GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?

Hide | Show

જવાબ : કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ નો મતલબ જવાબદારી ઉઠાવવાની તૈયારી સાથેની સ્વીકૂતિ માથે મુગટની માફક જવાબદારીનો પણ ભાર છે તેવું સમજવાનું છે.


મુરલી ઠાકુરને આંગણું મોટુ શા માટે લાગે છે?

Hide | Show

જવાબ : લેખકનું ખોરડું નાનું છે તેમા બહાર સરસ મજાનું આંગણું આવેલું છે. તે આંગણામાં સૂર્યનો પ્રકાશ ચારે બાજુ રેલાય છે. કવિનું ચેતન મન તે ઉજાસ ને માણે છે તથા ચેતનાનો ચારે બાજુ ફેલાવો થાય છે. આવુ થવાથી લેખકને ઓરડાની આગળનું આંગણુ મોટુ હોય તેવું લાગે છે.


કવિશ્રી રઈશ મણિયારનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : રઈશ મણિયાર વલસાડ જીલ્લાના પારડી ગામના રહેવાસી છે. વ્યવસાયે તેઓ બાળરોગ નિષ્ણાત એમ. ડી. ડોકટર છે. ’કાફિયા નગર’, ‘મારા સ્વભાવમાં જ નથી’, અને ‘નિહાળતો જા’ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલોનું છંદોવિધાન વગેરે તેમના વિવેચનના ગ્રંથો છે. તેઓશ્રીએ બાળરોગ નિષ્ણાત હોવાથી “બાળ ઉછેર ની બારાખડી” નામનું બાળ ઉછેરમાં ખૂબજ ઉપયોગી પુસ્તક લખ્યું છે.


કવિશ્રી રઈશ મણિયારે આ મુક્તકની રચનામાં શું ઉજાગર કર્યુ છે.

Hide | Show

જવાબ : મુક્તક કાવ્ય સાહિત્યનું લધુ સ્વરૂપ છે. આમાં કવિ બે થી છ પંક્તિ સુધી ગમે તે વિષય કે સંવેદનાની રજુઆત કરતાં હોય છે. આમાં કવિ દર્શાવે છે કે જગતમાં અનેક પ્રકારના સંધર્ષો હોય છે સુખ દુઃખ એક સિક્કાની બે બાજુ છે. સુખમાં છકી જવાનું નથી કે દુઃખમાં તૂટી જવાનું નથી. આ દુનિયામાં એવો કોઈ મુગટ, મતલબ કે એવી કોઈ જ જવાબદારી નથી કે જેમા ભાર જ ના હોય. આનંદથી ભારને વહન કરવાની આ મુક્તકમાં શીખ આપવામાં આવી છે.


કાવ્ય સાહિત્યમાં મુક્તક એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : કાવ્ય સાહિત્યનું લધુ સ્વરૂપ એટલે મુક્તક એવું માનવામાં આવે છે, મુક્તકમાં રચયિતા કવિશ્રી બે થી પાંચ છ લીટી સુધી લાધવથી કોઈ વિષય કે સંવેદના ને રજૂ કરતા હોય છે જે મુક્તક તરીકે ઓળખાય છે.


કવિશ્રી બરકત વીરાણીનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : કવિશ્રી બરકત વીરાણીનું મૂળ નામ બરકતઅલી ગુલામહુસેન વીરાણી હતું. તેઓશ્રી બેફામના તખ્ખલુસથી જાણીતા છે. તેઓ ભાવનગર જીલ્લાના ધાંધળી ગામના વતની હતા. તેમણે આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બજાવી છે. માનસર ઘટા, પ્યાસ, તેમના નોંધપાત્ર ગઝલ સંગ્રહો છે. તેમણે આગ અને અજવાળા તથા જીવતા સૂર જેવી વાર્તાઓ લખી છે. રસ સુગંધ ભાગ ૧ – ૨ તેમની રચેલી નવલકથા છે.


કવિશ્રી બેફામ તેમના લઘુકાવ્ય – મુક્તકમાં શું દર્શાવે છે?

Hide | Show

જવાબ : કવિશ્રી બેફામે તેમના મુક્તકમાં કર્મનો મહિમા દર્શાવ્યો છે. માણસની સફળતા તેના હાથની ભાગ્યરેખાઓમાં નહી પણ તેની મહેનતમાં જોવા મળે છે. કોઈ ઈમારત બનાવતાં પહેલાં તેનો નક્શો બનાવવામાં આવે છે. પરંતુ આ નકશાને ઈમારત કહી શકાય નહી. નકશો એ ઈમારત નથી, એમ નસીબ એ જીવન કે સફળતા નથી. જીવન અને સફળતા તો માણસ તેની મહેનત અને પ્રયત્નોથી પામે છે.


કવિશ્રી મુરલી ઠાકુરનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાઠા જીલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્ર્મોના નિર્માતા તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.”સફર અને બીજાકાવ્યો” માં તેમની કાવ્યરચનાઓને સમાવવામાં આવી છે. ‘મેળો’ તેમનો રચેલો બાળગીતોનો સંગ્રહ છે.પ્રેમલ જ્યોત માં તેમની વાર્તાઓને ગ્રથંસ્થ કરવામાં આવી છે. ‘ગાંધીવાણી’ નામે તેમનો અભ્યાસગ્રંથ પ્રસિધ્ધ થયો છે.


કવિશ્રી અનિરૂધ્ધ બ્રહ્મભટ્ટ નો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : અનિરૂધ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ ગામ છે. તેઓ અધ્યાપક તરિકે કામગીરી કરી ચુક્યા છે. તેઓશ્રી કવિ વિવેચક, વાર્તાકાર, અને નિબંધકાર તરીકે જાણીતા છે. ‘હિમપી’ તેમણે રચેલો કાવ્ય સંગ્રહ છે.’અજાણ્યું સ્ટેશન’ તેમણે રચેલો વાર્તાસંગ્રહ છે. “નામરૂપ” માં તેમણે રચેલાં ચરિત્રનિબંધો છે.ચલ મન વાટે – ઘાટે માં ચાર ભાગમાં તેમની નિબંધીકાઓ પ્રગટ કરવામાં આવી છે. તેમણે ઋષિવાણી નામનો અધ્યાત્મ અને ચિંતન વિષયક ગ્રંથ પણ રચ્યો છે.


કવિશ્રી અનિરૂધ્ધ બ્રહ્મભટ્ટે રચેલો હાયકુ શું સમજાવે છે?

Hide | Show

જવાબ : કવિશ્રી અનિરૂધ્ધ બ્રહ્મભટ્ટ એ દર્શાવે છે કે આશા નિરાશાની માફક અજવાળું અને અંધારૂ એ કાયમી પરિસ્થિતિમાં માણસે હિંમત રાખી ગમે તેવી વિકટ સમસ્યામાં નાહિંમત ન બનવું જોઈએ. જેમ દીવો ઓલવાતા અંધારૂ થાય છે તો બારીમાંથી ચાંદનીનો પ્રકાશ ફેલાતાં અંધારૂ દૂર પણ થાય છે.


કવિશ્રી મુરલી ઠાકુર પોતે રચેલાં હાયકુમાં શું દર્શાવે છે.

Hide | Show

જવાબ : કવિશ્રીનું ખોરડું નાનું છે તેની આગળ આંગણું છે. તે આંગણાં માં સુરજનો પ્રકાશ ચારે બાજુ ફેલાય છે માટે કવિને તે આંગણું મોટું લાગે છે. કવિશ્રી આમાં એ સંદેશો આપે છે કે સુખ અને દુઃખ એ માણસની વિચારવાની ક્ષમતાને આભારી છે બાકી તો નાના ખોરડાનું આગણું કવિને પોતાના પોઝેટીવ વિચારથી મોટું જ લાગે છે.


દુહા એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : દુહાને મૂળ લોકસાહિત્યનું સ્વરૂપ માનવામાં આવે છે.


નીચેની પંક્તિઓ સમજાવો.

“કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ,

જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય.

Hide | Show

જવાબ : આ પંક્તિઓમાં કવિશ્રીએ અત્યંત લાધવથી આ પ્રસંગનો ભાવ દર્શાવ્યો છે કવિ દર્શાવે છે કે ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અધરૂ છે. તેમણે જુદા જુદા ઉદાહરણો ધ્વારા તે ભાવ વ્યક્ત કર્યો છે. તેઓ દર્શાવે છે કે કુલના દીપક એટલે કે કુલને ઉજાળનારા થવું અથવા કુલને ઉજાળવું એ ખૂબ કઠિન છે. દેશદિપક થવું એતો અતિ દુર્લભ વાત છે અને જગતના દીપક બનવું એટલે કે સમગ્ર જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ અવતર્યો હોય તે જ ઉજાળી શકે.


નીચેની પંક્તિઓ સમજાવો.

“આવ નહી, આદર નહી, નહી નયનમાં નેહ,

તે ઘર કદીન જોઈએ, કંચન વરસે મેહ.”

Hide | Show

જવાબ : આ દુહામાં કવિશ્રીએ દર્શાવ્યુ છે કે માણસ માટે આદર અને સ્નેહ જ મહત્વના  મનાય છે. તેને જ સાચો સંબંધ ગણવામાં આવે છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ કવિ ત્યાં જવાની ના પાડે છે.


પ્રથમ દુહામાં જગતને ઉજાળવાનું કામ કોણ કરી શકે ?

Hide | Show

જવાબ : પ્રથમ દુહામાં જગતને ઉજાળવાનું કામ જગદીશના કોઈક અલભ્ય અંશી હોય તે કરી શકે છે.


‘એવો કોઈ મુગટ બન્યો જ નથીપંક્તિમાં કવિ મુગટદ્વારા શું કહેવા માંગે છે ?

Hide | Show

જવાબ : ‘એવો કોઈ મુગટ બન્યો જ નથીપંક્તિમાં કવિ મુગટની તુલના સત્તા કે જવાબદારી સાથે કરે છે.


સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતીઆ પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્વ આપતા નથી ?

Hide | Show

જવાબ : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતીઆ પંક્તિ દ્વારા કવિ પ્રારબ્ધને સ્વીકારી નિષ્ક્રિયતાને મહત્વ આપતા નથી.


રઈશ મણિયારની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું ?

Hide | Show

જવાબ : રઈશ મણિયારની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ.


કાવ્ય સાહિત્યનું લધુ સ્વરૂપ એટલે...

Hide | Show

જવાબ : કાવ્ય સાહિત્યનું લધુ સ્વરૂપ એટલે મુક્તક.


જિંદગીની હસ્તરેખામાં શું નથી હોતું ?

Hide | Show

જવાબ : જિંદગીની હસ્તરેખામાં સફળતા નથી હોતી.


કવિના મતે અંધારુ ક્યારે થશે ?

Locked Answer

જવાબ : કવિના મતે અંધારું રાત્રે, વહેલી સવારે, દીપ હોલવાથી થશે.


કવિ કેવો મુગટ બન્યોજ નથી તેવું કહે છે ?

Locked Answer

જવાબ : કવિના કહે છે જેમા જરાય ભાર ન હોય તેવો મુગટ બન્યો જ નથી.


કવિ શેમાં ચેતવાનું કહે છે ?

Locked Answer

જવાબ : કવિ જીતમાં હાર ન હોય અએ અંગે ચેતવાનું કહે છે.


દેશદીપક બનવું કેવી વાત છે ?

Locked Answer

જવાબ : દેશદીપક બનવું દુર્લભ વાત છે.


લઘુકાવ્યના સ્વરૂપોનાં ગમે તે બે નામ દર્શાવો.

Locked Answer

જવાબ : દુહા અને મુક્તક


દુહાની દ્રષ્ટિએ શું થવું કઠિન છે ?

Locked Answer

જવાબ : દુહાની દ્રષ્ટિએ કુલદીપક થવું કઠિન છે.


હાઈકુક્યાંનો સાહિત્યપ્રકાર છે ?

Locked Answer

જવાબ : હાઈકુજાપાનનો સાહિત્યપ્રકાર છે.


હાઈકુંમાં કેટલા અક્ષ્રર હોય છે ?

Locked Answer

જવાબ : હાઈકુંમાં સત્તર અક્ષ્રર હોય છે.


હાઈકુંકાવ્ય કેટલી પંક્તિનું હોય છે ?

Locked Answer

જવાબ : હાઈકુંકાવ્ય ત્રણ પંક્તિનું હોય છે.


કવિ ક્યાં જવાની ના પાડે છે ?

Locked Answer

જવાબ : કવિ જ્યાં આવકારો ન મળે ત્યાં જવાની ના પાડે છે.


શું બનવું દુર્લભ છે ?

Locked Answer

જવાબ : દેશદીપક બનવું દુર્લભ છે.


કવિ રઈશ મણિયાર આજ સુધીમાં કેવો મુગટ બન્યોજ નથી તેવું કહે છે ?

Locked Answer

જવાબ : કવિ રઈશ મણિયાર કહે છે. જેમા જરાય ભાર ન હોય તેવો મુગટ આજ સુધી બન્યોજ નથી.


વ્યક્તિ માટે શું બનવાનું ખૂબ દુર્લભ છે તેવું કવિ દર્શાવે છે.

Locked Answer

જવાબ : વ્યક્તિ માટે દેશદીપક બનવાનું ખૂબ દુર્લભ છે તેવું કવિ દર્શાવે છે.


કવિના માનવા મુજબ દેશદીપક બનવું કેવી વાત છે ?

Locked Answer

જવાબ : દુર્લભ


કવિના કહેવા મુજબ હસ્તરેખામાં શું નથી જોવા મળતું ?

Locked Answer

જવાબ : કવિના કહેવા મુજબ હસ્તરેખામાં સફળતા નથી જોવા મળતી.


કવિ આપણને કેવા ઘરે જવાની ના પાડે છે ?

Locked Answer

જવાબ : આવકારો ન આપે ત્યાં


કવિશ્રી બરકત વીરાણીનું ઉપનામ શું છે તે જણાવો ?

Locked Answer

જવાબ : બેફામ


કાવ્ય સાહિત્યમાં લધુ સ્વરૂપ કોને માનવામાં આવે છે ?

Locked Answer

જવાબ : મુક્તક


કવિના કહેવા મુજબ આખા જગતને કોણ ઉજાળી શકે છે ?

Locked Answer

જવાબ : કવિના કહેવા મુજબ આખા જગતને દેશદીપક, ભગવાનનો અંશ અને કુલદીપક ઉજાળી શકે છે.


કવિના મતે કુલદીપક માટે શું કરવું કઠીન છે ?

Locked Answer

જવાબ : કવિના મતે કુલદીપક માટે કુલને ઉજાળવું કઠીન છે.


દીપ હોલવવાથી અંધારૂ થશે, છતાં કવિને કઈ વાતનો સંતોષ છે ?

Locked Answer

જવાબ : દીપ હોલવવાથી અંધારૂ થશે, છતાં કવિને એ વાતનો સંતોષ છે કે બારીમાં ચંદ્ર ખીલી ગયો છે.


ચેતજે જીતમાંય”  મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો.

Hide | Show

જવાબ : મુક્તક “ચેતજે જીતમાંય” માં કવિ ચેતવણી આપે છે કે હાર અને જીત તથા સુખ અને દુઃખ જેવુ વિશ્વમાં કંઈજ હોતું નથી તેવુ માનવું ભુલ ભરેલું છે. એક ગતીશીલ ચક્રની માફક માનવીનું જીવનચક્ર ચાલતું હોય છે. હાર અને જીત તથા સુખ અને દુઃખ તેની સાથે જ સંકડાયેલા છે. જગતમાં આજ સુધી એવો કોઈ મુગટ બન્યોજ નથી કે જે મુગટમાં ભાર જ નહોય. માથે મુગટ હોવો એટલે જવાબદારી ભરેલું જીવન હોવુ તેવુ માનવાનુ છે. જેને માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારીનો ભાર હોય છે. તથા તે જવાબદારી તેને નિભાવવાની જ હોય છે. માથે મુગટ એ કોઈ શોભા માટે પહેરાતો નથી. પરંતુ મુગટ પહેરવો એટલે સામાન્ય માનવીમાં અને તેમાં કોઈ ફેર હોવો તેવું દર્શાવવામાં આવ્યું છે.


પંક્તિઓ સમજાવો:

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલ ઈમારત એના નક્શામાં નથી હોતી.”

Locked Answer

જવાબ : ભાગ્યમાં માનનારા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાશ્ર કરતાં કવિ હાથમાં દેખાતી રેખાથી પોતાના જીવનના ચઢાવ ઉતાર અને સફળતા સમજનારા વ્યક્તિઓ ને આ પંક્તિઓથી વાસ્તવિક્તાની સમજ આપે છે. વિશ્વમાં ધણા બધાં લોકો પ્રારબ્ધમાં હશે તેટલું જ મળવાનું છે તેવું માને છે. સુખ, સમૃધ્ધિ, સફળતા ભાગ્યને આધીન પ્રાપ્ત થાય છે, તેવું સમજનારો વર્ગ ખુબ જ મોટો છે. તેઓ પોતના ભાગ્યના ઉદયની રાહ જોતાં નિષ્કિયતાની ચાદર ઓઢી લે છે. તેમની આવી પ્રારબ્ધવાદી વિચારસરણીને કવિ ખુલ્લો પડકાર આપી તેમને પુરૂષાર્થ તથા કર્મનું મહત્વ બતાવે છે. મોટી ઈમારતનો નક્શો એક આર્કિટેક દોરે તેથી કાંઈ ઈમારત થઈ જતી નથી. તેના માટે અસંખ્ય લોકોનો પુરૂષાર્થ અને તેમની કાર્યદક્ષતા નક્શાને વિશાળ ઈમારતમાં પરિવર્તીત કરે છે. ટુંકમાં સરળ સમજ આપતાં લેખક સમજાવે છે કે ભાગ્ય અને હસ્તરેખાથી સાચી સફળતા મળતી નથી તેના માટે સખ્ત પુરૂષાર્થ કરવો પડે છે.


સમાનાથી શબ્દો

Hide | Show

જવાબ :

દુર્લભ – મુશ્કેલીથી મળે તેવું – દુષ્પાપ્ય,

અંશી – જેનો તે ચોક્ક્સ અંશ છે તેવું, મેહ – વરસાદ – મેઘ,

જગત – વિશ્વ, મુગટ – તાજ (અહીં – સત્તા – જવાબદારી)

ભાર – બોજ, આંગણ – ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા – ફળિયું.

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

હો – હોઈક,

નેહ – સ્નેહ,

હોલાવું – હોલવવું.

વિરૂધ્ધાર્થી શબ્દો

Locked Answer

જવાબ :

દુર્લભ = સુલભ,

આદર = અનાદર

Download PDF

Take a Test

Choose your Test :

લઘુકાવ્યો

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.