GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

મેન્ડલના મુક્ત વિશ્લેષણનો સિદ્ધાંત કયાં સ્થિત જનીનો માટે અનુરૂપ છે ?

Hide | Show

જવાબ : અસમજાત રંગસૂત્રો પર


ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર દર્શાવે. આ ઘટનાને શું કહે છે ?

Hide | Show

જવાબ : પ્લિઓટ્રોપી


કીટકની એક નિશ્ચિત જાતિમાં કેટલાંકમાં રંગસૂત્રોની સંખ્યા 17 છે અને અન્ય કેટલાંકમાં રંગસૂત્રોની સંખ્યા 18 છે. 17 અને 18 રંગસૂત્રો ધરાવતાં સજીવો વિશે સાચું શું છે?

Hide | Show

જવાબ : તે અનુક્રમે નર અને માદા છે.


મનુષ્યની પેઢીમાં જનીનિક આનુવંશિકતાનો અભ્યાસ વંશાવળી પૃથક્કરણ દ્વારા થાય છે. વંશાવળી નકશાઓમાં લક્ષણનો અભ્યાસ કોના સમકક્ષ છે ?

Hide | Show

જવાબ : મેન્ડેલિયન લક્ષણ


મેન્ડલે સૂચવ્યું કે કોઈ પણ લક્ષણ માટેનું કારક અલગ અને સ્વતંત્ર હોય છે. તેમનું આ સૂચન કોને આધારિત છે ?

Hide | Show

જવાબ : અવલોકિત થયેલું છે કે, બે વિરુદ્ધ લક્ષણો ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના પરફલનથી સર્જાતી સંતતિમાં કોઈ પણ પ્રકારની મિશ્ર અસર વગર, એક જ લક્ષણ ઊતરી આવે છે.


બે જનીનો ‘A’ અને ‘B’ સંલગ્ન છે. આ બંને જનીનો ધરાવતા દ્વિસંકરણ પ્રયોગમાં, વિષમયુગ્મી સંતતિનું સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ (aa bb) સાથે પરફલન કરવામાં આવ્યું. આગામી પેઢીમાં સંતતિનું ગુણોત્તર પ્રમાણ શું પ્રાપ્ત થશે ?

Hide | Show

જવાબ : 1:1


મેન્ડેલિયન દ્વિસંકરણમાં  પેઢીમાં સ્વરૂપપ્રકાર અને જનીનપ્રકારની સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ : સ્વરૂપપ્રકાર - 4; જનીનપ્રકાર - 9


‘O’ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિનાં માતા અને પિતાનું રુધિરજૂથ અનુક્રમે ‘A’ અને ‘B’ છે, તો માતા અને પિતાનો જનીનપ્રકાર શું હોઈ શકે ?

Hide | Show

જવાબ : માતા અને પિતા બંને અનુક્રમે ‘A’ અને ‘B’ રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય.


મેન્ડેલે કયા સમયગાળા દરમિયાન આનુવંશીકતા માટેનાં પ્રયોગો કર્યા હતા ?

Hide | Show

જવાબ : .સ. 1856 - 1863


પ્રભુતાના નિયમ મુજબ લક્ષણોનું નિર્ધારણ શેનાં દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : કારકો


રક્તકણના કોષસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા શું હોય છે ?

Hide | Show

જવાબ : પોલીમર


આનુવંશીકતા સમજવા માટે કયારે પ્રગતિ થઇ શકી?

Hide | Show

જવાબ : ઓગણીસમી સદીના મધ્યમાં


મેન્ડલે કયા છોડ પર સાત વર્ષ સુધી પ્રયોગો કર્યા હતા ?

Hide | Show

જવાબ : વટાણા


કયુ પુષ્પ અપૂર્ણતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : શ્વાન પુષ્પ


જન્યુમાં કોઈ એક એલેલ હોવાની સંભાવના કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 50%


ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે એ જ્ઞાન મનુષ્યને કયારે થયું ?

Hide | Show

જવાબ : .સ. પૂર્વે 8000 - 1000 B.C.


સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ શેનાં દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : BB સમ્યુગ્મો


આનુવંશીકતાના નિયમો કોણે રજુ કર્યા હતા ?

Hide | Show

જવાબ : મેન્ડલ


ફળમાખી કેટલાં સમયમાં પોતાનું જીવનચક્ર કેટલાં સમયમાં પૂરું કરે છે ?

Hide | Show

જવાબ : બે અઠવાડિયા


મોર્ગને બિનપીતૃ જાનીન સંયોજન પેઢી માટે કયો શબ્દ વાપર્યો ?

Hide | Show

જવાબ : પુનઃસંયોજન


એકલ જાનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : પ્લીઓટ્રોપિક જનીન


કયુ રંગસૂત્ર લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : X


નર દૈહિક રંગસૂત્રો સાથે કઈ જોડ હોય છે ?

Hide | Show

જવાબ : XY


મનુષ્યોમાં કેટલાં જોડ રંગસૂત્રો હોય છે ?

Hide | Show

જવાબ : 23 જોડ


પક્ષીઓમાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત કયા રંગસૂત્રોની એક જોડ આવેલી હોય છે ?

Hide | Show

જવાબ : Z


મનુષ્યોમાં કેટલી જોડ રંગસૂત્રો એક સમાન હોય છે ?

Hide | Show

જવાબ : 22 જોડ


મનુષ્ય સહિત સ્તનધારીઓમાં કયા પ્રકારનું લિંગ-નિશ્ચયન જોવા મળ્યું છે ?

Hide | Show

જવાબ : XY


માદા દૈહિક રંગસૂત્રો સાથે કઈ જોડ હોય છે ?

Hide | Show

જવાબ : XX


રંગઅંધતાની ખામી કેટલાં ટકા નરમાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : 8%


મધમાખીમાં નર માં માદા કરતાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : અડધી


પોઈન્ટ મ્યુટેશનનું જાણીતું ઉદાહરણ કયું છે ?

Hide | Show

જવાબ : સિકલ-સેલ-એનિમિયા


પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 50%


રંગસૂત્રીય વિપથન સામાન્‍ય રીતે શેમાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : કેન્સર કોષોમાં


વિકૃતિ જે રાસાયણિક કે ભૌતિક કારકો દ્વારા થાય છે તેને શું નામ આપવામાં આવ્યું છે ?

Hide | Show

જવાબ : મ્યુટાજન્સ


રંગઅંધતાની ખામી કેટલાં ટકા માદામાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : 0.40%


રંગ અંધતામાં કયા રંગો પારખવામાં નિષ્ફળ જવાય છે ?

Hide | Show

જવાબ : લાલ અને લીલા


મધમાખીમાં માદા કેટલાં દ્વીકીય રંગસૂત્રો ધરાવે છે ?

Hide | Show

જવાબ : 32


જનીનિક અનિયમિતતા કેટલાં પ્રકારની હોય છે ?

Hide | Show

જવાબ : બે


લાલ અને લીલા રંગની અંધતા માટેના જનીનો કયા રંગસૂત્રો પર આવેલા છે ?

Hide | Show

જવાબ : X


કયા એમીનો એસીડ દૂર થવાથી સિકલ સેલ એનિમિયા થાય છે ?

Hide | Show

જવાબ : ગ્લુટામિક એસીડ


ફીનાઈલ કિટોન્યુરીયામાં ફીનાઈલ એલેનીન શેમાં ફેરવાય છે ?

Hide | Show

જવાબ : ફીનાઈલ પાયરુવિક એસીડ


બીટા થેલેસેમિયા નું જનીન દરેક પિતૃના કેટલામાં રંગસૂત્ર પર આવેલું છે ?

Hide | Show

જવાબ : 11 માં


કોના દ્વારા હિમોફિલિયા વહન પામે છે ?

Hide | Show

જવાબ : વિષમયુગ્મી માદા


ગ્લુટામિક એસીડ હિમોગ્લોબીન અણુની બીટા ગ્લોબીન શ્રુંખલાના કયા ક્રમમાં આવેલું હોય છે ?

Hide | Show

જવાબ : છઠા ક્રમમાં


કયો રોગ રુધિર ગંઠાવાની ક્રિયા સંબધિત છે ?

Hide | Show

જવાબ : હિમોફિલિયા


આલ્ફા થેલેસેમિયાના જનીનો દરેક પિતૃના કયા ક્રમના રંગસૂત્ર પર આવેલા છે ?

Hide | Show

જવાબ : 16 મા


કયા જનીન દ્વારા બીટા થેલેસેમિયા નિયંત્રિત થાય છે ?

Hide | Show

જવાબ : HBB


કયો રોગ જન્મજાત ચયાપચયિક ખામી ધરાવે છે ?

Hide | Show

જવાબ : ફીનાઈલ કિટોન્યુરીયા


વનસ્પતિમાં મુખ્યત્વે કઈ અવસ્થા જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પોલીપ્લોઈડી


કઈ ખામી ધરાવતી વ્યક્તિ વંધ્ય હોય છે ?

Hide | Show

જવાબ : કલાઈન ફેલટ્રસ સિન્ડ્રોમ


કઈ ખામીમાં વ્યક્તિ સંપૂર્ણપણે પુરુષ હોય છે પણ માદાના લક્ષણો ધરાવે છે ?

Hide | Show

જવાબ : કલાઈન ફેલટ્રસ સિન્ડ્રોમ


કઈ ખામી X રંગસૂત્રની ગેરહાજરીને કારણે થાય છે ?

Hide | Show

જવાબ : ટર્નર્સ સિન્ડ્રોમ


કઈ ખામી સ્ત્રીઓમાં X રંગસૂત્ર ગુમાવવાને કારણે થાય છે ?

Hide | Show

જવાબ : ટર્નર્સ સિન્ડ્રોમ


રંગ સૂત્રોની 21મી જોડમાં વધારાનાં એક રંગસૂત્રને કારણે કયો રોગ થાય છે ?

Hide | Show

જવાબ : ડાઉન સિન્ડ્રોમ


કઈ ખામી એક વધારાના X રંગસૂત્રને કારણે થાય છે ?

Hide | Show

જવાબ : ક્લાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ


સૌ પ્રથમ ડાઉન્સ સિન્ડ્રોમ ખામીનું વર્ણન કયારે થયું હતું ?

Hide | Show

જવાબ : .સ. 1866


કોષવિભાજન સમયે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થાય છે તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : એન્યુપ્લોઈડી


ડાઉન્સ સિન્ડ્રોમમાં કયા ક્રમના રંગસૂત્રમાં વધારાનું રંગસૂત્ર જોડાવાથી થાય છે ?

Hide | Show

જવાબ : 21 માં


કઈ ખામી ધરાવતી સ્ત્રીમાં અંડપિંડો અલ્પવિકસિત હોય છે ?

Hide | Show

જવાબ : ટર્નર્સ સિન્ડ્રોમ


કઈ ખામીમાં દ્વિતીય ગૌણ જાતીય લક્ષણોનો અભાવ હોય છે ?

Hide | Show

જવાબ : ટર્નર્સ સિન્ડ્રોમ


2n + 1, 2n - 1 અને 2n + 2, 2n - 2 કેર્યોટાઇપની પરિસ્થિતિને શું કહે છે ?

Hide | Show

જવાબ : એન્યુપ્લોઇડી


જનીનો અને પુનઃસંયોજનની ટકાવારી વચ્ચેનું અંતર શું દર્શાવે છે ?

Hide | Show

જવાબ : સીધો સંબંધ દર્શાવે છે.


એક વ્યક્તિનો જનીન પ્રકાર  છે, જે AB રુધિરજૂથ ધરાવે છે. આ કોને કારણે દર્શાવાય છે ?

Hide | Show

જવાબ : સહ-પ્રભાવિતા


શેમાં ZZ/ZW પ્રકારનું લિંગનિશ્ચયન જોવા મળે છે ?

Hide | Show

જવાબ : મોર


બે ઊંચા છોડ વચ્ચે પરફલન કરાવતાં તેને પરિણામે પ્રાપ્ત સંતતિ કેટલાક વામન છોડ ધરાવે છે, તો તે બંને પિતૃઓનો જનીન પ્રકાર કયો હોઈ શકે ?

Hide | Show

જવાબ : Tt અને Tt


દ્વિસંકરણમાં જો તમે 9 : 3 : :3 : 1 નું ગુણોત્તર પ્રમાણ નોંધો છો, તે દર્શાવે છે કે,

Hide | Show

જવાબ : બે જનીનોનાં વૈકલ્પિક કારકો એકબીજાંથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે.


અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિનું જ્ઞાન કયારે પ્રાપ્ત થઇ ગયું હતું?

Hide | Show

જવાબ : 1902 સુધી


આનુવંશીકતા સંબંધી મેન્ડેલના પરિણામોનું પુનઃસંશોધન કોણે કર્યું હતું ?

Hide | Show

જવાબ : દ-વ્રીઝ, કોરેન્સ, શેરમાર્ક


મેન્ડેલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા કોણે સમજાવ્યા હતા ?

Hide | Show

જવાબ : થિયોડોર બોવરી અને વાલ્ટર સટન


રંગસૂત્રોના વિશ્લેષણને મેન્ડેલના સિદ્ધાંતો સાથે કોણે જોડ્યા હતા ?

Hide | Show

જવાબ : વાલ્ટર સટન


બે જનીનોના ભૌતિક સંયોજન માટે સહલગ્નતા શબ્દ કોણે આપ્યો હતો ?

Hide | Show

જવાબ : મોર્ગન


આનુવંશીકતા સંબંધી મેન્ડેલના પરિણામોનું પુનઃસંશોધન કયારે થયુ ?

Hide | Show

જવાબ : .સ. 1900


રંગસૂત્રોમાં જનીનોના જોડની સ્થિતિઓનો નકશો કોણે દર્શાવ્યો હતો ?

Hide | Show

જવાબ : અલ્ફ્રેડ સ્ટરટીવેન્ટ


આનુવંશીકતાનો રંગસૂત્રીયવાદ કોણે આપ્યો હતો ?

Hide | Show

જવાબ : વાલ્ટર સટન


લિંગ નિશ્ચયનમાં કયા રંગસૂત્રની મહત્વની ભૂમિકા હોય છે ?

Hide | Show

જવાબ : X


પ્લીઓટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર કયા પથ પર થાય છે ?

Hide | Show

જવાબ : ચયાપચયીક પથ


જનીનવિધ્યા કોને કહે છે? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : તમે ક્યારે વિચાર્યુ છે કે હાથીનાં બચ્ચાં કેવી રીતે હાથી જેવાં જ હોય છે ? કેરીના ગોટલામાં આંબો જ ઊગે છે, શા માટે? સંતતિ, તેમના પિતૃઓને મળતી આવે છે. એક જ કુટુંબના બાળકો એકબીજાને મળતા આવે છે તેમ છતાં તેમનામાં કેટલીક, અસમાનતા પણ હોય છે. કેમ? આવા, અને સંબંધિત પ્રશ્નો સાથે, વૈજ્ઞાનિક રીતે જીવવિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે તે જનીનવિઘા તરીકે ઓળખાય છે.         આ વિષય આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. આનુવંશિકતાનો અર્થ થાય છે કે એક પેઢીથી બીજી પેઢીમાં વારસાગત રીતે લક્ષણોનું વહન. તેની માહિતી ફલિતાંડ માં હોય છે.         ભિન્નતા (variation) જેના દ્વારા સંતતિઓ તેમના પિતૃઓથી જુદી પડે છે એક જ જાતિની વ્યક્તિઓમાં ઉદ્ભવતા જુદાપણાને ભિન્નતા કહે છે. લિંગી પ્રજનનને કારણે દરેક સજીવ નવી પેઢીની સંતતિ ઉત્પન્ન કરે છે, જે પિતૃઓ જેવી હોય છે. તેમ છતાં દરેક જાતિને પોતાની લાક્ષણિકતા હોય છે. તેથી, તબક્કાવાર અને સતત ફેરફારની પ્રક્રિયાઓથી સજીવો ઉત્ક્રાંતિ પામ્યાં જે બહોળી વિવિધતા ધરાવે છે.


આનુવંશિકતાની ઐતિહાસિક પશ્વાદ ભૂમિકા જણાવો.

Hide | Show

જવાબ : ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. આ જ્ઞાન મનુષ્યને ઈ.સ. પૂર્વે 8000-1000 B.C. માં પ્રાપ્ત થયું. ઘોડાઓ, ગધેડાઓમાં અને ખચ્ચરમાં પસંદગી પાત્ર સંકરણ આશરે 6000 વર્ષો પહેલાં પણ બેબિલોન અને એસિરિયાની પ્રાચીન સંસ્કૃતિ દ્વારા કરાવવામાં આવતું હતું.         તેમણે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉપસ્થિત વન્ય વસતિનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી તેમનું પ્રજનન કરાવ્યું તથા ઇચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કર્યા. ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ (પૂર્વજ) વન્ય ગાયોમાંથી ભારતીય જાતો (breeds)થી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. ઉદા. પંજાબની શાહિવાલ ગાય.         આપણે એ માનવું પડશે કે, આપણા પૂર્વજો લક્ષણોનાં વારસાગમન અને ભિન્નતા વિશે જ્ઞાન ધરાવતા હતા પણ ઘટનાઓના વૈજ્ઞાનિક સંદર્ભની માહિતી ખૂબ ઓછી હતી.


પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.

Hide | Show

જવાબ : પુનેટ સ્કવેર દ્વારા અનિયમિત ફલનના પરિણામ સ્વરૂપ 1/4th TT, 1/2th Tt અને 1/4th જોઈ શકાય છે. જોકે  માં જનીન પ્રકાર Tt હોય છે પણ સ્વરૂપ પ્રકાર ઊંચા જોવા મળે છે.  માં 3/4th ઊંચા જેમાં કેટલાક TT અને જ્યારે અન્ય Tt જનીન સ્વરૂપ ધરાવતા હતા. બાહ્ય સ્વરૂપથી તેઓને ઓળખી શકાતા નથી કે તેઓમાં જનીન પ્રકાર TT કે Tt છે. આથી જનીન પ્રકાર Tt માંથી માત્ર એક જ લક્ષણ ‘T’ ઊંચાની અભિવ્યક્તિ થાય છે.


પુનેટ સ્કવેરમાં મળતાં પરિણામોને ગાણિતિક રીતે કેવી રીતે વ્યક્ત કરી શકાય?

Hide | Show

જવાબ : પુનેટ સ્કવેરમાં મળતાં TT:Tt:tt:1:2:1 પ્રમાણને ગાણિતિક દ્વિપદી સંઘન્યતા ( માં વ્યક્ત કરી શકાય છે. જેમા  અને જન્યુઓ સમાન આવૃત્તિ 1:1 માં રહે છે.


મૅન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું?

Hide | Show

જવાબ : મૅન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય 1865 માં પ્રકાશિત કરેલું તેમ છતાં 1900 સુધી તે કાર્ય અજાણ રહ્યું. ત્યારે સંચાર વ્યવહાર સરળ ન હતો. તેનાં લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતાં કારકો અંગેના વિચારો તેમના સમકાલીનોને સ્વીકાર્ય ન હતા.         આ જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથક્કરણ કરી વર્ણન કરવાનો મેન્ડલનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો. કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા. તેમને કોષમાં આ કારકોના સ્થાનની (હાલમાં જનીન કહીએ છે તે) જાણકારી નહોતી. તે દિવસોમાં પ્રજનનમાં કોષકેન્દ્રના ફાળા બાબતે કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના અસ્તિત્વ અંગે જાણ નહોતી.


પ્લીઓટ્રોપી એટલે શું? દ્રષ્ટાંત આપી સમજાવો.

Hide | Show

જવાબ : એક જ જનીન દ્વારા બે અથવા વધારે અસંબંધિત લક્ષણો પર થતી અસરોને પ્લીટ્રોપીઝમ કહે છે. આવા કેટલાંક જનીનો જેઓ અનેક અસરો સાથે સંકળાયેલાં હોય તેને પ્લીટ્રોપિક જનીનો કહે છે.         ઘણા ખરા કિસ્સામાં પ્લીટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચચિક પથ ઉપર થાય છે જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય. ફિનાઈલ કીટોન્યુરિયા (P.K.U.) રોગ તેનું ઉદાહરણ છે જે માનવમાં જોવા મળે છે. આ રોગનું કારણ ફિનાઈલ એલેનીન હાઇડ્રોકઝાયલેઝ ઉત્સેચક માટે સંકેત કરતા જનીનની વિકૃતિ છે. તેનાથી માનસિક મંદતા, વાળ તથા ત્વચાના રંજકકણોમાં ધટાડાને દર્શાવતી સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ આપોઆપ દેખાઈ આવે છે.


લિંગનિશ્ચચન માટેના રંગસૂત્રવાદની માહિતી આપો.

Hide | Show

જવાબ : જનીનિક/રંગસૂત્રો દ્વારા લિંગ નિરિક્ષના પ્રારંભિક સંકેત, શરૂઆતમાં કીટકો પર કરવામાં આવેલા પ્રયોગો પરથી પ્રાપ્ત થયા. હેન્કિંગે (Henking-1891) માં કેટલાક કીટકોમાં શુક્રકોષજનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષકેન્દ્રીય સંરચનાની માહિતી મેળવી.         તેમણે જોયું કે 50% શુક્રકોષોમાં આ સંરચના જોવા મળે છે. બાકીના 50% માં આ રચના જોવા મળતી નથી. હૈન્કિંગે આ રચનાને X-કાય નામ આપ્યું પણ તે તેના મહત્વને સમજાવી શક્યા ન હતા. અન્ય વૈજ્ઞાનિકોએ શોધ દ્વારા નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું X- કાય હકીકતમાં રંગસૂત્ર હતું તેને X રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું.


XO પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિ કોનામાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિ XO પ્રકારની હોય છે. બધા જ અંડકોષોમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ X રંગસૂત્ર હોય છે, કેટલાકમાં હોતું નથી. X રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે અને જો X રંગસૂત્ર રહિત શુક્રકોષો વડે ફલિત થાય તો તે નર બને છે.


XY પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું?

Hide | Show

જવાબ : અહીં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. નરમાં એક રંગસૂત્ર X પણ બીજું સ્પષ્ટ નાનું હોય છે, તેને Y રંગસૂત્ર કહે છે.


પક્ષીઓમાં જોવા મળતા લિંગતિશયમની માહિતી આપો.

Hide | Show

જવાબ : આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદામાં બંનેમાં સરખી હોય છે. પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. માદામાં વિષમયુગ્મતા જોવા મળે છે. માદામાં (ZW) અને નરમાં (ZZ) પ્રકારનાં લિંગી રંગસૂત્રો જોવા મળે છે.


મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે? સમજાવો.

Hide | Show

જવાબ : મનુષ્યમાં 23 જોડી રંગસૂત્રો હોય છે તે પૈકીની 22 જોડ દૈહિક રંગસૂત્રો ધરાવે છે. તે સ્ત્રી તથા પુરુષમાં સમાન હોય છે. સ્ત્રીમાં 23 મી જોડી બે એકસરખા X રંગસૂત્રો ધરાવે છે. પુરુષમાં 23 મી જોડીનું એક રંગસૂત્ર Y અને તેનું સમયુગ્મી રંગસૂત્ર Y હોય છે જે કદમાં નાનું હોય છે.         સ્ત્રીમાં અંડકોષો એક જ પ્રકારના હોય છે. દરેક અંડકોષ 22 દૈહિક રંગસૂત્રો અને એક X લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના હોય છે. કુલ પૈકીના અડધા શુક્રકોષો 22 દૈહિક રંગસૂત્રો અને એક X લિંગી રંગસૂત્ર, જયારે બાકીના અડધા શુક્રકોષો 22 દૈહિક રંગસૂત્રો અને એક Y રંગસૂત્ર ધરાવે છે.         શિશુ પુત્ર/પુત્રી થશે તેનો આધાર શુક્રકોષ પર રહેલ છે. જે અંડકોષને ફલિત કરે છે. આથી સ્પષ્ટ છે કે શિશુનું લિંગ નિશ્ચયન શુક્રકોષની આનુવંશિક સંરચના દ્વારા જ નક્કી થાય છે. તેમજ પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુ નર/માદા તરીકે વિકસવાની સંભાવના 50 % જેટલી ધરાવે છે.


નર અને માદા મધમાખીમાં કયા પ્રકારનું કોષવિભાજન જોવા મળે છે?

Hide | Show

જવાબ : સંતતિ જો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા (queen-રાણી worker-કાર્યકર) તરીકે વિકસે છે. માદા જ્યારે સામાન્ય પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય (16) હોય છે. આને એકકીય-દ્વિતીય જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદામાં અર્ધસૂત્રીભાજન થતું જોવા મળે છે.


મધમાખીમાં લિંગનિશ્ચયનની ક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : મધમાખીમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાને એકકીય અને દ્વિકીય પ્રક્રિયા પણ કહે છે. ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટનાને અસંયોગીજનન કહે છે. અસંયોગીજનનથી ઉત્પન્ન થતી જાત અસંયોગજ કહેવાય છે. તે નર તરીકે વિકસે છે તેને ડ્રોન કહે છે. આ કીટકો 32 રંગસૂત્રો પૈકી ફક્ત 16 રંગસૂત્રો ધરાવે છે.         સંતતિ જો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા (queen-રાણી worker-કાર્યકર) તરીકે વિકસે છે. માદા જ્યારે સામાન્ય પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય (16) હોય છે. આને એકકીય-દ્વિતીય જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદામાં અર્ધસૂત્રીભાજન થતું જોવા મળે છે.


મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે શું? તેના કેટલાંક ઉદાહરણોનો ઉલ્લેખ કરો.

Hide | Show

જવાબ : જનીનિક અનિયમિતતાઓને બે વર્ગમાં મૂકી શકાય છે: (a) જનીનિક અનિયમિતતાઓ (b) રંગસૂત્રીય અનિયમિતતાઓ. મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે, જેમાં એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઊતરે છે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. આ પ્રકારની મૅન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે.         મેન્ડેલિયન વિકારોનાં સામાન્ય ઉદાહરણ હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલસેલ એનીમિયા, રંગઅંધતા, ફિનાઈલ કિટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી કે પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. આ લક્ષણ લિંગ-સંકલિત પણ હોઈ શકે છે. X સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને મળે છે.


રંગઅંધતાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં પુરુષમાં વધુ હોય છે. કેમ?

Hide | Show

જવાબ : રંગઅંધતા આ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે. જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે.         આ ખામી X રંગસૂત્ર પર હાજર કેટલાંક જનીનોની વિકૃતિને કારણે થાય છે. આ આશરે 8% નરોમાં જયારે 0.4 % સ્ત્રીઓમાં જોવા મળે છે.


લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીનું રંગઅંધતાના વંશાવળી પૃથક્કરણ દ્વારા વર્ણન કરો.

Hide | Show

જવાબ : રંગઅંધતા આ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે. જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે.         આ ખામી X રંગસૂત્ર પર હાજર કેટલાંક જનીનોની વિકૃતિને કારણે થાય છે. આ આશરે 8 % નરોમાં જયારે 0.4 % સ્ત્રીઓમાં જોવા મળે છે.         લાલ-લીલા રંગની અંધતા માટેના જનીનો X રંગસૂત્ર પર આવેલા છે. નર ફક્ત એક જ અને માદા બે રંગસૂત્ર ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગઅંધ થવાની શક્યતાઓ 50% જેટલી છે.  માતા પોતે રંગઅંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે, તેની અસર તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવાય છે.         સામાન્ય રીતે પુત્રી રંગઅંધ હોતી નથી જયાં સુધી તેની માતા વાહક અને પિતા રંગઅંધ હોય.


ટૂંક નોંધ લખો: હિમોફિલિયા

Hide | Show

જવાબ : આ લિગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વિસ્તૃત અભ્યાસ થઈ ચુક્યો છે, જેમાં સામાન્ય વાહક માદામાંથી અમુક નર સંતતિમાં રોગના ફેલાવો થાય છે. તે રુધિર ગંઠાવાની ક્રિયામાં રુકાવટ કરતો રોગ છે. રુધિરમાં રહેલું એન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટેના કારક ની ગેરહાજરીથી આ રોગ થાય છે. એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી.         વિષમયુગ્મી માદા દ્વારા હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. માતાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત્‌ હોય છે. કારણ કે તેમાં માતા વાહક એના અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે (જે વધુ ઉંમર સુધી જીવિત નથી રહેતા). રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા અનેક સંતાનો દર્શાવે છે. કારણ રાણી હિમોફિલીક હતા.


લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : મનુષ્યમાં રંગસૂત્રોની કુલ સંખ્યા 23 જોડ (46) છે. તેમાંથી 22 રંગસૂત્રોની જોડ દૈહિક રંગસૂત્ર હોય છે. અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે. દૈહિક રંગસુત્રોની સંખ્યામાં વધઘટને પરિણામે સર્જાતી અનિયમિતતા હોતી નથી જયારે લિંગી રંગસૂત્રોની અનિયમિતતાઓ આનુવંશિકતા દર્શાવે છે. ક્યારેક વ્યક્તિમાં એક રંગસૂત્ર વધુ જોવા મળે છે(ટ્રાયસોમી). ક્યારેક એક રંગસૂત્રની ઘટ પડે છે (મોનોસોમી). રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ ડાઉન્સ સિન્ડ્રોમ, ટર્નસ સિન્ડ્રોમ, ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વગેરે છે.


વૈજ્ઞાનિક કારણો આપો: મેન્ડલની સફળતાનું કારણ તેના વટાણાનાં છોડની પ્રયોગ માટેની પસંદગી હતી.

Hide | Show

જવાબ : મૅન્ડલની સફળતાના કારણો નીચે પ્રમાણે છે:

  • સરળતાથી પરફલન પ્રેરી શકાય છે.
  • વટાણાનો છોડ ખુલ્લી જગ્યાએ ઉછેરી શકાય છે.
  • વટાણાનો છોડ સામાન્ય રોતે સ્વફ્લન કરે છે.
  • વટાણાનો છોડ સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણો ધરાવે છે.
  • વિપુલ સંતતિ પ્રાપ્ત થાય છે.


વૈજ્ઞાનિક કારણો આપો: રંગઅંધતા સામાન્ય રીતે પુરુષોમાં જ જોવા મળે છે.

Hide | Show

જવાબ : રંગઅંધતા પ્રચ્છન્ન જનીન CC દ્વારા સર્જાય છે. રંગઅંધતાના X રંગસૂત્ર પર આવેલાં હોય છે. તેનાં વૈકલ્પિક કારકો Y જનીનો રંગસૂત્ર પર ગેરહાજર હોય છે. આ રોગ પુરુષમાં જ જોવા મળે છે. સ્ત્રી રંગઅંધતાની વાહક હોઈ શકે પણ લક્ષણો દર્શાવતી નથી.


વૈજ્ઞાનિક કારણો આપો: બીટા થેલેસેમિયાનું પરીક્ષણ લગ્નગ્રંથિથી જોડાતાં પહેલાં કરવું જોઈએ.

Hide | Show

જવાબ : થેલેસેમિયાની ખામી ધરાવનારના લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી. થેલેસેમિયામાં  ગ્લોબિન અણુની સાંકળનું ઉત્પાદન અસરકર્તા છે.  થેલેસેમિયા એકલ જનીન HBB જે દરેક પિતૃના 11 મા રંગસૂત્ર પર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત થાય છે અને તે એક અથવા બંને એક જનીનમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે.


વૈજ્ઞાનિક કારણો આપો: જનીનિક અવ્યવસ્થામાં વંશાવળી પૃથક્કરણ અગત્યનો ભાગ ભજવે છે.

Hide | Show

જવાબ : વંશાવળી પૃથક્કરણ દ્વારા જનીનિક અનિયમિતતાઓ સમજાવી શકાય છે. મૅન્ડલના કાર્યના સંશોધનો પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોની ભાત ના પૃથક્કરણ કરવાનો અભ્યાસ શરૂ થયો. માનવ કુટુંબમાં અનેક પેઢીઓએ ધરાવતા કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ આ પ્રકારના પૃથક્કરણમાં કોઈ એક ખાસ લક્ષણના ઇતિહાસની પ્રથમ માહિતી એકઠી કરાય છે. ત્યાર પછી ચાર્ટ દ્વારા તે લક્ષણની અભિવ્યક્તિને દર્શાવવામાં આવે છે.


વૈજ્ઞાનિક કારણો આપો: લિંગી પ્રજનન કરતી જાતિઓમાં જનીનિક ભિન્નતા જોવા મળે છે.

Hide | Show

જવાબ : હંમેશાં એવું હોતું નથી કે સંતતિ તેના પિતૃઓને મળતી જ આવે, તેઓ પિતૃઓથી અલગ પણ પડતા હોય છે. પ્રાથમિક રીતે લિંગી પ્રજનન કરતી જાતિઓમાં જનીનિક ભિન્નતા વિકસતી હોય છે. તેનું કારણ એ છે કે પિતૃજનીનો નવાં જોડાણો વખતે અદલાબદલી પામતાં હોય છે. એટલે સંતતિ નવું જનીનપ્રકાર ધરાવે છે.


વૈજ્ઞાનિક કારણો આપો: વિકૃતિ એ કોષવિભાજનમાં થતી ભૂલ છે.

Hide | Show

જવાબ : વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે DNA ના અનુક્રમ માં વૈકલ્પિક ફેરફાર થાય છે તેના પરિણામે સજીવના જનીન સ્વરૂપ અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન થાય છે. પ્રત્યેક રંગસૂત્રિકા, એક છેડાથી બીજા છેડા સુધી ગૂંચળા સ્વરૂપે DNA કુંતલ ધરાવે છે. DNA ના ખંડનો લોપ, દ્વિગુણન રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે. કેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત માનવામાં આવે છે, માટે રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણ અને વિપથનને દર્શાવે છે.


શબ્દભેદ સમજાવો: પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન

Hide | Show

જવાબ : પ્રભાવી જનીન: જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી. પ્રચ્છન્ન જનીન: જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં પોતાનાં લક્ષણોની અભિવ્યક્તિ નથી કરી શકતું.


શબ્દભેદ સમજાવો: સમયુગ્મી અને વિષમયુગ્મી

Hide | Show

જવાબ : સમયુગ્મી: સમાન જનીનોની જોડને સમયુગ્મી કહે છે. દા.ત., TT વિષમયુગ્મી: બે અસમાન જનીનોની જોડને વિષમયુગ્મી કહે છે. જેમાં એક પ્રભાવી, બીજું પ્રચ્છન્ન હોય છે. દા.ત., Tt


શબ્દભેદ સમજાવો : બહુજનીનિક વારસો અને બહુવિકલ્પી વારસો

Hide | Show

જવાબ : બહુજનીનિક વારસોઃ એક લક્ષણનું વહન કરવા માટે એક કરતાં વધારે જનીનો જરૂરી હોય તેવા વારસાને બહુજનીનિક કહે છે. બહુવિકલ્પી વારસો: એક જ કારક એક કરતાં વધુ લક્ષણોની અભિવ્યક્તિ કરે છે. ઉદા. ઢોરની રુંવાટીનો રંગ


શબ્દભેદ સમજાવો: હેપ્લોઇડી અને પોલિપ્લોઇડી

Hide | Show

જવાબ : હેપ્લોઇડી: બધાં જ રંગસૂત્રોની જોડમાં માત્ર એક-એક રંગસૂત્ર જોવા મળે (n) તો તેને હેપ્લોઇડી કહે છે. પોલિપ્લોઇડી: પ્રત્યેક રંગસૂત્રીય જોડમાં બે કરતાં વધારે રંગસૂત્રો હોય. 30, 4n, 5n..


શબ્દભેદ સમજાવો: યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી:

Hide | Show

જવાબ : યુપ્લોઇડી: રંગસૂત્રની પ્રત્યેક રોડમાં એક રંગસૂત્રોનો ઘટાડો કે એકથી વધુ રંગસૂત્રોનો વધારો થાય. એક્યુપ્લોઇડી: રંગસૂત્રોની સંખ્યાકીય કોઈ એક જોડમાં થતો વધારો/ઘટાડો છે.


મેન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.

Hide | Show

જવાબ : વટાણાનો છોડ વર્ષાયુ છે જે એક જ વર્ષમાં પરિણામ આપે છે. એક પેઢીમાં વટાણાના છોડ દ્વારા મોટા પ્રમાણમાં બીજ ઉત્પન્ન થાય છે. વટાણાના છોડનું જીવનચક્ર ટૂંકું હોય છે. વટાણાનો છોડ વિરોધાભાસી લક્ષણો ધરાવે છે. વટાણામાં પરફલન સહેલાઈથી કરાવી શકાય છે. વટાણાની સંકર જાતો ફળદ્રપ હોય છે.


નીચેનામાં ભેદ સ્પષ્ટ કરો:

(i) પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન

(ii) સમયુગ્મી અને વિષમયુગ્મી

(iii) એકસંકરણ અને દ્વિસંકરણ

Hide | Show

જવાબ : (i) પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન: પ્રભાવી જનીન: જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી. પ્રચ્છન્ન જનીન: જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં પોતાનાં લક્ષણોની અભિવ્યક્તિ નથી કરી શકતું. (ii) સમયુગ્મી અને વિષમયુગ્મી: સમયુગ્મી: સમાન જનીનોની જોડને સમયુગ્મી કહે છે. દા.ત., TT વિષમયુગ્મી: બે અસમાન જનીનોની જોડને વિષમયુગ્મી કહે છે. જેમાં એક પ્રભાવી, બીજું પ્રચ્છન્ન હોય છે. દા.ત., Tt (iii) એકસંકરણ અને દ્વિસંકરણ એકસંકરણ: બે (2) વિરોધાભાસી લક્ષણોમાં સંકરણને એકસંકરણ કહે દ્વિસંકરણ : ચાર (4) વિરોધાભાસી લક્ષણો વચ્ચેના સંકરણને દ્વિસંકરણ કહે છે.


જનીનવિઘામાં ટી.એચ.મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.

Hide | Show

જવાબ : થોમસ હન્ટ મોર્ગને રંગસૂત્રો માટે સંલગ્નતાવાદ તેના ફળમાખ પરના પ્રયોગો દ્વારા સમજાવ્યો છે. તેણે સંલગ્નતાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. લિંગ સંલગ્નતા શોધી અને રંગસૂત્રનાં મૅપિંગ માટેની ટેકનીક (પદ્ધતિ)ની શોધ કરી તેમણે જનીન વાદ' નામનું પુસ્તક લખ્યું હતું. 1933 માં તેમને નોબલ પારિતોષિક એનાયત કરાયું હતું.


શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત?

Hide | Show

જવાબ : જો એક જ રંગસૂત્ર પર લક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એ જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. સંલગ્નતાની ટકાવારી, જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.


કેટલાંક લક્ષણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે.

Hide | Show

જવાબ : સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ? આનુવંશિકતાના અભ્યાસ માટે સજીવોને પસંદ કરવાના માપદંડ: (a) ટૂંકો આયુષ્ય કાળ (b) સરળતાથી જોઈ શકાય અને અલગ લક્ષણો. (c) સરળ પરાગનયન પ્રક્રિયા (d) સજીવ સાચાં સંકરિત (e) જન્યુઓનું ફલન અવ્યવસ્થિત (f) સહેલાઈથી વાપરી શકાય.


$ F_1 $ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચા છોડથી પરાગનયન કરાવ્યું. પણ $ F_2 $ પેઢી મેળવવા માટે તેણે ફક્ત ઊંચા $ F_1 $ છોડનું સ્વફલન થવા દીધું. કેમ?

Hide | Show

જવાબ : જન્યુનિર્માણ દરમિયાન લક્ષણો છૂટાં પડે છે, શુદ્ધ સંકરિત પિતૃ અને $ F_1 $ વિષમયુગ્મી નિર્માણ કર્યા. ફક્ત બધા જ શક્ય પુનઃ સંયોજનો મળી શકે છે કારણ ફલન અવ્યવસ્થિત હોય છે.


'જનીનો' ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. સમજાવો.

Hide | Show

જવાબ : નીચેના પ્રયોગથી આ વિધાન સમજાવી શકાય છે. બીડલ અને ટાટમે પ્રયોગ દ્વારા પુરવાર કર્યું કે એક જનીન ચોક્કસ લક્ષણ ધરાવે છે અને એક ઉત્સેચક કે પ્રોટીન નિર્માણ માટે જવાબદાર છે. તેઓએ ન્યુરોસ્પોરા કાસા પર પ્રયોગ કર્યો જે પોષક રીતે વિકૃત હતા તે સાબિત થયેલ છે. એક પ્રોટીન ધણા પોલિપેપ્ટાઇડ ધરાવે છે અને પ્રત્યેક પોલિપેપ્ટાઇડ અલગ જનીનથી નિયંત્રિત થાય છે, તેથી પ્રત્યેક જનીન ચોકકસ લક્ષણ અભિવ્યક્ત કરે છે. આ વાદનો એક જનીન-એક કન્સેચક કે એક જનીન-એક પોલિપેપ્ટાઇડ સિદ્ધાંત કહે છે.


ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રોતે પડે છે? તેનું મહત્ત્વ સમજાવો.

Hide | Show

જવાબ : કારકો બહુરૂપ હોય છે જે તેમનાં ન્યુક્લિઓટાઇડ ક્રમથી અલગ પડે છે. પરિણામે અલગ દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ દર્શાવે છે. કારકો એક જ જનીનનાં વૈકલ્પિક સ્વરૂપ છે. ઉદા. ઊંચાઈના જનીનના બે કારકો છે, એકવામનતા (f) અને બીજું ઊંચાઈ માટેનું (T). અગત્યતા: (i) લક્ષણ-એકથી વધુ વિભિન્ન દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ ધરાવી શકે તેથી વસતિમાં વિવિધતા જોવા મળે. (ii) તેનો ઉપયોગ આનુવંશિકતાના અભ્યાસ અને તેની વર્તણૂક સમજવા માટે થઈ શકે છે.


લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.

Hide | Show

જવાબ : હકીકતમાં જનીન દ્વારા દેખાવ સ્વરૂપ નિશ્ચિત થતું નથી. વાતાવરણ પણ લક્ષણોની અભિવ્યક્તિમાં ભાગ ભજવે છે. જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ સક્રિય હોય છે. તેમની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા દરમિયાન ખૂલ બંધ થાય છે.         આંતરિક પરિબળો જેવાં કે અંત: સ્ત્રાવ, ચયાપચય-જનીન અભિવ્યક્તિને અસરકત હોય છે. બાહ્ય પરિબળો, તાપમાન પ્રકાશ, પોષણ પણ જનીન અભિવ્યક્તિને અસર કરે છે અને છેવટે દેખાવ સ્વરૂપ ફેરફારો સૂચવે છે. તેથી આપણે કહી શકીએ કે જનીનો ક્ષમતા અને વાતાવરણ લક્ષણોની અભિવ્યક્તિ માટેની તક પૂરી પાડે છે.


ખરબચડાં દેખાવ સ્વરૂપ વટાણાનાં બીજના જનીનિક આધારની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : બીજનો આકાર એક જનીન, જેમાં (R) કારક ગોળ અને કારક (r) ખરબચડાં આકાર માટે છે. જો બીજના આકારનું નિયંત્રણ કરતાં જનીનના કા૨ક સમયુગ્મી હોય તો તે જ કારકનાં દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. દા.ત., RR ગોળ, rr ખરબચડાં.         બીજી બાજુ એ જનીનના કારકો વિષમયુગ્મી હોય તો તે પ્રભાવી કારકનાં દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. દા.ત., Rr ગોળ બીજ (r ખરબચડાં પ્રચ્છન્ન).


લક્ષણોમાં બહુકારકતા હોય તો પણ વ્યક્તિ ફક્ત તે લક્ષણ માટેનાં બે જ કારકો ધરાવે છે. કેમ?

Hide | Show

જવાબ : બહુવિકલ્પી કારકો જનીનના ગુણિત સ્વરૂપ છે જે એક જ જનીન સ્થાન પર ઉત્પન્ન થાય છે, પણ વિવિધ સજીવોમાં જનીન પુલ દ્વારા વહેંચાતા, ફક્ત બે કારકોનું વહન કરે છે અને જન્યુમાં ફક્ત એક જ કારક હોય છે. બહુવિકલ્પી કારકતા હોવા છતાં, વ્યક્તિમાં ફક્ત બે કારકો જોવા મળે છે. કારણ વ્યક્તિ ફલિતાંડમાંથી વિકાસ પામે છે જે અંડકોષ અને શુક્રકોષના જોડાણથી થાય છે. શુક્રકોષ અને અંડકોષમાં એક જ જનીન (કારક) લક્ષણ માટે હોય છે, ફલિતાંડ જયારે દ્વિકીય બને ત્યારે પ્રત્યેક લક્ષણનાં બે કારકો ધરાવે છે.


વિકૃતિ પ્રેરક વિકૃતિ કેવી રીતે પ્રેરે છે? ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : વિકૃતિ પ્રેરક ભૌતિક દા.ત., આયોનાઇઝંગ રેડિયેશન, x-કિરણ, ગામા-કિરણ, UV- કિરણ, DNA પ્રક્રિયક રસાયણો દા.ત., હાઇડ્રોક્સિલ રેડિકલ્સ, $ H_20_2 $, વગેરે અથવા જૈવિક જેમ કે વાઇરસ હોઈ શકે છે. વિકૃતિ પ્રેરક બેઇઝ અનુક્રમમાં આરોપણ, લોપ કે અવેજી દ્વારા વિકૃતિ પ્રેરે છે. ઉદા. $ B$ ગ્લોબિનના 6th સંકેતમાં એક બેઇઝ અનુક્રમમાં સંકેત GAG ને બદલે GUG બદલાય છે. તેના પરિણામે બ્યુટામિક એસિડ (Glu) ને બદલે B ગ્લોબિન શૃંખલાના 6th સ્થાને વેલાઇન હિમોગ્લોબિન અણુમાં દાખલ થાય છે. વિકૃત હિમોગ્લોબિન અણુ બહુલીકરણ પામે છે, ઓછા છે, દબાણને લીધે RBC નો આકાર દ્વિઅંતગળને બદલે દાતરડા જેવો થઈ જાય છે જે કાર્યશીલ નથી.


ડાઉન્સ સિન્ડ્રોમ શું છે? તેનાં લક્ષણો અને કારણો જણાવો. માતાની ઉંમર 40 વર્ષથી વધુ હોય તો બાળકનાં ડાઉન્સ સિન્ડ્રોમની શક્યતાઓ વધે છે. કેમ?

Hide | Show

જવાબ : ડાઉન્સ સિન્ડ્રોમ મનુષ્યમાં જનીનિક અનિયમિતતા, ટ્રાયસોમી 21 મા રંગસૂત્રની છે. આ વ્યક્તિ એન્યુપ્લોઇડી ધરાવે છે અને 41 રંગસૂત્રો ધરાવે છે. ડાઉન્સ સિન્ડ્રોમનાં લક્ષણો: (i) માનસિક મંદતા (ii) વૃદ્ધિની અનિયમિતતા (iii) મોં ખુલ્લું રહે છે. (iv) વામનતા વગેરે અને જનનપિંડો અલ્પવિકસિત.         અનિયમિતતાનું કારણ નોન ડિસ્કેક્શન-છે. ઉંમર વધતાં રંગસૂત્રોની છૂટાં પડવાની ક્રિયા પર અસર થાય છે.


જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રોતે નિશ્ચિત થાય છે?

Hide | Show

જવાબ : આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સટન અને બોવરી દ્વારા પ્રતિપાદિત કરાયો. આ વાદ માને છે કે રંગસૂત્રો આનુવંશિક માહિતી માટેના વાહકો છે, મેન્ડેલિયન કારકો કે જનીનો ધરાવે છે અને રંગસૂત્રો સ્વતંત્ર રીતે છૂટાં પડી એક પેઢીથી બીજી પેઢીમાં વહન પામે છે.


સાચી પ્રજનન-દિશાનાં લાક્ષણિક લક્ષણો કયાં હોય છે?

Hide | Show

જવાબ : સતત સ્વપરાગનયનનાં પરિણામે સ્થાયી લાક્ષણિક આનુવંશિકતા અને કેટલીક પેઢી સુધીની અભિવ્યક્તિ સાચું પ્રજનન છે. સાચાં પ્રજનન દિશાનાં લાક્ષણિક લક્ષણો: (i) કૃત્રિમ સંકરણ માટે તેઓ પિતૃ તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ તેઓ સમાન લક્ષણો ધરાવતાં જન્યુઓ ઉત્પન્ન કરે છે. (ii) જનીનસ્વરૂપ નક્કી કરવા, ટેસ્ટ ક્રોસમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે.


લાલ - લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે?

Hide | Show

જવાબ : રંગઅંધતા X સંલગ્ન લિંગી આનુવંશિકતા છે. રંગઅંધ બનવા માટે સ્ત્રીમાં તેનાં બંને રંગસુત્રો પર કારકો હોવાં જોઈએ અને જો ફક્ત એક જ રંગસૂત્ર પર રંગઅંધતાના લક્ષણ માટેનો કારક હોય તો તે રંગઅંધતાના લક્ષણ માટેની વાહક બને છે. પણ નરમાં તેના એક જ X રંગસૂત્ર પરનો કારક હોય તો તે રંગઅંધ બને છે. આમ, નરમાં રંગઅંધતાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે.


જો પિતા અને પુત્ર લાલ-લીલી દ્રષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય? સૂચન આપો.

Hide | Show

જવાબ : રંગઅંધતા માટેનું જનીન X રંગસૂત્ર સંલગ્ન છે,પુત્રને તેનો એકમાત્ર રંગસૂત્ર તરફથી મળે છે, પિતા તરફથી નહીં. મનુષ્યમાં નરથી નરની આનુવંશિકતા X સંલગ્નતા માટે શક્ય નથી. આપેલા કિસ્સામાં પુત્રની માતા વાહક હોવી જોઈએ (વિષમયુગ્મી), તેથી પુત્રમાં જનીનનું વહન દર્શાવે છે.


જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.

Hide | Show

જવાબ : મોર્ગને નાજુક ફળમાખ, ડ્રૉસોફિલા મેલેનોગસ્ટર પર કાર્ય કર્યું, જે નીચેની લાક્ષણિકતાઓને કારણે જનીનવિઘાના અભ્યાસ માટે અનુકૂળ પડે છે. (i) તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થઈ શકે છે. (ii) તેઓ તેમનું જીવનચક બે અઠવાડિયામાં પૂરું કરે છે. (iii) એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે. (iv) સ્પષ્ટ લિંગભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય છે. (v) તેમનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા શકાય છે.


જનીનવિધાના અભ્યાસની દ્રષ્ટિએ રંગસૂત્રો અને જનીનો કઈ સામ્યતાઓ ધરાવે છે?

Hide | Show

જવાબ : 1902 માં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિનો અભ્યાસ કરાયો. વોલ્ટર સટન અને થીઓડોર બોવરીએ નોંધ કરી કે રંગસૂત્રોની વર્તણૂક અને જનીનોની વર્તણૂક સમાનતા ધરાવે છે અને રંગસૂત્રની ગતિનો મૅન્ડલના નિયમો સમજાવવા ઉપયોગ કર્યો. તેમણે સમભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકનો અભ્યાસ કર્યો. રંગસૂત્રો અને જનીનો જોડમાં જોવા મળે છે અને જનીન જોડીના બે કારકો, સમયુગ્મી રંગસૂત્રમાં સમયુગ્મી સ્થાને આવેલાં હોય છે. અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની ગતિ અને જન્યુકોષનું નિર્માણ ચાર રંગસૂત્રો સાથે જન્યુકોષમાં નિર્માણ દરમિયાન રંગસૂત્રો છૂટાં પડે છે.


પુનઃસંયોજન એટલે શું? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે? સમજાવો.

Hide | Show

જવાબ : પિતૃ પ્રકારના જનીનોની અલગ જનીનોનાં નવાં સંયોજનોને પુનઃસંયોજન કહે છે. તે વ્યતિકરણથી, અર્ધીકરણમાં જન્યુ નિર્માણ પહેલાં થાય છે. પુનઃસંયોજનનો ઉપયોગ: (i) તે જનીનોનાં નવાં સંયોજનો દાખલ કરે છે. તેથી નવાં લક્ષણો નિર્માણ થાય છે. (ii) તેને કારણે ભિન્નતા વધે છે જે પ્રાકૃતિક પસંદગી માટે બદલાતાં પર્યાવરણમાં ઉપયોગી બને છે. (iii) વ્યતિકરણની માત્રા બે જનીનોના અંતર પર આધારિત હોય છે. જેથી આ ઘટના સંલગ્ન રંગસૂત્રનાં નકશા તૈયાર કરવા માટે વપરાય છે. (iv) તે પુરવાર કરે છે કે જનીનો રંગસુત્રો પર રેખીય રીતે આવેલાં છે. (v) પુનઃસંયોજનના ઉપયોગથી બ્રીડર્સ ધાન્ય પાકમાં અને પ્રાણીઓમાં નવી ભિન્નતા ઉત્પન્ન કરે છે. જનીનકાંતિ ભારતમાં પસંદગીયુક્ત પુન: સંયોજનથી મેળવાઈ છે.


વંશાવળી પૃથક્કરણનો ઉપયોગ શેમાં થાય છે?

Hide | Show

જવાબ : માનવ જનીનવિઘામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં છે. તેમાં લેવાતાં કેટલાંક સંકેતો ઉપર આકૃતિમાં દર્શાવાયા છે.


નીચેના શબ્દોને ઉદાહરણ સહિત સમજાવો.

(a) સહ-પ્રભાવિતા (b) અપૂર્ણ પ્રભુતા

Hide | Show

જવાબ : (a) સહ-પ્રભાવિતા: જે કારકો તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ સાથે હોય ત્યારે પણ દર્શાવે છે. તેને સહ-પ્રભાવિતા કારકો કહે છે અને ઘટનાને સહપ્રભાવિતા કહે છે. દા.ત., AB રુધિરજૂથની મનુષ્યમાં આનુવંશિકતા. (b) અપૂર્ણ પ્રભુતા: આ ઘટનામાં, બેમાંથી કોઈ પણ વિરોધાભાસી લક્ષણો પ્રભુત્વ નથી દર્શાવતા. : સંકર જાતિમાં લક્ષણની અભિવ્યક્તિ વચગાળાની હોય છે. ઉદા, સફેદ અને લાલ રંગ ધરાવતા પિતૃની  સંતતિ ગુલાબી રંગ દર્શાવે છે.


મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ?

Hide | Show

જવાબ : ઓગણીસમી સદીમાં ત્રણ વૈજ્ઞાનિકોએ દ-વ્રિઝ, કોરેન્સ અને શેરમાક (de-Vries, Correns and von Tschermak) એ સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મૅન્ડલનાં પરિણામોનું પુનઃસંશોધન કર્યું. એ સમયે સૂક્ષ્મદર્શનની તકનીકીમાં પ્રગતિ થઈ રહી હતી અને વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ-વિભાજન જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા.

        કોષકેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી, જે કોષ-વિભાજન પહેલાં સ્વયંજનન તેમજ વિભાજિત પણ થાય છે જેને રંગસૂત્રો કહેવામાં આવ્યા.1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોના હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું.

        વાલ્ટર સટન અને થિયોડોર બોવરી (Walter Sutton and Theodore Boveri) એ દર્શાવ્યું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો જ છે. તેઓએ મૅન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ (નીચેની આકૃતિ)દ્વારા સમજાવ્યા.

કોષ્ટક: રંગસૂત્રો અને જનીનના વર્તણૂકની સરખામણી

I

II

તે જોડમાં હોય છે.      

તે જોડમાં હોય છે.      

જન્યુનિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની દરેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે.

જન્યુનિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે.

 

અલગ-અલગ જોડ એક્બીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે.

એક જોડ, બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે.

 

        કોષવિભાજનની સમભાજન તેમજ અર્ધીકરણ પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂકને ઘ્યાનમાં રાખી તેને સમજી શકાય છે.

        રંગસૂત્રો પણ જનીનોની જેમ જોડમાં આવેલા હોય છે તથા એક જનીનની જોડના બંને એલેલ રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય છે.

        અર્ધીકરણ I ની ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રોની બે જોડ મધ્યાવસ્થા પટ્ટીકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે સરેખિત થાય છે. ડાબા અને જમણા કોલમનાં ચાર અલગ રંગસૂત્ર ની સરખામણી કરતાં સમભાવના I માં નારંગી અને લીલા એકસાથે વિશ્લેષણ પામે, સંભાવના II માં નારંગી, લાલ રંગસૂત્ર સાથે વિશ્લેષણ પામે છે.

        સટન અને બોવરિએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રો ની જોડ બનાવી અને અલગ થવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણ નું કારણ બનશે.

        સટન રંગસૂત્રોના વિશ્લેષણને મૅન્ડલના સિધ્ધાંતો સાથે જોડ્યા તેને આનુવંશિકતાનો રંગસૂત્રિયવાદ કહે છે.


મૅન્ડલના, પ્રયોગના આધારે કારકો પ્રચ્છન્ન લક્ષણો જનીનસ્વરૂપ અને દેખાવ સ્વરૂપની માહિતી આપો.

Hide | Show

જવાબ : મેન્ડલે સૂચિત કર્યું કે, કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. તેમણે આ બાબતોને ‘કારકો’ (factors) તરીકે ઓળખાવ્યા. આજે જેને આપણે જનીનો (genes) તરીકે ઓળખીએ છીએ એટલે કે, જનીનો આનુવંશિકતાના એકમો છે. જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક એલેલ (allele) કહે છે. એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે.

        જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પત્યેક જનીન માટે ઉપયોગ કરીએ તો મોટી લિપિને  તબક્કા અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે ઉપયોગમાં લેવાય. ઉદાહરણ.. ઊંચાઈના લક્ષણમાં ‘ઊંચી’ અભિવ્યક્તિ માટે T અને ‘નીચી’ અભિવ્યક્તિ માટે tનો ઉપયોગ થાય છે. હવે, T અને t એકબીજાનાં એલેલ છે જેની અભિવ્યક્તિ TT, Tt કે tt રીતે થાય.

        જો બંને કારકો સમાન હોય તો TT/tt સમયુગ્મી હશે.TT અને tt છોડનાં જનીન પ્રકાર અને ઊંચા અને નીચા શબ્દ દેખાવ સ્વરૂપ કહેવાય છે.

        અસમાન કારકોની જોડમાં કોઈ એક બીજા પર પ્રભાવી બને છે અને F પેઢીમાં અભિવ્યક્ત થાય છે. તેને પ્રભાવી એલેલ અને અભિવ્યક્ત ન થતા એલેલને પ્રચછન્ન એલેલ કહે છે.

        સમયુગ્મીમાં એલેલ સમાન હોય છે. -TT/ tt પણ વિષમયુગ્મીમાં અસમાન હોય છે જેમ કે Tt. Tt અને tt વચ્ચે કરાવાતાં સંકરણોને એકસંકરણ પ્રયોગ કહે છે.


પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : જયારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અનં નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે છે ત્યારે પિતૃ જોડના એલેલ(Allel) એકબીજાથી અલગ થાય છે અને માત્ર એક જ એલેલ જન્યુમાં પ્રવેશે છે. એલેલ્સનું આ વિશ્લેષણ યાદચ્છિક(random) કે અનિયમિત હોય છે અને જન્યુમાં કોઈ એક એલેલ હોવાની સંભાવના 50% હોય છે. આ સંકર પ્રયોગોનાં પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ પ્રકારે ઊંચા TT છોડમાં (T) એલેલ અને નીચા tt છોડમાં (t) એલેલ હોય છે. ફલન દરમિયાન આ બેમાંથી એક એલેલ પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને બીજું, અંડકોષના માધ્યમમાંથી આવી, જોડાણ પામી યુગ્મનજ બનાવે છે જે (T) અને (t) એલેલ ધરાવે છે.

આ વિરોધાભાસી લક્ષણો (Tt) પ્રદર્શિત કરતો વિષમયુગ્મી (Heterozygous) છોડ બને છે. પુનેટ સ્કેવર(Punnett Square) ઉપરની આકૃતિનાં અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ , અને , સંતતિના છોડને સમજી શકાય છે. તેને બ્રિટીશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી. પુનેટ (Reginald Punnett) દ્વારા વિકસાવવામાં આવી છે. આ આલેખીય રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી માટે વપરાય છે.

        બધાં જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુનાં કોલમમાં બંને બાજુ લખાય છે. બધા સંભવિત સંયોજનોને નીચેના ચોરસ ખાનામાં દર્શાવાય છે. પુનેટ સ્કવેરમાં ઊંચા (T) નર પિતૃ અને નીચા (t) (માદા) છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ અને , સંતતિ Tt થી દર્શાવાય છે. Tt પ્રકારના , ને સ્વપરાગિત કરાય છે.  પેઢીના માદા (અંડકોષ) અને નર (શુક્રકોષ) ને અને સંકેત દ્વારા દર્શાવાય છે. Tt ના  છોડના સ્વફલનથી સરખી સંખ્યામાં T અને t જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ મળે છે. જ્યારે ફલન થાય છે ત્યારે (T) ના પરાગરજ દ્વારા T અને t પ્રકારના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. તે જ રીતે (t) ના પરાગરજના T અને t નાં અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50 % હોય છે. અનિયમિત ફલનનું પરિણામમાં ફલિતાંડ Tt, tt કે Tt જનીન પ્રકારના હોઈ શકે છે. પુનેટ સ્કવેરના અનિયમિત ફલનનું પરિણામ ¼ TT, ½ Tt અને ¼ tt જોઈ શકાય છે.  માં જનીન પ્રકાર Tt પણ સ્વરૂપ પ્રકાર ઊંચા જોવા મળે છે.  માં ¾ ઊંચા (TT કે Tt) બાહ્ય સ્વરૂપથી અલગ પડતાં નથી. આમ જનીન પ્રકાર Tt માં માત્ર એક જ લક્ષણ T ની અભિવ્યક્તિ થાય છે. આમ, લક્ષણ T, t પર પ્રભાવી છે.  માં સ્વરૂપ પ્રકાર 3:1 પણ જનીનસ્વરૂપ 1: 2: 1 જોવા મળે છે.


કસોટી સંકરણ એટલે શું? તે શા માટે જરૂરી છે?

Hide | Show

જવાબ : મેન્ડલે  છોડને સ્વફલન કરાવ્યાં અને જોયું કે  અને  પેઢીઓમાં ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થયા તેથી તેણે તારણ કર્યું કે તે સમયુગ્મી (homozygous) tt પ્રકાર હશે. ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે પણ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાની માહિતી મળતી નથી. ઉદાહરણ તરીકે  અને  ના ઊંચા છોડનો જનીન પ્રકાર TT અથવા Tt છે. એવું અનુમાન થઈ શકતું નથી. એટલા માટે  ના ઊંચા છોડના જનીન પ્રકાર નિર્ધારણ માટે મેન્ડલે ના ઊંચા છોડને, નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. આને કસોટી સંકરણ (test cross) કહે છે.

        લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ (અહીં વટાણાના છોડ) પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે (અને જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે) તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે.

ઉપરની આકૃતિમાં દર્શાવેલ લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં જાંબલી રંગના પુષ્પ (W) સફેદ રંગના પુષ્પ (w) પર પ્રભાવી છે. એકસંકરણ પ્રયોગના પોતાનાં નિરીક્ષણોના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેની સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા. આજે આ નિયમો આનુંવંશિક્તાના સિદ્ધાંતો અથવા નિયમો (Principles or Laws of Inheritance) કહેવાય છે.


સહપ્રભાવિતા કોને કહે છે? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો.

Hide | Show

જવાબ : સહપ્રભાવિતામાં પ્રભાવી તેમજ પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધોનો અભાવ હોય છે અને બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે.

        આ કિસ્સાનાં પ્રભાવી લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ સાથે મિશ્રિત થતું નથી. સહપ્રભાવિતામાં  પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. તેનું એક ઉદાહરણ મનુષ્યમાં ABO રુધિરજૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે. ABO રુધિરજૂથનું નિયંત્રણ I જનીન કરે છે. રક્તકણના કોષરસસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલિમર હોય છે. આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણનું જનીન I દ્વારા થાય છે. આ જનીન I ના ત્રણ એલેલ જનીન ,  અને i છે. એલેલ  અને એલેલ  એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને I એલેલ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ (2n) છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં ત્રણમાંથી બે પ્રકારના જનીન એલેલ હોય છે.  અને  સંપૂર્ણ રીતે i પર પ્રભાવી હોય છે. એટલે જયારે  અને i બંને હાજર હોય ત્યારે ફક્ત અભિવ્યક્ત થાય છે. (કારણ કે i કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી) અને જ્યારે  અને i હાજર હોય ત્યારે  અભિવ્યક્ત થાય છે પણ જયારે  અને  બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. આ ઘટના સહપ્રભાવિતા  છે. આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય છે.ભિન્ન પ્રકારના એલેલ હોવાના કારણે 6 સંયોજનો સંભવ બને છે. આ પ્રકાર ABO રુધિરજૂથના 6 વિભિન્ન જનીન પ્રકાર (genotypes) શક્ય બનશે.


દ્વિસંકરણ આધારિત કારકો ની મુક્ત વહેંચણીના નિયમની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : મુક્ત વહેંચણીનો નિયમ : સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રોતે વિશ્લેષણ પામે છે.

        દ્વિસંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર ગોળ,પીળા; ખરબચડા, લીલા; ગોળ,લીલા અને ખરબચડા, લીલા; 9:3:3:1 ના પ્રમાણમાં પ્રદર્શિત થયા. મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ લક્ષણોની જોડમાં આવું જ પ્રમાણ પ્રાપ્ત થયું.

        9:3:3:1ના પ્રમાણને 3 પીળા: 1 લીલાની સાથે 3 ગોળ : 1 ખરબચડાને સંયોજન શ્રેણીમાં વ્યુત્પન્ન કહી શકાય છે. આ વ્યુત્પન્નને નીચે પ્રમાણે પણ લખી શકાય છે:

(3 ગોળ:1 ખરબચડા) (3 પીળા:1 લીલા) = 9 ગોળ, પીળા:3 ખરબચડા, પીળા:3 ગોળ, લીલા:1 ખરબચડા, લીલા

        દ્વિસંકરણ પ્રયોગ (બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ)નાં પરિણામો પર આધારિત મૅન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો. જેને મુક્ત વહેંચણીનો નિયમ કહે છે. આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે.

         RrYy છોડમાં અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજ ઉત્પાદનના સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા પુનેટ સ્ક્વેરનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. જનીનની એક જોડ જનીનો R અને r ના વિશ્લેષણ પર વિચાર કરીએ તો 50% જન્યુઓમાં R જનીન અને બીજા 50% જન્યુઓમાં r જનીન હોય છે. તેમાં R અને r હોવાની સાથે-સાથે એલેલ Y અને y પણ હોય છે. Yyનું વિશ્લેષણ પણ Rr જેવુ જ થાય છે. 50% R અને 50% rનું વિશ્લેષણ, 50% Y અને 50% yના વિશ્લેષણથી સ્વતંત્ર રહેલ છે. R ધરાવતા જન્યુઓમાં 50% Y અને બીજા 50% માં y, આ પ્રકારે r ધરાવતા જન્યુઓમાં 50% Y તથા બાકી 50% માં y જનીન હોય છે. આથી જન્યુઓના 4 જનીનપ્રકાર બની શકે છે. (RY, Ry, rY, ry) જેમાં પ્રત્યેકની સંખ્યા હોય છે.

        પુનેટ સ્ક્વેરની બે બાજુ અંડકોષ અને પરાગ લખતા 16 સ્ક્વેરમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર મળે છે.

સ્વરૂપ પ્રકાર પ્રમાણ 9:3:3:1

પીળા ગોળ = 9 પીળા કરચલીવાળા 3

લીલા ગોળ = 3 લીલા ખરબચડા 1

જનીન સ્વરૂપ પ્રમાણ 1: 2: 2: 4: 1: 2: 1: 2: 1

YYRR = 1 પીળા ગોળ સમયુગ્મી

YYRr = 2 સમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ

YyRR = 2 વિષમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ

YyRT = 4 વિષમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ

YYr = 1 સમયુગ્મી પીળા અને સયુગ્મી કરચલીવાળા

Yyrr = 2 વિષમયુગ્મી પીળા અને સમયુગ્મી કરચલીવાળા

yyRR = 1 સમયુગ્મી લીલા અને સમયુગ્મી ગોળ

yyRr = 2 સમયુગ્મી લીલા અને વિષમયુગ્મી ગોળ

yyrr = 1 સમયુગ્મી લીલા અને સયુગ્મી કરચલીવાળા


બહુજનીનો એટલે શું? બહુજનીતિક વારસો મનુષ્યમાં વચાના ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : એક લક્ષણ પર બે અથવા વધુ સ્વતંત્ર કારકોની જોડીઓ જનીનોની જોડીઓ અસર કરતી હોય છે. પરંતુ તે અસર વર્ધક પદ્ધતિને અનુસરે છે. તેઓ બહુજનીનો અથવા સંચયી તરીકે ઓળખાય છે.

તેઓ જથ્થાના પ્રમાણના આધારે લક્ષણના વિકાસ પર અસર કરે છે. અહીં તેની અસર વ્યક્તિમાં જનીનોની સંખ્યાકીય માત્રા પર આધારિત હોય છે.

        મૅન્ડલેના અભ્યાસે મુખ્યત્વે તે લક્ષણો વર્ણવ્યા છે જે અલગ અલગ અભિવ્યક્તિઓ ક્રિયામાં દર્શાવે છે, જેમ કે જાંબલી પુષ્પ-સફેદ પુષ્પ પણ આસપાસ જોતાં ત્યાં ધણી લાક્ષણિક્તાઓ જોવા મળે છે જે તેમની ક્રિયામાં એટલી ભિન્ન નથી અને સમગ્ર ઘટકોમાં ફેલાય છે.

        માનવમાં માત્ર ઊંચા અથવા નીચા એવા જ બે વિકલ્પો ના હોય પણ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય. આવાં લક્ષણો સામાન્ય રીતે ત્રણ અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. તેથી તેને બહુજનીનિક લક્ષણો (polygenic traits) કહે છે. બહુવિધ જનીન, બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે.

        મનુષ્યમાં ચામડીનો રંગ બહુવિકલ્પી જનીનો દ્વારા નક્કી થાય છે, બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલેલના સહયોગથી નિર્દેશિત થાય છે. એટલે કે દરેક એલેલની અસર ઉમેરાય છે.આપણે ધારીએ કે ત્રણ જનીનો A, B, C ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. આમાંનાં પ્રભાવી સ્વરૂપો A, B અને C ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે અને પ્રચ્છન્ન સ્વરૂપો a, b અને c ઝાંખા રંગ માટે જવાબદાર છે. બધા જ પ્રભાવી એલેલ AABBCC સાથેનો જનીન પ્રકાર એકદમ ઘેરો રંગ દર્શાવે છે અને તે જ રીતે પ્રચ્છન્ન એલેલ aabbcc સાથેનો રંગ ઝાંખો હોય છે.

        અપેક્ષા પ્રમાણે ત્રણ પ્રભાવી એલેલ અને ત્રણની સંખ્યામાં પ્રચ્છન્ન એલેલ ધરાવતો જનીન પ્રકાર મધ્યવર્તી રંગ ધરાવે છે. આમ જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા વ્યક્તિના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે.


XO અને XY પ્રકારના લિંગનિશ્ચયન વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિ XO પ્રકારની હોય છે. બધા જ અંડકોષોમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ X રંગસૂત્ર હોય છે, કેટલાકમાં હોતું નથી. X રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે અને જો X રંગસૂત્ર રહિત શુક્રકોષો વડે ફલિત થાય તો તે નર બને છે.

        આ X રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર બાકીના બીજા રંગસૂત્રોને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યા. તીતીઘોડો XO પ્રકારના લિંગ નિશ્ચયનનું ઉદાહરણ છે. તેમાં નરમાં X દૈહિક રંગસૂત્રો સિવાય એક X રંગસૂત્ર જોવા મળે છે. જયારે માદામાં XX હોય છે.

        ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું.અહીં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. નરમાં એક રંગસૂત્ર X પણ બીજું સ્પષ્ટ નાનું હોય છે, તેને Y રંગસૂત્ર કહે છે.

        દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદામાં સરખી હોય છે. નરમાં દૈહિક રંગસૂત્રો સાથે XY (AA+XY) હોય છે. માદામાં દૈહિક રંગસૂત્રો સાથે XX(AA+XX) હોય છે. મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક X અને એક Y રંગસૂત્ર હોય છે. માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત XX રંગસૂત્રની જોડ હોય છે.

        XO અને XY પ્રકારમાં નર બે પ્રકારનાં જન્યુઓનું નિર્માણ કરે છે.

(a) X સહિત/રહિત (XO)

(b) કેટલાંક X/કેટલાંક Y.

આ પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા કહે છે.


વિકૃતિ કોને કહે છે? તેની ટૂંકમાં માહિતી આપો.

Hide | Show

જવાબ : વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે DNA ના અનુક્રમ (sequences)માં વૈકલ્પિક ફેરફાર થાય છે. તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે DNAમાં વિવિધતા લાવે છે.

        પ્રત્યેક રંગસૂત્રિકા (charamatid)માં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે DNAનું એક કુંતલ આવેલ હોય છે.DNA ખંડનો લોપ (deletion) અથવા દ્વિગુણન(insertion/duplication) રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે કેમકે જનીન રંગસૂત્રોમાં આવેલ છે. રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણ તથા વિપથનને જન્મ આપે છે. આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

        આનાથી વિશેષ DNAની એક બેઇઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે. તેને પોઇન્ટ મ્યુટેશન (point mutation) કહે છે. તેનું જાણીતું ઉદાહરણ સિકલ-સેલ-એનીમિયા છે. DNAની વધારે બેઇઝ જોડીનો લોપ કે દ્વિગુણન ફ્રેમ-શિફ્ટ મ્યુટેશન (frame-shift mutations) ઉત્પન્ન કરે છે.

        વિકૃતિ અનેક ભૌતિક તથા રાસાયણિક કારકો દ્વારા થાય છે તેને મ્યુટાજન્સ કહે છે. પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે તે મ્યુટાજન છે.


મૅન્ડલનો વટાણાનાં બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પરનો પ્રયોગ વર્ણવો.

Hide | Show

જવાબ : બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે સંકરણ કરાવવાના પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહે છે. મૅન્ડલે વટાણાના છોડમાં એકસાથે બે લક્ષણોનું વારસાગમન દર્શાવે તે રીતે પ્રયોગો ગોઠવ્યા. દા.ત., બીજનાં આકાર અને બીજનાં રંગ પીળાં, ગોળ બીજ ધરાવતાં છોડ અને લીલાં ખરબચડાં બીજ ધરાવતાં છોડને પિતૃ તરોકે લીધાં. પીળો રંગ લીલા રંગ ઉપર તથા ગોળ આકાર ખરબચડાં પર પ્રભાવી છે. જનીન સંજ્ઞા Y પ્રભાવી (પીળો), જમીન સંજ્ઞા y-પ્રચ્છન્ન(લીલો), તે જ રીતે, R-ગોળ આકાર-પ્રભાવી r ખરબચડો - પ્રચ્છન્ન.

        પિતૃનું જનીન સ્વરૂપ આ પ્રમાણે લઈ શકાય: YYRR x yyrr $ F_1 $ સંકર RrYy હોય છે. તેમાં સ્વફલનથી જે પરિણામ મળે છે તેને દ્વિસંકરણ પ્રમાણ કહે છે. જે પીળા ગોળ પીળો ખરબચડો લીલો ગોળ લીલો ખરબચડો 9:3:૩:1.


મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર અભ્યાસ કરાયેલ સાત જોડ વિરોધાભાસી લક્ષણોની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : મૅન્ડલે શુદ્ધ-સંવર્ધિત (true-breeding) વંશક્રમ વટાણાની જાતને લઈ કૃત્રિમ પરાગનયન/ પર-પરાગનયન ના પ્રયોગો કર્યા. શુદ્ધ સંવર્ધન વંશકમ એટલે જે ઘણીબધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનનાં ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો (trait) પ્રદર્શિત કરે.

        મૅન્ડલે 14 શુદ્ધ-સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી જે કોઈ એક લક્ષણને બાદ કરતાં અન્ય લક્ષણોમાં સમાન હતા.તેમાંથી પસંદ કરેલાં કેટલાંક વિરોધાભાસી લક્ષણો જેવા કે, ગોળ અથવા ખરબચડા બીજ, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અને સંકુચિત શીંગ, લીલી અથવા પીળી શીંગ, ઊંચા અથવા નીચા છોડ હતા.

 


અપૂર્ણ પ્રભુતા કોને કહે છે? શ્વાનપુષ્પ કે સ્નેપડ્રેગોનમાં ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરાયો ત્યારે ખબર પડી કે ક્યારેક  માં એવા સ્વરૂપો પ્રાપ્ત થાય છે કે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને તેઓ વચગાળાનાં લક્ષણો દર્શાવે છે. શ્વાનપુષ્પ (Dog Flower) (Snapdragon or Antirrhinum sp.) અપૂર્ણ પ્રભુતાના નિયમને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ(RR) ને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ(rr) વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે  પેઢી ગુલાબી પુષ્પવાળી (Rr) પ્રાપ્ત થઈ. જ્યારે આ  સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું તેનાં પરિણામોનું પ્રમાણ 1 (RR) લાલ: 2 (Rr) ગુલાબી:1 (rr) સફેદ હતું.

        અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું જે કોઈ પણ મેન્ડલિયન એકસંકરણના પ્રયોગમાં સંભવિત હતું. પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1 પ્રભાવી:પ્રચ્છન્ન પ્રમાણ બદલાઈ ગયું હતું. આ ઉદાહરણમાં R એલેલ r એલેલ પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ (RR) અને સફેદ(rr) દ્વારા ગુલાબી (Rr) પ્રાપ્ત થયું. આ રીતે કોઈ વૈકલ્પિક એલેલ તેના યુગ્મએલેલ પર પ્રભાવી નથી, આને અપૂર્ણ પ્રભુતા કહી શકાય.


મોર્ગનના સહલગ્નતા અને પુન:સંયોજનના પ્રયોગોનાં પરિણામોનું તારણ દર્શાવો.

Hide | Show

જવાબ : લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ફળમાખીમાં ધણા બધા દ્વિસંકરણ પ્રયોગ કર્યો. આ પ્રયોગો મૅન્ડલ દ્વારા કરાયેલા વટાણા પરના દ્વિસંકરણ પ્રયોગો જેવા જ હતા. મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માખીનું સંકરણ, બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું અને પછી F2 સંતતિઓનું એકબીજા સાથે પરફલન કરાવ્યું. તેમણે જોયું કે બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી અને F2  નું પ્રમાણ 9:3:3:1 કરતાં નોંધપાત્ર રીતે અલગ મળ્યું (બે જનીનોનાં સ્વતંત્ર રહેવા પર આ પરિણામ અપેક્ષિત હતું).

        મોર્ગન અને તેના સાથીદારો એ જાણતા હતા કે જનીન X-રંગસૂત્રો પર સ્થિત છે અને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ-ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું. મોર્ગને આ ધટના માટે સહલગ્નતા(linkage) શબ્દ આપ્યો જે એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ સૂચવે છે. બિનપિતૃ જનીન સંયોજનોની જોડ માટે પુનઃસંયોજન (recombination) શબ્દ વાપર્યો (નીચે દર્શાવેલ આકૃતિ).

મોર્ગને તથા તેના સહયોગીઓએ નોંધ્યું કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હતી (એટલે કે પુનઃ સંયોજન ઓછું હતું). જયારે અન્ય ઢીલી રીતે (loosly) જોડાણ ધરાવતા હતા (એટલે કે પુનઃ સંયોજન વધુ હતું). ઉદા. તેમણે જોયું કે સફેદ અને પીળા જનીન ખૂબ મજબુતાઈથી જોડાયેલા હતા અને તેમનું પુનઃસંયોજન 1.3% હતું. જયારે સફેદ અને લઘુપંખ (miniature) જનીનનું પુનઃસંયોજન પ્રમાણ 37.2% હતું. એટલે કે તેમાં સહલગ્નતા ઓછી હતી. મોર્ગનના વિદ્યાર્થી અલ્ફ્રેડ સ્ટર્ટિવેંટે (Alfred Strurtevant) એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો.

        પૂર્ણ જિનોમના અનુક્રમણના નિધરિણમાં જનીનિક નકશા (genetic maps) ઉપયોગમાં લેવાય છે. આવું જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ (H.G.P.) માં વર્ણવવામાં આવ્યું છે.


રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે શું? તેનું કારણ સમજાવો.

Hide | Show

જવાબ : એક અથવા વધુ રંગસૂત્રોની ગેરહાજરી અથવા એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે.

        કોષવિભાજન સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનો વધારો છે કે ઘટાડો થઈ જાય છે તેને એન્યુપ્લૉઇડી (aneuploidy) કહે છે. ઉદાહરણ તરીકે 21મા રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રના કારણે ડાઉન્સ સિન્ડ્રોમ્સ થાય છે. તેવી જ રીતે એક X-રંગસૂત્ર ગુમાવવાના કારણે સ્ત્રીઓમાં ટર્નર્સ સિન્ડ્રોમ થાય છે.

        કોષ-વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન (cytokinesis) ન થવાથી સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ વધી જાય છે તેને પોલિપ્લોઇડી (polyploidy) કહે છે. આ અવસ્થા મુખ્યત્વે વનસ્પતિઓમાં જોવા મળે છે.


એકસંકરણનો ઉપયોગ કરીને પ્રભુતાનો નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : જે પ્રયોગોમાં એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે તો તેવા પ્રયોગોને એકસંકરણ પ્રયોગો કહે છે. મૅન્ડલે વટાણાનાં બે છોડ પસંદ કર્યા. જે પૈકી એક ઊંચા પ્રકાંડ વાળો (TT) અને બીજા નીચા છોડવાળો(tt) હતો. આ પિતૃ છોડ વચ્ચે પરફલન કરાવતાં સંતતિ મેળવાઈ જે બધાં જ ઊંચા છોડ ધરાવતાં હતાં. પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવતાં જે પ્રમાણ પ્રાપ્ત થયું તેને એકસંકરણ પ્રમાણ કહે છે.

        પ્રભુતાનો નિયમ: વિષમયુગ્મી સંતતિમાં યુગ્મ જનીનો પૈકી જે જમીન અભિવ્યક્ત થાય છે તેને પ્રભાવી જનીન અને જે જનીન અવ્યક્ત રહે છે તેને પ્રચ્છન્ન જનીન કહે છે.


કસોટી સંકરણની વ્યાખ્યા અને રૂપરેખા આપો.

Hide | Show

જવાબ : Test Cross (કસોટી સંકરણ): સંકરણ કે જેમાં અજ્ઞાત પ્રભાવી દેખાવ સ્વરૂપ ધરાવતા સજીવને તે જ લક્ષણ માટેનાં પ્રચ્છન્ન સજીવ સાથે સંકરણ કરાવવામાં આવે. તેથી અજ્ઞાત સજીવના જનીનસ્વરૂપ જાણવા માટે જરૂરી છે. (પ્રભાવી લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી છે.)

શરત 1: જો અજ્ઞાત સમયુગ્મી (TT) હોય તો પ્રચ્છન્ન (t) સાથેનું સંકરણ બધી જ ઊંચી સંતતિ ઉત્પન્ન કરે છે.

$ TT x tt = Tt $ (બધાં જ ઊંચા)

શરત 2: જો અજ્ઞાત વિષમયુગ્મી ઊંચા (Tt) હોય તો નીચા (tt) સાથેનું સંકરણ 50% ઊંચી (T) અને 50 % નીચી (t) સંતતિ ઉત્પન્ન કરે છે.


મેન્ડલેના કાર્ય તેમજ સફળતા વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : ઓગણીસમી સદીની મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ. ગ્રેગર મેન્ડલે (1856-1863) સાત વર્ષ સુધી વટાણા ના છોડ પર પ્રયોગો કર્યા, તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા.

મેન્ડલની સફળતા માટેના કારણો:

(i) વટાણાના છોડને ખુલ્લી જગ્યામાં સરળતાથી ઉછેરી શકાય છે.

(ii) વટાણાની સંકર જાતો ફળદ્રપ હોય છે.

(iii) વટાણામાં સહેલાઈથી પરફલન કરાવી શકાય છે.

(iv) સૌપ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો.

(v) પ્રયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પરના પ્રયોગો દ્વારા મૅન્ડલના આનુવંશિકતાના નિયમોનું નિર્દેશન થાય છે.

        આમ મેન્ડલે આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કર્યું. ત્યારબાદના વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો જેનાથી કુદરતી નિરીક્ષણ અને નહિવત જટિલતાની સ્પષ્ટતા થઈ શકી.


મેન્ડલે દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલા સંકરણ નાં ચરણો વર્ણવો.

Hide | Show

જવાબ : મેન્ડલે વટાણાના બે છોડ પસંદ કર્યા, જે પૈકી એક ઊંચા પ્રકાંડવાળો અને બીજો નીચાં પ્રકાંડવાળો હતો. આ બંને છોડને પિતૃ છોડ (P) ગણવામાં આવ્યા, જેનો શુદ્ધ ઉછેર હતો (અનેક પેઢીઓ સુધી લક્ષણોની શુદ્ધતા ધરાવતા હોય). જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્યમાંથી પુંકેસર દૂર કરવામાં આવેલ. આ પુષ્પને જ્યાં સુધી પુષ્પ પરિપક્વ થાય ત્યાં સુધી નાની રેપર કોથળી વડે ઢાંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા વામન છોડ ઉપરથી લીધેલ પરાગરજને તેના સ્ત્રીકેસર પર છાંટવામાં આવી હતી.

        વટાણાના છોડનાં પુષ્પ ઊધ્યલિંગી હોય છે. આ પદ્ધતિમાં એક નર અને બીજું માદા તરીકે ગણવામાં આવે છે. છોડનું પુંકેસર જેને માદા તરીકે ગણવામાં આવે છે તેને જ્યુવેનાઇલ (અપરિપક્વ) તબક્કામાં દૂર કરવામાં આવે છે. આને ઇમેક્યુલેશન કહે છે. સ્વપરાગનયન અટકાવવા કરાય છે. વંધ્ય પુષ્પને કોથળી દ્વારા ઢાંકી આવરિત કરાય છે. આને બેગિંગ કહે છે. જેના દ્વારા અને અનૈચ્છિક પરંપરાગનયન અટકાવાય છે. નર છોડમાંથી પુખ્ત પરાગરજને એકઠી કરાઈ વંધ્ય પુષ્પ પર ફેલાવવામાં આવે છે. આ છોડનાં બીજને એકત્ર કરવામાં આવેલ. આ બીજને વાવી, છોડનાં જૂથ ઉછેરવામાં આવેલ. આ પેઢીને પ્રથમ સંતતિ પેઢી () અથવા પણ કહેવાય છે.


મેન્ડલના એકસંકરણ પ્રયોગનું વર્ણન કરો.

Hide | Show

જવાબ : મેન્ડલે, વટાણાના ઊંચા અને નીચાં છોડનું સંકરણ કર્યું અને પ્રથમ પેઢીની સંતતિ મેળવી. મેન્ડલે જોયું કે  પેઢીમાં પ્રાપ્ત બધા છોડ ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતા; કોઈ પણ છોડ નીચા ન હતા.

તેઓને આ જ પ્રકારના પરિણામ અન્ય પ્રકારનાં લક્ષણોમાં જોવા મળ્યા. તેમણે નોંધ્યું કે  સંતતિઓ (પ્રથમ પેઢી) હંમેશાં કોઈ એક પિતૃઓને સંબંધિત હતા. બેમાંથી એક પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ થાય છે, બીજા પિતૃના લક્ષણ અભિવ્યક્ત થતા નથી.

        મેન્ડલે  માં પ્રાપ્ત બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું અને તેને જોઈને આશ્ચર્ય થયું કે,  પેઢીમાં નીચા છોડનું પ્રમાણ 1/4th (25%) હતું. જ્યારે  પેઢીમાં 3/4th (75%) છોડ ઊંચા હતા. ઊંચા અને નીચા છોડનાં લક્ષણો તેના પિતૃ છોડને સમાન હતા અને તેમાં કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ ન હતું. એટલે કે બધા ઊંચા કે નીચા હતા. કોઈ પણ છોડ આ બે ઊંચાઈની વચ્ચેની ઊંચાઈનો ન હતો.

        અન્ય લક્ષણોમાં પણ આવાં જ પરિણામો પ્રાપ્ત થયાં, એટલે કે , પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય ત્યારે  પેઢીમાં બંને લક્ષણો 3: 1 ના પ્રમાણમાં અભિવ્યક્ત થયાં.


મેન્ડલનો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : પ્રભુતાનો નિયમ : લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. કારકો જોડમાં હોય છે. જો એલેલની જોડના બે કારકો આસમાન હોય તો એક એલેલ બીજા એલેલ પર પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.

         માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા  માં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું આ નિયમ દ્વારા સમજાવી શકાય છે.  માં 3:1 નો પ્રમાણની સ્પષ્ટતા મળે છે.

        વિશ્લેષણનો નિયમ : જયારે સંકરણમાં વિરોધી પ્રકારનાં લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે છે, ત્યારે બે કારકો (વૈકલ્પિક કારકો) નિશ્ચિત થયા વગર ભેગાં રહે છે. જ્યારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ એલેલ જનનકોષમાં દાખલ થાય છે.

        આ રીતે કોઈ પણ જન્યુકોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે જેને જન્યુ કોષોની શુદ્ધતાનો નિયમ પણ કહે છે. સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે પરંતુ તેના જન્યુઓ લક્ષણની જેતે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે. સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ હોય છે. જ્યારે વિષમયુગ્મી પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. જેમાં પ્રત્યેકમાં એક એક એલેલ સરખા પ્રમાણમાં હોય છે.


પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કઈ રીતે થઈ શકે?

Hide | Show

જવાબ : પ્રભાવિતા એટલે શું? કેટલાંક એલેલ પ્રભાવી તો કેટલાંક પ્રચ્છન્ન કેમ હોય? આ માટે જનીનના કાર્યને સમજવું જરૂરી છે જનીનમાં વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે.

        દ્વિકોય સજીવો કારકોની જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની બે નકલ ધરાવે છે. કારકોની જોડ હંમેશાં સમાન ન હોતાં વિષમયુગ્મી પણ હોઈ શકે. તેમાંના એક એલેલની ભિન્નતાનું કારણ તેમાં આવેલાં પરિવર્તન હોઈ શકે, જે ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. ઉ.દા. એક એવા જનીનને લેવામાં આવે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. આ જનીનના બંને પ્રતિરૂપ તેના બે એલેલ સ્વરૂપ છે. સામાન્ય એલેલ, એવો ઉત્સેચક ઉત્પન્ન કરે જે એક પ્રક્રિયાથી 's' ના રૂપાંતરણ માટે આવશ્યક છે.

રૂપાંતરિત એલેલ નીચેનામાંથી કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે.

(1) સામાન્ય/ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક

(2) બિનકાર્યક્ષમ ઉત્સેચક

(3) ઉત્સેચક ની ગેરહાજરી.

        પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલેલ, અરૂપાંતરિત એલેલ સમાન હોય છે. એટલે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જાશે. તેના પરિણામે પ્રક્રિયાથી 'ડ' નું રૂપાંતરણ થશે. પણ એલેલ જો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન ના કરે તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. સ્વરૂપ પ્રકાર/લક્ષણો અરૂપાંતરિત કારકોનાં કાર્ય પર આધારિત છે.

કાર્યકારી એલેલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવે તે પ્રભાવી હોય અને રૂપાંતરિત એલેલ પ્રચ્છન્ન હોય છે.


બહુવૈકલ્પિક કારકો વિશે ટૂંકમાં સમજૂતી આપો.

Hide | Show

જવાબ : મેન્ડલના અનુમાન પ્રમાણે કોઈ એક લક્ષણ પર જનીનની એક જોડ અસર દર્શાવે છે. આવા યુગ્મ જનીનના બે વિકલ્પો હોય છે: પ્રભાવી/પ્રચ્છન્ન.

        હવે એવાં ઉદાહરણ પણ મળ્યાં છે જેમાં એક લક્ષણ પર અસર કરતાં યુગ્મ જનીનનાં વિકલ્પ બેથી વધુ હોય છે. એક જ લક્ષણ માટે ત્રણથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો તેને બહુવૈકલ્પિક કારકો કહે છે જે રંગસૂત્રો પર એક વિશિષ્ટ સ્થાન રોકે છે.

        મનુષ્યમાં ABO રુધિરજૂથ પ્રકાર જાણીતું ઉદાહરણ છે. ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ એક જનીન કરે છે તેમાં બે કારકો (B અને b) છે.

        સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ BB સમયુગ્મો દ્વારા થાય છે જે મોટા કદનાં સ્ટાર્ચનાં કણો ઉત્પન્ન કરે છે. તેનાથી વિપરિત bb સમયુગ્મી ઓછી સક્રિયતા અને નાના કદનાં સ્ટાર્ચનાં કણો ઉત્પન્ન કરે છે. પરિપક્વતા બાદ BB બીજ ગોળ, bb ખરબચડાં હોય છે.

        આથી પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. જયારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય ત્યારે તે જનીનની નીપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે.


થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંતની સાબિતી માટે ફળમાખ કેમ પસંદ કરી હતી?   અથવા

થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંત વિશે શી માહિતી આપી?

Hide | Show

જવાબ : થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી કરી. લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. મોર્ગને ફળમાખી પર કાર્ય કર્યું.

        કારણ, તેને પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તે પોતાનું જીવનચક્ર 15 દિવસમાં પૂરું કરે છે. એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે.તેમાં લિંગભેદ સ્પષ્ટ હતું. નર અને માદાની સહેલાઈથી ઓળખ થાય છે.આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા જે સૂક્ષ્મદર્શકયંત્રના લો-પાવરમાં પણ જોઈ શકાતા હતા.


વંશાવળી પૃથક્કરણમાં એટલે શું? તેની ભાત અને ઉપયોગિતા જણાવો.

Hide | Show

જવાબ : મેન્ડલના કાર્યનાં સંશોધનો પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોની ભાતનું પૃથક્કરણ કરવાનો અભ્યાસ શરૂ થયો.મહત્વની વાત એ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ થયો નથી માટે એક જ વિકલ્પ રહે છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે.

        માનવકુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ કહે છે. વંશાવળી પૃથક્કરણ વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે. માનવકુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ કહે છે. વંશાવળી પૃથક્કરણ વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે.

        માનવ જનીનવિઘામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં છે.

        કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા DNA પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. DNA આનુવંશિક માહિતીનું વાહક છે તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. ક્યારેક થતાં પરિવર્તન રૂપાંતરણને વિકૃતિ કહે છે. જેનો સંબંધ રંગસૂત્ર કે જનીનના પરિવર્તન પર હોય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.