જવાબ : કીટકો સામે પ્રતિરોધકતામાં વધારો કરવામાં.
જવાબ : એસ્પરજીલસ નાઈઝર
જવાબ : બેક્ટેરિયા કે જેઓ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે.
જવાબ : તેનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે થાય.
જવાબ : ઓક્સિજન
જવાબ : અવસાદી ટૉકામાંથી જારક ટાંકામાં ઝડપથી પાછા ધકેલાય.
જવાબ : Co2
જવાબ : રોક્વીફોર્ટ ચીઝ
જવાબ : સેક્કેરોમાયસીસ સેરીવીસી
જવાબ : Co2
જવાબ : સાયક્લોસ્પોરોન-A
જવાબ : સ્ટેટીન્સ
જવાબ : મોનાસ્કસ પુપુરિયસ.
જવાબ : યીસ્ટ
જવાબ : બ્યુટેરિક એસિડ
જવાબ : પેનિસિલિયમ નોટેટમ
જવાબ : ઇ.સ. 1945
જવાબ : એસ્પરજીલસ નાઈઝર
જવાબ : અર્નસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોર
જવાબ : ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ
જવાબ : કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવોમાં
જવાબ : બૅક્ટરિયા અને યીસ્ટ વચ્ચેનું સહજીવન
જવાબ : તરતો કચરો
જવાબ : માટી અને ગોળામોની કાંકરીઓ
જવાબ : એલેકઝાંડર ફ્લેમિંગ
જવાબ : લેક્ટોબેસિલસ
જવાબ : લાઈપેઝ
જવાબ : મીથેન
જવાબ : BOD
જવાબ : સ્ટ્રેપટોકોકઝ
જવાબ : ટ્રાયકોડરમાં પોલિસ્પોરમ
જવાબ : પેક્ટીનેઝ અને પ્રોટીએઝ
જવાબ : વધારે
જવાબ : સાયકલોસ્પોરિન
જવાબ : સ્ટેટીન્સ
જવાબ : ફ્લોક્સ
જવાબ : મોનાસ્ક્સ પુપુરરિયસ
જવાબ : બેક્ટેરિયા
જવાબ : Co2
જવાબ : બકુલોવાઇરસ
જવાબ : ન્યુક્લીઓ પોલીહેડ્રોવાઇરસ
જવાબ : ગ્લોમસ
જવાબ : Bt-કપાસ
જવાબ : ફોસ્ફોરસ
જવાબ : સાઈનોબેક્ટેરિયા
જવાબ : ટ્રાયકોડરમા
જવાબ : સાયનોબેક્ટેરિયા
જવાબ : ખાતર તરીકે
જવાબ : ઓક્સિજન
જવાબ : તેને સેડીમેન્ટેશન ટૅન્કમાંથી વાતાનુકૂલિત ટેન્કમાં પમ્પ કરવામાં આવે.
જવાબ : લેક્ટિક એસિડ બેક્ટરિયા
જવાબ : પ્રોપિયોનીબેકટેરિયમ શર્માની
જવાબ : Co2
જવાબ : બેકર્સ યીસ્ટ
જવાબ : સેકેરોમાયસીસ
જવાબ : Co2 અને પ્રોમિયોનિબૅક્ટરિયમ શર્માની
જવાબ : ફૂગ
જવાબ : સાયનો બૅક્ટરિયા
જવાબ : સેકેરોમાયસીસ સેરવેસીસ અને બ્રેવર્સ યીસ્ટ
જવાબ : બીયર
જવાબ : રમ, વિસ્કી અને બ્રાન્ડી
જવાબ : અર્નેસ્ટ ચેન, હાવર્ડ ક્લોરે અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
જવાબ : સ્ટેફાયલોકોકસ
જવાબ : એનાબીના, નોસ્ટોક અને એસિલેટોરીયા
જવાબ : સેકેરોમાયસીસ સેરવેસીસ
જવાબ : ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તૈલી ડાધ દૂર કરવા માંટે
જવાબ : પ્રોટીએઝ અને પેક્ટિનેઝ
જવાબ : સ્ટ્રેપ્ટોકાઇનેઝ
જવાબ : સ્ટ્રેપ્ટોકાઇનેઝ
જવાબ : પ્રાથમિક સ્લજ
જવાબ : વિટામિન B12
જવાબ : અજારક પાચકો
જવાબ : સક્રિય સ્લજ
જવાબ : સ્થાયી કણો
જવાબ : ઓક્સિજનનો વપરાશ
જવાબ : વાઇન
જવાબ : ગેસ ઓથોરિટી ઓંફ ઇન્ડિયા
જવાબ : વનસ્પતિ રોગોના જૈવિક નિયંત્રણ માટે
જવાબ : ફ્લોક્સનો કેન્દ્રસ્થ ભાગ ઓંક્સિજનવિહીન બને છે જેને કારણે બેક્ટેરિયાનો નાશ થાય અને આખરે ફલોક્સ તૂટે.
જવાબ : ઇથેનોલ
જવાબ : બેકર્સ યીસ્ટ
જવાબ : પામ
જવાબ : લેક્ટિક એસિડ બેક્ટેરિયા
જવાબ : પેનિસિલિન
જવાબ : દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય કે આરંભકના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો LAB ધરાવે છે. જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ, દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. જે વિટામિન B12 ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે.
જવાબ : સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઘણાં ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણાં અને પ્રતિજૈવિક દ્રવ્યો તેનાં કેટલાંક ઉદાહરણો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મ જીવોને મોટાં વાસણોમાં ઉછેરવામાં આવે છે જેને આથવણ કારકો કહે છે.
જવાબ : એલેકઝાન્ડર ફ્લેમિંગ જયારે સ્ટેફાયલોકોકાઈ બૅક્ટરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાયલોકૉક્સ વૃદ્ધિ પામી શક્યા નહિ. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતાં રસાયણ ને કારણે આવું થયું. પછી તેને 'પેનિસિલિન' નામ આપ્યું. કારણ તે પેનિસિલિયમ નોટેટમ કે (મોલ્ડ ફૂગ) માંથી સર્જાયું હતું.
જવાબ : પ્લેગ, કાળી ખાંસી, ડિપ્ટેરિયા તથા રક્તપિત જેવા ભયાનક રોગો, જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટિબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે.
જવાબ : એસિડિક ઉત્પાદનોનાં ઉદાહરણ નીચે પ્રમાણે છે: (i) એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી સાઇટ્રિક એસીડ (ii) એસીટોબૅક્ટર એસેટી બેક્ટરિયામાંથી એસિટિક એસિડ (iii) ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ બેક્ટરિયા દ્વારા બ્યુટેરિક એસિડ (iv) લેક્ટોબેસિલસ બેક્ટરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે.
જવાબ : શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે જેનો મુખ્ય ઘટક માનવમળ છે.નગરના આ ગંદા પાણીને વાહિન મળ કહે છે. આ વાહિન મળમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. તેમાંના કેટલાક રોગજન્ય હોય છે. આવા શહેરો ગંદા પાણીને નદી અને ઝરણાંઓમાં સીધું (તે જ સ્વરૂપે) છોડવામાં આવતું નથી. આ પાણીને વિસર્જિત કરતા પહેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ STPsમાંથી પસાર કરવામાં આવે છે. જેથી તે ઓછા પ્રદૂષિત બને. ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂટ્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે જે આ સુએઝમાં કુદરતી રીતે વસતા હોય છે.
જવાબ : જ્યાં સતત આંદોલિત થતાં યંત્રો દ્વારા હવા પસાર કરવામાં આવે છે. જેથી ઉપયોગી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ તે ફલોક્સમાં ફેરવાય છે.(સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના) જ્યાં વૃદ્ધિ દરમિયાન તેઓ ઇન્ફલ્યુઅન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે. પરિણામે ઇફૂલ્યુઅન્ટના BOD(Biochemical Oxygen Demand) માં નોંધપાત્ર ઘટાડો થાય છે.
જવાબ : વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એકશન પ્લાન શરૂ કર્યો છે. આ યોજના હેઠળ, મોટી સંખ્યામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે. જેથી માત્ર ઉપચારિત કરેલ સુએઝ જ નદીમાં મુક્ત કરી શકાય.
જવાબ : જૈવનિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ. આધુનિક યુગમાં, કીટનાશકો અને પેસ્ટીસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. આ રસાયણો વિષારો છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ, ફળો, શાકભાજી અને પાકને પ્રદૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. આમ, જૈવનિયંત્રકો એ ભૂમિનું પ્રદૂષણ અટકાવવામાં ઉપયોગી છે.
જવાબ : બકુલોવાઇરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટા ભાગના બકુલો વાઇરસ જૈવ-નિયંત્રકો છે. તેમનો સમાવેશ ન્યુક્લિઓ પોલીહેડ્રોવાઇરસ. પ્રજાતિ હેઠળ થાય છે. આ વિષાણુ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જવાબ : ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે (માઇકોરાઇઝા). ગ્લોમસ પ્રજાતિની ધણી ફૂગ માઇકોરાઇઝા રચે છે જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફૉસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે.
જવાબ : બાયોગૅસમાં મુખ્યત્વે પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં પશુઓનો વિવિધ હૈતુસર ઉપયોગ થાય છે માટે ગ્રામીણ વિસ્તાર નજીક બાયોગેસ પ્લાન્ટ ફાયદાકારક રહે છે.
જવાબ : કૃષિ-ઉત્પાદનોની, વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી ગયો છે જે પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. આવા રાસાયણિક ખાતરો સજીવોના સ્વાસ્થય માટે હાનિકારક છે. પરિણામે કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જૈવિક ખાતરો એ ભૂમિને ફળદ્રૂપ બનાવે છે.
જવાબ : મિથેનોજન્સ બેક્ટરિયા એ સેલ્યુલોઝનું સહેલાઈથી વિધટન કરી શકે છે. આ પ્રકારના બેક્ટરિયા ઢોરના આમાશયમાં જોવા મળે છે. ઢોરના ખોરાકમાં રહેલા સેલ્યુલોઝવાળા ઘટકોને આ બૅક્ટરિયા તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
જવાબ : શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે જેનો મુખ્ય ધટક માનવમળ છે. આ ગંદા પાણીને સુએઝ કહે છે. આ સુએઝમાં ખૂબ જ પ્રમાણમાં રોગકારક સૂક્ષ્મજીવો જોવા મળે છે જે વિવિધ પ્રકારના રોગો થવા માટે જવાબદાર છે.
જવાબ : (A) સાયક્લોસ્પોરીન A = ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (ફૂગ) (B) સ્ટેટિન્સ = મોનાર્કસ પુપુરિયસ (યીસ્ટ)
જવાબ : (a) SCP: તે પ્રોટીનથી ભરપૂર આહાર છે, જેમાં ચરબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તે મોટે ભાગે સ્પાયરુલિના યીસ્ટ અને ફયુઝારિયમમાંથી મેળવવામાં આવે છે. (b) ભૂમિ: રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને લીધે ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ ખાતરોનો મુખ્ય સ્રોત બેક્ટરિયા, ફૂગ અને સાયનો બેક્ટરિયા છે. આમ, આવા સૂક્ષ્મજીવો રાસાયણિક ખાતરોના ઉપયોગને અટકાવે છે અને જમીનની ફળદ્રપતા વધારે છે.
જવાબ : પેનિસિલિન, બાયોગૅસ, દહીં, સાઇટ્રિક એસિડ. માનવ સમાજ માટે પેનિસિલિન એ વધુ મહત્વનું છે. કારણ કે પેનિસિલિન એ વિવિધ સૂક્ષ્મ જીવોને મારી નાખે છે અને રોગથી બચાવે છે માટે તેનું સ્થાન પ્રથમ છે. બાયોગેસ એ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. જયારે દહીં અને સાઇટ્રિક એસિડનો ખાદ્ય પદાર્થામાં સમાવેશ થાય છે.
જવાબ : જમીનની ફળદ્રપતામાં જૈવિક ખાતરો ખૂબ જ ઉપયોગી છે. જૈવિક ખાતરો એ એવા સજીવો છે કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. ઉદા., રાઇઝોબિયમ બેક્ટરિયા એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
જવાબ : જૈવતકનીકી દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદકો માટે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર કરવામાં આવે છે, આ સૂક્ષ્મજીવોનો ઉછેર મોટા પાત્રમાં કરવામાં આવે છે. જેને બાયૉરિએક્ટર અથવા જેવભઠ્ઠી કહે છે.
જવાબ : કારણ કે દ્વિતીય શુદ્ધીકરણ દરમિયાન કાર્બનિક તત્વોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ શુદ્ધીકરણ માટે સજીવોનો ઉપયોગ થતો હોવાથી તેને જૈવિક શુદ્ધીકરણ પણ કહેવાય છે.
જવાબ : બકુલો વાઇરસ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે તેમજ જૈવિક નિયંત્રણ કરે છે. આ વાઇરસ અમુક ચોક્કસ પ્રકારના કીટકોનો નાશ કરે છે. બકુલો વાઇરસ એ ન્યુક્લિઓપોલિહેડ્રો વાઇરસની જાતિ છે. કીટનિયંત્રણમાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે.
જવાબ : એન્ટિબાયોટિક્સ એ સૂક્ષ્મજીવો દ્વારા બનાવવામાં આવે છે. જેની શોધ મુખ્યત્વે 20મી સદીમાં થઈ હતી. માનવ કલ્યાણમાં તેનું યોગદાન ખૂબ જ અગત્યનું છે. અન્ટિબાયોટિક્સ એવાં દ્રવ્યો છે જે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.
જવાબ : વિવિધ પદ્ધતિઓ દ્વારા વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણાં બનાવવામાં આવે છે. વાઇન અને બીઅરના ઉત્પાદનમાં નિસ્યંદીકરણ પદ્ધતિનો થતો નથી. જ્યારે વ્હીસ્કી, બ્રાન્ડી અને રમની બનાવટમાં નિસ્યદાકરણ પદ્ધતિ ખૂબ જ જરૂરી છે. નિસ્યંદીકરણ પદ્ધતિ એ આલ્કોહોલિક પીણાંમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે છે.
જવાબ : એસ્પરજીલસ નાઇઝર - સાઇટ્રિક એસિડ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાલિક્સ - બ્યુટારિક એસિડ લેક્ટ્રોબેસિલસ - લેક્ટિક એસિડ
જવાબ : જો પ્રાણીઓના આમાશયમાં રહેલા બૅક્ટરિયા આપણા આંતરડામાં જોવા મળે તો આપણે પણ ખોરાકમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરી શકીશું. કારણ કે આવા બૅક્ટરિયામાં સેલ્યુલેઝ ઉન્સેચક જોવા મળે છે, જે સેલ્યુલોઝનું પાચન કરે છે.
જવાબ : (1) બેસીલસ યુરેન્જિનેસીસ (2) ઇ.કોલાઈ
જવાબ : Bt-કોટન એ જનીનું પરિવર્તિત પાકનું ઉદાહરણ છે. જે ગોળકીડા પ્રત્યે પ્રતિકારકતા દર્શાવે છે. બેસિલસ યુરેન્જિનેસીસમાંથી મેળવેલું આ જનીન કીટકો માટે પ્રતિકારકતા દર્શાવે છે.
જવાબ : નીલહરિત લીલ એ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે. છતાં પણ તે જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી. તે માટે ઘણા પ્રકારની મુંઝવણ ઊભી થયેલી છે. તેમજ તેમાં વધુ પ્રમાણમાં મ્યુસીલેજ હોય છે જે ખેતરોને લપસતા કે ચીકણા બનાવે છે. માટે તે જૈવિક ખાતર તરીકે લોકપ્રિય નથી.
જવાબ : જે ટોબેકો મોઝેઇક વાઇરસ એ દંડાણ આકારનો હોય છે. જે સૌપ્રથમ શોધાયેલો વનસ્પતિજન્ય વાઇરસ છે.
જવાબ : ગ્લોમસ જાતિની ફૂગના ઘણા સભ્યો અને છોડ સાથેના સહજીવનથી માઇકોરાઇઝા રચાય છે. માઇક્રોરાઇઝા જમીનમાંથી ફૉસ્ફરસનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે તેમજ રોગપ્રતિકારકતા બક્ષી ક્ષાર અને શુષ્કતા સામે વનસ્પતિને ટકાવી રાખે છે.
જવાબ : પેનિસિલિનના પ્રથમ શોધક એલેકઝાંડર ફૂલેમિંગ હતા. તેમણે સ્ટેફેલોકોકસના સંવર્ધન પર પેનિસિલિયમનો ઉછેર જોવા મળ્યો હતો. તેમજ પેનિસિલિયમ સ્ટેફેલો કોક્સની વૃદ્ધિ અટકાવતો હતો. ત્યાર બાદ તેનું અલગીકરણ કરવામાં આવ્યું.
જવાબ : પેનિસિલિયમની શોધ સૌપ્રથમ એલેકઝાંડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ અર્નેસ્ટ જૈન અને હાવર્ડ ફૂલોરેયને તેના ઉત્પાદનમાં સુધારા કરી તેને એન્ટિબાયોટિક તરીકે ગણાવ્યું. આ શોધ બદલ આ ત્રણેય વૈજ્ઞાનિકોને 1945 માં નોબલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા.
જવાબ : ફૂગ દ્વારા ઉત્પન્ન થતા અમુક અણુઓ માનવ સ્વાથ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સાયકલોસ્પોરોન-A એ અંગ પ્રત્યારોપણની ક્રિયા દરમિયાન રોગપ્રતિકારક્તા ઘટાડનાર તરીકે વર્તે છે. સ્ટેટીન એ શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
જવાબ : લાઇપેઝ ઉલ્લેચક એ કપડાં પર રહેલા તૈલીય ઘટકોને દૂર કરવા માટે ઉપયોગી છે. તે કેન્ડીડા લીપોલાયટીકા અને જી ઓટ્રાઇકમ કેન્ડીડમમાંથી મેળવાય છે.
જવાબ : બાયોગૅસ દરમિયાન મિથેન, Co2 અને H2 ગેસ જોવા મળે છે. તેમજ મિથેનોબેક્ટરિયમ બાયોગેસ ઉત્પાદનમાં ભાગ લે છે.
જવાબ : આવા અએન્ટિબાયોટિકો એ ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટીવ બંને પ્રકારના બૅક્ટરિયાની વૃદ્ધિ અટકાવે છે. જેને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક કહે છે. દા.ત., ટેટ્રાસાયક્લિન, ફેનીકોલ્સ, ક્લોરોક્વિનોલોન્સ વગેરે.
જવાબ : સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટરિયા રુધિરવાહિનીમાં જામેલા ક્લોટને તોડી શકે છે. આ બેક્ટરિયામાંથી સ્ટેપ્રોકાઇનેઝ નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય છે. જે ક્લોટને તોડવા સક્ષમ હોય છે.
જવાબ : બાયૉફર્ટીલાઇઝર્સ એવા સજીવો છે કે જે જમીનની ફળદ્રપતા જાળવવામાં મદદ કરે છે. રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નીલહરિત લીલ જેવી કે નોસ્ટોક અને એનાબીના જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી તેની ફળદ્રપતા વધારે છે.
જવાબ : બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ (પ્રભાવી વાયુ મિથેન) છે. જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તમે ભણ્યા કે સૃક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નીપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતાં કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે. ઉદાહરણ તરીકે, ખીરા (dough)નું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાંઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ CO2 ઉત્પન્ન થાય છે. આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ (methanogens) કહે છે અને તેમાંના એક મિથેનોબૅક્ટેરિયમ (Methanobacterium) છે.
આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએઝ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળે છે. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય (rumen - જઠરનો એક ભાગ)માં જોવા મળે છે. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલુ સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે. આમાશયમાં રહેલા બેક્ટેરિયા આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આમ, પશુઓનું છાણ (મળ-dung) જેને ગોબર કહેવાય છે, તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે. આ છાણ (ગોબર) બાયોગૅસના ઉત્પાદનમાં વપરાય છે માટે તેને ગોબર ગૅસ કહે છે. બાયોગેસ પ્લાન્ટમાં કૌંક્રીટનો ખાડો (10-15 ફૂટ ઊંડો) બનાવેલ હોય છે, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ (slurry) ભરવામાં આવે છે. તેની ઉપર તરતુ આચ્છાદન (floating cover) રાખવામાં આવે છે. બૅક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે. પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઈપ ગોઠવેલી હોય છે. જે નજીકનાં ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે, જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય છે. માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશઊર્જા મેળવવા માટે થાય છે. બાયોગેસ પ્લાન્ટનું ચિત્ર ઉપરની આકૃતિમાં આપેલ છે. ભારતમાં ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI) તથા ખાદી અને ગ્રામઉઘોગ કમિશન(Khadi and Village Industries Commission-KVIC)ના પ્રયાસોથી બાયોગેસ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.જવાબ : આપણે સૂક્ષ્મજીવો કે તેમની નીપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. તેનું સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય, જેને આપણે લેક્ટિક એસિડ બૅક્ટેરિયા(Lactic Acid Bacteria-LAB) કહીએ છીએ. તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન, LAB અમ્લો (acids) સર્જે છે જે દૂધને જમાવે (coagulate) છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે.
દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય (inculum) કે આરંભક (starter) ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો LAB ધરાવે છે. જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ, દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. જે વિટામિન B12ની માત્રા વધારી પોષણસંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ, સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં LAB એક લાભદાયી ભૂમિકા ભજવે છે. ઢોંસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું (dough) પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું (puffed-up) દેખાય છે. બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ(Saccharomyces cerevisiae)નો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. કેટલાંક પ્રણાલીગત પીણાં અને ખોરાક પણ સૃક્ષ્મજીવો દ્રારા થતા આથવણથી મેળવાય છે. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ‘ટોડ્ડી' (Toddy) પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે. માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ-પ્રક્રિયામાંથી પસાર કરી, તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે. ચીઝ આદિ ખાદ્યપદાર્થ છે. તેમાં પણ સૃક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી-જુદી જાત (variety) તેના પોત(texture), સુગંધ (flavour) અને સ્વાદને કારણે જાણીતી છે. જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. દાખલા તરીકે ‘સ્વિસ ચીઝ’ (Swiss cheese)માં જોવા મળતાં મોટાં કાણાં, તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2 ને કારણે હોય છે. જે પ્રોપિયોનીબૅક્ટેરિયમ શર્માની (Propionibacterium sharmanii) બેક્ટેરિયાને કારણે સર્જાય છે. ‘રોક્વીફોર્ટ ચીઝ’ (Roquefort cheese)ને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે.જવાબ : સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ-સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. 'એન્ટી' (anti) ગ્રીક શબ્દ છે, જેનો અર્થ ‘વિરુદ્ધ’ અને ‘બાયો’ (bio)નો અર્થ ‘જીવન’ છે. બંનેના સમન્વય દ્વારા બનતો શબ્દ ‘જીવનવિરુદ્ધ’ (against life) થાય (સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં).
જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવનવિરુદ્ધ નહિ પરંતુ ‘પૂર્વ જીવન’ (pro life) માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારનાં રસાયણ છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. જે અન્ય સૃક્ષ્મજીવો (રોગ સર્જનારા)ને મારી નાંખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે. તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો. સૌપ્રથમ શોધાયેલું એન્ટિબાયોટિક પેનિસિલિન છે અને તેની શોધ અનાયાસે થઈ હતી ? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ (Alexander Fleming) જ્યારે સ્ટેફાયલોકોકાઈ (Staphylococci) બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા; ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાયલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહિ. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું, પછી તેને ‘પેનિસિલિન’ નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ (Panicillium notatum) મોલ્ડ (ફૂગ)માંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચૈન (Ernest chain) અને હાવર્ડ ફલૉરે (Howard Florey)એ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ એન્ટિબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, ચૈન અને ફ્લોરેનને આ સંશોધન માટે, 1945માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પેનિસિલિન પછી, અન્ય એન્ટિબાયોટિક્સને પણ અન્ય સૃક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા. પ્લેગ, કાળી ખાંસી (ઉટાંટિયુ – whooping cough), ડિપ્થેરિયા (gal ghotu) તથા રક્તપિત (કુષ્ટ રોગ - leprosy) જેવા ભયાનક રોગો, જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટિબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે. આજે આપણે એન્ટિબાયોટિક્સ વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી.જવાબ : સુએઝ સારવારની પ્રક્રિયા બે તબક્કાઓમાં કરવામાં આવે છે.
I. પ્રાથમિક સારવાર(Primary Treatment): આ પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન (sedimentation) દ્વારા સુએઝમાં રહેલાં ભૌતિક કણ-દ્રવ્યો (નાના અને મોટા કણો)નો તબક્કાવાર નિકાલ કરાય છે. પહેલાં, વારંવાર ગાળણ કરી તરતો કચરો દૂર કરાય છે. ત્યાર બાદ માટી અને નાની કાંકરીઓ(grit) ને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ પ્રાથમિક સ્લજ primary sludge(કાદવ અને રગડો) રચે છે. જ્યારે ઉપરનું મુક્ત પાણી ઇફલ્યુઅન્ટ (effluent) કહેવાય છે. ઇફલ્યુઅન્ટને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. II. દ્વિતીયક સારવાર અથવા જેવિક સારવાર(Secondary treatment or Biological treatment): પ્રાથમિક ઇફલ્યુઅન્ટને મોટી વાયુમય જારક ટાંકો (aeration tank)માંથી પસાર કરવામાં આવે છે.(નીચે આપેલ આકૃતિ મુજબ). જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે. જેથી ઉપયોગી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ તે ફ્લોક્સ(flocs) (સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના)માં ફેરવાય છે, જ્યાં વૃદ્ધે દરમિયાન તેઓ ઇફલ્યુઅન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાંખે છે. પરિણામે ઇફલ્યુઅન્ટના BOD(Biochemical Oxygen Demand)માં નોંધપાત્ર ઘટાડો થાય છે. BOD એટલે એક લિટર પાણીમાં રહેલાં બધાં જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્રારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. સુએઝ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી BODમાં ઘટાડો ન થાય. BOD કસોટી એટલે પાણીના નમૂનામાં, સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ 02 નું માપન અને તેથી પરોક્ષ રીતે BODએ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે. નકામા પાણીમાં BOD જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા વધારે. સુએઝ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફલ્યુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે. જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય છે. આવું અવસાદિત દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ (activated sludge) કહેવાય છે. આ અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો પંપ કરીને જારક ટાંકામાં લઈ જવાય છે જ્યાં તે નિવેશ દ્રવ્ય (inoculum)ની ગરજ સારે છે. બાકીના મોટા ભાગના સ્લજને મોટા એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ - (anaerobic sludge digesters - કાદવ કે રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકા)માં લઈ જવામાં આવે છે. અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય છે. જે બાયોગૅસ (biogas) સર્જે છે અને તેનો ઉપયોગ ઊર્જાના સ્રોત તરીકે કરી શકાય છે, કારણ કે તે જ્વલનશીલ છે. દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત ઇફલ્યુઅન્ટને સામાન્યતઃ નૈસર્ગિક જળાશયો જેવાં કે નદી અને ઝરણાંમાં મુક્ત કરવામાં આવે છે. આવા એક પ્લાન્ટનો અવકાશીય નજારો (ariel view) નીચેની આકૃતિમાં આપેલ છે. કઈ રીતે સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના લગભગ બધા જ ભાગોમાં એક સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે. આજદિન સુધી, માનવ વિકસિત તકનિકી સૂક્ષ્મજીવો દ્વારા થતી સુએઝની પ્રક્રિયાની ટક્કર ઝીલી શકી નથી. વધતા જતાં શહેરીકરણને કારણે પહેલાની સાપેક્ષે ખૂબ વધુ માત્રામાં સુએઝ ઉત્પન્ન થઈ રહ્યું છે.પરેતુ, આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાઈ નથી, જેથી અનુપચારિત સુએઝને સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે. જેને કારણે પ્રદૂષણ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન (Ganga Action Plan) અને યમુના એક્શન પ્લાન (Yamuna Acrion Plan) શરૂ કર્યો છે.આ યોજના હેઠળ, મોટી સંખ્યામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે. જેથી માત્ર ઉપચારિત કરેલ સુએઝ જ નદીઓમાં મુક્ત કરી શકાય.જવાબ : વર્તમાન જીવનશૈલી જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ-ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુપડતો ઉપયોગ, એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ, હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુપડતાં ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે,
જેના પરિણામે કાર્બનિક ખેતી (organic farming) કરવા અને જૈવિક ખાતરો (biofertilisers)નો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે.શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઇઝોબિયમ (Rhizobium) બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે. બૅક્ટેરિયા વાતાવરણમાંના N2 નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી [એઝોસ્પિીરીલિયમ (Azospirillum) અને એઝોટોબેક્ટર (Azotobacter)] તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના N2 નું સ્થાપન કરીને, ભૂમિને નાઇટ્રૉજનથી સમૃદ્ધ કરે છે. ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે (માઈકોરાઈઝા). ગ્લોમસ (Glomus) પ્રજાતિની ઘણી ફૂગ માઈકોરાઈઝા (કવકમૂળ / mycorrhiza) રચે છે. જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફૉસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે, મૂળમાં રોગપ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સવાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો છે. સાયનોબેક્ટેરિયા (Cyanobacteria) સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃતરૂપે જોવા મળે છે. જેમાંના મોટા ભાગના વાતાવરણમાંના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે - દા.ત., એનાબીના (Anacaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે. ડાંગરનાં ખેતરોમાં સાયનો બેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. નીલહરિત લીલ (Blue green algae) પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળટ્દુપતામાં વધારો કરે છે. હાલમાં, આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ-ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિતરૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનીજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય.જવાબ : બૃહદદર્શી (macroscopic) વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરાંત, સૂક્ષ્મજીવો પૃથ્વી પરના જૈવિક તંત્રનાં મુખ્ય ઘટકો છે. સૃક્ષ્મજીવો સર્વવ્યાપી છે - જમીન, હવા, પાણી, આપણા શરીરમાં તેમજ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. તેઓ એવાં સ્થાનોએ પણ જોવા મળે છે કે જ્યાં અન્ય જૈવસ્વરૂપો જોવા મળતા નથી.
જેમકે, ગરમ પાણીના ઝરા (geysers)માં ઊંડે જ્યાં તાપમાન 100° C કરતાં પણ વધુ હોય છે ત્યાં, ભૂમિમાં ઊંડે, અમુક મીટર જાડા બરફ (હિમ)ના સ્તરો હેઠળ અને અતિ એસિડિક વાતાવરણમાં. સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના હોય છે - પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ અને સુક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાઈરસ, વિરોઇડ અને પ્રાયોન(prions) પણ કે જે પ્રોટીનમય ચેપીકારકો છે. સૂક્ષ્મજીવો જેવાં કે બેક્ટેરિયા અને ઘણી ફૂગને પોષણયુક્ત માધ્યમમાં તેમની વસાહતો (colonies)ના નિર્માણ માટે ઉછેરવામાં આવે છે. જેને નરી આંખે જોઈ શકાય છે. આવા સંવર્ધિત (cultures) માધ્યમ સુક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા રોગો પ્રેરવા માટે જવાબદાર છે તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ રોગ પ્રેરે છે. પરંતુ બધા સૂક્ષ્મજીવો હાનિકારક હોતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. આધુનિક આધુનિક બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગનો વ્યાપક જ્ઞાન દ્વારા આવા સૂક્ષ્મસજીવોનો ઉપયોગ વિવિધ રીતે માનવકલ્યાણ અર્થે કરવામાં આવે છે.જવાબ : પ્રાચીનકાળથી વાઈન, બીયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવાં પીણાં યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેક્કેરોમાયસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોનાં રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. જે બ્રેવર્સ યીસ્ટ (Brewer’s yeast) તરીકે ઓળખાય છે. આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યંદિત કે અનિસ્યંદિત)ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહોલિક પીણાં મેળવાય છે. વાઇન અને બીયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. નીચે આકૃતિમાં આથવણ પ્લાન્ટ(fermentation plant)નો ફોટોગ્રાફ આપેલ છે.
જવાબ : કેટલાક વિશિષ્ટ પ્રકારનાં રસાયણો જેવાં કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. એસિડિક ઉત્પાદનોનાં ઉદાહરણ : એસ્પરજીલસ નાઈઝર (Aspergillus niger) ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસીટોબેક્ટર એસેટી(Acetobacter aceti) બેક્ટેરિયામાંથી એસેટિક એસિડ, ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ(Clostridium butyricum) બૅક્ટેરિયા દ્વારા બ્યુટેરિક એસિડ તેમજ લેક્ટોબેસિલસ (Lactobacillus) બૅક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે.
ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે યીસ્ટ (Saccharpmyces cerevisiae)નો ઉપયોગ થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે. ઘરે કાઢવામાં આવેલ ફળોના રસ કરતાં, બજારમાં બોટલમાંના પૅક કરેલ ફળોનાં રસ વધુ સાફ (clear) હોય છે કારણ કે, બોટલમાં પેક કરેલ ફૂટજ્યુસને પૅક્ટિનેઝ (pactinase) અને પ્રોટીએઝ (protease) વડે શુદ્ધ કરવામા આવે છે. સ્ટ્રેપ્ટોકાઈનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોક્સ(streptococcus) બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જનીન ઇજનેરીવિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલ છે, દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ રુધિર (clot)ને તોડવા માટે ‘clot buster’ તરીકે તેનો ઉપયોગ થાય છે. જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ (myocardial infraction) થવાને કારણે હાર્ટએટેક થવાની સંભાવના હોય. ટ્રાયકોડર્માં પોલિસ્પોરમ (Trichoderma polysporum) ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન A દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (immune suppressive agent) તરીકે વપરાય છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ(Monascus purpureus) યીસ્ટમાંથી કરવામાં આવે છે. કૉલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા-નિગ્રાહકની જેમ કાર્ય કરે છે.જવાબ : કૃષિક્ષેત્ર પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર (organic farmer) અનુસાર જૈવ-વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ, તેટલું વધુ તેનું સ્થાયીપણું. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો (જેને કેટલીક વાર ઉપદ્રવી જીવાતો કહેવામાં આવે છે) તેમનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસનતંત્રમાં તેના ઘટાડા (check) અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે.
‘પરંપરાગત' (conventional) ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાંખવામાં આવે છે, તે (જૈવ નિયંત્રણ) એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. જે પ્રાણીસમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માગે છે. ઓ્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત (પેસ્ટ) પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી, પરંતુ અનિચ્છનીય પણ છે, તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કોટક જીવંત રહી શકે નહિ, કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે તે નિર્ભર હોય છે. આથી જૈવ-નિયંત્રણ દ્વારા, વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદંશે ઘટી જાય છે. જૈવ-કૃષિ (biological farming)ના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ તે જ રીતે જંતુ-જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપો જે તેઓ પસંદ કરે છે તેમનાથી પરિચિત થઈએ છીએ. જે આપણને જૈવ-નિયંત્રણનાં યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે.જવાબ : ખૂબ જ જાણીતા લેડીબર્ડ(Ladybird) અને ડ્રેગનફલાય(Dragonflies) જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે તેવા ભૃંગકીટકો (beetles)નો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ(aphids) અને મચ્છરો(mosquitoes)થી છૂટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે. સૃક્ષ્મજીવી જૈવ-નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જિનેન્સિસ (Bacillus thuringiensis - જેને Bt તરીકે ઓળખાય છે).
બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઇયળ (caterpillar)ના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તેઓ શુષ્ક બીજાણુ (dried spores) સ્વરૂપે પેકેટ (sachet)માં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ (Brassica) અને ફળાઉ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડિમ્ભ (larvae) દ્રારા તે ખવાય છે. ડિમ્ભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડિમ્ભોને મારી નાંખે છે. જીવાણુમય રોગ કેટરપીલર (ઈયળ)ને મારી નાંખે છે, પરંતુ, અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. લગભગ છેલ્લા દસકામાં જનીન ઈજનેરીવિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જિનેન્સિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિઓ કીટ-જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. Bt-કપાસ આવું એક ઉદાહરણ છે જે આપણા દેશનાં કેટલાંક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે. જૈવ-નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા (Trichoderma) ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવારમાં કરવામાં આવે છે. ટ્રાયકોડર્મા મુક્ત જીવી ફૂગ છે. જે સામાન્યતઃ મૂળના નિવસનતંત્રમાં જોવા મળે છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ-નિયંત્રક છે. બકુલોવાઇરસ(Baculoviruses) કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જ છે. મોટા ભાગના બકુલોવાઈરસ જૈવ-નિયંત્રકો છે. તેમનો સમાવેશ ન્યુક્લિઓ પોલીહેડ્રોવાઈઇરસ (Nucleo polyhedrovirus) પ્રજાતિ હેઠળ થાય છે. આ વિષાણુઓ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન (narrow spectrum insectidal application) માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એવું જોવા મળ્યું કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યડીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે વિશેષરૂપે ત્યારે ઈચ્છનીય છે, જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય. જેથી ઈન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ (integrated pest management-IPM)માં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસનતંત્રીય વિસ્તારનો ઉપચાર થાય.જવાબ : (A) ઈ.સ. 1985 પહેલાં ફક્ત થોડા જ શહેરો પાસે સુએઝ સારવાર પદ્ધતિ હતી, મોટા ભાગના શહેરો તેમના પ્રદૂષિત પાણી સીધા નદીમાં જ ઠાલવતા હતા. ત્યાર પછી ભારત સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં.તેમાં ગંગા એક્શન પ્લાન (Gamuna Action Plan-GAP) અને યમુના એકશન પ્લાન (Yamuna Action Plan-YAP) ની શરૂઆત કરવામાં આવી.
(B) ગંગા એકશન પ્લાનને એપ્રિલ 1986, માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામની શરૂઆત ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. ગંગા નદીમાં પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધી ગયું છે તેવું વૈજ્ઞાનિકો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું. અમુક અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું કે આ નદીમાં બીજી નદીઓની સરખામણીમાં વધુ ઓક્સિજનની માત્રા જોવા મળે છે. નેશનલ રિવર ગંગા બેસીન ઓથોરિટી (NRGBA) ની સ્થાપના કેન્દ્રીય સરકાર દ્વારા 20 ફેબ્રુઆરી, 2009 ના રોજ કરવામાં આવી. ગંગાને રાષ્ટ્રીય નદી તરીકે પણ ધોષિત કરવામાં આવી છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.