જવાબ : પાપાવર સોમનીફેરમનું ક્ષીર (દુગ્ધ)
જવાબ : ઇન્ટરફેરોન
જવાબ : શ્વસન તંત્ર
જવાબ : દુષિત આહાર અને પાણી
જવાબ : મેરી મેલોન
જવાબ : મનુષ્યના મોટા આંતરડામાં
જવાબ : પ્લાઝમોડીયમ
જવાબ : માદા એનોફિલિસ મચ્છર
જવાબ : ઘર માખીઓ
જવાબ : પ્લાઝમોડીયમ ફાલ્સીપેરમ
જવાબ : પ્રજીવો
જવાબ : એન્ટઅમીબા હિસ્ટોલાય ટિકા
જવાબ : હિમોઝોઈન
જવાબ : સ્પોરોઝુઓઈટ
જવાબ : ફાલસીપેરમ
જવાબ : એડીસ
જવાબ : B - કોષો
જવાબ : T - કોષો
જવાબ : વુકેરેરિયા ફિલારીઅલ
જવાબ : ઇન્ટરફેરોન
જવાબ : ગેમ્બુસિયા
જવાબ : ફિલારિઆસિસ
જવાબ : એડ્રીનાલિન અને સ્ટેરોઈડ
જવાબ : દ્વિતીય લસીકા અંગો
જવાબ : એડન્ટિબોડિઝ
જવાબ : થાઈમસ
જવાબ : પ્લાઝમોડિયમથી અસરગ્રસ્ત કોષોમાંથી મુક્ત થતું વિષ
જવાબ : મેલેરિયા થવાની ઓછી સંભાવના
જવાબ : અમીબીય મરડો
જવાબ : બરોળ
જવાબ : થાયમસ
જવાબ : 25 મિલિયનથી પણ વધુ
જવાબ : ઇ.સ. 1981
જવાબ : લસિકા ગાંઠ
જવાબ : લસિકા ગાંઠ
જવાબ : બરોળ
જવાબ : બાયોપ્સી
જવાબ : રિટ્રોવાઇરસ
જવાબ : મેક્રોફેઝ
જવાબ : કોકેઇન
જવાબ : એટોપા બેલાડોના
જવાબ : અફીણ
જવાબ : હેરોઈન
જવાબ : હેરોઈન
જવાબ : મોરફીન
જવાબ : આલ્કેલોઈડ નિકોટીન
જવાબ : 12 થી 18 વર્ષ
જવાબ : હેરોઈન
જવાબ : કોકેઇન
જવાબ : વિડ્ડોઅલ સિન્ડ્રોમ
જવાબ : તંદુરસ્તી એટલે ભૌતિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાની સંપૂર્ણ સ્થિતિ દર્શાવે છે.
જવાબ : રોગકારકો
જવાબ : વિડાલ (Widal)
જવાબ : પ્રતિકાર તંત્ર
જવાબ : મચ્છરના આંતરડામાં
જવાબ : એડિસ મચ્છર
જવાબ : શ્વસનમાં મુશ્કેલી થવી, તાવ આવવો, ઠંડી લાગે, કફ થવો, માથું દુ:ખવું.
જવાબ : ઓન્કોજીન્સ (કેન્સર પ્રેરક જનીનો)
જવાબ : મેટાસ્ટેસિસ (રોગવ્યાપ્તિ)
જવાબ : દર્દીની વર્તણૂક અને સામાજિક દ્રષ્ટિએ સામાન્ય દેખાતો નથી.
જવાબ : 50%
જવાબ : બરોળ
જવાબ : કોષીય પ્રતિકારકતા પ્રતિચાર
જવાબ : Ig A પ્રકાર
જવાબ : નિકોટીન
જવાબ : વિલિયમ હાર્વે
જવાબ : આંત્રમાર્ગમાં કાણા અને મૃત્યુ
જવાબ : ટાઈફોઇડ
જવાબ : ખાંસી કે છીંક દ્વારા
જવાબ : ન્યુમોનિયા
જવાબ : ટાઈફોઇડ
જવાબ : શરદી
જવાબ : કેન્સરજન્સ
જવાબ : ઓન્કોજેનિક વાઇરસ
જવાબ : એલિઝા
જવાબ : રિવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ
જવાબ : રુધિરનું કેન્સર
જવાબ : હ્યુમન ઈમ્યુનો ડેફિસિય્ન્સી
જવાબ : મેક્રોફેઝ
જવાબ : એસ્કેરીઆસીસ
જવાબ : દાદર
જવાબ : પ્રાથમિક લસીકા અંગો
જવાબ : એલર્જી
જવાબ : અસ્થિમજ્જા
જવાબ : દ્વિતીય લસીકા અંગો
જવાબ : સંધિવા
જવાબ : યીસ્ટ
જવાબ : અસ્થિમજ્જા
જવાબ : કોલોસ્ટોમ
જવાબ : સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી, જેમાં દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હતું. પ્રાચીન ગ્રીકના હિપ્પોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ વાતને હતા સમર્થન આપતા હતા. માનવામાં આવતું હતું કે, ‘કાળું પિત્ત’ ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા અને તેમને તાવ રહેતો હતો.આ પ્રકારના તારણ પાછળ માત્ર શુદ્ધ વિચારધારા હતી. પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વેએ કરેલ રુધિર-પરિવહનની શોધ અને થરમૉમિટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું. જેનાથી સ્વાસ્યની 'સારી તરલ' શેની પરિકલ્પના ખોટી પુરવાર થઈ. પછીના વર્ષોમાં, જીવવિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું, સ્વાસ્થ જાળવી રાખે છે.
જવાબ : આપણું સ્વાસ્થ્ય નીચેની ત્રણ બાબતોથી પ્રભાવિત થાય છે: (i) જનીનિક ખામીઓ કે જેના દ્વારા ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે. અને ખામીઓની અસરો બાળકને જન્મથી જ તેના માતાપિતા પાસેથી વારસામાં મળે છે. (ii) ચેપ (iii) આપણી જીવનશૈલી જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ અને વ્યાયામ કે જે શરોરને આપણે આપીએ છીએ. આદતો જે આપણે ધરાવીએ છીએ અથવા તેનો અભાવ હોય છે.
જવાબ : સ્વાસ્થ્ય શબ્દલોકો દ્વારા વારંવાર વપરાય છે. જેનો અર્થ માત્ર 'રોગની અનઉપસ્થિતિ' કે 'શારીરિક સ્વસ્થતા ' નથી. તેને સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લેવામાં આવે છે. જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે છે. જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. સ્વાથ્ય એ આયુષ્ય વધારે છે તેમજ શિશુ અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરે છે. સારું સ્વાસ્થ જાળવી રાખવા માટે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ ખૂબ જ અગત્યના છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ પ્રાપ્ત કરવા માટે પ્રાચીનકાળથી યોગના અભ્યાસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરનાં વિવિધ કાર્યો પર તેમની અસરો, ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્રોતોની જાળવણી વગેરે સારું સ્વાસ્થ મેળવવા અને જાળવી રાખવા જરૂરી છે.
જવાબ : ઘણા વાઇરસ મનુષ્યમાં રોગકારક હોય છે. જેમાંનો એક સમૂહ રિહનો વાઇરસ જે મનુષ્યમાં સૌથી સંક્રમિત રોગ સામાન્ય શરદી ફેલાવે છે. તે નાક અને શ્વસનમાર્ગને સંક્રમિત કરે છે જયારે ફેફસાંને, સંક્રમિત કરતા નથી. સામાન્ય લક્ષણો: તેના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થવું અને તેમાંથી સ્રાવ થવો, ગળું સુકાવવું, ધસારો, કફ, માથું દુ:ખવું, થાક લાગવો વગેરે જે 3-7 દિવસ સુધી જોવા મળે છે. ફેલાવો: દર્દીની ખાંસી કે છીંક દ્વારા નીકળતાં બિંદુઓ જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં અંદર લેવાથી કે પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ કમ્પ્યુટરનાં કી-બોર્ડ કે માઉસ વગેરે દ્વારા તેનો ફેલાવો થાય છે.
જવાબ : મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવ પ્રજીવ એન્ટઅમીબા હિસ્ટોલાયટીકા દૂત દ્વારા અમિબિયાસીસ કે અમીબિય મરડો થાય છે. તેનાં લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુંધિરની ગાંઠોયુક્ત જોવા મળે છે. ઘરમાખીઓ આ રોગની યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે.
જવાબ : રોગનાં લક્ષણોમાં આંતરિક રક્તસ્ત્રાવ, સ્નાયુમય દુ:ખાવો, તાવ, એનીમિયા અને આંત્રમાર્ગ અવરોધાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીનાં ઈંડાં બહાર આવે છે.
જવાબ : કરમિયું એ સામાન્ય ગોળકૃમિ છે અને મનુષ્ય માટે રોગકારક છે. આંત્રમાર્ગીય પરોપજીવી કરમિયું એ એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગો )માટે જવાબદાર છે. રોગનાં લક્ષણોમાં આંતરિક રક્તસ્ત્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનીમિયા અને આંત્રમાર્ગ અવરોધાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીનાં ઈંડાં બહાર આવે છે. માટી, પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે. સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે.
જવાબ : વૃકેરેરિયા (w.bancrofti અને W. malayi) ફિલારીઅલ કૃમિ (હાથીપગાનું કૃમિ) છે. જેઓ પશ્ચઉપાંગોની લસિકાવાહિનીઓમાં ધીમે-ધીમે દીર્ધકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ યજમાનમાં રહે છે. જેથી આ રોગને હાથીપગો કે ફિલારિઆસિસ કહે છે. ઘણીવાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે. જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. રોગવાહક માદા મચ્છર જયારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરોરમાં ફેલાય છે.
જવાબ : માઇક્રોસ્પોરમ, ટ્રાયકોફાયટોન અને એપિડર્મોફાયટોન જેવી ફૂગ મનુષ્યમાં દાદર માટે જવાબદાર છે કે જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકી એક છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ અને શિરોત્વચા વગેરે પર તે શુષ્ક, શલ્કીય જખમ સ્વરૂપે દેખાય છે. આવા જખમમાં તીવ્ર પંજવાળ આવે છે. હૂંફાળું અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પ્રેરે છે. ગડીયુક્ત ત્વચા સ્થાને જેમ કે જાંધપ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે જયાં તે વૃદ્ધિ પામે છે. દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી થાય છે.
જવાબ : આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું, ધરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડિમ્ભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો, ખાડા,ડ્રનેજ (પાણીનો નિકાલ), દલદલ(કાદવ) જેવાં સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ જરૂરી છે. આ ઉપરાંત દરવાજા અને બારીઓમાં જાળી લગાવવી જેથી મચ્છરોનો પ્રવેશ, અટકાવી શકાય.
જવાબ : દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે. આપણું શરીર મોટા ભાગના આ બાધકારકો (પરજાત કે પ્રતિજન) સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા(immunity) કહેવાય છે. પ્રતિકારકતા બે પ્રકારની છે (i) જન્મજાત પ્રતિકારકતા (Innate Immunity) અને (ii) ઉપાર્જિત પ્રતિકારકતા(Acquired Immunity).
જવાબ : રોગકારકોના પ્રતિચાર સમયે B કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. જેથી તે રોગકારકો સામે લડી શકે, આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) કહેવાય છે.
જવાબ : જ્યારે યજમાન એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના દેહમાં એન્ટિબૉડીનું સર્જન થાય છે. એન્ટિજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. જયારે શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. દુગ્ધશ્રવણ(Lactation-ધાવણ) ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમમાં ફોન એન્ટિબોડી lga વિપુલ માત્રામાં હોય છે જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવધિકાળ દરમિયાન ભ્રૂણને પણ જરાય દ્વારા માતાના રુધિરમાંથી એન્ટિબોડી પ્રાપ્ત થાય છે જે નિષ્ક્રિય પ્રતિકારકતાનાં કેટલાક ઉદાહરણ છે.
જવાબ : ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં, સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાતિ અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાનીક્ષમતા પર આધારિત છે. જો કે હજી સુધી તેનો આધાર સમજી શકાયો નથી. તેને બે ઉપસિદ્ધાંતોથી સમજી શકાય. (1) ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરકક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે. (2) કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા રોગ કહે છે. સંધિવા એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
જવાબ : ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરકક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે. કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા રોગ કહે છે.
જવાબ : પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવાં કે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડામાં પેયર્સની ખંડિકાઓ (નાના આંતરડાની દીવાલમાં લસિકા પેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે) અને આંત્રપુચ્છમાં સ્થળાંતરિત થાય છે.
જવાબ : બ્લડબેન્કના રુધિરને HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સીરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પ૨ નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
જવાબ : આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સર ગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. તેથી કેન્સર કોષો સતત કોષવિભાજન પામી, કોષોનો સમૂહ સર્જે છે જેને ગાંઠ કહે છે.
જવાબ : કેન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજિકલ અભ્યાસને આધારે થઈ શકે છે, જયારે લ્યુકેમિયા(રૂધિરનું કેન્સર) જેવા કિસ્સાઓમાં રુધિર અસ્થિમજ્જામાં અને વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે.
જવાબ : શરીરનાં આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી (X-કિરણોનો ઉપયોગ), CT(Computed tomographs અને MRI (Magnetic Resonance Imaging) જેવી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.
જવાબ : ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્રારા ઓળખ અને નાશથી બચી જાય છે. માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા-ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે.
જવાબ : યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્ડાઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો વજન અને ભૂખમાં વધઘટ.
જવાબ : રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇસ, ડાયયુરેટિક (મૂત્રવર્ધક) દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ, માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને.
જવાબ : પુરૂષોમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ-ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ધટાડો શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે.
જવાબ : અસાધ્ય ગાંઠના કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામી, આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે. તેમજ ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે છે. આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવે છે માટે અસાધ્ય ગાંઠનો રોગવ્યાપ્તિનો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે.
જવાબ : AIDS માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે. શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વાસ્થતા માટે એઇડ્સગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવો જોઈએ.
જવાબ : ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ ફળ અને બીજમાંથી વિવિધ પ્રકારના ઔષધો મેળવવામાં આવે છે કે જે શસ્ત્રક્રિયા તેમજ અન્ય ચિકિત્સાલયી ક્રિયાઓમાં ઉપયોગ થાય છે, જયારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદેશ્યથી લેવામાં આવે છે. ત્યારે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડ કે વિલેપ સજાય છે તેમજ આવા પદાર્થોનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેનો બંધાણી બની જાય છે માટેનશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.
જવાબ : ચેપી રોગો સામે સલામતી મેળવવા માટેની જાગૃતિનાં નીચે મુજબ પગલાં લઈ શકાય: શિક્ષણ: લોકોને આવા ચેપી રોગો વિશેનું જ્ઞાન આપવું જોઈએ જેથી તે પોતાનું રક્ષણ કરી શકે. રસીકરણ: ચેપી રોગો માટેની રસીઓ યોગ્ય સમયે લેવી જોઈએ. સ્વચ્છતા: સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતા એ આવા રોગોને ફેલાવતા અટકાવે છે. વાહકોનો નાશ: રોગવાહકો અને તેમનાં પ્રજનનસ્થળોનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણી જમા ન થવા દેવું જોઈએ.
જવાબ : જીવવિજ્ઞાનના અભ્યાસથી આપણે રોગોના વિવિધ પાસાઓ જાણી શકીએ છીએ. જેમ કે, રોગ થવાનું કારણ, તેનાં લક્ષણો, તેનો ફેલાવો શરીર પર તેની અસર અને તેમનું નિયંત્રણ.
જવાબ : (a) અમીબીઆસિસ: ઘરમાખીઓ આ રોગની યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની અન્ય પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. (b) મેલેરિયા: પ્લાઝમોડિયમ એ મૅલેરિયા થવા માટે જવાબદાર છે. તે એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. (c) એસ્કેરિઆસિસ: આ રોગનો ફેલાવો દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે. (d) ન્યુમોનિયા: આ રોગનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીક દ્વારા મુક્ત કરવામાં આવેલાં બિદુઓ શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે.
જવાબ : MALT: શ્લેષ્મ સંકલિત લસિકા પેશી CMI: કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા AIDS: એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ NACO: નેશનલ એઇડસ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન HIV: હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ
જવાબ : (i) ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી. (ii) દૂષિત રુધિર અને તેની નીપજેના ઉપયોગથી. (iii) ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી (iv) રોગિષ્ઠ માતા, ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી.
જવાબ : વાઇરસની યજમાન કોષમાં ક્રિયાવિધિ: વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાઇરસ મેક્રોફેજમાં પ્રવેશે છે. જ્યાં વાઇરસનું RNA જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉન્સેચકની મદદથી વાઇરલ DNAમાં સ્વયંજનન પામે છે.આ વાઇરલ DNA યજમાન કોષના DNAમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાઇરસના અણુઓ પેદા કરે છે. આમ, મેક્રોફેઝ વાઇરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે HIVના કારખાના તરીકે વર્તે છે. આ દરમિયાન, HIV મદદકર્તા T-લસિકા કોષો (TH) માં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાઇરસની સંતતિઓ સર્જ છે. આ રીતે નવા સર્જાયેલા વાઇરસ રુધિરમાં મુક્ત થાય છે જે અન્ય મદદકર્તા T-લસિકા કોષો પર હુમલો કરે છે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદકત T-લસિકાકોષોની સંખ્યા ઘટે છે. આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા. અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મદદકર્તા T-લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટરિયા ખાસ કરીને માઇકોબેક્ટરિયમ, વાઇરસ ફૂગ તેમજ ટેકસો પ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બને છે. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે.
જવાબ : હા. મિત્રો આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કરતાં હોઈ શકે, તેમને તેના સેવનથી દૂર કરવા નીચેના ઉપાયો કરવા જોઈએ: (i) સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. (ii) વ્યાવસાયિક અને આરોગ્યવિષયકની સલાહ લેવી. (iii) સારી આદતોની ટેવ પાડવી (iv) તબીબી સહાય મેળવવી.
જવાબ : અનેક ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી અગત્યની છે. વ્યક્તિગત સ્વચ્છતામાં શરીરને ચોખ્ખું રાખવું; પીવા માટે શુદ્ધ પાણી, ખોરાક, શાકભાજી વગેરેના સેવનનો સમાવેશ થાય છે.
જનસમુદાય સ્વચ્છતામાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ, જળાશયો, કુંડ(pool), ખાળકૂવા(cess pool), ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ તેમજ ચોખ્ખા રાખવા તદુપરાંત લોક-ઉપભોગ્ય(public catering)માં પણ સ્વચ્છતાનાં ધારાધોરણનું પાલન થાય તે જોવું જરૂરી છે. આવા ઉપાયો વિશિષ્ટરૂપે એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જયાં ચેપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય જેવા કે ટાઇફોઈડ, એમીબીઆસિસ, એસ્કેરીઆસિસ વગેરે. ન્યુમોનિયા અને શરદી જેવા હવાપ્રેરિત(air-borne) રોગોમાં ઉપર્યુક્ત જણાવેલ ઉપાયોમા ઉપચારરૂપે ચેપી વ્યક્તિના ગાઢ સંપર્ક તેમજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. કીટકો દ્વારા ફેલાતા રોગ જેવાં કે મેલેરિયા અને ફિલારિઆસિસમાં રોગવાહકો અને તેમનાં પ્રજનનસ્થળો(breeding site)નું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણી જમા ન થવા દેવું, ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડિમ્ભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો, ખાડા, ડ્રનેજ(પાણીનો નિકાલ), દલદલ (કાદવ) જેવાં સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ જરૂરી છે. આ ઉપરાંત મચ્છરોનાં પ્રવેશ અટકાવવા માટે દરવાજા અને બારીઓમાં જાળી લગાવવી. ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક (Aedes-એડીસ મચ્છર) દ્વારા ફેલાયેલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલ રોગોના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. જીવવિજ્ઞાન ક્ષેત્રે થયેલ પ્રગતિને કારણે આપણને અનેક ચેપી રોગોની ટક્કર ઝીલવા માટેના કારગત પ્રયાસો આપણને પ્રાપ્ત થયા છે. રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવો જીવલેણ રોગ જડમૂળથી દૂર થયો છે. રસીના ઉપયોગથી પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા અને ટિટેનસ જેવા અનેક ચેપી રોગોને મહદંશે નિયંત્રિત કરી શકાય છે. જૈવ તકનીકી દ્વારા નવી વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાઈ છે. એન્ટિબાયોટિક્સ તેમજ અન્ય દવાઓના સંશોધન દ્વારા ચેપી રોગોનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે સક્ષમતા કેળવાય છે.જવાબ : ઉપાર્જિત રોગપ્રતિકારકતા વિશિષ્ટ છે. તે સ્મૃતિ આધારિત છે. આનો અર્થ એ થાય છે કે જયારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર(primary response) કહે છે. ત્યાર બાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર(secondary or anamnestic response) આપે છે. જેનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે.
પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકાકોષો દ્વારા થાય છે: B-લસિકા કોષો, T-લસિકા કોષો. રોગકારકોના પ્રતિચાર સમયે B-કોષો આપણા રુંધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. જેથી તે રોગકારકો સામે લડી શકે, આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) કહેવાય છે.T-કોષો એન્ટિબોડી સર્જતા નથી પરંતુ B-કોષોને એન્ટિબોડીના નિર્માણ માં સહાય કરે છે. પ્રત્યેક એન્ટિબોડીની આણ્વિક રચનામાં ચાર પોલિપેપ્ટાઈડ શુંખલાઓ આવેલ છે. બે નાની હળવી શૃંખલાઓ(light chain) અને બે ભારે શૃંખલાઓ(heavy chain) માટે તેને સ્વરૂપે દર્શાવાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટિબોડી સર્જાય છે – IgA, IgM, IgE, IgG વગેરે.(આકૃતિ) એન્ટિબોડી રુધિરમાં જોવા મળે છે. માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર(humoral immune response) કહેવાય છે, જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારમાંનો એક છે. એન્ટિબોડી મધ્યસ્થી(antibody mediated) તેનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા (cell mediated immunity-CMI) છે.T-લસિકા કોષો CMIનું માધ્યમ બને છે. જયારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવાં અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ (transplantation) હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે. ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે. કોઈ પણ સ્રોત-પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્યજાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી, કારણ કે તરત કે પછી દર્દીનું શીર તે અંગને નકારશે. કોઈ પણ આરોપણ કે પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે અને તે પછી પણ રોગીને, પોતાના જીવનપર્યંત પ્રતિકાર-અવરોધકો(immune-suppresants)ને લેવા પડે છે. શરીર ‘સ્વજાત’ અને ‘પરાત’ નો ભેદ પારખવા સક્ષમ છે અને કોપી-મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગેના અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.જવાબ :
જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક કોઈ પણ કારણ વગર છીંક(sneezing), કફને લીધે ગળામાં સસણી બોલવી(wheezing) વગેરે જેવા અનુભવો થયા હશે અને તમે આ સ્થાનેથી દૂર જાઓ છો તો આ લક્ષણ ગાયબ થઈ જાય છે. આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઉપર્યુક્ત પ્રતિક્રિયા પરાગરજ, જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે આવું થાય છે. જે અલગ-અલગ સ્થાનોએ ભિન્ન પ્રકારની હોય છે.
પર્યાવરણ માં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી(allergy) કહે છે. એવા પદાર્થો, જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે તેને એલર્જી પ્રેરકો(allergens) કહેવાય છે. એલજી પ્રેરકો માટે સર્જાતાં એન્ટિબોડી IgE પ્રકારના હોય છે.
એલર્જીના સામાન્ય ઉદાહરણોમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોડો વગેરે છે. એલર્જીનાં લક્ષણોમાં છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરેને સમાવેશ થાય છે. એલર્જી થવાનું કારણ માસ્ટ કોષોમાંથી સ્ત્રવતા હિસ્ટેમાઇન અને સેરેટોનીન રસાયણો છે. એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા એંલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. એન્ટિ-હિસ્ટેમાઇન, એડ્રિનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો દ્વારા એલર્જીનાં લક્ષણોને ઝડપથી ઘટાડી શકાય છે. પરંતુ આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપ લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જીન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. ભારતનાં મોટા શહેરોમાંમોટા ભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમા (દમનો) શિકાર બની રહ્યા છે. આનું કારણ, બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું તે છે.જવાબ : મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ અને કોષો અને એન્ટિબૉડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે જે પરજાત એન્ટિજનને ઓળખે છે. તેનો પ્રતિચાર આપે છે તેમજ તેને યાદ રાખે છે. પ્રતિકારક તંત્ર માં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે.
લસિકા અંગો(Lymphoid Organs): આ એવાં અંગો છે જયાં લસિકા કણોનું સર્જન કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજજા(bone marrow) અને થાયમસ(thymus) નો સમાવેશ થાય છે. જયાં અપરિપક્વ લસિકા કણો, એન્ટિજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવાં કે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડામાં પેયર્સની ખંડિકાઓ (નાના આંતરડાની દીવાલમાં લસિકાપેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે) અને આંત્રપૂચ્છમાં સ્થળાંતરિત થાય છે. દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. માનવદેહમાં વિભિન્ન લસિકા અંગોના સ્થાન નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. પ્રાથમિક લસિકા અંગો: અસ્થિમજ્જા: અસ્થિમજજા મુખ્ય લસિકા અંગ છે, જેમાં લસિકાકણો કે લસિકાકોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે. થાયમસ: થાયમસ એ ખંડમય અંગ છે. જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ હોય છે. થાયમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. થાયમસ અને અસ્થિમજ્જા બંને T-લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મપર્યાવરણ પૂરું પાડે છે.. દ્વિતીય લસિકા અંગો: બરોળ: બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. બરોળ ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે. લસિકા ગાંઠ: લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકાગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય એન્ટિજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટિજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે. લસિકાપેશી: શ્વસનમાર્ગ, પાચનમાર્ગ અને મૂત્રજનનમાર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તર (lining)માં લસિકાપેશી આવેલ છે જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી(muscosal associated lymphoid tissue-MALT) કહે છે. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50 ટકા જેટલું પ્રમાણ ધરાવે છે.જવાબ : કેન્સર એ ભયંકર રોગમાંનો એક રોગ છે, કે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે. ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમાંના ઘણાં લોકો તેનાથી મૃત્યુ પામે છે. કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં રૂપાંતર(oncogenic transformation), તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે.
મનુષ્યનાં શરીરમાં, કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે. કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્ક નિષેધ(contact inhibition)ના ગૃણધર્મ દર્શાવે છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. તેથી કેન્સર કોષો સતત કોષવિભાજન પામી, કોષોનો સમૂહ સર્જે છે જેને ગાંઠ(tumor) કહે છે. આવી ગાંઠ બે પ્રકારની હોય છે: સાધ્ય(benign) અને અસાધ્ય(malignant) ગાંઠ. સાધ્ય ગાંઠ(benign tumors) પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે. અસાધ્ય ગાંઠ(malignant tumors) એ પ્રસર્જિત કોષો(proliferating cells)નો સમૂહ છે જેને નિઓપ્લાસ્ટિક ગાંઠ(neoplastic tumor) કે ગાંઠ કોષો(tumor cells) કહે છે, જે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે. આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે છે (સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે). આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે. અસાધ્ય ગાંઠનો આ રોગવ્યાતિ(metastasis) નો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે. કેન્સર થવાનાં કારણો(Causes of Cancer): સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિઓપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન્સ(carcinogens) કહે છે.X-કિરણો અને ગામા કિરણો જેવાં આયનિક કિરણો અને UV જેવા બિનઆયનિક કિરણો DNAને ઈજા કરે છે. તેમજ તેમને નિઓપલાસ્ટિકમાં ફેરવે છે. તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થો ફેફસામાં કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે. કેન્સર પ્રેરતા વાઇરસને ઓન્કોજેનિક વાઇરસ (oncogenic viruses) કહે છે અને તેમના જનીનને વાઇરલ ઓન્કોજિન્સ(viral oncogenes) કહેવાય છે. આ ઉપરાંત, સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ(cellular oncogenes) અથવા પ્રોટો-ઓન્કોજિન્સ(proto oncogenes) આવેલા હોય છે જે ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે અને સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. કૅન્સરની ચકાસણી અને નિદાન(Cancer detection and Diagnosis): કેન્સર સમયસર વહેલાં ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે. કેન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી (biopsy) અને હિસ્ટોપેથોલોજિકલ(histopathological) અભ્યાસને આધારે થઈ શકે છે, જયારે લ્યુકેમિયા(રૂધિરનું કેન્સર) જેવા કિસ્સાઓમાં રુધિર અસ્થિમજ્જામાં અને વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. બાયોપ્સીમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ, તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજિસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. શરીરનાં આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી (X-કિરણોનો ઉપયોગ), CT(computed tomography) અને MRI(magnetic resonance imaging) જેવી તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્યુટેડ ટોમોગ્રાફીમાં X-કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.MRI માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજિકલ અને દેહધાર્મિક(physiological) ફેરફારો જાણી શકાય છે. કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન(cancer-specific antigens) સામે પ્રતિદ્રવ્યો (એન્ટિબૉડી)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કૅન્સરના નિદાન માટે આણ્વિય જીવવિજ્ઞાનની તક્નીકીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત્ કરી શકે છે અને કેન્સરને અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે. એવી વ્યક્તિઓ જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહભર્યું છે (દા.ત.. તમાકુના ધુમાડાથી થતું ફેફસાંનું કેન્સર) કેન્સરની સારવાર(Treatment of Cancer): કેન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતકરૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઇજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધો(chemotherapeutic drugs)નો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે કરવામાં આવે છે. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે. મોટા ભાગની દવાઓની આડઅસર હોય છે. જેવી કે વાળ ઊતરવા, એનીમિયા વગેરે મોટે ભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે. ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે. માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા-ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે.જવાબ : આંકડાકીય સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે કેફી પદાર્થો અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે જેના કારણે ઘણી નુકસાનકારક અસરો ઉદ્ભવે છે. યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ અપાય તે જરૂરી છે જેથી તેઓ એક તંદુરસ્ત જીવશૈલીને અનુસરી શકે.
સામાન્ય રીતે વપરાતા નશાકારકોમાં અફીણ, ચરસ અને કોકેઇનનો ઉપયોગ થાય છે. મોટા ભાગના આમાંના સપુષ્પી વનસ્પતિઓ અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે. અફીણ(Opioids): અફીણ એ એવું કેફી દ્રવ્ય છે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રીય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ સાથે જોડાણ સાધે છે. હેરોઇન(Heroin): હેરોઇન જેને સ્મેક કહે છે. તે રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન (diacetylmorphine) છે જે સફેદ, વાસહીન, કડવું, સ્ફટિકમય સંયોજન છે(આકૃતિ 8.7). જે મોર્ફિનનના એસિટાયલેશનથી મેળવવામાં આવે છે કે જેને ખસખસ વનસ્પતિના દુગ્ધ (ક્ષીર) માંથી મેળવવામાં આવે છે(આકૃતિ 8.8). જે સામાન્ય રીતે તેને નાસિકા દ્વારા(snorting) કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. હેરોઇન તણાવશામક(depressant) છે અને શરીરનાં કાર્યોને ધીમા પાડે છે. કેનાબિનોઇડ્સ(Cannabinoids): કેનાબિનોઇડસ એ રસાયણોનો સમૂહ છે, જે મગજમાંના કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે. કુદરતી કેનાબિનોઇડ, ભાંગ (કેનાબિસ સટાઈવા-Cannabis sativa) (આકૃતિ 8.10) વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવવામાં આવે છે. કેનાબીસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિન (રાળ) નો વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી મેરીઝુઆના, હસીસ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે. સામાન્યતઃ અંતઃશ્વસન અને મુખ-અંતઃગ્રહણ દ્વારા લેવાતા માદક દ્રવ્ય શરીરના હૃદ પરિવહનતંત્ર(cardiovascular system)ને અસર કરે છે. કોકા આલ્કેલોઇડ અથવા કોકેઇન(Cocaine): કોકેઇન જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા (ઇરિથ્રોઝાયલમ કોકા – Erythroxylam coca)માંથી મેળવવામાં આવે છે. જે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે. કોકેઇન જેને સામાન્ય રીતે ‘કોક’ કે ‘ક્રેક’ કહીએ છીએ, તેને નાસિકા વાટે લેવામાં આવે છે. તે મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે, જે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને ઊર્જામાં વધારો કરે છે. તેની વધુ માત્રા ભ્રામકતા પ્રેરે છે. અન્ય આવી ભ્રામકતા(hallucinogenic) પ્રેરક વનસ્પતિઓ એટ્રોપા બેલાડોના(Atropa belladona) અને ધતૂરો છે.(આકૃતિ 8.11) કેટલાક રમતવીરો પણ કેનાબિનોઇડનો દુરુપયોગ કરતા થયા છે. બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાયએઝપાઇનઃ બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાયએઝપાઇન અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા(depression) અને અનિદ્રા(insomnia) જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે. મોર્ફિન: મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ છે અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તમાકુ: ધૂમ્રપાન પણ આ તીવ્ર નશાકારક પદાર્થોના તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. તમાકુનો ઉપયોગ મનુષ્ય 400 વર્ષો કરતાં પણ વધુ સમયથી કરતો આવ્યો છે. તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન, ચાવવામાં અથવા છીંકણી તરીકે થાય છે. તમાકુમાં ઘણા રાસાયણિક પદાર્થો હોય છે જેમાંનો એક આલ્કેલોઇડ નિકોટીન છે. નિકોટીન દ્વારા એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજના મળતા, તે એડ્રિનાલિન અને નોર એર્ડનાલિનને રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે અને રુધિરનું દબાણ તથા હૃદયના ધબકારા બંનેમાં વધારો કરે છે. ધૂમ્રપાન એ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સરમાં, બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા, કોરોનરી સંબંધી હૃદયનો રોગ અને જઠરમાં ચાંદુ પડવું વગેરેમાં ઝડપથી વધારો પ્રેરે છે. તમાકુના ચાવવાથી મુખગુહાનાં કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાન રુધિરમાં કાર્બન મોનોક્સાઇડ(CO)નું પ્રમાણ વધારે છે અને હિમ(સમૂહ) બંધિત ઓક્સીજન ની સાંદ્રતાને ઘટાડે છે. જેને પરિણામે શરીર માં ઓક્સીજન ની ઉણપ સર્જાય છે. જયારે વ્યક્તિ સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે એવું નથી બનતું કે તેની નજર સિગારેટના પેકેટ પર છાપેલી કાનૂની ચેતવણી પર તેનું ધ્યાન ન જાય. જે ધૂમ્રપાનથી સાવચેત કરે છે અને દર્શાવે છે કે તે સ્વાસ્થય માટે હાનિકારક છે. દરેક બંધાણીને સલાહ ચિકિત્સાસંબંધી અને માર્ગદર્શન આપી આ આદતમાંથી છૂટકારો આપવો જોઈએ.જવાબ : નશાકારક પદાર્થો અને આલ્કોહૉલના સેવનથી તાત્કાલિક પ્રતિકુળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણુક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્રાવ(cerebral hemorrhage)ને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે. નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહોલ સાથે તેમનું સેવન તેની વધુ માત્રા છે અને તે મૃત્યુ પણ પ્રેરે છે.
યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો વજન અને ભૂખમાં વધઘટ. નશાકારક પદાર્થો આલ્કોહોલના સેવનથી દુરોગામી અસરો પણ હોઈ શકે છે. જો બંધાણીને નશાકારક પદાર્થો, આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો ચોરી કરવા પ્રેરાય છે. તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ, આલ્કોહૉલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી. ક્યારેક ડ્રગ્સ કે આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે. જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા (નીડલ કે સીરિંજની મદદથી સીધું શિરામાં ઇન્જેક્શન) લે, તો તેને એઈડ્સ અને હિપેટાઇટીસ-B (ઝેરી કમળો) થવાની શક્યતા રહે છે. આ રોગ માટેના વિષાણુ ચેપી સોય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એઇડ્સ અને હિપેટાઇટીસ-B બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ધાતક હોય છે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે. તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે. જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે. ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત (cirrhosis-વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ) ને હાનિ પહોંચે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસરો પ્રેરે છે. ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે તે માટે તેનો ઉપયોગ કરે છે. રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇસ, ડાયયુરેટિક (મૂત્રવર્ધક) દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ, માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને. મહિલાઓમાં, એનાબોલિક સ્ટેરોઇડના, ઉપયોગથી નરજાતિનાં લક્ષણો આક્રમકતામાં વધારો, મિજાજમાં, ઉતાર ચઢાવ, માનસિક જેવા તણાવ ,અનિયમિત માસિકચક્ર, ચહેરા અને શરીર પર રુવાંટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે આડઅસરો જોવા મળે છે. જયારે પુરૂષોમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ-ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ધટાડો શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે. આ અસરો લાંબા, સમયના સેવનથી પ્રભાવી બને છે. તરુણાવસ્થાની છોકરીઓ અને, છોકરાઓમાં ચહેરા અને, દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓનાં વૃદ્ધિ કેન્દ્રો કે અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે.જવાબ : ઈલાજ કરતાં અટકાવે વધુ સારો છે. "Prevention is better than cure". આ કહેવત અહીં સાચી ઠરે છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહોલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે.
નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.જવાબ : કિશોરાવસ્થાનો અર્થ “એક સમયગાળો' અને 'એક પ્રક્રિયા' જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે સહભાગી બની પરિપક્વ બને છે. વ્યક્તિની ઉમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે. બીજા શબ્દોમાં તરુણાવસ્થા એ બાળપણ અને પુનાવસ્થાન જોડનાર સેતુ છે. તરુણવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણુકીય ફેરફારો જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.
જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહોલના સેવન માટે મજબૂર કરે છે. બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે, પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે. કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે. યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતા(cool) કે પ્રગતિશીલતા (progressive)નું પ્રતીક છે. આ બધી આદતો જ સેવન કરવા માટેનું મુખ્ય કારણ છે. ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઇન્ટરનેટ જેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે. કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહૉલની કુટેવનાં અન્ય કારણોમાં કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે. ઈલાજ કરતાં અટકાવ વધુ સારો છે. "Prevention is better than cure". આ કહેવત અહીં સાચી ઠરે છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહોલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે. નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.જવાબ : લોકો વિચારે છે કે શહેરનું જીવન એ ગ્રામ્ય વિસ્તાર કરતા સારું હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જીવનશૈલીના ઘણા ફાયદાઓ અને ગેરફાયદાઓ જોવા મળે છે.
શહેરીજીવનના ફાયદાઓ: શહેરમાં ઘણી બધી સુવિધાઓ હોવાથી શહેરીજીવન વધુ આરામદાયક હોય છે. શહેરમાં લોકોને પ્રગતિ કરવા માટે તેમજ પૈસા કમાવવાની વધુ તકો હોય છે. શહેરમાં રહેતા બાળકોને સારું ભણતર મળી રહે છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ઇલાજ માટે સારો સરકારી અને ખાનગી હોસ્પિટલો જોવા મળે છે. મનોરંજન માટે શહેરમાં અને આસપાસ મોટા શોપિંગ કોમ્લેક્ષ, બેન્કો, ઓફિસ, સિનેમા, ક્લબ વગેરે હોય છે. શહેરમાં પરિવહન સુવિધા વધુ સારો હોય છે. આમ, શહેરી જીવન વધુ આરામદાયક. શહેરમાં હોય છે. શહેરીજીવનના ગેરફાયદાઓ: શહેરમાં વસવાટનો ખર્ચ ખુબ જ ઊંચો હોય છે. શુદ્ધ પાણી અને હવા હોતી નથી. પર્યાવરણ ધૂળ, ધુમાડા, કચરા અને ફેક્ટરીઓમાંથી નીકળતા વાયુઓથી દૂષિત હોય છે. શહેરમાં ભ્રષ્ટાચાર વધુ હોય છે તેથી ગુનાઓનું પ્રમાણ પણ વધે છે. શહેર હંમેશ વ્યસ્ત અને ઘોંઘાટવાળું જોવા મળે છે. આમ, શહેરમાં સારું સ્વાથ્ય ટકાવી રાખવું અઘરું છે. ગ્રામ્ય જીવનના ફાયદા: ગામના લોકો એકતા અને શાંતિમાં જીવે છે. ગ્રામવાસીઓ માટે પૈસાની આવક પ્રમાણમાં ઓછી હોય છે તેથી તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા નથી. વસ્તીમાં ગામવાસીઓ પાસે મિત્રોની સંખ્યા વધારે હોય છે. ગ્રામવાસીઓ હંમેશાં તેમની સંસ્કૃતિના રક્ષણ માટે પ્રયત્નો કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ સુંદર અને પ્રદૂષણ મુક્ત હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘોંઘાટ જોવા મળતો નથી. તેમજ વાહનો ઓછા જોવા મળે છે જેથી રસ્તાઓ વાહન ચલાવવા માટે ભયમુક્ત હોય છે. તેઓ ચોખા અને તાજા શાકભાજી-ફળો પ્રાપ્ત કરે છે. ગ્રામ્ય જીવનના ગેરફાયદા: ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે સારા ભણતરનો અભાવ, સારી હોસ્પિટલો, પરિવહન સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા વગેરે. કસરતનો અભાવ, માનસિક તાણ, વગેરે જેવાં કારણોને લીધે વિવિધ રોગો, કેન્સર, હૃદય સંબંધિત રોગો થાય છે.જવાબ :
આલ્કોહોલની કુટેવના ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર વગેરે જેવાં લક્ષણો જોવા મળે.
આ કુટેવથી દૂર રહેવા નીચે પ્રમાણેનાં પગલાં લેવા જોઈએ.ઈલાજ કરતાં અટકાવ વધુ સારો છે. "Prevention is better than cure". આ કહેવત અહીં સાચી ઠરે છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહોલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે.
નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.
જવાબ : કેન્સર એ ભયંકર રોગમાંનો એક રોગ છે, કે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે. ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમાંના ઘણાં લોકો તેનાથી મૃત્યુ પામે છે. કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં રૂપાંતર(oncogenic transformation), તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે.
મનુષ્યનાં શરીરમાં, કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે. કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્ક નિષેધ(contact inhibition)ના ગૃણધર્મ દર્શાવે છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. તેથી કેન્સર કોષો સતત કોષવિભાજન પામી, કોષોનો સમૂહ સર્જે છે જેને ગાંઠ(tumor) કહે છે. આવી ગાંઠ બે પ્રકારની હોય છે: સાધ્ય(benign) અને અસાધ્ય(malignant) ગાંઠ. સાધ્ય ગાંઠ(benign tumors) પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે. અસાધ્ય ગાંઠ(malignant tumors) એ પ્રસર્જિત કોષો(proliferating cells)નો સમૂહ છે જેને નિઓપ્લાસ્ટિક ગાંઠ(neoplastic tumor) કે ગાંઠ કોષો(tumor cells) કહે છે, જે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે. આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે છે (સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે). આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે. અસાધ્ય ગાંઠનો આ રોગવ્યાતિ(metastasis) નો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે. કેન્સર થવાનાં કારણો(Causes of Cancer): સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિઓપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન્સ(carcinogens) કહે છે.X-કિરણો અને ગામા કિરણો જેવાં આયનિક કિરણો અને UV જેવા બિનઆયનિક કિરણો DNAને ઈજા કરે છે. તેમજ તેમને નિઓપલાસ્ટિકમાં ફેરવે છે. તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થો ફેફસામાં કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે. કેન્સર પ્રેરતા વાઇરસને ઓન્કોજેનિક વાઇરસ(oncogenic viruses) કહે છે અને તેમના જનીનને વાઇરલ ઓન્કોજિન્સ(viral oncogenes) કહેવાય છે. આ ઉપરાંત, સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ(cellular oncogenes) અથવા પ્રોટો-ઓન્કોજિન્સ(proto oncogenes) આવેલા હોય છે જે ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે અને સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. કૅન્સરની ચકાસણી અને નિદાન(Cancer detection and Diagnosis): કેન્સર સમયસર વહેલાં ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે. કેન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી (biopsy) અને હિસ્ટોપેથોલોજિકલ(histopathological) અભ્યાસને આધારે થઈ શકે છે, જયારે લ્યુકેમિયા(રૂધિરનું કેન્સર) જેવા કિસ્સાઓમાં રુધિર અસ્થિમજ્જામાં અને વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. બાયોપ્સીમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ, તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજિસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. શરીરનાં આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી (X-કિરણોનો ઉપયોગ), CT(computed tomography) અને MRI(magnetic resonance imaging) જેવી તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્યુટેડ ટોમોગ્રાફીમાં X-કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.MRI માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજિકલ અને દેહધાર્મિક(physiological) ફેરફારો જાણી શકાય છે. કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન(cancer-specific antigens) સામે પ્રતિદ્રવ્યો (એન્ટિબૉડી)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કૅન્સરના નિદાન માટે આણ્વિય જીવવિજ્ઞાનની તક્નીકીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત્ કરી શકે છે અને કેન્સરને અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે. એવી વ્યક્તિઓ જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહભર્યું છે (દા.ત.. તમાકુના ધુમાડાથી થતું ફેફસાંનું કેન્સર) કેન્સરની સારવાર(Treatment of Cancer): કેન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતકરૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઇજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધો(chemotherapeutic drugs)નો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે કરવામાં આવે છે. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે. મોટા ભાગની દવાઓની આડઅસર હોય છે. જેવી કે વાળ ઊતરવા, એનીમિયા વગેરે મોટે ભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે. ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે. માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા-ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે.જવાબ : માનવમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા થાય છે. જેમ કે મૅલેરિયા(malaria) એ પ્લાઝમોડિયમ નામના સૂક્ષ્મ પ્રજીવ દ્વારા થાય છે. પ્લાઝમોડિયમની ભિન્ન જાતિઓ (P. vivax, P. malaria, P. falciparum) વિવિધ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે. આમાંથી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ધાતક પણ હોઈ શકે છે. પ્લાઝમોડિયમનો જીવન ચક્ર નીચેની આકૃતિમાં આપેલો છે.
સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જયારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝમોડિયમ સ્પોરોઝુઓઈટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે. શરૂઆતમાં આ પરોપજીવી યકૃત કોષોમાં ગુણન પામે છે અને પછી રક્તકણો પર આક્રમણ કરે છે. જેથી તેઓ ફાટી જાય છે. રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ હીમોઝોઈન મુક્ત થાય છે. જેને અનુસરીને દર 3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે. આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે છે. જયાં તેમનો વિકાસ આગળ થાય છે ત્યાં તેઓ ગુણન પામીને સ્પોરીઝુઓઇટ સર્જે છે. જે મચ્છરની લાળગ્રંથિમાં સંગ્રહિત થાય અને છે જયારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી, તેના શરીરમાં પ્રવેશે છે અને તેનો વિકાસ થાય છે. આમ, મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક પૂર્ણ કરવા માટે બે યજમાનની જરૂર પડે છે - મનુષ્ય અને મરછર. માદા એનોફિલિસ મચ્છર આ રોગના વાહક છે.જવાબ : એઈડ્સ (AIDS)નું પૂર્ણ નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ(Acquired Immuno Deficiency Syndrome) છે. જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઊણપથી થતો રોગ, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપા્જિત થાય છે. જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી.
‘સિન્ડ્રોમ’ એટલે લક્ષણોનો સમુહ છે. આ રોગ સૌપ્રથમ 1987 માં નોંધાયો હતો અને છેલ્લાં 25 વર્ષમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે, તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. એઈડસ, હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ (Human Immuno deficiency Virus-HIV) થી થાય છે. તે રિટ્રોવાઇરસ(retrovirus) સમૂહનો વાઇરસ છે, જે આવરણથી રક્ષિત RNA જનીન દ્રવ્ય ધરાવે છે. એઇડ્સ ફેલાવા માટેનાં કારણો:HIV/AIDS માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે. આથી આ પણ મહત્વનું છે કે, શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક(physiological) સ્વસ્થતા માટે HIV/AIDS ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજ થી અલગ ન કરવી. ચેપ લાગવો અને એઈડ્સનાં લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશાં અંતરાલ હોય છે. આ અવધિ થોડાક મહિનાથી લઈને કેટલાક વર્ષો (સામાન્યતઃ 5 થી 10 વર્ષ) સુધીનો હોય છે. વાઇરસની યજમાન કોષમાં ક્રિયાવિધિ: વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાઇરસ મેક્રોફેજ(macrophages)માં પ્રવેશે છે. જ્યાં વાઇરસનું RNA જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાઇરલ DNAમાં સ્વયંજનન પામે છે. આ વાઇરલ DNA યજમાન કોષના DNAમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાઇરસના અણુઓ પેદા કરે છે. આમ, મેક્રોફેઝ વાઇરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે HIVના કારખાના તરીકે વર્તે છે. આ દરમિયાન, HIV મદદકર્તા T-લસિકા કોષો (TH )માં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાઇરસની સંતતિઓ સર્જ છે. આ રીતે નવા સર્જાયેલા વાઇરસ રુધિરમાં મુક્ત થાય છે. જે અન્ય મદદકર્તા T-લસિકા કોષો પર હુમલો કરે છે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદકર્તા T-લસિકાકોષોની સંખ્યા ઘટે છે. આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા. અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મદદકર્તા T-લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટરિયા ખાસ કરીને માઇકોબેક્ટરિયમ(Mycobacterium), વાઇરસ ફૂગ તેમજ ટેકસો પ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બને છે. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે. એઈડ્સનું નિદાન : એઈડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી એલિઝા(enzyme linked immune sorbent assay-ELISA) છે. એન્ટિ રિટ્રો વાઇરસ ઔષધો દ્વારા AIDSનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકતી નથી, જે અનિવાર્ય છે. એઇડ્સને અટકાવવાના ઉપાયો (Prevention of AIDS): એઇડ્સને મટાડી શકાતો નથી, સાવધાની જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત, HIVનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ(conscious behaviours pattern)થી ફેલાય છે, નહિ કે ન્યુમોનિયા કે ટાઇફૉઈડ જેવા રોગોની જેમ અજાણતા. રુધિરાધાન નવજાત શિશુ (માતામાંથી) વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે. એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે અને માટે સાચુ જ કીધું છે કે 'અવગણનાને કારણે ન મરો’ (don’t die of ignorable). આપણા દેશમાં રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંસ્થાન - નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન્સ (NACO) અને અન્ય બિનસરકારી સંસ્થાઓ - નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન (NGOs) પણ લોકોને એઇડ્સની જાગૃતિ આપવા કાર્યરત છે. WHO પણ HIVના ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે. બ્લડબેન્કના રુધિરને HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સીરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. HIVનો ચેપ હોવો કે એઈડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે. સમાજમાં HIV/AIDS ગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, તેમજ તેમને અપરાધી દ્રષ્ટિથી જોવા ન જોઇએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહિ જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેકગણો થવાની સંભાવના છે. આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે.
જવાબ : (a) જન્મજાતપ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા
જન્મજાત પ્રતિકારકતા |
ઉપાર્જિત પ્રતિકારકતા |
1. જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ હોય છે. | 1. ઉપાર્જિત પ્રતિકારકતા ચોક્કસ હોય છે. |
2. તે જન્મ સમયથી જ હાજર હોય છે. | 2. તે કોઈ ચોક્કસ રોગકારકના જવાબ માટે મેળવેલ હોય છે. |
3. વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. | 3. એન્ટિબોડીની સ્મરણ શક્તિનો સમાવેશ થાય છે. |
4. દા.ત., ત્વચા એ એક અવરોધ તરીકે વર્તે છે. | 4. દા.ત. રસીકરણ પછી એન્ટિબોડીનો જવાબ |
સક્રિય પ્રતિકારકતા |
નિષ્ક્રિય પ્રતિકારકતા |
1. સક્રિય પ્રતિકારકતા ત્યારે ઉત્પન્ન થાય છે જયારે એન્ટિજન સામે યજમાનના દેહમાં એન્ટિબૉડીનું સર્જન થાય. | 1. નિષ્ક્રિય પ્રતિકારકતા દરમિયાન શરીરમાં તૈયાર એન્ટિબૉડીને દાખલ કરવામાં આવે છે. |
2. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. | 2. નિષ્ક્રિય પ્રતિકારકતા ઝડપી હોય છે. |
3. તેની કોઈ આડઅસર જોવા મળતી નથી. | 3. અમુક વખતે તેની આડઅસર જોવા મળે છે. |
4. દા.ત., પોલિયો માટે રસીકરણ | 4. દા.ત., ટિટેનસ એન્ટિટોક્સિન દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારકતા |
જવાબ :
કેન્સરગ્રસ્ત કોષ |
સામાન્ય કોષ |
1. કેન્સરગ્રસ્ત કોષ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે. | 1. સામાન્ય કોષો નિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે. |
2. તેમનો આકાર અનિયમિત હોય છે. | 2. તેમનો આકાર નિયમિત હોય છે. |
3. તેમનું કોષકેન્દ્ર મોટુ અને ઘાટું હોય છે. | 3. તેમનું કોષકેન્દ્ર યોગ્ય પ્રમાણમાં હોય છે. |
4. તેઓ વિભાજિત થાય છે પરંતુ વિભેદીકરણ પામતા નથી. | 4. સામાન્ય કોષો વિભાજન થઈ વિભેદીકરણ પામે છે. |
જવાબ :
જવાબ :
જવાબ : (A) એન્ટિજન બાઇન્ડિંગ સાઇટ
(B) હળવી શૃંખલા (C) ભારે શૃંખલા.જવાબ : (a) આપેલ દવા, કેનાલિનોઇડ્સ સમૂહની છે.
(b) આ દવાને અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ દ્વારા લેવામાં આવે છે. (c) આ દવાથી હૃદય અને પરિવહનતંત્રને અસર થાય છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.