વગેરે જોવા મળે છે. જ્યારે શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, સફળ ઉત્પાદન પધ્ધતિ, આધુનિક યંત્ર સામગ્રી, આધુનિક જીવનશૈલી જોવા મળતી હોય છે. 


આર્થિક પ્રવુત્તિ અંગે ટુંકમાં જણાવો?

Hide | Show

જવાબ : ખર્ચ કરવા માટે તથા આવક મેળવવા માટે કરતી પ્રવુત્તિને આર્થિક પ્રવુત્તિ કહેવાય છે. ખેડૂત, શિક્ષક, કારીગર, વેપારી, વગેરે દ્વારા કરાતી પ્રવુત્તિને આર્થિક પ્રવુત્તિ કહે છે.


બિન આર્થિક પ્રવુત્તિ અંગે ટુંકમાં જણાવો?

Hide | Show

જવાબ : જે પ્રવુત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેને બિન આર્થિક પ્રવુત્તિ કહે છે. માતા પોતાના બાળકને ઉછેરે છે. ડોક્ટર પૈસા વિના ઈલાજ કરતો હોય, કોઈ સમાજસેવા કરતાં હોય પર્યાવરણના હેતુસર વૃક્ષારોપણ કરવું વગેરે બિન આર્થિક પ્રવુત્તિ છે. 


પ્રાથમિક ક્ષેત્રમાં થતી આર્થિક પ્રવુત્તિઓ જણાવો:

Hide | Show

જવાબ : પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, મરઘાં – બતકા ઉછેર, વનસંવર્ધન, વન્યપદાર્થોનું એકત્રીકરણ, કાચીધાતુઓનું ખોદકામ, વગેરે પ્રકારની આર્થિક પ્રવુત્તિઓ થાય છે. 


માદયમિક ક્ષેત્રમાં થતી આર્થિક પ્રવુત્તિઓ જણાવો.

Hide | Show

જવાબ : માદયમિક ક્ષેત્રમાં નાના મોટા ઉદ્યોગો, વીજળી, બાંધકામ, યંત્રસામગ્રી, ગેસ, પાણી પુરવઠો, વગેરે આર્થિક પ્રવુત્તિઓ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તારિકે પણ ઓળખાય છે. 


સાધનોના વૈકલ્પિક ઉપયોગ અંગે જણાવો:

Hide | Show

જવાબ : ઉત્પાદનનું જે સાધન એક કરતાં વધુ ઉપયોગમાં લેવાતું હોય તો તેના ઘણા ઉપયોગો થઈ શકે. પરંતુ આવા સાધનોને એક સમયે એક જ ઉપયોગ કરી શકાય તેથી આ ઉપયોગને વૈકલ્પિક ઉપયોગ કહેવાય. દા.ત. જમીનમાં ઘઉનો પાક વાવીએ તો બાજરી, મગફળી, મકાઇ વગેરે પાકો લઈ શકતા નથી અને તેને જતાં કરવા પડે છે.


નોયોજક કોને કહે છે ?

Hide | Show

જવાબ : જમીન, મૂડી, અને શ્રમ વગેરે ઉત્પાદન સાધનોનું કુશળતા પૂર્વક સંચાલન કરે તેવા ઉત્પાદન પ્રવુત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહે છે.


સેવાક્ષેત્રની કામગીરીઓનું વર્ણન કરો:

Hide | Show

જવાબ : સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ-પરિવહન, સંચાર-પ્રચાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, આરોગ્ય, શિક્ષણ, બૅન્કિંગ સેવા, વીમા કંપનીઓ, પ્રવાસ, મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. 


ઉત્પાદનના મુખ્યત્વે સાધનો જણાવો.

Hide | Show

જવાબ : જમીન, શ્રમ, અને મૂડી ઉપરાંત આ ત્રણેયને યોગ્ય નિયોજન કરનાર નિયોજક ઉત્પાદનના મુખ્ય સાધનો છે.


શ્રમ કોને કહે છે. 
 

Hide | Show

જવાબ : ભૌતિક વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. કામદારો, ખેત મજૂરો, શિક્ષકો, ડોક્ટરો, વકીલો, વગેરેના કામને શ્રમ કહે છે. 


સમાજવાદી પધ્ધતિની ખામીઓ જણાવો ?

Hide | Show

જવાબ : આ પધ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. પરિણામે ઉત્પાદન વધારવા ખાસ પ્રયત્ન થતો નથી. હરીફાઈ ન હોવાથી અર્થતંત્રમાં ખાસ સુધારા થતાં નથી. વ્યક્તિગત સ્વાતંત્ર્ય જાળવતું નથી. તથા અમલદારશાહીનો કાયમી ભય રહેલો છે.


મિશ્ર અર્થતંત્રની ખામીઓ જણાવો ?

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે ખામીઓ રહેલી છે.


ક્યા દેશો સમાજવાદી પધ્ધતિ મુજબ કામ કરે છે ?

Hide | Show

જવાબ : રશિયા અને ચીન જેવા દેશો આ પધ્ધતિ પ્રમાણે કામ કરે છે. અહીં તમામ ઉત્પાદનો, અને ઉપયોગી નિર્ણયો રાજ્યતંત્ર હસ્તક છે. પરિણામે આવા દેશોમાં ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ થાય છે.


ક્યા દેશો બજાર પધ્ધતિ પ્રમાણે કામ કરે છે ?

Hide | Show

જવાબ : અમેરિકા, જાપાન, અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ બજાર પધ્ધતિ આપનાવી છે. આ પધ્ધતિને મૂડીવાદી પધ્ધતિ પણ કહે છે.


મિશ્ર અર્થતંત્રમાં સહઅસ્તિત્વ સમજાવો ?     

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્રમાં જાહેરક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે.


મિશ્ર અર્થતંત્રની ખામીઓ (મર્યાદાઓ) જણાવો ?

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર નીચો હોય છે. સંકલન ક્ષેત્રે અભાવ જોવા મળે છે. ઉપરાંત આર્થિક અસ્થિરતા પણ જોવા મળે છે. આવી મર્યાદાઓ અહીં જોવા મળે છે.


ક્યા દેશોએ મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું છે ?

Hide | Show

જવાબ : ભારત અને ફ્રાંસ જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું છે.


મિશ્ર અર્થતંત્રમાં બજારો સ્વતંત્ર નથી હોતા તે સમજાવો.

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્રમાં સરકાર બજારો પર અંકુશ રાખે છે. જેમકે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધે તો આકરા વેરા કે ટેક્ષ દ્વારા તેના પર અંકુશ મૂકે છે જ્યારે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે કરવેરમાં રાહત, ઓછો ટેક્ષ, સબસીડી વગેરે પ્રોત્સાહનો આપે છે. આમ બજારો પર સરકારનો અંકુશ હોય છે. માટે સ્વતંત્ર નથી.


મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય ?

Hide | Show

જવાબ : મિશ્ર, અર્થતંત્ર એટલે બજાર પધ્ધતિ અને સમાજવાદી પધ્ધતિનો સમન્વય, આ એક એવી પધ્ધતિ છે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ હોય છે. બંને ક્ષેત્રો એક બીજાના પૂરક બનીને સાથે કામ કરે છે.


વિશ્વમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની પધ્ધતિઓ જણાવો.

Hide | Show

જવાબ : વિશ્વમાં બજાર પધ્ધતિ, સમાજવાદી પધ્ધતિ, તથા મિશ્ર અર્થતંત્રવાળી પધ્ધતિ ઉત્પાદનોના સાધનોની ફાળવણીની પધ્ધતિઓ છે.


આર્થિક વૃધ્ધિને વિકાસની પ્રક્રિયાના આધારે શું કહેવાય ?

Hide | Show

જવાબ : પરિણાત્મક કહે છે.


ભારત, ફ્રાંસ જેવા દેશોમાં કઈ આર્થિક પધ્ધતિ છે ?

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્ર


બજાર પધ્ધતિ અને સમાજવાદી પધ્ધતિ આ બંનેનો સુમેળ એટલે ?

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્ર


નિયંત્રિત આર્થિક પધ્ધતિ કોનું ઉપનામ છે ?

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્રનું


આવક અને સંપત્તિની અસમાનતા કઈ પધ્ધતિમાં દૂર થાય છે ?

Hide | Show

જવાબ : સમાજવાદી પધ્ધતિ


કઈ પધ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી ?

Hide | Show

જવાબ : સમાજવાદી પધ્ધતિ


કઈ પધ્ધતિમાં કામદારોને કામના બદલે વેતન ચૂકવાય છે ?

Hide | Show

જવાબ : સમાજવાદી પધ્ધતિ


કઈ પધ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે ?

Hide | Show

જવાબ : બજાર પધ્ધતિ.


કઈ પધ્ધતિમાં રાજ્યનો સીધો હસ્તક્ષેપ હોતો નથી ?

Hide | Show

જવાબ : બજાર પધ્ધતિ.


કઈ પધ્ધતિમાં રાજ્ય સરકારનો સીધો હસ્તક્ષેપ હોય છે ?

Hide | Show

જવાબ : સમાજવાદી પધ્ધતિ


વિકાસ એ માત્ર આર્થિક જ નહિ, પરંતુ અનેક પાસાં ધરાવતી …………..પરિવર્તનની પ્રક્રિયા છે.

Hide | Show

જવાબ : સામાજીક


આર્થિક પ્રવુત્તિઓના વર્ગીકરણને શું કહે છે ?

Hide | Show

જવાબ : વ્યસાયિક માળખું.


આવક મેળવવા કે ખર્ચ કરવાનો હેતુ ન હોય તેવી પ્રવુત્તિને શું કહેવાય ?

Hide | Show

જવાબ : બિન આર્થિક પ્રવુત્તિ


ખર્ચ કરવાના કે આવક મેળવવા કરતી પ્રવુત્તિને શું કહે છે ?

Hide | Show

જવાબ : આર્થિક પ્રવુત્તિ


ભારતની ગણના કેવા રાષ્ટ્ર તરીકેની થાય છે ?

Hide | Show

જવાબ : વિકાસશીલ


વિકાસશીલ રાષ્ટ્રોમાં ગરીબોનું પ્રમાણ કેટલું હોય છે ?

Hide | Show

જવાબ : શ્રમિકોના 3% જેટલું


ખેતી પેદાશો પર ક્યું અર્થતંત્ર આધાર રાખે છે ?

Hide | Show

જવાબ : વિકાસશીલ રાષ્ટ્ર


વિકાસશીલ દેશોમાં વસ્તી વધારાનો દર કેટલો હોય છે ?

Hide | Show

જવાબ : બે ટકા કે વધુ હોય છે.


ખેતીલાયક ઉત્પાદનોમાં વધારો થાય તેને શું કહેવાય ?

Hide | Show

જવાબ : આર્થિક વૃધ્ધિ


વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતાં વધારાને શું કહેવાય ?

Hide | Show

જવાબ : આર્થિક વૃધ્ધિ


નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતાં વધારાને શું કહે છે ?

Hide | Show

જવાબ : આર્થિક વિકાસ


ઉત્પાદનનાં સાધનો કેટલાં છે ?

Hide | Show

જવાબ : ચાર


ક્યા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે ?

Hide | Show

જવાબ : મૂડીવાદી


ક્યા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે ?

Hide | Show

જવાબ : અમેરિકા


સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોણ લે છે ?

Hide | Show

જવાબ : રાજ્યતંત્ર


ભારત અને ફાન્સે કેવુ અર્થતંત્ર અપનાવેલું છે ?

Hide | Show

જવાબ : મિશ્ર અર્થતંત્ર


દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકા છે ?

Hide | Show

જવાબ : 25 %


ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે ?

Hide | Show

જવાબ : જમીન


આર્થિક વિકાસ એટલે ?

Hide | Show

જવાબ : દેશની રાષ્ટ્રીય અને માથદીઠ આવકમાં સતત વધારો થવો. અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો.


દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં શું મળે ?

Hide | Show

જવાબ : માથાદીઠ આવક


બજાર પધ્ધતિમાં હરીફાઈ જોવા મળે છે. કારણ કે.....

Locked Answer

જવાબ : અહીં આર્થિક વિકાસ ગતિશીલ હોય છે. બજારો સ્વતંત્ર છે પરિણામે વધુ નફા માટે ગુણવત્તા વધારી હરીફાઈમાં જોડાવું પડે છે.


ઉત્પાદનોના સાધનોની યોગ્ય ફાળવણી કરવી પડે છે. કારણ કે.....

Locked Answer

જવાબ : અમર્યાદિત જરૂરીયાતોનાં પ્રમાણમાં સાધનો મર્યાદિત છે તથા એકમાંથી અનેક જરૂરિયાતો ઊભી થતી હોય છે. જેથી સાધનોની હંમેશા અછત રહે છે.


સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં જોવા મળે છે. કારણ કે.....

Locked Answer

જવાબ : દેશના ટોચના 20% લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે જે ધનિકો છે.


ગ્રામ્ય વિસ્તારોમાં ઓછું ઉત્પાદન જોવા મળે છે. કારણ કે.....          

Locked Answer

જવાબ : ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેત પધ્ધતિ, જૂની યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું વગેરે જોવા મળે છે.


સમાજવાદી પધ્ધતિમાં ઉત્પાદન વધતું નથી. કારણ કે.....  

Locked Answer

જવાબ : આ પધ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય છે.


બજાર પધ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે છે. કારણ કે.....  

Locked Answer

જવાબ : આ પધ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી. તથા આર્થિક નિર્ણયોમાં પણ રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી.


વિદેશી દેવું વિકાસશીલ દેશો પર વધી રહ્યું છે. કારણ કે.....

Locked Answer

જવાબ : આવા દેશોને નિકાસનો દર નીચો મળે છે જ્યારે આયાતનો દર વધુ ચૂકવવો પડે છે.


વિકાસશીલ દેશોમાં જીવનધોરણનું પ્રમાણ નીચું હોય છે. કારણ કે.....

Locked Answer

જવાબ : જરૂરીયાતો અને સેવાઓનો વપરાશ અગાઉની તુલનમાં વધી રહ્યો છે તથા લોકોની માથાદીઠ આવક નીચી હોય છે.


આર્થિક વિકાસને વિકાસની પ્રક્રિયાના આધારે શું કહેવાય ?

Locked Answer

જવાબ : ગુણાત્મક કહે છે.


દેશની રાષ્ટ્રીય આવકમાં થતાં વધારાને શું કહે છે ?

Locked Answer

જવાબ : આર્થિક વિકાસ


સમાજવાદી પધ્ધતિના અર્થતંત્રમાં ખાસ સુધારા થતાં નથી. કારણ કે.....

Locked Answer

જવાબ : આ પધ્ધતિ રાજ્ય હસ્તક હોવાથી સ્પર્ધા કે હરીફાઈ જેવુ કાંઈ હોતું નથી.


મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પધ્ધતિ કહે છે. કારણ કે.....

Locked Answer

જવાબ : આ અર્થતંત્રમાં બજારો સ્વતંત્ર નથી પરંતુ રાજ્યના અંકુશ હેઠળ હોય છે. 


મિશ્ર અર્થતંત્રમાં પછાત વિસ્તારોનો વિકાસ થાય છે. કારણ કે.....

Locked Answer

જવાબ : આ પધ્ધતિમાં પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા, સબસીડી, ઓછો ટેક્ષ અને કરવેરમાં રાહત આપવામાં આવે છે.


સમાજવાદી પધ્ધતિમાં પૈસાનો દુરઉપયોગ થતો નથી. કારણ કે.....

Locked Answer

જવાબ : આ પધ્ધતિમાં ઉત્પાદનોના નિર્ણય રાજ્ય સરકાર લે છે. ગ્રાહકોનું શોષણ થતું નથી.


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પધ્ધતિ પણ કહે છે.

Locked Answer

જવાબ : ખરૂ


 નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  મિશ્ર અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર ખૂબ વધુ હોય છે.    

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા જોવા મળે છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બજાર પધ્ધતિમાં જરૂરીયાતની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  સમાજવાદી પધ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થાય છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  સમાજવાદી પધ્ધતિમાં પૈસાનો દુરઉપયોગ થાય છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  સમાજવાદી પધ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનના દૂર થાય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બજાર પધ્ધતિમાં ઉત્પાદનોને ગુણવત્તા જાળવતી નથી.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બજાર પધ્ધ્તિમાં આર્થિક વિકાસ વધુ થાય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બજારતંત્રમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બજાર પધ્ધતિમાં કેન્દ્રસ્થાને નફો હોય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- સમાજવાદી પધ્ધતિમાં કેન્દ્રસ્થાને સમાજહીત હોય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  રશિયા અને ચીનમાં સમાજવાદી પધ્ધતિ જોવા મળે છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બજાર પધ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોએ બજાર પધ્ધતિ પોતાના દેશોનો આર્થિક વિકાસ કર્યો છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- માનવીની જરૂરીયાતો મર્યાદિત છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- જમીન, મૂડી, અને શ્રમનો ઉપયોગ કરનારને નિયોજન કહે છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- નદીઓ, જંગલો, પર્વતો, ધાતુઓ જમીનની પેટાળના ખનીજોને જમીન કહે છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- કુદરતી સંપત્તિ અને શ્રમ દ્વારા જરૂરી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- ખર્ચ કરવા માટે કે આવક માટે કરાતી પ્રવુત્તિને બિન આર્થિક પ્રવુત્તિ કહે છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- વિકાસશીલ દેશોની વ્યાપાર એ મુખ્ય આર્થિક પ્રવુત્તિ છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  આર્થિક વૃધ્ધિએ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- આર્થિક વૃધ્ધિએ ગુણાત્મક અને આર્થિક વિકાસએ પરિણાત્મક છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- ભારતએ આર્થિક વિકાસ પામતો દેશ છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- દેશની કુલ વસ્તિથી દેશની રાષ્ટ્રીય આવકને ભાગીએ તો માથાદીઠ આવક મળે છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :- દેશની કુલ આવકને માથાદીઠ આવક કહેવાય છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ વિકસિત દેશોમાં હોય છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  બેરોજગારી અને ગરીબી એ વિકાસશીલ દેશોના લક્ષણો છે.

Locked Answer

જવાબ : ખરૂ


નીચેના વિધાનોમાં ખરાં કે ખોટાં તે જણાવો.  :-  ભારત વિકસિત દેશ છે.

Locked Answer

જવાબ : ખોટુ


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  કઈ પધ્ધતિમાં ઉત્પાદનોની માલિકી ખાનગી હોય છે ?

Locked Answer

જવાબ : બજાર પધ્ધતિ.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  કઈ પધ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે છે ?

Locked Answer

જવાબ : બજાર પધ્ધતિ


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  કઈ પધ્ધતિમાં કેન્દ્રસ્થાને સમાજહીત હોય છે ?

Locked Answer

જવાબ : સમાજવાદી પધ્ધતિ.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  રશિયા અને ચીનમાં કઈ પધ્ધતિ પ્રચલિત છે ?

Locked Answer

જવાબ : સમાજવાદી પધ્ધતિ.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :- અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, વગેરે દેશોમાં કઈ પધ્ધતિ પ્રચલિત છે ?

Locked Answer

જવાબ : બજાર પધ્ધતિ


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  ભૌતિક વળતરની અપેક્ષા કરતાં કામને શું કહેવાય ?

Locked Answer

જવાબ : શ્રમ


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-   ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શું કહેવાય ?

Locked Answer

જવાબ : શ્રમ


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-   યંત્રો, ઓજારો, મકાનો વગેરેને શું કહે છે ?

Locked Answer

જવાબ : મૂડી કહેવાય.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  જમીનમાંથી થતાં ઉત્પાદનોને શું કહે છે ?

Locked Answer

જવાબ : કુદરતી ઉત્પાદનો


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  પૃથ્વીના ઉપલા પડને શું કહે છે ?

Locked Answer

જવાબ : જમીન કહેવાય.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  ભારતની રાષ્ટ્રીય આવક 2015-16 માં કેટલી થઈ છે ?

Locked Answer

જવાબ : 13567192.92 કરોડ રૂ।.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  ભારતની રાષ્ટ્રીય આવક (GDP) 2011-12 માં કેટલી હતી ?

Locked Answer

જવાબ : 8736039 કરોડ રૂ।.


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  2004 વિશ્વ અહેવાલ પ્રમાણે કેટલી ઓછી આવકવાળા દેશને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય ?

Locked Answer

જવાબ : 735 $


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-                  દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તીથી ભાગતાં શું મળે ?

Locked Answer

જવાબ : માથાદીઠ આવક


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  દેશની કુલ આવકને શું કહે છે ?

Hide | Show

જવાબ : રાષ્ટ્રીય આવક


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને શું કહે છે ?

Locked Answer

જવાબ : આર્થિક વિકાસ


નીચેના પ્રશ્નોનાં જવાબો બે શબ્દોમાં આપો  :-  પોતાનું અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરે તેવા લોકોને શું કહે છે ?  

Locked Answer

જવાબ : ગરીબ


વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ પાંચ લક્ષણો ચર્ચો:

Hide | Show

જવાબ : વિકાસશીલ અર્થતંત્રના નીચે મુજબના લક્ષણો હોય છે.
•    લોકોની માથાદીઠ આવક ઓછી હોય છે.
•    આવા દેશોમાં વસ્તી વધારાની સમસ્યા હોય છે.
•    કૃષિ પેદાશો પર અવલંબન હોય છે. 
•    આવકની વહેંચણીમાં અસમાનતા હોય છે. 
•    બેરોજગારીની સમસ્યા જટિલ હોય છે. 
•    ગરીબીનું પ્રમાણ વધુ હોય છે. 
•    પ્રાથમિક સેવાઓ પુરતા પ્રમાણમાં હોતી નથી. 
•    વિદેશ વ્યાપારની પ્રતિકૂળ શરતો પણ નડતી હોય છે.
 


જરૂરીયાત અમર્યાદીત હોય છે. – સમજાવો ?

Hide | Show

જવાબ : માનવીની જરૂરીયાતો અમર્યાદીત છે. પ્રમાણમાં સાધનો મર્યાદિત છે. વળી એકમાંથી અનેક જરૂરીયાતો ઉદ્દભવે છે. વિશ્વમાં કોઈપણ દેશ પાસે પુરતાં સાધનો હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત રહે છે. પરિણામે દરેક દેશ પોતાની પાસેના સાધનોનો ઉપયોગ ક્યાં, કેમ, અને કેટલા પ્રમાણમાં કરવો તે જરૂરીયાતની અગ્રતા પ્રમાણે નક્કી કરે છે. એકમાંથી અનેક જરૂરીયાતો ઉદ્દભવે છે. કેટલીક જરૂરીયાતો વારંવાર સંતોષવી પડે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને કારણે પણ કેટલીક જરૂરીયાતો ઊભી થાય છે. માટે કહી શકાય કે જરૂરીયાત અમર્યાદીત હોય છે. 


બજારતંત્રની મર્યાદાઓની ચર્ચા કરો ? અથવા મર્યાદા, તૃટીઓ જણાવો: 

Hide | Show

જવાબ : બજાર પધ્ધતિઓમાં લાભોની સાથે કેટલીક ખામીઓ પણ રહેલી છે. 

આ પધ્ધતિમાં ઉત્પાદન નફાલક્ષી હોય છે. પરિણામે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે. તથા પ્રાથમિક જરૂરીયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. રાજ્યની નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુવ્યય થાય છે. બજાર અંગેના અજ્ઞાનતાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેંદ્રિકરણ થવાથી આવક વધે છે. તથા લોકોની મોનોપોલી, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ પણ થતું હોય છે. 


મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો:

Hide | Show

જવાબ : જાહેર અને ખાનગી ક્ષેત્રના સહઅસ્તિત્વ સાથેની પધ્ધતિ મિશ્ર અર્થતંત્ર કહેવાય છે. બજાર પધ્ધતિ અને સમાજવાદી પધ્ધતિની કેટલીક ખામીને કારણે આ પધ્ધતિ અમલમાં આવી છે. અહીં આર્થિક પધ્ધતિ જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ હોય છે. ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો, વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે મોટા ઉધોગો જેવાકે સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલ્વે, વીજળી, રસ્તાઓ, સિંચાઇ જેવા પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. જ્યારે માર્ગ-પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરેને સંયુક્ત ક્ષેત્રે વહેંચેલું હોય છે. 


આર્થિક વૃધ્ધિ અને આર્થિક વિકાસ વિષે સમાજ આપો.

Hide | Show

જવાબ : આર્થિક વૃધ્ધિને પરિણાત્મક કહે છે. જ્યારે આર્થિક વિકાસને વિકાસની પ્રક્રિયાના આધારે ગુણાત્મક કહે છે. ખેડાણ લાયક જમીનમાં વધોરો થવાથી ખેતીલાયક ઉત્પાદનોમાં વધારો થાય તેને આર્થિક વૃધ્ધિ કહેવાય છે. તથા નવા સંશોધનોને કારણે ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વિકાસ કહે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધોરો એ આર્થિક વૃધ્ધિ કહેવાય છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. 


વિકાસશીલ અર્થતંત્ર અથવા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો: - અંગે ટુંકનોંધ લખો.

Hide | Show

જવાબ : વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક ઓછી હોય છે. અહીં વસ્તીવધારો વધુ હોય છે. લોકોની માથાદીઠ આવક ઓછી હોય છે. દેશના 60% લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. અહીં બેરોજગારી વધુ હોય છે. કુલ શ્રમિકોના 3% લોકો બેરોજગાર છે. અહીં આવક અને ઉત્પાદનોના સાધનોની વહેંચણીમાં અસમાનતા હોય છે. રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો દેશના ટોચના 20% ધનિકો પાસે હોય છે. સંપત્તિના કેંદ્રિકરણ ધનીકોમાં જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં નિકાસ માટેના ભાવો નીચા અને આયાતના ભાવો વધુ હોવાથી વિદેશી દેવું વધતું રહે છે. અહીં શિક્ષણ, વાહનવ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બૅન્કિંગ જેવી અનિવાર્ય સેવાઓનો વિકાસ ઓછો હોય છે. માટે દેશનો વિકાસ થતો નથી. ઉપરોક્ત તમામ પરિબળો આ વિકાસશીલ અર્થતંત્ર માટે અવરોધક છે.


“ભારતીય અર્થતંત્રનું માળખું” ટૂંકનોંધ લખો: અથવા ભારતીય અર્થતંત્રના માળખાનો ટુંકો પરિચય આપો.

Locked Answer

જવાબ : વિવિધ વ્યવસાયો અને અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ અર્થતંત્રમાં ઉદ્દભવે છે. તેને પ્રાથમિક ક્ષેત્ર, માદયમિક ક્ષેત્ર, અને સેવા ક્ષેત્ર એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણ વ્યાવસાયિક માળખા તારિકે ઓળખવામાં આવે છે. 

પશુપાલન, પશુસંવર્ધન, મત્સ્ય ઉધોગ, મરઘાં-બતકાં, ઉછેર, જંગલો, કાચી ધાતુનું ખોદકામ, વગેરે પ્રવુત્તિઓ પ્રાથમિક વિભાગમાં આવે છે. જ્યારે નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી , ગેસ, અને પાણી પુરવઠો વગેરે માદયમિક ક્ષેત્રમાં આવે છે. આ વિભાગને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ટાંકનીથી રેલ્વે એંજિન જેવા નાના-મોટા યંત્રોનું ઉત્પાદન થાય છે. જ્યારે સેવાક્ષેત્રમાં અનેકવિધ સેવાઓ જેવી કે વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, આરોગ્ય, બૅન્કિંગ તેમજ પ્રવાસ મનોરંજન તથા વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. 


ઉત્પાદનના સાધનોને સમજૂતી સાથે વર્ણવો: અથવા ઉત્પાદનના દરેક સાધન વિષે ટુંકમાં લખો:

Locked Answer

જવાબ : કોઈપણ પ્રકારના મૂલ્ય વિના પ્રાપ્ત થયેલી, કુદરતી સર્જન પામેલી સંપત્તિ જેને આવક ઊભી કરવા ઉપયોગમાં લઈ શકાય તેને ‘જમીન’ કહે છે. ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળની ખનીજ સંપત્તિ વગેરેને પણ જમીન કહેવામાં આવે છે. હવા અને સૂર્યપ્રકાસ પણ કુદરતી સંપત્તિ છે. 

ઉત્પાદનના ઉપયોગમાં લેવાતાં માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રીની ભાષામાં ‘મૂડી’ કહેવામાં આવે છે. અનેક પ્રકારના યંત્રો, ઓજારો, મકાનો, કાચોમાલ વગેરેને મૂડીના પ્રકાર તરીકે જોવાય છે. આ ઉપરાંત વેતન મેળવવા કરવામાં આવતી પ્રવુત્તિઓ જેવીકે ખેતમજુરો, ઔધોગિક કામદારો, શિક્ષકો, બઁક કર્મચારીઑ, વકીલ, નર્સો, ડોકટરો, વગેરેની કામગીરીને શ્રમ કહેવાય છે. મૂડી અને ઉત્પાદનનો યોગ્ય સુમેળ કરી, કુશળતાથી ઉત્પાદન પ્રવુત્તિ કરનારને નિયોજક કહેવામાં આવે છે. ઉપજ કરનાર એકમના સંચાલકને માલિક કે સ્થાપક એટલે કે નિયોજક કહેવામાં આવે છે. 

આમ જમીન, મૂડી, અને શ્રમને સંયુક્ત રીતે ઉત્પાદનમાં જોડનારને નિયોજક અને તેની કામગીરીને નિયોજક કહે છે. 


ઉત્પાદનના સાધનોને યોગ્ય ક્રમમાં ફાળવો: અથવા ઉત્પાદનના સાધનોની ફાળવણી વિષે ટુંકનોંધ લખો.

Locked Answer

જવાબ : નીચેની બાબતોનું ધ્યાન રાખી ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ. 

માનવીની જરૂતિયાતો અમર્યાદીત છે. પ્રમાણમાં સાધનો મર્યાદિત છે. વળી એકમાંથી અનેક જરૂરીયાતો ઉદ્દભવે છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત હોય છે. તેથી આવા સાધનોને ક્યાં, કેમ, અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તેની ફાળવણી જરૂરીયાત ક્રમ પ્રમાણે નક્કી કરવી પડે છે. 

માનવીની જરૂરીયાતો અમર્યાદીત અને અસંખ્ય છે. વળી એકમાંથી અનેક જરૂરીયાતો ઊભી થાય છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કારણે પણ વધુ જરૂરીયાતો રહે છે. માટે તેને યોગ્યક્રમમાં પસંદ કરવી પડે છે. કેટલાક સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. જો ઘઉનો પાક વાવીએ તો બાજરી, મગફળીનો પાક જતો કરવો પડે. જેથી વધુમાં વધુ જરૂરીયાતો સંતોષાય તે રીતે સાધનોની ફાળવણી કરવી પડે છે. 


સમાજવાદી પધ્ધતિને મુદ્દાસર વર્ણવો: અથવા “સમાજવાદી પધ્ધતિ” ટુંકનોંધ લખો.

Locked Answer

જવાબ : સમાજવાદી પધ્ધતિ રશિયા અને ચીન જેવા દેશોમાં જોવા મળે છે. આ પધ્ધતિમાં દેશનો વિકાસ ઝડપથી થાય છે. આ પધ્ધતિ બજાર પધ્ધતિથી વિપરીત છે. આ પધ્ધતિમાં તમામ નિર્ણયો રાજ્યતંત્ર લે છે. ઉત્પાદનોની માલિકી રાજ્યની હોય છે. તથા સમગ્ર સંચાલન રાજ્યતંત્ર તરફથી થાય છે. 

આ પધ્ધતિમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનોની વહેંચણી વગેરે સમાજહિત લક્ષમાં રાખીને કરવામાં આવે છે. આ પધ્ધતિમાં કેન્દ્રસ્થાને સમાજનું હિત હોય છે. અહીં નફાને મહત્વ આપવામાં આવતું નથી. ઉત્પાદનના ભાવો પણ રાજ્ય પ્રજાહીત લક્ષમાં રાખી નક્કી કરે છે. રાજ્યે નક્કી કરેલા લક્ષાંક મેળવવા સંબધિત કારખાનાઓ પણ રાજ્ય સંચાલત હોય છે. અહીં શ્રમિકોને ગુણવત્તા અને યોગ્યતા પ્રમાણે રોજગાર અપાય છે. 


બજાર પધ્ધતિના લક્ષણો જણાવો ?

Locked Answer

જવાબ : બજાર પધ્ધતિમાં અગત્યના મુદ્દા નીચે મુજબ છે. 
1.    ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. 
2.    બજાર પધ્ધતિમાં આર્થિક પ્રવુત્તિના કેન્દ્રમાં નફો હોય છે. 
3.    ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો મળે છે. 
4.    બજારમાં રાજ્ય સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. 
5.    ઉત્પાદનોમાં સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. 
6.    આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. 


બજાર પધ્ધતિ અને સમાજવાદી પધ્ધતિ: તફાવત જણાવો: અથવા મૂડીવાદી પધ્ધતિ તથા સમાજવાદી પધ્ધતિ મુદ્દાસર લખો.

 

Locked Answer

જવાબ : બજાર પધ્ધતિમાં ઉત્પાદનોના સાધનો ખાનગી માલિકીના હોય છે જ્યારે સમાજવાદી પધ્ધતિમાં ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીના હોય છે. બજાર પધ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રસ્થાને નફો હોય છે. જ્યારે અહીં કેન્દ્રસ્થાને સમાજહીત હોય છે. બજાર પધ્ધતિમાં વ્યક્તિ આર્થિક અને પસંદગીમાં સ્વતંત્ર હોય છે. સામે પક્ષે હરિફાઈનો અભાવ હોય છે. બજાર પધ્ધતિમાં ગરીબ અને ધનિક જેવા ભાગ છે. જ્યારે સામે પક્ષે વર્ગવિહીન સમાજરચના જોવા મળે છે. બજાર પધ્ધતિમાં નાણું અને ભાવતંત્રની માલિકી સ્વતંત્ર છે. જ્યારે સામે પક્ષે ભાવતંત્ર અને નાણું રાજ્ય હસ્તક હોય છે. 


There are No Content Availble For this Chapter

યોગ્ય જોડકા બનાવો:    

1.    જમીન     A    યંત્રો, ઓજારો, મકાનો વગેરે
2.    મૂડી     B    ખેતમજૂરો, કામદારો, શિક્ષકો
3.    શ્રમ     C    જમીન, મૂડી, શ્રમને યોગ્ય રીતે જોડવું
4.    નિયોજક      D    પૃથ્વીનું ઉપલું પડ

 

Hide | Show

જવાબ :

 (1 - D), (2 – A), (3 – B), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.    બજાર પધ્ધતિ      A    શ્રમ 
2.    બજાર પધ્ધતિનું વિરોધી      B    નિયંત્રિત આર્થિક પધ્ધતિ 
3.    મિશ્ર અર્થતંત્ર     C    મૂડીવાદી પધ્ધતિ 
4.    ઉત્પાદનનું સજીવ સાધન      D    સમાજવાદી પધ્ધતિ 

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – D), (3 – B), (4 – A)

યોગ્ય જોડકા બનાવો:    

1.    જંગલો, નદીઓ, પર્વતો     A    શ્રમ 
2.    માનવ સર્જિત સાધનો     B    નિયોજન 
3.    યોજના બધ્ધ ઉત્પાદન કરવું     C    ઓજારો, મશીનો, યંત્રો, 
4.    માનસિક કે શારીરિક કાર્ય      D    કુદરતી ઉત્પાદન


 

Hide | Show

જવાબ :

(1 - D), (2 – C), (3 – B), (4 – A)

યોગ્ય જોડકા બનાવો:    

1.    માથાદીઠ નીચી આવક     A    પ્રાથમિક ક્ષેત્ર 
2.    કાચી ધાતુનું ખોદકામ      B    દ્વિમુખી 
3.    વિકાસશીલ રાષ્ટ્રનું અર્થતંત્ર      C    જમીનની પેટાળની ખનીજ સંપત્તિ 
4.    કુદરતી સંપત્તિ       D    નીચું જીવન ધોરણ

 

Hide | Show

જવાબ :

(1 - D), (2 – A), (3 – B), (4 – C)

Download PDF

Take a Test

Choose your Test :

આર્થિક વિકાસ

ઇતિહાસ
આર્થિક વિકાસ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.