GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ચરમાવસ્થાના સમાજની સ્થિતિ કઈ હશે ?

Hide | Show

જવાબ : સમતુલિત

કોઈ પણ એક જૈવ ભૂ-રાસાયણિક ચક્રનું ઉદાહરણ આપો જે શ્વસનને લીધે ઘટ અનુભવતું નથી ?

Hide | Show

જવાબ : સલ્ફર

પાણીમાં પ્રાથમિક અનુક્રમણના શ્રેણીમય સમાજો માટે સંગત જણાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિ પ્લવક, મૂળયુક્ત નનિમજિજત જલીય વનસ્પતિઓ, તરતી જલીય વનસ્પતિઓ નિમજિજત, નરકુલ (ઉભયજીવી) પ્લવિત, ક્ષુપો અને વૃક્ષો

વાયુમય જેવ ભૂ-રાસાયણિક ચક્રનું સંગ્રહસ્થાન કયું છે ?

Hide | Show

જવાબ : વાતાવરણ

જો ઉત્પાદકો દ્વારા સ્થાપિત કાર્બન પરમાણુ ત્રણ જાતિઓમાંથી પસાર થાય છે. છેલ્લી જાતિનું પોષક સ્તર કયુ હશે ?

Hide | Show

જવાબ : તૃતીય ઉપભોગી

કઈ પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે ?

Hide | Show

જવાબ : ધોવાણ

નદી, તળાવ વગેરે કેવા નિવસનતંત્રો કહેવાય ?

Hide | Show

જવાબ : જલજ

કયુ સજીવ વિઘટન કરી ખેડૂતોને ખેતીમાં મદદ કરે છે ?

Hide | Show

જવાબ : અળસિયા

આપાત સૌર વિકિરણનો કેટલો ભાગ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણમાં પરિણમે છે ?

Hide | Show

જવાબ : 50% કરતાં ઓછો

સેન્દ્ર ફરીથી વિઘટન પામી અકાર્બનિક પોષકો મુક્ત કરે છે તે કઈ ક્રિયા દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : ખનીજીકરણ

માછલીઘર એ કેવું નિવસન તંત્ર કહેવાય ?

Hide | Show

જવાબ : માનવસર્જિત

સમગ્ર જીવાવરણની ઉત્પાદકતા કેટલી છે ?

Hide | Show

જવાબ : 170 બિલીયન ટન

પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે ?

Hide | Show

જવાબ : 70%

મહાસાગરોની ઉત્પાદકતા કેટલી છે?

Hide | Show

જવાબ : 55 બિલીયન ટન

તૃણભૂમિ એ કેવું નિવસન તંત્ર છે?

Hide | Show

જવાબ : સ્થળજ

વિઘટકો જટીલ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવાની ક્રિયાને શું કહે છે ?

Hide | Show

જવાબ : વિઘટન

મૃત અવશેષીય પદાર્થોને નાનાં-નાનાં કણો માં તોડવાની ક્રિયાને શું કહે છે ?

Hide | Show

જવાબ : અવખંડન

સેન્દ્રીયકરણની પ્રક્રિયા દ્વારા નિર્માણ થતા પદાર્થને શું કહેવાય ?

Hide | Show

જવાબ : સેન્દ્ર

બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટનની પ્રક્રિયાને શું કહે છે ?

Hide | Show

જવાબ : અપચય

પોષકોના સંચય સ્થાન તરીકે કોણ કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : સેન્દ્ર

જે જાતિ ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : સ્થાપક જાતિ

સજીવોના શુષ્ક વજનનો કેટલો ભાગ કાર્બનથી બનેલો છે ?

Hide | Show

જવાબ : 49%

બધાં પ્રાણીઓ આહારની જરૂરિયાત માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે તેને શું કહેવાય છે ?

Hide | Show

જવાબ : ઉપભોક્તાઓ

નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓને શું કહેવાય છે ?

Hide | Show

જવાબ : ઉત્પાદકો

સલ્ફર, ફોસ્ફરસ વગેરે ઘટકો કયા પોષકચક્રમાં આવે છે ?

Hide | Show

જવાબ : અવસાદી

વનસ્પતિઓ કેટલાં ટકા પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે ?

Hide | Show

જવાબ : 2-10%

દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : પ્રાપ્ય પાક

કયા પોષકચક્રના ભંડાર સંચયસ્થાન વાતાવરણમાં હોય છે ?

Hide | Show

જવાબ : વાયુરૂપ

સંશોધકોએ આધારભૂત નિવસનતંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજીત કિંમત લગભગ કેટલી મૂકી છે?

Hide | Show

જવાબ : 33 ટ્રીલીયન અમેરિકી ડોલર

મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે કેટલો કાર્બન રહેલો છે ?

Hide | Show

જવાબ : 71%

વન્‍યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે કેટલું છે ?

Hide | Show

જવાબ : 6%

વિવિધ નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી કેટલાં ટકા કિંમત ભૂમિ સંરચના માટે છે ?

Hide | Show

જવાબ : 50%

કુલ વૈશ્વિક કાર્બનનો કેટલો ભાગ વાતાવરણમાં સમાવેશિત છે ?

Hide | Show

જવાબ : 1%

સૂક્ષ્મ જીવો દ્વારા થતી ખનીજીકરણની ક્રિયા તે કોને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે ?

Hide | Show

જવાબ : હ્યુમસમાંથી અકાર્બનિક પોષક દ્રવ્યોને

કયા નિવસનતંત્રમાં જૈવભારનો ઊંધો પિરામિડ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : દરિયા

કોઈ પણ એક ઉત્પાદક જણાવો.

Hide | Show

જવાબ : સ્પાયરોગાયરા

કયુ નિવસનતંત્ર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનના અર્થમાં સૌથી વધુ ઉત્પાદકતા ધરાવે છે ?

Hide | Show

જવાબ : ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો

સંખ્યાના પિરામિડ કેવા હોય છે?

Hide | Show

જવાબ : સીધા કે ઊંધા

વનસ્પતિનાં પર્ણો પર પડતી સૌરઊર્જામાંથી કેટલી ઊર્જા આશરે પ્રકાશસંશ્લેષણ દ્વારા રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ પામે છે?

Hide | Show

જવાબ : 2-10%

તમારા વિચારે કયા પ્રદેશમાં વિઘટનની ક્રિયા સૌથી ઝડપી થાય છે ?

Hide | Show

જવાબ : ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલ

તૃણાહારીઓ દ્વારા સ્થલીય નિવસનતંત્રની કેટલી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ખવાય છે અને પાચન થાય છે?

Hide | Show

જવાબ : 10%

પરિસ્થિતિકીય અનુક્રમણની ક્રિયા દરમિયાન જૈવસમાજમાં જોવા મળતા પરિવર્તન જણાવો.

Hide | Show

જવાબ : તબક્કાવાર અને શ્રેણીમય

કયા પ્રકારના નિવસનતંત્રના વિસ્તારમાં બાષ્પીભવન એ અપક્ષેપનને વધારે અને વાર્ષિક વરસાદ 100 mm કરતાં નીચો મળતો હોય તે વિસ્તાર કયો હોય છે ?

Hide | Show

જવાબ : રણપ્રદેશ

તળાવ કે દરિયાકિનારાનો પ્રદેશ કે જે એકાંતરે હવા અને પાણીમાં ગરકાવ થઈ જાય, તો આ પ્રદેશને શું કહે છે?

Hide | Show

જવાબ : લિટોરલ પ્રદેશ

ભૂમિય(Edaphic) પરિબળનો સંદર્ભ :

Hide | Show

જવાબ : ભૂમિ

નૈસર્ગિક નિવસનતંત્રની સેવાઓ જણાવો.

Hide | Show

જવાબ : ભૂમિના ધોવાણને અવરોધે, પ્રદૂષકોનું શોષણ અને ગ્લોબલ વોર્મિંગના ભયમાં ઘટાડો અને પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ

મૃત અવશેષીય ઘટકોમાં શેની હાજરી હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે?

Hide | Show

જવાબ : લીગ્નીન અને કાઈટીન

વિઘટનની પ્રક્રિયામાં કયો વાયુ સૌથી વધારે આવશ્યક હોય છે?

Hide | Show

જવાબ : ઓક્સિજન

મૃત અવશેષીય ઘટકોમાં શેની હાજરી હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે ?

Hide | Show

જવાબ : નાઈટ્રોજન અને શર્કરા

ભૂમિના સુક્ષ્મજીવોની ક્રિયાઓ પર શેની સૌથી વધારે અસર હોય છે ?

Hide | Show

જવાબ : ભેજ

કઈ પ્રક્રિયા દ્વારા ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે ?

Hide | Show

જવાબ : સેન્દ્રીયકરણ

નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષકતત્વોની ગતિશીલતાને શું કહે છે ?

Hide | Show

જવાબ : પોષકચક્રણ

વનસ્પતિનો ઉપયોગ ખોરાકમાં ન કરે પરંતુ બીજાં પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : દ્વિતિયક ઉપભોક્તાઓ

માનવસર્જિત નિવસનતંત્રના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : કૃષિક્ષેત્રો અને માછલીધરને માનવસર્જિત નિવસનતંત્રો તરીકે ઓળખવામાં આવે છે.

સ્તરીકરણ કોને કહે છે?

Hide | Show

જવાબ : વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઊર્ધ્વસ્થ વિતરણ ને સ્તરીકરણ કહે છે.

કયા પરિબળો કાર્યકીનું તળાવની નિયમન કરે છે?

Hide | Show

જવાબ : સૂર્ય-ઊર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ (સમયગાળો) અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું નિયમન કરે છે.

પ્રાથમિક ઉત્પાદકતાને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : પ્રાથમિક ઉત્પાદકતા: પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરાય છે.

NPP કઈ રીતે પ્રાપ્ત થાય છે?

Hide | Show

જવાબ : વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટા ભાગનો જથ્થો શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ધટાડા (R) ને બાદ કરીએ, તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (NPP) છે. GPP-R=NPP

સેન્દ્ર શું છે?

Hide | Show

જવાબ : સેન્દ્રીય કરણ દ્વારા એક ગાઢ રંગના અરફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે. તેને સેન્દ્ર (ખાતર) કહેવાય છે.

વિઘટનનો દર શેના દ્વારા નિયંત્રિત થાય છે?

Hide | Show

જવાબ : વિઘટનનો દર મૃત અવશેષીય ધટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે.

વિઘટનનો દર ક્યારે ધીમો હોય છે?

Hide | Show

જવાબ : એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નીન અને કાઇટિનસભર હોય ત્યારે વિધટનનો દર ધીમો હોય છે.

વનસ્પતિઓ કેટલા ટકા PAR ને ગ્રહણ કરે છે?

Hide | Show

જવાબ : વનસ્પતિઓ માત્ર 2-10 % પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ (PAR) ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે.

સ્થલજ નિવસનતંત્રમાં કઈ વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો તરીકે હોય છે?

Hide | Show

જવાબ : સ્થલજ નિવસનતંત્રમાં શાકીય તેમજ કાષ્ટીય વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે.

દ્વિતીયક ઉપભોકતાઓ કોને કહે છે?

Hide | Show

જવાબ : જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ કહેવાય છે અને જો પ્રાણીઓ (પ્રાથમિક ઉપભોક્તા) કે જેઓ વનસ્પતિઓને ખાય છે તેઓને બીજાં પ્રાણીઓ ખાય છે. તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ કહે છે.

વિઘટકો માટે ઊર્જાના સ્રોત કેવી રોતે નિર્માણ પામે છે?

Hide | Show

જવાબ : અનુક્રમિત પોષકસ્તરે ઊર્જાની માત્રા ઘટતી જાય છે, જ્યારે કોઈ સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે જે વિઘટકો માટે ના એક સ્રોતનું કામ કરે છે. દરેક પોષકસ્તરે સજીવો તેમની ઊર્જાની આવશ્યકતા માટે તેમનાથી નિમ્ન પોષકસ્તર પર આધાર રાખે છે.

પ્રાપ્ય પાક કોને કહે છે?

Hide | Show

જવાબ : દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને પ્રાપ્ય પાક (standing crop) કહેવાય છે.

સમુદ્રમાં જૈવભારના પિરામિડ કેવા હોય છે?

Hide | Show

જવાબ : સમુદ્રમાં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી (ઊલટા) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો કરતાં ખૂબ જ વધારે હોય છે.

કયા પિરામિડ હમેશાં સીધા જ હોય છે?

Hide | Show

જવાબ : ઊર્જાના પિરામિડ હંમેશાં ઊર્વવર્તી (સીધા) જ હોય છે.

પરિસ્થિતિકીય અનુક્રમણ કોને કહે છે?

Hide | Show

જવાબ : આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશ: અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે.

પ્રાથમિક અનુક્રમણ ક્યાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પ્રાથમિક અનુક્રમણ જે વિસ્તારોમાં થાય છે તેવા વિસ્તારોનાં ઉદાહરણો: નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડક, નવસર્જિત તળાવ કે જળાશય વગેરે છે.

દ્વિતીય અનુક્રમણ ક્યાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : દ્વિતીય અનુક્રમણ એવા વિસ્તારોમાં શરૂ થાય છે કે, જ્યાં પ્રાકૃતિક સમાજો નાશ પામ્યા હોય, જેમ કે પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન, સળગી ગયેલા કે કાપી નાખેલાં જંગલો, પૂરથી પ્રભાવિત જમીન વગેરે છે. જેથી કરીને કેટલીક માટી કે અવસાદન તેમાં હાજર હોય છે. દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી હોય છે.

સ્થાપક જાતિ કોને કહે છે?

Hide | Show

જવાબ : જાતિ જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને સ્થાપક જાતિ કહેવામાં આવે છે.

અવસાદી ચક્રોમાં કયા ચક્રનો સમાવેશ થાય છે ?

Hide | Show

જવાબ : અવસાદી ચક્ર (એટલે કે સલ્ફર, ફૉસ્ફરસચક્ર) નો સમાવેશ થાય છે.

 ની મુક્તિ માટેના સ્ત્રોતો જણાવો.

Hide | Show

જવાબ : લાકડાં સળગાવવા, જંગલની આગ તથા કાર્બનિક દ્રવ્યોનું દહન, અમિ-બળતણ, જવાળામુખી ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ની મુક્તિ માટેના વધારાના સ્રોત છે.

પર્વતોમાં ફૉસ્ફરસ કયા સ્વરૂપે હોય છે?

Hide | Show

જવાબ : ફૉસ્ફરસનાં કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે.

ફૉસ્ફરસ કઈ રીતે મુક્ત થાય છે?

Hide | Show

જવાબ : તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે. નકામી નીપજો(waste products) અને મૃત જીવોનું ફૉસ્ફેટ દ્રાવ્યીકરણ બેક્ટરિયા(phosphate solubilising bacteria) દ્વારા વિઘટન થતાં ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે છે.

કાર્બનચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત જણાવો.

Hide | Show

જવાબ : કાર્બનચક્ર અને ફોસ્ફરસચક્ર વચ્ચેના મુખ્ય મહત્વના બે તફાવતો છે; પહેલો. એ છે કે વરસાદ દ્વારા ફૉસ્ફરસનો વાતાવરણમાં અંત: પ્રવેશ કાર્બનના અંત: પ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો, સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાપુ-વિનિમય એકદમ નહિવત હોય છે.

કઈ પરિસ્થિતિમાં, કોઈ ચોકકસ તબક્કામાં અનુક્રમણની થતી પ્રક્રિયામાં પહેલાંની સ્થિતિમાં પરત ફેરવવામાં આવે છે?

Hide | Show

જવાબ : આગ, પૂર કે બીજી કોઈ કુદરતી આપત્તિઓ અને માનવશાસ્ત્રની પ્રક્રિયાઓ અનુક્રમે શરૂઆતની અનુક્રમણની સ્થિતિ તરફ પરત લઈ જાય છે.

જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો:

ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થ્સ

Hide | Show

જવાબ : જંગલના નિવસનતંત્રમાં જાતિઓનું ઊભું સ્તરીકરણ જંગલના તળિયામાં ધાસ - એમેરન્થસ – ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ - સાગ નામની વનસ્પતિનાં વૃક્ષો ગોઠવાયેલ હોય છે.

સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : વંદો અને કાગડો એ બંને સર્વભક્ષી જીવ છે. તે બંને ચરતી અથવા શિકારી અને વિઘટકોની પોષણાળમાં જોવા મળે છે.

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

Hide | Show

જવાબ : માનવ અને પક્ષીઓ (ચકલીઓ) વારંવાર એક કરતાં વધુ પોષકસ્તરે નિવસનતંત્રમાં જોવા મળે છે.

નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?

Hide | Show

જવાબ : નિવસનતંત્ર માટે કે સૂર્યપ્રકાશ એ શક્તિના સ્રોત તરીકે ગણી શકાય, સિવાય કે પૃથ્વીના પેટાળના ઊંડાણમાં આવેલ હાઈડ્રોથર્મલ નિવસનતંત્ર હોય છે.

સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીક્સ) એ સ્વોપજીવી છે કે પરપોષી છે?

Hide | Show

જવાબ : સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીક્સ) એ હરિત કણવિહીન (તે હરિતકણ ધરાવતી નથી) અને પરપોષી છે.

સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પરિસ્થિતિવિઘાની જાતે કે કુદરતી રીતે થતી જાળવણીને સ્વયં સ્થિરતા કહે છે. એટલે કે કોઈ પણ તંત્ર રચનાવ્યવસ્થા તેના પોતાના સ્વતંત્ર પ્રયત્નો દ્વારા જાળવે ત્યારે તેને સ્વયં સ્થિરતાવાળી પરિસ્થિતિવિધા કહે છે.

નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે?

Hide | Show

જવાબ : તેઓને મૃતદ્રવ્ય આહાર શુંખલામાં પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે. તેમને મૃતભક્ષી સજીવો (પ્રાણીઓ) તરીકે ઓળખવામાં આવે છે.

એક આહારશૃંખલામાં કયું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?

Hide | Show

જવાબ : વિઘટકો

તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ....

Hide | Show

જવાબ : પ્રાણીપ્લવકો

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ (PAR)ના કેટલા % હોય છે ?

Hide | Show

જવાબ : 50%

વનસ્પતિઓ………………….કહેવાય છે; કારણ કે તેઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયીકરણ કરે છે.

Hide | Show

જવાબ : ઉત્પાદકો

વૃક્ષો દ્વારા પ્રભાવિત નિવસનતંત્રમાં સંખ્યાનો પિરામિડ……………પ્રકારનો હોય છે.

Hide | Show

જવાબ : સીધા

જલીય નિવસનતંત્રમાં, ઉત્પાદકતા માટે સિમાંતક કારક……………..છે,

Hide | Show

જવાબ : સૂર્યપ્રકાશની પ્રાપ્યતા

આપણા નિવસનતંત્રમાં સામાન્ય મૃતભક્ષીઓ………………છે.

Hide | Show

જવાબ : અળસિયું

પૃથ્વી પર કાર્બનનું મુખ્ય સંચયસ્થાન (ભંડાર)………………છે.

Hide | Show

જવાબ : સમુદ્ર

નિવસનતંત્રમાં ઉર્જાપ્રવાહ સમજાવો.

Hide | Show

જવાબ : ઊંડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર (hydro-thermal ecosystem) સિવાય પૃથ્વી પરનાં બધાં જ નિવસનતંત્રો માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત સૂર્ય જ છે. આપાત સૌર વિકિરણના 50% કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ (photosynthetically active radiation-PAR)માં પરિણમે છે.

        વનસ્પતિઓ અને પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા (સ્વયંપોષીઓ) સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવામાં સૂર્યની વિકિરણ ઊર્જાનું સ્થાપન કરે છે. વનસ્પતિઓ માત્ર 2-10 % પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ (PAR) ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે. આથી, તે જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌરઊર્જા એક નિવસનતંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય છે. બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. તેથીજ ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એકદિશીય હોય છે.

        ઉપરાંત નિવસનતંત્ર એ ઉષ્માગતિકોના બીજા નિયમથી મુક્ત નથી. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઊર્જા મળવી આવશ્યક હોય છે જેને લીધે વધતા-જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્યપદ્ધતિ દ્વારા સંઘર્ષ (counteract the universal tendency toward increasing disorderliness) કરી શકે.

        નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો (producers) કહેવામાં આવે છે. સ્થલજ નિવસનતંત્રમાં, શાકીય (herbaceous) તેમજ કાષ્ઠીય (woody) વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે. એ જ પ્રકારે, જલજ નિવસનતંત્રમાં વનસ્પતિપ્લવકો, લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો છે.

        આહારશૃંખલાઓ (food chains) તથા આહારજાળ (food webs) કે જેઓ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિઓ (ઉત્પાદકો)થી પ્રારંભ થતી આહારશંખલાઓ તથા આહારજાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણીઆહાર (ખોરાક) માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટેનો આહાર બને છે. આ પરસ્પર આંતરનિર્ભરતા(interdependency)ના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા તેનામાં હંમેશાં માટે સંચિત રહેતી નથી. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરૂઆત થાય છે.

        બધાં પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે (પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે) વનસ્પતિઓ પર આધાર રાખે છે. આથી તેઓને ઉપભોક્તાઓ (consumers) કહેવાય છે કે વિષમપોષીઓ (પરપોષીઓ) પણ કહેવાય છે. જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ (primary consumers) કહેવાય છે અને જો પ્રાણીઓ (પ્રાથમિક ઉપભોક્તાઓ) કે જેઓ વનસ્પતિઓ (કે તેમના ઉત્પાદન)ને ખાય છે તેઓને બીજાં પ્રાણીઓ ખાય છે તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ(secondary consumers) કહેવાય છે. આ પ્રકારે તૃતીયક ઉપભોક્તાઓ પણ હોઈ શકે છે. નિઃસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી (શાકાહારી-herbivores) હોઈ શકે. સ્થળજ નિવસનતંત્રમાં કીટકો, પક્ષીઓ તથા સસ્તનો અને જલજ નિવસનતંત્રમાં મૃદુકાય પ્રાણીઓ (molluscs) કેટલાક સામાન્ય તૃણાહારીઓ હોય છે.

        ઉપભોક્તાઓ કે જેઓ, આ તૃણાહારીઓનો આહાર કરે છે તેઓ માંસાહારીઓ (carnivores) હોય છે તેમને પ્રાથમિક માંસાહારીઓ (દ્વિતીયક ઉપભોક્તાઓ) કહેવું ખૂબ જ યોગ્ય છે. એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે તેમને દ્વિતીયક માંસાહારીઓ (secondary carnivores) સ્વરૂપે નિર્દેશિત કરાય છે. એક સરળ ચરીય આહારશૃંખલા (grazing food chain-GFC) અહીં નીચે બતાવવામાં આવી છે :

   તૃણ               બકરી                      મનુષ્ય

   (ઉત્પાદક)           (પ્રાથમિક ઉપભોક્તા)        (દ્વિતીયક ઉપભોક્તા)

        મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલા (Detritus Food Chain-DFC) મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. તે વિઘટકોની બનેલી હોય છે કે જેઓ વિષમપોષી સજીવો છે, તેઓ મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા છે. તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન (તોડવા-degrading) દ્વારા જરૂરી ઊર્જા કે પોષણ મેળવે છે. તેઓને મૃતપોષીઓ (saprotrophs) તરીકે પણ ઓળખવામાં આવે છે (sapro = મૃત : to decompose = વિઘટન કરવું). વિઘટકો પાચક ઉત્સેચકો સ્ત્રવિત કરે છે જે મૃત કે નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે, ત્યાર બાદ તેઓને તેમના જ દ્વારા શોષી લેવામાં આવે છે.

        જલજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા, ઊર્જાપ્રવાહ માટે મહત્વનું પાસું (સાધન) છે. તેની વિરુદ્ધ, સ્થળજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા કરતાં મૃત આહારશૃંખલા દ્વારા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે. મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે; મૃત આહારશૃંખલાના કેટલાક સજીવો ચરીય આહારશૃંખલાનાં પ્રાણીઓનો શિકાર (ભક્ષ્ય-prey) બની જાય

છે તથા એક નૈસર્ગિક નિવસનતંત્રમાં વંદા, કાગડા વગેરે જેવાં કેટલાંક પ્રાણીઓ સર્વભક્ષી (omnivores) હોય છે. આ આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.

        સજીવોના અન્ય સજીવો સાથેના આહારસંબંધોના આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. તેમના પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત, બધા સજીવો આહાર-શૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોષકસ્તર (trophic level) તરીકે ઓળખવામાં આવે છે. નીચે આકૃતિમાં જોઈ શકાય છે તે પ્રમાણે, ઉત્પાદકો એ પ્રથમ પોષકસ્તરે, તૃણાહારીઓ (પ્રાથમિક ઉપભોક્તાઓ) દ્વિતીયક પોષકસ્તરે અને માંસાહારીઓ (દ્વિતીયક ઉપભોક્તાઓ) તૃતીયક પોષકસ્તરે સમાવેશિત છે.

અહીં અગત્યના મુદાની નોંધ કરવા જેવી છે કે અનુક્રમિત પોષકસ્તરે ઊર્જાની માત્રા (પ્રમાણ) ઘટતી જાય છે. જ્યારે કોઈ સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે જે વિઘટકો માટે ઊર્જાના એક સ્રોતનું કામ કરે છે. દરેક પોષકસ્તરે સજીવો તેમની ઊર્જાની આવશ્યક્તા માટે તેમનાથી નિમ્ન પોષકસ્તર પર આધાર રાખે છે.

        દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને પ્રાપ્ય પાક (standing crop) કહેવાય છે. પ્રાપ્પ પાકને સજીવોનો જથ્થો (જૈવભાર) કે એકમ વિસ્તારમાં તેમની સંખ્યા દ્વારા માપી શકાય છે. એક જાતિના જૈવભારને તેના તાજા કે શુષ્ક વજનના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. જૈવભારનું માપન તેના શુષ્ક વજનમાં થાય તે ખૂબ જ ઉચિત છે.

        ચરીય આહારશૃંખલામાં પોષકસ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે એ પ્રકારે ઊર્જા-પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય છે - એટલે કે દરેક નિમ્ન પોષકસ્તરમાંથી તેનાથી ઉચ્ચ પોષકસ્તર પર માત્ર 10% જ ઊર્જા પ્રવાહિત થાય છે. પ્રકૃતિમાં, આવા ઘણાબધા સ્તરોની સંભાવના રહેલી છે - જેમકે ચરીય આહારશૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ, દ્વિતીયક માંસાહારીઓ વગેરે.

વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.

Hide | Show

જવાબ : પિરામિડનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. વિભિન્ન પોષકસ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તોપણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.

        ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે :

(a) સંખ્યાના પિરામિડ (pyramid of number)

(b) જૈવભારના પિરામિડ (pyramid of biomass) અને

(c) ઊર્જાના પિરામિડ (pyramid of energy)

        વિસ્તૃત જાણકારી નીચેની આકૃતિઓમાં આપેલ છે.

ઊર્જાપ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષકસ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષકસ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને

ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહિ થાય. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે. આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ, એક જ સમયે એ જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષકસ્તરે ઉપસ્થિત થઈ શકે છે; ઉદાહરણ તરીકે, એક ચકલી (sparrow) જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે પરંતુ જ્યારે તે કીટકો (insects) અને કૃમિઓ (worms) ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે.

        મોટા ભાગનાં નિવસનતંત્રોમાં, સંખ્યાના, જૈવભારના અને ઊર્જાનાં બધાં પિરામિડો સીધાં હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષકસ્તરે ઊર્જાની માત્રા હંમેશાં ઉચ્ચ પોષકસ્તરો કરતાં વધુ હોય છે.

        આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો (exceptions) છે; જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો તમને કેવા પ્રકારનો પિરામિડ મળશે ? હવે એમાં એ નાના કીટકો પર નિર્ભર રહેતાં નાનાં પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો. એની સાથે કીટભક્ષી નાનાં પક્ષીઓ પર નિર્ભર રહેતાં મોટાં પક્ષીઓની ગણતરી કરો. હવે તમને પ્રાપ્ત થતી સંખ્યા (આંકડા)નો આકાર દોરો.

        સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી (ઉલટા-inverted) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો (phytoplanktons)ના કરતાં ખૂબ જ વધારે હોય છે.

        ઊર્જાના પિરામિડ હંમેશાં ઊધ્વવર્તી (સીધા-upright) જ હોય છે, ક્યારેય ઊલટા શક્ય નથી કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્માસ્વરૂપે હંમેશાં ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન છે.

        આથી, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મયાદાઓ છે, જેમકે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષકસ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આહારશૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું; તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી. એથી પણ વધારે, મૃતોપજીવીઓ નિવસનતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી.

કાર્બનચક્ર સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો હોય છે અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71% કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે. આ મહાસાગરનો કાર્બનભંડાર, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રાનું નિયમન કરે છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે ?

        અશ્મિ-બળતણ (fossil fuel) પણ કાર્બનના એક સંચયસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃતજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દ્વારા  જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા  સ્વરૂપે પાછી ફરે છે.

        જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન-પ્રક્રિયા દ્રારા  નો સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહન (ચક્રીયકરણ)માંથી બહાર નિકાલ પામે છે. લાકડાં સળગાવવા, જંગલની આગ (દવ-forest fire) તથા કાર્બનિક દ્રવ્યોનું દહન(combustion), અશ્મિ-બળતણ, જ્વાળામુખી ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ()ની મુક્તિ માટેના વધારાના સ્રોતો છે.

        કાર્બનચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વનવિનાશ (deforestation) તથા ઊર્જા તેમજ પરિવહન માટે અશ્મિ-બળતણનું સતત દહન (ઉપયોગ) વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે.

પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : બધા સમાજની મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે, પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે તેમના બંધારણ (composition) અને રચના (structure)માં સતત પરિવર્તન થતું રહે છે. આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ તથા ભૌતિક પર્યાવરણમાં થતાં ફેરફારને સમાંતર છે. આથી, આ પ્રકારનો ફેરફાર, છેવટે એક એવા સમાજનું નિર્માણ કરે છે, જે પર્યાવરણ સાથેના સંતુલન (equilibrium)ની નજીક હોય છે તેને ચરમ સમાજ (climax community) કહેવામાં આવે છે. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ (ecological succession) કહે છે. અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ જે-તે વિસ્તારમાં વસાહતો સર્જે છે અને તેમની વસ્તી ઘણી સંખ્યામાં વધવા પામે છે જ્યારે ત્યાં બીજી જાતિઓની વસ્તી ઘટતી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે.

        સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને ક્રમક (sere) કહે છે. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને ક્રમકી અવસ્થાઓ (seral stages) કે ક્રમકી સમાજ (seral communities) કહેવામાં આવે છે. અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં, સજીવોની જાતિઓની ભિન્નતામાં, જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો અને તેની સાથે કુલ જૈવભારમાં વધારો થવા જેવાં પરિવર્તનો થાય છે.

        વિશ્વમાં પ્રવર્તમાન સમાજો, ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી, લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે. વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે-તે સમયે સમાંતર પ્રક્રિયાઓ હતી.

        આથી, અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ તે શરૂ થાય છે ત્યાં કોઈ સજીવો હોતા નથી અથવા કોઈ એવો વિસ્તાર કે જ્યાં ક્યારેય પણ કોઈ સજીવોનું અસ્તિત્વ ન રહ્યું હોય. ઉદાહરણ તરીકે ખુલ્લા ખડક (bare rock) કે કોઈ એવા વિસ્તારો કે જ્યાં પહેલાં ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા પણ કોઈ પ્રકારે તેઓ બધા જ નાશ પામ્યા હોય. પહેલાને પ્રાથમિક અનુક્રમણ(primary succession) કહે છે જ્યારે બીજાને દ્વિતીયક અનુક્રમણ (secondary succession) કહેવામાં આવે છે.

        પ્રાથમિક અનુક્રમણ જ્યાં થાય છે તેવા વિસ્તારોનાં ઉદાહરણો : નવો ઠંડો પડેલો લાવા(cooled lava), ખુલ્લા ખડક, નવસર્જિત તળાવ કે જળાશય વગેરે છે. નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. વિવિધ સજીવોના જૈવિક સમાજની સંસ્થાપના થાય તે પહેલાં, ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે. મહદંશે આબોહવા પર આધારિત, ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં સદીઓથી હજારો વર્ષો લાગે છે.

        દ્વિતીયક અનુક્રમણ એવા વિસ્તારોમાં શરૂ થાય છે કે, જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો નાશ પામ્યા હોય - જેમકે પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન (abandoned farm land), સળગી ગયેલા કે કાપી નાંખેલાં જંગલો (burned or cut forest), પૂરથી પ્રભાવિત જમીન વગેરે છે. જેથી કરીને, કેટલીક માટી કે અવસાદન (sediment) તેમાં હાજર હોય છે. દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી હોય છે.

        પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વાનસ્પતિક સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી, વાનસ્પતિક સમૂહનું પરિવર્તન વિવિધ પ્રકારનાં પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રયસ્થાનને પ્રભાવિત કરે છે. આથી, જેમ-જેમ અનુક્રમણ ક્રિયા આગળ વધે છે તેમ-તેમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો તેમજ વિઘટકો પણ બદલાય છે.

        કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી કે માનવપ્રેરિત ખલેલ (આગ, વનનાશ, વગેરે) દ્વારા અનુક્રમણની ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. આવા પ્રકારની ખલેલોથી એવી નવી સ્થિતિઓ નિર્માણ પામે છે કે જેમાં કેટલીક નવી જાતિઓને વિકાસ પામવા પ્રોત્સાહન મળે છે અને અન્ય જાતિઓ હતોત્સાહિત કે ખસી (discourage or eliminate) જાય છે.

પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.

Hide | Show

જવાબ : પિરામિડનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. વિભિન્ન પોષકસ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તોપણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.

        ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે :

(a) સંખ્યાના પિરામિડ (pyramid of number)

(b) જૈવભારના પિરામિડ (pyramid of biomass) અને

(c) ઊર્જાના પિરામિડ (pyramid of energy)

        વિસ્તૃત જાણકારી નીચેની આકૃતિઓમાં આપેલ છે.

ઊર્જાપ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષકસ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષકસ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને

ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહિ થાય. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે. આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ, એક જ સમયે એ જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષકસ્તરે ઉપસ્થિત થઈ શકે છે; ઉદાહરણ તરીકે, એક ચકલી (sparrow) જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે પરંતુ જ્યારે તે કીટકો (insects) અને કૃમિઓ (worms) ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે.

        મોટા ભાગનાં નિવસનતંત્રોમાં, સંખ્યાના, જૈવભારના અને ઊર્જાનાં બધાં પિરામિડો સીધાં હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષકસ્તરે ઊર્જાની માત્રા હંમેશાં ઉચ્ચ પોષકસ્તરો કરતાં વધુ હોય છે.

        આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો (exceptions) છે; જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો તમને કેવા પ્રકારનો પિરામિડ મળશે ? હવે એમાં એ નાના કીટકો પર નિર્ભર રહેતાં નાનાં પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો. એની સાથે કીટભક્ષી નાનાં પક્ષીઓ પર નિર્ભર રહેતાં મોટાં પક્ષીઓની ગણતરી કરો. હવે તમને પ્રાપ્ત થતી સંખ્યા (આંકડા)નો આકાર દોરો.

        સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી (ઉલટા-inverted) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો (phytoplanktons)ના કરતાં ખૂબ જ વધારે હોય છે.

        ઊર્જાના પિરામિડ હંમેશાં ઊધ્વવર્તી (સીધા-upright) જ હોય છે, ક્યારેય ઊલટા શક્ય નથી કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્માસ્વરૂપે હંમેશાં ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન છે.

        આથી, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મયાદાઓ છે, જેમકે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષકસ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આહારશૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું; તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી. એથી પણ વધારે, મૃતોપજીવીઓ નિવસનતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી.

નિવસનતંત્રની સંરચના અને તેની કાર્યકી સમજાવો.

Hide | Show

જવાબ : જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપ એક ભૌતિકરચના વિકાસ પામે. જે દરેક પ્રકારના નિવસનતંત્રની લાક્ષણિકતા છે. એક નિવસનતંત્રની વનસ્પતિ અને પ્રાણીજાતિઓની ઓળખ તથા ગણના તેની જાતિઓના સંગઠનને પ્રસ્‍તુત કરે છે. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઊર્ધ્વસ્થ વિતરણને સ્તરીકરણ (stratification) કહે છે. ઉદાહરણ : વૃક્ષે એ જંગલના સર્વોચ્ચ ઊર્ધ્વસ્થ સ્તરે, ક્ષુપો દ્વિતીય સ્તરે અને છોડ તથા તૃણ નિમ્ન સ્તરે ગોઠવાયેલાં હોય છે.

        જ્યારે તમે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લો ત્યારે નિવસનતંત્રનાં બધાં જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે :

(a) ઉત્પાદકતા (productivity)

(b) વિઘટન (decomposition)

(c) શક્તિપ્રવાહ (energy flow) અને

(d) પોષક ચક્રણ (nutrient cycling)

        એક જલજ નિવસનતંત્રની પ્રકૃતિને સમજવા, એક નાના તળાવનું ઉદાહરણ લઈએ. આ એક સ્પષ્ટ સ્વયં સ્થાયી એકમ (self-sustainable unit) અને અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે જે એક જલજ નિવસનતંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓની પણ સમજ આપે છે. તળાવ એ છીછરા પાણી (shallow water)નું સંગ્રહસ્થાન છે કે જેમાં ઉપર જણાવેલા નિવસનતંત્રનાં બધાં જ ચાર મૂળભૂત ઘટકો ખૂબ જ સારી રીતે પ્રદર્શિત થાય છે.

        પાણી એ એક અજૈવિક ઘટક છે કે જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા છે અને તળાવના તળિયે સેન્દ્રિય તત્વોસભર માટીની જમાવટ થાય છે. સૂર્ય-ઊર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ (સમયગાળો) અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું નિયમન કરે છે. વનસ્પતિપ્લવકો, કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન (ડૂબેલી) તથા કિનારે જોવા મળતી વનસ્પતિઓ વગેરે સ્વયંપોષી ઘટકો જોવા મળે છે. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતાં પ્રાણીપ્લવકો ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે.

        ફૂગ, બૅક્ટેરિયા અને કશાધારીઓ વિઘટકો છે જે ખાસ કરીને તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે. આ તંત્ર કોઈ પણ નિવસનતંત્રના કે સમગ્ર જીવાવરણનાં બધાં જ કાર્યો રજૂ કરે છે, એટલે કે સ્વયંપોષીઓ દ્વારા સૂર્યની વિકિરણ ઊર્જા (radiant energy)ની મદદથી અકાર્બનિક તત્વોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતર; વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ (ભક્ષણ); મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન (decomposition) અને ખનીજીકરણ (mineralization) કરી સ્વયંપોષીઓ દ્વારા પુનઃ ઉપયોગ માટે તેઓને પાછા મુક્ત કરવા, આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે. ઉચ્ચ પોષક સ્તરો તરફની ઊર્જાનું એકમાર્ગી વહન (unidirectional movement) તથા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય (dissipation) અને ઘટાડો (વ્યય-loss) થાય છે.

ઉત્પાદકતા અને તેના પ્રકારો સમજાવો.

Hide | Show

જવાબ : કોઈ પણ નિવસનતંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્યઊર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા (primary productivity) તરીકે વ્યાખ્યાયિત કરાય છે. તે વજન () કે ઊર્જા (Kcal )ના સ્વરૂપે વ્યક્ત કરાય છે. જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા (productivity) કહે છે. તેને વિવિધ નિવસનતંત્રોની ઉત્પાદકતાની તુલના (સરખામણી) કરવા  કે (Kcal ) ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા (gross primary production-GPP) અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (net primary production-NPP)માં વિભાજિત કરી શકાય છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોનાં ઉત્પાદનનો દર એ એક નિવસનતંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટા ભાગનો જથ્થો શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડા (R)ને બાદ કરીએ, તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (NPP) છે.

GPP – R = NPP

        વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ (તૃણાહારીઓ અને વિઘટકો)ના વપરાશ (consumption) માટે ઉપલબ્ધ જૈવભાર છે. દ્વિતીયક ઉત્પાદકતા (secondary productivity)ને ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરાય છે.

        પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિજાતિઓ પર આધારિત છે. વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ અને વનસ્પતિઓની પ્રકાશસંશ્લેષણ-ક્ષમતા પર પણ આધાર રાખે છે. આથી, તે વિવિધ પ્રકારનાં નિવસનતંત્રોમાં જુદી-જુદી હોય છે. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન (શુષ્ક વજન) આંકવામાં આવે છે. જે પૈકી, પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો (ઢંકાયેલો) છે, તેમ છતાં પણ તેમ (મહાસાગરો)ની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. અલબત્ત, બાકી રહેલી માત્રા ભૂમિ પરની જ છે.

નિવસનતંત્રમાં પ્રવાહનો અહેવાલ આપો.

Hide | Show

જવાબ : ઊંડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર (hydro-thermal ecosystem) સિવાય પૃથ્વી પરનાં બધાં જ નિવસનતંત્રો માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત સૂર્ય જ છે. આપાત સૌર વિકિરણના 50% કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ (photosynthetically active radiation-PAR)માં પરિણમે છે.

        વનસ્પતિઓ અને પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા (સ્વયંપોષીઓ) સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવામાં સૂર્યની વિકિરણ ઊર્જાનું સ્થાપન કરે છે. વનસ્પતિઓ માત્ર 2-10 % પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ (PAR) ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે. આથી, તે જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌરઊર્જા એક નિવસનતંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય છે. બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. તેથીજ ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એકદિશીય હોય છે.

        ઉપરાંત નિવસનતંત્ર એ ઉષ્માગતિકોના બીજા નિયમથી મુક્ત નથી. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઊર્જા મળવી આવશ્યક હોય છે જેને લીધે વધતા-જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્યપદ્ધતિ દ્વારા સંઘર્ષ (counteract the universal tendency toward increasing disorderliness) કરી શકે.

        નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો (producers) કહેવામાં આવે છે. સ્થલજ નિવસનતંત્રમાં, શાકીય (herbaceous) તેમજ કાષ્ઠીય (woody) વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે. એ જ પ્રકારે, જલજ નિવસનતંત્રમાં વનસ્પતિપ્લવકો, લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો છે.

        આહારશૃંખલાઓ (food chains) તથા આહારજાળ (food webs) કે જેઓ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિઓ (ઉત્પાદકો)થી પ્રારંભ થતી આહારશંખલાઓ તથા આહારજાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણીઆહાર (ખોરાક) માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટેનો આહાર બને છે. આ પરસ્પર આંતરનિર્ભરતા(interdependency)ના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા તેનામાં હંમેશાં માટે સંચિત રહેતી નથી. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરૂઆત થાય છે.

        બધાં પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે (પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે) વનસ્પતિઓ પર આધાર રાખે છે. આથી તેઓને ઉપભોક્તાઓ (consumers) કહેવાય છે કે વિષમપોષીઓ (પરપોષીઓ) પણ કહેવાય છે. જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ (primary consumers) કહેવાય છે અને જો પ્રાણીઓ (પ્રાથમિક ઉપભોક્તાઓ) કે જેઓ વનસ્પતિઓ (કે તેમના ઉત્પાદન)ને ખાય છે તેઓને બીજાં પ્રાણીઓ ખાય છે તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ(secondary consumers) કહેવાય છે. આ પ્રકારે તૃતીયક ઉપભોક્તાઓ પણ હોઈ શકે છે. નિઃસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી (શાકાહારી-herbivores) હોઈ શકે. સ્થળજ નિવસનતંત્રમાં કીટકો, પક્ષીઓ તથા સસ્તનો અને જલજ નિવસનતંત્રમાં મૃદુકાય પ્રાણીઓ (molluscs) કેટલાક સામાન્ય તૃણાહારીઓ હોય છે.

        ઉપભોક્તાઓ કે જેઓ, આ તૃણાહારીઓનો આહાર કરે છે તેઓ માંસાહારીઓ (carnivores) હોય છે તેમને પ્રાથમિક માંસાહારીઓ (દ્વિતીયક ઉપભોક્તાઓ) કહેવું ખૂબ જ યોગ્ય છે. એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે તેમને દ્વિતીયક માંસાહારીઓ (secondary carnivores) સ્વરૂપે નિર્દેશિત કરાય છે. એક સરળ ચરીય આહારશૃંખલા (grazing food chain-GFC) અહીં નીચે બતાવવામાં આવી છે :

   તૃણ               બકરી                     મનુષ્ય

   (ઉત્પાદક)           (પ્રાથમિક ઉપભોક્તા)        (દ્વિતીયક ઉપભોક્તા)

        મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલા (Detritus Food Chain-DFC) મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. તે વિઘટકોની બનેલી હોય છે કે જેઓ વિષમપોષી સજીવો છે, તેઓ મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા છે. તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન (તોડવા-degrading) દ્વારા જરૂરી ઊર્જા કે પોષણ મેળવે છે. તેઓને મૃતપોષીઓ (saprotrophs) તરીકે પણ ઓળખવામાં આવે છે (sapro = મૃત : to decompose = વિઘટન કરવું). વિઘટકો પાચક ઉત્સેચકો સ્ત્રવિત કરે છે જે મૃત કે નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે, ત્યાર બાદ તેઓને તેમના જ દ્વારા શોષી લેવામાં આવે છે.

        જલજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા, ઊર્જાપ્રવાહ માટે મહત્વનું પાસું (સાધન) છે. તેની વિરુદ્ધ, સ્થળજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા કરતાં મૃત આહારશૃંખલા દ્વારા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે. મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે; મૃત આહારશૃંખલાના કેટલાક સજીવો ચરીય આહારશૃંખલાનાં પ્રાણીઓનો શિકાર (ભક્ષ્ય-prey) બની જાય

છે તથા એક નૈસર્ગિક નિવસનતંત્રમાં વંદા, કાગડા વગેરે જેવાં કેટલાંક પ્રાણીઓ સર્વભક્ષી (omnivores) હોય છે. આ આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.

        સજીવોના અન્ય સજીવો સાથેના આહારસંબંધોના આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. તેમના પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત, બધા સજીવો આહાર-શૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોષકસ્તર (trophic level) તરીકે ઓળખવામાં આવે છે. નીચે આકૃતિમાં જોઈ શકાય છે તે પ્રમાણે, ઉત્પાદકો એ પ્રથમ પોષકસ્તરે, તૃણાહારીઓ (પ્રાથમિક ઉપભોક્તાઓ) દ્વિતીયક પોષકસ્તરે અને માંસાહારીઓ (દ્વિતીયક ઉપભોક્તાઓ) તૃતીયક પોષકસ્તરે સમાવેશિત છે.

અહીં અગત્યના મુદાની નોંધ કરવા જેવી છે કે અનુક્રમિત પોષકસ્તરે ઊર્જાની માત્રા (પ્રમાણ) ઘટતી જાય છે. જ્યારે કોઈ સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે જે વિઘટકો માટે ઊર્જાના એક સ્રોતનું કામ કરે છે. દરેક પોષકસ્તરે સજીવો તેમની ઊર્જાની આવશ્યક્તા માટે તેમનાથી નિમ્ન પોષકસ્તર પર આધાર રાખે છે.

        દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને પ્રાપ્ય પાક (standing crop) કહેવાય છે. પ્રાપ્પ પાકને સજીવોનો જથ્થો (જૈવભાર) કે એકમ વિસ્તારમાં તેમની સંખ્યા દ્વારા માપી શકાય છે. એક જાતિના જૈવભારને તેના તાજા કે શુષ્ક વજનના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. જૈવભારનું માપન તેના શુષ્ક વજનમાં થાય તે ખૂબ જ ઉચિત છે.

        ચરીય આહારશૃંખલામાં પોષકસ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે એ પ્રકારે ઊર્જા-પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય છે - એટલે કે દરેક નિમ્ન પોષકસ્તરમાંથી તેનાથી ઉચ્ચ પોષકસ્તર પર માત્ર 10% જ ઊર્જા પ્રવાહિત થાય છે. પ્રકૃતિમાં, આવા ઘણાબધા સ્તરોની સંભાવના રહેલી છે - જેમકે ચરીય આહારશૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ, દ્વિતીયક માંસાહારીઓ વગેરે.

કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે? પરિસ્થિતિકીય તંત્ર (નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી માહિતી ભારપૂર્વક જણાવે છે.)

Hide | Show

જવાબ : પિરામિડનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. વિભિન્ન પોષકસ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તોપણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.

        ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે :

(a) સંખ્યાના પિરામિડ (pyramid of number)

(b) જૈવભારના પિરામિડ (pyramid of biomass) અને

(c) ઊર્જાના પિરામિડ (pyramid of energy)

        વિસ્તૃત જાણકારી નીચેની આકૃતિઓમાં આપેલ છે.

ઊર્જાપ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષકસ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષકસ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને

ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહિ થાય. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે. આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ, એક જ સમયે એ જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષકસ્તરે ઉપસ્થિત થઈ શકે છે; ઉદાહરણ તરીકે, એક ચકલી (sparrow) જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે પરંતુ જ્યારે તે કીટકો (insects) અને કૃમિઓ (worms) ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે.

        મોટા ભાગનાં નિવસનતંત્રોમાં, સંખ્યાના, જૈવભારના અને ઊર્જાનાં બધાં પિરામિડો સીધાં હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષકસ્તરે ઊર્જાની માત્રા હંમેશાં ઉચ્ચ પોષકસ્તરો કરતાં વધુ હોય છે.

        આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો (exceptions) છે; જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો તમને કેવા પ્રકારનો પિરામિડ મળશે ? હવે એમાં એ નાના કીટકો પર નિર્ભર રહેતાં નાનાં પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો. એની સાથે કીટભક્ષી નાનાં પક્ષીઓ પર નિર્ભર રહેતાં મોટાં પક્ષીઓની ગણતરી કરો. હવે તમને પ્રાપ્ત થતી સંખ્યા (આંકડા)નો આકાર દોરો.

        સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી (ઉલટા-inverted) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો (phytoplanktons)ના કરતાં ખૂબ જ વધારે હોય છે.

        ઊર્જાના પિરામિડ હંમેશાં ઊધ્વવર્તી (સીધા-upright) જ હોય છે, ક્યારેય ઊલટા શક્ય નથી કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્માસ્વરૂપે હંમેશાં ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન છે.

        આથી, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મયાદાઓ છે, જેમકે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષકસ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આહારશૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું; તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી. એથી પણ વધારે, મૃતોપજીવીઓ નિવસનતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી.

ટૂંકનોંધ લખો: ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ

There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

નિવસનતંત્ર

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.