જવાબ : ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે. પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બંધાવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે. તે વિશાખાપટ્ટનમ, કોલકાત્તા, કોચી, મુંબઈ અને માર્મગોવા જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે.
જવાબ : મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે. ચુના પથ્થર કોલસો, ચિરોડી, બોકસાઇટ, ચીકની માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાયા છે. ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે.
જવાબ : રસાયણિક ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે.અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે.આ ઉપરાંત ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ વડોદરા, વગેરે સ્થળોએ રસાયણિક ખાતર બનાવવાના કારખાના આવેલા છે.
જવાબ : પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કુચા, વગેરે માંથી કાગળ બનાવવામાં આવે છે.ગુજરાતમાં કાગળનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સૂરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે.
જવાબ : ઉદ્યોગો દ્વારા વિવિધ પ્રકારના હાનીકારક વાયુઓ પેદા થાય છે. ઉદ્યોગો દ્વારા પેદા થતા ધુમાડા, ઘન તેમજ પ્રવાહી દ્રવ્યો, હવા, જળ અને ભૂમિને દુષિત કરે છે.મોટા તેમજ ખામી વાળા મશીનો ખુબ જ અવાજ કરે છે.જેને લીધે પ્રદુષણ થાય છે.
જવાબ : પશ્ચિમ બંગાળમાં ચિતરંજન લોકોમોટીવ વર્કસ અને વારાણસી ખાતે ડીઝલ લોકોમોટીવ વર્કસમાં ડીઝલ અને વિદ્યુત રેલ્વે એન્જિનનું ઉત્પાદન થાય છે
જવાબ : એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, વિદ્યુત સુવાહક અને કાટ ન ચડે તેવી વિશિષ્ટ ધાતુ છે.
જવાબ : ભારતમાં મોટા જહાજ બનાવવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે. તે વિશાખાપટ્ટનમ, કોલકાત્તા, કોચી, મુંબઈ અને માર્મગોવા મુખ્ય કેન્દ્રો છે?
જવાબ : કાચા માલ તરીકે જે ઉદ્યોગોમાં અનાજ, તેલીબિયાં, શેરડી, કપાસ અને શણ જેવી ખેત પેદાશો વપરાય છે તેવા ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો કહી શકાય.
જવાબ : સુતરાઉ કાપડની મિલ સ્થાપવા માટે રૂ નો પુરવઠો, મોટું બજાર, ભેજવાળી આબોહવા, સસ્તા અને સક્ષમ શ્રમિકો તથા પરિવહન, બેંક અને વિદ્યુત વગેરેની સગવડો એ મહત્વના પરિબળો છે.
જવાબ : ભારતમાં સૈન્ય માટે લડાયક વિમાનો બનાવવા માટે કોરાપુટ, બેંગલુરૂ, નાશિક, હૈદરાબાદ, કાનપુર અને લખનૌમાં એકમો સ્થાપવામાં આવ્યા છે.
જવાબ : ભારતમાં તાંબા ગાળણ ઉદ્યોગનું સૌ પ્રથમ એકમ ઝારખંડના ઘટશિલા ખાતે સ્થાપવામાં આવ્યું છે.
જવાબ : પ્લાસ્ટિક ઉદ્યોગને Sunrise Industry તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : દમાસ્કસમા તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવી.
જવાબ : ઈ.સ. ૧૯૦૭માં ઝારખંડના જમશેદપુર ખાતે લોખંડ પોલાદનું કારખાનું સ્થાપ્યું.
જવાબ : પોર્ટનોવા ખાતે પ્રથમ કારખાનુ સ્થાપવામાં આવ્યું હતું.
જવાબ : મુસાફરો માટે ના રેલ-ડબ્બા પેરામ્બુર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે.
જવાબ : તમિલનાડુનુ કોઇમ્બતુર શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
જવાબ : ઊની કાપડની સૌથી વધારે મિલો ભારતના પંજાબ રાજ્યમાં આવેલી છે.
જવાબ : તમિલનાડુમાં રાનીપેટ ખાતે દેશનુ રાસાયણિક ખાતર બનાવવાનું પ્રથમ કારખાનુ સ્થપાયું હતું.
જવાબ : પંજાબમાં ધારીવાલ,અમૃતસર, અને લુધિયાણા ઊની કાપડ ના મુખ્ય કેન્દ્રો છે.
જવાબ : ભારતમાં રેશમી કાપડનાં ઉત્પાદનની પરંપરા ઘણી જૂની છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ દ્વિતીય છે. ભારતમાં ચાર પ્રકારના રેશમ ઉત્પાદન થાય છે. સેતુર, ઈરી, ટસર તથા મૂંગા. વર્તમાન સમયમાં ભારત ૩૦૦ જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર, કાચુ રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટેભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુ.એસ.એ., કુવૈત, મલેશિયા, અને રશિયા વગેરે દેશોમાં પણ રેસમી કાપડની નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને ચીન સાથે તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે.
જવાબ : રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ૧૯૦૫ થી ભારતમાં થઇ જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) બેંગલુરુમાં સ્થપાઇ જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO )સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે. આ ઉદ્યોગે સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્રને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રચલિત પ્રગતિ કરી છે. બેંગલુરુ ને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે. તેને ભારતની "સિલિકોન વેલી" કહેવાય છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક, તથા પ્રોધોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગનુ ભાવિ ઉજ્જવળ છે.
જવાબ : શણની નિકાસમાં વિશ્વમાં ભારત નો ક્રમ દ્વિતીય છે.
જવાબ : સુતરાઉ કાપડ ઉદ્યોગ એ ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે.
જવાબ : કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે.
જવાબ : પ્રાકૃતિક વાયુનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણની માત્રા ઘણી ઓછી થાય છે.
જવાબ : ભારતના ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે.
જવાબ : પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલ્વેમાં વરાળથી ચાલતા એન્જિનોનો ઉપયોગ થાય છે.
જવાબ : અમદાવાદને પૂર્વનું માનચેસ્ટર અને "ડેનિમ સિટી ઇન્ડિયા" કહે છે.
જવાબ : કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ વાયુઓ હવાના પ્રદૂષણ માટે અતિનુકસાનકારક છે.
જવાબ : ઉદ્યોગમાં ઉત્પાદન દરમિયાન વિવિધ રીતે નીકળતા વાયુઓ તથા ઔદ્યોગિક કચરાને લીધે વાતાવરણમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે ઉદ્યોગના લીધે થતા પ્રદૂષણોના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છે. (૧) હવા પ્રદૂષણ, (૨) જળ પ્રદૂષણ, (૩) ભૂમિ પ્રદૂષણ અને(૪) ધ્વનિ પ્રદૂષણ.
ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે જે હવાને પ્રદૂષિત કરે છે. ઔદ્યોગિક કચરાવાળુ પાણી જળ -પ્રદૂષણ ફેલાવે છે. ઘણા કારખાનાઓના દૂષિત પાણીને નદીઓમાં વહાવી દેવામાં આવે છે તેને લીધે નદીઓ તથા બીજા જળ સ્ત્રોતોનું પાણી ખૂબજ દૂષિત બન્યું છે. કેટલાક કારખાનાઓમાં જૂના થઈ ગયેલા યંત્રો તથા બીજા ખૂબ મોટા અને ભારે મશીનો કર્કસ આવાજ કરે છે. જેના તીવ્ર આવાજો લોકો માટે અસહ્ય થઇ પડે છે. વળી વધુપડતા ઘોંઘાટ કરતા અવાજો પણ પ્રદૂષણ કરે છે. જેને લીધે માનવીને બહેરાશ પણ આવી શકે છે. અતિશય ઘોંઘાટ ને લીધે લોકો માનસિક તાણ પણ અનુભવે છે. આવા ઔદ્યોગિક પ્રદૂષણોને લીધે માનવી ઉપરાંત જીવજંતુઓને સહન કરવું પડે છે. અને આવા પદાર્થો સમગ્ર પર્યાવરણ ને નુકસાન કરે છે.જવાબ : ભારતમાં પરીવહન ઉપકરણોનું ઉત્પાદન ચાર પ્રકારે થાય છે (૧) રેલ્વે માર્ગ (૨) સડક માર્ગ (૩) જલમાર્ગ અને (૪) હવાઈ માર્ગ
ભારતીય રેલવે પોતાની જરૂરીયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિનો, મુસાફરો માટેના રેલ્વેના ડબ્બા, માલગાડીના વેગનો વગેરે સ્વયં તૈયાર કરે છે. રેલ્વેના પાટા, રેલ સ્લીપરો, ભારતના લોખંડ પોલાદના કારખાનામાં બને છે. ભારતીય રેલ્વેમાં ત્રણ પ્રકારના એન્જિનો બને છે. વરાળ એન્જિન, ડીઝલ એન્જિન, અને વિદ્યુત એન્જિન. વરાળથી ચાલતા એન્જિનનો હવે માત્ર પ્રવાસન હેતુ માટે ચલાવાતી હેરિટેજ રેલવેમાં તેનો ઉપયોગ થાય છે. ભારતમાં સડક વાહનોનુ પરિવહન વ્યાપક પ્રમાણમાં થાય છે. દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો-રીક્ષા, ટ્રેક્ટર, મોટર સાયકલ, સ્કૂટર અને સાઇકલોનુ નિર્માણ મોટાપાયે થાય છે. વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પાંચમું સ્થાન ધરાવે છે. ભારતના વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને ગોવામાં આધુનિક ઢબે જહાજ બંધાય છે. નાગરિકો ઉડ્ડયનો માટેના, યાત્રિકો માટેના, વિમાનો હજુ ભારતમાં બનતા નથી. પરંતુ સૈન્યની જરૂરિયાત માટેના લડાયક વિમાનો બનાવવા માટે બેંગલુરુ, નાસિક, કોરાપુટ, હૈદરાબાદ, કાનપુર, અને લખનૌમાં આ ઉદ્યોગના એકમો સ્થાપવામાં આવ્યા છે.જવાબ : ઉદ્યોગોને માનવશ્રમ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયાના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય.
જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. દા.ત.- સુતરાઉ કાપડ ઉદ્યોગ, જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. દા.ત.- ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગને જાહેર, સંયુક્ત, તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય. કાચા માલના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો કહી શકાય. જેમકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ, કાગળ, ખાંડ, ખાદ્યતેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત છે. જયારે લોખંડ, પોલાદ, કાચ, સિમેન્ટ, એલ્યુમિનિયમ, તાંબું, રસાયણ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનીજ આધારિત છે.જવાબ : આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએમોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદુષિત કર્યા છે. કાર્બન મોનોક્સાઈડઅને સલ્ફર ડાયોક્સાઈડજેવા અતિ નુકશાન કારક વાયુઓના કારણે હવા પ્રદુષિત બની છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદુષણ વધ્યું છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનને કારણે અવાજનું પ્રધુષણ વધ્યું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનશીક તાણ પણ અનુભવે છે.
દેશનો વિકાસ થાય પણ પર્યાવરણનો વિનાશ ન થાય તે રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદુષણની માત્રા ઘટાડી શકાય.ઉપકરણોની ગુણવત્તા તથા ઇંધણની પસંદગી દ્વારા પણ પ્રદુષણ ઓછું કરી શકાય છે. હવામાં ઉત્સર્જીત થતા પ્રદુષણને ફિલ્ટર સ્ક્રબર યંત્ર પ્રેસીપીરેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદુષિત પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી જળ પ્રદુષણ નિવારી શકાય. ઉદ્યોગોમાં પ્રદુષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુધ્ધ કરી શકાય છે.જવાબ : ભારતની ઔધોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું મહત્વનું સ્થાન છે. તે દેશમાં સૌથી વધુ રોજગારી પૂરો પડતો કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
ભારતમાં સૌ પ્રથમ કાપડની મીલ મુંબઈમાં સ્થપાઈ, ત્યારબાદ ગુજરાતમાં શાહપુર મીલ સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધી, પરિવહન, સુવિધા, નિકાસ માટેના બંદરો, તથા બજાર ક્ષેત્રોની અનુકુળતાને કારણે અહી સુતરાઉ કાપડની મીલો સ્થપાઈ. આજે દેશમાં લગભગ ૧૦૦ નગરોમાં સુતરાઉકાપડની મીલો છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઔરંગાબાદ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ તથા ‘ડેનીમ સીટી ઓફ ઇન્ડિયા’ પણ કહે છે. વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ, વગેરે શહેરોનો પણ આ ઉદ્યોગમાં સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ વગેરે આ ઉદ્યોગના કેન્દ્રો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજારક્ષેત્ર, પરિવહન, બેંકો તથા વિદ્યુતની સુવિધા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જુના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કુત્રિમ રેશાના કાપડની સ્પર્ધા, તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભારત રશિયા, યુનાઈટેડ કિંગડમ, યુ.એસ.એ, નેપાળ, ઓસ્ટ્રેલીયા, ફ્રાંસ, દક્ષિણ આફ્રિકા, વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે.જવાબ : આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ ઉપર જ આધારિત છે. ઔદ્યોગિક વિકાસ વગર રાષ્ટ્રોનો આર્થિક વિકાસ અસંભવ થઇ જાય છે.જે દેશમાં ઔદ્યોગિક વિકાસ જેટલો વધારે થયો છે તેમની અર્થવ્યવસ્થા એટલી જ મજબુત થઇ છે.
રશિયા, જાપાન, યુ.એસ.એ, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનો નો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી તેવા દેશોએ પોતાના કુદરતી સંસાધનો ઓછા મુલ્યે વેચી તેજ કાચા માલની બનેલી વસ્તુઓને ઉચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. બ્રિટીશ શાસનની નીતિએ ભારતમાં ઔદ્યોગિક ઢાંચાનો વિકાસ થવા દીધો નહી. પરાધિનતા દરમ્યાન ભારતમાં આધુનિક પધ્ધતીના ઉદ્યોગો સ્થાપી શકાયા નહી. ૧૮૫૩માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણઔધોગિક એકમ સ્થાપવામાં આવ્યું જે નિષ્ફળ રહ્યું. ૧૮૫૪માં સુતરાઉ કાપડનો ઉદ્યોગ એક સફળ સોપાન તરીકે પ્રથમ રહ્યો. તે પછી ૧૮૫૫માં કોલકત્તા નજીક રીશરામાં શણનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ ૧૮૭૪માં કુલ્ટીમાં કાચું લોખાંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું. જે કેટલાક વર્ષો પછી બંધ પડ્યું. ૧૮૮૧માં તે પુન: શરુ થયું. ૧૯૦૭માં જમશેદપૂરમાં ટાટા લોખાંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત થઇ. આમ, ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે.જવાબ : લોખાંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે, તેના ઉત્પાદનથી અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે.
ભારતમાં લોખાંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. દમાસ્કસમાં તલવાર બનાવવા લોખાંડની આયાત ભારત માંથી કરવામાં આવતી. ભારતમાં લોખાંડ બનાવવાનું પ્રથમ કારખાનું તામિલનાડુંમાં પોટેનીવોમાં સ્થાપ્યું. પણ કેટલાક કારણોસર તે બંધ થઇ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખાંડનું સફળ ઉત્પાદન થયું. ૧૯૦૭ માં ઝારખાંડના જમશેદપૂરમાં કારખાનાની સ્થાપનાથી લોખાંડ- પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા દુર્ગાપુરમાં લોખ્નાદ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ, અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થપાયા. લોખાંડ પોલાદ બનાવવા માટે લોહ, અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર તેમજ મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખાંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લીમીટેડ (SAIL) ને સોંપવામાં આવ્યો છે. લોખાંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.જવાબ : શેરડીના રસમાંથી ખાંડ બનાવવાનો ઉદ્યોગ ઘણો પ્રાચીન છે. ખેતી પર આધારિત ઉદ્યોગોમાંકાપડ પછી બીજું સ્થાન ભારતના ખાંડ ઉદ્યોગનું છે.
ખાંડ અને ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકમાં જ સ્થાપવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના ઘણા કારખાના સ્થપાયા છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયન, વ્યારા ભરૂચ, કોડીનાર તથા તાલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઇ જાય તે માટે શેરડી કાપી લીધા પછી ચોવીસ કલાકમાં તેનું પીલાણ કરવું જરૂરી છે નહી તો તેમાંથી સમયાંતરે પાણી ઘટી જાય છે.જવાબ : જ્યારે દેશમાં સડક વાહનો બનાવવાના કારખાના ન હતા ત્યારે વિદેશમાંથી જુદાજુદા ભાગો આયાત કરવામાં આવતા અને આ ભાગોને જોડીને ગાડીઓ બનાવવામાં આવતી હતી. પરંતુ આજે આ વાહનો દેશમાં જ બનાવવામાં આવે છે અને ટ્રક, બસ, મોટર કાર, મોટરસાયકલ, સ્કૂટર, સાઈકલ, વગેરે ના કારખાના અહીં સ્થપાયા છે. ભારતમાં સડક વાહનો બનાવવાનું કામ ખાનગી ક્ષેત્રે થાય છે. વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે. દેશમાં તૈયાર થતાં વાહનો તથા તેના જુદાજુદા ભાગોની નિકાસ કરવામાં આવે છે. ટ્રેક્ટર, અને સાઈકલોનુ ઉત્પાદન અહીં મોટા પ્રમાણમાં થાય છે અને વિદેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે.
જવાબ : કૃત્રિમ કાપડ એ માનવ નિર્મિત રેસામાંથી બને છે. ભારતમાં આજે કૃત્રિમ કાપડની બહુ મોટી માંગ છે. કૃત્રિમ કાપડ ની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ , રેશમ કે ઊન ના રેસા ભેળવીને કૃત્રિમ કાપડ તૈયાર થાય છે.
કૃત્રિમ કાપડનું વણાટકામ એકદમ સરળ છે. વળી તે મજબૂત અને ટકાઉ પણ છે. તેના પર રંગ કામ કરવું ઘણું સરળ છે. તેના લીધે તેનો દેખાવ અને આકર્ષણ બન્ને વધે છે. કુત્રિમ કાપડના ઉદ્યોગે મોટી ક્રાંતિ સર્જી છે. આ ઉદ્યોગ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળમાં, વિકસ્યો છે. અમદાવાદ કોલકાતા આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે.જવાબ : શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે.
દેશના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ ૮૦% , આંધ્રપ્રદેશ લગભગ ૧૦% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, અસમ અને ત્રિપુરામાં શણ ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવશ્રમ, બેંક અને વીમા સુવિધા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઊધોગ કેન્દ્રિત થયો છે. આજે વિવિધ વસ્તુઓ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી જતી શણની માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે.ઇતિહાસ
ઉત્પાદન ઉદ્યોગો
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.