જવાબ : dsRNA
જવાબ : SCID (ADA ની ઊણપથી ઉદ્ભવતી સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી)
જવાબ : એડિનોસાઇન ડીએમિનેઝ
જવાબ : એન્ટિસેન્સ RNA અને RNAi દ્વારા
જવાબ : મેલાઈડેગાઈન ઇનકોગનીશિયા
જવાબ : નિષ્ક્રિય પ્રોટોક્સીન
જવાબ : RNA અંતઃક્ષેપ
જવાબ : C –પેપ્ટાઇડ
જવાબ : લેપિડોપટેરા
જવાબ : એમ્ફિસેમાની
જવાબ : એડીનોસાઈન ડીએમિનેઝ
જવાબ : ટ્રાન્સજેનિક પ્રાણી
જવાબ : એમ્ફિસેમા
જવાબ : 1977
જવાબ : ગાય
જવાબ : ઇ.સ. 1977
જવાબ : અર્ધ-વામન
જવાબ : ઇ.સ. 1977
જવાબ : 2.4 ગ્રામ/લિટર
જવાબ : GEAC
જવાબ : 2 લાખ
જવાબ : 27
જવાબ : બાસમતી
જવાબ : જૈવિક પદાર્થોના ઉત્પાદનમાં અને બાયૉફાર્માસ્યુટિકલમાં
જવાબ : આલ્ફાલેકટાલ્બ્યમિન
જવાબ : જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, એગ્રોકેમિકલ આધારિત ખેતી અને કાર્બનિક ખેતી
જવાબ : વનસ્પતિ, બેક્ટરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે.
જવાબ : જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ
જવાબ : સોનેરી ચોખા
જવાબ : ચોખા, સોયાબીન અને Bt કપાસ
જવાબ : લેપિડોપ્ટેરા, ડીટેરન અને કોલિઓપ્ટેરા
જવાબ : નિષ્ક્રિય પ્રોટોક્સિન
જવાબ : CrylAC અને CryllAb
જવાબ : CrylAC અને CrylAb
જવાબ : મિલાડેગાઈન અને ઇન્ફોગનીશિય
જવાબ : RNA અંતઃક્ષેપણ
જવાબ : તમાકુ
જવાબ : પ્રાણી અને ભૂંડને મારીને
જવાબ : ડાયસલ્ફાઇડ
જવાબ : એલર્જી
જવાબ : 21
જવાબ : 30
જવાબ : પ્રોઅંત:સ્રાવ
જવાબ : C પેપ્ટાઇડ
જવાબ : ઇલી-લિલ્લી
જવાબ : 1983
જવાબ : ઇ. કોલાઈ
જવાબ : જર્મલાઇન જનીન થેરાપી, દૈહિક કોષ જનીન થેરાપી અને જનીન થેરાપી
જવાબ : 1990
જવાબ : એડીનોસાઇન ડિએમિનેઝ
જવાબ : ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી અને અસ્થિમજ્જા પ્રત્યારોપણ
જવાબ : લસિકા કોષો
જવાબ : C DNA અને રિટ્રોવાઇરસ
જવાબ : PCR
જવાબ : PCR
જવાબ : ઓટોરેડિયોગ્રાફી
જવાબ : Ag-Ab
જવાબ : ટ્રાન્સજેનિક પ્રાણી
જવાબ : સામાન્ય કાર્યો, જનીન નિયંત્રણ અને શરીર વિકાસ
જવાબ : Rosie
જવાબ : બધા જંતુનાશકોથી પ્રતિરોધિત
જવાબ : પૂર્વ ઇન્સ્યુલિનના પરિપક્વનથી ઇન્સ્યુલિન બનવા દરમિયાન દૂર થતો ભાગ.
જવાબ : જિનેટીક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી
જવાબ : એમ્ફિસેમાની સારવાર માટે વપરાય છે.
જવાબ : RNA / DNA
જવાબ : પોલીયો
જવાબ : લસિકાકણો
જવાબ : અક્રિયાશીલ વિષ
જવાબ : યજમાનની બદલાયેલી દેહધાર્મિકવિધાનો અભ્યાસ
જવાબ : પાચનમાર્ગની અલ્કલાઇન pH
જવાબ : -કેરોટીન માટેનું જનીન ધરાવતાં જનીનિક રૂપાંતરિત ચોખા
જવાબ : ડાયસલ્ફાઈડ
જવાબ : કપાસ
જવાબ : મકાઈ
જવાબ : કોર્ન બોરર
જવાબ : ઇલિ-લિલ્લી
જવાબ : ADA
જવાબ : ઇ.સ. 1990
જવાબ : HIV
જવાબ : ઇ.સ. 1983
જવાબ : ઉંદર
જવાબ : પારજનીનિક પ્રાણીઓ
જવાબ : આલ્ફા- 1- એન્ટ્રીટ્રિપ્સિન
જવાબ : PCR
જવાબ : જનીન પરિવર્તિત વનસ્પતિઓ અન્યની સાપેક્ષે ખૂબ જ ઉપયોગી છે. તેના કારણો નીચે પ્રમાણે છે.
જવાબ : બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે: (i) સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. (ii) ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરીવિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. (iii) અનુપ્રવાહ સંસાધન ટેકનોલૉજી દ્વારા પ્રોટીન/કાર્બનિક સંયોજનનું શુદ્ધીકરણ.
જવાબ : બાયોટેક્નોલૉજી એ સદીઓથી જિજ્ઞાસાપ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિક અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ, નિદાન, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, પોષણમૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયૉરેમિડિએશન, અપશિષ્ટ સુધારણા તથા ઊર્જા ઉત્પાદનમાં થાય છે. બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે: (i) સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. (ii) ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરીવિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. (iii) અનુપ્રવાહ સંસાધન ટેકનોલૉજી દ્વારા પ્રોટીન/કાર્બનિક સંયોજનનું શુદ્ધીકરણ.
જવાબ : અન્ન-ઉત્પાદનના વધારા માટે નીચેના ત્રણ વિકલ્પો છે: (i) એગ્રોકેમિકલ આધારિત ખેતી (ii) કાર્બનિક ખેતી (iii) જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી
જવાબ : ભારત સરકાર દ્વારા GEAC (Genetic Engineering Approval Committee) જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સંગઠન પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લે છે.
જવાબ : બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ થવા નુકસાનકારક હોય તેના નીતિનિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું છે. જયારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસનતંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોનાં અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે ભારત સરકાર દ્વારા GEAC (Genetic Engineering Approval Committee) જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સંગઠન પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લે છે.
જવાબ : Bt પ્રોટીન એ પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. પરંતુ જ્યારે આ વિષ કીટકના શરીરમાં પ્રવેશે છે ત્યારે આંતરડાની આલ્કલાઇન pH માં તે સક્રિય થાય છે. આમ આ પ્રોટીન ફક્ત કીટકોને જ મારે છે બેસિલસને મારી શકતું નથી.
જવાબ : ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડના B-કોષોમાંથી ઉત્પન્ન થાય છે જે શરીરમાં શર્કરાના ચયાપચયનું નિયમન કરે છે. ઇન્સ્યુલિન એ શરીરમાં ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તેમજ પહેલાના સમયમાં આધુનિક બાયોટેક્નોલોજીનો વિકાસ થયો ન હતો. માટે ડાયાબિટીસ જેવા રોગની સારવાર માટે પહેલાના સમયમાં કતલખાનામાં લવાતા ઢોરમાંથી ઇસ્યુલિન મેળવવામાં આવતું હતું.
જવાબ : જયારે કોઈ વિદેશી જનીનને બેક્ટેરિયાના જીનોમમાં સફળ રીતે સ્થળાંતરિત કરવામાં આવે છે, તો તેને પારજનીનિક બેક્ટરિયા કહે છે. ઉદાહરણ તરીકે જયારે માનવ ઇસ્યુલિનની બે DNA શૃંખલાઓ શૃંખલા A અને શૃંખલા B ને ઇ-કોલાઈના પ્લામિડમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આ પારેજનીનિક બેક્ટરિયા ઇસ્યુલિનની શૃંખલાઓનું ઉત્પાદન કરે છે.
જવાબ : GM પાકોના ફાયદા: (i) અજૈવિક પ્રતિબળો સામે સહિષ્ણુતાનો ગુણધર્મ (ii) તે જંતુ પ્રતિરોધક હોય છે. (iii) લણણી પછી થતા નુકસાનને ઘટાડી શકાય છે. (iv) ખોરાકનું પોષણકીય મૂલ્ય વધુ હોય છે. GM પાકોના ગેરફાયદા: (i) આવા પાકોથી અમુક વખત તેમની આસપાસના પાકોને નુકસાન થાય છે. (ii) તે પ્રાફતિક વાતાવરણને નુકસાન પહોંચાડે છે. (iii) પારજનીનિક નીપજ અમુક વખતે એલર્જી થવા માટે પણ જવાબદાર હોય છે.
જવાબ : Cry પ્રોટીન એ ક્રિસ્ટલ ધરાવતું ઝેરી વિષ છે જે બેસિલસ થુરેન્જિએન્સીસ દ્વારા ઉત્પન્ન થાય છે. Bt માંથી આ જનીનનું અલગીકરણ કરી સારી ઉત્પાદકતા દર્શાવતા પાકોમાં દાખલ કરવામાં આવે છે, તેથી કીટનાશકોની જરૂર ન રહે. ઉદાહરણ: Bt કોટન, Bt મકાઈ
જવાબ : તેલ એ લિપિડ છે જેના બંધારણમાં એક અણુ ગ્લિસરોલ અને ત્રણ ઓછું ફેટિએસિડના હોય છે. આમ બીજમાંથી તેલ દૂર કરવા લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી શકાય છે. લાઇપેઝ ઉત્પન્ન કરવા જનીનને દાખલ કરતા તેલને દૂર કરી શકાય છે.
જવાબ : મુખેથી લઈ શકાય તેવા પોષકદ્રવ્યો બનાવતી વખતે પાચક ઉત્સેચકોને ધ્યાનમાં લેવામાં આવે છે. મોટા ભાગની એન્ટિબાયોટિક અને વિટામિનને કેપ્સૂલ દ્વારા આવરિત કરવામાં આવે છે. જયારે પ્રોટીન માટે મગફળીના કવચનો ઉપયોગ કરાય છે. જેનાથી પાચનતંત્ર દ્વારા તેનું અભિશોષણ થઈ શકે.
જવાબ : હરિયાળી ક્રાંતિની મર્યાદાઓ નીચે મુજબ છે:
જવાબ : GMO એટલે જનીન પરિવર્તિત સજીવો. તે એવા સજીવો છે કે જેમાં જનીન ઇજનેરીવિદ્યાની પદ્ધતિનો ઉપયોગ કરીને તેના જનીન દ્રવ્યની ફેરબદલી કરેલી હોય છે. જ્યારે સંકર જાતોમાં એક વસતિના તેમજ સરખી જાતોના અલીલ અથવા કારકના ઉપયોગથી પુનઃસંયોજન કરેલું હોય.
જવાબ : ડાયગ્નોસ્ટિક એ એવી તકનીક છે કે રોગ ઓળખવામાં મદદ કરે છે. દા.ત., ELISA એ HIVની ઓળખમાં મદદ કરે છે. થેરાપ્યુટિક એ રોગ નિવારક તરીકે ઓળખાય છે. દા.ત., બેક્ટરિયલ ચેપ સામે એન્ટિબાયોટિકનો ઉપયોગ.
જવાબ : ELISA નું પૂરું નામ એન્ઝાઇમ લિન્ફડ ઇમ્યુનો સોરબન્ટ એસે છે જે HIVની ઓળખમાં મદદ કરે છે. ELISA એન્ટિજન-એન્ટિબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ તકનીકમાં એન્ટિજન (પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન) ની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે.
જવાબ : જયારે રોગનાં ચિહ્નો જોઈ શકાતા ન હોય ત્યારે રોગકારકોનું પ્રમાણ ઓછું હોય છે. તેથી ચિકિત્સાત્મક તકનીક એ મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં રોગીના ન્યુક્લિએસિડની તપાસ કરવામાં આવે છે. જેમાં PCRનો ઉપયોગ કરવામાં આવે છે. સાદું DNA એ પ્રારંભકો તેમજ ઉન્સેચકની હાજરીમાં સતત બહુગુણન કરે છે. જ્યારે ઓળખી ન શકાય તેવા રોગોમાં DNA એ અમુક મર્યાદા સુધી ગુણન પામે છે.
જવાબ : મોટા સંગઠનો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ બીજી રાષ્ટ્રોની જૈવસંપત્તિઓનું જે તે દેશની સત્તાવાર મંજૂરી વગર તેના પેટન્ટનું શોષણ કરે છે આ શોષણને જૈવતસ્કરી કહે છે. વિકસિત દેશો યંત્રોદ્યોગ અને આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. જયારે વિકાસશીલ દેશો જૈવવિવિધતાના સંબંધમાં રૂઢિગત તળપદુ જ્ઞાન ધરાવે છે. વિકસિત દેશો આ જ્ઞાનનો ઉપયોગ કરો પોતાનો આર્થિક લાભ વિચારે છે.
જવાબ : ઘણા પ્રોટીન તેમજ ઝેરી દ્રવ્યો તે તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં સૂવે છે. તેમને સક્રિય કરવા માટે યોગ્ય તાપમાન અને pH જરૂરી છે. આ પદ્ધતિ ઝેર ઉત્પન્ન કરતા જીવો માટે ફાયદાકારક છે. કારણ કે ઝેરમાં હાજર પ્રોટીનની ક્રિયા દ્વારા બૅક્ટરિયા મૃત પામતા નથી.
જવાબ : GMO દ્વારા સજીવનું અનિર્ધારિત પરિણામ મળી શકે છે. તેમજ તે નિવસનતંત્રમાં દાખલ થાય છે. તેમના જનીનના સાચો લક્ષણો ત્યારે જ જોઈ શકાય જયારે તે પર્યાવરણના વિવિધ ઘટકો તેમજ બીજા સજીવો સાથે પ્રતિક્રિયા દર્શાવે.
જવાબ : પેટન્ટ બિલમાં સુધારાથી ભારતના જૈવસ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનનું બીજા કોઈ દેશ અનધિકૃત શોષણ કરી શકશે નહીં. આ પેટન્ટમાં વિવિધ શરતોને ધ્યાનમાં લેવાયેલી છે. તેમજ આ ક્ષેત્રમાં પેટન્ટ માટેના નિયમો અને સંશોધનના વિકાસ માટેનું કાર્ય હાથ લેવામાં આવશે.
જવાબ : (i) ભારતમાં પરંપરાગત રીતે બાસમતી ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે. (ii) બાસમતી ચોખાની નવી જાતની પેટન્ટ જે અમેરિકાને મળી છે. ખરેખર તો તે જાત ભારતના ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવતી ચોખાની જાત છે.
જવાબ : rDNA ટેક્નોલોજી ન હતી ત્યારે ઇસ્યુલિન એ ઢોરોના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું હતું. આમ શુદ્ધતા ન જળવાતા વિવિધ પ્રકારના ચેપ અથવા એલર્જી દર્દીઓમાં જોવા મળતી હતી.
જવાબ : પારજનીનિક પ્રાણીઓ માનવરોગોને સમજવા માટે તેમજ રોગોની નવી સારવાર શોધવા માટે સાદા મૉડેલ તરીકે વર્તે છે. ઘણા માનવરોગો જેવા કે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસીસ, રુમેટોલ્ડી, અલ્ઝાઇમર્સ વગેરે રોગો માટે પારજનીનિક મોડેલ અસ્તિત્વમાં છે. પ્રોટીન ચિકિત્સા અને ઔષધિ સંબંધી ઉપયોગિતા માટે ખૂબ જ મહત્વના છે.
જવાબ : ઈ.સ. 1997 માં પ્રથમ પારજનીનિક ગાય, રોઝી દ્વારા માનવ પ્રોટોનસભર દૂધ ઉત્પાદન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટાગ્યુમીન ધરાવે છે. જે માનવબેબી માટે કુદરતી ગાયના દૂધ કરતાં વધુ પોષણ યુક્ત છે.
જવાબ : PCR એ ખૂબ જ સંવેદી તકનીક છે. જ્યારે બૅક્ટરિયા કે વાઇરસની સંખ્યા બહુ ઓછી હોય ત્યારે તેની ઓળખ PCR ની મદદથી તેના ન્યુક્લિક એંસિડના પ્રવર્ધન દ્વારા કરી શકાય છે. સંભવિત AIDS દર્દીઓમાં HIVની ઓળખ માટે સામાન્ય રીતે PCRનો ઉપયોગ કરવામાં આવે છે. PCRની મદદથી રોગના પ્રથમ ચરણમાં જ રોગકારક સજીવની જાણકારી મેળવી શકાય છે.
જવાબ : બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ થવા નુકસાનકારક હોય તેના નીતિનિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મુદાઓનું જૈવિક મહત્વ રહેલું છે. જયારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસનતંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોનાં અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે ભારત સરકાર દ્વારા GEAC (Genetic Engineering Approval Committee) જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સંગઠન પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લે છે.
જવાબ : ભારતીય બાસમતી ચોખા તેમજ બીજી નાનું કદ ધરાવતી જાત વચ્ચે સંકરણ કરાવી તેને નવી જાત બતાવી USA કંપનીએ પેટન્ટ મેળવેલા છે.
જવાબ : (i) તેમનું જીવનચક્ર ટૂંકું હોય છે. તેમજ ઊંચી રોગપ્રતિકારકતા ધરાવે છે. (ii) GMO પ્રાણીઓ એ ખોરાક ઉત્પાદનની બાબતમાં ખૂબ જ પોષણયુક્ત હોય છે. (iii) WHO દ્વારા GMO વનસ્પતિ અને પ્રાણીઓને તૈયાર કરવાની પરવાનગી આપેલી છે. જે માનવજીત ખૂબ જ ફાયદાકારક છે.
જવાબ : આ પ્રકારની રસી એ જનીનિક એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરેલા પ્લાસ્મિડમાંથી બનાવવામાં આવે છે. જે રોગકારકના પ્રોટીન ધરાવે છે. જયારે રોગકારક આવા પ્રોટીનના સંપર્કમાં આવે છે ત્યારે રોગ થતો નથી. આવા પ્લાસ્મિને બેક્ટરિયા કે યીસ્ટના કોષમાં વાઇરલ પ્રોટીનની અભિવ્યક્તિ દર્શાવવા માટે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ તે મનુષ્યમાં રસી તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ: હીપેટાઇટીસ-B અને પોલિયો.
જવાબ : જનીનિક રોગની સારવાર એ ચેપી રોગની સારવારથી અલગ છે. જનીનિક રોગ એ દવાઓ દ્વારા દૂર થઈ શકતો નથી ત્યારે જનીન થેરાપી ઉપયોગી છે. જેમાં અશુદ્ધ કે રોગિષ્ટ જનીનોની જગ્યાએ નવા જનીનો દાખલ કરવામાં આવે છે. જયારે ચેપી રોગમાં જે-તે રોગકારકની વૃદ્ધિ અટકાવતી દવાની સારવારે લઈ શકાય છે.
જવાબ : રોગની અગાઉથી જાણકારી મેળવવા માટે વિવિધ ટેક્નોલૉજીનો ઉપયોગ થાય છે. જેમાં PCR, પુનઃસંયોજિત DNA ટેકનોલોજી તેમજ ELISAનો સમાવેશ થાય છે. પુનઃસંયોજિત DNA તક્નીકમાં પ્રોબનો ઉપયોગ થાય છે. એકલ શુંખલામય DNA અથવા RNA સાથે એક રેડિયો એકટિવ અણુ (પ્રોબ) જોડીને કોષોના કલીનમાં તેના પૂરક DNA સાથે સંકરિત કરાય છે. જેને મોટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી. કેમ કે પ્રોબ તેથી વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી.
જવાબ : જનીન થેરાપી લેવા માટેની સૌપ્રથમ દર્દી ચાર વર્ષની છોકરી હતી. જેનામાં ADAની ખામી હતી. આ ખામી એડીનોસાઇન ડીએમાઇનેઝના જનીનો દૂર થવાને લીધે થાય છે. આ ખામીને લંબમજ્જાના પ્રત્યારોપણ દ્વારા દૂર કરી શકાય છે. આ સારવાર અમુક સમયાંતરે લેવી જરૂરી છે. કારણ કે લીમ્ફોસાઇટ્સ એ સ્વભાવમાં મૃત છે. માટે નવા લીમ્ફોસાઇટ્સને લેવા માટે સારવાર સમયાંતરે લેવી પડે છે.
જવાબ : આથવણની પ્રક્રિયા મોટે ભાગે બધા જ ઉદ્યોગોમાં સામાન્ય હોય છે. આથવણ એટલે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર કરી માનવને ઉપયોગી વસ્તુ બનાવવી. અપસ્ટ્રીમ પ્રક્રિયામાં માલસામાનની ઓળખ તેમજ પસંદગી કરવામાં આવે છે. તે શરૂઆતની પ્રક્રિયા છે. તેમાં સૂક્ષ્મજીવોના ઉછેર માટે સંવર્ધન માધ્યમ બનાવવું, બધી જ પ્રક્રિયાનું ધ્યાન રાખવું. નીપજોની પૃથક્કરણ અને શુદ્ધીકરણ જેવી પ્રવિધિઓને સામૂહિક રોતે ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા અથવા અનુપ્રવાહિત સંસાધન તરોકે ઉલ્લેખવામાં આવે છે.
જવાબ : એન્ટિજન એ વિદેશી પદાર્થ છે. જો વિવિધ પ્રક્રિયાઓને લીધે સજીવ શરીરમાં પ્રવેશે છે જ્યારે તેના લીધે જ એન્ટિબૉડીનું સર્જન થાય છે. એન્ટિબોડી એ પ્રોટીન છે જે એન્ટિજન સામે પ્રતિક્રિયા દર્શાવે છે. બે રોગ ઓળખનાર તક્નીક નીચે પ્રમાણે છે: (i) ELISA (ii) ગર્ભચકાસણીના સાધનો.
જવાબ : હા, તમે કોઈ ઉન્સેચકની વિરુદ્ધ એન્ટિબૉડીનો ઉપયોગ કરી રોગની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ELISA તક્નીકમાં દર્દીમાં ઉત્સુચક-પ્રોટીન સંકુલ જયારે ગેરહાજર, હોય છે ત્યારે તે નકારાત્મક પરિણામ દર્શાવે છે. જે સામાન્ય માણસ સાથે સરખાવતા તેની જાણ થાય છે.
જવાબ : જનીન થેરાપી એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. કારણ કે તે દર્દીને સંપૂર્ણપણે રોગ મુક્ત કરી શકે છે. એક વખત જનીનોને દાખલ કર્યા બાદ તે સતત પ્રોટીન ઉત્પન્ન કરતા રહે છે. જ્યારે ઉત્સેચકીય થેરાપી એ કાયમી ઇલાજ નથી, તે ખૂબ મોઘી છે. તેમજ સમયાંતરે તે દર્દી દ્વારા લેવી પડે છે.
જવાબ : કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઈનકોગ્નીશિયા (Meloidegyne incognitia) તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે RNA અંતઃક્ષેપ [RNA interference (RNAi)] પ્રક્રિયા પર આધારિત હતી.
RNA અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે mRNAના ભાષાંતરણ (translation)ને અટકાવે છે. આ પૂરક ds RNAનો સ્રોત RNA જનીનસંકુલ (genome) અથવા ચલાયમાન જનીનિક તત્વો-પરિવર્તકો (mobile genetic elements-transposons) ધરાવતા વાઇરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. એગ્રોબૅક્ટેરિયમ (Agrobacterium) વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ (નીચેની આકૃતિ). DNAનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ (sense) અને પ્રતિ અર્થપૂર્ણ (antisense) RNAનું નિર્માણ કરે છે. આ બંને RNA એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય dsRNAનું નિર્માણ કરે છે, જેનાથી RNA અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ mRNA નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે પારજનીનિક (transgenic) યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે.જવાબ : એવાં પ્રાણીઓ કે જેમના DNA ને તબદીલ કરવામાં આવેલ હોય અને તેમાં વિદેશી (બાહ્ય) જનીન વ્યક્ત થયેલ હોય તેમને પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. પારજનીનિક ઉંદરો, સસલાં, ભૂંડ, ઘેટાં, ગાય અને માછલીઓ ઉત્પન્ન થઈ ચુક્યાં છે, જોકે બધાં પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓના 95 ટકાથી વધારે ઉંદરો છે.
પારજનીનિક પ્રાણીઓ એ માનવકલ્યાણ માટે ખૂબજ ઉપયોગી સાબિત થાય છે.તેના કેટલાક સામાન્ય કારણો નીચે મુજબ છે. સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ (Normal Physiology and Development) : વિશિષ્ટરૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરો (પ્રભાવો)ના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ : વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિ કારકનો અભ્યાસ કરવા. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપર્યુક્ત કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનો દ્વારા પ્રેરાતી જેવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જેવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. રોગનો અભ્યાસ (Study of Disease): રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટા ભાગનાં પારજનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યાં છે. માનવરોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય, તે માટે તેને વિશિષ્ટરૂપે બનાવેલ છે. જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઈઇબ્રોસિસ, સંધિવા વા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવરોગો માટે પારજનીનિક મોડલ ઉપલબ્ધ છે. જૈવિક નીપજો (Biological Products): કેટલાક માનવરોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નીપજોની બનેલી હોઈ શકે છે. આવી નીપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નીપજોનું નિર્માણ કરે છે તેમાં DNAના ભાગ (અથવા જનીનો)ને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નીપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ : માનવ પ્રોટીન (α-1-એન્ટિટ્રિપ્સિન)નો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે થાય છે. એવી જ રીતે ફિનાઇલકિટોન્યુરિયા (PKU) અને સિસ્ટિક ફાઈબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. 1977માં પ્રથમ પારજનીનિક ગાય ‘Rosie’ દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ (એક લિટરમાં 2.4 gm) ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટાલ્બ્યુમિન ધરાવે છે અને તે માનવ- શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન ગણાય છે. રસી-સુરક્ષા (Vaccine Safety): મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનીનિક ઉદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. જો ઉપયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી-સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉદરોનો ઉપયોગ થઈ શકશે. રાસાયણિક સુરક્ષા-પરીક્ષણ (Chemical Safety Testing): આ વિષારિતા/સુરક્ષા- પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિસવેદનશીલ બનાવાય છે. જ્યારે બિનપારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવાં પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.જવાબ : માનવજાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહિ. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિનિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે.
આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસનતંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોનાં અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે, ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેમકે GEAC(Genetic Engineering Approval Committee), જે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા (વૈધાનિકતા) તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. જનસેવાઓ (ઉદાહરણ : આહાર તેમજ ચિકિત્સા-સ્ત્રોતો) માટે સજીવોના રૂપાંતરણ/ઉપયોગિતા જે આવા સજીવોના ઇજારા (પેટન્ટ) સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે, કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નીપજો તથા તક્નિકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાંથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે, જેના વિશે હજારો વષો પહેલાંની એશિયાની ખેતીના ઈતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોકસાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે, તેનું સૈકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ (ઇજારો) પ્રાપ્ત કરી લીધો. જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. ભારતીય બાસમતીને અર્ધ-વામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. નીપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, ઉદાહરણ : હળદર અને લીમડાના પૅટન્ટ મેળવવાના ઘણાબધા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગ્રત થઈશું નહિ અને આવી પૅટન્ટના પ્રયોજન (અમલીકરણ)ને તરત જ અટકાવીશું નહિ તો અન્ય દેશો/વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહિ કરી શકીએ.જવાબ :
જવાબ : અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા ત્રણ વિકલ્પો નીચે પ્રમાણે છે:
(i) એગ્રો કેમિકલ આધારિત ખેતી (ii) કાર્બનિક ખેતી અને (iii) જનીનિક ઇજનેરી પાકો-આધારિત ખેતી હરિયાળી ક્રાંતિથી ત્રણ ગણો અન્ન-પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ તે વધતી જતી માનવ- વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહિ પરંતુ કુશળ વ્યવસ્થાપન મહાવરા અને એગ્રો કેમિકલ (ખાતરો અને જંતુનાશકો)ને લીધે છે. આમ છતાં, વિકસતા વિશ્વમાં એગ્રો કેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. આથી ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરી વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવા જનીનિક પરિવર્તિત પાકો ઉપયોગી છે. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો (Genetically Modified Organisms-GMO) કહે છે. GM વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. જનીનિક રૂપાંતરણ દ્વારા : (i) અજૈવિક તાણ (શીત, અછત, ક્ષાર, ગરમી) સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા (ii) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી (જંતુ પ્રતિરોધક પાકો) (iii) લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી (iv) વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી (તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે.) (v) ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ : વિટામિન Aનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા (golden rice). આ ઉપયોગો ઉપરાંત GM નો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્રોતો (સંસાધનો) પૂરા પાડે છે. અમુક જીવાત પ્રતિકારક વનસ્પતિઓ, જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. Bt વિષ બેસિલસ થુરિન્જિએન્સિસ-Bacillus thuringiensis(Bt) બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. Bt વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયૉપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. દા.ત., Bt-કપાસ, Bt-મકાઈ, ચોખા, ટામેટાં, બટાટા અને સોયાબીન વગેરે.જવાબ : બેસિલસ થુરિન્જિએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા (તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો), કોલિઓપ્ટેરા (ભૃંગ કિટકો) અને ડિપ્ટેરન (માખીઓ, મચ્છર)ને મારી નાંખે છે. બી. થુરિન્જિએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન (insecticidal protein) હોય છે.
વાસ્તવમાં Bt વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન (protoxin) સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઈન pHના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. વિશિષ્ટ Bt વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક-વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે (નીચેની આકૃતિ). જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટા ભાગના Bt વિષ ચોક્કસ કીટકજૂથ પર નિર્ભર કરે છે. વિષ જે CrylAc જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય (Cry) કહે છે, તે ઘણાબધા પ્રકારના હોય છે, ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન CryIAc અને CryllAb દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવૉર્મ્સને નિયંત્રિત કરે છે, જ્યારે CrylAc કોર્ન બોરર (મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત)ને નિયંત્રિત કરે છે.જવાબ : પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ (diabetes)નું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. પહેલાંના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઈન્સ્યુલિન પ્રાણીઓ અને ભુંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું.
પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઈન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. ઇન્સ્યુલિન બે નાની પોલિપેપ્ટાઈડ શૃંખલાઓનું બનેલ હોય છે. શૃંખલા-A અને શૃંખલા-B, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે (નીચેની આકૃતિ). મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઈન્સ્યુલિન પ્રો-અંતઃસ્રાવ (પ્રો-ઉત્સેચકની જેમ પ્રો-અંતઃસ્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્રાવ બનતા પહેલાં તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે) તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે કે જે વધારે ખેંચાયેલ હોય છે જેને C-પેપ્ટાઈડ કહે છે. આ C-પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. r DNA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેળવાતા ઈન્સ્યુલિન ઉત્પાદનનો મુખ્ય પડકાર એ છે કે, ઈન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું. 1983માં ઈલિ-લિલ્લી (Eli Lilly) નામની એક અમેરિકન કંપનીએ બે DNA શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા-A અને શૃંખલા-B ને અનુરૂપ હોય. તેમને ઈ. કોલાઇના પ્લાસ્મિડમાં પ્રવેશ કરાવીને ઈન્સ્યુલિન શુખલાઓનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલ શૃંખલા-A અને શૃંખલા-Bને અલગ તારવીને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું.જવાબ : જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર-વ્યવસ્થા છે ? જનીન થેરાપી આવો જ એક પ્રયાસ છે. જનીન થેરાપીમાં એ પદ્ધતિઓ સમાવિષ્ટ છે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન-ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેનાં કાર્યોને સંપન્ન કરે છે.
જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડિએમિનેઝ (ADA)ની ઊણપ (ક્ષતિ)ને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઈન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ (deletion) થવાથી થાય છે. કેટલાંક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી (enzyme replacement therapy) દ્વારા કરવામાં આવે છે કે જેમાં સીરિંજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે. ઉપર્યુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકાકોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે. સક્રિય ADA-cDNA (રિટ્રોવાઇરસ વાહક વાપરીને)નો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃદાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી, આથી જિનેટિકલી એન્જિનિયરડ લસિકાકોષો(genetically engineered lymphocytes)ને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે, તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.જવાબ : રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા (pathophysiology)ને સમજવી અતિઆવશ્યક છે. ઉપચાર-નિદાનની પરંપરાગત પદ્ધતિઓ (સીરમ અને મૂત્ર-વિશ્લેષણ વગેરે)નો ઉપયોગ કરીને પ્રારીભિક નિદાન મેળવવું શક્ય નથી. રિકોમ્બિનન્ટ DNA ટેક્નોલૉજી, પોલિમરેઝ ચેઈન રિએક્શન (PCR) અને એન્જાઈમ લિન્કડ ઇમ્યુનો- સોરબન્ટ એસે (ELISA) જેવી કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે.
રોગકારકો (બૅક્ટેરિયા, વાઇરસ વગેરે)ની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે કે, જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગનાં લક્ષણો જોવા મળે. તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાંથી ઘણી વધી થઈ ચૂકી હોય છે. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બૅક્ટેરિયા અથવા વાઈરસ (એ સમય કે જ્યારે રોગનાં ચિહ્નો સ્પષ્ટ દેખાતાં ન હોય) ત્યારે તેની ઓળખ PCRની મદદથી તેના ન્યુક્લિઈક એસિડના પ્રવર્ધન (amplification) દ્વારા કરી શકીએ છીએ. સંભવિત AIDS દર્દીઓમાં HIVની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે PCR ઉપયોગમાં લેવાઈ રહ્યું છે તેનો ઉપયોગ કૅન્સર સંભવિત દર્દીઓના જનીનોમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ એક ઉપયોગી તક્નિક છે જેના દ્વારા અન્ય ઘણાબધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે. એકલ શૃંખલામય DNA અથવા RNA સાથે એક રેડિયોએક્ટિવ અણુ (પ્રોબ) જોડીને કોષોના ક્લૉનમાં તેના પૂરક DNA સાથે સંકરિત કરાય છે, જેને ઓટોરેડિયોગ્રાફી (autoradiography) દ્વારા ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી; કેમકે પ્રોબ તથા ઉત્પરિવર્તિત (વિકૃત) જનીન એકબીજાના પૂરક હોતા નથી. ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એન્ટિજન્સ (પ્રોટીન્સ, ગ્લાયકોપ્રોટીન્સ વગેરે)ની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે.જવાબ : બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપત્તિઓની પેટન્ટનું જે-તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવતસ્કરી કહે છે.
મોટા ભાગનાં ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. પરંતુ જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરિત વિકાસશીલ અને અલ્પવિકસિત વિશ્વ જૈવસ્રોત માટે જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવસ્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે. જેના ફળસ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. જેના કારણે કેટલાંક રાષ્ટ્રો પોતાના જૈવસ્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પૅટન્ટ બિલમાં બીજો મુસદો લાગુ કરેલ છે જે એવા મુદાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત, ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસિય પ્રયાસ સામેલ હોય.જવાબ : જનીન થેરાપી એ આનુવંશિક રોગની સારવાર માટે ઉપયોગી છે. જેમાં કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે.
જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડિએમિનેઝ (ADA)ની ઊણપ (ક્ષતિ)ને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઈન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ (deletion) થવાથી થાય છે. કેટલાંક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી (enzyme replacement therapy) દ્વારા કરવામાં આવે છે કે જેમાં સીરિંજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે. ઉપર્યુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકાકોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે. સક્રિય ADA-cDNA (રિટ્રોવાઇરસ વાહક વાપરીને)નો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃદાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી, આથી જિનેટિકલી એન્જિનિયરડ લસિકાકોષો(genetically engineered lymphocytes)ને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે, તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.જવાબ : કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઈનકોગ્નીશિયા (Meloidegyne incognitia) તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે RNA અંતઃક્ષેપ [RNA interference (RNAi)] પ્રક્રિયા પર આધારિત હતી.
RNA અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે mRNAના ભાષાંતરણ (translation)ને અટકાવે છે. આ પૂરક ds RNAનો સ્રોત RNA જનીનસંકુલ (genome) અથવા ચલાયમાન જનીનિક તત્વો-પરિવર્તકો (mobile genetic elements - transposons) ધરાવતા વાઇરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. એગ્રોબૅક્ટેરિયમ (Agrobacterium) વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ (નીચેની આકૃતિ). DNAનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ (sense) અને પ્રતિ અર્થપૂર્ણ (antisense) RNAનું નિર્માણ કરે છે. આ બંને RNA એકબીજાના પૂરક હોય છે. જે બેવડા કુંતલમય dsRNAનું નિર્માણ કરે છે, જેનાથી RNA અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ mRNA નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે પારજનીનિક (transgenic) યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે.જવાબ : બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપત્તિઓની પેટન્ટનું જે-તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવતસ્કરી કહે છે.
મોટા ભાગનાં ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. પરંતુ જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરિત વિકાસશીલ અને અલ્પવિકસિત વિશ્વ જૈવસ્રોત માટે જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવસ્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે. જેના ફળસ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. જેના કારણે કેટલાંક રાષ્ટ્રો પોતાના જૈવસ્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પૅટન્ટ બિલમાં બીજો મુસદો લાગુ કરેલ છે જે એવા મુદાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત, ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસિય પ્રયાસ સામેલ હોય.જવાબ : જનીન થેરાપી એ આનુવંશિક રોગની સારવાર માટે ઉપયોગી છે. જેમાં કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. જનીન થેરાપીના રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે.
જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990 માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડિએમિનેઝ (ADA) ની ઊણપ (ક્ષતિ) ને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઇન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે. કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જયારે કેટલાકમાં ઉત્સુચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે. જેમાં સીરિજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે. ઉપર્યુક્ત બંને ક્રિયાઓની મર્યાદા એ છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને સંવર્ધન કરાવવામાં આવે છે. સક્રિય ADA-c DNA (રિટ્રોવાઇરસ વાહક વાપરોને) નો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં શા દાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી. એટલા માટે જ જિનેટિકલી એન્જિનિયર્ડ લસિકાકોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે, તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.જવાબ : પારજનીનિક પ્રાણીઓ એ માનવકલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
(i) સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ: પારજનીનિક પ્રાણીઓનું નિમણિ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ: વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવાં કે ઇસ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપર્યુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. (ii) રોગનો અભ્યાસ: માનવરોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટરૂપે બનાવેલ છે. જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મૉડલ ઉપલબ્ધ છે. (iii) જૈવિક નીપજો: કેટલાક માનવરોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નીપજોની બનેલી હોઈ શકે છે. આવી નીપજ બનાવવી ખૂબ ખર્ચાળ છે. પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નીપજો નું નિર્માણ કરે છે તેમાં DNAના ભાગને પ્રવેશ કરાવાય છે. જે વિશિષ્ટ નીપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ: માનવપ્રોટીન (-1- એન્ટિટ્રિપ્સિન) નો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે થાય છે. તેવી જ રીતે ફિનાઈલકિટોન્યુરિયા (PKU) અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. 1977 માં પ્રથમ પારજનીનિક ગાય ‘Rosie’ દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ (એક લિટરમાં 2.4 gm) ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટાબ્યુમિન ધરાવે છે જે માનવ-શિશુ માટે કુદરતી ગાયના દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલન ઉત્પાદન ગણાય છે. (iv) રસી સુરક્ષા: મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવતો હતો. જો ઉપર્યુંકત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પાર જનીનિક ઉદરોનો ઉપયોગ થઈ શકશે. (v) રાસાયણિક સુરક્ષા પરીક્ષણ: રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એ વિષારિતા પરીક્ષણ તરીકેપણ ઓળખાય છે. જેમાં દવાઓની વિપારિતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે. જયારે બિનપારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.