જવાબ : એસ.એલ.મિલર
જવાબ : 4 બિલિયન વર્ષ પહેલાં
જવાબ : મિલ્કી વે
જવાબ : ચિમ્પાન્ઝી
જવાબ : ઊચું તાપમાન, જ્વાળામુખી વંટોળ, વગેરે યુક્ત રિડ્યુસિંગ વાતાવરણ
જવાબ : યાદચ્છિક અને અદિશીય
જવાબ : બીંગબેંગ વાદ
જવાબ : ઓપેરીન અને હાલ્ડેન
જવાબ : પ્રકાશવર્ષ
જવાબ : 20 બિલિયન
જવાબ : 4.5 બિલિયન
જવાબ : સ્પોર્સ
જવાબ : 3 બિલિયન વર્ષ પહેલાં
જવાબ : 350 મિલિયન
જવાબ : હ્યુગો-દ-વ્રિસ
જવાબ : ઇવનિંગ પ્રાઈમરોઝ
જવાબ : હ્યુગો-દ-વ્રિસ
જવાબ : અન્સ્ટર હેકલ
જવાબ : 320 મિલિયન
જવાબ : 4000 વર્ષ
જવાબ : 2000 મિલિયન
જવાબ : 500 મિલિયન
જવાબ : વનસ્પતિઓ
જવાબ : લોબફીન્સ
જવાબ : 65 મિલિયન વર્ષ
જવાબ : છછુંદર
જવાબ : ટાયરેનોસોરસ રેક્ષ
જવાબ : હોમો ઇરેકટસ
જવાબ : 650 - 800 cc
જવાબ : એપ
જવાબ : 42%
જવાબ : દિશાકીય
જવાબ : રામાપિથેક્સ હોમો હેબિલિસ હોમો ઇરેક્ટ્સ હોમો સેપિયન્સ
જવાબ : લોબફીન્સ
જવાબ : 15 મિલિયન વર્ષ પૂર્વે
જવાબ : ઉભયજીવોમાંથી
જવાબ : 20 ફૂટ
જવાબ : દક્ષિણ આફ્રિકા
જવાબ : લોબફીન્સ
જવાબ : હોમો સેપિયંસ
જવાબ : ઓસ્ટ્રેલોપીથેસિન
જવાબ : 1400 cc
જવાબ : હોમો હેબિલીસ
જવાબ : 900 cc
જવાબ : 75000-100000 વર્ષ અગાઉ
જવાબ : પૂર્વી અને મધ્ય એશિયાની નજીક
જવાબ : મધ્યપ્રદેશ
જવાબ : 10000 વર્ષ પૂર્વે
જવાબ : 18000 વર્ષ અગાઉ
જવાબ : લાઇકેન્સ
જવાબ : માત્ર નિર્જીવ સ્વરૂપમાંથી જ સજીવનું નિર્માણ થાય છે.
જવાબ : કૃત્રિમ પસંદગી
જવાબ : અશ્મિઓ
જવાબ : તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવે છે.
જવાબ : અભિસારી (એક દિશામાંથી) ઉદવિકાસ
જવાબ : વસતી જનીનવિદ્યા
જવાબ : વસ્તીમાં પૂર્વસ્થાપિત ભિન્નતા
જવાબ : પાણીથી જમીન
જવાબ : માતાના શરીરમાં નવજાત શિશુ રક્ષણ પામે છે અને જન્મ બાદ તેની જીવિતતા માટેની સંભાળ લેવામાં આવે છે.
જવાબ : અવસાદી ખડકોમાંથી
જવાબ : રામાપિથેક્સ
જવાબ : 110000 થી 40000 વર્ષ પૂર્વ
જવાબ : હાલમાં આપણે જે વસ્તુઓ (તારા) જોઈ રહ્યાં છીએ તે એવી વસ્તુ છે જેમાંથી પ્રફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી, તે આપણાથી અબજો કિલોમીટર ( ) દૂર છે. આપણું બ્રહ્માંડ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે. આકાશગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળનાં વાદળો હોય છે. 'બીગબેંગવાદ' આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમાં અકથ્ય ભૌતિક વિસ્ફોટ થતાં, બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને તાપમાન ઘટ્યું. થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠાં થયા અને વર્તમાન સમયની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. મિલ્કી વે નામની આકાશગંગામાં સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે.
જવાબ : સૂર્યમાંથી આવતાં UV કિરણોએ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કાર્ય અને હલકો હાઈડ્રોજન મુક્ત થયો. એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોનું નિર્માણ કર્યું. ત્યાર પછી ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું ત્યારે પાણીની વરાળ વરસાદ રૂપે પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકત્રિત થતાં મહાસાગરોનું નિર્માણ થયું.
જવાબ : રશિયન વૈજ્ઞાનિક ઓપેરીન તથા હાલ્ડેને જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ (ઉદા., RNA, પ્રોટીન વગેરે)માંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું હશે. જીવની રચના રાસાયણિક પછી નિર્માણ પામેલ હશે એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા હશે. પૃથ્વીનું તે સમયનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું જેમાં મિથેન, એમોનિયા વગેરે જોવા મળતા હતા. પૃથ્વી પર ઊંચું તાપમાન, જવાળામુખીના તોફાન અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હશે.
જવાબ : સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજ કોષોની ઉત્પત્તિ વિશે કોઈ માહિતી નથી. પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. આ મહાઅણુ હોવાની, શક્યતા છે. જેમ કે, RNA, પ્રોટીન કે પોલિસેકેરાઇડ.આ મહાઅણુ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોઈ શકે. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટા ભાગે તેઓ એકકોષીય હતા. બધાં જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતાં. આમ, જૈવજનન પ્રમાણે અજૈવિક અક્ષુઓમાં ધીમે ધીમે ઉવિકાસ થઈ પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે.
જવાબ : પૃથ્વી પર જીવોનો ઉદવિકાસ થયો તે વાતના પુરાવાઓ ધણી દિશામાંથી મળે છે. અશ્મિઓ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગો છે. ખડકો કાંપ (સેન્દ્રિય તત્વો) બનાવે છે. પૃથ્વીના સ્તરોનો છેદ દર્શાવે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તર ની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે. વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે. જે લગભગ આ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે તેમાનાં કેટલાંક આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવે છે. વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. આ સૂચવે છે કે જીવંત સ્વરૂપોમાં કાળક્રમે ફેરફાર જોવા મળે છે. કેટલાંક અમુક ભૂશાસ્ત્રીય ગાળા સુધી ફેરફાર પામતાં નથી. વૈજ્ઞાનિકોએ રેડિયોએક્ટિવ વિઘટનની પદ્ધતિ ખડકો અને અશ્મિઓના અભ્યાસ માટે વિકસાવી છે.
જવાબ : આ સિદ્ધાંત વોન બાયેર દ્વારા પ્રતિપાદિત કરાયો જેને અર્નેસ્ટ એકલ દ્વારા પૂર્વજન્યાવર્તનવાદ તરીકે ઓળખાયો. આ સિદ્ધાંત પ્રમાણે દરેક સજીવ તેના વિકાસ દરમિયાન તેની જાતિના ઉવિકાસીય ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. માનવ સહિતના બધા પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરફાટ જોવા મળે છે. તે ફક્ત મત્સ્યમાં ક્રિયાશીલ હોય છે, અન્ય પૃષ્ઠવંશીઓમાં નહીં.
જવાબ : પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં જોવા મળે છે. તે સમાન પૂર્વજ ધરાવતા હોવાનું સૂચવે છે. જૈવરસાયણિક સમાનતાઓ પણ સમાન પૂર્વજવાળી વાતને સમર્થન આપે છે. ઉદા. મનુષ્યના અને ચિમ્પાન્ઝીના DNAમાં ફકત 1.8 % તફાવત છે અને તેમના સાયટોક્રોમ ના અનુક્રમમાં કોઈ ફેર નથી. એક્ટિન અને ટ્યુબ્યુલીન પ્રોટીનની આવીય રચના બધાં જ પ્રાણીઓમાં સમાન હોય છે જે સમાન પૂર્વજતા દર્શાવે છે.
જવાબ : કીટનાશકો (પેસ્ટીસાઇડ્સ કે ઇન્સેક્ટિસાઇડ્સ) વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. આ જ પ્રમાણે સુકોષકેન્દ્રી સજીવો: કોષો સામે વપરાતી એન્ટિબાયોટિક્સ સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થઈ. તેથી પ્રતિરોધક સજીવો/કોષો ખૂબ જલદી એટલે કે મહિનાઓ/વર્ષોમાં દેખાવા લાગ્યા છે. આ માનવ પ્રેરિત ઉવિકાસનું ઉદાહરણ છે. આ સૂચવે છે કે વિકાસ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને તેમાં વિકૃતિની તકને આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે.
જવાબ : વિશ્વના મોટાં પ્રાણી ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. ડાર્વિન તેના પ્રવાસ દરમિયાન ગેલાપાગોસ ટાપુ પર પહોચ્યો જ્યાં તેણે નાનાં કાળાં પક્ષી (ફિન્ચ) માં વિવિધતાનું અવલોકન કર્યું. ત્યાર બાદ આ પક્ષી ડાર્વિન ફિન્ચ તરીકે ઓળખાયું. ડાર્વિને આ જ ટાપુ પર ઘણી બધી ફિન્ચ જોઈ તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ પર ઉદવિકાસ પામી છે.મૂળભૂત ફિન્ચના બીજઆહારી લક્ષણો સાથે સાથે તેણે અન્ય સ્વરૂપો માટે પણ તેની ચાંચો ઉદ્ભવી જેમણે તેમને કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ બનાવી દીધી.
જવાબ : સજીવોના નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતાં સૂક્ષ્મજીવો ઊંચો ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે. ઉદા. આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટરિયાની વસાહત A ખાઘ ધટકોના ઉપયોગ કરવાની ક્ષમતામાં વિવિધતા ધરાવે છે. માધ્યમમાં ફેરફાર કરાય તો વસતિનો તે જ ભાગ B બાકી રહેશે. જે નવી પરિસ્થિતિમાં ટકી રહેશે.
જવાબ : આપણા વિશ્વમાં સજીવ કે નિર્જીવ માટે ઉદવિકાસ સફળ કથા છે, જયારે આપણે આ ઘટનાને વર્ણવીએ છીએ ત્યારે આપણે તેને પ્રક્રિયા તરોકે વર્ણવીએ છીએ. પણ જયારે આપણે પૃથ્વી પરના સજીવોના જીવન અંગે વાત કરીએ છીએ ત્યારે ને પ્રાકૃતિક પસંદગીના પરિણામ તરીકે ઓળખીએ છીએ.
જવાબ : બધા જ વૈકલ્પિક કારકોની આવૃતિના સરવાળાને 1, વ્યક્તિગત આવૃત્તિઓને p, નામ આપાય છે. દ્વિકીયમાં p અને q જે વૈકલ્પિક કારક A અને a ની આવૃત્તિ ધરાવે છે. વસતિમાં AA વ્યક્તિગત સજીવોની આવૃત્તિ છે. આ જ રીતે aq એ અને અને Aa ને 2pq તરીકે દર્શાવાય છે.આથી,
જવાબ : હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા પાંચ પરિબળો છે: જનીન પ્રવાહ જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન વિકૃતિ, જનીનિક પુનઃ સંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે. જ્યારે વસતિના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસતિમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસતિની જનીન આવ્રુતિ માં ફેરફાર પામે છે. નવા જનીનો વૈકલ્પિક કારકો નવી વસતિમાંથી ઉમેરાય છે અને જૂની વસતિમાંથી દૂર થાય છે. જે જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીનપ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા થતાં હોય તો તેને જનિનિક વિચલન કહે છે. કેટલીક વાર નવી વસતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરોકે વર્તે છે. મૂળભૂત વિચલિત વસતિ સ્થાપક બને છે અને સ્થાપક અસર કહે છે.
જવાબ : ઉભયજીવીઓમાંથી સરિસૃપ ઊતરી આવ્યાં જે જાડા કવચવાળાં ઈંડાં મૂકતાં, જે સૂર્યપ્રકાશમાં ઉભયજીવીના ઈડાંની માફક સુકાઈજતા ન હતા. ત્યાર બાદના 200 mya દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરિસૃપો પૃથ્વી પર પ્રભાવશાળી રહ્યા. તે સમયે વિશાળત્રિઅંગી હાજર હતા જે ધીરે ધીરે નાશ પામી કોલસાના ભંડારમાં ફેરવાઈ ગયા.
જવાબ : જીવની ઉત્પત્તિના સંદર્ભમાં વિવિધ વાદ જેવા કે વિશિષ્ટ સર્જનવાદ, ઉલ્કાપાષાણવાદ, અજીવજનનવાદ જેવા વિવિધ વાદ પ્રચલિત હતા. પણ આ વાદના સમર્થનમાં કોઈ નક્કર પુરાવાઓ પ્રાપ્ત ન હતા. રાસાયણિક ઉદવિકાસના સમર્થનમાં યુરી અને મિલરે પ્રયોગશાળામાં કરેલ પ્રયોગ રાસાયણિક ઉવિકાસના વાદને સમર્થન આપે છે.
જવાબ : આ અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવેલ પૂર્વજન્યાવર્તનવાદ છે. પૃષ્ઠવંશીઓ પ્રાણીઓનાં ગર્ભવિકાસના વિવિધ તબક્કાઓના અભ્યાસ દરમિયાન જોવા મળે છે. પ્રત્યેક પૃષ્ઠવંશી કોઈ એક તબક્કામાં કંઠનાલીય ઝાલરફાટ દર્શાવે છે. જે દશવિ છે કે તેઓ માંસ જેવા પૂર્વજોમાંથી ઊતરી આવે છે.
જવાબ : ડાર્વિનિઝમ પ્રમાણે મિશ્ર વસતિમાં જે સજીવો વધુ સારી રીતે અનુકૂલિત થઈ શકતા હોય તે ટકી રહે છે અને વસતિના કદમાં વધારો કરે છે. આવું જ એન્ટિબાયોટિક જે રોગ પ્રેરતાં બેક્ટરિયાનો નાશ કરે છે તેમાં જોવા મળે છે. જયારે બેક્ટરિયાની વસતિ ચોક્કસ એન્ટિબાયોટિકનો સામનો કરે છે ત્યારે જે તેનાથી સંવેદનશીલ હોય તે નાશ પામે છે પણ પ્રતિકારકતા ધરાવતા જીવે છે. જીવંત બેક્ટરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે કારણ કે પ્રતિસ્પર્ધક બેક્ટરિયા મૃત્યુ પામ્યા હોય છે. બેક્ટરિયાની આખી વસતિ પ્રતિરોધક બને છે અને આવા બૅક્ટરિયા સામે બેક્ટેરિયા બિનઅસરકારક બને છે.
જવાબ : અભ્યાસ સૂચવે છે કે ચિમ્પાન્ઝી મનુષ્ય કરતાં વધુ ઉદવિકસિત છે. એમાં કોઈ શક નથી કે મનુષ્ય ખૂબ જ પ્રગતિશીલ જાતિ છે. પણ મનુષ્યનાં અને ચિમ્પાન્ઝીનાં 14,000 જનીનોની સરખામણી દર્શાવે છે કે પ્રાકૃતિક પસંદગી બળની આપણા એપ પિતરાઈ પર મોટી અસર થઈ છે. સંશોધકોની શોધ સામાન્ય ધારણાને પડકારે છે કે આપણું મોટું મગજ અને ઉચ્ચ બુદ્ધિશક્તિ પ્રાફૃતિક પસંદગીની ભેટ છે. મનુષ્ય અને ચિમ્પ્સે, સામાન્ય એપ પૂર્વજ કરતાં જુદો ઉવિકાસ માર્ગ 5 મિલિયન વર્ષ પહેલાં અનુસર્યા, બંનેમાં ફેરફારો થતા ગયા જેથી ટકી રહેલા યોગ્યતમ દ્વારા ભાવિ પેઢીમાં તેમનાં જનીનો વહન પામ્યાં. પણ USનો અભ્યાસ દર્શાવે છે કે મનુષ્ય ચિમ્પાન્ઝી કરતાં નોંધપાત્ર રીતે ઓછી સંખ્યામાં સકારાત્મક જનીનો ધરાવે છે.
જવાબ : જાતિ એટલે સમાન પ્રકારના સજીવોનો સમુહ જે અન્ય જાતિના સભ્યોથી અલગ પડે છે, જે મુક્ત રીતે આંતરપ્રજનન કરી શકે છે, પ્રમાણમાં સ્થાયીપણું દર્શાવે છે. વળીકરણનો નાનામાં નાનો એકમ છે.
જવાબ : મનુષ્યના વિકાસમાં થતા ફેરફારો નીચે પ્રમાણે છે: (i) ચહેરો ચપટ (ii) શરીરના વાળમાં ઘટાડો (iii) ટટ્ટાર મુદ્રા માટે કરોડસ્તંભમાં વળાંકો (iv) દ્વિપાદીય હલનચલન, પગ કરતાં હાથ ટૂંકા (v) મગજના કદમાં વધારો, વધુ બુદ્ધિમત્તા (vi) રાંધેલો આહાર ખાય, મિશ્રાહારી.
જવાબ : ના. કારણ કે મનુષ્યના ઉવિકાસ દરમિયાન મગજના કદ કંકાલતંત્રની રચના, ખોરાકની પસંદગી અને સામાજિક તથા સાંસ્કૃતિક ઉવિકાસ ભાગ ભજવે છે. જયારે અનુકૂલિત પ્રસરણ દરમિયાન ઉત્પત્તિ, પાયાની રચના અને અંગોનો વિકાસ સમાન હોય છે, ફકત બાહ્યાકાર રચનામાં ફેરફાર જોવા મળે છે.
જવાબ : ઘોડાના ઉર્વિકાશીય તબક્કાઓ: ઇઓટીપ્પસ-મીસોહીષ્મસ-મેક્ચીમ્પસ-પ્લીહીપ્ટસ-ઇક્વસ. ઉર્વિકાશીય ભાત: (i) શરીરનાં કદમાં વધારો (ii) ડોક લાંબી થવી (iii) ઉપાંગોની લંબાઈમાં વધારો (iv) ત્રીજી આંગળીમાં વધારો થવો. (v) ધાસ ચરવા માટે જડાની બંધારણીય રચનાની જટિલતામાં વધારો થવો.
જવાબ : હા, જલીય જીવન ધરાવતાં સજીવો અશ્મિરૂપ બને છે. હકીકતમાં સ્થલજ સજીવો કરતાં જલજ સજીવોમાં વધુ અશ્મિરૂપ જોવા મળે છે.આવાં અશ્મિઓ પહાડો પર ઊંડા દરિયાના તળની સરખામણીમાં જોવા મળે છે. આનું કારણ છે કે જે ખડકો પર અશ્મિઓ મળે છે તે પહેલાં સમુદ્રનાં તળિયે હતાં. પૃથ્વીના પોપડાની પ્લેટોમાં થતાં ફેરફારોને કારણે આવાં ખડકો દરિયાની બહાર ઊંચકાઈ આવે છે.
જવાબ : આ શબ્દ સજીવોને તેમના ઉવિકાસીય ઇતિહાસ અનુસાર વર્ગીકૃત કરવા વપરાય છે.‘સરળ સજીવ' એવાં સજીવો છે કે સરળ રચનાકીય અને કાર્યકારી આયોજન ધરાવે છે, આદિ તરીકે ગણાય છે. જટિલ સજીવોમાં ઊંચું અને જટિલ સ્તરનું બંધારણીય અને કાર્યકારી આયોજન જોવા મળે છે. તેઓ સરળ સજીવમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
જવાબ : રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. આ સિદ્ધાંત પ્રમાણે ત્રણ શક્યતાઓ છે: પ્રથમ શક્યતા પ્રમાણે હાલ જોવા મળતા બધા જ સજીવો (species/types) આ જ સ્વરૂપે ઉત્પન્ન થયા હોવા જોઈએ. બીજી શક્યતા પ્રમાણે ઉત્પત્તિ સમયે જેવી જૈવ-વિવિધતા ઉત્પત્તિ સમયે હતી તે ભવિષ્યમાં પણ રહેશે. ત્રીજી શક્યતા પ્રમાણે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આ બધા જ વિચારોનો 19મી સદીમાં પુષ્કળ વિરોધ થયો હતો.
આ વિચારો ચાર્લ્સ ડાર્વિન(Charles Darwin)ના અવલોકનો પર આધારિત છે. તેમણે H.M.S. Beagle નામના યુદ્ધ જહાજમાં વિશ્વભરની દરિયાઈ મુસાફરી કરી હતી. તેમના અનુમાન પ્રમાણે પૃથ્વી પરના બધા જ સજીવો એકમેક સાથે સામ્યતા દર્શાવે છે. તે ઉપરાંત વર્ષો પહેલાનાં સજીવો સાથે પણ તેમની સામ્યતા છે. આમાંના ઘણા સજીવો હાલ લુપ્ત થયેલા છે, પૃથ્વીના ઇતિહાસમાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, તેમની સામે નવા સજીવો પણ ઉમેરાયા છે. જીવ સ્વરૂપો ક્રમશઃ ઉદવિકાસ પામેલા છે. કોઈ પણ વસ્તી લક્ષણોમાં રહેતી વિવિધતાને લીધે સ્થાયી છે. એવી લાક્ષણિકતાઓ કે જે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ (હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો વગેરે) સામે ટકી રહેવા યોગ્ય બનાવે છે જયારે ઓછા યોગ્ય સજીવો ટકી શકતા નથી. જે વસ્તીની યોગ્યતા સારી તે પૃથ્વી પર ટકી શકે. આખરે ડાર્વિનના મત પ્રમાણે યોગ્યતા એટલે સારી પ્રજનન ક્ષમતા. તેથી જેઓ પર્યાવરણમાં સારી યોગ્યતા કેળવે છે, તેઓ બીજા કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરે છે અને તેથી તે વધુ સમય ટકી રહે છે અને કુદરત તેને પસંદ કરે છે જેને નૈસર્ગિક પસંદગી કહે છે. આલ્ફ્રેડ વાલેસે (Alfred Wallace)ને યાદ કરીએ કે જેમણે આજ સમયે મલય આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કરી આ જ તારણ આપ્યું. સમય પસાર થતો ગયો તેમ-તેમ દેખીતી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવો સમાનતા દર્શાવે છે. તેમના પૂર્વજો સામાન્ય છે. તેમ છતાં આ પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયે અસ્તિત્વ ધરાવતા હતા (પ્રકલ્પીયુગ(epochs), સમય અને કલ્પયુગો(eras)). પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ તેના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે. આમ, સામાન્ય તારણ છે કે પૃથ્વી હજારો વર્ષ નહિ પણ અબજો(billions) વર્ષ જૂની છે.જવાબ : તુલનાત્મક અંત:સ્થવિદ્યા અને બાહ્યાકારવિદ્યા હાલના અને તે કે જે અગાઉનાં વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે. આ સમાનતાના આધારે નક્કી કરી શકાય છે કે સમાન પૂર્વજોમાંથી હાલના સજીવો ઊતરી આવ્યા હશે.
(i) રચનાદશ્યતા/સમમૂલકતા: વ્હેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં (બધાં જ સસ્તન) અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા હોય છે આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. તેઓ અંત:સ્થ રચનાકીય સમાનતા ધરાવે છે.(આકૃતિ(b)) આ બધા પ્રાણીઓનાં અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્યાસ્થિઓ હોય છે. આમ, આ પ્રાણીઓમાં એકસરખા બંધારણ (રચના) ધરાવતાં અંગોનો વિકાસ થયો પણ તે જુદી જુદી દિશામાં અને તેની જુદી-જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આ અપસારી અપસારી ઉદર્વિકાસ(divergent evolution) કહે છે અને આ રચનાઓ સમમૂલક કે રચનાસદશ (homologous) હોય છે. સમમુલકતા સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. અન્ય ઉદાહરણોમાં પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ છે. વનસ્પતિઓમાં બોગનવેલ(Bougainvillea)નાં કંટક અને કુકરબીટા(Cucurbita)નાં પ્રકાંડસૂત્ર રચનાસદશ અંગો છે.(આકૃતિ(a)) (ii) કાર્યસદશતા : કાર્યસદશતા બિલકુલ વિપરિત સ્થિતિ દેખાડે છે. પતંગિયા અને પંખીની પાંખ સરખી દેખાય છે. તેઓ અંત:સ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી છતાં સમાન કાર્યો કરે છે. કાર્યસદશ રચનાઓએ કેન્દ્રાભિસારી ઉદવિકાસ(convergent evolution) સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે. કાર્યસદશ રચનાઓનો અન્ય ઉદાહરણ: ડોલ્ફિનની ફ્રિલપર્સ, પેંગ્વિનના ફ્રિલપર્સ,ઓક્ટોપસની અને સસ્તનની આંખ,બટાકા (પ્રકાંડનું રૂપાંતર), શક્કરિયા (મૂળ નું રૂપાંતર). આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહ એક જ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે.જવાબ : તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિઘા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતા દર્શાવે છે. આ સમાનતાના આધારે નક્કી કરી શકાય છે કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઊતરી આવ્યા હશે.
(i) રચનાદશ્યતા/સમમૂલકતા: વહેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં (બધાં જ સસ્તન) અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત સરખી હોય છે પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. તેઓ અંત:સ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ પ્રાણીઓનાં અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયપ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્લાસ્થિઓ હોય છે. આમ, આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતાં અંગોનો વિકાસ થયો પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આને અપસારી અપસારી ઉદર્વિકાસ કહે છે અને આ રચનાઓ સમમૂલક કે રચનાસદશ હોય છે. સમમુલકતા સમાન પૂર્વજો દર્શાવે છે. વનસ્પતિઓમાં બોગનવેલનાં કંટક અને કુકરબીટા કોળાનાં પ્રકાંડસૂત્ર રચનાસદશ અંગ છે. (ii) કાર્યસદશતા: અંત:સ્થ રચના અલગ હોય પણ કાર્યની દષ્ટિએ સમાનતા દર્શાવતા હોય છે. ઉદા., પક્ષી અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ છે. આવી કાર્યસદેશ રચનાઓ કેન્દ્રાભિસારી ઉદવિકાસ દર્શાવે છે. કાર્યસદશ રચનાઓનો અન્ય ઉદાહરણ: ડોલ્ફિનની ફિલપર્સ, પૈશ્વિનના ફિલપર્સ,ઓક્ટોપસની અને સસ્તનની આંખ, બટાકા (પ્રકાંડ), શક્કરિયા (મૂળ). આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહ એક જ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે.જવાબ : સજીવો જીવવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે. પર્યાવરણના ઘટકો સ્થિર નથી. તેઓ સમય અને સ્થળ પ્રમાણે બદલાતાં રહે છે. તેથી સજીવો જયાં રહેતાં હોય ત્યાંના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે. આમ, સજીવોની તેના પર્યાવરણ સાથેની સુસંગતતાને અનુકૂલન કહે છે.
જયારે એક જ જૂથના સજીવો જુદાં પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો વિકસાવે છે તેને અનુકૂલિત પ્રસરણ કહે છે. અનુકૂલિત પ્રસરણનાં મુખ્ય કારણોમાં ખોરાક,સુરક્ષા,સંવનન સ્થળોની જરૂરિયાત,નવા નિવાસસ્થાન,દુશ્મનોની ગેરહાજરી અને અલગતા વગેરે છે. અનુકૂલિત પ્રસરણ ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત થાય છે: (i) સ્થાનિક અનુકૂલિત શાખાઓ: વિશાળ વિસ્તારવાળી જગ્યામાં વિવિધ દિશામાં થયેલા વિકાસનું નિર્દેશન કરે છે. ઉદા. આફ્રિકામાં બે પ્રકારના ગેંડા જોવા મળે છે: ચરનારા જે ખુલ્લા મેદાનોમાં જીવે છે. અને કુમળાં પાંદડાં ચાવનારા જે વૃક્ષાચ્છાદિત જંગલોમાં જોવા મળે છે. (ii) સમકાલીન પ્રસરણ: વિશ્વના મોટાં પ્રાણી ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. ડાર્વિન તેના પ્રવાસ દરમિયાન ગેલાપાગોસ ટાપુ પર પહોચ્યો જ્યાં તેણે નાનાં કાળાં પક્ષી (ફિન્ચ) માં વિવિધતાનું અવલોકન કર્યું. ત્યાર બાદ આ પક્ષી ડાર્વિન ફિન્ચ તરીકે ઓળખાયું. ડાર્વિને આ જ ટાપુ પર ઘણી બધી ફિન્ચસ જોઈ તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ પર ઉદવિકાસ પામી છે. મૂળભૂત ફિન્ચના બીજઆહારી લક્ષણો સાથે સાથે તેણે અન્ય સ્વરૂપો માટે પણ તેની ચાંચો ઉદ્ભવી જેમણે તેમને કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ બનાવી દીધી. (iii) ખંડીય અનુકૂલિત પ્રસરણ: એક જ ભૌગોલિક ખંડમાં જીવતાચોક્કસ વર્ગોના સજીવોમાં ઉવિકાસીય પ્રસરણ રેખાઓ દર્શાવે છે. મકરણનું ઉદા., ઓસ્ટ્રેલિયન મારિયલ. મોટા ભાગના માર્ક્સપિયલ એકબીજાથી ભિન્ન હતા પણ તે બધાં ઓસ્ટ્રેલિયન ટાપુનાં મહાદ્વીપમાં જ વિકસ્યા હતા. જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જૉવા મળે તો તેને અપસારી ઉદવિકાસ કહે છે. ઓસ્ટ્રેલિયાના જરાયુ અને સસ્તનો પણ જ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. આ પ્રકારના દરેક જરાયુજ સસ્તનો માર્સુપિયલ (ઉદા., જરાયુજ વરૂ અને ટસ્માનિયન વરુ) ને સમાન અનુરૂપ પ્રસરણ દર્શાવે છે.જવાબ : આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાન(locus)ની આવૃત્તિ શોધી શકાય છે. આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી સતત જળવાઈ રહે છે. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે.
હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત દર્શાવે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે. જનીન સેતુ(gene pool) એટલે કે વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચળ રહે છે તેને જનીનિક સમતુલન કહે છે. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને 1, વ્યક્તિગત આવૃત્તિઓ ઉદાહરણ તરીકે p, નામ અપાય છે. દ્વિકીયમાં p અને q જે વૈકલ્પિક કારક A અને વૈકલ્પિક કારક a ની આવૃત્તિ દર્શાવે છે. વસ્તીમાં AA વ્યક્તિગત સજીવોની આવૃત્તિ સામાન્યત: છે. આ જ રીતે aq એ અને અને Aa ને 2pq તરીકે દર્શાવાય છે.આથી, જયારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત કિંમતથી અલગ હોય તો તે ઉદવિકાસય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. આનું અર્થઘટન આ રીતે કરાય છે કે હાર્ડ-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ ઉદવિકાસ થાય છે.જવાબ : લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં (million years ago-mya) સૌપ્રથમ કોષીય જીવનની પૃથ્વી પર શરૂઆત થઈ. મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા અકોષી સમૂહો અને તેમાંથી રસસ્તર ધરાવતો કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી. આમાંના કેટલાક કોષો મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણમાં થતી પ્રકાશપ્રક્રિયાના તબક્કા જેવી જ હતી. જેમાં પાણીના અણુની વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજકદ્રવ્યો દ્વારા તેના વહન થવાની ક્રિયાથી થતી હતી.
ધીમે-ધીમે એકકોષીય સજીવો બહુકોષીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા થયા. 500 મિલિયન વર્ષ પહેલાં(mya) અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય થયા.350 મિલિયન વર્ષ અગાઉ જડબાંવિહીન માછલી ઉદ્ભવી, સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતા હોવાની ધારણા છે. વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો હતા. જયારે પ્રાણીઓ જમીન પર આવ્યાં ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પ્રસરેલ હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. (આ ઘટના 350 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતી હતી). 1938માં દ.આફ્રિકામાં લુપ્ત થયેલ મનાતી મત્સ્ય સીલાકાન્થ (Coelacanth) મળી આવી હતી અને લોબફીન્સ (lobefins) તરીકે ઓળખવામાં આવતી હતી જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઊતરી આવ્યા, જમીન અને પાણી બંનેમાં જીવીત રહી શકતા હતા. આમાંના કોઈ જ નમૂના આપણી પાસે બચ્યાં નથી. તેમ છતાં, તે દેડકા કે સાલામાન્ડરના પૂર્વજો હતા. ઉભયજીવીઓમાંથી સરિસૃપો ઊતરી આવ્યાં. તેઓ જાડા કવચવાળાં ઈંડાં મૂકતાં જે સૂર્યપ્રકાશમાં ઉભયજીવીઓના ઈડાંની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહતા. ત્યાર બાદના 200 mya દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરિસૃપો પૃથ્વી પર પ્રભાવશાળી રહ્યા. તે સમયે વિશાળ ત્રિઅંગી(ફર્નસ) હાજર હતા. પરંતુ તે બધા ધીરે ધીરે નાશ પામી કોલસાના ભંડારમાં ફેરવાઈ ગયા. કેટલાક લગભગ 200 mya દરમિયાન મત્સ્ય જેવા સરિસૃપો જમીનમાંથી પાણીમાં પાછા ફર્યા. (ઉદા., ઇકથી સોરસ), જમીન પર રહેલા સરિસૃપો ડાયનોસોર્સ હતા જેમાં સૌથી મોટા એટલે કે ટાયરનોસોરસ રેક્સ જે આશરે 20 ફૂટ ઊંચાઈ અને કટાર જેવા દાંત ધરાવતા હતા. 65 મિલિયન વર્ષ પૂર્વે આબોહવાકીય ફેરફારોને કારણે ડાયનોસોર પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા. તેમાંના કેટલાંક પક્ષીઓ માં ઉદવિકાસ પામ્યા. નાના કદના સરિસૃપોનું અત્યારે પણ અસ્તિત્વ જોવા મળે છે. પહેલાં સસ્તનો છછુંદર(shrews) જેવા હતા. તેમના અશ્મિઓ નાના કદના હતા સસ્તનો અપત્યપ્રસવી(viviparous) હતા અને તેમના ન જ્ન્મેલા બાળને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા. સસ્તનો સંવેદનશીલ અને ડરનો સામનો કરવા માટે બુદ્ધિશાળી હતા. સરિસૃપોની સંખ્યા ઓછી થતાં, સરતનો પૃથ્વી પર પ્રભાવશાળી બન્યા. દક્ષિણ અમેરિકામાં ધોડા, હિપોપોટેમસ, રીંછ જોવા સરતનો જોવા મળતાં હતા, ખંડીય વિચલનને કારણે દ. અમેરિકા, ઉત્તર અમેરિકા સાથે જોડાતાં, આ પ્રાણીઓએ ત્યાં પ્રભુત્વ જમાવ્યું, ઓસ્ટ્રેલિયાઈ કોથળીધારો સસ્તનો અન્ય સસ્તનોથી સ્પર્ધાના અભાવને કારણે ટકી રહ્યા છે. કેટલાંક સસ્તનો જેવાં કે સીલ, ડોલ્ફિન, વોલ સંપૂર્ણ પણે દરિયામાં રહેતા જોવા મળે છે.જવાબ : લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ નામના પ્રાઇમેટનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. તેઓ આખા શરીરે વાળવાળા તેમજ તેમની ચાલ ગોરિલા કે ચિમ્પાન્ઝી જેવી હતી. રામાપિથેક્સ માનવ જેવા હતા જયારે ડ્રાયોપિથેક્સ એપ જેવા લાગતા હતા.
ઇથિઓપિયા અને તાન્ઝાનિયામાંથી મળતાં અશ્મિઓથી જાણવા મળે છે કે 3-4 મિલિયન વર્ષ પહેલાં માનવ જેવાં પ્રાઇમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા. તેઓ લગભગ 4 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા અને સીધા ચાલતા હોવાનું મનાય છે. લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલોપિથેસિન સંભવતઃ પૂર્વી આફ્રિકાના ધાસનાં મેદાનોમાં રહેતા હતા. પુરાવા પરથી કહી શકાય કે શરૂઆતમાં તે પથ્થરોના હથિયારોથી શિકાર કરતાં હતા પણ મૂળભૂત રીતે ફળનો આહાર કરતા હતા. શોધવામાં આવેલ અસ્થિઓમાંથી કેટલાંક અશ્મિઓ અલગ હતા તેને પ્રથમ માનવ હોમો હેબિલિસ કહેવાયા. તેમના મગજની ક્ષમતા 650-800 cc ના વચ્ચેની હતી. તેઓ સંભવતઃ માંસાહારી નહોતા. 1891માં જાવામાંથી 1.5 મિલિયન વર્ષ પૂર્વેના હોમો ઇરેટ્સના અશ્મિઓ મળી આવ્યાં. તેના મગજની ક્ષમતા 900cc હતી. સંભવત: માંસાહારી હતા. નિએન્ડરથલ માનવ 1400 ccના મગજની ક્ષમતા ધરાવતા કદ સાથે 1,00,000થી 40,000 વર્ષ પહેલાં પૂર્વ-મધ્ય એશિયામાં રહેતા હતા. તેઓ શરીર પર ખાલ વીંટતા અને તેમના મૃતકોને જમીનમાં દાટતા હતા. 75,000-10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા. પ્રાગૈતિહાસિક ગુફાકલાનો વિકાસ લગભગ 18,000 વર્ષો અગાઉ થયો હતો. હતો. માનવ દ્વારા તૈયાર કરેલ ચિત્રો મધ્યપ્રદેશના સાયસન જિલ્લામાં ભીમલકતા ખડક ઉપરથી આવી એક ગૂફામાં જોવા મળે છે. આશરે 10,000 વર્ષ પૂર્વે કૃષિ વિદ્યાનો પ્રારંભ અને માનવ વસાહતોની શરૂઆત થઈ.જવાબ : તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિઘા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતા દર્શાવે છે. આ સમાનતાના આધારે નક્કી કરી શકાય છે કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઊતરી આવ્યા હશે.
(i) રચનાદશ્યતા/સમમૂલકતા: વહેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં (બધાં જ સસ્તન) અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત સરખી હોય છે પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. તેઓ અંત:સ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ પ્રાણીઓનાં અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયપ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્લાસ્થિઓ હોય છે. આમ, આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતાં અંગોનો વિકાસ થયો પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આને અપસારી અપસારી ઉદર્વિકાસ કહે છે અને આ રચનાઓ સમમૂલક કે રચનાસદશ હોય છે. સમમુલકતા સમાન પૂર્વજો દર્શાવે છે. વનસ્પતિઓમાં બોગનવેલનાં કંટક અને કુકરબીટા કોળાનાં પ્રકાંડસૂત્ર રચનાસદશ અંગ છે. (ii) કાર્યસદશતા: અંત:સ્થ રચના અલગ હોય પણ કાર્યની દષ્ટિએ સમાનતા દર્શાવતા હોય છે. ઉદા., પક્ષી અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ છે. આવી કાર્યસદેશ રચનાઓ કેન્દ્રાભિસારી ઉદવિકાસ દર્શાવે છે. કાર્યસદશ રચનાઓનો અન્ય ઉદાહરણ: ડોલ્ફિનની ફિલપર્સ, પૈશ્વિનના ફિલપર્સ,ઓક્ટોપસની અને સસ્તનની આંખ,બટાકા (પ્રકાંડ), શક્કરિયા (મૂળ). આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહ એક જ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે. ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકીકરણ પહેલાં વૃક્ષો ઉપર સફેદ પાંખો ધરાવતાં ફુદ્દા (બીસ્ટોન બીટુલેરિયા), ઘેરી પાંખો ધરાવતાં અથવા મેલેનાઈઝ્ડ ફુદ્દા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતાં હતાં. જોકે સમાન વિસ્તારમાંથી એકત્રિકીકરણ કરવામાં આવ્યું પરંતુ ઔદ્યોગિકીકરણ બાદ આ જ વિસ્તારમાં ધેરી પાંખવાળા ફુદા વધારે જોવા મળ્યા. 1920માં ઔદ્યોગિકીકરણ પછી, ઝાડના થડ ધુમાડા અને મેશના કારણે કાળાં પડતાં ગયાં આ સ્થિતિમાં ઘેરા રંગનાં ફુદા શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોઈ બચી શક્યાં. તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી જયારે આછા રંગનાં ફુદા ઘેરી પશ્ચાદ્ ભૂમિમાં સહેલાઈથી ઓળખાઈ જતા હોઈ ઝડપથી શિકાર પામતાં તેમની સંખ્યા માં ઘટાડો થયો.જે ફુદા રંગઅનુકૃતિ કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા. જયાં ઔઘોગિકીકરણ નથી થયું એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા રંગવાળા ફુદાંની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધી, અસ્તિત્વ ટકાવી શકે છે અને વસ્તીના કદમાં વધારો કરે છે.જવાબ : એસ.એલ.મિલર (S.L.Miller) નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વીનાં આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી(આકૃતિ).
તેમણે વિદ્યુત ચમકારા કરાવી શકાય તેવા એક હવાચુસ્ત પાત્ર (બંધ ફ્લાસ્ક)માં તેમણે પાણી, મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ લીધું. આ પાત્રને રિએક્શન ચેમ્બર કહે છે. રિએકશન ચેમ્બરમાં ગોઠવેલા ઈલેક્ટ્રોડસ દ્વારા વીજ ચમકારા કરાવી શકાય છે. એકશન ચેમ્બરને અન્ય પાત્ર સાથે સાંકળેલ હતું, જેમાં પાણી ઊકળતું (800° C) રાખી શકાય, વરાળ ઉત્પન્ન કરાય. રિએકશન ચેમ્બરના બીજા છેડે કન્ડેન્સર. ડી, બહાર આવતા વરાળયુક્ત મિશ્રણને ઠારી એકત્રિત કરાય છે. આ મિશ્રણને વિવિધ રસાયણોની હાજરી માટે ચકાસી શકાય છે. અવલોકન : લગભગ 18 દિવસ બાદ મિશ્રણમાં એમિનો એસિડ અને પેપ્ટાઇડ શુંખલાઓ જોવા મળી. આવું જ બીજા વૈજ્ઞાનિકોના આ પ્રકારના પ્રયોગોમાં જોવા મળ્યું જેમાં શર્કરા, નાઇટ્રોજન બે ઇઝ, રંજકદ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. પૃથ્વી પર પડેલી ઉલકાઓનું પૃથક્કરણ કરતાં આવાં દ્રવ્યો તેમાં પણ મળી આવે છે. જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હશે. આમ, મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉવિકાસની વાતને પ્રાથમિક સંકલ્પના તરીકે સ્વીકારાઈ છે.જવાબ : ઉદવિકાસીય જીવવિજ્ઞાન એટલે જીવંત સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ. લાખો(millions) વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતાં ફેરફારો સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિ વિશેની જાણકારી જરૂરી બને છે.
ઉદવિકાસ શબ્દનો સૌથી સરળ અર્થ છે ક્રમિક વિકસવું, સજીવોનાં લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદવિકાસ કહે છે. બીજા શબ્દોમાં, ઉદવિકાસ એટલે સાદા અને સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન. બ્રહ્માંડ ના ઉદવિકાસ સાથે પૃથ્વી અને ક્રમશઃ તેમાં જીવનની ઉત્પત્તિ અને તેનાં સ્વરૂપોમાં જૈવવિવિધતા, આ સમગ્ર ઉદવિકાસના સંદર્ભમાં જોવા મળે છે.જવાબ : મિલ્કી વે (milky way) નામની આકાશગંગાના સૌરમંડળમાં 4.5 અબજ (billion) વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યાં જેમાંથી આપણી પૃથ્વી પણ છૂટી પડી જે એક ગ્રહ છે.
શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું. પાણીની બાષ્પ(વરાળ), મિથેન, કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલો દ્રવ્યો મુક્ત થયાં અને સપાટીને ઢાંકતા ગયાં. સૂર્યમાંથી આવતાં UV કિરણોએ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા અને હલકો વાયું હાઈડ્રોજન મુક્ત થયો. એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોનું રચના કરી. ઓઝોન સ્તરનું નિર્માણ થયું. જ્યારે પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું ત્યારે પાણીની વરાળ વરસાદ રૂપે પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકઠું થયું અને આ રીતે મહાસાગરોનું નિર્માણ થયું. પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષો પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું મનાય છે. એટલે કે 4 બિલિયન વર્ષ પહેલાં.જવાબ : જીવનની શરૂઆત વિશે જુદાં જુદાં મતમતાંતર જોવા મળે છે.
(i) વિશિષ્ટ સર્જનવાદઃ કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોવાનું મનાય છે. (ii) પેનસ્પર્મિયાવાદ: ગ્રીક વિચારકોના માનવા પ્રમાણે જીવના એકમો જેને બીજાણુ કહે છે. જે પૃથ્વી સહિતની વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયાં. હજુ પણ કેટલાંક ખગોળશાસ્ત્રીઓ આ માન્યતા સાથે સહમત છે. (iii) અજીવજનનવાદ: એવું માનવામાં આવતું કે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. જીવ, સડતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયાં. (ઉદા., છાણમાંથી કીડા, માટીમાંથી અળસિયાં, માંસમાંથી માખીઓ) (iv) ઉલ્કાપાષાણવાદ: પૃથ્વીના ઉદ્ધવ સમયે કે પછી ઉલ્કા વર્ષાઓ દરમિયાન પૃથ્વી પર જીવનનો પ્રવેશ અને વિકાસ થયો. લૂઈ પાશ્રચરે તેના પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે. તેના પ્રયોગોમાં તેણે જંતુરહિત ચંબુમાં મૃત યીસ્ટને રાખ્યા તો તેમાંથી નવા યીસ્ટ સર્જાયા નહિ. બીજા ચંબુમાં ખુલ્લી હવા દાખલ થતાં નવા યીસ્ટની ઉત્પત્તિ જોવા મળી.જવાબ : અર્નેસ્ટ હેકલના અવલોકન પ્રમાણે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાંક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે, જે તેમની સમાન પૂર્વજતા દર્શાવે છે. પૂર્વજન્યાવર્તનવાદ કે બાયોજીનેટિક સિદ્ધાંત: આ સિદ્ધાંત વોન બાયેર દ્વારા પ્રતિપાદિત કરાયો જેને અર્નેસ્ટ એકલ દ્વારા પૂર્વજન્યાવર્તનવાદ તરીકે ઓળખાયો. આ સિદ્ધાંત પ્રમાણે દરેક સજીવ તેના વિકાસ દરમિયાન તેની જાતિના ઉવિકાસીય ઇતિહાસનું પુનરાવર્તન કરે છે.
માનવ સહિતના બધા પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરફાટ જોવા મળે છે. તે ફક્ત મત્સ્યમાં ક્રિયાશીલ હોય છે, અન્ય પૃષ્ઠવંશીઓમાં નહીં. કેટલાંક ઉદાહરણો (a) દેડકાનો ટેડપોલ જલજ અને મત્સ્ય જેવાં લક્ષણો ધરાવે છે. જે દશવિ છે કે દેડકા, મત્સ્ય જેવા પ્રાણીઓમાં વિકાસ પામ્યાં છે. (b) અનાવૃત બીજધારી ફલન માટે પાણી પર આધારિત નથી પણ આદિ અનાવૃત બીજધારો કશાયુક્ત જન્યુકોષો ધરાવે છે જેના ફલન માટે પાણી જરૂરી હોય છે. આ અનાવૃત બીજધારો અને ત્રિઅંગી વચ્ચેની સામાન્ય પૂર્વજતા દર્શાવે છે.જવાબ : ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકીકરણ પહેલાં વૃક્ષો ઉપર સફેદ પાંખો ધરાવતાં ફુદા (બીસ્ટોન બીટુલેરિયા), ઘેરી પાંખો ધરાવતાં અથવા મેલેનાઈઝ્ડ ફુદ્દા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતાં હતાં. જોકે સમાન વિસ્તારમાંથી એકત્રિકીકરણ કરવામાં આવ્યું પરંતુ ઔદ્યોગિકીકરણ બાદ આ જ વિસ્તારમાં ધેરી પાંખવાળા ફુદા વધારે જોવા મળ્યા.
1920માં ઔદ્યોગિકીકરણ પછી, ઝાડના થડ ધુમાડા અને મેશના કારણે કાળાં પડતાં ગયાં આ સ્થિતિમાં ઘેરા રંગનાં ફુદા શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોઈ બચી શક્યાં. તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી જયારે આછા રંગનાં ફુદા ઘેરી પશ્ચાદ્ ભૂમિમાં સહેલાઈથી ઓળખાઈ જતા હોઈ ઝડપથી શિકાર પામતાં તેમની સંખ્યા માં ઘટાડો થયો.જે ફુદા રંગઅનુકૃતિ કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા. જ્યાં ઔઘોગિકીકરણ નથી થયું એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા રંગવાળા ફુદાંની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધી, અસ્તિત્વ ટકાવી શકે છે અને વસ્તીના કદમાં વધારો કરે છે.જવાબ : જયારે વિવિધ ચયાપચયિક ક્ષમતા સાથેના સજીવોના કોષીય સ્વરૂપની શરૂઆત થઈ ત્યારે પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉદવિકાસ થયો હશે. ઉદવિકાસ અંગેનો ડાર્વિનવાદનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે. સજીવોના નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર કે જીવનકાળ સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતાં સૂક્ષ્મજીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટરિયાની એક વસાહત A ખાદ્ય ધટકોના ઉપયોગ કરવાની ક્ષમતામાં વિવિધતા ધરાવે છે. માધ્યમમાં ફેરફાર કરવામાં આવે તો વસ્તીનો ફક્ત તે જ ભાગ ધારો કે B બાકી રહેશે કે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહેશે.
એક ચોક્કસ સમય દરમિયાન આ વસ્તીનું ભિન્નરૂપ બીજા કરતાં વધશે અને નવી જાતિઓ તરીકે અસ્તિત્વમાં આવશે. આવું થોડા દિવસોમાં જ થાય છે. પણ આ જ બાબત જ્યારે મત્સ્ય કે મરઘી માટે લાગુ પડે ત્યારે તેમાં લાખો વર્ષો લાગે છે, કારણ કે તેમનો જીવનકાળ વર્ષોનો હોય છે. આપણે કહી શકીએ કે Bની યોગ્યતા A કરતાં નવી પરિસ્થિતિમાં વધુ યોગ્ય છે. પસંદગી પામવા અને વિકાસ માટે જનીનિક આધાર જરૂરી હોય છે. કેટલાંક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા વધુ અનુકૂલિત થયા હોય છે. શાખાકીય અવતરણ(branching descent) અને પ્રાકૃતિક પસંદગી ડાર્વિનના ઉદવિકાસવાદના સિદ્ધાંતના ચાવીરૂપ ખ્યાલ છે.જવાબ : લેમાર્કવાદના મુખ્ય મુદા નીચે પ્રમાણે હતા:
(i) સજીવો અને તેનાં અંગો સતત કદમાં વધારો કરતા હોય છે. પર્યાવરણના દબાણ હેઠળ નિષ્ક્રિય અંગોનો વિકાસ જળવાય છે. (ii) જે અંગનો વપરાશ થતો રહે તેનો વિકાસ થાય છે. ન વપરાતા અંગો ધસારો થાય છે. આમ, સજીવ, ઉપાર્જિત કરેલાં લક્ષણો સંતતિને વારસામાં આપે છે. ત્રુટિઓ: (i) સજીવોનાં અંગો કે કદમાં વધારો કેટલાકમાં સાચો છે. ઉદા, ધોડો, હાથી, સપુષ્પીમાં છોડ અને સુપ નાનાં કદ ધરાવે છે. વૃક્ષ જૂના હોવા છતાં વધુ કદ હોય. (ii) તેના ઉદાહરણમાં જિરાફની ડોકનું ઉદાહરણ સ્વીકાર્ય નથી થતું. વળી જે અંગનો વપરાશ થાય, તેનો વિકાસ થાય. આ મુદ્દો પણ સાચો નથી.જવાબ : ડાર્વિનને થોમસ માલ્થસ(Thomas Malthus)ના વસ્તી પર ના કાર્યથી ઘણા પ્રભાવિત હતા. પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકનો ઉપર આધારિત છે કે વાસ્તવિક હોય. ઉદાહરણ તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે, અપવાદરૂપે ઋતુકીય ફેરફારોને બાદ કરતા, વસ્તીનું કદ સ્થાયી છે. વસ્તી ના સભ્યો બહારથી સમાન લાગતાં હોય પણ, લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે.
જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો વસ્તીવિસ્ફોટ થાય પણ હકીકતમાં વસ્તીનું કદ મર્યાદિત જ રહે છે. તેનો અર્થ એ છે કે કુદરતી સ્રોતો માટેની સ્પર્ધામાં જે ટકી રહ્યા તે પસંદગી પામ્યા. ભિન્નતા આનુવંશિક છે અને તે કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કેટલાક વસવાટમાં યોગ્ય રીતે અનુકૂલિત થયેલા માટે કરે છે જે ફક્ત તેમને જ પ્રજનન કરી વધુ સંતતિ ઉત્પન્ન કરવા પ્રેરે છે. આમ, સમય જતાં કેટલીય પેઢીઓ પછી ફક્ત જે ટકી રહ્યા થશે. તે જ વધુ સંતતિ ઉત્પન્ન કરશે અને તેનાથી વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર જોવા મળશે નવા સ્વરૂપોનો વિકાસ થસે.જવાબ : ભિન્નતાના ઉદ્ભવ અને જાતિનિર્માણ(speciation) માટે મેન્ડલે વારસાગમન થઈ શકે તે કારકો ની માહિતી આપી હતી. આ કારકો સજીવના સ્વરૂપ પ્રકારને અસરકર્તા છે. ડાર્વિને આ સંબંધી કોઈ અભિપ્રાય નહોતો આપ્યો. હ્યુગો-દ-વ્રિસે 20મી સદીના પૂર્વાર્ધમાં ઇવનિંગ પ્રાઇમરોઝ(evening primrose) વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિ વિશે માહિતી આપી.
તેમની માન્યતા પ્રમાણે વસ્તીમાં એકાએક જોવા મળતી ભિન્નતાઓ વિકૃતિને કારણે હોય છે જે ઉદવિકાસને પ્રેરે છે. અને ડાર્વિન કે જે નાની નાની ભિન્નતાઓ(આનુવંશિક)ની વાત કરતા હતા તે નહિ. વિકૃતિ યાદ્ચ્છિક અને દિશાવિહિન છે જ્યારે ડાર્વિનની ભિન્નતા નાની અને દિશાસૂચક છે. હ્યુગો-દ-વ્રિસના મત પ્રમાણે વિકૃતિ જ જાતિનિર્માણ માટેનું પરિબળ છે જેને જેને સેલ્ટેશન(મોટી વિકૃતિ માટે એક પગલું) તરીકે બતાવ્યું છે.જવાબ : આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાન (locus)ની આવૃત્તિ શોધી શકાય છે. આ આવૃત્તિઓ સ્થાયી અને પેઢીઓ સુધી સતત જળવાઈ રહે છે. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે.
હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત દર્શાવે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. જનીન સેતુ(gene pool) એટલે કે વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચળ રહે છે તેને જનીનિક સમતુલન કહે છે. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિના સરવાળાને 1, વ્યક્તિગત આવૃત્તિઓને p, નામ આપાય છે. દ્વિકીયમાં p અને q જે વૈકલ્પિક કારક A અને a ની આવૃત્તિ ધરાવે છે. વસ્તીમાં AA વ્યક્તિગત સજીવોની આવૃત્તિ છે. આ જ રીતે aq એ અને અને Aa ને 2pq તરીકે દર્શાવાય છે.આથી, જયારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી અલગ હોય તો તે ઉદવિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. હાર્ડી-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ ઉદવિકાસ થાય છે. તેવું અર્થઘટન કરાયું છે.જવાબ : પાંચ પરિબળો હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા છે. તેઓ જનીનપ્રવાહ અથવા જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન(drift), વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે.
જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીનઆવૃતિ ફેરફાર પામે છે. નવા જનીનો કે વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીનપ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતાં હોય તો તેને જનીનિક વિચલન કહે છે. કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. મૂળભૂત વિચલિત(drifted) વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર(founder effect) કહે છે.જવાબ : સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દ્વારા જણાયું છે કે પૂર્વ-અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જયારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. કેટલીક પેઢીઓ પછી, તે જાતિનિર્માણમાં પરિણમે છે. પ્રાફૃતિક પસંદગી એ પ્રક્રિયા દ્રારા આનુવંશિક ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે.
તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે કે જનીનપ્રવાહને કારણે જે જનીનિક વિચલનને કારણે અથવા જનનકોષના નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભાવિ પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારમાં પરિણમે છે. પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનીક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. પ્રાફૃતિક પસંદગી સ્થિરતા (જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ/ મૂલ્યો પ્રાપ્ત કરે છે), દિશાકીય ફેરફાર (ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ(મધ્યમ) લક્ષણ/ મૂલ્યો ઉપરાંતનાં મૂલ્યો પ્રાપ્ત કરે છે) અથવા ભંગાણજનક(disruption) ઉદવિકાસ (વિતરણ વળાંક(curve)ના બંને છેડાનાં લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે) સ્થિતિ તરફ દોરી જાય છે.(આકૃતિ)જવાબ : બીજા બે પરિબળો જે હાર્ડ-વિનબર્ગના સમતુલનને અસર કરે છે તે વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી છે. વિકૃતિ સજીવોમાં એકાએક રીતે થતો આનુવંશિક ફેરફાર છે જે સજીવના જીનોમમાં ન્યુક્લિઇક એસિડના બે ઇઝ અનુક્રમમાં થતા ફેરફારથી સર્જાય છે.
સૂક્ષ્મજીવીય પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયક વિકૃતિ જ્યારે પસંદ કરાય છે ત્યારે નવા દેખાવ સ્વરૂપનું નિર્માણ કરે છે. કેટલીક પેઢી પછી આ જાતિ નિર્માણમાં પરિણમે છે. તેથી જનીન અને કારકોની આવૃત્તિમાં ફેરફાર જોવા મળે છે. પ્રાફૃતિક પસંદગીની ઘટનામાં જે સજીવો આનુવંશિક વિવિધતા ધરાવતા હોય તે વધુ ટકી રહેવા, પ્રજનન કરવા અને મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરવા અન્ય સજીવો કરતાં વધુ યોગ્યતા દર્શાવે છે. તે સ્થાયીકરણ, દિશીય પરિવર્તન કે વિક્ષેપ તરફ દોરે છે.જવાબ : હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસરકત પાંચ પરિબળો છે: જનીન પ્રવાહ જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે.
જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃતિમાં ફેરફાર પામે છે. નવા જનીનો વૈકલ્પિક કારકો નવી વસ્તીમાંથી ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી દૂર થાય છે. જે જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીન પ્રવાહ છે. આ સમાન ફેરફારો જો. તેક દ્વારા થતાં હોય તો તેને જનીનિક વિચલન કહે છે. કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વર્તે છે. મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે અને સ્થાપક અસર કહે છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.