GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

રંગસૂત્રમાં DNAના એક વિશિષ્ટ ક્રમને શું કહે છે?

Hide | Show

જવાબ : સ્વયંજનનની ઉત્પત્તિ


સ્વયંજનનની ઉત્પત્તિ માટે શું જરૂરી છે?

Hide | Show

જવાબ : સજીવમાં વિદેશી DNAના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક છે.


વિદેશી DNAનો ટુકડો યજમાન સજીવમાં સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છેઆ વાક્ય શું દર્શાવે છે?

Hide | Show

જવાબ : ક્લોનિંગ


પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું નિર્માણ ......... માંથી કરાયું.

Hide | Show

જવાબ : સાલ્મોનેલા ટાયફીમરિયમ


પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું નિર્માણ .......... કોના દ્વારા થયું?

Hide | Show

જવાબ : સ્ટેનલે કોહેન અને હાર્બટ બોયર


પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું નિર્માણ કઈ સાલમાં થયું?

Hide | Show

જવાબ : ઈ.સ. 1972


આણ્વીય કાતર તરીકે ઓળખાતો ઉત્સેચક કયો છે ?

Hide | Show

જવાબ : રેસ્ટ્રીકશન


બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું છે ?

Hide | Show

જવાબ : ન્યુક્લીઇક એસિડ


PCR પ્રક્રિયામાં Taq DNA પોલિમરેઝ દ્વારા કયું સોપાન ઉત્પ્રેરિત છે.

Hide | Show

જવાબ : ટેમ્પ્લેટ DNA પર પ્રાઇમરના છેડાનું વિસ્તરણ કરવું.


માનવ જનીનનો ઉપયોગ કરીને એક બેક્ટેરિયલ કોષનું રૂપાંતરણ પુનઃસંયોજિત DNA ધરાવતા અણુમાં કરવામાં આવે છે. જોકે રૂપાંતરણ પામેલા કોષો ઇચ્છિત પ્રોટીનનું નિર્માણ કરતાં નથી કારણ કે

Hide | Show

જવાબ : માનવ જનીન ઇન્ટ્રોન ધરાવે જેની બૅક્ટેરિયા સાથે પ્રક્રિયા ન થઈ શકે.


જો બહોળા પ્રમાણમાં પુનઃસંયોજિત પ્રોટીનનું નિર્માણ કરવાનું હોય, તો કયું એક શ્રેષ્ઠ નીપજ માટે પસંદ કરી શકાય ?

Hide | Show

જવાબ : સાતત્યપૂર્ણ સંવર્ધનતંત્ર


કયા ઉત્સેચકો 'આણ્વિય કાતર' તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : રિસ્ટ્રીકશન ઉત્સેચકો


DNAના છેડા પરથી ન્યુક્લીઓટાઇડસને કોણ દૂર કરે છે?

Hide | Show

જવાબ : એક્ષોન્યુકલીએઝ


એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ માટે શેમાંથી DNAનો ટૂકડો કાપવામાં આવ્યો હતો?

Hide | Show

જવાબ : પ્લાસમીડ


બે ઉત્સેચકોને કઈ સાલમાં અલગ કરવામાં આવ્યા હતા?

Hide | Show

જવાબ : .સ. 1963


એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણનું કાર્ય કોણે કર્યું હતું ?

Hide | Show

જવાબ : સ્ટેન્લી કોહેન અને હર્બટ બોયર


પ્રાણીઓમાં કોણ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે ?

Hide | Show

જવાબ : રીટ્રોવાઇરસ


બ્રેડ માટે બાંધવામાં આવેલા લોટનું કદ વધવાનું કારણ જણાવો.

Hide | Show

જવાબ : CO2 નું ઉત્પાદન


ઈડલી, ઢોંસા વગેરેની બનાવટમાં થાય છે. દૂર કરતા ઉત્સેચકનું નામ આપો.

Hide | Show

જવાબ : એકઝોન્યુક્લિએઝ


જનીન દ્રવ્યનું એક બેક્ટરિયમમાંથી બીજા બેક્ટરિયમમાં વહન દરમિયાન વાઇરસને વાહક તરીકે પસંદ કરવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહે છે?

Hide | Show

જવાબ : પરાંતરણ


રિસ્ટ્રીકશન ઉત્સેચકમાં રિસ્ટ્રીક્શનશબ્દ શું સૂચવે છે?

Hide | Show

જવાબ : કોઈ ચોક્કસ સ્થાનેથી DNAની કાપણી


એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસીસમાં, DNAનો અણુ કોના આધાર પર અલગ પડે છે?

Hide | Show

જવાબ : કદ


DNAમાંથી કાપેલ રૂચી પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની જગ્યામાં મૂકી શેનાં દ્વારા જોડવામાં આવે છે?

Hide | Show

જવાબ : લાયગેઝ


જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને શું કહે છે?

Hide | Show

જવાબ : પુનઃસંયોજિત પ્રોટીન


રિસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતી જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

Hide | Show

જવાબ : એગેરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ


વાહક તરીકે ઉપયોગમાં લેવાતાં પ્લાસ્મિનું અગત્યનું લક્ષણ કયું છે?

Hide | Show

જવાબ : સ્વયંજનનની ઉત્પત્તિ


PCRએ શેના માટે પ્રચલિત છે?

Hide | Show

જવાબ : થર્મોસ્ટેબલ DNA પોલિમરેઝની હાજરો માટે.


વાહકમાં રહેલા પ્રતિજૈવિક અવરોધક જનીનો શેની પસંદગીમાં મદદ કરે છે?

Hide | Show

જવાબ : પરિવર્તિત કોષો


બેક્ટરિયલ રૂપાંતરણમાં ઉષ્માનિયંત્રતા (હીટ શોક મેથડ) કઈ રીતે મહત્વનું છે?

Hide | Show

જવાબ : બૅક્ટરિયાની કોષદીવાલના છેદ્રો મારફતે DNAને ઝડપથી પસાર કરવા.


પુનઃસંયોજિત DNA અણુની પ્રક્રિયા દરમિયાન DNA લાઇગેઝનું કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : બે DNAના ટુકડા વચ્ચે ફોસ્ફોડાયેસ્ટર બંધનું નિર્માણ કરવું.


રિસ્ટ્રિકશન ઉત્સેચકમાં રિસ્ટ્રિકશન'' કોના સંદર્ભે છે ?

Hide | Show

જવાબ : યજમાન બેક્ટેરિયામાં બૅક્ટેરિયોફેઝના ગુણનને અવરોધે છે.


PCR દરમિયાન Taq પોલિમરેઝ (DNA પોલિમરેઝ) દ્વારા કર્યું કાર્ય થાય છે?

Hide | Show

જવાબ : મુખ્ય શૃંખલાના છેડા પર રહેલા પ્રારંભ કોનું વિસ્તૃતીકરણ


પુન:સંયોજિત DNAની મદદથી માનવ જનીન વડે બૅક્ટરિયલ કોષનું રૂપાંતરણ કરવામાં આવે છે પરંતુ રૂપાંતરિત થયેલો કોષ ઈતિપ્રોટીન ઉત્પન્ન કરતો નથી. કારણ જણાવો.

Hide | Show

જવાબ : બેક્ટરિયા દ્વારા માનવજનીન પર આવેલા ઇન્ટ્રોન પર પ્રક્રિયા ન થવી.


DNAનું અવક્ષેપન કરવા માટે શું ઉમેરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ઠંડો ઇથેનોલ


યજમાન કોષોમાં વિદેશી DNA દાખલ કરાવવાની બીજી પધ્ધતિ કઈ છે ?

Hide | Show

જવાબ : સૂક્ષ્મઅંતઃક્ષેપણ વિધિ


પ્રોટીનને કઈ સારવારથી દૂર કરી શકાય છે ?

Hide | Show

જવાબ : પ્રોટીએઝ


મોટા પ્રમાણમાં પુનઃસંયોજિત પ્રોટીન ઉત્પન્ન કરવા માટે શું પસંદ કરાય છે?

Hide | Show

જવાબ : સતત સંવર્ધન પદ્ધતિ


PCR તકનીક માટે કોને નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવેલા છે?

Hide | Show

જવાબ : કેરી મુલીસ


લાઈસોઝાઈમ શું છે?

Hide | Show

જવાબ : બેક્ટેરિયા


EFBનું પૂરું નામ જણાવો.

Hide | Show

જવાબ : European Federation of Biotechnology


"નીપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને ......... તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન

Hide | Show

જવાબ : સજીવો, કોષો અને તેમના ભાગો


આનુવંશિક દ્રવ્યોના રસાયણમાં પરિવર્તન પેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવવું એટલે શું?

Hide | Show

જવાબ : જનીન ઇજનેરીવિદ્યા


કઈ પ્રક્રિયામાં સુકોષકેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેક્નોલૉજિકલ નીપજનુ નિર્માણ કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : જૈવ પ્રક્રિયા ઇજનેરીવિઘા


બાયોટેકનોલોજિકલ નીપજ કઈ છે?

Hide | Show

જવાબ : રસીઓ, ઉત્સેચકો અને એન્ટિબાયોટિક્સ


જનીન ઈજનેરીવિધામાં શાનો ઉપયોગ કરી પુનઃસંયોજિત DNAનું નિર્માણ કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ


પુનઃસંયોજિત DNA ટેક્નોલોજીમાં DNAના ટુકડાને કયા સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : વિજાતીય


DNAનો ટુકડો કયાં સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી?

Hide | Show

જવાબ : સજીવના બાળકોષમાં


એન્ટિબાયોટિક જનીનો વાહક સાથે જોડવાનું કાર્ય કોના દ્વારા થાય છે?

Hide | Show

જવાબ : DNA લાઇગેઝ


રિકોમ્બિનટ DNA એટલે શું?

Hide | Show

જવાબ : નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર DNAનું in vitro નિર્માણ


જનીન પરિવર્તિત સજીવોના નિર્માણના મૂળભૂત ચરણો જણાવો:

Hide | Show

જવાબ :

  1. ઇચ્છિત જનીનયુક્ત DNAની ઓળખ
  2. ઓળખ પામેલ DNAનો યજમાનમાં પ્રવેશ
  3. પ્રવેશેલા DNAની જાળવણી અને સંતતિમાં સ્થળાંતર


E-coliમાં બેકટેરિયોફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર ઉત્સેચક કઈ સાલમાં શોધાયો?

Hide | Show

જવાબ : ઈ.સ. 1963


પ્રથમ શોધાયેલ રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ કયો છે?

Hide | Show

જવાબ : HIND II


HIND II નો ઓળખક્રમ એટલે

Hide | Show

જવાબ : DNA ના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં છ જોડના બેઇઝ એક ક્રમ હોય છે.


ECO RI માં ECO અને RI અનુક્રમે શું સૂચવે છે ?

Hide | Show

જવાબ : ઇશ્વરેશિયા કોલાઈ, જાતી


કયો ન્યુક્લિએઝ ઉત્સેચક DNAના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઈડને ............ છે.

Hide | Show

જવાબ : એક્સોન્યુક્લિએઝ


કયો ન્યુક્લિએઝ ઉત્સેચક DNA ના અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે?

Hide | Show

જવાબ : એન્ડોન્યુક્લિએઝ


પ્રતિબંધક ઉલ્લેચકોની હાલમાં કુલ કેટલી સંખ્યા ઉપલબ્ધ છે?

Hide | Show

જવાબ : 900


પેલીન્ડ્રોમિક શૃંખલાને નીચે પૈકી કોણ ઓળખે છે?

Hide | Show

જવાબ : એન્ડોન્યુક્લિએઝ


રિસ્ટ્રીકશન ઉત્સેચકનું કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : DNA શૃંખલાની કોપી


રિસ્ટ્રીકશન ઉત્સેચક કયા પ્રકારના ઉત્સેચકમાં સમાવિષ્ટ છે?

Hide | Show

જવાબ : ન્યુક્લિએઝીસ


ડીએનએ શૃંખલાનો ક્રમ જે બેવડી શુંખલામાં પાછળ અને આગળ વાંચન કરે છે.

Hide | Show

જવાબ : પેલિન્ડોમિક ક્રમ


DNA લાઈગેઝનું કાર્ય.

Hide | Show

જવાબ : વાહક DNA ના ટુકડાને ઇચ્છિત DNA સાથે જોડવાનું


ખીરું શા માટે ફૂલે છે ?

Hide | Show

જવાબ : CO2 નું ઉત્પાદન થવાથી


DNA ના છેડાઓ પરથી ન્યુક્લિઓસાઇડને દૂર કરવા માટેનો એક ઉત્સેચક કયો છે ?

Hide | Show

જવાબ : એક્સોન્યુક્લિએઝ


વાઇરસરૂપી વાહકના મધ્યસ્થી દ્વારા એકમાંથી બીજા બેંક્ટેરિયામાં જનીન દ્રવ્ય દાખલ કરવા માટે કોનો ઉપયોગ થાય છે ?

Hide | Show

જવાબ : ટ્રાન્સડક્શન (પરાતરણ)


પુનઃસંયોજિત DNA અણુના નિર્માણમાં કોની જરૂર નથી ?

Hide | Show

જવાબ : ઇ. કોલાઈ


અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં DNA અણુઓ કોને આધારે અલગીકૃત પામે છે ?

Hide | Show

જવાબ : માત્ર કદના આધારે


જનીનોના ક્લોનિંગ પ્રયોગમાં પ્લાસ્મીડની વાહક તરીકેની લાક્ષણિકતા જણાવો.

Hide | Show

જવાબ : સ્વયંજનન ઉદભવ(ori)


કયુ એક PCR (પોલિમરેઝ ચેઈન રિએક્શન્સ) તકનીકની પ્રસિદ્ધિ માટે યોગદાન આપે છે ?

Hide | Show

જવાબ : થર્મોસ્ટેબલ’ DNA પોલિમરેઝની પ્રાપ્યતા


વાહકમાં આવેલ એન્ટિબાયોટિક અવરોધક જનીન કોની પસંદગીમાં મદદ કરે છે ?

Hide | Show

જવાબ : રૂપાંતરિત બેક્ટેરિયલ કોષો


બેક્ટેરિયાના રૂપાંતરણની પદ્ધતિમાં ઉષ્મીય આઘાત (Heat Shock)નું મહત્વ કોને સાનુકૂલિત કરે છે?

Hide | Show

જવાબ : બેક્ટેરિયાની કોષદીવાલનાં અસ્થાયી છિદ્રો દ્રારા DNAનું વહન


પુનઃસંયોજિત DNA અણુની રચનામાં DNA લાઇગેઝની ભૂમિકા શું છે ?

Hide | Show

જવાબ : DNA ના બે ખંડો વચ્ચે ફોસ્ફોડાયેસ્ટર બંધનું નિર્માણ કરે છે.


કોને PCR ટેકનિકના વિકાસ માટે નોબલ પ્રાઇઝ એનાયત થયેલ છે ?

Hide | Show

જવાબ : કેરી મુલિસ


કેટલીક દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક શું છે ?

Hide | Show

જવાબ : એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીયન્સ


ઉત્સેચકોના નામકરણમાં નામનો પ્રથમ અક્ષર શેમાંથી લેવામાં આવે છે ?

Hide | Show

જવાબ : પ્રજાતિમાંથી


અત્યારે આપણી પાસે કેટલાં રિસ્ટ્રીકશન ઉત્સેચકો વિશે જાણકારી છે ?

Hide | Show

જવાબ : 900 થી વધારે


અલગીકૃત DNAના ટુકડાઓને જોવા માટે કયા સંયોજન વડે અભીરંજિત કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ઈથીડીયમ બ્રોમાઈડ


પુનઃ સંયોજિત DNAને કોષમાં દાખલ કરાવવા માટે પ્રથમ તેમને શેનાં પર રાખવામાં આવે છે?

Hide | Show

જવાબ : બરફ


RNAને કઈ સારવારથી દૂર કરી શકાય છે ?

Hide | Show

જવાબ : રિબોન્યૃક્લીએઝ


બાયોટેક્નોલોજી શબ્દ સમજાવો.

Hide | Show

જવાબ : બાયોટેક્નોલોજીને સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણી કે વનસ્પતિકોષોનો ઉપયોગ અથવા તેઓના ઘટકોથી બનતી નીપજો અને માનવજાત માટે ટેકનોલોજી માટે ઉપયોગિતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય.         આ અર્થમાં દહીં, બ્રેડ અથવા વાઈનની બનાવટ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે. તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે.


આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ જણાવો.

Hide | Show

જવાબ : ઘણી તકનીકીઓ પૈકી, નીચેની મુખ્ય બે તકનીકોએ આધુનિક બાયોટેક્નોલૉજીને જન્મ આપ્યો. જનીન ઇજનેરી વિધાઃ આ ટેક્નોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો (DNA અને RNA) ના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. જૈવપ્રક્રિયા ઇજનેરી વિદ્યા: રસાયણ ઇજનેરીમાં (સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત) જાળવણી કરીને માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો સુકોષકેન્દ્રી માવોની જંતુરહિત વૃદ્ધિ કોષોની જંતુરહિત વૃદ્ધિ કરાવીને વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિયમો જેવા કે એન્ટિબાયોટિક્સ, રસીઓ, ઉન્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.


રિસ્ટ્રીકશન ઉત્સેચકના નામકરણની રીત જણાવો.

Hide | Show

જવાબ : નામકરણ: આ ઉત્સેચકોનું નામકરણ તેઓ જે બેક્ટરિયામાંથી મેળવાયા છે, તેને આધારે ત્રણ કે ચાર ટૂંકા અક્ષરો દ્વારા કરવામાં આવે છે. દા.ત., Eco RI એ ઇથેરેશિયા કોલાઈમાંથી મેળવવામાં આવે છે.‘R’ જાતિના નામ પરથી જયારે રોમન અંક એ બેક્ટરિયાની કઈ જાતિમાંથી કયો ઉત્સચક અલગ કરવામાં આવ્યો છે, તેના નામના સૂચનને અનુસરે છે.


પેલિન્ડ્રોમિક શૃંખલાઓ શબ્દ સમજાવો.

Hide | Show

જવાબ : પેલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા DNAમાં બેઈઝની જોડીનો ક્રમ છે. જે DNAની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એકસરખાં વાંચી શકાય છે. ઉદાહરણ: આપેલ ક્રમને 5’  3’  દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એકસરખા વાંચી શકાય છે. તેને  3’ 5’ દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે. 5'------- GAATTC ------3' 3'------- CTTAAG ------5’ જ્યારે રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ પેલિન્ડોમ પર કાર્ય કરે ત્યારે DNA અણુની બંને શૃંખલાઓને તોડે છે.


પુનઃસંયોજિત ટેક્નોલૉજીની ક્રિયાવિધિમાં કયાં કયાં DNA સોપાનોનો થાય છે?

Hide | Show

જવાબ : પુનઃ સંયોજિત DNA ટેક્નોલોજીમાં કેટલાક ચોક્કસ સોપાનોનો સમાવેશ થાય છે: DNAનું અલગીકરણ રિસ્ટ્રીશન એન્ડોન્યુક્લિએઝની મદદથી DNAનું અવખંડન ઇચ્છિત DNA ખંડનું અલગીકરણ વાહકમાં DNA ખંડોનું જોડાણ યજમાનમાં પુનઃસંયોજિત DNA નો પ્રવેશ યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન ઇચ્છિત નીપજો નું નિષ્કર્ષણ


પ્રાઈમર એ શું છે?

Hide | Show

જવાબ : PCR નો અર્થ પોલિમરેઝ ચેઈન રિએકશન છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ (નાનાં રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે DNA વિસ્તારના પૂરક હોય) અને DNA પોલિમરેઝનો ઉપયોગ કરી ઈન વિટ્રો (in vitro) ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન (કે DNA) ની ઘણી બધી પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે.         DNA પોલિમરેઝ ઉત્સુચક જનીન સંકુલ ધરાવતા DNAને ટેબ્લેટ સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે.


યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત DNA નો પ્રવેશ કઈ રીતે થાય છે તે સમજાવો.

Hide | Show

જવાબ : જોડાયેલ DNAને ગ્રાહીકોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે. આ કાર્ય જયારે ગ્રાહીકોષો પોતાની ફરતે આવેલ DNA ને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે છે.         પુનઃસંયોજિત DNA પ્રતિજૈવિક અવરોધક જનીન (દા.ત. એમ્પિસિલિન) ધરાવતો હોય તેને    E-coli કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે.         જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ્સ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહીકોષો મૃત્યુ પામે છે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાન રેખક કહે છે.


અનુપવાહિત પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નીપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નીપજોની અલગીકરણ અને શુદ્ધીકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રોતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે.         નીપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નીપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નીપજો માટે અલગ-અલગ હોય છે.


વૈજ્ઞાનિક કારણો આપો : પુનઃસંયોજિત DNA ટેક્નોલોજીમાં એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ એક્સોન્યુક્લિએઝ કરતા વધુ યોગ્ય છે.

Hide | Show

જવાબ : પુનઃસંયોજિત DNA ટેકનોલોજીમાં ઇચ્છિત DNA ના ટુકડાને વાહક સાથે જોડીને કોપી કે નકલો તૈયાર કરવામાં આવે છે. તેના માટે વાહક અને ઇચ્છિત DNA ની કાપણી આવશ્યક છે. એન્ડોન્યુક્લિએઝ એ DNA ની અંદર ચીપકુ છેડા ઉત્પન્ન થાય તેવી રીતે કાપણી કરે છે, જયારે એક્સોન્યુક્લિએઝ DNA ના છેડા દૂર કરી બુઠ્ઠા છેડા ઉત્પન્ન કરે છે. પરંતુ ઇચ્છિત DNAના ટુકડાને વાહક સાથે જોડવા ચીપકુ માટે છેડા આવશ્યક છે. એન્ડોન્યુક્લિએઝનો એ એક્સોન્યુક્લિએઝ ઉત્સેચક કરતા વધુ યોગ્ય છે.


વૈજ્ઞાનિક કારણો આપો : સંકરણ કરતા જનીન ઇજનેરી વિધા શ્રેષ્ઠ છે.

Hide | Show

જવાબ : સંકરણ કરતા જનીન ઇજનેરો વિદ્યા શ્રેષ્ઠ છે, કારણ કે પરંપરાગત સંકરણની પદ્ધતિ એ વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે પરંતુ આ પદ્ધતિમાં ઇચ્છિત જનીન સાથે અનિચ્છનીય જનીનો પણ આવી જાય છે. જયારે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આવી ક્ષતિઓ દૂર કરી શકાય છે અને ઇચ્છિત લક્ષણો ધરાવતા વનસ્પતિઓ અને પ્રાણીઓ તૈયાર કરી શકાય છે.


વૈજ્ઞાનિક કારણો આપો : પુનઃસંયોજિત DNA દ્વારા તૈયાર થયેલી નીપજોને અનપ્રવાહિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

Hide | Show

જવાબ : તૈયાર થયેલી નીપજોને માનવકલ્યાણ માટે ઉપયોગમાં લેતા પહેલા અનુપ્રવાહિત પ્રક્રિયામાંથી પસાર કરવું અગત્યનું છે. અનુપ્રવાહિત પ્રક્રિયામાં જે તે નીપજોનું યોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. તૈયાર કરેલા પ્રોટીન અને ઔષધિઓને પારજનીનિક પ્રાણીઓમાં દાખલ કરી તેનું નિરીક્ષણ કરવામાં આવે છે જેથી જે તે પ્રોટીન કે ઔષધિઓની ઘાતક કે આડઅસરની માહિતી પ્રાપ્ત થાય તેમજ તેને સુધારી શકાય અને માનવકલ્યાણ માટે તેને ઉપયોગમાં લઈ શકાય.


તમે કરેલા અભ્યાસના આધારે શું તમે કહી શકો છો કે, આણ્વીય કદના આધારે ઉન્સેચકો મોટા છે કે DNA મોટો છે? તમે કેવી રીતે જાણકારી મેળવશો?

Hide | Show

જવાબ : DNA એ કદમાં મોટું છે. આદિકોષકેન્દ્રી કોષમાં (E.Coli) DNAનું આણ્વીય કદ  છે. સુકોષ કેન્દ્રીકોષમાં (મનુષ્યમાં) DNAનું આણ્વીય કદ  છે. જ્યારે ઉન્સેચકોનું કદ એ 10,000 થી 10,00,000 જેટલું છે. આમ DNA એ આણ્વીય કદના આધારે ઉત્સેચકો કરતા મોટા છે.


શિક્ષક સાથે પરામર્શન કરીને પેલિન્ડ્રોમિક DNA શુંખલાઓનાં 5 ઉદાહરણ એકત્રિત કરો. બેઝ-જોડના નિયમોનું પાલન કરોને પેલિન્ડોમિક શૃંખલા બનાવવા ખૂબ જ સારો પ્રયાસ કરો.

Hide | Show

જવાબ : DNAમાં પેલિન્ડોમિક શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી હોય છે.

  1. 5’-GGATCC-3’, 3’-CCTAGG-5’
  2. 5’-AAGCTT-3’, 3’-TTCGAA-5’
  3. 5’-ACGCGT-3’, 3’-TGCGCA-5’
  4. 5’-ACTAGT-3’, 3’-TGATCA-5’
  5. 5’-AGGCCT-3’, 3’-TCCGGA-5’


શું તમે વિચારીને જવાબ આપી શકો છો કે રિપોર્ટર ઉત્સેચકો પસંદગીમાન રેક ઉપરાંત વિદેશી DNA દ્વારા યજમાન કોષોના રૂપાંતરણના નિયમન માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે?

Hide | Show

જવાબ : વૈકલ્પિક પસંદગીમાન રેખક એ રૂપાંતરણ પામેલા અને રૂપાંતરણ ન પામેલા અણુઓને તેમના રંગને આધારે અલગ પાડે છે. જેમ કે r-DNA ને -ગેલેક્ટોસાઇડઝનું ઉન્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ, કરાવતા -ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે.


પ્લાસ્મિડ DNA અને રંગસૂત્રીય DNA વચ્ચેનો ભેદ કેવી રીતે કરાય?

Hide | Show

જવાબ : પ્લાસ્મિડ DNA અને રંગસૂત્રીય DNA: પ્લાસ્મિડ એ કદમાં નાનું, ગોળાકાર, કિસૂત્રીય DNA છે. તે ખૂબ જ ઓછા જનીનો ધરાવે છે. તેમજ RNA પોલીમરેઝ ઉત્સુચક ધરાવે છે. જયારે રંગસૂત્રીય DNA એ દ્રિસૂત્રીય DNA છે. જે મોટા પ્રોટીનનું ઉત્પાદન કરે છે તે સ્વયંજનન દરમિયાન ટેબ્લેટ તરીકે વર્તે છે. પ્લાસ્મિડ કરતા તેનું કદ વધારે હોય છે.


પુનઃસંયોજિત પ્રોટીનના ઉત્પાદનમાં પ્લાસ્મિડ વાહકની નકલો કઈ રીતે સંબંધિત છે?

Hide | Show

જવાબ : પ્લાસ્મિડ જયારે બહુગુણન પામે છે ત્યારે તેની સાથે પુનઃસંયોજિત DNA પણ બહુગુણન પામે છે. જે પુનઃસંયોજિત પ્રોટીનની ઉત્પાદકતા નક્કી કરે છે. જેમ પ્લાસ્મિડની નકલ વધારે, તેમ પ્રોટીન ઉત્પાદન કરવા જનીનો પણ વધે છે. આમ, પ્લાસ્મિડ વાહકની વધારે નકલો પ્રોટીનનું પ્રમાણ વધારે છે.


પુનઃ સંયોજિત DNA અણુ માટે, શું તમે એકઝોન્યુક્લિએઝનો ઉપયોગ કરશો?

Hide | Show

જવાબ : ના, એક્ઝોન્યુક્લિએઝ, DNA અણુ પર અંત છેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે. પરિણામે DNA અણુ ચીપક, છેડા જોવા મળતો નથી. તેમજ આવા અણુને વાહક સાથે જોડી શકાતા નથી. માટે પુનઃ સંયોજિત DNA અણુ માટે એક્ઝોન્યુક્લિએઝનો કરવો જોઈએ.


Hind III ઉત્સેચકમાં H, d અને ।।। એ શેનો નિર્દેશ કરે છે?

Hide | Show

જવાબ : H એ જે તે સજીવનું પ્રજાતિ દર્શાવે છે જેમાંથી ઉત્સુચકનું અલગીકરણ, કરવામાં આવ્યું હોય. તે એ જે તે ઉન્સેચકના પ્રાપ્તિ સ્થાનની જાતિ દર્શાવે છે. રોમન એક એ જે તે જાતિમાં રિસ્ટ્રીશન એન્ડોન્યુક્લિએઝનું સ્થાન દર્શાવે છે.


રિસ્ટ્રીક્શન ઉત્સેચકો પાસે એક કરતા વધારે સ્થાનોના કાપણી માટેના સંકેતો હોતા નથી. સમજાવો.

Hide | Show

જવાબ : રિસ્ટ્રીક્શન ઉન્સેચક એ વાહકમાં ચોક્કસ જગ્યાએ કાપણી કરે છે. જો રિસ્ટ્રીશન ઉત્સચકો પાસે એક કરતા વધારે સ્થાનોના કાપણી માટેના સંકેતો હોય તો પ્રતિકૃતિ બનાવતો વાહક નાના ટુકડાઓ માં વિભાજિત થઈ વિધટન પામશે.


રૂપાંતરણની પ્રક્રિયા દરમિયાન 'હરીફ' શબ્દ શેનું સૂચન કરે છે?

Hide | Show

જવાબ : સામાન્ય રીતે DNA જલાનુરાગી અણુ હોવાથી તે કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતો નથી. તેથી પુનઃસંયોજિત DNA ને બાહ્ય બળ દ્વારા બૅક્ટરિયામાં દાખલ કરવા બૅક્ટરિયલ કોષને હંમેશાં DNA ને સ્વીકારવા માટે હરીફ બનાવવામાં આવે છે. જેમાં વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. રૂપાંતરણની પ્રક્રિયા દરમિયાન 'હરીફ' શબ્દ શેનું સૂચન કરે છે? સામાન્ય રોતે DNA જલાનુરાગી અણુ હોવાથી તે કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતો નથી. તેથી પુનઃસંયોજિત DNA ને બાહ્ય બળ દ્વારા બૅક્ટરિયામાં દાખલ કરવા બૅક્ટરિયલ કોષને હંમેશાં DNA ને સ્વીકારવા માટે હરોફ બનાવવામાં આવે છે. જેમાં વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.


DNAના અલગીકરણ દરમિયાન પ્રોટીયોઝ ઉન્સેચકોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : કોષની અંદર પ્રોટીન હાજર હોય છે. DNAના અલગીકરણ દરમિયાન, પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએઝ ઉન્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે જો પ્રોટીન દૂર કરવામાં ન આવે તો તે DNAના અલગીકરણમાં ખલેલ પહોંચાડે છે. તેમને પૃથક્કરણ અને શુદ્ધીકરણની પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચે છે.


PCRની પ્રક્રિયા દરમિયાન વિનૈસર્ગીકરણની પ્રક્રિયાનો લોપ થઈ જાય તો તેની શું અસર થશે?

Hide | Show

જવાબ : જો દ્વિસૂત્રી DNAનું વિનૈસર્ગીકરણ ન થાય તો પ્રારંભકો એ ટેમ્પ્લેટ સાથે જોડાઈ શકતા નથી. જો પ્રારંભકો ન જોડાય તો તેની પ્રતિકૃતિ બની શકતી નથી.


હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.

Hide | Show

જવાબ : હીપેટાઈટીસ-B પુન:સંયોજિત રસી એ હીપેટાઈટીસ વાઇરસના રસીકરણ માટે વપરાય છે.


એગ્રોબેક્ટરિયમ ટ્યુમીફેરસના T1 પ્લાસ્મિડમાં કેવાં રૂપાંતરો કરવામાં આવ્યા છે?

Hide | Show

જવાબ : તેમાં ગાંઠપ્રેરક જનીનોને દૂર કરવામાં આવેલ છે. માટે તે ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગી છે. તે વનસ્પતિઓમાં રોગકારક નથી, પરંતુ તે આપની રુચિ પ્રમાણેના જનીનોને વિવિધ વનસ્પતિઓમાં દાખલ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે.


જનીન ક્લોનિંગશબ્દ સમજાવો.

Hide | Show

જવાબ : આ પ્રક્રિયામાં ઇચ્છિત જનીનને વાહક સાથે જોડવામાં આવે છે. પુનઃસંયોજિત DNAને યજમાન કોષમાં રૂપાંતરણ કરવામાં આવે છે. દરેક કોષમાં આ DNAનો અણુ હાજર હોય છે. બૅક્ટરિયલ કૉલોનીમાં દરેક કોષ પાસે આવા જનીનની નકલ જોવા મળે છે. જેને જનીન ક્લોનિંગ કહે છે.


વાઈન બનાવનાર તેમજ આણ્વિક જીવવૈજ્ઞાનિક કે જેણે પુન: સંયોજિત રસી બનાવી છે. તેઓ બંને આવો દાવો કરે છે કે તે બાયોટેક્નોલોજીસ્ટ છે. તમારા મતે કોણ સાચું છે?

Hide | Show

જવાબ : મારા મતે તેઓ બંને સાચા છે. બાયૉટેકનોલોજી એ ખૂબ જ વિશાળ વિષય છે. બાયોટેક્નોલોજીમાં માનવજાતના કલ્યાણ માટે વિવિધ તકનીક દ્વારા કુદરતી સજીવો તેમજ જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરવામાં આવે છે. વાઇન બનાવનારે યીસ્ટનો ઉપયોગ કરી વાઇન બનાવવા માટે આથવણની ક્રિયા કરો છે. જયારે જીવવૈજ્ઞાનિકે ક્લોન જનીનનો ઉપયોગ કરી રસી બનાવી છે.


ક્લોનિંગ કરવા માટે જો પસંદગીમાન રેખક વગર પ્લાસ્મિડનો ઉપયોગ કરવામાં આવે તો તેની શું અસર થશે?

Hide | Show

જવાબ : જનીન ક્લોનિંગમાં સૌપ્રથમ પુનઃસંયોજિત DNA અણુ તૈયાર કરવામાં આવે છે તેને વાહક સાથે જોડવામાં આવે છે. પ્લાસ્મિડ DNA દ્વારા બધા જ કોષોનું રૂપાંતરણ થતું નથી. આમ રૂપાંતરિત થયેલા અને રૂપાંતરિત ન થયેલા અણુ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ છે. પસંદગીમાન રેખકનું કાર્ય રૂપાંતરિત થયેલા અણુની પસંદગી કરવાનું છે.


DNAના ટુકડાઓ ધરાવતા મિશ્રણનું ઇલેક્ટ્રોફોરેસીસ કરવામાં આવે છે.

Hide | Show

જવાબ : ત્યારબાદ આ જેલને ઈચિડિમ બ્રોમાઈડ દ્વારા અભિરંજિત કરવામાં આવે છે, પરંતુ DNAના પટ્ટા દેખાતા નથી. કારણ જણાવો. જેલમાં મૂકવામાં આવેલા DNAના નમૂનામાં ઉત્સચકોના લીધે અશુદ્ધિઓની હાજરી. ઇલેક્ટ્રોડ્રેસને વિરુદ્ધ દિશામાં મૂકવા. ઇથિડિમ બ્રોમાઇડની સાંદ્રતાને જરૃરિયાત પ્રમાણે ન રાખવા. આમ વિવિધ કારણોને લીધે DNAના પટ્ટા જોઈ શકાતા નથી.


જૈવભઠ્ઠી વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નીપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવભઠ્ઠી(bioreactor)ના વિકાસની આવશ્યકતા હોય છે કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં (100-1000 લિટર) ઉપયોગ કરી શકાય. આ રીતે જૈવભઠ્ઠી એક વાસણ (vessels) સમાન છે જેમાં સુક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવકોષોનો ઉપયોગ કરીને કાચા સામાન (raw material)ને જૈવસ્વરૂપે વિશિષ્ટ નીપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નીપજ મેળવવા માટે જૈવભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. જે માટે (તાપમાન, pH, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઑક્સિજન) ઈષ્તમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે.

        સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટિરિંગ પ્રકારનું છે જેને નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે.

મિશ્રક (stirred) ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા જેનું તળિયું વળેલું હોય છે જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઑક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે, રિએક્ટરમાં એક આંદોલક (agitator) તંત્ર, ઑક્સિજન વિતરણ તંત્ર, ફીણ-નિયંત્રણ તંત્ર, તાપમાન-નિયંત્રણ તંત્ર, pH નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર (sampling ports) આવેલા છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે.


પ્રતિકૃતિ બનાવતા વાહકોમાં ક્લોનિંગ જગ્યાઓ” (Cloning Sites) સમજાવો.

Hide | Show

જવાબ :

વિદેશી DNA ને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણાબધા ટુકડા થઈ જશે જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. ઉપરની આકૃતિ.

        વિદેશી DNAનું જોડાણ (ligation) એ બંને પ્રતિજૈવિક અવરોધક (antibiotic resistance) જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમે વિદેશી DNAને વાહક pBR322માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીનના Bam H I સ્થાને જોડી શકો છો.

        પુનઃસંયોજિત પ્લાસ્મિડ પરજાત DNA દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજન પામતાં ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન (plating) દ્વારા પુનઃસંયોજિત ન પામતાં ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. એમ્પિસિલિનયુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળાં રૂપાંતરણો (પરિવર્તનીય ઘટકો)ને હવે ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહિ.


રિસ્ટ્રીશન ઉત્સેચકો (Restriction Enzymes) અને તેનું નામકરણ સમજાવો.

Hide | Show

જવાબ : વર્ષ 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે, જે ઈ. કોલાઇમાં બેક્ટેરિયોફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક DNAમાં મિથાઈલ સમૂહને ઉમેરે છે જ્યારે બીજો DNAને કાપે છે. પછીથી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ કહેવામાં આવ્યો.

        પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ Hind-II જેનુ કાર્ય DNA ન્યુક્લિઓટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે, તે પાંચ વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે, Hind-II હંમેશાં DNA અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં છ બેઈઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. આ ચોક્કસ બેઇઝક્રમ Hind-IIના ઓળખક્રમ તરીકે જાણીતો છે.

        Hind-II સિવાય આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે જે બેક્ટેરિયાની 230થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક અલગ-અલગ ઓળખક્રમોને ઓળખે છે.

        આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરાનુસાર, નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી જ્યારે બીજા બે અક્ષરો આદિકોષકેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે કે, જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ : Eco RI, ઈશ્ચેરેશિયા કોલાઈ (Escherichia coli) RY 13માંથી આવ્યો છે. તેમાં Eco RIમાં અક્ષર ‘R’ જાતના નામ પરથી લેવામાં આવેલ છે. નામ પછીનો રોમન અંક બેક્ટેરિયાની જે-તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે.


ન્યુક્લિએઝ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએઝિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. તે બે પ્રકારના હોય છે : એક્સોન્યુક્લિએઝ અને એન્ડોન્યુક્લિએઝ. એક્સોન્યુક્લિએઝ DNAના છેડા પરથી ન્યુક્લિઓટાઇડ્સને દૂર કરે છે, જ્યારે એન્ડોન્યુક્લિએઝ DNAની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.

        પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ DNAની શંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે DNA સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા-ફૉસ્ફેટ આધારસ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે (આકૃતિ નીચે મુજબ).

પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ DNAમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ(palindromic nucleotide sequence)ને ઓળખે છે.

        પેલિન્ડ્રોમ એ શબ્દોનો સમૂહ છે જેને આગળ-પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય છે. ઉદાહરણ : 'મલયાલમ' DNAમાં પેલિન્ડ્રોમ બેઇઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે DNAની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એકસરખા વાંચી શકાય છે. ઉદાહરણ : આપેલ ક્રમને 5’3’ દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એકસરખા વાંચી શકાય. જો તેને 3’5’ દિશામાં વાંચવામાં આવે તોપણ તે સાચું પડે છે.

5'------- GAATTC ------3'

3'------- CTTAAG ------5’

        રિસ્ટ્રિક્શન ઉત્સેચક DNA શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઈઝની વચ્ચેથી કાપે છે જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. આથી બેવડા કુતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. આવા ટૂંકા એક શૃંખલામય લટકતા નાના ભાગને ચીપકું છેડો કહે છે. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે, તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઈડ્રોજન બંધ બનાવે છે. છેડાઓનું આ ચીપકાપણું(stickyness) ઉત્સેચક DNA લાયગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે.

        રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ જનીન ઇજનેરીવિદ્યામાં પુનઃસંયોજિત DNA અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્રોતો/જનીન સંકુલ (genomes)માંથી પ્રાપ્ત થતા DNA ભેગા થઈને બનેલ હોય છે.

        એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા DNAના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા (sticky end) હોય છે અને તેને DNA લાયગેઝની મદદથી એકબીજા સાથે (છેડાથી છેડા-end to end) જોડી શકાય છે.

        સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્રોત DNAને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી.


DNA ખંડોના પૃથક્કરણ અને અલગીકરણ માટેની રીત જણાવો.

Hide | Show

જવાબ : રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા DNAને કાપવાના પરિણામ સ્વરૂપે DNAના ટુકડા થઈ જાય છે. આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રૉફોરેસિસ (gel electrophoresis) તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે. કેમકે DNA ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોય છે જેથી તેઓને માધ્યમ/આધારકમાં વિદ્યુતક્ષેત્રની મદદથી ધન વિદ્યુતધ્રુવ (anode)ની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે. આજકાલ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતું માધ્યમ એગેરોઝ છે. તે દરિયાઈ નિંદણ (see weeds)માંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલીમર છે. એગેરોઝ જેલની ચાળણી જેવી અસરથી DNAના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આમ, તેના ટુકડાનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસશે. નીચેની આકૃતિમાં જુઓ અને અનુમાન લગાવો કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું હતું.

અલગીકૃત DNAના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે જ્યારે આ DNAને ઇથીડિયમ બ્રોમાઈડ (ethidium bromide) નામના સંયોજન વડે અભિરંજિત કરીને UV કિરણો દ્વારા નિરાચ્છાદન(exposed) કરવામાં આવે (તમે શુદ્ધ DNAના ટુકડાઓને દૃશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી). ઈથીડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર UV પ્રકાશ પાડતાં DNAના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તમે જોઈ શકો છો (ઉપરની આકૃતિ).

        DNAના પટ્ટાઓને એગેરોઝ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન(elution) કહે છે. આ રીતે શુદ્ધ કરવામાં આવેલ DNAના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રિકોમ્બિનન્ટ DNAના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે.


નીચે આપેલનું સંક્ષિપ્તમાં વર્ણન કરો:

(a) સ્વયંજનનની ઉત્પતિ

(b) બાયોરિએક્ટર

(c) અનુપ્રવાહિત પ્રક્રિયા

Hide | Show

જવાબ : (a) સ્વયંજનનની ઉત્પતિ[Origin of Replicationo(ori)]: આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ DNAનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. આ ક્રમ, જોડાયેલ DNA (સંકલિત DNA)ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય DNAની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ (origin) ખૂબજ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય.

(b) બાયોરિએક્ટર:

        ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નીપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવભઠ્ઠી(bioreactor)ના વિકાસની આવશ્યકતા હોય છે કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં (100-1000 લિટર) ઉપયોગ કરી શકાય. આ રીતે જૈવભઠ્ઠી એક વાસણ (vessels) સમાન છે જેમાં સુક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવકોષોનો ઉપયોગ કરીને કાચા સામાન (raw material)ને જૈવસ્વરૂપે વિશિષ્ટ નીપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નીપજ મેળવવા માટે જૈવભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. જે માટે (તાપમાન, pH, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઑક્સિજન) ઈષ્તમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે.

        સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટિરિંગ પ્રકારનું છે જેને નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે.મિશ્રક (stirred) ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા જેનું તળિયું વળેલું હોય છે જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઑક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે, રિએક્ટરમાં એક આંદોલક (agitator) તંત્ર, ઑક્સિજન વિતરણ તંત્ર, ફીણ-નિયંત્રણ તંત્ર, તાપમાન-નિયંત્રણ તંત્ર, pH નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર (sampling ports) આવેલા છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે.

(c) અનુપ્રવાહિત પ્રક્રિયા:

        જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નીપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નીપજોની અલગીકરણ અને શુદ્ધીકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે.

        નીપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નીપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી (પરીક્ષણ) પ્રત્યેક નીપજો માટે અલગ-અલગ હોય છે.


સંક્ષિપ્તમાં સમજાવો:

(a) PCR

(b) રિસ્ટ્રીક્શન ઉત્સેચકો અને DNA

(c) કાઈટિનેઝ

Hide | Show

જવાબ : (a) PCR :

        PCRનો અર્થ પોલિમરેઝ ચેઈન રિએક્શન (Polymerase Chain Reaction) છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ (નાનાં રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે DNA વિસ્તારના પૂરક હોય) અને DNA પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઈન વિટ્રો (In vitro) ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન (કે DNA)ની ઘણીબધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. આ DNA પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા DNA(genomic DNA)ને ટેમ્પલેટ (બીબા કે ફરમા) સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડસનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો DNAની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો DNAના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે.

        થરમોસ્ટેબલ DNA પોલિમરેઝ (થર્મસ એક્વેટિક્સ- Thermus aquaticus બેંક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ) ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે, જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય DNA ના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ.

(b) રિસ્ટ્રીક્શન ઉત્સેચકો અને DNA:

        રિસ્ટ્રીક્શન ઉન્સેચકો એ પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીનું અગત્યનું સાધન છે. રિસ્ટ્રીકશન ઉત્સચકો એ DNA પર ચોક્કસ સાથે કાપણી કરે છે. મુખ્ય બે પ્રકારના રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકો છે: એન્ડોન્યૂક્લિએઝ અને એક્ઝોન્ય્ક્લિએઝ

        એકઝોન્યુક્લિએઝ એ DNAમાં ચીપ છેડા ઉત્પન્ન કરે છે.જ્યારે એક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચકો DNA પરના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે અને બુઠ્ઠા છેડા ઉત્પન્ન કરે છે.

(c) કાઈટિનેઝ:

        કાઈટિનેઝ એ ઉત્સેચક છે જે ફૂગની કોષદીવાલને તોડવા માટે વપરાય છે. તેના પરિણામે DNA અને બીજી મહાઅણુઓ કોષઆમાંથી બહાર આવે છે.


PCR વિશે ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : PCRનો અર્થ પોલિમરેઝ ચેઈન રિએક્શન (Polymerase Chain Reaction) છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ (નાનાં રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે DNA વિસ્તારના પૂરક હોય) અને DNA પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઈન વિટ્રો (In vitro) ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન (કે DNA)ની ઘણીબધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. આ DNA પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા DNA(genomic DNA)ને ટેમ્પલેટ (બીબા કે ફરમા) સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડસનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો DNAની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો DNAના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે.

થરમોસ્ટેબલ DNA પોલિમરેઝ (થર્મસ એક્વેટિક્સ- Thermus aquaticus બેંક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ) ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે, જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય DNA ના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ.


PCR ના ઉપયોગની રૂચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન કેવી રીતે થાય છે તે સમજાવો.

Hide | Show

જવાબ : PCRનો અર્થ પોલિમરેઝ ચેઈન રિએક્શન (Polymerase Chain Reaction) છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ (નાનાં રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે DNA વિસ્તારના પૂરક હોય) અને DNA પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઈન વિટ્રો (In vitro) ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન (કે DNA)ની ઘણીબધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. આ DNA પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા DNA(genomic DNA)ને ટેમ્પલેટ (બીબા કે ફરમા) સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડસનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો DNAની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો DNAના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે.

થરમોસ્ટેબલ DNA પોલિમરેઝ (થર્મસ એક્વેટિક્સ- Thermus aquaticus બેંક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ) ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે, જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય DNA ના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ.


શું તમે 10 પુન:સંયોજિત (રિકોમ્બિનન્ટ) પ્રોટિનની યાદી બનાવી શકો છો કે જેનો ચિકિત્સકિય પ્રણાલીમાં ઉપયોગ થતો હોય? તપાસ કરો કે તે ચિકિત્સકીય રીતે ક્યાં ઉપયોગમાં લેવાય છે? (ઈન્ટરનેટનો ઉપયોગ કરો).

Hide | Show

જવાબ :

  1. ઇન્સ્યુલિન
ડાયાબિટીસની સારવારમાં

  1. ફેક્ટર-8
હિમોફિલીયા Aની સારવાર માટે

  1. ફેક્ટર-9
હિમોફિલીયા Bની સારવાર માટે

  1. ઇન્ટરફેરોનસ
કેન્સર, AIDS અને વાઇરસજન્ય રોગોમાં

  1. OKT-3
મૂત્રપિંડના પ્રત્યારોપણના સમય

  1. DNAse-I
સીસ્ટીક ફાઈબ્રોસીસમાં

  1. બોવાઇન વૃદ્ધિપ્રેરક અંત:સ્ત્રાવ
દૂઘ ઉત્પાદનમાં

  1. હીપેટાઇટીસ-B સપાટીય એન્ટિજન
હીપેટાઈટીસની રસી માટે

  1. ઇન્ટરલ્યુકિન્સ
વિવિધ પ્રકારના કેન્સરની સારવારમાં

  1. એન્ટિ થ્રોમ્બિન-3
હૃદયરોગ ધરાવતી વ્યક્તિમાં ક્લોટની ચકાસણી માટે


રિસ્ટ્રીશન ઉત્સેચકો કે જેઓ પ્રક્રિયક DNA પર કાર્ય કરતા હોય, જ્યાંથી તે DNA પર કાપ મૂકતા હોય તે સ્થાન અને તેમાંથી ઉત્પાદિત નીપજોને દર્શાવતો હોય તેવો એક રેખાકૃતિવાળો ચાર્ટ બનાવો.

Hide | Show

જવાબ :


જૈવભઠ્ઠીની રચના સમજાવો. તમારી પ્રયોગશાળાના અને જૈવભઠ્ઠીમાં વપરાતા ફ્લાસ્ક (સાંકડા મોંઢાની બાટલી) વચ્ચેનો તફાવત દર્શાવો.

Hide | Show

જવાબ :

નીપજોના મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે જૈવભઠ્ઠીનો વિશાળ ફલક પર ઉપયોગ કરી શકાય છે.

જૈવભઠ્ઠીએ ઇચ્છિત નીપજ મેળવવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે.

તફાવત:

સાદી જૈવભઠ્ઠીએ સામાન્ય રોતે નાળાકાર હોય છે, જેમાં ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધનનો ઉપયોગ કરી શકાય છે.

તે તાપમાન, pH, ક્ષાર, વિટામિન અને ઓક્સિજનની ઇટતમ વૃદ્ધિ માટે પરિસ્થિતિ પૂરી પાડે છે.

નાના પાયે સંવર્ધન કરવા માટે પ્રયોગશાળામાં નાના ફલાસ્કનો ઉપયોગ કરવામાં આવે છે.

જયારે ઔદ્યોગિક ક્ષેત્રે અને મોટા પાયે સંવર્ધન કરવા

જૈવભઠ્ઠીનો ઉપયોગ થાય છે.


PCR ની આકૃતિમાં A, B અને C ને ઓળખો.

Hide | Show

જવાબ :

PCRનો અર્થ પોલિમરેઝ ચેઈન રિએક્શન (Polymerase Chain Reaction) છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ (નાનાં રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિઓટાઇડ જે DNA વિસ્તારના પૂરક હોય) અને DNA પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઈન વિટ્રો (In vitro) ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન (કે DNA)ની ઘણીબધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે.

        DNA પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા DNA (genomic DNA) ને ટેમ્પલેટ (બીબા કે ફરમા) સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિઓટાઇડસનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે.

        DNAની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો DNAના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે.

        થરમોસ્ટેબલ DNA પોલિમરેઝ (થર્મસ એક્વેટિક્સ- Thermus aquaticus બેંક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ) ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે.

        જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય DNA ના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

બાયૉટેક્નોલૉજી: સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.