જવાબ : ભારત
જવાબ : વારસો
જવાબ : ભારત
જવાબ : ભારત
જવાબ : વારસો
જવાબ : વારસા
જવાબ : વારસા
જવાબ : રાજ્ય સરકાર
જવાબ : પર્યટન ઉદ્યોગ
જવાબ : વિદેશી હુંડિયામણ
જવાબ : ઇ.સ. 1952
જવાબ : ઇ.સ. 1972
જવાબ : ઇ.સ. 1883
જવાબ : પર્યાવરણ
જવાબ : વારસા
જવાબ : 1958
જવાબ : રાષ્ટ્રીય સ્મારકો
જવાબ : ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી
જવાબ : 5000
જવાબ : આલમપુર
જવાબ : કોબા-ગાંધીનગર (ગુજરાત)
જવાબ : અમદાવાદ (ગુજરાત)
જવાબ : ભોપાલ (મધ્ય પ્રદેશ)
જવાબ : હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ)
જવાબ : મુંબઈ (મહારાષ્ટ્ર)
જવાબ : કોલકત્તા (પશ્ચિમ બંગાળ)
જવાબ : નવી દિલ્લી (દિલ્લી)
જવાબ : ઇ.સ. 1972
જવાબ : ઇ.સ. 1876
જવાબ : નાગાર્જુન સાગર
જવાબ : ભારતવર્ષ
જવાબ : પ્રાર્થના
જવાબ : ભારત
જવાબ : સ્વામિ વિવેકાનંદ
જવાબ : ઋગ્વેદ
જવાબ : ઋગ્વેદ
જવાબ : “વસુધૈવકુટુંબકમ્”
જવાબ : વર્ષાઋતુમાં
જવાબ : વડોદરા (ગુજરાત)
જવાબ : પાટણ (ગુજરાત)
જવાબ : યુનેસ્કો દ્વારા ભારતના ઘણાં પ્રાકૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદમાં સમાવેશ કરેલો છે. પરિણામે દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા અને સંશોધન કરવા આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે. તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. પર્યટન ઉદ્યોગના લાભથી જે તે રાજ્ય સમૃધ્ધ બને છે. તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની લોકોને તક મળે છે. સ્થાનિક લોકોને પણ રોજગારી મળે છે અને લુપ્ત થવાના આરે આવીને ઉભેલી કલાઓને પણ નવજીવન મળે છે. આમ આપણો વારસો લોકો અને દેશને ઉપયોગી છે.
જવાબ : વારસોએ એ દેશની ઓળખ છે. વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. તેની અવગણના કરનારા રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. આપણી ભૂતકાળની ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્યની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં આ વારસો આપણે પથદર્શક બને છે. માટે તેને નષ્ટ થતો અટકાવ્યો જરૂરી છે. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતની ઉણપના કારણે આપણા વારસાને ભયંકર નુકશાન થયું છે. માટે જ તેની જાળવણી કરવાની સરકાર તેમજ સમસ્ત પ્રજાની નૈતિક ફરજ બને છે.
જવાબ : ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. આપણા સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રકૃતિક વારસાનો સમાવેશ થાય છે. આપણો આ વારસો કુદરતી કે માનવસર્જિત પરિબળો દ્વારા પ્રતિકૂળ અસરો પામી રહ્યો છે. માટે તેના સંરક્ષણની ખાસ આવશ્યકતા છે. આ વારસો દેશના લોકોને ગૌરવ અપાવે છે, માટે દેશની પ્રજા પોતાની ઓળખને વારસા સાથે જોડી તેને આદર આપે છે. આપણે વારસાના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી, લુપ્ત થઈ રહેલી કલાઓ, અને સ્થાપત્યોનું સંરક્ષણ કરવું જોઈએ. પરિણામે આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે. આપણા વારસના જતન પ્રત્યેની ઉદાસીનતા તેમજ બેદરકારીના પરિણામે વારસાને નુકશાન થઈ રહ્યું છે, માટે તેનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે.
જવાબ : વિશ્વમાં ભારત અનોખુ સ્થાન ધરાવે છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્વનુ પ્રદાન રહ્યું છે. ભારત સ્મૃધ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. આપણો વારસો ભારતવર્ષની ગરિમાને વ્યક્ત કરે છે. માટે આપણા ભવ્ય વારસના જતન માટે કટિબધ્ધતા જરૂરી છે.
જવાબ : પુરાતત્વીય વારસો
જવાબ : બિનસાંપ્રદાયિક
જવાબ : વાયુ પ્રદુષણ
જવાબ : સંગ્રહાલયોમાં
જવાબ : વિવિધતામાં એકતા
જવાબ : વિશ્વબંધુત્વ
જવાબ : વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે, તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સાંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. તથા ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કરી વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા છે.
જવાબ : ભારતમાં પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે.
જવાબ : સ્વામિ વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં કહ્યું હતું કે “મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શિખવ્યા છે.”
જવાબ : ભૂતકાળના વરસના મૂળ સ્વરૂપને આંચ ન આવે તેવી રીતે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે યોગ્ય પધ્ધતિથી તેનું જતન કરવું જોઈએ.
જવાબ : પુરાતત્વીય વારસાના જતનમાં ભારત સરકાર, રાજ્ય સરકાર, યુનેસ્કો, બિનસરકારી સંસ્થાએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે.
જવાબ : વર્ષાઋતુમાં આપણા પુરાતત્વીય વારસાના સ્થળોમાં પ્રાચીન સમયના વાવ, કૂવા, ઝરણાં, સરોવરો, તળાવો વગેરે આવેલા છે. તેની વર્ષાઋતુમાં ખાસ સંભાળ લેવી જરૂરી છે. તે પૈકી ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમ્મરીયો કૂવો, જુનાગઢનો નવઘણ કૂવો વગેરેનું જતન કરવું જરૂરી છે.
જવાબ : ઋગ્વેદનો આ સંદેશ “અમને ચારે દિશોમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ” ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે.
જવાબ : ભારતવર્ષના પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા ભારતની કેન્દ્ર સરકારે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો, અને અવશેષોને લગતો કાયદો અમલી કર્યો છે.
જવાબ : ઐતિહાસિક સ્મારકના સમારકામ દરમિયાન તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે યથાવત અને અસલ પરિસ્થિતિ પ્રમાણેનો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે.
જવાબ : પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ ધાતુના પ્રાચીન સિક્કાઓ, વગેરેની જાળવણીનો આદેશ આપવામાં આવ્યો છે.
જવાબ : ઇ.સ. 1958માં સરકારે કાયદો બનાવ્યો કે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ખાનગી એજન્સી ભારત સરકારની રજા સિવાય ઉત્ખનન કરી શકે નહીં માટે ખાનગી ખોદકામો અટકી ગયા પરિણામે વારસાના સ્થળો સારી રીતે જળવાઈ રહ્યા છે.
જવાબ : પર્યટન ઉદ્યોગના વિકાસથી દેશના ટુરિઝમ ફાઇડ વિભાગ અને જે તે રાજ્યની રાજ્ય સરકારને ફાયદો થાય છે. ફેરિયાઓને રોજગારી મળે છે તથા ઘોડેસવારી, ફોટોગ્રાફી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓ વિકાસ પામે છે.
જવાબ : ભારત સરકારે લુપ્ત થતાં કેટલાક પ્રકારના છોડવાઓ અને પશુઓને બચાવવા માટે, તથા તેમનો વિનાશ રોકવા સખ્ત કડક કાયદા બનાવ્યા છે.
જવાબ : ભારત સરકારે આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે ભારતીય નાગરિકોની જે મૂળભૂત ફરજો છે તેમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.
જવાબ : સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ, સમિતિઓ, સમિતિઓ પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણનું કામ કરે છે તે પૈકી ઇ.સ. 1883માં બનેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે. ઉપરાંત હાલમાં ગિર ફાઉન્ડેશન અને નેચરકલબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કામ કરે છે.
જવાબ : ભારત સરકારના આ કાયદામાં પક્ષીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યોનો દ્વારા પ્રાણીઓ માટે અભ્યારણ્યો અને કેટલાક આરક્ષિત વિસ્તારોની કામગીરીનો સમાવેશ થાય છે.
જવાબ : ભારત સરકારે વન્યજીવો માટે જે બોર્ડની રચના કરી તે વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પુરા પડે છે. રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષીઘરોના નિર્માણ અંગે સલાહ સૂચન આપે છે, તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે.
જવાબ : પર્યટન ઉદ્યોગના વિકાસથી નાના ફેરિયાઓને રોજગારી મળી રહે છે તથા ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. સ્થાનિક કલાકારીગરી અને તેની વિશેષતા તથા કર્તાને આગવી ઓળખ મળી રહે છે.
જવાબ : યુનેસ્કો
જવાબ : ઋગ્વેદ
જવાબ : સ્વામી વિવેકાનંદનું
જવાબ : મહેમદાવાદમાં
જવાબ : આંધ્રપ્રદેશ
જવાબ : પીળો
જવાબ : પુરાતત્વ ખાતાને
જવાબ : ઈ. સ. 1972થી
જવાબ : વારસો
જવાબ :
જવાબ : સરકારે સંગ્રહાલયોના જતન માટે બનાવેલો ‘ભારતીય નિધિ વ્યાપાર કાનૂન’ – (1876) મુજબ કોઈપણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક, ચીજવસ્તુ તેનું ઘર, કૂવો, ખેતર, તળાવ વગેરેના ખોદકામ દરમિયાન મળી આવે તો તેણે પુરાતત્વ ખાતાને જાણ કરવાની હોય છે. જેથી સરકાર તેનું સંરક્ષણ જે તે સ્થાને કે સંગ્રહાલયમાં કરી શકે.
જવાબ : પર્યટન ક્ષેત્રોના અભ્યાસક્રમોનો શિક્ષણમાં વિકાસ થવાથી ઘણાં ફાયદા થયા છે. જેવાકે ટુરિઝમ ગાઈડ અથવા પર્યટન માર્ગદર્શકનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. વિદેશથી પર્યટકો આવવાથી ભારતને વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થાય છે. આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક પર થવાથી દેશની આગવી પ્રતિભાઓ ઉજાગર થાય છે. પર્યટક સ્થળો પર ધસારો વધતાં ત્યાં પાકા રસ્તાઓ, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓનો વિકાસ થાય છે. પર્યટક ઉદ્યોગના લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે તથા ફેરિયાઓને રોજગારી મળે છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને યોગ્ય મંચ પણ મળી રહે છે.
જવાબ : ભારતીય પુરાતત્વીય વારસાના જતનમાં શિક્ષકોએ શાળા, કોલેજોમાં વર્ગખંડોમાં ભારતના વારસાનો ભવ્ય પરિચય આપવો જોઈએ. શાળા કોલેજો દ્વારા ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વકતવ્યો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ, વગેરેનું આયોજન કરી, વારસાની સમાજ આપી લોક જાગૃતિ કેળવવી જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓએ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેનું ધ્યાન રાખવું જોઈએ, વારસાની યાદી તૈયાર કરી સ્મારકો નષ્ટ ન થાય, તોડફોડ ન થાય, ચોરાઇ ન જાય, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તથા આવા સ્થળો પર ગંદકી ના થાય તેવી જાગૃતિ ફેલાવવી જોઈએ.
જવાબ : વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકી એક ભારતીય સંસ્કૃતિ સ્મૃધ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે ‘વસુધૈવકુટુંબકમ્’ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. “અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ” નો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. આમ, બિનસાંપ્રદાયિક ભારતમાં અનેક પ્રકારની વિવિધતાઓમાં એકતા જોવા મળે છે.
જવાબ : ભારત સરકારે મૂલ્યવાન કલાકૃતિઓના વારસાની જાળવણી માટે 1972માં કાયદો બનાવેલો છે તે પ્રમાણે સરકાર પાસે વ્યક્તિગત ધોરણે અને ખાનગી સંગ્રહાલયોની માહિતીની જાણકારી હોય છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે. દરેક રાજ્યના દફ્તર કે ભંડારોમાં (આર્કાઇવ્ઝ) દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે છે. જેથી ઈતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે.
જવાબ : વારસો એ દેશની ઓળખ છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. વારસો આપણો પથદર્શક છે. તે વિકાસની દિશા નક્કી કરવા ઉપયોગી છે અને વિકાસથી દેશમાં ચેતનાનો નવો સંચાર ફૂટે છે.
જવાબ : પૂર્વજોના કાર્યોની પ્રેરણા માટે સૌ પ્રથમ તેમના જૂના વૈવિધ્યપૂર્ણ વારસાની જાળવણી કરવા કટિબધ્ધ બનવું જોઈએ. લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેની જાળવણી અને સંરક્ષણ માટે સભાન બનવું જોઈએ.
જવાબ : ભારતના વૈવિધ્યપૂર્ણ વારસામાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વિવિધ કલાઓ, અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે.
જવાબ : અમદાવાદ
જવાબ : આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વસ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વના પગલાં લઈ રહી છે. દેશ વિદેશના પર્યટકોને ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. પરિણામે તેની સ્વચ્છતા અને જતન માટે સરકાર ચિંતિત હોય છે. તેમાં એક સભ્ય નાગરિક તરીકે આપણે નીચે પ્રમાણેનું યોગદાન આપી શકીએ.
• પ્લાસ્ટિકની ઉપયોગ ન કરીએ.
• પ્રવાસના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે તેમ ન ફેંકતાં કચરાપેટીનો ઉપયોગ કરીએ.
• ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા નુકશાન ન પહોંચાડીએ.
• પણ કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકવું જોઈએ નહીં.
• પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદુષણ કરવું જોઈએ નહીં.
• ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવ, ઝરણાં વગેરેની ચોમાસા દરમિયાન કાળજી રાખીએ.
• પુરાતત્વિય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સફાઈ દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વક તેની માવજત કરવી જોઈએ.
• દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને નુકશાન ન થાય તે માટે તેમનામાં જાગૃતિ લાવવી.
• કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકશાન થાય તો તેને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.
આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે અને સ્મૃધ્ધિ બક્ષે છે. આપણા ભૂતકાળના મૂળ વારસાને આંચ ન આવે તેવી રીતે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે તેનું જતન કરવું જોઈએ.
જવાબ : ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો, બિનસરકારી સંસ્થાઓ, પોતાની ફરજો નિભાવે છે. જેમાં સૌથી મોટી અને મહત્વની જવાબદારી આપના સૌ આમ નાગરિકની છે.
• શાળા કોલેજોમાં શિક્ષકોએ વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો દરેકને પરિચય આપવો જોઈએ. વિદ્યાર્થીઓને પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં મદદ કરવી જોઈએ. દરેકે ચોકસાઇ રાખવા વારસાની યાદી તૈયાર કરવી પડે, સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઇ ન જાય, તેની સતત તકેદારી રાખવી જોઈએ.
• સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો, બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વકતવ્યો, ચર્ચાસભાઓનું આયોજન વગેરે દ્વારા આપના વારસાની સમાજ કેળવવાની અને આપવાની જરૂર છે.
• ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ, એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. માટે તેનો નાશ ન થવા દેવાય તથા તે મૂળ સ્થાનેથી બીજે સ્થાનફેર ન થાય તેનું ધ્યાન રાખવાની આપણા સૌની ફરજ છે.
• આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. આપણે ત્યાં પ્રાચીન સમયના વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. તેની વર્ષાઋતુમાં ખાસ તકેદારી લેવી જોઈએ. જે પૈકીની રાનીની વાવ - પાટણ, મલાવ તળાવ - ધોળકા, ચાંપાનેરનો કૂવો, મહેમદબાદનો ભમ્મરીયો કૂવો, જૂનાગઢનો રાનવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોને પ્રાચીન સ્મારકોની જેમ સંભાળપૂર્વક સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.
જવાબ : ભારતીય વારસા સામે જેમ નુકશાનકારક પરિબળો ઉભા થતાં ગયા તેમ તેમ તેની જાળવણીના વધુ પ્રયત્નો થયા છે જે નીચે મુજબ છે.
• પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા સંસદે 1958માં “પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો, અને અવશેષોને લાગતો કાયદો” પસાર કર્યો છે. તે પ્રમાણે પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવવામાં આવ્યું છે.
• પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈપણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈપણ સ્થળે ખોદકામ (ઉત્ખનન) કરી શકતી નથી. પરિણામે છુપી રીતે થતાં ખોદકામ અટક્યા છે અને વારસાના સ્થળો સચવાઈ રહ્યા છે.
• કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યા છે. તથા તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને સોંપવામાં આવી છે.
• માત્ર સરકાર દ્વારા કાયદો બનાવવાથી નહીં પરંતુ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજી વારસાની જાળવણી કરવી જોઈએ.
• પુરાતત્વ ખાતુ નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો, સ્થળોનું ચોક્કસ પધ્ધતિએ સમારકામ કરાવે છે.
• ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ, અને અસલિયત જળવાઈ રહે તે જરૂરી છે.
• ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતુ પોતાની દેખરેખ નીચે અંદાજે 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી કરવાનું કાર્ય કરે છે.
• આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર યોજનાને કારણે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ્ મંદિર સમુદ્રમાં ડૂબી જાય તેવી શક્યતાઓ હતી પરંતુ પુરાતત્વ વિભાગે આ મંદિરોને સફળતાપૂર્વક આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે ખસેડીને સ્થળાંતરીત કર્યા છે.
• મથુરાની રિફાઈનરીને કારણે ઉદ્યોગોના ધુમાડા અને વાયુ પ્રદુષણથી આગ્રાના તાજમહેલના સફેદ સંગેમરમર ઝાંખા અને પીળા પડી જતાં હતા, તેને પુરાતત્વ વિભાગે પગલાં ભરી પ્રદુષણવાળા ઉદ્યોગો બંધ કરાવ્યા અને તાજમહેલની નિયમિત સફાઈની વ્યવસ્થા કરી આમ આપણા વારસાની જાળવણી માટે તેનું યોગ્ય જતન અને કાયદાઓનું અમલીકરણ થતું રહે છે.
જવાબ : આપણા વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે.
• ઇ.સ. 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી છે. તે પ્રમાણે વન્યજીવોના સંરક્ષણ માટેના સાધનો પુરાં પાડવાં, રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીઘરો અને પક્ષી વિહારના નિર્માણ માટે સલાહ સૂચનો આપવાં તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી વગેરે તેના કર્યો છે.
• દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણોની સ્થાપના કરવામાં આવી છે.
• વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મુકવામાં આવ્યા છે.
• લુપ્ત થતાં વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે.
આ અભિયાનમાં સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. એમાં ઇ.સ. 1883માં સ્થપાયેલી “મુંબઈ પ્રકૃતિક ઇતિહાસ સમિતિ” સૌથી જૂની સંસ્થા છે. હાલમાં ગિર ફાઉન્ડેશન, નેચરકલબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે.
આપણા આ અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં કેટલીક જોગવાઇઓ કરી છે. આપણા બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો પણ સમાવેશ કરેલ છે.
જવાબ : વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કુતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં, તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે 'વસુધૈવકુટુંબકમ્' ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે.“અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ” નો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો (અમેરિકા)માં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ'માં કહ્યું હતું કે, “મને કહેતાં ગર્વ થાય છે કે, જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.” ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસ્લામ, ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું. પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. ઋષિમુનિઓ, સૂફી-સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશાં શાંતિ, સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કુતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો-સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે.જવાબ : આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વનાં પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવાં સ્થળોની જાળવણી માટે ચિંતિત છે.
જવાબ : ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિનસરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જવાબદારી આપણા સૌની છે. શાળા-કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાણ્યાં સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે.
વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે, સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા- કોલેજો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચાસભાઓ યોજી, આપણા વારસાને લગતી સમજ આપી, લોકજાગૃતિ કેળવાય તે જરૂરી છે. એતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. તેમાં પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલાં છે તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમકે, ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે.જવાબ : ભારતીય નિધિ વ્યાપાર કાનૂન (1876) મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ, ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતાં - ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે, જેથી તેનું સંરક્ષણ જે-તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે.
અતિ મૂલ્યવાન કલાકુતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે. દરેક રાજ્યોના દફતર ભંડારો (આર્કાઇવ્ઝ)માં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઈતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો (મ્યુઝિયમ)નું કાર્ય મહત્વનું છે. દેશનાં મહત્વનાં સંગ્રહાલયોમાં નવી દિલ્લી ખાતે ‘રાષ્ટ્ર્રીય સંગ્રહાલય’, કોલકાતા ખાતે ‘ભારતીય સંગ્રહાલય’, મુંબઈ ખાતે ‘છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય’(પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), હૈદરાબાદ ખાતે ‘સાલારગંજ સંગ્રહાલય’, ભોપાલ ખાતે ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, વડોદરા ખાતે ‘વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી’ વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે. તમામ સંગ્રહાલયોનાં જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. એ આપણી પવિત્ર ફરજ છેજવાબ : ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે. કુદરતી કે માનવસર્જિંત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે, જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દષ્ટિકોણ કેળવવાની જરૂર છે.
લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે, આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગ્રત નથી, તેમ જ આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુક્સાન થઈ રહ્યું છે, તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે.જવાબ : યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનાં સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે, તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે. તેમ જ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે.
પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને લુપ્ત થતી ક્લાઓને નવજીવન મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શક (ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્વવસાય વિકાસ પામ્યો છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હૂંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે. ભાતીગળ સંસ્કુતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે.યોગ્ય જોડકા જોડો.
1. સ્મૃધ્ધ અને બેનમૂન વારસો | A વિદેશી હુંડીયામણ |
2. વિદેશી પર્યટકોનું આવાગમન | B સરકારે બોર્ડની રચના કરી |
3. પર્યટનક્ષેત્રોનો શિક્ષણમાં વિકાસ | C ભારત |
4. વન્યજીવોનું સંરક્ષણ | D ટુરિઝમ ગાઈડના સ્વતંત્ર ઉદ્યોગનો વિકાસ |
Hide | Show
જવાબ :
(1 - C), (2 - A), (3 - D), (4 - B)
યોગ્ય જોડકા જોડો.
1. વન્યજીવો માટે બોર્ડની રચના | A પર્યાવરણનું જતન |
2. ગિર ફાઉન્ડેશન, નેચરકલબ | B ઇ.સ. 1883 |
3. વન્યજીવોના કાયદો અમલી બન્યો | C ઇ.સ. 1952 |
4. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ | D ઇ.સ. 1972 |
Hide | Show
જવાબ :
(1 - C), (2 - A), (3 - D), (4 – B)
યોગ્ય જોડકા જોડો.
1. ભારતભરના ઐતિહાસિક સ્થળો | A ઇ.સ. 1958 |
2. વસુધૈવકુટુંબકમ્ | B વિશ્વધર્મ પરિષદ |
3. સ્વામિ વિવેકાનંદ | C રાષ્ટ્રીય સ્મારકો |
4. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો, | D ભારત અવશેષોની જાણવણી કાયદો |
Hide | Show
જવાબ :
(1 - C), (2 - D), (3 - B), (4 – A)
યોગ્ય જોડકા જોડો.
1. આલમપુર ખાતે સ્થળાંતર | A ઋગ્વેદ |
2. અમને ચારે દિશાઓમાંથી શુભ | B ભારત વિચારો પ્રાપ્ત થાઓ |
3. બિનસાંપ્રદાયિક | C વિશ્વબંદુત્વનો ઉપદેશ – પ્રચાર |
4. મહાત્મા ગાંધી | D સંગમેશ્વર મંદિર, પાપનાશમ્ મંદિર |
Hide | Show
જવાબ :
(1 - D), (2 - A), (3 - B), (4 – C)
ઇતિહાસ
આપણા વારસાનું જતન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.