જવાબ : 25 - 50 માઈક્રોમીટર
જવાબ : પરાગાશય
જવાબ : જનન છિદ્રો
જવાબ : ગોળાકાર
જવાબ : લઘુબીજાણુંધાનીઓ
જવાબ : ચતુષ્કોણીય
જવાબ : પરાગકોટરો
જવાબ : પુકેસરચક્ર
જવાબ : દ્વિખંડીય
જવાબ : સ્પોરોપોલેનીન
જવાબ : સેલ્યુલોઝ અને પેક્ટીન
જવાબ : પૂરક આહાર
જવાબ : 30 મિનીટ
જવાબ : મોટું અને અનિયમિત આકારનું
જવાબ : પરાગરજ
જવાબ : પ્રદેહ
જવાબ : (-196) સેન્ટીગ્રેડ
જવાબ : નાનો
જવાબ : પરાગનિધિ
જવાબ : પ્રવાહી નાઈટ્રોજન
જવાબ : જૈવિક વાહકો
જવાબ : પરાગનયન
જવાબ : વાત પરાગનયન
જવાબ : ભ્રૂણપૂટ
જવાબ : હલકી અને ચીકાસરહિત
જવાબ : સ્વફલન
જવાબ : પરવશ
જવાબ : અંડપ્રસાઘન
જવાબ : ગેઈટેનોગેમી
જવાબ : ત્રણ
જવાબ : એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા
જવાબ : જળકુંભી
જવાબ : વંધ્યીકરણ
જવાબ : પાણી દ્વારા
જવાબ : મધમાખી
જવાબ : લાંબી અને પટ્ટીમય
જવાબ : પ્રાણીઓનો
જવાબ : 6 ફૂટ
જવાબ : દ્વિલિંગી
જવાબ : લગભગ 30
જવાબ : બેવડું ફલન
જવાબ : બીજ
જવાબ : દ્વીકીય યુગ્મનજમાં
જવાબ : વરુંથીકા
જવાબ : મગફળી
જવાબ : દિવેલા
જવાબ : બીટ
જવાબ : મુક્ત કોષકેન્દ્રિય ભ્રૂણપોષ
જવાબ : ભ્રૂણમૂળચોલ
જવાબ : ભ્રૂણાગ્રચોલ
જવાબ : અનીર્ભેળતા / અસંયોગીજનન
જવાબ : લ્યુપાઇન
જવાબ : કેળા
જવાબ : બહુભ્રૂણતા
જવાબ : ફૂટફળ
જવાબ : કાજુ
જવાબ : ફલાવરણ
જવાબ : અનીર્ભેળતા / અસંયોગીજનન
જવાબ : બીજદેહશેષ
જવાબ : સત્યફળ
જવાબ : પરાગરજ
જવાબ : વજ્રચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર
જવાબ : વનસ્પતિ દ્વિસદની છે અને માત્ર નર પુષ્પો ધરાવે છે.
જવાબ : અધિસ્તર અને પોષકસ્તર
જવાબ : લઘુબીજાણુ માતૃકોષો
જવાબ : પરાગાસન, અંડક, ભ્રૂણપુટ, જરાયુ
જવાબ : અંડકોષ, ભ્રૂણપુટ, પ્રદેહ, અંડકાવરણ
જવાબ : પરાગરજ અને અંડકો બંને સાથે પુખ્ત બને.
જવાબ : પવન
જવાબ : દ્વિસદની વનસ્પતિ માત્ર નર કે માદા પુષ્પો ધરાવે છે.
જવાબ : સહાયક કોષો, ફલિતાંડ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
જવાબ : સહાયકકોષ અને પ્રતિધ્રુવીય કોષો
જવાબ : ઇમેસ્ક્યુલેશન
જવાબ : બીજાપત્રો અને વરુંથિકા
જવાબ : અસંયોગીજનન
જવાબ : દ્વિકીય
જવાબ : અફલિત ફળવિકાસ
જવાબ : પુષ્પની સુંદરતા જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ. માદક સુગંધ, મોહક રંગ આપણને આકર્ષે છે. બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે. પુષ્પવિન્યાસ, પુષ્ય અને પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નીપજો ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે.
જવાબ : મનુષ્યનો પ્રાચીન સમયથી પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો સૌદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તે હંમેશાં માનવીની મહત્વની લાગણીઓ જેવી કે પ્રેમ, ખુશી, વ્યથા, દુ:ખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે ઉપયોગી છે.
જવાબ : પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે. જેમાં વજ્ર, દલપુંજ, પુંકેસરો અને સ્ત્રીકેસરો એ તેના ક્રમશઃ પાશ્વીય અંગો છે. આ બધા જ પાશ્વીય અંગો પર્ણના સમાન ગુણધર્મા ધરાવતા અંગો છે. પુષ્પનું પુષ્પાસન રચનાની દ્રષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવે છે.
જવાબ : લાક્ષણિક પુષ્પ ચાર જૂથનાં ઉપાંગો ધરાવે છે. જેમાં બહારનાં બે જૂથ વંધ્ય અને અંદરના બે જૂથ ફળદ્રપ ઉપાંગો ધરાવે છે. વંધ્ય ઉપાંગો: વંધ્ય ઉપાંગોમાં વજપત્રો ભેગાં મળી દલપુંજ બનાવે છે. ફળદ્રપ ઉપાંગો: બે પ્રકારના ફળદ્રપ ઉપાંગોમાં પુંકેસરો (લઘુબીજાણુ પર્ણો) ભેગા મળી પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસરો (મહાબીજાણુ પણ) ભેગા મળી સ્ત્રીકેસર ચક્ર બનાવે છે. પુંકેસર: પુંકેસર એ પાતળું અંગ છે અને ત્રણ સ્પષ્ટ ભાગો જેવા કે નિકટનો વંધ્ય ભાગ જેને તંતુ કહે છે અને દૂરસ્થ ફળદ્રપ ભાગ જેને પરાગાશય કહે છે. પરાગાશય અને તંતુને જોડતી રચનાને યોજી કહે છે. સ્ત્રીકેસર: સ્ત્રીકેસરનો સામાન્ય રોતે નિકટનો અંડક ધરાવતો ભાગ બીજાશય કે અંડાશય કહેવાય છે અને પરાગરજ ગ્રહણ કરતા દૂરસ્થ ભાગને પરાગાસન તથા બીજાશય અને પરાગાસન વચ્ચે ખાવેલા વંધ્ય પ્રદેશને પરાગવાહિની કહે છે.
જવાબ : પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને ત્યારબાદ તેનો વિકાસ પુષ્પમાં થવા માટે ઘણા અંતઃસ્ત્રાવીય અને રચનાકીય પામે થાય છે છે. પુષ્પમાં પુંકેસરચક (નર પ્રજનન અંગ તરોકે) અને સ્ત્રીકેસરચક્ર (માદા પ્રજનન અંગ તરોકે) વિભેદન અને ફેરફારો વિકાસ પામે છે. સૌપ્રથમ પુણ્યકલિકાઓ ધરાવતો પુષ્પવિન્યાસ સર્જાય છે અને તે પછીથી તેના પર પુષ્પો સર્જાય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનનાંગો-પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે છે. પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રીકેસર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. જુદી જુદી જાતિઓમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે.
જવાબ : જયારે પરાગાશય તરુણ હોય ત્યારે સધન રીતે ગોઠવાયેલા સમાત કોષોના સમૂહ લધુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે. જેને બીજાણુજનક કહે છે. લઘુબીજાણુજનન : પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લધુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સર્જ છે. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લધુબીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે. પરાગ માતૃકોષ માંથી અર્ધાકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુબીજાણુજનન કહે છે. લધુબીજાણું સર્જાય ત્યારે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે. જેને લઘુબીજાશુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુબીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે. અને પરાગરજમાં વિકાસ પામે છે. લધુબીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે.
જવાબ : પરાગરજની રચના: પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે. જે 25-50 um (માઇક્રોમીટર) વ્યાસ ધરાવે છે. પરાગરજ દ્વિસ્તરીય દીવાલ ધરાવે છે. બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ (Exine) કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે. તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે. ઉત્સચકો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.
જવાબ : પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. હાલનાં વર્ષોમાં પરાગરજની ગોળીઓ ટેબ્લેટ્સ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને રેસ (દોડ) માં ભાગ લેનાર ઘોડાઓના દેખાવ માં વધારો કરે છે.
જવાબ : પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેમનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરો છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે અને રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજન (-196 ° C) માં સંગ્રહિત કરી શકાય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરોકે થાય છે. જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજનિધિ જેવું જ છે.
જવાબ : જાયાંગ (સ્ત્રીકેસરચક્ર) એ પુષપ્પનું માદા પ્રજનનઅંગ છે. સ્ત્રીકેસરચક્ર એક જ સ્ત્રીકેસર અથવા ધણા સ્ત્રીકેસર ધરાવે છે. સ્ત્રીકેસર એક જ સ્ત્રીકેસર ધરાવતું હોય. (ઉદા. વટાણાનું પુષ્પ) ત્યારે તેને એક સ્ત્રીકેસરી કહે છે. જો સ્ત્રીકેસર એક કરતાં વધુ હોય ત્યારે તેઓને બહુસ્ત્રીકેસરી અને જોડાયેલાં હોય તો યુક્તસ્ત્રીકેસરી કહે છે અથવા સ્ત્રીકેસરો મુક્ત હોય તો મુક્ત સ્ત્રીકેસરો કહે છે. સ્ત્રીકેસરની રચના : પ્રત્યેક સ્ત્રીકેસર ત્રણ ભાગો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય (અંડાશય) ધરાવે છે. પરાગાસનઃ એ પરાગરજ માટેનું ગ્રાહીસ્થાન છે. પરાગવાહિની: પરાગવાહિની પરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ છે. અંડાશય : સ્ત્રીકેસરના તલસ્થ ફૂલેલા ભાગને બીજાશય કે અંડાશય કહે છે. બીજાશયની અંદર બીજાશય પોલાણ (કોટર) આવેલું છે. જરાયુ : બીજાશય ના પોલાણમાં આવેલું છે. જરાયુ પરથી સંખ્યા મહાબીજાણુજાની ઉદભવે છે. જેને સામાન્યતઃ અંડકો કહે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા એક(ડાંગર, ઘઉં, કેરો) થી ઘણી(પપૈયું ,તડબૂચ) હોય છે.
જવાબ : સક્રિય મહાબીજાણનું કોષકેન્દ્ર સમભાજન પામી, બે કોષકેન્દ્રો સર્જે છે. જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષ કેન્દ્રિય ભ્રુણપુટનું નિર્માણ થાય છે. તેને અનુસરોને બે ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ ચાર કોષકેન્દ્રીય અને પછી આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. આ પ્રકારનું વિભાજન ચુસ્તપણે મુક્ત કોષકેન્દ્રીય પ્રકારનું હોય છે, એટલે કે કોષકેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષદીવાલનું નિર્માણ થતું નથી. આઠ કોષકેન્દ્રીય અવસ્થા બાદ, કોષદીવાલના નિર્માણને અનુસરોને લાક્ષણિક માદા જન્યુજનક કે ધૂણપુટ સર્જાય છે. આઠ કોષકેન્દ્રો પૈકીના છ કોષકેન્દ્રો કોષદીવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. જયારે બાકીના બે કોષકેન્દ્ર જેને ધ્રુવીય કોષકેન્દ્રો (polar nuclei) કહે છે. તેઓ અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ (central cell) માં ગોઠવાય છે. ભ્રૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે.
જવાબ : સ્વફલન : આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પુષ્પાસન પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરો છે. તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. જેથી સ્વપરાગનયન થઈ શકે. કુદરતી રોતે સ્વફલન દ્વિલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે.
જવાબ : સંવૃત પુષ્પો : આ પુષ્પો ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસનું એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જયારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. કારણ કે પરંપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરોમાં પણ બીજસર્જન થાય છે.
જવાબ : આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. આથી ઉત્પન્ન થતી સંતતિઓ સંકર બને છે. પરંપરાગનયન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે. પરંપરાગનયનને લીધે પરફલન થતું હોવાથી જનીનિક પુનઃસંયોજનનો ફાયદો મળે છે.
જવાબ : જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પાણીની અંદર મુક્ત થાય છે. આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય, હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. તેમની કેટલીક પરાગાસન સુધી પહોચે છે. મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષમી આવરિત હોય છે.
જવાબ : અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો એ સૌદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તેઓ હંમેશાં માનવીની મહત્ત્વની લાગણીઓ જીવી પ્રેમ, છાલ, ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે ઉપયોગી છે.
જવાબ : મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ ક્રિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વ-પરાગનયન અંતઃસંવર્ધન દબાણ માં પરિણમે છે. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પર-પરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. જેથી સંકર જાતો મળે છે. જે વધારે ફળદ્રુપ હોઈ શકે છે.
જવાબ : ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી, વ્યાપારિક ધોરણે ઉચ્ચજાત મેળવવા માટે કૃત્રિમ સંવર્ધન પ્રકારના સંવર્ધિત પ્રયોગો અગત્યના છે. આ માટે માત્ર ઇચ્છિત પરાગરજન ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજ (બિન ઇચ્છિત પરાગરજ) થી રક્ષિત કરવામાં આવે છે. જે વંધ્યીકરણ અને કોથળી ચઢાવવા જેવી પદ્ધતિ દ્વારા મંળવી શકાય છે.
જવાબ : ફલન દરમિયાન પરાગનલિકાના બે નરજન્યુ પૈકીનો એક નરજન્ય અંડકોષ તરફ વહન પામી તેનાં કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સુયુગ્મન પૂર્ણ થાય છે. જેના પરિણામે દ્વિકીય કોષ યુગ્મનજ (2n) સર્જાય છે. અન્ય નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર નું નિર્માણ કરે છે. આમ ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય કહે છે. આમ ભૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકોય જોડાણ એમ બે પ્રકારનાં થવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે.
જવાબ : ખોરાક અને શાકભાજીની કેટલીક સંકરજાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકરજાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. પરંતુ સંકરજાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરવાં પડે છે. કારણ કે સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં તેના લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોધું છે અને તેથી ખેડૂતો માટે સંકરબીજની કિંમત વધુ પડે છે. જો આવા બીજને (હાઇબ્રિડ) અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. આથી ખેડૂતો વર્ષોનાં વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે અને સંકરબીજ ખરોદવાની જરૂર રહેતી નથી.
જવાબ : સ્થાન: પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે. કાર્ય: રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
જવાબ : સ્થાન: પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે. કાર્ય: વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.
જવાબ : સ્થાન: સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ છે. કાર્ય: બીજાશયમાંથી અંડકો વિકસે છે.
જવાબ : સ્થાન: બીજાશયના પોલાણની અંદરની બાજુએ હોય છે. પ્રદેહ કાર્ય: જરાયુ ઉપરથી મહાબીજાણુધાનીઓ વિકસે છે.
જવાબ : સ્થાન: અંડકનો મુખ્ય દેહ વિપુલ પ્રમાણમાં સંગ્રહીત ખોરાક ધરાવે છે. કાર્ય: તે ભૃણપુટનો વિકાસ કરે છે.
જવાબ : સ્થાન: અંડછિદ્રના છેડે આવેલ છે. કાર્ય: તે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચવા માર્ગદર્શન આપે છે.
જવાબ : સ્થાન: અંડકમાં ફલન બાદ દ્વિતીય કોષકેન્દ્રી ત્રિકોય ભૃણપોષકેન્દ્રમાં ફેરવાય છે. કાર્ય: તે ભૃણપોષી પેશીનું નિર્માણ કરે છે.
જવાબ : સ્થાન: નિલમ્બની ટોચે આવેલ અને ભૃણના સંપર્કમાં રહેલ કોષ કાર્ય: આદિમૂળના પરિઘ પ્રદેશ તથા મૂળટોપનું નિર્માણ થાય છે.
જવાબ : આવૃત બીજધારી વનસ્પતિના પુષ્યમાં પુંકેસર અને સ્ત્રીકેસર અનુક્રમે નર અને માદા પ્રજનન અંગ છે. પુંકેસરમાં લઘુબીજાણુ (પરાગરજ) ઉત્પન્ન થાય છે જેમાં નરજન્યુનો વિકાસ થાય છે. સ્ત્રીકેસરમાં મહાબીજાણુ ઉત્પન્ન થાય છે જેમાં માદાજન્યુનો વિકાસ થાય છે.
જવાબ : બીજાણુજનકપેશી - પરાગ માતૃકોષ - લઘુબીજાણુચતુષ્ક - પરાગરજ - નરજન્યુજનક
જવાબ : (i) પૃથકતા: કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય એક જ હોતો નથી તેને પૃથક્તા કહે છે. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. દા.ત., પામ્સ (Palms). (ii) પરાગાશય અને પરાગાસનનાં જુદાં જુદાં સ્થાનઃ કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલાં હોય છે. આથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. દા.ત. ઝિમ્યુલા. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે.
જવાબ : સ્વઅસંગતતા : જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને તેને સ્વઅસંગતતા કહે છે. દા.ત. માલ્યા આ એક જનીનિક ક્રિયાવિધિ છે. તે સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.
જવાબ : કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજો નો ઉપયોગ પરાગનયનમાં કરવામાં આવે છે. આ ક્રિયા ઇમેક્યુલેશન (વંધ્યીકરણ) અને બેગિગ (કોથળી ચઢાવવી પદ્ધતિથી) કરી શકાય છે. જો માદા વનસ્પતિ ક્રિલિંગી પુષ્પો ધરાવતી હોય, તો ચીપિયાની મદદથી પુણ્યકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ કહે છે. ઇમેકયુલેશન (વંધ્યીકરણ) કરેલ પુષ્યોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે. જે સામાન્ય રીતે મીણિયાના કાગળ ની બનેલ હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી કહે છે. કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પોના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે.
જવાબ : બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્યા નીચે મુજબ છે : (1) વધારાના અનામત ખોરાકનો સંગ્રહ કરવો. (2) બીજપત્રો ભૂલને પોષણ આપવાનું કાર્ય કરે છે. જ્યારે પ્રદેહ ભ્રૂણપુટને પોષણ આપવાનું કાર્ય છે.
જવાબ : સ્ત્રીકેસર એ માદા પ્રજનનઅંગ છે કે જે બીજાશયમાં આવેલ અંડકોષનું ફલન શક્ય બનાવવા પરાગરજ પ્રાપ્ત કરે છે, કે જે નીચેની દિશા તરફ પરાગવાહિનીમાંથી બીજાશય તરફ જાય છે. કે જે અંડકોષ ધરાવે છે. બીજાશય ફળમાં રૂપાંતર પામે છે અને અંડકો બીજમાં રૂપાંતર પામે છે. બીજાશય અંડકો ધરાવે છે.
જવાબ : સહાયક કોષોમાંથી ઉત્પન્ન થયેલા ભ્રૂણ એકકીય હોય છે. કારણ કે સહાયક કોષોની પ્લોઇડી એકકીય હોય છે. જયારે પ્રદેહમાંથી ઉત્પન્ન થયેલ ભ્રૂણ દ્વિકીય હોય છે. કારણ કે પ્રદેહના કોષોની પ્લોઇડી દ્વિકીય હોય છે.
જવાબ : 60 % જેટલી આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ (વાનસ્પતિક કોષ અને જનનકોષ) બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં મુકાય છે ત્યારે જનનકોષ સમવિભાજન પામી બે નરજન્યુઓમાં રૂપાંતર પામે છે. આમ ત્રિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ આવેલ હોય છે.
જવાબ : અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી નથી. આના સમર્થનમાં કારણો નીચે મુજબ છે: (1) મહાબીજાણુમાંથી અધીકરણ વગર ભ્રૂણપુટ બને છે. અંડકો દ્વિકીય હોય છે અને ભૃણ (ગર્ભમાં) રૂપાંતર પામે છે. (2) દ્વિકીય પ્રદેહના કોષોમાંથી પણ ભ્રૂણપુટ બને છે કે જેમાં અંડકોષ દ્વિકીય હોય છે તે અફલિત જનીનિક રીતે ભ્રૂણ (ગર્ભ) માં રૂપાંતર પામે છે.
જવાબ : ઘણી જ જલજ વનસ્પતિઓમાં તુરંત પાણીની બહાર આવતાં પુષ્પોમાં પવન અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. જલજ વનસ્પતિઓમાં પાણીની સપાટીની નીચે પરાગનયન થાય ત્યારે તેને પાણીની સપાટીની નીચે થતું પરાગનયન (હાઇપો હાઇડ્રોફિલી) કહે છે. ઉદા. સીરેટી ફાયલમ જલજ વનસ્પતિઓમાં જો પરાગનયન પાણીની સપાટી ઉપર થાય તેને સપાટીય જલપરાગનયન કહે છે. (એપીહાઇડ્રોફીલી) ઉદા. વેલેસ્લેરોયા સ્પાયરાલીસ.
જવાબ :
કુત્રિમ સંકરણ માટે સાચા ક્રમિકમાં ગોઠવણી નીચે મુજબ હોય છે :
જવાબ : જરાયુને બીજ અંકુરણ તરોકે વ્યાખ્યાયિત કરે છે જ્યારે ફળ માતૃવનસ્પતિ ઉપર લટકે છે. કાદવ કોચડવાળી જમીન ઊગતી વનસ્પતિને મેનગ્રુવ કહે છે. આ વનસ્પતિઓમાં જયારે બીજ કાદવ કીચડવાળી જમીન ઉપર પડે છે ત્યારે તેઓ ઊગતાં નથી, કારણ કે ત્યાં ઊંચી ક્ષારતા અને વધુ પાણી હોવાની સ્થિતિ હોય છે. આથી જે વૃક્ષોમાં બીજનું અંકુરણ થાય ત્યારે તેઓ માતૃવનસ્પતિ સાથે જોડાયેલ હોય છે. કચરામાં પ્રાણીઓના બચ્ચાંઓ એક જન્મ સમયે સામાન્ય રીતે 3 થી 8 ની સંખ્યામાં હોય છે. જરાયુ સ્વયંસંચાલિત રીતે કચરામાં બચ્ચાંઓના જન્મને મર્યાદિત રાખે છે. કારણ કે મર્યાદિત સંખ્યામાં ઈંડાં કે અંડકોષો ઉત્પન્ન કરવામાં આવે છે અને માદાના પ્રજનનચક્ર દરમિયાન ફલન કરે છે.
જવાબ : બીજમાં એક કરતાં વધુ ગર્ભ (ભ્રૂણ) હોવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે. ધણી લીંબુ અને આંબાની જાતોમાં, ભ્રૂણપુટની ફરતે આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ધૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રણમાં વિકાસ પામે છે. આવી જાતોમાં પ્રત્યેક અંડક ધણાં ભૂણ ધરાવે છે. બહુશ્રુણતા વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં મુખ્ય ભાગ ભજવે છે. આ ભ્રણમાંથી મેળવાયેલ વનસ્પતિના છોડ વાઇરસવિહીન અને ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતાં હોય છે. ઘણાં ખોરાક (અનાજ) અને શાકભાજીના પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ સંકર પાકોની ઊંચી ઉત્પાદકતા હોય છે.
જવાબ : પ્રાથમિક ભૂણપોષ કેન્દ્ર સતત રીતે વિભાજન પામે છે અને ત્રિકોય ભ્રૂણપોષ પેશી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પેશીના કોષો સંગઠિત ખોરાકનો જથ્થો ધરાવે છે અને તે વિકાસ પામતાં ભૂણના પોષણ માટે વપરાય છે. ભ્રૂણ અંડછિદ્ર તરફના છેડે વિકાસ પામે છે કે જયાં ફલિતાંડ આપેલ છે. ઘણાં ફલિતાંડ, ભ્રૂણપોષનો કેટલોક જથ્થો બન્યા પછી વિકાસ પામે છે. વિકાસ પામતાં ભ્રૂણને ચોક્કસ રોતે પોષણ પ્રાપ્ત થાય તે માટેનું આ અનુકૂલન છે.
જવાબ : 60 % જેટલી આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ બે કોષકેન્દ્રવાળી અવસ્થાએ ઉત્પન્ન થાય છે. નાલકોષ અથવા વાનસ્પતિક કોષ અને જનનકોષ હોય છે. બાકી રહેલ જાતિઓમાં પરાગરજનું સ્થાપન થાય તે પહેલાં જનનકોષ સમવિભાજનથી વિભાજન પામી બે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. નાલકોષ કે વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ એમ ત્રિકોષીય અવસ્થામાં હોય છે. ત્રિકોષીય અવસ્થામાં, પરાગાસન ઉપર અંકુરણ પામી પરાગનલિકા કોઈ એક જનનછિદ્રમાંથી ઉત્પન્ન થાય છે. પરાગરજમાંનું દ્રવ્વ પરાગનલિકામાં આવે છે. પરાગનલિકા, પરાગાસનની પેશીમાં વૃદ્ધિ પામતી આગળ વધે છે.
જવાબ : હવાઈ પુષ્યોમાં બે પ્રકારના પરાગનયન જોવા મળે છે. સ્વપરાગનયન (સ્વફલન): એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પનો પરાગાસન ઉપર જવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે. આ સંવૃત પુષ્પતા અને હવાઈ પુષ્પો બંનેમાં જોવા મળે છે. પર-પરાગનયન (એલોગેમી): પરાગરજોનું પરાગાશયમાંથી અન્ય પુષ્પના પરાગાસન ઉપર જવાની પ્રક્રિયાને પરંપરાગનયન કહે છે. તે બે જાતિના છે: (i) ગેઇટોનોગેમીઃ એક જ વનસ્પતિના એક પુષ્પ ઉપરથી પરાગાશયમાંથી પરાગરજોને તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર લઈ જવામાં આવે છે. તે પરંપરાગનયનનો ક્રિયાત્મક પ્રકાર છે. જેમાં પરાગરજ વાહકનો ઉપયોગ થાય છે. જનીનિક રોતે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે પરાગરજ એક જ વનસ્પતિ ઉપરથી આવે છે. (ii) પરવશ (ઝેનોગેમી): એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ, બીજી વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયા પરાગનયનનો આ પ્રકાર કે જે જનીનિક રીતે અલગ પ્રકારની પરાગરજો પરાગાસન ઉપર આવે છે.
જવાબ : સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે. અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે. તેથી ફલન માટે તેમને સાથે લાવવા જરૂરી છે. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહે છે.
પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભૂત અનુકૂલનો કેળવાયેલાં હોય છે. પરાગનયનના પ્રકારો : પરાગરજના સ્રોતના આધારે પરાગનયનને ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય: સ્વફલન, ગેઇટોનોગેમી અને પરવશ. (a) સ્વફલન (Autogamy): આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પુષ્પાસન પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે. તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. જેથી સ્વપરાગનયન થઈ શકે. કુદરતી રીતે સ્વફલન દ્વિલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે. સ્વફલનવાળાં પુષ્પોમાં પુષ્પના પરાગાસન પરાગાશય એક જ સમયે પરિપક્વ થવાથી સ્વપરાગનયન શક્ય બને છે. ઉદાહરણ: એપીએસી, લેમીએસી અને કેકટસી કુળના ઘણા સભ્યોમાં સ્વપરાગનયન થાય છે. પરાગવાહિનીનું હલનચલન થવાથી પરાગાસન એ પરાગાશયની નજીક આવે છે. હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો: કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા, અબુટી અને કોમેલિનામાં બે પ્રકારનાં પુષ્પો ઉત્પન્ન થાય છે. (i) હવાઈ પુષ્પો: આ પુષ્પો અન્ય જાતિઓમાં જોવા મળતાં પુષ્પો જેવાં જ હોય છે. તેમનાં પરાગાશય અને પુષ્પાસન ખુલ્લાં હોય છે. ઉદાહરણ: કોમેલીના (ii) સંવૃત પુષ્પો: આ પુષ્પો ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસનું એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જયારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. કારણ કે પરંપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજસર્જન થાય છે. (b) ગેઇટોનોગેમી: પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્ય ઉપર પરાગિત થવાની ઘટનાને ગેઇટોનોગેમી કહે છે. જોકે ગેઇટોનોગેમી એ કાર્યાત્મક રોતે પરપરાગનયન છે. કારણ કે તેમાં પરાગવાહકો ભાગ લે છે. જનીનિક દૃષ્ટિએ તે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે. કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે. (c) પરવશ: પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની પ્રક્રિયા છે, આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. પરપરાગનયન જે જાતિઓમાં થાય છે તેને પરવશ કહે છે. આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. આથી ઉત્પન્ન થતી સંતતિઓ સંકર બને છે. પરંપરાગનયન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે. પરંપરાગનયનને લીધે પરફલન થતું હોવાથી જનીનિક પુનઃસંયોજનનો ફાયદો મળે છે.જવાબ : કેટલાંક પ્રાણીઓ પણ પરાગનયન માટે જવાબદાર છે. આ ઘટનાને ઝૂફીલી કહે છે. મધમાખી, પતંગિયા, ભંગ કીટકો, ભમરીઓ કીડી, ફૂદાં, પક્ષીઓ (સનબર્ડ-દેવચકલી અને હમિંગબર્ડ – ગુંજન પક્ષી) તથા ચામાચીડિયું વગેરે સામાન્ય પરાગવાહકો છે. પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક તરીકે કેટલાંક પરાગવાહકો છે.
આ ઉપરાંત મોટાં પ્રાણીઓ જેવા કે કેટલાંક પ્રાઇમેટ (લેમૂર), વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતાં (કર્તનશીલ) પ્રાણીઓ અથવા સરિસૃપો (ગેકો ગરોળી અને કાચિંડો) વગેરે કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓનાં પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારનાં અનુકૂલનો વિકસાવે છે. મોટા ભાગનાં કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે મોટાં, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે. જ્યારે પુષ્પો નાનાં હોય ત્યારે ઘણાં પુષ્પો એકઠાં થઈ પુષ્પવિન્યાસ બનાવે છે. જેથી તે ધ્યાનાકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને અથવા સુગંધથી આકર્ષાય છે. માખીઓ અને ભંગ કીટકો થી પરાગિત પુષ્પો અને પ્રાણીઓને આકર્ષવા ગંદી દુર્ગંધ સર્જે છે. પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર આપે છે. મધુદ્રવ્ય અને પરાગરજ એ આ પુષ્પો દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર છે. આ પુરસ્કારની પ્રાપ્તિ માટે આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે, પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે. પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચીકાશયુક્ત હોય છે, જ્યારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થાય છે. કેટલીક જાતિઓમાં પુષ્કીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડાં મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે. ઉદાહરણ : સુરણ નું ઊંચું પુષ્પ (તે પુષ્પ પોતે જ વનસ્પતિ 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે.) આવો જ આંતરસંબંધ ફુંદાંની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે. જયાં બંને જાતિઓ ફૂદા અને યુકકા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતાં નથી. ફૂદાં પોતાનાં ઈંડાં બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્ય તેના બદલામાં ફૂદાં દ્વારા પરાગિત થાય છે. જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે જ કૃદાંની ઇયળ કે ડિંભ ઈંડામાંથી બહાર આવે છે. ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ અને ધુરસનો ઉપયોગ કરે છે. આ પુણ્ય મુલાકાતીઓને પરાગરજ/મધુરસના લૂંટારુઓ કહેવાય છે.જવાબ : કુદરતમાં પરાગનયનથી પરાગરજ એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર જ સ્થળાંતરિત થાય તેની કોઈ ખાતરી હોતી નથી. સંગત પરાગરજ હોતી નથી. ધણીવાર, પરાગરજ કાંતો બીજી જાતિઓની હોય અથવા એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. સ્વ-અસંગત પરાગરજ કરે છે. સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી (સંગત પરાગરજ) કે અસ્વીકાર કરવો (અસંગત પરાગરજ) તેને ઓળખવાની ક્ષમતા હોય છે.
જો પરાગરજ અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને સ્વીકારે છે અને પ્રશ્ન પરાગજ્યનની ઘટનાઓને પ્રોત્સાહિત કરે છે. જેને કારણે ફલન થાય છે. જો પરાગરજ સ્વયં અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને અસ્વીકૃત કરે છે. જેથી પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી. સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગરજમાં આવેલાં રાસાયણિક ઘટકો પરાગરજની દીવાલ અને તેમાં આવેલાં પ્રોટીન ઘટકો અને મુક્ત થતાં વિવિધ જલવિઘટિત ઉત્સચકો ઉપર છે. તાજેતરના વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રીઓ, કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરનાં રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે. સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર જનનછિદ્રો દ્વારા પરાગનલિકા ઉત્પન્ન કરે છે. પરાગજમાં સમાવિષ્ટ ધટકો પરાગનલિકામાં વહન પામે છે. પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિનીની પેશીમાં થઈને વિકાસ પામે છે અને બીજાશયમાં પહોંચે છે. કેટલીક વનસ્પતિઓમાં (વાનસ્પતિ કોષ અને જનનકોષ) દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. પરાગરજ જયારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનનકોષ વિભાજન પામે છે. અને બે નર જન્યુઓ સર્જે છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય કોષ અવસ્થાએ મુક્ત થાય છે. પરાગનલિકા શરૂઆતમાં બે નરજન્યુઓનું વહન કરે છે. જે અંડ છેદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પહોંચે છે અને ત્યાંથી તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં દાખલ થાય છે. તંતુયમ ઘટકો પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચવાના માર્ગ અંગે માર્ગદર્શન આપે છે. આ બધી જ ધટનાઓ - પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કરે છે. પરાગરજ - સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ (સંગતતા) નો સમાવેશ થાય છે. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને સ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ, ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. પ્રયોગ: પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો ઉદ્ભવ વટાણા , ચણા, ક્રોટોલારીયા ગુલમહેંદી અને બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજને લગભગ 10 % શર્કરાનું દ્રાવણ ધરાવતી સ્લાઇડ ઉપર આસ્થાપન કરી 15-30 મિનિટ બાદ સૂક્ષ્મદર્શક યંત્રમાં લૉ-પાવરમાં અવલોકન કરતાં પરાગરજમાંથી બહાર આવતી પરાગનલિકા જોઈ શકાય છે.જવાબ : આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. બીજ ફળની અંદર નિર્માણ પામે છે. લાક્ષણિક બીજ બીજવરણ/ બીજાવર્ણો, બીજપત્ર/ બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે.
ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી (શિમબીકુળમાં) જાડુ અને હોય છે. પુખ્ત બીજ આલ્બયુમિન વગરના અથવા આલ્બયુમિન મુક્ત કે અભ્રૂણપોષી હોય છે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા.,મગફળી). આલ્બયુમિનયુક્ત કે ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ જળવાઈ રહે છે. કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી દા.ત., ઘઉં, મકાઈ, જવ, દિવેલા. ક્યારેક કેટલાંક બીજમાં (ઉદાહરણ: કાળા મરી અને બીટમાં) પ્રદેહનો કેટલૉક આવા ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૃપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજ દેહશેષ કહે છે. બીજાવરણો: અંડકાવરણો સખત રક્ષણ આપનારાં બીજાવરણોમાં ફેરવાય છે. અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે, તે બીજાં કુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક (તેના જથ્થાના 10-15 % ભેજ) બને છે. ભ્રૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડે છે. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે જેને સુષુપ્તતા કહે છે અથવા અનુકૂળ પરિસ્થિતિ (પૂરતો ભેજ,0, અને સાનુકૂળ તાપમાન) પ્રાપ્ત થતાં તે અંકુરિત થાય છે.જવાબ : બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે. પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજનનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી. જયારે બીજનિર્માણએ પાણી પર વધુ આધારિત છે. બીજ, નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. સખત જરૂરિયાત મુજબનો સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જયાં સુધી પ્રકાશસંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે.
બીજનું સખત આવરણ (બીજાવરણ) પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. તે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી, તે નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું નીરજના સંગ્રહ અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરોકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય છે. બીજની જીવિતતા : બીજના વિકિરણ પછી બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે છે. મોટા ભાગની જાતિઓનાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાંક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યાં હોય તેવા પુરાવા પણ છે. સૌથી જુનું બીજ લ્યુપાઇન નું છે. લ્યુપાઇન આક્ટિક્સ ના આર્કટિક ટૂડમાં લગભગ 10,000 (દસ હજાર વર્ષ) વર્ષોની સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. તાજેતર માં 2000 વર્ષ જૂના ખજૂરનાં જીવંત બીજના પુરાવા મળ્યા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોર્ડના મોલમાં ખજૂરી મળી આવી હતી. કેટલીક વનસ્પતિઓની વિશિષ્ટતાઓ: ઓર્કિડનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાનાં બીજ ધરાવે છે. પરોપજીવી ઓરોબેન્ડી અને સ્ટ્રાઇગા માં પણ જોવા મળે છે. વડ ના ટેટાના નાના બીજમાંથી મહાકાય વડનું વૃક્ષ પેદા થઈ શકે છે.જવાબ : સામાન્યત: બીજ એ ફલનની અંતિમ નીપજ છે. છતાં એસ્ટરેસી અને પાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે. જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. જેને અનિર્ભેળતા /અસંયોગીજનન કહે છે. ફલન વગર ફળનિર્માણને અફલિત ફળ વિકાસ કહે છે.
આમ અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અધકરણ વગર ઢિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ધણા ભ્રૂણ ધરાવે છે એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને બહુભ્રૂણતા કહે છે. એકકીય અસંયોગીજનનમાં ધૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. આ રીતે સર્જાતો ધૂણ કુદરતી રીતે એકકીય હોય છે. નારંગીના બીજને દબાવતાં દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ધણા ભ્રૂણ જોવા મળે છે. અસંયોગીજનનનું મહત્વ: આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ધણી ઊંચી જાય છે. સંકર બીજ દર વર્ષે નવાં ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે અને દર વર્ષે સંકરે બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. સંકરબીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગીજનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે. અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યાં છે.જવાબ :
અંડક એ નાની રચના છે. જે દેડ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. જેને અંડનાલ અથવા અંડકદડ કહે છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલ હોય તેને બીજકેન્દ્ર કહે છે. આમ, બીજકેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમસ્થાન છે. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને અંડકાવરણો કહે છે.આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ ને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર કે બીજાં છિદ્ર લાક્ષવિક ઊર્ધ્વમુખી અંડકનો રેખાંકિત દેખાવ ને આવરતું નથી. અંડક છિદ્રના સામેના છેડે અંડકતલ આવેલ છે. જે અંડકનો તલ ભાગ છે. અંડકાવરણોથી ઘેરાયેલા કોષસમૂહને પ્રદેહ કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક હોય છે. એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય છે. મહાબીજાણુજનન: મહાબીજાણુ માતૃકોષ માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુજનન કહે છે. અંડકમાં પ્રદેહના અંડ છિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષ નું વિભેદન થાય છે તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. પરિણામે ચાર મહાબીજાણુઓ સર્જાય છે. માદા જન્યુજનકનો વિકાસ : મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકીના ત્રણ મહાબીજાણુઓ નાશ પામે છે અને એક મહાબીજાણુ સક્રિય રહે છે. આ સક્રિય મહાબીજાણુ માંથી માદા જન્યુજનક (ભ્રૂણપુટ) નો વિકાસ થાય છે. આમ એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુક વિકાસ કહે છે.જવાબ : ભ્રૂણનો વિકાસ અંડકછિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થાય છે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે.
બીજમાં વિવિધતા જોવા મળે છે. છતાં, એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણવિકાસની પ્રારંભિક અવસ્થાઓ (ભ્રૂણજનન) સમાન હોય છે. દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થાઓ દર્શાવે છે. યુગ્મનજ પૂર્વભ્રૂણ માં વિકસે છે અને ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ: લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ એ ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંધ અથવા પ્રકાંડાગ્રમાં પરિણમે છે. બીજપત્રો નીચેનો નળાકાર વિસ્તાર અધરાક્ષ છે નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા મૂલાગ્ર માં પરિણમે છે. મૂળનો ટોચનો ભાગ મૂળટોપથી આવરિત હોય છે. એકદળીનું ભ્રૂણ :એકદળીનું માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના કુળમાં આવેલ બીજપત્રને વરુથિકા કહે છે. જે ભ્રૂણ ધરીની એક બાજુ (પાર્શ્વ બાજુ) ગોઠવાયેલ હોય છે. ભ્રૂણ ધરી તેના નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે અને મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે. જેને ભ્રૂણમૂળ ચોલ કહે છે. ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ છે. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે. જે પોલા પર્ણ જેવી રચનાઓ થી આવરિત હોય છે. જેને ભ્રૂણાગ્રચોલ કહે છે.જવાબ : પરાગરજ એ નરજન્યનજક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જે લઘુબીજાણુધાનીમાં આવેલ હોય છે. જાસુદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરતાં આંગળીઓ ઉપર પરાગરજનો પાઉડર જોવા મળે છે. તેને કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ સૂક્ષ્મ દર્શક યંત્ર નીચે અવલોકન કરતાં વિવિધ જાતિની પરાગરજ, તેના કદ, આકાર, રંગ અને રચના વગેરેમાં ભિન્ન હોય છે.
પરાગરજની રચના: પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે. જે 25-50 પ1 (માઇક્રોમીટર) વ્યાસ ધરાવે છે. પરાગરજ દ્વિસ્તરોય દીવાલ ધરાવે છે. બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે. તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે.ઉત્સચકો રોપોલેનિનને અવનત કરી શકતા નથી.પરાગરજના બાહ્ય આવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે જેને જનન છિદ્રો કહે છે. સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અમિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ કહે છે. તે સેલ્યુલોઝનું બનેલું સળંગ આવરણ છે. પરાગરજમાં નરજન્યુજનકનો વિકાસ પરાગરજનો કોષરસ રસરતરથી ઘેરાયેલો હોય છે. જયારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષો વાનસ્પતિક કોષ અને જનનકોષ ધરાવે છે. વાનસ્પતિક કોષ (નાલ કોષ) મોટો, વિપુલ ખોરાક સંગ્રહીત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. જનનકોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે.60% થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બાકીની જાતિઓમાં પરાગરજ મુક્ત થાય તે પહેલાં ત્રિકોષીય અવસ્થા ધરાવે છે. જનનકોષ સમભાજન પામી બે નરજન્ય પુંજન્યુઓ સર્જે છે અને ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે, જેને અનુસરોને શ્વસનમાર્ગ સંબંધિત રોગો અસ્થમા, બ્રોન્કાઇટીસ વગેરે થાય છે. (નોંધ: આયાત કરેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલ છે. જે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જી પ્રેરે છે.જવાબ : વનસ્પતિનો, બે પ્રકારના અજૈવિક (પવન અને પાણી) અને જૈવિક (પ્રાણીઓ) ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરો પરાગનયન કરે છે. મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે.
ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોને ઉપયોગમાં લે છે. પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયન માં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની આકસ્મિક ઘટના છે. આવી અચોક્કસતા (અનિશ્ચિતતા) ની પૂર્તતા માટે અંડકની સંખ્યાની પરાગનયનમાં માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે, દરેક પ્રકારની વનરપતિની પોતાના પરાગવાહક અનુસાર સાપેક્ષે કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. પવન દ્વારા પરાગનયન: અજૈવિક પરાગનયન પૈકો પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે. વાતપરાગનયન માટે પરાગરજ નાની, સૂકી, લીસી અને હલકી તથા ચીકાશરહિત હોવી જરૂરી છે. જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે. તેમના પુંકેસર ખૂબ સારી રોતે ખુલ્લાં કે મુક્ત અને મોટાં, પીંછાયુક્ત પરાગોસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે છે. વાતપરાગિત પષ્પો સામાન્યતઃ એક એડ્યુક્ત બીજાશય ધરાવતાં અનેક પરાગનયન પામતી પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવે છે. ઉદાહરણ: મકાઈનો ડોડો આપણે જોઈએ છીએ તે પરાગાસન અને પરાગવાહિની છે. જે પવનમાં લહેરાય છે, તે પરાગરજને જકડે છે. ઘાસમાં પરાગનયન ખૂબ સામાન્ય છે.જવાબ : પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં જોવા મળે છે. જેમાંની મોટા ભાગની જલીય એકદળી છે. નીચલી કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજન્યુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માઘ્યમ છે.
નરજન્યુના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહેતી હોવાથી દ્ધિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય છે.જલપરાગિત વનસ્પતિઓના કેટલાક ઉદાહરણોમાં વેલેસ્લેરિયા, હાઇ ફીલા, મીઠા પાણીની વનસ્પતિઓ છે. જ્યારે દરિયાઈ ઘાસ જેવા કે ઝોસ્ટેરાનો સમાવેશ થાય છે. મોટા ભાગની જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભી અને જલીય લીલી માં પુષ્પો જલસપાટીની ઉપર તરફ રહે છે. આથી સ્થળજ વનસ્પતિઓની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે. વેલેસ્નેરિયામાં માદા પુષ્પો પોતાના લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે અને નરપુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે. તેઓ નિષ્ક્રિય (પરોક્ષ) રોતે જલપ્રવાહ દ્વારા દ્વારા વહન પામે છે. તેમાંના કેટલાંક પુષ્યોના પરાગાસન સુધી પહોંચે છે. જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય, હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રોતે વહન પામે છે. તેમની કેટલીક પરાગાસન સુધી પહોચે છે. મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષમી આવરિત હોય છે. વાત અને જલ બંનેપરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતાં નથી.જવાબ : મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુખો સર્જે છે અને તે જ પુણ્યના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વપરાગનયન થવાને લીધે અંતઃસંવર્ધન દબાણ થાય છે.
સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનમાં અવરોધ ઊભો કરવા અને પર-પરાગનયનના ઉત્તેજન માટે ઘણી પ્રયુક્તિ વિકસાવે છે. (i) પૃથકતા : કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય એક જ હોતો નથી તેને પૃથક્તા કહે છે. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. દા.ત., પામ્સ. (ii) પરાગાશય અને પરાગાસનનાં જુદાં જુદાં સ્થાનઃ કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલાં હોય છે. આથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. દા.ત. ઝિમ્યુલા. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે. (iii) સ્વઅસંગતતા : જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને તેને સ્વઅસંગતતા કહે છે. દા.ત. માલ્યા આ એક જનીનિક ક્રિયાવિધિ છે. તે સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે. એકલિંગી વનસ્પતિઓ ઉત્પન્ન કરવા : સ્વપરાગનયન અટકાવવા માટે તે માત્ર એકલિંગી પૃષ્પો ઉત્પન્ન કરે છે. એકસદની વનસ્પતિઓ (દા.ત. દિવેલા મકાઈ) માં સ્વફલન અટકાવી શકાય છે. પરંતુ ગેઇટોનોગેમી અટકાવી શકાતું નથી. જયારે દ્વિસદની વનસ્પતિઓ (દા.ત. પપૈયાં) માં સ્વફલન અને ગેઇટોનોગેમી એમ બંને અટકાવી શકાય છે.જવાબ : પરાગનયનને અંતે પરાગરજ માદા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય છે. પરાગનયનને અનુસરોને ફલનના ક્રયા થાય છે. પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થતાં પરાગનલિકા વિકસે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે અને બીજાશયમાં પ્રવેશી અંડક પાસે પહોંચે છે. આ સમયે પરાગનલિકાના પોલાણમાં બે નરજન્યુઓ સમાવિષ્ટ હોય છે.
બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગનલિકા બે નર જન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે. બે પૈકોનો એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી અને તેના કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સંયુમ્ન પૂર્ણ થાય છે.જેના પરિણામે દ્વિકીય કોષ, યુગ્મનજ સર્જાય છે. અન્ય નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ આગળ વધી તેની સાથે જોડાઈને ત્રિકોય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર નું નિર્માણ કરે છે. આમ ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ કહે છે. આમ, સંયુમ્ન અને ત્રિકોય જોડાણ બે પ્રકારના જોડાણ ભ્રૂણપુટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે. મધ્યસ્થ કોષ ત્રિકોય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ માં પરિણમે છે અને ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે છે. જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે.જવાબ : ત્રિકોય (3n) પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્રમાંથી ભ્રૂણપોષનો વિકાસ થાય છે. જે વારંવાર સમવિભાજનથી વિભાજન પામી ત્રિકોય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. તેનો વિકાસ ભ્રૂણના વિકાસ પહેલાં જ થાય છે. તેના ત્રણ પ્રકારો છે: કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબીયલ.
આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. (i) મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ: આ સૌથી સામાન્ય પ્રકારનો ભ્રણપોષ છે.PEN વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે છે. ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. (ii) બહુકોષી ભ્રૂણપોષ: કોષકેન્દ્રો પરિધ વિસ્તારમાં ગોઠવાય છે અને ભ્રૂણપુટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાની બને છે. ત્યારબાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે. આ પ્રક્રિયા પણ પરિઘથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. અંતે બહુકોષી ભ્રૂણપોષ અસ્તિત્વમાં આવે છે. અપરિપક્વ (કાચા) નાળિયેરમાં રહેલું પાણી બીજું કશું નથી પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ (હજારો કોષકેન્દ્રોથી બનેલો) છે. તેમજ તેની ફરતે આવેલ સફેદ ગર કે માવો (kernel) એકોષીય ભ્રૂણપોષ છે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રોતે વપરાઈ જુય. (દા.ત., વાલ, વટાણા, નાળિયેર) અથવા તે પરિપક્વ બીજમાં ચિરલગ્ન રહે (દા.ત, દિવેલા, નાળિયેર) અને બીજાં કુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે.જવાબ : ફલાવરણ : અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે. જેને ફલાવરણ કહે છે.
ફળ ના પ્રકારો: ફળ માંસલ (ઉદાહરણ: જામફળ, નારંગી, કેરી વગેરે) અથવા શુષ્ક (ઉદાહરણ: મગફળી અને રાય વગેરે) હોય છે. ઘણાં ફળો બીજવિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય છે. ફૂટફળ: મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરો પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવાં ફળોને ફ્રૂટફળ કહે છે. સત્યફળ: મોટા ભાગનાં ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે તેમને સત્યફળ કહે છે. અફલિત ફળો: મોટા ભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે. છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ક્લન વગર થાય છે. આવાં ફળોને અફલિત ફળો કહે છે. ઉદા, કેળુ. અફલિત ફળવિકાસ વૃદ્ધ અંતઃસ્ત્રાવોથી પ્રેરો શકાય છે અને આવાં ફળ બીજવિહીન હોય છે.જવાબ : આવૃત બીજધારોમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે.બીજ ફળની અંદર નિર્માણ પામે છે. લાક્ષણિક બીજ બીજવરણ/ બીજાવર્ણો, બીજપત્ર/બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે.
ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રોતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી (શિમબીકુળમાં) જાડુ અને હોય છે. પુખ્ત બીજ આલ્બયુમિન વગરના અથવા આલ્બયુમિન મુક્ત કે અભ્રૂણપોષી હોય છે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા.,મગફળી).આલ્બયુમિનયુક્ત કે ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ જળવાઈ રહે છે. કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી દા.ત., ઘઉં, મકાઈ, જવ, દિવેલા). ક્યારેક કેટલાંક બીજમાં (ઉદાહરણ: કાળા મરી અને બીટમાં) પ્રદેહનો કેટલૉક આવા ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજ દેહશેષ કહે છે. બીજાવરણો: અંડકાવરણો સખત રક્ષણ આપનારાં બીજાવરણોમાં ફેરવાય છે. અંડક છેદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે, તે બીજાં કુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક (તેના જથ્થાના 10-15 % ભેજ) બને છે. ભ્રૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડે છે. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે જેને સુષુપ્તતા કહે છે અથવા અનુકૂળ પરિસ્થિતિ (પૂરતો ભેજ, 0, અને સાનુકૂળ તાપમાન) પ્રાપ્ત થતાં તે અંકુરિત થાય છે.જવાબ : કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજો નો ઉપયોગ પરાગનયનમાં કરવામાં આવે છે. આ ક્રિયા ઇમેક્યુલેશન (વંધ્યીકરણ) અને બેગિગ (કોથળી ચઢાવવી પદ્ધતિથી) કરી શકાય છે.
જો માદા વનસ્પતિ ક્રિલિંગી પુષ્પો ધરાવતી હોય, તો ચીપિયાની મદદથી પુણ્યકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ કહે છે. ઇમેકયુલેશન (વંધ્યીકરણ) કરેલ પુષ્યોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે. જે સામાન્ય રીતે મીણિયાના કાગળ ની બનેલ હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી કહે છે. કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પોના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરોથી આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે. જો માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જ તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્ય ખીલે તે પહેલાં માદા પુષ્યની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને, ત્યારે પરાગનયનની ક્રિયા ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પુષ્પને પુનઃ કોથળી ચઢાવવામાં આવે છે. આ પદ્ધતિનું પાક સુધારણા કાર્યક્રમમાં વિશેષ મહત્વ છે.જવાબ : સામાન્યત: બીજ એ ફલનની અંતિમ નીપજ છે. છતાં એસ્ટરેસી અને પાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે. જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. જેને અનિર્ભેળતા /અસંયોગીજનન કહે છે. ફલન વગર ફળનિર્માણને અફલિત ફળ વિકાસ કહે છે.
આમ અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અધકરણ વગર ઢિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. લીંબુ અને કેરોની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ધણા ભ્રૂણ ધરાવે છે એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરોને બહુભ્રૂણતા કહે છે. એકકીય અસંયોગીજનનમાં ધૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. આ રીતે સ જતો ધૂણ કુદરતી રીતે એકકીય હોય છે.નારંગીના બીજને દબાવતાં દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ધણા ભ્રૂણ જોવા મળે છે. અસંયોગીજનનનું મહત્વ: આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ધણી ઊંચી જાય છે. સંકર બીજ દર વર્ષે નવાં ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે અને દર વર્ષે સંકરે બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. સંકરબીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગીજનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે. અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યાં છે.જવાબ : લાક્ષણિક પરાગારાય (લઘુબીજાણુધાની) ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યતઃ ચાર દીવાલીય સ્તરોથી આવરિત છે. અધિસ્તર, તંતુમયસ્તર (સ્ફોટીસ્તરે ), મધ્યસ્તરો અને પોષકસ્તર. બહારના ત્રણ સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરો પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે.
સૌથી અંદરનું દીવાલસ્તર પોષકસ્તર છે. તે વિકાસ પામી પરાગરજને પોષણ પૂરું પાડે છે. પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધારે કોષકેન્દ્રો ધરાવે છે અથવા અંત: પ્લોઇડી પાળે છે. રંગસૂત્ર ગુણન પામે છે. પોષકસ્તર ઉસેચક અને અંતઃસ્ત્રાવ બંનેના સ્રાવ તથા વિશિષ્ટ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. તે પરાગરજની સંગતતા નક્કી કરે છે. અધિસ્તરના કોષો ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટા હોય છે. એન્ડોથેસિયમ એ તંતુમય સ્તર છે.જવાબ : અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી અંડપ્રસાધન ની રચના કરે છે. અંડપ્રસાધનમાં બે સહાયક કોષો અને એક અંડકોષ નો સમાવેશ થાય છે.
સહાયક કોષો, અંડ છેદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન કહે છે. જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્રણ કોષો અંડકતલ તરફ ગોઠવાય છે. જેને પ્રતિધ્રુવીય કોષો કહે છે.મધ્યસ્થ મોટો કોષ દિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય પરંતુ સાત કોષીય રચના ધરાવે છે. પંચાનન મહેશ્વરીએ 1950 માં કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષકેન્દ્રો ભ્રૂણપુટના વિકાસમાં ભાગ લે છે તેને આધારે માદા જન્યુજનકને મોનોસ્પોરિક બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ભ્રૂણપુટમાં વર્ગીકૃત કર્યા છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.