જવાબ : 1950માં
જવાબ : સંભોગના 72 કલાકમાં
જવાબ : AIDS
જવાબ : વેસેક્ટોમી
જવાબ : 2 બિલિયન
જવાબ : 10 થી 17
જવાબ : 6 બિલિયન
જવાબ : ઈ.સ. 1951
જવાબ : 21 વર્ષ
જવાબ : ભારત
જવાબ : 350 મિલિયન
જવાબ : ગર્ભ નિરોધક ગોળી
જવાબ : 12 અઠવાડિયા
જવાબ : 18 વર્ષ
જવાબ : નિરોધ
જવાબ : કૃત્રિમ વીર્યસેચન
જવાબ : એઇડ્સ
જવાબ : ઋતુચક્રના પ્રથમ પાંચ દિવસ દરમિયાન
જવાબ : ટેસ્ટ ટ્યુબ પધ્ધતિ
જવાબ : ICSI
જવાબ : તેના વૃદ્ધિદરમાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી.
જવાબ : ગોનેડોટ્રોપિન્સના નિગ્રાહકીપણાને લીધે.
જવાબ : હાલમાં ભારતમાં વસ્તીવધારાનો દર ચેતવણી સમાન છે. જે તે વિસ્તારમાં વધુ સારી પ્રગતિ થવાને બદલે, ચેતવણી સમાન વધુ વૃદ્ધિદર આપણી પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, રહેઠાણ અને કપડાની અછત તરફ દોરો જાય છે. આ સમસ્યાને દૂર કરવા નીચે પ્રમાણેના કેટલાંક અગત્યના ઉપાયો કરવા જોઈએ:
જવાબ : રોગો કે ચેપ જાતીય સમાગમ દ્વારા થયેલ હોય તેને જાતીય સંક્રમિત રોગો કે ગુપ્ત રોગો (VD) કે પ્રજનન માર્ગના ચેપ (RTI) કહે છે. બધા લોકો આ બધા ચેપથી માહિતગાર હોવા છતાં, તેઓના આ સંબંધો વધુ પ્રમાણમાં 15 થી 24 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. જાતીય સંક્રમિત રોગો (STD) ને જાતે આમંત્રિત કરેલ રોગો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે નીચેના હેતુમાંથી કોઈ એક દ્વારા આ ચેપમાંથી મુક્ત રહી શકાય છે.
જવાબ : શાળા કક્ષાએ નીચેના પાસાઓનું પરામર્શ પૂરું પાડવું જોઈએ :
જવાબ : સહાયક પ્રજનન ટેકનોલોજી (ART) કાર્યક્રમો એ કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ સાથે સંકળાયેલ છે. સહાય કે પ્રજનન ટેક્નોલોજીનો પ્રાથમિક હેતુ નિઃસંતાન દંપતીઓને બાળક પ્રાપ્તિમાં સહાયક કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ જેવી કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (ZIFT), IUT, ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (GIFT),ICSI વગેરે કે જયાં સુધારણાની સારવાર શક્ય નથી.
જવાબ : પ્રોજેસ્ટોજેન અથવા પ્રૉજેસ્ટોજેન-ઇસ્ટ્રોજનના સંયુક્ત સંયોજન ગર્ભ અવરોધક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. તેઓને ગોળીઓ કે પિલ્સ તરીકે વાપરવામાં આવે છે. તે અંડકોષપાતને અને ગર્ભધારણને અટકાવે છે. સ્ત્રીઓ દ્વારા તેઓને ઇજેશન તરોકે અથવા ચામડીની નીચે મૂકવામાં આવે છે. તેઓની ક્રિયાશીલતા ગોળી જેવી જ હોય છે, પરંતુ ક્રિયાશીલતાનો સમય લાંબો રહે છે.
જવાબ : દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત (MTP) માં સખત ધારાધોરણ નીચેના બે કારણોને લીધે જાળવવામાં આવે છેઃ (a) ન જોઈતી ગર્ભાવસ્થાથી છૂટકારો મેળવવા (b) જયારે ગંભીર ખોડખાંપણ કે ન સુધરી શકે તેવા રોગોથી ગર્ભ પીડાતો હોય અથવા જયારે સતત ગર્ભાવસ્થા કે જે માતા અને ગર્ભ બંનેને જીવલેણ કે હાનિકારક હોય ત્યારે તે જરૂરી બને છે.
જવાબ : ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (GIFT) પદ્ધતિમાં માદા પ્રજનનકોષ (અંડકોષ) ને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરાવવામાં આવે છે. પ્રજનનકોષોને ગર્ભાશયમાં સ્થળાંતરણ કરી શકાતા નથી. કારણ કે ગર્ભાશયનું વાતાવરણ અનુકૂળ હોતું નથી કે જેથી પ્રજનન કોષોને રક્ષિત કરી શકાતા નથી. જો તેઓને ગર્ભાશયમાં સીધેસીધાં સ્થળાંતરણ કરવામાં આવે તો તેઓ નાશ પામે છે અથવા ફેગોસાઇટ્સ દ્વારા નાશ પામે છે અને જીવંત ફલિતાંડ ઉત્પન્ન થઈ શકશે નહીં.
જવાબ : માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભઅવરોધકતા મેળવી શકાય છે. આને ઇન્દ્રાયુટેરાઇન ડિવાઇસ IUDs કહે છે. આ IUDs ના બે પ્રકાર છે: (a) બિનઔષધીય IUDs (ઉદા. લિપસ લૂપ, કોપર મુક્ત કરતું IUDs (CuT, Cu7, મલ્ટિ લોડ 375) (b) અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IDs (પ્રોજેસ્ટાસર્ટ, LNG-20) પ્રાપ્ય છે. IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે અને મુક્ત થતા Cu આયન શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે. IUDs જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ કે બાળકો વચ્ચે સમયગાળો ઇચ્છે છે તેમના માટે આદર્શ ગર્ભનિરોધક છે.
જવાબ : ભારતમાં વસ્તીવિસ્ફોટ માટે જવાબદાર પરિબળો (કારણો) નીચે મુજબ છે: (a) અજ્ઞાનતા અને સંપૂર્ણ જાગૃતિનો અભાવ ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં વસ્તી વિસ્ફોટ માટે જવાબદાર છે. (b) ગરીબાઈ અને અજ્ઞાનતા (c) માદા બાળક માટે સામાજિક કલંક અને નર બાળક માટેની આશા. (d) મૃત્યુદરમાં ઘટાડો. (e) માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો (f) પ્રજનનવયજૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો.
જવાબ : સામાન્ય જાતીય સંક્રમિત રોગો હિપેટાઇટીસ-B અને AIDS જાતીય અંગોમાં થતા રોગો નથી. જો કે તેઓના ફેલાવવા માટે જાતીય સંપર્ક જવાબદાર છે. બીજા અન્ય રોગો જેવાં કે ગોનોરિયા, સિફિલસ, જનનાંગીય હર્પિસ, હિપેટાઇટીસ- B નો ફેલાવો જાતીય સંપર્ક દ્વારા થાય છે. પ્રજનન માર્ગના ચેપ હોય છે, તેથી તેઓ STDs અને RTI છે જયારે AIDS અને હિપેટાઇટીસ- B STDs છે, RTI નથી.
જવાબ : હા, એમ્નિઓસેન્ટેસીસ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. કારણકે હાલના સમયમાં એમ્નિઓસેન્ટેસીસનો દુરઉપયોગ થાય છે. ગર્ભની જાતિ નક્કી કરવા માટે વપરાય છે કે જે દ્વારા ઘણાં કિસ્સાઓમાં માદા ભૃણહત્યાને દોરે છે. તે એટલો ગંભીર બન્યો છે કે તેના દ્વારા નર અને માદાનો ગુણોત્તર ખોરવાઈ ગયો છે, જે સમાજમાં નકારાત્મક અભિગમ દર્શાવે છે. આ કસોટીનો ખરેખર ઉપયોગ જનીનિક ખોડખાંપણ કે ગર્ભની ચયાપચયની ખામીઓ, તેના રંગસૂત્રના DNA ના પરીક્ષણ માટે થાય છે, આવા કિસ્સાઓમાં તે મટી શકે તેવું હોય તો ગર્ભપાત કરવા માટેનો નિર્ણય લઈ શકાય છે.
જવાબ : શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા માટેનાં કારણો નીચે મુજબ છે: (a) શાળા કક્ષાએ 12 વર્ષ કે તેથી વધારે ઉમરવાળા બાળકોને પ્રજનનતંત્ર, પ્રક્રિયાઓની તાલીમ અને સુરક્ષિત અને જવાબદાર જાતીય અંગેની અગત્યતા જણાવવી જોઈએ. (b) જાતીયતા સંબંધિત મુદાઓ અને પ્રશ્નો જેવાં કે તરુણાવસ્થાના ફેરફારો, ઋતુચક્ર, ઋતુચક્રના પ્રશ્નો, ન જોઈતી પ્રસૂતિ, અસુરક્ષિત ગર્ભપાત, પ્રજનનમાર્ગના ચેપ દ્વારા જાતીય સંક્રમિત રોગો (STD) અને કેન્સર. (c) તેઓને તેમની ઉંમર પ્રમાણે તેઓના શરીરમાં થતાં ફેરફારો અને વ્યક્તિગત સ્વચ્છતા; તંદુરસ્ત ટેવો વિષયક જણાવવું જોઈએ. (d) વિદ્યાર્થીઓને આવા શૈક્ષણિક કાર્યના ભાગ બનાવવા જોઈએ કે જેથી તેઓ ખચકાટ ન અનુભવે અને તેઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓના શિક્ષક કે વાલીઓ સાથે કોઈ પ્રશ્નો માટે ચર્ચા કરી શકે. (e) પ્રજનન અંગો પ્રત્યે ચર્ચા દ્વારા જાગૃત બને. સુરક્ષિત અને સ્વચ્છ લિંગી ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે કે જેથી લોકો પ્રાજનનિક રીતે તંદુરસ્ત બની શકે.
જવાબ : તેનું કારણ છે કે આદર્શ કોન્ટ્રાસેપ્ટિવ (i) વપરાશકર્તાને અનુકૂળ (ii) કોઈ અથવા નહિવત્ આડઅસર (iii) વપરાશકર્તાના જાતીય આવેગ/ઇચ્છા અને જાતીય ક્રિયાને અવરોધક ના હોવા જોઈએ. જયારે જનનપિંડોને દૂર કરવામાં આવે તો પ્રજનન તંત્રના મૂળભૂત કાર્યો જેવાં કે અંતઃ સ્રાવોનો સ્રાવ, જન્યુકોષોનું નિર્માણ શક્ય બનતું નથી.
જવાબ : STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે. 15 થી 24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં STIનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તેને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે: (a) ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે. (b) અજાણ્યા સાથી સાથે જાતીય સમાગમ ટાળવો. (c) સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો (d) ક્ષોભજનક શંકાના કિસ્સામાં પ્રારંભિકનિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.
જવાબ : વિશ્વ સ્વાથ્ય સંસ્થા (WHO) ના સંદર્ભે, પ્રાજનિક સ્વાસ્થય એટલે પ્રજનનના બધા પાસાં જેવા કે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત સામાજિક પાસાઓ. આથી સમાજની વ્યક્તિઓ પ્રજનનની દ્રષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે સામાન્ય પ્રજનન અંગો અને સામાન્ય લાગણી અને વર્તણૂકની પારસ્પરિક અસરો તેઓની વચ્ચે ધરાવે છે તેને પ્રાજનનિક સ્વાસ્થય કહે છે.
જવાબ : ભારત એ વિશ્વનો પ્રથમ દેશ છે જેણે સમગ્ર ગ્રાહી પ્રાજનનિક સ્વાસ્થયને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અલગીકરણનો પ્રારંભ કર્યો. આ કાર્યક્રમોને કુટુંબનિયોજન કહે છે. જેનો પ્રારંભ 1951 માં થયો અને છેલ્લા દાયકાઓમાં તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી રહી.સુધારેલા કાર્યક્રમોમાં વધુ પ્રજનનસંબંધિત ક્ષેત્રોને સાંકળીને વર્તમાન સમયે કાર્યરત કરવામાં આવ્યા તેને પ્રાજનનિક અને બાળ, સ્વાસ્થય સંભાળ કાર્યક્રમ સંબંધિત ના પ્રચલિત બાબતોએ નામે ઓળખવામાં છે. લોકોમાં વિવિધ પ્રજનન જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવી અને સમાજમાં પ્રાજનનિક સ્વાસ્થય ઊભુ કરવા મદદ કરવી તે આ કાર્યક્રમોની પ્રધાન જવાબદારીઓ છે.
જવાબ : મંદ IUD: કુટુંબ નિયોજન માટે માદાના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવતો બિનઔષધીય પ્રથમ ક્રમનો IUD છે. કૉપર IUD: માદાના ગર્ભાશયમાં કોપર વાયરયુક્ત ઘટક તે તીવ્ર પ્રતિફળદ્રપતા ધરાવે છે તે દ્વિતીય ક્રમનો IUD છે.
જવાબ : પિલ્સ: ગર્ભઅવરોધનની પ્રોજેસ્ટોજેન અને ઇસ્ટ્રોજનયુક્ત ગોળી ઋકતુસ્ત્રાવના 5-21 દિવસ દરમિયાન મોં વાટે લેવાની હોય છે. સહેલી: ગર્ભ અવરોધનની બિનસ્ટિરોઇડ બનાવટની ગોળી જે અઠવાડિયે એક વાર લેવાની હોય છે.
જવાબ : સ્થાન: સમાગમ દરમિયાન સ્ત્રીના યોનિમાર્ગમાં ગ્રીવાને ઢાંકવા વપરાતો પડદો છે. કાર્યઃ ગર્ભધારણ અટકાવે છે.
જવાબ : સ્થાન: ક્રીમ સ્વરૂપ સ્ત્રીના યોનિમાર્ગમાં વપરાય છે. કાર્ય: શુક્રકોષ સાથે જોડાઈ તેની 02, ગ્રહણ ક્ષમતા અવરોધી, શુક્રકોષોને મારી નાખે છે.
જવાબ : સ્થાનઃ સ્ત્રીના ગર્ભાશયમાં ઉપયોગી કુટુંબનિયોજન માટેનું સાધન. કાર્ય: ધાતુ ખાયને મુક્ત કરે છે જે તીવ્ર પ્રતિફળદ્રપતા ધરાવે છે, ગર્ભધારણ અટકાવે છે.
જવાબ : સ્થાન: STI ધરાવતી વ્યક્તિમાં આવેલ બેક્ટરિયા-ગોનોરિયા રોગ. કાર્ય: જાતીય સંપર્ક દ્વારા અન્ય વ્યક્તિમાં ચેપ દ્વારા રોગ ફેલાવે છે.
જવાબ : સ્થાન: એઈસ રોગ ધરાવતા દર્દીનાં રુધિરમાં. કાર્ય: આના એન્ટિબોડીની શોધ દ્વારા રોગનો ઈલાજ થઈ શકે છે.
જવાબ : સ્થાનઃ વિકાસ પામતાં ભૂણની ફરતે કાર્ય: તેમાં આવેલ ગર્ભજળની AFT કસોટી કરાય છે.
જવાબ : સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવે છે. જયારે પ્રાજનનિક સ્વાસ્થય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ સામાન્ય કાર્યો તેમ કરી શકાય છે. આને વિશાળ પરિપેક્ષ્યમાં જોતા તેમાં વર્તણૂક, ભાવાત્મક અને સામાજિક પાસાંઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વ સવાસ્ય સંઘ (WHO) ના ઉપક્રમે પ્રાજનનિક સ્વાથ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ સુખાકારી. આમ, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાચ્ય કહે છે.
જવાબ : પૃથ્વી પરના નૈસર્ગિક સ્રોતો હવા, જમીન અને પાણી મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે. તેની સામે માનવ વસ્તીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે છે. વધતી વસ્તીને કારણે ઔદ્યોગિકીરણ અને શહેરીકરણ થાય છે જે આ નૈસર્ગિક સ્રોતો પર દબાણ વધારે છે. ગરીબી, કુપોષણ, અરાજકતા જેવી સામાજિક સમસ્યાઓ વધે છે. વસ્તીનો ઘણો ભાગ પાયાની જરૂરિયાતો (ખોરાક, રહેઠાણ અને કપડાંની અછત)થી વંચિત રહે છે. આમ, વસ્તીવધારો એક અનિવાર્ય દૂષણ છે.
જવાબ : પ્રાજનનિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે. સરકારી સંસ્થાઓ દ્વારા RCH જેવા પ્રોગ્રામો અંતર્ગત ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોની સ્વાસ્થય સુધારણા જેવા કાર્યક્રમો અમલમાં મુકાય છે. કુટુંબનિયોજન માટે સરકારો હોસ્પિટલમાં વિવિધ સેવાઓ વિનામૂલ્ય અપાય છે. નાના કુટુંબને પ્રોત્સાહિત કરવા અનેક પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકાય છે.
જવાબ : ગર્ભધારણ ક્રિયા માટે ઋતુસ્ત્રાવના 10 થી 17 દિવસ યોગ્ય ગણાય છે. આ દિવસ દરમિયાન અંડપતન ક્રિયાની શક્યતા મહત્તમ જોવા મળે છે. જો આ દિવસો દરમિયાન સમાગમથી દુર રહેવાય તો ગર્ભધારણની શક્યતા રહેતી નથી. તે જ રીતે સ્તનપાન કરાવતી સ્ત્રીમાં પણ પ્રથમ ત્રણ માસ ઋતુસ્ત્રાવ કે અંડનિર્માણ જોવા મળતું નથી. આ સમય દરમિયાન કુદરતી પદ્ધતિ દ્વારા કુટુંબનિયોજન કરી શકાય છે.
જવાબ : જે દંપતીને ખામીયુક્ત પ્રજનન કે પ્રજનનકોષોના નિર્માણમાં અસમર્થતા વગેરે હોય તેઓ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકે છે. હાલ આ માટે IVF, GIFT કે ZIFT જેવી પદ્ધતિઓ પ્રચલિત છે. આ ઉપરાંત સરોગેસી દ્વારા પણ માતૃત્વ મેળવી શકાય છે.
જવાબ : ગર્ભજળ કસોટી કે AFT તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા ભ્રૂણીય અવસ્થા દરમિયાન, ભ્રૂણ ફરતે આવેલ ઉલ્વ કોથળીમાંથી અલ્પ પ્રમાણમાં ગર્ભજળ નમૂના રૂપે લેવાય છે. ત્યાર બાદ તેના DNA પરીક્ષણ દ્વારા રંગસૂત્રીય અનિયમિતતા શોધાય છે. આ રોગ અસાધ્ય હોય તો ગર્ભપાતની કે સલાહ અપાય છે.
જવાબ : આ વિધાન STI સંદર્ભે છે. જાતીય સંક્રમિત થતા રોગો સામે પહેલેથી તકેદારીના પગલા લેવા જોઈએ. અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ટાળવો. સંવનન દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો. જરૂર જણાય તો તબીબી માર્ગદર્શન મેળવવું.
જવાબ : ગર્ભપાત: કુદરતી અથવા તબીબી મદદ વડે ગર્ભનો પ્રસૂતિ પૂર્વીનિકાલ કરવાની પદ્ધતિ. ગર્ભનિરોધ: ગર્ભધારણ બાળક ન ઇચ્છતા દંપતી દ્વારા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભૌતિક પદ્ધતિ.
જવાબ : નિરોધ: પાતાળ રબર લેટેક્સનું બનેલું પુરુષ માટેનું ભૌતિક સાધન. સમાગમ દરમિયાન શિશ્નને આવરિત કરી, વીર્ય સ્ખલનને યોનિમાર્ગમાં અટકાવે છે. આંતરપટલ: પાતળા રબરથી બનેલ સાધન જે સમાગમ દરમિયાન યોનિમાર્ગને ઢાંકવા વપરાય છે જે વીર્ય પ્રવેશ અવરોધે છે.
જવાબ : યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે. તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે થવો જોઈએ. પ્રાજનનિક સ્વાથ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી. હકીકતમાં તે કુદરતી ઘટનાક્રમ (ગર્ભાવસ્થા) વિરુદ્ધ કાર્ય છે. આનો ઉપયોગ ગર્ભધારણ અટકાવવા કે વિલંબિત કરવા વ્યક્તિગત કારણોસર કરાય છે. ગર્ભનિરોધકોની આડઅસરો પણ જોવા મળે છે. જેમ કે, ઉલટી, ઉદરમાં કે દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્ત્રાવ કે સ્તનકેન્સરની શક્યતા.
જવાબ : પ્રેરિત ગર્ભપાત નીચે આપેલ બાબતો માટે કરાવી શકાય: (i) સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાથ્યને થતી ગંભીર ઇજા માટે (ii) જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય.
જવાબ : MTP થી સામાન્ય રીતે બળાત્કાર કે ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મળે છે, પણ મોટા ભાગે MTP ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે કે જે માત્ર અસુરક્ષિત જ નહિ પરંતુ ધાતક પણ છે. અન્ય ખતરનાક કારણ બાળકના જાતિ-પરીક્ષણ પછી માદા ગર્ભ હોય તો ગર્ભપાત (MTP) કરાવવામાં આવે છે, જે કાયદાવિરુદ્ધ છે. આ પ્રવૃત્તિ યુવા માતા અને ગર્ભ બંને માટે ધાતક છે. ગેરકાનૂની ગર્ભપાતનાં જોખમી પરિબળોની સાથે વધુ સ્વાથ્ય સુવિધાઓ પૂરી પાડી બિનઆરોગ્યપ્રદ વલણ અટકાવી શકાય છે.
જવાબ : જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા સમાગમને લગતા રોગો અથવા પ્રજનનમાર્ગના ચેપ કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિઆસિસ, હિપેટાઇટીસ-બી અને અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIV ચેપ જે AIDS માં પરિણામે છે. આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIV નો ચેપ સૌથી ખતરનાક છે.
જવાબ : STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરો છે. 15 થી 24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં STIનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તેને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે: (a) ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે. (b) અજાણ્યા સાથી સાથે જાતીય સમાગમ ટાળવો. (c) સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો (d) ક્ષોભજનક શંકાના કિસ્સામાં પ્રારંભિકનિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.
જવાબ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં દંપતીઓ વંધ્યતા ધરાવતા જોવા મળે છે. વંધ્યતાના અનેક કારણો હોઈ શકે છે જેવા કે શારીરિક જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ના થાય તો સ્ત્રીને દોષી માનવામાં આવે છે. પણ આ સમસ્યા પુરુષમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાધ્ય સંભાળ કેન્દ્ર (વંધ્યતા નિવારણ કેન્દ્રો) આવી ખામીઓનું નિદાન કરી આ દપતીઓને સંતાન પ્રાપ્તિ કરાવે છે.
જવાબ : GIFT: જે સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પણ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત (GIFT- ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) કરાય છે.
જવાબ : આ પિલ્સમાં પ્રૉજેસ્ટોજેન કે પ્રૉજેસ્ટોજેન-ઇસ્ટ્રોજન સંયોજન હોય છે. આ પિલ્સ ઋતુસ્ત્રાવના 5 મા દિવસથી લેવાય છે. ત્છતુસ્ત્રાવ બાદ અંડપતનની ક્રિયા શરૂ થાય છે. આ પિલ્સની અસરથી અંડકોષપાત અટકે છે. ગ્રીવાનું શ્લેષ્મસ્તર જાડું બને છે. ગ્રીવાનું શ્લેષ્મસ્તર અક્રિયાશીલ બને છે. શુક્રકોષનો પ્રવેશ અટકે છે. આ રીતે ફલનની ક્રિયા અવરોધાય છે, ગર્ભધારણ થતું નથી.
જવાબ : સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવે છે. જયારે પ્રાજનનિક સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ સામાન્ય કાર્યો તેમ કરી શકાય છે. આને વિશાળ પરિપેક્ષ્યમાં જોતા તેમાં વર્તણૂક, ભાવાત્મક અને સામાજિક પાસાંઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વ સવાસ્ય સંઘ (WHO) ના ઉપક્રમે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ સુખાકારી. આમ, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહે છે.
જવાબ : ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાથ્યને સામાજિક લક્ષ તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. 1951 માં કુટુંબ નિયોજન ની શરૂઆત થઈ. આ પ્રોગ્રામ હેઠળ લોકોને નાના કુટુંબ માટે પ્રોત્સાહિત કરાય છે. 'અમે બે ને અમારા બે' નું સૂત્ર પ્રચલિત કરાયું. વિવિધ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા લોકોનો આ દિશામાં હકારાત્મક અભિગમ કેળવવા પ્રયાસ ચાલુ છે. હાલમાં પ્રજનન અને બાળ સ્વાથ્ય સંભાળ (RCH) કાર્યક્રમ વડે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પડાય છે.
જવાબ : સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દશ્ય-શ્રાવ્ય છાપકામ કે પ્રચાર -પ્રસાર ની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે. લોકો પ્રજનન અંગો, કિશોરાવસ્થા, અને તેમાં જોવા મળતા ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો (STD) AIDS વગેરેની માહિતી મેળવે. ખાસ કરીને કિશોરાવસ્થા વયજૂથની વ્યક્તિઓ માટે જરૂરી છે જે તેમને ભવિષ્યમાં પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ લઈ જશે. નવપરણિત યુગલો, લગ્નવય જૂથ ધરાવતી વ્યક્તિઓને જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતા, પ્રસવ બાદ શિશુ ને માતાની કાળજી, સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીને સમાનતક વગેરે અંગે શિક્ષિત કરાય.
જવાબ : વિવિધ પ્રજનનક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન અપાય છે. નવી પદ્ધતિઓ શોધવા અને હાલની પરિસ્થિતિમાં સુધારા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. કેન્દ્રીય ઔષધ સંશોધન કેન્દ્ર (CDRI) દ્વારા 'સહેલી' ઓરલ પિલ્સ વિકસાવાઈ છે, જે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે. જાતીયતા સંબંધિત વધુ જાગૃતતા, તબીબી સહાય દ્વારા પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખથી માતા અને બાળકના મૃત્યુદરમાં ધટાડો નોંધાયો છે. નાનું કુટુંબ ધરાવતાં પરિવારોની સંખ્યા વધી છે, STDs નું નિદાન અને સારવાર, જાતીય સમસ્યાઓમાં તબીબી સુવિધાઓ જોવા મળે છે. આ બધાં જ પાસાંઓ સમાજના પ્રાજનનિક સ્વાથ્ય સુધારાનું નિર્દેશન કરે છે.
જવાબ : 1900 માં દુનિયાની વસ્તી 2 બિલિયન (2000 મિલિયન) હતી જે 2000 ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન (6000 મિલિયન) અને 2011 માં 7.2 બિલિયન (7200 મિલિયન) થઈ ગઈ. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું. આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી જે 2000 માં 1 બિલિયનની નજીક અને મે, 2011 માં 1.2 બિલિયન (1200 મિલિયન) ને ઓળંગી ગઈ હતી.
જવાબ : માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભઅવરોધકતા મેળવી શકાય છે. આને ઇન્દ્રાયુટેરાઇન ડિવાઇસ IUDs કહે છે. આ IUDs ના બે પ્રકાર છે: (a) બિનઔષધીય IUDs (ઉદા. લિપસ લૂપ, કોપર મુક્ત કરતું IUDs (CuT,Cu7, મલ્ટિ લોડ 375) (b) અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IDs (પ્રોજેસ્ટાસર્ટ, LNG-20) પ્રાપ્ય છે. IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે અને મુક્ત થતા Cu આયન શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે. IUDs જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ કે બાળકો વચ્ચે સમયગાળો ઇચ્છે છે તેમના માટે આદર્શ ગર્ભનિરોધક છે.
જવાબ : વાઢકાપ પદ્ધતિને વંધ્યીકરણ કહે છે. આ પદ્ધતિ સ્ત્રી- પુરુષમાં ગર્ભધારણ રોકવાના અંતિમ ઉપાય તરીકે અપનાવવામાં આવે છે. આના દ્વારા જનનકોષોનું વહન અટકાવી ગર્ભ સ્થાપનને રોકાય છે. (a) પુરુષ નસબંધી: નરમાં વંધ્યીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે. (b) સ્ત્રી નસબંધી: સ્ત્રીઓમાં વંધ્યીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે. અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરાય છે અને ઉદરમાં કે યોનિદ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે. આ પદ્ધતિઓ લગભગ 100 ટકા અસરકારક છે પણ પુનઃસ્થાપિતતા ઘણી ઓછી છે.
જવાબ : પાછલી શતાબ્દિમાં વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતાં સાર્વત્રિક વિકાસને કારણે લોકોની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. જોકે સારી જીવનસ્થિતિ અને વધતી સ્વાથ્ય સુવિધાઓને કારણે વસ્તીમાં વિસ્ફોટાત્મક રૂપે વધારો નોંધાયો છે.
1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન (2000 મિલિયન) હતી જે 2000ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન (6000 મિલિયન) અને 2011 માં 7.2 બિલિયન (7200 મિલિયન) થઈ ગઈ. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું. આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી જે 2000માં 1 બિલિયનની નજીક અને મે, 2011 માં 1.2 બિલિયન(1200 મિલિયન) ને ઓળંગી ગઈ હતી. 2011ની સાલના વસ્તી ગણતરીના અહેવાલના આધારે વસ્તીવૃદ્ધિનો દર 2 ટકાથી પણ ઓછો એટલે કે 20/1000 વર્ષ છે. આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. વસ્તીવૃદ્ધિનાં પરિણામો: વસ્તીવધારો, વ્યક્તિગત પ્રાપ્ય સ્રોતોમાં ઘટાડો કરે છે. તેનાથી ગરીબીમાં વધારો, કુપોષણતા અને અનેક વસ્તી સંબંધી સમસ્યાઓ જોવા મળે છે. ઔઘોગિકીકરણ, શહેરીકરણના દર વધે છે, નૈસર્ગિક સ્ત્રોતો જમીન, હવા, પાણી દબાણ આવે છે. પાયાની જરૂરિયાતો ખોરાક, રહેઠાણ, વસ્ત્રની અછત જોવા મળે છે. વસ્તીવધારાનાં કારણો: (a) મૃત્યુદરમાં ઘટાડો (b) માતૃ મૃત્યુદર (maternal mortality rate - MMR) માં ધટાડો (c) બાળ-મૃત્યુદર (infant mortality rate - IMR) માં ધટાડો (d) પ્રજનનવય જૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો. વસ્તીવધારો રોકવાના ઉપાયોઃ આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ (RCH) કાર્યક્રમો દ્વારા વસ્તીવૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ. વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહિત કરવા. લગ્નવય સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષની નિર્ધારિત કરાઈ છે. આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.જવાબ : કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ કહે છે. તેના દ્વારા દંપતીઓ સંતાન પ્રાપ્તિ કરી શકે છે.
(i) IVF-(In vitro fertilization) ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન: IVF (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભ્રૂણ સ્થળાંતરણ (embryo transfer-ET) ને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીત ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે. આમાં પત્ની/દાતા ના અંડકોષને, પતિ/દાતા (પુરુષ) ના શુક્રકોષથી પ્રયોગશાળામાં યોગ્ય (simulated) પરિસ્થિતિમાં ફલન કરાવાય છે. ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ (8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો (blastomercy)) ને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે આને ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર-ZIFT પણ કહે છે. 8 કોષથી વધુ ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ભ્રૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર (intra uterine transfer-ICT) કહે છે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન) થી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે. (ii) GIFT-Gamete Intra Fallopian Transfer: જે સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પણ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત (GIFT - ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) કરાય છે. (iii) AI-Artificial Insemination: પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ આંતર કોષરસીય શુક્રકોષ નિક્ષેપણ (ICSI-Intra Cytoplasmic Sperm Injection) છે. જેમાં શુક્રકોષને સીધેસીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા તેની પુરુષસાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ના હોવાને કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્યસેચન (AI- Artificial Insemination) દ્વારા સુધારી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યને પતિ અથવા દાતામાંથી એકત્રિત કરી સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરાય છે (IUI–Intra Uterine Insemination). ઉપરના આ બધાજ વિકલ્પો નિષ્ણાત તબીબો અને ચોકસાઈપૂર્વકના સંચાલનથી શક્ય બની શકે છે. આમાં, અંતિમ ઉપાય બાળકને દત્તક લઈ સંતાન પ્રાપ્તિ કરવી તે પણ શ્રેષ્ઠ ઉપાય છે.જવાબ : હાલમાં મળતા આંતર ગર્ભાશયના ઉપાયો આ પ્રમાણે છે:
(i) બિનઔષધિય IUDs (ઉદા: Lippes Loop) (ii) કોપરનો સ્ત્રાવ કરતાં IUDs (ઉદા CuT, Cu7, મલ્ટિલોડ 375) (iii) અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં IUDs (ઉદા, પ્રોજેસ્ટાસર્ટ, LNG-20). અંતઃસ્ત્રાવી અવરોધકોની પ્રક્રિયાના પ્રકારો : અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં IUDs ગર્ભસ્થાપન માટે ગર્ભાશયને બિન અનુકૂળ બનાવે છે. અને યોનિમાર્ગ શુક્રકોષોને પ્રતિકૂળ બને છે. પ્રોજેસ્ટોજેનને ઇજેક્શન સ્વરૂપે વાપરી શકાય છે અને તેનો ધીમે ધીમે સ્રાવ પ્રેરે છે. અંડકોષપાત અટકાવે છે. અંતઃસ્ત્રાવી અવરોધકોના લાભ: પ્રૉજેસ્ટોજેનનું નિયમન અથવા પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજન સમૂહમાં અથવા IUDs મૂક્યાના 72 કલાકમાં તાત્કાલિક ગર્ભઅવરોધક તરીકે અસરકારક જોવા મળે છે. તેનાથી બળાત્કાર, અથવા અસુરક્ષિત મૈથુન ક્રિયાને કારણે થતાં ગર્ભાધાનને રોકી શકાય છે. અંતઃસ્ત્રાવી અવરોધકોના ગેરલાભ: (i) આંતર ગર્ભાશયના ઉપાયો ને સ્ત્રીઓના આદર્શ ગર્ભઅવરોધકો તરીકે કહેવામા આવે છે. પરંતુ તેઓ ગંભીર રીતે આડઅસર દર્શાવે છે. (ii) તે એલર્જીક અસરો દર્શાવે છે. (iii) જો તેઓને અવ્યવસ્થિત રીતે મૂકવામાં આવે તો પેશીઓને નુકશાન કરે છે. તેમજ રૂઢિર્સ્ત્રાવ થાય છે. (iv) અંત: સ્ત્રાવી ગર્ભવરોધકો સામાન્ય અંત: સ્ત્રાવી પ્રમાણ ને નુકશાન પહોચડે છે. પછી થી જો ગર્ભધારણ ઇચ્છવામાં આવે તો પણ તે થતું નથી. (v) કૃત્રિમ રીતે તેમના અંત:સ્ત્રાવો શરીર ની સામાન્ય અંત: સ્ત્રાવી પ્રક્રિયાઓ ને ખેરવે છે.જવાબ : જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ (STI) અથવા સમાગમને લગતા રોગો (venereal diseases-VD) અથવા પ્રજનનમાર્ગના ચેપ (reproductive tract infections-RTI) કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિઆસિસ, હિપેટાઇટીસ-બી અને અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIV ચેપ જે AIDS માં પરિણમે છે.
આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIV નો ચેપ સૌથી ખતરનાક છે. કેટલાંક ચેપો જેવા કે હિપેટાઇટીસ-બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇજેકશનની સોય, વાઢકાપનાં સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે, રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટીસ-બી, જનનાંગીય હર્પિસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું તે જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. આ રોગીના શરૂઆતનાં ચિહનો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીસાવ સામાન્ય દુ:ખાવો, સોજો વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોનાં ચિહનો દેખાતાં નથી અને તેથી તે લાંબા સમય સધી અનિદાનીત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવવું અથવા ઓછાં લક્ષણો દેખાવવા અને STIs થી જોડાયેલ સામાજિક કલંકનો ડર, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિની ગર્ભધારણ, અફળદ્રપતા અથવા પ્રજનનમાર્ગનું કેન્સર થઈ શકે છે. STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરો છે. 15 થી 24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં STI નું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. STI ને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે: (i) ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે. (ii) અજાણ્યા સાથી સાથે જાતીય સમાગમ ટાળવો. (iii) સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો (iv) ક્ષોભજનક શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.જવાબ : સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દશ્ય-શ્રાવ્ય છાપકામ કે પ્રચાર -પ્રસાર ની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે.
લોકો પ્રજનન અંગો, કિશોરાવસ્થા, અને તેમાં જોવા મળતા ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો (STD) AIDS વગેરેની માહિતી મેળવે. ખાસ કરીને કિશોરાવસ્થા વયજૂથની વ્યક્તિઓ માટે જરૂરી છે જે તેમને ભવિષ્યમાં પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ લઈ જશે. નવપરણિત યુગલો, લગ્નવય જૂથ ધરાવતી વ્યક્તિઓને જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતા, પ્રસવ બાદ શિશુ ને માતાની કાળજી, સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીને સમાનતક વગેરે અંગે શિક્ષિત કરાય. અનિયંત્રિત વસ્તીવૃદ્ધિની સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા વગેરે અંગે જાગૃતતા કેળવી લોકો તેને રોકવા સક્ષમ બની જવાબદાર સમાજની રચના કરે.જવાબ : પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન-સામગ્રીની જરૂરિયાત છે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે અફળદ્રુપતા, ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વગેરે માટે તબીબી સલાહ, સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે.
લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યુહરચનાના અમલીકરણની જરૂરિયાત છે. સ્ત્રી ભૃણહત્યા રોકવા કાયદાકીય પ્રતિબંધ, લિંગ પરીક્ષણ કરવા ઉલ્વ જળ કસોટી (એગ્નિઓસેન્ટેસીસ) પર વૈધાનિક પ્રતિબંધ, બાળરોગ પ્રતિરક્ષા (રોગપ્રતિકારક રસી દ્વારા) વગેરે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલ છે. એમ્નિઓસેન્ટેસીસ પદ્ધતિમાં વિકસતાભૃણ ફરતે રહેલ ઉલ્વીય પ્રવાહીમાંથી થોડી માત્રામાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે. આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ, ડાઉન્સ સિન્ડ્રોમ, સિકલસેલ એનીમિયા, હિમોફિલિયા જેવા જનીનિક રોગોની જાણકારી માટે કરાય છે.જવાબ : કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્ર કોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે નીચે મુજબ છે:
(i) સામયિક સંયમ: યુગલે ઋતુચક્રના 10-17માં દિવસ દરમિયાન સમાગમ ટાળવો. કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલનની તકો વધુ હોય છે તેને ફલન સમયગાળો કહે છે. આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ધટે છે. (ii) બાહ્ય સ્ખલન અથવા સંવનન અંતરાલ: આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્યસ્ખલન પહેલા શિશ્નને બહાર કાઢી યોનિમાર્ગની બહાર વીર્યસ્ત્રાવ કરે છે. (iii) દુગ્ધસ્રાવ એમનોરિયા (ઋતુચક્રની ગેરહાજરી) : પ્રસવ પછી ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહિવત છે. આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે. આ પદ્ધતિઓમાં કોઈ દવાઓનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી જો કે તેની નિષ્ફળતાનું પ્રમાણ ઊંચું હોય છે.જવાબ : આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય રીતે અસર કરે છે. આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંનેને માટે ઉપલબ્ધ છે. સંક્રમિત રોગોથી રક્ષણ મળે છે. આ પદ્ધતિમાં અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સંપર્કમાં આવતા રોકાય છે.
ભૌતિક પદ્ધતિઃ પાતળા રબરના બનેલા નિરોધનો ઉપયોગ કરાય છે. જેના ઉપયોગથી પુરુષના શિશ્ર અને સ્ત્રીઓની યોનિ તથા ગ્રીવાને સંવનનના થોડા સમય પહેલા ઢાંકવામાં આવે છે. સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં પ્રવેશી ના શકે. જેનાથી ગર્ભાધાન થતું નથી. નિરોધનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. જેના કારણોમાં તેનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સંક્રમિત રોગો અને એઇડ્રસથી બચી શકે છે. આ જાતે જ પહેરી તેમજ નિકાલ કરી શકાય તેવા હોય છે. ઉપયોગકર્તાની ગોપનીયતા જળવાઈ રહે છે. આંતરપટલ ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ પણ રબરના બનેલા અવરોધકો છે. જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરાય છે. તેઓ શુક્રકોષોનો ગ્રીવા દ્વારા થતો પ્રવેશ અટકાવે છે. તે પુનઃઉપયોગમાં લઈ શકાય છે. રાસાયણિક પદ્ધતિ: આમાં શુક્રાણુનાશક ક્રીમ, જેલ કે ફોમનો ઉપયોગ કરાય છે. ક્રીમ સ્વરૂપે ફોણ ઉત્પન્ન કરતો પદાર્થ શુક્રકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષની ઓક્સિજન જામતાને અવરોધે છે અને શુક્રકોષોનો નાશ કરે છે.જવાબ : આ પદ્ધતિમાં જાતીય અંતઃસાવો પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન-ઇસ્ટ્રોજનનું સંયોજન થોડી માત્રામાં ગોળી સ્વરૂપે મોં વાટે ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. પિલ્સ ગોળી ઋતુચક્રના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂઆત કરાય છે અને સતત 21 દિવસ રોજ લેવાય છે.
7 દિવસના અંતરાય (જયારે 8 ઋતુસ્રાવ ચાલુ હોય) બાદ ફરોથી જયાં સુધી સ્ત્રી ગર્ભધારણ રોકવા ઇચ્છે ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરાય છે. આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. ઉપરાંત ગ્રીવાશ્લેષ્મને જાડું અને અક્રિયાશીલ બનાવે છે. શુક્રકોષના પ્રવેશમાં અવરોધ કરે છે. સહેલી નવી મુખ દ્વારા લેવાતી બિનસ્ટેરોઇડલ બનાવટ છે. તે અઠવાડિયામાં એક દિવસ લેવાય છે તેની આડઅસરો ઓછી અને ગર્ભનિરોધક મૂલ્ય ઊંચું છે. આરોપણ : પ્રોજેસ્ટોજેન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇજેક્શન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા ત્વચાની નીચે પ્રત્યારોપણ થાય છે. તેની કાર્ય પદ્ધતિ પિલ્સ જેવી જ છે અને અસરકારકતા લાંબા સમયની છે. સમાગમના 72 કલાકની અંદર પ્રોજેસ્ટોજેન્સ કે પ્રોજેસ્ટોજેન્સ-ઇસ્ટ્રોજન સંયોજનો અથવા IUDs નો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે. બળાત્કાર કે અણધાર્યા અસુરક્ષિત સમાગમના કારણે સંભવિત ગર્ભધારણ રોકવા તેનો ઉપયોગ થઈ શકે છે.જવાબ : ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. ગર્ભધારણના પહેલા બાર અઠવાડિયા એટલે કે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. બીજા ત્રણ મહિનામાં છે ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે.
નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. (i) સતત ગર્ભાઘાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય ને થતી ગંભીર ઇજા માટે. (ii) જ્ન્મનાર બાળક નોંધપાત્ર છે ખામી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય. MTP સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમ્યાન (ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા થાય છે.જવાબ : સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે 40 થી 500 મિલિયન MTPs દર વર્ષે કરવામાં આવે છે. જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1 ની સંખ્યામાં હોય છે. MTP ને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કારણ કે તેની, સાથે નૈતિક, ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે.
ભારત સરકારે 1971 માં MTP ના દુરુપયોગને રોકવા સખત કાયદાકીય જોગવાઈઓ કરી છે. આ પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી-ભૃણહત્યા રોકવા માટે મુકાયા છે. 2017 માં MTP ના કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલી સ્ત્રી કેટલાંક કારણસર 12 અઠવાડિયા સુધીના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાવી શકે છે, પણ જો ગર્ભાધાન 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછું હોય તો ચોક્કસપણે બે માન્ય ડૉક્ટરની સલાહ લઈ MTP થઈ શકે છે.જવાબ : જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ કહે છે. જનનાંગીય હર્પિસ, ગોનોરિયા, સિફિલિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિઆસિસ, હિપેટાઇટીસ-બી, તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIV ચેપ છે જે આગળ જતા AIDS માં પરિણામે છે. આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIV નો ચેપ સૌથી ખતરનાક છે.
કેટલાંક ચેપી રોગો જેવા કે હિપેટાઇટીસ-બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇજેંકશનની સોય, વાઢકાપનાં સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે, રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટીસ-બી, જનનાંગીય હર્પિસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું તે જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તેમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે. આ રોગોના શરૂઆતનાં ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીસ્ત્રાવ, સામાન્ય દુ:ખાવો, સોજો વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોનાં ચિહ્નો દેખાતાં નથી અને તેથી તે લાંબા સમય સુધી તેનું નિદાન થતું નથી. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવવું અથવા ઓછાં લક્ષણો દેખાવવા અને STIs થી જોડાયેલ સામાજિક કલંકનો ડર, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત, મૃત બાળકની નો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિની ગર્ભધારણ, અફળદ્રુપતા અથવા પ્રજનનમાર્ગનું કેન્સર થઈ શકે છે.જવાબ : પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન-સામગ્રીની જરૂરિયાત છે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે અફળદ્રુપતા, ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વગેરે માટે તબીબી સલાહ, સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે.
લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યુહરચનાના અમલીકરણની જરૂરિયાત છે. સ્ત્રી ભૃણહત્યા રોકવા કાયદાકીય પ્રતિબંધ, લિંગ પરીક્ષણ કરવા ઉલ્વ જળ કસોટી (એગ્નિઓસેન્ટેસીસ) પર વૈધાનિક પ્રતિબંધ, બાળરોગ પ્રતિરક્ષા (રોગપ્રતિકારક રસી દ્વારા) વગેરે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલ છે. એમ્નિઓસેન્ટેસીસ પદ્ધતિમાં વિકસતાભ્રૂણ ફરતે રહેલ ઉલ્વીય પ્રવાહીમાંથી થોડી માત્રામાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે. આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ, ડાઉન્સ સિન્ડ્રોમ, સિકલસેલ એનીમિયા, હિમોફિલિયા જેવા જનીનિક રોગોની જાણકારી માટે કરાય છે.જવાબ : નીચે મુજબના અગત્યના પગલાઓ ભારતમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારવા માટે લઈ શકાય :
(i) મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાતોની હાજરી પ્રાજનનિક સ્વાથ્યના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી છે. (ii) લોકોને જન્મ નિયંત્રણ પદ્ધતિઓ, ગર્ભધારણ કરતી સ્ત્રીઓની સાવચેતી અને સંભાળ, સ્તનપાનની અગત્યતા; સંરક્ષિત અને સ્વચ્છ લિંગી પ્રજનન અને જાતીય સંક્રમિત રોગો(STD) સામે રક્ષણ અંગેની માહિતી આપવામાં આવે છે. (iii) શાળાઓમાં જાતીય શિક્ષણ દ્વારા તરુણને સાચી માહિતી પૂરી પાડવામાં આવે છે. (iv) જાતિ પરીક્ષણ (એમ્નિઓસેન્ટેસીસ) માટે કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જેથી માદાના ગર્ભનું અને ગર્ભપાતનું કાયદેસર પરીક્ષણ થઈ શકે. (v) શ્રાવ્ય-દૃશ્ય માધ્યમો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાથ્યને લગતી જાગૃતિ પેદા કરવા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે. (vi) વસ્તી વૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ, સામાજિક અનિષ્ટો જેવાં કે જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ વગેરેને અટકાવવા અંગે ની જાગૃતિ.જવાબ : IVF-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન: IVF - (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભ્રૂણ સ્થળાંતરણ (ET)ને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીત ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે. આમાં પત્ની (દાતા) ના અંડકોષને, પતિદાતા (પુરુષ) ના શુક્રકોષથી પ્રયોગશાળાની સીમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે.
ફલિતાંડ કે પ્રારંભિક ભ્રૂણ (8 કોષીય (blastomercy)) ને અંડવાહિનીમાં તબદીલ કરાય છે. આને ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર-ZIFT પણ કહે છે. 8 કોષથી વધુ ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ભ્રૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર (ICT) કહે છે. તે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન) થી બનતી ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે.જવાબ : ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
ગર્ભધારણના પહેલા બાર અઠવાડિયા એટલે કે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. બીજા ત્રણ મહિનામાં છે ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે. નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય: (i) સતત ગર્ભાઘાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઇજા માટે. (ii) જ્ન્મનાર બાળક નોંધપાત્ર ખામી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય. MTP સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમ્યાન (ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા થાય છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.