GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

શતાવધાની શક્તિ એટલે શું?

Hide | Show

જવાબ : એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના ક્રમમા યાદ રાખવાની શક્તિને શતાવધાની તરીકે ઓળખવામાં આવે છે.


મનુષ્યનો આત્મા શાના જેવો છે?

Hide | Show

જવાબ : મનુષ્યનો આત્મા છાશ જેવો છે.


ગુજરી જવું એટલે શું?

Hide | Show

જવાબ : શરીરમાંથી પ્રાણ નિકળી જાય તેને ગુજરી જવું કહે છે.


શ્રીમદ્દ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહી શકાય?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ રાજચંદ્રની બુધ્ધિ તીવ્ર અને સતેજ હોવાથી તેઓ જે ભણતાં, જે વાંચતા, જે ભણાવતા તે બધુ જ તેમને યાદ થઈ જતું હતું. માત્ર બે જ વર્ષમાં તેમણે સાત ચોપડી સુધીનું શિક્ષણ પુરૂ કરી દીધું હતું જે બીજા બાળકો સાત વર્ષમાં કરતાં હોય છે. આથી સમજી શકાય કે શ્રીમદ્દ રાજચંદ્રની યાદશક્તિ અને બુધ્ધિ અસાધારણ છે. જે બધામાં જોવા મળતી નથી.


શ્રીમદ્દ રાજચંદ્રની જીવદયા અને કરૂણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ રાજચંદ્રના નાનપણના અનેક પ્રસંગ પરથી આપણે તેમની જીવદયા અને કરૂણા સમજી શકીએ છીએ. તેઓ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું હતું. શાક સુધારવા જતાં શાકભાજીમાં રહેલા નાના જીવો પ્રત્યે દયા અને સહાનુભૂતિથી તેમની આંખોમાં પાણી ઉભરાયું હતું.


કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા?

Hide | Show

જવાબ : ગાંધીજીનો શ્રીમદ્દ રાજચંદ્રનો જ્ઞાની અને શતાવધાની તરીકેનો પરિચય રાજચંદ્રના કાકાજી સસરા ડો. મહેતાએ આપ્યો હતો. ગાંધીજીએ આની ખાત્રી કરવા જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે રાજચંદ્રને વાંચી સંભળાવ્યા. ત્યારબાદ શ્રીમદ્દજીએ સરળતાથી એક પછી એક બધા જ શબ્દો ગાંધીજી જે ક્રમમાં લખ્યા હતા તે જ ક્રમમાં બોલીને સંભળાવ્યા. આથી ગાંધીજી તેમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


વિરલ વિભૂતિ પાઠના લેખકનું નામ અને પરિચય ટુંકમાં આપો?

Hide | Show

જવાબ : વિરલ વિભૂતિ પાઠના લેખક આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો. યુવાન વયમાં જ તેઓ આધ્યાત્મિક તરફ વળ્યા હતા. તેમણે ધરમપુરના શ્રીપદ્દ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે. તેઓ શાસ્ત્રોમાં ઊંડા અભ્યાસી છે. વળી ઉત્તમ વક્તા પણ છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. તેઓશ્રી સદ્દગુરૂ એકોઝ માસિકના તંત્રી છે.


શ્રીમદ્દ રાજચંદ્ર ના જીવન અને દર્શનની ટુંકમાં શબ્દરૂપે ઝાંખી કરવો?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ રાજચંદ્રના વિષયમાં જોતાં તેઓ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા. તેમના ટુંકા આયુષ્યકાળમાં તેઓ એક યુગપ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા છે. તેમના ઉચ્ચ આદર્શો સાથેના જીવનથી તથા નિર્મળ આધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. શ્રીમદ્દ બાળપણથી જ અસાધારણ સ્મરણશક્તિ ધરાવતા હતા. બાળપણથી જ તેમનામાં કરૂણા, જીવદયા, પરોપકારવૃત્તિ, નિર્મળતા, શુચિતા જેવા ગુણોનો સમન્વય જોવા મળે છે. તેઓ ઉંચી કવિત્વશક્તિ ધરાવતાં હતા. તેમનામાં સાત વર્ષની ઉંમરમાં પોતાના સેંકડો પૂર્વભવોનું ભાન જાગ્યું હતું. ઓગણીસ વર્ષની ઉંમરે તેમને શતાવધાની શક્તિ સિધ્ધ થયેલી હતી. આ સિધ્ધિ પ્રાપ્ત થવાથી તેમને સાક્ષાત સરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. તેમનું સમગ્ર જીવન એક આદર્શ આધ્યાત્મગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું.


માનવદેહ છાશના જેવો છે તેવું શ્રીમદ્દ બાળકોને કેવી રીતે સમજાવ્યું?

Hide | Show

જવાબ : શ્રીમદ્દે ઘી ભરેલો લોટો અને છાશ ભરેલો લોટો બન્નેના ઉદાહરણથી બાળકોને સમજાવ્યું કે કિંમતી વસ્તુની આપણે વધુ કાળજી લઈએ છીએ. તેવી જ રીતે દેહ છાશ જેવો સામાન્ય છે. આત્મા ઘી જેવો મુલ્યવાન છે. છાશ જેવો દેહ ઢોળાઇ જાય, નષ્ટ થઇ જાય તો મોટું નુકશાન નથી. મતલબ કે દેહ નહીં આત્મા મુલ્યવાન છે. તેઓ ખૂબ સરળતાથી સમજાય તે રીતે જીવનબોધ આપતા હતા.


શ્રીમદ્દ રાજચંદ્રની માહિતી ટુંકમાં આપો?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ રાજચંદ્રનો જન્મ વિ.સં. 1924ની કાર્તિકી પૂનમ, દેવદિવાળીના દિવસે વવાણીયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડ્યું હતું. તેમની ચાર વર્ષની વયે નામ રાયચંદ રાખવામાં આવ્યું હતું. તેમના દાદાનું નામ પંચાણભાઈ હતું. દાદા કૃષ્ણભક્ત હતા. રાયચંદે દાદા પાસેથી કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓ વગેરે સાંભળ્યું હતું. રાયચંદને પિતૃપક્ષે વૈષ્ણવધર્મ અને માતૃપક્ષે જૈન ધર્મના સંસ્કારો મળ્યા હતા. બાળવયમાં રામદાસજી નામના સાધુ પાસે તેમણે કંઠી બંધાવી હતી.


સાત વર્ષની ઉંમરમાં શ્રીમદ્દ રાજચંદ્રે કઈ સિધ્ધ મેળવી હતી?

Hide | Show

જવાબ : શ્રીમદ્દે સાત વર્ષની ઉંમરમાં જાતિસ્મરણની સિધ્ધ મેળવી હતી. જેથી તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું ભાન જાગ્યું હતું.


શ્રીમદ્દ રાજચંદ્રે 19 વર્ષની આયુમાં શું સિધ્ધ કર્યું હતું?

Hide | Show

જવાબ : શ્રીમદ્દે 19 વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિધ્ધ કરી હતી. આ સિધ્ધિથી શ્રીમદ્દ એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમ સાથે યાદ રાખી શકતા હતા.


શ્રીમદ્દ રાજચંદ્રને શતાવધાની શક્તિ સિધ્ધ હોવાથી તેમને કયુ બિરૂદ મળ્યું હતું?

Hide | Show

જવાબ : એકસાથે સો વસ્તુઓ ભૂલ વગર ક્રમમાં યાદ રાખવાની શતાવધાની શક્તિ સિધ્ધિથી શ્રીમદ્દને સાક્ષાત સરસ્વતી નું બિરૂદ પ્રાપ્ત થયું હતું.


શ્રીમદ્દ રાજચંદ્રનું જીવન કેવું હતું?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ રાજચંદ્રનું પોતાનું જીવન એક આદર્શ આધ્યાત્મગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું.


શ્રીમદ્દ રાજચંદ્રથી ગાંધીજી કેમ પ્રભાવિત થયા હતા?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ એક યુગપ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા હતા. તેમના ઉચ્ચ જીવન અને નિર્મળ આધ્યાત્મજ્ઞાનથી ગાંધીજી અતિ પ્રભાવિત થયા હતા. તેઓ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા.


શ્રીમદ્દ રાજચંદ્રમાં બાળપણમાં જ કેવા ગુણો વિકસ્યા હતા.

Hide | Show

જવાબ : શ્રીમદ્દમાં બાળપણથી જ અસાધારણ સ્મરણશક્તિ હતી. બાળપણથી જ તેમનામાં કરૂણા, જીવદયા, પરોપકારવૃત્તિ, નિર્મળતા, નિખાલસતા, તટસ્થતા, શુચિતા જેવા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે. તેમનામાં ઉંચી કવિત્વશક્તિ પણ હતી. સાત વર્ષની ઉંમરમાં તેમને જાતિસ્મરણ એટલે કે તેમને પોતાના સેંકડો પૂર્વભાવોનું ભાન જાગ્યું હતું. તેમણે સાત ચોપડીનું શિક્ષણ બે જ વર્ષમાં પુરૂ કર્યું હતું. આઠ વર્ષની ઉંમરમાં તેમણે પાંચ હજાર કડીઓ રચી હતી. નવ વર્ષની ઉંમરે તેમણે રામાયણ અને મહાભારતને કાવ્યરૂપે આલેખવાનું શરૂ કર્યું હતું. આમ બાળપણથી જ શ્રીમદ્દમાં આવા અસાધારણ ગુણોનો વિકાસ થયો હતો.


શ્રીમદ્દ ભવિષ્યકાળના જાણનારા અને સામાના મનને પારખનારા છે તેવું શેના પરથી જાણવા મળે છે?

Hide | Show

જવાબ : કચ્છમાંથી શ્રીમદ્દને મળવા સાંઢણી પર આવતાં હેમરાજ અને માલસીભાઈને તેઓ આવતા હતા તે રસ્તે સામે જઈને નામ દઈને બોલાવ્યા હતા. સાયલાથી બીજમંત્ર લઈને આવનાર સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખ્યું છે તે તેમણે વગર વાંચ્યે જાણી લીધું હતું તેના પરથી જાણવા મળે છે.


શ્રીમદ્દ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા તેવું શાથી માનવાનું મન થાય છે?

Hide | Show

જવાબ : શ્રીમદ્દના મામા રાજકોટ રહેતા હતા. બંને મામાઓએ રાજ ખટપટના વેરમાં ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો રચ્યો હતો. શ્રીમદ્દે ધારસીભાઈને અગાઉથી ચેતવી દઈને તેમનો જીવ બચાવેલો માટે કહી શકાય કે શ્રીમદ્દ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા.


શ્રીમદ્દની લેખનશક્તિનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ : શ્રીમદ્દની લેખનશક્તિ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી હતી. અગિયાર વર્ષની ઉંમરે બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખો પ્રસિધ્ધ થવા લાગ્યા હતા. તેર ચૌદ વર્ષની ઉંમરમાં તેમણે સ્ત્રીનીતિબોધક વિભાગ – 1 પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તકમાં સ્ત્રીઓમાં શિક્ષણ વધે, તેવા પુસ્તકો લખાય તેનો તથા બાળલગ્નો, કજોડાં વગેરે કુરિવાજો બંધ થાય તેના વિશે લખ્યું છે. આજ સમયગાળામાં તેમણે મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના પણ કરી હતી. મોક્ષમાળા ગ્રંથ તો તેમણે ફક્ત ત્રણ જ દિવસના ટુંકા સમયગાળામાં જ લખ્યો હતો, જે એક ચિંતનગ્રંથ છે. પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં 108 બોધવચનો લખાયેલા છે. શ્રીમદ્દે નડિયાદમાં એકી બેઠકે માત્ર દોઢ કલાકમાં શ્રીમદ્દે રચેલો શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર નામનો એકસો બેતાલીસ ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વોત્કૃષ્ટ દર્શનગ્રંથ છે.


શ્રીમદ્દ રાજચંદ્રે કયા મંડળની સ્થાપના કરેલી હતી, શા માટે? તે જણાવો.

Hide | Show

જવાબ : શ્રીમદ્દે વઢવાણ ખાતેના કેમ્પમાં ઈ.સ. 1900માં પરમશ્વ્રુત પ્રભાવક મંડળ ની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ ઉચ્ચ કોટિનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિધ્ધ કરેલું છે. ગુજરાતમાં અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઇડર, સીમરડા, કાવિઠા, ધરમપુર વગેરે જગ્યાએ આ મંડળની સાથે જોડાયેલ સંસ્થાઓ કામ કરી રહી છે.


શ્રીમદ્દ રાજચંદ્રને ક્યારે આત્મસાક્ષાત્કાર થયો હતો?

Hide | Show

જવાબ : શ્રીમદ્દની ત્રેવીસ વર્ષની ઉંમરમાં તેમણે આત્મસાક્ષાત્કાર થયો હતો.


શ્રીમદ્દ રાજચંદ્રના કયા ગ્રંથનું ગાંધીજીએ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું?

Hide | Show

જવાબ : ગાંધીજીએ શ્રીમદ્દના શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું.


શ્રીમદ્દ રાજચંદ્રનું મૃત્યુ ક્યારે થયું હતું?

Hide | Show

જવાબ : શ્રીમદ્દનો છેલ્લો મુકામ રાજકોટમાં થયેલો. દેહવિલય સમયની તેમના દેહની કાન્તી શાન્ત અને અનુપમ હતી. તેમણે ઈ.સ.તા. 9.4.1901માં રાજકોટ ખાતે આત્મસ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો હતો.


વિરલ વિભૂતિપાઠમાં કોના જીવન-દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રના


‘દેહ છતાં વિદેહી દશા’ આ શબ્દો કોને લાગુ પડે છે ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રને


શ્રીમદે ‘સ્ત્રીનીતિબોધક’ પુસ્તકનો પહેલો ભાગ કેટલા વર્ષની ઉંમરે લખેલો ?

Locked Answer

જવાબ : સોળ-સત્તર વર્ષે


કોના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી ?

Locked Answer

જવાબ : સૌભાગ્યભાઈના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી


શ્રીમદે કેટલામે વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો ?

Locked Answer

જવાબ : શ્રીમદે આઠમાં વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો.


શ્રીમદ્‌ની નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર થઈ હતી ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ હતી.


રાયચંદે બાળવયે કોની પાસેથી કંઠી બંધાવી હતી ?

Locked Answer

જવાબ : રાયચંદે બાળવયે રામદાસ સાધુ પાસેથી કંઠી બંધાવી હતી.


રાયચંદને બાળવયે માતા તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા ?

Locked Answer

જવાબ : રાયચંદને બાળવયે માતા તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા.


રાયચંદને બાળવયે પિતા તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા ?

Locked Answer

જવાબ : રાયચંદને બાળવયે પિતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા.


રાયચંદના દાદા પંચાણભાઈ કેવા ભક્ત હતા ?

Locked Answer

જવાબ : કૃષ્ણભક્ત


શ્રીમદ્‌ રાજચંદ્રનું જન્મસમયનું નામ શું હતું ?

Locked Answer

જવાબ : લક્ષ્મીનંદન


શ્રીમદ્‌ રાજચંદ્રનો જન્મ કયા ગામમાં થયો હતો ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રનો જન્મ વવાણિયા ગામમાં થયો હતો.


શ્રીમદ્‌ રાજચંદ્રઓ જન્મના દિવસે કયો તહેવાર હતો ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રઓ જન્મના દિવસે દેવદિવાળી હતી.


કોનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન છે ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રનું


શ્રીમદ્‌ રાજચંદ્રનું ચાર વર્ષની ઉંમરે કયું નામ રાખવામાં આવ્યું હતું ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રનું ચાર વર્ષની ઉંમરે રાયચંદ નામ રાખવામાં આવ્યું હતું.


મનુષ્ય આત્મા શાના જેવો છે ?

Locked Answer

જવાબ : મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે.


શ્રીમદ્‌ રાજચંદ્રને કેટલા વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલ હતી ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રને સાત વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલ હતી.


શ્રીમદ્‌ને મન દેહ શેનું સાધન માત્ર હતું ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ને મન દેહ ધર્મસાધનાનું સાધન માત્ર હતું.


વઠવાણ કૅમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરેલી ?

Locked Answer

જવાબ : વઠવાણ કૅમ્પમાં શ્રીમદે ‘પરમશ્રુત પ્રભાવક મંડળ’ની સ્થાપના કરેલી.


‘વિરલ વિભૂતિ’, કૃતિમા જણાવ્યા પ્રમાણે ‘સાક્ષાત્‌ સરસ્વતી’ નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું ?

Locked Answer

જવાબ : 'વિરલ વિભૂતિ’, કૃતિમા જણાવ્યા પ્રમાણે ‘સાક્ષાત્‌ સરસ્વતી’ નું બિરુદ શ્રીમદ્‌ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું.


શ્રીમદ્‌ના કેમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરેલી ?

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ના કેમ્પમાં શ્રીમદે ‘શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર’ મંડળની સ્થાપના કરેલી.


રાયચંદે બાળવયે કોની પાસેથી કંઠી બંધાવી હતી ?

Locked Answer

જવાબ : રાયચંદે બાળવયે રામદાસ પાસેથી કંઠી બંધાવી હતી


રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું ?

Locked Answer

જવાબ : રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓનું શ્રવણ તેમનાં દાદા પાસેથી કર્યું હતું.


શતાવધાની શક્તિ એટલે શું ?

Locked Answer

જવાબ : શતાવધાની શક્તિ એટલે એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ.


શ્રીમદ્‌ રાજચંદ્રનું જીવન કેવું છે ?

Hide | Show

જવાબ : શ્રીમદ્‌ રાજચંદ્રનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું છે.


શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ કયો છે ?

Hide | Show

જવાબ : શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ મોક્ષમાળા છે.


ગાંધીજીનો શ્રીમદ્દ રાજચંદ્ર સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો?

Hide | Show

જવાબ : શ્રીમદ્દ રાજચંદ્રનો ગાંધીજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ખૂબ જ ગાઢ હતો. રાજચંદ્રની અદ્દભુત સ્મરણશક્તિ, વિશાળ અને બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચારિત્રથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પરિણામે ગાંધીજી તેમના અનુરાગી થઇ ગયા. ગાંધીજીએ પોતે પણ સ્વીકાર્યું છે કે તેમના જીવનની આધ્યાત્મિકતામાં સૌથી વધારે તેમણે રાજચંદ્રના જીવનમાંથી જ મેળવેલું ભાથું છે. ગાંધીજી પોતાની આધ્યાત્મ અને ધર્મસંબંધી કોઈપણ મૂંઝવણ રાજચંદ્ર પાસે રજૂ કરતાં અને ત્યાંથી જ સમાધાન મેળવતા હતા. ગાંધીજીમાં સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામીને દ્રઢ બન્યા તેની પાયાની ફલશ્રુતિ તેમણે રાજચંદ્ર પાસેથી મેળવી હતી. ગાંધીજીએ શ્રીમદ્દ રાજચંદ્ર રચિત કાવ્ય અપૂર્વ અવસર એવો કયારે આવશે? તે આશ્રમ ભજનાવલિમાં સ્થાન પામ્યું છે. આમ ગાંધીજી અને શ્રીમદ્દ આધ્યાત્મિકની કડીથી સાથે જોડાયેલા હતા.


શ્રીમદ્‌ રાજચંદ્ર અન મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ .... .ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે.' સમજાવો.

Locked Answer

જવાબ : શ્રીમદ્‌ની અઢળક આંતરિક ગુણસંપતિને લઈને ગાંધીજી તેમના પત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા. શ્રીમદ્‌ વિષે ગાંધીજીએ લખ્યું છે, મેં ઘણાંનાં જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. ગાંધીજી શ્રીમદ્‌ની સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈને તેમના અનુરાગી બન્યા હતા. ગાંધીજી ધર્મ તેમજ અધ્યાત્મસંબંધી પોતાની મૂંઝવણો રજૂ કરતા, પ્રશ્નો પૂછતા અને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન મેળવતા. શ્રીમદ્‌ની રહેણીકરણી જોઈને પણ ઘણું શિક્ષણ પ્રાપ્ત થતું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય જેવા ગુણો ગાંધીજીમાં પ્રપોગો દ્વારા વિકાસ પામ્યા અને જીવનસંદેશ બન્યા એના મૂળમાં શ્રીમદ્‌ રાજચંદ્ર છે.

ગાંધીજીએ શ્રીમદ્‌ના 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. શ્રીમદ્‌નું 'અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?' એ પદને ગાંધીજીએ આશ્રમ ભજનાવલિે'માં સ્થાન આપેલું, આમ, ગાંધીજીનો શ્રીમદ્‌ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો.

આમ, ‘શ્રીમદ્‌ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમનાં બંનેનાં જીવનનું જ નહિ, પણ ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઈતિહાસનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે.'


શ્રીમદ્જીએ બાળકોને ‘દેહ' અને ‘આત્મા' ની ગૂઢ વાત કેવી રીતે સમજાવી ?

Hide | Show

જવાબ : શ્રીમદ્જીએ બાળકોને 'દેહ' અને 'આત્મા'ની ગૂઢ વાત બાળકોને તેમની ભાષામાં સચોટ તેમજ સરળ ઉદાહરણ આપીને સમજાવી. શ્રીમદ્જીએ બાળકો સાથે વાત કરતાં પ્રશ્ન કર્યો કે, ‘તમારા , એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, અને તમને માર્ગે જતાં કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો ?' બાળકોએ સહજ રીતે, સાચી વાત કરી, ‘ઘીનો લોટો વધારે સાચવીશું.' બાળકોએ એમ પણ કહ્યું કે છાશ ઢળી જાય તો જલદી કોઈ ભરી આપે પણ ઘીનો લોટો ભરી આપવા કોઈ તેયાર થાય નહિ. બાળકોના જવાબને આધારે જ શ્રીમદ્જીએ સમજાવ્યું, દેહ છાશના જેવો છે. જીવ તેને સાચવે છે, જ્યારે આત્મા ઘીના જેવા છે. દેહનો તે ત્યાગ કરે છે. જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવા દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. દેહ મૃત્યુ પામે, નાશ પામે પણ એથી નુક્સાન થતું નથી, તેથી દેહ નહિ, પણ આત્મા મૂલ્યવાન છે.


રાયચંદને ક્યારે પોતાના સેંકડો પૂર્વભવોનુ સ્મરણ થયુ ?

Locked Answer

જવાબ : એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાપે દંશ દીધો. સર્પદંશથી તેઓ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું એ રાયચંદ જાણતા નહોતા. તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. પછી માણસ હાલીચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ-પી ન શકે. એટલે તેને તળાવ પાસેના સ્મશાનમાં બાળી આવે. બાળ રાયચંદને ઉત્સુકતા થઈ. તળાવ પાસેના ઝાડ ઉપર ચડીને તેમણે ભડભડ બળતી ચિતાને જોઈ. આ ઘટના જોયા પછી તેમના મનમાં વિચારોનું મનોમંથન શરૂ થયું. તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. એમાંથી જ તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું.


સમાનાર્થી શબ્દો

Locked Answer

જવાબ :

જિજ્ઞાશા – જાણવાની ઈચ્છા 
અનુરી – પરવાનગી  
મનોમંથન – મનમાં ચાલતું મંથન 
આધ્યાત્મિક – આત્મા કે આત્મતત્વ સંબંધી 
કારસો – યુક્તિ – હિકમત – મનસુબો  
પારદર્શિતા – વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ  
અનાસક્ત – આસક્ત નહિ એવું 
શતાવધાની – એકસાથે સો વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર 
યુગ પ્રવર્તક – યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર  
રતલ – લગભગ 490 ગ્રામ  
સંગ્રહણી – ઝાડાનો રોગ 
મસાણ – સ્મશાન 
ચિંતન – મનન 
પવન – સમીર 
નિત્ય – કાયમી

વિરૂધ્ધાર્થી શબ્દો

Locked Answer

જવાબ :

સતેજ – નિસ્તેજ  
અપકાર – ઉપકાર 
નિવૃત – પ્રવુત્ત

રૂઢીપ્રયોગો

Locked Answer

જવાબ :

ચકિત થઇ થવું – આશ્ચર્ય પામવું

શબ્દ સમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

મામાનું ઘર – મોસાળ 
એકસાથે સો વસ્તુ યાદ રાખવાની શક્તિ – શતાવધાની શક્તિ

Download PDF

Take a Test

Choose your Test :

વિરલ વિભૂતિ

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.