GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કયા પ્રદેશની ઋતુકીય ભિન્નતા ઓછી હોય છે ?

Hide | Show

જવાબ : ઉષ્ણકટિબંધીય

જૈવવિવિધતા પર ઐતિહાસિક સંમેલન રિયો ડી જીનેરો ખાતે 1992 માં થયું હતું. તે કયા નામે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : અર્થ સમિટ

(i) in vitro ફલન (ii) શીત-જાળવણી અને (iii) પેશી-સંવર્ધન ટેકનિકોમાં સામાન્ય શું છે?

Hide | Show

જવાબ : બધી ex situ જાળવણી પદ્ધતિઓ છે.

આપણી પૃથ્વી પર ઓર્કિડની કેટલી જાતિઓ છે?

Hide | Show

જવાબ : 20000

જૈવ-વિવિધતા શબ્દ કોનાં દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો હતો ?

Hide | Show

જવાબ : એડવર્ડ વિલ્સન

IUCN-2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી-જાતિની કુલ સંખ્યા કેટલી છે?

Hide | Show

જવાબ : 1.5 મિલિયન કરતાં સહેજ વધારે

ભારતમાં કેટલી સંખ્યામાં જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્યજાતિઓ છે?

Hide | Show

જવાબ : 50000 થી વધારે

રોબર્ટ મેના અંદાજ મુજબ વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે ?

Hide | Show

જવાબ : 7 મિલિયન

ગ્રહ પર 10 કીટકો કેટલાં કીટકો હશે ?

Hide | Show

જવાબ : 7

રોબર્ટ મેના વૈશ્વિક અંદાજ મુજબ કુલ જાતિઓમાંથી હજુ કેટલા ટકા જાતિઓની શોધ થઇ છે ?

Hide | Show

જવાબ : 22%

ભારતમાં પ્રાણીઓની જાતિઓ વનસ્પતિ કરતા લગભગ કેટલાં ગણી નોંધાઈ છે ?

Hide | Show

જવાબ : બે ગણીથી વધારે

ભારત વિશ્વના કુલ જમીનવિસ્તારના કેટલાં ટકા જમીનવિસ્તાર ધરાવે છે ?

Hide | Show

જવાબ : 2.4 ટકા

એમેઝોનના વર્ષાવનોમાં મત્સ્યની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 3000

ભારતમાં અંદાજે કેટલી પ્રાણી જાતિની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે ?

Hide | Show

જવાબ : 3 લાખથી વધારે

ભારત પક્ષીઓની કેટલી જાતિઓ ધરાવે છે ?

Hide | Show

જવાબ : 1200 થી વધારે

ન્યુયોર્કમાં પક્ષીઓની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 105 જેટલી

એમેઝોનના વર્ષાવનોમાં ઓછામાં ઓછી કેટલી કીટક જાતિઓની શોધ તથા ઓળખ બાકી છે ?

Hide | Show

જવાબ : 20,00,000

શેની સૌથી વધુ ઉત્પાદકતા વિવિધતા માટે ફાળો આપે છે ?

Hide | Show

જવાબ : સોરઊર્જા

પાછલા 500 વર્ષોમાં પૃષ્ઠવંશીઓની કેટલી જાતિઓ લુપ્ત થઇ છે?

Hide | Show

જવાબ : 338

પાછલા 500 વર્ષોમાં કેટલી જાતિઓ લુપ્ત થઇ ગઈ છે ?

Hide | Show

જવાબ : 784

એમેઝોનના વર્ષાવનોમાં ઉભયજીવીઓની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 427

એમેઝોનના વર્ષાવનોમાં અપૃષ્ઠવંશીઓની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 1,25,000 થી વધારે

એમેઝોનના વર્ષાવનોમાં પક્ષીઓની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 1300

એમેઝોનના વર્ષાવનોમાં સરીસૃપોની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 378

એમેઝોનના વર્ષાવનોમાં સસ્તનોની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 427

પરિસ્થિતિવિદો મુજબ Z રેખાનું મૂલ્ય કેટલું હોય છે ?

Hide | Show

જવાબ : 0.1 થી 0.2 વચ્ચે

પાછલા 500 વર્ષોમાં અપૃષ્ઠવંશીઓની કેટલી જાતિઓ લુપ્ત થઇ છે?

Hide | Show

જવાબ : 359

વર્તમાન વિશ્વમાં પક્ષીઓની કેટલાં ટકા જાતિઓ લુપ્ત થવાનાં આરે છે ?

Hide | Show

જવાબ : 12%

વર્તમાન વિશ્વમાં અનાવૃતધારીઓની કેટલાં ટકા જાતિઓ લુપ્ત થવાનાં આરે છે ?

Hide | Show

જવાબ : 31%

વર્તમાન વિશ્વમાં ઉભયજીવીઓની કેટલાં ટકા જાતિઓ લુપ્ત થવાનાં આરે છે ?

Hide | Show

જવાબ : 32%

વિશ્વમાં કેટલી જાતિઓ લુપ્ત થવાનાં ભયનો સામનો કરી રહી છે ?

Hide | Show

જવાબ : 15,500

છેલ્લા 20 વર્ષોમાં કેટલી જાતિઓ અદ્રશ્ય થઇ છે ?

Hide | Show

જવાબ : 27

વર્તમાન વિશ્વમાં સસ્તનોની કેટલાં ટકા જાતિઓ લુપ્ત થવાનાં આરે છે ?

Hide | Show

જવાબ : 23%

પાછલા 500 વર્ષોમાં વનસ્પતિઓની કેટલી જાતિઓ લુપ્ત થઇ ગઈ છે ?

Hide | Show

જવાબ : 87

વર્તમાન વૈશ્વિક બજારોમાં વેચાતી 25% કરતાં વધારે દવા શેમાંથી મેળવવામાં આવે છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિ

લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી દવાઓમાં લગભગ કેટલી વનસ્પતિજાતિઓ ફાળો આપે છે ?

Hide | Show

જવાબ : 25,000

જૈવિક વિવિધતા માટેનું સંમેલન 1992માં ક્યાં યોજવામાં આવ્યું હતું ?

Hide | Show

જવાબ : રિયો ડી જાનેરો

2002 માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ ક્યાં યોજવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : જોહાનીસબર્ગ

વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ : 34

ક્રાયોપ્રિઝર્વેશન તકનીકમાં કેટલાં તાપમાને સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓને સંગ્રહ કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : માઈનસ 196

અત્યારે ભારતમાં કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે ?

Hide | Show

જવાબ : 90

શરૂઆતમાં જૈવ વિવિધતાના કેટલાં હોટસ્પોટની ઓળખ થઇ હતી ?

Hide | Show

જવાબ : 25

અત્યારે ભારતમાં કેટલાં જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે ?

Hide | Show

જવાબ : 14

અત્યારે ભારતમાં કેટલાં વન્યજીવ અભયારણ્યો છે ?

Hide | Show

જવાબ : 448

કયો દેશ સૌથી વધુ જૈવવિવિધતા ધરાવે છે ?

Hide | Show

જવાબ : દક્ષિણ અમેરિકા

કોઈ પણ એક જૈવવિવિધતા ગુમાવવાનું કારણ જણાવો.

Hide | Show

જવાબ : નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ

કોઈ પણ એક ભારતમાં દાખલ કરવામાં આવેલ વિદેશી જાતિનું નામ જણાવો.

Hide | Show

જવાબ : લેન્ટેના

કયા ભાગમાં કળશપર્ણ વનસ્પતિ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : ઉત્તર-પૂર્વીય ભારતનાં વર્ષા જંગલોમાં

કયુ એક જૈવવિવિધતાના ધ્યાનાકર્ષિત પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા નથી ?

Hide | Show

જવાબ : મોટા ભાગની ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે.

નીચે આપેલ વનસ્પતિઓમાં શું સામાન્ય છે? નેપેન્થસ, સાયલોટમ, રાઉલ્ફીઆ અને એકોનિટમ.

Hide | Show

જવાબ : બધા અતિશોષણ પામવાની સંભાવના ધરાવે છે.

એકશિંગી ગેંડો કયા અભયારણ્યની ઓળખ છે ?

Hide | Show

જવાબ : કાઝીરંગા

કયુ પ્રાણી-જૂથ નાશપ્રાયઃ થવાની સંભાવના સૌથી વધુ ધરાવે છે ?

Hide | Show

જવાબ : ઉભયજીવી

કઈ વનસ્પતિ ભારતની નાશપ્રાયઃ જાતિ છે ?

Hide | Show

જવાબ : સેન્ટેલમ આલ્બમ (ચંદનનું કાષ્ઠ), સાયક્સ બેડોનેઇ અને રાઉલ્ફીઆ સર્પેન્ટાઇના

લેન્ટેના, આઇર્કોનિયા અને આફ્રિકન કેટફિશ વચ્ચે સમાનતા શી છે ?

Hide | Show

જવાબ : બધી જાતિ તો નાશ થવાની સંભાવના યુક્ત છે કે તો ભારતની સ્વદેશી જાતિઓ છે.

પેસેન્જર પીઝનની લુપ્તતા માટે કોણ જવાબદાર છે ?

Hide | Show

જવાબ : માનવ દ્વારા અતિશોષણને પરિણામે

પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતા વર્ષાવનો ક્યાં આવેલાં છે ?

Hide | Show

જવાબ : દક્ષિણ અમેરિકાના એમેઝોનમાં

કયુ એક નિવસનતંત્ર મહત્તમ જૈવવિવિધતા દર્શાવે છે ?

Hide | Show

જવાબ : પરવાળાના ખડકો

કોને પૃથ્વી ગ્રહનાં ફેફસાંતરીકે ઓળખવામાં આવે છે ?

Hide | Show

જવાબ : એમેઝોનનાં વર્ષા જંગલો

સક્રિય રસાયણ ડ્રગ રેસેરપાઇન શેમાંથી મેળવાય છે ?

Hide | Show

જવાબ : રાઉલ્ફીઆ

કયો એક વનસ્પતિ-સમૂહ વધારે જાતિ-વિવિધતા ધરાવે છે ?

Hide | Show

જવાબ : ફૂગ

ભારતમાં કેરીની કેટલી જાતિઓ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : 1000 થી પણ વધારે

આપણી પૃથ્વી પર કીડીની કેટલી જાતિઓ છે ?

Hide | Show

જવાબ : 20000

આપણી પૃથ્વી પર માછલીની કેટલી જાતિઓ છે ?

Hide | Show

જવાબ : 28000

આપણી પૃથ્વી પર ભૃંગકીટકની કેટલી જાતિઓ છે ?

Hide | Show

જવાબ : 300000

વૈશ્વિક જાતિ-વિવિધતાનો સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ કોણે લગાવ્યો છે ?

Hide | Show

જવાબ : રોબર્ટ મે

વિશ્વમાં મોટી વિવિધતા ધરાવતાં કેટલાં દેશો છે ?

Hide | Show

જવાબ : 12

ભારતની વૈશ્વિક જાતિવિવિધતા કેટલી છે ?

Hide | Show

જવાબ : 8.1 ટકા

વિશ્વમાં પ્રાણીઓની જાતિઓની સંખ્યા અંદાજીત કેટલા ટકા છે ?

Hide | Show

જવાબ : 70% કરતાં વધારે

પ્રાણીઓમાં કયો સમૂહ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે ?

Hide | Show

જવાબ : કીટકો

વિશ્વમાં વનસ્પતિઓની જાતિઓની સંખ્યા અંદાજીત કેટલા ટકા છે ?

Hide | Show

જવાબ : 22%

ભારતમાં લગભગ કેટલી વનસ્પતિ જાતિઓની નોંધણી કરાઈ છે ?

Hide | Show

જવાબ : 45 હજાર

વિષુવવૃતથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિવિવિધતા પર શી અસર થાય છે ?

Hide | Show

જવાબ : ઘટતી જાય

ભારતમાં અંદાજે કેટલી વનસ્પતિ જાતિની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે ?

Hide | Show

જવાબ : 1 લાખથી વધારે

એમેઝોનના વર્ષાવનોમાં વનસ્પતીઓની કેટલી જાતિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : 40000

ભારત નો અધિકતમ જમીનવિસ્તાર શેમાં આવે છે ?

Hide | Show

જવાબ : ઉષ્ણકટીબંધીય અક્ષાંશ

વિષુવવૃતથી નજીક રહેલા કોલંબિયામાં કેટલાં પક્ષીઓની જાતિ છે ?

Hide | Show

જવાબ : 1400 જેટલી

પૃથ્વી પર જોવા મળતી કેટલીક જાતિઓની સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : પૃથ્વી પર 20,000 કીડીની જાતિઓ, 3,00,000 ભૃગકીટકો, 28,000 માછલીઓની જાતિઓ તેમજ લગભગ 20,000 થી વધુ ઓર્કિડની જાતિઓ જોવા મળે છે.

જૈવવિવિધતા કોને કહે છે?

Hide | Show

જવાબ : જીવાવરણમાં સંગઠનના દરેક સ્તરે કોષીય અણુઓના આયોજનથી, જૈવવિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા-વિષમ વિવિધતા જોવા મળે છે. કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જૈવવિવિધતા કહે છે.

સર્પગંધા કઈ રીતે જનીનિક વિવિધતા દર્શાવે છે?

Hide | Show

જવાબ : હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી સર્પગંધા ઔષધીય વનસ્પતિ છે. તેના દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પન ની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે.

જાતિ વિવિધાતાનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ઉભયજીવી જાતિઓની વિવિધતાપૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમી ઘાટ પર વધુ છે.

ભારત પાસે કેવા પ્રકારની પરિસ્થિતિકીય વિવિધતા છે?

Hide | Show

જવાબ : ભારત પાસે નિવસનતંત્રીય વિવિધતામાં રણપ્રદેશો, વર્ષાવનો, દરિયાકિનારાના ક્ષારયુક્ત પ્રદેશો, પરવાળા ટાપુઓ, કળણ ભૂમિ, વેલાનમુખી પ્રદેશો, પહાડો પરનાં ધાસનાં મેદાનો જેવા વૈવિધ્યપૂર્ણ વિસ્તારો આવેલાં છે.

ભારત વિશ્વનો કુલ કેટલો જમીન વિસ્તાર ધરાવે છે?

Hide | Show

જવાબ : ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે પણ તેની જાતિવિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. આમ, ભારત વિશ્વના 12 મોટી વિવિધતા દર્શાવતા દેશો પૈકી એક છે.

ડેવિડ ટિલમેનના પ્રયોગો દ્વારા શું જાણવા મળ્યું ?

Hide | Show

જવાબ : ડેવિડટિલમેન દ્વારા કરાયેલા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જૈવભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હતા. વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે.

વસવાટી નુકશાનનું એક ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : વર્ષાવનો (rain forest) પૃથ્વીની જમીન સપાટીના 14 ટકાથી વધુ વિસ્તારને આવરી લેતા હતાં, પરંતુ હાલમાં તે ઘટીને 6 ટકા થઈ ગયા છે.

અતિશોષણ માટેના બે ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : (i) છેલ્લાં 500 વર્ષોમાં સ્ટીલર સી-કાઉં, પેસેન્જર પીજીયન જેવી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. (ii) ધણી દરિયાઈ માછલીની વસ્તી ઓછી થઈ રહી છે. વ્યાવસાયિક રીતે મહત્વની કેટલીક જાતિઓનું અસ્તિત્વ ખતરામાં મુકાયુ છે.

એમેઝોન જંગલો કેટલો  ઉત્પન્ન કરે છે?

Hide | Show

જવાબ : એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃથ્વીનાં વાતાવરણના કુલ ઓક્સિજનના 20 ટકા જેટલો  ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે.

હોટસ્પોટ વિસ્તાર કોને કહે છે ?

Hide | Show

જવાબ : વૈશ્વિક આધાર પર શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા પણ બે ઉચ્ચ સ્તરની અતિસમૃદ્ધિ ધરાવતા અને સ્થાનિકતા ધરાવતા (જે-તે પ્રદેશ પૂરતી મર્યાદિત જાતિઓ) કેટલાક જૈવવિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખાય છે.

ભારતમાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો કેટલા છે ?

Hide | Show

જવાબ : ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો છે.

વૈજ્ઞાનિકોનો ફાળો આપો : એડવર્ડ વિલ્સન

Hide | Show

જવાબ : જીવસમાજવિદ્યા વૈજ્ઞાનિકે સૌપ્રથમ જૈવવિવિધતા શબ્દ પ્રચલિત કર્યો. જૈવિક આયોજનના દરેક સ્તરે જોવા મળતી સંયુક્ત વિવિધતા વર્ણવે છે.

વૈજ્ઞાનિકોનો ફાળો આપો: રોબર્ટ મે

Hide | Show

જવાબ : અંદાજ પ્રમાણે વૈશ્વિક સ્તરે જાતિની વિવિધતા 7 મિલિયન જેટલી હોવાનું મનાય છે.

વૈજ્ઞાનિકોનો ફાળો આપો : એલેકઝાન્ડર વૉન હમ્બોલ્ટ

Hide | Show

જવાબ : જાતિ અને વિસ્તારના સંબંધ લઘુગુણકીય સ્તરથી સમજાવવા સમીકરણ આપ્યું: log S = log C + Zlog A S=જાતિસમૃદ્ધિ, A=વિસ્તાર, Z=રેખાનો ઢાળ, C=Y-આંતછં (ઇન્ટરસેપ્ટ)

વૈજ્ઞાનિકોનો ફાળો આપો : ટિલમેન

Hide | Show

જવાબ : તેણે દર્શાવ્યું કે વધુ જાતિઓ ધરાવતા વિસ્તારો કુલ જૈવભારમાં વર્ષ-વર્ષ દરમિયાન ઓછી વિવિધતા દર્શાવે છે.

વૈજ્ઞાનિકોનો ફાળો આપો : પોલ એહરલીચ (સ્ટેનફોર્ડ અર્થશાસ્ત્રી)

Hide | Show

જવાબ : એરોપ્લેનમાં રોવેટ પોપરના ઉદાહરણથી જાતિઓના લુપ્ત થવા અને જૈવવિવિધતાના સંબંધને દર્શાવ્યો.

જૈવવિવિઘતાનાં ત્રણ મહત્ત્વના ઘટકોનાં નામ જણાવો.

Hide | Show

જવાબ : (1) જનીનિક વિવિધતા (2) જીતિ વિવિધતા (3) નિવસનતંત્રીય વિવિધતા

કોઈ એક જૈવભૌગોલિક ક્ષેત્રમાં જાતિક્ષતિનાં મુખ્ય કારણો શું છે?

Hide | Show

જવાબ : (i) વસવાટનો નાશ અથવા ભાગલા (ii) વધુ પડતો વપરાશ (iii) એક્ઝોટિક જાતિનું આગમન (iv) સહવિનાશકતા

ડેવિડ ટીમેનના મંતવ્ય અનુસાર વિવિધતા વધુ હોય તેમ પ્રાથમિક ઉત્પાદકતા મોટી હોય છે, તમો સૌથી ઓછી વિવિધતા વિશે વિચારી શકો કે માનવનિર્મિત નિવસનતંબ સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતું હોય?

Hide | Show

જવાબ : માનવ દ્વારા નિર્મિત નિવસનતંત્ર જેવા કે કૃષિ વિષયક ક્ષેત્ર (ખેતરો) જેવાં કે ડાંગર કે ઘઉંના ખેતરોમાં સૌથી ઓછી વિવિધતા ધરાવે છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદકતા ધરાવે છે. આ મોનોકલ્ચરનાં ઉદાહરણો છે.

IUCN રેડલિસ્ટ (2004) માં રેડ શું સૂચવે છે?

Hide | Show

જવાબ : IUCN ના રેડલિસ્ટ (2004) માં રેડ એ સૌથી વધુ જોખમી રીતે જાતિ લુપ્ત થવાનો ભય દર્શાવતા સજીવો દર્શાવે છે.

જનીન સંકુલની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : નવી ઉત્પન્ન થતી સંતતિમાં, પ્રત્યેક સજીવમાં રહેલ બધા જ કુલ જનીનોને દર્શાવે છે. જેને જનીન સંકુલ કહે છે.

ફૂગીવોરસ એટલે શું?

Hide | Show

જવાબ : ફૂગીવોરસ શબ્દ જે પ્રાણીઓ ફળોને ખોરાક તરીકે લે છે. ફળોને તેઓના મુખ્ય ખોરાક તરીકે લે છે તેવા પ્રાણીઓ માટે ફૂગીવોરસ શબ્દ, વાપરવામાં આવે છે.

IUCN માંથી શું વિસ્તરેલ છે?

Hide | Show

જવાબ : IUCN એ આંતરરાષ્ટ્રીય સંઘ કે જે કુદરતી અને કુદરતી સ્રોતોના સંરક્ષણ માટેની સંસ્થા છે. તેની મુખ્ય કચેરી ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે.

જાતિને ભયજનક ગણવામાં કયા માપદંડોનો ઉપયોગ કરવો જોઈએ?

Hide | Show

જવાબ : જાતિને ભયજનક ગણવામાં ઉપયોગમાં લેવાના માપદંડો નીચે મુજબ છે: (i) ભયાનક દરે, જાતિના સભ્યોની સંખ્યામાં ઘટાડો થાય છે. (ii) તેઓનું રહેઠાણ સુધારેલ હોય કે નાશ પામેલ હોય. (iii) શિકારી પ્રવૃત્તિઓ વધેલ હોય.

કોરલ રીફ, મેનગૃવ વનસ્પતિઓ, મુખત્રિકોણનો અભ્યાસ કરવા કોઈ એક વ્યક્તિ તે સ્થાન ઉપર જઈ શકે તે સૂચવો.

Hide | Show

જવાબ : કોરલ રીફના અભ્યાસ કરવા માટે અંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં મેગ્નેવ પ્રકારની વનસ્પતિઓ, કર્ણાટકના દરિયાકિનારે મુખત્રિકોણ પ્રદેશ સૂચવેલ છે.

વ્યાખ્યા આપો: જનીન-વિવિધતા

Hide | Show

જવાબ : કોઈ એક જાતિના સજીવોના જનીનોના બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતિની જનીન-વિવિધતા કહે છે.

વ્યાખ્યા આપો: હોટસ્પોટ

Hide | Show

જવાબ : જૈવવિવિધતાયુક્ત તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશો.

વ્યાખ્યા આપો: સ્વસ્થાન જાળવણી

Hide | Show

જવાબ : જનીનસંપત્તિની તેના કુદરતી નિવાસ સ્થાનમાં જાળવણી કરવાની ક્રિયા.

વ્યાખ્યા આપો: જૈવવિવિધતા

Hide | Show

જવાબ : કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જૈવવિવિધતા કહે છે.

વ્યાખ્યા આપો: જાતિવિવિધતા

Hide | Show

જવાબ : કોઈ પણ વિસ્તારમાં થતી વિવિધ જાતિઓને જાતિવિવિધતા કહે છે.

વ્યાખ્યા આપો: સ્થાનિકતા

Hide | Show

જવાબ : કોઈ પણ સમૂહ નાના વિસ્તારમાં જોવા મળતો હોય અને બીજે ક્યાંય જોવા મળતો ન હોય તો તેને સ્થાનિકતા કહે છે.

વ્યાખ્યા આપો: જનીનનિધિ

Hide | Show

જવાબ : જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે. ખાસ કરીને પાકોની જાતો અને જંગલી જનીનિક સ્રોતોની જાળવણી માટે મહત્વની છે.

વ્યાખ્યા આપો: નવસ્થાન જાળવણી

Hide | Show

જવાબ : જનીનસ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસ સ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી કહે છે.

વ્યાખ્યા આપો: નિવસનતંત્રીય વિવિધતા

Hide | Show

જવાબ : ભૌગોલિક વિસ્તારોમાં આવેલ જુદાં જુદાં નિવસનતંત્રોમાં રહેલી જાતિ સમૃદ્ધિની ભિન્નતાને નિવસનતંત્રીય વિવિધતા કહે છે.

વ્યાખ્યા આપો: રાષ્ટ્રીય ઉધાન

Hide | Show

જવાબ : રાષ્ટ્રીય ઉદ્યાન એ એવો વિસ્તાર છે કે જેમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે અને ત્યાં વનવિઘા, ચરાઈ, ખેતીવાડી જેવી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી.

વ્યાખ્યા આપો: અભયારણ્ય

Hide | Show

જવાબ : અભયારણ્ય એવો વિસ્તાર હોય છે, જે પ્રાણીઓની જાળવણી માટે અનામત રાખવામાં આવે છે. જેમાં કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે લાકડાની કાપણી, જંગલની લધુ પેદાશો અને ખાનગી માલિકી હક્કો વગેરે પ્રાણીઓને નુકસાન ન થાય તે સ્થિતિને આધિન આ ક્રિયાઓ કરવા દેવામાં આવે છે.

જૈવ-વિવિધતાની નુકસાનીનાં કારણોની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : જૈવ-વિવિધતાની નુકસાનીનાં કારણો (Causes of Biodiversity losses): જાતિ-વિલોપન (વિલુપ્તતા)નો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે તે મુખ્યત્વે માનવ-પ્રવૃત્તિઓને કારણે છે. તેનાં મુખ્ય ચાર કારણો છે (ધી એવિલ ક્વાર્ટેટ-The ‘Evil Quartet' એ ઉપશીર્ષક છે કે જેનો તેમના વર્ણન માટે નીચે પ્રમાણે ઉપયોગ થાય છે.)

(i) વસવાટી નુકસાન અને અવખંડન (Habitat Loss and Fragmentation):

        પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે. ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાની (વસવાટ નાબૂદી-habitat loss) એ તેનાં નાટ્યાત્મક ઉદાહરણો) છે. એક સમયે વર્ષાવનો એ પૃથ્વીની જમીનસપાટીના 14% કરતાં પણ વધારે વિસ્તારને આવરી લેતા હતા, પરંતુ હાલમાં આ વર્ષાવનો 6% કરતાં વધારે વિસ્તાર આવરતા નથી. તેઓ ખૂબ જ ઝડપથી નાશ થતાં રહે છે. એમેઝોન વર્ષાવન (તે ખૂબ જ વિશાળ છે જેથી તેને પૃથ્વી ગ્રહનું ફેફસું-lungs of the planet) કહેવાય છે તે કદાચ લાખો જાતિઓનો આશ્રય છે તેને સોયાબીન (soya beans)ની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે કે ગૌમાંસ આપતા ઢોર (beef cattle)ના ચારા માટે તૃણ કે ઘાસભૂમિ (grass lands)માં ફેરવી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ વસવાટ-નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતીકરણ(degradation) થયા છે તથા ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ખતરો (જોખમ-threatens) પણ ઊભો થયો છે. જ્યારે વિવિધ માનવ-પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટો (નિવાસસ્થાનો)ને નાના-નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે ત્યારે જે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોની જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળાં કેટલાંક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે જેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરાય છે.

(ii) અતિશોષણ (Over-exploitation):

        મનુષ્યો હંમેશાં ખોરાક અને આશ્રયસ્થાન માટે પ્રકૃતિ (કુદરત-nature) પર આધાર રાખે છે પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચ (લોભ-greed)માં બદલાઈ જાય છે ત્યારે નૈસર્ગિક સ્રોતોનું અતિશોષણ શરૂ થાય છે. મનુષ્યો દ્વારા થતા અતિશોષણને કારણે પાછલાં પાંચસો (500) વર્ષોમાં સ્ટીલર સી કાઉ (Steller’s Sea Cow), પેસેન્જર પીજીઅન (passenger pigean) જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે તેથી કેટલીક વ્યાવસાયિક રીતે મહત્વની જાતિઓનું લાંબું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે.

(iii) વિદેશી જાતિઓનું અતિક્રમણ (Alien species invasions):

        જ્યારે વિદેશી જાતિઓ અજાણતાં કે જાણી જોઈને ઇરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે. જ્યારે નાઈલ પર્શને (Nile perch-એક જાતની મીઠા જળની માછલી)ને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર (Victoria lake)માં દાખલ કરવામાં આવી ત્યારે તેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓ (cichlid fishes)ની 200થી પણ વધારે જાતિઓના સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો. તમે ગાજર ઘાસ (carrot grass-Parthenium), ગંધારી (Lantana) અને જળકૂંભિ (water hyacinth-Eichornia) જેવી આક્રમક નીંદણ જાતિઓ દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદભવેલા ખતરાથી પરિચિત હોવા જ જોઈએ. તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરિપિનસ (Clarian gariepinus) નામની આફ્રિકન કેટફિશ (African catfish)ને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, તો હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલીઓ માટે જોખમ ઊભું થયું છે.

(iv) સહવિલોપન કે સહલુપ્તતા (Co-extinctions):

        જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીજાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિ (fate)ને પૂર્ણ કરે છે. વનસ્પતિ-પરાગવાહકની સહોપકારિતાના સહવિકાસ (coevolved)નો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે કે જ્યાં એક (જાતિ)નું વિલોપન એ નિશ્ચિતપણે બીજી (જાતિ)ના વિલોપન તરફ દોરાય છે.

જૈવ-વિવિધતા નાશ પામવાના ચાર મોટા કારણો છે. તમારા મંતવ્ય પ્રમાણે જૈવવિવિધતા ગુમાવવા માટેનું મુખ્ય કારણ શું છે?

જાતિ વિસ્તારના સંબંધો વિશે આલેખની મદદથી વિસ્તૃત માહિતી આપો.

Hide | Show

જવાબ : જર્મનીના મહાન પ્રકૃતિવિદ્‌ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાંડર વોન હમ્બોલ્ટે (Naturalist and geographer Alexander Von Humboldt) દક્ષિણ અમેરિકાનાં જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે, શોધખોળ (સંશોધન) વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. હકીકતમાં, વર્ગકો (આવૃત્ત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠાજળની માછલીઓ)ની વ્યાપક વિવિધિતા માટે જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય (Rectangular hyperbola) વળાંકમાં જોવા મળે છે (નીચેની આકૃતિ).

લઘુગુણક માપ પર, આ સંબંધ એ નીચેનાં સમીકરણ દ્વારા વર્ણવવામાં આવેલી એક સીધી રેખા છે.

                log S = log C + Z log A

                જ્યાં S=જાતિસમૃદ્ધિ (Species richness)

                     A=વિસ્તાર (પ્રદેશ-Area)

                      Z=રેખાનો ઢાળ (સમાશ્રયણ ગુણાંક-Regression coefficient)

                      C=Y-આંતર્છેદ (Intercept)

        પરિસ્થિતિવિદોએ શોધ્યું કે Z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્રમર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ (જેમકે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યૂયૉર્ક રાજ્યમાં મૃદુકાયો-moluscs) કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનકરૂપે એકસમાન જ હોય છે. પરંતુ, જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ-વિસ્તાર સંબંધોનું પૃથક્કરણ (વિશ્લેષણ-analysis) કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર (ત્રાંસો ઊભો ઢાળ-steeper) છે (Z રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્રમર્યાદામાં હોય છે). ઉદાહરણ માટે, વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી (ફળ ખાનારા-fruit eating) પક્ષીઓ અને સસ્તનોની Z રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળશે.

જૈવવિવિધતાના ત્રણ મહત્વના સ્તરો સમજાવો.

Hide | Show

જવાબ : આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહિ પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન (આયોજન-organization)ના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓ (બૃહત્‌ અણુઓ)થી લઈ જૈવવિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા (વિષમ વૈવિધ્ય-heterogeneity)નું અસ્તિત્વ છે. જૈવ-વિવિધતા શબ્દ સામાજિક જીવૈજ્ઞાનિક (socio-biologist) એડવર્ડ વિલ્સન (Edware Wilson) દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તેમાંથી ખૂબ જ મહત્વના ત્રણ સ્તરો નીચે પ્રમાણે છે:

(i) જનીનિક વિવિધતા (Genetic diversity):

        એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઊગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા (Rauwolfia vomitoria) દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ (રીસર્પિન-reserprine)ની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં (સંબંધમાં) હોઈ શકે છે. ભારત 50,000 થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા (rice)ની ધાન્યજાતિઓ તથા 1000 થી પણ વધારે કેરી (mango)ની જાતિઓ ધરાવે છે.

(ii) જાતિ-વિવિધતા (Species diversity):

        આ વિવિધતા જાતિસ્તરે છે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ ઘાટ (Western Ghats)ની ઉભયજીવી (amphibian) જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ (Eastern Ghats) કરતાં વધારે છે.

(iii) પરિસ્થિતિકીય વિવિધતા (Ecological diversity):

        આ વિવિધતા નિવસનતંત્ર સ્તરે છે. ઉદાહરણ તરીકે ભારત પાસે રણપ્રદેશો (deserts), વર્ષાવનો (rain forests), દરિયાકિનારાના ક્ષારયુક્ત વિસ્તારો (mangroves), પરવાળા ટાપુઓ (coral reefs), ભેજયુક્ત ભૂમિ (wetlands), વેલાનદમુખી પ્રદેશો (estuaries) અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરનાં ઘાસનાં મેદાનો (alpine meadows) જેવી પરિસ્થિતિકીય વિવિધતા - એ નોર્વે(Norway) જેવા સ્કેંડિનેવિયન (Scandinavian) દેશ કરતાં વધારે છે.

જૈવવિવિધતા એટલે શું ? તેના વિવિધ પ્રકારો વિશે વિસ્તૃત રીતે ઉદાહરણ આપી સમજાવો.

પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી આપો.

Hide | Show

જવાબ : પૃથ્વી પર હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત (discovered and named) બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે. પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે ? આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી.

        IUCN(International Union for Conservation Of Nature And Natural Resources)-2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી-જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજે વધારે છે, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા (guesses) જ છે. ઘણા વર્ગીકરણીય સમૂહો (જૂથો-groups) માટે, જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય (tropical) દેશો કરતાં સમશિતોષ્ણ (temperate) દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એ ધ્યાનમાં લેવાયું કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકો (insects)ના સમૂહોની જાતિસમૃદ્ધિનો કંટાળાજનક (exhaustively) અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણ (ગુણોત્તર-ratio)માં તે વિસ્તારોનાં પ્રાણીઓ તથા વનસ્પતિઓનાં અન્ય જૂથોને આવરી લઈ (ઉમેરો કરી) પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ (gross estimate) લગાવ્યો. કેટલાક અંતિમ અંદાજ (extreme estimate)નો વિસ્તાર 20 થી 50 મિલિયન (2 થી 5 કરોડ) સુધીનો છે, પરંતુ રૉબર્ટ મે (Robert May) દ્વારા કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ (sound estimate) પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા લગભગ 7 મિલિયન (70 લાખ) જેટલી છે.

વિષુવવૃત્તીય પ્રદેશોમાં જાતિ વિવિધતાનું પ્રમાણ વધુ કેમ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : વિષુવવૃત્તીય (ઉષ્ણકટિબંધિય) વિસ્તાર (અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધી)માં સમશીતોષ્ણ કે ધ્રુવપ્રદેશો કરતાં વધારે જાતિઓ મળે છે. વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયા (columbia)માં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ જ્યારે 41 ઉત્તરમાં રહેલા ન્યૂયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ તથા 71 ઉત્તરમાં સ્થિત ગ્રીનલૅન્ડ ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ભારત, કે જેનો અધિકતમ જમીનવિસ્તાર ઉષ્ણકટિબંધિય અક્ષાંશમાં છે તે 1200થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ઈક્વાડોર જેવા ઉષ્ણ-કટિબંધિય વનવિસ્તારમાં વાહકપેશીધારી (vascular) વનસ્પતિઓની જાતિઓ યુ.એસ.એ. ના મધ્ય-પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વનવિસ્તારો કરતાં 10 ગણી વધારે છે.

        દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધિય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ-વિવિધતા ધરાવે છે. તે 10,000 વનસ્પતિઓની જાતિઓ, 3000 મત્સ્યની, 1300 પક્ષીઓની, 427 સસ્તનોની, 427 ઉભયજીવીઓની, 378 સરિસૃપોની તથા 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20,00,000 (2 મિલિયન) જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે.

જૈવવિવિધતાની ભાતરૂપે અક્ષાંશીય ઢોળાંશની માહિતી આપો.

Hide | Show

જવાબ : પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહિ પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે, વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ (ઉતાર-ચઢાવ) છે. સામાન્યતઃ વિષુવવૃત્ત (ભૂમધ્ય રેખા-equator)થી ધ્રુવો (poles) તરફ જઈએ તેમ જાતિવિવિધતા ઘટતી જાય છે.

        ફક્ત કેટલાક જ અપવાદો સાથે, વિષુવવૃત્તીય (ઉષ્ણકટિબંધિય) વિસ્તાર (અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધી)માં સમશીતોષ્ણ કે ધ્રુવપ્રદેશો કરતાં વધારે જાતિઓ મળે છે. વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયા (columbia)માં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ જ્યારે 41 ઉત્તરમાં રહેલા ન્યૂયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ તથા 71 ઉત્તરમાં સ્થિત ગ્રીનલૅન્ડ ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ભારત, કે જેનો અધિકતમ જમીનવિસ્તાર ઉષ્ણકટિબંધિય અક્ષાંશમાં છે તે 1200થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ઈક્વાડોર જેવા ઉષ્ણ-કટિબંધિય વનવિસ્તારમાં વાહકપેશીધારી (vascular) વનસ્પતિઓની જાતિઓ યુ.એસ.એ. ના મધ્ય-પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વનવિસ્તારો કરતાં 10 ગણી વધારે છે.

        દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધિય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ-વિવિધતા ધરાવે છે. તે 10,000 વનસ્પતિઓની જાતિઓ, 3000 મત્સ્યની, 1300 પક્ષીઓની, 427 સસ્તનોની, 427 ઉભયજીવીઓની, 378 સરિસૃપોની તથા 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20,00,000 (2 મિલિયન) જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે.

જૈવવિવિધતાની નિવસનતંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે?

Hide | Show

જવાબ : શું કોઈ સમુદાય (community)માં જાતિની સંખ્યા ખરેખર નિવસનતંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે ? આ એક સવાલ છે કે, જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ (decades) સુધી, પરિસ્થિતિવિદો માનતા હતા કે, વધુ જાતિઓ ધરાવતા સમુદાયો, સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ (tend) ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે ? એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં વર્ષે-વર્ષે ઘણો ફેરફાર (વધુ વિવિધતા) થવો જોઈએ નહિ; તે સમયે-સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત્‌ વિક્ષેપો-resistant or occasional disturbances(કુદરતી કે માનવસર્જિત) સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક (resilient) હોવું જોઈએ અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક (resistant to invasions) પણ હોવું જ જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિસમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલાં છે, પરંતુ ડેવિડ ટિલમેન (David Tilman)ના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલ લાંબા સમયના નિવસનતંત્રના પ્રયોગો આ વિષયે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. ટિલમેનને જોવા મળ્યું કે, વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે-વર્ષે ઓછો ફેરફાર (ઓછી વિવિધતા) દર્શાવતા હતા. તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો.

        તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે, જાતિસમૃદ્ધિ કેવી રીતે નિવસનતંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે, સમૃદ્ધ જૈવ-વિવિધતા એ ફક્ત નિવસનતંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી પરંતુ આ ગ્રહ પર માનવજાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ (ભયંકર ચેતવણી આપતી ગતિએ-alarming pace) જાતિઓ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે ? જો પશ્ચિમ ઘાટનાં વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશાં માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટનાં નિવસનતંત્રો ઓછાં ક્રિયાશીલ બની જશે ? જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે ત્યારે કહો કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે ?

        આવા સરળ પ્રશ્નોના કોઈ સીધા જવાબો નથી, પરંતુ સ્ટેન્ડફોર્ડના પરિસ્થિતિવિદ્‌ પૉલ એહરલિક (Stanford ecologist Paul Ehrlich) દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાદશ્યતા (ધી રીવેટ પોપર પૂર્વધારણા- the ‘rivet popper hypothesis’) દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય(perspective) વિકસિત કરી શકીએ છીએ. એક વિમાન જેવા નિવસનતંત્ર (નિવસનતંત્ર એક વાયુયાન જેવું છે કે જેમાં આપણે મુસાફરો જેવા છીએ)ના બધા જ ભાગોને હજારો ખીલીઓ (રીવેટ્સ) (જાતિઓ)ના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક-એક ખીલી (રીવેટ) ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે (આવી રીતે જાતિઓ લુપ્ત થઈ જાય છે), ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહિ (નિવસનતંત્રની ક્રિયાશીલતા યોગ્ય રહેશે), પરંતુ જો વધુ ને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે, ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે (dangerously weak). સાથે-સાથે એ પણ મહત્વનું છે કે કયો રીવેટ કાઢી નાંખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રીવેટ્સની નુકસાની કરતાં તેની પાંખો પર રહેલા રીવેટ્સની ખોટ કે નુકસાની (એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસનતંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે)થી દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ (serious threat) છે. (વિમાનની પાંખોના રીવેટ્સની અહીં નિવસનતંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે.)

જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.

Hide | Show

જવાબ : જૈવ-વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે; જેમકે મનુષ્યો પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે - ખોરાક (ધાન્ય, કઠોળ, ફળ, બળતણ, રેસા, બાંધકામ-સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો (ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ, અત્તર) તથા ઔષધકીય મહત્વનાં ઉત્પાદનો. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.

        સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓ (ઔષધો)માં ફાળો આપે છે. એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધિય વર્ષાવનોમાં શોધ બાકી છે. જો સ્ત્રોતો (સંસાધનો-resources)ના વધારા સાથે ‘જૈવ-શોધખોળ-bioprospecting' (આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ) કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ-વિવિધતા ધરાવતાં રાષ્ટ્રો તેના વધુ લાભો (ફાયદા) લેવાની અપેક્ષા રાખી શકે છે.

        વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહે છે કે, પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવ-વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતાં એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ (photosynthesis) દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાનું આર્થિક મૂલ્ય આંકી શકીએ છીએ ? તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે તેનાથી તમે તેનું કેટલુંક અનુમાન લગાવી શકો છો.

પરાગનયન (જેના વગર વનસ્પતિઓ આપણને ફળ તથા બીજ આપી શકતી નથી) નિવસનતંત્રની બીજી સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી (bees), ભમરા (bumblebees), પક્ષીઓ (birds) તથા ચામાચીડિયા (bats) દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. બીજા અપ્રત્યક્ષ (અમૂર્ત-intangible) લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેમકે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો વનભ્રમણ દરમિયાન વસંતઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો કે સવારમાં બુલબુલનાં ગીત સાંભળતાં-સાંભળતાં જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવસૂચક(price tag-કિંમત દર્શાવતી કાપલી) કિંમત મૂકી શકીએ?

        જૈવ-વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વીગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ,પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ કે જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે અધ્યાત્મિક રીતે(philosophically or spiritually) આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક (intrinsic) મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસા (ધરોહર-legacy)નું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે.

સ્વસ્થાન સંરક્ષણ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષ (conflict)નો સામનો કરવા છતાં પણ ઘણાં રાષ્ટ્રોને અવાસ્તવિક (unrealistic) લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યાવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે, જેટલા સંરક્ષણના સ્રોતો (સંસાધનો) ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર, આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ (eminent conservationists) દ્વારા સંબોધવામાં આવેલ છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિસમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચપ્રમાણની સ્થાનિકતા-endemism (એટલે કે જાતિઓ જે-તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે ક્યાંય જોવા મળતી ન હોય) ધરાવતા કેટલાક જૈવ-વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો (હૉટસ્પૉટ્સ-hotspots) ઓળખ્યા છે. શરૂઆતમાં પચીસ (25) જૈવ-વિવિધતાના હોટસ્પૉટ્સની ઓળખ કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ આ યાદીમાં 9 હોટસ્પૉટ વધારે ઉમેરવામાં આવ્યા હતા. આમ, વિશ્વભરમાં જૈવ-વિવિધતાના હોટસ્પૉટની કુલ સંખ્યા 34 સુધી લઈ જવાઈ છે. આ હોટસ્પોટ્સ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ્સ-પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા (Western Ghats and Sri Lanka), ઇન્ડો-બર્મા (Indo-Burma) તથા હિમાલય (Himalaya) છે જે અપવાદરૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ-વિવિધતાનાં ક્ષેત્રોને આવરી લે છે. તેમ છતાં બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તોપણ તે પૃથ્વીના જમીનવિસ્તારના 2% કરતાં ઓછા થાય છે, પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે તથા આ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્રારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે.

અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : ભારતમાં, પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ-વિવિધતા-સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો (biosphere reserve areas), રાષ્ટ્રીય ઉદ્યાનો (national parks) અને અભયારણ્યો (sanctuaries) તરીકે કાયદાકીય (legally) સુરક્ષા આપવામાં આવી છે. અત્યારે ભારતમાં 14-જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90-રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448-વન્યજીવ અભયારણ્યો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ (religious and cultural traditions)નો ઈતિહાસ પણ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે.

        ઘણી સંસ્કુતિઓમાં, જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્યજીવનની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું. આ પ્રકારનાં પવિત્ર ઉપવનો (sacred grooves-ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ-પ્રાણી સુરક્ષિત વિસ્તારો) મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ (Khasi and Jaintia Hills in Meghalaya), રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ (Aravalli Hills of Rajasthan), કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો (Western Ghat regions of Karnataka and Maharashtra) તથા મધ્યપ્રદેશના સરગુજા(Sarguja), ચંદા(Chanda) અને બસ્તર વિસ્તારો(Bastar area)માં જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો (sacred groves) એ દુર્લભ (rare) અને સંકટમાં રહેલ threatened) વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ (refuges) છે.

બાહ્ય સ્થાન સંરક્ષણ વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : આ અભિગમમાં, સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. પ્રાણીઉદ્યાનો (zoological parks), વનસ્પતિઉદ્યાનો (botanical gardens) અને વન્યજીવ સફારીઉદ્યાનો (wildlife safari parks) આ હેતુ માટે સેવાઓ આપે છે. એવાં ઘણાં પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયાં છે પરંતુ પ્રાણીઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. તાજેતરનાં વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય (સંકટમાં મુકાય તે પહેલાં) અગાઉથી જ બાહ્યસ્થાન સંરક્ષણ (ex-situ conservation) આપી દેવામાં આવે છે.

        હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન-cryopreservation તકનિકીઓ (-196 સે તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ)ના ઉપયોગથી જીવિત (viable) અને જનનક્ષમ અથવા ફળદ્રુપ (fertile) સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. ઈંડાને કૃત્રિમ રીતે (in vitro) ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી-સંવર્ધન (tissue culture) પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત (propagated) કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક (genetic) જાતોના બીજને બીજબેન્કો (seed banks)માં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે.

જાતિ-ક્ષેત્ર સંબંધમાં સમાશ્રયણના ટોળાવની શું મહત્વતા છે?

Hide | Show

જવાબ : જર્મનીના મહાન પ્રકૃતિવિદ્‌ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાંડર વોન હમ્બોલ્ટે (Naturalist and geographer Alexander Von Humboldt) દક્ષિણ અમેરિકાનાં જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે, શોધખોળ (સંશોધન) વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. હકીકતમાં, વર્ગકો (આવૃત્ત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠાજળની માછલીઓ)ની વ્યાપક વિવિધિતા માટે જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય (Rectangular hyperbola) વળાંકમાં જોવા મળે છે (નીચેની આકૃતિ).

લઘુગુણક માપ પર, આ સંબંધ એ નીચેનાં સમીકરણ દ્વારા વર્ણવવામાં આવેલી એક સીધી રેખા છે.

                log S = log C + Z log A

                જ્યાં S=જાતિસમૃદ્ધિ (Species richness)

                     A=વિસ્તાર (પ્રદેશ-Area)

                      Z=રેખાનો ઢાળ (સમાશ્રયણ ગુણાંક-Regression coefficient)

                      C=Y-આંતર્છેદ (Intercept)

        પરિસ્થિતિવિદોએ શોધ્યું કે Z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્રમર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ (જેમકે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યૂયૉર્ક રાજ્યમાં મૃદુકાયો-moluscs) કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનકરૂપે એકસમાન જ હોય છે. પરંતુ, જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ-વિસ્તાર સંબંધોનું પૃથક્કરણ (વિશ્લેષણ-analysis) કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર (ત્રાંસો ઊભો ઢાળ-steeper) છે (Z રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્રમર્યાદામાં હોય છે). ઉદાહરણ માટે, વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી (ફળ ખાનારા-fruit eating) પક્ષીઓ અને સસ્તનોની Z રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળશે.

જૈવવિવિધતા ગુમાવવા માટેના માનવશાસ્ત્રનાં કારણો સિવાયના બે મુખ્ય કારણો જણાવો.જ.

Hide | Show

જવાબ : (i) વિદેશી જાતિઓનું અતિક્રમણ (Alien species invasions):

        જ્યારે વિદેશી જાતિઓ અજાણતાં કે જાણી જોઈને ઇરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે. જ્યારે નાઈલ પર્શને (Nile perch-એક જાતની મીઠા જળની માછલી)ને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર (Victoria lake)માં દાખલ કરવામાં આવી ત્યારે તેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓ (cichlid fishes)ની 200થી પણ વધારે જાતિઓના સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો. તમે ગાજર ઘાસ (carrot grass-Parthenium), ગંધારી (Lantana) અને જળકૂંભિ (water hyacinth-Eichornia) જેવી આક્રમક નીંદણ જાતિઓ દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદભવેલા ખતરાથી પરિચિત હોવા જ જોઈએ. તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરિપિનસ (Clarian gariepinus) નામની આફ્રિકન કેટફિશ (African catfish)ને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, તો હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલીઓ માટે જોખમ ઊભું થયું છે.

(ii) સહવિલોપન કે સહલુપ્તતા (Co-extinctions):

        જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીજાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિ (fate)ને પૂર્ણ કરે છે. વનસ્પતિ-પરાગવાહકની સહોપકારિતાના સહવિકાસ (coevolved)નો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે કે જ્યાં એક (જાતિ)નું વિલોપન એ નિશ્ચિતપણે બીજી (જાતિ)ના વિલોપન તરફ દોરાય છે.

એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો?

Hide | Show

જવાબ : જૈવવિવિધતા વિવિધ પ્રકારની જાતિઓ, નિવસનતંત્ર, જનીન અને જનીનસંકુલ ચોક્કસ સ્થાનમાં અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતા જૈવિક અને અજૈવિક સ્રોતોનું મૅનેજમેન્ટ દ્વારા સંરક્ષણ કરવાની ચોક્કસ નીતિ દ્વારા સંરક્ષણ કરી શકાય. કેટલીક સંરક્ષણની નીતિઓ નીચે મુજબ છે:

(i) ઉપયોગી પ્રાણીઓ અને વનસ્પતિઓને તેઓના કુદરતી રહેઠાણોમાં ઉપયોગી સંરક્ષણ પૂરું પાડવું.

(ii) ખોરાક મેળવવાના અને પ્રજનનનો વિસ્તાર જેવાં મહત્વપૂર્ણ રહેઠાણનું સંરક્ષણ તેમજ આરામનો વિસ્તાર. લુપ્ત થાય તે પહેલાંના પ્રાણીઓની જાતિઓનું રક્ષણ કરવું જોઈએ તેમજ તેઓની વૃદ્ધિ અને ગુણનને વધારવું જોઈએ.

(iii) શિકારનો પ્રતિબંધ લાદવો જોઈએ અથવા નિયંત્રિત કરવો જોઈએ.

(iv) દ્વિપક્ષીય કે બહુપક્ષીય કરાર દ્વારા માઇગ્રેટ થનારા પ્રાણીઓને રક્ષણ આપવું જોઈએ.

(v) જૈવવિવિધતાની અગત્યતા અને તેના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા જોઈએ.

(vi) કુદરતી સ્રોતોની અતિશયોક્તિ રાખવી જોઈએ.

(vii) માલનો પુરવઠો અને સેવાઓ જાળવી રાખવા માટે જૈવવિવિધતા ઘણો અગત્યનો ભાગ ભજવે છે.

(viii) જૈવ વિવિધતાનું સંરક્ષણ બધા જીવંત સજીવો અને તેઓના ભવિષ્યની પેઢીઓના સંરક્ષણ માટે ખાતરી આપે છે.

નિવસનતંત્રની સ્થિરતા અને વિવિધતા વચ્ચેની સમાનતાનો સીધો સંબંધ પૉલ એહરલીકે જણાવ્યા પ્રમાણે છે. શું તમે વૈજ્ઞાનિક સમજૂતીથી વિચારી શકો છો?

Hide | Show

જવાબ : નિવસનતંત્રની સ્થિરતા અને વિવિધતા વચ્ચેના સીધા સંબંધની વૈજ્ઞાનિક સમજૂતી નીચે પ્રમાણે હોઈ શકે:

        જંગલના વિસ્તારમાં વનસ્પતિઓની વિવિધ જાતિઓ વૃદ્ધિ પામે છે તેનો વિચાર કરો. વનસ્પતિઓ, કીટકોની વિવિધ જાતિઓનું રહેઠાણ છે, કે જેની ઉપર વિવિધ પક્ષીઓની જાતિઓ નાશ પામે ત્યારે તેને સંલગ્ન કીટકોની વસ્તી પર પણ અસર થાય છે કે જે પક્ષીઓને ખોરાક ન મળવા બાબત દર્શાવે છે. વધારામાં જો વનસ્પતિ જાતિઓ નાઇટ્રોજન સ્થાપક હોય તો આ વનસ્પતિઓનો નાશ થાય પછી એટલે કે નાઇટ્રોજનયુક્ત જમીનમાં પરિપૂર્ણ ન થઈ શકે. આ દેખીતી રીતે બીજી વનસ્પતિઓને પણ અસર આથી જો ચક્રિય પ્રક્રિયા ચાલુ રહે તો આખી રહેઠાણ કે નિવસનતંત્ર નકારાત્મક અસર પામે છે.

જૈવવિવિવધતાનાં ઉપભોક્તા મૂલ્યો જેવા કે ખોરાક, ઔષધિઓ બળતણ અને રેસાઓનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો.

Hide | Show

જવાબ : આ પૃથ્વી ઉપર જૈવવૈજ્ઞાનિક સ્રોતો જીવનનો આધાર છે. મહત્તમ જૈવવિવિધતા ધરાવતા દેશોમાં બાકીના વિશ્વ સાથે સ્પર્ધા કરવાની વધુ સારી ક્ષમતા હોય છે. જૈવવિવિધતાનું આર્થિક મહત્વ ઊંચું હોવાને કારણે તેના ઘણા ઉપયોગો છે, કેટલાક માંથી જે ઉપભોક્તા કરવાની મૂલ્યને અનુસરે તે નીચે મુજબ છે :

ખોરાક: જૈવવિવિધતાના સ્રોતો જેવાં કે પશુધન, જંગલની વસ્તુઓ અને માછલીઓ આધુનિક કૃષિવિદ્યામાં જૈવવિવિધતાના નવા પાકના સ્રોતો દ્વારા થાય છે. ઉદાહરણ: માત્ર ત્રણ અનાજ જેવા કે ઘઉં, ચોખા અને મકાઈમાં 55% પ્રોટીન અને 60% કેલરી માનવમાં પૂરી પાડે છે.

ઔષધો: જેવાં કે મૉર્ફિન (પાપાવર સોમ્નીફેરમ), ક્વિનાઇન (સીકોના લેડજેરીઆનો), રેસ્પેરીન (રાઉવોલ્ફીઆ વોમીટારોયા બેલાડોના (એટ્રોપા બેલાડોના), એકોનાઇટ (એકોનીટમ), ટેટ્રાસાયક્લિન (બેકટેરિયા), ડીજીટાલીન (ડીજીટાલીસ) વગેરે ઔષધીય વનસ્પતિઓના ઉદાહરણ છે. વનસ્પતિઓ જેવી કે કોરકોરસ, ગોસીપીયમમાંથી રેસાઓ મળે છે. જ્યારે જેટ્રોપા જૈવબળતણનો સ્રોત છે. અમિ બળતણ (પેટ્રોલિયમ) સજીવોના અશ્મિઓમાંથી મળે છે.

જાતિઓની સમૃદ્ધતા અને વર્ગકોની વિવિધતા ધરાવતાં વિસ્તાર વચ્ચેનો સંબંધ, લંબચોરસ હાયપરબોલામાં પરિણમે છે, તેનું ટૂંકમાં વર્ણન આપો.

Hide | Show

જવાબ : જર્મનીના મહાન પ્રકૃતિવિદ્‌ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાંડર વોન હમ્બોલ્ટે (Naturalist and geographer Alexander Von Humboldt) દક્ષિણ અમેરિકાનાં જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે, શોધખોળ (સંશોધન) વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. હકીકતમાં, વર્ગકો (આવૃત્ત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠાજળની માછલીઓ)ની વ્યાપક વિવિધિતા માટે જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય (Rectangular hyperbola) વળાંકમાં જોવા મળે છે.

        લઘુગુણક માપ પર, આ સંબંધ એ નીચેનાં સમીકરણ દ્વારા વર્ણવવામાં આવેલી એક સીધી રેખા છે.

                log S = log C + Z log A

                જ્યાં S=જાતિસમૃદ્ધિ (Species richness)

                     A=વિસ્તાર (પ્રદેશ-Area)

                      Z=રેખાનો ઢાળ (સમાશ્રયણ ગુણાંક-Regression coefficient)

                      C=Y-આંતર્છેદ (Intercept)

        પરિસ્થિતિવિદોએ શોધ્યું કે Z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્રમર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ (જેમકે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યૂયૉર્ક રાજ્યમાં મૃદુકાયો-moluscs) કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનકરૂપે એકસમાન જ હોય છે. પરંતુ, જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ-વિસ્તાર સંબંધોનું પૃથક્કરણ (વિશ્લેષણ-analysis) કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર (ત્રાંસો ઊભો ઢાળ-steeper) છે (Z રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્રમર્યાદામાં હોય છે). ઉદાહરણ માટે, વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી (ફળ ખાનારા-fruit eating) પક્ષીઓ અને સસ્તનોની Z રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળશે.

There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

જૈવ-વિવિધતા અને સંરક્ષણ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.