GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ ભરતીયુક્ત વિસ્તારના મહત્વપૂર્ણ પરભક્ષી જણાવો.

Hide | Show

જવાબ : પાઇસેસ્ટર


કોઈ પણ એક સ્પર્ધાનું યોગ્ય ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : દક્ષિણ અમેરિકાના તળાવમાં મુલાકાતી સુરખાબ અને સ્થાનિક માછલી


માનવયકૃત કૃમિ તેના જીવનચકને પૂર્ણ કરવા માટે કયા બે મધ્યસ્થ યજમાનો પર આધાર રાખે છે?

Hide | Show

જવાબ : ગોકળગાય અને માછલી


પરોપજીવીઓ યજમાનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

Hide | Show

જવાબ : યજમાનની ઉત્તરજીવિતતામાં ઘટાડો, વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો અને વસ્તીગીચતામાં ઘટાડો.


બાહ્ય પરોપજીવીનાં ઉદાહરણ જણાવો.

Hide | Show

જવાબ : મનુષ્ય અને જૂઓ, કુતરાઓ પર બગાઇઓ અને સામુદ્રિક માછલી અને કોપેપોડસ


સહભોજિતાનું પરસ્પર ઉતારક્રિયાનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : આંબા અને ઓર્કિંડ


સમુદ્રફૂલ અને ક્લોવન માછલી કઈ આંતરકિયાનું ઉદાહરણ છે?

Hide | Show

જવાબ : સહભોજિતા


સહોપકારિતાનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ફૂગ-લીલ


અંજીર વૃક્ષની ઘણી જાતિઓ ને ભમરીની પરાગવાહક જાતિઓ સાથે મજબૂત સંબંધ કઈ આંતરક્રિયા દર્શાવે છે?

Hide | Show

જવાબ : સહોપકારિતા


માદા ભમરી અંજીર ફળનો ઉપયોગ કઈ ક્રિયા માટે કરે છે?

Hide | Show

જવાબ : અંડનિક્ષેપણ માટે અને બીજનાં ડિંભના પોષણ માટે


કઈ વનસ્પતિ લિંગીકપટનો સહારો પરાગનાન માટે કરે છે?

Hide | Show

જવાબ : ઓર્કિડ


સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોના અભ્યાસને શું કહે છે?

Hide | Show

જવાબ : પરિસ્થિતિવિઘા


ઉષ્ણકટિબંધીય જંગલોના નિર્માણમાં વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વરસાદ કેટલું હોય છે?

Hide | Show

જવાબ : 18 - 25°C અને 150 - 400 cm


જંગલની કઈ વનસ્પતિઓ ભૂસ્તરીય કક્ષાએ પ્રકાશની સ્થિતિનું નિયંત્રણ કરે છે?

Hide | Show

જવાબ : ઊંચાં વૃક્ષો


જો જંગલમાં સારી રીતે ઊગતા છોડને જંગલની બહાર ઉદ્યાનમાં ઉગાડવામાં આવે તો શું થશે?

Hide | Show

જવાબ : તે જીવિત ન રહે કારણ કે તેની સૂક્ષ્મ આબોહવામાં પરિવર્તન થાય છે.


જો એક માધ્યમમાં 50 પેરામિશિયમ છે. તે એક ક્લાક પછી વધીને 150 થાય છે, તો તેની વસ્તીનો વૃદ્ધિદર કેટલો ગણાય ?

Hide | Show

જવાબ : 100 પ્રતિ ક્લાક


જો એક માધ્યમમાં 50 પેરામિશિયમ છે. તે એક ક્લાક પછી વધીને 150 થાય છે, તો વસ્તી માટે વૃદ્ધિ ટકાવારી કે જન્મદર પ્રત્યેક સજીવે પ્રત્યેક કલાકે કેટલો હશે ?

Hide | Show

જવાબ : 200


એક વસ્તીમાં વયોવૃદ્ધ વ્યક્તિઓ કરતાં તરુણ વ્યક્તિઓનું પ્રમાણ તુલનાત્મક રીતે વધારે છે, તો કેટલાંક વર્ષો પછી વસ્તીની સ્થિતિમાં શો ફેરફાર હશે ?

Hide | Show

જવાબ : તેમાં વધારો થશે.


જે સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદા સહન કરી વૃદ્ધિ પામે છે તેને શું કહેવાય?

Hide | Show

જવાબ : યુરીથર્મલ


ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે ?

Hide | Show

જવાબ : રાજસ્થાન


જે સજીવો તાપમાનની ઓછી મર્યાદા સહન કરી શકે તેને શું કહેવાય?

Hide | Show

જવાબ : સ્ટીનોથર્મલ


જે સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તેને શું કહેવાય છે ?

Hide | Show

જવાબ : યુરીથર્મલ


વનસ્પતિને ખોરાક માટે ઊર્જાના સ્ત્રોત સ્વરૂપે શું ઉપલબ્ધ હોવું જરૂરી છે?

Hide | Show

જવાબ : પ્રકાશ


સમુદ્રમાં ક્ષારોની સાંદ્રતા કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 30-35 %


જે સજીવો ક્ષારતાની ઓછી ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તેને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : સ્ટીનોથર્મલ


ખારા પાણીમાં ક્ષારોની સાંદ્રતા કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 100 % થી વધારે


વનસ્પતિઓ કઈ પ્રક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે ?

Hide | Show

જવાબ : પ્રકાશસંશ્લેષણ


ક્ષારોની સાંદ્રતા અંતઃસ્થલીય જળમાં કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 5% કરતા ઓછી


એવી કઈ વનસ્પતિ છે કે જે પોતાના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પતિ કરે છે ?

Hide | Show

જવાબ : વાંસ


ફાફડાથોર જેવી વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણનું કાર્ય શેનાં દ્વારા પૂર્ણ થાય છે ?

Hide | Show

જવાબ : ચપટા પ્રકાંડ


1981માં ભારતમાં માનવવસ્તી માટે rનું મૂલ્ય કેટલું હતું ?

Hide | Show

જવાબ : 0.0205


લોટમાં પડતી રાતી જીવતો માટે r કેટલો હોય છે ?

Hide | Show

જવાબ : 0.12


નોર્વેના ઉંદરો માટે r (પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર) કેટલો હોય છે ?

Hide | Show

જવાબ : 0.0015


સાલ્મન માછલી કયા મહાસાગરમાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પ્રશાંત


એવી કઈ માછલી છે જ પોતાનાં જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પતિ કરે છે ?

Hide | Show

જવાબ : સાલ્મન


સજીવોની એકબીજાં સાથેની કઈ પારસ્પરિક ક્રિયાઓમાં બંન્ને જાતિઓને લાભ થાય છે ?

Hide | Show

જવાબ : સહોપકારિતા


સજીવોની એકબીજાં સાથેની કઈ પારસ્પરિક ક્રિયાઓમાં બંન્ને જાતિઓને નુકસાન થાય છે ?

Hide | Show

જવાબ : સ્પર્ધા


સજીવોની પરસ્પરની કઈ આંતરક્રિયાઓમાં બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે ?

Hide | Show

જવાબ : પરોપજીવન અને પરભક્ષણ


ફાફડાથોર ખાનાર પરભક્ષી કોણ છે ?

Hide | Show

જવાબ : ફૂદું


સજીવોની એવી કઈ પરસ્પરની આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય અને બીજીને લાભ કે હાની થતી નથી ?

Hide | Show

જવાબ : સહભોજીતા


સમુદ્રફૂલ વચ્ચે કઈ માછલી રહે છે ?

Hide | Show

જવાબ : ક્લોવન


આંબો અને વ્હેલ એ કોનું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : સહભોજિતા


કયુ બાહ્યપરોપજીવી કુતરા જેવા પ્રાણીઓ પર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : બગાઈ


નર મધમાખી ઓકિંડ સાથે કઈ ક્રિયા કરી પરાગનયન કરે છે ?

Hide | Show

જવાબ : ફૂટમૈથુન


કઈ વનસ્પતિ પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે વિકસિત થઇ છે એમ કહી શકાય ?

Hide | Show

જવાબ : ઓર્કિડ


કયા લુક્ષ સાથે ભમરીઓ અંડનિક્ષેપણ કરે છે ?

Hide | Show

જવાબ : અંજીર


ફૂગ અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચેના સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

Hide | Show

જવાબ : લાઈકેન


ભૂમધ્યસામુદ્રિક ઓર્કિંડ પરાગનય માટે કોને આકર્ષિત કરે છે ?

Hide | Show

જવાબ : મધમાખી


ભૂમધ્યસામુદ્રિક ઓર્કિંડ પરાગનય માટે કઈ ક્રિયાનો સહારો લે છે ?

Hide | Show

જવાબ : લિંગીકપટ


સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે.

Hide | Show

જવાબ : પરિસ્થિતિવિદ્યા


કયા વૈજ્ઞાનિકે પરિસ્થિતિવિધાની વ્યાખ્યા આપી?

Hide | Show

જવાબ : ઓડમ


કયા પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો છે?

Hide | Show

જવાબ : પ્રકાશ અને તાપમાન


કયા વિસ્તારો તરફ તાપમાન ઉતરોત્તર ઘટતું જાય છે?

Hide | Show

જવાબ : વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ અને મેદાન વિસ્તારથી પર્વતશિખરો તરફ.


કઈ માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે?

Hide | Show

જવાબ : ટુના


કેટલાક સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે તેઓને .......... કહેવાય.

Hide | Show

જવાબ : યુરીથર્મલ


જે પ્રાણીઓ તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત રહે છે તેઓને ....... કહે છે.

Hide | Show

જવાબ : સ્ટીનોથર્મલ


કોના આધારે ભૂમિની અંત:સ્ત્રાવણક્ષમતા તથા જલગ્રહણક્ષમતા નક્કી થાય છે?

Hide | Show

જવાબ : કણોનું કદ, ભૂમિરચના અને કણોનું સામુહીકરણ


શિયાળામાં રાજસ્થાનમાં કયું સ્થળ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિરતારોમાંથી આવતાં હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ છે?

Hide | Show

જવાબ : કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર


ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વ્યય ઘટાડવા કર્યું અનુકૂલન ધરાવે છે?

Hide | Show

જવાબ : ટૂંકા ઉપાંગો અને ટૂંકા કાન


સીલ જેવા જલીય સસ્તનો ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કયું અનુકૂલન ધરાવે છે?

Hide | Show

જવાબ : ત્વચા નીચે ચરબીનું જાડું થર


એક તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા તો વસ્તીનો જન્મદર?

Hide | Show

જવાબ : 0.4


પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 ફળમાખી સમયાંતરે અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે તો વસ્તીનો મૃત્યુદર?

Hide | Show

જવાબ : 0.1


રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાધ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી કોના આધારે થાય છે?

Hide | Show

જવાબ : પગલાંની નિશાની અને મળની ગુટિકાઓ


કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદએ સ્થિર માપદંડ નથીતે કયાં પરિબળોના આધારે બદલાય છે?

Hide | Show

જવાબ : આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન


કઈ પ્રક્રિયા વસ્તીનીયતામાં વધારો કરવામાં ફાળો આપે છે?

Hide | Show

જવાબ : જન્મદર અને સ્થળાંતરણ


કઈ પ્રક્રિયા વસ્તીગીચતામાં ઘટાડો કરવામાં ફાળો આપે છે?

Hide | Show

જવાબ : જન્મદર અને બહિસ્થળાંતર


ઉત્તુંગ બીમારીમાં કયાં લક્ષણ જોવા મળે છે?

Hide | Show

જવાબ : ઉબકા, હૃદયના ધબકારા વધવા અને થકાવટ


વસ્તીગીચતાને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે?

Hide | Show

જવાબ : જન્મદર અને મૃત્યુદર


1981માં ભારતમાં માનવવસ્તી માટે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કેટલો હતો?

Hide | Show

જવાબ : 0.0205


લોટમાં પડતી રાતી જીવાત માટે ‘r’ નું મૂલ્ય કેટલું છે?

Hide | Show

જવાબ : 0.12


કયા સજીવો પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે?

Hide | Show

જવાબ : સાલ્મન માછલી અને વાંસ


ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ વચ્ચે જોવા મળતું સંગઠન........ છે.

Hide | Show

જવાબ : સહોપકારિતા


સંભાવ્ય વૃદ્ધિ કયારે જોવા મળે છે?

Hide | Show

જવાબ : સ્થિર વહન ક્ષમતામાં


વસ્તીનું વયવિતરણ કયાં લક્ષણોને આધારે થાય છે?

Hide | Show

જવાબ : મૃત્યુદર, વસ્તીવૃદ્ધિ અને જન્મદર


લાઇકેન્સ કઈ આંતરક્રિયા દર્શાવે છે?

Hide | Show

જવાબ : સહોપકારિતા


પાઇસેસ્ટર કયા સમુદ્રની અગત્યની પરભક્ષી છે?

Hide | Show

જવાબ : અમેરિકાના પ્રશાંત મહાસાગરની


સહભોજિતાનું એક ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ઓર્કિંડ-આંબો, બગલા-ચારણ કરતાં પશુઓ અને હેલ-બાર્ને કલ


સ્પર્ધા તીવ્ર ક્યારે હોય?

Hide | Show

જવાબ : એક જ જાતિના સભ્યો વચ્ચે


પર્ણ ઉપર જાડું ક્યુટિકલ એ શેનું અનુકૂલન છે?

Hide | Show

જવાબ : શુક પર્યાવરણ


મનુષ્યના આંતરડામાં રહેલા કોઈ પણ બે સૂક્ષ્મજીવો ના વૈજ્ઞાનિક નામ આપો.

Hide | Show

જવાબ : (1) ઈશ્વેરેશિયા કોલાઈ (2) લેક્ટોએસીલસ


કઈ વનસ્પતિ ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે?

Hide | Show

જવાબ : આકડો


પરોપજીવીઓના અનુકૂલનો માટે શું જરૂરી છે?

Hide | Show

જવાબ : બિનજરૂરી સંવેદી અંગો ગુમાવવા, ચૂષકોની હાજરી અને પાચનતંત્રનો લોપ


વસ્તી ઘટાડો કરવામાં કયું પરિબળ ફાળો આપે છે?

Hide | Show

જવાબ : મૃત્યુદર


રણપ્રદેશની વનસ્પતિમાં કયો વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી જોવા મળે છે?

Hide | Show

જવાબ : CAM


અંતઃસ્થલીય જળમાં ક્ષારોની સાંદ્રતા કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 5 % થી ઓછી


પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?

Hide | Show

જવાબ : પારસ્પરિકતા


વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં આપણને ઉતંગતા બીમારીનો અનુભવ થાય છે જે ......... ને કારણે છે.

Hide | Show

જવાબ : નીચું વાતાવરણીય દબાણ


જે સજીવો તાપમાનની વધુ ક્ષેત્રમર્યાદા સહન કરે તેને........કહે છે.

Hide | Show

જવાબ : યુરીથર્મલ


ઓટઇકોલોજી શબ્દ શેના માટે યથાર્થ છે?

Hide | Show

જવાબ : સજીવનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ


ઇકોટોન (Ecotone) એટલે શું?

Hide | Show

જવાબ : બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ


જૈવ-પરિઆવરણ એટલે શું ?

Hide | Show

જવાબ : પૃથ્વી પર આવેલા બધા સજીવો જેઓ તેમના ભૌતિક પરિઆવરણ સાથે પારસ્પરિકતા દર્શાવે છે.


પરિસ્થિકીય વસવાટ (niche) એટલે શું ?

Hide | Show

જવાબ : સમાજમાં જાતિની કાર્યકારી ભૂમિકા અને ભૌતિકસ્થિતિ


એલનના નિયમ પ્રમાણે, શીત હવામાનમાં આવેલાં સસ્તનો કેવા હોય છે ?

Hide | Show

જવાબ : ટૂંકા કાન અને ટૂંકાં ઉપાંગો ધરાવે છે.


દરિયાની ક્ષારતા(ક્ષાર સંકેન્દ્રણ)નું માપન હજારના એક ભાગ (parts per thousands) પ્રમાણે કેટલું છે ?

Hide | Show

જવાબ : 30 - 35


આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાં વાઘની વસ્તી ગણતરી માટેના માપદંડો કેવા છે?

Hide | Show

જવાબ : પંજાના ચિહ્નો અને મળની ગુટિકાઓ


આપેલ વસવાટમાં વસ્તી ઘનતા ઘટવા માટે શું આવશ્યક છે ?

Hide | Show

જવાબ : મૃત્યુદર અને બર્હિસ્થળાંતર


એક પ્રજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન પામે છે. તો છ (6) પેઢી પછી તે વસ્તીમાં પ્રજીવની સંખ્યા કેટલી હશે ?

Hide | Show

જવાબ : 64


2005ના વર્ષ દરમિયાન, દેશમાં વસતાં 14 મિલિયન લોકો પૈકી 0.028 જન્મ્યા અને 0.008 મૃત્યુ પામ્યા. વસ્તી વધારાનાં સમીકરણનો ઉપયોગ કરીને 2015 માં કેટલા લોકો હશે તેની ધારણા કઈ હોઈ શકે ?

Hide | Show

જવાબ : 17 મિલિયન


એમેન્સાલિઝમ(પ્રતિ જૈવિકતા)માં બે જાતિઓ વચ્ચે શું જોવા મળે છે ?

Hide | Show

જવાબ : એક જાતિને નુકસાન થાય અને બીજી જાતિને કોઈ ફરક ન પડે.


કોના વચ્ચેનું સહવાસ લાઇકેન દર્શાવે છે?

Hide | Show

જવાબ : ફૂગ અને લીલ


કયુ એક અંશતઃ મૂળ પરોપજીવી છે?

Hide | Show

જવાબ : ચંદનનું વૃક્ષ


કયો સજીવ જીવનકાળમાં એક જ વખત લિંગીપ્રજનન દર્શાવે છે ?

Hide | Show

જવાબ : કેળ


કયુ પતંગિયું પોતાના પરભક્ષી માટે ખૂબ જ અરુચીકર છે ?

Hide | Show

જવાબ : મોનાર્ક


માનવયકૃત કૃમિ તેનાં જીવનચક્રને પૂર્ણ કરવા કોનાં પર આધાર રાખે છે ?

Hide | Show

જવાબ : ગોકળગાય અને માછલી


કુલ કીટકોના લગભગ કેટલા ટકા કીટકો વનસ્પતિભક્ષી છે ?

Hide | Show

જવાબ : 25%


સજીવોની એવી કઈ પરસ્પરની આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય અને બીજી જાતિ અપ્રભાવિત રહે છે?

Hide | Show

જવાબ : સહભોજીતા


સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો છે ?

Hide | Show

જવાબ : ગોસ


અમેરિકાના પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં કઈ પરભક્ષી માછલી જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પાઈસેસ્ટર


કઈ વનસ્પતિ ગ્લાયકોસાઈડ નામનું અત્યંત ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?

Hide | Show

જવાબ : આકડો


પરભક્ષણ, પરોપજીવન અને સહભોજીતા આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા શી છે ?

Hide | Show

જવાબ : આ જાતિઓ નજીકથી એકસાથે રહે છે.


આમાંથી કઈ માછલી રંગ બદલે છે?

Hide | Show

જવાબ : ક્લોવન


બગલાં અને ચારણ કરતાં પશુઓ એ શેનું ઉત્તમ ઉદાહરણ છે?

Hide | Show

જવાબ : સહભોજીતા


કઈ પરોપજીવી વનસ્પતિ સામાન્યતઃ વાડમાં ઊગતી વનસ્પતિ પર વૃદ્ધિ કરે છે ?

Hide | Show

જવાબ : અમરવેલ


વ્હેલની પીઠ પર કયુ પરરોહી વસવાટ કરે છે ?

Hide | Show

જવાબ : બાર્નકલ


આમાંથી કયુ બાહ્યપરોપજીવી મનુષ્ય પર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : જૂ


આંબા પર પરરોહી તરીકે કઈ વનસ્પતિ ઊગે છે ?

Hide | Show

જવાબ : ઓર્કિંડ


કયુ સમુદ્રી જીવ ડંખી સૂત્રાંગો ધરાવે છે?

Hide | Show

જવાબ : સમુદ્રફૂલ


યુરિથર્મલ સજીવો કોનો કહે છે?

Hide | Show

જવાબ : થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. (તેઓને યુરીથર્મલ કે પૃથુતાપી કહેવાય છે.)


જાતિઓનું ભૌગૌલિક વિતરણ શેના પર નિર્ભર કરે છે ?

Hide | Show

જવાબ : વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે.


પાણી ના વિવિધ સ્ત્રોતોમાં ક્ષારોની સંદ્રતાનું પ્રમાણ જણાવો.

Hide | Show

જવાબ : ક્ષારોની સાંદ્રતા (પ્રતિ હજારમા ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપન) અંતઃસ્થલીય જળમાં 5 % કરતાં ઓછી, સમુદ્રમાં 30 થી 35 % તથા અતિક્ષારીય ખારા પાણીનાં સરોવરોમાં તે 100 % થી પણ વધારે હોય છે.


પ્રાણીઓ માટે પ્રકાશ કઈ રીતે મહત્વપૂર્ણ છે?

Hide | Show

જવાબ : ઘણાં પ્રાણીઓ માટે પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના ચારા (આહાર) ની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.


વર્ણપટના કયા કિરણો સજીવો માટે હાનિકારક છે?

Hide | Show

જવાબ : સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી ધટક, ઘણા સજીવો માટે નુકસાનકારક છે.


ભૂમિની અંત:સ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા કોણ નક્કી કરે છે?

Hide | Show

જવાબ : ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિરચના, કણોનું કદ અને કણોનું સામૂહીકરણ એ ભૂમિની અંત:સ્રવણ ક્ષમતા તથા જલગ્રહણક્ષમતા નક્કી કરે છે.


શિયાળામાં મનુષ્યના શરીરના તાપમાનનું નિયમન કઈ રીતે થાય છે?

Hide | Show

જવાબ : શિયાળામાં, જયારે પર્યાવરણનું તાપમાન 37° સે કરતાં ખૂબ જ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી.


અનુકુલિત સજીવો કોને કહે છે?

Hide | Show

જવાબ : જલીય પ્રાણીઓમાં, દેહજળની આકૃતિ સાંદ્રતા જે તેમની ફરતે આવેલ પરિસરના પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે.


રાજસ્થાનનમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે?

Hide | Show

જવાબ : દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર એ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતાં હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે.


પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા ફૂગ શેનું સર્જન કરે છે?

Hide | Show

જવાબ : મુલતવી રાખવું બેક્ટરિયા, ફૂગ તથા નિમ્નકક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દીવાલવાળા બીજાણુંઓનું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતા તેઓ અંકુરિત થઈ જાય છે.


કાંગારુ ઉંદર પાણીની જરૂરિયાત દરમિયાન કેવું અનુકુલન દર્શાવે છે ?

Hide | Show

જવાબ : પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો છે. તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી તે ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે.


ફાકડાથોરમાં કેવું અનુકૂલન જોવા મળે છે?

Hide | Show

જવાબ : કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે. પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.


સીલમાં જોવા મળતું અનુકુલન જણાવો.

Hide | Show

જવાબ : ધ્રુવીય સમૂહોમાં સીલ જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર (blubber દરિયાઈ પ્રાણીજ ચરબી) ધરાવે છે જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કામ આવે છે.


ઉતુંગતા બીમારીનું કારણો જણાવો.

Hide | Show

જવાબ : આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઓકિસજન મળતો નથી.


શરીર ઉતુંગતા બીમારીનું સમાધાન કઇ રીતે કરે છે?

Hide | Show

જવાબ : શરીર લાલ રુધિરકોષો (રક્ત કણો) નું ઉત્પાદન વધારીને, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે.


ગરમ પાણી ના ઝરામાં ક્યાં બેક્ટેરિયા જોવા મળે છે.

Hide | Show

જવાબ : આર્કિબેક્ટેરિયા એ ગરમ પાણી ના ઝરામાં જોવા મળે છે.


વય પિરામિડ કોને કહે છે?

Hide | Show

જવાબ : જો વસ્તી માટે વવવિતરણ (આપેલ વય અથવા વયજૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી) ની રૂપરેખા દોરવામાં આવે છે, તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ કહેવાય છે.


કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ કયા પરિબળો પર આધાર રાખે છે?

Hide | Show

જવાબ : કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી, તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે.


S આકારનો વક્ર ક્યારે મળે છે?

Hide | Show

જવાબ : કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ-અવસ્થા દર્શાવે છે, ત્યારબાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ-અવસ્થા તથા મંદ વૃદ્ધિ-અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોચી જાય છે ત્યારે વસતીગીચતા (N) ને સમય (t) ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્મોઈડ – S આકારનો વક્ર મળે છે. આ પ્રકારની વસ્તીવૃદ્ધિને વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ કહે છે.


ફક્ત એક જ વાર પ્રજનન દર્શાવતા સજીવોના નામ આપો.

Hide | Show

જવાબ : કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે જેમ કે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ, જયારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. જેમ કે મોટા ભાગનાં પક્ષીઓ અને સસ્તનો.


કઈ આંતરક્રિયામાં બંને જાતિને લાભ થાય છે?

Hide | Show

જવાબ : પરોપજીવન અને પરભક્ષણ બન્નેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે.


સહભોજિતા કોને કહે છે ?

Hide | Show

જવાબ : એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક તૃતિને લાભ થાય છે અને બીજીને ન તો લાભ થાય છે કે ન તો હાનિ, તેને સહભોજિતા કહે છે.


ઓસ્ટ્રેલીયામાં ફાફડાથોરની સમસ્યા કઈ રીત દૂર કરવામાં આવી ?

Hide | Show

જવાબ : ફાફડાથોર ખાનાર પરભક્ષી (એક પ્રકારનું ફૂદું-Moth)ને તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક ફાફડાથોરને નિયંત્રિત કરી શકાયા.


પાઇસેસ્ટર ક્યાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય (ભરતીયુક્ત) વિસ્તારના સમુદાયોમા તારામાછલીઓની એક જાતિ પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે.


સ્પર્ધાને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : સ્પર્ધાને એક એવી પ્રક્રિયારૂપે સારી રોતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરી માં નોંધપાત્ર રીતે ઘટી જાય છે.


પરોપજીવીઓના વિવિધ અનુકૂલનો જણાવો.

Hide | Show

જવાબ : તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે. જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂપકોની હાજરી, પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન-ક્ષમતા.


ટ્રીમેટોડને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા ક્યા બે યજમાન ની જરૂર હોય છે ?

Hide | Show

જવાબ : માનવયકૃત કૃમિ (ટ્રોમેટોડ પરોપજીવી) તેના જીવનચકને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો (ગોકળગાય અને માછલી) પર આધાર રાખે છે.


બાહ પરોપજીવી કોને કહે છે?

Hide | Show

જવાબ : યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહારપૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ ક્હેવાય છે.


અંડપરોપજીવન શું છે?

Hide | Show

જવાબ : પક્ષીઓમાં અંડપરોપજીવન એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડાં સેવવા દે છે.


કવકમૂળ કયાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ સહવાસી છે.


અંજીરમાં પરાગવાહકો તરીકે કોણ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરોની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે.


વ્યાખ્યા આપો : સમસ્થિતિ

Hide | Show

જવાબ : એવી પ્રક્રિયા કે જેમાં સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા પ્રયત્ન કરે છે.


વ્યાખ્યા આપો : બાહ્મઉષ્મી

Hide | Show

જવાબ : આ એવાં પ્રાણીઓ છે કે જેઓ તેમના શરીરનું તાપમાન જાળવી રાખે છે.


વ્યાખ્યા આપો : અંત:ઉષ્મી

Hide | Show

જવાબ : આ એવાં પ્રાણીઓ છે કે જેઓ પર્યાવરણથી સ્વતંત્ર પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે.


વ્યાખ્યા આપો : જન્મદર

Hide | Show

જવાબ : આપેલ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવોની સંખ્યા.


વ્યાખ્યા આપો : મૃત્યુદર

Hide | Show

જવાબ : આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યા.


વ્યાખ્યા આપો : અંત:સ્થળાંતરણ

Hide | Show

જવાબ : એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા કે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી વસવાટમાં ચાલ્યા આવે છે.


વ્યાખ્યા આપો : બહિસ્થળાંતર

Hide | Show

જવાબ : વસ્તીના સજીવોની એ સંખ્યા છે કે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય છે.


વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.

Hide | Show

જવાબ : પ્રકાશ, પવન, પાણી, તાપમાન, જમીન બંધારણ, pH ખનીજતત્વો વગેરે.


નીચેના માટે ઉદાહરણ આપો:

(a) અંતઃઉષ્મીય પ્રાણીઓ (b) બાહ્યઉષ્મીય પ્રાણીઓ (c) પાણીના તળિયે જોવા મળતા સજીવો (નિઃતલસ્થ સજીવો)

Hide | Show

જવાબ : (a) મનુષ્ય સસ્તન) (b) દેડકો (ઉભયજીવી) (c) તારામાછલી


વસ્તી અને સમુદાય વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : વસ્તી: વસ્તી એ ચોક્કસ જાતિઓનો સમૂહ છે જે આંતરપ્રજનન કરે છે. સમુદાય: સમુદાય એ આંતરક્રિયા કરતા સજીવોનો સમૂહ છે. પર્યાવરણના એકસરખા સ્રોતો માટે ભાગીદારી કરે છે.


નીચેનામાંથી કયુ વાક્ય પરોપજીવનને સારી રીતે સમજાવે છે.

(a) ચોક સજીવને લાભ થાય છે.

(b) બંને સજીવોને લાભ થાય છે.

(c) એક સજીવને લાભ થાય છે, બીજું અસર પામતું નથી (અપમાવિત-Not affected).

(d) એક સજીવને લાભ થાય છે, બીજું અસર પામે છે (પ્રભાવિત-Affected).

Hide | Show

જવાબ : એક સજીવને લાભ થાય છે, બીજું અસર પામે છે (પ્રભાવિત-Affected).


સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.

Hide | Show

જવાબ : સ્ટીનોહેલાઇન જાતિઓ એ છે કે જે ક્ષારતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે.


બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે?

Hide | Show

જવાબ : બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને આંતરજાતીય પારસ્પરિક પ્રક્રિયા કહે છે આવી ક્રિયાઓ એક કે બંનેને લાભદાયી, ઇજાદાયી તટસ્થ હોઈ શકે.


સહભોજિતા શું છે?

Hide | Show

જવાબ : સહભોજિતા એ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિ બિનઅસરગ્રસ્ત રહે છે. ઉદાહરણ તરીકે આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઓર્કિડ.


માઇકોરાઇઝા કે ક્વકમૂળ શું છે?

Hide | Show

જવાબ : માઇકોરાઇઝા એ ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ વચ્ચેનું સહજીવન છે.


કઈ સ્થલજ વનસ્પતિ એ દરિયાની વધુ ક્ષારતાને સહન કરી શકે છે?

Hide | Show

જવાબ : લવણોભિદ કે હેલોફાઇટ સ્થલજ વનસ્પતિ એ દરિયાની વધુ ક્ષારતાને સહન કરી શકે છે અને દેહમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.


સમસ્થિતિ શું છે?

Hide | Show

જવાબ : સમસ્થિતિ એવી પ્રક્રિયા છે જેમાં જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કરેલું હોય જે બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.


ગ્રીષ્મનિદ્રા સમજાવો.

Hide | Show

જવાબ : કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળશુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા વિશિષ્ટ નિદ્રામાં ચાલ્યા જાય છે જેને ગ્રીષ્મનિદ્રા કહે છે.


સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં જોવા મળતી પ્રાણીપ્લવકોની અટકતી વૃદ્ધિ છે. સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે.


જ્યારે અમર્યાદિત સ્રોતની હાજરી હોય ત્યારે કયા સ્વરૂપમાં વૃદ્ધિ જોવા મળે છે?

Hide | Show

જવાબ : જયારે અમર્યાદિત સ્રોતની હાજરી હોય ત્યારે ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ જોવા મળે છે.


વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને શું કહે છે?

Hide | Show

જવાબ : વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને વનસ્પતિભક્ષી કહે છે.


સહભોજિતાનું ઉદાહરણ જણાવો.

Hide | Show

જવાબ : વ્હેલ(whale)ની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલ(barnacles) એ સહભોજિતાનું ઉદાહરણ છે.


વસ્તીનાં સવિશેષ લક્ષણો સમજાવો.

Hide | Show

જવાબ : પ્રકૃતિમાં, આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવ(individuals)નાં દર્શન ભાગ્યે જ થાય છે. મોટા ભાગના તેમાંના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે. એકસરખા સ્ત્રોતો માટે, ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતરપ્રજનન કરે છે, સંભવિત રીતે આંતરજાતીય (મિશ્રજાતીય-Interbreed) હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે.

        જોકે આંતરપ્રજનન શબ્દ લિંગીપ્રજનન માટે સૂચિત છે, અલિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ (cormorants), ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો (abandoned dwelling), વનક્ષેત્રનાં સાગના વૃક્ષો (teakwood trees), સંવર્ધન પાત્રમાંના બૅક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડવાઓ વસ્તીનાં કેટલાક ઉદાહરણો છે.

        વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો(cope) કરે, વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી, વસ્તી પરિસ્થિતિવિદ્યા એ પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે તે પરિસ્થિતિવિદ્યાને વસ્તી જનીનવિદ્યા(population genetics) અને ઉદ્વિકાસ (evolution) સાથે જોડે છે.

        વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે પરંતુ વસ્તી જન્મદર (birth rate) અને મૃત્યુદર (death rate) ધરાવે છે. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ (માથા દીઠ-per capita) જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર (વધવું કે ઘટવું) સ્વરૂપે પ્રદર્શિત કરાય છે.

        ઉદાહરણ તરીકે, જો કોઈ તળાવમાં પાછલાં વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાન વસ્તી 28 થઈ જાય છે, તો આપણે જન્મદરને 8/20 - 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી ગણતરી કરીએ છીએ. જો પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓ (fruit flies)ની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે - માની લો કે એક અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર 4/40 - 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાશે.

        વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગપ્રમાણ (sex ratio) એટલે કે નર કે માદાનું પ્રમાણ છે. વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગપ્રમાણ હોય છે (જેમ કે વસ્તીના 60% માદા છે અને 40% નર છે).

        આપેલ સમયે વસ્તી જુદી-જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. જો વસ્તી માટે વય-વિતરણ (આપેલ વય અથવા વયજૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી)ની રૂપરેખા દોરવામાં આવે છે, તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ (age pyramid) કહેવાય છે (નીચેની આકૃતિ).

માનવવસ્તી માટે, વય-પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય-વિતરણ દર્શાવે છે. પિરામિડોનો આકાર વસ્તીની વૃદ્ધિસ્થિતિ (દરજ્જો-status) પ્રતિબિંબિત કરે છે:

(a) કે એ વધી રહી છે,

(b) સ્થાયી છે કે

(c) ઘટી રહી છે.

        વસ્તીનું કદ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણુંબધું કહી જાય છે. વસ્તીમાં આપણી ઇચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ, પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશક વપરાશ(pesticide application)ની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશાં વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. પ્રકૃતિમાં, વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા 10 થી પણ ઓછી (કોઈ પણ વર્ષે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાઈબેરિયન સારસ) કે ખૂબ જ વધારે-લાખોમાં (તળાવમાં ક્લેમિડોમોનાસ) જઈ શકે છે.

        વસ્તીનું કદ, વધુ તકનિકી રીતે(technically) જોઈએ તો વસ્તીગીચતા-population density (Nના દરજ્જા તરીકે ઓળખાવાય છે) એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. તેમ છતાં વસ્તીગીચતા(density)નું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની કુલ સંખ્યા જ છે. કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન હોય છે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ હોય છે.

        કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ (ગાજર ઘાસ-Parthenium hysterophorus)ના છોડ છે, પરતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એકલું વિશાળ વટવૃક્ષ (banyan tree) પણ છે, તો એમ કહેવું પડે કે ગાજર ગ્રાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તીગીચતા ખૂબ જ ઓછી છે, એટલે કે એ સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા (enormous role) અવગણવા બરાબર છે. આવા કિસ્સાઓમાં, ટકાવારી આવરણ (percent cover) કે જૈવભાર (biomass) એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ છે કે ગણતરીમાં વધુ સમય લાગે એવો છે તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન(adoptable measure) નથી.

        ક્યારેક, ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો (investigations) માટે નિરપેક્ષ (absolute) વસ્તીગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી; સાપેક્ષ ગીચતા (relative density)થી પણ આ ઉદ્દેશ (હેતુ-purpose)ની પૂર્તિ કરી યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ ચલાવી લેવાય છે.દ્રષ્ટાંત (instance) માટે, પ્રતિ પાશ (ગાળિયા-trap) દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તીગીચતાનું સારુ પર્યાપ્ત માપન છે.

        આપણે વાસ્તવિક રીતે (actually) ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે (indirectly) વસ્તીના કદનો અંદાજ લગાવવાની મોટે ભાગે ઉપકૃતતા (obliged) કરીએ છીએ. આપણાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણક્ષેત્રોમાં વાઘની વસતી-ગણતરી (census) ઘણી વાર તેનાં પગલાંની નિશાનીઓ તથા મળ ગુટિકાઓ (fecal pellets)ને આધારે થાય છે.


સંભાવ્યવૃદ્ધિ સમજાવો.

Hide | Show

જવાબ : પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. તેના કારણે મર્યાદિત સ્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે, યોગ્યતમ વ્યક્તિગત સજીવ (fittest individual) જીવિત રહેશે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવ વસ્તીવૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધિ પ્રતિબંધો (restraints) દાખલ કર્યા છે.

        પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલનપોષણ માટે પૂરતા સ્રોતો હોય છે, તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહનક્ષમતા(carrying capacity(K)) તરીકે આપણે માની લઈએ.

        કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ-અવસ્થા(lag phase) દર્શાવે છે, ત્યાર બાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ-અવસ્થા (acceleration phase) તથા મંદ વૃદ્ધિ-અવસ્થા(deceleration phase) અને છેવટે સ્થાયી (અનંતસ્પર્શી-asymptote) વૃદ્ધિ-અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા (N)ને સમય (t)ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્મોઇડ-S-આકારનો વક્ર મળે છે. આ પ્રકારની વસ્તીવૃદ્ધિને વિર્હુસ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ-Verhulst-Pearl Logistic Growth કહે છે.

તે નીચેના સમીકરણ દ્વારા વર્ણવિત છે :

                       

               જ્યાં    N = t સમયે વસ્તીગિચતા

                         r= પ્રાકૃતિક વધારાનો આંતરિક દર

                        K=વહનક્ષમતા (carrying capacity)

 

        મોટા ભાગની પ્રાણી-વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્રોતો (સંસાધનો) મર્યાદિત(finite) છે અને જલદીથી કે પછીથી મર્યાદિત (limiting sooner or later) થવા વાળા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને વધુ વાસ્તવિક મોડેલ (realistic model) માનવામાં આવે છે.


નીચેના સજીવોનો તફાવત આપો.

(a) શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા

(b) બાહ્યઉષ્મી અને અંત:ઉષ્મી

Hide | Show

જવાબ : (a) શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા

શીતનિદ્રા

ગ્રીષ્મનિદ્રા

1. શિયાળા દરમિયાન જોવા મળતી સમસ્યાઓને ટાળવા પ્રાણીઓ શીતનિદ્રામાં જાય છે.

1. ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા પ્રાણીઓ ગ્રીષ્મનિદ્રામાં જાય છે.

2. તે સંપૂર્ણ શિયાળા દરમિયાન જોવા મળે છે.

2. તેનો સમયગાળો ટૂંકો હોય છે.

3. શીતનિદ્રા ઉષ્ણ રુધિરવાળા અને શીત રુધિરવાળા એમ બન્ને પ્રાણીઓમાં જોવા મળે છે.

3. ગ્રીષ્મનિદ્રા શીત રુંધિરવાળા પ્રાણીઓમાં જોવા મળે છે.

4. ઉદાહરણ: રીંછ, ખિસકોલી.

4. ઉદાહરણ: ગોકળગાય, માછલીઓ.

 

(b) બાહ્યઉષ્મી અને અંત:ઉષ્મી

બાહ્યઉષ્મી

અંત:ઉષ્મી

1. આ પ્રાણીઓ શીતરુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે.

1. આ પ્રાણીઓ ઉષ્ણ રુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે.

2. આ પ્રાણીઓ શરીરના તાપમાન માટે બાહ્ય સ્રોતો પર આધાર રાખે છે.

2. તેઓ પર્યાવરણથી સ્વતંત્ર પોતાનું તાપમાન જાળવી રાખે છે.

3. શરીરનું તાપમાન સમયાંતરે બદલાતું રહે છે.

3. શરીરનું તાપમાન સતત જળવાઈ રહે છે.

4. આ પ્રાણીઓનું ભૌગોલિક રીતે વિતરણ ઓછું જોવા મળે છે.

4. આ પ્રાણીઓનું ભૌગોલિક વિતરણ વધુ છે.

5. આ પ્રાણીઓનો ચયાપચય દર નીચો હોય છે.

5. આ પ્રાણીઓનો ચયાપચય દર ઊંચો હોય છે.

6. ઉદાહરણ: ઉભયજીવી, સરિસૃપ.

6. ઉદાહરણ: પક્ષીઓ, સસ્તનો.


ઉચિત નામનિર્દેશિત આકૃતિની મદદથી સંભાવ્ય વૃદ્ધિવક્ર (curve) નું વર્ણન કરો.

Hide | Show

જવાબ :

પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. તેના કારણે મર્યાદિત સ્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે, યોગ્યતમ વ્યક્તિગત સજીવ (fittest individual) જીવિત રહેશે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવ વસ્તીવૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધિ પ્રતિબંધો (restraints) દાખલ કર્યા છે.

        પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલનપોષણ માટે પૂરતા સ્રોતો હોય છે, તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહનક્ષમતા(carrying capacity(K)) તરીકે આપણે માની લઈએ.

        કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ-અવસ્થા(lag phase) દર્શાવે છે, ત્યાર બાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ-અવસ્થા (acceleration phase) તથા મંદ વૃદ્ધિ-અવસ્થા(deceleration phase) અને છેવટે સ્થાયી (અનંતસ્પર્શી-asymptote) વૃદ્ધિ-અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા (N)ને સમય (t)ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્મોઇડ-S-આકારનો વક્ર મળે છે. આ પ્રકારની વસ્તીવૃદ્ધિને વિર્હુસ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ-Verhulst-Pearl Logistic Growth કહે છે.

 

 

તે નીચેના સમીકરણ દ્વારા વર્ણવિત છે :

                        

                 જ્યાં    N = t સમયે વસ્તીગિચતા

                           r= પ્રાકૃતિક વધારાનો આંતરિક દર

                          K=વહનક્ષમતા (carrying capacity)

        મોટા ભાગની પ્રાણી-વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્રોતો (સંસાધનો) મર્યાદિત(finite) છે અને જલદીથી કે પછીથી મર્યાદિત (limiting sooner or later) થવા વાળા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને વધુ વાસ્તવિક મોડેલ (realistic model) માનવામાં આવે છે.


પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો સમજાવો.

Hide | Show

જવાબ : પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો નીચે પ્રમાણે છે:

(i) તાપમાન (Temperature):

        તાપમાન એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ (કારક-factor) છે. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્ત (ભૂમધ્યરેખા-equator)થી ધ્રુવીય વિસ્તારો (polar region) તરફ તથા સપાટ મેદાનના વિસ્તારો (plains)થી પર્વતશિખરો (mountain tops) તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો (high altitudes)માં શૂન્યથી નીચે(subzero)થી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો (tropical desert)માં 50 સે.થી વધારે પણ પહોંચી જાય છે.

        તેમ છતાં કેટલાંક અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે જેવા કે ગરમ ઝરણાં તથા ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો (deep sea hydrothermal vents) કે જ્યાં સરેરાશ તાપમાન 100 સે.ને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાનાં વૃક્ષો કૅનેડા અને જર્મની જેવા શિતોષ્ણ (temperate) દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતાં નથી. બર્ફીલો દીપડો કેરલનાં જંગલોમાં જોવા મળતા નથી અને ટુના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશો (latitudes)થી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે.

        સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે (તાપમાન) ઉત્સેચકોના ગતિવિજ્ઞાન (kinetics of enzymes)ને પ્રભાવિત (અસર) કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય (metabolism) ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદા (wide range)ને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે (તેઓને યુરીથર્મલ-eurythermal કે પૃથુતાપી કહેવાય છે) પરંતુ તેમનામાંથી મોટા ભાગના (મહદંશે) તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત રહે છે (તેવા સજીવોને સ્ટીનોથર્મલ- stenothermal કે તનુતાપી કહેવાય છે). વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ (thermal tolerance) સ્તર પર નિર્ભર કરે છે.

(ii) પાણી (Water):

        પાણી સજીવોનાં જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને તે પાણી વગર બિનટકાઉ (unsustainable) પણ છે. રણવિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત (મર્યાદિત) હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોના કારણે જ ત્યાં રહેવું શક્ય બને છે. વનસ્પતિઓની ઉત્પાદકતા (productivity) અને વિતરણ (distributation) પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે.

        મહાસાગરો, સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જળસંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો નહિ કરવો પડતો હોય, પરંતુ તે સાચું નથી, જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા (રાસાયણિક સંગઠન, pH) મહત્વની બને છે. ક્ષારોની સાંદ્રતા (પ્રતિ હજારમા ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપન) અંતઃસ્થલીય જળ (inland water)માં 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30 થી 35% તથા અતિક્ષારીય (અતિ લવણીય-hyper saline) ખારા પાણીનાં સરોવરોમાં તે 100% થી પણ વધારે હોય છે. કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદા (વધુ સાંદ્રતા)ને સહન કરે છે (યુરીથર્મલ) પરંતુ મોટા ભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત છે (સ્ટીનોથર્મલ). ઘણા મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી તથા સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતાં નથી, કારણ કે તેમને આસૃતિ સંબંધિત સમસ્યાઓ (osmotic problems)નો સામનો કરવો પડે છે.

(iii) પ્રકાશ (Light):

        વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ (photosynthesis) દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઊર્જાના સ્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષરૂપથી સ્વયંપોષી (autotrophs)ઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ (છોડ અને ક્ષુપો) ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશસંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે કારણ કે તેઓ સતત ઊંચાં વૃક્ષોની છત્રછાયા (overshadowed)માં જ રહે છે.

        ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તેમની પ્રકાશઅવધિ (photoperiodic) આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે. ઘણાં પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળા (પ્રકાશઅવધિ)માં દૈનિક તથા મોસમી વિવિધતાઓ (તફાવતો)ને તેમના ચારા (આહાર-foraging)ની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત (પ્રવાસી-migratory) ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો (cues) સ્વરૂપે ઉપયોગમાં લાવે છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.

        પરંતુ મહાસાગરોમાં (500 મીટરથી વધારે) ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય (perpetually dark) રહે છે અને ત્યાં વસવાટ કરતા સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઊર્જાના કોઈ ખગોળીય સ્રોત (celestial spource)નું અસ્તિત્વ પણ છે. સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા (spectral quality) પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી (UV-ultra violet) ઘટક ઘણા સજીવો માટે નુકસાનકારક છે. જ્યારે મહાસાગરની જુદો-જુદો ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટનાં બધાં જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી.

(iv) જમીન (ભૂમિ-Soil):

        વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ (nature) અને ગુણધર્મો (properties) જુદા-જુદા હોય છે; તે આબોહવા (climate), અપક્ષયન પ્રક્રિયા (weathering process) કે માટી (ભૂમિ) કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિરચના (સંગઠન), કણોનું કદ અને કણોનું સામૂહીકરણ (aggregation) એ ભૂમિની અંતઃસ્ત્રવણ-ક્ષમતા તથા જલગ્રહણ-ક્ષમતા (percolation and water holding capacity) નક્કી કરે છે.

        આ લાક્ષણિકતાઓની સાથે-સાથે pH, ખનિજ સંગઠન અને ભૂતલ (સ્થળાકૃતિ-topography) જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈ પણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારનાં પ્રાણીઓનું પાલનપોષણ થઈ શકશે જે તેના પર આધાર પામી શકે. એ જ રીતે, જલીય પર્યાવરણમાં, અવસાદી-લાક્ષણિકતાઓ ઘણી વાર જલજ નિઃતલસ્થ (પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ-benthic) પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે.


વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યાતાઓ જોવા મળે છે? ચર્ચા કરો.

Hide | Show

જવાબ : (i) નિયમન કરવું (Regulate):

        કેટલાક સજીવો દેહધાર્મિક-physiological (ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યાવહારિક પણ-behavioural) સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન (દૈહિક તાપમાન) તથા આસૃતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. બધાં જ પક્ષીઓ અને સસ્તનો (સ્તનધારીઓ-mammals) તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી (lower vertebrate and invertebrate) સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન (ઉષ્મીય નિયમન અને આસૃતિ નિયમન-thermoregulation and osmoregulation) કરવા કાર્યદક્ષ છે. ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે પછી ભલે તેઓ એન્ટાકર્ટિકા (Antarctica)માં રહેતા હોય કે સહારાના રણ (Sahara desert)માં.

        મોટા ભાગનાં સસ્તનો દ્વારા તેમનાં શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. આપણે શરીરનું તાપમાન 37  સે સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં, જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય છે. ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા (evaporative cooling) એવી જ છે કે જેવી રણમાં શીતક (કૂલર-cooler)ની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે.

        શિયાળામાં, જ્યારે પર્યાવરણનું તાપમાન 37  સે કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ કે ધ્રૂજારી પામીએ છીએ જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ, તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી.

(ii) અનુફૂળ થવું (Conform):

        પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી-overwhelming majority: (લગભગ 99%) અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. જલીય પ્રાણીઓમાં, દેહજળની આસૃતિ સાંદ્રતા જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે.

        આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો (અનુવર્તીઓ-conformers) કહેવાય છે. સજીવોના સ્થાયી (અચળ) આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતાં, આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો (નિયામકો-regulators) બન્યા નથી. આપણે ઉપર જે મનુષ્યનાં સાદશ ઉદાહરણનો ઉપયોગ કર્યો છે તેને યાદ કરો; કેટલા લોકોને નહિ ગમે કે તેમની પાસે પણ એક વાતાનુકૂલક હોય ? અને કેટલા લોકો છે કે જેઓને તે પરવડી શકે છે કે તેને ખરીદી શકે છે ? ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપઅનુકૂલતમ કામગીરી (suboptimal performance)થી સંતોષ માની લે છે.

        ઘણા સજીવો માટે ઉષ્મીયનિયમન એ ઊર્જાની રીતે ખર્ચાળ હોય છે. છછૂંદરો (shrews) અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ (humming birds) જેવા નાનાં પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે. ઉષ્મા (ગરમી) ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. ત્યારે નાનાં પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ-પરિમાણની સાપેક્ષે વધારે હોય છે, જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ (tend) દાખવે છે; આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઊર્જાનો ખર્ચ કરવો પડે છે.

        આ જ મુખ્ય કારણથી ખૂબ નાનાં પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન, સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભ (cost and benefit)નો વિચાર ધ્યાને લેવામાં આવે છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ(in limited range). જો તે મર્યાદા બહાર (મર્યાદાથી વધારે) હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે.

        જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો હોય છે. ફક્ત થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય છે અથવા જે-તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય છે.

(iii) સ્થળાંતર કરવું(Migrate):

        સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે (અસ્થાયીરૂપે-temporarily), સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ (આતિથ્યશીલ-hospitable) વિસ્તારમાં જતા રહે છે અને જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય કે તણાવપૂર્ણ વખત વીતી જાય ત્યારે તેઓ જે-તે સ્થળે પાછા આવી જાય છે. સાદશ્ય રીતે મનુષ્યમાં, આ રણનીતિ એવી છે કે, ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા ખસી જાય છે.

        ઘણાં પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ, શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે. દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન-ભરતપુર-(Keoladeo National Park-Bharatpur) એ સાઇબેરિયા(Siberia) અને અન્ય અતિશય ઠંડા ઉત્તરિય વિસ્તારોમાંથી આવતાં હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન (host) સ્થળ બની સ્વાગત કરે છે.

(iv) મુલતવી રાખવું (Suspend):

        બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દીવાલવાળા બીજાણુઓનું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે - યોગ્ય (ઉચિત) પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં, બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ આવે છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. સુષુપ્તાવસ્થા (dormancy)માં તેઓ તેમની ચયાપચયિક ક્રિયાઓ ઘટાડી દે છે.

        પ્રાણીઓમાં, સજીવો જો સ્થળાંતરણ (પ્રવાસ) કરવા માટે અસમર્થ હોય, તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ(escaping) તણાવને ટાળી દે છે. શિયાળા દરમિયાન રીંછ શીતનિંદ્રા (hibernation)માં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળશુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મનિદ્રા (aestivation)માં જતી રહે છે.

        પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણી પ્રાણીપ્લવકોની જાતિઓ સુષુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે (dispause-વિપરિત પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા-પ્રાણી સુષુપ્ત અવસ્થા). સુષુપ્ત અવસ્થા (diapause) કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે.


અનુકૂલન શું છે? વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણ સ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા કેવા અનુકૂલનો સાધે છે તે ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા (ગોઠવણ) દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે જ્યારે બીજા કેટલાક પોતાની વતણૂક દ્વારા વ્યાવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે (અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ સ્થળાંતર કરીને).

        આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમનાં અનુકૂલનો પણ છે. તેથી, આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ (બાહ્યાકારકીય-morphological, દેહધાર્મિક-physiological, વ્યાવહારિક-behavioural) છે જે સજીવને તેના નિવાસસ્થાન (આવાસ)માં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણાં અનુકૂલનો લાંબા ઉદૂવિકાસકીય (evolutionary) સમયની યાત્રા બાદ વિકસિત થયા છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે.

        પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં, ઉત્તર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર (kangaroo rat) પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન (કે જેમાં પાણી ઉપપેદાશ છે) દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્ર (urine)ને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી તે ઉત્સર્ગ પેદાશો (excretory products)ના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે.

        ઘણી રણની વનસ્પતિઓ તેમનાં પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડા ગર્તો (deep pits)માં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી માર્ગ (CAM-Crassulacean Acid metabolism) પણ ધરાવે છે જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરધ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર(Opuntia) જેવી રણની વનસ્પતિઓ પર્ણ ધરાવતી નથી-તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે-પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.

        ઠંડી આબોહવાયુક્ત વિસ્તારનાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે (જેને એલનનો નિયમ-Allen’s Rule કહેવાય છે). ધ્રૂવીય સમુદ્રોમાં સીલ (Seal) જેવા જલિય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર (Blubber-દરિયાઈ પ્રાણીજ ચરબી) ધરાવે છે જે ઉષ્માઅવરોધક (insulator) તથા શરીરની ગરમી (દૈહિક ઉષ્મા)ને ઘટાડવા કામ આવે છે.

        કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ (હાલત) સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો > 3500 મીટરથી વધુ-મનાલી પાસે રોહતંગ ઘાટ (Rohtang Pass) અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુગતા બીમારી (altitude sickness-ઊંચાઈ સંબંધિત બીમારી)નો અવશ્ય અનુભવ કર્યો હશે. ઉબકા (nausea), થકાવટ (fatigue) તથા હૃદયના ધબકારા વધવા (heart paipitations) વગેરે સમાવિષ્ટ આ બીમારીનાં લક્ષણો છે. આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઓંક્સિજન મળતો નથી.

        પરંતુ ધીમે-ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ (acclimatized-પર્યાનુકૂલિત) થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું ? તમારું શરીર લાલ રુધિર કોષો (red blood cells-રક્તકણો)નું ઉત્પાદન વધારીને, હિમોગ્લોબીનની બંધન-ક્ષમતા(binding affinity) ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ (ક્ષતિપૂર્તિ) કરે છે.

        મોટા ભાગનાં પ્રાણીઓમાં, ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધાં જ દેહધાર્મિક કાર્યો ઓછી (સાંકડી-narrow) તાપમાન ક્ષેત્રમર્યાદામાં ઇષ્ટત્તમ રીતે આગળ વધે છે (મનુષ્યોમાં તે 37 છે). પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુઓ (આર્કીબૅક્ટેરિયા-archaebacteria) પણ છે જે ગરમ પાણીના ઝરાઓ તથા ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો (vents) કે જ્યાં તાપમાન 100  થી પણ વધારે હોય છે ત્યાં ખૂબ ફૂલેફાલે (flourish) છે. આ કેવી રીતે શક્ય છે ?

        ઘણી માછલીઓ એન્ટાકર્ટિકા (દક્ષિણ પ્રુવપ્રદેશ)ના અતિશીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશાં શૂન્ય કરતાં પણ નીચે રહે છે.

        ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે કે જ્યાંનું દબાણ એ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન પર અનુભવીએ છીએ તેનાં કરતાં 100 ગણું વધારે હોય છે. આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં રહેવાવાળા સજીવો જૈવરાસાયણિક અનુકૂલનોની આકર્ષક (fascinating) ગોઠવણી (વ્યૂહરચના-array) દર્શાવે છે.

        કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યાવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાનો રણની ગરોળીઓ (desert lizards)માં અભાવ હોય છે, પરંતુ તે વ્યાવહારિક ઉપાયો (પ્રયુક્તિઓ) દ્વારા પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર (અચળ) રાખવા વ્યવસ્થાપન કરે છે. જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર-વિસ્તાર (અનુકૂળ ક્ષેત્ર મર્યાદા)થી નીચે જતું રહે છે ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી અને ઉષ્મા અવશોષિત કરે છે પરંતુ જ્યારે પરિસરનું (આસપાસનું-ambient) તાપમાન વધવા લાગે ત્યારે તે છાંયડામાં ચાલી જાય છે. ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમી (ઉષ્મા)થી બચવા-છુપાવા (hide) કે છટકી જવા (escape) માટે માટીમાં દર ખોદવા (burrowing)ની ક્ષમતા હોય છે.


સ્પર્ધા વિશે સમજાવો.

Hide | Show

જવાબ : જયારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવનસંઘર્ષ (struggle for existence) અને યોગ્યતમની ચિરંજીવિતા (survival of fittest) વિશે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસ (organic evolution)માં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ (potent force) છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે, સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્રોતો માટે હરીફાઈ (સ્પર્ધા) કરે છે જે મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્રોતો માટે સ્પર્ધા કરી શકે છે.

        ઉદાહરણ તરીકે, દક્ષિણ અમેરિકાનાં કેટલાંક છીછરાં તળાવો (shallow south American lakes)માં મુલાકાત લેતા આગંતુક સુરખાબ (ફલેમિંગો-flamingo) અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ (resident fishes) તેમના સામાન્ય ખોરાક પ્રાણીપ્લવકો (zooplanktons) માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી; દખલગીરીની સ્પર્ધા (interference competition)માં, એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા (feeding efficiency) બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરી (interfering and inhibitory presence)ને કારણે ઘટી શકે છે. ભલે એ સ્રોતો (ખોરાક અને જગ્યા-food and space) વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય.

        સ્પર્ધાને એક એવી પ્રક્રિયારૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા (વૃદ્ધિના આંતરિક દર r ના અર્થમાં તેનું માપન) બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે (significantly) ઘટી જાય છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે, જેવું કે ગોસે (Gause)એ અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કયું, જ્યારે સ્રોતો મર્યાદિત હોય, તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે (competitively superior species will eventurally eliminate the other species), પરતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર (exclusion) માટેના પુરાવા (evidence) હંમેશાં નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સાંયોગિક પુરાવા (strong and persuasive circumstantial evidence) મળે તો છે.

        ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગ્ડન કાચબો (Abingdon tortoise in Galapagos Island) ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો, દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણદક્ષતા (greater browsing efficiency)ને કારણે જ. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ (સ્પર્ધામોચન-competitive release) છે. હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધાજાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ-વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાનેલના લાવણ્યમયી ક્ષેત્રપ્રયોગો (Connell’s elegant field experiments) એ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્રતટ (rocky sea coast of Scotland) પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલ (બેલેનસ-Balanus)ની આંતરજુવાળિય ક્ષેત્રમાં પ્રભાવિતા છે તથા તેને નાના બાર્નેકલ (ચેથેમેલસ-Chathamalus)ને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. સામાન્ય રીતે, માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક (adversely affected) જણાય છે.

        ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ (Gause’s Competitive Exclusion Principle) એ જણાવે છે કે, એક જ પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ(indefinitely) સુધી સાથે-સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ (co-exist) ધરાવતી નથી અને અંતે સ્પર્ધારૂપે નિમ્ન (ઉતરતી-inferior) જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્રોતો મર્યાદિત હશે અન્યથા નહિ.

        સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતા (generalization)ની સહાય કરતો નથી ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે, સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. જો નિષેધ (બહિષ્કાર) સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો. આવી એક ક્રિયાવિધિ ‘સ્રોત વિભાજન’ (resource partitioning) છે.

        ઉદાહરણ તરીકે, જો બે જાતિઓ એક જ સોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ-અલગ સમય અથવા અલગ ચારણકૌશલ્યો (foraging patterns) પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. મૅક આર્થરે (Mac Arthur) દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફદકીઓ (ગાનાર કે ટહુકનાર પક્ષીઓ-warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ-પ્રવૃત્તિઓમાં વ્યાવહારિક ભિન્નતાઓ (behavioural difference in foraging activities)ના કારણે સાથે-સાથે રહી શકી.


પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : જીવનનો પરોપજીવી પ્રકાર (રીત) એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે, (ensures free lodging and meals) તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. ઘણા પરોપજીવીઓ એ વિશિષ્ટ યજમાન (host-specific)ની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે (એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે).

        આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે; એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા (rejecting or resisting) માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે, પરોપજીવીએ તેની (યજમાનની) ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક (counteract and neutralize) કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે.

        તેમની જીવનશૈલી (life style)ને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે જેવા કે જરૂર ન હોય તેવાં સંવેદી અંગો ગુમાવવા (loss of unnecessary sense organs), યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરિય અંગો કે ચૂષકોની હાજરી (presence of adhesive organs), પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન-ક્ષમતા (loss of digestive system and high reproductive capacity). પરોપજીવીનું જીવનચક્ર ઘણી વાર જટિલ હોય છે જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો (intermediate host or vectors) સામેલ હોય છે જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીપણા (parasitisation)ને સુલભ (સાનુકૂળ-facilitate) બનાવે છે.

        માનવયકૃત કૃમિ (ટ્રીમેટોડ પરોપજીવી- a trematode parasite) તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો (ગોકળ ગાય અને માછલી- a snail and a fish) પર આધાર રાખે છે. મૅલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવા (પ્રસરાવા-spread) માટે રોગવાહક (મચ્છર-mosquito)ની આવશ્યકતા રહે છે. મોટા ભાગના પરોપજીવીઓ, યજમાનને નુકસાન પહોંચાડે છે; તેઓ યજમાન (પરપોષી)ની ઉત્તરજીવિતા (ચિરંજીવિતા-survival), વૃદ્ધિ (growth) અને પ્રજનન (reproduction)માં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તીગીચતાને પણ ઘટાડી શકે છે. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર (physically weak) બનાવીને, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત (more vulnerable) બનાવી શકે છે.

        યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહારપૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ (ectoparasites) કહેવાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ મનુષ્યો પર જૂ (lice)નો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ (ticks) છે. ઘણી સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ (કોપેપોડ્સ-copepods) દ્વારા અસરગ્રસ્ત થાય છે. અમરવેલ (Cuscuta) એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડ (hedge)માં ઊગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદવિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો (chlorophyll and leaves) ગુમાવી દીધાં છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે.

        તેની વિરુદ્ધમાં, અંતઃપરોપજીવીઓ (endoparasites) એવા છે કે જેઓ યજમાન સજીવનાં શરીરમાં વિવિધ સ્થાનો (યકૃત-liver, મૂત્રપિંડ-kidney, ફેફસાં-lungs, લાલ રુધિર કોષો-red blood cells વગેરે)એ રહે છે. તેમનાં અત્યંત વિશિષ્ટીકરણ (extreme specialization)ને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ (more complex) છે. તેમના બાહ્યઆકારકીય અને અંતઃસ્થરચનાકીય લક્ષણો અત્યાધિક સરળ (greatly simplified) છે, છતાં તેમની પ્રજનનશક્તિને બળ આપે છે.

        પક્ષીઓમાં અંડ પરોપજીવન (brood parasitism) એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળા(nest)માં મૂકે છે અને યજમાનને એ ઈડાં સેવવા (incubate) દે છે. ઉદવિકાસ-પ્રક્રિયા દરમિયાન, પરોપજીવીનાં ઈડાં કદ અને રંગમાં યજમાનનાં ઈડાંની સાથે મળતા આવે છે તેથી યજમાનનાં ઈડાંની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈડાંને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેનો તક ઓછી થઈ જશે.


સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.

Hide | Show

જવાબ : સહોપકારિતા(Mutualism) આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઈકેન (Lichens) એ ફૂગ (Fungus) અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા (cyanobacteria)ની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ (mycorrhizae) સહવાસી છે. ફૂગ એ જમીનમાંથી અતિઆવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે જ્યારે બદલામાં વનસ્પતિ એ ફૂગને ઊર્જા-ઉત્પાદિત કાર્બાહાઈડ્રેટ્સ (energy-yielding carbohydrates) પૂરા પાડે છે.

        સહોપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક (લોભામણા) ઉદાહરણો (most spectacular and evolutionary fascinating examples) વનસ્પતિ-પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન (pollination) માટે તથા બીજના વિકિરણ (dispersing) માટે પ્રાણીઓની જરૂર પડે છે.

        સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓ (services)ની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. વનસ્પતિઓ પરાગવાહકો (pollinators)ને પરાગ અને મધુરસ (pollen and nectar) તથા બીજ વિકિરકો (dispersers)ને રસાળ અને પોષક ફળો (juicy and nutritional fruits)ના સ્વરૂપમાં પુરસ્‍કાર અથવા કર (rewards or fees) અર્પણ કરે છે.

        પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા (safeguarded against cheaters) પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે, એવાં પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ-પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણી વાર સહોપકારીઓનો સહઉદવિકાસ (co-evolution of the mutualists) શા માટે સમાવેશિત છે ? એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદવિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો (tightly linked) છે. અંજીર વૃક્ષ(fig tree)ની ઘણી જાતિઓમાં ભમરી (wasp)ની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે (નીચેની આકૃતિ).

એટલે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે, ભમરીની બીજી જાતિ દ્વારા નહિ. માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડનિક્ષેપણ-oviposition (ઈડાં મૂકવા-egg laying) માટે જ કરતી નથી પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડિંભો (larvae)ના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. ઈડાં મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતાં ભમરી એ અંજીર પુષ્પવિન્યાસને પરાગિત કરે છે. તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડિંભો માટે ખોરાક અર્પે છે.

        ઓર્કિંડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકો (મધમાખીઓ અને ભમરા)ને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન (ensure guaranteed pollination) થઈ શકે. (નીચેની આકૃતિ.

બધા ઓર્કિંડ આ પુરસ્કાર પ્રદાન કરતા (offer reward) નથી. ભૂમધ્યસામુદ્રિક ઓર્કિડ (Mediterranean orchid) એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગીકપટનો સહારો લે છે. તેના પુષ્પના દલપત્રની એક પાંખડી (petal), કદ (size), રંગ (colour) તથા નિશાનીઓ (markings)માં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા (uncanny resemblance) ધરાવે છે. નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કૂટમૈથુન (pseudo-copulation) કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે ફૂટમૈથુન કરે છે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. અહીંયાં તમે જોઈ શકો છો કે સહઉદવિકાસ કેવી રીતે વિકસિત થયો. જો ઉદવિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિપ્રણાલી (colour patterns) જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આમ, ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદશ્યતા જાળવવા સહવિકસિત થાય છે.


ટૂંક નોંધ લખો : (a) મરુ (રણમાં ઊગતી) વનસ્પતિઓ અને પ્રાણીઓનાં અનુકૂલનો. (b) જળ અછત (પાણીની અછત) સામે વનસ્પતિઓનાં અનુકૂલનો. (c) પ્રાણીઓમાં વ્યાવહારિક અનુકૂલનો. (d) વનસ્પતિઓ માટે પ્રકાશનું મહત્વ. (e) તાપમાન અને જળ-અછતની અસર તથા પ્રાણીઓનાં અનુકૂલનો.

Hide | Show

જવાબ : (a) મરુ (રણમાં ઊગતી) વનસ્પતિઓ અને પ્રાણીઓનાં અનુકૂલનો :

        રણની વનસ્પતિઓ તેમનાં પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણો ઊંડા ગર્તામાં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી માર્ગ (CAM) પણ ધરાવે છે. જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંદ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે. પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.

(b) જળ અછત (પાણીની અછત) સામે વનસ્પતિઓનાં અનુકૂલનો :

        જળ-અછત સામે વનસ્પતિઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો ધરાવે છે. તેવી વનસ્પતિમાં અધિસ્તરની પ્રવેશશીલતા ક્ષમતા ઓછી હોય છે. વાયુરંધ્રો અને ક્યુટિકલ એ ઉસ્વેદનનો દર ધટાડી પાણીનો બચાવ કરે છે. તેમજ તેમનાં મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. જેથી પાણીનું શોષણ કરી શકે, અમુક વનસ્પતિ (ઓર્કિડ) વિશિષ્ટ પ્રકારના હવાઈ મૂળ વિકસાવે છે જે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે.

(c) પ્રાણીઓમાં વ્યાવહારિક અનુકૂલનો :

        સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સાઇબેરિયન બગલા છે. શિયાળા દરમિયાન સાઇબેરિયન બગલા ભારતમાં આવે છે અને શિયાળાના અંતે તેઓ પોતાના જે-તે સ્થળે પાછા જતા રહે છે.

(d) વનસ્પતિઓ માટે પ્રકાશનું મહત્વ :

        વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઊર્જાના સોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષરૂપથી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને, ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિ ઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશસંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે. કારણ કે, તેઓ સતત ઊંચાં વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ધવ માટે તેમની પ્રકાશ-અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે.

(e) તાપમાન અને જળ-અછતની અસર તથા પ્રાણીઓનાં અનુકૂલનો :

        તાપમાન અને જળ-અછત જેવી પરિસ્થિતિમાં પ્રાણીઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે. મોટા ભાગનાં પ્રાણીઓ તેમની ત્વચા પર ભીંગડા ધરાવે છે જે પાણીને ગુમાવવાની પ્રક્રિયાને અટકાવે છે. અમુક પ્રાણીઓ યુરિક એસિડ સ્વરૂપે મૂત્રનો ત્યાગ કરે છે. સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ બાહ્ય પર્યાવરણને અનુસરી તેમના શરીરનું તાપમાન જાળવે છે.


નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને દરેકનું એક-એક ઉદાહરણ આપો :

(a) સહભોજિતા (b) પરોપજીવન (c) રંગઅનુકૃતિ (d) સહોપકારિતા (e) આંતરજાતીય સ્પર્ધા 

Hide | Show

જવાબ : (a) સહભોજિતા :

આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઓર્કિડ સહભોજિતાનું ઉદાહરણ છે.

(b) પરોપજીવન :

        આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક સજીવ એ પોતાની ફાયદા માટે બીજા સજીવ પર જીવન ગુજારે છે. જેમાં પરોપજીવીને ફાયદો થાય છે અને યજમાનને નુકસાન થાય છે. દા. ત., મનુષ્યો પર જુઓનો સમૃદ્ધ અને કૂતરાઓ પર બગાઈઓ

(c) રંગઅનુકૃતિ :

        રંગઅનુકૃતિમાં કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય સપ્ટેલાઈથી છે. દા.ત., કીટકો અને દેડકાંઓ.

(d) સહોપકારિતા :

        આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જતિને લાભ થાય છે. લાઇકેન એ ફુગ અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનો બૅક્ટરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે.

(e) આંતરજાતીય સ્પર્ધા :

        નિવસનતંત્રમાં આંતરતીય સ્પર્ધા એ સ્પર્ધાનું એવું સ્વરૂપ છે કે જેમાં વિવિધ જાતિના સજીવો એકસરખા સ્રોતો માટે ભાગીદારી કરે છે. જેમ કે ખોરાક કે રહેઠાણ માટેની જગ્યા.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સજીવો અને વસ્તી

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.