GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

જીવરસીય ઘટકના અલગીકરણ માટે જરૂરી છે.

Hide | Show

જવાબ : પેક્ટિનેઝ અને સેલ્યુલેઝ બંને


સૂક્ષ્મ સંવર્ધન એટલે શું ?

Hide | Show

જવાબ : In vitro (ઈન વિટ્રો) રીતે વનસ્પતિઓનું સંવર્ધન.


એપિકલ્ચરની (મધમાખી ઉછેર) કઈ એક નીપજનો ઉપયોગ કોસ્મેટિક્સ અને પોલિશ માટે થાય છે ?

Hide | Show

જવાબ : મીણ


વિશ્વનું 70% કરતાં વધારે પશુધન કયા દેશમાં છે ?

Hide | Show

જવાબ : ભારત અને ચીન


ભારતના કૃષિવિદ્યાકીય ક્ષેત્રમાં વસ્તીનાં કેટલાં લોકો સંકળાયેલા છે ?

Hide | Show

જવાબ : વસ્તીના 60%


ભારતના કુલ ઘરેલું ઉત્પાદનના 33% શેમાંથી પ્રાપ્ત થાય છે ?

Hide | Show

જવાબ : કૃષિક્ષેત્ર


એક પાક ઉત્પાદિત વનસ્પતિના બધાં જનીનોનાં બધાં વૈકલ્પિક જનીનોને સંયુક્ત રીતે શું કહેવાય?

Hide | Show

જવાબ : જર્મપ્લાઝ્મ સંગ્રહ


સફરજન, રાઇ, નાસપતિ વગેરેમાં પરાગવાહક તરીકે કોણ વર્તે છે ?સફરજન, રાઇ, નાસપતિ વગેરેમાં પરાગવાહક તરીકે કોણ વર્તે છે ?

Hide | Show

જવાબ : મધમાખીઓ


1960 થી 2000 ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું હતું ?

Hide | Show

જવાબ : 75 મિલિયન ટન


ખેતી ભારતની કેટલાં ટકા વસ્તીને રોજગાર પૂરો પાડે છે ?

Hide | Show

જવાબ : 62%


ઘઉં અને ચોખામાં વનસ્પતિ - સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કયાંરે થયો ?

Hide | Show

જવાબ : 1960ના મધ્યમાં


1960 થી 2000 ના સમયગાળામાં ચોખાનું ઉત્પાદન કેટલું થયું હતું ?

Hide | Show

જવાબ : 89.5 મિલિયન ટન


કયુ દરિયાઈ ખાદ્ય મત્સ્ય છે ?

Hide | Show

જવાબ : હિલ્સા


કોનો મીઠા પાણીના ખાદ્ય મત્સ્યોમાં સમાવેશ થાય છે ?

Hide | Show

જવાબ : કટલા


વનસ્પતિ સંવર્ધનને કારણે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિના તબક્કા ને શું કહે છે ?

Hide | Show

જવાબ : હરિયાળી ક્રાંતિ


ખેતી ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનનો કેટલો હિસ્સો છે ?

Hide | Show

જવાબ : 33%


સેકેરમ બારબેરી એ મૂળરૂપે ક્યાં ઉગાડવામાં આવતી હતી ?

Hide | Show

જવાબ : ઉત્તર ભારત


ચોળાની જાત જણાવો.

Hide | Show

જવાબ : પુસા કોમલ


સેકેરમ ઓફિસિનેરમ ને કયા ઉગાડવામાં આવતી ?

Hide | Show

જવાબ : દક્ષિણ ભારત


આનુવંશિક ભિન્નતા માટે જમીનની અંદર કોના ક્રમમાં ફેરફાર કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : નાઈટ્રોજન બેઝ


ઘઉંની સોનાલીકા અને કલ્યાણ સોના જાત ભારતમાં કયાંરે ઉગાડવામાં આવી ?

Hide | Show

જવાબ : .સ. 1963


બટેટામાં થતો રોગ કયો છે ?

Hide | Show

જવાબ : પાછોતરો સૂકારો


કોણે ઘઉં ની અર્ધવામન જાત વિકસાવી હતી ?

Hide | Show

જવાબ : નોર્મન ઈ. બોરલોગે


ભારતમાં ચોખાની વધુ સારું ઉત્પાદન આપતી કઈ જાત વિકસાવવામાં આવી ?

Hide | Show

જવાબ : જયા અને રત્ના


એપિસ ઇન્ડીકા એ કોની જાતિ છે ?

Hide | Show

જવાબ : મધમાખી


એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથેના સમાગમને શું કહે છે ?

Hide | Show

જવાબ : પર સંવર્ધન


કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાત મેળવવા માટે શું જરૂરી છે ?

Hide | Show

જવાબ : અંતઃસંવર્ધન


વંશાવલી અનુસાર 4-6 પેઢી સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ ન હોય તે પ્રાણીઓ વચ્ચેના સમાગમને શું કહેવાય ?

Hide | Show

જવાબ : બહિર્રસંકરણ


બહિરસંવર્ધન કોની વચ્ચે થાય છે ?

Hide | Show

જવાબ : બે ભિન્ન જાતો ની વચ્ચે


ઝીંગા,  કરચલા વગેરે કેવા પ્રાણીઓ કહેવાય ?

Hide | Show

જવાબ : સ્તરક્વચીઓ


પંજાબમાં વિકસિત ઘેટાની નવી જાત કઈ છે ?

Hide | Show

જવાબ : હિસારડેલ


વિશ્વનું કેટલું પશુધન ભારત અને ચીન પાસે છે ?

Hide | Show

જવાબ : 70%


બે ભિન્ન સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચેના સમાગમને શું કહેવાય છે ?

Hide | Show

જવાબ : આંતરજાતીય સંકરણ


અંતઃસંવર્ધન કોની વચ્ચે થાય છે ?

Hide | Show

જવાબ : એક જ જાતના પ્રાણીઓ વચ્ચે


કીર્મીર રોગ કયાં પાકમાં થાય છે ?

Hide | Show

જવાબ : તમાકુ


હિમગીરી એ કયા પાકની જાત નું નામ છે ?

Hide | Show

જવાબ : ઘઉં


ભૂરો ગેરુ રોગ કયાં પાકમાં થાય છે ?

Hide | Show

જવાબ : ઘઉં


1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે કેટલાં કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે ?

Hide | Show

જવાબ : 3-10 કિગ્રા.


ઘઉંમાં વિશિષ્ઠ પ્રકારનાં પ્રકાંડને કારણે કયાં કીટકો તેમની નજીક જતા નથી ?

Hide | Show

જવાબ : સ્ટેમસોફલાય


આર્યન અને કેલ્શિયમથી ભરપૂર કયા શાકભાજી છે ?

Hide | Show

જવાબ : પાલકની ભાજી


આમાંથી કયુ શાક વિટામિન એ થી ભરપૂર છે ?

Hide | Show

જવાબ : કોળું


ઘઉંનો સુધારેલો પાક મેળવવા માટે ઘઉંની કઈ જાત વપરાય છે ?

Hide | Show

જવાબ : એટલાસ 66


નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે તેવું વૈજ્ઞાનિકોને કયાંરે જાણવા મળ્યું ?

Hide | Show

જવાબ : .સ. 1950 દરમિયાન


ચીકન અને ઈંડાને યોગ્ય રીતે રાંધવામાં આવે તો (100° C થી વધુ તાપમાને) તેના દ્વારા બર્ડફ્લ્યૂ થવાની તકો લગભગ કેટલી હોય ?

Hide | Show

જવાબ : નહિવત્‌


પ્રાણીઓનું એક જૂથ કે જે વંશક્રમ સંબંધિત છે અને ઘણીબધી સામ્યતા ધરાવે છે, તો તેને શું કહી શકાય?

Hide | Show

જવાબ : જાત


પ્રાણી-સંવર્ધનમાં અંતઃસંકરણ દર્શાવવામાં આવે છે, કારણ કે,

Hide | Show

જવાબ : સમયુગ્મીતામાં વધારો કરે છે.


સોનાલીકા અને કલ્યાણ સોના કોની જાત છે ?

Hide | Show

જવાબ : ઘઉં


કોઈ પણ એક ફૂગજન્ય રોગનું નામ જણાવો.

Hide | Show

જવાબ : શેરડીના લાલ ચાઠાનો રોગ (Red rot of Sugarcance)


વનસ્પતિઓમાં વાઇરસની ચેપગ્રસ્તતાથી અગ્રસ્થ અને કક્ષીય કલિકાઓ કે જેમાં વર્ધમાન પેશીઓ છે, તે વાઇરસથી મુક્ત હોય છે, કારણ કે,

Hide | Show

જવાબ : વાઇરસના ગુણન કરતાં વર્ધમાન કોષોનું વિભાજન ખૂબ જ ઝડપી દરે થાય છે.


દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યો ચોખાના વાર્ષિક 2-3 પાક લે છે. કયા કૃષિ વિદ્યાકીય લક્ષણને કારણે તે શક્ય બને છે ?

Hide | Show

જવાબ : વહેલું ઉત્પાદન આપતી ચોખાની જાત છે.


શેરડી ઉગાડનાર ખેડૂત શેરડીના પાક માટે કયું સંયોજન ઇચ્છે છે ?

Hide | Show

જવાબ : જાડું પ્રકાંડ, લાંબી આંતરગાંઠો, વધુ શર્કરા અને રોગ-પ્રતિરોધકતા


ફૂગનાશક અને એન્ટિબાયોટિક્સ રસાયણો છે કે જેઓ

Hide | Show

જવાબ : અનુક્રમે રોગકારક ફૂગ અને બેક્ટેરિયાને મારી નાખે છે.


પાક ઉત્પાદિત વનસ્પતિઓનાં જનીનોની બેઝ શ્રેણીમાં કેટલાંક રસાયણો અને વિકિરણોના ઉપયોગથી પરિવર્તન કરવાની પ્રક્રિયા એટલે...

Hide | Show

જવાબ : વિકૃત સંકરણ


વૈજ્ઞાનિક ક્રિયા કે જેના દ્વારા પાક ઉત્પાદિત વનસ્પતિઓ કેટલાંક ઇચ્છિત પોષક દ્રવ્યોથી સભર બને તે ક્રિયા એટલે...

Hide | Show

જવાબ : જૈવ-સુપોષકતાકરણ


સંપૂર્ણક્ષમતાશબ્દ કોની ક્ષમતાના સંદર્ભમાં ગણવામાં આવે છે ?

Hide | Show

જવાબ : કોષમાંથી સમગ્ર વનસ્પતિનું નિર્માણ


જીવરસ એટલે શું ?

Hide | Show

જવાબ : કોષદીવાલરહિત વનસ્પતિ કોષ


નિવેશ્ય એટલે શું ?

Hide | Show

જવાબ : પેશી સંવર્ધનમાં ઉપયોગમાં લેવાયેલ વનસ્પતિનો ભાગ


વનસ્પતિ સંવર્ધન માટે સૌથી મોટો અવરોધ કયો છે ?

Hide | Show

જવાબ : પાક અને તેને સંબંધિત જંગલી જાતોમાં ઈચ્છિત જનીનની પ્રાપ્યતા હોવી.


લાયસીન અને ટ્રિપ્ટોફેન શું છે ?

Hide | Show

જવાબ : આવશ્યક એમિનો એસિડ્સ


મરઘાં-ઉછેર વ્યવસ્થાપન વિશે સમજાવો.

Hide | Show

જવાબ : મરઘાં-ઉછેર એ ખોરાક કે તેમના ઈંડાં માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે જેમાં મરઘાં, બતક, ટર્કી અને હંસનો, સમાવેશ થાય છે. મોટે ભાગે 'poultry' શબ્દનો ઉપયોગ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે. રોગમુક્ત અને યોગ્ય નસલ (જાત) ની પસંદગી, યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક અને પાણી તેમજ સ્વચ્છતા તથા સ્વાચ્ય એ મરઘાં-ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસાં છે.                 ભારતમાં મરઘી સારા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ બીજા દેશોની સાપેક્ષમાં મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં ઓછું ધ્યાન અપાય છે. મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાંનો વપરાશ પણ વધ્યો છે. ઈંડાં એ પોષણ માટે ખૂબ જ જરૂરી છે.


પ્રાણીસંવર્ધન શું છે? સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાણી-સંવર્ધન એ પશુપાલનનું એક અગત્યનું પાસું છે. પ્રાણી-સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તા સુધારવી. પશુઓનો એવો સમૂહ જે પુર્વજ સાથે વંશપરંપરાગત રીતે સંકળાયેલ હોય અને તેમનો સામાન્ય દેખાય, લક્ષણો, રૂપ-રેખાંકન વગેરે જેવા મોટાભાગનાં લક્ષણોમાં સમાન હોય તેઓનેએક જ જાત કે નસલના કહેવાય. જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે, તો તેને અંત:સંવર્ધન કહે છે. જયારે બે ભિન્ન જાતો વચ્ચે કરવામાં આવતું સંકરણ એ બહિર્સવર્ધન કહે છે.


સરળ મધમાખી ઉછેર માટેના અગત્ય ના મુદ્દા જણાવો.

Hide | Show

જવાબ : મધમાખી - ઉછેર એક સરળ વ્યવસ્થા છે. છતાં તેના માટે કેટલુંક વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. સરળ મધમાખી ઉછેર માટે નીચે ના મુદા અગત્યના છે: (i) મધમાખીઓના સ્વભાવ અને આદતો/પ્રકૃતિનું જ્ઞાન. (ii) મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી (iii) મધમાખીના ઝૂંડ ને પકડવું અને મધપૂડામાં ઉછેરવું (iv) ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન (v) મધ અને માખીના મીણને જાળવવું અને એકત્રિત કરવું.


ખેતરની નજીક મધપૂડા હોવાનો શું ફાયદો છે?

Hide | Show

જવાબ : મધમાખીઓ આપણા ઘણા પાક માટે પરાગવાહકો તરીકે વર્તે છે જેવાં કે, સૂર્યમૂખી, રાઈ, સફરજન અને નાસપતિ. પાક પર પુષ્પોદ્વવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે, તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે, આમ પાક અને મધ બંનેનાં ઉત્પાદનમાં લાભ થાય છે.


મીઠા પાણીની તથા દરિયાઈ મત્સ્યનાં નામ જણાવો.

Hide | Show

જવાબ : કટલા, રોહુ, મ્રિગલ વગેરે મીઠા પાણીની સામાન્ય મત્સ્યો છે. જયારે હિલ્સા, સારડિન્સ, મેકેરલ અને પોમ્ફ્રેટ દરિયાઈ મતસ્યો છે.


કયા તબક્કાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : 1960 ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાઘ- ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ. આ તબક્કાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.


ફૂગ, બેક્ટરિયા અને વાઇરસ દ્વારા થતા રોગોનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ફૂગ દ્વારા થતા કેટલાક રોગો ગેરુ પ્રેરે છે. દા.ત. ઘઉંનો ભૂરો ગેરુ, શેરડીનો લાલ સડો અને બટાકાનો પાછોતરો સુકારો તેમજ બૅક્ટરિયા દ્વારા થતો ફેંસીફરનો કાળો ગેરુ અને વિષાણુ દ્વારા થતો તમાકુનો કિર્મિર રોગ, સલગમનો કિર્મિર રોગ વગેરે.


વૈજ્ઞાનિક કારણો આપો: શુદ્ધ જાત મેળવવા અંતઃસંવર્ધન જરૂરો છે.

Hide | Show

જવાબ : અંતઃસંવર્ધન એ એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન છે તેમજ અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે છે આથી કોઈ પણ પ્રાણીની શુદ્ધ જાત મેળવવા અંતઃસંવર્ધન જરૂરી છે.


વૈજ્ઞાનિક કારણો આપો: ભારતમાં મોટી સંખ્યામાં લોકો છપાયેલી ભૂખનો શિકાર બને છે.

Hide | Show

જવાબ : ભારતના ભૌગોલિક વિસ્તારની સાપેક્ષે દેશની વસ્તી ખૂબ જ વધારે છે. પરિણામે આટલી મોટી સંખ્યાને જરૂરી એવો અનાજનો પુરવઠો પ્રાપ્ત કરી શકાતો નથી. લગભગ 3 કરોડ લોકો લધુપોષકતત્વો પ્રોટીન અને વિટામિનની ઊણપ સહન કરે છે. શાકભાજી કઠોળ માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી માટે દેશમાં મોટી સંખ્યામાં લોકો છુપાયેલી ભૂખના શિકાર બને છે.


વૈજ્ઞાનિક કારણો આપો: ખેતરની નજીક મધપૂડો એ ખેડૂત માટે ફાયદાકારક છે.

Hide | Show

જવાબ : મધપૂડામાંથી ખેડૂતને મધ અને મીણ બંને વસ્તુ મળી રહે છે. જે તેને આર્થિક રીતે ઉપયોગી છે તેમજ મધમાખીઓ ઘણાબધા પાકોમાં પરાગનયન કરે મધપૂડો આમ જો ખેતરની નજીક હોય છે તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે.


માનવ-કલ્યાણમાં પશુપાલનની ભૂમિકાને ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. પશુપાલનનો સંબંધ ગાય, ભેંસ, બકરી, ઘોડા વગેરે જેવા પશુધનના પ્રજનન અને તેમના ઉછેર સાથે છે. જે મનુષ્ય માટે લાભદાયી છે. પશુપાલનમાં મત્સ્યઉદ્યોગ, ડેરીઉદ્યોગ, મધમાખી ઉછેરનો સમાવેશ થાય છે. જે વિવિધ ખોરાકની ચીજવસ્તુઓ જેવી કે દૂધ, ઈંડાં, માંસ, મધ, ઊન વગેરે પૂરું પાડે છે જે દેશના લોકોને ઉપયોગી છે. આમ, માનવકલ્યાણમાં પશુપાલનની ભૂમિકા અગત્યની છે.


જો તમારું કુટુંબ પોતાનો ડેરી ઉધોગ ધરાવે છે તો તમે દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને માત્રામાં સુધારો કરવા માટે કયા ઉપાયો દર્શાવશો?

Hide | Show

જવાબ : ડેરીઉદ્યોગમાં ધ્યાનમાં લેવાતા વિવિધ પાસાંઓ નીચે પ્રમાણે છે:

  1. પ્રાણીઓ સારી જાતો અને ઊંચી ઉત્પાદકતાવાળા હોવા જોઈએ.
  2. પશુઓને આપવામાં આવતો ઘાસચારો સારી ગુણવત્તા ધરાવતો હોવો જોઈએ.
  3. રહેઠાણની જગ્યા સ્વચ્છ હોવી ખૂબ જ જરૂરી છે.
નિયત સમયાંતરે પશુચિકિત્સકની મુલાકાત જરૂરી છે. તેમને આપવામાં આવતું પાણી ચોખ્ખું હોવું જોઈએ.


જાત શબ્દનો અર્થ શું છે? પ્રાણી સંવર્ધનના હેતુઓ શું છે?

Hide | Show

જવાબ : પ્રાણીઓનો એવો સમૂહ કે જે પૂર્વજો સાથે વંશપરંપરાગત રોતે સંકળાયેલ હોય અને મોટા ભાગનાં લક્ષણોમાં સમાનતા દર્શાવે, ત્યારે જાત શબ્દનો પ્રયોગ થાય છે. પ્રાણીસંવર્ધનના હેતુઓઃ (a) પ્રાણીઓનો વૃદ્ધિ દર સુધારવો. (b) દૂધ, ઈંડાં, માંસ, ઊન વગેરેનું ઊંચું ઉત્પાદન તેમજ સારી ગુણવત્તા.


પ્રાણીસંવર્ધન પદ્ધતિઓનાં નામ આપો. તમારા મંતવ્ય અનુસાર કઈ પદ્ધતિ સૌથી સારી છે? શા માટે?

Hide | Show

જવાબ : પ્રાણીસંવર્ધન પદ્ધતિઓ નીચે પ્રમાણે છે:

  1. અંતઃ સંવર્ધન
  2. બહિસંવર્ધન જેમાં બાહ્યસંકરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંકરણનો સમાવેશ થાય છે.
  3. કૃત્રિમ વીર્યસેચન અને MOET.
                કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ સૌથી સારી છે કારણ કે તેમાં ગર્ભધારણની ક્ષમતા વધી જાય છે તેમજ ઇચ્છનીય સમાગમ કરાવી શકાય છે.


એપીકલ્ચર શું છે? આપણા જીવનમાં તેનું મહત્ત્વ કેવી રીતે છે?

Hide | Show

જવાબ : એપીકલ્ચર એટલે મધના ઔદ્યોગિક ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત. એપીકલ્ચરને વિકસાવવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી નથી. તેમજ તેમાં નફો સારો થાય છે. એપીકલ્ચર દ્વારા મધ અને મીણ પ્રાપ્ત કરી શકાય છે. તેમજ મધમાખી એ પરાગવાહક તરીકે વર્તે છે.


ખાધ-ઉત્પાદન/ અન્ન-ઉત્પાદનના ઉન્નતીકરણમાં મત્સ્ય ઉધોગની ભૂમિકાની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવાં કે, ઝિંગા, કરચલાં, લોક્ટર, ખાધ છીપ વગેરે પર ખોરાક માટે આધારિત છે. માછલીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, ચરબી અને ખનીજતત્વો તેમજ વિટામિન મળી રહે છે. આમ ખાદ્ય ઉત્પાદનના ઉન્નતીકરણમાં મત્સ્ય ઉદ્યોગની ભૂમિકા મહત્વની છે.


વાઇરસમુક્ત વનસ્પતિઓનો અભ્યાસ કરવા માટે વનસ્પતિનો કયો ભાગ સૌથી ઉત્તમ છે અને શા માટે?

Hide | Show

જવાબ : વાઇરસમુક્ત વનસ્પતિઓનો અભ્યાસ કરવા માટે વનસ્પતિનો વર્ધનશીલ ભાગ સૌથી ઉત્તમ છે. કારણ કે તેમાં વાહક પેશીઓનો અભાવ હોય છે જે વાઇરસનું વહન કરે છે.


સૂક્ષ્મપ્રવર્ધન દ્વારા વનસ્પતિઓના ઉત્પાદનના મુખ્ય ફાયદાઓ કયા છે?

Hide | Show

જવાબ : સૂક્ષ્મપ્રવર્ધન દ્વારા ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓ પ્રાપ્ત કરી શકાય છે અને આ વનસ્પતિઓ તેની મૂળ વનસ્પતિ જેવી જ હોય છે.


શોધી કાઢો કે, પ્રયોગશાળામાં (in vitro) નિવેશ્યના પ્રસર્જન માટે વિવિધ ઘટકોનું કયું માધ્યમ ઉપયોગી છે?

Hide | Show

જવાબ : સંવર્ધન માધ્યમમાં મુખ્ય ઘટક તરીકે પાણી, અકાર્બનિક ક્ષારો, શર્કરા, વિટામિન, એમિનો એસિડ અને વૃદ્ધિ નિયામકો જેવા કે ઓક્ઝિન અને સાયટોકાઇનીન જોવા મળે છે. અમુક સમયે કેસીન, નાળિયેર પાણી, યીસ્ટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અગર નામના પદાર્થનો ઉપયોગ પ્રવાહી માધ્યમના ઘનીકરણ માટે થાય છે.


હાલમાં જ પશ્ચિમ બંગાળ અસમ ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં લાખો મરઘીઓને મારી નાખવામાં આવી તેના પાછળ કયું કારણ જવાબદાર હતું?

Hide | Show

જવાબ : લાખો મરધીઓને પશ્ચિમ બંગાળ, અસમ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં મારી નાખવામાં આવી હતી. કારણ કે તે મરઘીઓ H5N1 વાઇરસથી ચેપગ્રસ્ત થયેલી જોવા મળી હતી. જે બીજા સજીવોમાં બર્ડફલૂ થવા માટે જવાબદાર હતી.


શું પાક સુધારણા કાર્યક્રમો માટે વપરાતાં ગામા કિરણો આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે?

Hide | Show

જવાબ : ના. આવાં કિરણો પાક સુધારણા માટે ખૂબ જ ઉપયોગી છે. જેનાથી વધુ ને વધુ નવી જાતો બનાવી શકાય છે. જનીન પરિવર્તિત પાકો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનો અને રસાયણો કરતાં આવાં કિરણો વધુ સારી રોતે રંગસૂત્રના વિક્ષેપન (તોડવા) માટે ઉપયોગી છે.         આવાં કિરણોના ઉપચારથી તૈયાર થયેલા પાકો ઘણા સમયથી વ્યવસાયિક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ ગ્રાહકોમાં બીમાર આરોગ્યનું કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી.


પશુપાલનમાં જો બે નજીકના સંબંધ દર્શાવતા પ્રાણીઓ વચ્ચે અમુક પેઢી સુધી સંકરણ કરાવવામાં આવે તો તે તંદુરસ્ત વિકાસ અને ફળદ્રૂપતા ગુમાવે છે. તેનું કારણ શું છે?

Hide | Show

જવાબ : તંદુરસ્ત વિકાસ અને ફળદ્રપતા ગુમાવવાનું મુખ્ય કારણ અંતઃસંકરણ છે. અમુક પેઢી બાદ પ્રચ્છન્ન જનીનોની જે ડી બને છે અને બંને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે.


વનસ્પતિ સંવર્ધનના ક્ષેત્રમાં ફક્ત વાવેતરની વિવિધ જાતિઓના બીજની જાળવણી મહત્વની નથી પરંતુ તેની અણસુધરેલ જાતિઓની જાળવણી પણ મહત્વની છે. યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિ સંવર્ધનના ક્ષેત્રમાં વિવિધ જાતિઓ, જંગલી જાતો અને નજીકના સંબંધો ધરાવતી જાતિઓનું એકત્રીકરણ અને સંગ્રહ ખૂબ જ મહત્વનું છે જેના દ્વારા વસ્તીમાં રહેલા કુલ પ્રાફૃતિક જનીનોનું શોષણ કરી શકાય. દા.ત., જંગલી જાતોનું જર્મપ્લાઝમનું એકત્રીકરણ.


માનવ દ્વારા બનાવવામાં આવેલા અનાજનું નામ આપો. તે કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેનો ઉપયોગ કયાં થાય છે તે જણાવો.

Hide | Show

જવાબ : ટ્રીટીકલ એ માનવનિર્મિત અનાજ છે. જે ટ્રીટી કમ એસ્ટિવમ (ઘઉં) અને સીકલ સેરીયલ (યુરોપિયન રાઈ) ના સંકરણથી તૈયાર કરવામાં આવેલું છે. વિશ્વના ધણા દેશોમાં ધઉંની જગ્યાએ તેનો ઉપયોગ થાય છે.


હિડનહંગર’ (છૂપાયેલી ભૂખ) શબ્દ સમજાવો.

Hide | Show

જવાબ : ખોરાકમાં ખનીજતત્વો, લધુપોષકતત્વો, પ્રોટીન અને વિટામિનના ઓછા કે નહિવત પ્રમાણને હિડનહંગર અથવા ગુપ્ત ભૂખ કહે છે.


બહિસંવર્ધન સમજાવો.

Hide | Show

જવાબ : બર્હિસંવર્ધન (Out breeding) :

        બર્હિસંવર્ધન, અસંબંધિત પ્રાણીઓનું સંકરણ છે. જે 4-6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ ન ધરાવતાં હોય તેવાં પ્રાણીઓ વચ્ચે (Out-crossing-વિજાતીય કે બર્હિસંસ્કરણ) અથવા ભિન્ન જાત વચ્ચે (Cross breeding-પરસંવર્ધન) અથવા ભિન્ન જાતિઓ વચ્ચે (આંતરજાતીય સંવર્ધન - inter specific hybridisation) હોઈ શકે છે.

  1. બર્હિસંકરણ (Out crossing): તે એક જ જાતનાં એવાં પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ છે, જેમાં વંશાવલી અનુસાર 4-6 પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ. આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બર્હિસંકર જાત (out-cross breed) તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ એવાં પશુઓ માટે ઉપયોગી છે, જેઓની દૂધ ઉત્પાદન-ક્ષમતા ઓછી હોય તેમજ માંસ માટે ઉપયોગી હોય તેવાં પ્રાણીઓના માંસનો દર વધારે છે. માત્ર એકવારનું બર્હિસંવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે.
  2. પર સંવર્ધન (Cross breeding): આ પદ્ધતિમાં એક જાતનાં શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે. પર સંવર્ધન દ્વારા બે ભિન્ન જાતનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે. આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી છે. નવી સ્થાયી જાતોના વિકાસ માટે તેઓ અંતઃસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી છે. જેથી આ નવી સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે. આ અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણીજાતો આ રીતે વિકસાવવામાં આવી છે. પંજાબમાં વિકસિત હિસારડેલ (Hisardale) ઘેટાંની નવી જાત છે. જે બિકાનેરી ઘેટી (Bikaneri ewes) અને મરીનો ઘેટાં (Marino rams) વચ્ચેના સંકરણની નીપજ છે.
  3. આંતરજાતીય સંકરણ (Interspecific hybridisation): આ પદ્ધતિમાં, બે ભિન્ન (જુદી-જુદી) સંબધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, સંતતિમાં બંને પિતૃઓનાં ઈચ્છિત લક્ષણો જોવા મળે છે અને તેનું એક આગવું આર્થિક મહત્વ હોય છે. દા.ત., ખચ્ચર


નિયંત્રિત સંવર્ધન પ્રયોગો સમજાવો.

Hide | Show

જવાબ : નિયંત્રિત સંવર્ધન પ્રયોગો (controlled breeding experiments) કૃત્રિમ વીર્યસેચન (artificial insemination) દ્વારા કરવામાં આવે છે. સંકરણ માટે પસંદ કરેલ નરનું વીર્ય, પસંદ કરેલ માદાના પ્રજનનમાર્ગમાં સંવર્ધક (breeder) દ્વારા દાખલ કરાવવામાં આવે છે. વીર્યનો ઉપયોગ તરત જ કે તેને થીજવીને (frozen) પછી ઉપયોગમાં લેવામાં આવે છે. તે વીર્યને થીજવેલા સ્વરૂપે, માદાને જ્યાં રાખવામાં આવેલ હોય તે સ્થળે સ્થળાંતરિત કરીને લઈ જઈ શકાય છે અને આ રીતે ઈચ્છનીય સમાગમ કરાવી શકાય છે. કૃત્રિમ વીર્યસેચન (insemination) દ્વારા સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓને નિવારી શકાય છે.

        કૃત્રિમ વીર્યસેચન કરવા છતાં પણ ઘણી વખત પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય છે. સંકર જાતો (hybrids)ના સફળ ઉત્પાદન માટે, અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. Multiple Ovulation Embryo Transfer(MOET) એ એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌ-પશુ-સુધારણા કરી શકાય છે. આ પદ્ધતિમાં ગાયને, FSH-જેવા અંતઃસ્રાવની સારવાર આપવામાં આવે છે, જેથી અંડપુટિકાઓનું પરિપક્વન પ્રેરાય અને વધુ અંડસર્જન (super ovulation) થાય છે.

        સામાન્ય રીતે દરેક ચક્રે ઉત્પન્ન થતા 1 અંડકોષના સ્થાને 6-8 અંડકોષો સર્જાય છે. પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસંચન દ્વારા સમાગમિત કરાય છે. 8-32 કોષીય અવસ્થાના ફલિત અંડકોષોને શસ્ત્રક્રિયા વગર મેળવી, તેને સરોગેટ માતા (ભાડૂતી માતા)માં સ્થળાંતરિત કરાય છે. આ પદ્ધતિનો ઉપયોગ ઢોરઢાંખર, ઘેટાં, સસલાં, ભેંસ, ઘોડા વગેરેમાં કરાઈ ચૂક્યો છે. માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તા (ઓછું મેદવાળું માંસ)વાળા માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે. જેથી કરીને ટૂંક સમયમાં ટોળા (herd)નું કદ (સંખ્યા) વધે છે.


મધમાખી ઉછેર વિશે માહિતી આપો. અથવા એપીકલ્ચર સમજાવો.

Hide | Show

જવાબ : મધમાખી-ઉછેર(apiculture) એટલે મધ-ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત. તે પ્રાચીનકાળથી ચાલતો આવતો એક કુટિર ઉદ્યોગ છે. મધ એ ઉચ્ચ પોષણમૂલ્ય ધરાવતો આહાર છે તેમજ ઔષધોની દેશી પ્રણાલી (આયુર્વદ)માં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મીણ (bees wax) છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. જેમકે, સૌંદર્ય-પ્રસાધનોની બનાવટમાં અને વિવિધ પ્રકારની પોલિશમાં. મધની વધતી જતી માંગને કારણે મધમાખી-ઉછેરને મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે. આ વ્યવસાય મોટા પાયે હોય કે નાના પાયે, તે એક આવકનું સાધન બની ગયું છે.

        મધમાખી-ઉછેર થાય જ્યાં જંગલી ઝાડીઓ, ફળના બગીચા અને ખેતરોમાં વાવેલા પાક હોય એવાં સ્થળોએ થઈ શકે છે. મધમાખીની કેટલીક જાતિઓને ઉછેરી શકાય છે. જેમાંની સૌથી સામાન્ય જાતિ એપિસ ઈન્ડિકા (Apis indica) છે. મધપૂડાને ઘરના આંગણામાં, વરંડામાં કે છત ઉપર પણ ઉછેરી શકાય છે. મધમાખી-ઉછેરમાં શ્રમિક કાર્ય હોતું નથી.

        મધમાખી-ઉછેર એક સરળ વ્યવસ્થા છે છતાં તેના માટે કેટલુંક વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે, જે માટે કેટલીક સંસ્થાઓ આ ક્ષેત્રે શિક્ષણ પ્રદાન કરે છે. સફળ મધમાખી-ઉછેર માટે નીચેના મુદ્દા અગત્યના છે :

(i) મધમાખીઓના સ્વભાવ અને આદતો/પ્રકૃતિનું જ્ઞાન

(ii) મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી

(iii) મધમાખીના ઝૂંડ (swarms)ને પકડવું અને તેને મધપૂડામાં ઉછેરવું.

(iv) ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન

(v) મધ અને માખીના મીણને જાળવવું અને એકત્રિત કરવું.

        મધમાખીઓ, આપણા ઘણા પાક માટે પરાગવાહકો તરીકે વર્તે છે. જેવાં કે, સૂર્યમુખી, રાઈ (Brassica), સફરજન અને નાસપતિ. પાક પર પુષ્પોદભવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે, તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે. આમ, પાક અને મધ બંનેનાં ઉત્પાદનમાં લાભ થાય છે.


જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ વર્ણવો.

Hide | Show

જવાબ : વનસ્પતિ-સંવર્ધનના કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટે નીચેના તબક્કાઓ હોય છે :

  1. ભિન્નતાનું એકત્રીકરણ (Collection of variability) : જનીનિક ભિન્નતા, સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે. બધી જ વિભિન્ન જંગલી જાતો (wild breeds), પ્રજાતિઓ અને સંબંધિત સંવર્ધિત જાતિઓ (તેમનાં લક્ષણો માટે મૂલ્યાંકન કરેલ)નો સંગ્રહ અને પરિરક્ષણ, વસ્તીમાં પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે પૂર્વ-અપેક્ષિત છે. કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો (alleles)ના (વનસ્પતિ/બીજ) સંગ્રહણને જનનરસ સંગ્રહણ (germplasm collection) કહે છે.
  2. મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી (Evaluation and selection of parents): જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. આ રીતે પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી, તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં, શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.
  3. પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પર-સંકરણ (Cross hybrudusation among the selected parents): ઘણી વાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ (વનસ્પતિ)ના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. જેમકે, એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃ કે જે રોગ-પ્રતિરોધકતા ધરાવે છે. તો તેઓનાં આવાં ઈચ્છિત અને ઉચ્ચ લક્ષણોનો સમન્વય સાધી શકાય છે. બે પિતૃઓના પર-સંકરણ (cross hybridising) દ્વારા આવું શક્ય છે, કે જેમાંથી સંકરજાત પેદા થાય છે જેમાં એક જ વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણોનો જનીનિક રીતે સમન્વય થયેલ હોય. નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને એકત્રિત કરી, માદા છોડ તરીકે પસંદ કરેલ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરાવવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયા સમય માંગી લે તેવી અને કંટાળાજનક છે. એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય છે. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઇચ્છનીય સમન્વય જોવા મળે છે.
  4. ઉચ્ચ પુન:સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ (Selection and testing of superior recombinants): આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. સંકરણના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ. આ તબક્કાના પરિણામરૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય (મોટે ભાગે એક કરતાં વધુ શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ પ્રાપ્ત થાય છે). કેટલીક પેઢીઓ સુધી તેઓમાં સ્વપરાગનયન કરાવવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા (સમયુગ્મતા-homozygosity) પ્રાપ્ત ન થાય જેથી સંતતિઓમાં તેઓને આ લક્ષણોનું વિસંયોજન/વિયોજન/વિશ્લેષણ ન થાય.
  5. નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ (Testing, release and commercialisation of new cultivars): નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેમનાં ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગપ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધનક્ષેત્રો (ખેતરો)માં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન આદર્શ (યોગ્ય) ખાતર, સિંચાઈ (પિયત) અને અન્ય પાક-જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે. સંશોધનક્ષેત્રો (research field)માં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશનાં વિવિધ સ્થાનોએ ખેડૂતનાં ખેતરોમાં ઓછામાં ઓછી ત્રણ ઋતુઓ સુધી કરવામાં આવે છે. જ્યાં પાક ઉછેરી શકાય તેવાં બધાં જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશાં ઉછેરવામાં આવે છે. આ રીતે મળતા પાકની તુલના ત્યાંની શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે. જેના માટે ચકાસણી કે તેના સંવર્ધક નો સંદર્ભ લેવાય છે.


સૂક્ષ્મજીવો પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે છે ?

Hide | Show

જવાબ : ફૂગ, બૅક્ટેરિયા અને વાઈરસ રોગકારકોની વિશાળ શ્રેણી, ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક-જાતિઓનાં ઉત્પાદન પર અસર કરે છે. પાકનું આ નુકસાન ઘણી વાર 20-30 % સુધીનું અથવા ક્યારેક તો સંપૂર્ણ નુકસાન પણ થાય છે. આ પરિસ્થિતિમાં, ખેતીવિષયક જાતોમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય-ઉત્પાદનમાં વધારો થાય છે. જે ફૂગનાશક (fungicides) અને જીવાણુનાશક (bacteriocides)ના ઉપયોગની આશ્રિતા ઘટાડવામાં મદદ કરે છે.

        યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ રંગકારકના અટકાવવાની ક્ષમતા છે અને તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં, રોગકારકો વિશે જાણકારી મેળવવી તેમજ તેમના પ્રસારની ક્રિયાવિધિ જાણવી અગત્યની છે. ફૂગ દ્વારા થતા કેટલાક રોગો ગેરુ (Rust) પ્રેરે છે, દા.ત., ઘઉંનો ભૂરો ગેરુ (Brown rust of wheat), શેરડીનો લાલ સડો (Red rot of sugarcane) અને બટાટાનો પાછોતરો સુકારો (late blight of potato), બેક્ટેરિયા દ્વારા થતો ક્રુસીફરનો કાળો ગેરુ (black rot of crucifers) અને વિષાણુ દ્વારા થતો તમાકુનો કિર્મિર રોગ (tobacco mosaic), સલગસનો કિર્મિર રોગ (turnip mosaic) વગેરે.


રોગ-પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ સમજાવો.

Hide | Show

જવાબ : સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનિકીઓ કે વિકૃત કે પરિવર્તિત સંવર્ધન (mutation breeding) દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. સંકરણ અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટેની પરંપરાગત સંવર્ધનપદ્ધતિ છે. તેના માટેના તબક્કાઓ (વિધિ) અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવાં અન્ય કોઈ પણ કૃષિવિદ્યાકીય લક્ષણો માટેના તબક્કાઓ આવશ્યક રીતે સમાન છે. વિવિધ તબક્કાઓ ક્રમશઃ પ્રતિરોધકતાના સ્રોત માટે જનનરસની તારવણી, પસંદગી કરેલ પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગી અને મૂલ્યાંકન તથા નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિ (બહાર પાડવી).

        સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાઈરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવેલ કેટલાક પાકની જાતો છે

 

 

પાક(Crop)

જાત(Variety)

રોગ સામે પ્રતિરોધકતા

 (Resistance to diseases)

ઘઉં (Wheat)

હિમગીરી(Himgiri)

પર્ણ તથા કિનારીનો ગેરુ hill bunt

(ઘઉંને થતો એક રોગ)

રાઈ(Brassica)

પુસા સ્વર્ણિમ(Karan rai)

સફેદ ગેરુ (white rust)

ફ્લાવર(Cauliflower)

પુસા શુભ્રા (Pusa Shubhra)

પુસા સ્નોબોલ K – 1

Pusa Snowball K -1

કાળો સડો (black rot) અને ફુગના કાળા સુકારાનો વલન રોગ-ઘેરો

કાળો સડો (blight black rot)

ચોળા(Cowpea)

પુસા કોમલ (Pusa Komal)

બેક્ટેરિયલ સુકારો (bacterial blight)

મરચું (Chilli)

પુસા સદાબહાર (Pusa Sadabahar)

ચીલી મોઝેઈક વાઈરસ,

ટોબેકો મોઝેઈક વાઈરસ અને

પર્ણવલન (leaf curl)

 

        વિવિધ પાકની ભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ-પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે. વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી અને ત્યાર બાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. ઈચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિઓનું સીધું જ બહુગુણન કરી શકાય છે અથવા તેમનો સંવહન માટે ઉપયોગ કરી શકાય છે. સંવહનની અન્ય પદ્ધતિઓ જેનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી સોમાક્લોનલ વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગ પૈકીની પસંદગી છે.


સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન સમજાવો.

Hide | Show

જવાબ : વિશ્વમાં લગભગ 840 લાખ (મિલિયન)થી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય તથા પોષણસંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ (બિલિયન) લોકો લઘુ પોષકતત્વો, પ્રોટીન અને વિટામિનની ઊણપ સહન કરે છે કે ભૂખમરા (hidden hunger)નો શિકાર છે. કારણ કે, તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષકતત્વો જેવાં કે આયર્ન, વિટામિન A, આયોડિન અને ઝિકનો અભાવ હોય છે તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે, જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે.

જૈવિક રક્ષણાત્મકતા (બાયોફોર્ટિફિકેશન-Biofortification) :

        લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે.

        સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદાઓને ધ્યાનમાં લેવામાં આવે છે :

(i) પ્રોટીન-પ્રમાણ અને ગુણવત્તા

(ii) તેલ-પ્રમાણ અને ગુણવત્તા

(iii) વિટામિન પ્રમાણ અને

(iv) લઘુ પોષકતત્વો તથા ખનીજ-પ્રમાણ

        વર્ષ 2000માં, વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાયસિન અને ટ્રિપ્ટોફેન એમિનોએસિડનું પ્રમાણ બે ગણું નોંધાયું. ઘઉની જાત, એટલાસ 66, તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે, ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં પાંચગણું આયર્ન-મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે.

        ભારતીય કુષિ-સંશોધન સંસ્થા (Indian Agricultural Research Institute - IARI) એ ન્યુ દિલ્હી ખાતે, શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે જે વિટામિન A અને ખનીજની વિપુલ માત્રા ધરાવે છે. દા.ત., વિટામિન Aથી ભરપૂર ગાજર, પાલક, કોળું (pumpkin); વિટામિન C થી સમૃદ્ધ કારેલાં, ચીલની ભાજી (bathua), રાઈ, ટામેટાં; આયર્ન (લોહ) અને કૅલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી; તથા પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ (શિમ્બ) જેવાં કે વાલ (broad beans), વાલોળ (lablab), ફણસી (French beans) અને વટાણા.


પેશી સંવર્ધન સમજાવો.

Hide | Show

જવાબ : જ્યારે આપણી પારંપરિક કૃષિપદ્ધતિઓ પયાંપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવા અસમર્થ/અસફળ બની છે ત્યારે પાક-સુધારણા માટેની એક નવી તક્‌નિકીનો વિકાસ (જન્મ) થયો છે જેને આપણે પેશી-સંવર્ધન (Tissue culture) કહીએ છીએ.

        1950 દરમિયાન, વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, નિવેશ્ય (explant)માંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. તે માટે વનસ્પતિના કોઈ પણ ભાગ લઈને તેને જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટટ્યૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે. કોઈ પણ કોષ/નિવેશ્યમાંથી સમગ્રછોડને સર્જવાની ક્ષમતાને પૂર્ણક્ષમતા (totipotency) કહે છે.

        પોષક માધ્યમમાં કાર્બન સ્રોત જેવા કે સુક્રોઝ તેમજ અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, એમિનોએસિડ તથા ઓંક્ઝિન (auxin), સાયટોકાઈનિન (cytokinin) જેવા વૃદ્ધિ નિયામકો પૂરા પાડવામાં આવે. આ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓનું પ્રસર્જન મેળવવું શક્ય બને છે. આમ, પેશી-સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને સૂક્ષ્મ-પ્રવર્ધન (micropropagation) કહે છે. આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે કે જેમાંથી તેમને વિકસાવી હોય, એટલે કે તેઓ સોમાક્લોન્સ (somaclones) છે. મહત્વની ખાઘષેદાશો જેવી કે ટામેટાં, કેળાં, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.

        આ પદ્ધતિનો મહત્વનો અન્ય ઉપયોગ એ છે કે, રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃ પ્રાપ્તિ થઈ શકે છે. વનસ્પતિ વાઇરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનો વર્ધનશીલ પ્રદેશ વાઇરસથી અપ્રભાવિત હોય છે. આ માટે વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં (in vitro)માં ઉછેરી વાઇરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે.

        વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી એકાકી કોષોને અલગ તારવ્યા છે તથા તેમની કોષદીવાલનું પાચન કરાવીને ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવાઈ શકાયું છે (જે કોષરસપટલથી આવરિત હોય છે). આ રીતે બે ભિન્ન જાતોના જીવરસ (પ્રોટોપ્લાઝમ), જે ઈચ્છિત લક્ષણો ધરાવે છે તેમને સંયોજિત કરીને સંકર જીવરસ મેળવી શકાય છે. જેનાં આગળ નવી વનસ્પતિના સજન માટે ઉપયોગ કરી શકાય છે. આવી જાતોને દૈહિક સંકર (somatic hybrid), જ્યારે તેની પદ્ધતિને દૈહિક સંકરણ (somatic hyrbidisation) કહેવામાં આવે છે. એવી કલ્પના કરો કે, ટામેટાના જીવરસનું જોડાણ બટાટાના જીવરસ સાથે કરાવવામાં આવે અને તેમાંથી ઉત્પન્ન થતી સંકર વનસ્પતિ ટામેટાં અને બટાટા બંનેનાં લક્ષણો ધરાવે છે. જેને પરિણામે પોમેટો' (pomato)નું નિર્માણ કરી શકાયું છે. પરંતુ, દુર્ભાગ્યવશ આ વનસ્પતિમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાયો નથી.


કિટકો સામે પ્રતિરોધકતા મેળવવા વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : પાક-વનસ્પતિ અને પાક-ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ કોટક અને કીટકોનો ઉપદ્રવ છે. યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર, જેવરસાયણ કે દેહધાર્મિકીય લક્ષણોને કારણે હોય છે. કેટલીક વનસ્પતિઓમાં રોમમય પર્ણો, કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલા છે. દા.ત., કપાસમાં જેસિડ (Jassids) અને ઘઉંમાં ધાન્યપર્ણ ભંગ કીટકો. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે સ્ટેમ સોફલાય (stem sawfly) તેમની નજીક જતી નથી તથા લીસાં પર્ણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો બૉલવર્મ્સ (boll worms)ને આકર્ષી શકતી નથી. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડ ભેદક કીટકો (stem borers) સામે પ્રતિરોધકતા સર્જ છે.

        કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ-વિષયક લક્ષણ જેમકે, ઉત્પાદન કે ગુણવત્તા વગેરે તે જ પદ્ધતેઓનો સમાવેશ થાય છે. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્રોત કૃષિજન્ય જાતો તેમજ સંચિત જનનરસ છે.

        કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલ કેટલાક પ્રજનનિત પાકની જાતોની માહિતી નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે :

                                 

પાક (Crop)

જાત (Variety)

કીટક (Insect Pests)

રાઈ(Brassica)

(Rapeseed mustard)

પુસા ગૌરવ (Pusa Gaurav)

એફિડ્સ (Aphids)

ચપટા કઠોળ (Flat beans)

પુસા સેમ 2 (Pusa Sem 2)

પુસા સેમ 3 (Pusa Sem 3)

જેસિડ્સ (Jassids), એફિડ્સ અને ફળભેદક (fruit borer)

ભીંડા (Okara)

પુસા સવાની (Pusa Sawani)

પુસા A-4 (Pusa A-4)

પ્રકાંડ અને ફળભેદક


ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : વિશ્વમાં લગભગ 840 લાખ (મિલિયન)થી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય તથા પોષણસંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ (બિલિયન) લોકો લઘુ પોષકતત્વો, પ્રોટીન અને વિટામિનની ઊણપ સહન કરે છે કે ભૂખમરા (hidden hunger)નો શિકાર છે. કારણ કે, તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષકતત્વો જેવાં કે આયર્ન, વિટામિન A, આયોડિન અને ઝિકનો અભાવ હોય છે તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે, જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે.

જૈવિક રક્ષણાત્મકતા (બાયોફોર્ટિફિકેશન-Biofortification) :

        લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે.

        સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદાઓને ધ્યાનમાં લેવામાં આવે છે :

(i) પ્રોટીન-પ્રમાણ અને ગુણવત્તા

(ii) તેલ-પ્રમાણ અને ગુણવત્તા

(iii) વિટામિન પ્રમાણ અને

(iv) લઘુ પોષકતત્વો તથા ખનીજ-પ્રમાણ

        વર્ષ 2000માં, વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાયસિન અને ટ્રિપ્ટોફેન એમિનોએસિડનું પ્રમાણ બે ગણું નોંધાયું. ઘઉની જાત, એટલાસ 66, તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે, ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં પાંચગણું આયર્ન-મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે.

        ભારતીય કુષિ-સંશોધન સંસ્થા (Indian Agricultural Research Institute - IARI) એ ન્યુ દિલ્હી ખાતે, શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે જે વિટામિન A અને ખનીજની વિપુલ માત્રા ધરાવે છે. દા.ત., વિટામિન Aથી ભરપૂર ગાજર, પાલક, કોળું (pumpkin); વિટામિન C થી સમૃદ્ધ કારેલાં, ચીલની ભાજી (bathua), રાઈ, ટામેટાં; આયર્ન (લોહ) અને કૅલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી; તથા પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ (શિમ્બ) જેવાં કે વાલ (broad beans), વાલોળ (lablab), ફણસી (French beans) અને વટાણા.


પેશી-સંવર્ધન પદ્ધતિ પાક સુધારણા માટે કઈ રીતે ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : આપણી પારંપરિક કૃષિપદ્ધતિઓ જ્યારે પયાંપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવા અસમર્થ બની છે ત્યારે પાક-સુધારણા માટેની એક નવી તક્‌નિકીનો વિકાસ થયો છે જેને આપણે પેશી-સંવર્ધન (Tissue culture) કહીએ છીએ.

        1950 દરમિયાન, વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, નિવેશ્ય(explant)માંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. તે માટે વનસ્પતિના કોઈ પણ ભાગ લઈને તેને જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટટ્યૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે. કોઈ પણ કોષ/નિવેશ્યમાંથી સમગ્રછોડને સર્જવાની ક્ષમતાને પૂર્ણક્ષમતા (totipotency) કહે છે.

        પોષક માધ્યમમાં કાર્બન સ્રોત જેવા કે સુક્રોઝ તેમજ અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, એમિનોએસિડ તથા ઓંક્ઝિન (auxin), સાયટોકાઈનિન (cytokinin) જેવા વૃદ્ધિ નિયામકો પૂરા પાડવામાં આવે. આ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓનું પ્રસર્જન મેળવવું શક્ય બને છે. આમ, પેશી-સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને સૂક્ષ્મ-પ્રવર્ધન (micropropagation) કહે છે. આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે કે જેમાંથી તેમને વિકસાવી હોય, એટલે કે તેઓ સોમાક્લોન્સ (somaclones) છે. મહત્વની ખાઘષેદાશો જેવી કે ટામેટાં, કેળાં, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.

        આ પદ્ધતિનો મહત્વનો અન્ય ઉપયોગ એ છે કે, રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃ પ્રાપ્તિ થઈ શકે છે. વનસ્પતિ વાઇરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનો વર્ધનશીલ પ્રદેશ વાઇરસથી અપ્રભાવિત હોય છે. આ માટે વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં (in vitro)માં ઉછેરી વાઇરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે.

        વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી એકાકી કોષોને અલગ તારવ્યા છે તથા તેમની કોષદીવાલનું પાચન કરાવીને ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવાઈ શકાયું છે (જે કોષરસપટલથી આવરિત હોય છે). આ રીતે બે ભિન્ન જાતોના જીવરસ (પ્રોટોપ્લાઝમ), જે ઈચ્છિત લક્ષણો ધરાવે છે તેમને સંયોજિત કરીને સંકર જીવરસ મેળવી શકાય છે. જેનાં આગળ નવી વનસ્પતિના સજન માટે ઉપયોગ કરી શકાય છે. આવી જાતોને દૈહિક સંકર (somatic hybrid), જ્યારે તેની પદ્ધતિને દૈહિક સંકરણ (somatic hyrbidisation) કહેવામાં આવે છે. એવી કલ્પના કરો કે, ટામેટાના જીવરસનું જોડાણ બટાટાના જીવરસ સાથે કરાવવામાં આવે અને તેમાંથી ઉત્પન્ન થતી સંકર વનસ્પતિ ટામેટાં અને બટાટા બંનેનાં લક્ષણો ધરાવે છે. જેને પરિણામે પોમેટો' (pomato)નું નિર્માણ કરી શકાયું છે. પરંતુ, દુર્ભાગ્યવશ આ વનસ્પતિમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાયો નથી.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ખાદ્ય-ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.