GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો? આ વાત આંબા પટેલ કોને કહે છે.

Hide | Show

જવાબ : પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો. આ વાત આંબા પટેલ પોતાની પત્નીને કહે છે.


શેત્રુંજી જેવી સાત નદીયું આડી ચ્યમ નથી પડી? આ વાક્ય કોણ બોલે છે.

Hide | Show

જવાબ : શેત્રુંજી જેવી સાત નદીયું આડી ચ્યમ નથી પડી. આ વાક્ય આંબા પટેલ બોલે છે.


આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું?

Hide | Show

જવાબ : મામાને ત્યાંથી આંબા પટેલને સંદેશો આવ્યો હતો કે ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા શીરાવજો. મામાનો સંદેશો સંભાળીને આંબા પટેલને મણાર જવું પડ્યું હતું.


પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું?

Hide | Show

જવાબ : આંબા પટેલ ઢેલને લઈને શેત્રુંજી નદીમાં ખાબક્યા ને મહામુસીબતે ઘોડી સામે કાંઠે છલાંગ મારીને પહોંચી ગઈ પણ તેને અણસાર આવી ગયો કે પટેલ પીઠ પર નથી, જેથી તે નસકોરાં ફુલાવતી ફરી પાછી નદીમાં ખાબકી અને આંબા પટેલને શોધવા લાગી. ધોડીએ તેમને શોધી કાઢ્યા અને સડસડાટ કરતી તેમની પાસે પહોંચી ગઈ. આંબા પટેલ ઘોડીને જોઇને તેની ડોકે હાથ પ્રસારીને વળગી પડ્યા. ઘોડી આંબા પટેલને લઈને પાણીના પૂરમાં ફંગોળાતી મહા મુશ્કેલીએ કાંઠે આવી.આમ ઢેલ ઘોડીએ આંબા પટેલને નવું જીવતદાન આપ્યું.


વાવડી ગામના આંબા પટેલને ગામ પરગામના લોકો કેવા નામથી બોલાવતા હતા?

Hide | Show

જવાબ : આંબા પટેલનું ખોરડું વાવડી ગામ અને પરગામમાં પણ જાણીતું હતું. સંધાય માનવી આંબા પટેલને આંબા અદા (દાદા) ના માનવાચક નામથી બકોરતા હતા.


આંબા પટેલની ઢેલ ઘોડી વિશે માહિતી આપો?

Hide | Show

જવાબ : આંબા પટેલ બાબરા જઈને ઢેલ (ઘોડાની જાત) ની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મુલવી લાવ્યા હતા. આ ધોડી આરસમાંથી કંડારી હોય તેવી રૂપાળી હતી આખા ગોહિલવાડ પંથકમાં તેનો જોટો જડવો મુશ્કેલ હતો. ઘોડીના ચારેય પગ અને કપાળ ધોળેલા હતા. કાનની ટીસિયું બેવડ વળી જતી હતી. ઘોડી ગામમાંથી નિકળતી ત્યારે લોકો તેના સામું જોઈ રહેતા હતા અને ઘોડીના વખાણ કરતા હતા.


આંબા પટેલની ઢેલ ઘોડીની ચાલ વિશે જણાવો?

Hide | Show

જવાબ : ઢેલને લાવ્યા બાદ ત્રીજા વરસે વછેરી ચડવ થઇ ગઈ. આંબા પટેલે પાંતે ખાંતે એને રેવાળ ચાલ શીખવી. ઢેલ ઘોડાની અસલ ઓલાદ હતી. ચાલ તો તેના બાપની જ માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં પાંચગાઉંનીભોં વહ્યો જાય, તોય દૂધનું ટીમ્પુયે હેઠું નો પડવા દે. ઢેલની ચાલ આવી હતી.


ધોડીની સ્વામીભક્તિ પાઠના લેખકનો પરીચય આપો?

Locked Answer

જવાબ : આ પાઠના લેખક જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરું ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ ખાતે વસ્યા છે. લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તેમણે કામ કરેલું છે. મરદકસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી, લોકસંસ્કૃતિમાં પશુઓ એમના લોકમેળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેઓશ્રીનું વિવિધ સન્માનોથી સ્વાગત કરીને પુરસ્કારો અપાયેલ છે.


મામાના સમાચાર મળતા આંબા પટેલને સારા-ખોટા વિચારો કેમ આવવા લાગ્યા?

Locked Answer

જવાબ : મામાનો સંદેશો આવ્યો કે ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય ઈ પડતા મૂકીને મણાર(મામાનું ગામ) આવીને રોટલા શીરાવજો. આવા સમાચારે પટેલ વિચારમાં પડી ગયા કે કોઈ દી નઈ ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે. નક્કી કઈ નવાજૂની થઇ હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નૈ. વધુમાં સમાચાર લાવનારે પણ કંઈ ન જણાવતા આંબાપટેલના મનમાં અમંગળ શંકાઓ ઘેરવા લાગી હતી.


આંબા પટેલના પત્ની તે સાંજના બદલે, વહેલી સવારે મામાને ત્યાં જવાનું કેમ સમજાવે છે?

Locked Answer

જવાબ : પટેલની પત્ની કહે છે કે અટાણે અહુરવેળાએ જવા નિકળ્યા છો પણ મારૂ મન પાછું પડે છે. ભલા થઈને હવારે મોહૂંઝણામાં જાવ તો? એક રાતમાં શું ખાટું મોળું થઇ જવાનું છે? સોમાહાનો દી છે ને પાણીબાણી આયુ હશે તો તમે હુરમત કર્યા વિના નૈ રો ને અમને ઉપાધિનો પર કરાવી મૂકશો.


ભાયા ભરવાડ કોના ઓહડીયાં કરવામાં નિપૂણ છે?

Locked Answer

જવાબ : મામી ભાણેજને બળદની વાત પૂછે છે તેનો આંબા પટેલ જવાબ આપે છે કે બળદેય મામી, હવે હાજો નરવો થૈ ગયો સે આમ ભાયા ભરવાડ બળદ જેવા જનાવરોના ઓસડિયાં કરતા હતા અને તેમાં નિપૂણ હતા.


મામાએ ભાણેજને બધા જ કામ પડતા મૂકીને શી વાત કરવા તેડાવ્યા હતા?

Locked Answer

જવાબ : મામાના ઘરે વાળું કરીને મેડીએ ખાટલા ઢાળીને સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરી મનનો ભાર હળવો કર્યો.


બાપ ઢેલ, તેં આજ જીવરતના દાન દીધાં છે. આ વાક્ય કોણ, કોને, ક્યારે કહે છે?

Locked Answer

જવાબ : શેત્રુંજીના પાણીમાં ડૂબતા બચી ગયેલા આંબા પટેલ ઘોડીની પીઠ પસવારતાં બોલે છે કે "બાપ ઢેલ, તે આજ જીવતરના દાન દીધાં છે."


ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી શેં ભુલાશે? આ વાક્ય કોણ બોલે છે?

Locked Answer

જવાબ : ઢેલ ઘોડીના કારણે આંબા પટેલનો જીવ બચી જાય છે તે વાત તેમના પત્નીને જાણવા મળી ત્યારે આભારવશ તેઓ બોલ્યા કે ખમ્મા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગી શેં ભુલાશે.


આંબા પટેલને ગામના અને પરગામના સૌ કયા નામથી ઓળખતા હતા ?

Locked Answer

જવાબ : આંબા પટેલને ગામના અને પરગામના સૌ આંબા અદા (દાદા) ના નામથી ઓળખતા હતા.


મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને શી ભલામણ કરી ?

Locked Answer

જવાબ : મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને તેની સગાઈની ભલામણ કરી.


આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને કેવા કહ્યા ?

Locked Answer

જવાબ : આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને હિંમતવાળા કહ્યા.


શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે ઢેલ ઘોડીને શું કહીને આંસુ સાર્યા ?

Locked Answer

જવાબ : શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે ઢેલ ઘોડીને “બાપ  ઢેલ, તેં આજ જીવતરનાં દાન દીધાં છે.” કહીને આંસુ સાર્યા.


આંબા પટેલને કયો શોખ હતો ?

Locked Answer

જવાબ : આંબા પટેલને ઘોડાનો શોખ વળગેલો હતો.


આંબા પટેલ કયાં ગામનાં વતની હતા ?

Locked Answer

જવાબ : આંબા પટેલ વાવડી ગામનાં વતની હતા.


આંબા પટેલનું વાવડી ગામ કયાં આવેલું હતું ?

Locked Answer

જવાબ : ગોહિલવાડમાં


આંબા પટેલ કઈ નદી પસાર કરે છે ?

Locked Answer

જવાબ : આંબા પટેલ શેત્રુંજી નદી પસાર કરે છે.


કઈ નદીમાં પૂર આવે છે ?

Locked Answer

જવાબ : શેત્રુંજી નદીમાં પૂર આવે છે


ંબા પટેલને રસ્તામાં કયો ડુંગર દેખાય છે ?

Locked Answer

જવાબ : ંબા પટેલને રસ્તામાં તળાજાનો ડુંગર દેખાય છે.


“બાપ ઢેલ, તે આજે જીવતરનાં દાન દીધાં છે.” આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ : “બાપ ઢેલ, તે આજે જીવતરનાં દાન દીધાં છે.” આ વાક્ય આંબા પટેલ બોલે છે.


આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી શું લઈને આવ્યા હતા ?

Locked Answer

જવાબ : આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી બે બકરીઓ લઈ આવ્યા હતા.


“માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ!” આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ : “માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ!” આ વાક્ય ગામનાં લોકો બોલે છે.


‘ગણેશની બા, હાંભળો છો કે ?’ આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ : ‘ગણેશની બા, હાંભળો છો કે ?’ આ વાક્ય આંબા પટેલ બોલે છે.


“પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો ?” આ વાત આંબા પટેલ કોને કહે છે ?

Locked Answer

જવાબ : “પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો ?” આ વાત આંબા પટેલ એમની પત્નીને કહે છે.


ઘોડીની સ્વામીભક્તિપાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

Locked Answer

જવાબ : ઘોડીની સ્વામીભક્તિપાઠ લોકસાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવ્યો છે.


ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો?

Hide | Show

જવાબ : ઘોડીની સ્વામીભક્તિ અને વફાદારીનું આ પાઠમાં લેખકે ખૂબ જ હ્રદયસ્પર્શી આલેખન કરેલ છે. આંબા પટેલ મામાના ગામ મણારથી પોતાના ઘરે જવા નિકળે છે ત્યારે એકાએક વરસાદ અંધારીને સાંબેલાધાર તૂટી પડે છે. વધુ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આંબા પટેલને ઘરે જવાની ખૂબ જ તાલાવેલી ઉપડી હતી અને તેમણે ઉતાવળે નિર્ણય કરીને નદીમાં ઘોડીને નાખી. પરંતુ નદીમાં પાણીનું વહેણ ખૂબ જ વેગવાળું હતું. ઘોડી જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડી પામી ગઈ કે આંબા પટેલ પાણીમાં રહી ગયા છે તેથી તે નસકોરા ફુલાવતી સહેજ પણ સમય વિતાવ્યા સિવાય ફરી પાછી નદીમાં ખાબકી અને આંબા પટેલને શોધવા લાગી. આ બાજુ આંબા પટેલ પાણીમાં ડૂબી રહ્યા છે પટેલને તરવામાં એક પણ કાહરી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી ન હતી. એટલામાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક આવી. પોતાની ઘોડીને પરત આવેલી જોઇને આંબા પટેલે હાથ ફેલાવીને તેની ડોક પકડી લીધી. પટેલમાં હવે જોશ આવી ગયો હતો. ચતુર ઘોડી નદીના વહેણને ચીરતી કાંઠા તરફ જવા લાગી. ધોડી પાણીમાં તણાતી, ફંગોળાતી, મહામુસીબતે નદીના કાંઠે આવી. આમ, ઘોડીએ પોતાના અસ્વારને બચાવીને પોતાની માલિક પ્રત્યેની વફાદારી પુરવાર કરી.


આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી?

Locked Answer

જવાબ : ઘોડાના શોખીન આંબા પટેલે છ મહિનાની ઢેલ ઘોડીને પોતાને ઘેર લઈ આવ્યા. પોતાના સગા દીકરાની જેમ તેનું જીવની જેમ જતન કર્યું. ભરવાડના ઝોકમાંથી બે-ત્રણ બકરી લાવીને, બકરીને દોહીને તેનું દૂધ ઘોડીને પીવડાવતા. તેમની આટલી કાળજીથી બે વરસમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ આંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી. જાણે ઢેલ ઘોડી માના કોઠા (ગર્ભ)માંથી જ બધું શીખીને આવી હોય એમ તે રેવાલ ચાલમાં એટલી નિપ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધની ટબુડી લઈને બેસે અને ઢેલ ઘોડી પાંચ ગાઉ રેવાલમાં દોડે તોપણ દૂધનું એક ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલનાં વહાલ, જતન અને ઉછેરને દેવો પડે.


આંબા પટેલનું પાત્રાલેખન કરો.

Locked Answer

જવાબ : આંબા પટેલ (વછાણી)ને ગામ અને પરગામના સૌ આંબા અદા(દાદા)ના નામથી બોલાવતા. ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન છ મહિનાની વછેરી મૂલવીને પોતાના ઘેર લઈ આવ્યા હતા. પોતાના દીકરાની જેમ તેને વહાલથી ઉછેરી હતી. તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી હતી. તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ન હોય. આંબા પટેલ તેમના મામાને લાખ રૂપિયાના માણસ એટલે કે પ્રતિષ્ઠિત માણસ ગણતા હતા એટલે મામાનો સંદેશો આવે કે તરત જ ભર્યું ભાણું એક બાજુ હડસેલીને પણ મામાને મળવા જવું એમ આંબા પટેલ માનતા હતા. મામાને પણ તેમના ભાણેજ પર વિશ્વાસ હતો એટલે જ તેમણે ભાણેજ આંબા પટેલને પોતાની દીકરીની સગાઈ અંગે ભલામણ કરી. મામાને ત્યાંથી ધેર પાછા ફરતાં શેત્રુંજી નદીમાં પૂર આવ્યું ત્યારે તેમની જાતવાન ઢેલ ઘોડીની ખાનદાની અને વકાદારીને કારણે તેમને જીવતદાન મળ્યું હતું. એ માટે તેમણે ઢેલ ઘોડી અને ગામના ઠાકોરજીનો આભાર માન્યો હતો.


રૂઢીપ્રયોગો

Locked Answer

જવાબ :

સોંસરવું નિકળવું – મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું.
આંખો ફાટી જવી – આશ્ચર્યચકિત થઇ જવું.
બેઘોડે વાત જોવી – આતુરતાથી રાહ જોવી.
પેટ દેવું – મનની વાત કહેવી.
હડી કાઢવી – દોટ મુકવી.
એક ના બે ના થવું – વાત પર મક્કમ રહેવું.
જીવતરના દાન દેવા – કુરબાન થઇ જવું.
મોળું ઓહાણ આપવું – માણસનું નાહિંમત બનવું, ઢીલો પડે તેવું કહેવું.
અર્ધાઅર્ધા થવું – ચિંતાતુર થવું.
ખાટુમોળું થવું – બગડી જવું.

શબ્દ સમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

દળી – ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઉનનું આસન.
તંગ – ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો.
પેંગડુ – ઘોડેસવાર જેમાં પગ રાખે તે કડું.
ગમાણ્ય – ગમાણ – ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા.
જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

માવજત – સંભાળ
આગંતુક – આવી ચડેલું
ઓલાદ – સંતાન(અહીં) જાત
છાતીસલો– હિંમતવાળો
ગોહિલવાડ – સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજ્યનો ભાગ
ઝોક – નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ
ઘેટા-બકરાનો વાડો
અહુરવેલા – કસમય, અસુરવેડા
ગજર ભાંગવો – એક પ્રહર પૂરો કરવો. (થવો)
મઝરોમઝરો – ઝાંખો ઝાંખો
હુમચી ખૂંદવી – તાનમાં ઘોડી ઉછળકુદ કરે તે
અનારવો – માંદો
હડીયાપાટી – દોડા દોડી
ગદરો – ગારો, કાદવ
ધરાહાર – ધરાર, બિલકુલ
બગદાટી – ધબધબાટી
કાહરી ફાવવી – પ્રયત્ન સફળ થવો
હરેરી જવું – નાહિંમત થવું

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

ખોરડું – માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન
સંધાય – બધા, સૌ
બકોરવું – બોલાવવું
મૂલવવું – કિંમત આંકવી
જડવું – મળી આવવું, હાથ લાગવું
રેવાળ – ઉછળે નહીં તેવી વેગવાળી ઘોડાની ચાલ
ભોં-ભોંય
સંધેવો – સંદેશો
ઓહાણ – ખયાલ
વાવડ – સમાચાર, સગડ
વાળું – સાંજ પછીનું ભોજન
ચંત્યા – ચિંતા, ફિકર
વાંહે – પાછળ
સડપ – ઝડપથી, એકદમ
હવારે – સવારે
મોહુંઝણું – પરોઢિયાનો સમય
સોમાહું – ચોમાસું
ભરૂહો – ભરોસો
બીકાળવા – બીક લગાડે તેવાં, બીકણ
લગણ– લગી
ઘોડ્યે – ની જેમ
સળાવો – વીજળીનો ચમકારો
મઉ થઇ જવું – ભૂખથી ટળવળવું, ખૂબ ભૂખ લાગવી
ગણ - ગુણ

Download PDF

Take a Test

Choose your Test :

ઘોડીની સ્વામીભક્તિ

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.