GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી હતી?

Hide | Show

જવાબ : છત્રી ખોવાય નહીં અને તેમની પાસે ટકે તેવી સલાહ દુકાનદારે આપી હતી.


પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?

Hide | Show

જવાબ : રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો કારણ કે તેના રાજ્યમાં તેના કુંવારને કાંટો વાગે નહીં.


રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા. કારણ કે...

Hide | Show

જવાબ : રાજકોટ છત્રી લેવા જવું અને તે પણ આમદવાદથી તેમાં ઘણો ખર્ચ થાય તેમ હોવાથી સૌએ લેખકને સલાહ આપી કે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારૂ નિર્ણય નથી. પરંતુ મુર્ખાઈ ભરેલો વિચાર છે. તેમ છતાં પણ લેખક રાજકોટથી છત્રી લેવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે લેખકના મતે આ ફક્ત પૈસાનો જ પ્રશ્ન નથી, પરંતુ બીજાની છત્રી પાછી આપવા માટે એ સજ્જનની ભાવનાની કદર કરવાનો મુદ્દો છે. પત્ર દ્વારા જાણ કરવી વગેરેના કારણે તેમની પ્રમાણિકતાની કદર કરવી જોઈએ તેવું લેખક દ્રઢપણે માનતા હતા.


રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મુર્ખાઈભરી લાગતી હતી. કારણ કે.....

Hide | Show

જવાબ : છત્રી પરત મેળવવા માટે અમદાવાદથી છેક રાજકોટ જવા આવવાના બસ ભાડાનો લગભગ બસો પચાસ રૂપિયા ખર્ચ થતો હતો. આ ઉપરાંત વધુમાં રિક્ષા ભાડા તથા ચા-નાસ્તાનો બધો જ ખર્ચ ગણીએ તો ત્રણસોથી સાડાત્રણસો રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય માટે અમદાવાદથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મુર્ખામીભરી જણાતી હતી.


લેખક છત્રી લેવા જાય છે ત્યાં દુકાનદાર ક્યારનોયે તેમની સામે ધારી ધારીને જોઈ રહે છે તેથી તેમને શેનો વહેમ પડે છે?

Hide | Show

જવાબ : લેખકને એવો વહેમ પડે છે કે મારા જેવા દેખાવાળો કોઈ ગ્રાહક ઉધાર છત્રી લઇ ગયો હશે, જેના પૈસા આપવાના હજુ પણ બાકી હશે, જેથી મને આ દુકાનદાર તે જ ગ્રાહક સમજ્યો હોય તેવો લેખકને વહેમ પડે છે, જેથી લેખક મનોમન ધ્રુજી જાય છે.


દુકાનદાર પોતાની છત્રીનો લેખકને કેવો અભિપ્રાય આપે છે?

Hide | Show

જવાબ : દુકાનદારે જાણ્યું કે લેખક ગઈ સાલ છત્રી લઇ ગયેલા જે હાલ તેમની પાસે નથી, તેથી દુકાનદારે પોતાની છત્રી અંગે લેખકને કહ્યું કે "પણ સાહેબ અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે."


લેખકે દુકાનદાર પાસેથી કેવી છત્રી ખરીદી?

Hide | Show

જવાબ : દુકાનદારે લેખકને જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી. તેમાં એક શ્યામલ શ્યામા રંગની છત્રી લેખકને ગમી અને તેમણે ખરીદી લીધી.


લેખકે દુકાનદાર પાસેથી કેવી છત્રી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી?

Hide | Show

જવાબ : લેખકે દુકાનદારને કહ્યું કે “તમારી છત્રી ટકાઉ હશે પણ મારી પાસે તે ટકતી નથી, ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો.” આવી છત્રી ખરીદવાની વાત લેખકે દુકાનદારને કરી હતી.


ટકાઉ છત્રી માટે દુકાનદારે લેખકને કેવો રસ્તો બતાવ્યો?

Hide | Show

જવાબ : દુકાનદારે લેખકને કહ્યું કે "ખોવાય નહિ તેવી છત્રી તો અમારી પાસે નથી કદાચ કોઈ નહિ રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તો તમારે જ શોધી કાઢવો પડે." દુકાનદારે લેખકને આવું સંભળાવ્યું હતું.


જગતને સુધારવાના મિથ્યા પ્રયત્ન છોડીને પોતાની જાતને સુધારવા માટેના ઉપદેશના કાવ્યમાં કઈ વાત રવીન્દ્રનાથ ટાગોરે કરી છે?

Hide | Show

જવાબ : રાજાના કુંવરને પગે કાંટો ન વાગે તે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી નાખવાનો હુકમ કર્યો હતો, ત્યારે રાજ્યના બુધ્ધિશાળી મોચીએ ચામડાના બુટ કુંવર માટે સીવીને સરળ રસ્તો કાઢ્યો હતો.


છત્રી ખોઈ નાખવાનો લેખકનો વિક્રમ કેવો વિસ્મયજનક છે?

Hide | Show

જવાબ : લેખકે છત્રી ખરીદીને ઘરે પહોંચે તે પહેલાં વચ્ચે જ છત્રી ભૂલી જાય તેવો વિક્રમ એકથી વધુ વાર નોંધાવ્યો છે. વધુમાં રાજકોટથી છત્રી લઈને અમદાવાદ પરત આવતાં ઘરે પણ ખાલી હાથે જ પહોંચે છે.


છત્રી ફરીથી ભૂલી જઈ રાજકોટથી અમદાવાદ ઘરે આવીને બીજા દિવસે લેખક છત્રી લેવા દુકાને જાય છે ત્યારે દુકાનદારે સ્મિત કર્યું તેમાં તે શું કહે છે?

Hide | Show

જવાબ : દુકાનદારે લેખક સામે જોઇને સ્મિત કરીને મૌનની ભાષામાં એવું કહે છે કે વળી હમણાં જ ખરીદેલી છત્રી ક્યાંક ભૂલી ગયા.


જ્ઞાન અને તેનું આચરણ આ બંનેનો તફાવત લેખકે કેવી રીતે દર્શાવ્યો છે?

Hide | Show

જવાબ : લેખકે દર્શાવ્યું છે કે જ્ઞાન મળવું મુશ્કેલ હોય છે. છતાં જો મળે તો તેને આચરણમાં મુકવાનું સૌથી કઠીન હોય છે.


કુંવરને કાંટો ન લાગે તે મતે રાજાએ કેવો ઉપાય અજમાવ્યો?

Hide | Show

જવાબ : રાજાએ કુંવરને કાંટો ન વાગે તે માટે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.


લેખકને દુકાનદાર છત્રી લેતી વખતે કયા નામે બોલાવે છે જે તેમને ગમતું સંબોધન છે?

Hide | Show

જવાબ : દુકાનદારે સાહેબનું સંબોધન કર્યું જે લેખકને અંકલ, મોટાભાઈ જેવા સંબોધન કરતા વધુ પ્રિય હતું.


રાજકોટ જઇને છત્રી પરત લાવવાનો વિચાર કોને નકામો લાગ્યો?

Locked Answer

જવાબ : રાજકોટ જઇને આપેલા સરનામેથી છત્રી પરત લાવવાનો વિચાર લેખક સિવાય બધાને સાવ નકામો લાગ્યો.


ખોવાયેલી છત્રી મેળવવા લેખક રાજકોટ ઉપરાંત કેટલે દૂર જવા તૈયાર હતા?

Locked Answer

જવાબ : છત્રી મેળવવા માટે રાજકોટ તો શું પણ રશિયા જવું પડે તો પણ જવું જોઈએ તેવો લેખકનો દ્રઢ મત હતો.


નવી છત્રી પર નામ સરનામા ઉપરાંત લેખક શું લખાવવા માંગતા હતા?

Locked Answer

જવાબ : છત્રી વારંવાર ખોવાઈ જતી હોવાથી લેખકનો વિચાર તો નામ સરનામા ઉપરાંત પોતાનો બાયોડેટા લખાવવાનો હતો.


બે-ત્રણ કલાક પુરતો પગારદાર માણસ રાખવાની લેખકને કેમ સલાહ મળી?

Locked Answer

જવાબ : લેખક ગમે ત્યાં ગમે ત્યારે પોતાની છત્રી ભૂલ જતા હતા માટે ઘરના સભ્યોએ કંટાળીને લેખકને બહાર જાય ત્યારે બે-ત્રણ કલાક પુરતો પગારદાર માણસ છત્રી સાચવવા માટે રાખવાની સલાહ આપી.


રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા કેટલા રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો તેવું લેખકને લાગે છે.

Locked Answer

જવાબ :

રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા ખર્ચ થાય તેમ લેખકને લાગે છે.


છત્રી ના ખોવાય તે માટે લોકો લેખકને કેવી કેવી સલાહ આપે છે .

Locked Answer

જવાબ : છત્રી ના ખોવાય તે માટે લોકો લેખકને પ્રભુના ભજન કરવાની, છત્રી પર નામ સરનામું લખવાની, એકટાણા કરવાની જેવી સલાહો આપે છે.


પોતાના કુંવરને કાંટો ના વાગે તે માટે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારની વાર્તા કોણે લખી છે ?

Locked Answer

જવાબ : પોતાના કુંવરને કાંટો ના વાગે તે માટે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારની વાર્તા રવીન્દ્રનાથ ટાગોરે લખી છે.


લેખક દુકાનદારને કેવી છત્રી વિશે પૂછે છે.

Locked Answer

જવાબ : લેખક દુકાનદારને ખોવાય નહિ તેવી છત્રી વિશે પૂછે છે.


દુકાનદાર લેખકને છત્રી લેતી વખતે કયા નામે સંબોધન કરે છે ?

Locked Answer

જવાબ : દુકાનદાર લેખકને છત્રી લેતી વખતે સાહેબના નામે સંબોધન કરે છે.


‘છત્રી’ પાઠના લેખકને દુકાનદારે કઈ સલાહ આપી ?

Locked Answer

જવાબ : ‘છત્રી’ પાઠના લેખકને દુકાનદારે છત્રી તેમની પાસે ટકે એવો ઉપાય શોધી કાઢવાની સલાહ આપી.


છત્રી પાછી લેવા જવાની બાબતમાં લેખકનો શો દ્રઢ મત હતો ?

Locked Answer

જવાબ : છત્રી પાછી લેવા જવાની બાબતમાં લેખકનો દ્રઢ મત હતો કે છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તોપણ જવું જોઈએ.


લેખકનો છત્રી પર શું લખાવવાનો વિચાર હતો ?

Locked Answer

જવાબ : લેખકનો છત્રી પર પોતાનો બાયોડેટા લખવાનો વિચાર હતો.


લેખકનો કયો ઉપાય કામ કરી ગયો ?

Locked Answer

જવાબ : લેખકનો છત્રી પર નામ સરનામું લખાવવાનો ઉપાય કામ કરી ગયો.


લેખકે શેમા એક થી વધારે વાર વિક્રમો નોંધાવ્યા છે ?

Locked Answer

જવાબ : લેખકે છત્રી ખોઈ નાખવામાં એક થી વધારે વાર વિક્રમો નોંધાવ્યા છે.


એક માણસે રાજાના કુંવર માટે શું કરી આપ્યું ?

Locked Answer

જવાબ : એક માણસે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા.  


છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી?

Hide | Show

જવાબ : છત્રી ખોવાય નહીં એ માટે લેખકને ઘણી સલાહો મળેલી જે પૈકીની લેખકે માળાની જેમ ગળામાં મોટી દોરી રાખવી તથા છત્રીને તે દોરી સાથે બાંધીને રાખવી, છત્રી ખોલવામાં તકલીફ ના પડે તે માટે ગળાની દોરી થોડી લાંબી રાખવી. વરસાદમાં છત્રી ભીની થાય અને તેથી શર્ટ ભીનો ન થાય તે માટે ઉપરના ભાગે ઓછાડ વીંટાળી રાખવો વગેરે. વધુમાં લેખકને છત્રી સાચવવા પોતાની સાથે ફરે તેવો ત્રણ-ચાર કલાક માટે એક પગારદાર માણસની વ્યવસ્થા કરવી. લોકો ઘરની બહાર જતી વખતે સાથે ડ્રાઈવર રાખે છે તેમ છત્રી સાચવવા પણ સાથે માણસ રાખવો તથા લેખકે ચાર્તુમાસ દરમિયાન ક્યાંય બહાર ન જવું, ઘરમાં રહીને એકટાણાં કરવા તથા પ્રભુભજન કરવું જેથી છત્રીની જરૂરિયાત જ ઊભી ન થાય અને છત્રી ખરીદવી જ ના પડે અને પછી તો છત્રી ખોવાય જ નહીં. આવી સલાહો પૈકી છત્રી પર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને મળે તો તે વ્યક્તિ પોસ્ટકાર્ડ લખીને લેખકને જાણ કરી શકે તેવી સલાહ પણ મળી હતી.


અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો?

Hide | Show

જવાબ : અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક પોતાની છત્રી બસમાં ભૂલી ગયા હતા, તેમાં જ્યારે ભૂલથી લેખકની છત્રી આવી ગયાની એકરાર કરતો પત્ર રાજકોટથી આવ્યો ત્યારે તેમણે જાણ્યું કે તેઓ છત્રી ભૂલી ગયા છે. લેખકને મળેલા પત્રમાં લખનારે માફી સાથે જણાવ્યુ હતું કે તેમની છત્રી લેખકને ન મળી હોય તો પણ લેખક પોતાની છત્રી રાજકોટ આવીને લઈ જાય તથા તે માટે ઘટતું સઘળું કરે. લેખકે વળતો પ્રત્યુત્તર લખીને એ સજજનનો આભાર માન્યો અને તેમની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી સાથે જાણ કરી અને પોતાની છત્રી લઈ જવા ઘટતું કરવાનું જણાવ્યુ. હવે પ્રશ્ન એ ઊભો થયો કે છત્રી લેવા છેક રાજકોટ જવું. જવા આવવાનું બસભાડું અઢીસો રૂપિયા થાય ત્યાં રિક્ષાભાડુ અને ચા-નાસ્તો વગેરે મળી ઓછામાં ઓછા ત્રણસો થી સાડાત્રણસો રૂપિયા ખર્ચ થઈ જાય. માટે આ વ્યવહારૂ નથી તેવી સલાહો પણ મળવા લાગી. રાજકોટ છત્રી લેવા જવું તે મુર્ખાઈ ભરેલી વાત ગણાય એવું સૌનું માનવુ હતું. પરંતુ આ બધાની વિરુધ્ધ લેખક એવું માનતા હતા કે પત્ર લખનાર સજ્જનની ભાવના અને પ્રમાણિકતાની કદરરૂપે પણ છત્રી લેવા રાજકોટ અવસ્ય જવું જોઈએ. લેખક આ બાબતે એકદમ મક્કમ રહ્યા અને પરિણામે તેઓ રાજકોટ ગયા, છત્રી પરત લઈને તે સજજનનો હ્રદયપૂર્વકનો આભાર માની વળતી બસમાં અમદાવાદ આવવા રવાના થયા. પણ અમદાવાદ બસમાંથી ઉતરતી વખતે વળી પાછા પોતાની આદત પ્રમાણે છત્રી બસમાં ભુલી ગયા. ઘરે પહોંચ્યા બાદ સૌએ પુછ્યું ત્યારે જ તેમને યાદ આવ્યું અને તેઓ બસની ઓફિસે પરત ગયા પણ ત્યાં કોઈએ એમની છત્રી ઓફિસમાં જમા કરવી ન હતી. આમ, વધારાના રિક્ષાભાડાના જવા અને પરત આવવાના થઈને બીજા એંશી રૂપિયા થયા.


છત્રી પાઠના લેખક કોણ છે? તેમના વિશે પાંચ-સાત વાકયોમાં માહિતી આપો.

Locked Answer

જવાબ : છત્રી પાઠના લેખકનું નામ રતિલાલ મોહનલાલ બોરીસાગર છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ તેમણે ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે પોતાની સેવાઓ આપી હતી. તેમણે લખેલા હાસ્યલેખોમાં મરક મરક, આનંદલોક, એંજિયોગ્રાફી, તિલક કરતાં ત્રેસઠ થયાં વગેરે તેમની નોંધપાત્ર કૃતિઓ ગણાય છે. તેમણે સંભવામી યુગેયુગે નામની હાસ્યનવલ પણ લખી છે. તેઓએ ખૂબ જ સુક્ષ્મતાથી હાસ્યસાહિત્યનુ સંપાદન કરેલું છે. તેમણે બાલવંદના નામનું બાલસાહિત્ય પણ રચ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડો પણ તેમણે મળેલા છે.


છત્રી હાસ્ય નિબંધ વિશે પાંચ-સાત વાક્યો લખો?

Locked Answer

જવાબ : રતીલાલ મોહનલાલ બોરીસાગરે છત્રી હાસ્યનિબંધમાં છત્રી વિશેના અનેક પ્રસંગો નિરૂપાયા છે જેમાંથી આપણને વિનોદ અને હાસ્ય મળે છે. છત્રી ખરીદવા ગયા ત્યારે દુકાનદાર સાથેનો અનુભવ પણ હાસ્ય પ્રેરક બને છે. વધુમાં લેખકની છત્રી વારેવારે ખોવાઈ જવાથી તેને સાચવીને રાખવાના ઉપાયોમાંથી પણ આપણને નિર્દોષ હાસ્ય મળે છે. આખરે છેલ્લે લેખકની છત્રી ખોવાય છે પણ તેના પર લખેલા નામ-સરનામાથી છત્રી જેને મળી છે તેમનો પત્ર આવે છે. લેખક છત્રી પાછી મેળવવા ત્રણસો-સાડાત્રણસોનો ખર્ચ કરી રાજકોટ જાય છે. પણ જ્યારે છત્રી લઈને અમદાવાદ પાછા આવે છે ત્યારે ઘરના સભ્યોએ છત્રીની યાદ અપાવી તે વખતે લેખકને ફરી પાછી પોતાની ભૂલ સમજાઈ અને બસની ઓફિસે તપાસ કરવા પરત જાય છે પણ ત્યાં તેમને છત્રી મળતી નથી. પરંતુ જવા-આવવાના એંશી રૂપિયા ખર્ચ વધી જાય છે. આમ, માણસનું ભુલકણાપણું છત્રી સાથે જોડીને લેખકે સફળતાથી નિર્દોષ હાસ્ય ઉત્પન્ન કર્યું છે.


છત્રીનિધમાંથી હાસ્યરસ રજૂ કરતાં ઉદાહરણો આપો.

Locked Answer

જવાબ : છત્રી નિધમાં લેખકે છત્રી જેવી સામાન્ય વસ્તુને નિમિત બનાવી એમાંથી નિષ્પન્ન કર્યું છે. તેમાનાં કેટલાક પ્રસંગો નીચે પ્રમાણે છે.

1. તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો ? આ તે કેવો વિચિત્ર પ્રશ્ન એમ મનમાં થાય, પણ એને આમ હળવાશથી મૂકીને વાચકને હસતાં કરી દે છે.

2. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતાં સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એક થી વધુ વાર નોંધાવ્યા છે ! જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે જણાવીને એમાંથી પણ લેખક ખોવાઈ જવાની વાતને હસી કાઢે છે.

3. છત્રી ખોવાઈ નહી એ માટે લોકોએ આપેલી સલાહો પણ રમુજના ઉદાહરણો છે.

4. છત્રી પર નામ સરનામુ, ટેલિફોન નંબર લખાવવાની વાત તો રમૂજ પ્રેરે છે, પણ એથીય વિશેષ છત્રી પર પોતાનો આખો બાયોડેટા લખાવવાના વિચાર પર તેમને સંયમ રાખ્યો. એમાં પણ હળવો વ્યંગ છે.

5. એ પછી ખોવાયેલી છત્રી લેવા અમદાવાદથી છેક રાજકોટ જવું એ માટે ખાસ્સો ખર્ચો કરવો અને અંતે ભુલકણા સ્વભાવને કારણે મેળવેલી છત્રી ફરી પાછી બસમાં ભૂલી જવી ત્યારે પેલી કહેવત યાદ આવે છે: તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ.

આ બધાજ પ્રસંગોની રજૂઆતમાં ન કોઈના પર દોષારોપણ કે ન ખોવાયાનો અફસોસ કે દુ:ખ. વાત એકદમ સીધી સાદી છે પણ તેને હળવાશથી રજૂ કરીને તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અદ્દ્ભુત કળા લેખકમાં છે. તેનો પરિચય આ નિબંધ કરાવે છે.


વિરુધ્ધાર્થી  શબ્દો

Hide | Show

જવાબ :

સજ્જન – દુર્જન
વ્યવહારૂ – અવ્યવહારૂ

રૂઢીપ્રયોગ

Locked Answer

જવાબ :

આચરણમાં મૂકવું – પાલન કરવું, અમલમાં મૂકવું.
કદર કરવી – લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો.
ફાંફા મારવા – વ્યર્થ પ્રયત્ન કરવો.

શબ્દસમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

અડગ રહેવું તે – મક્કમ

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

સાઇઝ – માપ, કદ
ઉપાય – ઈલાજ (અહીં) યુક્તિ
ટકાઉ – ટકી રહે તેવું, મજબૂત
મિથ્યા – ફોગટ, નકામું, વ્યર્થ
આચરણ – વર્તન
સાનિધ્ય – સમીપતા
ક્ષમાયાચના – ક્ષમા માગવી તે
કારગત – સફળ
વાર – વિલંબ
જડવું – મળવું

Download PDF

Take a Test

Choose your Test :

છત્રી

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.