GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કયો રોગ દૂષિત પાણીને લીધે થતો નથી ?

Hide | Show

જવાબ : હિપેટાઇટ્સ-B


કુદરતી પાણીમાં જલજ વનસ્પતિઓની ઉપદ્રવી વૃદ્ધિ અને લીલનું પુરબહારમાં ઉગી નીકળવું તે કોના ઊંચા સંકેન્દ્રણને કારણે થાય છે ?

Hide | Show

જવાબ : ફોસ્ફરસ


લીલનો સમૂહ પાણીને વિશિષ્ટ રંગ બક્ષે છે, જે શેના લીધે છે?

Hide | Show

જવાબ : તેઓના રંજક દ્રવ્યકણો


તમારાં પાઠ્યપુસ્તકમાં ત્રણ માઇલ ટાપુ અને ચર્નોબિલ દુર્ઘટના રેડિયો એક્ટિવ કચરાના અચાનક લીકેજને કારણે થઈ હતી.ભારતમાં ભોપાલ ગૅસ દુર્ઘટના થઈ હતી. તે કોની સાથે સંકળાયેલી ઘટના છે ?

Hide | Show

જવાબ : મિથાઇલ આઇસો-સાઇનેટ


ગત શતાબ્દી દરમિયાન પૃથ્વીનું તાપમાન કેટલું વધવા પામ્યું હતું ?

Hide | Show

જવાબ : 0.6 c


ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરોને જોતાં કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : મોન્ટ્રીયલ પ્રોટોકોલ


મોન્ટ્રીયલ સંધિ ક્યારે કરવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : 1987


20મી સદીના અંત સુધીમાં જંગલો ઘટીને કેટલાં રહી ગયા છે ?

Hide | Show

જવાબ : 21.54%


સંયુક્ત વન વ્યવસ્થાપનની કલ્પનાની રજૂઆત કયા દાયકામાં કરવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : 1980


રાષ્ટ્રીય વનનીતિની ભલામણ મુજબ સપાટ પર્વતીય વિસ્તારોમાં કેટલાં ટકા જંગલો હોવા જોઈએ ?

Hide | Show

જવાબ : 67%


રાષ્ટ્રીય વનનીતિની ભલામણ મુજબ સપાટ મેદાની વિસ્તારોમાં કેટલાં ટકા જંગલો હોવા જોઈએ ?

Hide | Show

જવાબ : 33%


કણ સ્વરૂપી પદાર્થોનું કેટલું કદ પ્રમાણ માનવ-સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે ?

Hide | Show

જવાબ : 2.5 માઈક્રોમિટર


પ્રદુષકોમાંથી નિકાલ પામતાં દ્રવ્યો ઉદ્દીપકીય પરીવર્તકોમાંથી પસાર થાય ત્યારે નાઈટ્રીક ઑક્સાઇડ શેમાં રૂપાંતરિત થાય છે ?

Hide | Show

જવાબ : નાઈટ્રોજન


ભારતમાં હવાનું પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમનક્યારે અમલમાં આવ્યો હતો ?

Hide | Show

જવાબ : .સ. 1981


જેટ વિમાન કે રોકેટના ઉડાણ વખતે ધ્વનિસ્તર કેટલો હોય છે ?

Hide | Show

જવાબ : 150 ડેસીબલ


યુરો-III અનુસાર સલ્ફરને ડીઝલમાં કેટલાં ppm પર નિયંત્રિત કરવો જોઈએ ?

Hide | Show

જવાબ : 350 ppm


પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંઘણોમાં શેનો ઓછો ઉપયોગ કરવાથી પ્રદુષણ ઘટાડી શકાય છે ?

Hide | Show

જવાબ : સલ્ફર


દેશમાં હવાનું પ્રદૂષણ સ્તર કયા શહેરમાં સૌથી વધારે છે ?

Hide | Show

જવાબ : દિલ્હી


પ્રદૂષણ ઘટાડવા માટે વાહનોમાં ડીઝલના સ્થાને શું ઉપયોગમાં લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે?

Hide | Show

જવાબ : CNG


1990ના એક આંકડા અનુસાર વિશ્વના 41 સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં દિલ્હી કેટલામાં ક્રમે હતું ?

Hide | Show

જવાબ : ચોથા


હવાનું પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમનમાં ઘોંઘાટનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો ?

Hide | Show

જવાબ : 1887


કઈ સાલના અંત સુધીમાં દિલ્હીની તમામ બસોને CNGમાં પરિવર્તિત કરી દેવામાં આવી ?

Hide | Show

જવાબ : 2002


યુરો-III અનુસાર સલ્ફરને પેટ્રોલમાં કેટલાં ppm પર નિયંત્રિત કરવો જોઈએ ?

Hide | Show

જવાબ : 150 ppm


સુગંધિત હાયડ્રોકાર્બન્સને સંબંધિત ઇંધણ ના કેટલાં પ્રમાણમાં સમાવવો જોઈએ ?

Hide | Show

જવાબ : 42%


વિશ્વનું સૌથી વધારે સમસ્યારૂપ જલીય નીંદણ કયું છે ?

Hide | Show

જવાબ : જળકુંભિ


માર્ગદર્શી નક્શા પ્રમાણે યુરો-IIIનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને કેટલાં ટકાથી નીચે લાવવાનો છે ?

Hide | Show

જવાબ : 35%


કઈ વનસ્પતિ ટેરર ઓફ બંગાળ તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : જળકુંભિ


માછલી ખાનારા પક્ષીઓમાં ddt નું સંકેદ્રણ જૈવિકવિશાલન દ્વારા કેટલું થઇ જાય છે ?

Hide | Show

જવાબ : 25 ppm


પાણીમાં વવાનું સંકેદ્રણ કેટલાં ppb થી શરુ થાય છે ?

Hide | Show

જવાબ : 0.003 ppb


જળસ્ત્રોતોને બચાવવા માટે ભારતસરકારે વોટર એક્ટ ક્યારે પસાર કર્યો ?

Hide | Show

જવાબ : 1974


અનુક્રમિત પોષકસ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવાની ઘટનાને શું કહેવાય છે ?

Hide | Show

જવાબ : જૈવિકવિશાલન


જળાશયોમાં વધુ માત્રામાં પોષક પદાર્થોની હાજરીને કારણે શેની અતિશય વૃદ્ધિ થાય છે ?

Hide | Show

જવાબ : પ્રવકીય લીલ


માર્ગદર્શી નકશા પ્રમાણે યુરો-IIIનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને કેટલાં ppm ઘટાડવાનો છે ?

Hide | Show

જવાબ : 50 ppm


પોલીબ્લેન્ડ સાથે શું ભેળવીને રસ્તાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે ?

Hide | Show

જવાબ : બી‌ટુમેન


ઉદ્યોગો કે ઘરના કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીર્ણતા ની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધવા પામી છે આ ઘટનાને શું કહે છે ?

Hide | Show

જવાબ : પ્રવેગિત સુપોષકતાકરણ


પોલીબ્લેન્ડની શોધ કોણે કરી હતી ?

Hide | Show

જવાબ : અહેમદખાન


પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું છે ?

Hide | Show

જવાબ : 15 સેન્ટીગ્રેડ


જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને કહે છે ?

Hide | Show

જવાબ : સમતાપમંડળ


20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલાં ટકા જંગલો હતા ?

Hide | Show

જવાબ : 30%


પૃથ્વીની સપાટી પર વાતાવરણ ગરમ થવા માટે કઈ ઘટના જવાબદાર છે ?

Hide | Show

જવાબ : ગ્રીન હાઉસ અસર


ચિપકો આંદોલનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : 1974


કોના દ્વારા જૈવ અવિઘટનીય પ્રદૂષકોનું નિર્માણ થાય છે ?

Hide | Show

જવાબ : માનવો દ્વારા


સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અનુસાર કેટલા વ્યાસના કણોને કારણે માનવ-સ્વાસ્થ્યને વધુ હાનિ પહોંચે છે?

Hide | Show

જવાબ : 2.5 માઇક્રોમીટર


રેકોર્ડિંગ સ્ટુડિયો અને ઓડિટોરિયમ વગેરે જેવા ઓરડાઓને ધ્વનિ-પ્રતિરોધક બનાવવા માટે સામાન્ય રીતે શાનો ઉપયોગ કરાય છે?

Hide | Show

જવાબ : સ્ટાયરોફોમ


કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) શું છે ?

Hide | Show

જવાબ : મિથેન


વિશ્વનું સૌથી વધુ સમસ્યા સર્જતું જલીય નીંદણ કયુ છે?

Hide | Show

જવાબ : આઇકોર્નિયા


કોના દ્વારા જૈવિક વિશાલન સર્જાય છે?

Hide | Show

જવાબ : મરક્યુરી અને


DDTનું પૂર્ણ નામ શું છે?

Hide | Show

જવાબ : ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન


કયુ દ્રવ્ય જૈવ વિઘટન માટે સૌથી વધુ સમય લે છે ?

Hide | Show

જવાબ : અસ્થિ


હાલમાં શેના દ્વારા ઓઝોન નું અવનતીકરણ વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું છે?

Hide | Show

જવાબ : ક્લોરોફ્લોરો કાર્બન્સ


કોને કારણે વધુ માત્રામાં ઘરેલું રાસાયણિક પ્રદૂષણ થાય છે ?

Hide | Show

જવાબ : કોલસા બળવાથી


મીઠા પાણીમાં જોવા મળતાં લીલા મેલને શું કહે છે ?

Hide | Show

જવાબ : નીલહરિત લીલ


ધ્વનિનું વિશાલન કે જેની સામે તકલીફ વગર વ્યક્તિ ટકી શકે છે.

Hide | Show

જવાબ : 80 dB


વૈશ્વિક સ્તરે ધ્વનિ-પ્રદૂષણના મુખ્ય સ્રોત તેને લીધે છે :

Hide | Show

જવાબ : પરિવહન તંત્ર દ્વારા


ઓટોમોબાઈલ (વાહનો)માંથી મુક્ત થતાં નુકસાનકારક વાયુઓનું પ્રમાણ ઘટાડવા માટે તેમાં ઉદ્દીપકીય રૂપાંતરકો ફિટ કરેલા હોય છે. ઉદ્દીપકીય રૂપાંતરકો દહન ન થયેલા હાઇડ્રોકાર્બન્સનું રૂપાંતરણ શામાં કરે છે ?

Hide | Show

જવાબ : કાર્બન ડાયોક્સાઇડ અને પાણી


પેટ્રોલિયમ નીપજોમાંથી સલ્ફરને દૂર કરવું શા માટે આવશ્યક છે?

Hide | Show

જવાબ : બહાર નીકળતા ધુમાડામાં સલ્ફર ડાયૉક્સાઈડને બહાર નીકળતા ઘટાડે છે.


કઈ અશુદ્ધિઓ નકામા પાણીમાંથી સરળતાથી દૂર કરી શકાય છે?

Hide | Show

જવાબ : નિલંબિત ઘન ઘટકો


ભારત સરકારે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમન ક્યારે પસાર કર્યો હતો ?

Hide | Show

જવાબ : .સ. 1986


કણસ્વરૂપી દ્રવ્યોને બહાર કાઢી લેવા માટે કઈ રીત વ્યાપક સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે?

Hide | Show

જવાબ : સ્થિર વિદ્યુત અવક્ષેપક


સ્થિર વિદ્યુત અવક્ષેપક પધ્ધતિ દ્વારા વાયુરૂપ પદાર્થોમાંના કેટલાં ટકા કણરૂપી દ્રવ્યોને દૂર કરી શકાય છે?

Hide | Show

જવાબ : 99%


માર્જક કયા વાયુને દૂર કરી દે છે?

Hide | Show

જવાબ : સલ્ફર ડાયોક્સાઈડ


આમાંથી કયુ ઉદ્દીપક ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે વપરાય છે ?

Hide | Show

જવાબ : રોડીયમ


હવા,પાણી કે જમીનમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફારને શું કહેવાય ?

Hide | Show

જવાબ : પ્રદૂષણ


પ્રદુષકોમાંથી નિકાલ પામતાં દ્રવ્યો ઉદ્દીપકીય પરીવર્તકોમાંથી પસાર થાય ત્યારે કાર્બન મોનોક્ષાઇડ શેમાં રૂપાંતરિત થાય છે?

Hide | Show

જવાબ : કાર્બન ડાયોક્સાઈડ


પેટ્રોલમાં ઉદ્દીપકોને કયો પદાર્થ નિષ્ક્રિય કરે છે ?

Hide | Show

જવાબ : સીસુ


ખાનની પધ્ધતિનો ઉપયોગ કરી વર્ષ 2002 સુધી કેટલા કિલોમીટરના રસ્તાનું નિર્માણ થયું ?

Hide | Show

જવાબ : 40 કિલોમીટર


તળાવના પાણીમાં પોષક તત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા એટલે શું ?

Hide | Show

જવાબ : સુપોષકતાકરણ


ddt ની ઊંચી સાંદ્રતા પક્ષીઓમાં શેના ચયાપચયને ખલેલ પહોંચાડે છે ?

Hide | Show

જવાબ : કેલ્શિયમની


ન્યુક્લીર કચરાને પૃથ્વીની સપાટી નીચે લગભગ કેટલા મીટર ઊંડાઈએ ખાડો ખોદી પથ્થરોથી દબાવી દેવા જોઈએ?

Hide | Show

જવાબ : 500 મીટર


પોલીબ્લેન્ડ શું છે?

Hide | Show

જવાબ : પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક


પોલીબ્લેન્ડ અને બીટુમેન ના મિશ્રણનો શો ઉપયોગ કરવામાં આવ્યો?

Hide | Show

જવાબ : રસ્તા બનાવવા


પૃથ્વી પરના પાણીમાં મુખ્ય અશુદ્ધિ તરીકે શું હોય છે ?

Hide | Show

જવાબ : નાઇટ્રેટ અને ફોસ્ફેટ


વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભ જડાઈ ક્યા એકમ ના અર્થમાં મપાય છે?

Hide | Show

જવાબ : ડોબસન એકમ


જો ગ્રીન હાઉસ અસર ના હોત તો પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું હોત ?

Hide | Show

જવાબ : માઈનસ 18 સેન્ટીગ્રેડ


પ્રદુષકો કોને કહે છે?

Hide | Show

જવાબ : આવા અનિચ્છનીય ઘટકો, જીવાવરણમાં સજીવોને હાનિકારક દ્રવ્યોને પ્રદૂષકો કહે છે.


હવાના પ્રદૂષણના મુખ્ય સ્રોત કયા છે ?

Hide | Show

જવાબ : હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્રોત છે: (1) અશ્મિબળતણ (2) વાહનોના ધુમાડા.


વાયુ પ્રદૂષકોની સ્વાસ્થય પર શી અસર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને હાનિકર્તા છે. તેના કારણે પાકની વૃદ્ધિ તથા ઊપજ ઘટે છે. વનસ્પતિઓમાં અપરિપક્વ અવસ્થાએ નાશ થતો જોવા મળે છે. મનુષ્યો અને પ્રાણીઓનાં શ્વસનતંત્ર પર નુકસાન પહોંચાડે છે.


કણમય દ્રવ્યો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

Hide | Show

જવાબ : સ્થિર વિધુત અવક્ષેપક પદ્ધતિ સૌથી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે.


માર્જકનું કાર્ય શું છે ?

Hide | Show

જવાબ : માર્જક સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરે છે. તેમાં નિકાલ પામતાં દ્રવ્યો પાણી કે ચૂનાનાં ફુવારામાંથી પસાર થાય છે.


કેવા કણરૂપી દ્રવ્યો અવક્ષેપોથી દૂર થઈ શકતા નથી ?

Hide | Show

જવાબ : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના સંશોધન પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેથી ઓછા વ્યાસનું કદ ધરાવતા કણરૂપી પદાર્થો અવક્ષેપકો દ્વારા દૂર કરી શકાતા નથી.


ઉદ્દીપકમાં કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે ?

Hide | Show

જવાબ : ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા ઉદ્દીપકો તરોકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓ ધરાવતાં ઉદીપકીય પરિવર્તકો વાહનોમાં લગાડવામાં આવે છે.


સિસારહિત પેટ્રોલનો વપરાશ શા માટે જરૂરી છે ?

Hide | Show

જવાબ : ઉદ્દીપક પરિવર્તકો ધરાવતાં મોટર વાહનોમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ જરૂરી છે કારણ કે પેટ્રોલમાં રહેલું સીસું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે છે.


ઘોંઘાટની મુખ્ય અસર શું જોવા મળે છે?

Hide | Show

જવાબ : નિમ્ન ધ્વનિસ્તરને પણ લાંબો સમય સાંભળતા નિરાશા, અનિદ્રા, હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસના દરમાં ફેરફાર વગેરે જોવા મળે છે. માણસ સ્ટ્રેસ (તણાવ) અનુભવે છે.


વિશ્વના પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનો કયો ક્રમ છે?

Hide | Show

જવાબ : 1990 ના આંકડા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 41 શહેરોમાં દિલ્હીનો ચોથો ક્રમ છે.


CNG ડીઝલ કરતાં શ્રેષ્ઠ શા માટે છે?

Hide | Show

જવાબ : (i) CNG સૌથી સારી રીતે દહનક્ષમ છે. (ii) વાહનોમાં દહન પામ્યા વગરનો ગૅસ ખૂબ ઓછી માત્રામાં રહે છે, પેટ્રોલ કે ડીઝલમાં આમ થતું નથી. (iii) પેટ્રોલ કે ડીઝલ કરતાં સસ્તો છે. (iv) ચોરો દ્વારા ચોરી કરી શકાતો નથી તથા પેટ્રોલ અને ડીઝલની જેમ તેમાં ભેળસેળ થઈ શકતી નથી.


યુરો-III પ્રમાણે સલ્ફરને ડીઝલ અને પેટ્રોલમાં કેવી રીતે નિયંત્રિત કરાય છે ?

Hide | Show

જવાબ : યુરો-IIIના નિયમો અનુસાર સલ્ફરને ડીઝલ 350 ppm પર તથા પેટ્રોલમાં 150 ppm પર નિયંત્રિત કરવો જોઈએ.


સુએઝ કોને કહે છે?

Hide | Show

જવાબ : મનુષ્ય દ્વારા ઉપયોગમાં લીધેલ પાણી અને તેના દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને સુએજ કહે છે.


ઘરવપરાશના પાણીમાં કેટલા ટકા ઘન અશુધ્ધિઓ રહેલ છે?

Hide | Show

જવાબ : આ પાણીમાં ફક્ત 0.1 ટકા ઘન અશુદ્ધિઓ રહેલ હોય છે જેના કારણે તે મનુષ્યના ઉપયોગ માટે અયોગ્ય બને છે.


કયા પદાર્થો સહેલાઇથી દૂર થઈ શકતા નથી ?

Hide | Show

જવાબ : ઘન પદાર્થોને પ્રમાણમાં સરળતાથી દૂર કરી શકાય છે પણ ઓગળેલા ક્ષારો જેવા કે નાઇટ્રેટ્સ, ફોરફેસ તથા અન્ય પોષક પદાર્થો, ઝેરી ધાતુઓ અને કાર્બનિક સંયોજનો દૂર કરવા મુશ્કેલ છે.


BOD થી શેની માત્રાનો અંદાજ લગાવી શકાય છે?

Hide | Show

જવાબ : BOD માપન દ્વારા વાણિત મળના ગંદા પાણીમાં જૈવવિધટનીય કાર્બનિક દ્રવ્યની માત્રાનો અંદાજ લગાવી શકાય છે.


લીલપ્રસ્કુટન એટલે શું?

Hide | Show

જવાબ : જળાશયોમાં વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યોની હાજરીના કારણે પ્લવકીયલીલની અતિશય વૃદ્ધિ થાય છે જેને લીલપ્રસ્કુટન કહે છે.


લીલપ્રસ્કુટનથી જળાશયના પાણીમાં શી અસર થાય છે?

Hide | Show

જવાબ : આ જળાશયોને અલગ રંગ, આપે છે, પાણીની ગુણવત્તા ઘટાડે છે, માછલીઓ મૃત્યુ પામે કેટલીક પ્રફુટનકારક લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે.


જળકુંભીનું વૈજ્ઞાનિક નામ આપો.

Hide | Show

જવાબ : વૉટરહાયેસિંથ(Eichhornia crassipes) – વૈજ્ઞાનિક નામ છે.


ટેરર ઓફ બેંગાલ કોને કહે છે?

Hide | Show

જવાબ : વનસ્પતિઓ કે જે તેમનાં સુંદર પુષ્પો માટે ભારત લાવવામાં આવી હતી, તેમની અતિશય વૃદ્ધિના કારણે આપણા જળમાર્ગોમાં અવરોધ ઊભો થવાથી પાયમાલી થઈ છે. તેઓ તેમને દૂર કરવાની આપણી ક્ષમતા કરતાં ખૂબ જ વધારે ઝડપથી વૃદ્ધિ પામે છે. તે વનસ્પતિ જળકૂંભિ છે જે વિશ્વની સૌથી વધારે સમસ્યારૂપ જલીય નીંદણ છે, તેને  ટેરર ઓફ બેંગાલ(Terror of Bengal) પણ કહે છે.


પાણીજન્ય કયા રોગો જોવા મળે છે?

Hide | Show

જવાબ : આપણાં ઘરોની સાથે દવાખાનાઓમાં વાહિત મળમાં ઘણા અનિચ્છનીય રૌગકારક સૂક્ષ્મજીવોનો સમાવેશ થવાની શક્યતા છે અને ઉચિત સારવાર વગર તેનો પાણીમાં નિકાલ કરતાં ગંભીર રોગો જેવાં કે મરડો, અતિસાર, ટાઇફોઈડ, કમળો, કોલેરા થઈ શકે છે.


ઔધોગિક કચરામાં કઈ ભારે ધાતુઓ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પેટ્રોલિયમ, કાગળ-ઉત્પાદન, ધાતુ નિષ્કર્ષણ પ્રક્રિયાઓ રાસાયણિક બનાવટો જેવા ઉદ્યોગોમાંના નકામા પાણીમાં ઘણીવાર ઝેરી પદાર્થો ખાસ કરીને ભારે ધાતુઓ (5 gn cm) થી વધુ ઘનતા ધરાવતાં તત્ત્વો જેવાં કે મરક્યુરી, કેડમિયમ, તાંબું, સીસું તથા વિવિધ કાર્બનિક સંયોજનો હોય છે.


જૈવિક વિશાલનની ઘટના કઈ ધાતુઓ માટે જોવા મળે છે?

Hide | Show

જવાબ : આ ઘટના મરક્યુરી અને DDT (ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાયક્લોરોઇથેન) માટે જાણીતી છે.


સુપોષકતાકરણ એટલે શું?

Hide | Show

જવાબ : સુપોષકત્તાકરણ એ તળાવના પાણીમાં પોષક તત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા છે.


પ્રવેગિત સુપોષતાકરણ એટલે શું?

Hide | Show

જવાબ : આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોના આધારે તળાવના આ કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે પણ ઉધોગો અને ઘરગથ્થુ કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીર્ણતાની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધી ગઈ છે. આ ઘટનાને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતા કરણ કહે છે.


કેલિફોર્નિયાના કયા શહેરમાં નકામાં પાણીના ઉપચારનો પ્રયોગ કરાયો?

Hide | Show

જવાબ : વાહિત મળ સહિત નકામા પાણીનો ઉપચાર સંકલિત ઢબથી કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયાઓને ભેગી કરીને થઈ શકે છે. આવા પ્રકારનો પ્રયોગ કેલિફોર્નિયાના ઉત્તરીય તટ પર આવેલા અકાર્ટા શહેરમાં કરવામાં આવ્યો.


FOAM નું પૂર્ણ નામ જણાવો.

Hide | Show

જવાબ : FOAM – Friends of the Arcata marsh


ઘર વપરાશના કચરામાં શેનો સમાવેશ થાય છે?

Hide | Show

જવાબ : તેમાં સામાન્ય રીતે કાગળ, ખાધ એંઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ, રબર, ચામડું, કપડાં વગેરે હોય છે, તેને બાળવાથી તેના કદમાં ધટાડો થાય છે પણ સંપૂર્ણ રીતે નાશ થતો નથી.


જૈવ અવિઘટનીય પદાર્થો કયા છે?

Hide | Show

જવાબ : જૈવ અવિધટનીય કચરાનો નિકાલ એ સમસ્યા છે. આપણી રોજિંદી ચીજવસ્તુઓ માટે પણ આપણે પોલિથીન, પ્લાસ્ટિક બેગ્સ પર જૈવ અવિઘટનીય આઘાર રાખીએ છે. આના સ્થાને આપણે કાગળ કે કાપડની બનેલી થેલીઓ વપરાશમાં લઈ પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવી શકીએ છીએ.


ઈ-કચરાના નિકાલ દ્વારા કઈ ધાતુઓ મળે છે?

Hide | Show

જવાબ : વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઇ-કચરાની વિકાસશીલ દેશો જેવાં કે ચીન, ભારત અને પાકિસ્તાનમાં નિકાસ થાય છે. અહીં રિસાઇક્લિગ દ્વારા તેમાંથી તાંબું, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃ પ્રાપ્ત થાય છે.


રોડ બનાવવા માટે પોલીબ્લેન્ડને શેની સાથે ભેળવાય છે?

Hide | Show

જવાબ : કંપનીએ પોલીબ્લેન્ડ નામનો રિસાઇક્લિગ કરેલો ઝીણો પાઉડર તૈયાર કર્યો. આ મિશ્રણને બિટુમેન સાથે ભેળવવામાં આવ્યું. જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરાય છે.


કૃષિ-રસાયણોમાં શેનો ઉપયોગ થાય છે?

Hide | Show

જવાબ : પાકોનું ઉત્પાદન વધારવા માટે અકાર્બનિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. હાલ જંતુનાશક, તૃણનાશક, ફૂગનાશક વગેરેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યા છે.


ન્યુક્લિઅર ઊર્જાની કઈ બે સમસ્યાઓ છે?

Hide | Show

જવાબ : (i) આકસ્મિક ઝરણ જેમ કે, શ્રી માઇલ આઇસલેન્ડ તથા ચર્નોબીલ ધટનાઓ (ii) કિરણોત્સગી કચરાના સુરક્ષિત નિકાલની.


કિરણોત્સર્ગથી કયા ગેરલાભ જોવા મળે છે?

Hide | Show

જવાબ : કિરણોત્સર્ગી કચરાથી નીકળતા વિકિરણો સજીવો માટે ખૂબ જ ઘાતક હોય છે. તેના કારણે મોટા પ્રમાણમાં વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. કિરણોત્સર્ગીની વધુ માત્રા જીવલેણ હોય છે પણ ઓછી માત્રાથી પણ વિવિધ વિકારો જોવા મળે છે. સૌથી મોટો ખતરો કેન્સર છે. તેથી ન્યુક્લિઅર વિકિરણોનો કચરો ખૂબ ભયંકર પ્રદૂષક છે. તેના નિકાલની કાર્યવાહીમાં સાવચેતીની જરૂર પડે છે.


જો ગ્રીન હાઉસ અસર ના હોત તો પૃથ્વીનું તાપમાન કેટલું હોત ?

Hide | Show

જવાબ : ગ્રીનહાઉસ નૈસર્ગિક રીતે જોવા મળતી ઘટના છે. તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણને ગરમ રાખે છે. જો ગ્રીન હાઉસ અસર ના હોત તો પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15C ને બદલે 18C જોવા મળતું હોત.


ગ્રીન હાઉસ વાયુઓ કયા છે?

Hide | Show

જવાબ : આ પ્રકાર પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે. મિથેન વગેરે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે.


છેલ્લા શતકમાં પૃથ્વીનું તાપમાન કેટલું વધ્યું હતું ?

Hide | Show

જવાબ : છેલ્લા શતકમાં પૃથ્વીનું તાપમાન 0.6C જેટલું વધ્યું હતું. છેલ્લાં ત્રીસ વર્ષો દરમિયાન સૌથી વધુ વધારો નોંધાયો છે.


સારો ઓઝોન કયા સ્તરમાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : વાતાવરણમાં સારો ઓઝોન હોય છે જે વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપમંડળ કે ઊર્ધ્વમંડળ કહે છે.


ડૉબસન એકમ એટલે શું?

Hide | Show

જવાબ : વાતાવરણની ટોચથી લઈ જમીનના નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ડોબસન એકમ (DU) થી મપાય છે.


ઓઝોન ગર્ત ક્યાં વધુ જોવા મળે છે?

Hide | Show

જવાબ : આ અવક્ષયની અસર એન્ટાર્કટિકા પ્રદેશ પર સૌથી વધુ જોવા મળે છે. તેના પરિણામે અહીં ખૂબ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર પાતળું થઈ ગયું છે જે ઓઝોન ગર્ત તરીકે ઓળખાય છે.


પારજાંબલી કિરણોની મનુષ્ય પર થતી અસરો જણાવો.

Hide | Show

જવાબ : માનવઆંખનું, પારદર્શક પટલ એ UV-B કિરણોને શોષી લે છે તથા UV-B ની વધારે માત્રાથી પારદર્શક પટલમાં સોજો આવે છે તેને પારપટલ અંધતા કહે છે. મોતિયો પણ આવી શકે છે.


મોન્ટ્રિયલ પ્રોટોકોલ શું છે ?

Hide | Show

જવાબ : મોન્ટ્રિયલ પ્રોટોકોલ: ઓઝોનના વિઘટનની હાનિકારક અસરો જોતાં આંતરરાષ્ટ્રીય સંધિ કરાઈ હતી જેને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહે છે.


ઝુમ ઉછેર એટલે શું ?

Hide | Show

જવાબ : કાપો અને સળગાવો કૃષિ જે સામાન્ય રીતે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર કહેવાય છે.


વ્યક્તિઓનું પ્રદાન સમજાવો : બિશ્નોઈ સ્ત્રી- અમૃતાદેવી

Hide | Show

જવાબ : તેમણે જોધપુરના રાજાના (1931માં) વૃક્ષો કાપવાના પ્રયાસોને નિષ્ફળ કર્યા હતા.


વ્યક્તિઓનું પ્રદાન સમજાવો : ગઢવાલ (હિમાચલની સ્ત્રીઓ)

Hide | Show

જવાબ : 1974 માં ગઢવાલ (હિમાચલની સ્થાનિક સ્ત્રીઓએ) કોન્ટ્રાક્ટરોનાં ઝાડ કાપવા સામે વિરોધ દર્શાવ્યો. તે વૃક્ષોને ચોંટીને કુહાડીના પ્રહાર સામે બાથ ભીડી. તે ચીપકો આંદોલન તરીકે જાણીતું થયું છે.


વ્યક્તિઓનું પ્રદાન સમજાવો : સુંદરલાલ બહુગુણા

Hide | Show

જવાબ : ગાંધીવાદી અને તત્ત્વચિંતક હતા. શ્રીમતી ગાંધીએ તેઓને ચળવળની આગેવાની આપી હતી.


વ્યક્તિઓનું પ્રદાન સમજાવો : રમેશચંદ્ર ડાગરે

Hide | Show

જવાબ : તેમણે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કર્યો અને રાસાયણિક ખાતરને બદલે ખેતીવાડીમાં પ્રાણીઓનાં મળ-મૂત્રના ઉપયોગની પદ્ધતિ વિકસાવી.


પર્યાવરણ સંબંધી એક્ટ આપો : ઘી એન્વાયરમેન્ટ (પ્રોટેક્શન) ઓક્ટ 1986

Hide | Show

જવાબ : આ એક્ટ પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવા ભારત સરકાર દ્વારા લાગુ કરાયો છે.


પર્યાવરણ સંબંધી એક્ટ આપો: સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)

Hide | Show

જવાબ : CPCB બોર્ડ દ્વારા સંશોધન કરાયું છે કે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસ ધરાવતા કણો મનુષ્યના સ્વાસ્થ માટે હાનિકારક છે.


પર્યાવરણ સંબંધી એક્ટ આપો : ધી એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ

Hide | Show

જવાબ : આ એક્ટ 1981માં ભારતમાં અમલમાં આવ્યો. તેમાં 1987માં સુધારો કરી, હવાના પ્રદૂષક તરીકે ઘોઘાટને પણ આવરી લેવામાં આવ્યો.


પર્યાવરણ સંબંધી એક્ટ આપો : પ્રદૂષણ નિયંત્રણ તંગ (કમિશનોરેટ ઓફ ટ્રાન્સપોર્ટ)

Hide | Show

જવાબ : પ્રદૂષણ નિયંત્રણ તંત્રનો આરંભ 1995માં ગુજરાત રાજ્યમાં અમલમાં આવ્યો.


પર્યાવરણ સંબંધી એક્ટ આપો : ધી વોટર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એકટ (1974)

Hide | Show

જવાબ : જળસ્રોતની જાળવણી અને સફાઈ માટે ભારત સરકારે કાયદો અમલમાં મૂક્યો.


પુરું નામ જણાવો: NIOH

Hide | Show

જવાબ : નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ અમદાવાદ.


પુરું નામ જણાવો: GGCL

Hide | Show

જવાબ : ગુજરાત ગેસ કંપની લિમિટેડ


પુરું નામ જણાવો: GAIL

Hide | Show

જવાબ : ગુજરાત અદાણી એનર્જી લિમિટેડ


પુરું નામ જણાવો: BOD

Hide | Show

જવાબ : બાયૉલૉજીકલ ઓક્સિજન ડિમાન્ડ


પુરું નામ જણાવો: PPM

Hide | Show

જવાબ : પાર્ટ્સ પર મિલિયન


પુરું નામ જણાવો: PPB

Hide | Show

જવાબ : પાર્ટ્સ પર બિલિયન


પુરું નામ જણાવો: CFC

Hide | Show

જવાબ : ક્લોરોફ્લોરો કાર્બન


પુરું નામ જણાવો: JFM

Hide | Show

જવાબ : જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ


પુરું નામ જણાવો: CPCB

Hide | Show

જવાબ : સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ


પુરું નામ જણાવો: CNG

Hide | Show

જવાબ : કોગ્રેન્ડ નેચરલ ગેસ


પુરું નામ જણાવો: DDT

Hide | Show

જવાબ : ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાયક્લોરોઇથેન


કયા વર્ષમાં ધી એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટમાં અવાજના પ્રદૂષણને ઉમેરવામાં આવેલ છે?

Hide | Show

જવાબ : 1987 માં ધી એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટમાં સુધારો દર્શાવીને અવાજને પ્રદૂષણના સ્રોત તરીકે ઉમેરવામાં આવેલ છે.


આપણા દેશમાં જ્યાં સમગ્ર જાહેર રોડ પરિવહનતંગ CNG ઉપર ચાલે છે તેવા શહેરનું નામ આપો.

Hide | Show

જવાબ : દિલ્હીમાં, સમગ્ર જાહેર સપાટીય પરિવહન, ખાસ કરીને રોડ પરિવહન કૉસ્પેન્ડ કુદરતી ગેસ CNG થી ચાલે છે.


સામાન્ય ટેવ પ્રમાણે ઊંચે આવેલ પાણીની ટાંકીઓમાં રહેલ કાંપ વગેરેને ખાલી કરી દૂર કરવામાં આવે છે. પાણીની ટાંકીઓમાં જમા થતાં કાંપનું શક્ય ઉદ્રમસ્થાન શું હોઈ શકે?

Hide | Show

જવાબ : ઊંચે આવેલ પાણીની ટાંકીઓમાં જમા થતાં કાંપનો મૂળ સ્રોત માટીના કહ્યો છે કે જે ઊંડાં બોરવેલ, નદીઓમાંથી આવતાં પાણી સાથે આવે છે.


પોલીબ્લેન્ડનો કાચો માલ કયો છે?

Hide | Show

જવાબ : બે કે તેથી વધારે પોલિમર્સ ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાની પેદાશથી બનાવાતાં માનવનિર્મિત રેસાઓને પોલીબ્લેન્ડ કહે છે.


કૃષિક્ષેત્રના ખેતરોમાં પવનને રોકતા વૃક્ષોના કોઈ પણ બે ઉદાહરણો આપો.

Hide | Show

જવાબ : પવનને રોકતા આશ્રય સ્થાનો; પવન સામે રક્ષણ આપી, જમીનનું ધોવાણ કે રક્ષણ અટકાવે છે. જાંબુ અને આમલી તથા બીજા વૃક્ષો જેવાં કે બાવળ, મેંદી, થેવેટીઆ, આકડો ખેતીવાડીમાં પવનને રોકવાનું કાર્ય કરે છે.


સુપોષણકતાકરણ વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : સુપોષકતાકરણ (Eutrophication) એ તળાવના પાણીમાં પોષક તત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા છે. એક નવનિર્મિત તળાવનું પાણી ઠંડું અને સ્વચ્છ હોય છે. થોડાક જીવનનું સમર્થન કરે છે, સમયની સાથે-સાથે તળાવમાં ઉમેરાતા પ્રવાહો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવાં પોષક તત્વો રજૂ કરે છે કે, જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. જેમ-જેમ તળાવની ફળદ્રુપતા વધે છે તેમ-તેમ વનસ્પતિ તથા પ્રાણીજીવન પાંગરતા રહે છે અને કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થતા જાય છે. સદીઓથી તેમાં જેમ-જેમ કાંપ અને કાર્બનિક અવશેષી પદાર્થોના ઢગલા થતા જાય છે તેમ-તેમ તળાવ છીછરાં અને ગરમ થતા જાય છે. તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ હૂંફાળા-પાણીના સજીવો જીવન જીવે છે. ઘાસમય નીચાણવાળા કળણ ભૂમિવિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવી લે છે અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરી દે છે. આખરે તરતી વનસ્પતિઓની મોટી સંખ્યાથી તળાવ ભરાઈ જાય છે. ભેજવાળી પોચી જમીન (પંકભૂમિ) બને છે,

છેવટે ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે. આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોને આધારે તળાવના આ કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે. છતાં પણ ઉદ્યોગો અને ઘરના કચરા (બાહ્યસ્રાવ) જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીણતા (વયવૃદ્ધિ)ની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધવા પામી છે. આ ઘટનાને સંવર્ધિત (cultural) કે પ્રવેગિત સુપોષકતાકરણ (Accelerated Eutrophication) કહીએ છીએ. ગત શતાબ્દિ દરમિયાન, પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવો વાહિત મળ અને કૃષિવિષયક કે ઔધોગિક નકામા કચરાથી સુપોષિત થયા છે. તેની મુખ્ય અશુદ્ધિઓ નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ છે કે જે વનસ્પતિઓ માટે પોષક તત્વોનું કામ કરે છે. તેઓ લીલની વૃદ્ધિને અતિઉત્પ્રેરિત કરે છે, જેના કારણે તે જગ્યાએ જોવું ન ગમે તેવું લીલું આચ્છાદન બને છે તેમજ દુર્ગંધ આવે છે અને પાણીમાં ઓગળેલો ઑક્સિજન જે અન્ય જલીય જીવન માટે અતિઆવશ્યક છે તે ઘટી જાય છે. એ જ સમયે તળાવમાં વહીને આવેલા અન્ય પ્રદૂષકો માછલીઓની સંપૂર્ણ વસ્તીને ઝેરી બનાવી શકે છે, જેના વિઘટનના અવશેષોથી પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા વધુ ઘટી જાય છે. આ પ્રકારે એક તળાવની જૈવિકતા વાસ્તવિક રીતે ઘૂટાઈને મૃત્યુ પામી શકે છે.


ઓઝોન ગર્તનું નિર્માણ કઈ રીતે થાય છે? મોન્ટ્રિયલ પ્રોટોકોલ શું છે? વર્ણવો.

Hide | Show

જવાબ : વાતાવરણના નીચેનાં સ્તર(ક્ષોભમંડળ-troposhere)માં બનતાં ઓઝોન ખરાબ કહેવાય છે જે વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે  છે. વાતાવરણમાં ‘સારો’ ઓઝોન પણ હોય છે; જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપમંડળ કે ઊર્ધ્વમંડળ (stratosphere) કહેવાય છે અને તે સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી વિકિરણો (ultra violet radiation)ને શોષવા કવચનું કામ કરે છે. પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે કારણ કે સજીવોનું DNA તથા પ્રોટીન ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેની ઊંચી ઊર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે. વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ડૉબસન એકમ (Du)ના અર્થમાં મપાય છે.

        આણ્વિક ઑક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપ ઓઝોન ગૅસ સતત બનતો રહે છે અને સમતાપમંડળમાં આણ્વિક ઑક્સિજનમાં ઘટાડો પણ થતો રહે છે. સમતાપમંડળ ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા (અવનતીકરણ) વચ્ચે સંતુલન હોવું જોઈએ. હાલમાં ક્લોરોફ્લોરો કાર્બન્સ (CFCs) દ્વારા ઓઝોનનું અવનતીકરણ વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું છે. CFCનો વધારે પડતો ઉપયોગ શીતકો (રેફ્રિજરન્ટ)માં થાય છે. વાતાવરણના નીચેના ભાગેથી વિસર્જિત થતો CFCs ઉપરની તરફ ખસે છે અને સમતાપમંડળમાં પહોંચે છે. સમતાપમંડળમાં પારજાંબલી કિરણો (UV) તેની સાથે ક્રિયા કરીને ક્લોરિન (Cl)ના પરમાણુઓ મુક્ત કરે છે. ક્લોરિન ઓઝોનનું અવનતીકરણ કરે છે અને આણ્વિક ઑક્સિજન મુક્ત કરે છે. આ પ્રક્રિયામાં ક્લોરિન (Cl)ના પરમાણુઓનો વપરાશ થતો નથી કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તેથી સમતાપમંડળમાં જે કોઈ પણ CFCs ઉમેરાતા જાય છે તેની ઓઝોન સ્તરો પર કાયમી અને સતત અસરો થતી જ રહે છે. તેમ છતાં સમતાપમંડળમાં ઓઝોનનું અવનતીકરણ વ્યાપક રીતે થતું રહે છે પરંતુ આ અવક્ષયની અસર નમૂનારૂપ-ખાસ કરીને એન્ટાર્કટિક પ્રદેશ પર સૌથી વધુ થાય છે. આ અસરને પરિણામે અહીં ખૂબ જ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર ખૂબ જ પાતળું થઈ ગયું છે, જે સામાન્ય રીતે ઓઝોન છિદ્ર (ozone hall) તરીકે ઓળખાય છે (નિચે આપેલ આકૃતિ).

પારજાંબલી કિરણો-B (UV-B) કરતાં ટૂંકી તરંગલંબાઈનાં પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. જોકે ઓઝોન સ્તર જેમનું તેમ અકબંધ રહે છે, પરંતુ UV-B એ DNAને નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે છે. તે ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે. ચામડીના કોષોને નુકસાન તથા વિવિધ પ્રકારના ચામડીના કૅન્સર થાય છે. માનવ-આંખનું, પારદર્શકપટલ (cornea) એ UV-B કિરણોને શોષી લે છે તથા UV-Bની વધારે માત્રાને કારણે પારદર્શકપટલમાં સોજો આવે છે તેને પારપટલ અંધતા (snow-blindness) કહે છે. આવા અભિદર્શનથી પારદર્શકપટલને કાયમી નુકસાન થઈ શકે છે. મોતિયો (cataract) વગેરે.

        ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરોને જોતાં આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી, જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ (Montreal Protocol) તરીકે ઓળખાય છે. ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે સન 1987 (1989માં અસરકારક)માં મોન્ટ્રિયલ (કૅનેડા) ખાતે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ CFCs અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સજનને ઘટાડવા માટે ઘણા વધારે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે તથા પ્રોટોકોલ (રાજદ્વારી શિષ્ટાચાર)માં વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા-નિર્દેશકો (માર્ગદર્શી નકશા) નિયત કરવામાં આવ્યા છે.


નિર્વનીકરણ એટલે શું? તેનાં કારણો તથા પરિણામો જણાવો.

Hide | Show

જવાબ : વન (જંગલ) વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતર કરવું વન-નાબૂદી કહેવાય છે. એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં લગભગ 40% જંગલો નષ્ટ થઈ ગયાં છે. શિતોષ્ણ પ્રદેશોમાં માત્ર 1% જ જંગલો નાશ પામ્યાં છે તેની સાપેક્ષે ખાસ કરીને ભારતમાં નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ દયનીય (grim) છે. 20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જંગલો હતાં. સદીના અંત સુધી તે ઘટીને 21.54% રહી ગયાં. ભારતની રાષ્ટ્રીય વનનીતિ (1988) દ્વારા ભલામણ કરવામાં આવી કે સપાટ મેદાની વિસ્તારોમાં 33% જંગલો હોવાં જોઈએ તથા પર્વતીય ક્ષેત્રોમાં 67% જંગલો હોવાં જોઈએ.

        નિર્વનીકરણ થવા માટેનું કોઈ એક કારણ નથી પરંતુ સંખ્યાબંધ માનવ- પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી બને છે. વન-નાબૂદીનું એક મુખ્ય કારણ છે કે વનપ્રદેશને કૃષિવિષયક ભૂમિમાં બદલવામાં આવે છે જેનાથી વધતી જતી માનવવસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે. વૃક્ષોને ઈમારતી લાકડું (timber wood), બળતણ (fire wood), ઢોર-પશુપાલન (cattle ranching) માટે તથા અન્ય કેટલાક હેતુઓ માટે કાપવામાં આવે છે. કાપો અને સળગાવો કૃષિ (Slash and burn agriculture) જે સામાન્ય રીતે ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર (Jhum cultivation) કહેવાય છે તે પણ નિર્વનીકરણમાં ફાળો આપે છે. કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલનાં વૃક્ષોને કાપી નાંખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી નાંખે છે. આ રાખનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે અને એ જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય છે. ખેતી કર્યા પછી, આ વિસ્તારને ઘણાં વર્ષો સુધી એમ ને એમ ખાલી છોડી દેવામાં આવે છે જેથી તેની પુનઃપ્રાપ્તિ થાય. કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. અગાઉના દિવસોમાં જ્યારે ઝુમની ખેતી પ્રચલિત હતી, ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન પાછી મળી શકે. આ પુનઃપ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે જેના પરિણામે વન-નાબૂદી થાય છે.

        નિર્વનીકરણનું પરિણામ શું છે ? તેની મુખ્ય અસરોમાંથી એક છે કે વાતાવરણના કાર્બન ડાયૉક્સાઈડની સાંદ્રતા વધી જાય છે કારણ કે વૃક્ષ જે પોતાના જૈવભાર (blomass)માં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા તે વન-નાબૂદીના કારણે નાશ પામી રહ્યા છે. વન-નાબૂદીને કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ-વિવિધતા પણ નુકસાનનું કારણ બને છે. તેના કારણે જલચક્ર (hydrological cycle) બગડી જાય છે, જમીનનું ધોવાણ થાય છે તથા આત્યંતિક કિસ્સાઓમાં તેને રણ-સ્થળીકરણ અથવા રણપ્રદેશ તરફ દોરી શકે છે.

        પુનઃવનીકરણ એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે જે એક વખત અસ્તિત્વમાં હતી પરંતુ ભૂતકાળમાં કોઈક સમયે તે દૂર કરવામાં આવી હતી. વન-નાબૂદી વિસ્તારમાં કુદરતી રીતે

પુનઃવનીકરણ થઈ શકે છે. જોકે, આપણે તે વિસ્તારમાં પહેલાં જે અસ્તિત્વમાં હતી તે જૈવ-વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તેને ઝડપી બનાવી શકીએ.


નીચેના પર આલોચનાત્મક નોંધ લખો:

(a) સુપોષકતકરણ

(b) જૈવવિવર્ધન (જૈવિક વિશાલન)

(c) ભૂમિજળ અવક્ષય અને તેની પુન:પૂર્તિની રીતો

Hide | Show

જવાબ : (a) સુપોષકતકરણ

        સુપોષકતાકરણ (Eutrophication) એ તળાવના પાણીમાં પોષક તત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા છે. એક નવનિર્મિત તળાવનું પાણી ઠંડું અને સ્વચ્છ હોય છે. થોડાક જીવનનું સમર્થન કરે છે, સમયની સાથે-સાથે તળાવમાં ઉમેરાતા પ્રવાહો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવાં પોષક તત્વો રજૂ કરે છે કે, જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. જેમ-જેમ તળાવની ફળદ્રુપતા વધે છે તેમ-તેમ વનસ્પતિ તથા પ્રાણીજીવન પાંગરતા રહે છે અને કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થતા જાય છે. સદીઓથી તેમાં જેમ-જેમ કાંપ અને કાર્બનિક અવશેષી પદાર્થોના ઢગલા થતા જાય છે તેમ-તેમ તળાવ છીછરાં અને ગરમ થતા જાય છે. તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ હૂંફાળા-પાણીના સજીવો જીવન જીવે છે. ઘાસમય નીચાણવાળા કળણ ભૂમિવિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવી લે છે અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરી દે છે. આખરે તરતી વનસ્પતિઓની મોટી સંખ્યાથી તળાવ ભરાઈ જાય છે. ભેજવાળી પોચી જમીન (પંકભૂમિ) બને છે,

        છેવટે ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે. આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોને આધારે તળાવના આ કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે. છતાં પણ ઉદ્યોગો અને ઘરના કચરા (બાહ્યસ્રાવ) જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીણતા (વયવૃદ્ધિ)ની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધવા પામી છે. આ ઘટનાને સંવર્ધિત (cultural) કે પ્રવેગિત સુપોષકતાકરણ (Accelerated Eutrophication) કહીએ છીએ. ગત શતાબ્દિ દરમિયાન, પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવો વાહિત મળ અને કૃષિવિષયક કે ઔધોગિક નકામા કચરાથી સુપોષિત થયા છે. તેની મુખ્ય અશુદ્ધિઓ નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ છે કે જે વનસ્પતિઓ માટે પોષક તત્વોનું કામ કરે છે. તેઓ લીલની વૃદ્ધિને અતિઉત્પ્રેરિત કરે છે, જેના કારણે તે જગ્યાએ જોવું ન ગમે તેવું લીલું આચ્છાદન બને છે તેમજ દુર્ગંધ આવે છે અને પાણીમાં ઓગળેલો ઑક્સિજન જે અન્ય જલીય જીવન માટે અતિઆવશ્યક છે તે ઘટી જાય છે. એ જ સમયે તળાવમાં વહીને આવેલા અન્ય પ્રદૂષકો માછલીઓની સંપૂર્ણ વસ્તીને ઝેરી બનાવી શકે છે, જેના વિઘટનના અવશેષોથી પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા વધુ ઘટી જાય છે. આ પ્રકારે એક તળાવની જૈવિકતા વાસ્તવિક રીતે ઘૂટાઈને મૃત્યુ પામી શકે છે.

 

(b) જૈવવિવર્ધન (જૈવિક વિશાલન)

        ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થો જલીય આહાર-શૃંખલામા જૈવિકવિશાલન (Biomagnification) કરી શકે છે. જૈવિકવિશાલનનો અર્થ એ છે કે, અનુક્રમિત પોષકસ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો. આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી પદાર્થો એકત્રિત થવાથી તેમનું ચપાપચય કે નિકાલ (ઉત્સર્જન) થઈ શકતો નથી અને આથી તેનું વહન અન્ય ઉચ્ચ પોષક સ્તરે થાય છે. આ ઘટના મરક્યુરી અને ડીડીટી (DDT-ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન) માટે ખૂબ જ જાણીતી છે. આ પ્રમાણે જલીય આહાર-શૃંખલામાં ડીડીટીનું જૈવિકવિશાલન દર્શાવે છે. આ પ્રકારે અનુક્રમિત પોષક સ્તરોએ ડીડીટીનું સંકેન્દ્રણ વધી જાય છે; કહી શકીએ કે જો પાણીમાં આ સંકેન્દ્રણ 0.003 ppb(parts per billion)થી શરૂ થાય છે, તો જૈવિકવિશાલન દ્વારા માછલી ખાનારાં પક્ષીઓમાં વધીને તે 25 ppm (parts per million) સુધી પહોંચી શકે છે. ડીડીટીની ઊંચી સાંદ્રતા પક્ષીઓમાં કૅલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે, જેના કારણે અંડકવચ પાતળું થઈ જાય છે અને તેમની પરિપક્વતા પહેલાં તૂટી જાય છે જેથી પક્ષીઓની વસ્તીઓમાં ઘટાડો થાય છે.

(c) ભૂમિજળ અવક્ષય અને તેની પુન:પૂર્તિની રીતો

        ભૂગર્ભીય જળનું પ્રમાણ શહેરી વિસ્તાર અને ખેતીવાડીની માંગને કારણે દિવસે દિવસે ધટતું જાય છે. સપાટીય જળના વધુ પડતા વપરાશના કારણે લોકો સિંચાઈ માટે પીવા માટે અને ઔદ્યોગિક વપરાશ માટે ભૂમીય જળ પર આધાર રાખે છે. લગભગ 85 ટકા ગ્રામ્ય પાણી અને 50 ટકા શહેરી અને ઔદ્યોગિક પુરવઠો ખોદી મેળવાય છે. જેના પરિણામે ભૂગર્ભીય જળમાં ધટાડો નોંધાય છે. ભૂગર્ભીય જળ પુનઃસંચિત કરવા: (i) વરસાદનાં પાણીનો સંગ્રહ (ii) વપરાશ અને વેડફવામાં ઘટાડો કરવો જરૂરી છે.


નીચેનાની સંક્ષિપ્તમાં ચર્ચા કરો:

(a) કિરણોત્સર્ગીકચરો

(b) બિનઉપયોગી જહાજ અને ઈ-કચરો

(c) નગરપાલિકાનો ઘન કચરો

Hide | Show

જવાબ : (a) કિરણોત્સર્ગીકચરો

        આ ન્યુક્લિઅર પ્લાન્ટ્સ દ્વારા ઉત્પન્ન થતો કચરો છે જે રેડિયોએક્ટિવિટી મુક્ત કરે છે. તેમનાં તત્વોનાં ન્યુક્લિઓઇડ (નાભિ) માંથી -કણો, B-કણો અને ગામા કિરણો છોડે છે. રેડિયોએક્ટિવિટીના પ્રમાણના આધારે ત્રણ પ્રકારનો રેડિયો એક્ટિવ કચરો જોવા મળે છે: નીચા સ્તરનો, મધ્ય સ્તરનો અને ઉચ્ચ સ્તરનો.

        ઉચ્ચ સ્તરની રેડિયોએક્ટિવિટી ખૂબ જ વિનાશક છે જે એટોમિક રિએક્ટરના આકસ્મિક લીકેજના કારણે જોવા મળે છે. આ વિકિરણો ગાંઠ, કેન્સર અને જનીનિક અનિયમિતતા માટે કારણરૂપ છે. ઉચ્ચ સ્તરના કચરા માટે ખાસ પ્રકારના રક્ષણાત્મક આવરણ, તેમની જાળવણી, વહન દરમિયાન કુલિંગની આવશ્યકતા છે.

(b) બિનઉપયોગી જહાજ અને ઈ-કચરો

        જૂના બિનકાર્યરત વહાણોને વિકાસશીલ દેશો જેવાં કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તોડવામાં આવે છે. તેનું કારણ સસ્તી મજૂરી અને સ્ટેપ મટીરીયલ ધાતુની માંગ છે. આ વહાણો સંખ્યાબંધ ઝેરી દ્રવ્યો જેવાં કે એમ્બેસ્ટોસ લીડ, મરક્યુરી, ટ્રાયબુટીલીન અને પોલિક્લોરિનેટેડ બાફિનાઈલ્સ ધરાવે છે. જે મજૂરો આ વહાણને તોડવા રોકાયા હોય છે તે આ ઝેરી દ્રવ્યો સામે ખુલ્લાં બને છે. દરિયાઈ કાંઠાનો વિસ્તાર જયાં આ વહાણ તોડવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે તે પણ પ્રદૂષિત થાય છે.

        ઇ-કચેરોમાં સમારકામ ન થઈ શકે તેવા કપ્યુટર્સ અન્ય ઇલેકટ્રોનિક સામાન્ય જે વિકાસશીલ દેશોમાં રિસાઇકલિંગ દ્વારા, ધાતુઓનાં અલગ કરવા માટે આયાત કરાય છે, તેનો સમાવેશ થાય છે.

(c) નગરપાલિકાનો ઘન કચરો

        ઘરો, ઓફિસો, સ્ટોર્સ, હોસ્પિટલો અને લઘુ ઉદ્યોગોમાંથી રહેઠાણના આ વિસ્તારમાં મુક્ત કરાતો કચરો છે. તેમાં કપડાં, તૂટેલાં કાચ, બોટલ્સ, પોલિથીન, કોથળીઓ ચામડું ધાતુઓ અને ઇલેક્ટ્રોનિક સામાન વગેરેનો સમાવેશ થાય છે.


બહુહેતુક વનસ્પતિઓ એટલે શું? તમો જાણો છો તેવી કોઈ બે બહુહેતુક વનસ્પતિઓના બોટાનિકલ અને સામાન્ય નામ અને તેના ઉપયોગો જણાવો.

Hide | Show

જવાબ : બહુહેતુક વનસ્પતિઓ એ એવી વનસ્પતિઓ છે કે જે વાવવાથી ઘણાં હેતુઓ-છાંયો; જમીનની સુધારણા, લાકડું, ફળ, ખોરાક વગેરે પૂરા પાડે છે. બીજા શબ્દોમાં બહુહેતુક વનસ્પતિઓ ઘણી વિવિધ પ્રકારે, કાર્યની વિવિધતાની દ્રષ્ટિએ અને માનવજાતને ઉપયોગી છે.

(1) લીમડો-નીમ: તેનું વૈજ્ઞાનિક નામ અઝાર્ડિકા ઇન્ડિકા છે. લીમડાની ઔષધીય ઉપયોગીતા જાણીતી છે. તેના ફળ, પાન, લાકડું અને તેલ મેળવવામાં આવે છે અને તેનું લાકડું ઘણી આયુર્વેદિક દવાઓમાં વાપરવામાં આવે છે. તેનું લાકડું ઉધઈ પ્રતિકારક છે. કારણ કે તેમાં અઝાર્ડિશન નામનું રસાયણ આવેલ છે.

(2) નાળિયેરી - કોકોનટ પામ તેનું વૈજ્ઞાનિક નામ કોક્સ ન્યુસીફેરા(Cocos Nucifera) છે. તે પામ કુળની વનસ્પતિ છે. તે કાર્યની દ્રષ્ટિએ ઘણી ઉપયોગી છે. આ વનસ્પતિમાંથી આપણે ખોરાકના તંતુઓ, લાકડું અને તેલ મેળવીએ છીએ. આ વનસ્પતિ રેસાઓ, ઔષધીય અને વાણિજય અગત્યતા ધરાવે છે. બીજી કેટલીક બહુહેતુક વનસ્પતિઓ મોરોંગા ઓલેઇફેરા અને ગ્લીરીસીડીયા સેપીયમ છે. જે વિશાળ રીતે મધ્ય અમેરિકામાં વાડ કરવા માટે વપરાય છે. તે ફાયરવુડ ફોડર તરીકે વપરાય છે. જયારે એમ, ઓલાઇફેરા નામની વનસ્પતિ પ્રાણીઓમાં ખોરાક તરીકે છાંયડો મેળવવા વપરાય છે. તેનાં પર્ણો પણ પ્રાણીઓ ખાય છે.


આધુનિક લેન્ડફિલ સાઇટના પાયાની લાક્ષણિકતાઓ કઈ છે? કોઈ પણ ત્રણ જણાવો અને તેના ઉપયોગ માટેના કારણો આપો.

Hide | Show

જવાબ : આધુનિક (મૉડર્ન) લેન્ડફિલ સાઇટના પાયાનાં લક્ષણો નીચે પ્રમાણે છે:

(1) લિકેટ મેળવવાની પદ્ધતિઓમાં માટીના અસ્તર અને પ્લાસ્ટિકના અસ્તર વિષયક માહિતી ધરાવે છે. (2) સંયોજન અને કચરાને ઢાંકવામાં આવે છે કે જેથી પવનથી તે ઊડી ન જાય.

(3) લેન્ડફિલમાં ગેસ નિષ્કર્ષણ પદ્ધતિને સ્થાપિત કરી ગેસ દ્વારા ઊર્જા મુક્ત કરવા માટે ગૅસને નિષ્કર્ષણ કરવામાં આવે છે.

        મોર્ડન લેન્ડફિલ ક્ષેત્રોને નીચેના કારણોસર ઉત્તેજન આપવું જોઈએ:

(1) તેઓ રિસાઇક્લિગ અને કચરાની પુનઃપ્રાપ્તિ દ્વારા કચરાના નિવારણને ઉત્તેજન આપવું જૉઈએ.

(2) તેઓ કચરાના નિકાલ માટે યોગ્ય ખર્ચ નક્કી કરે છે તથા કચરાના માટે નિકાલ બિનજરૂરી પરિવહન ધટાડે છે.

(3) તે વાતાવરણ ઉપર, નકારાત્મક અસરો ઘટાડે છે. તે ઉપરાંત માનવ તંદુરસ્તી ઉપરનું જોખમ જે કચરાના લેન્ડફિલીંગ દ્વારા ઉત્પન્ન થાય છે તે ઘટાડે છે.


ઘરવપરાશના સુએજ અને નિકાલની માહિતી આપો.

Hide | Show

જવાબ : મનુષ્ય દ્વારા ઉપયોગમાં લીધેલ પાણી અને તેના દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને સુએજ કહે છે. શહેર અને નગરોમાં ઘરવપરાશ દરમિયાન ઘણી ચીજવસ્તુઓને પાણીમાં ધોઈ ગંદા પાણીને ગટરોમાં વહાવી દેવાય છે, ત્યાંથી આ પાણી નદીઓ, તળાવો જેવાં નજીકનાં જળસ્ત્રોતોમાં ઠાલવવામાં આવે છે. આ પાણીમાં ફક્ત 0.1 ટકા ઘન અશુદ્ધિઓ રહેલ હોય છે જેના કારણે તે મનુષ્યના ઉપયોગ માટે અયોગ્ય બને છે.

ધન પદાર્થોને પ્રમાણમાં સરળતાથી દૂર કરી શકાય છે પણ ઓગળેલા ક્ષારો જેવા કે નાઇટ્રેટ્સ, ફોરફેસ તથા અન્ય પોષક પદાર્થા, ઝેરી ધાતુઓ અને કાર્બનિક સંયોજનો દૂર કરવા મુશ્કેલ છે. ધરેલુ વાહિત મળ (સુએજ) માં મુખ્યત્વે જૈવિક રીતે વિઘટનક્ષમ કાર્બનિક પદાર્થોનો સમાવેશ થાય છે. જેનું વિઘટન સરળતાથી થાય છે જેનું કારણ બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ છે. તેઓ આ કાર્બનિક દ્રવ્યોનો આહાર તરીકે ઉપયોગ કરી બહુગુણિત થાય છે અને વાહિત મળના કેટલાંક ઘટકોનો ઉપયોગ કરે છે.


આપેલ આકૃતિ જુઓ અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો.

(a) આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે ડીડીટીના ભેગા થવા માટે પરિસ્થિતિવિધાનો કયો શબ્દ વપરાય છે?

(b) પક્ષીઓ ઉપર ડીડીટી જમા થવાની કોઈ એક અસર વર્ણવો.

(c) ડીડીટી ભેગા થવાને કારણે સુપોષકતાકરણ શક્ય બને છે?

(d) તે BOID ઉપર કોઈ અસર દર્શાવે છે?

(e) ભારે ધાતુ જમા થવાને કારણે થતાં રોગનું નામ આપો.

Hide | Show

જવાબ : (a) આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે ડીડોટી ભેગા થવાની ઘટનાને જૈવિક વિશાલનની કહે છે.

(b) પક્ષીઓમાં ડીડીટીની ઊંચી સાંદ્રતા કેલ્શિયમ મેટાબોલિઝમ ઉપર અસર કરે છે કે જેથી પક્ષીઓના ઈડાંની બહારની સપાટી ઉપર પાતળું સ્તર જોવા મળે છે, ક્યારેક પરિપક્વ થતાં પહેલાં તૂટી જાય છે. આથી પક્ષીઓની વસતિમાં ઘટાડો જોવા મળે છે.

(c) ડીડીટીની જમાવટ સુપોષકતકરણ પ્રેરે છે.

(d) BODની માત્રા વધવાથી જળાશયોમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા ધટી જાય છે.

(e) પક્ષી દ્વારા ખવાતી માછલીમાં પારો; ભારે ધાતુ જમા થયેલ હોય છે. આથી મીનામાટા નામનો રોગ થાય છે. તેના લક્ષણ તરીકે ઝાડા, હીમોલાયસિસ, નિષ્ક્રિયતા, બહેરાપણું, માનસિક રીતે નિષ્ક્રિય, મનીજીટીસ અને મૃત્યુ થાય છે.


વાહનોના પ્રદૂષણ વિશે તેમજ તેને ઘટાડવા ઉદ્દીપકીય પરિવર્તકો (કેટાલાયટિક કન્વર્ટર) ના પ્રદાન વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : મહાનગરોમાં મોટર્ગાડીઓ (વાહનો-automobiles) એ વાતાવરણના પ્રદૂષણનું મુખ્ય કારણ છે. જેમ-જેમ વાહનોની સંખ્યા વધે છે તેમ-તેમ પ્રદૂષણની સમસ્યા પણ વધે છે. સીસામુક્ત(lead free) પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવાની સાથે વાહનોની યોગ્ય જાળવણી વડે ઉત્સર્જિત થતાં પ્રદૂષકોની માત્રા ઘટાડી શકાય છે.

        ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા ઉદ્દીપકો(ઉત્પ્રેરકો-catalysts) તરીકે પ્લેટિનમ(platinum), પેલેડિયમ(palladium) અને રોડિયમ(rhodium) નામની કિંમતી ધાતુઓ ધરાવતાં ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાડવામાં આવે છે. જ્યારે નિકાલ પામતાં દ્રવ્યો ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થાય છે ત્યારે દહન થયા વગરના હાઇડોકાર્બન્સ, કાર્બન ડાયૉક્સાઈડ અને પાણીમાં ફેરવાય છે તથા કાર્બન મોનૉક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ ક્રમશઃ કાર્બન ડાયૉક્સાઈડ અને નાઈટ્રોજન વાયુમાં પરિવર્તિત થાય છે. ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ કરેલાં મોટર વાહનોમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ જરૂરી છે કારણ કે પેટ્રોલમાં રહેલું સીસું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે છે.


ઘોંઘાટ એટલે શું? તેની અસરો અને નિયંત્રણના ઉપાયો જણાવો.

Hide | Show

જવાબ : ભારતમાં 1987 માં ધી એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પૉલ્યુશન) એક્ટ અમલમાં આવ્યો. તેમાં 1987માં સુધારો કરી હવાના પ્રદુષક તરીકે ઘોંઘાટ નો સમાવેશ કરાયો. ધોંધાટ એ અનિચ્છનીય અને અણગમતો મોટો અવાજ છે. ઘોંઘાટ માનવમાં શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકારોનું કારણ બને છે. મોટાં શહેરોમાં કાર્યપ્રવૃત્તિઓનો વધુ વ્યાપ અને તેના કારણે ઘોંઘાટ વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે 150 dB (ડેસિબલ) કે તેથી વધુ અવાજ મશીનો, વિમાનો, રોકેટ્સ, મોટરકાર, સ્કૂટર્સ, ફટાકડા વગેરે દ્વારા થાય છે. 150 dB થી વધુ ઘ્વનિસ્તરના સંસર્ગમાં થોડો સમય રહીએ તો પણ તેને સાંભળવાથી કાનના પડદાને નુકસાન થવું કે બહેરાશ આવવી વગેરે જોવા મળે છે. નિમ્ન ધ્વનિસ્તરને પણ લાંબો સમય સાંભળતા નિરાશા, અનિદ્રા, હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસના દરમાં ફેરફાર વગેરે જોવા મળે છે. માણસ સ્ટ્રેસ (તણાવ) અનુભવે છે.

        ઘોંઘાટ નિયંત્રણના ઉપાયો:

(i) ઉદ્યોગોના ઘ્વનિશોષક સામગ્રી(sound-absorbent materials)ના ઉપયોગ દ્વારા કે ઘોંઘાટને રોકી રાખવાનાં સાધનો (muffling noise) દ્વારા ઘોંઘાટમાં અસરકારક ઘટાડો કરી શકાય છે.

(ii) દવાખાના કે શાળાઓના વિસ્તારોને હોર્નમુક્ત પ્રદેશ ગણાવવા.

(iii) ફટાકડા અને લાઉડસ્પીકર્સ માટે ધ્વનિસ્તરની માત્રાની જાળવણી કરવી.

(iv) ચોક્કસ સમય બાદ લાઉડસ્પીકર્સના ઉપયોગ પરના પ્રતિબંધનું પાલન કરવું. આ બધા ઉપાયો ઘોઘાટની માત્રા ઓછી કરવા સહાયરૂપ બની શકે છે.


દિલ્હીમાં વાહનવ્યવહારના વાયુ પ્રદૂષણની સમસ્યાઓ અને તેના ઉપાયો માટે કયાં પગલાં લેવામાં આવ્યાં છે?

Hide | Show

જવાબ : હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્રોત છે. 1990 ના આંકડા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 41 શહેરોમાં દિલ્હીનો ચોથો ક્રમ છે. દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાની ગંભીરતા જોતાં કોર્ટમાં જાહેર હિતની અરજી(PIL-Public Interest Litigation) દાખલ કરાઈ. ત્યાર બાદ ભારત સરકારને, સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં લેવાનો આદેશ કરાયો.

(i) જાહેર ટ્રાન્સપોર્ટ બસોમાં ડીઝલના સ્થાને CNG(Compressed Natural Gas)નો ઉપયોગ, 2002નાં અંત સુધીમાં બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરવામાં આવી.

(ii) અન્ય સમાંતર પગલાંઓમાં ધીરે ધીરે જૂનાં વાહનોનો નિકાલ કરવો.

(iii) સીસારહિત પેટ્રોલનો વપરાશ

(iv) ઓછા સલ્ફરયુક્ત ડીઝલ/પેટ્રોલનો ઉપયોગ

(v) વાહનોમાં કેટાલાયટિક કન્વર્ટર લગાડવા

(vi) વાહનોમાં પીયુસી કરાવવું વગેરે

        આ સમગ્ર નિયમોને અનુસરવાથી દિલ્લીમાં એક અંદાજ પ્રમાણે 1997 થી 2005 વચ્ચે કાર્બન ડાયોક્સાઈડ તથા સલ્ફર ડાયોકસાઇડનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે.


યુરો-III માટેનાં ધારાધોરણોની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : નવી વાહન ઇધણનૌતે દ્વારા ભારત સરકાર વાહનોના પ્રદૂષણને ઓછું કરવા માર્ગદર્શિકા નિશ્ચિત કરી છે. બળતણ માટેના કડક નિયમો બનાવાયા છે જેનો હેતુ પેટ્રોલ અને ડીઝલ ઇધણમાં સલ્ફર તથા સુગંધિત પદાર્થોને ઘટાડવાનો છે. યુરો-III ના નિયમો અનુસાર સલ્ફરને ડીઝલ 350 ppm પર તથા પેટ્રોલમાં 150 ppm પર નિયંત્રિત કરવો જોઈએ.

        સુગંધિત હાઇડ્રોકાર્બન્સને સંબંધિત ઇંધણના 42% જેટલો સમાવવો. માર્ગદર્શી નકશા પ્રમાણે તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm ધટાડવાનો અને 35% થી નીચે લાવવાનો છે. બળતણને અનુરૂપ વાહનોના એન્જિનમાં પણ સુધારો જરૂરી બનશે. 1997 થી 2005 વચ્ચે દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઈડ તથા સલ્ફર ડાયોકસાઇડનું પ્રમાણ નોંધપાત્ર રીતે ધટતું જણાયું હતું.


જૈવિક વિશાલન એટલે શું? આહાર શુંખલામાં 81 નું જૈવિક વિશાલન સમજાવો.

Hide | Show

જવાબ : ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થો જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન કરી શકે છે. જૈવિક વિશાલનનો અર્થ છે કે અનુ મિતપોષક સ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો. આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી પદાર્થો એકત્રિત થવાથી તેમનું ચયાપચય કે ઉત્સર્જન થઈ શકતું નથી. આથી તેનું વહન ક્રમિક ઉચ્ચ પોષક સ્તરે થાય છે. આ ઘટના મરક્યુરી અને DDT(ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાયક્લોરોઇથેન) માટે જાણીતી છે.

        આ પ્રમાણે જલીય આહાર શૃંખલામાં DDTનું જૈવ સંકેન્દ્રણ વધતું જાય છે. જો પાણીમાં આ સંકેન્દ્રણ 0.003 ppb (parts per billion) થી શરૂ થાય છે, તો જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનારાં પક્ષીઓમાં વધીને તે 25 ppm સુધી પહોંચી શકે છે. આના કારણે પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચે છે, જેના કારણે અંડકવચ પાતળાં થઈ જાય છે, પરિપક્વતા પહેલાં તૂટી જાય છે તેથી પક્ષીઓની વસ્તીમાં ઘટાડો થાય છે.


કેલિફોર્નિયાના અકાર્ટા શહેરમાં સંકલિત ઢબથી કરાયેલા નકામા પાણીના ઉપચારનો પ્રયોગ વર્ણવો.

Hide | Show

જવાબ : વાહિત મળ સહિત નકામા પાણીનો ઉપચાર સંકલિત ઢબથી કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયાઓને ભેગી કરીને થઈ શકે છે. આવા પ્રકારનો પ્રયોગ કેલિફોર્નિયાના ઉત્તરીય તટ પર આવેલા અકાર્ટા શહેરમાં કરવામાં આવ્યો. હમબોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના જૈવવિજ્ઞાનીઓના સહયોગથી સંકલિત નકામા પાણીના ઉપચારની ક્રિયાવિધિ બે ચરણમાં તૈયાર કરી.

(i) પરંપરાગત અવસાદન જેમાં નિચંદન અને ક્લોરિન દ્વારા ઉપચાર કરાય છે. આના પછી પણ ઘણાબધા ખતરનાક પ્રદૂષકો જેવા કે ઓગળેલી ભારે ધાતુઓ રહી જાય છે. તેને દૂર કરવા નવિન પ્રયોગ કરાયો હતો.

(ii) લગભગ 60 હેક્ટર્સ જેટલી કળણભૂમિમાં એકબીજાથી જો ડાઈ રહેલા 6 જેટલા ભૂમિ વિસ્તારોની શૃંખલાનો વિકાસ કર્યો. આમાં યોગ્ય વનસ્પતિઓ, લીલ, ફૂગ અને બેક્ટરિયા ઉછેરવામાં આવ્યા જે પ્રદૂષકોને તટસ્થ, અવશોષિત અને પરિપાચિત કરે છે જેથી કળણ ભૂમિમાંથી પસાર થતું પાણી કુદરતી રીતે જ શુદ્ધ થઈ જાય છે. આ કળણ ભૂમિ એક અભયારણ્યની રચના પણ કરે છે. જેમાં જૈવવિવિધતાના ઉચ્ચ સ્તરની માછલીઓ, પ્રાણીઓ અને પક્ષીઓનો સમૂહ નિવાસ કરે છે. આ પરિયોજનાની દેખભાળ તથા સુરક્ષા માટે નાગરિકોનો એક સમૂહ FOAM-Friends of the Arcata Marsh કાર્યરત છે.


સેનિટરી લેન્ડફિલ્સ વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : ઘન કચરામાં બધી ચીજવસ્તુઓસમાવાય છે જેનો કચરા તરીકે નિકાલ થાય છે. નગરપાલિકાના ઘન કચરામાં ઘર, કાર્યાલયો, શાળાઓ, દવાખાના, હોટલો વગેરે દ્વારા ફેંકવામાં આવતી બધી ચીજવસ્તુઓનો સમાવેશ થયો હોય છે. તેમાં સામાન્ય રીતે કાગળ, ખાધ એંઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ, રબર, ચામડું, કપડાં વગેરે હોય છે, તેને બાળવાથી તેના કદમાં ધટાડો થાય છે પણ સંપૂર્ણ રીતે નાશ થતો નથી.

        ખુલ્લા સ્થાનો માં ફેંકવાથી ઉંદરો, માખીઓ વગેરે માટે પ્રજનનસ્થળ બની જાય છે. અનેક રોગના ઉત્પત્તિ માટેનું ભયસ્થાન બને છે. સેનિટરી લેન્ડફિલ્મમાં ઘન કચરાને સંધનિત કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાઈ દેવાય છે અને ધૂળ કે માટીથી ઢાંકવામાં આવે છે. મહાનગરોમાં ગંદા કચરાનું ઉત્પાદન એટલું વધારે હોય છે કે આ સ્થળો ભરાઈ જાય છે. વળી તેમાં ઝમતાં રસાયણો સ્વાથ્ય માટે નુકસાનકારક છે. ભૂમિગત જળ સંસાધનોને પ્રદૂષિત કરે છે.


વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિનાં કારણો, અસરો અને નિયંત્રિત કરવાનાં પગલાંની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : "ગ્રીનહાઉસ વાયુઓના રસ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતામાં નોંધપાત્ર વધારો થાય છે જેના કારણે વૈશ્વિક તાપમાન વધે છે. છેલ્લા શતકમાં પૃથ્વીનું તાપમાન 0.6 C જેટલું વધ્યું હતું. છેલ્લાં ત્રીસ વર્ષો દરમિયાન સૌથી વધુ વધારો નોંધાયો છે.

        વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તાપમાનના વધારાને કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય છે. તેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફારો જોવા મળે છે (દા.ત., અલનીનો અસર). ધ્રુવીય ધન બરફનાં શિખરો, હિમાલયનાં બરફ આચ્છાદિત શિખરો પીગળવા લાગશે. જેથી ધણાં વર્ષો બાદ, સમુદ્રની સપાટી ના સ્તરમાં વધારો થાય છે જે દરિયાકિનારે વસતા શહેરો માટે ખતરારૂપ હોઈ શકે છે.

        વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવાના ઉપાયોમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો, ઊર્જાના ઉપયોગની કાર્યદક્ષતા વધારવી, વનકટાઈ ઘટાડવી, વૃક્ષારોપણ કરવું, માનવવસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો વગેરેનો સમાવેશ કરાય છે.


સંસાધનોના અનુચિત ઉપયોગથી જોવા મળતી રણ-સ્થળીકરણ, જમીનની ક્ષારતા વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : કુદરતી સ્રોતોનું અવનતીકરણ પ્રદૂષકો વડે જ નહીં પણ તેના અનુચિત ઉપયોગથી પણ થતું જોવા મળે છે.

(i) જમીનનું ધોવાણ અને રણ-સ્થળીકરણ: જમીનની ફળદ્રુપતાના નિર્માણમાં સદીઓ લાગે છે. પરંતુ વધુ પડતી ખેતી, અબાધિત ચરાણ, વન કટાઈ તેમજ નબળી સિંચાઈ પદ્ધતિઓ જેવી માનવસર્જિત પ્રક્રિયાઓને પરિણામે ઉપરના ફળદ્રુપ સ્તરો ખૂબ સરળતાથી દૂર થઈ શકે છે. તેના પરિણામે જમીનના નાના નાના ટુકડા થાય છે.

        જયારે આ ઉજ્જડ ભૂમિખંડો વિસ્તારિત થઈ મોટા બની, સમય જતાં એકબીજાથી જોડાઈને રણનું નિર્માણ કરે છે. રણ-સ્થળીકરણનું નિર્માણ ખાસ કરીને શહેરીકરણનું પરિણામ મનાય છે.

(ii) જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન તરબતર થાય છે. જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષારોને ખેંચે છે. આ ક્ષારો ભૂમિ પર પાતળા પડ તરીકે જમા થાય છે કે છોડનાં મૂળ પર જમા થાય છે. ક્ષારોનું વધતું પ્રમાણ પાકની વૃદ્ધ માટે પ્રતિકૂળ નીવડે છે, કૃષિ માટે નુકસાન કર્તા છે.


વન-નાબૂદીના કારણો જણાવો.

Hide | Show

જવાબ : વન-નાબૂદીનાં કારણો નીચે પ્રમાણે છે:

(i) વન, પ્રદેશને કૃષિવિષયક ભૂમિમાં બદલવામાં આવે જેથી વધતી માનવવસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે.

(ii) વૃક્ષોને ઇમારતી લાકડું બળતણ, ઢોર-પશુપાલન અને અન્ય કેટલાક હેતુ માટે કાપવામાં આવે છે. કાપો અને સળગાવો કૃષિ જે સામાન્ય રીતે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર કહેવાય છે.

        કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલનાં વૃક્ષોને કાપી અને બાળી નાંખે છે. તેની રાખ ખાતર તરીકે વપરાય છે. એ જમીન પછી ખેતી માટે કે ઢોરને ચારવા માટે વપરાય છે. આ વિસ્તારને ઘણાં વર્ષો સુધી છોડી દેવામાં આવે છે જેથી પુનઃપ્રાપ્તિ થાય.


જંગલોનું સંરક્ષણ અને સુરક્ષામાં મહિલાઓ તથા સમુદાયો ની ભૂમિકાની ચર્ચા કરો.

Hide | Show

જવાબ :

(i) 1731માં જોધપુરના રાજાનો મહેલ બનાવવા માટેના લાકડાની વ્યવસ્થા કરવા રાજાએ પોતાના એક મંત્રીને લાકડાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાજાના મંત્રી અને કર્મચારીઓ એક ગામ કે જ્યાં બિશનોઈ(Bishnoi) પરિવારના લોકો રહેતા હતા, તેની નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા. અમૃતા નામની મહિલા વૃક્ષોને ન કાપવાં દેવા માટે વૃક્ષને વળગીને ઊભી રહી. રાજાના લોકોએ અમૃતાદેવી અને તેની ત્રણ પુત્રીઓ. ઉપરાંત ઘણાં બધાં લોકોની કતલ કરી. ઇતિહાસમાં આ એક અદભુત દાખલો છે જેમાં પર્યાવરણની રક્ષા માટે લોકોએ બલિદાન આપ્યું હોય.ભારત સરકારે, અમૃતાદેવી બિશનોઇ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર(Amrita Devi Bishnoi Wildfire Protection Award) શરૂ કર્યો છે.

(ii) 1974માં ચિપકો ચળવળ હિમાચલના ગઢવાલ પ્રદેશની સ્થાનિક મહિલાઓ દ્વારા શરૂ કરાઈ હતી. ઠેકેદારો દ્વારા કાપી નખાતાં વૃક્ષોની સુરક્ષા માટે સ્થાનિક મહિલાઓએ બહાદુરીપૂર્વક ચળવળ ચલાવી હતી. સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્વને સમજતાં ભારત સરકારે 1980માં સંયુક્ત વનવ્યવસ્થાપન (JFM-Joing Forest management) ની કલ્પના રજૂ કરી. જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળી જંગલોનું રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય સરળ રીતે થઈ શકે છે.


દિલ્હીમાં વાહનોથી થતાં વાયુ-પ્રદૂષણને ઓછું કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા? શું દિલ્હીના વાયુઓની ગુણવત્તા માં સુધારો થયો છે?

Hide | Show

જવાબ : હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્રોત છે. 1990 ના આંકડા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 41 શહેરોમાં દિલ્હીનો ચોથો ક્રમ છે. દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાની ગંભીરતા જોતાં કોર્ટમાં જાહેર હિતની અરજી(PIL-Public Interest Litigation) દાખલ કરાઈ. ત્યાર બાદ ભારત સરકારને, સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં લેવાનો આદેશ કરાયો.

(i) જાહેર ટ્રાન્સપોર્ટ બસોમાં ડીઝલના સ્થાને CNG(Compressed Natural Gas)નો ઉપયોગ, 2002નાં અંત સુધીમાં બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરવામાં આવી.

(ii) અન્ય સમાંતર પગલાંઓમાં ધીરે ધીરે જૂનાં વાહનોનો નિકાલ કરવો.

(iii) સીસારહિત પેટ્રોલનો વપરાશ

(iv) ઓછા સલ્ફરયુક્ત ડીઝલ/પેટ્રોલનો ઉપયોગ

(v) વાહનોમાં કેટાલાયટિક કન્વર્ટર લગાડવા

(vi) વાહનોમાં પીયુસી કરાવવું વગેરે

        આ સમગ્ર નિયમોને અનુસરવાથી દિલ્લીમાં એક અંદાજ પ્રમાણે 1997 થી 2005 વચ્ચે કાર્બન ડાયોક્સાઈડ તથા સલ્ફર ડાયોકસાઇડનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે.


નીચેનાની સંક્ષિપ્તમાં ચર્ચા કરોઃ

(a) ગ્રીનહાઉસ ગેસ

(b) ઉદ્દીપક પરિવર્તક

(c) પારજાંબલી-B

Hide | Show

જવાબ : (a) ગ્રીનહાઉસ ગૅસ:

        ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં ઉષ્મા શોષવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે બધાં જ સુર્ય વિકિરણોને અવકાશમાં પાછા ફરતાં અટકાવે છે. આ ગુણધર્મને કારણે ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વીના તાપમાનને ઇષ્ટતમ સ્તરે જાળવી રાખે છે. ગ્રીનહાઉસ વાયુઓનાં ઉદાહરણમાં કાર્બન ડાયૉક્સાઈડ, મિથેન અને CFC (ક્લોરોક્લોરો કાર્બન) છે.

        ઊંચા ઉત્સર્જનને કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા વધી છે. તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. જે આબોહવાકીય ફેરફારોનું નિર્માણ કરે છે.

(b) ઉદ્દીપક પરિવર્તક:

        વાહનોમાં કેટલાયટિક કન્વર્ટર ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે લગાડાય છે, તેમાં મોંઘી ધાતુઓ જેવી કે પ્લેટિનમ-પેલેડિયમ અને રોડિયમનો કટાલિસ્ટ તરીકે વપરાશ થાય છે. જયારે એક્ઝોસ્ટ કેટાલાયટિક કન્વર્ટરમાંથી પસાર થાય છે. ત્યારે દહન નહીં પામેલા હાઇડ્રો કાર્બન C0, અને પાણીમાં ફેરવાય છે, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ એ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે. તે વાહનોમાંથી પ્રદૂષિત વાયુઓના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરે છે.

(c) પારજાંબલી-B:

        UV-B DNAને નુકસાન કરે છે જેથી વિકૃતિ થવાની શક્યતા રહે છે. તે ત્વચામાં વૃદ્ધત્વ, ત્વચાના કોષોને હાનિ અને વિવિધ પ્રકારના ત્વચાના કેન્સરનું કારણ બને છે. મનુષ્યના આંખમાં નેત્રપટલ UV-B રેડિએશન શોષે છે જેના કારણે તેમાં સોજો આવે છે જેને નોબ્લાઇન્ડનેસ (મોતિયો) વગેરે કહે છે.


ભારતના નેશનલ ફોરેસ્ટ કમિશને શા માટે મેદાનો કરતાં સાપેક્ષ રીતે પર્વતો ઉપર મોટાવન આવરી લેવાની ભલામણ કરેલ છે?

Hide | Show

જવાબ : ભારતમાં માનવજાત માટે વધુ પ્રમાણમાં ઉપયોગી વનવિસ્તારને જાળવવા, સંરક્ષણ આપવાની આપણી નૈતિક ફરજ છે. 20મી સદીમાં લગભગ 30 ટકા જેટલી જમીનને વન દ્વારા આવરી લેવામાં આવેલ હતી કે જે 2000ના વર્ષમાં 18 ટકા થી 19 ટકા જેટલી ધટાડેલ છે.

        ભારતમાં નેશનલ ફોરેસ્ટ કમિશન (1988)માં પર્વતો ઉપર 67 ટકા જેટલો મોટો વનવિસ્તાર અને મેદાનોમાં 33 ટકા જેટલા વનવિસ્તાર માટે ભલામણ કરેલ હતી. પર્વતોના મોટા વિસ્તારમાં વનની ભલામણ વનસ્પતિ-વૃક્ષોની લાક્ષણિકતાઓ જેવી કે જમીનનું ધોવાણ, પાણી ઝમવું, અને જમીનમાં રહેલ પાણીમાં ઉમેરો થવો, જમીનના સ્તરો ધસી પડવા અને બીજી કુદરતી આફતો અને પર્વતો ઉપરની કુદરતી વનસ્પતિઓ અને કુદરતી પ્રાણીઓને જાળવવી જોઈએ.


ઓર્ગેનિક ખેતી એટલે શું? ભારત જેવા વિકાસશીલ દેશોના સંદર્ભમાં ટકી શકે તેવા ઓર્ગેનિક ખેતીના લાભની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : સંકલિત કાર્બનિક ખેતી એક ચક્રીય, કદી કચરો ઉત્પન્ન ન થાય તેવી પ્રક્રિયા છે. અહીં એક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કાર્ય કરે છે. આ પ્રમાણે સ્રોતોની મહત્તમ ઉપયોગિતા થઈ શકે છે, ઉત્પાદન ક્ષમતા વધે છે.

        રમેશચંદ્ર ડાગર નામના સોનીપત (હરિયાણા)ના એક ખેડૂત આ જ કાર્ય કરી રહ્યા છે. મધમાખી-પાલન, ડેરી-વ્યવસ્થાપન જળ સંગ્રહણ, સેન્દ્રીય બનાવટ તથા કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ શુંખલામય પ્રક્રિયા વડે કરી રહ્યા છે જે એકબીજા પર આધારિત છે. આ રીતે તે આર્થિક રીતે પરવડે અને લાંબો સમય ચાલે તેવી પ્રવૃત્તિ બની રહે છે. આ ઊપજો માટે રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી, કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થો (છાણ-ગોબર)નો ખાતર તરીકે ઉપયોગ કરાય ઊપજના કચરાનો મિશ્ર ખાતર બનાવવા ઉપયોગ કરાય છે જે કુદરતી ખાતર કે કુદરતી ગેસ (બાયોગેસ) બનાવવા વપરાય છે. શ્રી ડાગરે દ્વારા સ્થાપિત 'હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ'ના પ્રવર્તમાન સભ્યો 5000 ની સંખ્યામાં છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

પર્યાવરણીય સમસ્યાઓ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.